ON THE TURNING AWAY : PINK FLOYD : DAVID GUILMOUR & ANTHONY MOORE

ON THE TURNING AWAY PINK FLOYD Lyrics written by David Jon Guilmour & Anthony Moore From the Album : A Momentary Lapse Of Reason : 1987 : On the turning away From the pale and downtrodden. And the words they say. Which we won’t understand Don’t accept that what’s happening. Is just a case of other’s suffering. Or you’ll find that you are joining in. The turning away. It’s a sin that somehow. Light is changing to shadow. And casting it’s shroud over all we’ve known . Unaware how the ranks have grown . Driven on by a heart of stone. We could find that we’re all alone. In the dream of the proud. On the wings of the night. As the daytime is stirring. Where the speechless unite in a silent accord . Using words you will find are strange . Mesmerized as they light the flame . Feel the new wind of change. On the wings of the night . No more turning away. From the weak and the weary. No more turning away from the coldness inside . Just a world that we all must share. It’s not enough just to stand and stare. Is it only a dream that there’ll be No more turning away ? Genre : Progressive Rock :Lead Vocals lead Guitar : David Guilmour : Keyboards : Richard Wright backing vocals : Bass Guitar , backing vocals : Guy Pratt : Drums : Garry Wallis Or Nick Mason Or Steve Distanislao Or Jim keltner studio / Live Versions :. It’s a Protest Song . Musically , a Power ballad . Rhythmically most complex song constantly alternating between various time signatures . Some reviewers have described it as Celtic Sounding & mostly Five Chords. #1 on Billboard Album Rock Tracks chart of 1988 . #55 on UK Singles Chart . Music video from The Omni / Atlanta & Georgia in 1987 : #9 On MTV 1988 . Remix / Remastered Version are available too . Turn away : Avoid looking at . It’s antonyms : Aid , Assist , Help , Support , Allow : When these five actions all together are missing , we can say Turning away is taking place . Pink Floyd’s song : On the turning away is in the plain words without any allegory . David Gilmour , song writer ( with Anthony Moore ) told ‘ Only Music ‘ December 87 : Turning away is about the political situation in the world . We have these rather conservative governments that don’t seem to care about many things other than looking after themselves . This is about how people turn away from the ” weak and the weary ‘ , despite the fact that suffering is such a big problem in the world . Two World Wars , Vietnam War , World Wide Poverty , Hunger In Ethiopia , Apartheid regimes , Neglected Minorities , Aids Crises , Migration from Seria , Pandemics , The List is endless . For a shorter Single / Studio Version Click hereinbelow. :. * https://youtu.be/mE9rkOZetCw

Apartheid in South Africa : 1948-1994
Hunger in Ethiopia due to unfavorable climate , drought , famines & incited political turmoils , Derg policies & cycle of coups : Death of 1 lakh in 1958 & 4 lakhs in 1983-85
Syria : graveyard to 3 lakhs people in 4 years : Exodus of 4 million refugees to Europe : negative perceptions of some nationalist Govts , xanophobia & Islamophobia by Hungary , Poland , Slovakia , Czech republic although comprises only 0.37 % of EU population since 2012 & proven economic benefits to the locals
They need research and not hysteria

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : સંજીવની : ગૌરાંગ વ્યાસ :

