તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.
કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.
દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !
ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.
‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
– ગની દહીંવાલા : : : : સ્વર : ગાર્ગી વોરા : : સ્વરાંકન : સંગીત : ડો. ભરત પટેલ : : : : : : : : : 🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ ૪ , ૨૦૨૨ : : ફાગણ સુદ બીજ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : :
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો : રાજેન્દ્ર શાહ : ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : : ફાગણી : : વસંત ના ગીત : :
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો
એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો
એને નહિ મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો
એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો
એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
-રાજેન્દ્ર શાહ : : : : સ્વર : ગાયક વૃંદ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : : : આ ગીત હમણાં જ ઉપલબ્ધ થયું You Tube પર : : Released on March 6 , 2022 : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ ૨ / ૬ , ૨૦૨૨ : : ફાગણ સુદ એકમ : ફાગણી પડવો : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : :
Spring Morning : A E Housman : : Spring Poem : :
Spring Morning
Star and coronal and bell
April underfoot renews,
And the hope of man as well
Flowers among the morning dews.
Now the old come out to look,
Winter past and winter’s pains,
How the sky in pool and brook
Glitters on the grassy plains. Easily the gentle air
Wafts the turning season on;
Things to comfort them are there,
Though ’tis true the best are gone.
Now the scorned unlucky lad
Rousing from his pillow gnawn
Mans his heart and deep and glad
Drinks the valiant air of dawn. Half the night he longed to die,
Now are sown on hill and plain
Pleasures worth his while to try
Ere he longs to die again.
Blue the sky from east to west
Arches, and the world is wide,
Though the girl he loves the best
Rouses from another’s side. વસંત ની એક સવાર : : : :
તારાંકિત ઘુમ્મટ પરથી લૂંબે દામણી ,
તળે એપ્રિલની બહાર ;
અને આશાવરી માનવની બની-ઠની
ઝર્યા ઝાકળ વચ્ચે , પડી ફુલોની સવાર .
Pending visit this post again later on to enjoy the appreciation of the poem : V Jayaraj : March 2 , 2022 : : Pune India : : : : : : : :
ઓમ્ નમઃ શિવાય ( OM Namah shivay ) : પરંપરાગત : પં . જસરાજ ( Pandit Jasraj ) : (૧) : : શિવ કૈલાશો કે વાસી : ( પરંપરાગત ) : હંસરાજ રઘુવંશી : ડો. વિનોદ ગંધર્વ : (૨) : : શિવ તાંડવ સ્તોત્રમ રાજા રાવણ : રમેશ ઓઝા : લિરીકસ વિડિયો : (૩) : : મહા શિવરાત્રી : :





जटा टवी गलज्जलप्रवाह पावितस्थले
गलेव लम्ब्यलम्बितां भुजंगतुंग मालिकाम्
डमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयं
चकारचण्डताण्डवं तनोतु नः शिव: शिवम्
शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्शिव किलाशो के वासी
घौली धारों के राजा
शंकर संकट हरना
(शिवशम्भो हरना)
संकर संकट हरना
(शम्भो)
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
तेरे कैलाशों का अंत न पाया
तेरे कैलाशों का अंत न पाया
अंत बयंत तेरी माया
ओह भोले बाबा
अंत बयंत मेरी माया
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो शंकर..)
बेल की पत्तियां, भांग धतुरा
बेल की पत्तियां, भांग धतुरा
शिव जी के मन को लुभाएँ
ओह भोले बाबा
शिव जी के मन को लुभाएँ
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
एक था डेरा तेरा, चम्बे रे चौराना
एक था डेरा तेरा, चम्बे रे चौराना
दूजा लायी दित्ता भार्मौरा
ओह भोले बाबा
दूजा लायी दित्ता भार्मौरा
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शम्भो. : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to enjoy the Lyrics Video For Raja Ravan Rachit : : , Shiva Tandav stotram : : શિવ તાંડવ સ્તોત્રમ : : Recited by Shri Rameshbhai Ojha : : Composition : Traditional Indian : Music : Shri Ramesh bhai Ojha : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://youtu.be/vcLFIRJ8Kd4 : : Post presented by V Jayaraj : March 1 , 2022 : : Pune India : : મહા વદ તેરસ : મહા શિવરાત્રી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : : : : :





Photo taken in Gokarna, India

Bhairava sometimes known as Kala Bhairava, is a Hindu deity, a fierce manifestation of Shiva associated with annihilation. He originated in Hindu mythology and is sacred to Hindus, Buddhists and Jains alike. He is worshipped in Nepal, Rajasthan, Karnataka, Tamil Nadu and Uttarakhand. (Photo by: Pictures From History/Universal Images Group : : અનાયલેશન : રૌદ્રધ્યાન રૂપે સંહારક મુદ્રા માં: કાલભૈરવ ભગવાન શિવ

Marble idol of Lord Shiva at a Hindu temple dedicated to Lord Shiva located deep inside a mountain cave in Namchi, Sikkim, India. (Photo by Creative Touch Imaging Ltd./NurPhoto

INDIA – AUGUST 08: Shiva as Nataraja dancing in a circle of flames, bronze statue in Dravidian style, India. Detail. Indian civilization, Cola dynasty, 11th century. (Photo by DeAgostini/Getty Images)

Statue depicting Shiva and Parvati. Shiva is known as the God of Creation, Destruction, Regeneration, Meditation, Arts, Yoga and Moksha. Parvati is known as the goddess of fertility, love and devotion; as well as of divine strength and power. Dated 12th Century. (Photo by: Universal History Archive/Universal Images Group via Getty Images)



Statue of a dancing Shiva in Hoysaleswara Temple, built in the 12th Century, Halebid, Karnataka, India. (Photo by: V. Muthuraman/IndiaPictures/Universal Images)

INDIA – FEBRUARY 17,2004 : Chaturmukha (Four-faced Great Black One) Shiva Linga, relief from Mathura, India. Indian Civilisation, Kushan Empire, 2nd century. (Photo by DeAgostini/)



Nataraja, Shiva, 13th Century. Nataraja (The King of Dance) is the dancing posture of the Hindu god Shiva, who performs his divine dance as a part of his divine duties of creation and destruction. (Photo by Art Media/Print Collector)
વસંત વિજય : કાન્ત : : વસંત ના ગીત : :
વસંતવિજય
“નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.”
હજારો વર્ષો એ વચન નીકળ્યાને વહી ગયાં,
ખરે! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં;
સહુ માદ્રી પાંડુ તરત જ પિછાને ઊચરતાં,
વટી જોકે વેળા નિરવધિ શતશૃંગ ફરતાં.
ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય,
બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.
નિદ્રા પ્રશાંત જરીયે ન હતી થયેલી,
દુઃસ્વપ્ન દર્શન મહીં જ નિશા ગયેલી;
“ખુલ્લા પ્રદેશ પર જૈ ફરું થોડી વાર.”
ઊઠયો નરેદ્રમાં મનમાં કરી એ વિચાર.
ધીમે શયનને છોડી જરા એ બ્હાર જાય જ્યાં,
“નહીં નાથ! નહીં નાથ!” શબ્દો એ સંભળાય ત્યાં.
“પ્રિયે માદ્રી! શું છે? નથી નથી જતો સ્નાન કરવા,
વહી નિદ્રા, માટે અહીં તહીં જરા જાઉં ફરવા;
મટયું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હંમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.”
ન જવાનું કહી દેવી નિદ્રાવશ થઈ હતી;
જાગર્તિ ક્ષણ રોકાઈ ફરી પાછી ગઈ હતી!
“સારું થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત,
સાચી બિના નહિ જ રાખી શકાત ગુપ્ત;”
સંતોષથી નૃપતિ થાય હવે વિદાય,
છે અંધકાર, પણ ભૂલ જરા ન ખાય.
કંસારી તમરાંઓના અવાજો આવતા હતા :
સ્થળ કાલ છતાં શાંત બંનેને ભાવતા હતા!
વહે ઠંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,
ઘણા થોડા ઓજ ઉડુગણ પ્રકાશે ગગનમાં;
હજી એકે પ્રાણી ગિરિ મહીં નહીં જાગ્રત દીસે,
વધે અંધારામાં નરવર અગાડી વન વિશે.
જ્યાં જવું હતું તે આવ્યું સર સુંદર પાસનું;
આપ્યું હતું પુરા જેને નામ `માદ્રીવિલાસ’નું.
ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય,
જોતાં જ તર્ક નૃપના ક્યહીંયે તણાય;
બેસે શિલા ઉપર ચાલી સચિંત રાય,
ઊંડા વિચાર મહીં છેવટ મગ્ન થાય.
અનિદ્રા શ્રમથી તેનો ધૈર્યભ્રંશ થયો હતો;
પૂર્વના સ્મરણો માંહી ઘણો કાલ ગયો હતો.
થવા માંડયા ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે.
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે;
જવા માંડયું સર્વે સ્થલ મહીંથી અંધારું ઝટ જ્યાં,
પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં!
કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે;
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે!
વૃક્ષો અદૃશ્ય સઘળાં નજરે પડે છે :
ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છે :
એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,
ઊંચાં પ્રચંડ શિખરો નભને અડે છે.
“અરે! શું આટલો કાલ નિષ્કારણ વહી ગયો!”
સદ્ય એવું કહી રાજા સ્વસ્થાનેથી ઊભો થયો.
ઊઠી જોતાં શોભા બહુ જ બદલાયેલ નીરખી :
ડગ્યું પાછું ધૈર્ય, સ્મરણ મહીં આવી પ્રિય સખી :
“નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને?
અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ?”
સૃષ્ટિસૌંદર્યને જોતાં કૈં રોમાંચ થયું હતું;
ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયુ ંહતું.
ઊડે, દોડે, એવી જલચર કરે ગમ્મત ઘણી,
નિહાળી તે, જોયું વળી પછી જરા પર્વત ભણી;
ગમી ના એ વૃત્તિ; હૃદયરસથી સંયમ ચડયો,
“થઈ ન્હાવાવેળા,” નૃપતિ કહી એવું મહીં પડયો.
સ્નાનથી થઈને શાંત પડયો એ નિત્યકર્મમાં;
જતાં રાગ બની વૃત્તિ પાછીં તદ્રૂપ ધર્મમાં.
પૂરું કરી તસ્ત તે સ્થલને તજે છે,
ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સજે છેઃ
“શાને થવું પતિત આશ્રમધર્મનાથી?
સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”
જઈ આશ્રમમાં લે છે નિત્ય માફક ભોજન;
ઇચ્છે પછી જરા નિદ્રા પૂર્ણ વીસરવા વન.
ઊઠયો થોડી વારે નૃપતિ જ્યમ નિદ્રા કંઈ લઈ
મનોવૃત્તિ તેવી સ્થિર, વિમલ ને સાત્ત્વિક થઈ;
જઈ થોડે છેટે પછી અનુભવે શીતલ હવા,
પડે દૃષ્ટિ માટે વન તરફ લાગે નીરખવા!
અક્ષુબ્ધ હૃદયે જોઈ રચના એ ઋતુ તણીઃ
મળવાને પછી ચાલ્યો બીજી પર્ણકુટી ભણી.
માદ્રી જ માત્ર હતી હાજર એહ વાર,
કુંતા ગયેલ કંઈ કારણથી બહાર!
માતા સતી નકુલ ને સહદેવની એ,
હા! તાપસી નૃપની સાથ હતી બની એ.
ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું;
નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.
“નથી શું કુંતાજી? નહિ અરર આંહી રહી શકે
પ્રિયે! તું એકાંકી? સ્વજન વિણ વૃત્તિ ક્યમ ટકે?
ખરે ત્યારે આનો અનુભવ જરા આજ કરીએ,
જરા આ પાસેના ઉપવન વિશે કાંઈ ફરીએ.”
પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો :
મટી તાપસ એ પાછો ભર્તા — સ્વામી — ખરે ! થયો!
શાંતિ મહીં નહિ થયો કંઈ ફેરફાર,
તેથી જ હાલ નૃપતિ વીસર્યો સવાર :
માદ્રી નહિ કરી શકી કંઈયે નકાર :
જાણેલ હોય કદી શું વિધિના પ્રકાર?
પૂર્વાશ્રમ તણી બુદ્ધિ પાછી આવી ગઈ હતી :
ફરે સાંપ્રતને ભૂલી વનમાં સાથ દંપતી.
વહી જતાં ઝરણાં શ્રમને હરે,
નીરખતાં રચના નયનો ઠરે :
મધુર શબ્દ વિહંગ બધાં કરે,
રસિકનાં હૃદયો રસથી ભરે!
વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે,
નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;
બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,
જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.
ઊછળ્યું લોહી તેથી એ સાવધાન થયો નહીં :
સ્ત્રીસંગે નર્મગોષ્ઠીમાં વધે છે વનની મહીં.
ઉત્તુંગ નમ્ર સહકાર દીસે ઘણાય,
લાખો વળી અગુરુ ચંદન ત્યાં જણાય;
વૃક્ષો, લતા, સકલ કૈંક અપૂર્વ રંગ,
જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?
ફરતાં ફરતાં આવ્યો એક માલતીમંડપ;
પ્રવેશ સતીની સાથે કરે છે તે મહીં નૃપ.
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.
“સાંભળ્યું મોહ પામીને હવે કોકિલકૂજન;
પ્રિયા પંચમ વૃષ્ટિથી ન્હાવાનું થાય છે મન.”
જરા શંકા પામી, તદપિ નહિ કાંઈ કહી શકી,
વળી એવી ભીતિ નૃપવદન જોતાં નહિ ટકી;
નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે,
વિચારી એ માદ્રી તરત જ જરા કૈં શરૂ કરે.
દિવ્ય રાગ શરૂ થાતાં બન્યું શાંત બધું વન;
લોહચુંબકથી જાણે ખેંચાયાં સર્વનાં મન.
માધુર્ય એ ઊછળતું ક્યહીં ના સમાય,
હા! કેમ આ હલક અંતરથી ખમાય;
સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી!
ભેટી રહ્યા સ્વર વિષે દઈ વૃત્તિ જોડી!
ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છેઃ
હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!
સંગીતામૃત વર્ષતાં પ્રથમ તો આનંદ વ્યાપી ગયો;
સાતે એક કરું પ્રિયાહૃદયને આવેશ એવો થયો;
ખેંચાયો પણ વેગ પૂર્ણ કરતાં, આવી સ્થિતિની સ્મૃતિ,
રાખે અંકુશ, તોય સ્પષ્ટ વપુમાં દેખાય છે વિકૃતિ.
નિહાળી નૃપને રાજ્ઞી જરા ગાતાં રહી ગઈ;
હાય રે! ઊલટી તેથી તેની શાંતિ વહી ગઈ!
“પ્રિયે! માદ્રી! આહા! સહન મુજથી આ નથી થતું;
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું;
ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા,
છટાથી છોડી દે! અરર! ક્યમ રાખે નિયમિતા? ”
વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો;
અપૂર્વ ધ્વનિથી પૂરો મદોન્મત્ત થયો હતો :
“સખી! દેવી! વ્હાલી! સ્વરૂપ તુજ આજે બહુ દીસે,
ખરે! રંભા જેવી રસમય અહીં નંદન વિશે :”
નિહાળે વર્ષાવી પ્રણયરસ બંને નયનથી,
જરા ધાસ્તી પામે સતી પણ હવે હાય! મનથી.
ગીત પૂર્ણ થતાં રાજા જાય છે પાસ કૈં મિષે;
“ક્ષમા — પ્રાણ નહીં.” બોલી; લે છે એને ભુજા વિશે!
“રે હાય! હાય! નહિ નાથ નહીં,” કહીને,
છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે;
હા! દીન દૃષ્ટિ કરી એ નીરખી રહે છે,
દુઃખે ભર્યાં નયનથી નૃપને કહે છેઃ—
“ડરું છું, ભય પામું છું, જોઈને આજ આપનેઃ
અરે! કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને?
બહુ બીતી બીતી થરથર થતી એ કરગરે,
નથી ઓછી થાતી વિકૃતિ નૃપની તોપણ, અરે!
“ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું?
અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?
“પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે!
ત્વરાથી દેહ જોડી દે : આ તો નહીં ખમાય રે!
“જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન :
મારું નથી બલ, બન્યો જલ બ્હાર મીન :
દેવી! વિચાર કરવા સઘળા તજી દે :
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!”
વિચાર કરવા જેવો હવે વખ્ત રહ્યો નહિ;
ઝંપલાવી પડી માદ્રી નરેદ્ર-ભુજની મહીં.
***
નહીં ચાલે આથી ગત સમયમાં દૂર હૃદયઃ
પડયા શબ્દો છેલ્લા શ્રુતિ પર બહુ મંદ સદય.
જરા ત્રુટયાં વાક્યો કંઈ કંઈ થઈ ને રહી ગયાં :
હજારો વર્ષો એ પછી પણ હવે તો વહી ગયાં!
વસંત વિજય ( Triumph Of Spring : : વસંતનો વિજય ) એ એક કથાત્મક કવિતા : Narrative Poem છે : : કવિતાનું એક સ્વરૂપ જે વાર્તા કહે છે, ઘણીવાર વાર્તાકાર અને પાત્રો બંનેની અભિવ્યક્તિનો સંઘોષ થવા પામે છે ; કથાનક સામાન્ય રીતે મીટર માં કરેલ પદ્ય વૃત્ત માં લખવામાં આવે છે. પ્રાસની જરૂર નથી . કાવ્ય શૈલી ટૂંકી અથવા લાંબી હોઈ શકે છે, અને સંબંધિત કથાનક જટિલ હોઈ શકે છે. નાટકીય પણ હોય છે, જેમાં વિવિધ પાત્રો હોય . Epic મહાકાવ્યો, અને વિવિધ પ્રકારના “લે”, મોટાભાગના Ballads : લોકગીતો , અને કેટલીક Idylls : રમ્ય કથા કે રસિક ગોપ કાવ્ય , તેમજ અન્ય ઘણી કવિતાઓનો સમાવેશ થાય છે જે distinct બીજા કોઈ અલગ પ્રકારની હોતી નથી.
કેટલીક Narrative Poem , ‘Novel in Verse’ : છંદમાં લખેલી નવલકથાનું સ્વરૂપ લે છે. આનું ઉદાહરણ રોબર્ટ બ્રાઉનિંગની ધ રીંગ એન્ડ ધ બુક . Romance રોમાંસ જે Chivalry શૌર્ય નું કથાનક સાથેના ઉદાહરણમાં “રોમાન્સ ઓફ ધ રોઝ” અથવા ટેનીસનના “આઈડલ્સ ઓફ ધ કિંગ” નો સમાવેશ થાય . જો કે તે ઉદાહરણો મધ્યયુગીન Arthurian સામગ્રીનો ઉપયોગ કરે છે . રોમાન્સ માં Classical Mythology પૌરાણિક કથાઓ પણ કહી શકે છે. કેટલીકવાર, આ ટૂંકી વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલા interrelated Groups ના કાવ્ય/વાર્તા સંગ્રહ માં મળી આવશે , જેમ કે ચૌસરની ” ધ કેન્ટરબરી ટેલ્સ “. આ સંકલિત ગાથાઓમાં incidental poetry and. biography of poets : પ્રાસંગિક કવિતાઓ અને કવિઓના જીવનચરિત્ર બંનેનો સમાવેશ થાય છે : : : :
“વસંત વિજય “માં ભારતીય મહાકાવ્ય “મહાભારત” માંના , પાંચ પાંડવોના પૌરાણિક પિતા પાંડુનો ઉલ્લેખ છે. વસંત વિજય મહાભારતના આદિ પર્વમમાંથી એક એપિસોડનું કવિ કાન્ત વર્ણન કરે છે .
પાંડુ એક સંવનન કરતા હરણ યુગલનો વધુ કરી નાખે છે, જેના માટે તેને એવી જ જાતના મૃત્યુમાંથી પસાર થવાનો શ્રાપ મળે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરે છે પરંતુ વસંતના ગૂઢ , અગમ્ય પણ તીવ્રતર ગહન પ્રભાવની અસર ને વશ , તે પોતાનો આત્મ-સંયમ ગુમાવે છે અને તેની પત્ની માદ્રી સાથે સંભોગ કરે છે, જે તેના ઘાતક પરિણામને જાણીને અચકાય છે.
વસંત વિજયમાં, કાન્તે શાસ્ત્રીય, છંદોબદ્ધ શૈલીમાં નાટકીય રીતે આ એપિસોડ નું વર્ણન કર્યું છે : જ્યાં “વસંત નો વિજય” નિશ્ચિત થતાં , મનુષ્યના લાલસા અને વિષયસેવન , તીવ્ર કામેચ્છા અને કામવાસનાના પાસાંઓ હાવી થવાને કારણે કપરી દુર્દશા નું નિર્માણ થવાથી , દુર્દશ્ય નું પ્રતિક બને છે . “વસંત વિજય” એક પ્રતાપી રાજા ના જીવનમાં આવેલા ‘ભાગ્યવિવર્ત નું વૃતાંત’ લઈને દરેક માનવ મન ના લાગણી તંત્ર સાથે સંકળાયને વર્ષોવર્ષ નિશ્ર્ચિતપણે ક્રમાગત રહેનાર છે ::
મનસુખલાલ ઝવેરીના મત મુજબ, “વસંત વિજય”, કાન્તની અન્ય કવિતાઓ “ચક્રવાક મિથુન” અને “દેવયાની” સાથે, ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે જેણે ગુજરાતી ભાષામાં poetic excellence : ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કર્યું. આ કવિતા તેની metrical pattern : છંદાત્મક નકશીકામ અને નિપજતી અભિવ્યક્તિ : sound effects અને તેની emotional depth માટે જાણીતી છે.
વસંત પ્રાર્થના : કાન્ત : : વસંત ના ગીત : :


તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;” : : A Nymph touches the stream water bringing unearthly divine ‘Greenness’ Of Mighty Eternal ‘God Of Spring’ : ” વિભૂતિ વિભુની “







વસંત પ્રાર્થના
વસંત વનદેવતા! શુભ, સદેવ સત્યંવદા,
કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;
અને વનવને, અનેક ગિરિને તટે, સાગરે,
ભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો!
વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,
તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;
સખી સકલ જીવની! સદય દેવિ! સાષ્ટાંગથી
નમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :—
વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલને વિમલ ધર્મને પામજો!
વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલને વિમલ ધર્મને પામજો!
વસંત વનદેવતા! શુભ, સદૈવ સત્યંવદા,
કરો વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા!
અને અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો
ભવો વનવને, અનેક ગિરિને તટે, સાગરે! -(પૂર્વાલાપ) કાન્ત – મણિશંકર રત્નજી ભટ્ટ : : : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem 🌹: : : : ફેબ્રુઆરી ૨૭ , મહા વદ અગિયારસ : વિજ્યા એકાદશી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : :

“વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલ ને વિમલ ધર્મ ને પામજો!“ : : ઉદાહરણ : “PM Modi એ આ રીતે કર્યા હતા સાષ્ટાંગ દંડવત પ્રણામ: બે વખત : સંસદભવનની સીડી પર તથા રામલલ્લાના મંદિરે જમીન પર પડીને : : સનાતન ધર્મ માં , પૂજા પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ પ્રભુની યાચના કરવા માટે : આંઠ અંગો : કપાળ ,હાથ ,ખભા ,નાક , છાતી ,પેટ , ઘૂંટણ , અંગૂઠા : પૃથ્વી ને સ્પર્શવાની ભાવ મુદ્રા જેથી સુક્ષ્મ રુપે હકારાત્મક ઉર્જા મળે , એવી રીત સૂર્ય નમસ્કાર પરથી ઊતરી આવી છે : માત્ર દેવી દેવ અથવા ઉત્તમ આદર્શ ને કાર્યાન્વિત કરનાર પહોંચેલ સિદ્ધ પુરુષ , ગુરુવર કે વડીલ વ્યક્તિ ને જ નમવાનું હોય : : પેટ(ગર્ભ સ્થાન) અને વક્ષઃ સ્થળ (પોષણક્ષમ અંગ) હોય સ્ત્રી ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવેલી છે .








આ તો બીજમાંથી ફૂટી છે ડાળ : જગદીશ જોષી : આસિત દેસાઈ : દક્ષેશ ધ્રુવ : : વસંત ના ગીત : :
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
આખુંયે આભ મારી આંખોમાં જાગે
લઇ પંખીના સૂરની સુવાસ,
તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમુંદરની ફાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલા ફૂલમાં છે શ્યામ,
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળ પળનાં પોપચામાં મરકે ત્રિકાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
-જગદીશ જોશી
સ્વર:આશિત દેસાઈ : : સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ : સંગીત નિયોજન : આશિત દેસાઈ : : આલ્બમ : મૌનના ટહૂકા : : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ પ્રસ્તુત : યુ ટ્યુબ રિલીઝ ૨૯ / ૪ / ૨૦૨૪ : : લિરિકસ વિડીયો : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
https://youtu.be/kBBNCc3ZJq0?si=r9SBufCJ8ZNoOfPM
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : : : : ફેબ્રુઆરી ૨૬ , ૨૦૨૨ : : મહા વદ અગિયારસ : વિજ્યા એકાદશી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : :
મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/17nMb6G7JzU5P2SMoNocFsB4hYFq4Gpgd/view?usp=drivesdk મજબૂરી કેવી ડાળની
મજબૂરી કેવી ડાળની
મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકે
એનાં ખરેલાં પાનને અડકી ય ના શકે
એવા છે ચ્હેરા કૈંક જે છૂટે ન દ્રષ્ટિથી,
ભીતે છબિની જેમ તે ટકી ય ના શકે
વહેતી રહી અવાજની સરવાણીઓ ભીતર,
કંઠે ડૂમો છે એવો કે ત્રબકી ય ના શકે
કાયમ ખૂલી રહે છે પ્રતીક્ષાની ટેવથી,
આંખો હવે તો ઊંઘમાં ઝબકી ય ના શકે
આજે દ્વિધાનો પંથ ચરણને નડી ગયો,
આગળ વધી શકે નહીં,અટકી ય ના શકે
આંખોને દોસ્ત, આજ. નદી કઈ રીતે કહું?
જો આવે ઘોડાપૂર તો છલકી ય ના શકે!
– મનોજ ખંડેરિયા
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૨૫ , ૨૦૨૨ : : મહા વદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : :
અમને જળની ઝળહળ માયા : પન્ના નાયક : અમર ભટ્ટ : વસંત ના ગીત : :








