“એક પાંદડી આપો મારા રાજ! આખું ફૂલ નહિ માગું , આખી રે વસંત મારી એ રહી.”: સુન્દરમ્ : Bloom where you are planted. Take what good you can find, may it be little ; and rise rooted. Colourful Petels of flowers look fragile and tender part of little darling flower having precious scents.કણ રે આપો સુન્દરમ્ : ૧૩ / ૯ / ૧૯૬૧ : ચૂંટેલી કવિતા , સુંદરમ્ પૃષ્ઠ ૧૭૩ – ૧૭૪ : : Also in નયા પૈસા ( ૧૯૯૮ )
કણ રે આપો : સુન્દરમ્ નું ૧૩ સપ્ટેમ્બર, ૧૯૬૧ માં ચૂંટેલી કવિતા માં સામેલ , ‘આછી આશ થી રાજી’ રહેલ ‘તૃપ્તિભાવ’ નું , ઉચ્ચ સ્તરીય ‘પ્રસન્નપ્રજ્ઞ મન’ ના ભાવનાત્મક સંતુલન થી, વ્યક્તિગત રીતે જરુરી લાગેલ જીવતરાં પૂરી પાડવાની અને તેનાં પ્રાપ્તિ-ઉપયોગ કરવાં દેવાની , લિખીત વરદી , “રાજકઅમલ” સમક્ષ રજૂ કરતું સુંદર સ્તુતિગીત છે. પાસે જે છે અને રહેશે તેના માટે ( કૃતજ્ઞી ) આભારી રહેવાનું , જે તેમના ‘રાજીપો’ અને ‘સંતોષ’ માટે પાયાનું કામ કરે છે. ‘થોડામાં ખુશ’ રહેનાર કવિમન મોટી “આખ્ખી” પ્રાપ્તિસિદ્ધી ની જગ્યાએ નાની રોજિંદા ક્ષણોમાં મળવાપાત્ર ઊંડાં આત્મસંતોષ અને આંતરિક ખુશીની : “આછી આશથી રાજી” રહેવાની કદર કરે છે. ખરેખર શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓછુંઅદકું કરતાં ઇરાદાપૂર્વક‘જોઈયે તેનાં કરતાં થોડું ‘ કમ સાથે રહે છે. “આછી આશથી રાજી” રહેવાની વિભાવના સાથે આખો મણ મણ નો ભંડાર, આખાં બ્રહ્માંડનાં – આખી દુનિયાનું આખું આભ, આખાં સરોવર નાં જળ અને જળ ભર્યો આંખો કુંભ, આખી વસંતનાં- હારબંધ ફૂલોમાં નું એક આખું ફૂલ, આખાં અમૃત – છલોછલ અમૃતકુંભ ; ઉપરોક્ત સૌનું પૂર્ણ હોવાંપણું : આખાપણાં માં સ્થિત સમાપ્તિદર્શન : આ બધાંનાં પૂર્ણત્વ ની સમગ્રતાથી અલાયદી , પોતાની કોઈ પણ , જરીકેય આત્મગત જુદાઈગીરી કવિએ અહીં વર્તાવા દીધી નથી અને એ સૌ “મારાં છે / એ રહ્યાં મારાં “ની સ્પષ્ટ રીતે આપેલી પોતીકી જાણ અંતર્ગત સ્તુતિ ગીતમાં નો સુખદ આશ્ચર્યાનુભવ કરાવે છે તે દેદીપ્યમાન , સર્વેસર્વા પ્રભુકૃપા તથા ભક્ત સાધક ની પરમાત્મા પરત્વે સંપૂર્ણ શ્રદ્ધા અને તલ્લીતા : પ્રભુ સાથે તાદાત્મ્ય સાધનાર ની શ્રદ્ધેય નિકટતા ઉલ્લસિત થઈ ને સુપેરે વ્યક્ત થવાં દીધી છે.. . .
અનેક/દરેક ચીજ વસ્તુઓ માટેનાં મોટાં કોઠાર/દુકાન/મથકએટલે “ભંડાર” જેમાં તેને રાખવાથી સચવાય તે ‘ભંડારભભાવના’ : એ ભંડારનો સ્વામી એ ભંડારી / ભરથાર જે જગતનો નાથ / તાત / પરમેશ્વર , સંસાર નો કર્તાહર્તા ભર્તા; કવિએ એને વહાલથી ” મારા રાજ ” નું સંબોધન કરીને કહ્યું છે, ” આખો રે ભંડાર મારો એ રહ્યો. ” : જે સૂચવે છે , નાથ ભરથાર પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા. : ઈશ્વરીય શક્તિ /કુનેહ /કાળજી અને ગુંજાશ / પહોંચ / તજવીજ ; તદુપરાંત સર્વેસર્વા પ્રભુકૃપા. : વળી પ્રભુ સાથે તાદાત્મ્ય સાધનાર ભક્તની નિકટતા. : : આ ભંડારમાંથી અનાજ કહીએ તો કંઈ ચાળીસ શેર નું મણ મણ ભર્યું અનાજ માંગ્યું નથી ; ‘શેર બાજરી’ : ખાવાં પૂરતું ધાન જોઈશે જેથી રોટલો ઘઙી દિવસ કાઢીએ. : માટે કહ્યું છે, ” એક કણ રે આપો , આખો મણ નહિ માગું .”: : : :
ગ્રહો/ઉપગ્રહો સહિત નું સૂર્ય મંડળ, તારાઓ /તારામંડળો અને નિહારિકાઓ સહિત નાં આપણી ધરતી પર છે તેવી કે તદ્દન અલગ વિશ્વસૃષ્ટિમાં ની દુનિયામાં આવેલી સ્થાયી / અસ્થાયી, સજીવ/ નિર્જીવ , વસ્તુઓ / પદાર્થો અને જીવસૃષ્ટિ , વિગેરે થી રચાયેલ , જાણીતા / અણજાણ્યા દ્રશ્ય સંકુલ તરીકે એક પ્રકાર નાં બ્રહ્માંડ નાં સ્વરૂપ ની ધારણાં કરી શકાય છે. Cosmology આધુનિક બ્રહ્માંડવિજ્ઞાન એને macrocosm કહે છે : Everything that exists anywhere. : ગમે ત્યાં અસ્તિત્વ માં છે તે બધું. આપણે માનવ પણ બ્રહ્માંડ નાં એક અંશ જ છીએ ને ! કવિએ બ્રહ્માંડનાયક ને વહાલથી ” મારા રાજ ” નું સંબોધન કરીને કહ્યું છે, ” આખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યાં.” જે અહીં સૂચવે છે : “આખાં ( સળંગ ) અનંત બ્રહ્માંડ” માં વ્યાપ્ત , સમસ્ત સૃષ્ટિ ની સમગ્રતા અને પૂર્ણતા સાથે સમન્વય રૂપ : મેળ / જોડાણ/ એકીકરણઅંતર્ગત, તાત્ત્વિક સમજણમેળવવા માટે પ્રતિબદ્ધ કવિ મનની પ્રયત્નશીલતા. : : આ બ્રહ્માંડમાં થી આખું આભ માંગ્યું નથી. માંગ્યું છે, રહેવાનાં ઘરના બારણાં સામેની જરાક ખુલ્લી જગ્યાવાળું “એક થોડુંએક આંગણું” : એવું ‘પ્રાંગણ’ જ્યાં ભીતર ભર્યા અંધકારમાંથી નીસરી આવી ‘પ્રકાશાનંદ’ આપતી ‘પ્રાણદીપ્તિ’ ની ‘શોધના’ અને ‘સાધના’ ચરિતાર્થ થાય, જેથી પ્રકાશમાન પરમ શાંતિ અને સંપૂર્ણ સ્થિરતા મધ્યે , પ્રકૃતિ / જનસમૂહ / પરમ તત્ત્વ સાથે નાં તાત્ત્વિક સાયુજ્ય નાં કર્મ વિચાર માટેની કાર્યશીલતા ને પ્રોત્સાહન મળે. : માટે કહ્યું છે , ” એક આંગણું આપો , આખું આભ નહિ માગું.” : : : :
ઋતુચક્ર માં ખીલતી, રંગીન હારબંધ પુષ્પો ની ફૂલમાળા ની ‘દેખાવ-રચના’ ને લગતા બહિર્ગત ફેરફાર ને જોવાનો કસબ , કોકિલ સૂરના બંસી-ગાન ને સૂણી માણવાનો તેનો શ્રાવ્યભાવ તથા પુષ્પો ની પાંખડીઓ એ પ્રસરાવી સુગંધિત ચાલે ‘દૈહિક સંપ્રજ્ઞતા’ અનુભવવાની ઋતુરાજ વસંત ની દૃશ્યાત્મક ગતિરીતિ : આ બધા કૌશલ્ય દ્વારા જોવા જેવું , સાંભળવા જેવું તથા માણવા જેવું અને તેના માટે જ તેની ‘દૃશ્યરચના’ યોજીને આવતી ઋતુ વસંતની ‘થોડીએક’ અને ‘જરીએક’ સામગ્રી સાથે , કવિ મન ના આંતર જગત નો સંબંધ સધાય જેની આસપાસ ‘કાવ્ય ભાવ’ ઓતપ્રોત થતાં કવિએ‘ઋતુકર’ ને વહાલથી ” મારા રાજ ” નું સંબોધન કરીને કહ્યું છે , ” આખી રે વસંત મારી એ રહી.” કવિએ આખી વસંતમાં થી આખું ફૂલ નથી માંગ્યું. એક સંયુક્ત ફૂલ નું અંગભૂત નાનું ફૂલ : ( મોગરો ગુલાબ જેવાં ) ફૂલની છૂટી છૂટી ફૂલ પાંદડીઓમાં થી એક પાંદડી માંગી છે જેનાં રંગ અને ફોરમ, પૂરાં ફૂલ ના આખેઆખ્ખા રંગરખાવ અને એનીએજ સુગંધ થી ભિન્ન હોય શકે નહીં. હોય ,આછેરી અને જરીએક ઓછી. માટે કહ્યું છે, ” એક પાંદડી આપો આખું ફૂલ નહિ માગું.” : : : :
ઘૂંટડે ઘૂંટડે પીવું તે “ઘૂંટડો”, જેમકે જીવનદાયી / નવચેતન અર્પનારું ( ૨૦ થી ૨૫ મિલી લીટર ) પીવાનું પાણી. એક પછી એક ઘૂંટડા થી પીવામાં ( sip on some water : થોડું પાણી પીશો : Have a little water. . ) ઘૂંટડે ઘૂંટડે અને ઉતાવળ વિના, ધીમે ધીમે પીધું એમ સમજાય જેથી ગળે બેસે નહીં , ગળું રૂંધે નહીં , સંતોષ વળે; ટૂંકમાં પ્રશાન્તક નીવડે. કોઈ જીવ નિર્જલીય / જળરહિત : તરસ્યું રહેશે નહિ , અને પુષ્કળ માત્રામાં પાણી પીશે નહીં. મોઢું ભરીને , ગપ દઈને ઝડપથી ( gulping water ) પાણી પીવાં કરતાં ક્રમઃસર ( એક પછી એક ) ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું ( sequential sipping of water ) વધું હિતાવહ છે. ,(પેગંબર સાહેબે જમીન પર બેસીને ત્રણ ઘૂંટડા પાણી પીવાં ની ભલામણ કરેલી જેને એક પ્રથા તરીકે હજી માનવામાં આવે છે. ) :સરોવર એટલે વરદાનરૂપ બેહિસાબ પાણીનો કુદરતી ભંડાર : જેને નવીકરણ સાથે અને પુનરુત્થાન સાથે જોડી શકાય. દેખીતી રીતે ત્યાં અસાધારણ શાંતિ : ચિત્ત ની સ્વસ્થતા ; ક્રોધાભાવ અને સ્થિરપણું વર્તાય . કવિએ જળનાં અધિષ્ઠાતા / અધિષ્ઠાત્રી : જળદેવતા / જળદેવીનેવહાલથી “મારા રાજ” નું સંબોધન કરીને કહ્યું છે , ” આખાં રે સરોવર મારા એ રહ્યાં.” કવિએ “આખો ઘટ” નથી માંગ્યો. સંસ્કૃત માં પાણી નો અર્થ જીવન થાય. જીવ ને જરુરી ક્રમઃસર જીવનદાયી પીવાંનું થોડુંએક પાણી. માટે કહ્યું છે , : જરીએક પાણી (નો) “એક ઘૂંટડો આપો આખો ઘટ નહિ માંગુ .” : : : :
અમૃત નો દૈવી રસ અમરત્વ પ્રદાન કરે એમ મનાય છે, જે રીતે સુધાકર , ચંદ્રમા ધરતી પર ચાંદની નાં અમૃતરશ્મિ ( અમૃતમય કિરણો ) રેલાવે. ચાંદની ને એજ અર્થમાં અમૃત વરસાવનાર ‘ પીયૂષવર્ષી ‘પણ કહેવાય . : મીઠડી નજરોમાં થી પ્રેમની મીઠાસ : અમીધારા વહેતી આવે, સ્નેહની સરવાણી સરે, હેતની હેલી વરસતી રહે. : : અમૃતકર શ્રી કૃષ્ણ નો હાથ શિર પર / પીઠે પડતાં કલ્યાણ થવાનું મનાય છે. કવિએ ‘અમૃતકર’ ને ( શ્રી કૃષ્ણ ને ! ) વહાલથી “મારા રાજ ” નું સંબોધન કરીને કહ્યું છે , ” આખાં રે અમૃત મારાં એ રહ્યાં.” : કવિએ આખો ને આખો છલોછલ અમૃતકુંભ માંગ્યો નથી. કવિએ માંગી છે એક અમૃતકણિકા : અમૃત નું એક નાનામાં નાનું ટીપું : અમીકણી. : : આંખ નો એક પલકારો પણ ન મારતું હોય એવી સાવચેત મનની , ચીત્ત ની સાવધાની . અનિમેષ જોઈ રહેલી નિરંતરિત ( અંતર રહિત )પ્રેમદ્રષ્ટિ : પ્રીતડી , એક ઢૂંકડી “મીટડી” : સ્નેહાળ પ્રેમાળ નજર : એવી અમીદ્રષ્ટિ . સ્નેહની સરવાણી , હેતની હેલી : માટે કહ્યું છે, ” એક મીટડી આપો , આખી પ્રીત નહિ માગું.” : : : :
કણ રે આપો : મારા રાજ ! : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા. : ડિસેમ્બર ૩૧, ૨૦૨૫ : : વૈષ્ણવી પુત્રદા એકાદશી : : New New Year Eve , 2026 : : : : : : : :
Be fearless , fair and work out for clean India , United India And Wish For A New Year filled with love, laughter, and togetherness. May 2026 bring our family good health, happiness, and peace.Spring Time In India. “એક પાંદડી આપો આખું આભ નહિ માગું,આખી એ વસંત મારી એ રહી “: સુન્દરમ્ : : વસંત ઋતુ: હિમાલયના ઉંચા શિખરો થી લઈને કેરળના શાંત બેકવોટર સુધી, આ જાદુઈ વસંત ઋતુ દરમિયાન અન્વેષણ કરવા માટે અદ્ભુત ભારત મનોહર સ્થળોથી ભરેલું છે જે અદભુત લેન્ડસ્કેપ, સાંસ્કૃતિક ભટકાઓ અને રંગો અને સુગંધથી છલકાતા કુદરતના સૌંદર્યના છુપાયેલા ખજાનાથી તમને આનંદિત કરે છે. : બગીચાઓ અને ઉદ્યાનો, કુદરતી ટ્રેકિંગ પાથ, ફૂલોનો ચમકતો સંગ્રહ, કાશ્મીરનું જીવંત સ્વર્ગ, ભવ્ય બરફના શિખરો, ખીલેલા ફૂલો, કાશ્મીરી બદામના ફૂલો; દાર્જિલિંગ નાં રોડોડેન્ડ્રોન ફૂલો, જંગલી ફૂલો સાથેની ટેકરીઓ જીવંત બને છે. વસંત પંચમીના તહેવારોથી ગુંજી ઉઠેલા નગરો, વાયનાડ ની કબીની નદીના હૃદયમાં કરુવા ટાપુ પક્ષી નિરીક્ષણ નું સ્વર્ગ છે. : ઋષિકેશ જેવાં ધાર્મિક સ્થળનું શાંત વાતાવરણ, વારાણસીમાં ધાર્મિક ઘાટ, મંદિરોની જટિલ કોતરણી ઓ , ઘણા પર્વતીય શહેરોના દૃશ્યો, કંચનજંગા જેવા પર્વતોના ભવ્ય દૃશ્યો, લીલીછમ ટેકરીઓ, ધ્યાન અને પ્રતિબિંબ ની પૃષ્ઠભૂમિ અને ગંગા, નર્મદા અને મહા જેવી નદીઓના વહેતા પાણીની નજીક પ્રકૃતિની ચાલ. : વસંત ખીલેલા ફૂલો અને વૃક્ષો સાથે પ્રકૃતિને જગાડે છે. પક્ષીઓ કિલકિલાટ અને રચના સાથે મધુર ગીતોની સૂર સાથે ગાય છે. બગીચા મધમાખીઓ થી ગુંજી ઉઠે છે અને તેજસ્વી રંગબેરંગી પતંગિયા સાથે ફફડે છે. લાંબા દિવસોનો અર્થ મનોરંજન અને શોધખોળમાં વધુ સમય પસાર થાય છે.“એક પાંદડી આપો આખું ફૂલ નહિ માગું આખી એ વસંત મારી એ રહી.” : સુન્દરમ્ : : આછી આશથી રાજી : આખી વસંતમાં થી આખું ફૂલ નથી માંગ્યું. એક સંયુક્ત ફૂલ નું અંગભૂત નાનું ફૂલ : ( મોગરો ગુલાબ જેવાં ) ફૂલની છૂટી છૂટી ફૂલ પાંદડીઓમાં થી એક પાંદડી માંગી છે જેનાં રંગ અને ફોરમ, પૂરાં ફૂલ ના આખેઆખ્ખા રંગરખાવ અને એનીએજ સુગંધ થી ભિન્ન હોય શકે નહીં. હોય ,આછેરી અને જરીએક ઓછી.A hand of a person who has been easily pleased by a small flower. એક ફૂલ પાંદડી. થોડાં માં મળતી ખુશી.Fully savouring immediate experience in the valuing present moments. : Minimalist: Refers to someone who intentionally lives with less to focus on what truly matters. : : અવ્યવસ્થિત અથવા બિનજરૂરી : ઉચ્ચ અપેક્ષાઓ અથવા “મેન્ટેનન્સ” જરૂરિયાતોનો અભાવ દર્શાવે છે. : The reductivist ‘s Art Movement called Minimalism in sculpture and painting that began in 1950s emphasize an extreme simplification of art-form and colour . The minimalist design of a room must feature clean lines and sparse furniture. મિનિમલિસ્ટ : ન્યૂનતામવાદી એવી વ્યક્તિ છે જે ખરેખર શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇરાદાપૂર્વક ઓછી સાથે રહે છે. Internal source of happiness rather than chasing materialistic consumer goods. Feeling of mindfulness in watching for freshwater stream and little sunlight or hearing the chirpings of Birds , or having a fresh cup of hot tea / coffee, smell of wet soils, વિ. માં જણાતો “આછી ખુશી નો રાજીપો” બાહ્ય પરિણામો સાથે જોડાયેલ નથી, તેથી આવા ‘લવચીક’ વ્યક્તિત્વ નો ( ભાંગે નહિ પણ નરમ રહીને વળે એવું સ્થિતિસ્થાપક ) ઘણીવાર નિષ્ફળતાઓમાં થી વધુ ઝડપથી બહાર આવતા , resilience દાખવીને પાછો ઉદય થાય છે. Social Amiable / Affable Connection : A quick texts from a friend , can be a specific triggers for ‘enjoying the Little Things‘. for this type of pleasure is often mundane but universally relatable :More Examples would be : Like , shared inside joke, or a stranger’s smile or Finding a seat on a crowded bus or seeing a download reach 100%, ઈસ્ત્રીબંધ કપડાં/ચાદર ની ખુશી. મિલનસાર વ્યક્તિમાં જોવા મળતો આ સુખદ સરળ સ્વભાવ છે.
Talking to yourself in the mirror, often called “mirror talk” or “mirror work,” is normal and is a self-reflective enjoying practice used to build self-awareness . It improves emotional well-being, and boosts confidence and self -esteem . It improves Social Skills, interview responses, or conversations. It may help in Emotional Regulationof Stress. Initial awkwardness / discomfort, usually fades after 3–4 sessions.One can start with trying questions like “How are you really feeling today?” or “What is one thing you are proud of?”. : Although Mirror Exposure Talk is often a powerful self-care tool ,It should not replace real-world human interaction or social bonding.
મીઠડી નજરું વાગી : ભાસ્કર વોરા : : : : : : :
મન મુંઝારો થાય ક્યાંય ચેન પડે નહીં ; અણકલ્પ્યું દેખાય મૂરત કો મધરાતમાં .
Happy New Year 2026 : Be fearless , fair and work out for clean India , United India And Wish For A New Year filled with love, laughter, and togetherness. May 2026 bring our family good health, happiness, and peace. : : V Jayaraj Pune India : January 1, 2026 : : : : : : :
સ્વરકાર / ગાયક શ્રી અમર ભટ્ટ નોંધ કરી કહ્યું છે કે, ” સ્વરાંકન માં બીજી પંક્તિ પહેલા સ્વરબદ્ધ થઈ. વૈશ્નવ જન ના ઢાળ નો સંદર્ભ લઈ ને મુગ્ધતા થી તદ્રુપ થયા નો ભાવ તાર સપ્તક ના શુદ્ધ ગંધાર ” ગ” પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ અને અંતરા નું સ્વર નિયોજન થયું. તલ્લીનતા નું , કવિ ના અચરજ ના ઐશ્વર્ય નું ગીત માણો. ” ( અમર ભટ્ટ )
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : મેં એક અચંબો દીઠો : સુન્દરમ્ : : : : : : ઘર ઘરમાં કૃષ્ણ કનૈયો જોવા મળે અને હ્રદય હ્રદય માં રાધા જોવા મળે ત્યારે કવિ ને આશ્ર્ચર્ય થાય છે , જેનું આલેખન કર્યું કે અણ છૂપા પાત્રો અને નાયિકા : ઉદ્ધવ , નંદ જશોદા અને રાધા તથા વન વૃક્ષ માંના વૃંદાવન, છતા થતાં જાય ને ઈશ્વરપણું સમજાતું જાય ત્યાર પછી , અચરજ ના સ્થાને મુગ્ધ ભાવે , નરસૈંયાના સ્વામી કૃષ્ણ માટે આવશ્યક , તલ્લીનતા સાધી કૃષ્ણ પરાયણ થવા નું નિરૂપણ જાહેર કરી કવિ એ કહ્યું : ” હું બન્યો મુગ્ધ નરસૈંયો ” : વૃંદા એટલે તુલસી . રાધા ને પણ વૃંદા કહી છે . આથી જ તો તુલસીશ્યામ અને રાધાકૃષ્ણ ના બોલમાં , દૈવી તદ્રુપતા નું સંવેદન સમાયું છે . ગોકુળ વનરાવન તે વૃંદાવન , જ્યાં પર્ણ પર્ણ માં ગ્વાલા ગ્વાલિન : નંદ જશોદા અને રાધા : કૃષ્ણમય – તદ્રુપ થયા જોવા મળે , જેને પગલે હ્યાં ના મુગ્ધ તત્વ માં ધ્યાન મગ્ન થવું મળે . ઉદ્ધવ આમ તો શ્રીકૃષ્ણ ના કાકા પરંતુ ભક્ત , જેને શ્રી કૃષ્ણ એ આત્મ જ્ઞાન આપ્યું હતું . માનવ જન ને ઉંઘ આવે . જનમાનસ ઠાકોર જી ના શયન ને ” પોઢ્યા ” કહે . અખિલ વ્યોમ એટલે સમગ્ર ગગન અને પય ને પાણી કહો તો સમુદ્ર અને દૂધ માનો તો દૂધગંગા કે આકાશ ગંગા : સર્વ સ્થળે શ્રી હરિ સર્વદા વ્યાપ્ત છે . સર્વ જીવ ને અને ઉદ્ધવ જી ને પ્રાપ્ત આત્મ જ્ઞાન મળ્યું છે કે મેળવી શકાય તેમ છે . રાધા ને મુગ્ધાક્ષિ ( અભોર આંખ વાળી ) પણ કહી છે . આ બધું જાણવા જોવા કે પ્રાપ્તિ માટે ” અંગ અંગ ” “હરિઓઢયા ” થવા નું હોય . “હરિ પરાયણતા” પ્રાપ્ત થાય , જ્યારે કૃષ્ણ સમય ના – કૃષ્ણાકર્ષણ્ણિક ગોકુળ ગ્રામ ના પાત્રોના મુગ્ધા – ભાવ , અભોર -નિર્દોષતા , અરે ! એમની અણસમજ સુધ્ધાં ! સાથે તદ્રુપ થયા હોવાની સફળતા મળી હોય . અચરજ કારી સમજણ ના સ્થાને , કવિ મન અણસમજુ મુગ્ધત્વની અવસ્થાઓમાં , મુગ્ધમનનોહર – પરમેશ્વર નું મોહિત કરનાર અતિ સુંદર સ્વરૂપ જોવા નું સદભાગ્ય પ્રાપ્ત કરે છે : : : : આપણા શાસ્ત્રોમાં ૮ પ્રકાર ની ઈશ્વરીય મહા સિદ્ધિ જોવા નું કહ્યું છે : ૧) અણિમા ૨) મહિમા ૩) ગરિમા ૪) લઘિમા ૫) પ્રાપ્તિ ૬) પ્રાકામ્ય ૭) ઈશિત્વ ૮) વશિત્વ ઉલ્લેખ કર્યો , વાત ફરી ક્યારેક : “મેં એક અચંબો દીઠો” કવિ શ્રી સુંદરમ્ : આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ : પૂણે : ૧૪.૮.૨૦ 😦 નોંધ:૧૯૭૫ માં વાત વાતમાં કવિ શ્રી સુંદરમે મને એમના સ્વહસ્તાક્ષર માં લખી આપેલું :”કેટલી વીસે સો થાય?”) : પ્રસ્તુતિ : ઓગસ્ટ ૩૦ , શ્રાવણ વદ આઠમ : ગોકુળ આઠમ : કૃષ્ણ જન્માષ્ટમી : : પૂણે : :