— મહેશ શાહ . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ વરસાદે વરસાદે ભીંજાતી હું , પછી લજવાતી હું , શરમાતી મલકાતી મલકાતી હું : મહેશ શાહ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૩૧ , ૨૦૨૧ : : શ્રાવણ વદ નોમ : : પૂણે : :
વરસાદ તારા નામ પર ! : : : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ વેણીભાઇ પુરોહિત આજ નથી જાવું બસ કોઇનાય કામ પર અલ્યા ધીંગા વરસાદ ! તારા નામ પર ! આજ આખી આલમથી અલગારી છુટ્ટી, જિંદગીને લાધી ગઇ કંઇક જડીબુટ્ટી,
આજ નથી મહેરબાન થાવું આ ગામ પર.
ચોમાસું આવે ને યાદ આવો તમે, દિલને ગુલાબી આ ગમગીની ગમે, જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,
આજ મને આવી છે ઊલટ આરામ પર.
ધુમ્મસિયું આભ અને અજવાળું પાંખું, સૂરજને ગેબ ગેબ ગોખલામાં નાખું, સપનું છે ચોખ્ખું પણ જોણું છે ઝાંખું.
આજે હું તરસ્યો છું તીરથ ધામ પર.
રાગ હો મલ્હાર અગર રાગ હોય મારુ, કેફ હોય મૃગલું, માતંગ કે કાંગારું, બંદરના વાવટાને કહો વારુ વારુ,
સ્વરઃ નિધિ ધોળકિયા સ્વરાંકન : ડો. ભરત પટેલ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/dKUl4jcI4Ss?si=1u8h5EMvd9rEUCWK🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ મેં એક અચંબો દીઠો
મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યો મુગ્ધ નરસૈયો
મેં વન વન વૃંદાવન દીઠાં, મેં તરુ તરુ દીઠી વૃંદા, મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં દીઠાં નંદ જસોદા. – મેં એક..
મેં નદીનદીમાં દીઠી યમુના, મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ. મેં પળપળ દીઠી કાલિ દહંતી કાલી મહાકરાળી. – મેં એક..
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા, શયન શયન હરિ પોઢ્યા. મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો, મેં અંગ અંગ હરિ ઓઢ્યા. – મેં એક..
-સુંદરમ્
સ્વર : અમર ભટ્ટ સ્વરાંકન : અમર ભટ્ટ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ :: https://youtu.be/FzDJ6o-rG3g?si=70Kjp93Sz34Tv2wv અહીં ક્લિક કરીને સાંભળીએ :: ::સ્વરકાર / ગાયક શ્રી અમર ભટ્ટ નોંધ કરી કહ્યું છે કે, ” સ્વરાંકન માં બીજી પંક્તિ પહેલા સ્વરબદ્ધ થઈ. વૈશ્નવ જન ના ઢાળ નો સંદર્ભ લઈ ને મુગ્ધતા થી તદ્રુપ થયા નો ભાવ તાર સપ્તક ના શુદ્ધ ગંધાર ” ગ” પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ અને અંતરા નું સ્વર નિયોજન થયું. તલ્લીનતા નું , કવિ ના અચરજ ના ઐશ્વર્ય નું ગીત માણો. ” — અમર ભટ્ટ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ h મેં એક અચંબો દીઠો :્ કવિ શ્રી સુન્દરમ્ : સ્વર સ્વરાંકન : અમર ભટ્ટ /આસ્વાદ વિ જયરાજ : : : ઘર ઘરમાં કૃષ્ણ કનૈયો જોવા મળે અને હ્રદય હ્રદય માં રાધા જોવા મળે ત્યારે કવિ ને આશ્ર્ચર્ય થાય છે , જેનું આલેખન કર્યું કે અણ છૂપા પાત્રો અને નાયિકા : ઉદ્ધવ , નંદ જશોદા અને રાધા તથા વન વૃક્ષ માંના વૃંદાવન, છતા થતાં જાય ને ઈશ્વરપણું સમજાતું જાય ત્યાર પછી , અચરજ ના સ્થાને મુગ્ધ ભાવે , નરસૈંયાના સ્વામી કૃષ્ણ માટે આવશ્યક , તલ્લીનતા સાધી કૃષ્ણ પરાયણ થવા નું નિરૂપણ જાહેર કરી કવિ એ કહ્યું : ” હું બન્યો મુગ્ધ નરસૈંયો ” . વૃંદા એટલે તુલસી . રાધા ને પણ વૃંદા કહી છે . આથી જ તો તુલસીશ્યામ અને રાધાકૃષ્ણ ના બોલમાં , દૈવી તદ્રુપતા નું સંવેદન સમાયું છે . ગોકુળ વનરાવન તે વૃંદાવન , જ્યાં પર્ણ પર્ણ માં ગ્વાલા ગ્વાલિન : નંદ જશોદા અને રાધા : કૃષ્ણમય – તદ્રુપ થયા જોવા મળે , જેને પગલે હ્યા ના મુગ્ધ તત્વ માં ધ્યાન મગ્ન થવું મળે . ઉદ્ધવ આમ તો શ્રીકૃષ્ણ ના કાકા પરંતુ ભક્ત , જેને શ્રી કૃષ્ણ એ આત્મ જ્ઞાન આપ્યું હતું . માનવ જન ને ઉંઘ આવે . જનમાનસમાં ઠાકોર જી ના શયન ને ” પોઢ્યા ” કહે . અખિલ વ્યોમ એટલે સમગ્ર ગગન અને પય ને પાણી કહો તો સમુદ્ર અને દૂધ માનો તો દૂધગંગા કે આકાશ ગંગા : સર્વ સ્થળે શ્રી હરિ સર્વદા વ્યાપ્ત છે . સર્વ જીવ ને અને ઉદ્ધવ જી ને પ્રાપ્ત આત્મ જ્ઞાન મળ્યું છે કે મેળવી શકાય તેમ છે . રાધા ને મુગ્ધાક્ષિ (અભોર આંખ વાળી) પણ કહી છે . આ બધું જાણવા જોવા કે પ્રાપ્તિ માટે ” અંગ અંગ ” “હરિઓઢયા” થવા નું હોય . “હરિ પરાયણતા” પ્રાપ્ત થાય , જ્યારે કૃષ્ણ સમય ના – કૃષ્ણાકર્ષણ્ણિક ગોકુળ ગ્રામ ના પાત્રોના મુગ્ધા – ભાવ , અભોર -નિર્દોષતા , અરે ! એમની અણસમજ સુધ્ધાં ! સાથે તદ્રુપ થયા હોવાની સફળતા મળી હોય . અચરજ કારી સમજણ ના સ્થાને , કવિ મન અણસમજુ મુગ્ધત્વની અવસ્થાઓમાં , મુગ્ધમનનોહર – પરમેશ્વર નું મોહિત કરનાર અતિ સુંદર સ્વરૂપ જોવા નું સદભાગ્ય પ્રાપ્ત કરે છે : આપણા શાસ્ત્રોમાં ૮ પ્રકાર ની ઈશ્વરીય મહા સિદ્ધિ જોવા નું કહ્યું છે : ૧) અણિમા ૨) મહિમા ૩) ગરિમા ૪) લઘિમા ૫) પ્રાપ્તિ ૬) પ્રાકામ્ય ૭) ઈશિત્વ ૮) વશિત્વ ઉલ્લેખ કર્યો , વાત ફરી ક્યારેક : “મેં એક અચંબો દીઠો” કવિ શ્રી સુંદરમ્ : આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ : પૂણે : ૧૪.૮.૨૦ 😦 નોંધ:૧૯૭૫ માં વાત વાતમાં કવિ શ્રી સુંદરમે મને એમના સ્વહસ્તાક્ષર માં લખી આપેલું :”કેટલી વીસે સો થાય?”) : પ્રસ્તુતિ : ઓગસ્ટ ૩૦ , શ્રાવણ વદ આઠમ : ગોકુળ આઠમ : કૃષ્ણ જન્માષ્ટમી : : પૂણે : : અહીં પ્રસ્તુત અન્ય ત્રણ કાવ્યોના : ગીતના : :અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : :
ઓ ગોકુળ ના નિવાસી , આવો વ્યાકુળ પાસેઅંતર કેરી પ્રેમલ જ્વાળે , ઢૂંઢી રહી હું વાટે ઘાટેજમના ધારે , ગોકુળ વાટે : વૃંદાવનની કુંજગલીમાંશ્રાવણ ની વર્ષા ની હેલીમાં , ઘૂમી રહી છું નિર્જન સ્થળમાંવર્ષા રાતે ક્યાં તલસાવો !?પ્રીતમ ક્હાના હાસ્ય રેલાવો ! આવી મુજની પ્યાસ છિપાવો!!અહો! મોરપીંછમંજીરાં વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે!હું તો સપને સૂતી ! સપને જાગી!! ક્યાંક ગિરીધર ગોપાલ ધૂન લાગી!!!!હું તો મુખડાની માયામાં મોહી પડીVermilion Shades : આંખ હસતાં હસતાંવળી રોઈ પડી!!(પોપટે ન જોયું!!)ધીરા ધીરા દૂર દૂર વાગે છે મંજીરા!!મહેંક મહેંક ના થળ થાનક ! bottom view પારિજાત વૃક્ષ summer time No flowering but ready for with/ after monsoonઉઘડ્યાં સૂરના પારિજાતક !!!!!!!કોઈ ખાલી !કોઈ અધૂરાં !! ક્યાં મેવાડ !? ક્યાં ગોકુલ મથુરા !? Meera’s Temple to krishna at Chittor Fort Rajasthan(કૃષ્ણ ના) પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરા (મીરાં ના)જાત ભૂલીને નીકળ્યા પોતે ! કોણ ? અહીંયા કોને ? ગોતે !!?ક્યાંથી ઉઘડી અદીઠ પાછી હલક ભરેલી પીરાં !?મેં એક અચંબો દીઠો .. દીઠો ઘર ઘર કૃષ્ણ કનૈયોદીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો !!!! : : કવિ સુન્દરમ્ ની પદ ની પંક્તિઓ યાદ કરીએ , ” ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયા , રોજ રોજ કર મોરી થક ગઈ મતિયા.” : : રતિયા એ રમવાની ક્રિયા ; રમતા રમતા પ્રેમાસકત થયા. હ્રદય હ્રદય મેં રાધા દીઠી !!!! હું બન્યો મુગ્ધ નરસૈંયો ! In a frame by Shantanu Nandan Dindaશયન શયન હરિ પોઢ્યામેં વનવન વૃંદાવન દીઠાંવૃંદાવન દીઠાં , મેં તરું તરું દીઠી વૃંદા : At muskaan Amaltas Colony ,Gwaliorતુલસી માતા : મૂર્તિમેં પર્ણ પર્ણ માં વૃંદા કેરા દીઠાં નંદ જશોદાદીઠાં નંદ જશોદા !!મેં નયન નયન માં ઉદ્ધવ દીઠાં: ઉદ્ધવ ને આત્મ જ્ઞાન નો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણમેં અખિલ વ્યોમમાં પયસાગર દીઠો !!મેં અંગ અંગ હરિ ઓઢ્યા !Stone Carving in a Temple at Mumbai : મેં એક અચંબો દીઠો : સુંદરમ્
ભાઈલાલભાઈ શાહના સ્વર અને સ્વરાંકનમાં આ કવિતા કોણ આજે રહે બંધ બારણે? 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : સૌજન્ય /old recording : : : : Gujarati.world પર થી : : : : https://share.google/5kobUhO8khYWJNMLf
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૯ , ૨૦૨૧ : શ્રાવણ વદ સાતમ : : પૂણે : : : : : : :
“વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ“ “ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા” : ‘Rainbow After the Rain ‘ An Acrylic Painting by Victor Yeshkevich ; Source You Tube Video of Painting step by step Demonstration : Click to watch link Here : https://youtu.be/IGJ2I-3rZZ8?si=meAttl_Vvn6qUEtW“પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા”
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ. 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ : : https://youtu.be/6-flQyzBbJQ?si=v3BUVWuMJB_eRt6X 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👁️ ( red ribbon Release 30/1/2018 ) painting 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૮ , ૨૦૨૧ : : શ્રાવણ વદ છઠ : રાંધણ છઠ્ઠ : : પૂણે : : : : : : :
“ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ” “લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા” “આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા” A Man With The Mechanical Hand Seeing A City in the Rain before Him હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા
( ૨ ) હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : : સ્વર : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : હરીશ ઉમરાવ : સંગીત સહાયક : પ્રેમ સાગર ઉમરાવ : આલ્બમ : વરસું તો હું ભાદરવો : : T Series Super Cassette Inds. Release 14 / 11 / 2005 : યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૮ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/oxPCzoFiofA?si=tsytbDq9VhuL408M હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . ( ૩ ) આવી શકે તો આવ : ભગવતીકુમાર શર્મા : :
આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે; છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.
કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે; એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.
માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે; સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.
થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે; ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.
નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક; સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.
કેવળ ગહેકે મોર તો જલસો. નથી થતો; મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.
છે કલ્પનાની. વાત કે વરસાદ ભીંજવે; તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.
આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં, પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં, તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
સ્વર : આરતી મુનશી અને સૌમિલ મુનશી : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા : : યુ ટ્યુબ રિલીઝ: ૧૨ / ૯ / ૨૦૨૧ : : અહીં ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/ysKr37qW7cg?si=MiCuZNccsPQo6Fwd વરસે ઝડી વર્ષાની વા’લમા : નીંદ ન આવે : ભાસ્કર વોરા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૭ , ૨૦૨૧ : : શ્રાવણ વદ પાંચમ : : નાગ પંચમી : : પૂણે : : : :