https://drive.google.com/file/d/1YF-c7C2NazNSuCOqDvcKJeM3boTH1aR0/view?usp=drivesdk અમને જળની ઝળહળ માયા
અમને જળની ઝળહળ માયા
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે
ચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?
સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં
-પન્ના નાયક
સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ : : : :

Adlabs Imagica Water Park : : : : : Address
30/31, Sangdewadi Khopoli Road, State Highway 92, Off Mumbai-Pune Expressway, Khalapur, Khopoli : : Spontaneous and quick getaways are a great way to relax and spend a day off outside, taking advantage of Pune’s lovely weather. So before the summer ends, visit the multitude of 9 water parks in Pune

Pune-Bangalore Highway, Varve Khurd : The Water Park has some rides which claim to be ‘crazy’ and are rated accordingly on their official website, the craziest being the Wave Pool simulating the workings of the sea. One can sit back and relax on the Float ride or enjoy to the fullest on the Open Body slide. The water park also has a kids pool which claims to be hygienic and safe where kids can have a wonderful time.

Gat No. 186, Donje Gaon-Sinhagad Road, Sinhagad Base, Donje Gaon, Maharashtra 411025 : : located near the fortress of Sinhagad and is surrounded by beautiful forested hills. It is around 25 km away from the Pune city and prides itself on its scenic surroundings. It has various attractions and a number of rides for kids as well as adults. The water park is filled with fun rides like the Aqua Trail on which two people can slide on tube shafts, Turnpikes where three people slide off simultaneously, or single person slides like twister, black hole, etc. Apart from these, the park also has a number of rides specially designed for kids like Mushroom, Pirate Island, Wave Pool, among others. If the slides prove to be a little too much, one can head over to the gaming zone or break a move at the rain dance area.







Pretty long-haired on a red background : : “ચકળવકળ આ લોચન નિરખે પળપળ ના પડછાયા “

પૂર્ણ થઈ શીતલ રજની : નીનુ મઝુમદાર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી : નીનુ મઝુમદાર : ( ૧ ) : : ગઈ પાનખર પાન સોંસરી : અનિલ જોશી : ( ૨ ) : : પાનખર ના ગીત : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/1oEq7Sh4mzXKJ1GFeHpY1u0jbmaNxsfQu/view?usp=drivesdk પૂર્ણ થઇ શીતલ રજની પૂર્ણ થઇ શીતલ રજની : : : ;
પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે… (X૨)
…. આનંદ કેરી લહેરે..
ધરતીમાની લાડકડી ની થઇ ચોમેર વધાઇ (૨)
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ (૨)
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે.. (બંને સાથે)
ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો (૨)
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો (૨)
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો (૨)
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે.. (બંને સાથે)
મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા (૨)
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા (૨)
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા (૨)
નાચે છે નટરાજ નચાવી (૨)
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે.. (બંને સાથે)
ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા (૨)
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા (૨)
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે..(બંને સાથે) ઘેલી વસંત આવી રે…(૬)
– નીનુ મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી : : સ્વરાંકન : નીનુ મઝુમદાર
*********************************************
ગઈ પાનખર પાનસોંસરી : : અનિલ જોશી : : : :
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પારસોંસરી ગઈ
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ નાકસોંસરી ગઈ
રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી કાનસોંસરી ગઈ
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પારસોંસરી ગઈ
મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ
અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ.
— અનિલ જોશી
સ્રોત : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 11) : કવિ શ્રી અનિલ જોશી : : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. ( 1981 )