
એક અચંબો : સુન્દરમ્ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : આલ્બમ શબ્દ નો સ્વરાભિષેક ભાગ ૪ : : યુ ટ્યુબ રિલીઝ કૃષ્ણ જન્માષ્ટમી ૧૨ / ૮ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/FzDJ6o-rG3g?si=nbpiXUJYuNG7OuNN
એક અચંબો : સુન્દરમ્ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : યુ ટ્યુબ રિલીઝ ૯ / ૬ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/uCger2Gjuk8?si=CfH0tZRbpOmtSA4S
સ્વરકાર / ગાયક શ્રી અમર ભટ્ટ નોંધ કરી કહ્યું છે કે, ” સ્વરાંકન માં બીજી પંક્તિ પહેલા સ્વરબદ્ધ થઈ. વૈશ્નવ જન ના ઢાળ નો સંદર્ભ લઈ ને મુગ્ધતા થી તદ્રુપ થયા નો ભાવ તાર સપ્તક ના શુદ્ધ ગંધાર ” ગ” પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ અને અંતરા નું સ્વર નિયોજન થયું. તલ્લીનતા નું , કવિ ના અચરજ ના ઐશ્વર્ય નું ગીત માણો. ” ( અમર ભટ્ટ )
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : મેં એક અચંબો દીઠો : સુન્દરમ્ : :
: : : : ઘર ઘરમાં કૃષ્ણ કનૈયો જોવા મળે અને હ્રદય હ્રદય માં રાધા જોવા મળે ત્યારે કવિ ને આશ્ર્ચર્ય થાય છે , જેનું આલેખન કર્યું કે અણ છૂપા પાત્રો અને નાયિકા : ઉદ્ધવ , નંદ જશોદા અને રાધા તથા વન વૃક્ષ માંના વૃંદાવન, છતા થતાં જાય ને ઈશ્વરપણું સમજાતું જાય ત્યાર પછી , અચરજ ના સ્થાને મુગ્ધ ભાવે , નરસૈંયાના સ્વામી કૃષ્ણ માટે આવશ્યક , તલ્લીનતા સાધી કૃષ્ણ પરાયણ થવા નું નિરૂપણ જાહેર કરી કવિ એ કહ્યું : ” હું બન્યો મુગ્ધ નરસૈંયો ” : વૃંદા એટલે તુલસી . રાધા ને પણ વૃંદા કહી છે . આથી જ તો તુલસીશ્યામ અને રાધાકૃષ્ણ ના બોલમાં , દૈવી તદ્રુપતા નું સંવેદન સમાયું છે . ગોકુળ વનરાવન તે વૃંદાવન , જ્યાં પર્ણ પર્ણ માં ગ્વાલા ગ્વાલિન : નંદ જશોદા અને રાધા : કૃષ્ણમય – તદ્રુપ થયા જોવા મળે , જેને પગલે હ્યાં ના મુગ્ધ તત્વ માં ધ્યાન મગ્ન થવું મળે . ઉદ્ધવ આમ તો શ્રીકૃષ્ણ ના કાકા પરંતુ ભક્ત , જેને શ્રી કૃષ્ણ એ આત્મ જ્ઞાન આપ્યું હતું . માનવ જન ને ઉંઘ આવે . જનમાનસ ઠાકોર જી ના શયન ને ” પોઢ્યા ” કહે . અખિલ વ્યોમ એટલે સમગ્ર ગગન અને પય ને પાણી કહો તો સમુદ્ર અને દૂધ માનો તો દૂધગંગા કે આકાશ ગંગા : સર્વ સ્થળે શ્રી હરિ સર્વદા વ્યાપ્ત છે . સર્વ જીવ ને અને ઉદ્ધવ જી ને પ્રાપ્ત આત્મ જ્ઞાન મળ્યું છે કે મેળવી શકાય તેમ છે . રાધા ને મુગ્ધાક્ષિ ( અભોર આંખ વાળી ) પણ કહી છે . આ બધું જાણવા જોવા કે પ્રાપ્તિ માટે ” અંગ અંગ ” “હરિઓઢયા ” થવા નું હોય . “હરિ પરાયણતા” પ્રાપ્ત થાય , જ્યારે કૃષ્ણ સમય ના – કૃષ્ણાકર્ષણ્ણિક ગોકુળ ગ્રામ ના પાત્રોના મુગ્ધા – ભાવ , અભોર -નિર્દોષતા , અરે ! એમની અણસમજ સુધ્ધાં ! સાથે તદ્રુપ થયા હોવાની સફળતા મળી હોય . અચરજ કારી સમજણ ના સ્થાને , કવિ મન અણસમજુ મુગ્ધત્વની અવસ્થાઓમાં , મુગ્ધમનનોહર – પરમેશ્વર નું મોહિત કરનાર અતિ સુંદર સ્વરૂપ જોવા નું સદભાગ્ય પ્રાપ્ત કરે છે : : : : આપણા શાસ્ત્રોમાં ૮ પ્રકાર ની ઈશ્વરીય મહા સિદ્ધિ જોવા નું કહ્યું છે : ૧) અણિમા ૨) મહિમા ૩) ગરિમા ૪) લઘિમા ૫) પ્રાપ્તિ ૬) પ્રાકામ્ય ૭) ઈશિત્વ ૮) વશિત્વ ઉલ્લેખ કર્યો , વાત ફરી ક્યારેક : “મેં એક અચંબો દીઠો” કવિ શ્રી સુંદરમ્ : આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ : પૂણે : ૧૪.૮.૨૦ 😦 નોંધ:૧૯૭૫ માં વાત વાતમાં કવિ શ્રી સુંદરમે મને એમના સ્વહસ્તાક્ષર માં લખી આપેલું :”કેટલી વીસે સો થાય?”) : પ્રસ્તુતિ : ઓગસ્ટ ૩૦ , શ્રાવણ વદ આઠમ : ગોકુળ આઠમ : કૃષ્ણ જન્માષ્ટમી : : પૂણે : :







