ગાંધી ગિરા : ઉમાશંકર જોશી : : : :
મળી માતૃભાષા મને ગુજરાતી
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ – મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય નેજે
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી!
— ઉમાશંકર જોશી ( ૩૦ / ૩ /૧૯૫૫ ) અમદાવાદ.
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી https://youtu.be/GF3LN92bitY?si=AizLw4AdDYriYtXq સ્વર સ્વરાંકન સંગીત નિયોજન : રવિન નાયક અને ગાયક વૃંદ : :
https://youtu.be/43y6SesoKR8?si=h_0IIhN3TJ84HPZn સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી : : સ્વરાંકન : રવિન નાયક : : સ્વર : રેમપનિ ગાયક વૃંદ ( LIVE ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :
https://youtu.be/GF3LN92bitY?si=FbUhFJrFEaFOgwkb સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી: ઉમાશંકર જોશી : : સ્વર અને સ્વરાંકન : રવિન નાયક અને ગાયક વૃંદ ( રેમપનિ ) : : લિરીક્સ વિડિયો : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :
https://youtu.be/Mcu3du79-P4?si=3M0x-XSh9ZsWTh8Y સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી ઉમાશંકર જોશી : સ્વર : આલાપ દેસાઈ , પ્રહર વોરા , ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક અને કવિત દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : Live Video Show : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :
https://youtu.be/Ajyfi96TGjU?si=6EvH7NtgXwM71I6A મળી માતૃભાષા મને ગુજરાતી : સ્વર : ભૂમિક શાહ : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : Gujarati folklore You Tube Release ૧૫ / ૧૧ / ૨૦૨૦ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/rd1xPlRoilY?si=o6q8vz7WxRVd6WDU સ્વર : સ્વરાંગી મ્યુઝિક ગાયક વૃંદ : સંગીત નિયોજન : : સ્વરાંગી મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૨ / ૨૦૨૦ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
https://tahuko.com/?p=14346 સ્વર સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : ૧ : : ગાયક વૃંદ રેમપનિ: રવિન નાયક : ૨ : આલાપ દેસાઈ પ્રહર વોરા ગાર્ગી વોરા હિમાલી વ્યાસ નાયક અને કવિત દેસાઈ : સ્વરાંકન અને સંગીત નિયોજન આલાપ દેસાઈ : ૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
ગાંધી ગિરા : “મળી માતૃભાષા મને ગુજરાતી” : ઉમાશંકર જોશી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
૩૦ માર્ચ ૧૯૫૫ ની કવિ શ્રી ઉમાશંકર જોશીની કવિતા ‘ ગાંધી ગિરા ‘ માં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત થતો જોઈ શકાય છે. : ક.મા.મુનશી એ ‘અસ્મિતા’ અંતર્ગત સ્વદેશાભિમાન : દેશ માટે નાં ગૌરવની પ્રતીતિ કરાવતો અર્થ નિર્દેશ લાવી સમજાવેલ. અહીં ગુજરાતી ભાષા સાહિત્ય નાં પરિમાણો , સંસ્કૃતિ સંસ્કાર નાં સિંચન તથા અનેક મહાપુરુષોના ચિંતન મનન , જ્ઞાન સમજણ ચેતન-દ્રષ્ટિ અને દર્શનશક્તિ ની એકાત્મતા તથા મન બુદ્ધિ ની એકતાની ખાતરી , ઐતિહાસિક રીતે કાલચક્રમાંથી ઉદિત થઈ , અનેકવિધ ફેરફારોને સંમિલિત કરતાં રહીને વિકસિત પામતાં ખીલવણી નાં સૌમ્ય-ઉઘાડ , માતૃભાષા દ્વારા થયેલ નિર્મિતિ નું ‘હું પણું’ સમજી સમજાવી શકાય તેમ છે.
ગુજરાતી ભાષા ની ભવ્ય આગવી સંસ્કૃતિ , સાહિત્ય સંસ્કાર પરંપરાઓ અને વૈભવી વિરાસત છે. ગુજરાતી ભાષા, ભિન્ન ભિન્ન પણ પ્યારાં લઢણ લહેકામાં વ્યાપ્ત , બાર ગામે બદલાતી બોલી છતાંયે વિશિષ્ટ રીતે સંસ્કૃત / પ્રાકૃત / વિદેશી ભાષા નાં શબ્દભંડોળ એકત્ર કરી વિવિધ વ્યુત્પત્તિ ક્રમ તથા પ્રાંતિય અસરો ને ઝેલતી , બદલાતી રહી તોયે પ્રશિષ્ટપણે અભિવ્યક્ત થવામાં પાછું વળીને જોયું નથી. છઠ્ઠી સદીમાં ગુર્જરો પંજાબ તરફથી આપણાં જે પ્રદેશ માં સ્થાયી થયાં , દશમી સદી ઉપરાંત શાસન કર્યું ત્યારથી ગુર્જરત્રા / ગુર્જરત્તા પ્રાંત કહેવાયો ; તે પરથી ગૂજરાત – ગુજરાત શબ્દ જાણીતો થયો. ત્યારબાદ જૂના ઈરાનથી સંજાણ / દ. ગુજરાત માં આવીને . સ્થાયી થયેલાં પારસી સમાજ ના લોકોએ પોતાની પહેલવી / પાજંદ ભાષા છોડીને જૂની ફારસી અસરવાળી ગુજરાતી ભાષા બોલવી શરૂ કર્યું. ૧૭ મી સદીમાં સંસ્કૃતનિષ્ઠ મરાઠી ભાષા – સંસ્કૃતિ ની અસરો એ દેખા દીધી. જૂની હિન્દી માગધ્ધિ કે તુલસીદાસી બોલી બોલતાં જાત્રાળુ સાધુઓના વસવાટ ને લીધે હિન્દી શબ્દો પ્રયોગ ઉપયોગ નો સ્વીકાર થવા લાગ્યો. ૧૫ મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ કાઠિયાવાડ / દક્ષિણ ગુજરાત માં પોર્ટુગલ ભાષા ભંડોળ દાખલ કરી શક્યાં. અંગ્રેજી ભાષા ભંડોળ ગુજરાતી માં સૌથી વધારે રહ્યું. જેને આગળ જતાં પ્રો. બ.ક.ઠાકોર સુધી ખુલ્લા મનથી અપનાવ્યું. ૧૫ મી સદીથી – ૧૮ મી સદી સુધી જૈન લેખકો એ વિશિષ્ટ રીતે અનુકૂળ આવ્યું ગદ્ય અને પદ્ય આપ્યું. ગુજરાતી ભાષા મહદઅંશે તે સમયના કવિઓએ ગાયેલી કવિતાઓ / ભજનો / પ્રાર્થના સ્તુતિ જેવાં રૂપે પ્રચલિત કરી. નરસિંહ મહેતો જૂનાગઢી , ભાલણ – ભીમ પટણી / પાટણી , પ્રેમાનંદ વડોદરી , શામળ ચરોતરી , દયારામ રેવાકાંઠી બોલચાલ ની કવિતાઓ લખી ગયાં – જે સૌની ૧૮ મી / ૧૯ મી સદીના પદ્યકારો / ગદ્યકારો પર ચીલાસમ પણ અદ્યતન અસરો વર્તાતી રહી. એવું કહેવાય છે કે માત્ર ગુજરાત જ નહીં પણ પંજાબ , સિંધ , કચ્છ , મેવાડ – મારવાડ , વ્રજ , ખાનદેશ અને છેક ઉડિયા અને બંગાળ પ્રદેશ સુધી બધે જ લગભગ એકસરખી જેવી ભાષા બોલાતી હતી. આનું નામ / કારણ એ કે ભાષા- ઐક્ય. વેપારીઓ , લડાયક ક્ષત્રિયો / રજપૂતો , ધર્મગુરુઓ ભારતભરમાં મુલકે-મુલક માં આવતાં જતાં , તેથી આવી ફાવટ અપનાવી લીધી. મુસલમાનો લડાઈઓ લડતાં રહ્યાં , અને વળી જાતે બહુ ભણેલાં નહોતાં. ખુદ અકબર પણ કોઈ પણ ભાષા લખી – વાંચી શક્યો નથી. બહું ઓછાં રાજપુત્રો એ મોગલોના વહીવટ ફારસી માં ચલાવ્યાં. ત્યારબાદ જન્મેલ અને વિકસેલ હિન્દી-મિશ્રીત ઉર્દૂ બોલચાલે સમસ્ત દેશના ઇલાકામાં ફેલાવાની શક્યતા નિર્દેશિત કરી. પણ પછી શક્યતઃ આકરી ગરીબી અને પછાતપણાં ને લીધે , લોકોનાં સહવાસ , પ્રદેશે પ્રદેશે પરગણા ના પ્રવાસ – વસવાટ ઓછાં થવા લાગ્યાં. જેથી ભાષા – ઐક્ય સાધ્યું સધાયુ નહીં. આપવડાઈ અને આત્મશ્લાધા તથા પ્રાંત ભેદ , લોકોને એકબીજાથી અલગ પાડતો રહ્યો. કચ્છી , મેવાડી, મારવાડી , વ્રજ , પંજાબી વિગેરે ભાષાઓ એ અલગ ચોકાઓ , અલગ રંગ / વિકાસ પકડ્યાં. ગુજરાતી ભાષા પણ નોખી – અનોખી ભાત પાડતી ગુજરાત પુરતી સ્થિરતા સાથે સમૃદ્ધ બની. સંસ્કૃત પ્રાકૃત અંગ્રેજી ભાષા સાહિત્ય ના વિદ્વાન / પંડિત / શાસ્ત્રીઓ એ છેવટે આધુનિક ગુજરાતી ભાષા સાહિત્ય નાં અસ્તિત્વને great respectable, distinct entity તરીકે સમૃદ્ધ કરી . જે સર્વ રસ , લાગણી , વિચાર – વૈરાગ્ય ધાર્મિકતા ચિંતન મનન ને જુસ્સાભેર સબળ રૂપે રજૂ કરવામાં સફળ નીવડી છે .
