ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ ( X 2 )
નહીં નહીં ખમીએ રૂઢીતાપને કર્મ ભૂમિ માં વસતાં, નહીં નહીં જોઈએ સંતતિ જન ને દાસપણા થી સસતાં ( X 2 ) ; મારતાં બાણ આપશું પ્રાણ, ચલો ચલો ચલો ચલો ચલો ચલો ; ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ…
કરો પ્રતિજ્ઞા નર્મદ સાથી સંપ શૌર્ય ને ધરશું , સ્વતંત્રતા ને અર્થે ઝૂઝશું સંકટસિંધુ તરશું; (X 2) સ્મરી શ્રીરંગ જોશું જયરંગ ચલો ચલો, ચલો ચલો, ચલો ચલો, ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ…
ચલો ચલો જુદ્ધ માં જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ જુદ્ધ છે જય ભાઈ , જુદ્ધ છે જય ભાઈ ( X 2 )
પાર્થ ને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એજ કલ્યાણ : ન્હાનાલાલ કવિ : સ્વર : કેતુમાન પારધી : LIVE : સ્વરાંકન અને સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ At Ahmedabad On March 16, 1977 : On Centenary celebration of ન્હાનાલાલ કવિ જન્મોત્સવ ઉજવણી : : આ ગીત નું રેકોર્ડિંગ / અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : :
Happy Gujarat Day 2025 Wishes : આઝાદી પછી ગુજરાતી ભાષી અને મરાઠી ભાષી લોકોએ ભાષાના આધારે પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરતી અનેક ચળવળો ચલાવી, ત્યારબાદ બોમ્બે પ્રેસિડેન્સી નું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સ્થાપના કરવામાં આવી. ૧ લી મે , ગુજરાત રચના દિવસ ની ગૌરવાન્વિત ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગુજરાતી તરીકે આપણી ભવ્ય વિરાસત અને આગવી સંસ્કૃતિ અને સાહિત્ય ,સંસ્કાર અને પરંપરાઓ ને યાદ કરીશું અને રાજ્ય ની તથા પ્રજા ની ભાવિ પ્રગતિ માટે પ્રાર્થના કરીશું. ગુજરાતી ભાષા, ભિન્ન ભિન્ન પણ પ્યારાં લઢણ લહેકામાં વ્યાપ્ત બાર ગામે બદલાતી બોલી છતાંયે વિશિષ્ટ રીતે સંસ્કૃત / પ્રાકૃત / વિદેશી ભાષા ભંડોળ એકત્ર કરી વિવિધ વ્યુત્પત્તિ ક્રમ તથા પ્રાંતિય અસરો ને ઝેલતી , બદલાતી રહી તોયે પ્રશિષ્ટપણે અભિવ્યક્ત થવામાં પાછું વળીને જોયું નથી. છઠ્ઠી સદીમાં ગુર્જરો પંજાબ તરફથી આપણાં જે પ્રદેશ માં સ્થાયી થયા , દશમી સદી ઉપરાંત શાસન કર્યું ત્યારથી ગુર્જરત્રા / ગુર્જરત્તા પ્રાંત કહેવાયો ; તે પરથી ગૂજરાત – ગુજરાત શબ્દ જાણીતો થયો. ત્યારબાદ જૂના ઈરાનથી સંજાણ / દ. ગુજરાત માં આવીને . સ્થાયી થયેલાં પારસી સમાજ ના લોકોએ પોતાની પહેલવી / પાજંદ ભાષા છોડીને જૂની ફારસી અસરવાળી ગુજરાતી ભાષા બોલવું શરૂ કર્યું. ૧૭ મી સદીમાં મરાઠી ભાષા – સંસ્કૃતિ ની અસરોએ દેખા દીધી. જૂની હિન્દી કે બોલતાં જાત્રાળુ સાધુઓના વસવાટ ને લીધે હિન્દી શબ્દો પ્રયોગ ઉપયોગ નો સ્વીકાર થવા લાગ્યો. ૧૫ મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ કાઠિયાવાડ / દક્ષિણ ગુજરાત માં પોર્ટુગલ ભાષા ભંડોળ દાખલ કરી શક્યાં. અંગ્રેજી ભાષા ભંડોળ ગુજરાતી માં સૌથી વધારે રહ્યું. ૧૫ મી સદીથી – ૧૮ મી સદી સુધી જૈન લેખકો એ વિશિષ્ટ રીતે અનુકૂળ આવ્યું ગદ્ય અને પદ્ય આપ્યું. ગુજરાતી ભાષા મહદઅંશે તે સમયના કવિઓએ ગાયેલી કવિતાઓ / ભજનો / પ્રાર્થના સ્તુતિ જેવાં રૂપે પ્રચલિત કરી નરસિંહ મહેતો જૂનાગઢી , ભાલણ – ભીમ પટણી / પાટણી , પ્રેમાનંદ વડોદરી , શામળ ચરોતરી , દયારામ રેવાકાંઠી બોલચાલ ની કવિતાઓ લખી ગયાં – જે સૌની ૧૮ મી / ૧૯ મી સદીના પદ્યકારો / ગદ્યકારો પર ચીલાસમ અસરો વર્તાતી રહી. એવું કહેવાય છે કે માત્ર ગુજરાત જ નહીં પણ પંજાબ , સિંધ , કચ્છ , મેવાડ – મારવાડ , વ્રજ , ખાનદેશ અને છેક ઉડિયા અને બંગાળ પ્રદેશ સુધી બધે જ લગભગ એકસરખી ભાષા બોલાતી હતી. આનું નામ / કારણ એ કે ભાષા- ઐક્ય. વેપારીઓ , લડાયક ક્ષત્રિયો / રજપૂતો , ધર્મગુરુઓ ભારતભરમાં મુલકે મુલક માં આવતાં જતાં , તેથી આવી ફાવટ અપનાવી લીધી. મુસલમાનો લડાઈઓ લડતાં રહ્યાં , અને વળી જાતે બહુ ભણેલાં નહોતાં. ખુદ અકબર પણ કોઈ પણ ભાષા લખી – વાંચી શક્યો નથી. બહું ઓછાં રાજપુત્રો એ મોગલોના વહીવટ ફારસી માં ચલાવ્યાં. લોકોનો સહવાસ , પ્રદેશે પ્રદેશે પરગણા ના પ્રવાસ – વસવાટ ઓછાં થવા લાગ્યાં. જેથી ભાષા – ઐક્ય સાધ્યું સધાયુ નહીં. પ્રાંત ભેદ લોકોને એકબીજાથી અલગ પાડતો રહ્યો. કચ્છી , મેવાડી, મારવાડી , વ્રજ , પંજાબી વિગેરે ભાષાઓ એ અલગ અલગ રંગ / વિકાસ પકડ્યાં. ગુજરાતી ભાષા પણ નોખી – અનોખી ભાત પાડતી ગુજરાત પુરતી સ્થિર બની. સંસ્કૃત પ્રાકૃત અંગ્રેજી ભાષા સાહિત્ય ના વિદ્વાન / પંડિત / શાસ્ત્રી એ છેવટે આધુનિક ગુજરાતી ભાષા સાહિત્ય થી સમૃદ્ધ કરી . જે સર્વ રસ , લાગણી , વિચાર – વૈરાગ્ય ધાર્મિકતા ચિંતન મનન ને જુસ્સાભેર સબળ રૂપે રજૂ કરવામાં સફળ નીવડી છે .
ગુજરાત રચના દિવસે ગુજરાતી ભાષા સાહિત્ય ના કવિઓએ ગાયેલી બીરદાવેલી ગુજરાત / ગુજરાતી ની ગૌરવગાથા બૂલંદપણે અભિવ્યક્ત કરતી કાવ્ય ગીત રચનાઓ નાં રસદર્શન ગીત પૂર્વક માણીશું. : :
* આવ્યું આવ્યું રે ગુજરાત : કૃષ્ણલાલ શ્રીધરાણી : : : :
“આવ્યું આવ્યું રે ગુજરાત, સોરઠ કરે સામૈયું ઝંખતા જીવને સાંપડી છે માત, સાબર પીરસે હૈયું
જે હતી અસ્મિતા કવિના મનમાં શબ્દ થતી સાક્ષાત ગુર્જરતાના ઇતિહાસી કોડને મળી ભૂગોળની ભાત સોરઠ કરે સામૈયું
ઉત્તરમાં અંબામાત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ. છે સહાયમાં સાક્ષાત્ જય! જય! ગરવી ગુજરાત!
નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય, વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર; સંપે સોહે સહુ જાત જય! જય! ગરવી ગુજરાત!
તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસંગ; તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત; જન ઘૂમે નર્મદા સાથ જય! જય! ગરવી ગુજરાત!
— નર્મદ
VICTORY TO PROUD GUJARAT : By NARMAD
Victory to proud Gujarat! Victory to proud Gujarat, Where shines glorious dawn, Victory to proud Gujarat!
Thy scarlet flag marked with love and valour will shine; Teach thy children everyday, the way of love and devotion. Your kind is high and beautiful, Victory to proud Gujarat.
In north, Goddess Amba is situated, In east, Goddess Kali is situated, In south, Kunteshwer Mahadev protects (Gujarat). Somnath and the lord of Dwarka are the gods in the west and ready to protect. Victory to proud Gujarat.
Have seen rivers Narmada, Tapi, Mahi and others. And seen wars of valiant warriors, and the Arabian Sea with enormous resources. From the top of the hills, Our gallant ancestors are blessing for victory. Unite all castes. Victory to proud Gujarat.
That past glory of ancient capital Anhilwad and king Siddharaj Jaisinh. Will be surpassed in near future, O Mother! The night has over and the omen are good, the noon will beseem. People dance with Narmada. Victory to proud Gujarat.
— NARMAD
સ્વર : ગાયક વૃંદ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : કંચનલાલ મામાવાળા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ :::::
અરદેશર ફ ખબરદાર ( ૧૮૮૧ – ૧૯૫૩ ) : અરદેશર ફરામજી ખબરદાર : : ઉપનામ -‘અદલ’, ‘મોટાલાલ’, ‘ખોજો ભગત’, ‘ક્ષેમાનંદ ભટ્ટ’, ‘નરકેસરીરાવ’, ‘શંભુનાથ’, ‘શ્રીધર’, ‘શેષાદ્રિ’, ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ જન્મ -07 નવેમ્બર 1881 , દમણ,ભારત અવસાન – 30 જુલાઈ 1953 , ચેન્નાઈ,ભારત ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ કવિતા લખનારા અરદેશર ખબરદાર : પિતાનું નામ ફરામજી. માતાનું નામ શિરીનબાઈ. તેમણે મૂળ અટક હિંગવાળામાંથી બદલીને પોસ્ટવાળા અને છેલ્લે ખબરદાર કરી. પાંચ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતા અને દાદા-દાદીએ તેમનો ઉછેર કર્યો . દમણમાં પ્રાથમિક શિક્ષણ, મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ. મુંબઈમાં મરકી નો રોગચાળો ફેલાતા તેઓ દમણ પરત ફર્યા અને કૉલેજ શિક્ષણથી વંચિત રહ્યા.
પીરોથ બાઈ સાથે તેમણે 1898 લગ્ન કર્યા. આર. પટેલ ઍન્ડ કંપનીના નામે મોટર અને સાઇકલના સામાનનો ધંધો ચેન્નાઈમાં 1909માં શરૂ કર્યો. 1938માં ખોટને કારણે ધંધો આટોપી મુંબઈ પરત ફર્યા. 1951માં પાછા ચેન્નાઈ ગયા અને ત્યાં 30 જુલાઈ, 1953માં તેમનું અવસાન થયું.
અરદેશર ખબરદાર ને કવિતાઓમાં જે રસ જાગ્યો તેમાં તેમના માતા, પિતામહ કાવસજી, મામા કવિ રુસ્તમજી પેમાસ્તર, શિક્ષણશાસ્ત્રી જાલભાઈ ભરડા અને અધ્યાત્મગુરુ કુબેરદાસનો મોટો ફાળો હતો. શૈક્ષણિક વર્ષો દરમિયાન ‘આલુ કવિ’ અને 1895માં ‘માસિક-મજાહ’ની કવિતાસ્પર્ધા માં ‘સો દૃષ્ટાંતિક દોહરા’ નામની તેમની કવિતા પ્રથમ આવતા ‘પારસી બૂચા કવિ’ તરીકે જાણીતા થયા. : 19 વર્ષની ઉંમરે તેમણે દલપત શૈલીના આધારે ‘કાવ્યરસિકા’ નામનો પહેલો કાવ્યસંગ્રહ લખ્યો. ‘વિલાસિકા’(1905) નામનો પ્રકૃતિકાવ્યોનો સંગ્રહ નરસિંહરાવ દિવટિયાને અનુસરીને લખ્યો હતો. ‘પ્રકાશિકા’ નામના કાવ્યસંગ્રહના કેટલાંક ખંડકાવ્યો કાન્ત અને કલાપીની શૈલીનાં છે. દેશભક્તિને ધ્યાનમાં રાખીને 1919માં ‘ભારતનો ટંકાર’ નામનો કાવ્યસંગ્રહ લખ્યો. તેમણે ન્હાનાલાલાની ડોલનશૈલીના ઉપહાસરૂપ પ્રતિકાવ્યો લખ્યા હતા. જે ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુક્કુટદીક્ષા’(1920)ના નામથી પ્રકાશિત થયા. ‘સંદેશિકા’(1925) નામના કાવ્યસંગ્રહમાં દેશભક્તિનાં કાવ્યો છે. ‘કલિકા’ (1926) નામનું તેમનું દીર્ઘ પ્રેમકાવ્ય ‘બ્લૅન્ક વર્સ’ (અગેય પદ્યરચના) છે. ‘ભજનિકા’- (1928)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો છે. ન્હાનાલાલ અને બોટાદકરની શૈલીના 125 જેટલાં રાસ ‘રાસચંદ્રિકા’ ભાગ-1 (1929) અને ભાગ-2 (1941)માં સંગ્રહાયેલા છે. કવિએ પુત્રી તેહમીનાના દુ:ખદ અવસાન બાદ ઝૂલણા છંદમાં ‘દર્શનિકા’(1931) લખી છે. જેમાં ધર્મ અને તત્વજ્ઞાનને લક્ષમાં રાખીને અધ્યાત્મજીવનના પ્રશ્નો અને પ્રેમનું વિવેચન કર્યું છે. 1940માં લખેલી ‘રાષ્ટ્રિકા’(1940) માં બલિદાનની પ્રેરણા આપતાં રાષ્ટ્રગીતો છે. ‘કલ્યાણિકા’ (1940) તત્વદર્શનયુક્ત ભક્તિકાવ્યોનો સંગ્રહ છે. ઈરાનશાહ અને પારસીઓના ઇતિહાસને વર્ણવતું કાવ્ય ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’(1942) મરાઠી પોવાડા શૈલીમાં લખ્યું. એજ શૈલીમાં ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય ‘ગાંધી બાપુનો પવાડો’ (1948) લખ્યું છે. ‘ગાંધી બાપુ’(1948) માં એ જ પ્રકારનાં એકત્રીસ કાવ્યો છે. ‘નંદનિકા’(1944)માં ભગવાન પ્રત્યેના વિવિધ ભાવોને દર્શાવતાં ચૌદ પંક્તિઓનાં કાવ્યો છે. તેમનાં છેલ્લા કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા’(1953)માં પ્રભુભક્તિનાં 75 કાવ્યો છે. અદરેશર ખબરદારે અંગ્રેજીમાં પણ કાવ્યો લખ્યા છે. ‘ધ સિલ્કન ટેસલ’(1918)માં પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી અંગે છે. ‘જરથુષ્ટ્ર – ધ ફર્સ્ટ પ્રૉફેટ ઑવ્ ધ વર્લ્ડ’(1950)માં પયગંબર જરથુષ્ટ્ર વિશે સૉનેટ અને અન્ય કાવ્યો અંગ્રેજીમાં લખ્યા છે. ગાથા વિશેના વિદ્વત્તાપૂર્ણ લેખો ‘અષો જરથુષ્ટ્રની ગાથાઓ પર નવો પ્રકાશ’ (1929) ના શીર્ષક હેઠળ ગુજરાતી ભાષામાં આપ્યો અને અંગ્રેજી અનુવાદ 1951માં કર્યો. ‘મલબારીનાં કાવ્યરત્નો’(1917)માં લાંબા અભ્યાસલેખ સાથે પસંદ કરેલાં કાવ્યો છે. ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા’ નામથી શરૂ કરેલું નાટક પૂર્ણ કરી શક્યા નહીં. 1990માં તેનું સંપાદન ધર્મેન્દ્ર માસ્તરે કર્યું છે. ‘ધ રેસ્ટ હાઉસ ઑવ્ ધ સ્પિરિટ’ (1990), ‘ધ લીફ ઍન્ડ ફ્લાવર્સ’ અને ‘ધ માઇગ્રેટિંગ બર્ડ્ઝ’ તેમજ 1992માં ‘કવિ ખબરદારના પત્રો’ પણ પ્રકાશિત થયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનોમાં અને મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ પરનાં એમના પાંચ વ્યાખ્યાનો એમની વિદ્ધત્તાના સાક્ષી છે. 1931માં કવિ ખબરદારનો સુવર્ણ મહોત્સવ ઊજવાયો ત્યારે ‘સાહિત્ય’ અને ‘વીસમી સદી’ સામયિકોએ ખબરદાર અંકો પ્રકાશિત કર્યા હતા. કવિ રચિત ‘ગુણવંતી ગુજરાત’ કાવ્ય અને ‘અમે હિંદી, હિંદી, હિંદી’ તથા જેવી પંક્તિઓ લોકપ્રિય નીવડી છે.
