
: : : : : : : : : મારા બાગની મધુમાલતી : ધીરુબહેનપટેલ : : : : પાડોશી ના અંજીરના ઝાડ પર કેમ ચડે છે ? સાવ ભાન વગરની છે, એ. સરહદ ની એને કંઈ સમજ જ નથી. ક્યાંથી હોય ? નથી એ છાપાં વાંચતી . નથી ટીવી જોતી. નથી રેડિયો સાંભળતી. એની મેળે ઊગે છે. ઝાડ પર ચડી ને ઝૂલે છે. રોજ સવારે ફુલો ના દીવા પ્રગટાવે છે. સુગંધ રેલાવે છે. સાંજે ખરી પડતાં ફુલો ની શોકસભા પણ ભરતી નથી. બસ, લ્હેર થી જીવે છે. શા માટે? તે એ જ જાણે. :ધીરુબહેન પટેલ : : : : પ્રકૃતિ સાથે એકજીવ ના હોય૬થી૧૨ ફુલો ના નામ એક સાથે યાદ આવે કે? લગ્નમાં ફુલો ને જોયાં ન જોયાં જેવી હાજરી હોય. શહેરના બહુ ઓછાં માણસો મધુમાલતી ને જુવે/ઓળખી શકે.નામ સાંભળ્યુ હશે(મેં ૧૯૬૩ માં વ્યારા માં મધુમાલતી ના ફુલો પૂજા માટે મારી બા ને , કહ્યું ત્યાં થી લાવી આપેલા:નામ જાણ્યું ૧૯૭૦ માં , અમદાવાદ સુવર્ણા બહેન ના નિવાસ સ્થાને:વિ જયરાજ )મધુમાલતી ના અણઘડ પણા માટેનો અમથો અણગમો આપણા પ્રત્યે નો કટાક્ષ સવિશેષ છે.હદ માં રાખેલાં માપ્યા સંબંધો ટકતા નથી : Good fences make Good neighbours : : ” અભણ, ચપટીક આયુષ્ય,શોક વિના નું મૃત્યુ : હિચકા ધીમા પડતાં તમને જોયા કરીશ, ઝૂલતી મધુમાલતી ની આંખે “: “એક એક ફૂલ ઇશ્વર નો એક એક શ્લોક છે.” : સુરેશ દલાલ : હયાતી ના હસ્તાક્ષર : : : : બાગ ની મધુમાલતી : ધીરુબહેન પટેલ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા :

ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં – નીનુ મઝુમદાર
(તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!…. )
—–
પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં
ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં
નિહાળી હું શકું અહીંથી હજીયે આશિયાનાને
તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!
અમારી જિન્દગીમાં એ બહારા’વી નહીં પાછી
ગુલો હર સાલ બસ! કરતાં રહ્યાં ફરીયાદ ગુલશનમાં
ઘડીભર વીજળી! થોડી વધુ દે રોશની મુજને
હતી કઈ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં
સવારે છે ચમન ભીનો, કે ભીની છે નજર મારી?
પડ્યો શું રાતભર મોસમ વિના વરસાદ ગુલશનમાં
બહારોમા મળ્યો ના કોઈને પુરો સમય રોવા
દઉં છું એટલે હું પાનખરને દાદ ગુલશનમાં
‘નિરંજન’ની વફાદારી વિષે, બસ! એટલું કહેજો
હતો આબાદ ગુલશનમાં, હતો બરબાદ ગુલશનમાં
— નીનુ મઝુમદાર ‘ નિરંજન ‘

હતી કઈ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં” — નિરંજન ‘નીનુ મઝુમદાર

ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં” — નીનુ મઝુમદાર
********************************************** * * ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે : ભગવતીકુમાર શર્મા ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.
લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.
ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.
જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
–- ભગવતીકુમાર શર્મા
સ્વર : નીશા ઉપાધ્યાય કાપડિયા : : સ્વરાંકન : : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન : પ્રહર વોરા : : નિર્માણ : ગિરીશ ચાંદેગરા ( With AI Helping Audio Narrative Video ) : : Red Ribbon Release On All Music Platforms : Red Ribbon You Tube Release 2 / 5 / 2025 : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
https://youtu.be/IDHo_sYTHGA?si=VRT6g5AGGZriDwX4
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે : ભગવતીકુમાર શર્મા : : : : સ્વર : સત્યેન જાગીવાલ : સ્વરાંકન અને સંગીત નિયોજન : શૌનક પંડ્યા : : વિડિયો ચિત્રાંકન ( કવિ શ્રી ભગવતીકુમાર શર્મા ના LIVE Appearance સહિત ) ડો વિદુર ગોતાવાલા : : યુ ટ્યુબ રિલીઝ ૩૧ / ૫ / ૨૦૨૦ ( કવિ શ્રી ભગવતીકુમાર શર્મા ના જન્મ તારીખ પર : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :