આસો સુદ દશમી ના દિવસે સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં ઉજવાતો ભારત અને નેપાળ નો ખાસ મહત્વનો ધાર્મિક તહેવાર . ચામુંડેશ્વરી કાલી , ચંડી , ભૈરવી , બરાહી ની ભક્તિ ઉપરાંત દુર્ગા પૂજા ના અંતમાં દુર્ગા ની મૂર્તિ નું જળમાં પ્રવાહિત કરવાના અને રામલીલા ના અંતમાં રાવણ કુંભકર્ણ મેઘનાદ ના પૂતળાં ના દારૂખાના – ફટાકડા સાથે દહન કરવાના તથા આસમાનમાં લોકભોગ્ય કાર્યક્રમો પ્રયોજાય ત્યારે અસત્ય પર સત્યનો વિજય , અધર્મ પર ધર્મના વિજય દર્શાવી મહત્વ નો સંદેશ આત્મસાત થાય છે . આખો થવા મથતા ચંદ્ર પડવેથી આઠમ ની નવરાત્રી , વિજ્યા દશમી દશેરો , શરદ પૂનમ , ચંદની પડવો ,એમ ૧,૭,૮,૯,૧૦,૧૫ ની તિથિ ના દિવસો સુધી સમગ્ર ભારતમાં વિશેષ ઉત્સાહ , આનંદ ફરી વળ્યા હોય આવનારા દિવાળી ના તહેવારો અનૈ નવા વર્ષ ના દિવસો ની ઉજવણી નિમિત્તે ઘરની સાફ સફાઈ સ્વચ્છતા રંગરોગાન , નવા વાહનોની અને વસ્ત્ર પરિધાન , પર્યટનો તથા વ્હાલા મિત્રો સ્વજનો સાથે ના મેળ મિલાપ વિગેરે માટે સૌ કોઈ પ્રવૃત્ત થઈ રહે તે આવકાર્ય અને આવશ્યક બની રહે . ઉત્તર , મધ્ય અને પશ્ર્ચિમ ભારતમાં dussehra , dasara , dashahara તરીકે ઓળખાય . આ દિવસે અર્જુને મહાભારતમાં, એકલા હાથે , કૌરવો ની ભીષ્મ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ દોરિત દશ લાખ ની સેના ને હરાવી ધર્મ ની અધર્મ વિરુદ્ધ વિજય મેળવ્યો હતો . દુર્ગા , લક્ષ્મી, સરસ્વતી, ગણેશ ની મૂર્તિ નું નદી કિનારે કે દરિયે વિસર્જન કરવામાં વાજ ગાજ સંગીત , મંત્રોચ્ચાર સાથે વિલયન , અને ફરી પાછા આવજો ની હર્ષભેર વિદાય નો દિવસ એટલે વિજયાદશમી . ત્યારબાદ ૨૦ દિવસ પછી દિવાળી ના શુભ દિન ની તૈયારી કરવા માંડી હોય . દશાનન રાવણ ને દશ માથા ઉતારી હરાવી અંતે મનુષ્ય અવતારધારી શ્રીરામ મનુષ્ય રૂપે દાનવી રાક્ષસી તાકાત ઉપર વિજય મેળવ્યો the victory of Good over Evil , એમાં મનુષ્ય જીવનની જીત કહેવાય જેની જનમાનસમાં જીવતી છબી એટલે વિજયાદશમી : દશેરા નું પર્વ . અર્જુને મત્સ્ય દેશના વિરાટ રાજા જેણે પાંડવોને ૧૪ માં વર્ષે આશરો આપ્યો તે દેશની જમીન ગૌધન સંપત્તિ ખૂંચવી લેવા આવેલા દુર્યોધન , દુઃશાસન ની કૌરવ સેના ને એકસાથે તમામ મહારથી ઓ ને હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો જેમાં કર્ણ જેવા યોદ્ધા એ તેના સંગ્રામ જીત ને ભણ્યો હોવા છતાં તેનો બદલો લેવા ને બદલે યુદ્ધભૂમિ પરથી નાસી જવું પડ્યું હતું . અર્જુને પોતાના સંમોહનાસ્ત્ર થી સંપૂર્ણ કૌરવ સેના ને નિદ્રાવશ કરી દઈ વિજય પ્રાપ્ત કર્યો હતો જેથી તેને “વિજ્યા” તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેથી પણ આ વિજય દિવસને વિજયાદશમી કહેવાય છે . ઉત્તર ભારતમાં રામલીલા દ્વારા રામાયણ ની ૧૦ દિવસ ની ટૂંકી વાર્તા નાટ્યાત્મક અભિનય , સંગીત , હસાહસ અને વિર રસ , કરુણ રસ થી રજુ કરવામાં આવે , પરંતુ વારાણસી માં પુરાં એક મહિના સુધી પરફોર્મન્સ આર્ટીસ્ટો દ્વારા મુક્ત પણે રામાયણના સંપૂર્ણ કથાનક ની જાહેર કાર્યક્રમો માં પ્રસ્તુતિએ મોટું આકર્ષણ જમાવ્યું છે . The performance arts tradition during the Dussehra festival was inscribed by UNESCO as one of the ” Intangible Heritage Of Humanity “in 2008 . અયોધ્યા , વારાણસી , વૃંદાવન , અલ્મોરા , સતના , મધુબની માં થતાં રામલીલા ના તુલસીદાસ રચિત રામચરિત માનસ પર આધારિત ગીત, સંગીત, સંવાદ, વર્ણનો , વિગતવાર વાર્તાના નાટ્યાત્મકતા સહિત ના ક્રમબદ્ધ નિવેદન થી ખુશાલી થી ભર્યો ભર્યો આનંદોત્સવ ના પુષ્કળ પ્રશંસા કરવામાં આવી છે . સમાજના દરેક વર્ગ અને સ્તરો સમગ્રપણે ગામે ગામ , ચૌરે ચૌટે સ્વયં સ્ફૂર્ત જોડાયા હોય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની જાય છે . હિમાચલ પ્રદેશના કુલ્લુ ખીણની દશેરાની ઉજવણીમાં ૫૦,૦૦૦ લોકો જોડાય છે . મોટા મેળા અને પરેડ ખાસ આકર્ષણ જમાવ્યું છે .તરાપા ના બેઠ્ઠા ઘાટમાં નાટકમાં વપરાતા સપાટ ગાડા ના રંગમંચ ને દુર્ગા માતાની મૂર્તિ સહિત floats રૂપે ફેરવવામા આવે તે વિશિષ્ટ પણે પ્રચલિત થયું છે . મૈસૂરના દશેરા ની રોનક કંઈક અલગ : જેમાં , Golu નામે જાણીતી રંગીન ફિગયૂરિન figurines માટી કે પથ્થર ની નાની પૂતળીઓ , મંદિર , કિલ્લો , શહેર અને માયસોર પેલેસ ની પ્રકાશિત ઝળાંહળાં ખૂબ જ પ્રખ્યાત છે . Italian traveller Niccolo de Conti described the mahanavami festival with royal support of 14 th Century Vijayanagara Empire as ” a grandeur religious and martial event which was revered for Durga / Chamundeshwari as the Warrior Goddess and hosted athletic competitions , singing,and dancing, fireworks 🎆 ( More prominent afterwards) , a pageantry military parades , and charitable giving to the public . દક્ષિણ ભારતમાં સરસ્વતી : સંગીત અને વિદ્યા ની દેવી ની આરાધના કરે અને ૩-૪ વર્ષ ના બાળકો ને વિજ્યાદશમી ના દિવસે શાળા માં દાખલો મેળવવા લઈ જાય . પશ્ર્ચિમ ભારતમાં , ખાસ કરીને ગુજરાતમાં પાંગરેલી , મુંબઈ સુધી લોકપ્રિય ગુજરાતી ગરબા દાંડિયા રાસ , રંગબેરંગી દાંડિયા , પોષાક , સંગીત ઉત્સવ , ખાણીપીણી , આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરે છે જેમાં સમાજના દરેક વર્ગના લોકો સ્ત્રિ પુરુષ અને બાળકો , વૃદ્ધો હજારોની સંખ્યામાં મોડી રાત સુધી ગરબે ઘૂમવા આવે અને ગદગદિત થઇ મા અંબા ની ભક્તિ કરે છે . રાવણ ને પોતાના પૂર્વજ માનતા Gondi સમાજના લોકો રાવણની મૂર્તિ ને હાથી પર સવારી કાઢી તેની પ્રશંસા ના કોંકણી ગીતો ગાતા ગોવા પ્રદેશ માં ફરે . જોકે દશરો તરીકે ઓળખાતાં ઉત્સવ પર મહિષાસુર મારનાર મા દુર્ગા ની પ્રશસ્તિ સાથે પૂણાર્હુતિ કરે . તારંગા તરીકે જાણીતી અત્રિ માં દેવી નો વાસ રહેલો છે એમ માને . સીમા ઉલ્લંધન કરવાની એક પ્રથા પણ જાણીતી છે . Apatyachi Pana exchange is symbolic of gold exchange . ગોવા માં , પૂજારી / પૂજારણ પૂછાતાં પ્રશ્નો ના જવાબ આપી દૈવી સાક્ષાત્કાર ની ભૂમિકા ભજવે just like Oracles in Greek mythology . દશેરા પર ભાત , સોયાબીન, કપાસ, મકાઇ , જવિ , કઠોળ ના ખરીફ પાક તૈયાર કરી બજાર માં વેચાણ ખરીદારી માટે ખૂબ મોટા પ્રમાણમાં આવે . ખેતી વાડી ના , કામગીરી માટે મરાઠી સેના ખેડૂતો માટે હાથ લંબાવે એવી પ્રથા શિવાજી મહારાજ દ્વારા મહારાષ્ટ્ર માં ૧૭ મી સદીમાં શરૂ થયેલી જેથી ખાદ્ય પદાર્થો સુરક્ષિત રીતે મળ્યા કરે જે હજું સુધી કોઈ ને કોઈ રીતે વ્યાપ્ત છે . દશરા ના તહેવાર માં મહારાષ્ટ્ર ના ઉત્તરી ઈલાકા માં નવાં કપડાં પહેરીને , વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવ્યા પછી મંદિરમાં દેવી ને પગે લાગી ને મૂર્તિ ને જળમાં પ્રવાહિત કરી આવે અને એકબીજાને ત્યાં મીઠાઈ આપી મળવા જાય . ગુજરાત માં અને મેવાડ રાજસ્થાન માં દેવી મા દુર્ગા અને રામની આરાધના કરે . કોલકાતા અને પ. બંગાળ માં : : સિંદૂર અને લાલ પોષાક , મા દુર્ગા ની ચાર પુત્રો સાથે ની મૂર્તિઓનું નદી કિનારે કે દરિયે વિસર્જન કરવામાં આવે . નાસ્તિક લોકો પણ સરઘસમાં ગવાતા વિદાય ગીતો થી પ્રભાવિત થયા વિના ન રહે . કૈલાસ પર્વત પર શિવ સાથે / બ્રહ્માંડ સ્વરૂપ માં દેવી મા સંમિલિત થઇ જાય એમ માનવામાં આવે . મીઠાઈ , વિગેરે ભેટસોગાદો આપવામાં આવે . વારાણસી માં ૧૧ મા દિવસે / એકાદશી ના દિવસે દુર્ગા મા ના મંદિરે જઈ દર્શન કરે. : : : : : : : : : : : નેપાળ માં દશાઈન નો તહેવાર નેપાળી સંવત માં દશાઈન ઘર માં લંબચોરસ માટી માં બીજ રોપાય જે સાતમાં દિવસે ૫/૬ ઈંચ ઊંચા જ્વારા ( jamara) રૂપે ઊગી નીકળે તથા વચમાં સ્થાપેલ પવિત્ર જળ ભર્યો કળશ માં મા દુર્ગા પ્રવેશ કરીને રોજ બે વખત પુજા મા લીન ભક્તો ને ધન્યતા બક્ષે ઉપરાંત મોહની અને નખત્યા જાત્રા સાથે ( family dinner) , મહા અષ્ટમી , નવમી , દશમી , ના ઉજવણી ના દિવસો ભારતીય નવરાત્રી , દશેરા ને મળતી આવે છે . સાતમાં દિવસે તુંડિખેલ ના શાહી મેદાનમાં પહેલા રાજા સમક્ષ લાવતા તે હવે સેના , સરકારી મહેમાનો ને પ્રજાજનો વચ્ચે યોજાતી “ફૂલપત્તી પરેડ” માં ૧૬૯ કિમી (૧૦૫ માઈલ) દૂર થી લાલ કાપડ માં બાંધીને કેળ સ્તંભ , કેળા , જ્વારા , શેરડી ના સાંઠા સાથે પ્રેસિડેન્ટ ના રહેઠાણ પર લાવવામાં આવે . અષ્ટમી ના દિવસે પહેલા ના સમય માં , ભેંસ , બકરી , મરઘી , બતક ના બલિદાન મંદિરોમાં રક્ત પિપાસુ કાલી મા ને ચઢાવો તરીકે અર્પણ કરવામાં આવતા . રક્ત fertility : ફળદ્રુપતા , પ્રજનન , ઉપજાઉપણા ને રસાળપણા ને પ્રતિક રૂપે દર્શાવે . અષ્ટમી ની આ રાત કાલરાત્રિ (black night 🌃) કહેવાય . તમામ રેવન્યુ ઓફીસમાં ભેંસનાં બલિદાન અનિવાર્ય લેખાતા . ૫૪ ભેંસ ના બલિદાન ના અંતે તેને રાંધી ને પ્રસાદ તરીકે વહેંચાય which is blessed by divinity .Newar community has an evez called ” khadaga Puja “. મહાનવમી ના દિવસે gunfire salute , buffaloes sacrifices are offered by the state known as demon hunting day considering that demons are hiding inside the animals and fowls . મહાનવમી એટલે વિશ્વકર્મા ની આરાધના નો સમય . Tools , equipments , vehicles: bicycles cars trucks are worshipped . તેલેજુ મંદિર માત્ર મહાનવમી ના દિવસે પ્રજા માટે ખુલ્લું રહે . વિજ્યા દશમી ના દિવસે ભાત , દહીં , લાલ હીંગળો ભેગું કરી ટીકા ના ચાંલ્લા , આશીર્વાદ , દક્ષિણા આપી ને વડીલો યુવાનો , યુવતીઓ ને કરે અને ઘટસ્થાપન ના જ્વારા પણ લગાવી આપે . પુનમ સુધી પાંચ દિવસ સુધી ચાલનારા આ સમયે ઠેર ઠેર થી સ્વજનો એકઠા થાય , આશીર્વાદ – ટીકા પ્રાપ્ત કરે . સામાજિક ગાંઠ મજબૂત રાખવા માટે ખૂબ સફળ રહેતો રિવાજ . કોજાગ્રત પુનમ એટલે one who is awake . માટે આખી રાત સૌ લોકો જાગતાં રહે , પત્તા રમે , જેથી માતા લક્ષ્મી ધરતી પર ઉતરે ત્યારે ધન સમૃદ્ધિ ના કૃપા વરદાન પ્રાપ્ત થાય . બલિદાન ની આવી પ્રથા જંગલિયાત ન સમજતા માનવામાં આવે કે sacrificial acts are nothing but an excuse to fulfill the appetite for food of meat and nothing wrong . કોઈ પણ પ્રજાજન ભૂખ્યું શીદને રહે !? માલશ્રી ધૂન દશાઈન સંગીત નો ભાગ છે જે આ તહેવાર નો મીઠો આવકારો neva art form of 17 th century જે નેપાળી તાદૃશતા તરીકેની સંસ્કૃતિ નો હિસ્સો છે . દશાઈન સમયે પતંગોત્સવ પણ્ ચાલે છે પ્રભુને કરેલી પ્રાર્થના છે કે હવે વધુ વરસાદ મોકલશો નહીં . પત્તા નો જુગાર નહીં પણ fun playing સમજવું જોઇએ . વસ્ત્ર પરિધાન ની ખરીદી વેચાણ સૌથી ઊંચા સ્થાને પહોંચી જાય . ૨૦ ફૂટ ઊંચા વાંસના હીંચકા ઠેર ઠેર જોવા મળે . જોકે હમણાં થી બલિદાન વિરુદ્ધ અપીલ કરનારા animals lovers પ્રાણીઓ ને બદલે પમ્પકીન અને નારિયેળ વધેરવા ના પ્રોત્સાહિત વિચારોના પ્રસાર માટે પ્રવૃત્ત થયા છે . ૩ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ નેપાળી કોમેડિયન હરિવંશ આચાર્ય એ નેપાળી સાપ્તાહિક માં “બકરી ની આત્મકથા” પ્રકાશિત કરી હતી to express the concern for animal cruelty . કેટલાક આદિવાસી જનજાતિના એકટીવિસ્ટ દશાઈન ની પ્રથા ઓ તેમના પર જબરજસ્તીથી ઠોકી બેસાડતા ભદ્ર હિંદુઓનો રાજ્ય પ્રેરિત સાંસ્કૃતિક વર્ચસ્વ ને આધિપત્ય જમાવતી સાજીશ ના વિરોધ કાર્યક્રમો કરવા માંડ્યા છે , જેની નેપાળી રાજકારણ પર મર્યાદિત અસર થઈ શકે છે . જ્યાં હોય ત્યાં , જેમાં તે જગ્યાએ તેની લાક્ષણિકતા અને વિશિષ્ટતા સહિત દશેરા ની ઉજવણીમાં સદ્ગુણી નિતિમાન શુદ્ધ ચારિત્ર્ય અને તેમાંથી નિપજતી સમૃદ્ધિ ની ખેવના અને દેવીના આશીર્વાદ મેળવ્યા ની આનંદોત્સવ ભરી ઉજવણી ભારતીય સંસ્કૃતિ નું લંબાયમાન માનક અને સ્વરૂપ મંગળકારી માનવામાં સૌનું કલ્યાણ અને શ્રેય રહેશે . : : : : 🎆 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 પ્રસ્તુતિ , આલેખન વિ જયરાજ પૂણે : : : : ઓક્ટોબર ૧૫ , ૨૦૨૧ : આસો સુદ દશમી : : વિજયાદશમી દશેરા નું પર્વ : :