ગુણવંતી ગુજરાત અરદેશર ફ ખબરદાર સ્વર શ્રૃતિ વૃંદ : સ્વરાંકન ક્ષેમુ દિવેટીયા ( ઓરિજીનલ ) : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
जननी मैं ना जीऊँ बिन राम, राम लखन सिया वन को सिधाये गमन, जननी मैं ना जीऊँ बिन राम, राम लखन सिया वन को सिधाये (गमन, (पिता राउ गये सुर धाम, जननी मैं ना जीऊँ बिन राम…
कुटिल कुबुद्धि कैकेय नंदिनि, बसिये ना वाके ग्राम, जननी मैं ना जीऊँ बिन राम…
प्रात भये हम ही वन जैहैं, अवध नहीं कछु काम, जननी मैं ना जीऊँ बिन राम,
तुलसी भरत प्रेम की महिमा, रटत निरंतर नाम, जननी मैं ना जीऊँ बिन राम…
जननी मैं ना जीऊँ बिन राम, राम लखन सिया वन को सिधाये (गमन, (पिता राउ गये सुर धाम, जननी मैं ना जीऊँ बिन राम…
— ગોસ્વામી તુલસીદાસ
janani mainna jeeoon bin ram, ram lkhan siya van ko sidhaaye (gaman, janani mainna jeeoon bin ram, ram lkhan siya van ko sidhaaye (gaman, (pita raau gaye sur dhaam, janani mainna jeeoon bin ram…
kutil kubuddhi kaikey nandini, basiye na vaake gram, janani mainna jeeoon bin ram…
praat bhaye ham hi van jaihain, avdh nahi kchhu kaam, janani mainna jeeoon bin ram,
tulasi bharat prem ki mahima, ratat nirantar naam, janani mainna jeeoon bin ram…
ram lkhan siya van ko sidhaae, raau gaye sur dhaam, janani mainna jeeoon bin ram
kutil kubuddhi kaikey nandini, basiye na vaake gram, janani mainna jeeoon bin ram…
praat bhaye ham hi van jaihain, avdh nahi kchhu kaam janani mainna jeeoon bin ram…
tulasi bharat prem ki mahima, ratat nirantar naam, janani mainna jeeoon bin ram…
janani mainna jeeoon bin ram, ram lkhan siya van ko sidhaaye (gaman, (pita raau gaye sur dhaam, janani mainna jeeoon bin ram…
— Sant Goswami Tulsidas
कुटिल कुबुद्धि कैकेय नंदिनि, बसिये ना वाके ग्राम, जननी मैं ना जीऊँ बिन राम… : મંજુર કરેલા કૈકેયી ને આપ્યાં તે હવે માંગે બે વરદાન : રામ – સીતા ને ૧૪ વર્ષોનો વનવાસ અને પુત્ર ભરત બને અયોધ્યા – નરેશ.રામલખન સિયા વન સિધાયે રામ લખન સિયા વન કો સિધાયેશ્રી રામ – ભરત મિલાપ तुलसी भरत प्रेम की महिमा, रटत निरंतर नाम, जननी मैं ना जीऊँ बिन राम… શ્રી રામ – ભરત મિલાપ
* * (ભરત નો વિલાપ) અવળાં ઉત્પાત : : રચયિતા : કેદાર. તને કહેતાં જનની લજાતો, તેં અવળાં કર્યા ઉત્પાતો…
ધિક્ ધિક્ કૈકેયી ધિક્ તારી વાણી, શીદ ને વદિ આવી વાતો રાજ ન માંગું વૈભવ ત્યાગું, રામ ચરણ બસ નાતો…
જનની કેરું તેં બિરુદ લજાવ્યું, કીધો નાગણ સો નાતો પતિ વિયોગે ઝૂરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો..
લખ ચોરાસી જીવ ભટકતો, ત્યારે માનવ થાતો ધિક્ ધિક્ મારા માનવ તન ને, જે દેહથી રામ દુભાતો..
એક પલક જે રામ રિઝાવે, પાવન જન થઈ જાતો જન્મ ધરી મેં પ્રભુજી ને પૂજ્યાં, તૂટ્યો કાં તો એ નાતો..
પરભવ કેરાં મારા પાપ પ્રગટ્યાં, જીવ નથી કાં જાતો ધન્ય પિતાજી રામ વિયોગે, તોડ્યો તન થી નાતો..
રામ વિરહ માં રડે ભરતજી, ” કેદાર ” ગુણલા ગાતો લેશ ન માયા ઉરમાં આણી, હરિ દર્શન નો નાતો
Meaning : :
This , A PADA/ Hindi ( Bhajan ) Song of Devotion, is illustrating the state of mind of Bharat ji when he knew that Ramchandra ji with Sita ji and Laxman went on an exile just because of his mother Kaikayi .He says these words to his Mother , Kaikeyi. : : ( કૌશલ દેશથી તેડાવ્યા ભરતજી પામી ગયા કે રામ- સીતા – લક્ષ્મણ ને પિતા શ્રી તરફથી વન પ્રસ્થાન અને ૧૪ વર્ષો ના લાંબા વનવાસ માટે ની પિતા શ્રી તરફથી મળેલ આજ્ઞા થવામાં પોતાની માતા કૈકેયી ની યોજના હતી. જે ખિન્નતા ઉપજાવનાર કરુણ બનાવ હોય મહા – અનર્થ થઈ ગયો અને હવે હરહંમેશ દયા ભાવ સાથે લજ્જિત રહેવાનુ થશે. વ્યથિત ઉત્કંઠિત રહી ને અત્યંત ઉદ્વેગ વેઠતા ભરતજી એ માતા કૈકેયી ને કડવાં વેણ કહ્યાં અને જનનીને કડીકડી ( સખત શબ્દોમાં ) ઠપકો આપ્યો. : :
Janani (means mother ) O mother I wont live without Ram .અરેરે ! મારી માત , હું ભરત , રામ વિના નહીં જીવું. વ્હાલા પુત્ર , સર્વ ના પ્રિય શ્રી રામે, સીતાજી અને લક્ષ્મણ સંગાથે વન – ગમન કરીને અયોધ્યાના રાજમહેલ અને રાજકાજછોડી દીધાં. ત્યાં ધીકકાર છે ભરત ને કે એ હજી આ રાજમહેલમાં એક રાત વીતાવે છે.. “સવારના પહોરમાં હું પણ એમનાં રસ્તે વનવાસે ચાલ્યો જવાનો છું . હવે અહીં અવધ નગરીમાં / અયોધ્યા માં મારે શા કાજે રહેવું !?” ધન્ય છે પિતાશ્રી એ રામ વિયોગની વેદના માં દેહત્યાગ કર્યો : : Ram Laxman and Sita ji went to the jungle and father ( Ayodhya King Dashrath ji ) went to the abode of Gods , I. e. Heaven. As the dawn broke I will also go to the forests ; Where / What is the need to stay in Ayodhya ? : : રામ – વિયોગ માં પિતા શ્રી સ્વર્ગે સિધાવ્યા.અને તમે મારી માત ! ( તમારી પાસે તો પતિવ્રતા નો વિયોગમાં ઝૂરવા નો ભાવ પણ વ્યક્ત થયો નથી કે શું ? ) અરેરે ! ! તમે તો કેટલાં કુટીલ , કપટી ( તરકટી) , નઠોરઅને અભાગણાં .. . કોણે તમને કુબુદ્ધિ આપી ? તમારું જ્ઞાન કોણે નષ્ટ કર્યું ? બધું ડહાપણ હરી’ગ્યા !? : : દેવ ભૂદેવો, સંત મહાત્મા ઓ , અરે સમસ્ત મનુષ્યગણ કૈકેયી ને દોષિત ઠેરવી ને હવે નિંદા કરે છે. You ( Queen Kaikayi ) the Deceitful , cunning , wicked and unfortunate who has taken away your knowledge ?
The Gods , humans and the saints all are blaming that you haven’t done right .. .
Tulsidas ji says that Bharat ji says now ” I only have the Feet of the Lord because the Creator has become left to me.” ( Means , against me. ) : : તુલસીદાસજી કહે છે કે ભરતજીએ કહ્યું છે કે, ” ભરત પ્રેમ નો મહિમા રામ નામ ના નિરંતર રટણથી યશ ગૌરવ મેળવશે . મારે સારું હવે ફક્ત રામચરણ નું પૂંજન બાકી બચ્યું છે.” જાનકીનાથ સહાય કરે તો અને તો જ બધું સારું થશે.: : : :
So kare / thaye sab , jab janki nath sahaya karen – This song is a rendition to the devotees.
Immerse yourself in this exquisite classical rendition of ‘Main Na Jeeyun Bin Ram’ which is full of Pathos expressed with their composition in Ragini of Bhairavi by the legendary duo of Benaras Gharana Padma Bhushan Pts. Rajan-Sajan Misra. Their awe-inspiring recitals can be imbued with sentiments of reverence and devotion, offering a unique experience to the listeners. : : : :
માતા સિદ્ધિદાત્રી: નવરાત્રીના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિવાય માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સફળતા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. : માતા સિદ્ધિદાત્રીની પૂજા સાથે, કન્યાઓને પૂજા અથવા ભોજન પણ અર્પણ કરે છે. આમ કરવાથી ભક્તો પર માતા દુર્ગાની કૃપા બની રહે છે. માતાને આદિ શક્તિ ભગવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. :
માતા સિદ્ધિદાત્રી નો મંત્ર છે-
સિદ્ધિ ગન્ધર્વ યક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ।
સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની॥ : : : : : : માર્કંડેય પુરાણ અનુસાર, મા સિદ્ધિદાત્રીને આઠ પ્રકારની સિદ્ધિઓ મળી છે – અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. . માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવી બની ગયો અને અર્ધનારીશ્વર કહેવાયાં. : મા દુર્ગાના નવ સ્વરૂપોમાં આ સ્વરૂપ સૌથી શક્તિશાળી છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું આ સ્વરૂપ તમામ દેવી-દેવતાઓના મહિમાથી પ્રગટ થયું છે. કથામાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે મહિષાસુર રાક્ષસના અત્યાચારથી પરેશાન તમામ દેવતાઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓમાંથી એક પ્રકાશ થયો અને તે પ્રકાશમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ થયું, જેને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. : સિંહ માતાનું વાહન છે અને કમળ પર બેસે છે. તેમની પાસે ચાર હાથ છે, નીચેના જમણા હાથમાં ચક્ર, ઉપરના હાથમાં ગદા, નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળનું ફૂલ છે. માતાને જાંબલી અને લાલ રંગનો ખૂબ શોખ છે. : માતા સિદ્ધિદાત્રીને પણ દેવી સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. :
આજે નવરાત્રીનો નવમો દિવસે જાણીશું : મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ: :
માર્કેણ્ડેય પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18 સિદ્ધિઓ : :
શારદીય નવરાત્રીમાં નવમા દિવસના પ્રમુખ દેવી મા સિદ્ધિદાત્રી છે. નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમની ઉપાસના કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. દેવી પુરાણના પુરાવા માનીએ તો ભગવાન શિવજીને આ જ માતાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને શિવજીને અર્ધનારીશ્વર રૂપ આ જ દેવીના કારણે પ્રાપ્ત થયુ હતું. : માર્કેણ્ડેય પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18 સિદ્ધિઓ બતાવવામાં આવી છે.
માર્કેણ્ડેય પુરાણમાં લખેલી ૮ સિદ્ધિઓ : :
૧ અણિમા, ૨ મહિમા, ૩ ગરિમા ,૪ લધિમા ૫ પ્રાપ્તિ, ૬ પ્રાકામ્ય, ૭ ઈશિત્વ અને ૮ .વશિત્વ
સંસારની નશ્વરતાનો બોધ થઈ જાય છે. આપણે દેવીનું સાનિધ્ય મેળવીને અમૃત રસનું પાન કરવા લાગીએ છીએ. પરંતુ આ સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે ઘોર તપસ્યાની આવશ્યકતા હોય છે. : દેવી પુરાણ 3.30.59-60 પ્રમાણે શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન મને નવરાત્રી વ્રતનું સમાપન કરીને દશમી તિથિના રોજ વિજયા પૂજન કરીને અને દાન આપીને કિષ્કિંધા પર્વત પરથી લંકા તરફ પ્રસ્થાન કર્યું હતું. તેથી આ દિવસનું નામ વિજયાદશમી પણ કહેવાય છે.
માતા સિદ્ધિદાત્રી : સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું સંચાલન કરે છે. : : શસ્ત્રો : ગદા, ચક્ર : : વાહન : સિંહ અને કમળ : : મંત્ર : શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા. ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા’. : દેવી ભાગવત્ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના “અર્ધનારીશ્વર” સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે. : : શ્લોક सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि | सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी || : : નવરાત્રી દિવસ 9. માતા સિદ્ધિદાત્રી એપ્રિલ 7, 2025, સોમવાર આજનું નવરાત્રી રંગ – મોર લીલો Peacock Green implies uniqueness and individuality. Stand out in the crowd wearing this exquisite shade of Blue and Green on this day of Navratri. This color exudes the qualities associated with both of these colors such as compassion and freshness.
During Navratri, wearing the similar color dress as that of Navratri color of the auspicious day is in vogue among women, especially while playing Dandiya Raas – Garba, in Gujarat and Maharashtra. The first color of the Navratri is decided based on the weekday when Navratri begins and remaining 8 days follow a fixed cycle of colors.
The name of eighth form of Shakti is ”Mahagauri”. Sadhak attains infallible-result by doing her sadhana. While worshiping her, she forgives even all past sinful negative karmas of her devotee. On the eighth day of Navaratri, one should chant the mantra of Maa Mahagauri, who is seated on the Nandi-bull. II Mantra II ॐ ह्रीं गौरी रूद्रदयिते योगेश्वरी हुं फट स्वाहा I Om Hrim Gauri Rudradayite Yogeshvari Hum Phat Swaha II
માતા મહાગૌરી : : श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥ : : : : : : : : : : માતા મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. ‘અષ્ટવર્ષા ભવેદ ગૌરી’ આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. : : મા મહાગૌરીની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની સાથે લાંબા આયુષ્યનું વરદાન મળે છે.
માતા મહાગૌરી : સુંદરતા અને સ્ત્રીઓની દેવી : દેવી દુર્ગાનું આઠમું સ્વરૂપ : વાહન બળદ : : હથિયાર : ત્રિશૂળ, ડમરુ , અભયમુદ્રા, વરદ મુદ્રા : : મંત્ર श्वेते वृषे समरुढा श्वेताम्बरधरा शुचिः। महागौरी शुभं दघान्महादेवप्रमोददा ॥ : : આઠમા દિવસે તેમની પૂજા કરવામાં આવે ત્યારે મહાગૌરી પોતાના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરી શકે છે. : મહાગૌરી નામનો અર્થ થાય છે અત્યંત તેજસ્વી, સ્વચ્છ રંગવાળી, ચંદ્ર જેવી ચમકતી. (મહા, महा = મહાન; ગૌરી, गौरी = તેજસ્વી, સ્વચ્છ) : : શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવના વરદાનને કારણે, દેવીને ખૂબ જ ગોરો રંગ મળ્યો હતો. દેવી ભાગવત પુરાણ અનુસાર ચૈત્રી નવરાત્રીની અષ્ટમીનું વિશેષ મહત્વ છે. કેમ કે કેટલાક લોકો આ દિવસે કન્યાઓની પૂજા કરે છે. મહાગૌરી પવિત્રતાનું પ્રતિક છે જે સામાન્ય રીતે સફેદ બળદ પર સવારી કરતી વખતે સફેદ રંગમાં દર્શાવવામાં આવે છે. તેણીને ચાર હાથોથી દર્શાવવામાં આવી છે: તેણીના જમણા ઉપરના હાથમાં ત્રિશૂળ છે અને તેના ડાબા ડાબા હાથમાં, તેણી ડમરુ ધરાવે છે , અને અભયમુદ્રામાં જમણો હાથ. ચૈત્ર સુદ અષ્ટમી ની સવારે શુભ સમય માં સૌથી પહેલા કળશની પૂજા સાથે મા દુર્ગાની પૂજા કરો. તેમને પીળા ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત અને મીઠાઈઓ અર્પણ કરો. આ સાથે નારિયેળ પણ અર્પણ કરો. હવે માતાજીની સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને દુર્ગા ચાલીસા, મહાગૌરી મંત્ર, સ્તુતિ વગેરેનો પાઠ કરીને છેલ્લે આરતી કરો. માતા મહાગૌરીને નારિયેળ બરફી અને લાડુ અર્પણ કરો. તમે નારિયેળ તેલ પણ આપી શકો છો. માતાને મોગરાના ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી દેવી માતાના ચરણોમાં મોગરાના ફૂલ ચઢાવો. :
તેણીએ સોનેરી કિનારીવાળી સફેદ સાડી પહેરી છે. : : શુંભ અને નિશુંભ નામના રાક્ષસોને ફક્ત પાર્વતીના કુંવારી, અપરિણીત સ્વરૂપ દ્વારા જ મારી શકાય છે . તેથી, બ્રહ્માની સલાહ મુજબ , શિવ વારંવાર પાર્વતીને કોઈ કારણ વગર, મજાક ઉડાવતા “કાલી” કહેતા. આ ચીડથી પાર્વતી ઉશ્કેરાઈ ગઈ, તેથી તેણીએ સુવર્ણ રંગ મેળવવા માટે બ્રહ્માને કઠોર તપસ્યા કરી. બ્રહ્માએ તેણીને વરદાન આપવામાં પોતાની અસમર્થતા સમજાવી અને તેના બદલે તેણીને તેણીની તપસ્યા બંધ કરીને શુંભ અને નિશુંભ રાક્ષસોનો વધ કરવા વિનંતી કરી. પાર્વતી સંમત થઈ અને હિમાલયમાં ગંગા નદીમાં સ્નાન કરવા ગઈ . પાર્વતી ગંગા નદીમાં પ્રવેશી અને સ્નાન કરતી વખતે, તેણીની કાળી ત્વચા સંપૂર્ણપણે ધોવાઈ ગઈ અને તે સફેદ વસ્ત્રો અને વસ્ત્રો પહેરેલી એક સુંદર સુવર્ણ સ્ત્રી તરીકે બહાર આવી, તેથી તેણીને “મહાગૌરી” ઉપનામ મળ્યું. : : પાર્વતી દેવતાઓ પ્રત્યે દયાથી કાળી થઈ ગઈ અને તેનું નામ કાલિકા રાખવામાં આવ્યું. ત્યારબાદ તેણી ચંડી ( ચંદ્રઘંટા ) માં પરિવર્તિત થઈ અને રા ધુમ્રલોચનનો વધ કર્યો. ચંડી અને મુંડને દેવી ચામુંડા દ્વારા મારી નાખવામાં આવ્યા જે ચંડીનાં ત્રીજા આંખમાંથી પ્રગટ થઈ. ત્યારબાદ ચંડીએ રક્તબીજ અને તેના ક્લોન્સને મારી નાખ્યા, જ્યારે ચામુંડાએ તેમનું લોહી પીધું. પાર્વતી ફરીથી કૌશિકીમાં પરિવર્તિત થઈ અને શુંભ અને નિશુંભને મારી નાખ્યા, ત્યારબાદ તે ફરીથી મહાગૌરીમાં પરિવર્તિત થઈ. તેથી પાર્વતીએ શુંભ અને નિશુંભનો વધ કર્યો, શિવ પુરાણ અને દેવી માહાત્મ્ય (માર્કંડેય પુરાણનો ભાગ) માં અનુક્રમે મહાસરસ્વતી અથવા અંબિકાના બિરુદ આપ્યા . : : માતા ગૌરી દેવી, શક્તિ અથવા માતા દેવી છે, જે દુર્ગા, પાર્વતી, કાલી અને અન્ય ઘણા સ્વરૂપોમાં દેખાય છે. તે શુભ, તેજસ્વી છે અને સારા લોકોનું રક્ષણ કરે છે અને ખરાબ કાર્યો કરનારાઓને સજા કરે છે. માતા ગૌરી આધ્યાત્મિક સાધકને જ્ઞાન આપે છે અને મૃત્યુના ભયને દૂર કરે છે. : બળદની પીઠ પર સવાર થઈને, તે કૈલાશ ઘરે પાછી ફરી, જ્યાં મહાદેવ તેની રાહ જોઈ રહ્યા હતા. બંને ફરી એકવાર ભેગા થયા અને તેમના પુત્રો, કાર્તિકેય અને ગણેશ સાથે ખુશીથી રહેતા હતા. માતાનો ધ્યાન મંત્ર શ્વેતે વૃષેશમારુધા શ્વેતામ્બરધરા શુચિઃ ।મહાગૌરી શુભમ દદ્યાન્મહાદેવ પ્રમોદાદા ॥અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી.નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥ : : :: માતા મહાગૌરીનું ધ્યાન વન્દે વરિષ્ટિ કામાર્થે ચન્દ્રાર્ગકૃતશેખરમ્ ।સિંહારુધા ચતુર્ભુજા મહાગૌરી યશસ્વનિમ્ ।પૂર્ણન્દુ નિભમ ગૌરી સોમચક્રસ્થિતમ્ અષ્ટમ મહાગૌરી ત્રિનેત્રમ્.વરાભિતિકરણ ત્રિશુલ ડમરુધરં મહાગૌરી ભજેમ.પટામ્બર વેશભૂષા, કોમળ રમૂજ, નાનાલંકાર ભૂષિતમ્.પ્રફુલ્લ વંદના પલ્લવધરમ કતન કપોલં ત્રૈલોક્ય મોહનમ્.કામણિયા લાવણ્યં મૃણાલ ચન્દનગન્ધલિપ્તમ્ । : : : : મંત્ર ॐ महागौर्यै नमः ॥ ઓમ દેવી મહાગૌર્યાય નમઃ :: નવરાત્રી દિવસ 8. માતા મહાગૌરી એપ્રિલ 6, 2025, રવિવાર આજનું નવરાત્રી રંગ – જાંબુડિયું Purple color is associated with luxury, grandeur and nobility. Worshipping Navdurga wearing Purple bestows devotees with opulence and richness. So, do not shy away and don a beautiful purple outfit to receive the blessings of Goddess.
