ઉમા – મહેશ્વર : રામનારાયણ વિ પાઠક : શેષ : કેવડા ત્રીજ : : ભાદરવા સુદ ત્રીજ : : મહા શિવરાત્રી : : દાંપત્યજીવન ના કાવ્ય : :

ઉમા પતિ મહેશ્વર શિવ નું વિષપાન : સમુદ્ર મંથન સમયે.

ઉમા – મહેશ્વર :  રામનારાયણ વિ પાઠક, ‘શેષ’ : : : : 

‘અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,   ૧

ઠગાવાના છો જી જલધિમંથને વ્હેંચણી મહીં.

જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈઃશ્રવસ, ને

વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો,

લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ,

અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો,

બધાએ ભેગા થૈ અમૃત, તમને, છેતરી, પીધું  ૭

અને —’ ‘ભૂલે! ભૂલે! અમૃત ઉદધિનું વસંત શી?   ૮

રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!’   ૯

‘રહો, જાણ્યા એ તો જગમહીં બધે છેતરાઈને   ૧૦

શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.

બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો?’  ૧૨

‘બન્યું એ તો એવું કની સખી! તહીં મંથન સમે,   ૧૩

દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,

મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા, —

મૂકી જો, આ બાહુ ઘનમહીં ન વિદ્યુત્ સમ દીસે!’  ૧૭

તહીં વિશ્વે આખે પ્રણયઘન નિઃસીમ ઊલટ્યો.  ૧૮

અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું!    ૧૯

( શિખરિણી ) 
— રામનારાયણ વિ પાઠક, : : ‘ શેષ’ ના કાવ્યો , પૃષ્ઠ ૫૨ .
સ્રોત : પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ – 1 (પૃષ્ઠ ક્રમાંક 78) : સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ , વર્ષ : 1973

ઉમા – મહેશ્વર : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : સપ્ટેમ્બર ૧૧ , ૨૦૨૬ : શુક્રવાર શ્રાવણ વદ અમાસ : :

ઉમા – મહેશ્વર : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ નું શિખરિણી છંદ માં રચાયેલ છંદોબદ્ધ કાવ્ય ( metrical Conversation Poem ) માં , શિવ પાર્વતી વચ્ચેના ‘સંવાદ કાવ્ય’ તરીકે પતિપત્ની ની દાંપત્ય જીવન – છબી સમું , પ્રીતિભાવ નું  સવિશેષ તો , મહાદેવ  – મહાદેવી : ઉમા મહેશ્વર નાં , ‘મનુષ્યવત યુગ્મ પ્રેમ’ નું સુંદર કાવ્ય છે . : :

સમુદ્ર મંથનની પૌરાણિક કથા ને કવિ શ્રી રામનારાયણ વિ પાઠક ‘શેષ’ દ્વારા , નવેસરથી શિખરિણી જેવી અદભૂત છંદોબદ્ધ રચના ના શબ્દ સૌંદર્ય માં મઢાઈ ને , દાંપત્ય પ્રેમ, ઈર્ષ્યા, ત્યાગ અને ખળખળતા  વિષના  , અમૃતમાં થયેલ રૂપાંતર ની કથની નો , સૃષ્ટિ ના વધારેમાં વધારે ભલું  કરવા માટે નો જનહિતવાદી ઉપયોગ , રૂપકાત્મક તરીકે કરવામાં આવ્યો છે . : :

સમુદ્ર મંથન સમુદ્ર મંથન એ હિંદુ ધર્મગ્રંથો (જેવા કે વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને મહાભારત) માં વર્ણવાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ અને પૌરાણિક ઘટના છે. સતયુગમાં દેવો અને દાનવો (અસુરો) દ્વારા અમરત્વ નું અમૃત મેળવવા માટે ક્ષીર સાગર (દૂધના મહાસાગર) નું મંથન કરવામાં આવ્યું હતું.  આ મહાન કાર્યમાં મંદરાચલ પર્વતને રવૈયા તરીકે અને વાસુકી નાગને દોરડા તરીકે ઉપયોગમાં લેવાયા હતા. મંથન દરમિયાન પર્વત સમુદ્રમાં ડૂબવા લાગતા ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર (કાચબા‌ નું રૂપ) ધારણ કરી પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો હતો. : : સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા વિષનું નામ હલાહલ (અથવા કાલકૂટ) હતું. આ ભયંકર વિષની વિશેષતાઓ:આ ઝેર એટલું શક્તિશાળી અને વિનાશક હતું કે તેનાથી સમગ્ર બ્રહ્માંડનો નાશ થઈ શકે તેમ હતો.સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠ (ગળા) માં ધારણ કર્યું હતું, જેના કારણે તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. : wikipedia.org

‘અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,   ૧

ઠગાવાના છો જી જલધિમંથને વ્હેંચણી મહીં.

જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈઃશ્રવસ, ને

વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો,

લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ,

અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો,

બધાએ ભેગા થૈ અમૃત, તમને, છેતરી, પીધું  ૭

અને —’ ‘ ( પંક્તિઓ ૧ થી ૭ + ) : :

સમુદ્ર મંથન દરમિયાન જે ૧૪ રત્નો બહાર આવ્યા, : હલાહલ (વિષ): સૌથી પહેલા નીકળેલું ભયંકર ઝેર, જેને સૃષ્ટિના રક્ષણ માટે ભગવાન શિવે પી લીધું અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.કામધેનુ ગાય: તમામ મનોકામના પૂર્ણ કરનારી દિવ્ય ગાય, જે ઋષિઓને યજ્ઞ વગેરે કાર્યો માટે આપવામાં આવી.ઉચ્ચૈઃશ્રવા ઘોડો: સાત મોઢાવાળો શ્વેત અને અત્યંત વેગવંતો ઘોડો, જે અસુરોના રાજા બલિરાજાએ લીધો (કેટલાક મતે ઇન્દ્રએ લીધો).ઐરાવત હાથી: ચાર દાંતવાળો સફેદ અને ભવ્ય હાથી, જેને દેવરાજ ઇન્દ્રએ પોતાનું વાહન બનાવ્યો.કૌસ્તુભ મણિ: વિશ્વનો સૌથી કિંમતી અને તેજસ્વી મણિ, જેને ભગવાન વિષ્ણુએ પોતાના હૃદય પર ધારણ કર્યો.કલ્પવૃક્ષ: ઈચ્છિત ફળ આપનારું દિવ્ય વૃક્ષ, જેને દેવોએ સ્વર્ગમાં સ્થાપિત કર્યું.રંભા અપ્સરા: અત્યંત સુંદર અપ્સરા, જે સ્વર્ગની સભાની શોભા બની.દેવી લક્ષ્મી: ધન અને સમૃદ્ધિના દેવી, જેમણે ભગવાન વિષ્ણુને પોતાના સ્વામી તરીકે પસંદ કર્યા.વારુણી દેવી: મદિરાની દેવી, જેને અસુરોએ સ્વીકારી.ચંદ્રમા (ચંદ્ર): શીતળતાના પ્રતીક એવા ચંદ્રને ભગવાન શિવે પોતાની જટામાં ધારણ કર્યો.પારિજાત વૃક્ષ: સુગંધિત ફૂલો ધરાવતું દિવ્ય વૃક્ષ, જેને સ્વર્ગમાં રોપવામાં આવ્યું.શાંર્ગ ધનુષ: અત્યંત શક્તિશાળી ધનુષ, જે ભગવાન વિષ્ણુને મળ્યું.પાંચજન્ય શંખ: વિજયનું પ્રતીક એવો શંખ, જે પણ ભગવાન વિષ્ણુએ લીધો.અમૃત કળશ સાથે ધન્વન્તરી: સૌથી છેલ્લે આયુર્વેદના દેવ ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા. જે મેળવવા માટે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું અને અંતે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી દેવોને અમૃતપાન કરાવ્યું. 
ઋષિ દુર્વાસા પોતાના શિષ્યો સાથે ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ઈન્દ્ર મળ્યા. ઈન્દ્રએ પણ દુર્વાસા અને તેમને શિષ્યોનો આદર સત્કાર કર્યો. જેનાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ ઈન્દ્રને ભગવાન વિષ્ણુનુ પારિજાત પુષ્પ આપ્યું.

ધન, સંપત્તિ અને ઈન્દ્રાસનના કારણે અભિમાની ઈન્દ્રએ તે પારિજાત પુષ્પ પોતાના પ્રિય હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધુ. તે પુષ્પનો સ્પર્શ થતા જ હાથી વિષ્ણુ ભગવાનની જેમ તેજસ્વી થઈ ગયો. તેણે ઈન્દ્રની અવગણના કરી અને દિવ્ય પુષ્પને પગ નીચે કચડી વન તરફ જતો રહ્યો. તેમના દ્વારા આપવામાં આવેલ પુષ્પનું આ રીતે અપમાન થતા ઋષિ અત્યંત ક્રોધિત થયા. તેમણે ઈન્દ્રને શ્રી (લક્ષ્મી) વગરના થઈ જવાનો શ્રાપ આપ્યો.

દુર્વાસા ઋષિના શ્રાપના કારણે લક્ષ્મી તે જ ક્ષણે સ્વર્ગલોકમાંથી અદ્રશ્ય થઈ ગયા. લક્ષ્મીજી વગર ઈન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્બળ અને શ્રીહીન થઈ ગયા. તેમનો બધો જ વૈભાવ જતો રહ્યો. જ્યારે આ વાતની જાણે દૈત્યોને પડી તો તેમણે સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધુ.

તેનાથી નિરાશ થઈ ઈન્દ્ર દેવ ,દેવગુરુ બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા.ત્યારે બ્રહ્માજીએ ઈન્દ્ર દેવને કહ્યું કે ભગવાન વિષ્ણુના પ્રિય પુષ્પનું અપમાન કરવાના કારણે લક્ષ્મી રિસાઈને તમારી પાસેથી જતા રહ્યા છે. તમે તેને પાછી મેળવવા માંગતા હોવ તો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી તમે ખોવાયેલ વૈભવ પાછો મેળવી શકશો.

કાલકૂટ વિષ , સમુદ્ર મંથન દરમ્યાન સૌ પ્રથમ જે રત્ન નીકળ્યુ તે હતુ કાલકૂટ વિષ.જે ખૂબ જ ઝેરી હોવાનું કહેવાય છે.એ વિષ એટલુ ભયંકર હતુ કે તેની અગ્નિથી દસે દિશાઓ બળવા લાગી. તેના પ્રભાવથી દેવતાઓ અને દાનવો બળવા લાગ્યા. તેમની તેજસ્વીતા ફીકી પડવા લાગી.

ત્યારે બધાએ મળીને ભગવાન શિવને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના પર શિવ વિષને પોતાની હથેળી પર રાખી પી ગયા. પરંતુ ઉમા દેવી પાર્વતી ની કંઠે વીંટળાયેલા બાહુ ઓ ના કલ્પના  સત્યાર્થી ઉમાપતિ મહેશ્વર ની રક્ષાર્થે કંઠથી નીચે ઉતરવા ન દીધુ. તે કાલકૂટ વિષની અસરથી શિવજીનો કંઠ નીલો પડી ગયો. તેથી મહાદેવ નીલકંઠ કહેવાયા. : : : : : : : : : : : સમુદ્ર મંથન ની વાર્તા માનવ મન અને આધ્યાત્મિક યાત્રાના પાસાને રજૂ કરે છે. : : દૂધનો મહાસાગર ( ક્ષીરસાગર ) : માનવ મન અથવા અવ્યક્ત ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ સમુદ્ર છુપાયેલા ખજાના અને ઊંડા રહસ્યો ધરાવે છે, તેમ માનવ ચેતના અપ્રાપ્ય સંભાવનાઓ અને સુષુપ્ત યાદો ની સમૃદ્ધિ થી ભરેલી છે. : : : : દેવો અને અસુરો : મનુષ્ય ની અંદર ની વિરોધી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેવો આપણા હકારાત્મક આવેગ, ગુણો અને આધ્યાત્મિક ઇચ્છાઓ : ( સત્વ ) નું પ્રતીક છે. અસુરો ( રાક્ષસો ) આપણા નકારાત્મક લક્ષણો, પાયાની ઇચ્છાઓ અને અહંકાર ( રજસ અને તમસ ) નું પ્રતીક છે. આત્મ-અનુભૂતિ માટે સત્યને ઉજાગર કરવા માટે આપણા સ્વભાવની બંને બાજુઓને સંતુલિત અને સંલગ્ન કરવાની જરૂર પડે . : : મંથન : : આધ્યાત્મિક અભ્યાસ, સ્વ-વિશ્લેષણ ( self analysis ) અને સાધક પોતાના મનને શુદ્ધ કરવા માટે જે સતત પ્રયાસ કરે છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. : : મંથનના સાધનો મંદાર પર્વત : મંદાર નો શાબ્દિક અર્થ મન + ધાર ( એક પ્રવાહ ) થાય છે.  તે એકાગ્રતા, ધ્યાન અને સ્થિરતાનું પ્રતીક છે. પોતાની અંદર ઊંડાણપૂર્વક જોવા માટે , મન ખડક જેવું મજબૂત અને અટલ બનવું જોઈએ. : : જ્યારે પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને ટેકો આપવા માટે એક વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યું. આ પ્રત્યાહાર નું પ્રતિનિધિત્વ કરે છે – ઇન્દ્રિયોનું પાછું ખેંચવું. જેમ કાચબો તેના અંગોને તેના કવચ માં પાછા ખેંચે છે, તેમ ધ્યાન કરનારે મનને સ્થિર રાખવા માટે બાહ્ય વિક્ષેપો થી પોતાનું ડગમગતું ધ્યાન પાછું ખેંચવું જોઈએ. / / વાસુકી ( સર્પ દોરડું ) : દોરડા તરીકે ઉપયોગમાં લેવાતો સર્પ રાજા , ઇચ્છાઓ અને ઇન્દ્રિયો નું પ્રતિનિધિત્વ કરે છે. ઇચ્છાઓ કાં તો આપણને બાંધી શકે છે અથવા, જો યોગ્ય રીતે નિયંત્રિત અને દિશામાન કરવામાં આવે, તો આધ્યાત્મિક જાગૃતિ માટે પ્રેરક બળ તરીકે સેવા આપે છે. પૂંછડી ધરાવતા દેવો અને માથું ધરાવતા અસુરો દૈનિક જીવનમાં પસંદગીઓ ના ખેંચાણ નું પ્રતિનિધિત્વ કરે છે. ( ) હલાહલાનું પ્રતીકવાદ: જ્યારે તમે ધ્યાન કરવાનું અથવા વ્યક્તિગત વિકાસ પર કામ કરવાનું શરૂ કરો છો, ત્યારે પ્રારંભિક પરિણામ ભાગ્યે જ તુરંત કે તાત્કાલિક શાંતિ લાવે. તેના બદલે, “મંથન” છુપા ધરબેલા દુ:ખ, દબાયેલો ગુસ્સો, આઘાત અને અજ્ઞાન અને નિરાશા થી ધૂંધળા આવેગ લાવે છે. શિવ ઝેર / વિષ પાન કરે છે : ભગવાન શિવ મદદે મોખરે આવીને આગળ વધે છે જે હિંમત, ઉલ્લાસિતતા અને અનાસક્તિ નું પ્રતિનિધિત્વ કરે છે. વિષને કંઠમાં અટકાવતી દેવી પાર્વતી ના બાહુઓ ની કલ્પના ને સત્યાર્થ  વીંટાળી ને શિવેચ્છા ( તેને નીલકંઠ તરીકે વાદળી કરીને ) સિદ્ધ કરી બતાવી બ્રહ્માંડ ને થઈ  શકતાં વિનાશ થવાં દેતા નથી અને ઉગારે છે . , જે દર્શાવે છે કે સાચા આધ્યાત્મિક સાધકે આંતરિક નકારાત્મકતા ને કૃપા અને સંયમ થી તટસ્થ કરવી જોઈએ, તેને વિશ્વ પર અસર કરવા દેવાને બદલે અથવા આત્માને ઝહરીલો થવાં દેવાને બદલે . : ૧૪ રત્નોના ( ખજાના ) અને અંતિમ ધ્યેય તરફ જેમ જેમ મંથન ચાલુ રહ્યું , તેમ તેમ ૧૪ પ્રતીકાત્મક ખજાના ( રત્નો ) ઉભરી આવ્યા, જે દેવતાઓના ચિકિત્સક ધન્વંતરી દ્વારા લાવવામાં આવેલા અમૃત ( અમૃત ) માં પરિણમ્યા. ૧૪ નંબર માનવ અનુભવના ઘટકોનું પ્રતિનિધિત્વ કરે છે જેને દૈવી અનુભૂતિ માટે જીતવી આવશ્યક છે: ૫ ઇન્દ્રિયો, ૫ ક્રિયા અંગો, મન, બુદ્ધિ, સ્મૃતિ, દેવી લક્ષ્મી, ઉચ્છૈશ્રવ ( સફેદ ઘોડો ), અને ઐરાવત ( સફેદ હાથી ) : સંપત્તિ, શક્તિ અને ઇન્દ્રિયોના આનંદનું પ્રતિનિધિત્વ કરે છે.  આ આધ્યાત્મિક નિપુણતાના “આડઅસરો” તરીકે ઉભરી આવે છે. પાઠ એ છે કે દુન્યવી શક્તિઓ સાધકને લલચાવશે, પરંતુ તેમણે અંતિમ ધ્યેય પરથી ધ્યાન ગુમાવવું જોઈએ નહીં. મોહિની ( દૈવી જાદુગર ) : વિષ્ણુએ અસુરોને છેતરવા અને દેવોને અમૃત આપવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું. મોહિની ભ્રમ અને અહંકારનો અંતિમ અવરોધ દર્શાવે છે. જેઓ ફક્ત અભિમાન અને સ્વાર્થી ઇચ્છાથી પ્રેરિત છે ( અસુરો)  ભ્રમથી સરળતાથી આંધળા થઈ જાય છે, જ્યારે શુદ્ધ ચેતના ( દેવો ) માટે લક્ષ્ય રાખનારાઓને અંતિમ પુરસ્કાર મળે છે. અમૃતા : અમરત્વ નું અમૃત આત્મ-સાક્ષાત્કાર, જ્ઞાન અને મુક્તિ ( મોક્ષ )નું પ્રતિનિધિત્વ કરે છે. એમાં માન્યતા એવી છે કે ભૌતિક શરીર ક્ષણિક છે , પરંતુ આત્મા , પરમાત્મા ની જેમ  અમર છે. 

મહાદેવી પાર્વતી , સાંભળેલી કથની નાસમજભરી લાગવાથી થયેલા વિસ્મય ને અદભૂત રસભાવ સંગોપી ને સાથે સાથે ચીડવનારા, ઈર્ષ્યા કરનારા અને સ્નેહાળ શબ્દો દ્વારા દોષારોપણ કરે છે. મહેશ્વર શિવને  “ભોળા સ્વામી” કહે છે, જે સૂચવે છે કે  સમુદ્ર મંથન દરમિયાન, જે બહાર આવી રહ્યું હતું તેનું મૂલ્ય આંકવામાં શિવજી એ બહું જ ભોળપણ દાખવ્યું હતું. : વિવેક બતાવવા સારું માનવાચક “જી” પ્રત્યય જોડીને ઉમાદેવી એ આત્મીયતા થી શરુઆત કરી , કહીને કે , ” પહેલેથી જ હું જાણતી હતી , ઠગાવાના છો જી જલધિમંથને વ્હેંચણી મહીં.”  દેવી  પાર્વતીએ વિનોદી રીતે દેવતાઓ દ્વારા દાવો કરાયેલા ખજાના ની યાદી આપી છે . : : અતિ કિંમતી તુરગમણિ  ,ઉચ્ચૈઃશ્રવસ : ભવ્ય આકાશી ઘોડો, અને ઐરાવત : જગતના કૌતુક સમો ચમત્કારિક હાથી, ઇન્દ્ર પાસે ગયા. ( ઓ .. હો હો .. ઓય હોય ! ) સમૃદ્ધિ અને સુંદરતાની દેવી લક્ષ્મી, અને શંખ, વિષ્ણુ/કૃષ્ણ પાસે ગયા. ( આહાહા , હરે હરે ! વાહ રે વાહ !! ) ચંદ્ર, તેના ઠંડા અમૃત જેવા કિરણો સાથે, સમુદ્રમાંથી બહાર આવ્યો તેને તો છુટો મુકી દીધો  :  જાણે સૌ નો . ( અરેરે  , અરે અરે .. હો હો હો ! ) :  ” બધાએ ભેગા થૈ અમૃત, તમને, છેતરી, પીધું , અને –“: રામનારાયણ પાઠક જેવા કવિએ દેવી પાર્વતીની ફરિયાદ થકી , મૂળભૂત રીતે મહેશ્વર મહાદેવ સમક્ષ , માત્ર મનુષ્યવત પત્ની ના શબ્દ માં  જ વ્યક્ત થઈ શકતો , સમુદ્રમંથન ના એક પ્રકરણ માં થોડાં જુદાં વિષયો ની કલ્પના કરવા રૂપી ‘વ્યવધાનદોષ’ બતાવવાનો પ્રયત્ન કર્યો છે . માત્ર મનુષ્યવત વિચાર જ , ઈન્દ્રાદિ દેવો સહીત વિષ્ણુ કે વાસુદેવ  કૃષ્ણ ની પણ ન્યાયોચિત અભિપ્રાય સહીત આલોચના કરી શકે . : :
“દરેક દેવ કિંમતી ભેટો કેવી રીતે પસંદ કરવી અને કંઈ  નહિ પણ અરચુરણ પરચુરણ સુદ્ધાં મળે તે લઈ લેવું એમ પણ જાણતા હતાં  . ; એટ્લે કે પોતે કેટલાંમાંના  , કેવાં  મહત્વ ના છે તે સમજ્યાં હતા . : જ્યારે તમે – એટલા ” ભોળાં શંકર ” કે ,  ” – ઝેર સ્વીકાર્યું ! ” આ દોષારોપણ જરા ઉપલક નજરે હાસ્યાસ્પદ લાગે , પરંતુ તેની પાછળ પત્ની નું  સ્નેહાર્દ્ર આશ્ચર્ય છુપાયેલું છે . : શા માટે  કોઈ અપ્રતિમ ઐતિહાસિક ખજાનો પસંદ કરવા માટે સક્ષમ એવાં મહાદેવ  , હલકું નકરું દુઃખ પસંદ કરશે ?! : :

મહેશ્વર  શિવે , અહીં મહાદેવી પાર્વતી ની ફરિયાદ વિશેની  દ્ઢતાપૂર્વક બોલાઈ  રહેલી દલીલન સાબિતી પર ના સાતત્ય ઉપર વિક્ષેપરૂપ ટકોર કરતા કહ્યું ,

—’ ‘ભૂલે! ભૂલે! અમૃત ઉદધિનું વસંત શી?   ૮

રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!’    ૯

ભૂલતા જ રહેવાનાં , શું ભૂલ્યાં ? મને મળ્યાં સાત સમુદ્ર પારના અમૃત ને તો તમે ધ્યાન માં જ રાખ્યું નથી . મને જે અમૃત મળ્યું એ કંઈ સ્વર્ગીય ન્હોતું . ( Not celestial nectar ) ; એ તો વિષયીભૂત વ્યક્તિ ના ઉદ્દેશ્ય થી તદ્દન અલગ હતું ; નૌબહાર ( વસંત ઋતુ ) નો આનંદ  હતો . મને મળેલું અમૃત જેનો વધારે સ્પષ્ટ ખ્યાલ મળ્યો સમુદ્રમંથન વખતે ; તે એ કે , “મારા ભાગ્યમાં આ અધર ની : વસંત  શી : અનુપમ સુધા રહી છે .” : બીજું કંઈ નહીં એ મારા અર્ધાંગિની મહાદેવી પાર્વતી પાસે હતું . તો મહેશ્વર શિવ કાંઈ ખારાં “ઉદધિ”એ : ( ક્ષીરસાગરે )  સાચવ્યાં અમૃત નું આચમન કરે કે !? : :

નવમી પંક્તિ સાંભળીને મહાદેવી ઉમા નરમ થયાં . : મહેશ્વર મહાદેવ ની પ્રવાહી વાણી રસરૂપ કરનારી બનતી જાય છે પરંતુ તાત્કાલિક નિઃશસ્ત્ર થવાના સ્વીકરણ નો સવાલ જ ન્હોતો . ઉપહાસ ની વિડંબના થંભાવી  , પણ નકલી ગુસ્સો ચાલું રાખતાં કહ્યું ,

” રહો, જાણ્યા એ તો જગમહીં બધે છેતરાઈને    ૧૦

શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.

બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો? ”   ૧૨

મહેશ્વર ને ચૂપ કરાવનાર ,” રહો, જાણ્યા એ તો ” વાર્તાલાપમાં કવિ શ્રી રામનારાયણ પાઠક , એક અદ્ભૂત રીતના ઘરગથ્થુ સંવાદપટુતા અને આત્મીયતા ના ગુણ દર્શાવે છે . ઘર ખૂણે વેગળી પડી જતી હોય એમ નીરસતા થી એ બોલતી નથી પણ મહાદેવી પતિ ને ઠપકો આપવા માંગતી પ્રિય પત્ની જેવી અનુકૂળ થતી હોય એમ ચાતુર્ય દાખવતી દીસે છે . એને હૈયાં ખૂણે ગુંચવાયો એક માત્ર પ્રશ્ર નો ઉત્તર જોઈએ છે ત્યારે મહેશ્વર , પોતાની હોંશિયારી અને દાર્શનિક વાણી થી વિષયાંતર કરી દેશે !  ઠેક ઠેકાણે છેતરવામાં આવેલાં . — અને હવે ઉમાપતિ મહેશ્વર , ઉમાદેવી ને સ્નેહાળ શબ્દો દ્વારા વિચલિત કરવાના છે  ! :  “ઘરની એક ઘરુણી એટલે કે ઘર સાચવતી ગૃહિણી ( housewife )  ને ઠગતા શીખ્યાં છો” એમ કહોને . : બીજું  તો જાણે ઠીક ઠાક : ઠીકમઠીક , બરાબર , સાચું અને દુરસ્ત  હશે એમ માની લેવાશે . પણ વાત એમ છે કે જો મહાદેવ આટલું બધું અને આટલી બધી સંપૂર્ણતા થી સમજી શકે છે તો , એક વાત કહી  દેવી જોઈએ . : તમે ઝેર કેમ પીધું? ”: આ પ્રશ્ર્ન ઉમા મહેશ્વર કવિતાનું હાર્દ છે . : : : :

આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,  ૧૪

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,   ૧૫
Lakshmi ji garlanded Bhagwan Vishnu at the time of her emerging from Kshira Sagar On Samudra manthan.

