શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી  ઝરમર નું ગીત  : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ  : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી  વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન  દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :

https://youtu.be/QPOXaVA1GEw?si=Wq2ccq6F6ccxMi-t

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ… ( અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : HMV  Release : 9/1//1981 : : સા રે ગા મા આલ્બમ  : Old Gujarati Songs : Volume 3 ( 2020 ) : : સ્વરાંકન અને સંગીત નિયોજન : મોહન દેસાઈ : : સ્વર : સુધા મલ્હોત્રા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️                                 



સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
એવી મારી પાગલની પ્રીત
વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે —-?

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ

કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નીતરે છે આંખમાંથી ધારા
આખા આ આયખાને આમ કાં દઝાડતા
કોની તે યાદના અંગારા
નથી ઉજળા દિવસ, ઘોર અંધારી રૈન

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર : વિ જયરાજ , પેન્ડિંગ::

https://youtu.be/T6ipMbTpi64

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી વહેતી નદીયું શોધે તારી (૨) કોઈ એક એંધાણી . વરસ્યા શ્રાવણના પાણી. વરસ્યા શ્રાવણના પાણી. ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી કાંઠા જોયાં , કંકર જોયાં , ગાગર ને પનિહારી હોઓઅઅ . જંગલ જોયાં , ખેતર જોયાં , ડાળી જોજનભારી . તોય ના દેખાણી તારી કોઈ એક એંધાણી  . વરસ્યા શ્રાવણના પાણી . હોઓઅઅ વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી  🌧️🌧️🌧️🌧️🌧️🌧️  નાવિક જોયાં , યાત્રિક જોયાં , અમીર ને ભિખારી . હોઓઅઅ . સાધુ જોયાં , સંતો જોયાં , મંદિરની ભીડ ભારી . તોય ના દેખાણી તારી કોઈ એક એંધાણી . વરસ્યા શ્રાવણના પાણી . હોઓઅઅ . વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️ ચાલી આગળ મળતી કાગળ , બાઝે ખારાં પાણી . હોઓઅઅ . વાદળ થઈને ઉપર જાતાં , નદીઓના આ પાણી . મીઠા જળ બિંદુ થઇ પડતાં , જોઇ તું જ એંધાણી . વરસ્યા શ્રાવણના આ પાણી . હોઓઅઅ . વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી 🌧️🌧️  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ એક નહિ પણ , અનેક રૂપમાં જીવનસરિતા વહી જાતી . હોઓઅઅ . અનંત છે , એનો પ્રવાહ ભલે દિશાઓ બધી બદલાતી . એંધાણી એની સહુ શોધે તોય યુગયુગથી અણજાણી . વરસ્યા શ્રાવણના પાણી . વરસ્યા શ્રાવણના પાણી . હોઓઅઅ . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . વરસ્યા શ્રાવણના પાણી . વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . શ્રાવણના આ પાણી . શ્રાવણ ના આ પાણી . શ્રાવણ ના આ પાણી .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરો અને સાંભળો આ ગીત : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી : કવિ શ્રી ડો. દિનેશ શાહ : સ્વર : રાસબિહારી દેસાઈ : સ્વરાંકન સંગીત : રાસબિહારી દેસાઈ : રાગ મેઘમલ્હાર / મિયાં મલ્હાર : : : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/5BMIk79yVfQ            સ્વર : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન  આસિત દેસાઈ : : LIVE On 9 / 8 / 1986 : At ભારતીય વિદ્યા ભવન , મુંબઈ : in A Concert ‘ પરબ તારા વહેતા પાણી ‘ organized by Dr. Dinesh O. Shah to pay his tribute to Late Mrs. Madhuriben Desai for her kindness and generosity to provide support for his college education in Mumbai. : : યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૯ / ૨૦૧૧ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ . : : : : https://youtu.be/8QxrCuSD79g?si=6JQDvs4qUn6OrnFO🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️( ૩ ) : : બુંદન બુંદન બરસે નેહા : Monsoon Fusion : Lyrics : Traditional : સ્વર : ઉન્નતિ ઠાકરિયા : સ્વરાંકન : સંગીત : માલવ મારું : રાગ : મેઘ મલ્હાર / મિયાં મલ્હાર : : અહીં નીચે ક્લિક કરો અને સાંભળો :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  https://youtu.be/MF6xxnCvQzw         આ આ આ આ આ આ અ : આ આ આ આ અ સા સા સા સા સા સા સા : સા સા સા સા સા સા બુંદન બુંદન બરસે નેહા ( ૪ ) .  કજરારિ કારિ બદરિયા . કજરારિ કારિ બદરિયા . 🌧️🌧️🌧️🌧️ ઐસે નાચે મોરા મનવા . ઐસે નાચે મોરા મનવા . જૈસે બન મેં મોર પપિહા . બુંદન બુંદન બરસે નેહા . બુંદન બુંદન બરસે નેહા. આઆઆઅ  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ ભીંજી ના મોરી પી કી બતિયા . હોઅ . જીસ મેં આવંતિ બતિયા . બાવરી તું અરે ! તેરા અંદેશા . સાવન પી  આવન કા સંદેશા . ચલે જા ‘અલી જૂને બાગો મેં , ફીર મહેંકે મેંહદી હાથો મેં .  સા સા સા સા રે નિ ધ નિ ધ મ પ ગ મ પ રે સા.. . બુંદન બુંદન બરસે નેહા . બુંદન બુંદન બરસે નેહા . જૈસે બન મેં મોર પપિહા . બુંદન બુંદન બરસે નેહા . બુંદન બુંદન બરસે નેહા . નેહા . આઆઆઅ . :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ  Pending : Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૧૧ , ૨૦૨૧ : શ્રાવણ સુદ ત્રીજ : પૂણે : :

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) :  બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તપ રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

-બાલમુકુંદ દવે
https://youtu.be/lA25zk_-D5k?si=2kkBDh2Hx8axQal4
સ્વર : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા  : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️    આજ ઘન વરસો ઘનશ્યામ,
રડતી વસુંધરા તરસી પુકારે,
ઘન વરસો ઘનશ્યામ.

મનનું ગગન ગોરું ગોરંભી લીધું,
પ્રીત પ્રલાપોનું ગર્જન કીધું,
તડપાવો શાને અજંપે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.

વરસે વાદલડીના ઘોર અંધારે,
છલકે આંખલડીની અમિયલ ધારે,
પળ-પળ અંતર ઝંખે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.

-ભાસ્કર વોરા
https://youtu.be/pJwjfqL2go8?si=0p-0VaW7O2yAaLzh
સ્વર : નીરજ પાઠક : : સ્વરાંકન : રસિકલાલ ભોજક. : : phonographic digital Release 9/10 / 11 / 2023 You Tube Released : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : ☁️🌨️☁️🌨️☁️🌨️☁️🌨️☁️ 🌨️ 🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️☔☔☔: : : : : : :  ( ૩ ). વરસો રે વર્ષાની ધાર વરસો રે : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : નરસિંહ મહેતા : લાઈવ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું ( ૧૯૭૪ ) : : મન્ના ડે ના સ્વર માં : : ગીત અને સંગીત : અવિનાશ વ્યાસ : રાગ મલ્હાર

https://youtu.be/qKCCM5QlC3c?si=I_yPz-KMnzWoIQhe
વરસો રે!  વર્ષાની ધાર  વરસો રે!
વર્ષાની ધાર વરસો રે! વર્ષાની ધાર!
કરો ના વાર! ગાઉં મલ્હાર!
કરો ના વાર! ગાઉં મલ્હાર!
વરસો રે!  વર્ષાની ધાર   વરસો રે!

લોકો કરતાં હાંસી, હે ઘટ ઘટના વાસી!
લોકો કરતાં હાંસી, હે ઘટ ઘટના વાસી!
વેરણ વિશ્વની વાટ મહીં
વેરણ વિશ્વની વાટ મહીં
તું  મારો  સાચો આધાર
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!

ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ઉમડ ઘુમડ ઘન વરસો
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો

ધીનક  ધીનક ધીન  મૃદંગ વાગે
ધીનક  ધીનક ધીન  મૃદંગ વાગે
આજની અગન  આજ  વાર રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર!

ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ધીનક  ધીનક ધીન  મૃદંગ વાગે
ધીનક  ધીનક ધીન  મૃદંગ વાગે
વરસો વરસો
વરસો વરસો વરસો
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર વરસો રે! વરસો રે!

સ્વરઃ મન્ના ડે    ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : https://youtu.be/bR1WA2i0FgU?si=atZh_upn8f3QlPb1 અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
https://drive.google.com/file/d/1n8ZVtFSNuuQNduaJU3_EXN1_gE5eCo8-/view?usp=drivesdk          અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : Pending : Visit this Post again later on to enjoy the Appreciation of the songs in few days :  શ્રાવણ સુદ બીજ : ઓગસ્ટ ૧૦ , ૨૦૨૧

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :

શ્રૃતિ ગાયક વૃંદ: અમદાવાદ
“આ શ્રાવણિયા ના જલ વરસે “— હેમંત દેસાઈ
“ઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રે”
“આ વીજળી રાધા કાન સઘન ઘન .. .”
“. .. એક થયાં બે વહાલાં રે.. . કંઈ વરસે સ્નેહલ બાળ રસિયા , માણો થઈ મતવાલા રે.”
“કોઈ જલ કન્યા 👰 ના પાલવ ના એ રંગ છતાં લ્હેરાતા રે”
“આ વીજળી રાધા કાન સઘન ઘન/ આ અક્ષય ગોરસ પાત્ર ફૂટતાં મહીં ઢળે મરમાળા રે.”
” કંઈ હેત કરી અપનાવો એનાં પીવણ પાવનહારાં રે.”
🌧️🌧️” આ શ્રાવણિયા ના જલ વરસે.”:’પારખે ઝરમર ફોરાં રે’ A beautiful Girl with colourful Umbrella 🏖️☔ in her hand 👌 Checking the rain 🌧️☔ with her second hand extended out of her cover. HAPPY MONSOON  🌧️☔ : :  🏖️🏖️: : 🌧️🌧️

આ શ્રાવણિયાના જલ વરસે
ઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રે
કોઈ વીંઝોળે નભ બોરડી
દડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..
આ વીજળી રાધા કાન સઘન ધન
એક થયાં બે વ્હાલાં રે
કંઈ વરસે સ્નેહલ બાળ રસિયા
માણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…
આ કદીક સાંજુકના આકાશે
ઇન્દ્રધનુ ઘેરાતાં રે
કોઇ જલકન્યાના પાલવના
એ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાના
આ અક્ષય ગોરસપાત્ર ફૂટતાં
મહી ઢળે મરમાળાં રે
કઈ હેત કરી અપનાવો એનાં
પીવણ પાવનહારાં રે..દડ દડ..આ શ્રાવણિયાના…

— હેમન્ત દેસાઈ
https://youtu.be/YvXkm5lcsh4?si=s4zR0uuGFL6I4EdK
સ્વર : શ્રુતિ ગાયક વૃંદ , અમદાવાદ : : આલ્બમ : સંગીત સુધા : અહીં ઉપર ક્લિક કરો અને સાંભળો શ્રાવણી ગીત : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ : કવિ શ્રી વજુભાઈ ટાંક : સ્વર : હંસા દવે : સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : : : : : https://drive.google.com/file/d/149vcG2c33a52MVfZu3k7Zl-RjueVtV1y/view?usp=drivesdk       પ્રીત્યું તો શ્રાવણની સાંજ


પ્રીત્યું તો શ્રાવણની સાંજ,  મોરી સૈયર, પ્રીત્યું  નૈં  વૈશાખી   રાત
પ્રીત્યું તો  રામકલી રાગ,  મોરી સૈયર, પ્રીત્યું  નૈં  વે’વારી   વાત

નયણાં તો  ઘૂઘવતું ગીત,  મોરી સૈયર, નયણાં નૈં  મરજાદી   વેણ
નયણાં તો સાગરનો છાક,  મોરી સૈયર, નયણાં નૈં  વીરડીનું  વ્હેણ

શમણાં તો  સોનેરી આભ,  મોરી સૈયર, શમણાં નૈં રુદિયાની રાખ
શમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, શમણાં નૈં નીતરતી આંખ

જોબન તો સુખડનાં શીત,  મોરી સૈયર, જોબન નૈં બાવળની શૂળ
જોબન તો ડોલરની ગંધ,   મોરી સૈયર, જોબન નૈં  આવળનું ફૂલ

પરણ્યો તો પાંથીનો રંગ,  મોરી સૈયર,  પરણ્યો નૈં આછકલી યાદ
પરણ્યો તો કંકણનો સૂર,  મોરી સૈયર,  પરણ્યો નૈં સોરાતો  સાદ
https://youtu.be/YRE3mgjpG2Y?si=mjkTozW_d48vcvd8
સ્વર : હંસા દવે
ગીતઃ વજુભાઈ ટાંક
સંગીત: ક્ષેમુ દિવેટીયા. અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : 🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆 જાઉં બહાર તો શ્રાવણ વરસે ભીતર વરસે તું : ડો. સાવનિ શાહ દિવેટીયા : : જલસો LIVE Jamming Session : : જલસો ગુજરાતી મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૧૪ / ૩ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :    https://youtu.be/dOUxk-lwSko?si=P9n2PB_BFjMrCGZy                                                              🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆                                       મના : કે નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત : : 

મના : “કે નયણાં મત વરસો મત વરસો “: વેણીભાઈ પુરોહિત : સ્ત્રોત્ર : દીપ્તિ ( પૃષ્ઠ ૧૦૧ )

મના : “કે નયણાં મત વરસો મત વરસો “: વેણીભાઈ પુરોહિત : : સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : LIVE  : : સ્વરાંકન : અજીત મરચન્ટ : : Phonographic Digital Release 3 / 10 / 2023 : કાવ્ય  સંગીત ‌ યુ ટ્યુબ રિલીઝ ૪ / ૧૦ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ohja2ZGkfFc?si=ykbYXqcZRy2APoSu

સ્વર : ક્રિષ્ણા કલ્લે : સ્વરાંકન  : અજીત મરચન્ટ ( ઓરિજીનલ ) : સંગીત : જગજીત સિંહ : : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : : સારેગામા રિલીઝ ૧ / ૧ / ૧૯૬૯ : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૨ / ૧૯૬૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/wy-y9LV0R2E?si=cb7j0Xfcu0WjsIja

સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન ( ઓરિજીનલ  ) : અજીત મરચન્ટ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :   
https://drive.google.com/file/d/1jZJSr787dMPnPqQRLMTvS8GlPDc_-ONF/view?usp=drivesdk

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending : Visit this Post again to enjoy the Appreciation of the Poems afterwards during the coming days of શ્રાવણ : : : : TAKE CARE And STAY SAFE : : : પૂણે : : : : : : : ઓગસ્ટ  ૯ , ૨૦૨૧ : શ્રાવણ સુદ એકમ‌ ૧ પડવો : ચંદ્ર દર્શન : : : :

અષાઢના ગીતો : વરસનો આ પહેલો વરસતો વરસાદ : (૧) : રાજેશ કનામિયા : સાંત્વનિ ત્રિવેદી : ભાર્ગવ પંડ્યા : : હવે પહેલો વરસાદ : (૨) : ભગવતીકુમાર શર્મા : સોલી કાપડિયા : સોલી કાપડીયા : : પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ : (૩) : વંચિત કુકમાવાળા : નિધિ ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય : ડો. ભરત પટેલ : : પહેલો વરસાદ જે માટીને સ્પર્શે : મેઘબિંદુ : વીજલ પટેલ : ( ૪ ) : : પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે : ( ૫ ) : : સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : સોલી કાપડિયા : ( ૬ ) : : વર્ષા ગીતો : PART (VII) : :

https://youtu.be/iWn_EHFIY_s

નન્નાના નન્ના … વુઉઅ નન્નાના નન્ના … … … વરસનો આ પહેલો વરસતો વરસાદ  🌧️  🌧️  🌧️ જોઈ વરસાદને આવી તારી યાદ  ( X2 ) . આ વેરી વરસાદે આવી તારી યાદ ( ૨ )  🌧️  🌧️  🌧️ ખુલ્લા કરી હાથે ઝરમર વરસાદે . બંધ બે આંખે ઝૂમું જોઈ આકાશે . એક જ શ્ર્વાસે , તારા રે અહેસાસે.ઊડું મનની પાંખે ,વ્હાલમ તારી સંગાથે. આ વેરી વરસાદે આવી તારી યાદ ( ૨ ) 🌧️  🌧️   નન્નાના નન્ના … વુઉઅ નન્નાના નન્ના  … … …  ઘનઘોર કાળી વાદળી ને મોરલા ટહુકે . મેં તો દ્વાર દિલના ખોલિયા . વ્હાલમ તારે કાજે , છે મખમલી આ લગની . ઝરણું બની વહેતી , મહેંકી ઊઠી તપતી ધારા તારા પ્રેમ થી . આ વેરી વરસાદે આવી તારી યાદ . આ વેરી વરસાદે આવી તારી યાદ  🌧️ વરસનો આ પહેલો વરસતો વરસાદ . જોઈ વરસાદને આવી તારી યાદ . વરસનો આ પહેલો વરસતો વરસાદ . જોઈ વરસાદને આવી તારી યાદ . આ વેરી વરસાદે આવી તારી યાદ . આ વેરી વરસાદે આવી તારી યાદ . નન્નાના નન્નાના … વુઉઅ નન્નાના પન્ના . : : : : : : : : : : : : : : : : : : સ્વર : સાંત્વનિ ત્રિવેદી : Lyrics : રાજેશ કનામિયા : સ્વરાંકન : ભાર્ગવ પંડ્યા : સંગીત : આકાશ પરમાર : વિડિયો : દેવ પટેલ.    અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં : કવિ શ્રી ભગવતીકુમાર શર્મા: સ્વર : સોલી કાપડીયા : સ્વરાંકન : સોલી કાપડીયા : આલ્બમ : પ્રેમ એટલે કે ( sa re ga ma ).                    🌧️ 🌧️           હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
. એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
. તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા
https://youtu.be/icyZsrQTHCA?si=9sGqI69Flx0kfMZI
સ્વર : સોલી કાપડીયા આલ્બમ : પ્રેમ એટલે કે : સ્વરાંકન : સોલી કાપડીયા : : : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : 🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️: : : : : : : : : : : : અહીં ક્લિક કરો અને સાંભળો : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : : : : : ગીત : :  પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ : કવિ શ્રી વંચિત કુકમાવાળા : સ્વર : નિધિ ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય : સ્વરાંકન : ડો. ભરત પટેલ : : : : : 🌧️🌧️🌧️ પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ ઉઠ્યા રે ઝીણા તોફાન
કે અમે હાથવગા ખોયા રે ભાન

વહેતા પાણીમાં જઈ છબછબીયા કરીએ તો ય પગના તળિયા રહે કોરા
નેવાની ધારધાર એવી લાગે કે ઉભા હારબંધ શેરી ના છોરા
એક એક છાંટો આ એવો લાગે કે કોઈ તાકતુ હો દૂરથી નિશાન

લીલીછમ આંખોથી લીલાછમ ટેરવાએ સંભાળ્યો લાગણીનો દોર
ભીના આ હોઠ વચ્ચે આવીને કોઈ કહો કરતું આ જીણો કલશોર
આખી આ સીમ હવે એવી મલકાય જાણે ગાતી હો વાલમ ના ગાન

-વંચિત કુકમાવાલા  : : : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending

************************************************* પહેલો વરસાદ જે માટીને સ્પર્શે : મેઘબિંદુ : : સ્વર : વીજલ પટેલ : : સ્વરાંકન : વીજલ પટેલ : : રમેશ જોશી યુ ટ્યુબ રિલીઝ  ૩ / ૩ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/mBWnifAQupA?feature=shared

************************************************** મોસમ નો પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે : : :: 

પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે ( ૧૬ / ૨ ૧૯૮૪ ) : : મનન ( ૧૯૯૨ ) : : ચાલ વરસાદ ની મોસમ છે : પૃષ્ઠ ૪૧૩ : :

*************************************************** સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : : : :  .. . .. . સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

— તુષાર શુક્લ 

સ્વર : સોલી કાપડિયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : સોલી કાપડિયા : : આલ્બમ : સોલી કાપડિયા : પ્રેમ ગીત , ગઝલ , અને ભક્તિ ગીતો : : સા રે ગા મા રિલીઝ : ૧૨ / ૧ / ૧૯૭૯ : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૧૧ / ૨૦૧૪  : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/t4o3zGzDWdc?si=kBy_A_NOIE-qi3cO

સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

અષાઢના ગીત : : ઓ બરસા કે પહલે બાદલ : ૧૯૪૫ : (૧) : જગમોહન (સૂરસાગર) : ફૈયાઝ હાશમી : કમલ દાસ ગુપ્તા : : અષાઢસ્ય પ્રથમ દિવસે : (૨) : સુરેશ દલાલ : પ્રહર વોરા : આલાપ દેસાઈ : : મેઘ દર્શન : ઉમાશંકર જોશી : ( ૩ ) : : હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી : નાથાલાલ દવે : સેજલ માંકડ વૈદ્ય : ભાઈલાલ શાહ : સી એન વિદ્યા વિહાર ના  ગીતો : ( ૪ ) : : અષાઢી : : વર્ષા ગીતો : PART (VI) : :

વર્ષા કે પહેલે બાદલ : અષાઢસ્ય પ્રથમ દિવસે : મેઘદૂત  : : आषाढस्य प्रथमदिवसे मेधमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेत्क्षणीयंददशॅ

https://youtu.be/k6dQSfdmMys

वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
असुवन की बूंदें बरसकर
असुवन की बूंदें बरसकर
अलका नगरी में तुम जाकर
खबर मेरी पहुँचाना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना

मॉल भूमि और आम्रकूट से
विन्ध्याचल विदिशा नगरी
और होकर आगे पाँव बढ़ाना
आग विरह की जहाँ भी पाना
आग विरह की जहाँ भी पाना
बरस बरस कर उसे बुझाना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना

देख अँधेरा देख अँधेरा
पिया मिलन को चलेगी
छुप कर कोई गोरी
बस तुम बिजली चमका कर
खोल न देना
खोल न देना

खोल न देना उसकी चोरी
विरहन को तुम जहाँ भी पाना
उसे कही न जलना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
उज्जैनी में महाकाल का
मंदिर जब तुम पाओ
पुजारिनें इनका नाच
देख कर अपना मन्न बहलाओ

पर तुम उनके अंग ढंग को
देख अटक न जाओ
पर तुम उनके अंग ढंग को
देख अटक न जाओ
शिमला में न चम्बल में
न कुरुक्षेत्र में रुकना
में न गंगा की
लहरों को झुकना
अटल हिमालय के फिर
यु मुडना कैलाश की और
ज्यूँ चंदा को देख प्यारे
गगन को झूमे जाये चकोर
अलका में फिर धुंध उसे तुम
मेरा संदेसा सुनना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना.                                         Lyrics : — Faiyyaz Hashmi :  ( ૧ ) Music : Kamal Dasgupta : Singer : Jagmohan ( Sursagar ) : Released  : January 12 , 1945 : : : :  Click hereinbelow to listen from Sa Re Ga Ma ઓરિજીનલ રિલીઝ : ૧૨ / ૧ / ૧૯૪૫ : સા રે ગા મા યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૯ / ૨૦૧૪ : : upload by visiting You Tube : : : : *  ( ૧ ) : : **************************              https://youtu.be/C1losLeo-6Q    અહીં ક્લિક કરો અને સાંભળો ગીત : : : : : : : : : : : : : : *********************************************** ( ૨ ) : :  અષાઢસ્ય પ્રથમ દિવસે : કવિ શ્રી સુરેશ દલાલ : સ્વર : પ્રહર વોરા : સ્વરકાર : આલાપ દેસાઈ : મૂળ આલ્બમ : સૂર વર્ષા : live video from the stage organized by Bhartiya Vidhya Bhavan , Chowpatty : Mumbai : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું :  સાંભળીએ:: https://youtu.be/lCrLA5r6upU  आषाढस्य प्रथमदिवसे मेधमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेत्क्षणीयंददशॅ

અષાઢસ્ય પ્રથમ દિવસે, હું ઊભો રહી ઝરુખે
ન્યાળી રહું છું, ગગન ઘનથી ઘોર ઘેરાયેલાને
ક્યાં છે પેલો પુનિત ગરવો રામઅદ્રી અને ક્યાં
શૃંગે છાયો જલધર, સમરું છું કાલિદાસી કલાને

ક્યાં છે પેલો મદકલ ભર્યો સારસોનો નિનાદ
ક્યાં છે કાળા નભ મહીં જતા રાજહંસો રૂપાળા
ક્યાં છે પેલી નગરી અલકા તે વળી આ ભૂમિ ક્યાં
એમાંનું ના કદી મળી શકે, તત્વ એકે અહિયા

અહીં ઊંચા ગગન ચૂમતા કંઈ મકાનો અને છે
કાવ્યો કેરા સુખ થકી રહ્યા માનવીઓ અલિપ્ત
દોડી ટ્રેને તરી પવનમાં વાયુ યાતે ટપાલે
ટેલિફોને વિરહ સુખની ઊર્મિઓને હણે જે
આથી તો ત્યાં અધિક સુખીયો યક્ષ કે જે પ્રિયાને
સંદેશો કંઈ ફૂલ શો હળવો એ કરે છે હૈયાને

કવિ શ્રી સુરેશ દલાલ.  : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : pending

Painting By Madhavan

************************************************ ( ૩ ) : : મેઘદર્શન : : કવિ શ્રી ઉમાશંકર જોશી : : : :
આવ્યો આવ્યો ઋતુ પલટતાં આશભીનો અષાઢ,
ને છાઈ ર્‌હે હૃદય પર કો વેદના ક્યાંથી તીવ્ર!
ના કૈં ચિત્તે અસુખ, સહસા તોય સોરાય જીવ,
સ્પર્શે પ્રાણે, કવિકુલગુરો, તારી હૈયાપ્રસાદી.

આનંદેથી નવયુગલ કૈં સોડમાં જે લપાઈ
આસ્વાદે છે મિલનસુખમાં મત્ત થૈ મેઘદૂત,
ના જાણે તે વિરહ વળી શું! ને પડે જો વિજોગ
વર્ષારૂંધ્યા પથ વિકટ ના પૂર્વ જેવા, શકે એ
સ્હેજે પાછાં મળી, સુકર છે આજ વાયુપ્રવાસ.
વિદ્યુદ્વેગે – ન અવ ઉપમા એ; સ્વયં લૈ જતી તે
વિદ્યુત્ આજે વિપળ મહીં સંદેશ પ્રેમીજનોના;
આજે તો સૌ મિલનસુખિયાં માનવી; ના અમારાં
ભાગ્યે દ્હાડા વિરહસુખના એકબેયે, પ્રિયાના
સાન્નિધ્યે છે સતત નિરમ્યું પ્રેમને ઓસવાવું!
ને તોયે જ્યાં ક્ષિતિજતટને ભેદતો નીલ મેઘ
વ્યોમે ધીરે રહી ગતિ કરે, સિંધુના સ્વપ્ન-શો, ત્યાં
હૈયામાં કો અકથિક વ્યથા ઊબળે જન્મજૂની,
કે સંચેલી વિરહસભરા કૈંક જન્માન્તરોની.

ક્યાં આઘેરા પુનિત નમણા રામગિર્યાશ્રમો તે
ને ક્યાં હર્મ્યે સુહતી અલકા દૂર ઊંચા હિમાળે?
વચ્ચે વ્હે દુસ્તર સરિત ને કૈં અરણ્યો અભેદ્ય,
હાવાં થાવું મિલન દ્વય તે યક્ષ પ્રેમી તણું શે?
રાત્રે દીર્ઘ પ્રહર પિયુએ નિર્ગમ્યા શૂન્ય શય્યા
કેરા છેડા પર તરફડી, અશ્રુથી દિગ્ધ નેત્રે
ઝંખી ઝંખી સદય દયિતામૂર્તિ તે મુગ્ધ. એનાં
અંગો સ્પર્શી અનિલલહરી દક્ષિણે વ્હેતી માની,
ભેટી એને પ્રિયતમ લહે સાન્ત્વના, ને વિમાસે:
“ઊભી મારી ગભરુ તરુણી રાત્રિપ્હોરે ઝરૂખે
નિઃશ્વાસોથી હળવું કરતી હૈયું ક્‌હેતી હશે — ‘ઓ
વ્હાલા આંહીં નિશદિન હવે વાટ હું જોઉં તારી,
ના સ્હેવાયે મુજથી ઘર આ સૂનું, સૂની પથારી,
સૂનું હૈયું; સભર અલકા સૂની તારા વિનાની!’
ને એ વાતે વળી શુકવધૂ પિંજરે પૂરી તેની
સાથે, હૈયું વિરહવિકળું ઠારતી કૈં હશે; ત્યાં
એના દૃષ્ટિપથ પર પડે જો નવા નીલ મેઘ,
ના એ જીવી ક્ષણ પણ શકે! કૈંક દેવો ઘટે હા
આશાપ્રેર્યો મુજ પ્રણયનો સદ્ય સંદેશ એને.”

ને એ વીતી સકળ રજની એમ ઝંખા મહીં ને
પ્રાતઃકાળે ગિરિશિખરને ભેટતો ગાઢ ઝૂક્યો
દીઠો એણે જલદ નવ, ને પુષ્પઅર્ઘ્યે વધાવી
સંદેશો એ સજલ ઉરનો પાઠવ્યો મેઘ સાથે.

શેં જાણ્યું તેં, કવિ, પ્રિયતમા ઝૂરતી યક્ષની? શે
બે હૈયાંની, કવિ, અનુભવી અંતરે ગૂઢ આસ્થા?
ને આસ્થા એ જલધર તણે રમ્ય ધારી હિંડોળે
યાત્રાએ (શેં સૂઝ્યું, કવિ, તને?) મોકલી દેશદેશે!

ના, ના ગાયો કવિકુલગુરો, તેં દ્વય પ્રેમીનો જ
કિંતુ જીવી યુગ યુગ અહીં સૌ પ્રજાનો વિયોગ.
ના તેં જોડ્યાં દ્વય પ્રણયીને માત્ર; આ ભારતે તેં
જીવ્યાં લોકો યુગ યુગ મહીં એક તે સર્વ કીધાં.
બે હૈયાંની વિરહકથની ગાઈ સૌન્દર્યમત્ત,
તારે હૈયે જનકુળ બધું ભેળું તેં કીધ પ્રેમે.
ઊંચેરાં એ ગિરિવર તણાં શૃંગ ને એ નદીઓ,
વચ્ચે ફેલ્યા ફળભર પ્રદેશો કંઈ શસ્યશ્યામ.
શ્રીસોહન્તી નગરી વિદિશા ને વિશાળા — અવન્તી,
ક્ષેત્રો, ગ્રામો, જનપદ કંઈ કાવ્ય તારે ગ્રથાયાં.
વીત્યા વચ્ચે શતક; નિજને માનતાં એકગોત્ર
સંવાદી એ છવિ મનુકુળો ચિત્તમાં ધારી ર્‌હેતાં.

આજેયે તે નભ ભરી વહે સારસોના નિનાદો,
સૂતાં ભોળાં ભવનવલભી હેઠ પારાવતોયે;
ઊડે પાંખો ધવલ પસરી વ્યોમઅંકે બલાકા,
ને ચંચૂમાં કમલ ગ્રહીને સ્હેલતા રાજહંસો.
વાડો મ્હેકી કહીંક ઊઠતી ખેતરે કેતકીની,
ગ્રામે ગ્રામે અનુભવી કથાદક્ષ છે ગ્રામવૃદ્ધો;
આજેયે તે અભિસરી રહી પ્રેમિકા અંધકારે,
જોઈ ર્‌હેતી જલદ નભમાં કૌતુકે અંગનાઓ.
આજેયે તે જળઢળકતી ધન્ય સ્રોતસ્વિનીઓ.
રેવા બ્હોળી વિષમગતિ વિન્ધ્યાદ્રિપાદે વીંખાતી;
સિપ્રા સોહે સ્મિતમય; ફળે ઝૂકતી જાંબુકુંજો;
માર્ગે માર્ગે મનુકુલભર્યાં છે પુરો પ્રાણપૂર્ણ.
આજે શું ના વિરહ પણ તે? ના અરે એય રાજે,
આજેયે તે, વિરહ વિભુ આ માનવી જિંદગીમાં.

આજે ખોબા સમું જગ બન્યું, માનવી માનવીની
વચ્ચે કિંતુ નવ જરી ઘટ્યો — છે વધ્યો — આંતરો હા!
એવું કૈં શું મનુહૃદયમાં, કે સદાના વિજોગે
એકાબીજા તણી નિકટમાંયે રહે જીવી જીવો?
ખારા પેલા જલનિધિ તણા બાષ્પનો મેઘ વર્ષે,
તે શો મીઠો? મનુજઉરથી ઊઠતાં વારિ ખારાં!
તો એ કેવું મનુજઉર રે! ને હશે નિર્મ્યું શાનું?

જોડ્યા કાવ્યે કવિકુલગુરો, તેં હિમાદ્રિ-સમુદ્ર,
સિંધુ કેરું હિમગિરિ પ્રતિ પાઠવી મેઘસ્વપ્ન.
તારી હૈયાવિરહ તણી ગાથા ગવાતાં, સમષ્ટિ
ગૂંથાઈ ગૈ સકળ, સબળા સ્નિગ્ધ સૌંદર્યતારે.

આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘદર્શે રમું હું,
ઊંડી ગૂઢી મનુહૃદયની વેદનાને નમું હું,
ને એ ગાતી કવિકુલગુરુની કલાને નમું હું.
— ઉમાશંકર જોશી
૧૯-૬-૧૯૫૦
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૮૨)

************************************************* હવામાં આજ વહે છે ખુશખુશાલી : નાથાલાલ દવે : : : : 

હવામાં આજ વહે છે ખુશખુશાલી : નાથાલાલ દવે

હવામાં આજ વહે છે ખુશખુશાલી : નાથાલાલ દવે : : સ્વર : સેજલ માંકડ વૈદ્ય : Sheth C N Vidhya Vihar ના ગીત : સ્વરાંકન અને સંગીત નિયોજન : ભાઈલાલ  શાહ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://gujarati.world/t/havaman-aj-vahe-chhe-lyrics/1136

હવામાં આજ વહે છે ખુશખુશાલી નાથાલાલ દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Listen To The RHYTHM OF THE FALLING RAIN : John C Gummoe : 1962 (1) : THE CASCADES : : Rhythm Of The Rain ( Live ) : 1990 (2) : Dan Fogelberg : :

https://youtu.be/pt57gA1_W7c

Listen to the rhythm of the falling rain
Telling me just what a fool I’ve been
I wish that it would go and let me cry in vain
And let me be alone again

The only girl I care about has gone away
Looking for a brand new start
But little does she know that when she left that day
Along with her she took my heart

Rain please tell me now does that seem fair
For her to steal my heart away when she don’t care?
I can’t love another when my hearts somewhere far away

The only girl I care about has gone away
Looking for a brand new start
But little does she know that when she left that day
Along with her she took my heart

Rain won’t you tell her that I love her so
Please ask the sun to set her heart aglow
Rain in her heart and let the love we knew start to grow

Listen to the rhythm of the falling rain
Telling me just what a fool I’ve been
I wish that it would go and let me cry in vain
And let me be alone again

Oh, listen to the falling rain
Pitter patter, pitter patter
Oh, oh, oh, listen to the falling rain
Pitter patter, pitter patter

Song Writer : CASCADES Band Member : John Claude Gummoe : : GENRE : Pop , doo -Wop : released November 1962 (US) , January 25 , 1963 (UK).On 1963 Chart #4 US Billboard Hot 💯 & #7 Cash Box : #3 in Australia : #1Single in Ireland and #1 Single (1963) France adopted as ” En ecoutant la pluie ” in French singing by ‘Sylvie Vartan’ , by Richard Anthony . In Canada on Chum chart for 12 weeks & reached #1 in March ,1963 . In 1999 , BMI listed as the 9 th most performed song on Radio/TV in the 20 th Century . Appeared in 1979 film ” Quadrophenia ” . Distinctive use of Celesta in the Song ‘s Music Arrangement . THEME & APPRECIATION : જ્યાં રહે છે એ જગ્યા , એ શહેર છોડીને પ્રેમિકા બીજે ક્યાંક ચાલી ગઈ છે જેથી પ્રેમી ગાયક ગીત ના શબ્દો ગણગણી રહે અને વર્ષા ની મેઘધારે , મેઘનાદે સંજીદગી મળી હોય એમ અત્યાર સુધી મૂર્ખતા પૂર્ણ બાલીશ હરકત કરતો રહ્યો હતો કે શું ? ઉત્તરમાં , જાણે વરસતા વરસાદની હામી ભર્યા સાદમાં સંભળાયો એમ લાગે , ચિત્ત ચકરાવે ચઢી જાય ને વરસાદે fool કહ્યો એમ માની ઉઘડીને વાત માંડે , શરૂઆતમાં , વરસાદને ઠપકો આપે . પણ પછી , પ્રશ્નો પૂછે અને વાર્તાલાપ કરવા માંડે . ધ્યાનમાં આવે કે ઉત્તર તો પોતાની વાતમાં જ સૂચિત થયેલા છે . વરસાદ સમક્ષ પોતાના પ્રેમને સંબંધિત એકરાર – ઘોષણા અને સહાય મેળવવા વિનવણી કરવાના ખાસ કોઈ અર્થ નથી . આરડવાનું કે નિરર્થક રુદન શીદને કરે !? એથી , તો કોલાહલ મચી જવા જેવું થાય . એને થાય કે ચુપ રહે , થંભી જાય અને રોવાનું થાય ભલે ને એવા રુદન નિરર્થક હોય વરસાદ એની વાતમાં માથું ન મારે ને એને એકલો રહેવા દે . 1 st Verse માં કહે કે : જેને માટે તમા ચાહના રાખી હતી તે એક જ તો હતી એની પ્રેયસી . ઉજળાં ભવિષ્યની ખોજ ફળી કે ચાલી ગઈ . જરાકેય ખ્યાલ આવ્યો નહીં કે જતા જતા એનું દિલ પણ સાથે લઈ ગઇ . વરસાદની સહાનુભૂતિ જાણે કે જીતી લીધી હોય તેમ 2 nd Verse માં કહે કે : ન્યાય તોળીને કહો કે શું આ વાજબી છે કે એનું દિલ ચોરી કરી દૂર ચાલી જાય ને પછી કોઈ પરવા ન કરે . જિંદગીમાં હવે અન્ય કોઈનો પ્રવેશ ન થાય કેમકે એનું હ્રદય હવે એનું પોતાનું રહ્યું નથી .એનો એજ કકળાટ દોહરાવી ને પ્રેયસીની ઉપર આળ આરોપ મુકતા 3 rd Verse માં કોસવાનું ચાલુ રાખે છે . 4 th Verse. માં વરસાદ સમક્ષ યાચના કરી કહે છે કે પોતાના પ્રેમની રજુઆત તેને કરીને પ્રેમ પિછાણ કહાવે . સૂરજને કહીને તેના હ્રદયને પ્રજાળી તેનામાં પ્રેમની તડપ ઉજ્વળ કરે . તેના હ્રદયમાં પ્રેમભાવ ની વર્ષા કરે . જેથી , બંને વચ્ચેના પ્રેમની સરવાણી વહેતી ઉપર આવે . ગીતમાં પ્રેમીજનની એક પ્રકારની ઘેલછા પ્રકટ થાય છે જે બહુધા એકતરફી લાગે છે . પ્રેમભાવ વ્યક્ત થયો ન હોય , એનો સ્વીકાર સામા પાત્ર કનેથી થયો ન હોય , કદાચિત વાકેફ પણ ન હોય . અને ત્યારે વરસાદની તાલબદ્ધતા અને લય ને જુવે , સાંભળી રહે . ઘડીમાં , વરસાદને ઠપકો દેય ને વળી તેની સાથે વાત માંડીને સહાનુભૂતિ અને સહાયતા ચાહે અને ઘડી માં પ્રેયસીનો વાંક નીકળે તેને કોસવા નું હોય . આમ , નાયિકા ના પ્રેમ ચાહના અંગે ભ્રાંતિ મૂલક ગલત ખ્યાલ , ભ્રમણા કે ખોટી આશા તો રાખવામાં નથી આવતી ને !? એવો અંદાજ થાય તો નાયકના પ્રેમ ભાવમાં નિરૂત્સાહ વર્તાય . વ્યગ્ર અવસન્ન ખિન્ન હ્રદય લઇ વહાલવંચુ ગલૂડિયું સમું લાગે . વરસતા વરસાદમાં , તેના નાદ ને સાદ , ઘન ગર્જના જે ગીતના પ્રારંભમાં અને અંતમાં સંભળાતા આવે છે તથા વરસતા વરસાદે નિયમિત રીતે વ્યક્ત થતું પુનરાવર્તનિયું , ગાયકના મન માનસમાં , ચક્ષુગ્રાહ્ય ઝમક અને આંદોલિત નાજુક કંપનો તાલમેળ ઉત્પન્ન કરી અર્થગ્રાહ્યતા જાગ્રત કરે તો એ ઉપકારક બની શકે . મનુષ્ય મન ઉપર , પ્રકૃતિની અસર દૂરોગામી હોય શકે છે . ગાયકની ઉત્કટ પ્રેમ ઝંખના પ્રત્યે સંદેહ નથી . પરંતુ , એ પ્રેમપાત્ર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેવાથી હતાશા ઉત્પન્ન કરે છે . વરસતા વરસાદમાં પ્રેમ ભાવમાં તણાયુ હૈયું પ્રેમપાત્ર તરફી બયાન કરવા ચાહે છે કે તેને મળવાનું થાય ત્યારે એની સંવેદનાત્મક લાગણીઓ વ્યક્ત કરવામાં શું શું કહેશે કે જેમાં એની પ્રેમભાવનાથી તેણી વાકેફ થાય જેની પિછાણ થતાં વખતે એના પ્રેમનો સ્વીકાર થાય પણ ખરો . પ્રેમની અભિવ્યક્તિ ની ઉત્કટતા ના કોઈ માપદંડ હોય નહીં . એ હોય અને વ્યક્ત થાય એટલું પૂરતું લેખાશે એજ રીતે જેમ વરસાદ પડ્યો , નોંધાયો ભારે કે થોડો . વરસાદની ટીપાં ટીપી listen to the ” pitter patter , pitter patter ” : ding ding thing : alongwith sopping tears for someone you love is the “rhythm of the falling rain” . Once , rhetorically asking , our man listening to the rhythm of the falling rain ultimately , wishes the rain 🌧️ would “go away”and let him “be alone again”. Song writer , John Gummoe revealed the story how he wrote this song : ” He was in the US Navy during WW 2 . After a bloody battle , he was sitting on the deck of the ship . His thoughts drifted back to the girl and he would live to see her again and if he did , he would tell her how he felt . He was standing a mid watch on the bridge while they were underway to Japan . They were sailing in the north Pacific . It was raining heavily and the sea were tossing . Title came up to ring it . The way I flowed and that night he wrote down most of the lyrics . It was like the rain was talking . Later on , he sat on the piano and fooling around with the black keys… Set the Melodies which is now stuck in the heads of millions of people around the world . A great little ” ding ding thing ” came up . The Music Arranger enhanced that little hook and the song was recorded with that famous burst of thunder “. A rain sound effect evokes an exquisite vibe that is perfect for listening during a dark and rainy day : : : : Rhythm Of The Falling Rain : CASCADES : : Appreciation and Thoughts Presented by V Jayaraj Pune : 6 August , 2021 : : Click here to view the 1990 Video of the song , Live by Dan Fogelberg : : : :. https://youtu.be/e5Pit2WJ6dI

Reflections Of My Life : Marmalade : (1) 1969 (UK) 1970 (US) : Dean Ford : : (2) : Dean Ford : Music : Joe Tansin : :

https://youtu.be/xTeI65yrhGw

Reflections Of My Life
Marmalade
11 Comments
0 Tags
Track “Marmalade”
on Bandsintown
The changing of sunlight to moonlight
Reflections of my life
Oh, how they fill my eyes

The greetings of people in trouble
Reflections of my life
Oh, how they fill my eyes

Oh, my sorrows
Sad tomorrows
Take me back to my own home

Oh, my crying (Oh, my crying)
Feel I’m dying, dying
Take me back to my own home

I’m changing, arranging
I’m changing
I’m changing everything
Everything around me

The world is
A bad place
A bad place
A terrible place to live
Oh, but I don’t want to die

Oh, my sorrows
Sad tomorrows
Take me back to my own home

Oh, my crying (Oh, my crying)
Feel I’m dying, dying
Take me back to my own home

Oh, my sorrows
Sad tomorrows
Take me back to my own home


Reflections Of My Life Lyrics as written by Thomas Mcaleese William Campbell Jnr Click here to view live Vidio recording of Singer Dean Ford with guitarist & Music Arranger Joe Tansin https://youtu.be/Dn9bAvWS4RU GENRE : Psychedelic Pop : By a Scottish Band : Marmalade : : : : : : : :

OLD AND WISE : (1) Live ( August 31 , 2013 ) At Colombia : Colin Blunstone : Alan Parsons & Eric Woolfson : (2) Lyrics Video On Alan Parsons Project (2008-11-10) “Eye in the Sky” Album : : ( 3 ) When You Are Old : William Butler Yeats

https://youtu.be/Ow3cDKwIiMg

As far as my eyes can see
There are Shadows approaching me
And to those I left behind
I wanted you to Know
You’ve always shared my deepest thoughts
You follow where I go

And oh when I’m old and wise
Bitter words mean little to me
Autumn Winds will blow right through me
And someday in the mist of time
When they asked me if I knew you
I’d smile and say you were a friend of mine
And the sadness would be Lifted from my eyes
Oh when I’m old and wise

As far as my Eyes can see
There are shadows surrounding me
And to those I leave behind
I want you all to know
You’ve always Shared my darkest hours
I’ll miss you when I go

And oh, when I’m old and wise
Heavy words that tossed and blew me
Like Autumn winds that will blow right through me
And someday in the mist of time
When they ask you if you knew me
Remember that You were a frined of mine
As the final curtain falls before my eyes
Oh when I’m Old and wise

As far as my eyes can see. GENRE : Soft Rock : Songwriters : Alan Parsons And Eric Norman Woolfson : : : : : : : : : Click hereinbelow to view the lyrics video of the song on the sound track from the Alan Parsons Project : original Album ” Eye in the Sky “: With the British Zombie Singer Colin Blunstone and terrific Saxophone 🎷 close out by Mel Colins : 2008-11-10 release : : : https://youtu.be/-4HI1_LTWIk

Demo version without orchestration or saxophone 🎷 solo features Eric Woolfson singing lead , was included in 2007 remastered edition of Album ‘Eye in the Sky’. The elements of the lyrics are chilling and nostalgic . As the song closes out suddenly , a singer disappears and after the silence for a while , the saxophone 🎷 ‘close out’ by Mel Colins / Todd Cooper in Colombia live version will make the listeners and/or live viewers wanting the orchestra and the vocals longplay the song , more and more ; and , later on , audio listeners / video viewers , would like to play it , again and again , on their record player / DVD player . Lyrics of the song deal with an old person looking back at his life and realizing he could never understand other people in his life . https://youtu.be/1qsVDKZkXVc : Click to listen the original song track as provided to You Tube , by Sony Music 🎶 given hereby as the video upload are withdrawn many times . An old man approaching death is addressing those , he knew , with a fond remembrance , as he now has no time for bitter , sad memories & heavy words : While looking back at his life , realising he could never understand others , he wishes to be remembered , as a friend & wants them to remember that He was always a friend . Sensible , timely judgement makes older people Wise Man . Amid Thousands of family helplessly watching the old and wise men /women enshadowed by death approaching unexpectedly with a sudden speed being caused by Covid -19 /departing from them & leaving them speechless . Looser Mankind is very sorry for them . Our condolences & prayers for ☮️ peace . Heal ! Heal ! Heal ! Life must mean more than this . Remorseful sad tone is matched with soaring orchestration in the song . Will death make us wise enough to say Goodbye to everyone we know . We see/ hear a physician woman on CNN television channel of US : recording her last “Good bye message” before hand , for her children , as she finds herself Novel Corona virus causing Covid-19 Positive , realising that she might not get chance afterwards at her last stage when breathing will not be possible for her . To be sure to let them know how much she cared for them . Far in the future she sees her death. Words will lose all their meanings . Smile with becoming ready to die , will lift all sadness . Thinking about certainty of death could happen at any age . Bitter memories and heavy words are forgotten . Autumnly coldness of death is no longer important . Wind blowing through him/her will come & go without any effects . Friendship is forever.Has a habit of fond memories of friends /loved ones who follow him/her wherever he/she goes . Friendship/ Relationship is to be remembered which will be missed . Wants to forgive imperfections . When curtain falls everything fades to black/darkness . Eyes can see only shadow has remained . Only with the heart that one can see rightly . Much of the essential is invisible to the eyes/light . Sadness will be lifted when overview of entire life is before you . Henceforth , Friendship/ Relationship forever is important . Progressive Soft rock in husky Vocal by Colin Blunstone cuts deep together with imagery , planted in this video song , which ends with Saxophone Solo , for the tears without doubt . Thousands of pitiful death have surrounded us which appears Harsh . It’s a travesty . So poignant , haunting & disturbing . Hard to face from square mundane existence involving extended Lock downs with extreme social isolation which will appear as the surest way in 2020 and thereafter too , of not getting Covid-19 . Hence , It’s O K to be sad . Life however must mean more than this and is good . And listen : Don’t check out 👂 early . ” OLD AND WISE : Alan Parsons project : Thoughts presented by V Jayaraj Pune : May 3 , 2020 : : Updated August 1 , 2021 : : Pune FRIENDSHIP DAY : :

************************************************

When You Are Old
by William Butler Yeats

When you are old and grey and full of sleep,
And nodding by the fire, take down this book,
And slowly read, and dream of the soft look
Your eyes had once, and of their shadows deep;

How many loved your moments of glad grace,
And loved your beauty with love false or true,
But one man loved the pilgrim soul in you,
And loved the sorrows of your changing face;

And bending down beside the glowing bars,
Murmur, a little sadly, how Love fled
And paced upon the mountains overhead
And hid his face amid a crowd of stars.

— William Butler Yeats


W. B. Yeats’s “When You Are Old” is a tender, reflective poem about love, aging, beauty, memory, and the difference between superficial attraction and deep spiritual love.
Yeats imagines a woman in her old age, looking back upon her youth and realizing that, among the many people who admired her beauty, one person loved her inner self—her “pilgrim soul”—rather than merely her outward appearance.


Stanza 1 : :


When you are old and grey and full of sleep,
And nodding by the fire, take down this book…


The poet imagines the beloved many years in the future. She is now old, grey-haired, tired, and sitting quietly beside the fire. She takes down a book containing these verses and slowly reads them.
As she reads, she remembers her youthful beauty—particularly the gentle expression of her eyes and the mysterious depth within them.
The mood is deliberately quiet and nostalgic. The poet is asking her to look backward through the passage of time and remember the person she once was.


Stanza 2 : :


How many loved your moments of glad grace,
And loved your beauty with love false or true,
But one man loved the pilgrim soul in you…


Here comes the central distinction of the poem.
Many people loved her when she was young and beautiful. Their love may have been genuine or merely attracted by her physical beauty.
But “one man” loved something deeper:
“the pilgrim soul in you”
The pilgrim soul suggests the inner, spiritual, ever-searching self—the person she truly is beneath youth and physical appearance.
He also loved:
“the sorrows of your changing face”
This is particularly profound. His love did not depend upon her remaining young and beautiful. He loved her even as life changed her face, bringing age, sorrow, and experience.
Thus, the poem contrasts love of beauty with love of the whole person.


Stanza 3 : :


And bending down beside the glowing bars,
Murmur, a little sadly, how Love fled…


Now the old woman is sitting beside the dying glow of the fire. The image of the glowing bars creates a warm but fading atmosphere, almost like the fading light of life.
She quietly realizes that Love has gone away.
But Yeats gives Love an extraordinary image:
“And paced upon the mountains overhead”
Love is imagined as a mysterious, almost divine figure wandering across distant mountains.
Then:
“And hid his face amid a crowd of stars.”
Love has become distant and unreachable, disappearing into the vastness of the universe.
There is therefore a feeling of regret: when she was young, perhaps she did not fully recognize the extraordinary love that was offered to her. In old age, she understands its depth—but it is too late to recover it.


🌹 The deeper meaning : :


The poem is ultimately about the kind of love that survives the passing of time.
Physical beauty is temporary:
Youth → Beauty → Aging → Memory
But the poet’s love is presented as something deeper:
Soul → Sorrow → Change → Enduring Love
The poem gently asks:
Who truly loved you—the people who admired your beauty, or the one who understood your soul?
Yeats suggests that genuine love does not merely love how someone looks when they are young. It loves the person’s character, inner life, dreams, vulnerability, and even the marks that time leaves upon them.


🌙 The symbolism of the ending : :


The final image of Love hiding among the stars is especially poignant.
The fire beside which the old woman sits represents warmth, memory, and perhaps the final years of life.
The mountains suggest distance and the difficult journey of life.
The stars suggest eternity.
So Love, once close enough to be possessed, has now become a distant and almost eternal memory.


❤️ In one poetic sentence : :


“When You Are Old” is a meditation on the regret of discovering, only in the twilight of life, that the rarest love was not the love that admired one’s youthful beauty, but the love that cherished the changing soul within.
And perhaps the most beautiful idea in the poem is this:
Beauty may be loved by many, but the soul is truly known and loved by very few.

When You Are Old :
by William Butler Yeats : : Meaning , Symbolism and Poem Analysis : presented by V Jayaraj Pune India. :  Updated : Sunday August  2 , 2026 : Friendship Day : Updated  October 3 , 2026 : To be Updated on the next Friendship Day , Sunday August  1 , 2027

FRIENDSHIP DAY : મિત્રતા દિવસ : ઓગસ્ટે રવિ : First Sunday Of August : : કેટલા હૈયા મહીં કીધો વિસામો દોસ્તો : ( ગઝલ  ) : ગની દહીંવાલા : બિરેન  પુરોહિત : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : જરાયે દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે : મનોજ ખંડેરિયા : અમર ભટ્ટ : ( ૩ ) અ : અમર ભટ્ટ : સં. ગૌરાંગ વ્યાસ ( આલ્બમ કોશિશ ) : ( ૩ ) બ : : જનારા વિહંગમે : મિત્રને  જુદા ગણીને ઓળખ્યા નથી : રઘુવીર ચૌધરી : ( ૪ ) : : ऐ अजनबी दोस्त : अहमद फ़राज़ : ઉર્દુ ગઝલ : હમરાઝ : ( ૫ ) અ  : નિશાંત અકસર ( ૫ ) બ : : મિત્રતા / મૈત્રી ભાવ ના કાવ્ય ગીત : :

HAPPY FRIENDSHIP DAY

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો દોસ્તો : ગઝલ : ગની દહીંવાલા : :

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો !
યાત્રીએ જોયાં મજાનાં તીર્થધામો, દોસ્તો.

સંસ્મરણનાં પુષ્પ હું સૂંઘી રહ્યો, વાંચી રહ્યો;
પાંદડીઓ પર હતાં અગણિત નામો, દોસ્તો !

હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને લહેર;
પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો, દોસ્તો !

મારી દુનિયામાંય ધરતી છે, ને અવકાશ પણ,
પગ મૂકો, પ્રગતિ કરો, વિસ્તાર પામો દોસ્તો !

હો સતત અવરોધ તો એ પણ મને મંજૂર છે,
નાવડી  ને તો પવન પણ હોય સામો દોસ્તો !

પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે,
એ ગમે ત્યાં ને ગમે ત્યારે ઉગામો, દોસ્તો !

— ગની દહીંવાલા

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો દોસ્તો ! : ગઝલ : ગની દહીંવાલા : : સ્વર : બિરેન પુરોહિત : : સ્વરાંકન અને સંગીત નિયોજન :  ક્ષેમુ દિવેટીયા : આલ્બમ સંગીત સુધા :  યુ ટ્યુબ રિલીઝ  ૨૧ / ૨ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/XGJAyLkdtLk?si=LgXfHnBU7BHBvmjL

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો દોસ્તો ! : ગની દહીંવાલા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

હૈયાં મહીં વિસામો : શાયર કવિ શ્રી ગની દહીંવાલા એ જીવનયાત્રા ની કેટલીક સહિયારી સુયાદો ની સારતત્ત્વરૂપ કથનાવલિ તરીકે મિત્રો સાથે સીધેસીધી વિચારપૂર્વક કરેલી વાતો ની ગઝલ છે ; જેમાં મિત્રતા ની સુંદરતાના , પ્રેમ ની બહુરૂપિતા ના પરિવર્તનશક્તિ ના , અને હર્ષિત પુલકિત ઉલ્લસિત શોભા ના વખાણ કર્યા છે , ઉપરાંત સ્નેહ , દોસ્તી અને સાહસ યાત્રા થી અલંકૃત જીવનમાં સહભાગી થવાનું નિમંત્રણ આપ્યું છે . : : : :

“કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો !
યાત્રીએ જોયાં મજાનાં તીર્થધામો, દોસ્તો.”: મતલા નો શેઅર :

શાયર કવિ તીર્થ યાત્રાએ નીકળ્યા ન્હોતા જ્યાં પહોંચવા જતાં આરામ કરવા કે રાત્રી રોકાણ કરવા માટે , વિશ્રાંતિ ગૃહ ઉપર  આધાર રાખવો પડે . એ  જીવનયાત્રા હતી , અને યાત્રાધામ ના સ્થાને અસંખ્ય લોકો ના હ્રદય માં આશ્રય લીધો હતો . :  હેતાળ હ્રદય આરામગાહ બને ત્યારે , પ્રત્યેક મિત્રતા પવિત્ર “મજાનાં તીર્થધામ જોયાં” બરાબર લાગ્યાં હતાં . અહીં  હૈયાં ને તીર્થધામો કહ્યાં થી શાયર કવિ સૂચવે છે કે માનવ સંબંધો ને શ્રદ્ધેય અને પવિત્ર માનવા લાગ્યા હતા . :  મિત્રતા ની સુદીર્ઘ ઘરવટ અનુરાગાત્મક “હૈયાં મહીં વિસામો”ધરીને , જિંદગીના પ્રવાસ માટેની મજલ તય કરતાં દોસ્ત ની રાહ જોતી હતી . એ માઈલો માપતી તીર્થ યાત્રા ન્હોતી પરંતુ દોસ્તો પાસેથી મળેલાં હૂંફ અને સ્નેહ ના મજેદાર મિલનસાર રોકાણ હતાં , દોસ્તો ! : : : :

“સંસ્મરણનાં પુષ્પ હું સૂંઘી રહ્યો, વાંચી રહ્યો;
પાંદડીઓ પર હતાં અગણિત નામો, દોસ્તો !”: દ્વિતીય શેઅર :

“સંસ્મરણનાં પુષ્પ”: હ્રદય માં સચ્ચાઈ થી સંઘર્યાં પ્રિય મિત્રો ની હેતાળ સુયાદ નું પ્રતીક છે . આ પુષ્પ ની મિત્રતાઈ , કહો તો , પાંદડીઓ પર  અથવા પાંખડીઓ પર વાંચતા જણાતાં દોસ્ત નું અંકિત નામ ધરી મ્હોરી હતી જેની દોસ્તારી કે સખીતા એ , શાયર કવિ મનને અને જિંદગાની ને પણ સ્પર્શ્યુ હતું . સુગંધિત પુષ્પ ની જેમ , મિત્રતાની યાદગાહ સુગંધ રેલાવતી રહી હતી . ફૂલ ની ફોરમ સુંઘતાં માણતાં શાયર કવિ , સૌ દોસ્તો ને કૃતાર્થ ભાવપૂર્ણતા થી યાદ કરવા ચાહે છે .સુયાદ નાં પ્રતીકરૂપ ફૂલ અને ફૂલ પાંખડીઓ કરમાય ત્યારે તાજગી અને રંગ ઊડી જાય પરંતુ તેની સુગંધિત યાદ મ્લાન થતી નથી . : નામ એટલે નમન . : સંબોધિત નામ માં નમન હોય , ચાહનાર ભાવક મિત્ર માટેનું શ્રેયકર ચિંતના- સ્મરણ હોય . જીવનાનુભવ ની memoir book ના ભંડોળ સમા સંસ્મરણનાં પુષ્પ ની સુગંધિત પાંખડીઓ પર ગણ્યાં ગણાય નહીં તેટલાં અગણિત નામો હતાં જેને શાયર કવિ હજુ પણ વાંચી રહ્યાં છે . : : : :

“હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને લહેર;
પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો, દોસ્તો !”: તૃતીય શેઅર :

સુખાનંદ અને શોકાતુરતા : એકબીજા સાથે જોડાયેલા સમજી ઊલટથી સ્વીકાર કરવાની ધારણા અને આશય સાથે : બંનેને  વહેંચવા માટે ની તાત્પર્યતા દાખવવામાં :  મિત્રતા : પૂર્ણપણે શ્રેયકર અને ચિંતના-ઘેરી બને . : શાયર કવિએ ઓષ્ઠ પર લહેરાતું હાસ્ય લઈને બિરાજેલી સુખાસીન સુશોભિત મિત્રતા શેર : share કરવા માટે નિમંત્રણ આપ્યું છે ; જેની સાથોસાથ , વિષાદ વ્યથા અને વ્યથાના કારણ નિમિત્તે દર્દશરીક થઈ પડખે ઊભા રહી , દર્દમંદ મિત્ર તરીકે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું નિમંત્રણ પણ મળ્યું કહેવાય . :  સાચો મિત્ર ખુશીની ઉજવણી કરે અને મિત્ર ની દુઃખી કરતી પરિસ્થિતિ : વખતે નિરુત્સાહ મનમાં ઉત્સાહ ભરે , નાઉમેદી ના સ્થાને આશા જગાવે અને શોકચ્છાયા ના આવરણ ને દૂર કરતા સહાય કે સહારો બની મદદે હાજર રહે . આવી સમજણ આપીને સૂચવ્યું છે કે , ” પાંપણે બિંદુ બની ઝામો, દોસ્તો ! ” : અહીં સ્મિત ની લહેર થઈને સુખાસીન થવાના અને સાથોસાથ , ‘શોકજાશ્રુ’ : શોકાતુર સંવેદના થી ઉત્પન્ન ઝર્યા , ઊનાં આંસુ ને : ક્યારેક  : કવચિત્ :  ઝામવાના : સ્થિર થઈ રહેવાના : શાયર કવિ ના : અભિપ્રાયો : પળવારમાં હ્રદયસ્પર્શી ચમકારા સમ ઝળક્યાં ના :  શેઅર વિચાર તરીકે હંમેશા ની યાદ બની જાય છે . : : : : 

Photorealistic dramatic image of a woman ‘s eye with a single teardrop’s curved surface capturing the image of her dear friend .
Photorealistic dramatic image : Close up of man’s eye – warm golden lighting , Single teardrop falling from blue brown iris reflecting a woman ‘s face -soft smile , long hair gentle eyes faded into teardrop’s curved surface . : Courtesy Jeff Batara 13 /10 / 2025 

“મારી દુનિયામાંય ધરતી છે, ને અવકાશ પણ,
પગ મૂકો, પ્રગતિ કરો, વિસ્તાર પામો દોસ્તો !”: ચતુર્થ શેઅર : :

શાયર કવિ નું ભાવવિશ્વ ‘ધરાકાશ’ ની વ્યાપકતા થી સંચિત છે . : ભૂમિગત ઉદારતા , જનમાનસ નાં સુખચેન ધૈર્ય મનુષ્યતા અને સમતોલપણું દાખવતા કષ્ટો દુઃખો પીડા સમાવનાર ધરાતલ પૃથ્વી તત્ત્વ રૂપ છે . : ‘ધરા માં ધરાં’ :  એટલે કે ધરવ / સંતોષ પણ હોય . કવિમન ઉર્ધ્વગામી આકાશીય ફલકપાટ જેવી સંભાવના થી સમૃદ્ધ છે . : પોતાના મિત્રોને સાથે ચાલવા, શાણપણ, આશા અને રિદ્ધિસિદ્ધિ સાથે વિકાસ કરવા માટે ઉષ્માભર્યું નિમંત્રણ આપે છે . મિત્રતા એકધારી પ્રગતિ સાધવામાં સહાય કરતી , : ભાવિક ભાવનિષ્ઠ, આત્માર્થી અને સવિશેષ , અમર્યાદિત આકાંક્ષાઓ : અંતર્ગત મનુષ્યતા ના વિસ્તાર પામતી સહિયારી યાત્રા બની શકે તેની દોસ્તો સમક્ષ મૂકાયેલી શાયર કવિ ની ટહેલ પ્રશંસનીય છે . : : : :

“હો સતત અવરોધ તો એ પણ મને મંજૂર છે,
નાવડી ને તો પવન પણ હોય સામો દોસ્તો !”: પાંચમો શેઅર :

કડાકૂટ , અડચણો , સંકટ નડતર મુશ્કેલી , અને એવી કેટલીક પ્રતિકૂળતા જીવનમાં કરવાં પડતાં કાર્યો ની ગતિ રુંધનાર સતત અવરોધ પેદા કરે જે અનિવાર્ય પણ હોય ‌. નાવડી એ જળ માર્ગે હંકારી સફર માં વધુ આગળ પહોંચવા સારું સામા આવતાં પ્રખર પવન કે વાવાઝોડાં સામે ભારે સંઘર્ષ કરવો પડે ; તેવી જ રીતે , મનુષ્ય એ સામે પડેલાં પડકાર કે વાંધા -વિરોધ નો સામનો કરવો પડે . વિના ફરિયાદ આવી નડતરરૂપ મુશ્કેલીઓ નો સ્વીકાર કર્યો છે . કહ્યું છે , ” હો સતત અવરોધ તો એ પણ મને મંજૂર છે ,”: જે સ્પષ્ટ થતાં શાયર કવિ પોતાના મજબૂત ચારિત્ર્ય માટે તારીફ મેળવે છે ; અને સાહસિક સફર વધું અર્થપૂર્ણ બની જાય છે . : : : :

“પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે,
એ ગમે ત્યાં ને ગમે ત્યારે ઉગામો, દોસ્તો !” : છઠ્ઠો શેઅર : :

હૈયાં મહીં વિસામો , દેખીતી રીતે અસંગત કથન લાગે એવો વિરોધાભાસ વ્યક્ત કરવાથી માર્મિક રીતે એના પ્રેમભાવમાં  મીઠ્ઠુ ‘દર્દશરીક’ સંમિલિત થાય છે . કહ્યું છે , : “પ્રેમ જેવા શસ્ત્રથી ” પહોંચેલ પીડિત ઘાવ નું સ્વાગત કરવામાં આવે કારણકે પ્રેમાસ્ત્ર થી વિનાશ ના સ્થાને કરુણા , આત્મીયતા , અને ભાવનાત્મક પરિપૂર્ણતા લાવી શકાતી હોય દોસ્તો ને મુક્તપણે , વિના વિલંબે , પ્રેમાસ્ત્ર ને સ્વીકારી લેવા માટે પ્રોત્સાહિત કરવા ચાહે છે . પ્રેમાસ્ત્ર એવું આયુધ છે જેનાથી ( તલવાર ની જેમ ) પ્રહાર કરવાની જરૂર નથી , ( ચક્ર ની જેમ ) ફેંકવાની રીત શીખવી પડતી નથી કે ( બોંબર વિમાન / મિસાઈલ લોન્ચર / તીર-કામઠાં , વિ. ) ચલાવતું યંત્ર જોઈતું નથી . : માત્ર સ્નેહ ભીની નજરો , સામે જે કોઈ હોય એને ગમતી રીતે ઘાયલ કરી દેશે , એવી શક્તિશાળી લાગણીસભર મનોકામના કરવાની હોય . ; જે જીવનને સૌથી ઊંડો અર્થનિર્દેશ પહોંચાડવા સક્ષમ છે , દોસ્તો ! ! ! ! ! !

“હૈયાં મહીં વિસામો..” : ગની દહીંવાલા ની આ ગઝલ મિત્રતા ને અને માનવીય સંબંધો ને , અર્પિત સ્તુત્ય બિરદાવલી છે . જે અદબ પૂર્વક દોસ્તો ને સન્માન આપી સમજાવે છે કે જીવનની સૌથી અદ્ભૂત યાત્રા મિત્રો પાસે હ્રદયસ્થ હોય શકે છે . : : મિત્રવિશેષ યાદગાહ સુગંધિત પૂષ્યો ની જેમ પુરબહાર રૂપે ખીલે . સાચા મિત્રો , સ્મિત અને આંસુ : બંનેમાં મિત્રતાઈ સમાવિષ્ટ રહી હોય ,  શેર : share કરે છે . સ્મિત વિનિમય થાય એમ અશ્રુક સંવેદના પણ વ્યક્ત થાય . ; સાથોસાથ સર્વ સામાન્ય પ્રગતિ ના લક્ષ્ય પ્રાપ્ત થાય છે . : અવરોધો અને નડતર :  પ્રયત્નો ને અટકાવતાં નથી , પ્રગતિ ને રુંધતા નથી કે નિષ્ફળતા  સૂચવતા નથી ; બલ્કે જિંદગી ની સફરમાં આગળ વધવા માટે , નિશ્ર્ચિતપણે સહજ રીતે અને સ્વાભાવિકપણે , ડોળડમાક વગર સાથ આપે છે .: હ્રદય ને ઘાયલ કરનાર પ્રેમાસ્ત્ર , હાર્દિક સ્નેહ અને મિશ્રીત મીઠ્ઠા દર્દશરીક નાં સ્વાગત અનુભવ જન્માવે છે અને તેને સ્વીકારી લેવા માટે પ્રોત્સાહિત કરે છે . : પુનરાવર્તિત સંબોધન, “દોસ્તો !” ગઝલ ના દરેક શેઅર વિચારમાં , : સ્નેહ, ધૈર્ય, કૃતજ્ઞતા કે ઉપકારવશતા : અને એકબીજા ની સાથેના સુસંગઠનરૂપ , લગાતાર રહેલી : એકતા : સાથે જીવવા માટેના પ્રાણવંત નિમંત્રણો થકી : તબદીલી : લાવે છે , એટલે કે , સ્થિતિ – પરિસ્થિતિમાં રૂપાંતર , વ્યવસ્થા માં ફેરફાર અને દોષાદિક નું સંમાર્જન અથવા સંશોધન કરે છે , જે બંને મિત્રો ને માટે શ્રેયકર અને ચિંતનીય છે . : : HAPPY FRIENDSHIP DAY : ઓગસ્ટે રવિ મય મિત્રતા દિવસ ની શુભંકર શુભેચ્છાઓ સર્વ દોસ્તો ને ફળદાયી  રહે . : : અસ્તુ  . : : : :

” પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે,
એ ગમે ત્યાં ને ગમે ત્યારે ઉગામો, દોસ્તો ! ” : : મિત્રતા ની ગઝલ : ગની દહીંવાલા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ઓગસ્ટે રવિ : મિત્રતા દિવસ, ઓગસ્ટ ૨ , ૨૦૨૬ : અષાઢ વદ ચોથ  : સંકષ્ટ ચતુર્થી : : : : : : : :

HAPPY FRIENDSHIP DAY : 1 St. Sunday August 2 , 2026 .: Capturing the essence of lifelong camaraderie: Union of two old friends , : nostalgia and warm affection . Their greeting typically bridges the gap of time effortlessly, reflecting a bond forged by decades of shared memories, trust, and mutual understanding. : : : : 1) : A brief moment of disbelief followed by wide, genuine smiles as they lock eyes. The years seem to melt away in that instant. : 2) : Rarely a formal handshake. Instead, it leads into a tight, lingering bear hug, accompanied by a few gentle pats on the back, or a warm two-handed clasp with bright laughter. : 3) : First words are usually joyous, casual, and energetic, such as, “I can’t believe it’s you!” or “Look at how long it’s been!” : 3) : Hold onto each other’s shoulders at arm’s length to look each other up and down, exclaiming about how little or how much the other has changed. : 4) : Before long, they transition into inside jokes, asking about family, or reminiscing about their younger years, skipping past any awkward small talk .:  ANYTHING ELSE : Please Suggest below the Addendum from your experience as remarks : :

********************************************* ** જરાયે દોસ્તો ખબર નથી કે : મનોજ ખંડેરિયા : : : :

અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિ એકે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

–– મનોજ ખંડેરીયા

જરાયે દોસ્તો ખબર નથી કે : મનોજ ખંડેરિયા : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : અમર ભટ્ટ : : આલ્બમ  : શબ્દ નો સ્વરાભિષેક  -૨ : મનનો  રવિવાર અંતર્ગત : યુ ટ્યુબ રિલીઝ ૬ / ૭ / ૨૦૨૦ ( મનોજ ખંડેરિયા ના જન્મદિવસ પર : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :  

https://youtu.be/Fx01gwpuv9o?si=vz3RJpNlXMuP3Z7d

જરાયે દોસ્તો ખબર નથી કે : મનોજ ખંડેરિયા : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : કોશિશ : અમર ભટ્ટ ની ગઝલો : સૂર સાગર મ્યુઝિક ઓરિજીનલ  : યુ ટ્યુબ રિલીઝ ૨ / ૭ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/otv6kqH5R3M?si=0H626TAHVyZS8riM

જરાયે દોસ્તો ખબર નથી કે , અમોને  શાની સજા મળી છે . : મનોજ ખંડેરિયા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ . .  .

“જરાયે દોસ્તો ખબર નથી કે” : શાયર કવિ શ્રી મનોજ ખંડેરિયા મિત્રતા વિશે ની સંવેદનશીલ ગઝલ માં વ્યાકુળ હ્રદય ની પીડા વ્યક્ત કરે છે . પોતે નેકદિલી સત્યાગ્રહતા અને પ્રામાણિકપણે કાર્યરત્ હોવા છતાં વારેવારે ગેરસમજનો , અન્યાયી મૂલ્યાંકનનો કે અભિપ્રાયોનો અને ખોટી પારખાઈનો જીવનભેર ભોગ બનવાથી મળેલી શારિરીક અને માનસિક સજા ને લીધે નાસીપાસ થવાનું  આવ્યું હતું . : ફરીફરીને આવતા કાફિયાબંદી ના પુનરાવર્તિત ગઝલના માર્મિક શબ્દો : “–ની સજા મળી છે.” : નિયતિ કે સમાજ દ્વારા નિર્મિત અને ફટકારેલી , અનુચિત અજુગતી રીતનાં કષ્ટો પહોંચાડનાર  અને શાયર કવિ નું  : દિલ દૂભવનાર મુશ્કેલીઓ : મળ્યાં ભાવનાત્મક જખમ અને દુઃખદાયક : ઘા – આઘાત : ના પ્રતીકરૂપ છે . : : : :

“જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે..” : મત્લાનો શેઅર : :

ખોટું કર્યું નથી ત્યારે નિયતિએ શે’ના દુઃખો દીધાં !? : “શાની સજા મળી છે ?” : એ શાયર કવિ ને આશ્ર્ચર્યત્ અને વિસ્મિત કરનાર વિચિત્ર પ્રશ્ર્નો લાગે છે . જેમ કોઈ નિર્દોષ વ્યક્તિને મુકદ્દમા ની સુનાવણી વગર અથવા તહોમતનામા વગર  સજા ફટકારવામાં આવે ત્યારે એને લાગે કે એનું જીવન એની સાથે અન્યાયી વર્તન કરે છે. : તહોમત અપરાધ ના પ્રતીકરૂપ છે . પુરવાર થાય એવાં કોઈ પુરાવા નથી તોયે પરિણામ સ્વરૂપે સજા ભોગવવાની આવે એ સર્વસામાન્ય સમજણ ને પ્રતિબિંબિત કરે કે નિર્દોષ ઈસમ ધણીવાર દેખીતા કારણ વગર પીડા સહન કરે છે . : : : :

“વિનમ્ર થઈ ને કદાપિ એકે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે..”: દ્વિતીય શેઅર : :

હંમેશા વિનયી  , ધૈર્ય  રાખનાર ,  સહનશી અને મૌન રહ્યાં એમ માનીને કે નમ્રતા આદર્શ ગુણ છે. જો કે પછી ખ્યાલ આવ્યો કે વધુ પડતું મૌન પણ એક નબળાઈ ગણાય છે . કહ્યું છે , : “ન બોલવાની  સજા મળી છે .” : દુઃખ વ્યક્ત ન કર્યું કે પોતાનો બચાવ પણ ન કર્યો . એટલે દુનિયાના લોકોએ અવળું ધારી લીધું અને ફાયદા પણ ઉઠાવ્યાં . શાયર કવિ નું મૌન જ એમના દુઃખો નું કારણરૂપ થઈ જતું હતું .આમ , ગઝલ નો આ શેઅર સૂચવે છે કે એવો સમય આવતો હોય છે જ્યારે સત્ય અને આત્મસન્માન માટે બોલવાની જરૂર પડે . : : : :

“ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે..” : તૃતીય શેઅર : :

જ્યાં અને જ્યારે કોઈક પસંદીદા યોગ્ય તક દેખાયેલ હોય જેમાં જોડાવાના મહત્વાકાંક્ષી કાર્ય જોગ આગળ વધવાનો ખ્યાલ રાખ્યો હતો અને તેને માટે પહેલ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો , ત્યારે અને ત્યાં સત્તાધિશોએ અધિકારતઃ તુચ્છ અયોગ્ય અને અસમર્થ ઠેરવીને શાયર કવિ ને હટાવી દીધા ; જેને લીધે માનવું પડ્યું કે ,”સમયથી આગળ વધુ થવાની સજા મળી છે .”: જેમકે , શાયર કવિ એ રજુ કરેલાં પોતાનાં આગવાં ખ્યાલ , અલગ તરી આવતાં વિચારો અને સ્વપ્નિલ , પણ સાચેસાચા મૂર્તિમંત કરી શકાતા યોજના- કાર્યો ને સમાજ હજું સ્વીકારવા માટે તૈયાર ન્હોતો . વિધિ ની આ વક્રતા કહેવાય કે ઘણા વિચારશીલ અથવા સ્વપ્નદ્રષ્ટા , પ્રતિભાસંપન્ન , અલૌકિક બુદ્ધિ કે અદભૂત કલ્પનાશક્તિ ધરાવનાર હૌશિયાર તજજ્ઞ વ્યક્તિઓની સાચી મહત્તા અને કિંમત ખૂબ પાછળથી જ ઓળખાય છે અને સ્વીકારાય છે . : : : :

“અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે..” :  ચતુર્થ શેઅર : :

પ્રેમથી સહભાગી થનારા અંગત સ્નેહીજનો , ભાઈબંધ-દોસ્તો ને પોતાની ખુશહાલી ની વહેંચણી : ઉજવણી શુભાવસર ના પ્રસંગે નિમંત્રી ને સામેલ કર્યા . સેવા પૂજા સત્કાર કર્યા . ત્યારે એવી તે શી દખલ હરકત કે દરમિયાનગીરી કરવાની જરૂર પડે ! બાધા અડચણ વિઘ્ન પ્રત્યવાય, વાંધા વિરોધ વચકાવું ના આછાં પાતળા કે ગંભીર ટકરાવ રિસામણા  , આ બધાં કે એવાં અસ્વાભાવિક સંજોગ ઊભા થાય કે પોતે આયોજીત મેળાવડો જામ્યો હોય , હર્ષાતિરેક લહેરાતા હોય , સૌ સભાજન આનંદી વાતચીત કરી રહ્યાં હોય , સ્નેહીજનો ખાનપાન ની જિયાફત અને ગમ્મત માં મસ્ત હોય , ત્યારે નિમંત્રક મેજમાન શાયર કવિ ને સુદ્ધાં , પોતે આયોજીત હર્ષર્જન્ય સભાગૃહ છોડી જવાની ઈચ્છા થાય ! કહ્યું છે , : ” સભાથી વહી જવાની સજા મળી છે “; જે અલગ પાડ્યાં ના , એકલાં કર્યા ના , વૈરાગ્ય જેવી ત્યાગદશા ના કારણે થતી પીડા ના પ્રતીકરૂપ છે . આનંદસભા  ના આયોજક ને જ ભાગ લેવા ની તકનો ઈન્કાર કર્યો કહેવાય  . પોતાની ખુશહાલી ની ઉજવણી માટે અજાણ્યાં બનવાની કે બનાવવાની ઊંડી વિડંબના નું : સ્વાભાવિક રીતે ઘટતી અંગત ઉપલબ્ધિ ની સરાહના ને સ્થાને , અસ્વાભાવિક સંજોગ ઊભા કરનાર સ્નેહીજનો અને દોસ્તો ને ખબર હોવી જોઈએ કે આવી સજા ના નાટ્યરૂપ ક્લેવર ને પણ માન્યતા નહિ મળે . : : : :

“જરાયે દોસ્તો ખબર નથી કે” : ગઝલ  દ્વારા  શાયર કવિ શ્રી મનોજ ખંડેરિયા એવાં સંવેદનશીલ વ્યક્તિ નું નિરુપણ કરે છે જે શિશુસમ ભોળો નિર્દોષ , નમ્ર વિનયી , ઉદાર ઉદાત્ત અને મોટા મનનો મિત્ર છે . તેમ છતાં અનેકવાર ગેરસમજ, નાપસંદ અને અયોગ્યપણે , કષ્ટો આપદા અને વ્યથા સંતાપ સહન કરતો દુઃખિયો ઈન્સાન છે . : શાયર કવિ જિંદગી ના વિરોધાભાસ અને વિધિ ની વક્રતા  પ્રતિબિંબિત કરે છે . નિર્દોષ મનુષ્ય ને સજા મળે છે , મૌન રહીને  કંઈપણ ફરિયાદ ન કરનાર ના મૌનને નબળાઈ સમજવામાં આવે છે, સમય કરતાં આગળ રહેનારે ટીકાઓ અને ખોતરણા નો સામનો કરવો પડે છે અને વ્યક્તિની પોતાની અંગત ખુશહાલી ની ક્ષણો પણ અલગતા , એકલતા , વૈરાગ્યસમ ત્યાગદશા માં પરિણમે છે . મનોજ ખંડેરિયા ની આ ગઝલ , ” જરાયે દોસ્તો ખબર નથી કે”: ભાઈબંધ-દોસ્તો કે મિત્રો સમક્ષ , યથાર્થતા ન્યાયપુરઃસરતા: , વિધિ ની વક્રતા , ગુણ દશા અવસ્થા , ઈષ્ટ અસ્તિત્વ ના આવશ્યક સ્વરૂપ, સહજતા અને અસ્વાભાવિકતા જેવી  માનવીય સ્થિતિ-પરિસ્થિતી ( human condition ) વિશે ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે છે ; સાથોસાથ સ્નેહીજનો અને દોસ્તો ને એવી વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા નિમંત્રણ આપે છે જેમના : હેત સાલસતા ભલાઈ : નાં ગુણો તથા : શ્રેષ્ઠત્વ અને સામર્થ્ય :  ઘણીવાર દુનિયા થી નાવાકેફ ( unrecognised ) રહે છે : : : :

“જરાયે દોસ્તો ખબર નથી કે, : ” મનોજ ખંડેરિયા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : જુલાઇ ૨૩ , ૨૦૨૬ : અષાઢ સુદ દશમી : : વધું ૧૦ દિવસ , ને ઓગસ્ટે રવિ ૨ ઓગસ્ટ , ૨૦૨૬ : મિત્રતા દિવસ : HAPPY FRIENDSHIP DAY : : : : : :

************************************************ જનારા વિહંગમે : ગઝલ : રઘુવીર ચૌધરી : : : :

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.

આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.

મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.

ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.

મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.

–– રઘુવીર ચૌધરી

જનારા વિહંગમે : રઘુવીર ચૌધરી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . જુલાઈ ૨ , ૨૦૨૬ : મિત્રતા દિવસ. Happy Friendship Day .

“તને મળું ને મને થાય એ અજનબી દોસ્ત , તું મારી પહેલી મહોબ્બત અને આખરી પણ , દોસ્ત ! ” : : : : 

********************************************* *V : : तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त
अहमद फ़राज़

तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त
तू मिरी पहली मोहब्बत थी मिरी आख़िरी दोस्त

लोग हर बात का अफ़्साना बना देते हैं
ये तो दुनिया है मिरी जाँ कई दुश्मन कई दोस्त

तेरे क़ामत से भी लिपटी है अमर-बेल कोई
मेरी चाहत को भी दुनिया की नज़र खा गई दोस्त

याद आई है तो फिर टूट के याद आई है
कोई गुज़री हुई मंज़िल कोई भूली हुई दोस्त

अब भी आए हो तो एहसान तुम्हारा लेकिन
वो क़यामत जो गुज़रनी थी गुज़र भी गई दोस्त

तेरे लहजे की थकन में तिरा दिल शामिल है
ऐसा लगता है जुदाई की घड़ी आ गई दोस्त

बारिश-ए-संग का मौसम है मिरे शहर में तो
तू ये शीशे सा बदन ले के कहाँ आ गई दोस्त

मैं उसे अहद-शिकन कैसे समझ लूँ जिस ने
आख़िरी ख़त में ये लिक्खा था फ़क़त आप की दोस्त

अहमद फ़राज़

तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त :
अहमद फ़राज़ : : Vocals : Humraazghals You Tube Release 6 / 3 / 2026 : : CLICK HERE in BELOW to listen to the Ghazal : : : :

https://youtu.be/P7E9dNg5v48?si=tO5c6Cf5BD22-IlA

“હું એની વાદાખિલાફી કેમ કરીને માનુ જેણે લખ્યું હતું ;  આખરી પત્રમાં ફકત તમારી દોસ્ત .” : : : :

तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त :
अहमद फ़राज़ : : Vocals : Nishant Akshar : : Composition & Music Arrangements : Nishant Akshar : : You Tube Release 4 / 9 2022 : :

https://youtu.be/t2kn6nXaVMQ?si=1cyfc5_FWmic7Bi2

तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त :
अहमद फ़राज़ ( 1931 – 2008 ) : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : :

” ઐ અજનબી દોસ્ત ” પાકિસ્તાની ઉર્દુ શાયર અહમદ ફરાઝ ( ૧૯૩૧ – ૨૦૦૮ ) ની ઘણી લોકપ્રિય ગઝલ : સ્નેહ, આત્મીયતા અને સમર્પણ : નું એકસાથે અભિનિવેશન કરીને  પ્રિયજન ને ભીંજાવાનું “દોસ્ત” સંબોધન  સાધીને , પ્રેમ, સ્મૃતિ, વિરહ અને ભાવનાત્મક પરિપક્વતાની અભિવ્યક્તિ નું  વહન કરે છે . : દરેક અશઆર નોખો ઊભો રહ્યો છે અને ખોવાયેલા : પ્રેમ, યાદ અને પસાર થતાં સમય : ના મધ્યવર્તી વિચાર માં ફાળો આપે છે. : : એકબીજા થી અપરિચિત પણ બેહદ સંવેદનશીલ વ્યક્તિઓ વચ્ચેના જોડાણ ની જરાક વિચિત્ર છતાં બંધન જોડતી શક્તિશાળી લાગણીઓ વ્યક્ત કરે છે ; સાથોસાથ બે અજાણી શખ્સિયત , ગંભીરતાના ઊંડાણને જોવીસમજી અભિજ્ઞ ( માહિતગાર ) + તા (પણું ) = અભિજ્ઞતા , એટલે કે : વાકેફગારી : નું અને મધુર હ્રદયસ્પર્શી શબ્દો દ્વારા , : મિત્રતા પ્રેમ અને ઝંખના નાં ભાવ :  નું  ચિત્રણ કરે છે . : ઘણીએકવાર , વ્યક્તિત્વો નાં ભૂલાઈ ગયેલા ભાગ ને પ્રત્યાયન કૌશલ્ય થી ફરીને શોધી શકાયાં હશે . પહેલી  હોય કે આખરી : પ્રેમભરી  મુલાકાતો , વિષણ્ણતા અને એકલા રહ્યાં ની જુદાઈની અનુભૂતિઓ , નેકનિષ્ઠા , સત્યપૂર્ણ શુદ્ધભાવ , વચનપાલન અને વફાદારી તથા : હિત સંબંધ દોસ્તી :  જાળવતા ચિંતીત બન્યા ની , કાળજી દાખવનારી લાગણીઓ ની અભિવ્યક્તિ અને હ્રદયે : વસેલી શ્વસેલી  હેતાળ : નાજુક લાગણીઓ  : મહોબ્બત ના સુગંધિત પુષ્પોની પુરઃબહાર નો પ્રાણવાયુ અને પ્રકાશ છે . : : : :

“तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त
तू मिरी पहली मोहब्बत थी मिरी आख़िरी दोस्त ” : : મત્લા નો અશઆર : :

તારી પહેલા પણ અને તારા વિયોગ પછી પણ મારી જિંદગીમાં બીજું કોઈ ન્હોતું , મારી દોસ્ત . : : સમયાવધિ એ પ્રિયજનો ને અલગ કર્યાં  જે ફરીને સન્મુખ થાય , મળે ય ખરાં , પણ પ્રિય વ્યક્તિ પણ અજાણી લાગે : થાય કે પહેલો પ્રેમ જ નહીં પણ જીવનનો એ છેલ્લો અને સૌથી સુંદર , ઊંડો પ્રેમ પણ હતો. :  સંબંધ ને સંબોધન બદલાયા પરંતુ “અજનબી દોસ્ત” કહેતા ભાવશૈલી ની કવિત્વરીતિ માં ટક્યો સાચો પ્રેમ તત્ક્ષણ કહે કે ,   “તને મળું ને મને થાય એ અજનબી દોસ્ત , તું મારી પહેલી મહોબ્બત અને આખરી પણ , દોસ્ત ! ” : : : : 

” लोग हर बात का अफ़्साना बना देते हैं
ये तो दुनिया है मिरी जाँ कई दुश्मन कई दोस्त ”  : દ્વિતીય અશઆર : :

અતિશયોક્તિ ભરી ગપસપો કરવાની લોકો ની આદત ના કારણે કેટલાક જણ વૃત્તિમય ભાવાભાસ : અસત્ય ભાવારોપણ  : હેત્વાભાસ : ભૂલ ભરેલા તર્ક દોષ ( fallacy ) ઊભા કરે ; જેને લીધે નાનામાં નાની વાતચીત પણ અફવાઓ નું સ્થાન લઈ વાર્તાભાસી : વાર્તા ની કોટિનું બની જાય ; જેને દુનિયાના લોકો મિર્ચ-મસાલા ભભરાવીને રસ-ઈશક ના મનોરંજન તરીકે ફેરવે અને વળી મશહૂર પણ કરે . દુનિયા આવાં લોકોથી ભરેલી છે ; તેથી , આમ દુશ્મની નિભાવતા દુનિયાના લોકોએ તો સચ્ચાઈભર્યાં પ્રેમને , શુદ્ધ ભાવ અને પવિત્ર આચરણ હોય તો પણ , અટપટી ખટપટો થી ગૂંચવી કાઢ્યો છે .: દુનિયા આવાં લોકોથી ભરેલી છે . દુશ્મની નિભાવતા દુનિયાના લોકો થી સાવચેતી ન રાખી શકો તો દોસ્ત , શાયર કવિ કહે છે તેમ , “લોકો દરેક નાની એવી વાતમાંથી વિખવેણ કાઢે અને ખુલ્લી  રીતે ન સહી , તુચ્છકાર ના શબ્દ વડે બોલી બતાવે . ( અફસાં ) વ્હાલેરી , ” આ તો એવી દુનિયા છે , ઘણા દુશ્મનો અને ઘણા દોસ્તો સાથે.” : : : :

** ઉપવનની  ફૂલવારી પર લપેટાયેલી અંતરવેલ ની જેમ  ; દુનિયાની દુષ્ટ નજર મારી ચાહત ને પણ ખાઈ ગઈ દોસ્ત .” : :

“तेरे क़ामत से भी लिपटी है अमर-बेल कोई
मेरी चाहत को भी दुनिया की नज़र खा गई दोस्त ” : તૃતીય અશઆર : :

“અમર-બેલ” ( dodder vine ) એક પરોપજીવી વેલો છે જે સ્વસ્થ વૃક્ષ – છોડની આસપાસ પોતાને લપેટી લે છે અને તેનો જીવરસ ચૂસી : વૃદ્ધિ વિકાસ ફેલાવ : થી વિસ્તાર કરે છે . ધીમે ધીમે તેને છેવટે નબળા પાડે છે. તેથી અમરવેલ નો પરોપજીવી વેલો : ઈર્ષ્યા દ્વેષ વિનાશક પ્રભાવો : નાં પ્રતીકરૂપ છે. સુંદર સંબંધો , ઘણીવાર અનિચ્છનીય પરોપજીવી અમરવેલ ને અને દુનિયાદારી દ્વારા કરાયેલી દખલઅંદાજી ને આકર્ષે છે. : આવી રીતે ચાહત ને એટલે કે , : ખ્વાહિશ : પ્રેમાતુર હોંશ : ઔત્સુક્ય : ને દુનિયાની નજર લાગી ગઈ , સમજો . : : નેકનિષ્ઠ માણસ ના : સાચા પ્રેમ કે દિલી ચાહત : હ્રદયના વિશુદ્ધભાવ અને હાર્દિક હોવાં છતાં , દુનિયાના લોકોએ ફેલાવેલાં અસત્ય ભાવારોપણ ને લીધે , ઈર્ષ્યા, ગપસપ અને દુષ્ટ ઇરાદાઓ નાં ભોગ બનવું પડે છે. શાયર કવિ કહે છે તેમ , “તારા ઉપવનની ફૂલવારી ની આસપાસ ( તારા કામત : stature શરીર ફરતે ) અમરવેલ ( dodder vine ) વીંટળાઈ ને : લપેટાયેલી : ગૂંથાયેલી છે , ખત્મ કરવા : ** ઉપવનની  ફૂલવારી પર લપેટાયેલી અંતરવેલ ની જેમ  ; દુનિયાની દુષ્ટ નજર મારી ચાહત ને પણ ખાઈ ગઈ દોસ્ત .” : :

* “યાદોં પાસે આવી તો ફરીને તૂટલી યાદ રૂપે આવી છે ;     પસારથઈ કોઈ મંઝિલ , કોઈ ભૂલી જવાતી પ્યારી દોસ્ત”

” याद आई है तो फिर टूट के याद आई है
कोई गुज़री हुई मंज़िल कोई भूली हुई दोस्त ” : ચતુર્થ અશઆર : :

સમજીએ તો , લાંબી સમયાવધિ વીત્યાં પછી , કોઈ એવા રેલવે પ્રવાસ કરતી વખતે અથવા શહેરની કાલાંતરે મુલાકાત લેતાં થાય કે ઘણા વર્ષો પહેલા , જે શહેરમાં રહ્યાં હતા અથવા  જે રેલવે સ્ટેશન પાર થયું કે વટાવ્યું કે રેલવે-કોચ ની વિન્ડોપેઈનમાં થી જોયું ત્યાંથી : જુદી દિશામાં બીજા નિવાસે નવા ઠેકાણે : ( migrating to new city , settling in new locale ) સ્થળાંતર કરીને સ્થાયી થયા હતાં : ત્યારે ખ્યાલ આવે કે : જૂનું ઘર જૂનો મુકામ જૂની નગરી : લગભગ ભૂલી ગયાં હતા . અને એ બધું જે ભૂતકાલીન ગર્તા માં ગુમાવી દીધું હતું તે બધું  સજીવન થઈ ને સારી માઠી જૂની યાદોં તરીકે યાદગાહમાં થી બેઠું થાય , નજર આગળ તરવરી ઉઠે , સાથોસાથ ભૂલી ગયેલા આનંદ અને દુઃખો ને પણ જાગૃત કરે . મિત્રો સગાંસંબંધીઓ નાં ખબરઅંતર અને પ્રિયજનો ના સરસંદેશ વર્ષોથી જાણ્યાં નહિ હોય ; એ લોકોના  તરવરતા ચહેરાઓની સેળભેળમાં થી , નોખી  ઊભરી આવતી ભૂલાતા પ્રિય દોસ્ત ની છબી , ત્વરિત પસાર થતાં રેલવે સ્ટેશન ની જેમ નજીકતર આવતાં આવતા ઓઝલ થઈ જાય : એમ એક ઝપકા માં ગુમાવી  દઈએ જે : હ્રદયોર્મી ને ઊંડેથી હલબલાવી નાખે . : ( forgotten joys and sorrows , leaving the Heart deeply shaken ) : રઘુવીર ચૌધરી ની એક ગઝલ ( અહીં ઉપર વાંચો ) : “જનારા  વિહંગમે ” જેમાંનો એક અશઆર છે . : :

“ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.” : :

આમ , ભૂલી જવાતી યાદોં , આકસ્મિક રીતે પાસે આવે ને તરવરે ત્યારે હલબલાવી ને દિગ્મૂઢ કરતી આવે અને ચિત્તમન ને અસ્તવ્યસ્ત કરનારા પ્રણોદિત કંપનભેર ( forced vibration ) “તૂટતી યાદ”રૂપે આવે ત્યારે શાયર કવિ કહે કે “યાદોં પાસે આવી તો ફરીને તૂટલી યાદ રૂપે આવી છે ;     પસાર થતી કોઈ મંઝિલ , કોઈ ભૂલી જવાતી પ્યારી દોસ્ત”::::  

“अब भी आए हो तो एहसान तुम्हारा लेकिन
वो क़यामत जो गुज़रनी थी गुज़र भी गई दोस्त ” : પાંચમો અશઆર : :

વિપત્તિ નો મુશ્કેલ સમય પસાર થઈ ગયા પછી મોડેથી પહોંચનાર દોસ્ત સમક્ષ , આભાર ની લાગણી દર્શાવનાર શાયર કવિ , દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે . થોડાએક વખત માટે ચિંતાતુર મન વ્યાકુળ રહ્યું અને અસ્વસ્થ રહ્યાં , થાક્યાં ય ખરા ! પરંતુ હવે સંકટ ની એ ઘડીઓ રહી નહીં . માનસિક રીતે પડી ભાંગતી વિટંબણા ઝેલતી વખતે સાથી સંગાથી મદદરૂપ થાય . પણ જ્યારે આવી પડેલી વિપત્તિ ના દુઃખ પહેલાથી જ સહન કરી ચૂક્યા હોઈએ તો દોસ્ત ના સમયસર નહિ પહોંચવા વિશે કટુતા ઉત્પન્ન થયેલી ન્હોય તો કટુતાઈ કે ખિન્નતા બતાવવાની જરૂર નથી . મોડું ય ભલું ! દોસ્તનું આગમન આવકાર્ય છે ; તેમાં પણ દોસ્તીનું દ્રઢિકરણ થતું હોય માન્ય છે.  “તું હમણાં આવ્યો છે, તે પણ માથે : અહેસાન છે તારો ;
પણ જે આફત પડવાની હતી તે પસાર થઈ ગઈ દોસ્ત ” : : : :

“तेरे लहजे की थकन में तिरा दिल शामिल है
ऐसा लगता है जुदाई की घड़ी आ गई दोस्त ” : છઠ્ઠો અશઆર : :

ક્યારેક સંવાદ ના શબ્દો દ્વારા નિર્મિત થવાં ને બદલે બોલવાના લહેકામાં , અથવા  ઉચ્ચારિત અવાજમાં : ઘસાયેલા અવાજ ( wearisome  voice ) વચ્ચે ભાવનાત્મક રીતે થાકી ગયેલો ( emotionally drained ) દૂરનો ( distant  ) શ્રમિત  ( tired ) હતોત્સાહી નો ‘રણકો અને સણકો’ તથા સેવેલી ‘ચૂપકીદી’ જેવાં થયેલાં ફેરફાર દ્વારા અલગાવ સમજી શકાતો હોય છે . ત્યારે  મનમિજાજ થોડીવાર માટેનો હોય એવું વિચારાયું જરૂરી મનાતું નથી . તે સૂચવે છે કે તેના સાથી – સંગાથી એ , માનસિક અને ભાવનાત્મક રીતે ઠીક કરવાના પ્રયાસ છોડી દીધાં છે ; અને દોસ્તી ભર્યો સંબંધ એના અનિવાર્ય અંત ( inevitable end ) સુધી પહોંચી ગયો છે એમ સ્વીકારવાનું નક્કી છે . સ્પષ્ટ બોલાયા વગર અંત ઓળખ્યો . સ્વર સંકેતો વાસ્તવને અતીક્રમે એ માનવા પાછળ કોઈ તાર્કીક પ્રમાણની પણ જરૂર વર્તાતી ના હોય ત્યારે શાયર કવિ અંતદ્ષ્ટી ( intuition ) થી સહજપણે  માનાદબ થી કહે , : : “તારા લહેકાની થકાનમાં ઝબકોળ્યું તારું હ્રદયેય શામિલ છે, લાગે છે જુદાઈ ની ઘડી આવી પહોંચી છે . દોસ્ત .” : : : :

**” મારા શહેર માં તો પથ્થરો નો વરસાદ પડવા ની મોસમ‌  છે ;   તું આ કાચ જેવો ચહેરો લઈને ક્યાં આવી પહોંચી , દોસ્ત ! ”

“बारिश-ए-संग का मौसम है मिरे शहर में तो
तू ये शीशे सा बदन ले के कहाँ आ गई दोस्त ” : સપ્તમ અશઆર : :

આ અશઆર , અંદરૂની નબળાઈ, હાનિકારક જોખમ ની પૂરેપૂરી સંભાવના , અને પ્રેમાશ્રય નાં રૂપકાત્મક ચિત્ર દર્શન ની સાથોસાથ : બાહરી દુનિયાની કઠોરતા વચાળે પ્રિયજનના નાજુક સ્વભાવના વિરોધાભાસ ની વિસ્તૃત અસરો ઉપજાવે છે . : :

“बारिश-ए-संग” : “પથ્થરોનો વરસાદ” અત્યંત પ્રતિકૂળ, ક્રૂર હિંસક વાતાવરણ નું અથવા અસ્તવ્યસ્ત કરનાર અને દુશ્મનાવટ દાખવનાર વાતાવરણ નું પ્રતિનિધિત્વ કરે છે ; જ્યાં લોકો કઠોર અને માફ ન કરનારા હોય છે. : ક્રૂર હિંસા સામાજિક સ્તરે દ્વેષ , અસદ્ભાવ , ગપસપો ના સ્વરૂપે પ્રગટ થતી હોય છે . ભાવનાત્મક હિંસા રાજકીય સ્વરૂપે : અંધેર અશાંતિ નફરત : તાનાશાહી ના સ્તરો પર જે તે સમય અને સ્થળ પર નાનાં મોટાં છમકલાં થી માંડીને દુષ્ટ બુદ્ધિ થી આદરેલા બળપ્રયોગ ના ટકરાવ ઊભાં કરતી પ્રગટ થતી હોય છે . મોસમ સૂચવે છે કે આ નકારાત્મકતા વ્યાપક , દૂર્નિવાર્ય અને કોઈપણ માટે , ખુલ્લાંમાં ટાળી શકાય તેવી હોતી નથી . શાયર કવિ પોતાની દોસ્ત સમક્ષ , પોતાના શહેર માં જોયેલો જાણેલો કે રજૂ થયેલો અહેવાલ સાથેનો અભિપ્રાય : છેલ્લાં માં છેલ્લી સંવેદનશીલ શહેરી હાલાત ને ,નવીનતમ સમાચાર ની જેમ બયાન કરે છે . : : ચેતવણી આપવી જરૂરી છે કે પારદર્શી નિર્દોષતા અને કાચ સમી નાજુકતા લઈને એની : પ્યારી વહાલી ભલી : દોસ્ત , પોતાના અરાજકતા ભર્યાં , દુશ્મનાઈ અને અદાવત ભર્યાં પ્રતિકૂળ શહેરી વાતાવરણ ની પથ્થરવર્ષા સામે સરળતાથી ટકી શકનાર નથી . શાયર કવિ ની દોસ્ત માટેની ઊંડી ચિંતાશીલ અભિવ્યક્તિ , અહીં દ્વિ-સ્તરીય પ્રેમ નું અને નબળાઈભરી  અસ્વસ્થતા નું રૂપકાત્મક ચિત્રણ બને છે . : :

“शीशे सा बदन” : “કાચ જેવું શરીર” : નિર્દોષતા  શુદ્ધતા, ભાવનાત્મક નાજુકતા : નું અથવા ઊંડી સંવેદનશીલતા નું પ્રતિનિધિત્વ કરે છે. : તોફાની શહેર ના પથરાવ અને તોડફોડ સામે કાચ અતૂટ રહે નહીં . : વહાલી દોસ્ત ને , અને તેણીના નાજુક , શુદ્ધ આત્મા ને આવી વિનાશક અને માફ ન કરનારી દુનિયાના હિંસક લોકોની વચ્ચે શહેરની મુલાકાતે આવવા બદલ , મધુરતા મૃદુતા અને નરમાશ થી પ્રૃચ્છા કરીને હાલચાલ જાણીજણાવી ચેતવણી આપી રહ્યા છે ; શાયર કવિ કહે છે,  ” મારા શહેર માં તો પથ્થરો નો વરસાદ પડવા ની મોસમ‌  છે ;   તું આ કાચ જેવો ચહેરો લઈને ક્યાં આવી પહોંચી , દોસ્ત ! ”

” मैं उसे अहद-शिकन कैसे समझ लूँ जिस ने
आख़िरी ख़त में ये लिक्खा था फ़क़त आप की दोस्त ” : મક્તા નો અશઆર : :

મક્તા ના અશઆર માં : પ્રેમ, આશા અને ઈન્કાર : નાં કડવા – મીઠા ભાવાર્થ  ( paradoxical nuance ) શોધીને દોસ્તીભરી જકડ , નાજુકાઈથી , લિખિત માં પુરવાર થતી બતાવી છે . અંતિમ શબ્દ લિ . = લિખિતંગ फ़क़त आप की दोस्त સહીનામ સાથે ( Only yours friend ) સાથે મળેલા દોસ્ત ના આખરી પત્ર એ શાયર કવિ નું દિલ મનાવી લીધું હતું . લિ. નો એક શબ્દ દોસ્તીના અતૂટ વિશ્વાસને ન્યાયી ઠેરવવા પર્યાપ્ત રહ્યો હતો . ચોકસાઈ ભર્યો શિષ્ટાચાર , દેખાવ પૂરતી ટાપટીપ હતી નહીં અને પ્રામાણિકપણે માન્ય ગણાયો જેના કારણે વિશ્વાસુ અને વચનબદ્ધ દોસ્ત ની શખ્સિયત કાયમ રહી . : ઉર્દુ શબ્દ अहद-शिकन (عہد شکن) માં अहद- , એટલે વચન , પ્રતિજ્ઞા અને -शिकन એટલે તોડનાર , મિટાવી દેનાર :  अहद-शिकन એટલે પ્રતિજ્ઞા કે વચન તોડનાર .:  શાયર કવિ વહાલી દોસ્ત ને અવિશ્વાસુ ( unfaithful ) જુઠ્ઠાડી ( liar ) સમજીને વફાદારી ( loyal ) અને મિત્ર-નિષ્ઠા ના સંબંધને આંચ આવવા દેતા નથી . આખરી પત્ર માં ઔપચારિક સહી-નામ ( formal sign-off signal ) બાહરી દુનિયા તોડલભાવ ની દ્રષ્ટીથી નકારે ; શાયર કવિ પ્રતિભાવ રૂપે કહે , “હું એની વાદાખિલાફી કેમ કરીને માનુ ; જેણે લખ્યું હતું ,  આખરી પત્રમાં ,  ફકત તમારી દોસ્ત .” : : : :

तुझ से मिल कर तो ये लगता है कि ऐ अजनबी दोस्त :
अहमद फ़राज़  : : : : આ ગઝલ ,  ચિત્ત મન હ્રદય માં ઉચ્ચાસને કંડારેલ 💕 પ્રેમ : મોહબ્બત : ચાહત : 💕 ના વિચાર વિશેષક અર્થાલંકાર સમું મનનચિંતન ( meditation on lOVE ) છે . જુદાઈ પછી પણ સાચો પ્રેમ ટકી શકે . આસપાસ મંડરાતા દુનિયા ના લોક દોસ્તી , પ્રેમભાવ અને સૌહાર્દ ના સંબંધો ને અદેખાઈ થી જુએ અને વખતે તોડલ દ્રષ્ટિ થી નુકશાન પણ પહોંચાડે . રુમાની પ્રેમ અશક્ય બને , છતાં સ્નેહ, આદર અને ભાવનાત્મક જોડાણ ખત્મ થતાં નથી . આ ગઝલ પ્રેમ અને દોસ્તી સબબ પ્રિયજન ઉપર અધિકાર જતાવતી નથી . : પ્રેમ , સુયાદ , પસાર થતાં સમય ની આસપાસ મધ્યવર્તી વિચાર કેન્દ્રીત કર્યો છે . સ્નેહાળ સ્મૃતિ અણધારી શક્તિ સાથે વર્તમાનની જીવાતી ક્ષણોમાં દેખા દે છે . અતૂટ શ્રદ્ધા વિશ્વાસ સત્યતા આખરે રોષ ને કે મનદુઃખ ને હડસેલી દેય . હર હાલમાં એક દોસ્ત તો હંમેશા સાથ સંભાળ માટે પડખે ઊભો રહ્યો હશે . મોડો પડ્યો હોય એમ બને જેને લગતી ખિન્નતા આવી ન્હોતી એમ જ સમજે તે દોસ્ત . : અમરબેલ , કાચ જેવો ચહેરો , પથ્થરો ના પથરાવ નું શહેર , ભૂલી શકાતું ગંતવ્ય , લહેકાની થકાનમાં નજરાય તે જુદાઈ ની વેળા , પસાર થતી મંઝિલ ની જેમ આવતી તૂટલી યાદ , આફત ટળી ગયા પછી મોડેથી પહોંચનાર દોસ્ત સમક્ષ આભાર ની લાગણી દર્શાવનાર કૃતજ્ઞ દોસ્ત , હ્રદયોર્મી ને ઊંડેથી હલબલાવી નાખતી પ્રિય દોસ્તની છબી , જગતભરમાં સર્વદા ભમતો ભૂતકાળ , જેવાં રૂપકાત્મક ચિત્રણ સંવેદી લેન્ડસ્કેપ્સ ને ગહનતમ બનાવે છે . ક્યાંય કોઈ ચીડ કે રોષ બતાવ્યાં નથી . : જુદા જુદા સૂચિતાર્થ સહીત , વિચાર-વિશેષક અશઆર નોખાં ઊભાં રહીને પુનરાવર્તિત  સંબોધન  રૂપે “દોસ્ત” સમક્ષ આદર થી કે કરુણા થકી કે સહનશક્તિ દાખવતા કે કૃતજ્ઞતા પૂર્વક આભાર વ્યક્ત કરતા કરતા માનવીય ગૌરવ સાથેનાં  સંબંધો ની સંપુર્ણ સ્વીકૃતિ સાથે ગઝલ નું સમાપન થયું છે . : કરુણા ( compassion ) , દોસ્તી માં કેળવાયેલી સામાન્યતા ની સ્વીકૃતિ ( acceptation ) , જુદા થયાં પછીની પ્રેમભાવ માં રહેલી ટકાવી રાખનારી ખમતીધર સહના ( endurance of love beyond separation ) નાં પ્રતીકરૂપ પાસાંઓ સાથે , હ્રદય સ્પર્શી વિચારાભિવ્યક્તિ નું પોતીકું લાગતું કવિત્વ દર્શન , મનને હર્ષાતિરેકથી ભરી દેનાર સુંદર સૌમ્ય પ્રેરણાદાયી અહમદ ફરાઝ લિખિત ગઝલ આદાબ – તસ્લીમાત ” અજનબી દોસ્ત”: વિ જયરાજ ના રસ દર્શન સહીત પ્રસ્તુત છે .: “पेश-ए-ख़िदमत : प्रस्तुत है / आपके सामने हाजिर है l ” : : “pesh-e-khidmat” (پیش خدمت) : presented here as A Gift of the FRIENDSHIP DAY Of  Sunday The August 2 , 2026 : : મિત્રતા દિવસ ની મુબારકબાદી : :  Like it , Share it . : : : :

અજનબી દોસ્ત : અહમદ ફરાઝ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ૨ ઓગસ્ટે રવિ , ૨૦૨૬ : મિત્રતા દિવસ : : : : : : : :

I have two friends
About Offline Community
How Couples met : And it’s true of friendship too.

૧૯૫૮ માં પેરાગવે માં ૧૯૩૦ થી હોલમાર્ક કાર્ડસ શરૂ કરનાર ‘જોયસે હાલ’ દ્વારા , “આંતર રાષ્ટ્રીય મૈત્રી દિવસ” ની ઉજવણી નો ખ્યાલ લોકપ્રિય બન્યો . ૧૯૮૮ થી મૈત્રી દૂત તરીકે honey loving tabby 🐻 bear : Winnie The Pooh : ને UN દ્વારા નિયત કરેલ . ૨૦૧૧ ના ૬૫ માં સેશન દરમિયાન ૩૦ જૂલાઈ આંતર રાષ્ટ્રીય મૈત્રી દિવસ તરીકે મુકરર‌ દિવસ ની માન્યતા અને ઉજવણી નક્કી બની . ભારત માં , ઓગસ્ટ મહિનામાં પહેલો રવિવાર “મિત્રતા દિવસ” તરીકે નક્કી થયો . ( National Best Friends Day: June 8. National Boyfriend Day: October 3. National Girlfriends Day: August 1. ) : મિત્રતા , દરેક વ્યક્તિની જિંદગીમાં વિલક્ષણ પણે , જીવન વર્ધક અને પોષક : ખુશાલી લાવનાર નીવડે . સાથ , સંગાથ , ભરોસો અને આનંદ મિત્રતા સાથે , એકસાથે , જીવતરને , અન્યોના ભાવવિશ્વ સાથે જોડે એ , મહામૂલી , દૈવી સોગાત થઈ શકે . હર્ષાતિરેક ભર્યા માનવ સંબંધ , મૈત્રીથી પૂર્ણતા પ્રાપ્ત કરે . વધુમાં , સાહચર્ય ઝંખે , બિરાદરી માં સમાયોગ કરનારુ સ્થાન પણ જુએ . એમાં , રંગભેદ , જાત પાત , ધર્મ ની સીમાઓના અંતરાયો નડે નહીં . કોઈ ને ગાઈડ -ગુરુ મળે , તો સહોદરા અને અદેખવો જોડીદાર પણ કંઈ કમ નથી : મિત્રતાના રૂપ , અનોખા અંદાજમાં , જીવન પર્યંત મળતા રહે . સંપ સુલેહ ભર્યો અંદાજ હોય , મિત્રના બચાવમાં ઉતરી આવી ને બિનશરતી ટેકો કરે . ઉપરાંત સાથ અને સંભાળ ખૂબ જ મૂલ્યવાન હોય મિત્રતા ને કદાપિ ત્યજી દેવી નહીં . આનંદ , ઉલ્લાસ અને પ્રસન્નતા ની “સુંદર યાદગાર” મિત્રતા સાથે મળતી આવી હોય તેને માટે , તમારા ‌મિત્રોનો આભાર ‌માનો અને “હેપ્પી ફ્રેન્ડશીપ ડે” મિત્રતા દિવસ ની “શુભેચ્છાઓ” friendship band કે gift સાથે પાઠવીને વાઇબ્રન્ટ બનો . બે મિત્રો ને માટે ચૂપકીદી , શાંતતા, અનુલ્લેખ , મૌન સુદ્ધાં , સતાવનાર કે અસ્વસ્થ કરનાર ના હોય : કસોટી , પડકાર , આહવાન , હરિફાઈ , તકરાર , સંઘર્ષ દરમિયાન , મિત્ર પાસેથી તમારા માટેનો ઉકેલ ન પણ મળે . પરંતુ , એનો સામનો કરનાર તમે પહેલા નથી અને દુનિયામાં એકમાત્ર પણ નથી . ( મિત્ર તો તમારા તરફે રહે ) : એવી જાણ , સમજ મિત્રતા ને લીધે સ્પષ્ટ થતી આવે . જ્યારે , માની શકાય કે મિત્રતા માનવજીવન માટે આવશ્યક હોવાનું મહત્વ ધરાવે છે : મિત્રતા દિવસ ૨૦૨૧ માટે આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું : : : : 

FRIENDSHIP DAY : First Sunday of August , Every Year : Calendar Till the year 2031 .

Making every journey worth remembering to being willing to lend an ear when we need it the most, friends hold a significant place in our lives.  Having a friend by your side can make it simple. Friendship recognises no boundaries and teaches the art of caring and loving to anybody who values this connection, from the young to the old.

Friendship Day acts as a gentle reminder to cherish the connections . Give our friends our sincere gratitude, and let them know how much they mean to us. : 
 
From making every journey worth remembering to being willing to lend an ear when we need it the most,ds hold a significant place in our lives. To honour this bond, India observes Friendship Day on the first Sunday in August each year. This year, it falls on August 3. No matter how challenging a task may appear alone, having a friend by your side can make it simple. Friendship recognises no boundaries and teaches the art of caring and loving to anybody who values this connection, from the young to the old.

Friendship Day acts as a gentle reminder to cherish the connections that, in so many ways, lessens our burden. It’s time to embrace the spirit of friendship, give our friends our sincere gratitude, and let them know how much they mean to us.

Friendship Day History And Significance
The idea of the Day of Friendship gained its origin in the United States in the 1950s by Joyce Hall, founder of Hallmark Cards. The date of the celebration was not specified, but the idea spread across borders almost immediately.

In India, the first Sunday of August became the customary and culturally appropriate date for Friendship Day celebrations. This choice enables people to enjoy the occasion with more leisure and enthusiasm, making it easier for social interactions and festivities.

The International Day of Friendship observed by the UN in 2011 was an exchange of friendship, looking forward to global peace and unity , with greater emphasis on creating a better understanding and cooperation among people of different cultures and communities. It was envisioned to bring about unity among people around the globe, the Indian one focuses on personal relationships and social activities. All these differences notwithstanding, both days remain in place to celebrate the emotion of friendship. :  Some ideas include going to your favourite restaurant for lunch or dinner, sending gifts to friends who live far away, creating a photo collage with them on social media, or watching movies together. You should express your appreciation for your friend in addition to these things. : Many Study has shown that we are suffering through what some have called a “loneliness epidemic”: :

Gallup reports that 1 in 4 adults feels lonely.
From 1990 to 2021, the percentage of adults saying they have a “best friend” dropped from 75% to 59%.
People from the ages of 19-29 report the highest levels of loneliness (27% are “Very lonely”). These numbers decrease as people age. : The Internet killed some old ways of making friends . But technology is also creating new ways to make friends! : In his famous book “Bowling Alone”, Robert Putnam described what he called the collapse of American social capital. For Putnam, the demise of bowling alleys was a warning sign. As a lot of us disconnect from communities, we get lonelier. And that makes it harder to make friends. : : : : : : : : : :  The benefits of online communities is that they are great place.  When we have so many studies showing the harms of social media, it gets easy to blame loneliness on it. In fact, more of our relationships start online. This is true of dating, where the rise of meeting online has skyrocketed. : : : : : : : : : : : : : : : : : :  How to make friends : :

Where to make friends as an adult.


1. Find events

Even a small to medium-sized city will have things happening most weekends. And if you live in a big city, there’s ALWAYS stuff going on.

Meetup: A website dedicated to helping people find local events. You’ll find plenty of formal events, but also lots of people looking to connect for things like “Ugly sweater” parties or “board game nights.”
Eventbrite: Another option with lots of local events.
Google: If you Google “conferences” or “events in my town,” you’ll find that any city has tons of stuff happening on the average weekend. Find something that interests you and go! Take a chance . : : : : : : : : : : : : : : :  .  

 2. Join stuff

If you aren’t already active in extra curriculars, it’s one of the best ways to make friends. Whether it’s a pickup football game, mountain biking, or scrapbooking, joining things can get you into contact with people you wouldn’t otherwise meet. Find a local club to get involved with and dive in.


*Tip: Remember, it can be intimidating to join new groups where it feels like everyone knows each other and/or knows more about the activity than you do. It’s normal to feel a bit of imposter syndrome at first. Remember that every “insider” was once an “outsider.” 3. Meet your neighbors

The people around you may or may not be the perfect friends. But you should at least figure it out. Things like block parties or community events can be a way to meet the people around you. Talk to your neighbors if you get a chance. You never know what can come of it.


4. Care for others

Whether it’s volunteering at a local nursing home or baking muffins for a neighbor, finding ways to care for others takes the focus off yourself and helps you to form new friendships. It also makes people feel valued and cared for, and does a lot to combat our loneliness–even if it doesn’t lead to lifelong friendships.


5. Volunteer : Volunteering for stuff in your community can be a great way to make new friends. Signing up for a cause you care about is the perfect place to meet like-minded people who are driven by similar ideals and values. Here are a couple ways to get started:


Choose a cause you care about: The majority of non-profits and citizen action groups are always looking for people to help. It could be as easy as dropping an email or phone call to see if there are volunteer opportunities.
Sign up for your kids’ activities: If you are a parent, you will know that there is almost always a need for volunteers for things like school trips, the PTA, or local sports. While it’s a time commitment, signing up for these types of activities can increase your exposure to other parents too! A lot of parents make friends this way. : : : :: : : : :          6. Join an online community

Online communities have made it possible to connect with people from all around the world, over even the most obscure interests.


It might be hard to find people in your small town who care as much as you do about Norwegian death metal or orchid growing, but it’s not hard online. That’s why online communities are so incredible and affirming–you can find people to share almost any interest with!


Online communities are often the answer to the question, “Why can’t I find people who care about the same things I do?”


If you did a quick survey of the staff here at Mighty, you’d find that a lot of us are in online communities! We don’t just run the platform, we know how awesome it can be to connect over a shared interest or journey. 7. Build a community : :

If you can’t find one to join, you could consider starting your own online community! It’s not hard to get started on a community platform, bringing people together around something that you care about.

8. Go further at work

Work is a place to make friends. This doesn’t mean that every workplace needs to be “a family,” but statistics do show that at least 76% of people have a close friend at work.


If you aren’t one of these people yet, look for opportunities to make new connections. In a big workplace, you might find friends on other teams or other parts of the organization.


via GIPHY : : Join committees that give you exposure to other parts of your workplace.
Attend workplace events like talks, parties, etc., with an open mind and don’t be afraid to talk to people!
Find opportunities to work on projects that expand the circle of people you interact with.
Don’t just talk about work. While professionalism is a real thing we need at work, it doesn’t necessarily mean we can’t ever talk about our lives.
“Network” at work. Asking another employee for coffee or lunch can be good for your career, but in some cases it may lead to friendships too! : : : :
9. Say “Yes” more often

When you get invitations, try to say “Yes” more often! If you’re the type of person who turns down a lot of social invites, make this the year you accept them. Who knows what will happen!


10. Try an app

Apps have changed the dating world with their “swipe left” and “swipe right.” But they’ve also changed the way we make friends.


This includes a few apps that are specifically designed to help people meet their new besties. If you’ve never tried one, one of these apps might be a good place to start.


Bumble launched a new focus–”Bumble for Friends.”
Hey Vina! – “Tinder for (Girl) Friends”:
NextDoor – An app for all things local, including making friends!Quick tips for making new friends : :
11. Get religion : :

In the past, a lot of friendships were formed around religious or ethnic community hubs, like churches, mosques, and synagogues. If this is a part of your identity, maybe it’s time to reconnect with a community space like this. These types of organizations often make it easier to connect
Quick tips for making new friends : : : : : : : : Ask questions: Don’t make it all about you. People love to talk about themselves. Make sure to ask questions and learn about people when you meet them.
Practice active listening: Nodding and asking follow-up questions can help people feel heard.
Start conversations with easy things: It’s not scary to ask questions like “Where do you work?” or “Where are you from?”
But get personal: Real friendships aren’t born of small talk. Real friendships require vulnerability, sharing your thoughts, hopes, and dreams.
Push through the awkward: A first conversation can be awkward, for you and for the person. Push through it! You can even name it (e.g. saying “Well, this is awkward,” with a laugh).
Face rejection head on: Asking someone for coffee or a number might lead to rejection. And it stings for a minute. But in the grand scheme of things, it doesn’t matter. If one connection doesn’t work, get back up and try again!
Make a plan: It’s easy and non-commital to say “we should hang out sometime.” But if you want to make real friends, try saying things like “Want to meet for coffee next week at X place?”
Follow up: Just like a job interview, follow up on new friendships too! After you meet someone, you can text them and say, “It was so great meeting you! I’m excited to grab coffee.”
Follow through: If you say you’re going to text or call or show up, do it! Keep your word and show that you’re trustworthy.
Build groups: Some of these things can feel awkward 1:1. So why not make it a group? Invite other people into your conversation. Instead of trying to hang out 1:1 with someone, try creating group activities. For example, invite a group of people together for coffee or an activity. Making it a group thing takes pressure off an individual and makes it easier to say yes.
Connect online: By exchanging social profiles (e.g. LinkedIn, Insta), you can keep in touch with them and learn more about them.
Don’t be afraid to move on: It sounds harsh, but it’s true. Not every potential friendship will work. Acknowledge to yourself if a friendship isn’t working and move on. There are lots of great people in the world. Maybe you just haven’t met your best friends yet.
Remember that others are lonely too: If you’re feeling lonely, you’re not alone. We quoted the stats on loneliness above. Others are feeling lonely too. By making a new friend, you just might be curing someone else’s loneliness! : : : : : : : : : :  : : ; : : ; : : : : : : : : How to make better friendships (5 foundational things)

Understand yourself : For example,


If you were bullied as a child, it can be harder to trust adult friendships. Studies have shown that bullying victims carry the scars into adulthood, and have higher rates of social anxiety and are less likely to trust friendships.
If you had damaged attachment styles from your family of origin, it can be hard to form adult friendships. For example, people with anxious-preoccupied attachment might fear abandonment or constantly look for reassurance. Avoidant people might struggle with intimacy and maintain emotional distance. ( Know more about attachment theory here).
Past betrayals by friends can make it harder to form new friendships. If you’re scared of getting hurt again, it can be hard to trust.

These types of psychological wounds from past relationships can make it harder to form new friendships. If you have access to mental health support (e.g. a therapist) : :

Know who you are and what you need :

As you look at forming new friendships, it’s really important to understand who you are and what you need.


Are you introverted or extroverted?  : : : : : If you get energy from going out to clubs, finding a friend who gets energy from being home alone every Friday might not be the best fit.
What are your boundaries and deal breakers?  : : People who struggle with boundaries can end up forming unhealthy friendships.

Knowing how to form friendships really starts with knowing what you actually need from friendships. Not every person wants the same thing.


Love yourself : : This might sound a bit woo woo, but self esteem is an important part of forming friendships. If you struggle to love yourself, you can struggle to make friends–or not trust it when you do form friendships.


Try to appreciate the great things about YOU. Some people find that positive affirmations can help with this, or a gratitude journal. As you grow your ability to love yourself, you’ll find your ability to accept love grows. : : Don’t be something you’re not

As a follow up to loving yourself, be yourself! Some people try to make friends by shape-shifting into someone they’re not, pretending to like things they don’t.

While it’s important to be open to new interests and experiences that surprise you, it’s also important to acknowledge who you really are. And trust that you will find friends who like you for who you are. : : : : Find the right people (you don’t need everyone)

Let’s take a friendship analogy from sales. A good sales person isn’t trying to convince every person they meet to buy their thing. A good sales person tries to sift through the many people they meet to find the few qualified buyers. Instead of convincing everyone to buy, they try to find the right people to buy.

The average person knows about , and will meet 80,000 people in their lifetime. You don’t need all 800 people to be your friends. And you don’t need to spend a ton of time convincing people to be your friends who won’t be (or convincing yourself to like the people you don’t like).

There are a lot of people out there. Keep looking and meeting people. : : : : : : : : : : :

: : : : : : :  Quotes On Friendship Day : : : : : : : 1) It is the hardest thing in the world to explain . It is not something you learn in the school . But , if you have not learned the meaning of friendship ; you really have not learned anything . ( Muhammad Ali ) : 2). Good friends , good books and a sleepy conscience : This is the ideal life. ( Mark Twain ) 3). It is one of the blessings of old friends that you can afford to be stupid with them . ( RW Emerson ) 3). Don’t walk in front of me…I may not follow . Don’t walk behind me … I may not lead . Walk beside me … Just be my friend . (Albert Camus ) 4). I would rather walk with a friend in the dark , than alone in the light . ( Hellen Keller ). 5) If you have two friends in your lifetime , you are lucky . If you have one good friend , you are more than lucky . ( SE Hinton ). 6) The best mirror is an old friend . ( George Herbert ) Friends are like stars , you may not notice them , but they are always watching you . Gain the trust and try never to lose it . Today is the second Friendship Day amid Corona Viruses Pandemic . Best , just to stay at home and share its happiness , virtually to avoid any mishaps of the pandemic . You can say :” Thank you , dear friend , for being a 🌈 rainbow 🌈 and adding colours to my life “. Take Care And Stay Safe❤️😘❤️😘❤️😘😘 ❤️❤️. Thoughts and Feelings Presented by V Jayaraj Pune : Friendship Day 1 August 2021 : : : : મિત્રતા દિવસ નું “તારિખયુ” ‌‌૨૦૨૧ : ઓગસ્ટ ૧ ; ૨૦૨૨ : ઓગસ્ટ ૭ ; ૨૦૨૩ : ઓગસ્ટ ૬ ; ૨૦૨૪ : ઓગસ્ટ ૪ ; ૨૦૨૫ : ઓગસ્ટ ૩ ;૨૦૨૬ : ઓગસ્ટ ૨ ; ૨૦૨૭ : ઓગસ્ટ ૧ ; ૨૦૨૮ : ઓગસ્ટ ‌૬ ; ૨૦૨૯ : ઓગસ્ટ ‌૫ ; ૨૦૩૦ : ઓગસ્ટ ૪ ; ૨૦૩૧ : ઓગસ્ટ ૩ : : : : : : : :

FRIENDSHIP band : કાઈ નથી કરી ‘ભઇ’
Happy Friendship Day : ખબર છે ; મહામારી કાબુમાં નથી : એસિડ રેઇનની તપાસમાં બહાર આવ્યા છીએ : Testing for Acid Rain
Oh ! God is alone !!
Gandhiji with Maulana Azad : Remarkable 28 year long association since January 1920 and Friendship , such that they could have been living under the same roof
Winnie the pooh: “The UN Ambassador of Friendship” known for fluffy joy and childish wisdom

અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ  જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ :  ( ૧ ) : : ગાયત્રી  ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું  મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :

  https://share.google/ywRq33XK4ooHiZRYe અષાઢે : ઉશનસ્ : : સ્વર : ઓસમાણ મીર સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : :  આલ્બમ :  હરિ ને સંગે

એ જી ,અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી…
અષાઢે તણખલું ના તોડીએ જી.

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી….
અષાઢે તણખલું ના તોડીએ જી.

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી….
અષાઢે તણખલું ના તોડીએ જી.

-ઉશનસ્

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન  : અમર ભટ્ટ : :  અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ 🌧️☔🌧️☔🌧️☔🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚 🫚🫚🫚 🫚 🫚 🫚  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : લોકગીત ના ઢાળ પર : : : : ( ૨ ) સ્વર : ગાયત્રી ભટ્ટ : : સ્વરાંકન સંગીત નિયોજન : : રાગ મહેતા અને ઝલક પંડ્યા : : : :  https://youtu.be/e8TjGBWFfFc?si=YwRKyBtLni_BTsE-  ઉશનસ્ નું ધરતી ના શ્વાસ ઝીલતું પરોઢિયે ગાવા નું સાંભળવા નું ગીત : : 🫚🫚🫚🫚 ( ૩ )  ન તારું ન મારું , ચોમાસું સંગાથે માણીએ તો સારું : સ્વર : ગાર્ગી વોરા : : વર્ષા ગીત : : મોરપિચ્છ યુ ટ્યુબ રિલીઝ ૯ / ૮ / ૨૦૨૦ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ZiokPmHXhFc?si=y6q55skjohyIAIQ4 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🫚 🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚🫚                     અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ: Pending : Visit this Post again later to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : ઓગસ્ટ ૮ , ૨૦૨૧ : અષાઢ વદ અમાસ : દિવાસો : આષાઢ ના અંતિમ દિવસે : પૂણે : : : : : : : : : : :

************************************************* (૪)તારા વિનાનું મારું પહેલું ચોમાસું: એષા દાદાવાળા : :  

“તારા વિનાનું મારું પહેલું ચોમાસું” : એષા દાદાવાળા

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ: Pending : Visit this Post again later to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : ગુરુવાર  જુલાઈ  ૨૪, ૨૦૨૫ : અષાઢ વદ અમાસ : દિવાસો : આષાઢ ના અંતિમ દિવસે : પૂણે : : : : : : : : : : :

Design a site like this with WordPress.com
Get started