હે મા શારદા !
૧ ) હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયુરનો કંઠ થવા સૂર દે … હે મા શારદા
તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ફળે,
જ્ઞાનદા, પંક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા
તારી વીણાનો ષડજ સુર પાવન કરે મુજ કવન ઉર,
તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે,
હે મા શારદા ! … હે મા શારદા
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દ્યો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં
શુભદા, ભક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા
– અવિનાશ વ્યાસ
સ્વર : ગાયક વૃંદ : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ / પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન : આસિત દેસાઈ : આલ્બમ સ્વર સંગતિ : : સોના રૂપા ( યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૭ / ૨૦૧૩ : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/u3cV4LxXMrc?si=AbfBsCiQ863xGUBO
સ્વર : ફોરમ મહેતા અને ગાયક વૃંદ : સ્વરાંકન : અવિનાશ વ્યાસ / પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન : બ્રિજ જોશી : આલ્બમ : પ્રાર્થના પોથી ( પાર્ટ ૨ ) : : સૂર મંદિર ( રિલીઝ યુ ટ્યુબ ૫ / ૨ / ૨૦૨૨ ) : અહીં ક્લિક કરીને સાંભળો https://youtu.be/WdWBZ8wHZZU?si=VainAp2jWD7OxqCi
સ્વર : ગાયક વૃંદ ( ઉદય મજમુદાર , પાર્થિવ ગોહિલ, રેખા ત્રિવેદી, શિવાંગી દેસાઈ : : આલ્બમ : તમે આવો તો ( કાવ્ય સંગીત ) : રિલીઝ ૧૨ / ૧૦ / ૨૦૨૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/I74vS3G5aKY?si=VznUfoSLON_64MW_
સ્વર : ગાયક વૃંદ ( નીલેશ, નિનાદ, શૈલેષ, અજય, વીણા, અંજલિ, દીપના ) સંગીત નિયોજન : જિજ્ઞેશ અને ગૌરાંગ, બ્રિજેશ અને પ્રકાશ ) : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : લિરીક્સ વિડિયો : : યુ ટ્યુબ રિલીઝ મ્યુઝિકલ નીલેશ ૨૭ / ૪ / ૨૦૨૧ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/cLAnaR5Ta74?si=uT6YMusPmShYXU2Y
૨ ) હરિ આમ છેટા છેટા ન રહીએ
હરિ આમ છેટા છેટા ન રહીએ,
કો’ક દી’ તો ભક્તોના થોડા થઈએ.
નયણાં દીધાં પણ દર્શન ન દીધાં,
ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં,
સમજુ ને ઝાઝું શું કહીએ.
મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું,
આંસુનાં ફૂલડાં નું બિછાનું બિછાવ્યું;
તનનો તંબુરો ઘૂંટી ગાઉં રે.
હરિ આમ છેટા છેટા ન રહીએ …
કોક દી તો ભગતો ના થોડા થઇએ ….
— અવિનાશ વ્યાસ, બચુલાલ શ્રીમાળી
સ્વર: મિતાલી સીંગ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : દર્શન શ્રદ્ધા Vol 3 : : સૂર સાગર મ્યુઝિક રિલીઝ ૧ / ૫ / ૨૦૦૭ : : various artists ( યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૪ / ૨૦૨૦ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/kE80TiSsMfY?si=m_E0OwMGjM4ZZsIP
૩ ) હરિ તું ગાડું મારું કયાં લઇ જાય
હરિ તું ગાડું મારું કયાં લઇ જાય કાંઈ ન જાણું
હે ધરમ કરમ ના જોડયા બળદિયા ધીરજની લગામ તાણું
સુખ ને દુઃખના પૈડાં ઊપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થા
ય હે મારી મુજને ખબર નથી કઈ ક્યાં મારું ઠેકાણું
પાંપણ પટારે સપનાં સંઘર્યાં મનની સાંકળ વાસીરે
ઉપર મનની સાંકળ વાંસી ..
ડગર ડગરિયા આવે નગરિયા
ના આવે મારું કાશી રે હે ક્યારે વેરણ રાત વીતે રે ક્યારે વાય વ્હાણું
ક્યાંથી આવું કયાં જવાનું ક્યાં મારે રહેવાનું
અગમ નિગમનો ખેલ અગોચર મનમાં મૂંઝાવા નું
હે હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું
–– અવિનાશ વ્યાસ
સ્વર : પ્રફુલ્લ દવે : : સ્વરાંકન અને સંગીત નિયોજન: ગૌરાંગ વ્યાસ : : સૂર સાગર મ્યુઝિક ( યુ ટ્યુબ રિલીઝ ૧૬ / ૧૦ / ૨૦૧૬ ) : : 22 M Views : : અહીં ક્લિક કરીને સાંભળીએ :: https://youtu.be/YDHnZzidLRY?si=BWUXFWWW9-pOLiLE
સ્વર : સંજીવની : : સ્વરાંકન અને સંગીત નિયોજન: : ગૌરાંગ વ્યાસ : : સૂર સાગર મ્યુઝિક ( યુ ટ્યુબ રિલીઝ ૧૬ / ૮ / ૨૦૧૬ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/6oSYHrxH09I?si=WXdJNl0Gezgj0YrA
૪ ) આજ ખરું અવતરવા નું ટાણું
આજ ખરું અવતરવા નું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સો માં નવ્વાણું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા
ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતા લાગે કેમ વાર?
શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વિંધી ને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય
બધું એ જીતાય, પણ એક તું ના જીતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
–- અવિનાશ વ્યાસ
સ્વર : મુકેશ : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : HMV Release 1958 : : સારેગમા રિલીઝ ૧ / ૧૨ / ૧૯૭૯ : : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૮ / ૨૦૧૪ : આલ્બમ : તારી યાદ સતાવે : મુકેશ / ગુજરાતી ગીતો : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : :: https://youtu.be/BhJ67SrEIxU?si=jcYc0vweVnbhA7tF
સ્વર : આસિત દેસાઈ : : સંગીત નિયોજન : : ગૌરાંગ વ્યાસ : : સૂર સાગર મ્યુઝિક ( યુ ટ્યુબ રિલીઝ ૧૬ / ૧૦ / ૨૦૧૬ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ppBOoy419ew?si=mQukesT_7tODpbp4
૫ ) કેમ રે વિસારી ઓ વનના વિહારી
કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારી ને કેમ રે વિસારી
કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારી ને કેમ રે વિસારી
વગડાની વાટે હું વાટડીયું જોતી
ભૂલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મૂકીને મુને મુરલી ધારી
તારી રાધા દુલારી ને કેમ રે વિસારી
કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારી ને કેમ રે વિસારી
નિત્ય નિરંતર મુજ અંતરમાં તુજ વાજિંતર બાજે
કહે ને મારા નંદ દુલારા હૈયું શેને રાજી
તારી માળા જપતી વનમાં ભમતી આંસુ સારી
તારી રાધા દુલારી ને કેમ રે વિસારી
કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારી ને કેમ રે વિસારી
— અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : ફિલ્મ : રણચંડી ( રિલીઝ ૨૫ / ૧૧ / ૧૯૮૦ ) : : સારેગમા ( યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૨ / ૨૦૧૯ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/-f32U-CfFzU?si=D6rUZK0XTekOGghB
સ્વર : આરતી મુનશી : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : નેરેટીવ લિરીક્સ વિડિયો : : પ્રસ્તુતિ : મનિષા : : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૩ / ૨૦૧૪ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/-CSdk2ryKn0?si=pAjc9p2b_hwuI2gI
૬ ) મંદિર તો ત્યાં નું ત્યાં જ છે
— અવિનાશ વ્યાસ
સ્વર : દિવ્યાંગ અંજારિયા અને સંજીવની અને ગાયક વૃંદ : : સંગીત નિયોજન: ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : તમારું તમને અર્પણ : : સૂર સાગર મ્યુઝિક ( યુ ટ્યુબ રિલીઝ ૧૫ / ૮ / ૨૦૧૬ ) : અહીં ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/S7WuXenRmds?si=9Etxw9He8lSGuSZc
૭ ) અગમ નિગમ ની દુનિયા
આ આગમ નિગમની દુનિયા જાણે એક મનખા નો મેળો છે જુગ જુગ થી ચાલ્યો આવે એવો એક પાણીનો રેલો છે
આ સૃષ્ટિની સર્જનતા જાણે ગંજીફા નો મહેલ
મારા તારા મમત્વ નો જાણે ચાંદરડા નો ખેલ
તીર તકદીર ના સૌને વાગે કોઈ મોડો કોઇ વહેલો છે
કોઈ કોઈનું નથી રે જગતમાં ખોટું મારું-તારું
દીપ સળગે ત્યાં સુધી અજવાળું પાછળથી અંધારું
ભરી દુનિયામાં જેવો આવ્યો તેવો જીવ અકેલો છે
— અવિનાશ વ્યાસ
સ્વર : રૂપ કુમાર રાઠોડ અને ગાયક વૃંદ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : તમારું તમને અર્પણ સ્વ. અવિનાશ વ્યાસ ને શ્રદ્ધાંજલિ : : સૂર સાગર મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૧૬ / ૮ / ૨૦૧૬ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : :: https://youtu.be/Nzyrb_7rayE?si=Q4E1blxjr9T9qlEt
૮ ) હરિ હળવે હળવે હંકારે
હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
મેં તો લગામ દીધી હાથ હરિને
હરિ ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે
કાયાની કોઠીમાં બૂરાં કરતૂક ઠાંસ ભરેલા છે
ને કોઈની આંતરડી બાળે એવા
અવગુણ ઉર ઊભરેલાં છે
કંઈ કંકર, કંઈ કુસુમ-કાંટા ને
તને કેટલું પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે, ભાઈ રે
દેવની ડેલી દૂર નથી, કઈ કરણી કરેલ કહી દે
ને વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો
પંડ ને કાજે દઈ દે
સતનામ જેવી કોઈ મૂડી નથી
કે જે આવે હારે હારે
હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
મેં તો લગામ દીધી હાથ હરિને
હરિ ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
— અવિનાશ વ્યાસ
સ્વર : મુકેશ : : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ અને પુરુષોત્તમ ઉપાધ્યાય : : ફિલ્મ : લીલુંડી ધરતી ( ૧૯૬૮ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : :: https://youtu.be/hw_WO7rf6YI?si=fJTJNOiEZp860b5j
૯ ) ભરી દે ભરી દે
ઓમ્ નમઃ શિવાય
ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત… ꠶ટેક
જીવ તો તારું એક રમકડું
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષ નું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…
તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…
— અવિનાશ વ્યાસ
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ ( LIVE ) : : સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : આલ્બમ : બીલીપત્ર : : યુ ટ્યુબ રિલીઝ ૨૩ / ૬ / ૨૦૨૦ : : અહીં ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/hqVgw78IUv4?si=Q_IF0cjpuvO56kmW
સ્વર : આસિત દેસાઈ અને ગાયક વૃંદ : : સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન : આસિત દેસાઈ : : આલ્બમ : સ્વર સંગતિ : : Times Music ૨૩ / ૧ / ૨૦૦૯ : યુ એ રિલીઝ ૨૦ / ૧૦ / ૨૦૨૦ : :અહીં ક્લિક કરીને સાંભળીએ : : :: https://youtu.be/ebqAaAYT35I?si=5SpAMCf41eDyObrg
૧૦ ) તું માન ન માન કિરતાર …….
તું માન ન માન કિરતાર આપણે મળ્યાં છીએ એકવાર
ક્યાં ને ક્યારે કાંઈ ન જાણું પણ સ્મૃતિમાં સંચાર
કોઈ તને ચતુર્ભુજ ચીતરી તસ્વીરમાં ટીંગાવે
કોઈ હાથમાં બંસી આપે, મોર મુગુટ પહેરાવે
પણ જો એ રાતા આ ચ્હેરા ની ઝાંખી નહીં લગાવે
અનુભૂતિ અણધારી તારી ભરી ભીડમાં થઇ તો ગઈ
અરે યાર તને ઢુંઢવા માટે ભૂગોળ બાકી રહી નહી
કોઈ સૂરત જડે તારા સરખી પણ આવે નહી ઈતબાર
નિરાકાર તું એક વાર મને પવન મહીં પરખાયો
ફૂલ નહિ પણ ફૂલની મ્હેંકે જોયો મેં પથરાયો
તું જોવા જેવો લાગ્યો ભઈલા વીજળીના ઝબકારે
સૂરજમાં સરકી બૂઝાતો જોયો સાંજ સવારે
છોડ હવે આ માથાકૂટ ભઈ મળી જશું અણધાર
–– અવિનાશ વ્યાસ
સ્વર : આલાપ દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન: ગૌરાંગ વ્યાસ : : સૂર સાગર મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૮ / ૧૧ / ૨૦૧૭ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/8LgU3wzQ0as?si=0UG9Q-Wkt3U9TnTd
૧૧ ) હજાર હાથવાળા
હજાર હાથવાળા… હજાર હાથવાળા…
હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
કોઈનાં ભંડાર ભરેલા કોઈનાં ઠામ ઠાલાં
હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
તરણાં ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર થાતાં કામ કાળાં
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
સતની ચાલે સાથે એને દુઃખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારા ને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ દંભી ને દુશાળા
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પૂજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધનને ધન દેજે ભગવંત મોટી પૂંજીવાળા
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
હજાર હાથવાળા…
મંદિર ઊઘાડાં ને તારે મોઢે તાળાં
હજાર હાથવાળા…
— અવિનાશ વ્યાસ
સ્વર : અનિકેત ખાંડેકર : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : અવિનાશી અવિનાશ ( various artists ) : : સૂર સાગર મ્યુઝિક રિલીઝ : ૧ / ૫ / ૨૦૦૭ : : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૧૧ / ૨૦૧૭ અને ૧૦ / ૧૦ / ૨૦૧૯ : : : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/bkmpHSBgiz4?si=Iw8vpC0RlVBIidYX
૧૨ ) મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથી યે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
— અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : આલ્બમ : કલા નું કંકુ અને સ્વર નો સૂરજ : : સારેગમા રિલીઝ ૧૪ / ૬ / ૨૦૧૨ : : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૨ / ૨૦૧૫ : : ( ફિલ્મ મહેંદી નો રંગ ) અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/4hoAYjW4ws8?si=60UVdRNdOkY4Hd58
સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ : : red ribbon Release : યુ ટ્યુબ રિલીઝ ૧૪ / ૪ / ૨૦૧૬ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/fzd51UdJUD0?si=1RcQECP7bFhEumRk
સ્વર : ભૂપિન્દર સીંગ : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : નેરેટીવ લિરીક્સ વિડિયો : : સારેગમા રિલીઝ ૧ / ૯ / ૧૯૭૮ : : સ્વર ઈશ્વર ( યુ ટ્યુબ ) રિલીઝ ૨૨ / ૭ / ૨૦૧૯ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : :: https://youtu.be/wk2rMHHLcH0?si=Y_Kb8Dwd64G_kFYZ
સ્વર : આસિત દેસાઈ : સ્વરાંકન અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ ( recreation ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ :::: https://rankaar.com/blog/archives/172
સ્વર : હિમાલી વ્યાસ નાયક : : event આયોજન : દર્શિત રાવળ : પ્રસ્તુતિ : નેહલ ગઢવી : અહીં ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/OWLUDqaNefw?si=6J1_VBrOoc4-g9u5
૧૩ ) હે નાદબ્રહ્મ જાગો….
હે નાદબ્રહ્મ જાગો….
આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,
ને સૂનું જગત દેશ-દેશ પ્રાંત-પ્રાંત છે.
વ્યોમ-વ્યોમ ને બતાડું મધુર બીન વાગો.
ફરી કૃષ્ણ તણી બંસરી લઇને આવો,
ફરી એક તાર એક પ્રાણ સફળ માં જગાવો,
હે આદ્ય ષડ્જ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો.
ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ
શમી જાય આ વિખવાદ
ગર્જાવો શંખનાદ.
એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,
હે નાદબ્રહ્મ જાગો…
—અવિનાશ વ્યાસ
સ્વર : પ્રહર વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : હાલમાં અપલોડ ઉપલબ્ધ નથી.