કુંજ ઉરની : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

૬ કુંજ ઉરની


શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,

અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,

તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,

રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;

દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં,

લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;

પરોઢે-સંધ્યાયે ક્ષિતિજઅધરે રંગરમણા,

-મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.

નહીં મારે રે એ પ્રકૃતિરમણીનાં નવનવાં

ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.

મનુષ્યો ચાહે કે કદી અવગણે, કૈં ન ગણના;

રહું રાખી ભાવો હૃદય સરસા, સૌ મનુજના.

મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે

મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
— ઉમાશંકર જોશી.
મુંબઈ, ર-૯-૧૯૩પ. (નિશીથ)

કુંજ ઉરની : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

મળી ન્હોતી જ્યારે — : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત. : સખી સૈયર નાં ગીત : :

મળી ન્હોતી જ્યારે — : ઉમાશંકર જોશી : ૨૫ / ૧૧ / ૧૯૩૭  : નિશીથ ( ૧૯૩૯ ) માં થી

મળી ન્હોતી જ્યારે — : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ચાહું છું જગ સકલમાં એક જ તને : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : સખી સૈયર નાં ગીત : :

ચાહું છું જગ સકલમાં એક જ તને – ઉમાશંકર જોશી


કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?

કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

–- ઉમાશંકર જોશી.
( ૧૯૩૭ )

ચાહું છું જગ સકલમાં એક જ તને : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

યથાર્થ જ સુપથ્ય એક : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : સોનેટ : :

યથાર્થ જ સુપથ્ય એક ઉમાશંકર જોશી : મુંબઈ , ૯ / ૯ / ૧૯૩૫

યથાર્થ જ સુપથ્ય એક : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આશા-કણી : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

આશા-કણી : ઉમાશંકર જોશી : મુંબઈ, ૨ / ૯ / ૧૯૩૫

આશા -કણી : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

અનંત ક્ષણ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

અનંત ક્ષણ :  ઉમાશંકર જોશી : નવેમ્બર ૧૯૩૩

અનંત ક્ષણ ઉમાશંકર જોશી અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .

અફર એક ઉષા : ઉમાશંકર જોશી : : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

અફર એક ઉષા : ઉમાશંકર જોશી : મુંબઈ , ૯ / ૯ / ૧૯૩૫

અફર એક ઉષા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ઊગી ઉષા : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ : : સોનેટ કાવ્ય ગીત : :

ઊગી ઉષા : ઉમાશંકર જોશી : મુંબઈ , ૨ / ૯ / ૧૯૩૫

ઊગી ઉષા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

મૃત્યુ માંડે મીટ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ : : સોનેટ કાવ્ય ગીત : :

મૃત્યુ માંડે મીટ : સોનેટ કાવ્ય ગીત : ઉમાશંકર જોશી : વીરમગામ , ૩ / ૬ / ૧૯૩૦

મૃત્યું માંડે મીટ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

નિશાપંથ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ : સોનેટ કાવ્ય ગીત : :

નિશાપંથ : ઉમાશંકર જોશી : મુંબઈ, ૯ / ૯ / ૧૯૩૫

નિશાપંથ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Design a site like this with WordPress.com
Get started