વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :

https://drive.google.com/file/d/1ygdGA3emiXJovT5znLJytpR7SglO7-1o/view?usp=drivesdk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️      વરસું તો હું  ભાદરવો  ને  સળગું  તો વૈશાખ;
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ઘેરાઉં તો  વાદળ કાળા,  વિખરાઉં  તો વ્હાલ
ભિંજાઉં તો  શ્રાવણ  છલબલ, કોરું  તો દુષ્કાળ

બીડાઉં  તો  સ્વપ્ન  સલુણું, ઊઘડું તો હું આશ
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો…                 

ફોરું તો  હું ફૂલ  અને  જો  બટકું તો હું ડાળ
ચાલું તો  હું પંથ  અને  ભટકું  તો  અંતરિયાળ

ઊડું તો આકાશ,  નહિ  ઊડું  તો ઘાયલ પાંખ
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું  ભાદરવો  ને  સળગું  તો વૈશાખ;
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો…                

સ્વરઃ નયના ભટ્ટ
ગીતઃ ભગવતીકુમાર શર્મા
સ્વરાંકન અને સંગીત : હરીશ ઉમરાવ : : સહાયક : પ્રેમ સાગર ઉમરાવ : : આલ્બમ  : વરસું તો હું ભાદરવો : ( રિલીઝ ૧૪/૧૧/૨૦૦૫ ) : : : :     🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ https://youtu.be/rXLDFYMujAI?si=9_aihuyCdalzbzZj  અહીં ક્લિક કરીને સાંભળીએ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks : : : : : સપ્ટેમ્બર  ૭ , ૨૦૨૧ : ભાદ્રપદી પડવો : : પૂણે : : : 

વરસું તો હું ભાદરવો : ઉઘાડ ને વિરામ ( વરસાદનો ) અને આરામ ના રામ રામ
ન વરસું તો વૈશાખ
મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં
કાં રાખ !? Ash coloured nail polished hand
ઘેરાઉં તો વાદળ કાળા
વિખરાઉં તો વ્હાલ
ભીંજાઉં તો શ્રાવણ છલબલ
કોરું તો દુષ્કાળ !!!! કૂવાનાં ઊંડાણ ને મથાળે મથામણ લેવાને પીવાનાં પાણી !! ગ્રામ્ય ભારત
મુગ્ધા કન્યાઓ , લાવે પાણી ,માઈલો દૂરથી : ઉઘાડપગે : water crises
19.4 billions tonnes of prime bituminous cocking coal ઝરિયા કોલ ફીલ્ડ ઝારખંડ : acute shortage of drinking water due to to topography, insufficient recharge in streams ,etc. Locals are forced to use mine water discharge even as potable water 💦
Cattle farmer family in Afar of Ethiopia /Africa : impending famine due to climate change : Govts indifferent
Tough time of insufficient rainwater preservation : Sundarban W. Bangal : અષાઢ શ્રાવણ હાર્યા ને ભાદરવામાં જોઈ રહો
ભીંડાઉં તો સ્વપ્ન સલુણું
ઉઘડું તો આકાશ
ફોરું તો હું ફૂલ
જો બટકું તો હું ડાળ :પાનખર વીત્યા પછી વસંત પહેલાનો સમય : તૂટતી જશે ડાળ : અહીં તો દેખાયો પેલો ગૂમ થયેલો સોશર બોલ /soccer ball
ચાલું તો
ચાલું તો હું પંથ
ભટકું તો
અંતરિયાળ: In mid – air , hanging , unsupported
ઉંડુ તો આકાશ
નહિ ઉંડુ તો ઘાયલ પાંખ: Humboldt Penguin Pais Zoo in captivity
Emu : largest flightless bird in Australia
Unidentified flightless Spanish bird found in Spain
An injured Kiwi in Wellington New Zealand undergoing a surgery : Known bird to have external nostrils at end of it’s beak : નહિ ઉંડુ તો ઘાયલ પાંખ
મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં રાખ !! Modern sculpture : A white statue of a woman tearful against the clear blue sky background
Two crying faces of Cartoon : Take Care And Stay Safe ❤️

ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો.. બરસાતકા મૌસમ : (૧) : ડો. સોમા ઘોષ : : ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો : (૨) : શુભમિતા બેનરજી : : ( 3 ) આઈ બરખા કી ઋત આઈ ( Traditional ) : સંગીતા પંત : મોહિન્દર સરીન : : સાવન- ભાદો : કજરિ : વર્ષા ગીત : PART ( XXXVI ) : :

https://youtu.be/I63tvYUhdsE  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દૂર દૂર તક છાયે થે બાદલ ઔર કહીં સાયા ન થા . ઈસ તરહ બરસાત કા મૌસમ કભી આયા ન થા . .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) રામ (X૨) બરસન લાગી  (૪) બદરિયા . ભીગી જાઉં મૈં..હા ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) ભીગી જાઉં મૈં .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કંચુકી મોરી ભીંજન લાગી (૨) આવત લાજ દેખત નારી . બિનતી કરત (૨) છુપાયે લિયો . . ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) ભીગી જાઉં મૈં (૨) ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) હા..રામ. ભીગી જાઉં મૈં પિયા  :🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કજરી : : સ્વર : ડો. સોમા ઘોષ :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/bxQchRJ8xrE    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દાદરા : : સ્વર : : શુભમિતા બેનરજી : : હાર્મોનિયમ : શ્રીકાન્ત આચાર્ય : : તબલા : કુંતલ દાસ : : રાગ : તિલક કામોદ : : : : : : : : : : : : : : ઝરન લાગી બુંદનિયા , ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો  . હો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ઝરન લાગી . ઝરન લાગી . ઝરન લાગી . બુંદનિયા . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ ભીગી જાઉં . ભીગી જાઉં . પિયા , ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં મૈં.. ભીગી જાઉં , હાયે . ભીગી જાઉં . પિયા , મોરા બચાયે લઈહો . ભીગી જાઉં . ઝરન લાગી . ઝરન લાગી . ઝરન લાગી . બુંદનિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા બચાયે લઈહો . મોરા પિયા બચાયે લઈહો . ભીગી જાઉં (૪) ભીગી જાઉં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં.  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કંચુકી મોરી ભીગન લાગી . કંચુકી મોરી ભીગન લાગી . કંચુકી મોરી ભીગન લાગી . ભીગન લાગી . હા . કંચુકી મોરી ભીગન લાગી , આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી , કંચુકી મોરી ભીગન લાગી , આવત લાજ દેખત નારી . . કંચુકી મોરી ભીગત લાગી. કંચુકી મોરી ભીગત લાગી . આવત લાજ દેખત નારી . બિનતી કરું . બિનતી કરું , છિપાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો . ઝરન લાગી . ઝરન લાગી . ઝરન લાગી , બુંદનિયા . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં .   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બદરા અબ ઘિરન લાગી , જિયરા મોરા ડરન લાગી . જિયરા મોરા ડરન લાગી . બદરા અબ ઘિરન લાગી , જિયરા મોરા ડરન લાગી . પૈયા પડું . પૈયા પડું . પૈયા પડું . પૈયા પડું , છિપાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ઝરન લાગી બુંદનિયા ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા . ભીગી જાઉં . ભીગી જાઉં મૈં , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા ,  બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં. હા . ભીગી જાઉં, હા . ભીગી જાઉં 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ આઈ બરખા કી ઋત આઈ : : સ્વર : સંગીતા પંત  : : સ્વરાંકન : મોહિન્દર સરીન ( દિલ્હી) : અહીં નીચે ક્લિક કરો : : https://m.soundcloud.com/sangeeta-pant/aayi-barkha-ki-ritu 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ અહીં નીચે ક્લિક કરીને જુઓ : :  Welcoming Rain : Musical Interpretation By Kathak Dancers : : Stumbh : : Choreography the Archana Tiwari https://youtu.be/YfKny5APLFw?si=QZV2qa8D7u9TGFFU rain 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks : : : : સપ્ટેમ્બર ૬ , ૨૦૨૧ : : શ્રાવણ વદ અમાસ : સોમવતી અમાસ : : શ્રાવણ નો અંતિમ દિવસ : : પૂણે : : : : : : : : : : : : : : :

Welcoming Rain : Musical Interpretation

શ્રાવણ વરસે સરવડે…કહાના આવે તારી યાદ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : નેણ રુંવે રાધાના : હસુ પરીખ હિમાંશુ મકવાણા : રસિકલાલ ભોજક : રાધાજીના ગીત : ( ૨ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXV ) : :

https://youtu.be/PVA7qhAFx7k

હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરીયો વરસાદ ; કહાના આવે તારી યાદ !
ક્હાના આવે તારી યાદ ! ( X૨ ) !
વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,
ક્હાના આવે તારી યાદ ! ઓહો હોઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

જમણી આંખ ગઇ મથુરા ને ડાબી ગઇ ગોકુળમાં (૨) ,
હૈયું વૃંદાવન જઇ બેઠું ગુલછડીના ફૂલ માં !
ક્હાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

હો . ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ? ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ?
કે રાધા થઇને રીઝવું તુજને હે સતપથ રખવૈયા !?
ક્હાના આવે તારી યાદ ! હોઓઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

તનડુ ડુબ્યું જઇ જમુના ને મનડું નામ-સ્મરણ માં . તનડુ ડુબ્યુ જઇ જમના ને મનડું નામ-સ્મરણ માં .
સૂધબૂધ મારી આકુળવ્યાકુળ તારા પરમ ચરણમાં.
ક્હાના આવે તારી યાદ ! હોઓઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરિયો ઉન્માદ , કહાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! : કવિ : ? ? ? ? ? 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન : અજીત શેઠ : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : : : : સપ્ટેમ્બર ૫ , ૨૦૨૧ : : શ્રાવણ વદ તેરસ : : પૂણે : : : : : : :

“નેણ રુવે રાધાના હો
જેમ ઝરમર નીર વરસે રે ગગનના
એમ નેણ રુવે રાધાના.”

*********************************************** નેણ રુંવે રાધાના : હસુ પરીખ : : : :

નેણ રુવે રાધાના હો
જેમ ઝરમર નીર વરસે રે ગગનના
એમ નેણ રુવે રાધાના..

એનું પાયલ પ્રીતિ સું પાગલ
એનું ઉર હરણી સું ઘાયલ,
ગગને ચમકે રે ચાંદર તોયે,
શ્યામ મઢુલી મોહિની ચંદ્ર વિના
એમ નેણ રુવે રાધાના..

એ ભમતી રે વનરાવન,
એ ઝંખતી શ્યામના ચરણ,
ફૂલે ફાલ્યો રે ફાગણ તોયે,
કોરી બાંધણી રંગરસિયા વિના,
એમ નેણ રુવે રાધાના..

— હસુ પરીખ

નેણ રુંવે રાધાના :  હસુ પરીખ : : સ્વર : હિમાંશુ મકવાણા : : સ્વરાંકન : રસિકલાલ ભોજક : : આલ્બમ : નેણ રુંવે રાધાના : : કાવ્ય સંગીત યુ ટ્યુબ રિલીઝ : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://gaana.com/album/nen-ruve-radha-na

શહેર આખું તરબતર વરસાદમાં : ધ્વનિલ પારેખ : સં . પ્રેમ સાગર ઉમરાવ : હરીશ ઉમરાવ : ( ૧ ) : : સૂરત  નો વરસાદ : નયન દેસાઈ : ગાયક વૃંદ : સુનીલ રેવર : ( ૨ ) : : રંગભેદ ( ચામડી ના ગણવેશ માં : કાળો વરસાદ મારા દેશમાં નથી , કે નથી પીળો વરસાદ તારા દેશમાં ; અનિલ જોશી : ( ૩ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIV )

 શહેર આખું તરબતર વરસાદમાં : : ધ્વનિલ પારેખ : હરીશ ઉમરાવ : : : ,:

શહેર આખું તરબતર વરસાદ માં
કોણ ક્યાં છે શું ખબર વરસાદમાં

વૃ ક્ષ નીચે આશરો જ્યારે મળે
હોય જાણે એક ઘર વરસાદ માં

પૂર આવે એટલું પાણી છતાં
તું વરસથી માપસર વરસાદમાં

એક બે ટીપાં પડીને શાંત છે
કોની છે આ કરકસર વરસાદમાં

— ધ્વનિલ પારેખ
સ્વર : હરીશ ઉમરાવ
સ્વરાંકન : હરીશ ઉમરાવ : : સંગીત નિયોજન : પ્રેમ સાગર ઉમરાવ : :    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ https://youtu.be/ETiGPxZk2jQ?si=NSsxAPbgfDvb5X8m અહીં ક્લિક કરીને સાંભળીએ : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ સુરતનો એવો વરસાદ…                                   નયન દેસાઇ


પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…  🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ સ્વર : ગાયક વૃંદ : સ્વરાંકન અને સંગીત નિયોજન : સુનીલ દેવર : : જલસો ગુજરાતી મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૧૯ / ૧૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/4SKypJenOtw?si=F6TLfol_XUKwt0bY : : ***************************** સૂરત નો  એવો વરસાદ : નયન દેસાઈ  ********************************************અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks : : : : સપ્ટેમ્બર ૪ , ૨૦૨૧ : : : : શ્રાવણ વદ બારસ : : પૂણે : : : :

*********************************************

રંગભેદ : :  અનિલ જોશી : : : :

કાળો, વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ

ચામડીના ખોટા ગણવેશમાં

ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો

હરિયાળા રંગનો નવાબ

રેતના અવાવરુ કૂંડામાં સ્હેજ આ તો

આંખ્યથી ઉગાડ્યું ગુલાબ

સંતરાની છાલ જેવો તડકો વરસે છે

બધે મારા કે તારા પરદેશમાં

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

કાળો માટીમાં મ્હોર્યો લીલોછમ બાજરો

ને કાળી છાતીમાં ગોરાં ધાવણ

પાંદડાંની જાળીએથી લીલાછમ બાલમુકુંદ

નીકળી ગયા ને બેઠો શ્રાવણ!

ધોબીપછાડથીયે ઊજળા થયા નહીં

તો ગોરા થઈ જઈએ હવે કેશમાં

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

— અનિલ જોશી

સ્રોત : કદાચ (પૃષ્ઠ ક્રમાંક 72) : કવિ શ્રી અનિલ જોશી: રૂપાલી પબ્લિકેશન ( 1987 )

ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :

ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા

https://drive.google.com/file/d/1DgU-tCb4fLao73vb9u_jZd-ioHhJ0KHG/view?usp=drivesdk
ભીનું ભીનું અંધારુંને  વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડ ને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કવિ શ્રી વેણીભાઈ પુરોહિત : સ્વર : કૌમુદી મુનશી : સ્વરકાર : સંગીત : નવીન શાહ : : : : : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️           🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌨️🌨️🌨️🌨️🌨️ શ્રાવણ ના મેળામાં .. મન ભીનું કીધું : ધનજીભાઈ પટેલ : :  સ્વર : નિશા ઉપાધ્યાય / કાપડિયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : સોલી કાપડિયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : :  https://tahuko.com/?p=9614              શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.

વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેળે થી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.

ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

-ધનજીભાઈ પટેલ : : : : : સ્વર : નિશા ઉપાધ્યાય કાપડિયા : : સ્વરકાર : સંગીત : સોલી કાપડિયા : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : સપ્ટેમ્બર ૩ , ૨૦૨૧ : : શ્રાવણ વદ એકાદશી : : પૂણે : : : : : : :

સપનાં સૂકાઈ ગયા ભીના રૂમાલ માં
ભીની ભીની ધરતી ને
ભીનું ભીનું આભ : even superman doesn’t like to fly in the sky!! !!
એની વાદળી નો ગંજ ઘટાટોપ ! હો ! મારા વ્હાલમા
ભીની ભીની ઢેલડ ને
થનગનતો મોર (નાચે રે મયુરા) કેવો નાચે ગુલતાન છમાછમ ! હો ! મારા વ્હાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલ માં : મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર : એના મુજરા માં રંગ છલાછલ : હો ! મારા વ્હાલમા : Indian fowls : peacock and peahen after heavy rain
તું યે ઝૂરે ! ને
હું યે ઝૂરું! ઝરમરિયા તાલ માં !!
ગલગોટા કરમાણાં ! મારા
ગોરા ગોરા ગાલમાં !! (Well , isn’t it an acne breakout !?!?)
વાંકી ચૂકી વાંકી ચૂકી મારા ચિત્તડાની
ચિત્તડાની ચાલમાં : puzzled choice between life (home) & career
Man outweigh woman : undesirable competition : doing injustice !? Imbalance in money and time giving !?
Social Distancing : COVID 19 Pandemic crises : A scene of London Park UK DTD. 4.10.2020 : Take Care And Stay Safe ❤️😘
Mood Swings and multiple personality : Four Faces of a modern girl requiring balance in life : Define wisely , please ..
Five Faces of emotions of a modern woman : 1) happy 2) satisfied 3) rage 4) hysterical 5) aggresive : BUT ALL BEAUTIFUL
TAKE CARE And BALANCE for the Mood Swings : emotions : health : activities and be Happy in all situations
શ્રાવણ ના મેળામાં : તરણેતર સૌરાષ્ટ્ર નો મેળો
નજર્યું ના સરવરિયે : સૌરાષ્ટ્ર , તરણેતરનો મેળો
સૌરાષ્ટ્ર , તરણેતર નો મેળો : વરસીને મન ભીનું કીધું
એક એક ફોરાં માં પ્રીત નો અમલ હતો
ચેન ખોયું ! ને
ઘેન લીધું !!
વ્હાલપ લાગે મારા હૈયામાં એવી કે
હૈયામાં સોંસરી વિંધાણી
મેળે થી ઘેર જવા લાગતું’તુ આકરું
સૈયર થી ખોટું રિસાણી
ડગમગ પગલે ઘેર પહોંચી હું જેમતેમ એવું
એવું તે દુઃખ એણે દીધું!?
ફૂલની સુવાસ જેવા મઘમઘતાં સોણલાં એ..
સોણલાં એ લાડ કરી લાગણી ને પોંખી
Graffiti Artwork on an old building in Zagreb City , Croatia’s Capital : ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી
Sleeping Angel : marble statue of child showing innocence : Make of Century & its Maker unknown : મલકી કે પલકી ના પાંપણ સૈ રાત ભર
: Dreamy woman with abstract dark and rising Sun rise : Mind Power : મનની શક્તિ : ફૂલની સુવાસ : 🌅✨🌻 : રાતું પ્રભાત સીધું ઉગ્યું :

આજ પાની ગિર રહા હૈ : ઘરકી યાદ : ભવાની પ્રસાદ મિશ્ર : ડો. કુમાર વિશ્વાસ : :


परिचयरचनारचनाकार
आज पानी गिर रहा है – भवानी प्रसाद जी कि कविता

भवानी प्रसाद मिश्र ५ भाई-बहनों में सबसे छोटे और इसलिए सबसे दुलारे थे। स्वतंत्रता संग्राम के दौरान जब वो जेल गए तो उनके पिता बराबर अपने सबसे छोटे बेटे के लिए चिंतित रहने लगे। एक दिन भवानी प्रसाद जी ने जेल की खिड़की से जब बरसते बादलों को देखा तो उन्होंने ये कविता रची जिसमें उन्होंने बादलों से आग्रह किया कि वो उनके पिता को ये संदेश दे आए कि भवानी प्रसाद सकुशल हैं।




पूरी कविता कुछ इस प्रकार है:



आज पानी गिर रहा है,

घर नज़र में तिर रहा है,

घर कि मुझसे दूर है जो,

घर खुशी का पूर है जो,



घर कि घर में चार भाई,

मायके में बहिन आई,

बहिन आई बाप के घर,

हाय रे परिताप के घर!





और पानी गिर रहा है,

घर चतुर्दिक घिर रहा है,

पिताजी भोले बहादुर,

वज्र-भुज नवनीत-सा उर,



पिताजी जिनको बुढ़ापा,

एक क्षण भी नहीं व्यापा,

जो अभी भी दौड़ जाएँ,

जो अभी भी खिलखिलाएँ,



मौत के आगे न हिचकें,

शेर के आगे न बिचकें,

बोल में बादल गरजता,

काम में झंझा लरजता,



आज गीता पाठ करके,

दंड दो सौ साठ करके,

खूब मुगदर हिला लेकर,

मूठ उनकी मिला लेकर,



जब कि नीचे आए होंगे,

नैन जल से छाए होंगे,

हाय, पानी गिर रहा है,

घर नज़र में तिर रहा है,





पिताजी जिनको बुढ़ापा,

एक क्षण भी नहीं व्यापा,

रो पड़े होंगे बराबर,

पाँचवे का नाम लेकर,



पाँचवाँ हूँ मैं अभागा,

जिसे सोने पर सुहागा,

पिता जी कहते रहें है,

प्यार में बहते रहे हैं,





पिताजी का वेश मुझको,

दे रहा है क्लेश मुझको,

देह एक पहाड़ जैसे,

मन की बड़ का झाड़ जैसे,



एक पत्ता टूट जाए,

बस कि धारा फूट जाए,

एक हल्की चोट लग ले,

दूध की नद्दी उमग ले,



एक टहनी कम न होले,

कम कहाँ कि ख़म न होले,

ध्यान कितना फ़िक्र कितनी,

डाल जितनी जड़ें उतनी !



