તે રમ્ય રાત્રે : સુંદરમ્ : પ્રણય કાવ્ય : બેલડ ( Ballad ) : : શૃંગાર કાવ્ય ગીત : :

તે રમ્ય રાત્રે – સુન્દરમ્


તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે !

વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૪૭ – ૪૮

–- સુન્દરમ્

તે રમ્ય રાત્રે : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

છાતીએ છૂંદણાં : સુંદરમ્ : : ફાગણ ના ફાગનું ગીત : બેલડ ( Ballad )  : વાસંતી : :

છાતીએ છૂંદણાં : સુંદરમ્ : ૨૫ / ૩ / ૧૯૩૯ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૯૦ – ૯૩ : ( source : ૫૧ કાવ્યો : સુંદરમ્ : એકત્ર ફાઉન્ડેશન )

છાતીએ છૂંદણાં : સુંદરમ્  : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ધણ ઉઠાવ : સુંદરમ્ : : સમાજ ચિંતન ના કાવ્ય ગીત : :

ઘણ ઉઠાવ : સુંદરમ


ઘણુંક  ઘણું  ભાંગવું,  ઘણ  ઉઠાવ,  મારી  ભુજા  !
ઘણુંક  ઘણું  તોડવું,  તું  ફટકાર  ઘા,  ઓ  ભુજા  !
અનંત  થર  માનવી  હ્રદય  –  ચિત્ત  –  કાર્યે  ચઢ્યા
જડત્વ  યુગ  જીર્ણના,  તું  ધધડાવી  દે  ઘાવ  ત્યાં.
ધરા  ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનો
ભયાનક  ઉછાળ  છો,  જગત  જાવ  ડૂલી  ભલે,
પછાડ  ઘણ,  ઓ  ભુજા  !  ધમધમાવ  સૃષ્ટિ  બધી  !
અહો  યુગયુગાદિનાં  પડ  પરે  પડો  જે  ચઢ્યાં
લગાવ,  ઘણ  !  ઘા,  ત્રુટો  તડતડાટ  પાતાળ  સૌ,
ધરાઉર  દટાઇ  મૂર્છિત  પ્રચંડ  જ્વાલાવલી
બહિર્ગત  બની  રહો  વિલસી  રૌદ્ર  કૃત્કારથી.
         તોડીફોડી  પુરાણું,
         તાવી  તાવી  તૂટેલું.
ટીપી  ટીપી  બધું  તે  અવલનવલ  ત્યાં  અર્પવા  ઘાટ  એને
ઝીંકી  રહે  ઘા,  ભુજા  ઓ,  લઇ  ઘણ,  જગને  ઘા  થકી  ઘાટ  દેને
— વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૭૦

— સુંદરમ્

ધણ ઉઠાવ :  સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગઠરિયાં : બાંધ ગઠરિયાં મૈં તો ચલી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : ભદ્રાબેન સવાઈ : ( ૧ ) : : અમર ભટ્ટ : ( ૨ ) : : ભક્તિ ( પદ ) ગીત : :

ગઠરિયાં – સુંદરમ્


બાંધ ગઠરિયાં
મૈં તો ચલી

રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

છોટે જનકે પ્યાર તનિકકી
ગઠરી પટકી મૈં ઠહરી,
સુન્દર પ્રભુકે અમર પ્રેમકી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
જૂન ૧૯૩૧.
–- સુંદરમ્

ગઠરિયાં : મૈં તો ચલી, બાંધ ગઠરિયાં મૈં તો ચલી : સુંદરમ્ : સ્વર : ભદ્રાબેન સવાઈ : : સ્વરાંકન : ઢાળ – ટ્રેડિશનલ : :  યુ ટ્યુબ રિલીઝ ૩૦ / ૭ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/AJVUJ_kD2cU?si=pMpIFX7Lz31IMTvf

ગઠરિયાં : બાંધ ગઠરિયાં મૈં તો ચલી : સુંદરમ્ : : સ્વર , સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : યુ ટ્યુબ રિલીઝ ૧૫ / ૬ / ૨૦૨૪ : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/vLNMB3jjgds?si=AIkFfF43X0Du5Ydz