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . તનનાં મનનાં તિમિર હરો . માયા નગરના રંગ રાગમાં કાયા આ રંગાણી . ભવસાગર માં ભમતા ભમતા પીધાં ખારાં પાણી . દુખડા સર્વે દૂર કરો . … દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો તનનાં મનનાં તિમિર હરો દીવડો ધરો રે પ્રભુ … … સ્વાર્થ ની આ દુનિયા માંહી આશા એક તમારી . જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી . હૈયે ભક્તિ ભાવ ભરો . … દીવડો ધરો રે પ્રભુ … … દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . તનનાં મનનાં તિમિર હરો . દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . અજ્ઞાત લિખીત આ પ્રભુ પ્રાર્થના માં enlighten કરવા માટે : તનનાં અને મનનાં ઘેરી વળ્યા તિમિર ની સ્થિતિ પરિસ્થિતિમાં થી પ્રકાશ માર્ગ પાથરી માર્ગદર્શન પૂરું પાડવા માટે યાચના કરેલી છે . મનુષ્ય ત્રણ પ્રકારના લાગણી તંત્ર સાથે સંકલન કરીને જીવન વ્યાપન કરતો હોય છે . પ્રસન્નતા , દુઃખ અને ડર : happiness , sadness and fear : સારાં કામ અને ફરજપરસ્તિ માં સફળ થાય ત્યારે મળતી પ્રસન્નતા ને પુરસ્કાર પ્રાપ્તિ / rewards સાથે અને તનની પીડા , મનની વ્યથા :શોક , વિષાદ અને વેદના , વારંવારની નિષ્ફળતા તથા તેમાંથી નિપજતી ખિન્નતા ને હતાશા , નિરાશા ને દુર્દશા ને સજા કે શિક્ષા સાથે સાંકળનાર જીવન / સમાજ / રાજય વ્યવસ્થાથી ઘેરાયેલા મનુષ્ય ને અનિશ્ચિતતા વચ્ચે આશાવાદી અથવા ઉત્સાહ ભંગ , એકલવાયો ને ગમગીન , વિષણર્ણ ને ઉદાસીન , અને નિરુત્સાહી , તો ક્યારેક અવનત , દબાયેલ કે કચડાયેલ જેના કારણે શોકાર્ત , દયાપાત્ર કે ચિંતિત – હચમચાવી દેનાર સ્થિતિ – પરિસ્થિતિમાં , દુઃખી થઈ ઝઝુમી રહી લાચારીથી તો ક્યારેક ક્રોધાવેશ માં જીવવાનું હોય આ બાબતે સતત ડર , ધાસ્તી કે દહેશત અને બીક ના ભારણ / stress નીચે તેમાંથી બહાર આવવા માર્ગ શોધી રહ્યા ના પ્રયત્નો ની સાથે જીવનમાં અંધકાર / darkness દીસે ય ખરો . અરે ! દુર્બોધ અને શૂન્યતા છવાય . ત્યારે , પ્રભુ પરમેશ્વર ને : ” દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો , તનનાં , મનનાં તિમિર હરો ” : આર્ત પોકાર કરી પ્રભુ ની પ્રાર્થના થાય . જેથી પ્રભુ મોકલ્યા કોઈ પ્રબુધ્ધ જ્ઞાન દાતા પાસેથી પ્રકાશમાન બોધ સાંપડે . યોગ્ય ને સાચી માહિતી મળે . જીવને Light Up થવાના માર્ગદર્શન હેઠળ તે ફરીથી પ્રયત્નશીલ બને અને તેમાં સફળતા અને પ્રસન્નતા મેળવે . એને સમજાયું છે કે માયાનગરી માં રહી રંગ રાગમાં / ભોગવિલાસમાં માયાધીન / જકડાયેલા રહ્યા હતા અને વ્યાપ , માપ ને વિસ્તાર મેળવી શકાય નહીં એવાં સાગર ની માફક સંસાર રૂપી સાગર એટલે કે અગાધ ભવસાગર માં ભમતા રહેવું પડ્યું હતું , જેનો ક્યાસ તો ના મળ્યો પણ , ભવસાગરના ખારાં – અકારા પાણી પીવા પડ્યા હતા . મીઠાં જળ મેળવતાં આવડ્યું નહિ . જેની નિષ્ફળતા મળી હોવાંથી નાસીપાસ થવામાં અપાર દુઃખ ને આપત્તિ હોય , કહેવું રહ્યું કે : ” દુખડા સર્વે દૂર કરો ” . છળ કપટ પ્રપંચ ના સામનો કરતા સ્વાર્થ ની દુનિયા શી છે તેનો પરચો થયો અને એ ફાવ્યો નહિ . જો કે જીવન કેરાં સંગ્રામે ઝઝૂમતા એનાં પ્રયત્નોમાં હજુ વ્યસ્ત છે . પણ દહેશત છે કે કદાચ ને એ હારી જાય , તેથી કહે છે : ” હૈયે ભક્તિ ભાવ ભરો ” : ભક્તિ પરાયણતા , મનુષ્ય ને રહસ્યમય સ્વરૂપે પ્રગટ થયા કરતી હોય છે . જેમાંથી આશા ફળીભૂત થવાની શક્યતા અને ઉમેદ રાખતો આવ્યો છે . પ્રભુ તરફી ધૂરી ને લગની , શ્રધ્ધા , નિષ્ઠા ને આસ્થા ભક્તિ ધારા માં મનુષ્ય ને વહેતો રાખે છે . આશાવંત ને ચેતનવંતુ જીવન જીવવાનો ભક્તિ માર્ગ , એ માર્ગ પર આગળ વધી પરમેશ્વર નો સાક્ષાત્કાર મેળવનારા પ્રબુધ્ધ મનુષ્યો , સંત મહાત્મા ને મહાપુરુષો ના જ્ઞાનના પ્રકાશથી સમૃદ્ધ ધરા પર થી જ તો તેજ ના લિસોટા ને અજવાળાં પહેરીને , મથામણો માં પ્રવૃત્ત મનુષ્યો , માનવજાત ને વારે વારે અંધકાર ની ગર્તામાં થી ઉગારે છે . ત્યારે કહીએ છીએ : ” દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : તનનાં મનનાં તિમિર હરો “. : You Light Up My Life : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ૪.૪.૨૦૨૦ / ૧૨. ૧. ૨૦૨૧ :

FEAR OF THE DARK : IRON MAIDEN : Stephen Percy Harris :

Fear Of The Dark ૧૯૯૨ ના આજ નામના આલ્બમ નું આ ગીત Live સ્ટેડિયમ song તરીકે ખૂબ વિખ્યાત થયેલું . પ્રેક્ષકો ના અવાજ , બેન્ડ ના આર્ટિસ્ટ ગૃપ ના ગાયન ને સંગીત થી પણ વધી જતાં : I am a man who walks alone . And when I’m walking a dark road. At night or strolling through the park When the light begins to change. I sometimes feel a little strange A little anxious when it’s dark. Fear of the dark . Fear of the dark . I have a constant fear that something’s always near . Fear of the dark . Fear of the dark. I have a phobia that someone’s always INSTRUMENTAL : INSTRUMENTAL :. Have you run your fingers down the wall ? And have you felt your neck skin crawl , when you’re searching for the light ? Sometimes when you’re scared to take at the corner of the room . You’ve sensed that something’s watching you . Fear of the dark . Fear of the dark ,. I have a constant fear that something’s always near . Fear of the dark . Fear of the dark . Have a phobia that someone’s always there. Have you ever been alone at night ? Thought you heard footsteps behind . And turned around and no one’s there And as you quicken up your pace . You find it hard to look again . Because you’re sure there’s someone there . FIRST SOLO : SECOND SOLO : Fear of the dark . Fear of the dark. I have a constant fear that something’s always near . Have a phobia that someone’s always there . INSTRUMENTAL : INSTRUMENTAL: Fear of the dark . Fear of the dark . Fear of the dark . Fear of the dark . Fear of the dark . Fear of the dark . Fear of the dark . Fear of the dark . INSTRUMENTAL :INSTRUMENTAL : Watching horror films the night before . Debating witches and folk Lore . The unknown troubles on your mind . May be your mind is playing tricks . You sense and suddenly eyes fix on dancing shadows from behind . Fear of the dark . Fear of the dark . I have a constant fear that something’s always near . Have a phobia that someone’s always there . Fear of the dark . Fear of the dark . I have a constant fear that something’s always near . Have a phobia that someone’s always there . INSTRUMENTAL : INSTRUMENTAL : When I am walking a dark road . I am a man who walks alone . STEPHEN PERCY HARRIS :IRON MAIDEN : 1992 :Vocals : Bruce Dickinson : Guitar : Dave Murray : Bass Guitar : Steve Harris : Nicko McBain : Drums : Genre : Heavy Metal: To view a Live performance at Estadio Nacional Santiago : Chile On April 10 :2011: Click hereinbelow : https://youtu.be/EoKlrdtd0xY FEAR OF THE DARK is written by Steve Percy Harris ( As a kid , had feared Darkness : His Recollection of the feelings of being followed while walking alone at night ) & performed by Iron Maiden: A British Metal Band . Nominated for Grammy Of 1994 , but lost to ” I don’t want to change the world by ” by ‘Oozy Osbourne’ : Scared not of the dark as such , but whatever is / or could be , lurking around in the Dark …Dark એટલે અજવાળા વિનાનું અંધારું જે ઘેરું કે ધુંધળુ : ગૂઢ અને અસ્પષ્ટ માટે ગોટવલું અને ગૂંચવણ ઊભી કરનાર અને આગળ વધી ને ભૂલો કરાવનારા નિર્ણયો માં પરિણમે . જેની વાસ્તવિક સ્થિતિ માં અસ્વસ્થ /anxious ચિંતાતુર થવાનું આવે . અંધારિયા રસ્તે ટહેલવા નીકળ્યાં હોઈએ કે બાગ ઉપવનમાં / strolling through the park રાત્રે લટાર મારવા નીકળ્યા હોઈએ Fear of the dark નાં અનુભવ થતાં હોય છે , જેનું આ ગીત સ્ટેડિયમ song તરીકે રજૂ થયું છે . ધણુ ખરું , વખતે , કવખતે , સંતાતુ ,લપાતુ , છુપાયું કશુંક , નીકળી ને ખોટું કરશે : પ્રછન પણે , છમ્ન વેશ થી . નાનપણમાં મને પણ અંધારામાં એકલા જતા બીક લાગતી . નવ વાગ્યાનો અંધારિયો રસ્તો વટાવી કાઢવાં દોડવું પડે. છુપો કે સુપ્ત ડર , બેઠેલી ગાય નો ધોળો આકાર , અંધારાં નો શાંત કોલાહલ , ગભરાટમાં સામા થતા કુતરા / બિલ્લી – તેની ચમકતી આંખો ,ઘૂવડ , ચામાચીડિયાં અને બીજા ભયાવહ પડછાયા , વિ . ના કારણે છે તે સમજતા , વારે ઘડીએ ઊડી જતાં બલ્બ નવા નાખતા રહેવાથી પૂર્ણતઃ નીકળી તો ન ગયો , પણ સામનો કરવા ની હિંમત ને ધરપત રહેતી . લાઇટ બંધ કરો તો ગરોળી બીજે ચાલી જાય , તો યે તે ન પણ જાય તો ?- જે જોવા લાઇટ ચાલુ રાખવી પડે . Hellen Keller લખ્યું છે : “Walking with a friend in to the dark is better than walking alone in the light.” COVID 19 ના શોરબકોર વચ્ચે Light Up કરો unitedly એમ કહેવા કરવાનાં દ્રશ્ય ની નિર્મિતિ માં પ્રજા ના એક વર્ગમાં સંતોષ અને સલામતી સમજ્યા ના સાક્ષી બનવાનું છે . પણ અંધારામાં રહી ને / રાખી ને ? શીદ ને ??? Sinister in the dark is intertwined with unknown evil of scary pandemonium . અનિષ્ટ , બીક અને ભય ની સાથે લપેટાઈ ને ખતરનાક અને જીવલેણ બની શકે છે . સમસ્ત ભૂખંડો માં વ્યાપ્ત છે . Real Virus threat already resulted in a Pandemic : Lighting has two sides of coin : known & unknown . FEAR OF THE DARK IS IN OUR HEAD જેને કોણ , કેવી રીતે દૂર કરશે ? Darkness can hold as much good as it can bad , just as the light can hold just as much bad as it can good . And couldn’t we / our leaders be BLINDED BY THE LIGHT ?!? ( famous song by Bruce Springsteen , 2019 movie, too ) What if we are & if they are ? By blinded , we mean : Unwilling or Unable to perceive or understand . Sightless . Lighting in blinding intensity may make obscure or dark . Turning away from its devastating effects and everlasting impacts requires separate deliberations .
The world is searching for an answer . A ray of hope in a hopeless world . Who can we turn to ? Where is our resque ? SCIENCE ? Vaccination ? When and how will it happen ? Who will light the way ? All the lights may not put out the dark . પ્રકાશ ની fastest Speed છે , પણ પ્રકાશ યાત્રા ના માર્ગ પરે અંધારું પહેલેથી પડ્યું એની રાહ જોઇ રહેલું છે . E. M. Forster લખ્યું છે : ” The shadow always follows . Choose a place where you won’t do very much harm, and stand in it for all of you are worth facing the Sunshine “. 😘🌞( A Room with a View ) Light up , but let them know who you are as struggler / as surviver & whether any light is running through your hearts . May be for you, a Light shinning out in dark . આસ્વાદ કાવ્યાર્થ વિચાર V. Jayaraj . Pune . ૩/૪/૨૦૨૦ :

