https://drive.google.com/file/d/1QKwdv_WIKSt4hKKfVcKs5KjKIzg_WSaz/view?usp=drivesdk
હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
હે અલબેલો, હે અલબેલો ફાગણ આયો!
વનરાવનમાં, તનમાં, મનમાં,
થનગન જોબન લા…યો!
ફોરંતી પાંખડીએ, આંજેલી આંખડીએ આ…વી
મધુ ટપકતે…
મધુ ટપકતે મુખલડે મલકાયો, ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
હે આવ્યો… મસ્તાનો, ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી સુવાસે
મનમોહનની…
એ જી મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
રસિયો ફાગણ આયો!
હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
સ્વરઃ ગીતા દત્ત
ગીતઃ જયંત પલાણ
સંગીતઃ એ.આર. ઓઝા
આલ્બમ “ગીતા દત્ત – ગુજરાતી ગીતો” (૧૯૭૧)
ગ્રામોફોન રેકોર્ડ : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹 આવી વસંત મત્ત ફૂલોની રાણી : : જયંત પલાણ : : :: સ્વર : નાદ ગૃપ : વૃંદ ગાન : દીપક અંજારિયા , પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, અને કૃતિકા ત્રિવેદી : : સ્વરાંકન અને સંગીત નિયોજન : જગદીપ અંજારિયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : માર્ચ ૧૨ , ૨૦૨૨ : : ફાગણ સુદ દશમી : : પૂણે ઈન્ડિયા : : : : :
આવી વસંત મત્ત ફૂલોની રાણી : : જયંત પલાણ : : : :
આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…
ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…
જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…
આ..આ..આ..આ…
લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…
સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…
– જયંત પલાણ
આવી વસંત મત્ત ફૂલોની રાણી : : જયંત પલાણ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : માર્ચ ૧૨ , ૨૦૨૨ : : ફાગણ સુદ દશમી : : પૂણે ઈન્ડિયા : : : :
*********************************************** કે ફાગણ આયો : મેઘબિંદુ : : : :
આંબે આવ્યા મોર કે ફાગણ આયો
છે સુગંધનો કલશોર કે ફાગણ આયો
વરસે ટહુકાનો વરસાદ કે ફાગણ આયો
કરે કેસૂડો સંવાદ કે ફાગણ આયો
આંબે ગુલમોરી ઉમંગ કે ફાગણ આયો
મનડું ગાતું કોકિલસંઅગ કે ફાગણ આયો
હું પ્રીત રંગે રંગાયો કે ફાગણ આયો
હું ભવભવથી બંધાયો કે ફાગણ આયો
મારો ખીલ્યો જીવન બાગ કે ફાગણ આયો
મેં માણ્યો રે અનુરાગ કે ફાગણ આયો
–- મેઘબિંદુ
કે ફાગણ આયો : મેઘબિંદુ : : સ્વર : ઝરણા વ્યાસ : ( LIVE ) :: સ્વરાંકન અને સંગીત નિયોજન : ઉદયન મારું : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
***********************************************