ગઠરિયાં : બાંધ ગઠરિયાં મૈં તો ચલી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : અતુલ દેસાઈ : : પ્રાર્થના / સ્તુતિ ગીત : :

હંકારી જા : સુંદરમ્ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૭

હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : સ્વર : અતુલ દેસાઈ ( Live  ) : : યુ ટ્યુબ રિલીઝ ૧૮ / ૭ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/l1JVvaMW-LE?si=xjJgTRht0Enaoc2x

હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : સ્વર : દક્ષેશ ધ્રુવ : : સ્વરાંકન: ટ્રેડિશનલ અને સંગીત નિયોજન : દક્ષેશ ધ્રુવ : : યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૮ / ૨૦૧૮ : ઓરિજીનલ રિલીઝ દક્ષેશ ધ્રુવ ૩૦ / ૭ / ૨૦૦૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/48eQE0EexL4?si=vFRgm0z5jdBkeYNb

હંકારી જા : મારી બંસી માં બોલ બે વગાડી તું જા : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શોધું : શોધું સાંજ સવાર આ પારે ઓ પાર : સુંદરમ્ : પ્રભુ દર્શન ની શોધનું ગીત : ભાલ મલજી : હરિ ગીત : :

શોધું – સુન્દરમ્


શોધું સાંજસવાર
આ પારે ઓ પાર
મારા સૂરોનો અસવાર જી,
મારા સૂર તણો સરદાર જી.

રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી,
સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી.
મારા સૂરોનો સરદાર જી.

કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી,
આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદગાર જી.
મારા સૂરોનો સરદાર જી.

મનપવનની પાવડી પહેરું, આંખમાં આંજું જ્યોત જી,
નીલ ગગનની ગોદ ગોતે મારો પ્રાણનો સરદાર જી.
મારા સૂરોનો સરદાર જી.

આભ ઓળંગું ને ભોમ ભેદું, માંડું ગુરુ ચરણમાં ચિત્ત જી,
કંઠ મારે એણે કંઠ ભર્યો નિજ, પ્રીતમાં પૂરી પ્રીત જી.
મારા સૂરોનો સરદાર જી.

–- સુન્દરમ્

શોધું : સુંદરમ્ : : સ્વર અને સ્વરાંકન : ભાલ મલજી : યુ ટ્યુબ રિલીઝ ૭ / ૩ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ: : https://youtu.be/2cm8If6fpTQ?si=DPjG2SIIrj1Hq-mb

શોધું : શોધું સાંજ સવાર આ પારે ઓ પાર : સુંદરમ્ :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આ કોણ ખડું ? ઉંબર આવી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : ગોપ વંદન : હરિ ગીત : :

આ કોણ ખડું ?

આ કોણ ખડું ઉંબર આવી , ઉંબર આવી ? આ કોણ ખડું ઉંબર આવી ?

સભર ભરી નવ શામ સુહાગી , ભરી રહ્યું મુજ નેત્ર અનામી.   કોણ ખડું ?

આ કોણ ખડું ઉંબર આવી , સભર ભરી નવ શામ સુહાગી , ભરી રહ્યું મુજ નેત્ર અનામી.  કોણ ખડું ?

ખોલું નયન આ મીંચાઈ જાતાં, મીંચ્યા નયન ના રહે મીંચાતાં  

ખોલું નયન આ મીંચાઈ જાતાં, મીંચ્યા નયન ના રહે મીંચાતા

પાંપણ ની બે પલક વિશે બસ, પાંપણ ની બે પલક વિશે બસ નિજ આસન કો’ ગયું જમાવી. કોણ ખડું ?

આ કોણ ખડું ઉંબર આવી , સભર ભરી નવ શામ સુહાગી , ભરી રહ્યું મુજ નેત્ર અનામી.   કોણ ખડું ? 

હું ઢૂંઢુ એ  નયન  મનોહર , એ ચરણોની નુપૂર આહટ

હું ઢૂંઢુ એ  નયન  મનોહર , એ ચરણોની નુપૂર આહટ

કો ‘ સૌરભ નો મધુરસ વરસી , કો ‘ સૌરભ નો મધુરસ વરસી.  મૌન-પટલ મુખ ગયું બિછાવી.  કોણ ખડું ?

આ કોણ ખડું ઉંબર આવી , સભર ભરી નવ શામ સુહાગી , ભરી રહ્યું મુજ નેત્ર અનામી.   કોણ ખડું ? 

આ કોણ ખડું ? આ કોણ ખડું ?

આ કોણ ખડું ઉંબર આવી : સુંદરમ્ : ગોપવંદના  : : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૫ / ૨૦૨૪ : :અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ: https://youtu.be/f9RpN0NmSyI?si=7E0hqE_5ytXvGFu3   અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આ કોણ ખડું ઉંબર આવી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : અજીત મરચન્ટ :  ( ૧ ) : : ધૃવ ભટ્ટ : અતુલ દેસાઈ : ( ૨ ) : : પ્રકૃતિ કાવ્ય ગીત : :

કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ : સુંદરમ્ : ૩ સપ્ટેમ્બર , ૧૯૩૫ : વસુધા ( ૧૯૩૫ ) પૃષ્ઠ ૧૫

કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ : સ્વર અને સ્વરાંકન અને સંગીત નિયોજન : અજીત મરચન્ટ : : યુ ટ્યુબ રિલીઝ ૪ / ૩ / ૨૦૨૪ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ifol2tawPYM?si=9zYhoRJhcvYawx-x

કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ : સ્વર : ધૃવ ભટ્ટ : સ્વરાંકન : અતુલ દેસાઈ  : આલ્બમ : સંગીત મધ્ય કાવ્ય  કુસુમ : T Series Release 30/7/ 2008 : You Tube Release  11 / 8 / 2018 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/wsaWs7kxjqE?si=wJ-VILaDGIYuI3Q7

કોણ ? પુષ્પ તણી પાંદડી એ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? : સુંદરમ્ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

એક સવારે : સુંદરમ્ : હર્ષિત ત્રિવેદી : ધાર્મિક ઉત્કટતાનું ગીત : : વસંતના / સવાર ના કાવ્ય ગીત : : વાસંતી : :

એક સવારે : સુંદરમ્ : વસુધા ( ૧૯૩૯ ) / ૧૯૬૪ , પૃષ્ઠ ૫

એક સવારે: સુંદરમ્ : સ્વર : હર્ષિત ત્રિવેદી : સ્વરાંકન : હર્ષિત ત્રિવેદી : : યુ ટ્યુબ રિલીઝ ૬ / ૨ / ૨૦૨૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/WiIT2tQ-6dU?si=ylAK6SX-JXyBryKS

એક સવારે : સુંદરમ્ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ” એક સવારે ” કાવ્ય ગીત માં , કવિ શ્રી સુંદરમ્ “કોણ ?” લક્ષિત ત્રણ સવાલની ઉપસ્થિતિમાં વસંતના આગમનની વધામણી કરી બતાવે છે . ત્રણેય સવાલો ના જવાબ કવિતા માં અંતર્ભૂત અને પ્રકૃતિદત્ત છે એ જાણીને ભાવક તરીકે કાવ્યબાની માણતા રહીને consequent relief મળે છે : : કવિ હ્રદય માં અંદર ‘કશાંક’ ના પ્રવેશ ને લીધે ચોંકી ઉઠી આશ્ર્ચર્યનો ચમકારો નિર્દેશિત કરતા કવિ પૂછે છે કે : ” એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી !? ” અહીં “ઝબકાવવું” ‘ઝબકવું’ ના‌ ‘ભાવ સંવેદન’ પામી જવાતી પ્રકાશિત ‘સમજરેખા’ પર કવિનું ‘આંતરમન’ પ્રવૃત્ત થવા લાગે છે . આ પ્રવેશને લીધે થઈ રહેલા ગાઢ પરિચયાંતે પરિણામિકદાદ રૂપે સૂઝતા સવાલથી કાવ્ય નો ઉઘાડ થાય છે . પ્રથમ અંતરા માં , ઈન્દ્રિયરાગ ની લીલાગતિ સધાય છે : પ્રકૃતિ ની મનોહર ચાલ સજીધજીને , મધુર સૂરનાદની તૈયારી સાથે , પાવડી ની ‘પગું-ચાલે’ આવીને ‘ઉર મહીં’ ગરકી જાય છે : “પેસી” જાય છે . ફૂલમાળા પ્હેરી ને આવેલ ઋતુમુખની એક સવાર દૃશ્યમાન થયેલ નિરખે છે ; સાથે લાવેલી કોકિલ સૂરની બંસીની મધુરપ સૂણે છે ; પરાગાન્વિત સુગંધી વ્યાપ્ત થયેલી સુંઘાવી છે . પહેલી વાર માણી છે , માટે આ ઋતુરાજ વસંતના આગમનની “એક સવાર” વસંત નો પહેલો દિવસ છે , જ્યારે કવિ એકદમથી ચોંકી ઉઠે છે : આમ , ઋતુમુખી પહેલી સવાર છે જ્યારે , કવિ મનના આંતર જગતનો , ઋતુચક્ર માં ધીરેથી આવી રહેલા , સુગંધિત પુષ્પો ની ‘ફૂલમાળાની દેખાવ-રચના’ ને લગતા બહિર્ગત ફેરફાર ને જોવાનો કસબ , કોકિલ સૂરના બંસી-ગાન ને સૂણી માણવાનો તેનો શ્રાવ્યભાવ તથા “પરાગની પાવડી” એ સુગંધિત ચાલે “ઉર મહીં પેસી” ને , દૈહિક સંપ્રજ્ઞતા અનુભવવાની તેની દૃશ્યાત્મક ગતિરીતિ : આ બધા કૌશલ્ય દ્વારા પ્રતીક રચનાઓ ના કલ્પન આલેખી રહ્યા હોવાની સાથે જોવા જેવું , સાંભળવા જેવું તથા માણવા જેવું અને તેના માટે જ તેની ‘દૃશ્યરચના’ યોજીને આવતી ઋતુ વસંતની સામગ્રી સાથે , કવિ મન ના આંતર જગત નો સંબંધ સધાય છે , જેની આસપાસ ‘કાવ્ય ભાવ’ ઓતપ્રોત થાય છે : સવાલ રૂપે : ” કોણ ગયું પેસી ? “રહસ્યમયી આશ્ર્ચર્ય સાથે’કલાત્મ દર્શન’ની માંગ ઉપસ્થિત કરે છે : : : : : : દ્વિતીય અંતરા માં : : પ્રકાશિત સમજરેખા વધુ પ્રદીપ્ત થાય છે વસંત ની સવાર ચઢવાં ની સાથે : કવિના આંતરમન માં એકદમ વ્યાપ્ત થયેલી સૂધ નું ‘ચેતનદ્રવ્ય’ ઝંકારિત થાય છે ; સવાર ના વિસ્તારે પ્રકાશિત કિરણોની કોમળ અંગુલીએ . રોશની નો ચળકાટ જેમાંથી કશુંક રૂપાંતરિત કરતો હોય , જાણે કે , ઘાટ ઉતારવાની તજવીજ હાથ ધરી છે , આ કોમળ અંગુલીએ : “કિરણ તણી કોમળ અંગુલીએ મુજ ચેતન ઝંકારી” : પ્રથમ પંક્તિ માં પ્રકૃતિ ની સોનારણ ના ‘અંગુલિસ્પર્શ’ સૂચવ્યા છે ; તો , દ્વિતીય પંક્તિ માં ‘અંગુલિસ્ફોટન’ : “તેજ તરંગે રમાડતું મને” : તેજ અને તરંગ ના બે ચિત્ર દર્શન ધાર્યા છે . “તેજ” અગ્નિ તત્ત્વ સંમિલિત પ્રકાશ નો ઓજસ્વી પ્રભાવી સમૂહ ; જ્યારે “તરંગ” ‘હ્રદયોર્મિ ની લહરી’ જે કવિના પ્રવૃત્ત આંતર જગતનું ‘કવિ મન’ છે અને વસંત ની સામગ્રીના બહિર્ગત ફેરફાર સાથે ‘એકાત્મ’ સાધી રહ્યું છે . સવારના કિરણો સોનલવર્ણુ ‘ધાતુકર્મ’ સાધી આપનાર સુવર્ણકાર વાસંતી સંકેત છે , જે ચઢતી સવારે , હવે જાગૃત થયેલી કવિ ની મનોસૃષ્ટિ ના ઝંકારિત ચેતનદ્રવ્ય ને “રમાડતું” પ્રકૃતિનું , તેજવાહી ‘તેજોબિંબ’ નું સામર્થ્ય છે , જે પ્રાતઃ કાળે કિરણોથી રંગાયા સોનલ દ્રવ્યને સાંધી આપનારું , રેંણ કરનાર / જોડી આપનાર ‘સુહાગો’ લઈને “સ્નેહસુહાગે ઠમકારતું” , આનંદપૂર્વક ખેલતું રમાડતું , કાવ્યતત્ત્વનો ઘાટ ઉતારી રહ્યું છે . સ્નેહરેંણ થી જોડાયો આશાસ્પદ સુવર્ણાકાર , વસંત ના આવનારા ખુશહાલ દિવસોમાં , જીવન તત્ત્વ ના જોમને ઝણકારથી ઉત્સાહીત કરનાર , અને પ્રકાશિત ઝળકાટ થી ભર્યું ભર્યું કરનાર બની રહેશે . વસંત ના આગમનની “એક સવારે” કવિતા નો ‘ઠમકાર’ સાંભળીશું !? : ઠમ ! … … .. .. . વિ જયરાજ : પૂણે ઈન્ડિયા : : : :  : : : : ફેબ્રુઆરી ૧૧ , ૨૦૨૨ મહા સુદ દશમી : Reblog  September 27, 2024 : : : :  શબ્દાર્થ : : : : ઝબકાવવું : આશ્ર્ચર્ય થી ઝબકવું / ચોકવું : : ઝંકારવું : ગુંજન કરવું / ઝણકાર થવો : : ઠમકારતું : ઠંઠોરતું/ ખંખેરતું/ ઢંઢોળતું : : અંતર્ભૂત : intrinsic / અંદર સમાયોજિત : : પરિણામિકદાદ : consequent relief / શેષરૂપ દાદ : : સ્ફોટન : creation disclosure / exploding new / અંતિમ ધ્યેય સાધ્ય : : લીલાગતિ : ધીરી અને મનોહર ચાલ : : પગું ચાલ : ધીમું સંભાળેલું પગલું : : ઋતુમુખ : ઋતુ નો પહેલો દિવસ : : સંપ્રજ્ઞતા : પરિપૂર્ણ જ્ઞાન ની સ્થિતિ/ભૂમિકા : : કલાત્મ : કળા થી ભરપૂર : : ચેતન : consciousness : : હ્દયોર્મિ : હ્રદય ની ઊર્મિ : : તરંગ : ઊર્મિ લહરી : : તેજવાહી : તેજ – પ્રકાશ ને લઈ જઈ ફેલાવનાર : : સુહાગો : સોના ચાંદી રૂપા ને રેંણ કરનારો પદાર્થ : : સ્નેહસુહાગે : સ્નેહના રેંણ થી સાંધી આપીને/ જોડી આપીને : : સુવર્ણકાર : સોનારણ / સોનારો : : : : : : : : : : : : “એક સવારે” : કાવ્યગીત : સુંદરમ્ : : Video/ photo credits : Andreea Petcu : : Music in video : Steve Middleton : : : : ENJOY THOUGHTFULLY : : વાસંતી સ્નેહ અને વસંત ના આગમનના વધામણા સાથે : : ઠમમમ : : વસંત ની ઝાંઝર ના ધ્વનિ સાથે : : ઠમ !

રંગ રંગ વાદળિયાં : સુંદરમ્ : બાળ ગાયક વૃંદ : રવિન નાયક : : બાળ ગીત : :

રંગ રંગ વાદળિયાં : સુંદરમ્ : રંગ રંગ વાદળિયાં ( ૧૯૩૯ ) : ચૂંટેલી કવિતા સુંદરમ્ પૃષ્ઠ ૩૮ – ૪૦

રંગ રંગ વાદળિયાં સુંદરમ્ : સ્વર  : બાળ ગાયક વૃંદ : સ્વરાંકન અને સંગીત નિયોજન : રવિન નાયક : : મોરપિચ્છ યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૨ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/L5ChT8vlPKM?feature=shared

રંગ રંગ વાદળિયાં : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Design a site like this with WordPress.com
Get started