The seventh form of Shakti is knows as ”Kalratri”. The fierce looking Maa Kalratri always bestows all round success and fulfills all desires to her devotee, though in this form of shakti, she is also knows as ”Shubhankari”. Maa protects sadhaks from the fear, frees sadhaks from the evil influence of planers, kills the enemies of her devotee. On the seventh day of Navratri, one should chant the following Mantra of Kalratri. Mantra: Om Aim Hrim Klim Shrim Kalaratrisarva I Vashyam Kuru Kuru Viryam Dehi Dehi Ganeshvarayai Namah II Glaom Hum Aim Hrim Shrim Ehi Ehi Kalaratri Aaveshaya Aaveshaya I Prasphura Prasphura Sarvajana Samomhaya Samomhaya Hum Phat Swaha II
ॐ ऐं ह्रीं क्लीं श्रीं कालरात्रि सर्व I वश्यं कुरु कुरु वीर्यं देहि देहि गणेश्र्वर्यै नमः II ग्लौं हूं ऐं कुरु एहि एहि कालरात्रि आवेशय आवेशय I प्रस्फुर प्रस्फुर सर्वजन समोंहय समोंहय हूं फट स्वाहा I I
ચંડવીરાં ચંડમાયાં રક્તબીજ પ્રભજ્જનીમ l : : સ્વર : પં . શિબરથ : લિરીકસ વિડીયો : : સપ્તમ સ્તુતિ ( પરંપરાગત ) : : આલ્બમ : નવદુર્ગા સ્તુતિ : તથાસ્તુ ઈન્ડિયા યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૧૦ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ-
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥ : : : : : : : દુર્ગા સપ્તમશતી અનુસાર માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તમને કાલરાત્રી કહેવાય છે. : : કાલરાત્રીના ત્રણ નેત્ર છે. હાથોમાં ખડગ અને કાંટા છે. સાથે જ તેમની વાહન ગદર્ભ છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ ખુબ જ આક્રામક અને ભયભીત કરનારું હોય છે. માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિનો શનિ દોષ, સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. : : ભગવાન ગણેશની સ્તુતિ કરો. ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવો. ત્યારબાદ કળશ દેવતાની વિધિવત પૂજા કરો. ત્યારબાદ માતા કાલરાત્રીની પૂજામાં અક્ષત, ધૂપ, રાતરાણીના ફૂલ, ગંધ, રોલી, ચંદનનો ઉપયોગ કરતા પૂજા કરો. : : માતા કાલરાત્રીને ગોળ અને ગોળની બનેલી વસ્તુ પસંદ છે. એટલા માટે મહા સપ્તમીના દિવસે માતારાનીને ગોળમાંથી બનેલી ચીજોનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. માતા કાલરાત્રી પ્રસંન્ન થઇને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. માતા કાલરાત્રી હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે અને આ કારણે માતાનું એક નામ શુભંકરી પણ છે. : : માતા કાલરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતાં છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોની રક્ષા માટે દેવી દુર્ગા ભયાનક કાળરાત્રિના સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં. : : શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે, તેમના વાળ વિખેરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમનાં ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતો હોય છે.મસ્તક પર શિવજીની જેમ ત્રીજી આંખ છે. ત્રીજું નેત્ર આપણા અંતર્મનનું પ્રતીક છે. એનો સ્પષ્ટ અર્થ છે કે જ્યારે આપણે ભક્તિના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે ઇશ્વરની નજીક પહોંચી જઇએ છીએ તો ત્રીજી આંખ એટલે અંતર્મન જ આપણને યોગ્ય માર્ગ દેખાડે છે. જ્યારે કોઈ સાધકની સાથે આવી સ્થિતિ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તે ભક્તિના છેલ્લા તબક્કાની તરફ છે, જ્યાંથી તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. : કાલરાત્રિનું વાહન ગર્દભ(ગધેડો) છે. : : દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા, શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનો વધ કર્યો, પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયાં. એને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યાર બાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો. : :
માતા કાલરાત્રીની આરતી काल के मुंह से बचाने वालीदुष्ट संहारिणी नाम तुम्हारामहा चंडी तेरा अवतारापृथ्वी और आकाश पर सारामहाकाली है तेरा पसाराखंडा खप्पर रखने वालीदुष्टों का लहू चखने वालीकलकत्ता स्थान तुम्हारासब जगह देखूं तेरा नजारासभी देवता सब नर नारकृपा करे तो कोई भी दुः ख नाना कोई चिंता रहे ना बीमारीना कोई गम ना संकट भारीउस पर कभी कष्ट ना आवेमहाकाली मां जिसे बचावेतू भी ‘भक्त’ प्रेम से कहकालरात्रि मां तेरी जय.
માતા કાલરાત્રી : નવદુર્ગા નું સાતમું સ્વરૂપ .
માતા કાલરાત્રી : : શુભ અને હિંમતની દેવી: કાલરાત્રિ ( સંસ્કૃત : कालरात्रि , રોમન ભાષામાં : કાલરાત્રિ ) એ દેવી મહાદેવીના નવ નવદુર્ગા સ્વરૂપોમાંનું સાતમું સ્વરૂપ છે . તેમનો સૌપ્રથમ ઉલ્લેખ દેવી મહાત્મ્યમાં જોવા મળે છે . કાલરાત્રિ એ દેવીના ભયાનક સ્વરૂપોમાંનું એક છે. : : હથિયાર : વજ્ર અને વક્ર તલવાર, અભયમુદ્રા, વરદમુદ્રા : : વાહન : ખચ્ચર , સિંહ કે વાઘ : : મંત્ર : એકવેણી જપકર્ણપુરા નગ્ન કાલरात्रीषणा | दंष्ट्रालवदनं घोरं मुक्तकेश्वरम् || ललजतक्षं लंबोष्टिं लोकर्णं तथैव च | वामपादोल्लासोल्लोह लतकन्तकभूषणम् || : : કાલિ અને કાલરાત્રિ નામો એકબીજાના બદલે વાપરવામાં આવે તે અસામાન્ય નથી, જોકે કેટલાક લોકો આ બે દેવતાઓને અલગ ગણે છે. પરંપરાગત રીતે નવરાત્રી ઉજવણીની નવ રાત્રિઓ દરમિયાન કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે . ખાસ કરીને નવરાત્રીનો સાતમો દિવસ તેમને સમર્પિત છે, અને તેમને દેવીનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે, તેમનું સ્વરૂપ ભયનું કારણ બને છે. દેવીનું આ સ્વરૂપ બધા રાક્ષસો, ભૂત, દુષ્ટ આત્માઓ અને નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર માનવામાં આવે છે, જેઓ તેમના આગમનની જાણ થતાં ભાગી જાય છે. :: સૌધિકાગમ , ઓરિસ્સા ના એક પ્રાચીન તાંત્રિક ગ્રંથ અનુસાર દરેક કેલેન્ડર દિવસના રાત્રિ ભાગ પર શાસન કરતી દેવી તરીકે કરવામાં આવ્યું છે. તેણી મુગટ ચક્ર (જેને સહસ્રાર ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ) સાથે પણ સંકળાયેલી છે, જે ઉપાસકને સિદ્ધિઓ (અલૌકિક કુશળતા) અને નિધિઓ (ધન) આપે છે: ખાસ કરીને જ્ઞાન, શક્તિ અને સંપત્તિ. : : શુભંકરી (शुभंकरी) તરીકે પણ ઓળખાય જેનો સંસ્કૃતમાં અર્થ શુભ થાય છે, કારણ કે એવી માન્યતા છે કે તે હંમેશા તેના ભક્તોને સકારાત્મક પરિણામો આપે છે. તે તેના ભક્તોને નિર્ભય બનાવે છે. : અશ્વત્થામા એ પાંડવોના / દ્રૌપદી પુત્રો ને યુદ્ધ ના નિયમ વિરુદ્ધ રાત્રી દરમિયાન ઊંઘ માં મારી નાખેલા ત્યારે કાલરાત્રી ત્યાં ઉપસ્થિત રહેલી. : તેથી વિસર્જન ની શ્યામલ શક્તિ તથા ભ્રમ ની ભયંકર રાત્રી ગણાય છે. : શિવ- પાર્વતીને રાક્ષસ રાજા દુર્ગામાસુર દ્વારા ભયભીત કરવામાં આવતા દેવતાઓને મદદ કરવા વિનંતી કરેલી તે દેવી કાલરાત્રીને સ્વીકારેલી સ્કંદપુરાણમાં લખ્યું છે , “… એક સ્ત્રી જેની સુંદરતાએ ત્રણ લોકના રહેવાસીઓને મોહિત કર્યા હતા.. . તેણીએ તેમના મુખના શ્વાસથી તેમને રાખમાં ફેરવી દીધા .” : દેવી ભાગવત પુરાણ
પાર્વતીના શરીરમાંથી દેવી અંબિકા (જેને કૌશિકી અને ચંડિકા તરીકે પણ ઓળખવામાં આવે છે) બહાર આવ્યા પછી, પાર્વતીની ત્વચા અત્યંત કાળી, લગભગ કાળી, કાળા વાદળોના રંગ જેવી થઈ જાય છે. તેથી, પાર્વતીને કાલિકા અને કાલરાત્રિ નામ આપવામાં આવ્ય . તેણીને બે હાથ ધરાવતી, તરંગ અને લોહીથી ભરેલી ખોપરીના પ્યાલા ધરાવતી તરીકે વર્ણવેલ છે , અને તે આખરે રાક્ષસ રાજા, શું્ભને મારી નાખે છે. કાલરાત્રિ શબ્દ રાત્રિના અંધકારનો ઉલ્લેખ કરે છે , એક એવી સ્થિતિ જે સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિઓ માટે ભયાનક હોય છે, પરંતુ દેવીના ભક્તો માટે ફાયદાકારક માનવામાં આવે છે. : કાલરાત્રીના નામ લલિતા સહસ્રનામ ( બ્રહ્માંડ પુરાણમાં જોવા મળે છે અને લક્ષ્મી સહસ્રનામનો સમાવેશ થાય છે. ): કાળો રંગ સૃષ્ટિ પહેલાંના આદિકાળના અંધકાર અને અજ્ઞાનના અંધકારનો સંદર્ભ આપે છે. તેથી, દેવીના આ સ્વરૂપને અજ્ઞાનના અંધકારનો નાશ કરનાર તરીકે પણ જોવામાં આવે છે. :: કાલરાત્રિનું આહ્વાન કરવાથી ભક્તને સમયની ઉત્તેજક ગુણવત્તા અને રાત્રિના સર્વગ્રાહી સ્વભાવથી સશક્ત બનાવવામાં આવે છે, જેનાથી તમામ અવરોધો દૂર થાય છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે. :: રક્તબીજ નામનો એક રાક્ષસ આવ્યો. રક્તબીજને વરદાન મળ્યું હતું કે જો તેના લોહીનું એક ટીપું પણ જમીન પર પડે, તો તેનો એક ક્લોન ઉત્પન્ન થશે. જ્યારે કાલરાત્રીએ તેના પર હુમલો કર્યો, ત્યારે તેના વહેતા લોહીથી તેના ઘણા ક્લોન ઉત્પન્ન થયા. તેથી, તેને હરાવવાનું અશક્ય બન્યું. તેથી યુદ્ધ કરતી વખતે, ગુસ્સે થયેલી કાલરાત્રીએ તેનું લોહી પીધું જેથી તે નીચે ન પડે, આખરે રક્તબીજને મારી નાખ્યો અને દેવી ચંડી તેના સેનાપતિઓ, શુંભ અને નિશુંભને મારવામાં મદદ કરી. તે એટલી ઉગ્ર અને વિનાશક બની ગઈ કે તે તેની સામે આવનાર દરેકને મારવા લાગી. બધા દેવતાઓએ તેને રોકવા માટે શિવની સામે પ્રાર્થના કરી, તેથી શિવે તેને રોકવાનો પ્રયાસ કરતા તેના પગ નીચે આવવાનું નક્કી કર્યું. જ્યારે તે બધાને મારવામાં વ્યસ્ત હતી, ત્યારે શિવ તેના પગ નીચે દેખાયા. તેના પ્રિય પતિને પગ નીચે જોઈને, તેણીએ તેની જીભ કરડી, શિવને ઊભા રહેવામાં મદદ કરી અને અપરાધભાવમાં, તે લડાઈ ભૂલી ગઈ, તેથી શિવે તેને શાંત કરી. : : જ્યારે વિનાશ આવે છે, ત્યારે દેવી પોતાને કાલરાત્રિમાં રૂપાંતરિત કરે છે, જે કોઈ પણ અવશેષ છોડ્યા વિના બધા સમયને ભસ્મ કરે છે. :: દુર્ગાસુર કૈલાસ પર આક્રમણ કરવા આવ્યો, ત્યારે પાર્વતીએ તેની સાથે યુદ્ધ કર્યું અને તેને મારી નાખ્યો, જેના કારણે તેનું નામ દુર્ગા પડ્યું. :: આ દેવીના અન્ય, ઓછા જાણીતા નામોમાં રૌદ્રી અને ધુમોર્ણાનો સમાવેશ થાય છે. :: કાલનો વિચાર બધી વસ્તુઓના ભક્ષક તરીકે થયો, એ અર્થમાં કે સમય બધું જ ખાઈ જાય છે. કાલરાત્રિનો અર્થ “સમયનો મૃત્યુ” પણ થઈ શકે છે. મહાનિર્વાણ તંત્રમાં, બ્રહ્માંડના વિસર્જન દરમિયાન, કાલ (સમય) બ્રહ્માંડને ખાઈ જાય છે અને તેને સર્વોચ્ચ સર્જનાત્મક શક્તિ, કાલિ તરીકે જોવામાં આવે છે. કાલી એ કલામ (કાળો, ઘેરો રંગ) નું સ્ત્રીલિંગ સ્વરૂપ છે. : કાલરાત્રિનો રંગ સૌથી કાળી રાત્રિ જેવો છે, તેના વાળ ખૂબ જ ભરેલા છે અને તેનું સ્વરૂપ સ્વર્ગીય છે. તેના ચાર હાથ છે – ડાબા બે હાથમાં તીર અને વજ્ર છે અને જમણા બે હાથમાં વરદ (આશીર્વાદ) અને અભય (રક્ષણ) મુદ્રા છે . તે ચંદ્રની જેમ ચમકતો હાર પહેરે છે. કાલરાત્રિને ત્રણ આંખો છે જે વીજળી જેવા કિરણો નીકળે છે. જ્યારે તે શ્વાસ લે છે અથવા બહાર કાઢે છે ત્યારે તેના નાકમાંથી જ્વાળાઓ નીકળે છે. [તેનો સવાર ગધેડો છે, જેને ક્યારેક શબ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે વાદળી, લાલ અને સફેદ રંગો પહેરવા જોઈએ.
કાલરાત્રિનો દેખાવ દુષ્ટો માટે વિનાશ લાવનાર માનવામાં આવે છે. પરંતુ તે હંમેશા તેના ભક્તો માટે સારા ફળ આપે છે અને તેનો સામનો કરતી વખતે ભય ટાળવો જોઈએ, કારણ કે તે આવા ભક્તોના જીવનમાંથી ચિંતાના અંધકારને દૂર કરે છે. નવરાત્રિના સાતમા દિવસે તેની પૂજાને યોગીઓ અને સાધકો દ્વારા ખાસ મહત્વ આપવામાં આવે છે. : : મંત્ર ॐ देवी કાલરાત્ર્યૈ નમ: ઓં દેવી કાલરાત્ર્યાય નમઃ
માં કાલરાત્રી મંત્ર – મા કાલરાત્રી મંત્ર:
या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नम: [ 16 ]
કરલવંદના ધોરમ મુક્તકેશી ચતુર્ભુજમ્ । કાલ રાત્રીમ કરલિકમ દિવ્યં વિદ્યુતમાલા વિભૂષિતમ્ : : નવરાત્રી દિવસ 7 માતા કાલરાત્રી એપ્રિલ 5, 2025, શનિવાર આજનું નવરાત્રી રંગ – નિસ્તેજ Grey color represents balanced emotions and keeps the person down-to-earth. This color is also appropriate for those who want to participate in Navratri celebrations and make a subtle style statement with this undertone color shade.
માતા કાત્યાયની : માતા દેવીની પૂજા કરનાર ઋષિ કાત્યાયનની પુત્રી, : વાહન : બળદ ના સ્વરૂપનો સિંહ : હથિયાર : ખડગા (લોંગ્સવર્ડ) , પદ્મ અથવા કમળ , અભય મુદ્રા, વરદ મુદ્રા : : મંત્ર : चंद्रहासोज्जवलकरा शार्दूलवरवाहना। कात्यायनी शुभं दध्यादेवी दानवघातिनि। : : મહાદેવીનું એક સ્વરૂપ છે અને જુલમી રાક્ષસ મહિષાસુરનો વધ કરનાર છે . તે નવદુર્ગાઓમાં છઠ્ઠી છે, જે નવરાત્રિના તહેવાર દરમિયાન પૂજાય છે. તેણીને ચાર, દસ કે અઢાર હાથ સાથે દર્શાવવામાં આવી છે . સંસ્કૃત શબ્દકોશ અમરકોષમાં દેવી આદિ પરાશક્તિને આ બજું નામ આપવામાં આવ્યું છે (દેવીપાર્વતીના નામ – ઉમા , કાત્યાયની , ગૌરી , કાલી , હૈમવતી , ઈશ્વરી ) : : દેવી કાત્યાયનીને ત્રણ આંખો અને ચાર હાથ છે. તેમના ડાબા હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ છે. તેમના જમણા હાથમાં વરદ મુદ્રા (વરદાન આપતી) અને અભય મુદ્રા (ભય, પરોપકાર અને રક્ષણનું નિરાકરણ) જોઈ શકાય છે. તેમના કપાળ પર અર્ધચંદ્રાકાર ચંદ્ર હોવાથી, દેવી કાત્યાયની સિંહ પર સવારી કરે છે. : : યોદ્ધા દેવી છે, જેમાં ભદ્રકાલી અને ચંડિકાનો પણ સમાવેશ થાય છે . પરંપરાગત રીતે લાલ રંગ સાથે સંકળાયેલી છે, જેમ કે શક્તિનું આદિમ સ્વરૂપ પાર્વતી સાથે ( પતંજલિના પાણિની પરના બીજી સદી BCE માં લખેલ મહાભાષ્યમાં કહ્યાં પ્રમાણે ) : દેવતાઓના ક્રોધ ને લીધે સંયુક્ત શક્તિ થી તેજ ના પર્વત માથી જન્મ થયો. અને અસ્ત્ર શસ્ત્ર મળ્યાં.: અને મહિષાસુર માર્યો. : ૪ / ૫ / ૧૦ મી સદીમાં પુરાણો માં ઉલ્લેખ થયાં છે. : દક્ષિણ છેડે કિશોરાવસ્થામાં રહેતી દેવી કન્યાકુમારીને કાત્યાયની અથવા પાર્વતીનો અવતાર કહેવામાં આવે છે . તે તપસ્યા અને સંન્યાસની દેવી છે. પોંગલ ( થાઈ પોંગલ ) દરમિયાન, એક લણણીનો તહેવાર, જે મકર સંક્રાંતિ સાથે આવે છે અને તમિલનાડુમાં ઉજવવામાં આવે છે, યુવાન છોકરીઓ વરસાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી હતી અને આખા મહિના દરમિયાન, તેઓ દૂધ અને દૂધના ઉત્પાદનો ટાળતી હતી. સ્ત્રીઓ વહેલી સવારે સ્નાન કરતી હતી અને ભીની રેતીમાંથી કોતરેલી કાત્યાયનીની મૂર્તિની પૂજા કરતી હતી. તમિલ કેલેન્ડરમાં થાઈ મહિનાના પહેલા દિવસે (જાન્યુઆરી-ફેબ્રુઆરી) તપસ્યાનો અંત આવતો હતો . મંત્ર
स्वर्णाज्ञा चक्र स्थितां षष्ठम दुर्गा त्रिनेत्राम्। वराभीत करां षग्पदधरां कात्यायनसुतां भजामि ॥ સ્વર્ણગ્ય ચક્ર સ્થિતમ્ શાષ્ટમ દુર્ગા ત્રિનેત્રમ્. વરાભિતં કરમં ષડ્ગપદ્મધરમ્ કાત્યાયનસુતં ભજામિ નવરાત્રી દિવસ 6 માતા કાત્યાયની એપ્રિલ 4, 2025, શુક્રવાર આજનું નવરાત્રી રંગ – લીલો Green color symbolizes nature and evokes a sense of growth, fertility, peace and serenity. Wear Green on Friday and let the Goddess bestows you with tranquillity. Green also represents new beginnings in life.
માતા સ્કંદમાતા : ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધ ચક્ર ઉપર રહેતું હોય છે. સ્કંદ કુમાર (કાર્તિકેય) ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્રભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે. : : સર્વ લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદમાતાના મહિમાનું વર્ણન છે. : કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે. જેમનું એક નામ છે સ્કંદ. અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે. જેને લીધે તેમને ‘પદ્માસના દેવી’ પણ કહેવાય છે. દેવીનો વર્ણ શુભ્ર, સફેદ છે. : : માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઇએ. એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો. આ રીતે પૂજન વિધિ કરવાથી મા પસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે. કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઈન્દ્ર ભયથી ધ્રૂજવા લાગ્યા. ઈન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યો. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે, તેથી માતાની ઉજવણી કરવા માટે, ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી. આ સમયથી, દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતા તરીકે ઓળખાવા લાગી. : સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે. : પૂજા માટે કુશ અથવા કામળાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ.
ફળદાયી મંત્ર
| ૐ એં હ્રીં ક્લીં સ્કંદમાતાયૈ નમ : ||
માતા સ્કંદમાતા : માતૃત્વ ની દેવી : વાહન : સિંહ અને કમળ : નામ સ્કંદ પરથી આવ્યું છે , જે યુદ્ધ દેવતા કાર્તિકેયનું વૈકલ્પિક નામ છે અને માતા , જેનો અર્થ થાય છે માતા. : મંત્ર सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ॥ : : સ્કંદમાતા ચાર હાથવાળી, ત્રણ આંખોવાળી અને સિંહ પર સવારી કરે છે. [ 3 ] તેમનો એક હાથ ભય દૂર કરનારી અભયમુદ્રા સ્થિતિમાં છે જ્યારે બીજો હાથ તેમના ખોળામાં તેમના પુત્ર સ્કંદના શિશુ સ્વરૂપને પકડી રાખવા માટે વપરાય છે. તેમના બાકીના બે હાથ સામાન્ય રીતે કમળના ફૂલો પકડીને દર્શાવવામાં આવે છે. તેમનો રંગ હળવો છે, અને જેમ જેમ તેમને ઘણીવાર કમળ પર બેઠેલા ચિત્રમાં દર્શાવવામાં આવે છે, તેમ તેમ તેમને ક્યારેક પદ્માસની તરીકે ઓળખવામાં આવે છે. : “અગ્નિ દેવી” તરીકે ઓળખાતી અને ભક્તોને મુક્તિ, શક્તિ, સમૃદ્ધિ, ખજાના, શાણપણ (ભલે અભણ હોય) અને તેમની બધી ઇચ્છાઓની પરિપૂર્ણતાથી પુરસ્કાર આપતી માનવામાં આવતી, સ્કંદમાતા સૂર્યની તેજસ્વીતા ધરાવે છે. નિઃસ્વાર્થ ભક્તોને શક્તિ, સમૃદ્ધિ અને જીવનની બધી સિદ્ધિઓ અને ખજાનાની પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે. બે વાર ધન્ય અને અંતે મુક્તિ માટે અનુકૂળ, સ્કંદમાતાની પૂજા ભક્તોના હૃદયને શુદ્ધ કરે છે (જે પરિણામે દૈવી વૈભવથી ચમકે છે) અને આપમેળે તેની સાથે તેના પુત્ર સ્કંદની પૂજાનો સમાવેશ કરે છે. આમ, ભક્તો સ્કંદમાતા અને સ્કંદ બંનેની કૃપાનો આનંદ માણે છે. તેની પૂજા કરતી વખતે, ભક્તોએ તેમની ઇન્દ્રિયો અને મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ, પોતાને સાંસારિક બંધનમાંથી મુક્ત કરવા જોઈએ અને એક-નિષ્ઠાથી તેની પૂજા કરવી જોઈએ. : : : : પ્રાર્થના : : ॐ देवी स्कन्दमातायै नम:
ઓં દેવી સ્કંદમાતાય નમઃ
सिंहासनगता नित्यं पद्माञ्चित करद्वया।
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ॥
या देवी सर्वभूतेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता।
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। શુભદાસ્તુ સદા देवी स्कन्दमाता यशस्विनी। સિંહસઙ્ગતાનિત્યમપદ્માશ્રિતકારદ્વય, શુભદસ્તુસદદેવસ્કન્દમતયશસ્વિનીમ્ નવરાત્રી દિવસ 5 માતા સ્કંદમાતા એપ્રિલ 3, 2025, ગુરુવાર આજનું નવરાત્રી રંગ – પીળો Wear Yellow color on Thursday and enjoy your Navratri day with a sense of unparalleled optimism and joy. This is a warm color that keeps the person cheerful all day.
માતા કુષ્માંડા : શસ્ત્રો ધનુષ-બાણ, ચક્ર અને ગદા : : વાહન : વાઘ 🐅🐯 : : હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કૂષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે.તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે. કુષ્માંડાને આઠથી દસ હાથમાં ત્રિશૂળ, ચક્ર, તલવાર, કાણું, ગદા, ધનુષ્ય, તીર અને અમૃત (અમૃત) અને લોહીના બે પાત્રો પકડીને દર્શાવવામાં આવ્યા છે . તેમનો એક હાથ હંમેશા અભયમુદ્રા પર હોય છે જેનાથી તે તેના બધા ભક્તોને આશીર્વાદ આપે છે. તે વાઘ પર સવારી કરે છે. તે બધી ઉર્જાનો સ્ત્રોત છે. તે બ્રહ્માંડમાં સંતુલન બનાવવા અને સૂર્ય કિરણોથી બધા જીવોને જીવન પ્રદાન કરવા માટે હતી, તેમની શક્તિ સૂર્યને દરેકને જીવન આપવાની ક્ષમતા આપે છે, કારણ કે તે પોતે શક્તિ છે. પાર્વતીનું નામ કુષ્માંડા રાખવામાં આવ્યું. જ્યાં કુષ્મનો અર્થ આસુરી અને અંડનો અર્થ અથવા કુનો અર્થ એક થાય છે અને ઉષ્માનો અર્થ ગરમી અને અંડનો અર્થ ઇંડા જેવી ગોળ રચના થાય છે. પાછળથી સૂર્યદેવે દેવી કુષ્મંડાને સૂર્યલોકમાં સૂર્યાસનમાં સ્થાન લેવા વિનંતી કરી. કુષ્મંડામાં સૂર્યના કેન્દ્રમાં રહેવાની શક્તિ અને શક્તિ છે. તેમની તેજસ્વીતા સૂર્યને તેનું તેજ આપે છે. તે સૂર્ય દેવ, સૂર્યને દિશાઓ આપતી હોવાનું કહેવાય છે. : તેમના દિવ્ય હાસ્યથી વિશ્વનું સર્જન કરવાનો શ્રેય આપવામાં આવે છે. કલિકુલા પરંપરાના અનુયાયીઓ તેમને મહાદેવીના નવદુર્ગા સ્વરૂપોમાંચોથું સ્વરૂપ માને છે. તેમનું નામ તેમની મુખ્ય ભૂમિકા દર્શાવે છે: કુ એટલે “થોડું”, ઉષ્મા એટલે “હૂંફ” અથવા “ઊર્જા” અને અંદા એટલે “બ્રહ્માંડીય ઇંડા”. : : મંત્ર ત્રૈલોક્ય સુંદરી ત્વં હિ, દુ:ખ શોક નિવારિણીમ્ પરમાનન્દમયી, કૂષ્માંડે, પ્રણમામ્યહમ્ ઓમ્ કૂં કૂષ્માંડે મમ્ ધન-ધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા ! : : કૂષ્માંડાનો બીજો અર્થ ‘કુ-ઉષ્મા-અંડ = નાનું-ગરમ-અંડ (ઈંડુ-કોસ્મિક ઈંડુ)’ એવો પણ કરાયો છે. અર્થાત તેઓ બ્રહ્માંડનાં રચેતા મનાય છે. અન્ય એક અર્થ ‘આખું જગત જેના ઉદરમાં છે એવી (દેવી)’ એમ પણ કરાયો છે. કૂષ્માંડનો એક અર્થ સાકરકોળું; પદકાળું; કોળું પણ થાય છે.આ દેવીને “સિદ્ધિદાત્રી” તરીકે પણ ઓળખાવાય છે અને દેવીને કોળાનો ભોગ પસંદ છે. દેવી કૂષ્માંડા સૂર્યને દિશા અને ઊર્જા પ્રદાન કરે છે અને સૂર્ય દેવીનાં આદેશાનુસાર ચાલે છે તેવી માન્યતા પણ છે. : : શ્લોક
सुरासंपूर्णकलशं रुधिराप्लुतमेव च | दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे || : : નવરાત્રી દિવસ 4 માતા કુષ્માંડા એપ્રિલ 2, 2025, બુધવાર આજનું નવરાત્રી રંગ – ઊંડા વાદળી Wear Royal Blue color on Wednesday and participate in Navratri celebrations with unmatched panache and elegance. Royal Blue is a vivid shade of color Blue and represents richness and tranquillity.
Aarti कूष्माण्डा जय जग सुखदानी। मुझ पर दया करो महारानी॥ पिङ्गला ज्वालामुखी निराली। शाकम्बरी माँ भोली भाली॥ लाखों नाम निराले तेरे। भक्त कई मतवाले तेरे॥ भीमा पर्वत पर है डेरा। स्वीकारो प्रणाम ये मेरा॥ सबकी सुनती हो जगदम्बे। सुख पहुँचाती हो माँ अम्बे॥ तेरे दर्शन का मैं प्यासा। पूर्ण कर दो मेरी आशा॥ माँ के मन में ममता भारी। क्यों ना सुनेगी अरज हमारी॥ तेरे दर पर किया है डेरा। दूर करो माँ संकट मेरा॥ मेरे कारज पूरे कर दो। मेरे तुम भण्डारे भर दो॥ तेरा दास तुझे ही ध्याये। भक्त तेरे दर शीश झुकाये॥
સૌથી પહેલા કલશ વગેરેમાંથી જૂના ફૂલ, પ્રસાદ વગેરે ઉતારો અને પછી પૂજા શરૂ કરો. પછી મા દુર્ગા અને તેમના સ્વરૂપોની પૂજા કરો. સિંદૂર, ફૂલ, માળા, અક્ષત, કુમકુમ, રોલી વગેરે અર્પણ કરવા સાથે, મા કુષ્માંડાનો પ્રિય પ્રસાદ માલપુઆ અર્પણ કરો. આ પછી પાણી ચઢાવો. ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને મા દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતી સાથે મા કુષ્માંડાના મંત્રો, સ્તોત્રો વગેરેનો પાઠ કરો. તે કરો. અંતે, વિધિવત આરતી પછી, ભૂલ માટે માફી માંગવી.
માતા ચંદ્રઘંટા : દેવી ચન્દ્રઘંટા, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા. : હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે. : : શસ્ત્રો : તલવાર (ખડગ), ધનુષ-બાણ, ત્રિશુળ વગેરે : વાહન : વાઘ 🐯 : : મા ચંદ્રઘંટાના ભક્તો અને ઉપાસકો જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અનુભવે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશ ધરાવતા અણુઓના અદ્રશ્ય કિરણોત્સર્ગ છે. દેવીનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપ્રદ અને કલ્યાણકારી છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તૈયાર છે. અત્યાચારી રાક્ષસો-દાનવ-દૈત્ય હંમેશા તેમના ઘંટના ભયંકર અવાજથી હચમચી જાય છે. દુષ્ટોને દબાવવા અને નાશ કરવા માટે હંમેશા તત્પર હોવા છતાં તેમનું સ્વરૂપ દર્શકો અને ઉપાસક માટે સૌમ્યતા અને શાંતિથી ભરેલું રહે છે. તેથી તે ભક્તોના દુઃખનું ઝડપથી નિવારણ કરે છે. તેમની ઘંટડીનો અવાજ હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. ભૂત-પ્રેતથી રક્ષણ આપે છે. તેમનું ધ્યાન કરવાથી શરણાગતની રક્ષા માટે આ ઘંટનો નાદ ગુંજી ઉઠે છે. તેમની આરાધના કરવાથી જે મહાન ગુણો પ્રાપ્ત થાય છે તે એ છે કે સાધકમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના ચહેરા, આંખો અને સમગ્ર શરીરમાં તેજ વધે છે અને તેમના અવાજમાં દૈવી-અલૌકિક મધુરતા સમાયેલી છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને જીવંત, સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહેવાનું વરદાન મળે છે. મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે. તેનું વાહન સિંહ છે, તેથી તેનો ઉપાસક સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય બને છે.ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે. કોઈ સ્થળે તેમનું વાહન સિંહ પણ કહેવાયું છે. માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. કેસર-દૂધની મીઠાઈ અથવા ખીર ચઢાવો. માતાને સફેદ કમળ, લાલ હિબિસ્કસ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો. સ્તુતિ મંત્ર- “યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ.”
पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता | प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता || : : નવરાત્રી દિવસ 3 માતા ચંદ્રઘંટા એપ્રિલ 1, 2025, મંગળવાર આજનું નવરાત્રી રંગ – લાલ On Tuesday, wear Red color for your Navratri celebrations. Red symbolizes passion and love and is also the most preferred color of Chunri that is offered to Goddess. This color fills the person with vigour and vitality.
માતા ચંદ્રઘંટા : : મહિષાસુર અને રાક્ષસોનો આતંક જોઈને ત્રિમૂર્તિ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. ટ્રિનિટી બ્રહ્મા વિષ્ણુ મહેશ ના ક્રોધમાંથી એક ઊર્જા બહાર આવી. આ ઉર્જામાંથી માતા ચંદ્રઘંટા દેવી અવતર્યા. જ્યારે માતા દેવી પ્રગટ થયા, ત્યારે બધા દેવતાઓએ માતાને ભેટ આપી. માતા ચંદ્રઘંટાને, ભગવાન શિવે તેમનું ત્રિશૂળ, શ્રી હરિ વિષ્ણુજીએ તેમનું ચક્ર, સૂર્યએ તેમનો મહિમા, તલવાર, સિંહ અને ઇન્દ્રએ માતા ચંદ્રઘંટાને ભેટ તરીકે તેમની ઘંટડી આપી હતી. અસ્ત્રશાસ્ત્ર બાળકની સુંદર માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો અને સ્વર્ગ અને તમામ દેવતાઓને રક્ષણ પૂરું પાડ્યું.
ઓમ્ દેવી ચંદ્રઘંટાયૈ નમઃ : : સ્વર : પં. ઉમાકાન્ત ગુન્ડેચા અને પં. રમાકાન્ત ગુન્ડેચા : સ્તુતિ ( હિન્દુસ્તાની કલાસિકલ દ્રુપદ અને ધમર વોકાલિસ્ટ ) : : આકાશવાણી AIR યુ ટ્યુબ રિલીઝ ૧ / ૧૦ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :