ગૂજરાત મોરી મોરી રે
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગૂજરાત મોરી મોરી રે.
ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.
ગૂજરાત મોરી મોરી રે.
આંખની અમીમીટ ઊમટે ચરોતરે;
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગૂજરાત મોરી મોરી રે.
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ-શાં સુખડૂબ્યાં જોડલે
ગૂજરાત મોરી મોરી રે.
નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
— ઉમાશંકર જોશી
૨૮-૧૧-૧૯૩૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૨)
મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી સ્વરનિયોજન: અજિત શેઠ – નિરૂપમા શેઠ : : સ્વર: અજિત શેઠ અને ગાયક વૃંદ : : આલ્બમ: ‘ગીત અમે ગોત્યું ગોત્યું’: અજીત શેઠ – નિરૂપમા શેઠ : : https://m.soundcloud.com/ekatra-foundation/matlan-malee-gai
https://youtu.be/gz4siJSxoGQ?si=dgr_HArfn8l5PdG6 મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ( નેરેટીવ વિડિયો ) : : ઉમાશંકર જોશી : : સ્વર : કૌમુદી મુનશી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/BQm4qw75U3A?si=mRA8kZGVjPjuw3ks મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી : : સ્વર : કૌમુદી મુનશી : ઓરિજીનલ રેકોર્ડ રિલીઝ ૧૦ / ૧ ૧૯૫૨ : સારેગમા યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૭ / ૨૦૧૯ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
https://tahuko.com/?p=1173 મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી મોરી રે: ઉમાશંકર જોશી સ્વર : : પ્રફુલ્લ દવે : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી: : સ્વર : શ્રૃતિ ગાયક વૃંદ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : આલ્બમ : વિશ્વ ગુર્જરી : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://m.soundcloud.com/ekatra-foundation/maltan-mali-gai
ગૂજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .


