ચૈતર ચંપો મ્હોંરિયો : બાલમુકુંદ દવે : કૌમુદી મુનશી : નિનુ મઝુમદાર : : ચૈતર વૈશાખ નાં ગીત : :

ચૈતર ચંપો મ્હોંરિયો ને મ્હોરી આંબા ડાળ , મઘ મઘ મ્હોર્યા મોગરા મેં ગૂંથી ફૂલનમાળ . (૧) જૂઇ ઝળુંબી માંડવે ને બાગે બાગે ફાલ , તું ક્યાં છો વેરી વાલમા ? મને મુકી અંતરિયાળ ! (૨) આ ચૈતર જેવી ચાંદની ને માણ્યા જેવી રાત , ગામતરાં તને શે ગમે ? તું પાછો વળ ગુજરાત .Continue reading “ચૈતર ચંપો મ્હોંરિયો : બાલમુકુંદ દવે : કૌમુદી મુનશી : નિનુ મઝુમદાર : : ચૈતર વૈશાખ નાં ગીત : :”

ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ ! ઉમાશંકર જોશી : અજીત શેઠ & નિરૂપમા શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : ચૈત્ર ની રાત્રિઓ માં : ઉમાશંકર જોશી : :

ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ (૨) ચાલીએ (૪) . ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ (૨) . 🌝 🌝  લહરી ઢળકી જતી , વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી (૨) . સ્વૈર પથ એહનો ઝાલીએ (૨) . ચાલીએ (૪) . ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ . ચાલીએ . ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ .Continue reading “ચાલને ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ ! ઉમાશંકર જોશી : અજીત શેઠ & નિરૂપમા શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : ચૈત્ર ની રાત્રિઓ માં : ઉમાશંકર જોશી : :”

Design a site like this with WordPress.com
Get started