સાહ્યબો અથવા સાયબો અથવા સાહેબો એટલે , વર , પત્ની નો પતિ – ધણી , સ્વામી , ખાવિન્દ : : સોબતી , સાથે ફરનાર , સંગી -સાથી કે સોબત રાખનાર ( companion ) પણ સાહેબો કહેવાય : સજની નો સાજન , સાહપણાર્થે , ફેક્ટરી : ઓફિસ માં મોટા : ઉપરી અધિકારી જે ત્યાં સાહેબ ના માન સાથે ઓળખાય એને સ્વગૃહે ઘરનાં કુટુંબીઓ : ખાસ કરીને પત્ની પણ સાહેબ તરીકે ઉદબોધન કરે એવી ફેશન આપણાં ઘરોમાં પ્રચલિત છે ; ત્યારે જ તો ‘પત્ની -સાહેબા’ બની જાય. : પરંતુ , સૌથી સુંદર આલેખનીય અસર ત્યારે રહે જ્યાં , પ્રાર્થના , પાવિત્ર્ય , શરણાગતિ સાથે આદરણીય પ્રભુ , ઈશ્વર , પરમેશ્વર , ખુદા ને સાહ્યબા ના દૈવીય બિરૂદ તરીકે જોડી ને ગદગદિત હોવ . . સાથે રહેનાર/ ચાલનાર મિત્ર કે સખી સૈયર સહેલી : બહેન, બહેનપણી , ના : સાહચર્ય સહવાસ ની સંકલના , સંગ-સંગતિ , ગાઢ સંબંધ – સંસ્કાર કે કાર્યસ્થાન – આશ્રય , અથવા વર્તન-વિચાર : અન્વયે આ સન્માનની વ્યાપ્તિ -કરણી હોય જે સાબિત કરવાની ના હોય . : સમાનાધિકરણ્ય : અહીં એકના વિના બીજો કે બીજી હોય નહીં : ( જેને ) અવિનાભાવિત્વ ની ધાર્મિક / આધ્યાત્મિક દાર્શનિકતા થી પણ સમજાવાય . : ટૂંકમાં , સાયબા સંગ ના વ્યવહાર થી પ્રભાવિત બની શકતી સંસ્કારાત્મક પ્રતિપાદન ( impressional treatment ) ની અસરદાર માનવાચકતા અનુભવાય છે. ::::
ગુલાબનો છોડ પરંપરાગત પણે સુંદરતા, પ્રેમ, સૌમ્યતા, સુગંધ, ભાવાત્મક સંવેદનશીલતા, અને પુરા છોડના કાંટાને કારણે પીડા નું પ્રતિનિધિત્વ કરે છે: “સાહ્યબો મારો ગુલાબનો છોડ” પ્રેમગીત ના મુખડાની પંક્તિઓ પરથી ખ્યાલ આવે કે પ્રિય પ્રતિમ : સાથી ફક્ત બાહ્ય રીતે સુંદર નથી, પરંતુ એ સમુપસ્થિત છે જે મ્હોરે છે, ખીલે છે, એનાં સુગંધીત ગુલાબ ના ફૂલ આસપાસના વાતાવરણને ઊંડે સુધી અસર કરે છે. ગુલાબના છોડને કાળજી, સૂર્યપ્રકાશ, ધીરજ અને પાલનપોષણ ની જરૂર હોય છે – એક અર્થપૂર્ણ સંબંધની જેમ . ગુલાબનું સુંદર મોહક ફૂલ થોડા સમય માટે ખીલે , પરંતુ ગુલાબનો છોડ વારંવાર મ્હોરતો રહીને ખીલતો રહે . એમ પતિ – પ્રતિમ સાહેબ ના સુંદર સાથ સંભાળ થી પ્રોત્સાહિત જીવનસંધાન , પત્ની પ્રિયાના જીવનને અર્થપૂર્ણતા બક્ષે . પરંતુ , ધ્યાન રહે કે સંબંધ માં કમકૌવતી એબ નજરઅંદાજ કરી શકાય નહીં જે કાંટેદાર પ્રચ્છન્ન પીડા પણ હોય શકે. પત્ની સાહેબા ના “સાહ્યબા” સાહેબ ની “ગુલાબ નો છોડ” હોવાની આ વાસ્તવદર્શી પિછાણ છે ; યાદ રહે .: સાહેબ સાહેબા નો સંગ એમનાં અસ્તિત્વ ને સુગંધિત કરતી જીવંતતા સાથે સદાને સારું , ચાલ્યો ચાલતો રહેશે. : : : :
“હે પ્રભુ, જે મારી બાજુમાં ચાલે છે તે ગુલાબના છોડ જેટલો સુંદર, સૌમ્ય , ખરેખરો મર્મજ્ઞ , સુબોધક , ઊર્મીલ, તલસ્પર્શ સંસર્ગ છે .” : : : : “O Lord, the one who walks beside me is as beautiful, delicate , and emotionally profound as a rose plant.” : : : :
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – “તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,” : : પ્રથમચાર અંતરા ની પંક્તિઓ : :
“સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.” : પન્ના નાયક ના પ્રેમ ગીત ની પ્રથમ ચાર અંતરાની પંક્તિઓ , પતિ – પ્રતિમ : સાહેબ અને પત્નીસાહેબા : નાં પ્રેમાળ હેતાળ , સચ્ચાઈભર્યાં નિખાલસ , અનુકૂલનશીલ અને શુદ્ધ જાગરૂક પ્રસન્નચિત્ત : ‘આપ્તભાવ’ ના સંબંધાન્વેષણ નું ચિત્રણ કરે છે . ગાયક સ્પીકર , પત્ની સાહેબા વિવિધ સ્થિતિ પરિસ્થિતિમાં , સાહ્યબા ને પ્રતિભાવ આપવાની ‘આત્મીક નેમ’ ને સ્પષ્ટ શબ્દ સૂર માં ગાઈ સંભળાવે છે. સાચો પ્રેમભાવ પરિસ્થિતિજન્ય પૂર્વ-નિર્ધારિત જડ વલણ ને કંઈ વળગી રહે નહીં . બંનેની સ્થિતિ અનુસાર બદલાતાં નવીન સ્વરૂપે , તર્ક સંગત ભાવવિભોરતા ના ‘ધ્યાન લક્ષ કલ્પના’ સહીત પ્રત્યક્ષીકરણ થાય અને રમતિયાળ સ્મિતયુક્તિ પ્રયોજાય , તેમાં પણ હર્ષોત્કર્ષ જન્મે. : : : :
“તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.” : : પ્રથમ અંતરાના પંક્તિબંધ મિનિટો સુધીના અવલોકનાત્મક ચોકસાઈ ના લક્ષ્યો ની : ટેવ આવડત , ફીકર પરવા , સંભાળ દેખરેખ , જતન માવજત : સહીત , નેત્ર – ઉપનેત્ર ની ઝલકી અનુભવાય છે. સાહેબ ને કામ બહું ; કલાકો સુધી પીવાનાં પાણી માંગવાનું ય યાદ ન આવે. સાહેબ કલાકોથી તરસ્યા કાર્યરત્ છે જે બધું જ્યાંથી દેખી શકાય એવી જોવાની ક્રિયા તે અવલોકન . પત્ની સાહેબા ને પાણી ભરી લાવવાં ના : સાહ્યબા ને “પાણી પાવા ના ઘણા કોડ છે”, માથે લીધાં . તેણી શરીરની તરસ ( quenching thirst ) જ નહીં, પરંતુ ઝંખનાભાવ ( longing ) , સાર સંભાળ , કાળજી અને અનુકંપા ને દોરતી , અપૂર્ણતા ( incompleteness ) ને છીપાવવા માંગે છે. પ્રેમ અહીં ‘સંભાળણું પ્રવૃત્ત’ છે . : સંસ્કૃત માં પાણી નો અર્થ નિર્દેશ જીવન થાય . નવજીવન માં એમ વિધાન છે કે ” ( ૧ ) તપસ્યા એ જીવનમાં સૌથી મોટી કળા છે . ( ૨ ) જેણે ઉત્તમ જીવન જીવી જાણ્યું તે જ ખરો કલાકાર.”: ઉત્તમ જીવન ના પૃષ્ઠતલ વિના કલા શી રીતે ચીતરી શકાય ? : : : :
“તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે” : : દ્વિતીય અંતરા નો પંક્તિબંધ અંદરની બાજુ બહાર લાવીને ઉત્ક્રમ ગતિ સાધે છે. સાહ્યબો “ઝાઝું” : ‘પુષ્કળ’ “વરસે” તો પત્ની સાહેબા ને “નાહ્યાધોયા ના ઘણા કોડ છે.” : સ્નેહાનંદ અથવા લાગણીઓ છલકાય છે, ત્યારે પત્ની સાહેબા અંગત નિકટતા અનુભવે છે અને તેમાં ઝબોળાઈ ને તલ્લીનતા થી સંપૂર્ણપણે ગરકાવ થવા ચાહે છે. ન્હાવા ની છબી સાહ્યબા ની સમુપસ્થિતિ માં સમર્પણ , શુદ્ધિકરણ , સોંપણી ની ખુશી અને નવીકરણ સૂચવે છે. : : : :
“તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,” : : તૃતીય અંતરા નો પંક્તિબંધ અંગત નિકટતા , આત્મીયત્વ , અને સંપર્કબોધ તરફ આગળ વધે છે અને પત્ની સાહેબા ની ઊંડી ધ્યાનલક્ષિતાને પ્રતિબિંબિત કરે છે . નિકટતા અણધારી કે અવિધિસર રીતે આવે નહીં. પત્ની સાહેબા સચેત અને સભાન છે . સાહ્યબા એ “પાસે આવી”ને ધીરેથી કાનમાં કહેલી વાત ને : “ઝીણું સાંભળવા ના કોડ છે” ; સાચવીને ઊંડાં ઉતરીને , મન મગજ પરોવી ( applying mind ) , સમજી વિચારી , વિગતો તારવીને ( deep careful listening and detailing minutely and clearly ) : સાહ્યબા ના ચિત્ત મન ઉર નાં : ભાવાર્થ , અણકહી લાગણી : ધીમી સળવળ ના ગભિતાર્થ : નાજુક છટા , સૂક્ષ્મ ભેદરેખા : ને સમજવા માટે પત્ની સાહેબા ઉત્સુક છે. પ્રેમ ‘સૂઝબૂઝ સમજ ગ્રાહ્યાગ્રાહ્ય દ્ષ્ટિ’ ને ધારદાર બનાવે છે. : : : :
” તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,” : : ચતુર્થ અંતરા નો પંક્તિબંધ સાહેબ નું થોડા સમય માટે દૂર રહેવાનું થાય તો ( કુતૂહલ રાખનારી સ્ત્રી ) : ‘કુતૂહલિની’ ની અને , કૌતુક ને જોવાં જાણવાની , ઉત્કંઠા રાખનારી પત્ની સાહેબા ની , નવાઈ પમાડતી ક્રોસવર્ડ પઝલ ઉકેલવા માટેની ઉત્સુકતા નું રસપ્રદ ચિત્રણ થયું છે . જ્યારે થોડા સમય માટે અલગ રહેવાનું બને, ત્યારે સ્પીકર ગાયક પત્ની સાહેબા, સાહ્યબા સાથે સંકળાયેલા સંકેત , યાદ , મૌન અને છુપાયેલા અર્થો નું અર્થઘટન કરવાનો પ્રયાસ કરે છે. પત્ની સાહેબા ના “અખ્ખર ઉકેલવાના કોડ” માત્રથી સાહ્યબા નું આઘે : છેટે : મોટા ‘અંતરેસ્થળેસમયે’ રહેવાથી , પ્રાણરૂપ : ભાવનાત્મક અંતર , અનુપસ્થિતિ અંતર્ગત કલ્પના અને પ્રતિબિંબ ઉત્તેજિત કરી શકે શું !? : ( his absence stimulates imagination and reflection and his beloved becomes intellectual ) : પત્ની સાહેબા , ‘દૂરઅંદેશસ્વાર્થ’ : દીર્ઘદ્રષ્ટિપૂર્વક ગ્રહણ કરેલ સ્વાર્થ સાધીને આ ભાવનાત્મક કોયડા ( emotional enigma ) નું નિરાકરણ લાવવા ચાહે ; માટે કહ્યું છે,”તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે” : : : :
સારાંશ રૂપે સમજીએ તો : રોજિંદા જરુરી આવશ્યક કાર્યો, અને તાકીદના ક્યારેક આવી પડેલાં વિશિષ્ટ કાર્યો , સંપન્ન કરવા માટે જરૂરી , પાસે ઊભા રહીને આધાર આપવા જોગ : ટેકારૂપ સહાય કરવામાં , ઉદ્યતાતુર તત્પરાયણતા દાખવવાની ( supportive services when beloved is needy ) , બીજી પંક્તિના મદદનીશ ની : ‘દુય્યમ’ ભૂમિકા અદા કરીએ તેમાં પણ લાગણીભર્યા ગતિમાન પ્રેમ ની પ્રેરકતા સચવાયેલી રહે. : યાદ રહે , પુરુષોત્તમ નું એક નામ ‘આવશ્યકકર્મમાર્ગપ્રદર્શક’ છે . : : ઊભરાતાં વ્હાલ , સદભાવ , પ્રેમાવેશ છલકાયાં હોય ત્યારે ખુશખુશાલ સંગી-સાથી બનીને સામેલ થાવ એમાં પણ પ્રેમ સમાવિષ્ટ હોય . : સાહ્યબા ના સાનિધ્ય માં શ્રવણ અભિવૃદ્ધિ ( attentive listening in closeness ) અને સમીપે રહેતા કરતાં , થોડા સમય માટેના અલગાવ ની અર્થ નિર્દેશિત સમજૂતિ ( thoughtful interpretation of separation ) સધાય . : આ બધાં પ્રેમના સુશોભિત પ્રતીકરૂપ આવિર્ભાવ છે . : સંવેદનશીલ ભાવસુંદરતા , સાથી – સંગે : ગાઢ હાર્દિકતા થી એકબીજા માં ગૂંથાઈ જવાની તૈયારીમાં રહેલી છે . : એકબીજા ની સરભરામાં રહો : રોકાયેલા રહો : વાગ્દત્ત રહો : વચનબદ્ધ રહો . : : : :
“દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે, સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે. સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે, સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.” : પન્ના નાયક : : ૫ ,૬ ,અને ૭ માં અંતરા ની પંક્તિઓ : : : :
સૂચવે છે કે સાહેબ ની સાહેબા ની કોઈ રીતે અનોખી ન લાગતી સાધારણ જિંદગી ની રોજબરોજ ની કાર્યરત્ તા ( mundane routines ) હેઠળ , શાંત પ્રેમાળ આત્મીયતા નું ઝરણ : મનથી પૃથક્ ઈન્દ્રીયાતીત ભાવવિશ્વ ( sensual world ) રચે , છાનું રેશમી અલૌકિક આકર્ષણ ( soft secret hidden attraction ) સર્જે અને અંતર્હિત ઉષ્માનો આવિષ્કાર કરે જ્યારે દિવસની દિનચર્યાઓ રાત્રીના આરામદાયક અભયારણ્ય ( comforting sanctuary ) માં પરિવર્તિત થાય છે . : : : :
“દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે, સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.”: : પાંચમા અંતરા ની પંક્તિઓ : : : :
“દિવસના કામમાં ખોવાઇ જાઉં:” વાક્યાંશ , એના પંક્તિબંધ જોડે : દિવસનો બોજ Vs રાતની સ્વતંત્રતા : Burden of Day Vs Freedom of Night ની કડવી મીઠી ( bittersweet ) હકીકત ખંખાળે છે . : : પત્ની સાહેબા ની “દિવસના” રોજિંદા ઘરકામ ના બોજા હેઠળ “ખોવાઈ જવા”ની અનિવાર્યતા ( imminently lost on account of being distracted and drained with routine daily chores ) અને સરેરાશ સાધારણ જીવન વ્યવસ્થા ( ordinary life ) દર્શાવે છે. : આજુબાજુ ની દુનિયા માં વસતાં કહેવાતાં હિતૈષીઓએ જનમાનસમાં પ્રચલિત કર્યાં , પતિ-પત્ની ને સોંપાયેલાં અવિરત કરવાનાં : ઉપાડી લેવાનાં કામો અને આ ઘરેલું જવાબદારી નાં નમૂનેદાર માનક : અતિ ભારે , કષ્ટકર , પીડાકારી ( burdensome ) હોય , આંખો દિવસ ઓછો પડે એટલી પાર વિનાની એ બધાં કામોની જવાબદારીઓ , ફરીફરીને અનેકવાર બજાવતાં અને વારંવાર નિભાવતાં , પત્ની સાહેબા તનથી કમજોર થઈ જાય , જીરવાય નહીં એવું શ્રમિત શરીર જાણે કે ખલાસ થઈ જાય , એટલી થકાવટ એને તનથી : ઢીલુંઢફરું ( અતિશય ઢીલું ) અરે ! ઢીલું ઢબ ( તદ્દન ઢીલું ) કરી દેય ; અને મન થી : ઢીલુંવીલું ( સુસ્ત શિથિલ અને ગર્વભંગ ઉદાસીન ) : દિવસનો વ્યવહાર મિકેનીકલ : મૌલિકતા વિનાનો અને ઉપર-ઉપર નો બાહ્ય મુખી હોય . પરંતુ , કહ્યું છે , ” રાતનો તો જુદો મરોડ છે,” જે સર્વાંગી પરિવર્તન ( transformation ) નો વળાંક લાવે છે ; જ્યારે લોપ થતાં કર્તવ્યો ની જગ્યાએ વાંછિત અભિલાષા ની શાન પ્રવર્તે . : સૌમ્ય લાગણીઓ ની , તીવ્ર ઝંખના ની , અંગત નિકટતાની અને વ્યક્તિગત લાલચુ વશ ચાહનાની , આત્મીયત્વ ની , સાચમાચ ની બીના ની : “રાત નો મરોડ” અજોડ અદ્વિતીય અનોખો અને ચમત્કારિક હોય છે . : : : :
“તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે. સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.” : : છઠ્ઠા અંતરા ની પંક્તિઓ : : : :
ઓઢવા નું : રજાઈ નું આવરણ : અને રજાઈ ની અંદર મૂકીને પસારી પાતળી લીસી-મુલાયમ : સોડ : ( sod ) ના : સ્પર્શાવરણ : ઓઢતા જ નરમ-નાજુક કોમળ લાગે , જેનાં ઉપયોગ પાયારૂપ સલામતી , હૂંફ , શરીરી પીડામાં થી રાહત , અને મનઃકૃત પ્રમોદાદિ સુખાનુભવ કે મધુર આત્મીય ભાવ દર્શાવતાં રૂપક છે ; જે બાહરી કઠોરતા સામેની ઓથ-મર્યાદા છે ; જ્યાં બે દિલો ની વચ્ચે નું અંતર ઓગળી જાય અને આલોચના ના સપાટા લાગે નહીં . : : : :
” પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે, સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.” : : સપ્તમ અંતરા ની પંક્તિઓ : : : :
” પાસે આવીને તમે શોધી કાઢો” : વાક્યાંશ માં સાહ્યબા ને સ્થળ કાળ આકાર માં નિકટતમ આવવાનું અને સંવેગાત્મક દર્શન : પ્રગટીકરન થવાં દેવાનું મૃદુલ આમંત્રણ આપીને સૂચવ્યું છે કે , પત્ની સાહેબા એ પોતાના અંતઃસ્થ સારતત્ત્વને અને ભાવવિશ્વ ની જાણ સાહ્યબા ના અંતરમન સુધી પહોંચતી કરવી છે . : : “મારી સોડમાં તો રાત ને પરોઢ છે,” વાક્યાંશ “સાહ્યબો મારો ગુલાબનો છોડ છે ” પન્ના નાયક ના પ્રેમગીત માં સૌથી વધું ચળકતી કાવ્યાત્મકતા લઈને આવ્યું ઓપબંધ છે . અહીં : “રાત” : પ્રકૃતિ સર્જિત ચમત્કારી રહસ્ય, ઉત્કટતા, ગોપનીયતા , સપના અને જોડબેલડી નાં પ્રતીકરૂપ છે . : વહેલું “પરોઢ” : ઊઠાણ ની જાગરૂકતા , નવીકરણ નવીન આશા નવજીવન અને પુનુત્થાન નાં પ્રતીકરૂપ છે . એ ભેગાભેગ સૂચવે કે આ ઘનિષ્ઠ નિકટતામાં અનુભવનું સળંગ અખિલ બ્રહ્માંડ સમેટાઈ જાય — અંધકાર અને પ્રકાશ, તીવ્ર ઝંખના અને પરિપૂર્ણતા, વિસામા નું ટેકણ અને જાગરૂકતા ની ધાર પણ . : : : :
પ્રેમ એક રજાઈ અને તેની અંદર પસારી સોડ ના ઓઢવાના આવરણ ને કોસ્મિક લેન્ડસ્કેપ્સ માં પરિવર્તિત કરે છે . : એકલતા ને ઝંઝોડી ને બે દિલો ને નવચેતન અને હૂંફ ની નવી દિશામાં આગળ લઈ જઈ શકે છે . : : લીસી નરમ સોડભરી રજાઈ ના ઓઢ્યા આવરણ માં રાત અને પરોઢ બંને સમાવિષ્ટ છે જે પ્રેમભાવ-જગત ની અનુભવગમ્ય પરાકાષ્ઠા છે. તેનો અર્થ કે બે આત્માઓ માટે વહેંચાયેલ , ઘનિષ્ઠ જગ્યામાં , સમય નવેસરથી શરૂ થાય છે. : પ્રેમીઓ વ્યક્તિપ્રાધાન્ય મુજબ નિયમસર નું વ્યવસ્થિત પોતાનું કોસ્મોસ રચી શકે — તેમના પોતાના સૂર્યાસ્ત અને પોતાના સૂર્યોદય — જે બહારની વાસ્તવિક દુનિયાથી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય . : : : :
અંતરમન માં ઇન્દ્રિયાતીત સુંદરતા નું ભાવવિશ્વ રાત્રિના મૌનમાં જાગૃત થતું રહેશે . નિત્યક્રમ ની પરિપાટી હેઠળ સુંવાળી આત્મીયતા અને જાગરૂકતા નું શયનમંદિર પત્ની સાહેબા જિંદગીભર સજાગ રહીને સજાવશે અને કો’ના માટે ? કહેશે , સાહ્યબો મારો ગુલાબનો છોડ છે . : : : :
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : પન્ના નાયક : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ઓગસ્ટ ૨૬, ૨૦૨૧ શ્રાવણ વદ ચોથ : UPDATED પૂણે : મે ૧૬ , ૨૦૨૬ : વૈશાખ વદ અમાસ : : CELEBRATING 56 Th Marriage Anniversary Of Our Sister Sugnyaben And Bharat Kumar : : CONGRATULATIONS And BEST WISHES For A Very Happy And PRECIOUS TIME To TOGETHERNESS :: : : : : ::
🍀 🍀 ( ૨ )પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં : કવિ શ્રી હરીન્દ્ર દવે : સ્વર : હંસા દવે: સ્વરાંકન :પુરુષોત્તમ ઉપાધ્યાય : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં
યાદગાહ : સ્મૃતિ ફલક અને પ્રકૃતિ : કુદરત ની ગોદ , પરમ પ્રિય વ્યક્તિ ને અર્પિત ભાવાત્મકતા માં ( in sacred renewal of feelings ) તત્ક્ષણ સંમિલિત થતાં નિહાળીને ( seeing sudden merger of memories and nature ) : નજીક આવવાનું નવેસર નું અણચિંત્યું : નવું સ્થાન સજાવ્યું હતું , તેની તાજગીભરી ક્ષણાનુભૂતિ નું વર્ણન કરતી મુખડાની પંક્તિઓ માં ગીત નો ઉઘાડ થાય છે. : : : :
” પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં”: : મુખડાની પંક્તિઓ : :
” પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ..” : : પંક્તિબંધ ‘શુદ્ધ અમિશ્ર પવિત્ર’ : આચરણ સુસ્પષ્ટ કરે છે જે પુનરુજ્જિવન ની પળો છે , જેમાં કોઈ પૂર્વ ધારણા નથી કે નથી ક્યાંય કોઈ સહેતુક વિચાર વિમર્શ કે મસલત : ( no deliberation ) : અહીં નવીકરણ ની તાજગી છે ; નવસંસ્કરણ ના દૃશ્ય છે ; નવસંચાર ની સુવાસિત સુગંધ છે. જેમ ગ્રીષ્મ ની શુષ્કતા અને તપ્ત દગ્ધવું ફરી વળ્યાં પછી મોસમનો પહેલો વરસાદ રાહત બક્ષે , સૌરભ ભરી ખુશ્બો પ્રસરાવે , શાંત હર્ષાતિરેક લાવે , એવી જ રીતે પ્રિય વ્યક્તિનો વિચાર એકાએક ( sudden ) અણધાર્યો આવે અને જે , હૃદય પર કોઈ પણ બોજ ન રહેતા મૃદુલપણે સજીવન કરનારી જોમ-શક્તિ થી છલકાઈ જાય . : : કહ્યું છે , “જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો , રામ”: “લીલું પાન” વર્ષા ને “ઝીલે” એ સૂચવે કે , તાજગીને સંગોપી રાખીને પ્રિય વ્યક્તિ ની યાદ પૂર્ણપણે ગિરફ્ત ( captured ) થઈ હતી ; સુસાધ્ય અને સુલભ હતી માટે સહેલાઈથી ઝટ પ્રાપ્ત થઈ હતી ; જેની અનવરત ખુશી મળી. : સંસ્કૃત માં સુ + લભ : એટલે સહેલાઈથી + મળી શકતી : ( શંકર અને ) વિષ્ણુના સહસ્ત્ર નામોમાં નું એક નામ , : સુલભ : છે , ભજન , સ્મરણ અને શરણ : ભક્તિ વડે સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે , માટે : સુલભ : કહેવાય. : : અહીં પહેલા વરસાદ ના શરુઆતી છાંટા ઝીલ્યાં છે જેને આંચકી ને ( seizing ) એકદમ જકડી લીધાં હતાં ( grabbed ) ; ગિરફ્ત થતી યાદગાહ માં થી સફાળી જાગી ખુશી ( happiness from captured memory ) , માટી-મળે નહિ તે સારું ઝીલી લીધી હતી. ( restrained and stopped from going as down pour ) એટલી આપમતલબી ય હોય અને તેમાં સમાવિષ્ટ ત્વરિત ઇન્દ્રિયાતીત સુંદરતા માણવી ગમે . : : વાંચકમિત્ર ને આ અછડતો અર્થ નિર્દેશ આપીને , વરસાદી છાંટા ઝીલતાં નાયક-મિત્ર પર સ્હેજ કતરાતી નજર નાખી આપીને , દ્ષ્ટિક્ષેપ નો ચમકારો ઝબકયા પછી સરકી જઈએ. : ( I have to catch the involved allusion in his glance to be passed on for the benefit of the readers. Keep eyes and ears open to catch lovely sight and sound.) :::: ::::
પ્રિય વ્યક્તિ ની “યાદ” , અસ્તિત્વ નાં અલ્પતમ ભાગ ને પણ ફૂલ્યો ફાલ્યો , વિસ્તર્યો , છલકાતો , : જીવંત હર્ષાતિરેક : ( rejoice in blooming and stretching ) નો શાંત ઊંડો અનુભવ કરાવનારું સૂચન છે . “તરણું” ( blade of grass ) કોળવું એટલે પર્ણાંકુર વિકસિત લીલાં પાન ના સશક્તાકાર માં જૈવિક રીતે લંબાયું ચૌડાયું. : ઘાસ પાન ફૂલ ની જેમ ખીલે , ફૂલેફાલે નહીં ; એટલે “એક તરણું કોળ્યું” વાક્યાંશ નું રૂપક ( metaphor ) અસાધારણ પરિવર્તન ( extraordinary transformation ) પર ભાર મૂકતાં લાગણી ના ઉછાળ ( elated surge of joy ) નું પ્રતિનિધિત્વ કરે છે અને અંદરૂની જાગરૂકતા નું પ્રતીકરૂપ ( symbol of inner awakening ) બને છે. આમ, અસ્તિત્વ – ઘાસપાન ની જેમ – શાંત, છલકાતી ખુશીથી ભરાઈ જાય . : વિસ્તીર્ણ આત્માને , સંવેદનશીલ પ્રગાઢ પરાકાષ્ઠા ની પૂર્ણતા એ પહોંચાડનાર , લીલું પાન જોયાં થી યાદ આવ્યાં પ્રિયજને : એની યાદગીરી એ , શૂન્યતા ( emptiness ) ના સ્થાનની : ખાલીપણું ( void ) ના સ્થાનની જગ્યાને જીવંતતા ( vibrant life ) થી ભરી દીધું હોય ત્યારે ખુશી ના નવસંચાર અને આનંદના આવિષ્કાર અને વિકાસ ની વસંતવર્ષા ( ઉ.જો. ) ની અનુભૂતિ થાય . : ખુશી ના ઉછાળ કૃતકૃત્ય થઈને ❤️ હ્રદય ના અંતઃસ્થ માં વધુ જગ્યા ચાહે. : : : :
પ્રકૃતિ ના આયનાના ઊંડાણે પ્રતિબિંબિત હેત પ્રેમ ચાહના ના અભિક્રમ સ્વયંભૂ પ્રગટ થતાં રહે , એમાં કોઈ જબરદસ્તી હોય નહીં. સુક્ષ્મ ભાવે જન્મી ખુશી ની પ્રતીતી વધે , વિસ્તરે અને જીવન માં જીવંતતા ની ગુંજ્યતા સહીત બદલાવ લાવે . એક સરળ દૃશ્ય કોળવાના , મહોરવાના અને પાંગરવા ના ગહન ભાવ ને જાગૃત કરી શકે – પ્રિય વ્યક્તિ ની યાદ , સદ્શ દીપ્તિમાનતા ( living ) , તેજસ્વી વૃદ્ધિ-વિકાસ ( growing ) અને ચમકદાર ખુશખુશાલી ( radiancy ) માં ફેરવી શકે છે. : : : :
“ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં . ” : : દ્વિતીય અંતરા ની પંક્તિઓ : : : :
સોહામણા વરસાદી વાતાવરણ ના સોંદર્ય અતિરેક ( beautiful redundance ) માં , ગાતાં “પંખીના ટહુકાર” ના માધુર્ય નો ઉમેરો : ક્યાંક સંભળાવતી પ્રકૃતિ સર્જિત નાની શી રોચક ક્ષણોમાં , : ‘ચિત્ત મન ઉર’ : પરે ઓચિંત્યું આવેલી પ્રિય વ્યક્તિ ની યાદ , ઝરમરિયા શ્રાવણી આભમાં , દિવસીય પ્રકાશિત ઉઘાડ નિકળતાં થતાં હર્ષાતિરેક સમી હતી અને વળી રાત્રીના સમયે “એક તારો ચમક્યો ને વળી “યાદ આવ્યાં.”: : : :
સૂચવે છે કે , “શ્રાવણ ના આભ” નું સુંદર ગાઢ વાદળછાયું વાતાવરણ અને અટકી અટકીને આવતી હળવી વરસાદી ઝરમર : નરેટર સ્પીકર ના મનના વરસાદી અવસાદ, પ્રવર્તમાન ઉદાસી અથવા તીવ્ર ઝંખના થી ભરેલાં હતાં . શ્રાવણી આભમાં થયેલો ઉઘાડ ઉદાસ મન ( melancholy ) અને અનિર્ણિત મનોદશા ( confusion ) ને વિખેરતી , પ્રિય વ્યક્તિ માટેની તીવ્ર ઝંખના ( longing ) નું પ્રતિનિધિત્વ કરે. : આકાશે વ્યાપ્ત જમા થયેલાં ઘનઘોર વાદળો ની એકત્રિત ગાઢપણાં ( denseness ) માં ‘અહીં તહીં ઘણે’ પડ્યાં બાખુંઓ , જોડાતાં- ફેલાતાં , ચકચકિત સુરેખિત ચોખ્ખાં , ભૂરાં , લંબાયમાન આકાશ નાં ઉઘાડ ની છબી , ભાવનાત્મક પ્રકાશની ક્ષણ , ભારેપણાંમાં થી રાહત , ઉદાસીમાં થી બહાર નીકળવાનો આનંદ , અથવા ઓછપ અને અનિયમિતતા થી પીડાતાં અશાંત મનમાં થી બહાર નીકળવા ઉપર આવતી સ્પષ્ટ વિશુદ્ધતા નાં પ્રતીકરૂપ છે. : : આમ , પ્રિય વ્યક્તિની યાદથી વૈચારિક સ્પષ્ટતા , શાંતિ અને પ્રકાશિત આચરણનો ભાવ લાવે છે જે પ્રવર્તમાન અંધકાર ને દૂર ક્ષિતિજે મોકલી આપે ; જેથી ગમગીની , નિરુત્સાહીતા અને વિષણ્ણતા ની જગ્યાએ પ્રસન્નતા , ઉત્સાહ અને ચુસ્તતા દેખા દેય. : : : :
પ્રિય વ્યક્તિ અને પ્રિયજન શુદ્ધતા અને પ્રકાશ માનતા ના સ્ત્રોત્ર હોય . વરસાદી ચોમાસું : કૂટ વિકટ , અટપટું ભેગવળ્યું : હોય ત્યારે પ્રિય યાદ સ્વચ્છ ભૂરાં પ્રકાશિત ઉઘાડ ની ક્ષણો લંઈને આવે જેની સાથે અપૂર્વ સાંત્વના રમણીયતા મળે . : તદુપરાંત , પૂર્વે અનુભવેલ ઘરવિયોગ અને પ્રિયજન ને ફરી મળવા જોવાં માટે સોરવું : એ ભૂતકાલિન કોઈ સમય ની ઝંખના માં : પ્રશાંતક સંભારણાના , યાદગીરીના એ બધાંમાં નાં કોઈ એક પ્રિય વ્યક્તિ મારફતે કહેવડાવેલા સંદેશ અને અભિવાદન સાંભળવા ની સાથોસાથ જોવાં પણ મળે . માટે કહ્યું છે ,
“એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં .” : : ⭐✨⭐ ✨
“જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં” : : તૃતીય અંતરા ની પંક્તિઓ : : : :
“છલકાતી ગાગર” ના : દ્શ્યમાન પાણીના ‘ઉછાળિયું’ નું , “ચાંદની(ની) ઝલકી” ના કુદરતી દેખાવ ( landscape ) ના : રહી રહીને નજરાવતા આછાં ચંદ્રપ્રકાશ ની ઝાંખી ‘ઝલકી’ નું – “કોઈ મહેરામણ” ના “કાંઠા તોડવા” ના : દરિયાના પાણી ના દરિયા ‘કાંઠો’ ( seashore ) લાંધ્યા ના ‘દરિયા ના દેખાવ’ ( sea scape ) નું : શબ્દરૂપ ચિત્ર દર્શન રજૂ કરે છે. : આમ નાનામાં નાની સાધારણ ક્ષણો ના ઉભરતા ચિત્ર કલ્પનો પ્રિય વ્યક્તિની યાદગીરી રૂપે અભિવ્યક્ત થાય છે અને પ્રિયજન પ્રત્યેનો પ્રેમ સાદા સરળ અનુભવો ને ઊંડા ભાવનાશીલ સાક્ષાત્કાર ( revelations ) તરીકે પરિવર્તિત કરે છે. : : : :
“જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ”: : પંક્તિબંધ : : : :
અહીંનું , આ સ્થળ-સમય નું લૌકિક / ઐહિક પળો માં જોયું સમજ્યું જીવ્યું જીવન ( mundane moments ) કવિ મન માં , ઉન્નતદર્શી : ઊંચાઈ (દર્શિન) બતાવનારું બને એ “ગાગર છલકી” ને છલકાતું ‘પાણી ઉછળ્યું’ : “ને તમે યાદ આવ્યાં”: વાક્યાંશમાં ની કથની થી શરૂ થયું . : આ નાની ઘરેલુ ઘટનાને , દરિયાઈ “મહેરામણ” દરિયા “કાંઠા ને તોડે” જેવાં જોર દ્શ્ય સાથે સરખાવીને સૂચન કર્યું છે છે કે પ્રેમમાં અથવા મનઃતાપ : સંતાપ માં , પ્રિય વ્યક્તિ માટે નાનામાં નાનું ટ્રિગર પણ વિશાળ પ્રબળ દરિયા જેટલું , મહત્વ નું વજનિયું પુરવાર થયું હતું. : પ્રિય વ્યક્તિની “યાદ” ની વ્યાપકતા એટલી બહોળી છે કે તે ભર્યાં ઘડામાંથી ‘ઉછાળિયું’ પાણી , આખા દરિયાકિનારા પરનાં જુવાળ ની નવી દિશામાં ની જોર શક્તિ માં મોકલ્યા ફેરફાર સુધીની સમજ આપે છે. : : : :
“જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ”: : વાક્યાંશ: : : :
દરિયા કાંઠા પર અફળાતા દરિયાનો દેખાવ ( seascape ) , ક્ષુબ્ધ બેચેન લાગણીભાવ , આશા આકાંક્ષા અપેક્ષા , યાદ નાં પ્રતીકરૂપ છે. : દરિયા કાંઠો સૂચવે કે આંદોલિત લાગણી ના લહેરસમા તાત્પૂરતા ઉછાળા ની હ્રદયપૂર્વક આગતાસ્વાગતા કરતો રહે અને દરિયાઈ મોજાઓ અનંતપણે દરિયા કાંઠે ફરીફરીને આવજાવ કરે ; એવી જ રીતે પ્રિયજનની યાદો , વારંવાર નરેટર સ્પીકર ના કવિ મનમાં વળીવળી ને જાવઆવ કરતી રહેવાની. : : : :
પ્રકૃતિ ના ચાર મૂળભૂત તત્ત્વો માં ના બે તત્ત્વો , પ્રવાહી, પ્રતિબિંબિત અને પ્રાચીન ગણાય : પાણી અને ચાંદની : જે અહીં આ ગીત માં સૂચવ્યા મુજબ પ્રિય વ્યક્તિ ની યાદ પણ મૂળભૂત રીતે તત્ત્વ રૂપે મળી હતી. : દરિયો, ઊંડાણ ( depth ) , લયબદ્ધતા ( rhythm ) અને કદાચ લાગણીથી ભરાઈ ગયાના ભાવ ( overwhelmed by emotions ) નું પ્રતિનિધિત્વ કરે છે. મૃદુલ ચાંદની વારેવારે કે રહી રહીને આવીને , ઘણે ભાગે સાથે રહેવાની હાજરીનું પ્રતિનિધિત્વ કરે . આત્મ-વિશ્વાસના જુસ્સાથી ભર્યાં , અવિનયી, નિયામક સૂર્યથી વિપરીત , ઝગમગાટ ધરાવતી ચાંદનીની મર્મજ્ઞ ઝલકી ( glimmer ) એક સૂક્ષ્મ દ્ષ્ટિ છે , જે સૂચવે છે કે હાજર ન હોવા છતાં હજુ પણ કવિના ભાવવિશ્વ પર પ્રકાશ પાડે છે ; જેથી કશુંક શોધી કાઢવાનો અથવા વિચારવાનો પ્રયત્ન કરી શકાય . : : : :
મૃદુલ કોમળતા , હેત માયા , સુંદર પ્રિય વ્યક્તિની ચારુતા અને રમણીયતા સૂચવે છે . ચાંદની નિકટતમ આત્મીયતા , આકાશાંતર , શુદ્ધતા – પવિત્રતા – નિર્દોષતા અથવા રોશનીથી થયાં શણગાર નું અંતરિક્ષ્ય ( વ્યોમ માં હોનારું ) પ્રતીક છે : અહીં યાદ બોલકી નથી કે નથી નાટકીય. : ‘સૌમ્ય સ્નેહ વ્હાલ’ ભર્યો આવેશ છે . સદ્ભાવ ભર્યો સણકો અને અનુરાગી ટીસ છે. : નરેટર સ્પીકર નું કવિમન ભાવવિશ્વ માં પ્રતિબિંબિત થતી પ્રિય વ્યક્તિની સુયાદ વિના રહી શકતું નથી ; તેથી ઝંખના ને કાયમી સ્વરૂપ માં ગિરફ્ત કરે છે ; જ્યાં આખું બ્રહ્માંડ પ્રિય વ્યક્તિ ના નામનો જ ગુંજારવ કરતું હોય . : સંવેદિત સ્પર્શ : ધ્વનિ : ઘડામાં નું ઉછાળિયું : થી : દૃષ્ટી : ( ઝગમગતી ચાંદની ની ઝલકી ) તરફ આગળ વધે છે. ( moves from touch and sound in the splash of pot water To sight of glimmer of moonlight : : 💦💦 — 🌙🌙 : : બાકીના વિશ્વ માટે , તે ફક્ત જળપાત્ર અને થોડો પ્રકાશ છે; કવિમનમાં નું એક ભરતીનો ‘જુવાળ’ નવાઈ પમાડતો અલૌકિક સાક્ષાત્કાર છે ; બાકીનું વિશ્વ તેને ફક્ત અધૂરું ભર્યું જળપાત્ર અને ઊગ્યા ચાંદા નું થોડું અજવાળું માને. : : : :
પ્રેમ આત્માને સંવેદનશીલ બનાવે . રોજબરોજ નાં જીવતર ની જીવંત ક્ષણોમાં અને ઝીણાં અપૂર્ણ કકડાઓ માં પણ , પ્રકૃતિ , અપાર સંવેદનાઓ નાં ઊંડાણ લઈને નજીકતર આવતી હોય ત્યારે પ્રિય વ્યક્તિ ની યાદને સંવારતા : દરિયાકાંઠે આગળ ને આગળ આવજાવ કરતા લહેરિયા જુવાળ ( sea waves ) અને ઝાંખી ચાંદનીની ઝલકી ( glimmer of moonlight ) જેવી કુદરતી નિશાની : લિસોટા અને : સતત સળંગ અવિચ્છિન્ન : પ્રકાશિત ‘સાથ’ નાં સંકેત ચિહ્નો સાંપડ્યા કરશે . : : : :
“ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં”: : ચતુર્થ અંતરા ની પંક્તિઓ: : : :
દરરોજ ના અંગત વ્યવહાર ને કાનુડા ની પૌરાણિક કથા સાથે એકરૂપ કરતી ચતુર્થ અંતરા ની પંક્તિઓ , કવિમન ના ભાવવિશ્વ ને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડીને , : ગહન પ્રેમ ના દ્કકાચ : દ્વારા મોટાં વિસ્તૃત માપ માં , વધું સુસ્પષ્ટ રીતે જોઈ સમજાવે છે. જીવનમાં નાની પણ પ્રેરક , ગતિમાન ક્ષણો દ્વારા ઊંડાણે સભાન કરનાર , અચાનક ઉદ્ભવતી પ્રિય વ્યક્તિની યાદ , સતેજ કરનાર ઉત્થાનક રૂપે ઉદ્ભવે છે. હંમેશા સીધા સંપર્ક ભલે ન થાય ; કોઈનું પળભર નું સ્મિત , ક્યાંક દીઠી નિર્દોષ નજર અથવા ભાળ્યો રહસ્યમય દોરીસંચાર ( pulling strings ) યાદો ને સતેજ કરનાર બને . : કહ્યું છે : “ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં”, “કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં” : : : :
“ઠાલું મલક્યું” વાક્યાંશ અમસ્તું સ્મિત ( causeless smile ) : સ્વચ્છ શુદ્ધ અમિશ્ર : પવિત્ર હર્ષાતિરેક ( pure joy ) ની ખુશીનો પ્રસાર ફેલાવ કરે. એમાં કોઈ હાસ્ય-ઘટના નથી , કોઈ રમુજી મજાક નથી. જન્મજાત સહજતા સાથે દેખાય ને જોવાય. : ” તમે યાદ આવ્યાં” વાક્યાંશ સ્વયં : ખુશી : ના આચરણ નું સંવાદી ( ઉત્તર આપતું ) વિસ્તરણ છે. અજાણ વ્યક્તિમાં એની શુદ્ધતા જોઈને તરત જ પ્રિયજનની “યાદ” સતેજ થાય અને સભાન કરે જેનો અર્થ એ , કે અજાણ સ્વરૂપે થી ઉદ્ભવી પ્રિય વ્યક્તિની સુયાદ બધી સુંદરતાના સ્ત્રોત અથવા માનક આદર્શ છે , અને પ્રિયજનની હાજરીની શુદ્ધતા અને સ્વયંભૂતા દર્શાવે છે. : અપ્રાયોજિત સ્મિત અગણિત આનંદ, નિર્દોષતા અને હ્રદયઃસ્થ પ્રકાશ નાં પ્રતીકરૂપ છે. આવા પ્રયત્ન કર્યા વગર સહેલાઈથી મળતા સુખને જોઈને નરેટર સ્પીકર ના કવિમન ને પ્રિય વ્યક્તિની સુયાદ આવે છે જેને આત્મસાન કર્યાં છે ; જેનાં સંભારણા હિફાજત થી સંઘર્યાં છે, જેની ઉપર હેત આવ્યું છે . : : : :
સૂચવે છે કે , પ્રિય વ્યક્તિ અને પ્રિયજન , ફક્ત : હેત પ્રેમ : સાથે જ નહીં , પરંતુ : વિસ્મય , દિવ્યતા અને વૈશ્વિક ઊંડાણ : સાથે સંકળાયેલું છે. બાળકનૈયા નું : કાનુડા નું , નિર્દોષ સરળ સ્મિત અણધારી રીતે યાદગીરી ની અને લાગણીઓ ની એક વિશાળ દુનિયા પ્રગટાવે છે. : કાનુડા પર માટી ખાવાનું દોષારોપણ થયું ત્યારે માતા યશોદા એને મોં ખોલવા મજબૂર કરે છે, ત્યારે કાનુડો બાળ કનૈયો મ્હોં ખોલતા , સમગ્ર બ્રહ્માંડ – તારાઓ, ગ્રહો અને અસ્તિત્વના તમામ રહસ્યો : અનંતતા ના અચાનક સાક્ષાત્કાર , માતા યશોદા ને જોવાં મળ્યાં હતાં ; જે અણધારી રીતે યાદો અને લાગણીઓની એક વિશાળ દુનિયા ખોલે . : આ વિસ્મય સાથે એક સરળ સ્મિતની તુલના કરીને , કવિ સૂચવે છે કે પ્રિય વ્યક્તિ અથવા યાદગાહ માં સંઘરેલી એમની જીવંત યાદ ને નિહાળવાનો એક અત્યંત જબરજસ્ત અનુભવ છે ; જે સૂચવે કે નાના – શાં સ્મિત માં અનંત બ્રહ્માંડ સમાયાં છે. : : : :
દ્શ્ય સ્થાપન ( visual fixation ) અને ગેરહાજરીમાં હાજર ( presence in absence ) તથ્યરૂપે તરી આવતી તપસીલવાર ( સવિસ્તાર ) બયાની સૂચવે છે. ચૈતન્ય સ્થિત છબી અવિસ્મરણીય સુંદર મુખાકૃતિ , ઝળુંબી રહેલી પ્રિય વ્યક્તિ અથવા એમની ભાવનાત્મક હાજરી જે જરાયે ઝાંખી થતી નથી . : “કોઈ આંખે વળગ્યું” : વાક્યાંશ સૂચવે કે પ્રિય વ્યક્તિ ની આકર્ષકતા ને કારણે નજર હઠતી ન્હોતી . પ્રિય વ્યક્તિ ના સૌંદર્ય , લાવણ્ય અને ચારુતા એકસામટા સમન્વિત થઈને આવ્યાં એમાં સમજો એટલી સુંદરતા અને રમણીયતા લઈને કોઈ ” આંખે વળગ્યું” હતું ; જેમાં નરેટર સ્પીકર ના કવિમન ને પ્રિય વ્યક્તિ ના સૌંદર્ય- અંશ નજરાયા . : પ્રિય વ્યક્તિ નરેટર સ્પીકર ના કવિમનના ભાવવિશ્વ માં સંપૂર્ણપણે એવી રીતે રહે છે કે , સ્પર્શતી , જીવાતા જીવનની પ્રત્યેક ક્ષણ પ્રિય વ્યક્તિની યાદ અપાવે છે. : પ્રિય વ્યક્તિ એવું ‘ફિલ્ટર-સ્વરૂપ’ છે જેનામાં થી પસાર થતું કે પ્રસરી શકતું ‘નીતરણ’ નરેટર સ્પીકર ના કવિમન માં જગતનું બીજું બધું સોંદર્યમય બયાને ( anecdote ) અજાણ સ્વરૂપ માં પણ સમસંવેદન જગાવ્યું હતું . : : : :
ચતુર્થ અંતરા ની પંક્તિઓ ના ભાવમાં ભક્તિ સંયોગ રચાયો છે. પ્રિય વ્યક્તિ અને પ્રિયજન હવે ફક્ત એક વ્યક્તિ નથી પણ એક દૈવી હાજરી છે . સામાન્ય ક્ષણોમાં થી જન્મેલ અણધારી યાદ , નિર્દોષતા માં છુપાયેલું પાવિત્ર્ય , અને ઊંડો પ્રેમ વ્યક્ત કરતી ચતુર્થ અંતરા ની પંક્તિઓ , ” ને તમે યાદ આવ્યાં” સમસ્ત ભાવગીત ના મધ્યવર્તી વિચારને નવીન સામગ્રી સાથે ફરી ફરી ને ગાવાનો ઉપક્રમ લઈને નજીકતર આવે છે. : અંગત અનુભૂતિઓ ને અનંતના પ્રવેશદ્વાર માં પરિવર્તિત કરે છે . : એ દરેક સુંદર વસ્તુ – બાળકનું સ્મિત કે મનમોહક દૃશ્ય – અહીં નરેટર સ્પીકર ના કવિમન ને યાદ રહેલા “તમે” નું પ્રતિબિંબ છે . ફરી ફરી ને કહ્યું છે ને ગાયું છે , “ને તમે યાદ આવ્યાં.” : : : :
“કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં”: : પાંચમા અંતરા ની પંક્તિઓ : : : :
અંતઃસ્થ ભાવવિશ્વ માં સંપૂર્ણપણે વણાયેલી પ્રિય વ્યક્તિની ઉપસ્થિતિ ના તાણાવાણા સમજાવે છે. નાની શી હિલચાલ ની નોંધ “કોઈ આંગણ આવી અટક્યું” વાક્યાંશ માં કહી છે તે ; એવી જ રીતે એક પગલું ઊપડ્યું” – વાક્યાંશ માં કહી તે હિલચાલ પ્રિય વ્યક્તિની સુયાદ ને જાગૃત કરે છે. કહ્યું છે, “ને તમે યાદ આવ્યાં “: :: :
સૂચવે છે કે પ્રિય વ્યક્તિની હાજરી : આગમન, રાહ-પ્રતીક્ષા અથવા જવા આવવા મળવા ની નિકટતા : સાથે સંબંધિત છે. ઘર નું આંગણું , જાણ્યાં અજાણ્યાં જણની મુલાકાત નું અને ઘરેલું આત્મીયતા નું અને ઘરમોહ્યું ( ઘરમાં રહેવાની પ્રીતિ રાખનાર ) ઘરમોભી નું પ્રતીકરૂપ સ્થળ ગણાય. કોઈ ને કોઈ ક્યારેક આવે એટલાં સારું પણ આંગણલું ( પ્રવેશદ્વાર આગળ ની ખુલ્લી જગા : ચોક : ફળિયું વાળવાનું રોજનું કામ ) થાય . કોઈ ઘર આંગણે અટક્યું તે ક્ષણે નરેટર સ્પીકર ના કવિમન માં સહજ ભાવે ( instinctively ) પ્રિય વ્યક્તિની સુયાદ પડઘા સમ ગૂંજી ઉઠે ને ફરી બોલી ઊઠે , ” ને તમે યાદ આવ્યાં ” : : : :
આંગણ આવ્યાં આગંતુક ના અટક્યાં પગરવ ના પદધ્વનિ નાં અવાજ ની પગલાંઓ ની દુનિયા માં થતાં શોર: કોલાહલ ( uproar ) સાથે ની સરખામણી, સામાન્ય એકલ અવાજ ને ઊર્મીલ રીતે વિસ્તીર્ણતા માં વિસ્તૃત કરે છે . પગરવ કે પદરવ માનવ નિર્મિત હાજરી , મજલાંતર , વિદાય – પ્રસ્થાન , અને ફરી વળતાં આવવાં નાં પ્રતીકરૂપ ગણાય . સંવેદનશીલ સુગ્રાહિતા એટલી ઉત્કટ છે કે હળવો અવાજ પણ સ્મરણ સંભારણા યાદગીરી જોરદાર ખળભળાટિયો શોર મચાવે . : શોર ( uproar ) સૂચવે કે કે ❤️ હ્રદય ❤️ એકદમ : ઉશ્કેરાટ , તીવ્રેચ્છા , ખળભળાટ અને યાદગીરીઓ : થી એકાએક એકસાથે ભરાઈ જાય છે. : : : :
આ પ્રેમ ગીત ની અંતિમ પંક્તિમાં સતત સહન કરવી પડેલી સુક્ષ્મ આરત : લંબાયમાન વેદનાના સણકા , માર્મિક અનુભૂતિ કરાવે છે . સ્વેચ્છાએ અલગ કરતી વિદાયગીરી ના પ્રતીકરૂપ ( symbol of departure ) : છૂટાં પડવાના , જુદાં થવાં ના , ફંટાઈ ને એકલ માર્ગે નીકળી પડવાના , રવાનગી ના , ચાલ્યાં જવાના : પ્રયાણ ( departing ) નું એક ડગલું ભર્યું ને સ્થાન પરિત્યાગ કરવો અનિવાર્ય અને નિશ્ર્ચિત થયું . કહ્યું છે , : ” એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં”: નરેટર સ્પીકર ફક્ત ભવ્ય ઘટનાઓ દ્વારા પ્રિય વ્યક્તિ ને : પ્રિયજન ને યાદ કરતા નથી . જીવન નું સૌથી નાનું પ્રયાણ – એક પગલું ભરવાથી શરૂ થાય છે અથવા લુપ્ત થતું લોપાયમાન : અદૃશ્ય થઈ જાય છે – પણ સમાન હેતુસર ના સાહચર્ય થી : સંવેગાત્મક અન્વિતિ ( emotional accordance ) થી , ભાળ – સંભાળ થી પ્રોત્સાહિત થાય છે . : : : :
પાંચમા અંતરા ની પંક્તિઓ દર્શાવે છે કે , યાદ – સુયાદ કેવી રીતે સાધારણ શબ્દનાદ ને સંવેગાત્મક ઘટનાઓ માં પરિવર્તિત કરે ; તીવ્રેચ્છા થી કેવી રીતે જાગરૂકતા ની ધાર નીકળે ; અને પ્રિય વ્યક્તિ : પ્રિયજન કેવી રીતે હ્રદયઃસ્થ રહે , જેથી બાહરી જગત માં દરેક એમનું કે એમનાં જેવા જ શુદ્ધ આત્મજન નું : આગમન અને પ્રસ્થાન : પ્રિયપ્રતિમ ની હાજરીનો અનુપમ પડઘો પાડે . : : : :
હું વરસું છું તું વરસે છે : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : : ઓગસ્ટ ૨૫ , ૨૦૨૧ : : શ્રાવણ વદ ચોથ : : પૂણે :
ભારો ઉતારી શિરથી પથને વિસામે નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર, આસીન કોઈ, વળી કોઈ વિષણ્ણ કામે સૂતેલ નેત્ર મહીં મૌન હતું અપાર. આંહીં કશો જલધિ બે ભરતીની મધ્ય કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન!
કર્તવ્ય કોઈ અવશેષ મહીં રહ્યું ના તેવું નચિંત મન મારું, ન હર્ષ શોક; ના સ્વપ્ન કોઈ હતું નેણ મહીં વસ્યું વા વીતેલ તેની સ્મૃતિનો પણ ડંખ કોક. મારે ગમા-અણગમાશું હતું કશું ના, ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.
મેં સ્હેલવા મન કરી લીધ વન્ય પંથ, ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો દુર્વાથી, બેઉ ગમ વાડ થકી દબાયો, ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ, લાગી’તી વેલ તણી નીલમવર્ણ ઝૂલ, કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.
પાણી ભરેલ કંઈ ખેતરમાં જવારા તેજસ્વી અંગ પર શૈશવની કુમાશે સોહંત, ઊંચી ધરણી પર ત્યાં જ પાસે ડૂંડે કૂંણાં હસતી બાજરી ચિત્તહારા; ઊડે હુલાસમય ખંજન, કીર, લેલાં, ટહૌકે કદી નીરવતા મહીં મોર ઘેલા.
ત્યાં પંક માંહી મહિષી-ધણ સુસ્ત બેઠું દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે ને સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે? મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું! વૈશાખનો ગુલમોર ઘડી ભુલાય ત્યાં શી વસંત રત શાલ્મલીની સ્પૃહા ય!