રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિનો અનુવાદઃ કવિ સુન્દરમ્ રજૂઆતઃ આકાશવાણી કલાવૃન્દ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૯ , ૨૦૨૧ : : આસો વદ અષ્ટમી : : પૂણે : : : : : : : :
સ્વરઃ નિધી ધોળકિયા ( LIVE ) સ્વરાંકન અને સંગીત નિયોજન : ડો. ભરત પટેલ : LIVE : : નિધી ધોળકિયા ઓફિસીયલ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૮ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : ::::::::::: :https://youtu.be/dKUl4jcI4Ss?si=F_PqwxEQ6bHZ3Ego
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૭ , ૨૦૨૧ : : આસો વદ ષષ્ઠી : : પૂણે : : : : : : : :
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ, અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય cloud ☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️ 🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૫ , ૨૦૨૧ : : આસો વદ ચતુર્થી : : પૂણે : : : : : : : :
પગલી પારિજાત ની ઢગલી : રઘુવીર ચૌધરી : : સ્વર સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : Live Recording U S : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ઓક્ટોબર ૨૪ , ૨૦૨૧ : : આસો વદ ચોથ : : : : પૂણે : : : : :
“પગલી પારિજાત ની ઢગલી” કાવ્ય ગીત , દાદાજી શ્રી રઘુવીર ચૌધરી એ દૌહિત્રી નીતિ માટે ૬ ઓક્ટોબર ૨૦૦૩ ના જન્મ દિવસ ની સવાર થયા બાદ કહ્યું શિશુ કાવ્યગીત છે જેને, સૌ કોઈ : ‘દાદાજી ના ગીત’ : ( Grand Father’s / Grand Parent’s Song ) તરીકે માન્યક્ષમ ગણી શકે ; જેની ચિંતાક્રાંત રાત્રીનો નિર્ણાયક સમયગાળો , ફીકરજન્ય જાગરણ ના આતુર મન સાથે , ધાસ્તી અને કાળજી ના સારાવાનાં થવાં ના વિચાર લઈ ને ધારણાચક્ર માં ફરતાં વીત્યો હોય ત્યારે ફતેહમંદ પ્રસુતિ અને દૌહિત્રી ના સફળ જન્મ ( successful delivery ) ની જાણ થતાં એ દિવસ નું પ્રભાત વિજયધન્વા બની જાય. દાક્તરી લક્ષ્ય પાર પડ્યું : અર્થાત્ માતા અને શિશુ — બંને સહીસલામત છે . સબબન , અપાર સહનશક્તિ , નિતાંત માનસિક બળ , અને આકરાં શારીરિક પ્રયત્નો પર્યાન્ત જીવતું જાગતું ફૂલ ગુલાબી નવજાત શિશુ ( live birth of a baby ) , વ્યક્તિગત પરિવાર માટે અતુલ ( incomparable ) અપૂર્વ ( profound ) અને વિરલ ( rarified ) ઘટનાની ખુશી લઈને આવ્યું જેની અસાધારણ અનુભૂતિ ગહન ભાવ ઉપજાવે ; અને તેની વિસ્તૃત મનનીય છાપ કવિમન ને , સુંદર સૌમ્ય લાગણીશીલ ,’ શિશુકાવ્ય’ ગીત માં વ્યક્ત કરવા પ્રેરે . : : : :
“પગલી પારિજાતની ઢગલી ! ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !”: મુખડાની પંક્તિઓ:
નવજાત શિશુ ને લઈ ને પુત્રવધૂ ઘરઆંગણે આવે એ ધન્ય ઘડીને “વૃંદાવન ઘરમાં આવ્યું” કહીને હૈયે શ્વસી કુંજગલી નું જીવન કલ્પન સજીવન થયું હતું જેને યાદ કરીને ધન્ય વચન નું શિશુ કાવ્યગીત લખાવનાર દૌહિત્રી નીતિ માટે રઘુવીરે : “પગલી પારિજાતની ઢગલી !”: પંક્તિબંધ કહ્યો છે. નવજાત શિશુ ના નાની નાની પગલી ના નિશાન નવજીવન , નિર્દોષતા , આશા અને કુટુંબની વંશાવળી ના ચાલુ રહેવાનાં પ્રતીકરૂપ છે . : દાદાનું ઘર વારસો, વંશ, પેઢીઓના મિલન નું ( heritage ) અને કુટુંબવાત્સલ્ય ( family affection ) નું પ્રતિનિધિત્વ કરે છે. : : મોડી રાત સુધી તાજા ઊગ્યાં , પણ વહેલી સવાર થતાં થતાં પડતાં રહેલ શિઉલી અથવા પારિજાત ( coral jasmine ) ફૂલોની ઘરઆંગણે એક ઉપર અનેક ફૂલોની ઢગલી સાથેની સરખામણી સુંદરતા શુદ્ધતા સુગંધ ( beauty purity fragrance ) , કોમળતા ( delicacy ) અને શાંત આનંદ ( quiet joy ) સૂચવે છે. પારિજાત ના ફૂલો કુદરતી રીતે મોડી રાતથી ખરવા માંડે છે એટલે સવારે સવારે , નરમ સફેદ અને નારંગી રંગની દ્વિરંગી ગાલીચા ની જેમ પારિજાત વૃક્ષ ની રોપાવ જમીન ને આચ્છાદિત કરતાં જોવા મળે છે. : અહીં , કવિ કલ્પના કરે છે કે શિશુની નાની નાની પગલી ના નિશાન દાદાના ઘરમાં એકત્ર થયા છે ; જેમ પરોઢિયે અસંખ્ય પારિજાત નાં ફૂલો જમીન પર શ્વેત ઊનના ગાલીચાના પાથરણ પર વેલ બુટ્ટા ફૂલ ની સુખકરતા છબીસમ પડલી ઢગલી સમજાવે કે શિશુની હાજરી , સુંદરતા અને ખુશીથી ભરી દઈને : ઘર ને પરમ પાવન ‘નિકેતન’ ( sacred place of living ) : વૃંદાવની મંદિર માં ફેરવી શકતી હતી . : : શૈશવ ની યાદો , દૌહિત્રી મોટી થતી જાય એમ અસ્પષ્ટ થતી જાય , પરંતુ પારિજાત ફૂલોની ઢગલી સારાં એવાં સમય સુધી પણ “તાજી” રહે , જેનો અર્થ એ થાય કે દાદાજી ત્યાર બાદ પણ એને તેમના હૃદયની યાદગાહ માં જીવંત અને પ્રિય રાખે જે દાદાજી ની ઊર્મિલ પરિપૂર્ણતા નો સંકેત આપે . અને આ તો બન્યું : વૃંદાવની ઘર- મંદિર : જે અનેક યાદગીરી નું સાક્ષી હોઈ શકે માટે તે હવે નવીન શિશુ દ્વારા પ્રતિષ્ઠિત જન્માસન ની નિર્મિતિ નો ભાવ સર્જે . જેમ ખરી પડેલા શિઉલી ના / પારિજાત ના ફૂલો / હરશ્રુંગાર , સવારના દૃશ્યને હ્રદયંગમ બનાવે છે, તેમ શિશુની નાની નાની ફૂલગુલાબી પગલી વાતાવરણ ને તાજગી, પ્રેમ અને આશીર્વાદમાં પરિવર્તિત કરે . : : : :
“કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી, શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી. આજ હવા તુલસી ક્યારા ની ફરતે ગાવા ચાલી. પગલી પારિજાતની ઢગલી .”: : પ્રથમ અંતરાની પંક્તિઓ : : : :
અજવાળું રોકતી અને અંધાર ની અસ્પષ્ટતા નાં આભાસ પુરાં આંગણ માં પથરાયેલા નાખતી વર્તાયા રહેલી : છાયાંઓ : સાથોસાથ આંગણ બહાર સુધ્ધાં : “શેરી માં ચિંતા ની રજ” : એટલેકે ચિંતા નું વાતાવરણ ઊભું કરતી : “ઊડતી ઠરતી અટવાતી” : રાખીને ઝાંખા ઓળાચિત્ર ની પાશ્વ-ભૂમિ ને પુષ્ટિ આપતી , ગઈકાલ સુધીની “હવા આજે” વૃંદાવની ઘર-મંદિર ના “તુલસી કયારા ની ફરતે ‘ દિશાદર્શક ‘ શિશુ જન્મ ની ખુશી લઈને ” ગાવા ચાલી ” : એવાં ચિંતા-ચકિત ભાવમાંથી , હળવાહેલા બદલાવના વિજ્ઞાત ની ( સારી રીતે સમજાવેલ ) ખબર , પ્રથમ અંતરા ની પંક્તિઓમાં સુંદર અને સૌમ્ય રીતે વિદિત થાય છે. : :
” આંગણ ” : ઘર , અંતઃસ્થ ભાવવિશ્વ નું જીવંત પ્રતીક છે. છાયાઓ : શોકાતુર જીવન , અનિશ્ચિતતા , એકલતા અથવા ઊર્મીલ અંધકાર સૂચવે છે. : ” ચિંતાની રજ “: ગભરાવનારી અતિ અલ્પ માત્રામાં વ્યાપ્ત ચિન્હિત કણ જેવી નાની શી બીક છે જે સતત : ” ઊડતી “: રહે છે , એટલે કે વારેવારે ઊપડી તણાતી , ધસારો મારી ખટક્યા કરતી રહીને : ” ઠરતી ” : રહે છે , એટલે કે ઘણીવાર રહે છે. : “અટવાતી”: એટલે કે ફરક્યા ફરકતા ભમતી રહે છે, આંગણ બહાર ની : શેરીમાં : જ્યાં કોઈ ખાસ પરવા , દરકાર કે નિસબત સુધ્ધાં નથી ત્યાં પણ નાહિંમત કરવાં આશંકા નો ખટકો જમાવતી હોય એમ કવિ મન ને સાલ્યા કરતી લાગે છે. : : : :
ખટકવા ના ભાવ -દેખાવ માં ફેરફાર થવો અને નવી દિશા માં અનુકૂળ થતા હવામાન ને બંધબેસતું થતાં નરેટર કવિ મન સારાં વાનાં ને કળી જાય છે , કહ્યું છે : “આજ હવા તુલસી કયારા ની ફરતે ગાવા ચાલી “: પંક્તિબંધ ના :”આજ હવા”: શબ્દાર્થ થી શિશુ કાવ્યગીત ના ચિંતા-ચકિત ભાવ પરથી , નવજીવન આનંદ અને આશા ના આગમન દૈવી કૃપા ના ગૃહ પ્રવેશ ના આશીર્વાદથી ફળી : પરિવૃત્ત વિભાવના : નું : સ્થિત્યંતર : ( turn ) 🛞 : ” તુલસી કયારા ની ફરતે ગાતી હવા “: 🛞 ના ફેરફાર તરીકે કવિમન અંતઃસ્ફૂર્તિ થી શોધી કાઢે છે . : : તુલસીનો છોડ પવિત્ર હોય જે શુદ્ધતા , ભક્તિ , ઉપચાર , શુભ શુભ અટકળ વિચાર સાથે સંકળાયો મનાય છે . : “તુલસીના ક્યારા ની ફરતે ગાતી હવા “: જીવન-શક્તિ ( life force ) આશીર્વાદ અને દૈવી કૃપાના : ગૃહપ્રવેશ : સૂચવે છે .: : તુલસી કયારા ની આસપાસ ફરતી હવા શિશુ ગીત નું “ગાન” સૂચવે છે કે પ્રકૃતિ પોતે પરિવર્તનની જાહેરાત કરી રહી હતી . : ” પગલી પારિજાત ની ઢગલી “: એક સુંદર સૌમ્ય છબી છે . શિશુની ફૂલગુલાબી પગલી ની સરખામણી પારિજાત ફૂલોની ઢગલી સાથે કરીને સૂચવાયું છે કે , નિર્દોષ પવિત્ર નાની નાની પગલીઓ , સૌમ્યતા સુગંધ રેલાવતો ઘર માં વ્યાપ્ત હર્ષાતિરેક, આશાન્વિત નવજીવન અથવા રૂપકાત્મક રીતે ઘરના બધાં જ રહીશો નાં જીવનમાં થઈ શકતી નવી શરૂઆત કરી શકે છે . : : : :
પારિજાત ની ઢગલી સમ નવસર્જન થી પ્રોત્સાહિત : એકતાનતા કે એકરાગીતા માં કેળવાયો સૂર મેળાપ , એકવાકયતા માં અનુભવાતો ઉન્નત કૌટુંબિક સુમેળ અને ઊંચે ઉડાન ભરતી ઉમંગોર્મિ ભરી વિમુક્તિ ના સાદ: દ્વિતીય અંતરા ની પંક્તિઓ માં સુપેરે વ્યક્ત થાય છે. : :
“પંખીએ માળો બાંધ્યો છે કિરણો નાં તરણાં નો ” પંક્તિબંધ નવસર્જન માટે માળો બાંધનાર પંખી આશ્રય , માતૃત્વ અને જીવન સાતત્ય સુચવે છે . “કિરણોના તરણાં : ઘાસ – પટ્ટી ઓ અને તેને ઊગાડનાર પૃથ્વી તત્ત્વ રૂપ : માટી : અને આકાશી તત્ત્વ : સૂર્ય પ્રકાશ : ને merge કરે છે એટલેકે ધીમે ધીમે ભળી-જોડાઈ ને એકબીજા માં સંવિલીન કરે છે . પંખી નો માળો ફક્ત ઘાસથી જ નહીં પરંતુ સૂર્યપ્રકાશથી પણ બનાવાયો હોય આ માળાને ઘણું કરીને પવિત્ર ( heavenly ) બનાવે છે . : આશા અપેક્ષા અને આધારરૂપ ભરોસા નાં તાણાવાણા થી રચાતું પવિત્ર પવિત્ર લાગતું ઘર . : :
“યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો ” પંક્તિબંધ સહોદર બેલડી સાથેના પુનઃસ્થાપિત જોડાણ થી થયેલી કલકલતા : ઝરણાં ના સાદ : સૂણ્યા ની ઉમંગોર્મિ સુચવે છે જે સંભવતઃ કવિ મન ને પણ સંભળાયો હતો . વૃંદા એટલે તુલસી ; રાધાજી ને પણ વૃંદા કહેવાતી . વૃંદાવન , તુલસી શ્યામ અને રાધા- કૃષ્ણ આ બધું જ તો ભેળાઈસેળાઈ ને સાથોસાથ યમુનાજી સાથે અને વૃંદાવની ઘરમંદિર સાથે સંકળાયેલું રહે . : યમુના નદી પરંપરાગત રીતે સમૃદ્ધ આધ્યાત્મિક સંગઠન ધરાવે છે, ખાસ કરીને દૈવી પ્રેમ , ભક્તિ અને વિમુક્તિ માંથી ઉત્પન્ન સંગઠન ( union ) . નદીમાં જોડાતા ઝરણાંસમ જીવન-પ્રવાહ ને વિશ્વંભરી સાદ-પ્રતીક વિસ્તૃત કરે છે . : વિશાળતા માં નાનાંમાં નાનું વિલીનવું . : ( small into the vast ) : નાની બાળકી જન્મગ્રહણ થતાંની સાથે વ્યક્તિગત જીવનસહ વૈશ્વિક અંશ તરીકે બ્રહ્માંડ સાથે જોડાય છે . ( small life into the cosmic life ) : વિકસીને મોટાં થવાની , પણ એકલાંપણાં ની એક જગ્યાએ ( from lonely enwombed place of development ) થી છુટા પડીને વધારે પરિપૂર્ણ કરતી , સક્રિય અને પરિપક્વ કરતી એકતાના વૃંદાવની ઘર મંદિર પાસે મળેલી સમાપ્તિ . : જન્મગ્રહણ થી સંસ્કૃતિગ્રહણ : ( from birthing to enculturation i.e. separation into the union ) : : : :
“સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી .” : પંક્તિબંધ કવિ મન ને સાલ્યા કરતી કુટુંબક શંકા , ચિંતાજન્ય સંદેહ , ધાસ્તીબીક ને લગતાં અનુમાનો નાં અંત આણનાર પુત્રી જન્મ રૂપ પરાકાષ્ઠા ને : “સંશયની કારા તૂટી ગઈ ” : જેથી : “દુનિયા સઘળી ભલી “: એવા સુખાંત ના સજાવેલ શીર્ષક નું નિર્દશક ( displayer headline ) બન્યો હોય શિશુ ગીત સાંભળ્યા નો હર્ષ થાય છે . : સર્વ શંકા અને અંશશંકા : બંને પ્રકારની શંકાઓ , અણવિશ્વાસ અંદેશા અને ડર આખરે ઓગળી ગયાં . જોખમ કે ખતરો કલ્પિત હતો . સારાવાનાં થયાં . સંશય ના કાળા અંધકાર નું : કારાગૃહ : નું તાળું તૂટી ગયું . સંશય , દુઃખ અને નિરાશા માં બંધ કરે એવું થયું નહીં . : :
એકવાર સંશય નું તાળું તૂટે પછી દ્રષ્ટિ બદલાય . દુનિયા ફરી સારી રીતે ભલીભાંતિ સુંદર લાગે . વિશ્વાસ પાછો આવે . પ્રેમ ફરી વહે . દુનિયા બાહ્ય રીતે બદલાતી નથી – આંતરિક દ્રષ્ટિ બદલાઈ શકે છે . આમ શિશુ ગીત ની ટૂક : ઉપસંહાર : રૂપે પુનઃટ્વીટ થાય : અહીં ઉપસંહાર નો અર્થ શિશુત્વ કરતાં વધુ છે. ભોળી ભલી નિર્દોષતા આધારસ્થળે પહોંચી . આશા ઘરમાં શાંત ઢબે પ્રવેશી . હવે , પૂર્વવત્ સમુંસ્વસ્થ , આશાંત ( ગભરાટ વગરના ) ઘર ની ઢબછબ સજાવતું નીખરી ઉઠશે . : Every well-wisher will join in on refrain of the Baby Song : શ્રોતાઓ ધૃવપદી ટૂક ગાશે ને ઝીલશે . : ” પગલી પારિજાતની ઢગલી ! ” : :
” પગલી પારિજાતની ઢગલી ! “: The refrain : ઉપસંહાર
” પગલી પારિજાતની ઢગલી ! “: સારી માઠી શંકા , સંશયગ્રસ્ત કવિ મન ને ઘેરતા માયાવી અંધારે અને ચિંતા ની રજ ઉડાડી અટવાતી હવા એ રચેલ અસ્પષ્ટતા માંથી સારાવાનાં ઊભાં કરતી શ્રદ્ધા અને નવીકરણ તરફની સફર દર્શાવે છે. પવિત્ર ઘરેલું પ્રતીકો – તુલસીનો છોડ, શિઉલી /પારિજાત / હરશૃંગાર ના ફૂલો ની ગાલીચાસમ ઢગલી , નવજાત શિશુ ની ફૂલગુલાબી પગલી , પંખીનો સૂર્ય કિરણો સહીત તરણાં થી રચેલ પવિત્ર માળો , અને આધ્યાત્મિક સંગઠન ધરાવતી યમુના નદી : આ બધું એક એવું ભાવવિશ્વ સર્જે છે જ્યાં પ્રકૃતિ ભાવનાત્મક ઉપચારનું પ્રતિબિંબ પાડે છે. ” શિશુ ની પગલીઓ “: ચિંતાક્રાન્ત રાત્રીના સંશય ના ગભરાટ પછી આશાંકુર મ્હોરતી આશાએશ : વિશ્રાંતિ ના અને ખુશીઉમંગ ના નાજુક આગમનનું પ્રતીક છે . : પારિજાત ની ઢગલી સમી નવજાત શિશુ ની નાની નરમ ફૂલગુલાબી સુગંધિત પગલી , સમસ્ત ઘર માં અને ફિકરમંદ કુટુંબ નિવાસીઓના મનમાનસ ને સક્રિય કરતા રહીને પરિવર્તન લાવવા કે સર્વાંગસંપન્ન શક્તિશાળી રૂપાંતર કરવા માટે સક્ષમ છે .: ” પગલી પારિજાત ની ઢગલી” શ્રી રઘુવીર ચૌધરી ના શિશુ કાવ્યગીત માં ગોપીક્રુષ્ણ નથી , કૃષ્ણ પ્રાર્થના નથી ; માત્ર કૃષ્ણ પસંદ પ્રતીકો પ્રત્યેની મનોદ્રષ્ટી છે . એવાં જ , વ્રુંદાવન કુંજ ગલી , તુલસી ક્યારા ફરતે ચિંતા દૂર કરતી ગાતી હવા છે . શ્રાવણી વાદળ નથી .ચિન્તાક્રાન્ત સંશય ના તાળા લાગી ઘર ની કેદ નથી . ઉદાસ રાધાજી પણ નથી . : રડકણું શિશુ નથી ( no babyish tears ) : પારિજાતની ફૂલગુલાબી નરમ સુંવાળી સુગંધિત ઢગલીઓ છે . વરસાદ વગરનાં આકાશ માં ઉઘાડ નીકળ્યાં નાં સૂર્યકિરણો થી સામેલ પંખી ના માળા માં મોટા થવા થનગનતા નવજાત બચ્ચાં ને સારું આવેલ ઓકટોબર માસનું શિશુગીત છે , “પગલી પારિજાત ની ઢગલી” ; જયારે પારિજાત / શેફાલી / પ્રાજકતા / શિઉલી / હેવાલી / હર શૃંગાર / કોરલ જાસ્મીન ના સુવાસિત ફૂલો ૫/૬ થી ૮ ફૂલોનાં ઝૂમખાં માં મોડી રાત સુધી ખીલતાં રહે અને વહેલી સવારનું ભળભાંખળું અજવાળું થતાં , અને સૂર્ય નીકળે ત્યાં સુધીમાં ખરી પડે . Falling flowers ( of sweet fragrance ) to the ground were compared with Freedom they yearned throughout their life in one poem written by Assamese Poet / song writer Shri Bhupen Hazarika . : કશાકમાં થી મુક્તિ પામેલાં : ભોંય પર વેરાયેલા નિર્બંધ ( બંધન વગરનાં ) ફૂલગુલાબી ગાલીચા સમ અતિ સુંદર સૌમ્ય પ્રેરણાદાયી દેખાવ ના પારિજાતના વીણેલાં ફૂલ ભગવાન ના ચઢાવા માં પણ ચાલે . જમીન પર પડી રહેલાં અને કરમાયેલા હોય તો પણ , અકબંધ સુગંધ રેલાવતાં પારિજાત નાં ગુણવંતી ફૂલો ભગવાન ના આભૂષણો છે . : The Coral jasmine , God’s Ornament . : : “પગલી પારિજાત ની ઢગલી” પ્રેરણાદાયી શિશુ કાવ્યગીત સારાંશ રૂપે સમજાવે છે કે : લંબાયમાન સંશય અને અનિશ્ચિતતા પછી પણ, આશા ધીમેધીમે પાછી આવશે – જેમ ખરી પડેલા જાસ્મીન ફૂલોના ગાલીચા પર આવે શિશુની ફૂલગુલાબી પગલીઓ . : : : :
” પગલી પારિજાત ની ઢગલી” : રઘુવીર ચૌધરી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ઓક્ટોબર ૨૪ , ૨૦૨૧ : Updated : જુલાઈ ૧૦ , ૨૦૨૬ : જેઠ વદ અગિયારસ : :
यु ही महके प्रीत पिया की मेरे अनुरागी मनन में राजनीગંધા फूल तुम्हारे महके यूँ ही जीवन में यु ही महके प्रीत पिया की मेरे अनुरागी मनन में
अधिकार ये जबसे साजन का हर धड़कन पर माना मैंने अधिकार ये जबसे साजन का हर धड़कन पर माना मैंने मैं जबसे उनके साथ बंधी ये भेद तभी जाना मैंने कितना सुख है बंधन में राजनीગંધા फूल तुम्हारे महके यूँ ही जीवन में यु ही महके प्रीत पिया की मेरे अनुरागी मनन में
हर पल मेरी इन आँखों में बस रहते है सपने उनके हर पल मेरी इन आँखों में बस रहते है सपने उनके मન कहता है मैं रंगों की एक प्यार भरी बदली बनકે बरसु उनके આંગન में राजनीગંધા फूल तुम्हारे महके यूँ ही जीवन में यु ही महके प्रीत पिया की मेरे अनुरागी मनन में
Movie/album: रजनीगंधा Singers: लता मंगेशकर Song Lyricists: योगेश गौड़ Music Composer: सलिल चौधुरी Music Director: सलिल चौधुरी Music Label: सारेगामा Starring: अमोल पालेकर Release on: नुल्ल्. https://youtu.be/_j5dRsWevdM રજનીગંધા ફૂલ તુમ્હારે : લતા મંગેશકર : હા ! યુ હી મેંહકે પ્રીત પિયા કી મેરે અનુરાગી મનમેં . રજનીગંધા ફૂલ તુમ્હારે મેંહકે યુ હી જીવન મેં . યુ હી મેંહકે પ્રીત પિયા કી મેરે અનુરાગી મનમેં . અધિકાર યે જબસે સાજન કા હર ધડકન પર માના મૈં ને (૨) મૈં જબ સે ઉનકે સાથ બંધી, યે ભેદ તભી જાના મૈં ને .(૨) કિતના સુખ હૈ બંધન મેં . રજનીગંધા . હર પલ મેરી ઇન આંખો મેં બસ રેહતે હૈ સપને ઉનકે (૨) મન કેહતા હૈ મૈં રંગો કી ઇક પ્યાર ભરી બદલી બનકે (૨) .. બરસુ ઉનકે આગન મેં . રજનીગંધા . ગીતકાર : યોગેશ : સ્વરકાર : સંગીત : સલિલ ચૌધરી : સ્વર : લતા મંગેશકર ; ફિલ્માંકન : નાયિકા : વિદ્યા સિંહા : નાયક: અમોલ પાલેકર : માસ્ટર ચીકૂ : ફિલ્મ : રજનીગંધા (૧૯૭૪) : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૩ , ૨૦૨૧ : : આસો વદ ત્રીજ : : પૂણે : : : : : : : :
આવી હવાની લહેરખી ,તારા તરફ, મારા તરફ; મહેંકી ઋતુએ ગુલછડી , તારા તરફ, મારા તરફ
તું ખિન્ન છે, કાં ખિન્ન છે, એવું પૂછે છે આ સમય ; ચીંધીને એની આંગળી , તારા તરફ, મારા તરફ
ના રાતને પંપાળ તું, જો સૂર્ય આવે છે નવો ; અજવાસની લઈ પાલખી , તારા તરફ, મારા તરફ
જો સાદ પાડ્યો આપણે તો પર્વતો ફાડી અને ; કેવી ધસી આવી નદી , તારા તરફ, મારા તરફ ન્હોતી ખબર કે માત્ર આ દુનિયા તો દુનિયા છે ; એનું વલણ છે નાટકી , તારા તરફ , મારા તરફ . -રમેશ પારેખ