ઉમાપતિ મહેશ્વર શિવ માટે  વિષ પીવાં પાછળ નું રહસ્ય હવે છતું કરવા સિવાય , બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં જે , કવિ શ્રી રામનારાયણ પાઠકે , રહસ્યસ્ફોટ કરતી  : ૧૩ થી ૧૭  :  પંક્તિઓમાં , બડભાગી રીતે , જાણે કે , મહાદેવ ની કંઠસ્થાની માંહે થી બોલાતાં અને સાંભળ્યાં પંક્તિપાઠ નું ધ્વન્યાલેખન પ્રસ્તુત કર્યું છે . : :

“વસંત શી અનુપમ સુધા આ અધર ની ” : રામનારાયણ પાઠક, ‘શેષ’ : આલિંગન બદ્ધ ઉમા મહેશ્વર નૌબહાર:વસંત ઋતુ ના નવપલ્લવિત આનંદોલ્લાસ ભર્યા સમય માં .

મહેશ્વર શિવે  કહેલ વૃતાંત અણચિંતવ્યું  કરુણાર્દ્ર , સહ્રદયી અને અનુકંપા થી તરબોળ કરનાર છે જે ભાવકે ભીનાં  નયનોથી તપસીલવાર વાંચવું એવો હું આગ્રહ કરું છું . :

“બન્યું એ તો એવું કની સખી! તહીં મંથન સમે,   ૧૩

દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,  ૧૪

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,   ૧૫

મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા, —.  ૧૬

મૂકી જો, આ બાહુ ઘનમહીં ન વિદ્યુત્ સમ દીસે !”   ૧૭

“કની” , મહાદેવી ઉમા : પાર્વતી ને મહેશ્વર શિવે આપેલું પ્રેમાળ હેતાળ મૃદુલ સંબોધન છે . અહીં “કની સખી” કહીને સમુદ્ર મંથન નો ભાવ-સાર મહેશ્વર મહાદેવ નીલકંઠે કહેવા માંડ્યો છે . :

મહેશ્વર મહાદેવ ને સુસ્પષ્ટપણે યાદ છે કે દેવી લક્ષ્મી સમુદ્રમાંથી બહાર આવીને કૃષ્ણ ને / વિષ્ણુ ને ભેટી રહી છે. : :

 ” દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,  ૧૪

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,   ૧૫

શ્રીમન્નારાયણ પરમેશ્વર વિષ્ણુ અને દેવી લક્ષ્મી ના આલિંગન- બદ્ધ સદ્ -ભાવ ની , સદૈવ શોભાયમાન અમરાકૃતિ જોઈને તેનું  પુનઃ સ્મરણ કરતાં મહેશ્વર શિવ ને થયેલો અનુભવ  સેવતા શબ્દો કહ્યાં છે કવિ શ્રી રામનારાયણ પાઠકે ; “કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,” : ગોરી શ્વેત સદ્ભાગી ભૂજાઓ કાળા કંઠસ્થાને દીપી ઊઠી . : કેવું સુંદર , ચળકતું  દેખાવડું , રમણીય અને રૂડાં  આશ્ચર્ય સમું શોભાયમાન દ્રશ્ય ! : જેની રચના  કરી છે . . જેની કલ્યાણમય અને પવિત્ર સ્મરણાનુભૂતિ વ્યક્ત થાય છે. : “ભજી રહ્યો .” શબ્દાલેખન  માં . : કૃષ્ણરંગની / વિષ્ણુની નીલરંગી ગરદનની આસપાસ લક્ષ્મીદેવી ના શ્વેત સુંદર ગોરા બાહુ ની આ છબી શિવજીના મનમાં , શિવેચ્છા તરીકે પ્રેમ ચાહના જાગૃત કરી શકે છે જે વાંચક – ભાવક માની લેશે . : વળી સૌને એ પણ વિદિત છે કે શિવ નું હજાર-માંહે માં નું એક નામ છે , ” સુભગ “. :  ઉમાપતિ મહેશ્વર શિવ પણ ઉમાદેવી : પાર્વતી ના સુંદર ગોરાં ગોરા બાહુઓ ને પોતાના કંઠ ની આસપાસ ઇચ્છે છે . અને તેથી, તેના કંઠ સ્થાન પર ઝેરનો/ હળાહળ  વિષ નો અંધકાર , અતી સુંદર દ્ર્શ્યરૂપ માં પરિવર્તિત થતો વર્તાયો છે . : મહેશ્વર શિવનું ચિત્ર-કલાકારો માં પ્રખ્યાત ઘાટું  ઘેરાં વાદળી રંગનું ( darkened blueblack throat ) ખુમારી વાળું નીલકંઠ હવે ફક્ત બ્રહ્માંડાયત્ત દુઃખનું ચિહ્ન માત્ર રહેવાનું નથી . ( Lord Shiva’s blue black  throat ,  carrying not merely  a mark of Cosmic  Suffering ; It becomes an invitation ) : કવિ શ્રી રામનારાયણ ની અદ્ભૂત કવિતા : ” ઉમા મહેશ્વર” માં તે એક નિમંત્રણ બની જાય છે . : ” આવો , હે ઉમાદેવી , આ નીલકંઠ ની બાહમ તમારી ગોરી ગોરી બાહુઓ મૂકો .” ( “Come, place your arms around this neck.” ) : આપણે એકબીજા માં અરસપરસ , સાથોસાથ એક થઈ જઈએ . અભેદ એકત્વ / ઐક્ય સાધી શું ! સાથે મળીને એક સંઘાતે એકત્વપરિણતિ નું દ્રષ્ટાંત બનીશું . આ મનુષ્યલોક ના દંપતીઓ ને / જોડબેલડી ઓ ને :  ‘જુગત’ : સાથે જોડેલ :  એટલે કે ,:  ‘યુગ્મ સ્વરુપે’ :  જીવન જીવી જવાનું ધ્યેય આપીશું . જુગતારણ ( સંસારરુપ સમુદ્રમાં થી તારનાર ) જુગતાત ( પરમેશ્વર ) નું પ્રતિનિધિત્વ કરતું મનુષ્યો માટેનું એ શ્રેયકર કર્તવ્ય છે . : : : :

“આ બાહુ ઘનમહીં ન વિદ્યુત્ સમ દીસે “: When the Universe was in danger , Shiva drank the poison , namely  ‘Kalkoot’ and Devi Parvati held his life by placing her Pure White Arms on Shiva’s blue coloured neck: Neelkanth which appeared so because of the Poison . : A Painting by Arti Kashyap ( uploaded here for educational purposes only )

” મૂકી જો, આ બાહુ ઘનમહીં ન વિદ્યુત્ સમ દીસે !”   ૧૭

ઊમટી પડયાં વાદળો ની છાયા રૂપ એમાંથી લપસી પડી , વેરાવા ઇચ્છતી દમદાર તેજ ભરી વીજળી ની છબી જુઓ ને ! કેટલી ઉત્તેજક છે . શિવનું ‘નીલકંઠ’ તોફાની વાદળ જેવું લાગે છે જે  સૃષ્ટિ માં નવું નામ ઉમેરનાર છે . : ઉમા મહેશ્વર નું આલિંગન વીજળીરૂપ ધારણ  કરે અને તેને પ્રકાશિત કરે છે .
જેનાથી ઝેરનો / હળાહળ વિષ નો સંપૂર્ણપણે એક નવો અર્થ સંસારને પ્રાપ્ત થયો છે , જેને હવે પછીના તમામ કવિઓ અને કવિતા પ્રેમીઓ એ ગ્રંથસ્થ કરવાનાં રહેશે . : ઉમાપતિ મહેશ્વર શિવે ફક્ત બ્રહ્માંડને બચાવવા માટે ઝેર પીધું ન્હોતું ; કાવ્યાત્મક રીતે , મહાદેવે અંધકાર સ્વીકાર્યો જેથી મહાદેવી પાર્વતી નો પ્રેમ જગમાં અને મનુષ્ય લોક ની કથનીઓ માં પ્રકાશિત કરી રહેલ ચિરંજીવી રહી શકે . Shiva did not merely swallow poison to save the universe; poetically, he accepted darkness so that Parvati’s love could illuminate it . કહ્યું છે . : : : :

“તહીં વિશ્વે આખે પ્રણયઘન નિઃસીમ ઊલટ્યો.  ૧૮

અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું! ”   ૧૯

છેલ્લી બે પંક્તિઓ ૧૮ અને ૧૯ , “ઉમા મહેશ્વર” સંવાદ કાવ્ય ની પરાકાષ્ઠા બની જાય છે . પિતા દ્વારા શિવજીના થયેલ અપમાન થી ઉદભવેલ ગ્લાનિ ના કારણે મહાદેવી સતી એ યજ્ઞકુંડ ના પ્રજ્વલિત અગ્નિ માં પોતાના પ્રાણ ની આહુતિ  આપવાથી , ક્રોધિત શિવજી એ આદરેલા બ્રહ્માંડ વિનાશી તાંડવ નૃત્ય થી એક સમયે બ્રહ્માંડ સાવ ઊલટું થવા લાગવાથી વિનાશ ની કગાર પર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એવી જ રીતે બ્રહ્માંડ નું પરિવર્તન : ઊલટફેર ( cosmic transformation ) થવાં લાગ્યું હતું , મહેશ્વર શિવ ના હળાહળ વિષ પીવાં પાછળ ના રહસ્ય સ્ફોટક ધ્વન્યાલેખન ની કવિ શ્રી રામનારાયણ પાઠક ‘શેષ’ ની કાવ્ય પંક્તિઓ માં કહ્યાં પ્રમાણે સમગ્ર વિશ્વમાં ” નિ:સીમ પ્રણયધન ”  ઊલટયો: બ્રહ્માંડ ઊંધું થતું લાગ્યું હતું , વિનાશ દ્વારા નહીં , પણ અમાપ પ્રણયોર્મી સંસાર વિશાળે અપાર વ્યાપી રહી . : અને એ આશ્લેષે ( ગાઢ  આલિંગન ) થી પ્રેમાદર ની નવી ભેટ મનુષ્ય જગતમાં જોડબેલડીઓ ના પ્રણયાનુભૂતિ ના લગાવ તરીકે નીખરી ઊઠ્યાં . : અને જગતનું વિષ સાર્થક બન્યું . : :

હળાહળ વિષ : મનુષ્ય  જગત ના દુઃખ, બલિદાન, અંધકાર, દુન્યવી પ્રતિકૂળતા, અને જીવન જે કંઈ દુઃખ લાવે છે તે બધાં નું પ્રતિનિધિત્વ કરે છે .

ઉમા મહેશ્વર નું આલિંગન દર્શાવે છે : પ્રેમ, સાહસિકતા , સ્વીકૃતિ, હેતાળ મૃદુતા નરમાશ ભરી માયા, અને દુઃખને પરિવર્તિત કરવાની શક્તિ . મહાદેવી પાર્વતી શિવને આલિંગન આપે છે, ત્યારે ઝેર કે હળાહળ વિષ અમૃત બની જાય છે .

આ ઉક્તિ નીલકંઠના ઊંડા પ્રતીકવાદ નો પડઘો પાડે છે . : શિવ પોતાની અંદર ઝેરને સમાવે છે અને વિશ્વ નો વિનાશ થવાં દેતા નથી. Lord Shiva contains the poison within himself without allowing it to destroy the world.  : કવિ શ્રી રામનારાયણ પાઠક ‘શેષ’ ની કવિતા , ” ઉમા મહેશ્વર ” એક પૌરાણિક કથામાં નવેસરથી શિખરિણી છંદોલય ના સુંદર શબ્દો દ્વારા એક ઘનિષ્ઠ પરિમાણ ઉમેરે છે – સ્નેહ પ્રેમ અને પ્રણય એક પ્રબળ શક્તિ બની જાય છે જે વિષ-ગ્રહણ ને અર્થપૂર્ણ બનાવે છે . અર્થ નિર્દેશ આસ્વાદ-ક્ષમ રીતે સમજાવવા માટે મારા આલેખન ( retelling the story line of this  Poem, ‘ઉમા મહેશ્વર’ , in a stylish prose ) દ્વારા ઉમેરાયેલા  વિચાર – પ્રક્ષેપને  સહાનુભૂતિ પૂર્વક વાંચવા માટે અનુરોધ છે , જેમાં  ત્રૃટીઓ જો હોય તો અને લીધેલ છૂટ બદલ કવિ શ્રી પ્રત્યે સાદર ક્ષમાયાચના માંગી લઉં છું .. .  : ” એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું! ” : : : : 

સમુદ્ર મંથનનો સૌથી મોટો ખજાનો ઘોડો, હાથી, ચંદ્ર, શંખ કે લક્ષ્મીદેવી પણ ન્હોતા . શિવ માટે, સાચો અમૃત પાર્વતીનો પ્રેમ હતો. બીજા બધાએ સમુદ્રમાંથી કંઈક લીધું .‌ મહાદેવ શિવે ઝેર / હળાહળ વિષ લીધું અને પીધું – અને બદલામાં પ્રેમ મેળવ્યો  . કવિતાના કેન્દ્રમાં સુંદર વિરોધાભાસ છે . : બીજાઓ એ અમૃત પીધું અને અમરત્વ મેળવ્યું ; શિવે ઝેર / હળાહળ વિષ પીધું અને પત્ની  પ્રિયા નું આલિંગન મેળવ્યું જેણે જીવનને જ સાર્થક બનાવ્યું. : આ આધારે “ઝેર” કે ” હળાહળ વિષ અને “અમૃત” પરસ્પર  વિરોધી નથી . સાચા પ્રેમની હાજરીમાં, ઝેર / હળાહળ વિષ પોતે જ અમૃત બની શકે છે. કવિ શ્રી રામનારાયણ પાઠક શેષ નું કાવ્ય  : ” ઉમા મહેશ્વર “: નવેસરથી  કહેલી પૌરાણિક કથા , પતિપત્ની વચ્ચે ના મશ્કરી ભર્યાં વિનોદ  ,  દેવ -દેવી ના મનુષ્યવત સંવાદ અને ત્યાગ સમર્પણ પર દાર્શનિક ધ્યાન  : એકસાથે આકર્ષિત કરે છે . : : : :

ઉમા – મહેશ્વર : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : સપ્ટેમ્બર ૧૧ , ૨૦૨૬ : શુક્રવાર શ્રાવણ વદ અમાસ : : : : : : : :

ઉમા દેવી પાર્વતી : કેદારેશ્વર મહાદેવ ના મિંઢોળા નદી બારડોલી  પહોંચ્યા પહેલા નદી કિનારે આવેલા મંદિરમાં ગોખલે મૂર્તિ  : : : : માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે હજારો વર્ષો સુધી અત્યંત કઠોર અને દુષ્કર તપસ્યા કરી હતી. : પૂર્વ જન્મમાં સતી સ્વરૂપે દેહત્યાગ કર્યા પછી, દેવીએ હિમાલય રાજા અને મેનાવતીના ઘરે પુત્રી ‘પાર્વતી’ તરીકે બીજો જન્મ લીધો હતો. નારદજી ના માર્ગદર્શનથી શિવજીને પ્રસન્ન કરવા માટે તેમણે : કઠોર તપસ્યા કરી હતી . : ( ૧ ) : તપસ્યાની શરૂઆત અને ત્યાગમાતા દેવી પાર્વતીએ હિમાલયની પવિત્ર ગુફાઓ અને જંગલોમાં જઈને ભગવાન શિવની આરાધના શરૂ કરી. શરૂઆતના વર્ષોમાં તેમણે માત્ર કંદમૂળ અને ફળો ખાઈને તપ કર્યું. ત્યારબાદ, તેમણે ફળોનો પણ ત્યાગ કર્યો અને માત્ર વૃક્ષોના સૂકા પાંદડા ( પર્ણ ) ખાઈને હજારો વર્ષો સુધી તપસ્યા ચાલુ રાખી. પર્ણનો પણ ત્યાગ કરવાના કારણે તેમનું નામ : ‘અપર્ણા’ :  પડ્યું . ( ૨ )  : પંચાગ્નિ તપ અને આકરી ઋતુઓ તેમણે માત્ર આહારનો જ ત્યાગ ન કર્યો, પરંતુ પ્રકૃતિની કઠોર પરિસ્થિતિઓનો પણ સામનો કર્યો . : ઉનાળામાં : ચારેય બાજુ અગ્નિ પ્રગટાવીને તેની વચ્ચે બેસી સૂર્ય સામે જોઈને ‘પંચાગ્નિ તપ’ કર્યું.: ચોમાસા માં: મુસળધાર વરસાદ અને વાવાઝોડા વચ્ચે ખુલ્લા આકાશ નીચે બેસીને તેઓ ધ્યાનમાં લીન રહ્યા. : શિયાળામાં : હિમાલયની કડકડતી ઠંડી અને બરફવર્ષા વચ્ચે પણ પવિત્ર જળમાં ઊભા રહીને તેમણે શિવ મંત્રનો જાપ ચાલુ રાખ્યો. : ( ૩ ) :  ભગવાન શિવ દ્વારા પરીક્ષા : માતા પાર્વતીની તપસ્યાથી ત્રણેય લોક કંપવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે દેવીની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. શિવજી એ એક વૃદ્ધ બ્રાહ્મણ ( બટુક ) નું સ્વરૂપ ધારણ કર્યું અને પાર્વતીજી પાસે ગયા. તેમણે શિવજીની નિંદા કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે, “તે સ્મશાનમાં રહેનારા, ભસ્મ ચોળનારા અને ગળામાં સાપ વીંટાળનારા સાથે તું કેમ લગ્ન કરવા માંગે છે?”બ્રાહ્મણના મુખેથી પોતાના આરાધ્ય દેવની નિંદા સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થયા અને તેમણે બ્રાહ્મણને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. સ્પષ્ટ કર્યું કે તેમનું મન શિવજીના ચરણોમાં સમર્પિત થઈ ચૂક્યું છે. દેવીની આવી અતુટ ભક્તિ અને દ્રઢ નિશ્ચય જોઈને શિવજી અત્યંત પ્રસન્ન થયા અને પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા. : ( ૪ ) :  તપસ્યા નું ફળ : ભગવાન શિવે માતા પાર્વતીની ભક્તિનો સ્વીકાર કર્યો અને તેમને વરદાન માંગવા કહ્યું. પાર્વતીજીએ શિવજીને પોતાના પતિ તરીકે મેળવવાનું વરદાન માંગ્યું. ત્યારબાદ હિમાચલ ( ગૌરીકુંડ અને ત્રિયુગી નારાયણ ) ખાતે ભગવાન શિવ અને માતા પાર્વતીના ભવ્ય વિવાહ સંપન્ન થયા . આ કથા દર્શાવે છે કે સાચી ભક્તિ, ધૈર્ય અને દ્રઢ સંકલ્પથી અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી શકાય છે. હિન્દુ ધર્મમાં આજે પણ બહેનો જે જયા પાર્વતી વ્રત કરે છે, તે દેવી  ઉમા પાર્વતી ની આ જ તપસ્યા અને ત્યાગની સ્મૃતિમાં કરવામાં આવે છે . : :
ઉમા મહેશ્વર : મહા શિવ રાત્રી : શનિવાર , માર્ચ ૬ , ૨૦૨૭

ચાલ સખી પાંદડી માં! : ધૃવ ભટ્ટ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા : સ્ટૂડિયો  રેકોર્ડિંગ ( ૧૯૮૫ ) ( ૧ ) : : અમર ભટ્ટ ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા :  જલસો મ્યુઝિક ટીમ ( ૨ )  : : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા ( original  version ) : Karaoke ( Add On with your Singing & Record with any device ) : ( ૩ ) : : શ્રદ્ધા શ્રીધરાણી ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : આલાપ દેસાઈ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર : ( ૪ ) : : રિદ્ધિ આચાર્ય ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૫ ) : : Anniversary  Song : Happy Birthday Wishes Song : : પ્રેમ ગીત : :

“પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,”

ચાલ સખી ! પાંદડી માં : ધૃવ ભટ્ટ : : : :

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

— ધૃવ ભટ્ટ.

ગીતમાં દરેક પંક્તિ ખૂબ લાંબી છે એટલે કે ગીત પ્રલંબ લયમાં છે. આવા ગીતનું સ્વરાંકન હંમેશા પડકારરૂપ હોય છે. ક્ષેમુભાઈનો આ ગીત સ્વરબદ્ધ કરવા પાછળનો અભિગમ સમજીએ-
સાધારણ રીતે સ્થાયી/મુખડું મધ્ય સપ્તકમાં સ્વરબદ્ધ હોય અને અંતરા તાર સપ્તકમાં જાય. અહીં સ્થાયીની પ્રથમ પંક્તિ અને અંતરાની પ્રથમ પંક્તિ બંને તાર સપ્તકમાં છે. ‘ચાલ’ શબ્દ કોમળ ‘નિ’ થી શરૂ થાય છે. ‘ચાલ સખી‘ એ શબ્દોના સ્વરાંકનમાં પોકાર કરીને અપાયેલું નિમંત્રણ સંભળાશે ને એ બે શબ્દો વારંવાર ગણગણવા ગમશે. માત્ર ‘ચાલ સખી’ એટલા શબ્દો જુદી જુદી રીતે બે ચાર વાર ગવાય અને એ રીતે નિમંત્રણમાં આગ્રહ, વિનંતી, આદેશ ને અનુનય- એવા વિવિધ ભાવ પણ ભળે એવો એમનો વિચાર હતો. રાગ ચારુકેશી જયારે શબ્દપ્રધાન સંગીતમાં આવે ત્યારે એમાં થોડી છૂટ લઈને શુદ્ધ ‘ની’(સામાન્ય રીતે કોમળ ‘નિ’ હોય) અને કોમળ ‘ગ’ (સાધારણ રીતે શુદ્ધ ‘ગ’ હોય) સ્વરો લઈને ભાવ વ્યક્ત થાય એવું પણ એમને અભિપ્રેત હતું. અંતરાની પ્રથમ પંક્તિ પણ સ્થાયીની જેમ તાર સપ્તકના ષડજ(સા)થી શરૂ થાય છે. એના શબ્દો ગવાય તે પહેલાં તાર સપ્તકના ષડજ(સા) પર સ્થિર રહી શુદ્ધ ગંધાર (ગ)નો સહેજ સ્પર્શ લઇ, અવાજ સહેજ modulate કરીને ‘હો’ ગવાય છે, જે ક્ષેમુભાઈએ ગીતમાં કરેલું ‘value addition’ છે. તે જ રીતે ગીતની બીજી પંક્તિમાં ‘પૂછીએ’ ને છેલ્લી પંક્તિમાં ‘મૂકીએ’ શબ્દો ગવાય પછી ‘ચાલ સખી’ ગાતાં પહેલાં ‘સાનિ નિધ’ (‘નિ’ અને ‘ધ’ કોમળ) સ્વરો ઝીણી મુરકી ને ખટકા સાથે ખેમટાની લયમાં ગાવાની મજા પણ માણવા જેવી છે. પ્રથમ પંક્તિ અને બંને અંતરાની છેલ્લી પંક્તિઓ સાથે વાંચશો તો તરત સમજાશે કે કવિએ એના એ શબ્દો ઉપયોગમાં લીધા છે પણ શબ્દોનો ક્રમ બદલીને એ રીતે emphasisમાં ફેરફાર કર્યો છે જેનાથી પણ કાવ્યને આસ્વાદ  ગમે છે. : : — અમર ભટ્ટ : : : :

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા ( ૧૯૮૫ ) Original  Studio Recording : યુ ટ્યુબ રિલીઝ ૨૯ / ૧૧ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/y-x_GE0zKdU?si=fJaCqQ2fZnMdSprC

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : અમર ભટ્ટ : : LIVE : Up To 4:45 Minutes : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા ( ૧૯૮૫ ) : : સંગીત નિયોજન : જલસો મ્યુઝિક કોન્સર્ટ ટીમ : : Continue With Amar Bhatt LIVE Singing Three More Music Numbers From 4: 45 Onwards : 2) આટલું બધું વ્હાલ તો કદી હોતું હશે : સુરેશ દલાલ : ૩) અમે ગીત ગગન નાં ગાશું : ઉમાશંકર જોશી : ૪) ચાલ , ફરીએ : નિરંજન ભગત : : જલસો મ્યુઝિક એપ : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૬ / ૨૦૨૨ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :

https://youtu.be/KLWIvk86ExY?si=cRHN2yUUhix8s_Aa

ચાલ સખી પાંદડી માં ઝાકળ ના ટીપાં ની જેમ ફરી મૂકીએ  : ધૃવ ભટ્ટ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા ( original  version ) : Karaoke ( Add On with your Singing & Record with any device ) : અહીં નીચે ક્લિક કરીને Karaoke Video link 🔗 ખોલો : :

https://youtu.be/DZKEKH1SMsg?si=T4Lg1aNYnrk3OC-1

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : શ્રદ્ધા શ્રીધરાણી : LIVE : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : લાઈવ પ્રોગ્રામ : ગીત મારું મનગમતું : : પ્રસ્તુતિ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર અને સ્વર ગુર્જરી : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૮ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /  સાંભળીએ : : : :

https://youtu.be/7n42KmENb18?si=yenS-jpMzFixndDj

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : રિદ્ધિ આચાર્ય : : સ્વરાંકન :  ક્ષેમુ દિવેટીયા : : સંગીત નિયોજન : જલસો મ્યુઝિક કોન્સર્ટ ટીમ : : જલસો મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૧૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/wVV1bP5bfBc?si=46_9lx8BsaRG1iLt

ચાલ સખી પાંદડી માં ! ધૃવ ભટ્ટ : કાવ્ય ગીત સંગ્રહ : ગાય તેના ગીત : : સ્વર : હેમંત જોષી અને જલ્પા જોષી : LIVE  નેરેટીવ લિરીકસ વિડીયો : : સ્વરાંકન : હેમંત જોષી : : Original : : Unplug chamber Studio Rajkot : : નીલા ફિલ્મ પ્રોડક્શન યુ ટ્યુબ પ્રસ્તુતિ ૨૩ / ૧૧ / ૨૦૨૦  : : Link 🔗 can’t be given HERE As insisted C કોપીરાઇટ રિઝર્વડ Visit You Tube , Find and Enjoy.

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : ( ગાય તેના ગીત ) : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા જાન્યુઆરી ૩૧ , 2022 : : : : પોષ વદ ચતુર્દશી : Updated એપ્રિલ ૨૯ , ૨૦૨૬ : વૈશાખ સુદ ચતુર્દશી  / મે‌ ૧ , ૨૦૨૬ , વૈશાખ સુદ પૂનમ : : : :

“ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.”

નાજુકાઈ થી અને તાત્વિક સચ્ચાઈ થી , જીવાતી જીંદગી ને નવા ક્લેવર આપનારી કોમળ ઘાટ-આકૃતિ માં , પ્રેમની સૌમ્ય લાગણીઓ ને વ્હાલસોયી સારસંભાળ સાથે , ફરીથી સંવારવા ની અભ્યર્થના , ” ચાલ સખી ! ” પ્રેમ ગીત ના  દિલોજાની પૂર્વક કેન્દ્રિત થયાં ગુંજન માં વહેતી આવી છે. : : : :

“ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.” : : મુખડાની પંક્તિઓ : : : :

“ચાલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ,” : ગીતના ઉઘાડ ની પંક્તિમાં, જેમ આકાશીય સારતત્ત્વરૂપ : વહેલી સવારનું ઝાકળ એક પાંદડી પર સંકેન્દ્રિત થતું જતું સ્થિર થાય એમ : પર્ણ પરથી ચમકતા જીવનને ઉમેરતાં નવીકરણ નું રૂપક : પરોઢિયે થી વહેલી સવાર સુધી દેખાતું ઝાકળ બિંદુ ( morning dewdrops in a leaf : Metaphor of Renewal ) સુંદર દર્શનીય ગાન રૂપે વ્યક્ત થાય છે. : “પાંદડી માં  ઝાકળ નું ટીપું ” : પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના સંઘર્ષમાં અને ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચેના સંક્રમણ ની ફસામણ માં બંધનરૂપ પાંદડી પર ધ્રૂજતું રહે પરંતુ તેને મળ્યા આકસ્મિક વૃક્ષમય અસ્તિત્વ નો ઈન્કાર  કરે છે અને જ્યાંથી તે આવ્યું હતું તે આકાશ તરફ જોતું રહે છે. સૂર્ય દયા થી સ્વર્ગમાં પાછા ફરવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તે હંમેશા બેચેન રહે . ઝાકળ બિંદુ ની જેમ માનવ આત્મા પૃથ્વી તત્ત્વો નાં ભૌતિકવાદી આનંદ અને આકર્ષણો સાથેનાં  સંગ  સંસર્ગ ટાળે કારણ કે તે heavenward  રહીને ફક્ત સ્વર્ગ વિશે વિચારે છે . જેમકે , અહીં પાંદડી ની લીલપ થી ઝાકળ બિંદુ પ્રભાવિત થતું નથી. વિડંબના પૂર્ણ રીતે માનવ શરીરના  અંતઃસ્થ હ્રદયાધિન આંતરિક નિવાસમાં વસેલી રહીને શુદ્ધ સ્વર્ગીય ચિંતનમાં મગ્ન કરી શકે છે . ઝાકળ બિંદુ ની પવિત્રાઈ એને પરમાત્મા ની નિકટ લઈ જનારી છે ; પરમાત્મા ની પ્રાપ્તિ એ સચ્ચિદાનંદમાં મોક્ષક્ષમ ગણાય છે . : આમ , સખી સંગિની ના સાથ સંભાળમાં લીલી સજીવન પાંદડી પર બાકી બચ્યાં સહજીવન ને મૂકીને પુનરુત્થાન પામવાની આત્મીક પરિકલ્પના પ્રેમગીત ના આ નાયકે અહીં સુંદર સૌમ્ય પ્રેરણાદાયી રીતે વ્યક્ત કરી છે . : :  શુદ્ધ અમિશ્ર પવિત્ર ઝાકળ બિંદુ જેવી તાજગી , નિર્દોષતા અને રહસ્યમય જીવનશક્તિ  ( revitalizing mystic life force ) ના પ્રાબલ્ય ને સમેટીને – સંકેલીને , આસ્તે-આસ્તે : મૃદુલપણે નવજીવન પુનઃસ્થાપિત કરવાનું , શાંત ( quiet ) પણ પરિપૂર્ણતાભર્યું સૂચન કર્યું છે. : ઝાકળની જેમ, જીવન અને ચૈતન્યમય જુસ્સો જરા માં સરકી જાય ( fleeting  life ) અને heavenward : અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેને પ્રિય માની હ્રદયસ્થ રાખી , આત્મસાન કરવાની જરૂર પડે . ( to be cherished  before the dew’s disappearance ):  જીવન માં થોડી ચમક ઓછી થતી જાય , કોમળતા શુષ્કતા ભેગી આવતી હોય , એવું તેવું લાગે કે સમજાય , ત્યારે શક્ય એવી સહજ નરમાશથી , કાળજી ( care ) મોંબદલો ( consideration ) , માનસન્માન ( respect )  પ્રતીષ્ઠા , અને સગવડ અગવડ નાં ખ્યાલ વિચાર , તદુપરાંત પ્રેમ ( love )  અને જીવનસંગીની ની સહિયારી હાજરી સાથે ખંતીલા પરિશ્રમ દ્વારા , આ પ્રેમગીત નો નાયક નવજીવન ને સજીવ નવસંસ્કરણ થી સીંચી ને પુનર્જીવિત ( revive ) કરવા ચાહે છે. : : : : 

” ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય કે લાગણી ગણાય એમ પૂછીએ” : :

ગીતના ઉઘાડ ને સંકેલતી પંક્તિ , યથેચ્છ દાર્શનિકતા અને ભાવનાત્મક દિશામાં લઈ જનાર પ્રશ્ર્નોર્મિ ને સ્પર્શે છે . : “ટેરવાનો સ્પર્શ ભૌતિક રૂપે ઘટતી કે ઘટી શકતી ઘટના :  મૂર્ત સ્વરૂપ ની સરકતી જતી ઘટના : ( fleeting tangible event ) છે ; કહો તો , કંઈક ઊંડી લાગણી : ટકી રહેનારી – સ્થાયી  અને ભાવનાત્મક સ્મૃતિરૂપે સચવાયેલી લાગણી છે કે તેનો ( enduring feelings and emotional memory )  રણકાર ! ? ( resonance ) ! ? : આ પ્રશ્નોર્મિ ના સ્પર્શ થી ઘટના અને લાગણી વચ્ચેનાં વિરોધાભાસ પ્રકાશિત થયાં સમજાય . : : નાયકે  , સખી સંગિની ને પૂછવા ચાહ્યું છે કે શું પ્રેમ , આંગળીના “ટેરવે” સ્પર્શ દ્વારા પળવારમાં વ્યાખ્યાયિત થાય કે ખરેખર તો  ઊંડા ભાવનાત્મક પ્રભાવ દ્વારા વ્યાખ્યાયિત થાય ? :  સ્પર્શજન્ય  લાગણીઓ ( feelings generated by touch ) પ્રેમસંબંધ માં મહદ્ અંશે , સચ્ચાઈભર્યાં જીવન ની  નિર્મિતી જન્માવે ( constitute life in relationship ) ,નહિ કે ક્રિયાન્વિત ચાલ કે વર્તણુંક ( rather than behavioral act itself )  : : ભાવવિશ્વ ના નાજુક સંબંધો માં જો બાહ્ય વિશ્વ અને અંતરનાદ વચ્ચેની સીમારેખા ( boundary line ) પર ઝાંખપ રેખાંકિત થતી દેખાય તો એ સૂચવે કે અલ્પતમ હાવભાવ નાં અવ્યાખ્યાયિત અર્થ પણ , વ્યક્ત-અવ્યક્ત પ્રણયાનુભૂતિ માટે અપર્યાપ્ત હોય શકે. ( એક આડવાત : જેની સાથે દલીલો કરવામાં મજા આવે એવા : sparing partner : મુષ્ટિયુદ્ધ ( fist fight ) થી થોડાંક જ દૂર હોય ! ) : : : :

ટૂંકમાં , સહિયારી હાજરી ‌, ખંત અને સંયુક્ત જવાબદારી થી , વહેલી સવાર ના ઝાકળનાં ; એક પાંદડી પર ચમકતા ટીપાં ની જેમ‌ જિંદગી ને ફરી થી ચમકાવવા નાં ; સાંસારિક અસ્તિત્વ કરતાં કોમળ સંવેદનશીલ જોડાણના મહામૂલ્ય ધરાવતા , નવજીવન નાં નવસંચાર કરવા નાં ; અને આત્મીયતા ના નાના નાના પળભર ના છતાં ગહન આનંદ ની શોધ માટે નાં ; — જીવનસાથી ને આપ્યાં : ‘ઈજન / નિમંત્રણ / આમંત્રણ’ થી “ચાલ સખી !” પ્રેમગીત નો રાગ ‘ચારુકેશી’ના , પ્રિય સખી સંગિની ને ‘આહ્વાન’ આપતા ( invocatory tune ) મિશ્ર સ્વરો માં ઉઘાડ થાય છે. : : જીવન માં પ્રેમ સહીત , નવસંસ્કરણ નવીકરણ નવસંચાર ( life renewal ) ; શુદ્ધ અમિશ્ર ભાવનામયતા ( purity  ) અને સૌમ્યતા ( gentleness ) સાથે લાવવાનાં સંદેશ કહ્યાં છે , ગાયાં છે . : નાની નાની પળો અને નાના પરિબળો અપાર ભાવનાત્મક ઊંડાણો ધરાવતાં હોય મહત્વનાં હોય . : ક્રિયાન્વિત ચાલ અને વર્તન શૈલી ( actions and behavioral acts ) થી અનુભવો અને અનુભૂતિ ને સમજવાં નાં હોય કે ભાવનાત્મક ઊંડાણો દ્વારા ? એ પ્રશ્ર્નોર્મિના ઉત્તર હવે પછીનાં બે અંતરાઓ માં સવિશેષ ‘શોધનોંધ’ સાથે રસદર્શન કરીશું . : : “ચાલ સખી!” પ્રેમગીત , જડતા / જડત્વ ને ત્યજીને , વધુ સંવેદનશીલ, અને અધિક જીવંત રહેવાની રીત તરફ પાછા ફરવા નું ‘શાંત આહ્વાન’ છે – જ્યાં પળભર નો‌ સ્પર્શ પણ અખિલ સૃષ્ટિદર્શન ની પરમ અનુભૂતિ કરાવતી અવસ્થામાં એ ગીતસહીત સભાનપણે લઈ જનાર નીવડી શકે છે. નક્કર જડતા ને સંગીન આધાર હોય એમ અથડાયા પવનના સુસવાટા રૂપ ‘જડજન્ય નાદ’ પણ હોય અને દરિયાવ  પાણીનાં ચઢાવ :”જુવાળ”ની પછડાટી થી ઉત્પન્ન , ‘ખડકો નો થડકો’ પણ હોય જે જડત્વ ને ખાસ આકર્ષણિક બતાવતી નથી . સાથે રહેવાથી જડતા ની માફક જીવન થંભી જાય ; જ્યારે જડતલ અક્રિયાત્મકતા ત્યજીને કામ કરતી પ્રાણવાન સક્રિયતા તરફ સખી સાથે ચાલવાનું છે . : : : :

વેદના નો અડીખમ ઊભો ખડકાળ દરિયા કિનારો : રેતી શોધો , જળ શોધો , રહો ત્યાં સુખથી જીવો .

“વેદના તો અડીખમ ઊભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.”

“છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,”: : પ્રથમ અંતરા ની પંક્તિઓ : : : :

ચાલ સખી! પ્રેમગીત ના પ્રથમ અંતરા ની પંક્તિઓમાં નજરે પડ્યાં સમુદ્રવિષયક દ્ર્શ્ય ચિત્ર ( seascape ) દ્વારા , ગીતના નાયકે સખી સંગિની ને સૂચવ્યા ઉપરોક્ત ‘આહ્વાન’ને ઝીલતી ઉભાર ઉછાળ , છાલક પછડાટ ,  ની દરિયાઈ હિલચાલો સાથે નિર્મીત થતાં અને પસાર થતાં , માનવીય વેદના અને ખુશી ના આકાર – પ્રતિકાર ( અનુભવો ) ના ભાવ પ્રતિભાવ સંભવે તેના મૂર્ત દેખાવ નું વર્ણન કર્યું છે. : :

“વેદના તો અડીખમ ઊભો કંઠાર,” વાક્યાંશ “વેદના” ને “કંઠાર”: ખડકાળ સમુદ્ર કિનારો કે દરિયા કાંઠો ( rocky seashore ) કહ્યો છે. જેને “અડીખમ” : સખત નક્કર , અણનમ અડીગ અક્કડ , જિદ્દી મક્કમ : ( adamant or adamantine : hard or inflexible  , i.e. impervious to pleas , persuasion , reasoning  request ) એટલેકે, અભ્યર્થના , મનામણું , દલીલ  , ખાસ વિનંતી ના નકાર રૂપ  અભેદ્ય , અ-પ્રવેશ્ય  , અગમ્ય  : ચિત્રરૂપે “ઊભો કંઠાર “નામે વર્ણવ્યો છે. : અહીં વેદના , સ્થાયી ( enduring ) , સજ્જડ ( firm ) અને લાગલાગર ટક્કર લેનારી ( unyielding ) છે અને વહી જતી નથી કે સરકી જાય એમ નથી ; બલ્કે સતત લંબાયમાન વેદના નો સાગર કાંઠો ( coast line ) જાણે કે તટવર્તીય સમુદ્ર ( કિનાર ) રેખા  : ( coast -line ) આવ્યાં જ કરે, આવ્યાં જ કરે . : છતાં વાક્યાંશ માં કહ્યું છે , ” જતાં આવતાં જુવાળ ભલે કોતરે”: જે દરિયા કાંઠે ઊભાં જડસ્વરૂપ ખડકો ને ભરતી ના તોફાની વેગના અફળાયા કરતાં પ્રબળ પરિશ્રમી મોજા ( forceful scattering waves of sea ) દ્વારા કણકણ માં  વિખેરાવા ની  વર્ષોવર્ષ ચાલનારી ઘટના છે . વેદના  કે પીડા દરિયાઈ જમીન સાથે ચિરકાળ થી જડીત સ્થાયી જડ ખડકો છે. : Yet the tidal or upsurge – the  waves are  allowed to carve it. : કહ્યું છે , “જતાં આવતાં જુવાળ ભલે કોતરે” : : ચાલ સખી! ” પ્રેમગીત ના નાયકે આ શાશ્વત વેદના સાથે : પીડા સાથે , લડાઈ અથડામણમાં ઝઝૂમવા નો  અસ્વીકાર કર્યો છે . દરિયાઈ જુવાળ ના પ્રાકૃતિક જોર એ નક્કર ખડકો ને વિખેરતા રહીને સ્વીકાર્ય આકારોમાં કાળાંતરે ફેરવશે એમ માની લીધું છે ; સાથોસાથ  પોતાના અને સખી સંગિની ના જન્મારા સાથે ભલે ને વેદના ને : પીડા ને સહ્યાં  કરવી પડી હતી, તેનો પણ સ્વીકાર કર્યો છે. : એટલે કે ખસવાનું નામ નહિ લેનારી વેદના , અનમ્ય દ્રઢ અક્કડ ( rigid ) રહેવાની હોય એ નક્કી હતું , નક્કી છે . ; સખી સંગિની ને  વાક્યાંશ માં , “સુખ  સાથે આપણો તો જળ નો સંબંધ ” કહીને સમજ્યાં છે કે , અફર અચલ નિશ્ચલ અને નિશ્ર્ચિત ( immovable ) હોય નિયમિતપણે ફરીફરીને ( repeatedly  ) એકની એક રીતે કે ભિન્ન ભિન્ન રૂપે આવ્યાં કરતી હોવાથી , ઘટનાજન્ય પરિસ્થિતિઓ ( rhythm of life ) : સમયાવધિ , લાગણીતંત્ર , અનુભવો : નાં  તાલમેળ  ( adjustments ) સાધીને માર્ગ કાઢતી દિશાસંગતિ પકડીને , પીડા ની અસંખ્યવાર ની આવન જાવન બાદ , આશાસ્પદ ખુશી નું સુરેખ સમાયોજન નિર્મીત કરી શક્યાં હતાં અને તે હજુ પણ ચાલુ રહી શકે છે . : : : :

” સુખ સાથે આપણો તો જળનો સંબંધ ,” : વાક્યાંશ વહી  જનારી કે સરકી જતી ખુશી ની ક્ષણભંગુરતા ને પ્રકાશિત કરીને સૂચવે કે મનુષ્ય , ખુશીઓને હરહંમેશ પાસે રાખીને કાયમી સ્વરૂપ માં માણી શક્યો નથી. આનંદિત આંદોલન જરાવાર ફેલાય ને શમી જાય કે ખુશીની લહેર , છાલક છલકાટ થમાવી ક્યાંય સરકી જાય , એવાં લાગણી ના તાત્પુરતા ઉછાળા તે ખુશી – આનંદ નાં સુખ જેની સાથે મનુષ્ય નો ” જળ નો સંબંધ” છે. : સંસ્કૃત માં જળ ને જીવન કહે છે. “જળ”પકડ માં આવવું મુશ્કેલ ગણાય . : આંગળીઓ ની વચમાંથી ઝરી જાય ; ઘન સ્વરૂપે ઠરે કે બાષ્પીભવન થઈ ને વરાળ રૂપે ઊડે . દેખ્યું  દેખાતું ગાયબ થઈ જાય. સુખ સાથેનો આપણો સંબંધ પાણી જેવો છે, “ક્યાંક રેતી (તેને) ઢાંકે” છે અને “ક્યાંક ઓસરે” : જેમ દરિયો એને પાછો ખેંચી લે છે. પંક્તિબંધના  વાક્યાંશમાં કહ્યું છે ,

“ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે”: વાક્યાંશ સૂચવે છે કે , ખુશી મનુષ્યની ઈચ્છા મહેચ્છા ને અનુસરતી નથી . પ્રવર્તમાન સમયમાં તાબડતોબ પહોંચની બહાર હોય શકે . પ્રચ્છન્ન પણે આવતી ( hidden ) કે અતડી એકલ ( withdrawn ) થઈને ક્યારેક આવતી ખુશીથી કંઈ કાયમ માટે વંચિત રહેવાનું બનતું નથી. : Not  gone for ever , entirely. : ફરીને હાથમાં નહીં આવે એવી વંઠી ગયેલી નથી , આ ખુશી . . અસ્પષ્ટ ધૂંધળી હોય અથવા દૂર બેઠી કે ઢંકાઈ ગઈ લાગે . . . “રેતી” માં વહી જાય ને ગરકી જાય ( જીવનમાં વ્યાપ્ત તિરાડ રૂપ અંતર / અર્ધજાગ્રત મનમાં પડેલી ફાટ માં કે ચિરાડ માં અથવા દુઃખ/ પીડા /વેદના એ કોર્યા છીંડા માં : ( In gaps in lives ) માં વહે છે . ક્યારેક અદૃશ્ય થઈ જાય છે . કહ્યું છે , “ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે ” ; ક્યારેક મનુષ્ય ને સૂકા છોડી દે . : તો  વળી પાછળ નીકળી યે જાય . : : : :

“છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,”:

ગીતના પ્રથમ અંતરા ને સંકેલીને મુખડા ના મધ્યવર્તી વિચારભાવ સાથે જોડતો પંક્તિબંધ , ધૈર્ય શૌર્ય હિંમત ( courage ) અને સર્જનશીલ કલ્પનાશક્તિ ( imagination ) જોડીને અલગ તરી આવતું કાર્ય સંપન્ન કરવા માટે પ્રેરે છે. : વેદના અડીખમ અને ખુશી ના સુખ ક્ષણભંગુર હોય ત્યારે , સહોદર  : વેદના અને પીડા ને ત્યજી દઈને , સખી સંગિની જોડે જીવનની આશાન્વિત દરિયાઈ સફર ખેડવી જોઈએ. : : : :

અધૂરી અપૂર્ણ , ક્ષતિ ઉણપ ખામી થી સંરચિત , નાજુક બટકણી છીપલાં ની હોડી ⛵ મનુષ્ય ના સંવેદનશીલ સ્વત્ત્વ નું પ્રતિનિધિત્વ કરતા સાહસ નું પ્રતીકરૂપ બને . : વેદનાના , પરિચિત સુરક્ષિત , પણ અનિશ્ચિતતા ભર્યા દરિયા કાંઠા કિનારા ને ત્યજી દઈને છીપલાં ની નાજુક હોડીને માત્ર ‘શણગારી શકતા શઢ’ ની  ( sail )  દિશા સહાયથી દરિયો પસાર કરવાનું સાહસ આદરવા માટે નાં પ્રેરણાત્મક શબ્દો કહેવા કે ,” કાંઠો છોડીને હવે ઝુકીએ.” એ સૂચવે કે આ દરિયાઈ ખેપ આત્મ સમર્પણ ની છે , પ્રેમી યુગલ , હ્રદય ની લાગણીવશતા ને તાબે થયેલાં રહે . એ કહેશે , : દરિયાઈ હિલચાલ અને સમુદ્ર ના પવન ને સહારે આપણી હોડીને આગળ ને આગળ વહેતી લઈ જશું —  એવો અમને ભરોસો છે . કદાચિત એકબીજા માં અથવા અમને મળ્યાં જીવનઝોક માં , જેમાં સમાયા હતાં — લાગણીઓ નાં વિશેષાર્થે જીવતરની રુચિ , મનમતિ ઈચ્છિત મનોકામના , મનભાવન વાંછના . :  “ચાલ સખી !” પ્રેમગીત ના નાયકે સાહસિક સફરે ‘ઝુકાવીએ’ ના અર્થ ને બદલે ” ઝુકીએ” કહીને સજાગ વિનમ્રતા દાખવી છે , જે પ્રશંસનીય છે. : : : :

” ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.”

“મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,”: દ્વિતીય અંતરાની પંક્તિઓ

“ચાલ સખી!” પ્રેમગીત ના દ્વિતીય અંતરા ની પંક્તિઓ  : :  સાલ-મહિના વાર યાદ રાખેલાં અકબંધ વાર્તાલાપ ( conversations entirely intact in memory ) ;  અનુપયોગી નામાભિધાન ( in naming ) ની હ્રાસમાન વાંછનીયતા ( diminishing desirability ) ને લીધે ચંદ્રપ્રકાશ ના નામકરણ ને નકારતા રહીને , અનામિક , પૂર્ણતયા શુદ્ધ , અમિશ્ર , પણ  પ્રકાશિત આચરણની પરમ પાવન ચંદ્રીય પુનિતતા નો મેળવ્યો ( heavenly- minded ) લ્હાવો ; અને પૃથ્વી તત્ત્વ રૂપ ( grounded existence ) મનુષ્ય ના આત્મિક સ્વત્ત્વ નો , આકાશીય તત્ત્વ તરફી , ઈશ્વરીય સાદ ( heavenly sky calling )  સૂણીને , ઝીલીને અને ઉર્ધ્વગામી સ્તરીય વિકાસ સાધીને , આગળ ના ઉચ્ચતર માર્ગ ની શોધના કરવાનો નિશ્ર્ચય ; તથા  લાગણીશીલતા ના ઊંડા સાતત્ય ; આ બધાં : ( વાર્તાલાપ  , લ્હાવા , ઈશ્વરીય સાદ ની શોધના , ઊંડાં સાતત્ય ) : સાથે અંતર્ગત :  ધ્યાન-ચિંતન ( meditation ) ને  : વૃક્ષ , વૃક્ષ ની ડાળી , ને ડાળી પર ના પંખીના માળા ને અને તે પછી ઉપર આકાશ જેવાં સાદ : ના ક્રમિક સ્તર ના ઉદાહરણ દ્વારા સરળતાથી સમજાવે છે. : : : :

“વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.”

” ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,” : પંક્તિબંધ , સૌમ્ય સુક્ષ્મ  સુંદર , મનોરથ અને મંતવ્ય મુજબ ના ‘ચંદ્ર પ્રકાશ’ નો પુનીત ( heavenly minded ) ‘લ્હાવો’ ( advantage ) મેળવ્યાં ઉપર નું ચિંતન ( meditation ) રજૂ કરે છે. : રાત્રી સમયની કેટલીક અનુભૂતિજન્ય આકાશીય પ્રતીતી , પૂર્ણતયા શુદ્ધ અમિશ્ર આચરણના : પરમ પાવન ચંદ્રીય પુનિતતા : ના ‘લ્હાવા’ વરસાવે છે. જેનું નામકરણ અનુપયોગી અને ‘હ્રાસમાન’ ( diminish ) કરવા સમાન માની શકાય , એ ‘ચંદ્રપ્રકાશ’ ની ‘પ્રકાશમાનતા’ સર્વકાલીન હોય એને “ચાંદની” જેવાં નામાભિધાન ની જરુર નથી. : : વીત્યાં સમયની  “વાતો” : વાર્તાલાપ : ( conversations ) : ચાલ સખી ! પ્રેમ ગીત ના નાયક ની યાદગાહ ની / સ્મૃતિ ફલક ની સમૃદ્ધ “અકબંધ યાદ” ( intact in memory ) રૂપે ; અભંગ અનવરત અણનમ ( unbroken ) રહેલી છે . — જે મૌલિક નવસર્જીત આવિર્ભાવની શક્તિ ધરાવે . . જે , મનોવિશ્લેષણ ( psychoanalysis ) ની : પરંપરાગત વ્યાખ્યા- પ્રયુક્તિવાળા  : નિરૂપણ ની : વિવરણ ની : મર્યાદા અને પહોંચ ની બહાર હોય ; જ્યાં સ્મૃતિ નું વિભાજન ( fragmentation ) ન થાય કે ઝાંખી ( faded ) નહીં પડે ; એ પોતાની યાદગાહ માં : સ્મૃતિ ફલક માં : સંપૂર્ણતયા પવિત્રતા ( sacredness ) જાળવી રાખે અને પુનીત ( heavenly minded ) કાર્ય સંપન્ન કરવા માટે , કોઈ પણ વ્યક્તિને કે ઈશ્વરને : એટલે કે , : સખી સંગિની : ને પણ સમર્પિત રહે. : : : :

“વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.”

પંક્તિબંધ સજીવ સ્તરીય પ્રતીકરૂપ જીવનની છબી રચે છે. એક વૃક્ષ ની ડાળી , પંખી નો માળો , ( વન – મેદાન માં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ) સવિશેષપણે વૃક્ષવાસી પંખીલોક ( Aves ) ના અન્ન રક્ષણ રહેઠાણ  : ‘આવાસ નિવાસ ઘરવાસ’ : સહીતની વૃક્ષ ને લગતી ( arboreal habitat ) કુદરતી રીતે અવિશ્રાંત ‘વહન સહન નભાવ’  રચે . : “ને ઉપર આકાશ જેવો સાદ છે.” : મુળસોતું ( rootedness ) વૃદ્ધિ વિકાસ નું પ્રતિનિધિત્વ કરતું વૃક્ષ , આશ્રય અને આત્મીયતા ( shelter and intimacy ) નાં પ્રતીકરૂપ “પંખી નો માળો” જેની નિકટતમ પૃથ્વી તત્ત્વ રૂપ ( grounded existence ) મનુષ્ય ના આત્મિક સ્વત્ત્વ ના  : વૃક્ષ ની ઉપર ના આકાશીય તત્ત્વ તરફી , ઈશ્વરીય સાદ ( sky calling ) સૂણીને , ઝીલીને અને ઉર્ધ્વગામી વૃક્ષસમ સ્તરીય વિકાસ સાધતા રહીને , આગળ ના ઉચ્ચતર માર્ગ ની શોધના કરવાનાં : નિશ્ર્ચય માટે પ્રેરણા આપે છે. : કહ્યું છે , : ” આકાશ જેવો સાદ” : છે . :  સર્વોત્કૃષ્ટ દિવ્ય ( heavenly ) ગૂઢ ગહન ગુણાતીત , અનુભવાતીત ( transcendental ) , વિશાળ વિસ્તીર્ણ અવકાશમાં ધ્વનિત , સંવેદનશીલ મનુષ્યની આકાંક્ષા મહત્વાકાંક્ષા ના પ્રાણવિધાન નો અનુનાદિત મહાપ્રાણોચ્ચાર ( aspirational sky call in vastness ) : જે દર્શાવે છે કે કેવી રીતે સામાન્ય જમીન પર આધારિત જીવન ( grounded life ) : મૂળસોતું વૃક્ષ ડાળે ડાળે જીવરસ સમૃદ્ધ કરીને “ટોચ લગી જાય”. વૃક્ષ ડાળે આડીઅવળી સુકી ડિંગલી-સળેખડી ( probes ) ભેગો ગૂંથ્યો “પંખીનો માળો” ( arborized nest ) ગોઠવાયેલો રહીને એની “ઉપર આકાશ જેવો સાદ”( heavenly call ) ની નીકટતમ રહ્યો એમ , મનુષ્ય પણ : જીવનરસ થી સભર :  રહીને , ઉચ્ચતર આકાશ સાથે , પોતાના અંતઃસ્થ ભાવવિશ્વ ના કંઈક ને કંઈક ઉર્ધ્વગામી શાંત સંવાદમાં ક્રિયાન્વિત હોય . : મનુષ્ય ના ચેતનસત્ત્વ નું આશ્ર્ચર્યમુગ્ધ કરતા ચેતાતંત્ર ના ચેતાતંતુઓ નું જાળું , સુક્ષ્મ – અતિ સુક્ષ્મ સ્તરો માં વૃક્ષસમ ( arborization : tree like branching pattern in anatomy of nerve fibres ) દેખાતું માઈક્રોસ્કોપ નીચે સુસ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વૃક્ષ ની ડાળી પર ના માળા માં રહેતા પંખીની જેમ વૃક્ષસમ મનુષ્ય ના માનવ સંબંધ પણ આ વિશાળ વિસ્તીર્ણ બ્રહ્માંડમાં આગવું અસ્તિત્વ ધરાવે છે. : આમ , આત્મિક સ્વત્ત્વ નું વૃક્ષસમ સમાયોજન ( arborization ) થતાં ” ચાલ સખી ! ” પ્રેમગીત માં , આકાશીય પરમસુખ ની સ્વર્ગીય મુખરતા heavenward prominence ) નિહાળીને કૃતજ્ઞતા ની લાગણીઓ સમેત હર્ષાતિરેક નો અનુભવ થાય છે. : : : :

“ને ઉપર આકાશ જેવો સાદ છે.” : :

“ઉપર આકાશ જેવો સાદ” ( Heavenly Sky Calling ) અંતિમ ઊંચાઈ નું પ્રતિનિધિત્વ કરતી આબેહૂબ જીવંત બોલતી છબી નું ચિત્ર છે જે નાનાં મોટાં ક્ષુલ્લક સંઘર્ષોથી ઉપર ઉઠવા માટેની હાકલ છે . સર્વાતિશાયી : સર્વ ની પાર રહેલું અનંતપણે ખાલી લાગતું આકાશ : રહસ્યો ને ખોળવાની ને જોવાની , હ્રદય ની અંતર્હિત ઝંખના અને પવિત્ર આધ્યાત્મિક જાગૃતિ ના ઉચ્ચતર હેતુની શોધના કરવા માટે , અનુસરવા માટે અથવા બનવા માટે આમંત્રણ આપે છે . જીવનની વિશાળતા શું છે ? કંઈક વધું અર્થપૂર્ણ અને વધું સુંદર તરફ આગળ વધવા બોલાવી રહેલો આકાશ જેવો સાદ છે . માનવીય ઝંખના ( longing ) અને આશ્વર્ય ( wonders ) ની વિભાવના આવનારાં ભવિષ્ય ની ઉમેદ જગાવે તેથી તેની મહિમા જીવનવાદી આંતરિક અવાજ રૂપે વ્યક્ત થાય તેનાં સાદ કરે છે . : : : :

” મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,”:

ગીતના દ્વિતીય અંતરા ને સંકેલીને મુખડા ના મધ્યવર્તી વિચારભાવ સાથે જોડતો પંક્તિબંધ : માટી ભળ્યાં વિસ્તર્યા હોય પણ નહિ દેખાતાં મૂળ સ્વરૂપ ભાગ ની જેમ મનુષ્ય ની સંવેદનશીલ લાગણીઓ અંતઃસ્થ ઊંડાણે થી શરૂ થઈ ને હયાતીની ઉર્ધ્વગામી વિકાસોન્મુખતા અનુસરીને ઉપર ને ઉપર તરફ વધે  : “ટોચ લગી જાય “; જ્યાં સુધી એના અસ્તિત્વ ની સ્વત્ત્વલક્ષીતા સંપૂર્ણપણે વ્યક્ત થઈ ન રહે . :  “ચાલ સખી!” પ્રેમગીત ના નાયક ની પ્રશ્ર્નોર્મિ : “એવી લાગણીને કેમ રે ઉવેખીએ,”:  સમજાવે છે કે , એવી અવગણના કે ભૂલાવા , ( neglect or forgetfulness ) એ વૃક્ષ ના અસ્તિત્વ ને ટકાવી રાખનાર જીવનશક્તિ ને અવગણવા સમાન નીવડે. માટે રસિકડાં પ્રેમીજનો એ સમૃદ્ધ જીવનશક્તિ નું સંગોપન કરવાની નેમ રાખવી પડે. એટલે કે : ગોપન : પાલનપોષણ અને જીવન – રહસ્યો ના જાળવણ : રક્ષણ : કરવાની મૌલિક સર્વોત્તમ કળાથી સજ્જ રહેવા માટેની આગ્રહશીલતા : ધાર્યું પાર પાડવાના  ઝોક ( dogmatism ) અખત્યાર કરવાં  રહ્યાં. : : : :

“ચાલ સખી!” પ્રેમગીત સૂચવે છે કે :

યથાતથ સ્મૃતિ ના નામાભિધાન ની જરુર નથી ; સ્મૃતિ ફલક : યાદગાહ : માં એનાં સારરૂપ ‘તથ્ય સ્વત્ત્વ’ : ગુણ તત્ત્વ સહીત જીવંત રહે છે , સુવાસિત રહે છે. : માનવીય સંબંધો ( human  relations ) જોડાણો ( connections ) જમીની : ભોંયભેગા ( grounded  ) અને ગુણાતીત( transcendent ) એમ બંને રીતના હોય. : રચના ગત રીતે લાગણીઓ ઇન્દ્રિયગમ્ય હોય શકે , જેની અનુભૂતિ થાય જ્યારે અંદરૂની ઊંડાણે થી ઉગે  ; અને તેને ઉવેખવી  જોઈએ નહીં એવો ભાવ જાગે . : feelings rising from deep within should not be overlooked or denied. : સૌમ્ય આગ્રહ રાખીશું જેમાં સંવેદનશીલ અનુભૂતિઓ શબ્દોમાં મર્યાદિત ન રહે . અને યાદ રહે : અંદરૂની પ્રફુલ્લિતતા ને ઉવેખવાની નથી ;  જે એકવાર ઊંડાણે થી અનુભવાયું છે અને વ્યક્ત થયું છે એને ભૂલી જવાનું નથી. : : : :

હયાતી નાં ઊંડાણ સ્થિત વેદના : પીડા નાં શાશ્વત સ્વરૂપ અને પરિવર્તનશીલ તરલતા ( fluidous ) સાથે મળવાપાત્ર અણ-અનુમાનીત સુખાનંદ વચ્ચે ની ભેદરેખા ની સંશોધના — જડતા ને ત્યજીને , સખી સંગિની ના સંગમાં : ચેતનવંતી સાહસિક દરિયાઈ સફરે : નીકળી પડવાના નિર્ણય માં પરિણમે : તેની :’તાર્કીકતા’ : અને નવજીવન માટે નવસંસ્કરણ નવીકરણ નવસંચાર લાવવાની :’તાકીદ’ : સમજાવતું , નવલકથા- લેખક અને કવિ શ્રી ધૃવ ભટ્ટ નું રાગ ચારુકેશી  ના મિશ્ર સ્વર માં , સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીયા ના સંગીત નિયોજન માં અમર ભટ્ટ ના સ્વર માં , ૧૯૮૫ માં રેકોર્ડેડ , અત્યંત લોકપ્રિય પ્રેમગીત “ચાલ સખી !” સુંદર પ્રેરણાદાયી : “ગાય તેના ગીત” તરીકે વારંવાર ગવાયું છે અને ગવાતું સંભળાયા કરશે. : : ENJOY : :: :

“ચાલ સખી ! “ધૃવ ભટ્ટ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા જાન્યુઆરી ૩૧ , 2022 : : : : પોષ વદ ચતુર્દશી : : UPDATED એપ્રિલ ૨૯ , ૨૦૨૬ : સોમવારે , વૈશાખ સુદ ચતુર્દશી / મેં ૧ , ૨૦૨૬ : વૈશાખ સુદ પૂનમ  : : Towards A dedicated Presentation with  Congratulations To Our Sister Dr. Suvarna ben Naik and Brother in Law , Prof. ( Retd ) Shri Arun Kumar Naik , Living At Corona City: California , U. S. , On their 60 Th Marriage Anniversary On April  29 , 2026 .. : :  Reblogged Today  , With New Pictures and Updated Add Ons . : : On 86 TH HAPPY BIRTHDAY : With Many Many Happy Returns of the Day : To Shri Arun Kumar Naik , At Corona City California , U . S. : : V. Jayaraj , Pune India : September 9 , 2026 : : બુધવાર , શ્રાવણ વદ ચૌદશ : : : : : :

मेरे हमनफ़स मेरे हमनवा : शकील बदायूँनी : 3 अगस्त 1916 ,Badaun- 20 April 1970 , Bombay , Aged 53 ) : Celebrating 110 Th Birth Anniversary : :

“मेरे हमनफ़स मेरे हमनवा, मुझे दोस्त बन के दग़ा न दे

मैं हूँ दर्द-ए-इश्क से जाँ-ब-लब, मुझे ज़िंदगी की दुआ न दे। 1

मैं ग़म-ए-जहां से निढाल हूँ, के सरापा दर्द-ओ- मलाल हूँ,

जो लिखी है मेरे नसीब में, वो आलम किसी को खुदा न दे। 2

न ये ज़िंदगी मेरी ज़िंदगी, न ये दास्तान मेरी दास्तान,

मैं ख़याल-ओ-वहम से दूर हूँ, मुझे आज कोई सदा न दे। 3

मेरे घर से दूर हैं राहतें, मुझे ढूंढती हैं मुसीबतें

मुझे खौफ ये है के मेरा पता, कोई गर्दिशों को बता न दे। 4

मुझे छोड़ दे मेरे हाल पर, तिरा क्या भरोसा है चारागर,

ये तिरी नवाज़िश-ए-मुख़तसर, मिरा दर्द और बढ़ा न दे। 5

मेरा अज़्म इतना बुलंद है, के पराए शोलों का डर नहीं,

मुझे खौफ़ आतिश-ए-गुल से है, ये कहीं चमन को जला न दे। 6

मेरे दाग़-ए-दिल से है रोशनी, इसी रोशनी से है ज़िंदगी,

मुझे डर है ऐ मेरे चारागर, ये चिराग तू ही बुझा न दे। 7

मेरे चश्म-ए-शौक तेरा भरम, रहे उम्र भर यूं ही ताज़ा दम,

ना पुकार उस को के वो सनम, कहीं जल के जलवा दिखा न दे। 8

दर-ए-यार पर बड़ी धूम है, वही आशिक़ों का हुजूम है,

अभी नींद आई है हुस्न को, कोई शोर कर के जगा न दे। 9

कभी जाम लब से लगा दिया, कभी मुस्करा के हटा दिया,

तेरी छेड़-छाड़ ए साकिया, मेरी तिश्नगी को बढ़ा न दे। 10

वो उठें हैं लेके खम- ओ- सुबू, अरे ए ‘शकील’ कहाँ हैं तू,

तेरा जाम लेने को बज़्म में, कोई और हाथ बढ़ा न दे”। 11  

— शकील बदायूँनी

મેરે હમનફસ મેરે હમનવા : શકીલ બદાયુંની : : : :

1 . સ્વર : બેગમ અખ્તર : : shaukeentabiyat You Tube Release 19 /  6 / 2007 : 19 years ago : 4,413,220 ( 4.4 M Views : 37K Likes ) : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/XYgG6SiX7ZE?si=fd6g_NMHySk0gpl2

2 . સ્વર : બેગમ અખ્તર : : saregamaghazal You Tube Release 25 / 4 / 2023  : Album  : Andaaz-e-Ghazal – Vol 1 : 286,419 Views : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/RqO2kOAvGpw?si=nQ1cWlElng0hZv4Z

3 . સ્વર : ફરીદા ખાનમ : Album  : Concert in : Live in India : 1985 : : vintagepakMelodies  You Tube Release 17 / 4 / 2012 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/wFpK90fPA3A?si=RlZ7ufamuRl9cN9G

4 . સ્વર : જગજીતસિંહ : sirmood ( US ) You Tube Release 22 / 4 / 2011 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/XXzHgkcNqGA?si=K_JgGiJi0wPrM_aW

5 . સ્વર : જગજીતસિંહ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : જગજીતસિંહ : ( Live ) : From Album : Gulistan-E-Ghazal · Sound Inheritance Singles You Tube Release 25 / 7 / 2026 : 19 Days ago : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/pBzT6vpK2jU?si=NKiqPwXCgR3YSgI9

6 . સ્વર : પ્રતિભા સિંઘ બાઘેલ : સ્વરાંકન અને સંગીત નિયોજન : દીપક પંડિત & Budapest Symphony Orchestra under the baton of Kálmán Szennai.  : Live in Budapest : SUFISCORE & pratibhasinghbaghelmusic You Tube Release : Singal From the Album ( Live ) You Tube Release 17 / 3 / 2023 : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : :

https://youtu.be/yatjChKNqbs?si=FpdmJVW8hzbJnKWA

7 . સ્વર : પ્રતિભા સિંઘ બાઘેલ : સ્વરાંકન અને સંગીત નિયોજન : દીપક પંડિત : Live With Javed Akhtar : SUFISCORE & pratibhasinghbaghelmusic You Tube Release  12 / 3 / 2026 :: From Album Live From Albert Hall Live  Concert Part 1 : U . K . : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : A Single Video Upload Still Not Available : : : : Wait & Watch Later .

8 . સ્વર : નાદિરા મુન્ની બેગમ ( જન્મ પ. બંગાળ , ભારત : migrated to E. Pakistan, Presently A U. S. Citizen ) : સ્વરાંકન અને સંગીત નિયોજન : મુન્ની બેગમ : Live At Rekhtaofficial You Tube Release 22 / 3 / 2014 : :

https://youtu.be/YbZQ2CLMTLI?si=Ozp68-XVAFxDI0-F

9 . સ્વર : અલી રઝા : From Album virsa Heritage Revive : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અલી રઝા : : gaane-shaane You Tube Release 30 / 3 / 2016 : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : :

https://youtu.be/0AtzYBWzTmI?si=8WHOIIzaeshPb4D3

10 . સ્વર : સાક્ષી તનેજા : : સ્વરાંકન : સાક્ષી તનેજા : : સંગીત નિયોજન : રેખતા : : Live : jashneRekhtaOfficial You Tube Release 20 / 5 / 2023 : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : :

https://youtu.be/DqF72mKuFYs?si=T9WgK59OPbhrrs0K

મેરે હમનફસ મેરે હમનવા : શકીલ બદાયુંની : Celebrating The Poet Shakeel Badayuni ‘s 110 Th Birth Anniversary On August 3 , 2026 : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . 

Mere humnafas mere humnava/ मेरे हमनफ़स मेरे हमनवा मुझे दोस्त बनके दग़ा न दे
मेरे हमनफ़स मेरे हमनवा मुझे दोस्त बनके दग़ा न दे
मैं हूँ दर्द-ए-इश्क़ में जाँबलब, मुझे ज़िन्दगी की दुआ न दे

(हमनफ़स = मित्र), (हमनवा = साथी), (जाँबलब = मृतप्राय, जिसके प्राण होंटों तक आ गए हों, मरणासन्न)

मेरे दाग़-ए-दिल से है रौशनी, उसी रौशनी से है ज़िन्दगी
मुझे डर है ऐ मेरे चारागर, ये चराग़ तू ही बुझा न दे

(चारागर = चिकित्सक)

मेरा अज़्म इतना बुलंद है कि पराये शोलों का डर नहीं
मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है, ये कहीं चमन को जला न दे

(अज़्म = श्रेष्ठता), (आतिश-ए-गुल = गुलाब/ फूल की आग)

मुझे छोड़ दे मेरे हाल पर, तेरा क्या भरोसा है चारागर
ये तेरी नवाज़िश-ए-मुख़्तसर, मेरा दर्द और बढ़ा न दे

(नवाज़िश-ए-मुख़्तसर = छोटी सी मेहरबानी)

वो उठे हैं ले के ख़ुम-ओ-सुबू, अरे ओ ‘शकील’ कहाँ है तू
तेरा जाम लेने को बज़्म में कोई और हाथ बढ़ा न दे

(ख़ुम-ओ-सुबू = शराब रखने का पात्र, मटका, घड़ा), (बज़्म = महफ़िल)

-शकील बदायूँनी


https://www.youtube.com/watch?v=2qykIOqFrbk

કૃષ્ણ – રાધા : આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા : પ્રિયકાન્ત મણિયાર : ૨૫ જૂન ૨૦૨૬ : ૫૧ મી પૂણ્યતિથી એ પૂણ્ય સ્મરણ : નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ : : કૃષ્ણ ગીત : રાધાજી ના ગીત : :

કૃષ્ણ – રાધા : આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે : પ્રિયકાન્ત મણિયાર : પ્રથમ પ્રકાશિત : કાવ્ય સંગ્રહ : પ્રતીક : ૧૯૫૩ : : પ્રિયકાન્ત મણિયાર  સ્રોત પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 156) સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા : પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
વર્ષ : 2004 : :  આ નભ ઝૂક્યું ( પૃષ્ઠ ૩૧ ) અને કાવ્ય આચમન શ્રેણી : સં. યોગેશ જોષી ઊર્મિલા ઠાકર : એકત્ર ફાઉન્ડેશન

કૃષ્ણ – રાધા : પ્રિયકાન્ત મણિયાર : : સ્વર : નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : : સ્વરાંકન અને સંગીત  : અજીત શેઠ : : સંગીત નિયોજન : અનિલ મોહિલે : : આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા : : ડિજીટલ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ : પુનીત શ્રોતિયા ( Akaive Marcom LLP ) : : નેરેટીવ લિરીકસ વિડીયો : નિર્માણ અને યુ ટ્યુબ પ્રસ્તુતિ ૨૫ જૂન , ૨૦૨૬ : ફાલ્ગુની શેઠ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/mYReaqXI7oA?si=NFnn0XftjJyud2Ni

કૃષ્ણ – રાધા : પ્રિયકાન્ત મણિયાર ( જન્મ ‌: ૨૪ જાન્યુઆરી , ૧૯૨૭ , વિરમગામ , બ્રિટિશ ઈન્ડિયા  — મૃત્યુ ૨૫ જૂન , ૧૯૭૬ ,  ( ઉંમર ૪૯ વર્ષ ) , અમદાવાદ , ગુજરાત , ઈન્ડિયા ) : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : ( ૧ ) : : આ નેણ નથી છે શ્રાવણ : ડો. સુધીર દેસાઈ :  અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા : ( ૨ ) બી : : તમારા નયનમાં .. સંતાઈ જાતાં નહિ વાર લાગે : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : મના : રે ! નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : ( ૪ ) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : ( ૪ ) બ : ઐશ્વર્યા મજમુદાર : ( ૪ ) ક : : રે  ! નયણાં રંગ રૂપાળાં : પિનાકિન ઠાકોર : અલકા યાજ્ઞિક : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) : : નયન મહીં નીંદર નું અંજન : રાજેન્દ્ર શાહ : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : ( ૬ ) : : મારા  નેણ માં સમાવ્યા નંદલાલ ને રે : હરીન્દ્ર દવે : ( ગોપી ગીત/ કૃષ્ણ ગીત ) : ( ૭ ) : : ફાગ : રાજેન્દ્ર શાહ : ( ૮ ) : : નેણ / નયન / નયના / નયણાં ના કાવ્ય ગીત

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર : હરીન્દ્ર દવે : : : :

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી િલયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!

લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં એવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માડું છું હું તો આગળ, ને વળી વળી
પાછળ વંકાઈ રહે ડોક,

આવી ફજેતી ન હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.

— હરીન્દ્ર દવે

આ નેણ નથી છે શ્રાવણ : ડો.  સુધીર દેસાઈ

( ૨ ) એ : આ નેણ નથી છે શ્રાવણ : : સ્વર : અનુરાધા પૌંડવાલ : : કવિ શ્રી સુધીર દેસાઈ : : સ્વરાંકન : રાસબિહારી દેસાઈ : : : :  અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : : : : : : : : : https://youtu.be/vph8ccnDeRs?si=WzGWC7iybgpNeEE3 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૧૮ ,૨૦૨૧ : શ્રાવણ સુદ અગિયારસ : પવિત્રા એકાદશી : :

🌧️🌧️ ( ૨ ) બી : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : : સ્વર : નિશા ઉપાધ્યાય કાપડિયા : : સ્વરાંકન : રાસ બિહારી દેસાઈ ( મુંબઈ  : ઓરિજીનલ  સિંગર : અનુરાધા પૌંડવાલ ) : : recreation સંગીત નિયોજન : પ્રહર વોરા : : નિર્માણ : ગીરીશ ચાંદેગરા : : નેરેટીવ  લિરીકસ વિડીયો પ્રસ્તુતિ : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ : યુ ટ્યુબ રિલીઝ સ. ૩ :૦૦ ૬ / ૩ / ૨૦૨૬ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/inOLQLzR4mQ?si=TW4qUnMBZztV2JsJ

આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ

************************************************ તમારા નયનમાં એક : અવિનાશ વ્યાસ : : : :




તમારા નયનમાં  એક  સ્વપ્નું  થઈને
મને સંતાઈ  જાતાં  નહિ વાર લાગે
તમારા ચરણની  નીચે  કુસુમ થઈને
મને ચગદાઈ જાતાં  નહિ વાર લાગે

આંખેથી પૂછ્યું તે આંખેથી કહેવાની
કરશો નહિ  જો  તમે  મહેરબાની
              તમે  મહેરબાની
તો તમારા કલાપે એક ગજરો થઈને
મને ગૂંથાઈ જાતાં  નહિ વાર લાગે
              નહિ વાર લાગે

મારી જ મહેફીલમાં મારાથી દૂર રહી
નર્તન કરો છો  બીજા  કોઈ  સામે
તમારા આ નૂપુરનું            
તમારા આ નૂપુરનું ઘુંઘરું થઈને મને
બંધાઈ  જાતાં  નહિ   વાર  લાગે
              નહિ વાર લાગે

ચંપો   થઈને   તમારા   ચમનમાં
મનમાં  તમન્ના છે  મહેકી  જવાની
            અરે મહેકી જવાની
પણ તમારા                  
આ  ઘૂંઘટનો એક  નિસાસો  થઈને
મને રૂંધાઈ જાતાં   નહિ વાર લાગે
               નહિ વાર લાગે

અમે  દિલ દીધું  તમે  દિલ  દઈ  દ્યો
નહિ દ્યો તો થાશે શું એ પણ કહી દઉં

કે તમારા આ પાલવનો  છેડો થઈને
મને ચૂંથાઈ  જાતાં  નહિ  વાર લાગે
નહિ  વાર  લાગે  નહિ  વાર લાગે

તમારા નયનમાં  એક  સ્વપ્નું  થઈને
મને સંતાઈ  જાતાં  નહિ વાર લાગે

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો
તમારા નયનમાં એક સ્વપ્નું થઈને

— અવિનાશ વ્યાસ

તમારા નયનમાં .. સંતાઈ જાતાં  નહિ વાર લાગે : અવિનાશ વ્યાસ : : સ્વર  : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ  : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://drive.google.com/file/d/1KEw4OJiFwOw3Qgi1kKbjPi-N5EE76L3Y/view

તમારા નયનમાં .. સંતાઈ જાતાં  નહિ વાર લાગે : અવિનાશ વ્યાસ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

************************************************* રે ! નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત ::

[અનુક્રમણિકા]


રે નયણાં!  મત વરસો, મત વરસો!
રે નયણાં!  વરસીને   શું   કરશો?
રે નયણાં!  મત વરસો, મત વરસો!

આનંદી  અશ્રુ  નહિ  ઝીલે  ગરજુ  જગત અદેખું:
તો  દર્દીલાં   ખારાં  જળનું  ક્યાંથી થાશે  લેખું?
રે નયણાં!  મત વરસો, મત વરસો!         

મીઠાં જળની તરસી દુનિયા ખારાં છો  ક્યાં ખરશો
દુનિયાદારીના  દરિયામાં  અમથાં   ડૂબી  મરશો.
રે નયણાં!  મત વરસો, મત વરસો!         

કોઈ નથી એ જળનું પ્યાસી  ક્યાં જઈને કરગરશો?
રે નયણાં!  મત વરસો, મત વરસો!         

—  વેણીભાઈ પુરોહિત

મના : “કે નયણાં મત વરસો મત વરસો “: વેણીભાઈ પુરોહિત : : સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : LIVE  : : સ્વરાંકન : અજીત મરચન્ટ : : Phonographic Digital Release 3 / 10 / 2023 : કાવ્ય  સંગીત ‌ યુ ટ્યુબ રિલીઝ ૪ / ૧૦ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ohja2ZGkfFc?si=ykbYXqcZRy2APoSu

સ્વર : ક્રિષ્ણા કલ્લે : સ્વરાંકન  : અજીત મરચન્ટ ( ઓરિજીનલ ) : સંગીત : જગજીત સિંહ : : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : : સારેગામા રિલીઝ ૧ / ૧ / ૧૯૬૯ : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૨ / ૧૯૬૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/wy-y9LV0R2E?si=cb7j0Xfcu0WjsIja

સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન ( ઓરિજીનલ  ) : અજીત મરચન્ટ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  
https://drive.google.com/file/d/1jZJSr787dMPnPqQRLMTvS8GlPDc_-ONF/view?usp=drivesdk

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

************************************************ રે નયણાં રંગ રૂપાળાં  : પિનાકિન ઠાકોર : : : :

રે નયણાં રંગ રૂપાળાં
કમલ નહિ, નહિ હરિણ મીન સમ
અનુપમ રસ રઢિયાળાં રે

કાજળના નવ આંજયાં અંજન
તોયે કાળજાં  રંજન રંજન
પલક ગંભીર પલક શા ચંચળ
૫લ નિજ પલક નિરાળાં રે

મીટ માંડતાં સરતાં શમણાં
મીંચુ પોપચાં ઉઘડે નમણાં
અધબીડયાં ખોલ્યાની મધુર૫
મન મોહે મરમાળાં રે

— પિનાકીન ઠાકોર

રે ! નયણાં રંગ રૂપાળાં : પિનાકિન ઠાકોર : : સ્વર : અલકા યાજ્ઞિક : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૧૦ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/UPo8eZS1RAU?si=ja7PggHr1uPZUzdP

રે ! નયણાં રંગ રૂપાળાં : પિનાકિન ઠાકોર : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

*********************************************** નયન મહીં નીંદર નું અંજન : રાજેન્દ્ર શાહ : : : :

નયન મહીં નીંદર નું અંજન  : રાજેન્દ્ર શાહ : : સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : રાસબિહારી દેસાઈ : : આલ્બમ સાયુજ્ય – ૨ : Red Ribbon Entertainment Release on: 2018-04-17 : Rebeat Digital GmbH યુ ટ્યુબ રિલીઝ ૧૭ / ૪ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/4RH5x_dChVM?si=QZgkfM5bCT9To_yM

નયન મહીં નીંદર નું અંજન  : રાજેન્દ્ર શાહ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

*********************************************  V** : :મારા નેણ માં સમાવ્યા નંદલાલ ને રે :હરીન્દ્ર દવે : : : : 


મારા નેણ માં સમાવ્યા નંદલાલ ને રે : ૧૯૬૦ : હરીન્દ્ર દવે : : મૌન  ( ૧૯૬૬ ) કાવ્ય સંગ્રહ : સ્ત્રોત : ચાલ , વરસાદ ની મોસમ છે , પૃષ્ઠ ,૧૨૮ – ૧૨૯ : :

***************************************************** ફાગ  : રાજેન્દ્ર શાહ : : : :

નૈન ભયે પિચકારી,

પલક પલક ભરિ રંગ

ક્હાનપે રહત ઉલટસે ડારી;

સખી, મોરે નૈન ભયે પિચકારી.   મુ.

સરિકુલ વંજુલકુંજ

ફગુહરા મિલિ મહ ફાગ ઉડાયો,

સહુ બિચ ભીંજત શ્યામ

લાલતનુ બન મુહુ મુહુ મુસકાયો,

જાઉં મૈં ગલખંજન પર વારી;

સખી, મોરે નૈન ભયે પિચકારી.   ૧.

કોઈ સકે ન ઉગારી,

મેરે જલ બરસત દૃગ,

ઉનકે મદનઅગનમય કારી,

સખી, મોહે કોઉ સકે ન ઉગારી.    ૨.

આંચલકી કિસ ઠૌર આડ?

જબ જલન કલેજે લાગી,

સાંસકી સંગ બઢત,

અપને સે દૂર જાઉં કહઁ ભાગી?

પલ પલ પિઘલ પિઘલ મેં હારી,

સખી, મોહે કોઉ સકે ન ઉગારી.    ૩.


— રાજેન્દ્ર શાહ
સ્રોતપુસ્તક : કવિતા : ફેબ્રુઆરી – માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 46)
સંપાદક : સુરેશ દલાલ : પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ .

ફાગ : રાજેન્દ્ર શાહ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

******************************************””** X


આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : આસિત દેસાઈ : ( ૧ ) : : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ : સુરેશ દલાલ : માલિની પંડિત & આરતી દવે :  ક્ષેમુ દિવેટીયા : ( સંગીત સુધા ) : ( ૨ ) અ : :  અનાર કઠિયારા અને આરતી મુનશી : ક્ષેમુ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( હસ્તાક્ષર ) : ( ૨ ) બે : : આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં :  મનસુખલાલ ઝવેરી : કૌમુદી મુનશી : નીનુ મઝુમદાર : ( ૩ ) : : આંખોમાં દરિયો થઇ છલકાવુ  હોય : રવીન્દ્ર પારેખ : ( ૪ ) : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : શ્યામલ મુનશી :  શ્યામલ સૌમિલ મુનશી : ( ૫ ) ક : : આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : અમર ભટ્ટ : ( ૫ ) ખ : : મારી  આંખમાં તું વહેલી સવાર સમું પડતી : રમેશ પારેખ : પાર્થિવ ગોહિલ : શ્યામલ સૌમિલ મુનશી ( આલ્બમ હસ્તાક્ષર ) : ( ૬ ) એ : : નિગમ ઉપાધ્યાય : શ્યામલ સૌમિલ મુનશી : સંગીત નિયોજન : કૃણાલ પરમાર : : ( ૬ ) બિ : :  આંખો ના / આંખ્યું ના કાવ્ય ગીત : :

આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ  : : : :

આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.

— સુરેશ દલાલ

આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : : સ્વર  : આસિત દેસાઈ  : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આસિત દેસાઈ : : આલ્બમ : સૂર વૈભવ : Times Music Release  2001-04-30  : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૫ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/inA3Aibobew?si=IiTTIbuOFKxAb_Zb

આંખ તો મારી આથમી રહી : સુરેશ દલાલ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

*********************************************

આંખ્યું ના આંજણ તો ફાગણ નો કેફ : સુરેશ દલાલ : :

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ!
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન
ભૂલીને ભાન ભ વર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન
આંબલિયે બજવે છે કોકિલ બાંસૂરિયા અંતરને ઊંડે ઉછાળ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ…

લૂમઝૂમની મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના
નજરૂને હેરી ને જોયું જરીક….કેવાં ઊંડે પતંગિયા અજંપનાં!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ
સાંવરિયા રમવાને ચાલ…

— સુરેશ દલાલ
સ્વર: માલિની પંડિત- આરતી દવે : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા : : યુ ટ્યુબ રિલીઝ : ૨૮ / ૩ / ૨૦૨૧ : : અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી સાંભળીએ : : : : 

https://youtu.be/kGiXchMkMLU?si=FCXOrVpLRgOjVpXr

આંખ્યું ના આંજણ માં ફાગણ નો કેફ : સુરેશ દલાલ : : સ્વર : અનાર કઠિયારા અને આરતી મુનશી : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા: : સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : આલ્બમ : હસ્તાક્ષર : : Wonderwaves Entertainment : યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૯ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/pilbQTb0L08?si=bI7sc1Wx9wAMOQUJ

આંખ્યું ના આંજણ માં ફાગણ નો કેફ : સુરેશ દલાલ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : : : :

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.

શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.

ઝરમર ઝીલ’તી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચી યે સૃષ્ટિ ભાસી સોલણું, હો જી.

નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણું જ્યારે સામટું, હો જી.

સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.

ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?

–– મનસુખલાલ ઝવેરી

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : : સ્વર : કૌમુદી મુનશી : : સ્વરાંકન અને સંગીત નિર્દેશન : નીનુ મઝુમદાર : : સંગીત નિયોજન/ સંચાલન : સૂર્યકાંત પંચોલી  : ગીત  કૌમુદી ( ગીત સંચય ) : પરીખ પરિવાર સ્મરણાંજલિકા : યુ ટ્યુબ રિલીઝ ૧૩ / ૧૨ / ૨૦૨૧ : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/lYB4jtHOxPU?si=PD7V-esQk4rKjeVY

આંખો અટવાણી જ્યારે વનની વનરાઇમાં : મનસુખલાલ ઝવેરી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* આંખો માં દરિયો થઇ છલકાવુ  હોય : રવીન્દ્ર પારેખ : : : :

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

— રવિન્દ્ર પારેખ

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય અને સહરાની જેમ પછી બળવું પડે : રવિન્દ્ર પારેખ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : : : :

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

––  રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : : સ્વર : શ્યામલ મુનશી : : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : આલ્બમ : હસ્તાક્ષર : શ્યામલ સૌમિલ ઓફિસિયલ : યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૮ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/CTwNefoVOPg?si=J-dBM_C3LRORcOtf

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : : સ્વર : અમર ભટ્ટ : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી .

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ : રમેશ પારેખ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

*********************************************મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી :  રમેશ પારેખ : : : :

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

— રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી :  રમેશ પારેખ : : સ્વર  પાર્થિવ ગોહિલ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ હસ્તાક્ષર : શ્યામલ સૌમિલ યુ ટ્યુબ રિલીઝ ૪ / ૮ / ૨૦૨૫ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/CK1or64RHyU?si=Bou-Y4OL3WTf9NGT

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી :  રમેશ પારેખ : : સ્વર : નિગમ ઉપાધ્યાય : : સ્વરાંકન ( આલ્બમ હસ્તાક્ષર ) : શ્યામલ સૌમિલ મુનશી : : સંગીત નિયોજન : કૃણાલ પરમાર : :નિગમ ઉપાધ્યાય યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૫ / ૨૦૨૬ : : નેરેટીવ લિરીકસ વિડીયો : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : 

https://youtu.be/pIp5c1IUBsw?si=l9DF5JJ4AUo-3ceg

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી :  રમેશ પારેખ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* 

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી : અમર ભટ્ટ : ( ૧ ) : : તારી  નજર થી જિંદગી નો રંગ ફરી ગયો : પિનાકિન ત્રિવેદી : હરિહરન : ( ૩ ) : : કોની નજર પડી.. : ( ગઝલ ) : હરીન્દ્ર દવે : ( ૪ ) : :  તમે પાંપણને પલકારે : હરીન્દ્ર દવે : આસિત દેસાઈ : ( ૫ ) અ : આલાપ દેસાઈ : આસિત દેસાઈ : ( ૫ ) સં : : ( નજરું ( નજર્યું ) નજર ના કાવ્ય / ગીત

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?
અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે?

જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?

કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?

જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,
‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે?

— અદમ ટંકારવી

એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે? : અદમ ટંકારવી : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : આલ્બમ : સમન્વય ( ૨૦૦૯ ) : : પગલાં  વસંતના – અમર ભટ્ટ ના સ્વરાંકનો : કાવ્ય સંગીત : Phonographic Digital યુ ટ્યુબ રિલીઝ ૭ / ૧૨ / ૧૨ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/JOLsKeglv3o?si=rYT3ixBaKjF7UVGx

*********************************************તારી નજરથી જિંદગીનો રંગ ફરી ગયો : પિનાકીન ત્રિવેદી : :

તારી નજરથી જિંદગીનો રંગ ફરી ગયો,
ભવભવની આ મજલનો મારો ઢંગ ફરી ગયો.

ભટકી ભમીભમીને થાકી ગયો’તો ભારી,
આશા મૂકી દીધી’તી, હિંમત ગયો’તો હારી;
ભીતર ને બહાર જામી ઘનઘોર અંધિયારી,
ત્યાં તો વીજલ કડાકે સ્વારી પધારી તારી,
તારો આ ચમત્કાર મને દંગ કરી ગયો. — તારી

જ્યાં કાલિમા હતી ત્યાં શી લાલિમા છવાઈ!
મરુભોમ  જ્યાં હતી ત્યાં નંદનબહાર છાઈ!
જ્યાં મોત નાચતું ત્યાં સંજીવની શી તારી
પલટી રહી બધું આ ચડતી અજબ ખુમારી.
આ સંગમે સંસારનો સૌ સંગ સરી ગયો. — તારી

— પિનાકિન ત્રિવેદી

તારી નજરથી જિંદગીનો રંગ ફરી ગયો : પિનાકીન ત્રિવેદી : : સ્વર  : હરિહરન : : સ્વરાંકન : અજ્ઞાત : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://tahuko.com/?p=21874

તારી નજરથી જિંદગીનો રંગ ફરી ગયો : પિનાકીન ત્રિવેદી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

************************************************ કોની નજર પડી : ગઝલ : : હરીન્દ્ર દવે : : : :

કોની નજર પડી : ઞઝલ :  હરીન્દ્ર દવે : : આસવ કાવ્ય સંગ્રહ : ૧૯૬૧ : : સ્ત્રોત : ચાલ , વરસાદ ની મોસમ છે : પૃષ્ઠ ૪૪ : :

કોની નજર પડી … હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

**********************************************V : : તમે પાંપણ ને પલકારે : : હરીન્દ્ર દવે : : : :

(કે) તમે પાંપણને પલકારે વાત કહી કંઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.

આભાથી / આભથી યે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લહી ગઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.

— હરીન્દ્ર દવે

તમે પાંપણ ને પલકારે વાત કહી કંઈ : હરીન્દ્ર દવે : : સ્વર : આસિત દેસાઈ : સ્વરાંકન અને સંગીત નિયોજન : આસિત દેસાઈ : : આલ્બમ સૂર વૈભવ ( ૨૦૦૧ ) Times Music Release 30 / 4 / 2001 : You Tube Release 3 / 5 / 2023 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/aJzh5GX3oG8?si=Jj9kvt2VTpoOMz7Q

તમે પાંપણ ને પલકારે : હરીન્દ્ર દવે : આસિત દેસાઈ : ઓરિજીનલ રિલીઝ Times Music in Album સૂર વૈભવ ( ૨૦૦૧ ) : : નેરેટીવ લિરીકસ વિડીયો : Swar Eeshwar • स्वर ईश्वर • Girish Prakash : યુ ટ્યુબ રિલીઝ ૧૯ / ૭ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : : 

https://youtu.be/k201FUaGYWk?si=NynXyCRpYnoSfPyo

તમે પાંપણ ને પલકારે હરીન્દ્ર દવે : સ્વર : આલાપ દેસાઈ ( LIVE ) One Stanza  Only : : સ્વરાંકન: આસિત દેસાઈ : : સંગીત : જલસો મ્યુઝિક ટીમ : : jalsomusicapp : You Tube Release 7 / 12 / 2019 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/DCl3FCp_JWo?si=uAn5oA7UMvo5qqLa

તમે પાંપણ ને પલકારે વાત કહી કંઈ : હરીન્દ્ર દવે  : : સ્વર : આલાપ દેસાઈ : સ્વરાંકન  : આસિત દેસાઈ : : સમન્વય ૨૦૦૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://rankaar.com/blog/archives/1106

તમે પાંપણ ને પલકારે વાત કહી કંઈ :  હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

*********************************************  v* : :

નજરું લાગી : હરીન્દ્ર દવે : ( ૧ ) ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ( ૨ ) નિશા ઉપાધ્યાય : આસિત દેસાઈ : : કાંટા ની ભૂલ : નજર્યું ના કાંટા ની ભૂલ મારા વા’લમાં/ વ્હાલમાં : સુરેશ દલાલ : ( ૩ ) વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ( ૪ ) વિભા દેસાઈ ( LIVE : રાસબિહારી દેસાઈ ) : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) હરિતા દેસાઈ  ( LIVE  : જલસો એપ : ( ૬ ) સાવનિ શાહ દિવેટીયા : ( LIVE  ) જલસો : ( ૭ ) શ્રૃતિ સોની ( LIVE : જલસો એપ ) : ( ૮ ) દિપ્તી દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ( ૯ ) નજરું નું વ્હેણ આમ વાળો : ડો. સુધીર દેસાઈ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : Y. S. Mulki : : ( ૧૦ ) શ્યામ નજરું ના વેણ એવા વાગ્યા : ભાસ્કર વોરા : વિભા દેસાઈ : ગૌરાંગ વ્યાસ : :  નજરું(નજર્યું) ના કાવ્ય ગીત : :

નજરું લાગી : હરીન્દ્ર દવે : : : :

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
અમોને નજરું લાગી!

બે પાંપણની વચ્ચેથી

એક સરકી આવી સાપણ

ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,

હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર

નજરના આમ ન તૂટે તાર

અમોને નજરું લાગી!

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,

ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી,

જડને યે આ સૂઝ

તો રહેવું કેમ કરી અણબૂઝ

અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,

આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,

જલતાં તોય ન વાસ

અમોને કેમ ન લાગે પાસ?

અમોને નજરું લાગી!

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કોક,

ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક,

ચિત્ત ન ચોટે ક્યાંય

હવે તો રહ્યુંસહ્યું ના જાય,

અમોને નજરું લાગી!

‘લ્યો, નવું વાળી લઉં પાછી’એમ કહી કો આવ્યું,

નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,

હવે નજરનો ભાર

જીવનનો થઈ બેઠો આધાર.

અમોને નજરું લાગી!

— હરીન્દ્ર દવે
૧૯૫૬
સ્ત્રોત્ર : હયાતી : હરીન્દ્ર દવે : : સ્ત્રોત્ર : ચાલ, વરસાદ ની મોસમ છે, : હરીન્દ્ર દવે : પૃષ્ઠ ૮૮ – ૮૯ : : સ્રોત : પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 362) સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા : પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ‌ , વર્ષ : 2004 .

નજરું લાગી : હરીન્દ્ર દવે : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : :

નજરું લાગી : સોળ સજી શણગાર ગયા  જ્યાં ઘડીક ઘરની બહાર , અમોને નજરું લાગી : હરીન્દ્ર દવે : : સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન : અમર ભટ્ટ : : આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક : : અમર ભટ્ટ : અગસ્ત્ય  ફાઉન્ડેશન પ્રસ્તુતિ : મનનો  રવિવાર , એકાંત નો શણગાર : યુ ટ્યુબ રિલીઝ ૧૫ / ૧૨ / ૨૦૨૪ : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/QAKbiXg7CqM?si=njWcKKvURS2PwCDE

અમોને નજરું લાગી હરીન્દ્ર દવે : સ્વર : નિશા ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આસિત દેસાઈ : : ગુજરાતી ફોકલોર પ્રસ્તુતિ  : યુ ટ્યુબ રિલીઝ ૯ / ૧૦ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/oThmyI4ktIo?si=6tsXugS–53UTBIX

“નજરું લાગી “: હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : એપ્રિલ ૩૦ , ૨૦૨૬ : વૈશાખ સુદ પૂનમ : :

“સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
અમોને નજરું લાગી!

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.” : : મુખડાની પંક્તિઓ : : : :

પહેલી નજર નાં પ્રેમ ( love at first sight ) ની નાયિકાના : રૂપગર્વ ની મગરૂરી , આકાંક્ષા અને ઉલ્લસિત સુખબોધ ( euphoriant effect ) ની ગરજ સારતા એનાં “સોળે સજ્યાં શણગાર ” જાણે કે કહેતાં હતાં ,

Ô, Wanderess, Wanderess
When did you feel your
most euphoric blush ?
Was I the source
of your greatest bliss ?  : : શરમ નો શેરડો લઈ લાલ મોં થઈ ક્યાં રઝળવાના ? તમારા ભવ્ય પરમ સ્વર્ગસુખો ઉદભવ્યાં સોળે સજ્યાં શણગારવામાં !? : : : :

સોળે સજ્યાં શણગાર : : ૧) બિન્દી ૨) સિંદુર ૩) માંગ ટીકો ૪) કાજલ ૫) નથણી ૬) હાર ૭) કર્ણ ફૂલ : બુટ્ટી ૮) મહેંદી ૯) બંગડીઓ ૧૦) બાજુબંધ ૧૧) વીંટી ૧૨) કમરબંધ ૧૩) ઝાંઝર ૧૪) વીંછિયા ૧૫) ગજરો ૧૬) અત્તર

વિચક્ષણ ( sagacious ) નાયિકા સોળે સજ્યા શણગાર લઈ , કંઈ બહું દૂર જાય નહીં . અને  વળી સોળે શણગાર ‘સૌભાગ્ય કાંક્ષિણી’ લગ્ન વધૂ 💒 ના ઈજન કહેવાય. આડી એકવચની ‘નજર’ ના વાંધાજનક , વગોવણી સુધીનાં અનિચ્છનીય પ્રભાવો ને સારી પેઠે જાણે . એટલે “જરીક (જ) ( for awhile ) ઘરની બ્હાર ગયા” હતાં . તોયે પહેલી નજર નો પ્રેમ ( love at first sight happened with her ) થયો ; પણ ખરા દિલથી , દ્રઢતાથી , શાને માને ? ફરિયાદ નોંધાવી. સૌમ્ય , નજાકત ભરી અને માનિની નાયિકા એ શું કહ્યું ? : “અમોને નજરું લાગી.” : અહીં કર્તા ( અમો  ) અને નામ ( નજરું  ) – બંને બહુવચની રહ્યાં. : ત્યાર પછી , ‘પહેલા પ્રેમની કથની’ ( love at first sight ) હંમેશા બને છે એમ ભૂતકાળ માં વર્ણવી. ” બે પાંપણ ની વચ્ચે થી સરકી આવી સાપણ , લજ્જા જગવતા પ્રેમ ની  અથવા ઈર્ષ્યા ની પ્રતીકાત્મક નજર હોઈ શકે છે. પસંદગીના ખુદમુખત્યારપણા  ના વ્હાલાં હક્ક ને “ડંખી ગઈ વરણાગી” તરીકે વર્ગીકૃત કરીને નાયિકા પોતાના સામર્થ્ય ની અસરહીનતા ને સૂઝુપાય થી યુક્તિપૂર્વક રચ્યાં ટુચકાઓ ની કથની દ્વારા છુપાવીને પ્રણયાંકુરો ને ફૂટ્યાં ફાલવા દેતી નથી. : A brainy quote : ” The advantage of Love At First Sight is that It delays a second  sight. — Natalie Clifford Barney. : : : :

“કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર

અમોને નજરું લાગી!”: :નજરું નાં પહેલા ટુચકા ની પંક્તિઓ.

કાંસા ની થાળી – વાટકી – ચમચી પવાલું નો વાસણોનો એક સેટ અખંડ સૌભાગ્યવતી નવોઢા સ્ત્રી ને એના પિયરથી આપવામાં આવે એવો રિવાજ જાણીતો છે. અહીં કવિ શ્રી હરીન્દ્ર દવે કાંસા ની થાળી – વાટકાનો ટુચકો નાયિકા એ ખેલ્યો હતો. કાંસા ની થાળી માં અંગારા મૂકીને તેની ઉપર ઢાંક્યા પછી , થાળીમાં પાણી ભર્યાં બાદ વાટકો “થાળીને સીધો વળગી બેઠો હતો.” ; એવો ચોંટ્યો હતો કે ઉખાડ્યો ઊખડ્યો ન્હોતો . “સજ્જડ લાગી નજરું નાં તાર આમ તૂટયાં ન્હોતાં.” : : : :

“તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
  ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી,

જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ

અમોને નજરું લાગી !”: :નજરું નાં દ્વિતીય ટુચકાની પંક્તિઓ.

તેલમાં બોળાયેલી વાટ દીવાલ ઉપર જઈ ફેંકી ત્યારે જેવાં તેવાં આકારમાં પણ ચપ્પટ ચોંટી નહીં અને ખીલીની જેમ ખોડાઈ ગઈ — વાંકી -ચૂકી નહીં પણ સીધી , ત્યારે સાચું મનાયું કે ખરેખર  , “અમોને નજરું લાગી !”  હતી ! ! : આમ તેલબોળી વાટ જડ હોવાં છતાં સ્પષ્ટ સૂઝ ઊંડી સમજ  ( insight ) , સદ્વિવેક ( good  sense ) સુક્ષ્મ પકડ ( comprehension  )  અને હૈયાઉકલત નું વસ્તુ જ્ઞાન ( resourcing ) દ્વારા “નજરું લાગી” સબબ પહેલી ના ઉકેલ ની ભરોસાપાત્ર ખાતરી આપી શકતી હતી. તો, “રહેવું કેમ કરી અણબૂઝ “: આકતરી રીતે સૂચવેલ અણસારા ને કે ચીંધી સચ્ચાઈ ને ( hint / pointer/ suggestion ) માની શકાય. : : : :

” સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,

જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ?

અમોને નજરું લાગી!”: : નજરું નાં તૃતીય ટુચકાની પંક્તિઓ.

“સાત વખત સુકાં મરચાં નો ઉતારો માથેથી ઉતારી આગમાં હોમ્યો” જે સળગી ગયાં પણ પાસે વાસ કેમ ન આવી !? : ચોક્કસ “નજરું લાગી” હતી.

“ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કોક,
ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક,

ચિત્ત ન ચોટે ક્યાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,

અમોને નજરું લાગી!”: : નજરું નાં ચતુર્થ ટુચકાની પંક્તિઓ.

જાણકાર ભૂવો નાયિકા ને પામી ગયો એટલે એણે યોજેલા  યુક્તિ પૂર્વક ખેલાં માં પડ્યાં વગર છેવટે કહી દીધું કે એ અમારું કામ નહીં. એટલી “આકરી નજરું લાગી” હોવી જોઈએ , નહિંતર  ભૂવાના જંતર મંતર પાછાં પડતાં નથી. ” કયાંય ચિત્ત ન ચોંટે” , ને “રહ્યું સહ્યું ના જાય ” એમાં ભૂવા નું કંઈ કામ નહીં. નજરું લાગી હતી કે નહિ લાગી હતી એ શું હજું ય ના ખબર પડે ? શું થાય જ્યારે નજરું નાં ખેલાં નરી આંખે દેખાતા ન્હોતાં. અને આ તો વળી નારીને સારું કે નારી આંખે વળગેલી નજરું : ‘ભારનજરું’ : એટલે કે ગંભીર રીતની , પ્રભાવશાળી વિચારવંત દ્રષ્ટિ. : :  નાયિકાએ ગંભીરતાથી મનોમન વિચારણા ની કસક પર પોતાની વરણાગીને તરાશી  લીધી હતી; એનેન નજરું નાં ઉતાર જોઈતાં જ ન્હોતાં. એને મનભાવ્યું પ્રિય પાત્ર જવા દેવાનું ન્હોતું; જેને માટે ફરી એકવાર એકબીજા નો સામનો કરવા સારું સન્મુખ થવાનું વલણ યુક્તિપૂર્વક હાથ ધર્યું હતું. : : : :

” ‘લ્યો, નવું વાળી લઉં પાછી’એમ કહી કો આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,

હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.

અમોને નજરું લાગી!” : :નજરું નાં પાંચમા ટુચકાની પંક્તિઓ.

તરહ તરહ ના નજરું નાં ઉતારવાના ટુચકા અજમાવાતા જોઈ સાંભળી ને સૌ લોક થાકી ગયા. નાયિકા પોતાની કેફિયત મનાવી લેવામાં સફળ થઈ લાગે. કારણકે એ પોતે તો જરીક જ બ્હાર ગયેલી. કોઈ ની સાથે વાત સુદ્ધાં થઈ ન્હોતી. નજરું લાગી એ બીના ચોક્કસ સાચી છે જેનાં કોઈ પુરાવા આપવાની જરૂર નથી. નજરું લાગી હોવાનું સૌથી પ્રખર કારણ નાયિકા એ સજ્યાં સોળે સોળ શણગાર સિવાય બીજું કશું નહિ હોય ! ઐહિક સુંદરતા ,નજાકત ભરી સૌમ્યતા ધરાવતી નાયિકા ને મળ્યો ‘ફરિયાદ’ કરવાનો હક્ક ‘પ્રતીતીજન્ય’ છે ઉપરાંત વરણાગી કરવાનો અબાધિત હક્ક અને અધિકાર એને વિશેષ સન્માનિત કરે. “નજરું વાળી લઉં પાછી” કહેતો નાયક રૂબરું થયો ત્યારે પ્રત્યુતર માં જરીક પણ વાર લગાડ્યાં વગર કહ્યું , ” નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,”: આ હતું પહેલા કહ્યું હતું તે “ડંખી ગયેલ વરણાગી” માં મનભાવન દરદ. : ‘પહેલા પ્રેમ ની નિમંત્રિત અભ્યર્થના.’: ” હવે નજર નો ભાર , જીવનનો થઈ બેઠો આધાર , અમોને નજરું લાગી.” : : : :

નાયિકા એ સજ્યાં સોળે શણગાર , સંસ્કારિતા ની મોહકતા ( grace ) , પ્રણાલી ( tradition )  અને નારી ની ઓળખ ( identity ) છે . એણે શણગાર સજીને જરીક બ્હાર જવાથી વસ્તુસ્થિતિ ની સચ્ચાઈ નો સામનો કર્યો હતો જેને માટેની રાખવી પડતી સવિશેષ સજાગતા પણ જાણી. પ્રેમાળ જોડીદાર નો અચાનક થતો ભેટો અને મેળાપ ( love at first sight ) અને પ્રેમની આકર્ષકતા પણ એટલીજ  અપ્રતિમ હોય છે જેમકે સોળે સજ્યાં શણગાર થી રૂપાંતરિત સૌંદર્ય ની મગરૂરી , સરકી જતી ઉતાવળી પળે , માત્ર એક કતરાતી નજરું ના સહજ સ્પર્શ  ( glance ) થી ઓગળી જાય અને અજાણ જણ જીવનનો આધાર બને એને શું  કહીશું ? A Spell cast by a stranger ! OR Catch someone’s spell !! આડી નજર વગોવે અને ‘પહેલા પ્રેમ’ ની “નજરું લાગી”: માનપૂર્વક મળતી ચાહના અને વ્હાલાં વરણાગીપણા સહીત પરમ પ્રેમ ના સચ્ચાઈ ભર્યા સ્વીકાર ની સમજ , કદર અને હર્ષાતિરેક ખુશી આ પ્રેમગીત ના ગુંજન ને એટલી જ નાજુકાઈથી સજાવે છે.

“નજરું લાગી”: હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : એપ્રિલ ૩૦ , ૨૦૨૬ : વૈશાખ સુદ પૂનમ : : : : : : : :

******************************************** 

કાંટાની ભૂલ : સુરેશ દલાલ
સુરેશ દલાલ

નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગઃ ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમાં;

વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

— સુરેશ દલાલ
પ્રેમ
સ્રોત : પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 353) : સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા : પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ , વર્ષ : 2004

કાંટા ની ભૂલ  : નજરું ના કાંટા ની ભૂલ મારા વ્હાલમાં : : સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : કેસેટ આલ્બમ : સંગીત સુધા (  ૧૯૮૪ ) : : નેરેટીવ  વિડીયો : સંગીત સુધા યુ ટ્યુબ રિલીઝ ૩ / ૪ / ૨૦૨૨ : : First time it was sung by Vibha Vaishnav ( Now Vibha Desai ) in the Live program of Kshemoo Divatia’s songs – AA MAAS NA GEETO at Bhartiya Vidhya Bhavan Hall , Mumbai : : Then recorded  in the voice of Vibha Vaishnav ( afterwards  Desai ) By HMV on 78 rpm ⏺️ : : It was sung by her & many other Artists in LIVE Music Programmes . અહીં નીચે ક્લિક કરીને જોઈશું : સાંભળીએ : : : :

https://youtu.be/6BYScy9Qj2U?si=Cwj30QMZx4K9mQY_

નજરું ના કાંટા ની ભૂલ : સુરેશ દલાલ : : સ્વર : વિભા દેસાઈ LIVE : :  સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા  : Accompanying Musicians: Rasbihari Desai (Harmonium), Kunjvihari Nayak (Organ), and Shyamsundar Brahmbhatt (Tabala) : : LIVE : : બિલીપત્ર યુ ટ્યુબ રિલીઝ ૧૭ / ૩ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : :

https://youtu.be/i-pZ2tQsTIw?si=iFcOg4SiWCCjaSii

નજરું ના કાંટા ની ભૂલ : સુરેશ દલાલ : : સ્વર : દિપ્તી દેસાઈ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : સાયબો : : સૂરસાગર મ્યુઝિક ઓરિજીનલ યુ ટ્યુબ રિલીઝ ૬ / ૭ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/xkTbYpM8sbA?si=tz3J1mJxrzQjaZpi

નજર્યું ના કાંટા ની ભૂલ : સુરેશ દલાલ : : સ્વર : હરિતા દેસાઈ :  સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : LIVE : Jalso Live Jamming session : યુ ટ્યુબ રિલીઝ ૩૧ / ૧ ૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : : https://youtu.be/47s7FPc3Qzg?si=22STgN2jq3HEBnNZ

નજર્યું ના કાંટા ની ભૂલ : સુરેશ દલાલ : : સ્વર : સાવનિ શાહ દિવેટીયા : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : કાવ્યસંગીત hits યુ ટ્યુબ રિલીઝ ૧૮ / ૫ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/aWMOSkRJHDQ?si=scxoP52SEJlrE0X1

નજર્યું ના કાંટા ની ભૂલ : સુરેશ દલાલ : : સ્વર : શ્રૃતિ સોની : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : LIVE : Jalso Live Jamming session : યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૧ ૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : :

https://youtu.be/8PghzWOBw2k?si=SPLvpx1RJ6lHUH8x

********************************************* નજરું નું વ્હેણ આમ વાળો : ડો. સુધીર દેસાઈ : : : :

નજરુનું વ્હેણ આમ વાળો… ધસમસતું પૂર ક્યાંક આડે અટવાઈ જશે રૂડી આ ભોમ અહીં ઢાળો…
દૂર દૂર દેખાતી લીલી નાઘેર જેમ આવે કને ન કદી માયા; ટટળાવી રાન રાન લીરા ઉડાડશે ને પીંખાશે રેશમી કાયા. સુધરે ના ભૂલ પછી રોકીલો આગમચ તોફાની તોરનો ચાળો…
પ્રીતિની પાળ પરે ઝંખનાની વાડીમાં શમણાનો નાનો આવાસ; ગીત ગીત ફૂલ ફૂલ ઊડે છે રાતદિન સૂર સૂર સૌરભ ચોપાસ. વ્હાલપના બોલનું માનીને કહેણ તમે આગળ જવાનું આવ ટાળો…=
નજરુંનું વ્હેણ આમ વાળો…

— ડો. સુધીર દેસાઈ

“નજરું નું વ્હેણ આમ વાળો” : ડો. સુધીર દેસાઈ : : સ્વરાંકન : શ્રી અજિત શેઠ : : 🎤 સ્વર:  ફાલ્ગુની શેઠ : : 🎙️ પઠન: શ્રી હરીશ ભીમાણી  : : 🎹 સંગીત નિયોજન: શ્રી વાય. એસ. મુલ્કી
🏢 પ્રસ્તુતિ: સંગીત ભવન ટ્રસ્ટ (નિર્માણ: શ્રીમતી ફાલ્ગુની શેઠ) : યુ ટ્યુબ રિલીઝ ૮ / ૩ / ૨૦૨૬ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :

https://youtu.be/cNXC1GmliBw?si=FIz-HRrKGbSYcZTU

નજરું નું વ્હેણ આમ વાળો : ડો સુધીર દેસાઈ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* શ્યામ, નજરું ના વેણ એવા વાગ્યા : ભાસ્કર વોરા : : : :

શ્યામ , નજરું ના વેણ એવા વાગ્યા : ભાસ્કર વોરા

શ્યામ , નજરું ના વેણ એવા વાગ્યા કે વેદના માં મળી ગયું વ્હાલ : ભાસ્કર વોરા : : સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : :  બિલીપત્ર યુ ટ્યુબ રિલીઝ  ૧૦ / ૯ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને યુ ટ્યુબ મ્યુઝિક લિરીકસ વિડીયો જોઈશું , સાંભળીએ :

https://music.youtube.com/watch?v=4rcTtrzKLvg&si=up4aPmyJTkV8flr6

https://youtu.be/4rcTtrzKLvg?si=go-ZYcWYWJePX3kW

શ્યામ , નજરું ના વેણ એવા વાગ્યા કે વેદના માં મળી ગયું વ્હાલ : ભાસ્કર વોરા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ . . .

આવશો ના આવશો ના .. . એકલો મને મૂકજો બધાં , સાથ વના : પિનાકીન ત્રિવેદી : ( ૧ ) : : EKA ( Alone ) Bengoli Patriotic song : Ekla Chalo Re : Rabindranath Tagore : Shreya Ghoshal : ( 2 ) A : : Ekla Chalo Re : Kishore Kumar : ( 2 ) B : : Teri Awaaz pe Yadi koi na aaye to Ekla Chalo Re : Hindi Version: Rabindranath Tagore : Manna Dey : ( 3 ) C : : Ekla Chalo Re : Mitali Ghosh, Bulu Ghosh & BIMMA Chorus : ( 3 ) D : : એકલતા નાં / એકલાંપણાં નાં / એકાંત નાં કાવ્ય ગીત : :

ધૂમ ગોટેગોટ ઊડતા છોને         
         ભીતર-બાહિર , તોય દયા કોઈ લાવશો ના.  મહેલ બગીચા ભડભડતી ઝાળે તોય દિલાસાવેણ તમે કોઈ ક્‌હાવશો ના. : એકલો મને  મૂકજો બધાં : રાખ સ્મરણમાં રાખશો ના આંગણે મારે આગ લાગી ભલે નીર બૂઝાવવા લાવશો ના, આવશો ના . આવશો ના .          

આવશો ના આવશો ના : પિનાકીન ત્રિવેદી : : : :

આવશો ના આવશો ના            
             આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે     
નીર બુઝાવવા લાવશો ના          
             આવશો ના આવશો ના

ધૂમ ગોટેગોટ ઊડતા છોને         
         ભીતર-બાહિર આવરે જોને
ધૂમ ગોટેગોટ ઊડતા છોને         
         ભીતર-બાહિર આવરે જોને

તોય દયા કોઈ લાવશો ના          
આવશો ના આવશો ના            
             આવશો ના આવશો ના

જીવજતને જાળવ્યા મારા            
મહેલ બગીચા મોટા                 
આજ તૂટે ભડભડતી ઝાળે          
                     જેમ ફૂટે પરપોટા
તોય દિલાસાવેણ                    
તમે કોઈ ક્‌હાવશો ના               
             આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે     
નીર બૂઝાવવા લાવશો ના          
             આવશો ના આવશો ના

સંકટની રણભેરીએ                 
મારાં ચેતન ઝબકી જાગે            
                   ઘન ઘેરાં એ ત્યાગે
તેજ  પતાકે   તિમિરના             
ઘન ઘોર મહાદૂર ભાગે             
ઉરને   નિરવ  અંતઃપુરે            
                 આજ  પગરવ લાગે

એકલો મને  મૂકજો બધા, સાથ વના
             કોઈ ન થાશો સાથ ફના
શેષ રહે રાખ તેય                  
સ્મરણમાં રાખશો ના               
             આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે     
નીર બૂઝાવવા લાવશો ના          
             આવશો ના આવશો ના
— પિનાકીન ત્રિવેદી


અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ , બંગાળી લોકગીત ના ઢાળ માં : સ્વર : પિનાકીન ત્રિવેદી

https://drive.google.com/file/d/1kkFwUVzEmX9rX4rallAfNbNxTUmG3RX5/view?usp=drivesdk

એકલતાની લાગણી અને એકલાંપણું સ્વેચ્છાએ સ્વીકાર્ય એકાંત થી ભિન્નપણે , અનિચ્છનીય પસંદગી ની સ્થિતિનાં અનુભવ કહેવાં પડે જે ઘણીવાર ત્યારે થાય છે જ્યારે મનોવૈજ્ઞાનિક અવરોધો, ભૂતકાળના આઘાત અથવા પરિસ્થિતિગત ફેરફારો , અર્થપૂર્ણ જોડાણો બનાવવાનું અને જાળવવાનું મુશ્કેલ બનાવે છે. જ્યારે વ્યક્તિને ઉર્જા પુનઃસ્થાપિત કરવાની, વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાની જરૂર હોય ત્યારે , વ્યક્તિ એકલા રહેવાનો ઇરાદો ધરાવે છે. ( એકાંતના સ્વસ્થ અર્થમાં ) : આ પ્રકારના નવીકરણ અને આત્મસ્થાપન માટેની , સ્વમતાગ્રહી સુધાર આધારિત પસંદગી કરી લેવા તેણે જાણી સમજીને , એકાંત શોધીને એકલાં રહેવું જોઈએ. : સામાજિક માંગણીઓ અને ગૂંચવણભરી સંડોવણી માં લપેટનારી ઉત્તેજનાથી દુનિયાની ભાંજગડ માં સંકળાયા અને વગોવાયા હોઈએ તેનાં કરતાં તેનાંથી  “મહાદૂર ભાગી” ને, કિંમતી સમય બચાવી એકાંતચારી વિરામ દરમ્યાન , જટિલ પ્રશ્ર્નો તથા લાગણીઓ પર જરુરી નિર્ણયગામી ( inductive ) નિષ્કર્ષ /તારણ /સારાંશ પ્રેરિત જીવનપંથ પ્રાપ્ત કરવાનાં ઈરાદા અને પ્રયત્ન નું સૂચન , કવિ શ્રી પિનાકીન ત્રિવેદી ના ” આવશો ના આવશો ના” કાવ્ય ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જોવાથી  નિરનિરાળું સાનંદાશ્ચર્ય થાય છે. અહીં કવિએ કહ્યું છે :

“આંગણે મારે આગ લાગી ભલે     
નીર બુઝાવવા લાવશો ના          
             આવશો ના આવશો ના”

“ધૂમ” એટલેકે ઘૂમાડો : જેનાં “ગોટેગોટ” એટલે કે ધૂમાડા ના ગૂંછળાં ,  ઊડી ઊડીને , “ભીતર બાહિર “/ અંદર – બહાર : ચોપાસે આવરી લેતાં ઘેરી વળે , વીંટી વળે અને શ્વાસાવરોધ ની ગુંગળાવતી ગભરામણ ને અકળામણ થાય : કહેવું છે : ધૂમમય  ધૂમરૂંધી આચ્છાદન થી વીંટાઈ ને,  રંગાઈ ને , બદલાતી હયાતી નું પરિવર્તિત ધૂમડું સુવાંગી પણ  ‘દયનીય’ સ્વરૂપ જોવા જેવું હોય , ખરું ને ! : ત્યારે કવિએ કહ્યું છે ,

ધૂમ ગોટેગોટ ઊડતા છોને         
         ભીતર-બાહિર આવરે જોને
ધૂમ ગોટેગોટ ઊડતા છોને         
         ભીતર-બાહિર આવરે જોને

તોય દયા કોઈ લાવશો ના          
આવશો ના આવશો ના            
             આવશો ના આવશો ના

જ્યાંથી જ્વાળા નહિ નીકળે અને માત્ર ધૂમ્રાગ્નિ ની ભૂખરું ધૂમડું રંગનાં ધૂમાડાંનાં ગોટેગોટા નીકળે એ જોઈને કરુણ ભાવે અનુકંપા ઉપજે , ક્યમ કરીને દુઃખ દૂર થાય ? એવી પૃચ્છા કરતી સહાનુભૂતિ દાખવી મળવાનું મન થાય. એ સમજનાર ‘જાણીઅલ’ કવિ ‘મના'( વેણીભાઈ  ) કરતી સૂચના આપી શકે છે. તેથી કહ્યું છે, ” તોય દયા કોઈ લાવશો ના , આવશો ના , આવશો ના.”. “આંગણે મારે આગ લાગી ભલે     
નીર બુઝાવવા લાવશો ના ,  આવશો ના આવશો ના”

જીવના જતને બગીચા સાથેના મોટા મહેલ બંધાવ્યાં ; જે આજે લાગી આગથી પરપોટા  ફૂટે એમ જોરશોરથી તૂટી રહ્યાં છે . અંતરંગી સહ્રદયી ‘રસિકડાં’ ( નર્મદ ) જન ,  વખતે ખરખરો કરવા / દિલસોજી ભર્યા સહાનુભૂતિ નાં વેણ / દિલાસા નાં વેણ વચન કહાવે ને વળી ઉત્સાહથી જાતે ય ધસી આવે. એ સમજનાર  જ્ઞાની કવિ દોડાદોડી ને મના કરતી સૂચના આપી શકે છે. તેથી કહ્યું છે, “તોય દિલાસાવેણ તમે કોઈ ક્‌હાવશો ના , આવશો ના આવશો ના.” : : કવિએ  અહીં, પૃથ્વી તત્ત્વો નાં પ્રતિનિધિ રૂપ ધૂમાડા ને ઉર્ધ્વગામી આકાશી અધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડી શકાતાં સંદેશવાહક પુલ તરીકે :  transition between the material and spiritual realms :  તરીકે જોવાં ની સંક્રમિત સંરચના નું ચિત્ર સ્પષ્ટ કરી આપ્યું છે. ધૂમ્રાગ્નિની આડપેદાશ તરીકે, તે ઘણીવાર શુદ્ધિકરણ, પ્રાર્થનાઓ‌ નું વહન અને જીવનની અસ્થાયીતા નું પ્રતિનિધિત્વ કરે છે. ભૂખરો /ધુમડું રંગ  તટસ્થ, સ્થિર ઊર્જા અથવા રાહ જોવાના સમયગાળા , ઊર્ધ્વગામી પ્રતિબિંબ અને છુપાયેલા ઊંડાણો‌ નું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં, તે દિવ્યતાના રહસ્યમય, અલૌકિક સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આથી દૈવિક પ્રાર્થનાઓ દરમિયાન ધૂપ અને ધૂપસળી ની ધૂમ્ર સેર ક્ષણિક પળોમાં ઊર્ધ્વતા નો અધ્યાત્મિક અનુભવ કરાવે છે. તિબેટીયન બૌદ્ધ ધર્મ ધુમાડાના રંગ ને દુઃખ અને જ્ઞાનની જટિલતાઓને પ્રકાશિત કરવાની વિભાવના સાથે જુવે છે. ( વૈદિક જ્યોતિષમાં, ધુમાડા નો રંગ ધૂળ-તોફાનના રંગ સાથે જોડ્યો હોય છે, જે દુઃખ અને પ્રતિકૂળતાના સમયગાળા નું પ્રતીક છે. )  : :  દ્વિતીય  અંતરા માં નિર્દેશિત “પરપોટો” : ખોટાં અને ખાલી દેખાવ નાં પ્રતિનિધિ રૂપ ‘ભ્રમ’ ને સૂચવે છે. કવિએ કહ્યું છે , : “આજ તૂટે ભડભડતી ઝાળે જેમ ફૂટે પરપોટા” : એ રૂઢિપ્રયોગ ‘ખોટાં  આડંબર ખુલ્લાં  પડી રહ્યાં’ નાં  સ્વાનુભવ સૂચવે છે. જે ભરમ સેવ્યાં હતા તે તૂટી  જવા પામે. : એકાંત  સાધનાથી ચરિતાર્થ સ્વચિંતન આત્મનિરીક્ષણ માટે જગ્યા મળે , જેથી વધુ આત્મ-જાગૃતિ , સ્વ-સ્વીકૃતિ અને વ્યક્તિગત વિકાસ થાય છે. શાંત વાતાવરણમાં સર્જનાત્મક શક્તિ બહાર આવે છે, જેમાં કોઈ વિક્ષેપ નથી હોતો. ઊંડા વિચાર દાર્શનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ દોરી જઇ શકે. કવિએ એકાંત પસંદ કરીને સ્વાયત્તતા નો અભ્યાસ આદર્યો છે  જે એમને પોતાની શરતો પર જીવવા, સમાધાન વિના નિર્ણયો લેવા અને સામાજિક દબાણથી મુક્ત પોતાનું અધિકૃત  ‘સ્વત્ત્વ’  પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. વ્યક્તિ નું ચિત્ર, ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જોવાથી , નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય. ‌: :  ગીત ના મૂખડા ની  જેમ  પ્રથમ અને દ્વિતીય અંતરા ની પંક્તિઓ માં નિર્દેશિત ધૂમાગ્નિ અને તેમાંથી બહાર આવતો ધુમાડો , કવિએ ધારેલાં અને આદરેલાં આત્મસ્થાપન માટેના શ્રદ્ધેય પરિવર્તનની દૃશ્યમાન , ક્ષણિક આધ્યાત્મિક પ્રક્રિયાનું , પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં એકાંતે તપશ્ચર્યા માટે માત્ર ધૂમાડો પીનાર તપસ્વી તરીકે નું : ‘ધૂમપ’ વ્યક્તિ નું ચિત્ર, ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જોવાથી , નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય છે. : : : :

“સંકટની રણભેરીએ                 
મારાં ચેતન ઝબકી જાગે            
                   ઘન ઘેરાં એ ત્યાગે
તેજ  પતાકે   તિમિરના             
ઘન ઘોર મહાદૂર ભાગે             
ઉરને   નિરવ  અંતઃપુરે            
                 આજ  પગરવ લાગે”  : :

તૃતીય અંતરામાં  દુઃખદાયી આપત્તિ  વિપત્તિ , તાણ કષ્ટ નાં  ઉત્પાત , યુદ્ધારૂઢ થઈ ને રણભેરી જેવા યુદ્ધ ના વાદ્યનો શંખનાદ સંભળાય ત્યારે ઝબકીને જાગ્યાં ચેતન ( Consciousness ) વિશે કહેતાં કવિએ પ્રાણશક્તિ નાં સંચાર થતાં પંચમહાભૂતોમાં નું એક અગ્નિ તત્ત્વ તે : તેજ / તેજસ નાં પ્રભાવથી , ઓજસ્વી કિરણોનાં ઝળહળાટથી , જીવાત્મા ની / પ્રાણ શક્તિ ની પતાકા પથરાતા , કેવી રીતે અજ્ઞાનરૂપ  તિમિરના/ અંધકારના “ઘનઘોર ( કાળાં વાદળાં થી આચ્છાદિત અનિષ્ટો ) મહાદૂર ભાગે” તે સમજતાં કહ્યું છે, “ઉરને નિરવ અંતઃપુરે‌ આજ પગરવ લાગે”:  આપોઆપ સહજ રીતે ,એની મેળે ,સ્હેજ સ્હેજ નીરવપદઘોષ ‘આવનાવાજ’ : પ્રભુ નો આવવાંનો પદરવ , એ પગરવ . . .  . અહીં ‘પદધ્વનિ’ અને પ્રાણશક્તિ ના ઓજસ્વી “તેજ” નું  : પ્રભુના જરીક સુણેલા ઉષ્ણસ્પર્શી તેજસ્ત્વ નું સમાનાધિકરણ થયું છે, જે તદ્દન શાંત કવિ હ્દય ના , “ઉરને અંતઃપુરે” થતી પરિણામિક અત્યંત સુખદ અનુભૂતિ છે . ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું  ‘જ્ઞાનદીપ્તિ’ (જ્ઞાન  મળ્યાં ની ઉજ્જવલ સ્થિતિ ) નું  નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય છે. : : : :

” એકલો મને  મૂકજો બધા, સાથ વના
             કોઈ ન થાશો સાથ ફના : : : : ચતુર્થ અંતરામાં,
આપોઆપ સહજ રીતે ,એની મેળે ,સ્હેજ સ્હેજ નીરવપદઘોષ ‘આવનાવાજ’ : પ્રભુ નો આવવાંનો પદરવ , એ પગરવ સુણાયા બાદ અને પંથકમાં જ્ઞાનદીપ્તિ નાં એ જ માર્ગે આગળ અને આગળ વધતાં રહીને ફના થઈ જવાં સુધી, જીવનના અંત સુધી કોઈ નાં પણ સાથ વિના, એકાંતચારી ચિંતન મનન અને સાધના માટે કવિ ની આજીવન પ્રતિબધ્ધતા સુપેરે વ્યક્ત કરતાં કહ્યું છે        ” શેષ રહે રાખ તેય                  
સ્મરણમાં રાખશો ના               
             આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે     
નીર બૂઝાવવા લાવશો ના          
             આવશો ના આવશો ના “

ગીતના સૂરના રૂપમાં ઉભરી આવતો જ્ઞાન પ્રાપ્તિનો જુસ્સો, ભક્તિ અને જિજ્ઞાસા: જ્ઞાનલક્ષી વ્યક્તિ ‘જ્ઞાનતૃષા’નું અટલ દાર્શનિક ચિત્ર આનંદ અને આશ્ચર્ય સાથે રજૂ કરવામાં આવ્યું “આવશો ના આવશો ના”  કાવ્ય ગીત : પિનાકિન ત્રિવેદી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :


“જાન્યુઆરી  ૧૫ ૨૦૨૬ , Updated August 15, 2026: : : : Happy Independent Day.

*********************************************

Ravindranath Tagore ( Born
7 May 1861 : British
Jorasanko Thakur Bari, India Calcutta, Bengal Presidency, British India (present-day Kolkata, West Bengal, India) ) — Died
7 August 1941 (aged 80)
Jorasanko Thakur Bari, Bengal Presidency, British India. Poet novelist playwright essayist composerpainter philosopher social reformer educationist linguist grammarian : : Notable work
GitanjaliGhare-BaireBharoto Bhagyo BidhataGoraJana Gana ManaRabindra SangeetAmar Shonar Bangla(other works) : : Awards
Nobel Prize in Literature
(1913)
બંગભંગ ચળવળ ( ૧૯૦૫ ) ની વિરોધ યાત્રા.

