https://youtu.be/jlI5kvpgMws?si=-p7KcLfo37Wa2hg6
કોકના તે વેણને : મકરંદ દવે : : સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : આલ્બમ : અનુભૂતિ : Ishtar Music Release 4 / 2 / 2007 : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૧૨ / ૨૦૧૬ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : : : કોકના તે વેણને : હૈયાં ની વાત ને ફૂલ જેમ ફોરમતી ધરીએ : મકરંદ દવે : : : :
કોકનાં તે વેણને વીણી વીણીને વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં,
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએં,
કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડા પોતાની, પારકા લ્હેકા !
રૂડારૂપાળા સઢ કો’કના શું કામના?
પોતાને તુંબડે તરીએં–
કોઇ કોઇ ચીંધે છે રામટેકરી
કોઇ ઓઢા—હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે,
ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવનની ખોઇમાં
કોઇની ભભૂત ન ભરીએં–
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઇએ (એક) સૂર :
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતને જીવી ગયા ને વીરા !
જીવતાં ન આપણે મરીએં–
કોકનાં તે વેણ વીણી વીણીને, વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં.
-મકરંદ દવે
https://youtu.be/s-AAqnU9g8Q?si=Y0dwngG88HDuFURn
સ્વરઃ વિરાજ બિજલ ઉપાધ્યાય : : આલ્બમ : મારી હથેળીના
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય : : : : 🪷 🪷 🪷 🪷 🪷 : : ** ********************************************* ( ૨ ) : : સ્વર : સુરેશ જોશી અને ફાલ્ગુની શેઠ : : સ્વરાંકન : અજીત શેઠ : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://drive.google.com/file/d/1fw0vnl15xHVJXlR7GEvnunwSqG2pT9wO/view?usp=drivesdk ******************************************** ( ૩ ) : : : સ્વર : અમર ભટ્ટ : સ્વરાંકન : અમર ભટ્ટ : સંગીત નિયોજન : અમિત ઠક્કર : LIVE ગુજરાત વિશ્વકોશ સંસ્થાન , અમદાવાદ દ્વારા આયોજિત સંગીત કાર્યક્રમ : : : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🪷 🪷 🪷 🪷 🪷 🪷 🪷 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY VASANT : : : : માર્ચ ૨૯ : : ફાગણ વદ બારસ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :



