

મોગરો : મલ્લિકા , અનંત મલ્લિકા , નવ મલ્લિકા , માલતી , પ્રમોદિની (સંસ્કૃત) , Bel , Beli (Bengali) , Juhi Mahi (oriya) , Mallepu Vvu (Telugu) , Malikapu (Tamil) , Dundu Malige , Iravantige (Kannad) , Motiya (Punjabi) , Chamba , Ban Mallika , Mogara (Hindi) , Kaliyan (Urdu) મદનમાન અને પાલમપૂર ફુલો ના નામે પણ જાણીતા છે : Pichcha , Gaeta Pichchu , Sitapushpa ( Sri Lanka ) Sampaguita – National Flower ( Philippines ) , One of the 3 National Flowers : Melati Putih ( Indonesia ) , ૨૦૦ થી વધુ Species . એરેબિયન જાસ્મીન : જાસમીનમ સેમબાક : Native to tropical Asia : mainly in South , Southeast , Southwest Asia . Central America , Florida , Cuba , Maldives , Jamaika , Bahamas , માં પણ લોકપ્રિય . દિલ્હી , રાજસ્થાન માં ટોક મોગરા ની ફુલ માળા તરીકે લોકપ્રિય . ગુજરાત માં અમદાવાદ , વડોદરા , સૂરત , ભરુચ , કચ્છ , અને તામિલનાડુ , કર્ણાટક , મહારાષ્ટ્ર ( ખાસ પૂના ,નાશિક માં ) ખૂબ લોકપ્રિય હોય ખેતરો માં ખેતી થાય . દક્ષિણ માં અત્તર , બનાવે . Small shrub or Vine ૧/૨ થી ૩ મીટર સુધી (૧.૬ થી ૯.૮ ફૂટ ) ટેકો કર્યે ઊંચે ચઢે . સ્વયં સ્ફૂર્ત કુદરતી પરિવર્તનો અને વર્ણશંકરતા ને લીધે ફેરફારો સાથે વિવિધતા ભર્યા તરોતાજા , સદાપર્ણિ , સદાબહાર ફૂલ છોડ જોવા મળે . ૪×૨ સેમી થી ૧૨.૫× ૭.૫ સેમી ના લાંબા × પહોળા દીર્ઘવત્તાકાર Ovate green rich પાંદડા ૫ થી ૯ નાની પર્ણિકા ના એકદલ રચીને ધારણ કરે ફુલો ના ઝુમખા . ૩ થી ૧૨ ઝૂમખાંમાં ૨ થી ૩ સેમી નાં વ્યાસ ના શ્વેત પુષ્પ ગુચ્છ corolla , In 3 whorls ડીટાની ફરતેના ૩ વલયો , લીસ્સો સુંવાળો glabrous . શ્વેત રંગ પવિત્રતા અને વિશુદ્ધતા સૂચવે . ૫ થી ૯ પંખૂડી સુધીના , અત્યંત સુગંધિત strongly scented મોગરા નાં ફુલો ઉનાળા દરમિયાન વસંત ઋતુ માં પુષ્કળ માત્રામાં , ગ્રીષ્મ અને વર્ષા ઋતુઓમાં પણ , સાંજ પછી ૬ થી ૮ વાગ્યે મ્હોર્યા આવે , રાત આખી પમરાટ ફેલાવતા ખીલ્યાં રહે ને સવારે બીડ્યાં દેખાય . White petals are a tiny box of fragrance . ઉન્નત ચિત્ત , શાંત મન અને સ્વસ્થ તન -ત્વચા . મોગરા સંપન્ન પ્રસન્નતા . Gives beautiful , ifty ( ઈશ્વર ની દેન God’s Gift ) look for parity and peace . સુંદર એકરૂપ સમૂહમાં , શાતા દેતાં , કુદરત સાથે