

Darkness can encompass a primitive chaos, and the powers of that chaos; it is not essentially evil, yet it is largely associated with death and destruction, captivity and spiritual darkness. Darkness can also be linked to the time spent in the womb and seed germination, both of wich take place in the dark. It is the “complementary opposite of light in a fundamental duality” (Biederman, 90). In the Book of Revelation, darkness indicates that the end of the world is forthcoming. Can be an emblem of bad judgment, misfortune and ignorance. The Prince of Darkness is the devil. ( umich.edu Michigan University Website ) :









અહીં ક્લિક કરો અને સાંભળો : : https://youtu.be/OiaiRW5LP0k?si=lj9fC2ldWgWhETNa મનવા , ખોલ તિમિર ના તાળાં : કવિ શ્રી મનુભાઈ ત્રિવેદી (સરોદ ) : સ્વર : ગાર્ગી વોરા : સ્વરાંકન : રાસબિહારી દેસાઇ : આલ્બમ : ભક્તિ ભાવ : : આસ્વાદ , કાવ્યાર્થ , વિચાર : વિ જયરાજ : : : : : : : : : : : : રોશની ના અભાવની કે દેખીતું અજવાળું સપાટીએ બાહ્ય રૂપ માં શોષી લેતાં અનુભૂતિ થાય, તેવી સ્થિતિ ને અંધકાર કહે ; તિમિર કહ્યું છે. ક્ષિતિજ પર ૧૮ * અંશ નીચે ગબડી જતો ⛅ સૂર્ય તિમિરાવૃત્ત નાં આવરણો ને અનુસરવા સર્જેલી રાત્રી દરમિયાન, મનુષ્ય અને પ્રાણી માત્ર ને આરામ /નિદ્રા ની ફરજ પાડે કે નિશાચર તથા પિશાચ ની ગતિ ને પણ પ્રવૃત્ત કરે. ખ્રીસ્તી માન્યતા મુજબ પ્રભુ જિસસે અંધકાર અને પ્રકાશ ને છૂટાં મેલ્યાં અને ઓળાં – પડછાયાં , પાપ – અનિષ્ટ , અપશુકન ના અણસાર કે ભાવી ના ભણકાર તરીકે સમજાવ્યાં. સૂર્ય ☀️ અને ચંદ્ર 🌒 સર્જન ના ચોથા દિવસે નિર્માણ પામ્યાં. આધુનિક સંદર્ભે, તિમિર પથરાવો એટલે શુષ્ક ગમગીન ફેલાવ ; ઉગ્ર – કડક તો વળી, ક્યાંક બિહામણું અને ક્યારેક પીડા ભર્યું કે ગ્લાનિ થી ભગ્નોત્સાહ ઉપજાવનારી કાલ મર્યાદા નું ભોગવણું . જૈન ધર્મમાં એને “બાંધેલ કર્મ નો સ્થિતિ બંધ” સ્વભાવ કહ્યો છે. darkness was considered “the second to last plague” (Exodus 10:21), and the location of “weeping and gnashing of teeth”: ભીંસ્યા દાંતે રોવાની જગાએ (Matthew 8:12) : : કાવ્ય રચનામાં, શેક્સપિયર કિંગ લિયર ( ૩ / ૪ ) નાટકમાં “prince of darkness” તિમિર કુમાર ! નું સર્જન કરે , તો દાંતે “ડિવાઇન કોમેડી” માં solid stain’d darkness સંગીન કલંકિત દૂષણ નું અંધારું કહે. : : ગર્ભિત રૂપક / શિલ્પ થકી સાહિત્યકાર , વ્યાપ્ત અંધાર ને પાપ , ઉદાસીનતા , અજાણ્યું ગૂઢ રહસ્ય વિ. અનિષ્ટ ની રજૂઆત અન્વયે જોડી શકે છે. આમ , જ્યોત નું કહેણ , વિષણ્ણ અંધેર હાલત દૂર રાખીને, સૃષ્ટિ ગત પ્રસન્નતા ના ભક્તિ ભાવ ની વધામણી લાવી આપનાર નીવડે. જેને માટે તિમિર નાં / તૃષ્ણા ( લાલસા )નાં તાળાં ખોલીને , નવા વર્ષની આંખો માં ડોકિયું કરતા અનહદ ના અપાર બેશુમાર અજવાળાં ના પ્રસાર કરવા માટેની ચિત્ત ને / મનને , અનહધ્ય ( સતત વહેતા ) ઉપલબ્ધ પ્રકાશ ને આધિન અંતરધ્વનિ સાંભળી સમજને પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી આજ્ઞા કરતા કવિશ્રી સરોદ લિખિત “મનવા” ભક્તિ ગાન ના આસ્વાદ કાવ્યાર્થ વિચાર કરીશું. : : : :
રીતુ વસંત મીઠી વેણુ વગાડતી આવશે જ્યારે કોયલ સુહાગી એટલે કે સુભાગી હોય સૌભાગ્ય આપનારા સુંદર બોલતાન ( creation calling ) ના ટહુકાર કરશે ; જેને મીઠો ટેકો 🌮 આપવાના સરસંધાન તાકવા પડે. મીઠી ટાપસી પૂરવી પડે . એક તરફ રૂપાળાં ફૂલો ખીલ્યાં હશે ત્યારે નિમિલિત નેણાં કેમ કરીને એ તરફ નિરખશે !? જ્યારે , ચિત્ત – મન પર તાળાં વાસ્યા હોય !?!? (સં)મિલિત એટલે, જોડાયેલ , સંધાયેલ : People in gathering / assembly : : નીરખી રહ્યાં “નિમિલિત નેણાં” ‘સ્થિતિ બંધ સ્વભાવ’ ને લીધે કોણ જાણે શે’ સમજી ને કેવાં કેવાં નકૂચા વાસી ને , તાળાં ભીડી ને , આંખો મીંચીને , એકલાં અટુલા બેસી રહે અને ભેગા થવાથી ભાગે. : they remain unassembled and refuse to come together : અને નિમિલિત રહેશે. માટે આજ્ઞા હજો ! મનવા , ખોલ તિમિર નાં તાળાં. : : : :
” સાચવણું ” એટલે મકાન વિગેરે સચવાય રહે એ માટે નું તાળું. મકાનની માયા – મૂડી નો ખજાનો અખૂટ રહે. છાબમાં મળેલાં લગ્ન 💒 ના લૂગડાં અને પોશાક, તથા શણગાર શોભા ના ભપકા ને સંઘરી રાખવાની જરી પુરાણી રીતોથી , તાળાં વાસી ને ક્યાં લગી જતન કરશો !? વેણી બૂહાં ના પાટીયા જોડેલા કમાડ ને મિજાગરા થી ચોકઠાં પર ચઢાવી લોખંડી હાથા , આગળિયા , સાંકળ , કડીઓ વાસી ને , નકૂચા પર તાળાં વાસી ને , સંઘરો કરીને ” સાચવણું ” કરતાં રહેશો તો એમાંથી નરી વેદના મળવાની છે. વેણી ની વરણી ( પસંદગીઓ ) ના કોઈ ટાપસી – બોલ નથી કે કહીએ. : : મધરાતે મનડાને મળતાં ( “ઝડ ઝરડા” ) /કપડાં માં પડતા નાના ચીરા અને ( “જાળાં” ) એટલે કે પડદા ચીરાતા , નીકળ્યા અવાજ ચોંટયા ચિત્ત – મન ને આ સિવાય શું મળશે !? માટે , આજ્ઞા હજો ! મનવા ખોલ તિમિર નાં તાળાં. : : : :
અજાણ રહ્યાં , નિમિલિત રહ્યાં , મળ્યું જ્ઞાન સમજાયું નહીં. એ સમજાવનાર કારીગર નો / જ્ઞાની ગુરુ નો સાથ કરી લો. એની પાસે થી ચાલાક ચાવીરૂપ હોશિયારી મેળવી લો. કુશળ કાર્ય-શિલ્પ , કળા-કૌશલ પ્રાપ્ત કરી લો. સંસારી મનસા લાલસા / તૃષ્ણા નાં તાળાં ખોલવાની ચાવી હાથમાં આવવાથી ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર બની જશો. નિયામક સ્થાને , મુખ્ય સ્થિતિ પર પહોંચવા નો એ જ સાચો , સમુચિત માર્ગ છે. “તૃષ્ણા નાં તાળાં ખોલતાં માં” જિંદગીમાં અનહદ “અજવાળું જ અજવાળું” ઝગમગી ઉઠ્યું સમજો. માટે આજ્ઞા હજો ! મનવા ખોલ તિમિર નાં તાળાં. : : : :
પ્રકાશ માનત્વ અને અંધકાર નાં વૈવિધ્ય તાલબદ્ધ રીતે સ્થિર થયા છે . પરંતુ તે શરતી કે પ્રાસંગિક એટલે કે અનિશ્ર્ચિત મનની સ્થિતિ તરીકે રહે. સૂર્યના ડૂબવાથી અંધાર આવે . માટે તેમાં ગૂઢ રહસ્ય લાગે . પ્રકાશ સર્જન સાથે સંકળાયેલ રહીને સંચાલન નિયમન કરે. હૂંફ આપી શકે , બૌદ્ધિક અને આધ્યાત્મિક રૂપથી અજવાળું ફેલાવે. અંધાર આવે તો સર્જક તરીકે નિષ્ફળતા મળે . જીવ ને હર્ષ કેમ ન મળે !? વિકાસકર્તા બનો છો ત્યાં પ્રકાશ માનત્વ ની દીપ્તિ અને સિદ્ધિ , જેનું સતત થનાર નવીકરણ અંધારને પણ ખુશબો ભર્યો રાખે. અંતર પ્રેરણા અને અંતઃસ્ફૂર્તિ / મનમાં આપમેળે થતી સમજ ઉક્ત પ્રકાશ-જન્ય હોય ; સમજોપલબ્ધિ , જેની સાથે અંધારે છતુંપાટ / સુપ્ત રહેવાની મોજીલી ટેવ માંથી બહાર નીકળી ને પ્રકાશ ધારા / તેજ ના પ્રવાહ ને આધિન થતાં , છતું થતું આધ્યાત્મ નું જ્ઞાન એ ઈશ્વર ના સાક્ષાત્કાર જેવી જ દૈવિક દેન છે જેનો સીધો સંબંધ , ભારતીય ઉપનિષદ પ્રમાણે પ્રકાશિત સભાનતાની હોશિયારી થી કરેલા કાર્યો છે. . . મનવા – બ્રાહ્મણ નું ચિત્ત મન જે અજ્ઞાનના સર્વ તાળાં ખોલીને , આધ્યાત્મિકતાના અજવાળાં સાકાર કરે. મીણ ની બત્તીઓ અને દીપ પ્રાગટ્ય , મંદિર કે મજાર પર , ઉંબરે ઉંબરે , દિવાલે દિવાલે , દેવ દેવી સમક્ષ, વરઘોડે – સરઘસો માં , આતશબાજીના સ્વરૂપે દીપાવલીના / ક્રિસમસ ના / હનુક્કાહ ના તહેવારોમાં અજવાળાં ને સજાવે અને સમજાવે : જેની ચાવી હાથમાં આવી જવાથી ભક્તિ ભાવ ના બોલ આધ્યાત્મિક સફળતાની ટોચે પહોંચવા મનવા ને , એવાં ને તેવાં જાળાં ચીરીને , અને તાળાં ખોલીને , તિમિરાવલિ / અંધકારના સમૂહ પર જીત અપાવશે. : આ છે , તિમિરાવલિ થી દીપાવલી સુધી પહોંચવા નો માર્ગ ; જેના પર સવાર થઈ આવી છે ૨૦૨૪ ના નવા ખ્રીસ્તી વર્ષ ની વધામણી ; સાથે હેપ્પી ન્યૂ યર : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ: : : : https://drive.google.com/file/d/1kOzZH5i62CYfhlv99JYpf65g04nV6ERj/view?usp=drivesdk
“મનવા ખોલ તિમિર ના તાળાં” : કવિ શ્રી મનુભાઈ ત્રિવેદી ( સરોદ ) : સ્વર : ગાર્ગી વોરા : સ્વરાંકન : રાસબિહારી દેસાઇ : આલ્બમ : ભક્તિ ભાવ : : આસ્વાદ , કાવ્યાર્થ , વિચાર : વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : તા. ૧ જાન્યુઆરી , ૨૦૨૪ : : : : : : : :

કાજળના અંધકારે કાજળની કીકી થકી
કાજળનાં લેખ અમે વાંચ્યા.
ધરતીની ભોંયે નહીં ઝાંઝર ઝમકાર નહીં
અમે પાની વિનાનાં એવા નાચ્યાં
કાજળના અંધકારે…
પાણીનું કોડિયું ને પાણીની વાટ લહી
પાણીની જ્યોત દીપ ફૂટયો
પાણીનાં મહેલમાં પાણીનાં તેજ અને
પાણી પવનથી બૂઝયો
સૂરજના કંઠ સોહે એવો એક હાર રચ્યો
બુદ બુદનાં મોતી અમે ગાંઠયાં
કાજળનાં અંધકારે…
આકાશી વાદળાંની આકાશી ધાર અમે
આકાશી ભોમ પરે ઝીલી
આગળ ને પાછળ પાછળ ને આગળ
આકાશી હરિયાળી ખીલી
મૃગલાં ને ડૂબવે ચારે કોર ઘૂઘવે
એ મૃગજળનાં પૂરને
કંઈ નહીં ના હાથ થકી નાથ્યાં
કાજળના અંધકારે…
— પ્રિયકાન્ત મણિયાર
સ્વર : વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : : આલ્બમ : સંગીત સુધા : યુ ટ્યુબ રિલીઝ ૪ / ૪ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :



















