
ઝાંઝર બોલે છે તા થૈ..
વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..” : હિતેન આનંદપરા : : A joyful couple walks hand-in-hand under a transparent umbrella on a damp, cracked earth path surrounded by nature. The woman laughs while the man gently holds the umbrella, both enjoying the refreshing rain and each other’s company. This image captures a romantic and carefree mood, ideal for themes like love, monsoon vibes, couple goals, and togetherness in the great outdoors . : iStock Photo : Credit Mayur Kakade.
* કોઈ ધોધમાર વરસે રે … : હિતેન આનંદપરા : :
https://youtu.be/J3jMXOlf2j4?si=-Lo7Rk1dGXM-E6Cu
કોઈ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,
કહે છે તું આજ ગઈ.
હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય.
ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..
વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..
– હિતેન આનંદપરા
https://rankaar.com/blog/archives/313
સ્વર : રેખા ત્રિવેદી. : અહીં ક્લિક કરીને સાંભળીએ 🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️☔ 🌧️ આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ: : સખી સહિયર ને કહ્યું છે : : કોઈ સંકળામણ છે , સ્પંદનો છે , વાવ્યા હતા ,ભીડી રાખ્યા હતા જે હવે વિસ્તાર પામીને , ભરાવો થયો હોય તેમ ઊભરી આવ્યા છે, અને જીવ જોડે વહ્યા કરતાં તેના ઉછાળ ની પ્રબળતામાંથી છૂટી ને , વાદળ ની પકડમાંથી , જોસબંધ સરકી આવતા ધોધમાર વરસાદ ની જેમ વર્ષાવંત બહેકી જાય , તેમ થવાનું છે . “કહે છે તું આજ હવે ગઈ ” : પકડદાવ ની રમત માં જીતવા માટે સામી બાજુ ના હાથમાં આવતાંવેંત છટકી જવાનું હોય , ભલે કોઈ વાર હાર થાય .આવી ભીંસ,પકડ, ઉછાળ ; તસતસાટ દેનાર છે કોઈ જેણે , રાત રાત આવીને, શરમાશરમી ની રમત માંડ્યા કરી છે , ત્યારે “હાય” અવાજ સાથે લજાવુ પડ્યું છે . પરંતુ , આ પડી રહ્યા છે એ કાંઇ ફોરાં કે ઝરમર નથી . અનરાધાર વર્ષા થી વહ્યા જતા પાણી એ , માગૅ પરે મોજાં જેમ ઉછાળ ધર્યો છે જેમાં “તા થૈ” બોલતી, ઝાંઝર પહેરી પાની એ પલળી ને હરખાવું જાહેર કર્યું છે : નયના જાની ની ગઝલ યાદ કરીએ :” છલકી જવાય એવું કે છોળ થઇ જવાતું , ઘેઘુર ને ઘુઘવતો એવો ખુમાર વરસે . “આ ધોધમાર વરસે , ચોમેર ધાર વરસે , હું કેટલુંક ઝીલું , અનહદ, અપાર વરસે .” કોણ છે આ “કોઈ” જે ધીરે ધીરે , વેંત વેંત , નજીક આવનાર છે ; જેની વચ્ચે નું અંતર ઓછું થતાં , નાયિકા સર્વત્ર અને સવૅસ્વ માં ઉભરાતા વહાલ ને અનુભવી શકે છે . કેવી રીતે અભીંજ રહી શકે જ્યારે , છોળો અને ઉછાળો , ઢોળાઇ રહેતા , બધ્ધી ભીંસ થી છૂટકારો મળે . છલકાયો માંહ્યલો શેષમુકત બની કહે : ” મારા માં બાકી ના રહી ” એ કોઈ ‘બીજું કોઈ’ નથી . બલ્કે , નાયિકા એ પોતાની જાતે જ ઊભી કરેલી “સંકળામણ”છે. ભગવતી કુમાર શર્મા ની ગઝલ પરથી શોધ કરી શકું તો : : : “બુધ્ધી ને લાગણીઓ જકડાયેલો ઝુરાપો , માણસ 👗 ઉપર પડે છે ચોમેર થી દબાણો” . “ઘેઘુર થઇ ગયો છે વર્ષા નો શામિયાણો , આકાશ ને ધરા છે મલ્હાર નો ભરાણો” . નસનસમાં તસ તસતી ભીંસ નાયિકા એ જાતે વાવી છે : આ મુશ્કેલ સંકળામણ માં થી બહાર નીકળી જાય તેમાં નાયિકાની વર્ષા ના ધોધમાર સ્વરૂપ સાથેની તલ્લીનતા , હષૉન્વિત નૃત અને નૃત્ય ના બોલ થઈ , “વ્હાલમના કહેણ” નું સુંદર “વર્ષા ગીત” છે આ , રેખા ત્રિવેદી ના / નિશા શાહ પરિધિ LIVE @ ‘સૂર નોખાં સ્વર અનોખાં’ મ્યુઝિકલ શો : ના તલ્લીનતા ભર્યા સ્વર માં : “કોઈ ધોધમાર વરસે છે સૈ” કવિ શ્રી હિતેન આનંદપરા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્ય વિચાર : વિ જયરાજ પૂણે ૨૨.૮.૨૦ / ૧૭.૮.૨૧ 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️ : ” આ ધોધમાર વરસે “: ( ૨ ) અહીં નીચે ક્લિક કરો અને સાંભળો ધોધમાર વરસાદ ની ગઝલ : કવયિત્રી : નયના જાની : સ્વર : પાર્થિવ ગોહિલ : સ્વરાંકન સંગીત : આલાપ દેસાઈ : આલ્બમ : સૂર વર્ષા : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/16RzN-au5zc .
આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !
ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !
ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે !
હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !
છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : ઓગસ્ટ ૧૭ , ૨૦૨૧ : શ્રાવણ સુદ નોમ : પૂણે : : : : : : : : : :

કાંઠો તો સહરાનું રણ
આપણામાં આખુંય પોરવાઈ જાય તોયે
શોધ્યું જડતું ના એક જાણ
લાલચટક કંકુના લોહીઝાણ ચિતરામણ”
************************************************* ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર ::::
ધોધમાર વરસાદે ભીંજાયા તોયે હજુ
કોરાકટ રહીએ શેં આપણે?
તડકાની કેડી પર ઉભા રહીએ તોયે
ભીની માયામાં વહીએ આપણે…
મનગમતું નામ ભલે હૈયે ઘૂંટાયું તોયે
હોઠોને બોલવાની ના
ભવની ચોપાટ તણી માંડીને બેઠા તોયે
બાજીને ખેલવાની ના
અંદરના આયનામાં પડતી તિરાડ પછી
કોઈને શું કહીયે રે આપણે…
ભીની માયામાં વહીએ આપણે…
દરિયોતો દરિયો છે ઘુઘવતો જાય તોયે
કાંઠો તો સહરાનું રણ
આપણામાં આખુંય પોરવાઈ જાય તોયે
શોધ્યું જડતું ના એક જાણ
લાલચટક કંકુના લોહીઝાણ ચિતરામણ
આજ લગી સહીએ રે આપણે….
ભીની માયામાં વહીએ આપણે…
— નંદિતા ઠાકોર
ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર : : સ્વર અને સ્વરાંકન : ડો. વિજલ પટેલ : : Music Programming, Mixing and Mastering : Pratik Shah : : Sitar : Raahi Patel : : Photos & Videos : Swarangee Patel : : Presented by : Swarangee Music : : Sound Engineer : Saurabh Balkrishna Kajarekar : : Studio : Buss In : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ ::::
https://youtu.be/ct4aOdm8j4I?si=3fItu5p9mRFd-wxG
ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .













