સાહિબો મારો ગુલાબનો છોડ : : કૈલાસ પંડિત
હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
. સાહ્યબો મારો ગુલાબનો છોડ . હોઅ લે ને પુરા કીયા મનનાં કોડ કે રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
– કૈલાસ પંડિત : : : : 🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹શ્રી કૈલાસ પંડિત : સ્વર : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરાંકન સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ :. યુવક – યુવતી નું રમતિયાળ , મલકામણું પ્રેમ ગીત છે . એક સાંજે , હોંશીલી કોડવતી યુવતી બિલવિડ beloved વહાલાં ‘ સાહ્યબા ‘ ની સાથે કોઈક ઉપવનમાં આવી ને , મન ઉકેલવા , અંતઃકરણના વહેણને વાચા આપે છે . ત્યારે , સર્જાયા ગીત માં , પ્રકૃતિના તત્વો ઢળતો સૂરજ , ઝરણાં , નદી , સાગર , ચંદ્ર , ફૂલ છોડ બાગ ભ્રમર સહિત ધરા પણ , બોલકું થઇ દૃશ્ય રચના ની પંક્તિઓમાં અર્થ પૂર્ણતા નિખારે છે . આરંભમાં અને ત્રણેય અંતરા માં યુવતી ” સાહ્યબો મારો ગુલાબનો છોડ ” એ પુનરાવર્તનિયું ફરકાવતી મસ્તી આચરે છે . ત્યારે , પ્રેમ ભાવથી આંખ ગુલાબી થાય , ‘ઈશ્ક થી જોવું’ , રોમાંચક ઝંખના માં પરિણમે અને હૈયાનાં ઉત્કટ મનોભાવ વ્યક્ત થતી ગીતની પંક્તિઓમાં મળે : ” મારા જોબન નું ઊગ્યું પરોઢ..”. પૃચ્છના તો , આરંભી દીધી હતી : ” ક્યારે પુરા થશે મનનાં કોડ ? ” શું થાય જ્યારે હોય સાહ્યબો ગુલાબનો છોડ ! રંગ , સુગંધ , દેખાવ સંમોહક અને વળી ‘ ફુલો નો રાજા ‘. પણ , કાંટાળો છોડ . ભેટણું તો થાય નહિ . બથમાં લેય નહિ . પહેલાં અંતરા માં , યુવતી કહે છે કે આકાશમાં ઢળતો સૂરજ બાગમાં ખીલ્યાં , ફુલોની સાથે ઘેલો થઈ ખેલે છે . આ પ્રેમાવેશ નજરોનજર , દેખાય છે . Sun in the west was a drop of burning gold that did near and nearer the sills of the world “. { પશ્ર્ચિમમાં સૂરજ એ અગન દેવાં બેહદ આતુર ઝળુંબી રહેલ ઝૂમખો – સોનાનો લૂમખો હતો જે ધરતી પર નજીક અને નજીકતર આવીને પડનાર ( સિલિનિસ ) મૂર્ખામી કરનાર હતો } . માની જો જાય તો એવી જ વાત , ” જોબન નું ઊગ્યું પરોઢ ..” ભમરાની જેમ , મનમીત ને કાનમાં કહેવા ધાર્યું છે . શેક્સપિયર નું ‘રોમિયો એન્ડ જુલિયટ’ માં લખ્યું યાદ કરીએ : “But soft , what light through yonder window breaks ? It is the east and Juliet is the Sun”{ પરંતુ ,પણે દેખાતી બારીમાંથી કયા પ્રકાશ તૂટી જાય છે / ફાટી નીકળ્યા છે ? તે પૂર્વ છે , અને જુલિયટ સૂરજ છે } . મત્ત લગની – પ્રિયતમ માટે ની ઘેલછા છે , આ . પોહ ફાટ્યું જાય એમ જોબનમાતું છલકાટ ઉભરાય . એવી વાત કોડ પુરા કરનારા પ્રિયતમને કાનમાં કહેવાથી , તરત અસર થાય . શું થાય જ્યારે હોય સાહ્યબો ગુલાબનો છોડ ! યુવકે પ્રેયસી ની ભાવાવેશમાં વ્યક્ત હૈયાં ની છાની વાત એનાં હાથમાં પોતાનો હાથ પરોવી રાખીને સાંભળી અને સમજીને પ્રતિભાવો આપતા કહે છે કે : ” કલકલ અવાજ કરતા ઝરણામાં નદી પણ છલકાય છે કેમકે ઝરણજલ નદી રૂપમાં સામેલ થાય અને નદીના વહેણમાં સાગર મલકાય – ધીમું હાસ્ય કરે . નદીની અપાર વિપુલ જળરાશીના સમાવેશ થી સાગર ઊભરાય જતો નથી . સાગર એવો ને એવો જ , અસાધારણ શાંત રહે છે . ચાંદાને જોઈ સાગર ની થોડીક જળરાશી , ” ઝૂલે છે ગેલમાં “. આનંદમાં આવી જાય .” ધરતી નો છેડો જઈ આભમાં લહેરાય છે ” . છેવટે દૂર ક્ષિતિજે નજર કરતા પવનમાં મંદ મંદ ફરકતી ને સરકતી , આપણા મનની તોફાની હરકત છે , આ . જેમાં આનંદ મગ્ન થઈ રહીએ . “નદીને સાગર થવાનાં જાગ્યા કોડ “. સાગરની વિશાળતામાં નદીનો સમાવેશ પહેલેથી સુનિશ્ચિત છે . સુગંધિત ફુલો થી ખેલતા સૂર્ય ની કિરણાવલી , કલકલતા ઝરણા નો ધ્વનિ , સમુદ્ર મિલનની ઝંખના માં ધસમસતા નદીના પ્રવાહો , સાગરના તરંગો કે ધરતીના આભમાં લહેરાતા વસ્ત્ર છેડાના , કોઈ પણ સ્થળ , કાળ પર પ્રકૃતિજન્ય દેખાવો માં વિચલિત થયા વગરની આપણાં મનની શાંતિપૂર્ણ સ્થિતિ – રીતી પ્રતિબિંબિત થવી આવશ્યક છે . આવું કંઈક કહેવા ધારતા યુવક ને ફરીને એ જ વાકયાર્થ સંભળાવે છે એની પ્રેયસી . શું થાય જ્યારે હોય ” સાહ્યબો ગુલાબનો છોડ “. હકીકતમાં , બંને પ્રેમીઓ હ્રદયના ભાવ વિભાવ ને – એકમેકના મનને પૂર્ણ પણે કહનાંકિત કરતા સમજી ચૂક્યા છે . માટે , યુવતી , ત્રીજા અંતરામાં કહે છે કે , ” આંખોની વાત હવે હોંઠો પર લાવીએ , ફુલો ની પાસ જઈ ઓરાં થઈ આવીએ . રોપીને આસપાસ મહેંદીના છોડને માટીના કુંડામાં તુલસી ઉગાડીએ ” . મહેંદી સહિત ની મેન્દી ની વાડ ઘરની આસપાસ ઉગાડીને સુરક્ષિત રહેઠાણની અને પ્રવેશ દ્વારની સામે તુલસી ક્યારાની સ્થાપના ધારેલી ઈષ્ટ જગ્યાએ ગૃહજીવનનો આરંભ અને જીવન વ્યવસ્થા , એ જ તો કાવ્યના પ્રિયા – પ્રતિમ ના નૈસર્ગિક લક્ષ્ય હતાં અને છે જે ખુલ્લા મનથી સ્પષ્ટ કરીને યૌવનમત્ત યુવતી હવે પ્રિયા થઈને કહે છે કે , ” હવે હમણાં તો હાથ મારો છોડ “. ” સાહ્યબો મારો ગુલાબનો છોડ ” , એ વાકયાર્થ તો ખરો જ . અંત ઘણો જ સુખદ છે . પ્રિયા નો પ્રતિમ છેવટે બહેલાવી ને કબૂલ મંજૂર રાખી કહે છે કે , ” લે ને પુરા કીયા મનનાં કોડ “, ” (કારણ)કે રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ “. ગુલાબનો કાંટાળો રાજવી તાજ ત્યજીને , ચંબેલી રાજરાણી ના , ચંપા – ચમેલી નામે થતાં મેળાપ ને નિહાળ્યા વગર , અડપલાં કરતા સૂરજે ધરતી – આભની ક્ષિતિજે , ક્યારનુંય પડતું મેલ્યું હશે . પણ , પ્રિયા – પ્રતિમ ના વિનોદ ચાલું જ રહ્યા સંભળાય છે , કે સાહ્યબો મારો ગુલાબનો છોડ ” . ના રે ના . ” રાજવણ તું ચમેલી હું ચંપાનો છોડ “. ભારતીય વૃક્ષ શાસ્ત્રની રૂએ કામદેવને પ્રિય પાંચ ફુલો માંનું એક તે ચંપો અખંડ સૌભાગ્ય નું પ્રતિક હોય પતિ હંમેશા સાથે રહે . આપણને જાણ છે કે જળરાશી ના ઉંડાણ , અંતર્ગત માત્રા , અને ઢાળ ઢોળાવો , નદીના પ્રવાહની દિશા અને માર્ગ નક્કી કરી આપે છે . સૂરજ ચંદ્ર ના આકર્ષણ ની ગુરુત્વ શક્તિ ના કારણે સાગર , ઉન્નત દેખાવથી મોજાં રૂપે ઉછળે અને ભવ્ય ભરતી સ્વરૂપે ધરતી પર આગળ વધી આવી મળે , દરિયા કિનારા પર જે , હરકોઈ ને વિદીત છે , ગ્રેડ સ્કૂલ ના અભ્યાસ સમયથી . નૈસર્ગિક ઘટના ચક્રો , પ્રવાહો અને સુહાવના સ્થળો મનુષ્યો ના આત્માઓને ખોલે છે અને પ્રેમ ના અનુભવો કરાવતા રહે છે . સમયનાં તરંગિત મોજાં જીવનકાળની નદી જેવા વહે છે . જિંદગી એક સુંદર સફર છે . આજે કરવાનાં નિર્ણયો ના આધારે આવતીકાલ બદલો . ફરીને વધુ એક સુંદર સાંજ અને સુંદર દિવસનો અંત . ” રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . કે સાહ્યબો મારો ગુલાબનો છોડ “. કવિ શ્રી કૈલાસ પંડિત : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ૨૧ મે ૨૦૨૦ . ઊર્મિશ મહેતા અને વૈશાલી મહેતા ના સ્વરમાં ગૌરાંગ વ્યાસ ના સ્વરાંકન સંગીત માં આ જ ગીત બે અંતરામાં સાંભળવા અહીં ક્લીક કરો https://youtu.be/mEVmceF_wFA અહીં ક્લિક કરો જુઓ અને સાંભળો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ની કાવ્ય રચના લિરિકસ વિડિયો આસિત દેસાઇ અને હેમા દેસાઇ ના સ્વર માં : By Click HERE in BELOW To visit the next post dated November 28, 2021 : : : :