માનવીનું હૈયુંમાનવીના હૈયાને નંદવામાં વાર શી?અધબોલ્યા બોલડે,થોડે અબોલડે,પોચાશા હૈયાને પીંજવામાં વાર શી? સ્મિતની જ્યાં વીજળી,જરીશી કરી વળી,એના એ હૈયાને રંજવામાં વાર શી?એવા તે હૈયાને નંદવામાં વાર શી? માનવીના હૈયાને રંજવામાં વાર શી?એના એ હૈયાને નંદવામાં વાર શી?— ઉમાશંકર જોશી ૨૮-૧૦-૧૯૩૭(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮) * https://tahuko.com/?p=14606 માનવી નું હૈયું : ઉમાશંકર જોશી :Continue reading “માનવી નું હૈયું : માનવી ના હૈયા ને નંદવામાં વાર શી ? : ઉમાશંકર જોશી : નિરૂપમા શેઠ : અજીત શેઠ : :”
Author Archives: Jayaraj Vyas
મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : પરેશ ભટ્ટ : Live show : ( ૧ ) : : ધૃવિશ શાહ : Live show : જલસો ટીમ : ( ૨ ) : : સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : :
મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી. મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો. મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર. સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હોContinue reading “મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : પરેશ ભટ્ટ : Live show : ( ૧ ) : : ધૃવિશ શાહ : Live show : જલસો ટીમ : ( ૨ ) : : સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : “
પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય : ઉમાશંકર જોશી : પ્રભુ દર્શનની અભીપ્સાનું ગીત : : અમર ભટ્ટ
પગરવ પ્રભુ, તારો પગરવ જરી સુણાય. વનવનવિહંગના કલનાદે, મલયઅનિલના કોમલ સાદે. ઉડુગણ કેરા મૂક વિષાદે ભણકારા વહી જાય. પ્રભુ તારો પગરવ જરી સુણાય. ગિરિનિર્ઝરના નૃત્યઉમંગ, સરિતતણા મૃદુમત તરંગે, ઋતુનતૅકીને અંગેઅંગે મંજુ સુરાવટ વાય, પ્રભુ તારો પગરવ જરી સુણાય. અહોરાત જલસિંધુ ઘૂઘવે, ઝંઝાનિલ મઝધાર સૂસવે, વજ્રધોર ધન ગગન ધૂંધવે. ધ્વનિ ત્યાં તે અથડાય, પ્રભુ તારો પગરવContinue reading “પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય : ઉમાશંકર જોશી : પ્રભુ દર્શનની અભીપ્સાનું ગીત : : અમર ભટ્ટ”
ગયાં વર્ષો — : ( ૧ ) : રહ્યાં વર્ષો તેમાં : ( ૨ ) : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : :
રહ્યાં વર્ષો તેમાં —રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનુંભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનુંકદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.— અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.Continue reading “ગયાં વર્ષો — : ( ૧ ) : રહ્યાં વર્ષો તેમાં : ( ૨ ) : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : :”
Lord Of Humility : M K Gandhi : Only Poem Composed by India’s Gandhi : નમ્રતા ના નિધિ : ગાંધીજી : ગીતાનુવાદ : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : Hey Namrata Ke Samrat : Mahatma Gandhi : Manna Dey : Vasant Desai : ( 2 ) : : Namrata Ke Sagar : Mahatma Gandhi : Bhimsen Joshi & Ajoy Chakraborty : Ilya Raja : ( 3 ) : : Gujarati & Hindi Versions of Stuti/Bhajan By Mahatma Gandhi : :
નમ્રતાના નિધિ દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીંનિવસતા નમ્રતાના નિધિ હે! ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અનેબ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,ત્યાં તને પામવા શોધ ચારે ખૂણેસતત કરીએ,હજો સ્હાય તારી મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહેહે હરિ,તાહરી નમ્રતા દે,સકલ ભારતજનોથી થવા એકરસ,પૂર્ણ લગની અને શક્તિ તું દે હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,થઇ રહે માનવી નમ્ર છેક,અલગContinue reading “Lord Of Humility : M K Gandhi : Only Poem Composed by India’s Gandhi : નમ્રતા ના નિધિ : ગાંધીજી : ગીતાનુવાદ : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : Hey Namrata Ke Samrat : Mahatma Gandhi : Manna Dey : Vasant Desai : ( 2 ) : : Namrata Ke Sagar : Mahatma Gandhi : Bhimsen Joshi & Ajoy Chakraborty : Ilya Raja : ( 3 ) : : Gujarati & Hindi Versions of Stuti/Bhajan By Mahatma Gandhi : :”
ચાલ ને, ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ : ઉમાશંકર જોશી : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : :
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.લહરી ઢળકી જતી,વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,સ્વૈર પથ એહનો ઝાલીએ,ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,ચાલને! વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનોસ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનોકૌમુદીરસ અહો! અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!ચંદ્રશાળા ભરી ઊછળે,આંગણામાં ઢળે,પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,દૂર સરવરપટે મંદContinue reading “ચાલ ને, ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ : ઉમાશંકર જોશી : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : :”
ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય … : ઉમાશંકર જોશી : પ્રણવ મહેતા અને બીના મહેતા : ભાઈલાલભાઈ શાહ : ( ૧ ) : : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : ભાઈલાલભાઈ શાહ : ( ૨ ) : : સી એન વિદ્યા વિહાર ના ગીતો : :
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હોવ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હોગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હોવ્હાલા મોરા ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિન્દગી રે હોગોરી મોરી ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રેContinue reading “ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય … : ઉમાશંકર જોશી : પ્રણવ મહેતા અને બીના મહેતા : ભાઈલાલભાઈ શાહ : ( ૧ ) : : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : ભાઈલાલભાઈ શાહ : ( ૨ ) : : સી એન વિદ્યા વિહાર ના ગીતો : :”
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી , મળી માતૃભાષા મને ગૂજરાતી : ઉમાશંકર જોશી : રેમપનિ ગાયક વૃંદ : રવિન નાયક : ( Live ) લિરિકસ વિડિયો ( ૧ ) : : આલાપ દેસાઈ, પ્રહર વોરા ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, અને કવિત દેસાઈ : આલાપ દેસાઈ : ( Live ) નેરેટીવ વિડિયો : ( ૨ ) : : ભૂમિક શાહ : અમિત ઠક્કર : ( ૩ ) : : ગાયક વૃંદ ( સ્વરાંગી મ્યુઝિક ) : અમિત ઠક્કર : ( ૪ ) : :
ગાંધી ગિરા : ઉમાશંકર જોશી : : : : મળી માતૃભાષા મને ગુજરાતી સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,મળી માતૃભાષા મને ગૂજરાતી રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,રમો માતૃભાષા મુખે ગૂજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ – મીરાં,થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,સજી ન્હાનલે કલ્પનાભવ્ય નેજેContinue reading “સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી , મળી માતૃભાષા મને ગૂજરાતી : ઉમાશંકર જોશી : રેમપનિ ગાયક વૃંદ : રવિન નાયક : ( Live ) લિરિકસ વિડિયો ( ૧ ) : : આલાપ દેસાઈ, પ્રહર વોરા ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, અને કવિત દેસાઈ : આલાપ દેસાઈ : ( Live ) નેરેટીવ વિડિયો : ( ૨ ) : : ભૂમિક શાહ : અમિત ઠક્કર : ( ૩ ) : : ગાયક વૃંદ ( સ્વરાંગી મ્યુઝિક ) : અમિત ઠક્કર : ( ૪ ) : :”
ગૂજરાત મોરી મોરી રે ; ઉમાશંકર જોશી : અજીત શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : ( ૧ ) : : કૌમુદી મુનશી : ( ૨ ) : : પ્રફુલ્લ દવે : ( ૪ ) : : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) : :
ગૂજરાત મોરી મોરી રેમળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાતગૂજરાત મોરી મોરી રે.ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાતગૂજરાત મોરી મોરી રે. સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,સમદરનાં મોતીની છોળે નવરાવતીગૂજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,પાવાને ટોડલે મા’કાળી મૈયા,ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.ગૂજરાત મોરી મોરી રે. આંખની અમીમીટ ઊમટે ચરોતરે;ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!હૈયાનાંContinue reading “ગૂજરાત મોરી મોરી રે ; ઉમાશંકર જોશી : અજીત શેઠ અને ગાયક વૃંદ : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : ( ૧ ) : : કૌમુદી મુનશી : ( ૨ ) : : પ્રફુલ્લ દવે : ( ૪ ) : : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૫ ) : :”
ઝરણું રમતું રમતું આવે : ઉમાશંકર જોશી : અતુલ મરચન્ટ : મોહન ભાઈ મંડોરા : : બાળ ગીત : :
ઝરણુંઉમાશંકર જોશી ઝરણું રમતું રમતું આવે, ઝરણું રમતું રમતું જાય. ઝરણું રૂમઝૂમ કરતું નાચે, ઝરણું ઝમઝમ કરતું જાય. ઝરણું ડુંગર કરાડ કૂદે, ઝરણું વન વન ખીણો ખૂંદે, ઝરણું મારગ ધોતું દૂધે. ઝરણું અલક મલકથી આવે, ઝરણું અલક મલકમાં જાય. ઝરણું રમતું રમતું આવે, ઝરણું રમતું રમતું જાય. — ઉમાશંકર જોશી સ્રોત : પુસ્તક : મઘમઘાટContinue reading “ઝરણું રમતું રમતું આવે : ઉમાશંકર જોશી : અતુલ મરચન્ટ : મોહન ભાઈ મંડોરા : : બાળ ગીત : :”