इस तरह क हाल उनका,

इस तरह का ख़याल उनका,

हवा उनको धीर देना,

यह नहीं जी चीर देना,



हे सजीले हरे सावन,

हे कि मेरे पुण्य पावन,

तुम बरस लो वे न बरसें,

पाँचवे को वे न तरसें,



मैं मज़े में हूँ सही है,

घर नहीं हूँ बस यही है,

किन्तु यह बस बड़ा बस है,

इसी बस से सब विरस है,



किन्तु उनसे यह न कहना,

उन्हें देते धीर रहना,

उन्हें कहना लिख रहा हूँ,

उन्हें कहना पढ़ रहा हूँ,



काम करता हूँ कि कहना,

नाम करता हूँ कि कहना,

चाहते है लोग, कहना,

मत करो कुछ शोक कहना,



और कहना मस्त हूँ मैं,

कातने में व्यस्‍त हूँ मैं,

वज़न सत्तर सेर मेरा,

और भोजन ढेर मेरा,



कूदता हूँ, खेलता हूँ,

दुख डट कर झेलता हूँ,

और कहना मस्त हूँ मैं,

यों न कहना अस्त हूँ मैं,



हाय रे, ऐसा न कहना,

है कि जो वैसा न कहना,

कह न देना जागता हूँ,

आदमी से भागता हूँ,



कह न देना मौन हूँ मैं,

ख़ुद न समझूँ कौन हूँ मैं,

देखना कुछ बक न देना,

उन्हें कोई शक न देना,



हे सजीले हरे सावन,

हे कि मेरे पुण्य पावन,

तुम बरस लो वे न बरसे,

पाँचवें को वे न तरसें ।

https://youtu.be/wkYQKL7pvF4 અહીં નીચે ક્લિક કરો અને જુઓ વિડિયો સાંભળો ગીત ડો. કુમાર વિશ્વાસ ના પઠન સ્વર માં : : : : : : : :



नीचे कमेंट आपका प्रोत्साहन ही लेखक की असली

શ્રાવણ ના ગીત : : મને આવું ભીંજાવું ન ફાવે : ચૈતાલી જોગી : સુહાની શાહ : સુગમ વોરા : ( ૧ ) : : શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણની : વેણીભાઈ પુરોહિત : સંજય ઓઝા : દિલીપ ધોળકિયા : ગૌરાંગ વ્યાસ : ( ૨ ) અ : : ઈસ્માઈલ વાલેરા : દિલીપ ધોળકિયા : ફિલ્મ કંકુ ( ૨ ) બ : વર્ષા ગીત : શ્રાવણી : : PART ( IXXX ) : :

https://youtu.be/calqJyswpZ4

વાદલડી રોજ મારા આંગણિયે આવીને છાંટા ની રમઝટ બોલાવે

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

– ચૈતાલી જોગી : : સ્વર : સુહાની શાહ : સ્વરાંકન : સુહાની શાહ : સંગીત : સુગમ વોરા : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : મને આવું ભીંજાવું  ના ફાવે :વર્ષા  ગીત : કવયિત્રી : ચૈતાલી જોગી :  આવું ભીંજાવું ના ફાવે:  વર્ષો વર્ષ , વરસાદ આવે તે સમે મારે કહેવાનું હોય કે : બહાર વરસાદ પડ્યા કરે ને હું બસ 🏠 ઘરમાં હોઉં તે મને બહુ ગમે : કારણ ? વરસાદી માહોલ વચ્ચે ભીંજાવું નાપસંદ : આમ તો હરીન્દ્ર દવે કહે કે :  ચાલ , વરસાદ ની મોસમ છે વરસતા જઇએ . મોતનાં દેશથી કહે છે કે બધાં ભડકે છે , કૈ નથી કામ, છતાં ચાલ  અમસ્તાં જઇએ . ગની દહીંવાલા  ના ગીત માંથી : આ કોની મનોરમ દષ્ટિ થી આકાશ નું અંતર ભીજાણું ? ધરતી એ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું ! શી હર્ષાની હેલી કે ધરતી નું ક્લેવર ભીંજાણુ ! આનંદ ના ઉઘડ્યા દરવાજા , ધરતી નું ક્લેવર ભીંજાણુ ! : નીલેશ રાણાનું  જાહેરિયું : આજ ભીંજાવું શું છે જાણ્યું , વર્ષા એ કરી કમાલ . મારે આંગણ સાગર વરસે લઈને નદીઓનું વ્હાલ . ગમ્યું અચાનક ખુદ ને મળવું , વર્ષા એ કરી કમાલ : અને હર્ષદ ચંદારાણા : આ વરસતું પાણી બીજું કૈ નથી , તું જ પલળે છે અહીં વરસાદમાં : તો, રમેશ પારેખ કહે : ઘરમાં થી તોતિંગ ઓરડા ફાળ મારતાં છૂટ્યા રે ! વરસાદ ભીંજવે . થરથર ભીંજે , આંખ કાન વરસાદ ભીંજવે . કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે . મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે : બાળગીત ને પણ જોડી દઉં : ગુંથી દે મઘમઘતો ગજરો . મા , વીજળીની દોરી લાઉં ચોરી . મા , મને ☂️ છત્રી લઇ આપ તું એવી , કે પલળી પલળીને થાઉં કોરી . ટપ ટપ ટપકે છે એવાં કે છત્રી એ વળગી છે આજ એક છોરી . છબછબિયાં કરવા દે , કપડાં ખરડવા દે , વાદળ ઘસીને થઇશ ગોરી : અવિનાશ વ્યાસ ગાય : વરસંતી વર્ષા ના નીરે ભીંજાતી રે ! સ્થિર નહીં અસ્થિર સમીરે !! વસુંધરા નો પાલવ લહેરે ! તરસ્યાનો જામ ભરાયો રે !! મીરાં બાઇ એ ગાયું : હું તો વ્હાલા ના વરસાદે જ ભીંજાવું , અન્યથા તો કોરી રે કોરી ! સંદીપ ભાટિયા એવી જ શરત મૂકે : સખી રિ ! હરિ વરસે તો પલળુ . લખલખ ચોમાસા માં , કોરું મીણ નું મારું દલડું . હરિ કનડતા ના વરસી – હું કોરી રહી ને કનડુ ! : આમ આ બધી વરસાદ માં ભીંજાવાની રીત જાણી : ત્યારે જ તો ફોડ પાડીને કહ્યું જણાય કે  : મને આવું ભીંજાવું ના ફાવે . Artistic nature હોય તે એવી રીતે કહી શકાયુ. ત્યારે જ તો જાણવા મળી કવિમન ની વર્ષા માં ભીંજાવાની આતુરતા , ગીતપૂર્વક : ચૈતાલી જોગી ના આંગણા માં છાંટાભાર  વાદલડી રમઝટ બોલાવે , પૂરાં જોસથી ટીપે ટીપાં ની તડાતડી થાય અને તેય રોજના ક્રમ મુજબ ત્યારે હડસેલો દેવો પડે . ખીજાય ને , ઘરનાં બધાં બારી બારણાં ધક્કો મારી ને બંધ કરી દે . રોજ રોજ વળી શાને પલળવું ?!? આમ તો એ પરિચિત છે ટીપે ટીપાં લટપટ વળગ્યા હોય તન પર ,મન પર , તેનું વહાલકું એને એટલું જ પ્રિય છે જેવું અન્ય કવિમન ને હોય . જેના ખ્યાલ થી શરમાય છે ને ગભરાય છે . રખે , કોઇ ભાળી જાય . “ઝટઝટ , તુરંત 🏃 ચાલી આવ ; ભીંજાતા ચીતવું” : કલ્પના કરો , ધારણા કરતાં ‘ભીંજાવું’ ની ઇચ્છા થાય . વરસાદ કેટલો સમૃદ્ધ હોય !! !! !!!! ભગવતીકુમાર શર્મા ના ગીત ની મદદ લઇને કહીંએ તો :” માટીની સુગંધ , ભીનો સંબંધ , મઘમઘતો સાદ , કાળું ભમ્મર આકાશ , ઘેઘુર બોલાશ . આછાં ઘેરા ઝબકારા , દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ . ઝીણી ઝરમર , ઊજળો ઉઘાડ , પછી ફરફરતી યાદ ” : ચૈતાલી , આવું કૈંક હોય એમાં , વખતે કવખતે , વખત વિચાર વિના , રોજ બરોજ ભીના થવાનાં ને ભીંજવી દેતા બહાના જન્માવી યુક્તિ રમતા વરસાદની લુચ્ચાઈ  ગણે  છે . તેથી હડસેલી દે છે . કવયિત્રીના કવિમન ને નિરાંત નથી . તલસે છે એ નજરનું સામીપ્ય જે , દૂર જઈ વસ્યા હોય ચિત્ત સ્થિત વ્યાકુળતા ને શીતળ કરી ના શકે . આંખો ને ટાઢક ને ઠંડક , સંતોષ ને નિરાંત નહીં પહોંચે . ટાઢકિયુ હાથવગું નથી : સર્વત્ર પરિવર્તન . નિસર્ગ નું જીવનવાદી નર્તન . બદલાતા મોસમનો ખુશહાલ  મિજાજ . બધા ને હાશકારો : જીવ ને ટાઢક વળે , શાતા થાય , વરસાદ  વહાલવંચુ – માણસો નું ભલું ઇચ્છનાર બની વરસે તો અને ત્યારે !? ત્યારે પણ આવી ઠંડક દૂર ની દૂર રહેવાની  :  “પાણી એ બાંધ્યું છે પાણી થી વેર” એવું સમજાવવામાં અસામર્થ્ય માને છે .” પાણી ” ને સંસ્કૃત ભાષામાં ” જીવન ” કહે . અતિઆવશ્યક વૃત્તિ અને પ્રવૃત્તિ માટે માણસ ઊણો થયો છે . એની , જીવનવાદી ગતિવિધિઓ માં જિવન નકારાત્મકતાને આકર્ષે છે . What have they done to the Rain ? માટે , કહ્યું :”પળભર માં ધોધમાર , પળ માં તું શાંત” .ભ. શર્મા એ લખ્યું : ચાર અક્ષરના “ધોધમાર” માં છલબલ આપણા ફળિયા . આંખ માં આવ્યા પાંચ અક્ષરના ગળાબૂડ “ઝળઝળીયાં”:  નેવું ના દાયકામાં ઉપરા છાપરી દુષ્કાળ (૯૦% થી ઓછો). ૨૦૧૪ / ૧૫ / ૧૮ ના દુષ્કાળ .દર પાંચ વર્ષ માં એક જ વર્ષ સામાન્ય (૯૬ %થી ૧૦૪%) તાજેતરનો, મુંબઈ નો વરસાદ ૧૨ કલાક માં ૨૦૦ મી.મી. ક્યાંક ભારેથી અતિભારે Flood લાવતો . “આવેલાં વરસાદે ઉંબર ની મર્યાદા તોડી” : દેશમાં મહદઅંશે વાદળો વરસતાં નથી પણ પાણી ઉડાડે છે . કૃષ્ણ લાલ શ્રીધરાણી એ લખ્યું હતું : “આ એકલતા શે’ય ના સહાય! વર્ષા રડે , રડું હું તોય ના રડાય !!” આવાં ‘ટીપાં ટીપું’ના , ‘ટીપાં ટીપી’ ના છાંટાભાર વરસાદના જોર ની શત્રુતા ને ધક્કો મારી ને એને એટલું જ કહેવું રહ્યું : “અલ્યા , વરસીને આવું તરસાવે?” “મને આવું ભીંજાવું ના ફાવે” : વર્ષા ગીત : ચૈતાલી જોગી :
આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ઓગસ્ટ ૨૫ , ૨૦૨૦ : : સપ્ટેમ્બર ૧, ૨૦૨૧ : શ્રાવણ વદ દશમી  : : પૂણે : : : :                                                                          *********************************************** શ્રાવણ નો મહેરામણ :  વેણીભાઈ પુરોહિત : :

આચમન ( ૧૯૭૫ ) : પૃષ્ઠ ૧ – ૨ : : : :

શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણ ની : વેણીભાઈ પુરોહિત : સ્વર : સંજય ઓઝા : : સ્વરાંકન : દિલીપ ધોળકિયા ( ઓરિજીનલ ) : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : કાવ્ય સંગીત : Phonographic Digital Release 5 / 1 / 2024 : આલ્બમ  : સમી સાંજ નો ઢોલ : સંજય ઓઝા યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૧ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/3zgJh1pfgp0?si=FFQvw7vDLTY-nsOw

શ્રાવણ નો મહેરામણ :  વેણીભાઈ પુરોહિત : : સ્વર : ઈસ્માઈલ વાલેરા : સ્વરાંકન અને સંગીત નિયોજન દિલીપ ધોળકિયા : વિડીયો સોંગ : ફિલ્મ કંકુ ( ૧૯૬૯ ) : ફિલ્માંકન : કિશોર જરીવાળા અને પલ્લવી મહેતા :  નૈષધ પંડ્યા યુ ટ્યુબ રિલીઝ ૨૬ / ૧૨ / ૨૦૧૨ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ. : : : :

https://youtu.be/LWyaF1UfbSs?si=p5Rm-zoRKxtGG9bm

શ્રાવણ નો મહેરામણ વેણીભાઈ પુરોહિત : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .

ધક્કો મારી ને એને એટલું જ કહું :
મને આવું ભીંજાવું ન ફાવે
ટીપે ટીપાં માં હોય લથબથ તું વ્હાલ
મને બોલાવે ઝટઝટ તું હાલ
શરમાતી જોઈ મને
ગભરાતી જોઇ મને
શરમાતી જોઇ ,
મને ગભરાતી જોઇ , કહે :
ભીંજાતા શીખવું હું હાલ
લુચ્ચો વરસાદ ,મને
ટાણે કટાણે
મન(પસંદ) ભીંજવવા ના બ્હાના (૧)
બ્હાનાં (૨)
બ્હાનાં‌ (૩)
બ્હાનાં (૪)
બ્હા‌નાં (૫)
બ્હાનાં (૬) બનાવે
ધક્કો મારી ને એને એટલું જ કહું : મને આવું ભીંજાવું નાં ફાવે
આંખો ની ટાઢક બહું દુર જઈ બેઠી છે: કેમ પાછી હું કેમ એને ‌લાવું?
પાણીએ પાણીથી બાંધ્યું છે વેર : તને વાત ‌હવે કેમે સમજાવું !?
પળભરમાં ધોધમાર !
પળ માં તું શાંત
વરસીને ! આવું !!
તરસાવે !!??!!
ધક્કો મારી ને એને એટલું જ કહું :
મને આવું ભીંજાવું નાં ફાવે
વાદલડી રોજ મારા આંગણિયે આવીને છાંટા ની રમઝટ બોલાવે ; ધક્કો મારી ને એને એટલું જ કહું :
ધક્કો મારી ને એને એટલું જ કહું :
મને આવું ભીંજાવું નાં ફાવે

શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :

https://youtu.be/rOXQOTnau4Q

વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

-રમણભાઈ પટેલ.                                   સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર          🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/JbGa1b0b2Ck વાદળી વરસીને ચાલી ગઈ : ( ૨ ) : : કવિ શ્રી રમણભાઈ ભાઈ પટેલ : આલ્બમ : હસ્તાક્ષર : ( વન્ડર વેવ્સ રિલીઝ  ૨૩/૭/૨૦૦૩ ) સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ : સ્વરાંકન: સંગીત : શ્યામલ સૌમિલ મુનશી : : : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : : : : : : : : (‌૩) વરસાદે વરસાદે ભીંજાતી હું : કવિ શ્રી મહેશ શાહ : સ્વર : ચંદ્રાણી મુખરજી : સ્વરાંકન : નવીન શાહ : : આલ્બમ : છાંવરિયો : T Series  Gujarati  You Tube Release 2 / 7 / 2019 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/Z9CFCJTv2Tg         🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️                                                  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ વરસાદે વરસાદે ભીંજાતી હું , પછી લજવાતી હું , શરમાતી મલકાતી મલકાતી હું (X૨) વરસાદે વરસાદે ભીંજાતી હું .                                       અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon :  : ઓગસ્ટ ૩૧ , ૨૦૨૧ : : શ્રાવણ વદ નોમ : : પૂણે : :

વરસાદ તારા નામ પર ! : : : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔                          વેણીભાઇ પુરોહિત
  આજ નથી જાવું બસ કોઇનાય કામ પર
અલ્યા
ધીંગા વરસાદ !
તારા નામ પર !
આજ આખી આલમથી અલગારી છુટ્ટી,
જિંદગીને લાધી ગઇ કંઇક જડીબુટ્ટી,

આજ નથી મહેરબાન થાવું આ ગામ પર.

ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે,
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,

આજ મને આવી છે ઊલટ આરામ પર.

ધુમ્મસિયું આભ અને અજવાળું પાંખું,
સૂરજને ગેબ ગેબ ગોખલામાં નાખું,
સપનું છે ચોખ્ખું પણ જોણું છે ઝાંખું.

આજે હું તરસ્યો છું તીરથ ધામ પર.

રાગ હો મલ્હાર અગર રાગ હોય મારુ,
કેફ હોય મૃગલું, માતંગ કે કાંગારું,
બંદરના વાવટાને કહો વારુ વારુ,

આજે હું આફરીન અંધા અંજામ પર.

આજ નથી જાવું
બસ કોઇનાય કામ પર.

ઓ ગોકુળ ના નિવાસી : (૧) : ભૂપેન્દ્ર વકીલ : શૌનક પંડ્યા : સુનીલ રેવર : : અહો ! મોરપિચ્છ મંજીરા વાગે છે; ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે : (૨) : પન્ના નાયક : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ધીરા ધીરા દૂર દૂર ..વાગે છે મંજીરા : (૩) મનોહર ત્રિવેદી : ડો. ભરત પટેલ : : મેં એક અચંબો દીઠો : (૪) સુંદરમ્ : અમર ભટ્ટ : :

રાધા કૃષ્ણ સ્નાનભિષેક
કહાની કનૈયા ની પ્યાસી વ્યાકુળ રાધાજી ગોકુળ વાટે પ્રેમળ જ્વાળે શ્રાવણ વર્ષા ની હેલી માં

ઓ ગોકુળના નિવાસી
https://m.soundcloud.com/sunil-revar/gokul-na-nivasi અહીં ક્લિક કરીને સાંભળીએ : : ઓ ગોકુળ ના નિવાસી : શૌનક પંડ્યા ના સ્વર માં ગોપી ગીત : : : :

ઓ ગોકુળના નિવાસી, આવો વ્યાકુળ પાસે
ઓ ગોકુળના નિવાસી કહાન કનૈયા આવો વ્યાકુળ પાસે
હું તો તુજની પ્યાસી, ઓ ગોકુળ નિવાસી

જમના ઘાટે, ગોકુળ વાટે,
અંતર કેરી પ્રેમલ જ્વાળે
ઢૂંઢી રહી છું વાટે ઘાટે
ઓ ગોકુળના નિવાસી

વૃંદાવનની કુંજ ગલીમાં
શ્રાવણ વર્ષાની હેલીમાં.
ઘૂમી રહી છું નિર્જન સ્થળમાં
ઓ ગોકુળના નિવાસી

આવી મુજની પ્યાસ છીપાવો
પ્રીતમ કહાના હાસ્ય રેલાવો
વર્ષારાતે ક્યાં તલસાવો?
ઓ ગોકુળના નિવાસી

હું તો તુંજની પ્યાસી

-ભૂપેન્દ્ર વકીલ

સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન : સુનિલ રેવર.      🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️   અહો! મોરપીંછ-મંજીરા વાગે છે


અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકાન : અમર ભટ્ટ.       🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️.   https://youtu.be/Z7SO-TtDIfE?si=MnnD1sw26FQlKr3v🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️    ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં..


ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા

મ્હેક મ્હેકના થળ થળ થાનક, ઊઘડ્યા સૂરના પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી, હલક ભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરા, ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ મથુરા !
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં

જાત ભૂલીને નીકળ્યા પોતે, કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે મીરાં ?

-મનોહર ત્રિવેદી

સ્વરઃ નિધિ ધોળકિયા
સ્વરાંકન : ડો. ભરત પટેલ.  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/dKUl4jcI4Ss?si=1u8h5EMvd9rEUCWK🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️   મેં એક અચંબો દીઠો

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી
હું બન્યો મુગ્ધ નરસૈયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જસોદા. – મેં એક..

મેં નદીનદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ.
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. – મેં એક..

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા.
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. – મેં એક..

-સુંદરમ્

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ.    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ :: https://youtu.be/FzDJ6o-rG3g?si=70Kjp93Sz34Tv2wv અહીં ક્લિક કરીને સાંભળીએ :: :: સ્વરકાર  / ગાયક શ્રી અમર ભટ્ટ નોંધ કરી કહ્યું છે કે, ” સ્વરાંકન માં બીજી પંક્તિ પહેલા સ્વરબદ્ધ થઈ. વૈશ્નવ જન ના ઢાળ નો સંદર્ભ લઈ ને  મુગ્ધતા થી તદ્રુપ  થયા  નો ભાવ  તાર સપ્તક ના શુદ્ધ ગંધાર ” ગ” પર સ્થાયી થયો. ને પછી  પ્રથમ પંક્તિ અને અંતરા નું સ્વર નિયોજન થયું. તલ્લીનતા નું , કવિ ના અચરજ ના ઐશ્વર્ય  નું ગીત માણો. ” — અમર ભટ્ટ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ h   મેં એક અચંબો‌ દીઠો :્
કવિ શ્રી સુન્દરમ્ : સ્વર સ્વરાંકન : અમર ભટ્ટ /આસ્વાદ વિ જયરાજ : : : ઘર ઘરમાં કૃષ્ણ કનૈયો જોવા મળે અને હ્રદય હ્રદય માં રાધા જોવા મળે ત્યારે કવિ ને આશ્ર્ચર્ય થાય છે , જેનું આલેખન કર્યું કે અણ છૂપા પાત્રો અને નાયિકા : ઉદ્ધવ , નંદ જશોદા  અને રાધા તથા વન વૃક્ષ માંના વૃંદાવન, છતા થતાં જાય ને ઈશ્વરપણું સમજાતું જાય ત્યાર પછી , અચરજ ના સ્થાને મુગ્ધ ભાવે , નરસૈંયાના સ્વામી કૃષ્ણ માટે આવશ્યક , તલ્લીનતા સાધી કૃષ્ણ પરાયણ થવા નું નિરૂપણ જાહેર કરી કવિ એ કહ્યું : ” હું બન્યો મુગ્ધ નરસૈંયો ” . વૃંદા એટલે તુલસી . રાધા ને પણ વૃંદા કહી છે . આથી જ તો તુલસીશ્યામ અને રાધાકૃષ્ણ ના બોલમાં , દૈવી તદ્રુપતા નું સંવેદન સમાયું છે . ગોકુળ વનરાવન તે વૃંદાવન , જ્યાં પર્ણ પર્ણ માં ગ્વાલા ગ્વાલિન :  નંદ જશોદા અને રાધા : કૃષ્ણમય – તદ્રુપ થયા જોવા મળે , જેને પગલે હ્યા ના મુગ્ધ તત્વ માં ધ્યાન મગ્ન થવું મળે . ઉદ્ધવ આમ તો શ્રીકૃષ્ણ ના કાકા પરંતુ ભક્ત , જેને શ્રી કૃષ્ણ એ આત્મ જ્ઞાન આપ્યું હતું . માનવ જન  ને ઉંઘ આવે . જનમાનસમાં ઠાકોર જી ના શયન ને ” પોઢ્યા ” કહે . અખિલ વ્યોમ એટલે સમગ્ર ગગન અને પય ને પાણી કહો તો સમુદ્ર અને દૂધ માનો તો દૂધગંગા કે આકાશ ગંગા : સર્વ સ્થળે શ્રી હરિ સર્વદા વ્યાપ્ત છે . સર્વ જીવ ને અને ઉદ્ધવ જી ને પ્રાપ્ત આત્મ જ્ઞાન મળ્યું છે કે મેળવી શકાય તેમ છે . રાધા ને મુગ્ધાક્ષિ (અભોર આંખ વાળી) પણ કહી‌ છે . આ બધું જાણવા જોવા કે પ્રાપ્તિ માટે  ” અંગ અંગ ” “હરિઓઢયા” થવા નું હોય . “હરિ પરાયણતા” પ્રાપ્ત થાય , જ્યારે કૃષ્ણ સમય ના – કૃષ્ણાકર્ષણ્ણિક  ગોકુળ ગ્રામ ના પાત્રોના મુગ્ધા – ભાવ , અભોર -નિર્દોષતા , અરે ! એમની અણસમજ સુધ્ધાં ! સાથે તદ્રુપ થયા હોવાની સફળતા મળી હોય . અચરજ કારી સમજણ ના સ્થાને , કવિ મન અણસમજુ મુગ્ધત્વની અવસ્થાઓમાં , મુગ્ધમનનોહર – પરમેશ્વર નું મોહિત કરનાર અતિ સુંદર સ્વરૂપ જોવા નું સદભાગ્ય પ્રાપ્ત કરે છે : આપણા શાસ્ત્રોમાં ૮ પ્રકાર ની ઈશ્વરીય મહા સિદ્ધિ જોવા નું કહ્યું છે : ૧) અણિમા ૨) મહિમા ૩) ગરિમા ૪) લઘિમા ૫) પ્રાપ્તિ ૬) પ્રાકામ્ય ૭) ઈશિત્વ ૮) વશિત્વ  ઉલ્લેખ કર્યો , વાત ફરી ક્યારેક :  “મેં એક અચંબો દીઠો” કવિ શ્રી સુંદરમ્ : આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ : પૂણે : ૧૪.૮.૨૦ 😦 નોંધ:૧૯૭૫ માં વાત વાતમાં  કવિ શ્રી સુંદરમે મને એમના સ્વહસ્તાક્ષર માં લખી આપેલું :”કેટલી વીસે સો થાય?”) : પ્રસ્તુતિ : ઓગસ્ટ ૩૦ , શ્રાવણ વદ આઠમ : ગોકુળ આઠમ : કૃષ્ણ જન્માષ્ટમી : : પૂણે : : અહીં પ્રસ્તુત અન્ય ત્રણ કાવ્યોના : ગીતના : :અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : :

ઓ ગોકુળ ના નિવાસી , આવો વ્યાકુળ પાસે
અંતર કેરી પ્રેમલ જ્વાળે , ઢૂંઢી રહી હું વાટે ઘાટે
જમના ધારે , ગોકુળ વાટે : વૃંદાવનની કુંજગલીમાં
શ્રાવણ ની વર્ષા ની હેલીમાં , ઘૂમી રહી છું નિર્જન સ્થળમાં
વર્ષા રાતે ક્યાં તલસાવો !?
પ્રીતમ ક્હાના હાસ્ય રેલાવો ! આવી મુજની પ્યાસ છિપાવો!!
અહો! મોરપીંછ
મંજીરાં વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે!
હું તો સપને સૂતી ! સપને જાગી!! ક્યાંક ગિરીધર ગોપાલ ધૂન લાગી!!!!
હું તો મુખડાની માયામાં મોહી પડી
Vermilion Shades : આંખ હસતાં હસતાં
વળી રોઈ પડી!!(પોપટે ન જોયું!!)
ધીરા ધીરા દૂર દૂર વાગે છે મંજીરા!!
મહેંક મહેંક ના થળ થાનક ! bottom view પારિજાત વૃક્ષ summer time No flowering but ready for with/ after monsoon
ઉઘડ્યાં સૂરના પારિજાતક !!!!!!!
કોઈ ખાલી !કોઈ અધૂરાં !! ક્યાં મેવાડ !? ક્યાં ગોકુલ મથુરા !? Meera’s Temple to krishna at Chittor Fort Rajasthan
(કૃષ્ણ ના) પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરા (મીરાં ના)
જાત ભૂલીને નીકળ્યા પોતે ! કોણ ? અહીંયા કોને ? ગોતે !!?
ક્યાંથી ઉઘડી અદીઠ પાછી હલક ભરેલી પીરાં !?
મેં એક અચંબો દીઠો .. દીઠો ઘર ઘર કૃષ્ણ કનૈયો
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો !!!! : : કવિ સુન્દરમ્ ની પદ ની પંક્તિઓ યાદ કરીએ , ” ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયા , રોજ રોજ કર મોરી થક ગઈ મતિયા.” : : રતિયા એ રમવાની ક્રિયા ; રમતા રમતા પ્રેમાસકત થયા.
હ્રદય હ્રદય મેં રાધા દીઠી !!!! હું બન્યો મુગ્ધ નરસૈંયો ! In a frame by Shantanu Nandan Dinda
શયન શયન હરિ પોઢ્યા
મેં વનવન વૃંદાવન દીઠાં
વૃંદાવન દીઠાં , મેં તરું તરું દીઠી વૃંદા : At muskaan Amaltas Colony ,Gwalior
તુલસી માતા : મૂર્તિ
મેં પર્ણ પર્ણ માં વૃંદા કેરા દીઠાં નંદ જશોદા
દીઠાં નંદ જશોદા !!
મેં નયન નયન માં ઉદ્ધવ દીઠાં: ઉદ્ધવ ને આત્મ જ્ઞાન નો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ
મેં અખિલ વ્યોમમાં પયસાગર દીઠો !!
મેં અંગ અંગ હરિ ઓઢ્યા !
Stone Carving in a Temple at Mumbai : મેં એક અચંબો દીઠો : સુંદરમ્



.


























































શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :

https://youtu.be/xoxfbKdjFmI

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.          — ચિનુ મોદી : ૧ ( B ) સ્વર : બંસરી યોગેન્દ્ર : સ્વરાંકન : સંગીત : હરીશ બક્ષી : : મોરપિચ્છ યુ ટ્યુબ રિલીઝ ૧૩ / ૯ / ૨૦૨૦ : : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : : : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ :: ૧ ( A ) સ્વર : પરાગી અમર : : સ્વરાંકન : ઈમુ દેસાઈ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : કોશિશ : સૂરસાગર યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૬ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/7IYrSCFzBy4?si=lyzKhNDKLb6SLRJO 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ઘરમાં રહું ને તોય : ભગવતીકુમાર શર્મા : : : :

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ તોરલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરો ગુલમહોર નીત વાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ નહિ
ઘરમાં આવીને ગીત છેડજે!

કેવડો તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

— ભગવતીકુમાર શર્મા

(૨) અ : સ્વરઃ વિભા દેસાઈ : : સ્વરાંકન : રાસબિહારી દેસાઈ : : સંગીત નિયોજન / પ્રસ્તુતિ : જલસો ગુજરાતી મ્યુઝિક એપ : યુ ટ્યુબ રિલીઝ  ૩ / ૩ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/Hzf9vk7cGr8?si=AXOfYt_nl7xg2Okq
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ( ૨ ) બ :   સ્વર : નૂપુર મોદી સ્વરાંકન જયદેવ ભોજક સંગીત નિયોજન ડો. પ્રભાત દેવ ભોજક 🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?p=19224 🌧️🌧️🌧️🌧️🌧️ ( ૨ ) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો :  ભગવતીકુમાર શર્મા : : સ્વર : ગાયક વૃંદ : : ઢાળ : ટ્રેડિશનલ ગુજરાતી ગરબો : : આલ્બમ  : રંગીલા  રાસ ગરબા : સૂર મંદિર યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૬ / ૨૦૧૮  : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/_OM5cVOO5ko?si=3ZLi0PBJqrpPbzQQ  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ (૨) ડ : સ્વર : વૈશાખી દેસાઈ દવે : આલ્બમ : સ્વર વંદના : Times Music Release 5 / 8 / 2015 : યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૧૦ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/bb29Pfxn2L4?si=N21uiloR9Y5r_tH8    🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️  🌧️https://drive.google.com/file/d/1lYZ_9PDaF4lW49Iae77AewMbg5Mv6HIa/view?usp=drivesdk
કોણ આજે રહે બંધ બારણે?



કોણ આજે  રહે  બંધ બારણે?
આવ, આવ જો જગત-પ્રાંગણેઃ

સાગર  હિલ્લોલે  વનવન  ડોલે,
વીજ  ચડી  છે  વિરાટ  ઝૂલે;
દુરે,  સીમે,  નવ નવ  મોલે
ધરતીનું     દિલ     ખોલે.

વાદળ  નાદે   ઝરણાં   જાગે,
મત્ત બની  ઘર  સરિતા ત્યાગે;
જલધારાના   સહુ     ઝંકારે
સંજીવન     સૂર     વાગે.

આભ ખુ(રે)શી જો વિધ વિધ રંગે,
ધરા  ખુશી  નવ-ધાન-સુગંધે;
ધરતી  નભના  આ  ઉત્સવમાં
આવ,  આવ,  સહુ   સંગે.

-પ્રહ્લાદ પારેખ


ભાઈલાલભાઈ શાહના સ્વર અને સ્વરાંકનમાં આ કવિતા
કોણ આજે રહે બંધ બારણે?  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : સૌજન્ય /old recording  : : : :  Gujarati.world પર થી  : : : : https://share.google/5kobUhO8khYWJNMLf

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૯ , ૨૦૨૧ : શ્રાવણ વદ સાતમ : : પૂણે : : : : : : :

Design a site like this with WordPress.com
Get started