અનુરૂપતા સાધી આપતા . ૧૨ થી ૨૦ કલાક તરોતાજા સુગંધ રેલાવતા રાખી શકો , ધોમઝાળ ભર્યા ભર ઉનાળે , પણ . રૂમાલ માં બીડું વાળી , ખિસ્સામાં મૂકી રાખો . સુવાની જગ્યાએ ફુલદાનીમાં કે છુટ્ટા મૂકી રાખો . સ્નાનના પાણીમાં પલાળી રાખી નહાવાનું રાખો . સુગંધનો પમરાટ ઝરતો રહેશે . એકવડા પણ હોય . લાંબી પાંખડીના બેવડાં તે બેલા . વિવિધ ભારતી પર પહેલાં દરરોજ સાંજે ” બેલા કે ફુલ ” માં મધુર ગીતોનો કાર્યક્રમ સાંભળવાનો ક્રમ અનેક ઘરોમાં ચાલતો . ગોળ પાંખડીના બેવડાં તે મોતિયા , બટ્ટ મોગરા – લખોટા જેવા ૨.૫ સેમી સુધી નો વ્યાસ અને વધારે પાંખડી વાળા . શિયાળામાં આવે તે પારસ , આછી સુગંધના . સારી ,શ્વેત , મોટી અણખીલી કળીઓની હાર્વિસ્ટ વ્હેલી સવારે કરે ને મ્હોર્યા ફુલો ને સુવાસિત ઓઇલ ના સત્વો મેળવવા વણચૂંટ્યા રાખે . લક્ષ્મી અને વિષ્ણુ ને વધુ પ્રિય , સર્વ ભગવાનની રોજિંદી પુજા વિધિ માં , શણગારવામાં , સ્વાગત સમારોહમાં ભારે માંગ રહે . અત્તર , ક્રીમ કેશકલાપ ના ઓઈલ તરીકે , ખૂશબોપચાર ના સુક્ષ્મગુણ પદાર્થ તરીકે , રૂમ ફ્રેશનર તરીકે ના મશહૂર ઉપયોગ . શુધ્ધતા , પવિત્રતા , અને નિર્દોષતા ના પ્રતિકરૂપ માનવામાં આવે . મોગરાના પાન -કળીઓની સ્વાગત ની કલગી , અંબોડે ખોસ્યા મોગરાના વેણી ને ગજરા hairbun , દેવ દેવીઓ ના શણગારની ફુલ માળા , ખોબા ભરીને મૂક્યા પુજાના મોગરાનાં છુટ્ટા ફુલોના ચઢાવવાની ફુલછાબડી , સામાજિક અને ધાર્મિક વાતાવરણ રચનારી યાદગીરીઓ છે . બીજ ના આવે તેથી કલમ કરી ઉછેરે . જૂન થી નવેમ્બર દરમિયાન moist well- drained માટીમાં ૬” ઊંડે રોપો વાવીને , નિયમિત પાણી આપી , સતત નીંદણ કરતા ને કાપ ટૂંપો દઈ – છાંટવાથી બાજુની ડાળો માં lateral growth મેળવતાં રહી અને બે વખત ખાતર આપી , સારા સૂર્ય પ્રકાશમાં ટેકો કરી માવજત કરવાથી , વસંત ઋતુ ની શરૂઆતથી ખોબે ખોબા ભરીને પુષ્કળ ફુલો મળે . ડાળીઓમાં અણી કાપતાં રહેતાં મહામહેનતે , રોજિંદી મશાગતે વિકસીત થયેલાં પાંચ cultivars વિશે થોડી માહિતી મેળવીએ : (૧) Maid Of Orleans elongated petals લાંબી પાંખડીના , એકવડા જેમાં Mograw , મોતિયા , બેલા , Sampaguita (ફિલિપાઇન્સ નું રાષ્ટ્રીય ફૂલ ) , અને Pikake ( હવાઈ ટાપુ ) નો સમાવેશ થાય . (૨) Grand Duke Of Tuscany જેમાં બેવડાં પાંખડી નાં બટ્ટ મોગરા અને Kampupot ( ફિલિપાઇન્સ ) નો સમાવેશ થાય . શ્વેત ગુલાબ ને મળતા દેખાતા હોય Rose Jasmine તરીકે ઓળખાતા આછી સુગંધના . (૩) Belle Of India જેમાં લાંબી પાંખડીના એકવડા કે બેવડાં બેલા ફુલો આવે . (૪) Mysore Malige જેમાં બેલાના ફુલો ને મળતા આવતા પણ પાંખડીઓ થોડી નાની ને ટૂંકી . અને સર્વથા અનોખી , નિરાળી પ્રચંડ ખૂશબો વાળા ફુલો આવે . (૫) Arabian nights જેમાં બેવડાં પણ , Grand Duke Of Tuscany કરતા નાના ફુલો આવે . દક્ષિણ પૂર્વ એશિયા , પેસિફિક ટાપુઓ , ને આરબ દ્વિપ કલ્પ ના પ્રદેશમાં જુદી જુદી અનેક શોભાવનાર જાત વિકસાવી શકાયેલી છે . J . Sambac ને UK નો Royal Horticulture Society નો Award Of Garden Merit આપવામાં આવ્યો છે . મોગરાની સુગંધ ને પમરાટ તેની અંદરના ઓઇલમાંના benzyl alcohol અને benzoates , acetates , antmanilates , jasmonates , lenolic acid , hexasiloxane , isophytol વિ . રસાયણોને કારણે હોય છે , જેથી આ સુગંધિત ઓઇલ ઊંચા ભાવે વેચાય છે . ફિલિપાઇન્સ માં , lei ફુલ માળા , કંચૂકી વસ્ત્ર પરિધાન ના સુશોભન માટે , ઉદ્ઘાટનમાં અને સ્વાગત , સન્માન પ્રશસ્તિ માટે , મૃત પરિજનના મઢેલા ફોટા પર ચઢાવાતા હાર માટે , ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અપાતી કલગીઓમાં , જાહેર સમારંભોમાં સુશોભન કરવામાં , લગ્ન સમયે ત્યાંના મોગરા ના ફુલો નો પુષ્કળ ઉપયોગ થાય છે .૧૮૭૯ માં Bolores Paterson એ ૨૫ વર્ષ ની ઉંમરે Sampaguita મોગરા વિશે લખેલું Donza Song Of Manila ” La Flor de Manila ” હવે Romantic Classic તરીકે એટલું જ લોકપ્રિય છે . ૨૦૧૯ ની દક્ષિણ પૂર્વ ની એશિયન ગેમ્સમાં ટોર્ચ ની ડિઝાઇન ની પ્રેરણા અને ” Fame ” lady Gaga ‘s Perfume ની પ્રેરણા આ જ ફુલોએ આપેલી . ઈન્ડોનેશિયા ના Moon Orchid અને Giant Padma પછીના ત્રીજા રાષ્ટ્રીય ફૂલ Melati Putih મોગરા Javanese Surakarta bride ની લાંબી સુશોભન ફુલ માળા rosen usus usus intestine garland , Sudanese hairbun , Bugis peal like hanging , Balinese Hindu bride ના floral offerings , Groom ‘s Kris 5 garlands , જેવા અટપટાં વસ્ત્ર પરિધાનોમાં અને લગ્ન સ્થાનના સુશોભન માટે , દેશને માટે મરી ફિટનાર fallen heroes ના સન્માન માટે , જીવન પુષ્પ તરીકે અને મૃત પરિજનના આત્માની દુઆ માટે , પુષ્કળ વિનીયોગ ઉપયોગ થતો હોય છે . મોગરાને અહીં , દિલદારી , સાદાઇ , સૌંદર્ય લાલિત્ય , વિનયી ચારુતા ને પવિત્રતા ના પ્રતિક રૂપે જોવામા આવે છે . કમ્બોડિયાના બૌદ્ધ મંદિરો માં લાકડા ની સોયમાં પરોવાયેલા ફુલો ના હાર ચઢાવાય . હવાયન ટાપુઓ માં , ત્યાંના Peacock પરથી આવેલ Pikake મોગરા ના ફુલોના હારને પસંદ કરે છે . ઓમાન માં , બાળકના માથે પ્રથમ જન્મદિવસ પર , “hol hol” ના રાગડા તાણી ને , મોટા બાળકો , એરેબિયન જાસ્મીન ના ફુલોનો છંટકાવ કરે છે . ઘાટી ઘટ્ટ ફુલમાળા બનાવે છે . બદામના મોટા પાન વચ્ચે રાખ્યા ફુલો , ખજૂરના પાંદડા સાથે સીવીને બનાવ્યા પેકેટોના વેચાણ થાય છે . બહેરેઈન માં , પામ વૃક્ષના પાંદડા સાથે ટાંકણી ભોંક્યાં ફુલો મળે છે અને દેશને માટે જાન ગુમાવ્યા શહીદોના સ્મારકો પર ચઢાવાય છે . ચીનમાં જાસ્મીન ફુલોમાંથી તૈયાર કરાતી જાસ્મીન ચા તરીકે લિજ્જત માણવામાં આનંદ રે છે . જાસ્મીન ચા , વ્યક્તિ ની રચનાત્મકતા અને આનંદ ઉત્સાહ માં વધારો કરનાર , ચિંતાતુરતા , ચિત્તની -મનની અશાંતતા , ખિન્નતા અને ઉદાસીનતા ઘટાડી આપનાર તથા ગાઢ મૈત્રી અને કૌટુંબિક નિકટતા અને સામાજિક ઘરોબો બાંધી આપવામાં મદદરૂપ ગુણ નિર્મિતિ ધરાવે છે . Mo Li Hua ચીની લોકગીત ચીનના જાસ્મીન પર જાણીતું છે . મોતિયા ના અર્કથી કાનના દર્દમાં , મ્હોં અને આંખોની તકલીફો માં રાહત મળતી માનવામાં આવે છે . આયુર્વેદ મુજબ કેન્સર રોકવામાં , મધુમેહ માં ઉપયોગી , રોગપ્રતિકારક શક્તિ વધારનાર , anti bacterial , anti fungal Aroma Therapy ના કુદરતી ગુણો ધરાવનાર ચિકિત્સાની ઉપલબ્ધ પદ્ધતિ માટે મોખરાનું પ્રતિષ્ઠિત મહત્વ છે . ભારતીય મૂળના મોગરા moonshine in the garden નું મહત્વ ધરાવનાર એરેબિયન જાસ્મીન તરીકે એશિયાનું સૌથી વધુ સુંદર ફૂલ kunda , kundunaligai કહેવાય છે . Jandy Nelson , American author of Young adult fiction says : ” The smell of Jasmine makes people tell their secrets “. મોગરા ફુલલા ખૂપટા સુંદર દીસતે . ન્હાનાલાલ કવિનું ગાયું ગીત : “મોગરા ની વેલ મારી લૂમે ને ઝૂમે”. મોગરા ના ફુલો : પ્રસ્તુતિ , વિચાર : વિ જયરાજ પૂણે : ૨૧ મે ૨૦૨૦ :


મોગરા લીધાં ને મેંતો ચંપા વીણ્યા અને ચૂંટ્યા મેં લાલ લાલ ગુલાબ ; મારી પાસે નથી મારું પોતાનું કશું : મારી પોતાની છલકે છે છાબ. — સુરેશ દલાલ : ગીત મલ્લિકા , ઈમેજ પબ્લીકેશન ( ૨૦૦૫ ) : :









































































