ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ : ૧૯૩૮ : ઉમાશંકર જોશી : પ્રણય અને બીના મહેતા : (૧) : દીપાલી  સોમૈયા અને સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : આલ્બમ : હસ્તાક્ષર (૨૦૦૩) :  (૨) : ભાઈલાલભાઈ શાહ : : ફાગણી : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rOWJ1dzFSRWlobjQ/view?usp=drivesdk&resourcekey=0-pIdwPeCIadyttqyzserfew

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય : :
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો





ગોરી  મોરી,   ફાગણ  ફાલ્યો  જાય  કે  ચૈતર  કોણે  દીઠો  રે  હો/લોલ;
વ્હાલા મોરા,  જોબન  ઝોલાં  ખાય  કે  ઝૂલણો  લાગે  મીઠો રે  હો/લોલ.



ગોરી  મોરી, હૈયાં  ઢળી  ઢળી  જાય  કે  ઝૂલશો  ક્યાં લગી  રે હો /લોલ;
વ્હાલા મોરા, ઝૂલણો   મેલ્યો  ન  જાય  કે  ઝૂલશું  જિંદગી  રે  હો /લોલ .



ગોરી  મોરી, ચૈતર  ચાલ્યો  આવે(જાય)  કે  વૈશાખ  વહી  જશે    રે  હો/લોલ;
વ્હાલા મોરા,   આ   શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો /લોલ .



ગોરી  ભાલે/વ્હાલે  મેલી  આંબલિયાની  ડાળ  કે  ચાલ્યાં ચાકરી  રે હો/લોલ ;
લાગી   ઊઠી   વૈશાખ-જેઠની  ઝાળ   કે   વેળા   આકરી   રે  હો/લોલ .



આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય ગોરીનો ભીંજ્યો કંચવો રે હો/લોલ;
વ્હાલા  મોરા  ફાગણ  પાછો  લાવ  કે  ચૈતર  ક્યાં  મૂક્યો  રે  હો/લોલ .



આભમાં   ફરકે   શ્રાવણવીજ,   ગોરીની   રૂઠી,   આંખડી   રે  હો/લોલ;
વ્હાલા મોરા, બીજની  ન  કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે હો/લોલ .



– ઉમાશંકર જોશી : ૧૯૩૮ : : : સમગ્ર કવિતા ( પૃ ૪૧૬ /૪૧૭ )

https://ekatra.pressbooks.pub/umashankarvishesh/chapter/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%97%E0%AA%A3-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B2

ગાયક : પ્રણય અને બીના મહેતા : : : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : : : : આલ્બમ : સિ. એન. વિદ્યાવિહાર ના ગીત : :  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અહીં અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ  સ્વર : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : : સંગીત : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ : : હસ્તાક્ષર : : : : : : https://youtu.be/1hJhGYDOhac   અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY FAGAN : HAPPY VASANT : HAPPY CHAITAR : : : : એપ્રિલ ૧ , ૨૦૨૨ : : ફાગણ વદ અમાસ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : :

ગમતા નો કરીએ ગુલાલ : મકરંદ દવે : પ્રહર વોરા : Live : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૧૦) : :

https://youtu.be/vjS10Mam19c

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
. ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
. વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
. ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારાં
. રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
. ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરન્દ વજેશંકર દવે
(જન્મ: ૧૩-૧૧-૧૯૨૨, મૃત્યુ: ૩૧-૦૫-૨૦૦૫)

સ્વર : : પ્રહર વોરા (Live) : : નવેમ્બર ૧૭ , ૨૦૧૯ : : ગુજરાત સંગીત નાટક અકાદમી : : તુષાર તપોધન ( કી બોર્ડ ) : : મનિષી રાવલ ( તબલાં ) : : ઓકટાપેડ : મનિષ કંસારા : : વિડિયોગ્રાફી : ગૌતમ ભાટિયા : : : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : HAPPY HOLI : : : : માર્ચ ૩૧ , ૨૦૨૨ : : પૂણે ઈન્ડિયા :

કો’ક ના તે વેણને વીણી .. . હૈયાં ની વાત ને ફૂલ જેમ ફોરમતી ધરીએ : મકરંદ દવે : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : :  પુરુષોત્તમ ઉપાધ્યાય : (૧) : : સુરેશ જોશી અને ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : (૨) : : અમર ભટ્ટ : અમિત ઠક્કર : વિશ્વકોશ અમદાવાદ , LIVE : ( ૩ ) : : વાસંતી : વસંત ના ગીત : :

https://youtu.be/jlI5kvpgMws?si=-p7KcLfo37Wa2hg6

કોકના તે વેણને : મકરંદ દવે  : : સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : આલ્બમ : અનુભૂતિ : Ishtar Music Release  4 / 2 / 2007  : યુ ટ્યુબ રિલીઝ  ૨૪ / ૧૨ / ૨૦૧૬ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : : :  કોકના તે વેણને : હૈયાં ની વાત ને ફૂલ જેમ ફોરમતી ધરીએ : મકરંદ દવે : : : :


કોકનાં તે વેણને વીણી વીણીને વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં,
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએં,
કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડા પોતાની, પારકા લ્હેકા !
રૂડારૂપાળા સઢ કો’કના શું કામના?
પોતાને તુંબડે તરીએં–
કોઇ કોઇ ચીંધે છે રામટેકરી
કોઇ ઓઢા—હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે,
ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવનની ખોઇમાં
કોઇની ભભૂત ન ભરીએં–
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઇએ (એક) સૂર :
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતને જીવી ગયા ને વીરા !
જીવતાં ન આપણે મરીએં–

કોકનાં તે વેણ વીણી વીણીને, વીરા !
ઊછી—ઉધારાં ન કરીએં.

-મકરંદ દવે
https://youtu.be/s-AAqnU9g8Q?si=Y0dwngG88HDuFURn
સ્વરઃ વિરાજ બિજલ ઉપાધ્યાય : : આલ્બમ : મારી હથેળીના
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય : : : : 🪷 🪷 🪷 🪷 🪷  : : ** ********************************************* ( ૨ ) : : સ્વર : સુરેશ જોશી અને ફાલ્ગુની શેઠ : : સ્વરાંકન : અજીત શેઠ : : : :  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹  આ ગીત  નું અપલોડ હાલમાં  ઉપલબ્ધ નથી.  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://drive.google.com/file/d/1fw0vnl15xHVJXlR7GEvnunwSqG2pT9wO/view?usp=drivesdk                                                                       ******************************************** ( ૩ ) : : :  સ્વર : અમર ભટ્ટ : સ્વરાંકન : અમર ભટ્ટ : સંગીત નિયોજન : અમિત ઠક્કર  : LIVE  ગુજરાત વિશ્વકોશ સંસ્થાન , અમદાવાદ દ્વારા આયોજિત સંગીત કાર્યક્રમ : : : : અહીં  ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : :  🪷 🪷 🪷 🪷 🪷 🪷 🪷 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY VASANT : : : : માર્ચ ૨૯ : : ફાગણ વદ બારસ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

ફૂલ : પ્રિયંકાન્ત મણિયાર : : કૌમુદી મુનશી : નીનુ મજુમદાર : હરિપ્રસાદ ચૌરસિયા : : ફાગણી : વસંત ના ગીત : :

એકફૂલ : પ્રિયકાન્ત મણિયાર : કૌમુદી મુનશી : નીનુ મજુમદાર : બાંસુરી વાદન : હરિપ્રસાદ ચૌરસિયા : : પરિચય : હરીન્દ્ર દવે

અહીં નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સાંભળીએ You Tube પરથી : : આલ્બમ : ગીત કૌમુદી : :  : : : : : : : : : https://youtu.be/FHkL1mPSDwY?si=Gs1_j8KDKfyMey8n 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 ફૂલ : પ્રિયકાન્ત મણિયાર : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song :  HAPPY VASANT : : : : માર્ચ ૨૯ , ૨૦૨૨ : : ફાગણ વદ બારસ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : : : :

મારે આંગણિયે મંજરી ઓ મહોરી ના મહોરી ના.રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : નંદકુમાર પાઠક : ( ૧ ) : : વસન્ત લ્યો : રાજ કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : AI Helping Audio Narrative Video Song : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :

” મારે આંગણિયે મંજરી ઓ મહોરી ના મહોરી ના ” નંદકુમાર પાઠક : : લહેરાતા રૂપ : ૧૯૭૮ : પૃ. ૬૫

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના , રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : : ૧૯૭૮ : : લહેરાતા રૂપ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : માર્ચ ૨૮ , ૨૦૨૨ : : ફાગણ વદ અગિયારસ : : પૂણે ઈન્ડિયા : ::                                           *********************************************** રાજ કોઈ વસંત લ્યો  : : ન્હાનાલાલ કવિ  : : : :

વસંન્ત લ્યો  : ન્હાનાલાલ કવિ :

વસંન્ત લ્યો : રાજ ! કોઈ વસન્ત લ્યો , વસન્ત લ્યો : : ન્હાનાલાલ કવિ : : સ્વર : ફાલ્ગુની શેઠ : : સ્વરાંકન : ભાનું ઠાકર : : સંગીત નિયોજન : મનીષા મણિયાર : : આલ્બમ : ભીંજે મારી ચુંદલડી : :  AI Helping Audio /  Narrative Video Song  : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ  ૨ / ૨ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /સાંભળીએ : : : :

https://youtu.be/wzDCEYsaLz0?si=0VYfqGqWxNBxSUvJ

વસન્ત લ્યો : ન્હાનાલાલ કવિ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ ૨ / ૨ / ૨૦૨૫ .. .

અહો પુષ્પ પુષ્પે પ્રગટ પુષ્પ લિપિ : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : ફાગણી : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/1ndEiiDaGjJVHdGE4plBSLIFKwtIQPgwQ/view?usp=drivesdk

(ઝૂલણા)

અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

તૃણ  તણે  અંકુરે  પ્રેમભાષા સ્ફુરે,            
              કોમળા    અક્ષરોમાં    લખેલી;
વાડીએ,  ઝાડીએ,  ખેતરે,  કોતરે,            
              વાદળીપિચ્છમાં      આળખેલી.
              અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
              દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

પંખીની  હારમાં,   સરિતની  ચાલમાં,        
               સિન્ધુના   ઉછળતા  જળતરંગે;
એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણીમાં,       
              તારકાંકિત   નિશાને     ઉછંગે.
              અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
              દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

તરુણ જનની કુખે, અરુણબાલક મુખે,        
               સ્મિતપીંછીથી  રચી  પ્રણયરૂપી;
મૃત્યુની  લેખણે,   વૃદ્ધ  રોગી  તણે,       
              મુખ  લખી  કારુણી  એ અછૂપી.
              અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
              દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!

ઊલટતા નાશમાં, પલટતી આશમાં           
              અગનઝાળે  ગૂંથી  ચીપી  ચીપી;
ભૂત ને  ભાવિના  ભવ્ય ભાવાર્થમાં         
              ભભકતી અજબઘેરાં   અમી  પી.
              અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
              દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી!                          -ઉમાશંકર જોશી : : : : સ્વર : ગાર્ગી વોરા : : સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત : અમિત ઠક્કર (વાયોલિન +કી બોર્ડ) : આલ્બમ : ગીત ગંગક્ષેત્રી : (૧) :આલ્બમ : ગીત  અમે ગોત્યું  : You Tube  Release ( 26/12/23 ): CLICK HERE : : https://youtu.be/RhBk4Pb27V4?si=r60dcCpaDmt1UtNf    : : : : 🪷 🪷 🌹 🌺 🌹 🪷 🪷 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : માર્ચ ૨૭ , ૨૦૨૨ : : ફાગણ વદ દશમી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

કોણ ? સુંદરમ્ : ફાગણી : વસંત ના ગીત : :

કોણ ? સુંદરમ્

કોણ ? સુંદરમ્ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song. : : : : માર્ચ ૨૬ , ૨૦૨૨ : : ફાગણ વદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

આ રંગ ભીનાં ભમરા ને : ભાસ્કર વોરા : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : ઓરિજીનલ ( ૧ ) : :  કૃતિ મારુ ( નેરેટીવ વિડિયો )  : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/1WXag7PA9-LcovwPn7jZfTSMqiYlSuZUX/view?usp=drivesdk

આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો પજવે મુજને,  ના પાડું?  હા  પાડું?

પ્રીતભર્યા સરવરના નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને,  ના પાડું?  હા  પાડું?

આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો પજવે મુજને,  ના પાડું?  હા  પાડું?

ઉર કમળને કોરી કોરી ગુનગુનતો ગાતો રસહોરી
રૂપરસીલો રીઝવે મુજને, ના પાડું?  હા  પાડું?

આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો પજવે મુજને,  ના પાડું?  હા  પાડું?
https://youtu.be/0RH8Y8jmpQU?si=pnJ6k10J9Y7ppCFM
સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ દિલીપ ધોળકીયા : : : : આલ્બમ : : ગીત કૌમુદી : સ્મરણાંજલિ : : : : અહીં ઉપર ક્લિક કરી સાંભળીએ : : : : : : સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન અને સંગીત નિયોજન : દિલીપ ધોળકિયા : આલ્બમ : સપનાં લ્યો કોઈ સપનાં : : સંગીત ભવન ટ્રસ્ટ  યુ ટ્યુબ રિલીઝ  ૨૫ / ૧૦ / ૨૦૨૪ ( નેરેટિવ વિડિયો ) : : અહીં ઉપર ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :  https://youtu.be/4UyX3IMvikw?si=R5Snm9ZY6D4U8gQL🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 : : અહીં નીચે ક્લિક કરી સાંભળીએ : સ્વર : કૃતિ મારુ : નેરેટીવ વિડિયો https://youtu.be/ghBci_fWI9o?si=REH55S9zoJwcJ88n                                                                       અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY HOLI : : : : માર્ચ ૨૫ , ૨૦૨૨ : : ફાગણ વદ આઠમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : : : : : : : : :

ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું : પન્ના નાયક : સોનક સુથાર અને ઝરણાં વ્યાસ : ( ૧ ) : : વસંત ના અવતાર : વન વન , જન જન, વસંત ના અવતાર : કૃષ્ણલાલ શ્રીધરાણી ; શ્રદ્ધા શ્રીધરાણી : ( ૨ ) : :  વાસંતી : વસંત ના ગીત : : હોળી ગીત : (૮) : :

ફૂલ ખીલ્યું ને ઉપવનમાં : : : : : : : :                                                 ફૂલ ખીલ્યું ને ઉપવનમા
ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

વાસંતી સંદેશો લઈ
મન ઊડે આમ ને તેમ
દિશ દિશમાં સુગંધી સૂરજ
છલકાવે છે પ્રેમ

કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

આપણ ક્યાંયે જવું નથી જી
ઊડે સૂર-ગુલાલ
એકમેકના રંગે-સંગે
આપણ ન્યાલમન્યાલ

આંખોમાં રેશમિયા મનનાં સપનાંને પંપાળું . ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

-પન્ના નાયક

સ્વર : સૌનક સુથાર, ઝરણા વ્યાસ : : : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : : : :

*********************************************** વસંત ના અવતાર : : કૃષ્ણલાલ શ્રીધરાણી : : : :

કોકિલ ના શા કંઠ ગવાતા ,
પ્રફુલ્લતા આંબા ના મોર
કેસુડાં ના કેસર ખીલ્યાં ,
લીમ્બડીઓ નો ફોરે કૉર
              કુંપળ હસતી અપરંપાર
              વન વન વસંત ના અવતાર !
ગુંજે ધૂન અલખ ની કંઠે ,
મ્હોરંતા જીવન ના મોર
નવરંગો ખીલે અંતર નાં
પ્રેમ ધર્મ ની ફૂટે ફોર
               ઉર માં ભાવો અપરંપાર
               જન જન વસંત ના અવતાર !

— કૃષ્ણલાલ શ્રીધરાણી

વસંત ના અવતાર ; કૃષ્ણલાલ શ્રીધરાણી : : સ્વર અને સ્વરાંકન ; શ્રદ્ધા શ્રીધરાણી : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી.

બીજા તે રંગ .. . તારી ઓઢણી નો રંગ એ જ સાચો : સૈફ પાલનપુરી : અનંત વ્યાસ : ( ૧ ) : : બ્રિજલ યાદવ અને ગાયક વૃંદ : અનંત વ્યાસ : માતંગી ઓઝા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ( ૭ ) : :

બીજા તે રંગ બધા મનના તરંગ : : : : : : : : : :                                
બીજા તે રંગ બધા મનના તરંગ
તારી ઓઢણીનો રંગ એ જ સાચો

હોય લીલો જાંબુડી કે કેસરી ગુલાબી
મારે તો મન એ જ પાકો

મેઘધનુષના રંગો રળિયામણા
રૂડી પતંગિયાની પાંખો

ઉષા અલબેલી ને સંધ્યા મનોહર
તારલાની થાય લાખ વાતો

મારે તો મને એ સૌ છે પારકા
મારે તો બસ એક નાતો

ઓઢણીની આંગળીને પકડી જે ચાલે
મારે તો મન એ જ પાકો

-સૈફ પાલનપૂરી

* ( ૧ ) : : સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ : : આ ગીત  નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : : : : : :🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹* * ( ૨ ) : : સ્વર : બ્રિજલ યાદવ અને ગાયક વૃંદ : : સ્વરાંકન : અનંત વ્યાસ : : કી બોર્ડ : જનક શેઠ : : તબલાં  : નયન છત્રીવાળા : : ઢોલક : ભાર્ગવ સોલંકી : : ગાયન શિબિર સંચાલન અને વિડિયો  અપલોડ યુ ટ્યુબ ૨૨ / ૫ / ૨૦૨૪  : માતંગી ઓઝા  : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :  https://youtu.be/wUTFW4imV10?si=G-pNKjAYk9MO1T-V 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY HOLI : : : : માર્ચ ૨૩ , ૨૦૨૨ : : ફાગણ વદ છઠ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : : : : : : : : : : :

Design a site like this with WordPress.com
Get started