૨૪ ઓગસ્ટ ના વિશ્વ ગુજરાતી ભાષા દિવસે , ગુજરાતી ભાષા સાહિત્ય ના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશી એ ગાયેલી બીરદાવેલી ગુજરાત / ગુજરાતી ની ગૌરવગાથા બૂલંદપણે અભિવ્યક્ત કરતું કાવ્ય ગીત ” ગાંધી ગિરા”નું રસદર્શન ગીત પૂર્વક માણીશું. : :
“મળી માતૃભાષા મને ગુજરાતી “
વિશ્વભરમાં લગભગ ૬૨ મિલીયન / ૬ કરોડ થી વધુ લોકો ( ૨૦૧૧ ) ગુજરાતી ભાષા બોલનાર હતાં / ( જે ભારતની ૪.૫ % વસ્તી ગણાય . ન્યૂયોર્ક માં ૧ લાખ અને ટોરન્ટો માં ૭૫,૦૦૦, ટાન્ઝાનિયા માં અઢી લાખ , કેન્યામાં બે લાખ , ) ટેકનીકલી પશ્ર્ચિમી ઈન્ડો આર્યન ભાષા તરીકે સંસ્કૃત માં થી ઉદ્ભવેલી શૌરસેની પ્રાકૃત માં થી વિકસીને ૧૨ મી સદી પછી એરેબિક અને મુઘલી પર્શિયન ની શબ્દ – સમૃદ્ધિ ની અસરો સાથે સ્વરાક્ષર અને ઉચ્ચારણ નાં સુસ્વર ( વ્યંજન ) ના લેખન ઉપર લંબાયમાન આડી રેખાઓને ફગાવી દઈને દેવનાગરી લિપિ નું સંવર્ધિત સ્વરૂપ ધારણ કર્યું. ગાઈ શકાતાં ગીતો , ભજન ધાર્મિક પ્રાર્થનાઓ માં એનાં લય લઢણ સહિત ખૂબ ખૂબ ખીલતી રહી. હિન્દી ભાષા થી અલગ પૂલિંગ , સ્ત્રીલિંગ અને નાન્યતર : ત્રણ નામ ગુજરાતી વ્યાકરણે અપનાવ્યા છે. હિન્દી અને કાશ્મીરી પછી ત્રીજા ક્રમાંકે મણિપુરી ( meitei ) સાથે ગુજરાતી નું પ્રતિષ્ઠિત સ્થાન છે. એક અભ્યાસ મુજબ વિદેશ સ્થિત ૮૧% ગુજરાતી અને ૬૪ % કન્નડ બોલનાર મા-બાપ હજુ સુધી એમનાં બાળકો ને માતૃભાષા બોલવા માટે આગ્રહ રાખે છે; જ્યારે મલયાલી બોલનારા ૮૦% અંગ્રેજી અપનાવી રહ્યા છે. ગુજરાતી માં મુખ્યત્વે બે ડઝન બોલીઓ છે. : સ્ટાન્ડર્ડ અમદાવાદી, સ્ટાન્ડર્ડ ભરૂચી, નાગરી, સૂરતી, અનાવલી/ ભાટલા, પાટીદારી, ચરોતરી , પારસી, વડોદરી, ગામડિયા -અમદાવાદી, કાઠિયાવાડી, પાટણી, કચ્છી, મુસલમાન ( દાઉદી વ્હોરા અને ખારવા ), થર-પારકર, જૂની ગુજરાતી, સ્ટાન્ડર્ડ, પુર્વ ભરૂચી, પતનૂલી, કાકરી, તારીમૂકી,ઘિસડી , બોમ્બે ગુજરાતી. ( લિંગવિસ્ટીક સર્વે ઓફ ઈન્ડિયા ) : :
“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.”
પેન્ડિંગ.. .