: :  : :  : : એકલો જાને રે : રવિન્દ્રનાથ ટાગોર : મહાદેવ દેસાઈ તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …


જયારે કોઈ મુખ ના ખોલેઓ રે ઓ રે ઓ અભાગી ! કોઈ મુખ ના ખોલે જયારે સૌ કોઈ બેસે મુખ ફેરવી; ભયથી કાંઈ ના બોલે ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારા મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …


જયારે સૌએ પાછાં જાય,ઓરે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …


જયારે દીવો ન ધરે કોઇ,ઓ રે ઓ રે ઓ અભાગી !
દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે, તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …
—  રવીન્દ્રનાથ ટાગોર


સમગેય અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ LIVE : ચોપાટી , મુંબઈ સ્થળે ભારતીય વિદ્યા ભવન આયોજિત , ગાંધી સાર્ધ શતાબ્દી વર્ષ ૨૦૧૯ કાર્યક્રમમાંની રજુઆત અહીં નીચે ક્લિક કરીને જોઈશું /  સાંભળીએ : : : :

https://youtu.be/ZsQo8gg8Yu4?si=38AsdMRhkLHo0M5o

એકલો જાને રે : રવિન્દ્રનાથ ટાગોર :  મહાદેવ દેસાઈ : : સ્વર : મયુર ચૌહાણ : નેરેટીવ લિરીકસ વિડીયો : : બંગાળી સ્વરાંકન અને સંગીત નિયોજન રવિન્દ્રનાથ ટાગોર : : સમગેય ગુજરાતી સ્વરાંકન : ટ્રેડિશનલ : : સંગીત નિયોજન : હર્ષલ અને કદમ શર્મા : : રિધમ : પ્રભાકર મોરે : : રેકોર્ડિંગ : કોટેચા ODB સ્ટૂડિયો : : Red Ribbon Release 2 / 12 / 2020 : : યુ ટ્યુબ રિલીઝ ૫ / ૫ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :

https://youtu.be/uASZ-o609Eo?si=FgozwlLbYJoG5Jqo

ssgujarateducation Release Video Song For Std 6 gujarati ch 18 Textbook  Students : Aeklo jane re kavya  : : સ્વર , સ્વરાંકન સંગીત : અજાણ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/ZUm_d3CoPCw?si=VLSJWoDrbAXwZGGT

એકલો જાને રે : રવિન્દ્રનાથ ટાગોર :  મહાદેવ દેસાઈ  :: :: :: ::  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :

રવિન્દ્રનાથ ટાગોર નું ” એકલો જાને રે ! : બાંગ્લા શીર્ષક ” એકલા ચાલો રે !” Ekla Chalo Re” (একলা চলো রে) : હાકલ ના બૂલંદ અવાજ માં કરેલો પડકારો : જે સાંભળનાર માણસ તેજી માં આવી ને જાણે કે આગળ ધકેલાય એવો સાદ જન્માવે છે . : ધૈર્ય અને હિંમત  ( courage ) , સ્વાશ્રય અને આત્મ નિર્ભરતા ( self-reliance ) , નિતીમત્તા ને લગતી ખાતરી ( moral conviction ) , ખંતપૂર્વક ના પ્રયાસ ( perseverance )  : આ બધાં સદ્ગુણો ની ઝલક એક ગીત  ના ગાન રૂપે દરેક સમયે , દરેક જણ માટે અને લોક સમુદાય માટે પ્રેરણાદાયી બની રહે . :  ઈ.સ.૧૯૦૫ ના પ.બંગાળ અને પૂર્વ બંગાળ ના બ્રિટિશ ગવર્નર લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવેલા ભાગલાં ના વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવા માટે જનમાનસ ને જગાડનાર દેશગાન , ભારતભરમાં લોકભોગ્ય ભાવ ગીત તરીકે : “એકલો જાને રે ! ” : શબ્દોથી ઐતિહાસિક રીતે જડાયેલું રહ્યું છે . : એનો અર્થ એ ન્હોતો કે ‘અન્યને નકારવાના’ હતાં  , અથવા ‘એકલુ રહેવા નું’. ટાગોરે  સાચા માર્ગ પર ચાલતા રહેવાનું કહ્યું છે, ભલે કોઈ  ટેકો ન આપે, ન સમજે ; સાથ ન આપે કે પ્રોત્સાહિત ન કરે . : : : :

“તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! –”મુખડું : 🌿 INTRO :

સાદ કરો અને તેનો પડકાર અવાજ સુણી ને કોઈ ન આવે : જવાબ ના આપે તો ધાર્યું : સાધેલું : આદરેલું કાર્ય પાર પાડવા માટે ‘એકલા ચાલો’ . અનિશ્ચિત ચૂપકીદી પ્રત્યુતર ન્હોય પણ નકાર થયો એમ સમજાવે . કોઈ ને કોઈ જોડાય તેવી અપીલ પર માત્ર આધાર રાખવાની આશા કે નિર્ણય , મોડું કરાવે તો તે પછીથી ભારે પડે. “હાકલ” નો અર્થ : સત્ય, ન્યાય, સ્વતંત્રતા, ભલાઈ, હિંમત અથવા ઉમદા હેતુ માટે કરેલો સાદ : અવાજ : “હાક” : હોઈ શકે :”એકલો જાને રે ” નો અર્થ એ છે કે ધાર્યાં કાર્યો પાછળ નું પ્રયોજન અને તેને હાંસલ કરવાનો ઉદ્દેશ છોડી દેવાનાં નથી માત્ર એ કારણસર કે અન્ય લોકો , તમારા સંકલ્પ સાહસ માં જોડાઈ ગયા નથી. હેતુ સિદ્ધી , ટેકો આપનાર લોકો ની સંખ્યા દ્વારા નિર્મિત થાય નહીં . અંતઃસ્થ બળ પ્રમાણિત આદર્શ ઉપર કાર્ય સિદ્ધિ હાંસલ કરી આપવા અનુકૂળ માર્ગ નિર્ધારિત કરી આપવામાં , સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે . સ્વતંત્રપણે નૈતિક ટેકો ઈચ્છનાર ખરા ભાવવાળી , મનનીય અને વિસ્તૃત અસર જન્માવતી હાકલ કરવાની પહેલ કરે  એમ થવું જોઈએ . : : : :

“જયારે કોઈ મુખ ના ખોલેઓ રે ઓ રે ઓ અભાગી ! કોઈ મુખ ના ખોલે જયારે સૌ કોઈ બેસે મુખ ફેરવી; ભયથી કાંઈ ના બોલે ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારા મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો … ” :  પ્રથમ અંતરા ની પંક્તિઓ : 🌱 VERSE 1 —

કશુંક કહેવું હોય પણ બોલી શકતા નથી ; સૂચવે કે જાહેર કરે પણ તેને લગતી વાતચીત છુપાવવી પડે જેની કલ્પના કરો કે કયારે ડરીને મૌન રહ્યાં હતાં . ભીરુતા મુશ્કેલ વાસ્તવિકતા નો સામનો કરવા દેતી નથી અને તેને બદલે તેમની સામે મંડાયેલી ચાળો કરતી દિવાલ નો સામનો કરવો પડ્યો હોય અને તેય ઝૂકી ને . શું અને કેમ ખોટું છે તેની જાણ હોવાં છતાં , ભય અને ભીરુતા બોલવા દેતાં નથી .  : : જીવન અનુકૂળ રહે નહીં તેનો ત્રાસ , શરીર ખમે નહીં તેવી વેદના સહેવા નો ત્રાસ , શરણ રક્ષણ વિશે ની પ્રતિકૂળતા નો કે ખાનગી બાબત જાહેર થવા નો ડર , આકસ્મિક નુકસાન નો અંદેશો કે શિથિલ થઈ રહેલી ઇન્દ્રિયો આદિ ઝડપભેર મરણ લાવે તેવી બીક નો ભય : આ પ્રકારના : ડર ભય બીક : ને લગતાં આવી પડનારા :  ત્રાસ પીડા વેદના : બોલતા અટકાવે ; અસમર્થતા લાવે ; અભાગી  બનાવે . ટાગોર કહે છે કે , જ્યારે કોઈ ન બોલે , ડરી ને આડું જુએ ત્યારે ‘ઓ અભાગી , તું એકલો મુક્ત કંઠે તારી પોતાની વાત બોલ.’ :  “હૈયું ખોલી, અરે તું મન મૂકી, તારા મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો … ” :

“ઓ અભાગી ! ” : ‘ અરે તું કમનસીબ! ‘ : તને મળતી રહેલી નિષ્ફળતા અને કંગાળતા , તારા દુર્દૈવી કમનસીબ ની બાબત હતી – એવો વિચાર યોગ્ય રીતે કર્યો કર્યો ન્હોતો . આજે ભલે અભાગી દેખાતો , તું કમનસીબ અને એકલો અટૂલો એકલવાયો જણાય પણ યાદ રહે કે તે બહાદુર બનવું પસંદ કર્યું છે , જ્યારે બીજાં ઘણાં બધાં પીછેહઠ કરીને કોઈ ખૂણે ભરાયા છે ; કારણકે એમને ચૂપ બેસાડી દબાવી દીધાં હતાં . ટાગોર ની આ સહેતુક કહેલી તીખી વક્રોક્તિ નું કાપલું ચોઢ્યું : “અભાગી “:. શબ્દ વાંચી-સૂણી ને , સમસમી ને દેશભૂમિ ના ‘બંગભંગ’ જોયાં કરનારાઓ ની  ચૂપબેસણી ની લાગણી હચમચાવતી કરુણ અભિવ્યક્તિ છે . અંતરાત્મા નો એક અવાજ સૌ લોકો માં જાગૃતિ ફેલાવશે . સત્ય બોલવા હૈયાગરું  ( હિંમતવાન ) નરનારી માટે  : “હૈયું ખોલી”  મુક્ત કંઠે “મનનું ગાણું એકલો ગાને રે ! “: પંક્તિબંધ : ભયાવહ વાતાવરણમાં ચૂપકીદી સેવી રહેનારાઓ માટે , એકલો જણ પ્રદેશ નો અવાજ બનશે . : : : :  માટે ઓ સત્ય વક્તા એકલપંથી અભાગી !  :  તારા સાદ- અવાજ – ગાન  પર  ” કોઈ ન આવે તો એકલો જાને રે ! ” : : : :

“જયારે સૌએ પાછાં જાય,ઓરે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …” : : : : દ્વિતીય અંતરા ની પંક્તિઓ  : : : : 🌾 VERSE 2 —

બૌધિક અને નૈતિક પ્રામાણિકતા નું મૂલ્ય કોઈ એકલા જણ ની સત્યનિષ્ઠા માં હોય ; તેના અવાજ નો પડઘો પાડનાર પ્રજાજનો ની સંખ્યા માં નહીં . “જ્યારે સૌએ પાછાં જાય” : થોડીવાર સાથે રહેલાં સાથીદારો – સૌએ પાછાં ફરી શકે છે , કારણકે અપનાવેલ રસ્તો ખતરનાક લાગ્યો હોય અને છોડવો પડ્યો હોય . ટાગોર કહે છે , : “રણવગડે  નીસરવા ટાણે સૌ ખૂણે સંતાય ” : એટલે કે , ઝાડપાન વગરના નિર્જન ખાલી પંથકમાં ઊપડતા વેરાન ની જેમ ઉજ્જડતા બીક જન્માવે . : ‘રણવખતે’ :  કે ‘રણવેળાએ’ : “નીસરવા ટાણે” : એટલે કે ઉનાળા જેવી પ્રતિકૂળ તાપની દાઝતી વેળાએ સામાન્ય જન બહાર નીકળી પડે નહીં અને : “સૌ ખૂણે સંતાય .”: : : :

“ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ” : પંક્તિબંધ માં આવતી  imagery : “કાંટા રાન” : ઝાડી ઝાંખરાભરી અને કંટકોભરી વગડાની રાહનું પૂર્વોદાહરણ , અરણ્ય જીવનની મુશ્કેલ  રાહસફર – અજાણ્યા અસુરક્ષિત સંઘર્ષ માં આવનારી કઠિનતા અને અનિશ્ચિતતા નું પ્રતિનિધિત્વ કરતી બીજાં સૌને માટે ની ચેતવણીના દાખલારૂપ ( example figure of  hardships in wilderness) આહ્વાન કરી શકે છે . : : ત્યારે સમજુ લોક : “સૌએ પાછાં જાય” : “ઓરે ઓ રે ઓ અભાગી !  સૌએ પાછાં જાય; “: : ત્યારે હિંમતે મર્દાવાન  : ‘કાંટારખું’ : નીડર નિર્ભય ખડતલ બેધડક , રણવીર  બનીને તું કંટકો ભોંકાતી રાહે , બહાદુરી થી , દુઃખો અને પીડા સહન  કરતાં કરતાં એકલો ચાલી નીકળ ! : કંટકો ભરી રાહ એટલી પીડાકારક બનેલી છે કે એ રાહે ચાલનાર લોહીથી ચિહ્નિત કરે .
: “તારા પગ નીચે આવતાં કાંટાઓ કચડી નાખ ! “: ટાગોર કહે છે , “Trample the thorns under thy tread” : અહીં  કાંટા દર્શાવે છે : અવરોધો, દુઃખ, અસ્વીકાર, નિરાશા, બલિદાન, ભય , કઠિનતા . ટાગોર  જવાબ માં સરળ રસ્તાનું વચન આપતા નથી. તેના બદલે, તે આપણને રક્તરંજિત રાહે એકલા ચાલી નીકળવાનું કહે છે ; ઘા ખમવા નું કહે છે . : કર્તવ્યાનુરક્ત પંથ છોડી જનારા સાથીઓ નું પલાયન  થંભાવવા ને બદલે રાહબરી માં જોશ ભરશે . પીડાકારક રાહે પથિક પાસે બલિદાન ની માંગ કરી છે . : બીકાઘાત ના પ્રહારો ની ઘાંચ ઝેલવાની ઘડી આવી છે . : સામર્થ્ય  બક્ષતા આવા જવાબ માં નિરાશા નથી ; કાંટારખું બહાદુરી દાખવવાની છે . બીજાં ઘણાં લોકો માટે દ્રષ્ટાંત પુરું પાડવાનું કામ શરું કરવાનું છે . માટે ભાઈ તું જલદી કર , દોટ મુક , હડી કાઢ : “ધા ને રે !”:  લોહી  લોહી થઈ ગયેલાં ચરણે એકલો ધા ને રે ! : કહ્યું છે , :

: “કાંટા રાને” : ” લોહી નીગળતે ચરણે ભાઈ એકલો ઘા ને રે ! – તારી જો …”: : : :

” જયારે દીવો ન ધરે કોઇ,ઓ રે ઓ રે ઓ અભાગી !
દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે, તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …” : : : : :  તૃતીય અંતરાની પંક્તિઓ  : : : : : ⚡ VERSE 3 —

“ઘનઘેરી તોફાની રાત” : મૂંઝવણ, ખતરો, નિરાશા, અનિશ્ચિતતા, વીસમી સદીની શરૂઆતમાં પ્રવર્તમાન બંગાળી સમાજ નાં નૈતિક અંધકાર : ના પ્રતીકરૂપ વાદળોથી આચ્છાદિત ગમગીની ભરી તોફાની રાત , અંધારાં ના ગૂઢ અગમ્ય સ્વરૂપે તીવ્રતા થી , કંટકો ભરી રાહ પર એકલા ચાલી નીકળેલા : દેશદાઝ ને સમર્પિત હિંમતવાન રાહબર ની સામે આવે , ત્યારે રાહ મુકામ બતાવવા સારું , એકાદ ઘરમાંથી કોઇ એક જણ પણ બહાર આવીને દીવો ન ધરે , અને તેને બદલે , એકલપંડે ચાલી આવેલા સાહસિક પથિક ને જોઈ ઘરના દ્વાર વાસે તો સચ્ચાઈ ભર્યાં પંથ પર ચોક્કસપણે ચાલતા રહેવા માટે પથિકે પોતાને માટે માર્ગદર્શક પ્રકાશ નું નિર્માણ જાતે કરવું પડશે . જેને માટે , ટાગોર કહે છે એમ : “આભની વીજે સળગી જઇને” :  ખુદને માટે જ નહિ પણ સૌને માટે રાહબરી નો એકલા જણ નો પ્રદીપ્ત દીવો થઇને પૂર્ણ પ્રકાશ રેલાવતાં ચાલતા રહેવું પડશે . : :

પંક્તિબંધ : ” આભની વીજે, તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …” માં ચિત્રિત ભવ્ય રૂપકાત્મક સૂચન દ્વારા સમજાવે છે કે સહન કરેલી પીડાઓ પોતે જ પ્રદીપ્તિની લાય હોય , પ્રાણશક્તિ વિલુપ્ત થવા લાગ્યા વિના સળગી જઇને , પ્રજ્વલિત ઊર્જા , હિંમત અને પ્રકાશમાં પરિવર્તિત થતાં  ચૈતન્યના જોશ જગાવશે . : :  

⚡” આભની વીજ ” : બાહ્ય કડીરૂપ : , પ્રાસંગિક તથ્યો સંયોગ વિગતો ની સવિસ્તરતા અને સાંપત્તિક સ્થિતિ આલેખતી પ્રભાવી : ‘ઘન‌ગર્જના  અથવા મેઘ-ઘોષણા’ ના પ્રતીકરૂપ :  તથા ,  : અંતઃસ્થપણે :  હિંમત આપતી અને પ્રકાશિત કરતી  : ‘દીવા ની જ્યોત ની રોશની’ : નાં પ્રતીકરૂપ બે શક્તિશાળી કુદરતી સ્ત્રોત્ર ને જોડે છે . આમ ડરાવતો બાહરી અંધકાર અંદરૂની જ્વાળા ને જાગૃત કરી શકે છે . : :

“તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! –” પંક્તિબંધ બલિદાન ની ભાવજ્યોત દ્વારા માર્મિક રીતે પ્રેરણાદાયી ઉચ્ચાર્થ રેલાવતો : સારાંશ :  સમજાવે છે કે , : ભલે કોઈ તમને પ્રકાશ ન આપે, તમે પોતે જ પ્રકાશ બનો. : ટાગોર કહે છે : :

🔥 “ જયારે દીવો ન ધરે કોઇ,ઓ રે ઓ રે ઓ અભાગી !
દીવો ન ધરે કોઇ, .. . ત્યારે આભની વીજે, તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …” : : : :

“એકલો જાને રે ” દેશગાન , ધૈર્ય , શૌર્ય , બહાદુરી અને હિંમત નું પ્રેરણાદાયી જ્ઞાનશક્તિ અને દેશદાઝ ને સમર્પિત આવડત નું  આધ્યાત્મિક રીતે સમજણ આપીને દેશવાસીઓ માં સંવર્ધિત સીંચન સૂચવે છે . : બીજા લોકો શું કરે છે ? તૈઓ મૌન રહે છે . બોલતાં ડરે છે . તેઓ તમને છોડીને ઘર ખૂણે સંતાય જશે . ત્યારે  તમારે એકલા એ બોલવું પડે . એકલા ચાલી નીકળવાનું હોય ,ભલે કોઇ સાથી સંગાથી મદદરૂપ થાય નહીં . તમારે કંટકો ભોંકાતી રાહે લહુલુહાણ પગલે પ્રદેશ ની એકતા સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા ના સંરક્ષણ માટે સત્તાધિશો સામે થઇ શકતી ચળવળ – યાત્રા માં પોતાને સારું અને સૌને માટે જોડાવું પડે . માર્ગ દર્શક પ્રકાશ ક્યાંય થી નહિ મળે તો તમારે પ્રકાશનું નિર્માણ જાતે કરવું પડશે . : દેશદાઝ ને સમર્પિત હાકલ કરી ને કોઇ  ન આવે તો હિંમતથી નીડરતાથી એકલા ચાલી નીકળવાનું હોય. જેની આધ્યાત્મિક કેળવણી અને ખીલવણી આવનાર તમામ મુશ્કેલીઓ ના સમયે સંવર્ધિત જોશ નું સીંચન આ ગીત સાંભળનાર – ગાનાર ને હંમેશા ગમતું રહેશે . : : : :

🌺 “એકલો જાને રે ! ” ગીત એકલવાયા બનવાનું અથવા અન્ય લોકો પ્રત્યે ઉદાસીન બનવાનું આમંત્રણ નથી. તે હિંમતવાન બનવા માટે ભીડ પર નિર્ભર ન રહેવાની સલાહ આપે છે. :  “એકલા” નો અર્થ છે : હિંમતમાં એકલા, પરંતુ ભાવનાત્મક રીતે નહીં . :  કાર્યમાં એકલા, પરંતુ માનવતા પ્રત્યે વફાદાર . :  સંગઠિત ચળવળ – યાત્રા ના સંઘર્ષમાં એકલા, પરંતુ અંતરાત્મા સાથે . : કંટકો ભોંકાતી લહુલૉહાણ રાહ પર એકલા કંટકરખું, પરંતુ સત્ય દ્વારા નિર્દેશિત . :
આ ભેદ આવશ્યક છે. : :

🕯️ ” એકલો જાને રે ! ” દેશ ગાન ના ગીત નો મધ્યવર્તી વિચાર એકલા કંટકરખું વ્યક્તિ ની દેશદાઝ ને સમર્પિત હાકલ કરવામાં સંક્ષિપ્ત રીતે અને આધ્યાત્મિક રીતે નિરૂપણ થયેલ છે . : જ્યારે કોઈ હાકલનો સાદ -જવાબ ન આપે, ત્યારે તમે તો બોલો. : જ્યારે કોઈ તમને પ્રકાશ ન આપે, ત્યારે તમે તો પ્રકાશ નું નિર્માણ કરો . : આ જ કારણસર , “એકલા ચાલો રે !” નાં નિર્ભયતા અને સૈધાંતિક કાર્યોની શક્તિશાળી અભિવ્યક્તિ થી દરેક સમયે સૌ ભાવકો પ્રભાવિત રહ્યાં છે . : : 🕯️

🕯️🕯️  એક સુંદર વિરોધાભાસ પણ છે . : જે વ્યક્તિ ન્યાયપુરઃસર સચ્ચાઈ ભર્યાં હેતુ માટે એકલા ચાલે છે તે આખરે બીજાઓને તેની સાથે ચાલવા માટે પ્રેરણા આપી શકે છે. પરંતુ ટાગોર તે અંતિમ સાથીદારોને  તમે કરેલી શરૂઆત માટેની શરત બનાવતા નથી. : એકલા જવાનું ઇરાદા નું પહેલું પગલું જેથી તમે કોઇ શરત વિના એકલા ચાલી નીકળશો .  : એકલા ચાલતા પહેલા બીજા સૌને સાદ-અવાજ – હાકલ જરુર કરો . પહેલો અવાજ તમારો , જેને સૂણીને કોઇ ન આવે તો હિંમતથી નીડરતાથી એકલા ચાલી નીકળવાનું . : કોઇ પથ પથપ્રદર્શક નહિ પણ મળે , અને રાહ-મુકામ  ચીંધવા ને બદલે ઘરના દ્વાર  વાસી દે એમ પણ બને . ત્યારે રેલાવો તમારો પોતે નિર્માણ કરેલ સૌને માટે નો એકલા જણ નો પહેલો પ્રકાશ.: દેશદાઝ ના આ જ્યોત અને જોશ એ “એકલા ચાલો” ની કાયમી શક્તિ છે : : First step alone. : First voice alone. : First light alone. : And that is the enduring power of “Walk Alone.” : એકલો જાને રે ! સુત્ર નું કેન્દ્રીય તત્વજ્ઞાન . : : : :  🕯️🕯️

🌟 ” એકલો જાને રે ! રવિન્દ્રનાથ ટાગોર : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ઓગસ્ટ ૧૫ , ૨૦૨૬ : August 15, 2026, marks India’s 80th Independence Day, celebrating 79 completed years of freedom from British colonial rule.:: ૮૦ માં  સ્વાતંત્ર્ય દિન પર બધાઈ : Wishing You All 80 Th Happy Independence Day : : : : : : : : 🌟

“તેરી આવાઝ પે કોઈ ના આયે તો ફિર ચલ અકેલા રે . “ : રવિન્દ્રનાથ ટાગોર ( ૧૯૦૫ ) : સમગેય હિન્દી અનુવાદ

Performing Singers of BIMMA ( Beeps Institute of Music and Media Arts : Mitali Ghosh , Bulu Ghosh and BEEPS Students : : Created and presented by Bulu Ghosh As Video Song Remembering Rabindranath Tagore ( deeply  connected with this Area of presentday Jharkhand ) on 155 Th Birth Anniversary : In the backdrop of Jharkhand where this song was written in 1905 As Onee of 22 Patriotic songs on The Occasion of Partision of Bengal in 1905 By British Viceroy Lord Karzon .

Click HERE in BELOW To Enjoy the aforesaid Hindi Video Song : : : :

https://youtu.be/PXU3_vbNii4?si=AsWe8qQEnzvvPAqI

Click HERE in BELOW To Enjoy the Audio of the Hindi Song : Teri Awaaz pe Yadi koi na aaye to chal Akela re By Manna Dey : SAREGAMA Release 13 / 4 / 2001 : You Tube Release 16 / 2 / 2019 : : : :

https://youtu.be/bYcZIC9oRNo?si=_wMnCKkw4-ob7sm2

EKA ( Alone ) 1905 Patriotic song By Rabindranath Tagore ( Who  himself recorded it but Not found available anywhere / Lost ) : :  “Ekla Chalo Re” was written at Giridih town in modern-day Jharkhand, India. It was one of the 22 protest songs written during the Swadeshi period of Indian freedom movement and along with “Amar Sonar Bangla”, it became one of the key songs for the Anti-Partition Movement in Bengal Presidency in 1905. Titled as “Eka” (“Alone”) the song was first published in the September 1905 issue of Bhandar magazine. “Eka” was first included in Tagore’s song anthology Baul in 1905. In 1941, it was incorporated into the “Swadesh” (“Homeland”) section of Gitabitan, the complete anthology of Tagore’s music.

Ekla Chalo Re : : Rabindranath Tagore : Vocal : Kishore Kumar : : Click HERE in BELOW To Enjoy the aforesaid Audio : : Upload You Tube Upload Release 12 / 1 / 2011 : 2.7 M Views ,  By Sajal Sarkar Of FCI , Kolkata  : : : :

https://youtu.be/Pmzvr3aZXQc?si=kppZG52w2eHhOk3N

English Translation of Rabindranath Tagore ‘s Ekla Chalo Re ( 1905 ) : :

Vocal In Bangla : Shreya Ghoshal : : Lyrics Video Song : Alongside English Translation and Quotes of Rabindranath Tagore : : You Tube Release 13 / 1 / 2018 : With 5,251,097 ( 5.2 M Views ) 87 K Likes  till present day 13 /8/2026 : : Click HERE in BELOW To Enjoy the aforesaid Audio Video Song : : : :

https://youtu.be/r94gSTyH2cM?si=n-4NSs7EJDwZU8bE

Ekla Chalo Re (“Walk Alone”) is a famous Bengali patriotic song written by Rabindranath Tagore in 1905. It encourages you to stay strong and follow your own path, even if no one helps you or supports your ideas.The English translation of the song’s core verses captures this message of bravery and self-reliance: 1) : : If no one responds to your call, walk alone. (2) : If no one speaks out and they hide in fear, say what is in your mind alone. (3) : If they turn away and leave you in the dark, light a flame in your own heart and burn alone

Single by Rabindranath Tagore from the album Record no 357Released sometime between 1905 and 1908  As A Label : H. Bose Swadeshi Records. It was composed by Rabindranath Tagore himself. First recorded by Rabindranath Tagore sometime between 1905 and 1908. : This album is now lost. The musical notation of “Ekla Chalo Re” was prepared by Indira Devi, a niece of Tagore ,  first published in the April–May 1906 issue of Sangeet-Vignan Prakashika magazine and later incorporated into the 46th volume of Swarabitan, the complete collection of Tagore’s musical notations. : Eminent Rabindra Sangeet singer Suchitra Mitra recorded this song Four times. The 4 th one with the sarod being played as background music, by Ustad Amjad Ali Khan, from the album Tribute to Tagore . Two other records of the song made by Harendranath Dutta (record no P5270) and Hindustan Party (comprising Amala Dutta, Nandita Devi, Sudhin Dutta and Santidev Ghosh) (record no H 191) are released by Gramophone Company of India and Hindustan Records respectively.  : : The song was first published in the September 1905 issue of Bhandar magazine. “Eka” was first included in Tagore’s song anthology Baul in 1905.[8] In 1941The song was based and influenced by the Vaishnavite song Harinaam Diye Jagat Matale Amar Ekla Nitai Re, which was a popular Bengali Kirtan song of Dhapkirtan  or Manoharshahi gharana praising Nityananda, disciple of Chaitanya Mahaprabhu. :  Ekla Chalo Re was incorporated in the “Swadesh” (Homeland) section of Tagore’s lyrical anthology Gitabitan. The song exhorts the listener to continue their journey, despite abandonment or lack of support from others. It is often quoted in the context of sociopolitical change movements and was a favourite of Mahatma Gandhi. : : In 2004, “Ekla Chalo Re”‘s tune was used with Hindi lyrics composed by A.R Rahman and sung by Sonu Nigam in the movie Netaji Subhas Chandra Bose: The Forgotten Hero. In the 2012 Bollywood film Kahaani, it is sung by actor Amitabh Bachchan under music direction of Vishal–Shekhar. : : : :

English Version of the song, “Walk Alone ” ::::


If they answer not to thy call;
Walk alone.

If they are afraid and cower mutely facing the wall;
O thou unlucky one! ,
If they are afraid and cower mutely facing the wall;
Open thy mind,
And speak out alone.

If they turn away, and desert you when crossing the wilderness;
O thou unlucky one! ,
If they turn away, and desert you when crossing the wilderness;
Trample the thorns under thy tread,
And along the blood-lined track travel alone.

If they do not hold up the light when the night is troubled with storm;
O thou unlucky one! ,
If they do not hold up the light when the night is troubled with storm;
With the thunder flame of pain ignite thy own heart,
And let it burn alone.

— Rabindranath Tagore.

Line by Line Meanings and Poem Analysis : In Hindi and English , Pending .. . Visit Again , Afterwards.

ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ : ઓસમાણ મીર : અમિત  ઠક્કર : અમર ભટ્ટ : ( ૧ ) : : બા વિના નું ઘર તો જાણે દેવ વિનાનું દેવળ : અજાણ : કલ્યાણી કૌથાલકર : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત : ( ૨ ) : : તું ક્યાં છે મારી મા : અવિનાશ વ્યાસ : પુરુષોત્તમ ઉપાધ્યાય :  ( ૩ ) : : વતન એટલે : વતનને બા નો ચહેરો : ઉશનસ્ : ( ૪ ) : : ફ્રોક સાંધતી બા : પન્ના નાયક : ( ૫ ) : : માતૃપ્રેમ નાં કાવ્ય ગીત : : Happy Mother’s Day : :

ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ :


છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત  માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગોદ માતની ક્યાં –? ચંદ્રકાંત શેઠ : સ્વર : ઓસમાણ મીર : સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : આલ્બમ  : હરિને સંગે : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : :

https://share.google/ZWldGapooY5MiMwXF

ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :

છત અને છત્તર : ત્યાંથી મળતાં આરામ સલામતી અને રક્ષણ , શયનખંડ અને શય્યા : ત્યાંથી મળતાં ઉંઘ આરામ અને નિરાંત , રસ્તો અને રાહી : ત્યાંથી મળતાં સાથ સલામતી અને રાહત,  પલ્લવ અને પુષ્પો : ત્યાંથી  મળતી ફોરમ અને પ્રેરણા, સૂર તાલ ને સંગીત : ત્યાંથી મળતાં આનંદ , હજાર હાથો : ત્યાંથી મળતાં બળ  ઉત્તેજન અને ટેકો,  : : આ બધાં  જોડકાં  પૃથ્વી તત્ત્વો , લૌકિક કે સાંસારિક રૂપો છે.  જ્યારે  ચાંદ સૂરજ ને તારા : ત્યાંથી મળતાં પ્રકાશ શક્તિ અને જીવન, બારે ઉમટ્યાં મેહ : ત્યાંથી મળતાં જળ જીવન અને રાહત : : આ બંને જોડકાં આકાશીય તત્ત્વો , જગતના કે જાગતિક કે  બ્રહ્માંડ ના રૂપો છે. કહેવું હોય તો આ બધાં જ જોડકાં દુન્યવી રૂપો છે કે  દુન્યવી રૂપે અનુભૂતિગમ્ય છે , અને આ દુન્યવી રૂપો  કે પૃથ્વી તત્ત્વો અને આકાશીય તત્ત્વો સાથે ભેદરેખા ની,  માતાનાં વાત્સલ્ય થી તુલનાત્મક રીતની જુદી જુદી સ્થિતિઓનું માતાનાં મહિમા ગાન માં કવિ શ્રી ચંદ્રકાંત શેઠે નિરૂપણ કર્યું છે.  પૃથ્વી પરે આ બધાં  દુન્યવી કે આકાશીય તત્ત્વો દ્વારા જીવન માં બીજું બધું મળશે પરંતુ માની ગોદથી વિશેષ  મૂલ્યવાન બીજું કશું નથી. માના સમસ્ત વ્યક્તિત્વમાંથી ગદ્ગદ કરતાં  પ્રેમ વાત્સલ્ય અને કરુણા ઝરે છે. માતા  પાસે હરહંમેશ હોય છે એ ‘તિતિક્ષા’ પૃથ્વી પરે શ્રેષ્ઠતમ અને સૌથી અનુપમ છે. ‘તિતિક્ષા’ એટલે સુખ  દુઃખ  વિગેરે ‘દ્વન્દ્વ’ સહન કરવાની ઉત્કટતા અને સહિષ્ણુતા. : આ બધા ભાવ-ચિત્ર માં માતાના મહિમા ને તુલનાત્મક રીતે  સમાવતી , ધરતી , ધરાવતી “ગોદ માતની ક્યાં –?”:  કાવ્ય ગાન માં કવિ  શ્રી ચંદ્રકાંત શેઠ દ્વારા રચિત ‘અધ્યાસવાદી’ કૌશલ્ય નાં નિરુપણ ની ટેકનીક ની મીમાંસા પણ કરીશું. અધ્યાસ એટલે એક વસ્તુમાં બીજી વસ્તુનું આરોપણ : અધ્યારોપ : પૂર્વે બોધાયેલ વિચારઘટક : અને રજું થતી પરિણામિક ‘બોધ’ ની : સમઝ : નવ વિભાવના : :

“ગોદ માતની ક્યાં?” કવિનાં આ પૃચ્છાબોધ ને એજ લયાનુંપ્રાસ , સમઝ અને નિરૂપણા ને અનુસરતાં બીજાં નવ પદનાં ( સોડ, આંખો,રાહત,છાતી,પાલવ,ટહુકો,હેતની હેલી,પરબ  સરીખી છાયા,હૂંફ આપતી માયા ) પૃચ્છાબોધને, તેના મનન તેમજ લેખન ને લસોટતાં ગાન સ્વરુપે :  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. : ઓસમાણ મીર બહુભાવ ભર્યાં સ્વર માં : અમર ભટ્ટ નાં “ગોદ માતની ક્યાં–?” ના સ્વરાંકનમાં રાગ મધુવંતી અને શિવરંજનીનું સંયોજન રજું થયું છે જેને અનુરૂપ અમિત ઠક્કર નું સંગીત નિયોજન , આમ બધું મળીને કવિના પોતાની માતા વિશેનાં ideograph ને ચરિતાર્થ કરનાર માતૃવત્સલ મહિમાગાન નું રસદર્શન કરીશું. : :                                                 

“છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ? ૧
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?” ૨

રહેવાનું ઠેકાણું સમજાવતી ઘરની “છત” ટાઢ તાપ વરસાદ સામેનો રક્ષણાત્મક ભાવ રજું કરે . “છત્તર” ઘૂમટ ના આકાર માં છાવરતું ‘આવરણ‘ હોય જેને પલંગ પર ‘છતરપલંગ’ નું છત્ર કહે , અને ‘આતપત્ર’ ના સ્વરૂપે ઋષિ રાજા , ગુરુવર  આચાર્ય માટે માનમોભો કે દરજ્જો જાળવે. કોઈ એક ની “છત” અન્ય કોઈના ઘરની ભોંય કે “મજલો” કહેવાય ( “One man’s ceiling is another man’s floor”) :
“એક માણસની મર્યાદા બીજા માણસની શરૂઆત છે.” જેને સહિયારી પરિસ્થિતિ માં જુદી જુદી કક્ષા ની મર્યાદાઓ કહીશું અને મનુષ્ય માટે પહોંચી વળવા નાં મહત્તમ સીમાડે મળવાનાં “છત” અને “છત્તર” નાં સ્તર ની ઉપલબ્ધિ કહીશું. : માનમોભા થી પુલકિત સલામતીથી ભર્યું ભર્યું ખુશહાલ જીવન સૂચવતાં  “છત-છત્ર” હેઠળ પ્રાપ્તિ / સિદ્ધિ મળ્યાં થી આરામ અને રક્ષણ અંતર્ગત ‘રાહત’ મળે, પણ તેની ઉપલબ્ધિ નાં સમયે, માતાની હાજરી ના હોય ત્યારે સરખામણીએ માતાનો મળ્યો ખોળો : સાડી વસ્ત્રની આમંત્રણા ‘ચાળ’ પથરાતા બન્યાં ઘાટ પર રમવા મળ્યો હતો, ને ખૂંદવા મળ્યો હતો, તે ખોળો અને એ ખોળાની :  “ગોદ માતની ક્યાં –?” એવાં પૃચ્છાબોધ કરતા કાવ્ય ગીત ની શરૂઆત થઈ છે. : ગુજરાતી બોલચાલ માં, ઓઢવાની “સોડ”  શબ્દ અંગ્રેજી ‘sod’ પરથી લેવાયો હતો જે ઓઢવા ના આવરણ નીચે ઘાલવા ની વધારાની પરત / પછેડી તરીકે ઓઢી  લેતાં. જે એક બચાવપ્રદ આશ્રય બને . જ્યાં ભરાય જતાં “માતની સોડ” તરીકે સર્વદા વિશ્વાસ અને ભરોસો બેસે. : કહ્યું છે, ‘આશાયેસ’ આપનાર ‘સુખશય્યા’ રાખ્યો આરામદાયી “શયનખંડ” મળશે. પરંતુ માતાની ગેરહાજરી “સરીખી”: ‘સૂની સોડ’ તાણીને સૂઈ જવાથી , બીજી  પંક્તિમાં રચાયાં  ‘ભાવચિત્ર’ માં  પ્રથમ પંક્તિની પૃચ્છા નું પુનરાવર્તન થતાં , ‘અભાવઘૂંટ્યા’ કવિમન ને લાગે છે : ‘મા વિનાનું ઘર’ સૂનું સટ્ટ ‘સોડણિયું’. : : આમ છત  છત્તર ની દુન્યવી રક્ષણ રાહત ના વિચારઘટક ની તુલના એ “ગોદ માતની ક્યાં? ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. એજ રીતે , ” શયનખંડ અને સુખશૈયા” નાં ઉંઘ આરામ અને નિરાંત નાં દુન્યવી વિચારઘટક ની તુલના એ  ‘વિશ્વાસ્ય’ અને ‘ભરોસી’ : “સોડ માતની ક્યાં ?” ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. : : : :

“રસ્તો મળશે, રાહી મળશે,રાહત  માની કયાં ?    ૩
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?”  ૪

જિંદગી ની સફર કરતાં ‘મુસાફર’ ને રસ્તામાં પાંથ પથિક વટેમાર્ગુ મળશે . : “રાહી” સહયાત્રી મળશે. : રાધા રાધિકા ગોપીઓ ને પણ “રાહી” મતવાલે તરીકે સંબોધવામાં આવેલ છે. થાક ખાવા જોઈએ ‘મુકામ’, જ્યાં મળશે સહયાત્રી સાથે રહેવાથી મળતાં સફર ની સલામતી ,સોબત અને નિરાંત. : પરંતુ માતાની સંગાથે માતાની સાર – સંભાળ વચાળે, જે સાથ સલામતી અને “રાહત” મળી હતી , તે “રાહત માની ક્યાં ?” : : વળી કહ્યું છે, ચાંદ સૂરજ ને તાકનારા તારા તો બ્રહ્માંડ માં ચોગમી છે પણ વિજ્ઞાને સમજાવ્યાં અનુસાર આ તારાઓ એકબીજા થી અને ચાંદ સૂરજ થી લાખો અરબો પ્રકાશવર્ષ ની દૂરી પર આવેલાં અરબો ખરબો ની  સંખ્યામાં ‘સૂરજની આકાશગંગા’ના  કરતાં ય વધું વિશાળ ‘તારામંડળ’ માં સ્થિત થઈને પ્રકાશની ગતિ થી એકબીજા થી વધુ ને વધું દૂર જઈ રહ્યાં છે. : ‘દૂરપણાં’ ની આ લંબાયમાન ‘દ્રષ્ટટ્ટતા’ ના હંગામી સંગાથ સામે માતાની “ગોદ” અને “સોડ” અંતર્ગત થઈ “રાહત માની ક્યાં?”  અને સૌથી મોટી દેખી શકાતી નિકટતા  : જેને તાકતી ધન્યા “આંખોં મા ની ક્યાં? “:  ત્રીજી  પંક્તિમાં રચાયાં  ‘ભાવચિત્ર’ માંની એ પૃચ્છા નું  ચતુર્થ પંક્તિની પૃચ્છા માં પુનરાવર્તન થતાં ‘અભાવઘૂંટ્યા’ કવિમનને લાગે છે, આશ્રયહીન ‘મા વિનાનું ઘર’ જેમાંથી નિપજ્યો છે જાણે કે ‘સંસર્ગાભાવ’  : : આમ “રસ્તો અને રાહી” નાં સાથ સલામતી અને રાહત નાં દુન્યવી વિચારઘટક ની તુલના એ ” રાહત માની ક્યાં ?” ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. એજ રીતે , ” ચાંદ સૂરજ તારા” નાં હંગામી સાથ  નાં દુન્યવી વિચારઘટક ની તુલના એ કવિના  “બાળમન ને નિકટતાથી તાકતી ધન્યા “આંખો માની ક્યાં ?” ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. : : : :

“પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?  ૫
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?”.  ૬

Flowering : પુષ્પિત છોડના ફૂલ માં શૂટ એપિકલ મેરિસ્ટેમ ( SAM ) કોષો નાં સમૂહ ,પાંદડા અને કળીઓ બનાવે છે અને પરિવર્તિત SAM : મેરિસ્ટેમ માંથી ફૂલના અંગો : બાહ્યદલ, પાંખડી, નર અને માદા ભાગો બનાવે છે.  ( ABC  MADS box  જીન્સ અને પ્રોટીનનું નેટવર્ક આ સૌનું નિયંત્રણ કરે છે. ) : ઋતુએ ઋતુમાં જરુરી આબોહવા પારખીને આ ( Floral Morphogenesis ) રૂપ વિકાસ બીજ અને ફળ ઉત્પન્ન કરે છે, જે કુદરતી ક્રમ છે.  : : તાજાં કૂમળા પાનનાં ગુચ્છા એ કોળેલા “પલ્લવ”. નવાં કોરથી ખીલી ઊઠેલાં પલ્લવિત થઈને  આ નવપલ્લવ નાં ગુચ્છાદાર પાનની ડાળીઓ વતી વૃક્ષાકૃતિ રચાય. : કહ્યું છે : નવપલ્લવ ને કુદરતી રીતે પુષ્પો મળશે . પરંતુ “પાલવ મા નો ક્યાં ?” : માતાનાં ખોળામાં  ફૂલ્યો ફાલ્યો /ફાલેલો પાથર્યો સાડીછેડા નો રક્ષણાત્મક  પાલવ , પલ્લવિત  પુષ્પો ની જીવનવાદી નિરંતરતાની રજુઆત કરતી  પ્રતિબિંબિત વિચારછાયા હેઠળ ક્ષણાંતરે પૃચ્છા કરતાં કવિમન, “પાલવ માતનો ક્યાં?” ના પુનરાવર્તન થી માતાની ગેરહાજરીના  અધ્યારોપના બોધ નું આરોપણ કરે છે. : :  સૂર તાલ મેળવનાર તાલજનક માણસ સ્વરો ની સંવાદિતા કાનસર સાધે એની  વિચારછાયા હેઠળ પ્રશ્ર્નોર્મિથી માતાના પ્રેમાળ ઓષ્ઠ પરથી સરેલ માતાના કર્ણગમ્ય ટહૂકાર ને યાદ કરતાં , “ટહૂકો માનો ક્યાં ?” ના પ્રશ્નાર્થ પુનરાવર્તન થી માતાની ગેરહાજરીના અધ્યારોપ ના બોધ નું આરોપણ સાધે છે.  : :: આમ પલ્લવ અને પુષ્પો ની જીવનવાદી નિરંતરતા , ત્યાંથી  મળતી ફોરમ અને પ્રેરણા નાં દુન્યવી વિચારઘટક ની તુલના એ ” પાલવ માનો ક્યાં ?” પ્રશ્ર્નોર્મિથી માતાની ગોદમાં ,  ફૂલ્યો ફાલ્યો પાથર્યો સાડીછેડા ના રક્ષણાત્મક  પાલવ ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ ‘માતાની ગેરહાજરીમાં માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. એજ રીતે , ” સૂર તાલ ને સંગીત ” નાં સ્વરો ની સંવાદિતાનાં દુન્યવી વિચારઘટક ની તુલનાએ  કર્ણગમ્ય “ટહુકો માનો ક્યાં ?” ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. : : : :

“હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?  ૭
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?”  ૮

કામગરાં મનુષ્યો ની મહેનતકશી ,  પથ્થરોને અને શિલાઓને ખસેડી આપે , ચટ્ટાનો ને હિલાવવાની નેમખેમ ની નવાઈ નથી. નદી દરિયા નાં તળ અને ડુંગરાઓને છેદી કાઢીને ત્યાં  નિર્મિત સુરંગોમાં રેલ ચલાવી બતાવે અને પહાડો કોરીને બુગદો ની હારમાળા રચીને હાઈસ્પીડ હાઈવે ના રસ્તાઓથી તથા નવાં શહેરોના નિર્માણથી દુનિયાની કાયાપલટ કરી આપે.  કોઈ  લોકહિતાર્થે લોકો નાં હાથ- સાથ હજારોમાં ભેગા થઈ તમારી સંગે પણ રહે. : અનેક લોકોના બેશુમાર સંગઠન સર્વાધિકારી ને પડખે રહે અને પક્ષકારી બળ , સર્વદિક ઉત્તેજન અને સર્વદલીય ટેકો આપે. પણ પરમાત્મા ની જેમ હાજરનાજર , સર્વદર્શી વહાલ ધરતી અને વહાલું કરતી માતાની છાતી યાદ કરતાં કવિમન પ્રશ્ર્નોર્મિ નું પુનરાવર્તન કરતાં એની એજ ભાવપૃચ્છા કરે છે , “છાતી માની ક્યાં ?” માતૃપ્રેમ , પ્રેમ ઉત્પન્ન કરે એવાં છલોછલ ભર્યા જાદુઈ રસ નું ‘પ્રેમરસસર’ સરોવર છે. : : અનરાધાર સતત વરસતી વર્ષા ક્યારેક વર્ષાતાંડવ રચે  ત્યારે કહેવાય છે તે “બારે મેઘ” ખાંગા થયા છે જેમાં વ્યાપક પ્રમાણમાં નદીઓના પુર અને સર્વત્ર રેલાતી બંબાકાર જળ-તબાહી મચી જવાથી ગ્લાનિ પેદા થાય. માટે એવાં “બારે ઉમટ્યાં મેહ” નાં બદલે ‘જરૂરજોગ’ વરસાદ ‘વિલોકનીય’ રહે જેનો  ‘અધ્યારોપ’ કરતું ‘રુરુત્સુ’ ( રોકવા આતુર ) કવિમન પ્રશ્ર્નોર્મિ નું પુનરાવર્તન કરતાં એની એજ ભાવપૃચ્છા કરે છે , “હેતની હેલી માની ક્યાં ?”: : આમ કામગરા હજાર હાથનાં પડખે રહેનારા સાથસંગ અને ત્યાંથી  મળતાં પક્ષકારી બળ, સંગઠનીય ઉત્તેજન અને  સર્વદલીય ટેકો નાં દુન્યવી વિચારઘટક ની તુલના એ “છાતી માની ક્યાં ?” પ્રશ્ર્નોર્મિથી માતાના પ્રેમ વિભોર ઉરમાં થી રેલાયા ‘પ્રેમરસસર’ જાદુઈ રસના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ ‘માતાની ગેરહાજરીમાં માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. એજ રીતે , “બારે ઉમટ્યાં મેઘ”નાં વિનાશકારી દુન્યવી વિચારઘટક ની તુલનાએ ‘સતતાનંદ’ વરસાવતી માતૃહેતની હેલી , “હેતની હેલી માની ક્યાં ?” ના પૃચ્છાબોધ ની વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. : : : :

“ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?  ૯
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?”. ૧૦

વટેમાર્ગુ અને દેશાટને નીકળી ફરતાં લોકોને રસ્તામાં પાણી પાવાનું બાંધેલું ધર્માદા સ્થળ તે પરબ , ઉપરાંત ગામનાં ગોંદરે પક્ષીઓ માટે ચણ ચણવા નું , પાણી પીવાનું સલામત સ્થળ પરબડી તરીકે ઓળખાય.. ધોમધખતા ભર્યા ઉનાળે પરબ સરીખી આકરાં તડકા સામે છાંયડો કરી રક્ષણ આપતાં ‘ઓથ’ કે ‘આશરો’  તે પરબ સરીખી “છાયા માની ક્યાં ?” પ્રશ્ર્નોર્મિ નું તેમજ કડકડતી ટાઢ ભર્યા શિયાળે ગરમાવા ના આશ્રય , હૂંફભર્યા આશ્વાસન  અને  સહાય મળવાજોગ આશરો જ્યાં ચોક્કસપણે પ્રતીતિવંત હોય  એવી સ્નેહ અને  મમતા ભરી ઈશ્વર પ્રદાત્ત મનાતી , અનાદી શક્તિ સરીખી “માયા માની ક્યાં ?” : પ્રશ્ર્નોર્મિ નું , પુનરાવર્તન કરતાં એની એજ ભાવપૃચ્છા ના વિચારબોધ નાં અધ્યારોપ ની  વિભાવના અને સમઝ  ‘માતાની  ગેરહાજરીમાં  માતાનો મહિમા’ : ગાઈ સંભળાવે છે. : : : :

આમ બધું મળીને  “ગોદ માતની ક્યાં?” કાવ્ય ગીત ના પ્રશ્ર્નોર્મિના ‘ભાવ ચિત્રાક્ષર’, કવિના પોતાની માતા વિશેનાં ideograph ને ચરિતાર્થ કરનાર માતૃવત્સલ મહિમાગાન નું  સંગોપિત રસદર્શન કરાવનારું  આવકાર્ય પ્રતીતિસિદ્ધ ગાન છે.

ગોદ માતની ક્યાં –? : ચંદ્રકાંત શેઠ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : ડિસેમ્બર ૧૦, ૨૦૨૫ : માગશર વદ છઠ : :

*********************************************

બા વિના નું ઘર તો જાણે દેવ વિનાનું દેવળ : કલ્યાણી કોથાલકર : : સ્વરાંકન રુદ્રદત્ત ભટ્ટ : સંગીત નિયોજન : નિરવ અને જ્વલંત : આલ્બમ : સૂર મંજરી : : release 17 / 5 / 2015 : CD Baby યુ ટ્યુબ રિલીઝ  ૨ / ૯ / ૨૦૧૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/J6st7y72rl4?si=5hSX-BLdnS4XjlPQ

બાવિનાનુંઘર : 

ક્યાં છે અમ સૌ અજવાસો ની અધિષ્ઠાત્રી – શા  બા ? અધિષ્ઠાત્રી -શા બા ?

બાવિનાનુંઘર તો જાણે દેવ વિનાનું દેવળ , દેવ વિનાનું દેવળ. ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ?

‘ ક્યાં  છે  બા’  એમ  સાદ  કરું  ત્યાં , ‘હા  બાપા’નો ઉત્તર.     ‘ક્યાં છે?’  પ્રેમનો પાડ તું  જ તો ઝરણાં  ઝર ઝર  ઝર  ઝર 

ક્યાં  છે  વ્હાલપ –  વેલ  વેરતી   ફૂલડાં  ખર  ખર ખર ખ ર ..

બાવિનાનુંઘર તો જાણે જળવિનાનુંવાદળ, જળવિનાનુંવાદળ  ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ?

બા ના  આ  પ્રાસાદે  રહેવું  બા  વિના  એ  દુર્ભળ

જાણે  શિશિરે  શાન  વિનાનું  કંપી  રહેવું  થર થર

ગમે  ખાલીપો  માંગે  અમને  વિરહ જાણે ભર ભર

બાવિનાનુંઘર તો જાણે અન્નવિનાનીપાતળ, અન્નવિનાનીપાતળ

ક્યાં છે અમ સૌ અજવાસો ની અધિષ્ઠાત્રી – શા  બા ? અધિષ્ઠાત્રી  -શા બા ?

બાવિનાનુંઘર તો જાણે દેવ વિનાનું દેવળ , દેવ વિનાનું દેવળ. ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ? .. .  .. . બા !

—

*********************************************

તું ક્યાં છે મારી મા, બીજાં વન વગડા ના વા : અવિનાશ વ્યાસ : : : :

શરણ વેઠીને , મરણ સુધીનું , જેણે જીવતર દીધું આ ,

અરે કદીયે મુખથી ના ના ન નીકળી સદાય હા ની હા ..

કે આ રહ્યું નહિ કોઈ કહેનારું  ને વહાલાં વેરી સૌ કહે જા

ત્યારે થાક્યાં નો વિસામો , તું ક્યાં છે મારી મા ઓ મા ઓ મા  .

બીજાં વન વગડા ના વા, તું ક્યાં છે મારી મા ,

ઓ ચાંદા મામા , ઓહો , હોઓ , ચાંદા મામા

તારી બહેની નાં , ને મારી જનની નાં ક્યાં છે વિસામા ?

તું ક્યાં છે મારી મા , તું ક્યાં છે મારી મા .. .

આ વિશાળ છે  આકાશ ,  અને વસુંધરા  ઘણી મોટી

સ્થળ સ્થળ ,જળ જળ, કણ કણમાં મારી આંખ્યું માને જો’તી

બાળપણે પીવડાવ્યા હોય એવો,  બાળપણે પીવડાવ્યા એવો પ્યાલો પાણી પા , તું ક્યાં છે મારી મા , તું ક્યાં છે મારી મા .. .

જન્મ્યાં તે સર્જાયા મરવાં , માત તાત ને ભ્રાત , હો.ઓ.. .. .

પણ મારી જેમ દુઃખિયારી ની કદી મરશો ના કોઈ ની મા ,મા પણ , મારી જેમ દુઃખિયારી ની કદી મરશો ના કોઈ ની મા .. .   હરિ  ઝુલાવી ઘોડી એ , હલું લું લું હા , મારા લાલ .. હરિ ઝુલાવી ઘોડી એ , એક હાલરડું તો ગા , તું ક્યાં છે મારી મા , બીજાં વન વગડા ના વા , તું ક્યાં છે મારી મા , મા , મા, હો.ઓ

— અવિનાશ વ્યાસ.

તું ક્યાં છે મારી મા :  અવિનાશ વ્યાસ : : સ્વર  : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : આલ્બમ નયણાં મત વરસો : ( પુરુષોત્તમ ઉપાધ્યાય લાઈવ ગીતો ) : phonographic digital Release 3 / 10 / 2023 : કાવ્ય સંગીત : યુ ટ્યુબ રિલીઝ ૪ / ૧૦ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/kGqODDgjrOE?si=9s5fIFZhjpNHOl9Z

તું ક્યાં છે મારી મા અવિનાશ વ્યાસ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

*********************************************** વતન એટલે — : : ઉશનસ્  : : : :

વતન એટલે : ઉશનસ્ : ૬ / ૧૧ / ૧૯૭૧ : અશ્વત્થ ( ૧૯૭૫ ) : :
: સ્તોત્ર : સમસ્ત કવિતા : પૃષ્ઠ ૪૭૩ : :

વતન એટલે : વતનને બાનો ચહેરો : ઉશનસ્ :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

***********************************************

ફ્રોક સાંધતી બા : પન્ના નાયક
Design a site like this with WordPress.com
Get started