You Light Up My Life : Kasey Cisyk : Joseph Brooks : From You Light Up My Life ( 1977 ) : Filmed On Didi Conn :

” You Light Up My Life ” :

So many nights I’d sit by my window Waiting for someone To sing me his song . So many dreams I kept deep inside me . Alone in the dark . But now , you’ve come along . CHORUS: And you light up my life . You give me hope , to carry on . You light up my days . And fill my nights with song . Rolling at sea Adrift on the water . Could it be finally I’m turning for home . Finally , a chance to say : Hey , I love you . Never again to be all alone . CHORUS: Cause you , you light up my life . You give me hope to carry on . You light up my days . And fill my nights with song . You light up my life . You give me hope to carry on . You light up my life . You give me hope to carry on . You light up my days . And fill my nights with song : It can’t be wrong . When it feels so right . Cause you , You light up my life . You light up my life : ******* Ballad : Love Song : genre: Pop ૧૯૭૭ ની ફિલ્મ You Light Up My Life ના આ ગીત માટે Joe Brooks ને૧૯૭૭ ના Best Original Song નો Academy Award ઓસ્કાર એવોર્ડ મળ્યો . બાદમાં , Song of the year નો Grammy award Debby Boone ના‌ આ જ શૈલીમાં ગાયેલ solo album ના એકમાત્ર ગીત માટે અને Golden Globe Award અને ASCAP Award પણ . 1960 ના દશક નું #1 song . Original Soundtrack ની credit અને fees Kasey Cisyk ને Brooks પાસેથી અદાલતમાં કરેલા કોર્ટ સમાધાન થયા પછી મળ્યા . Whitney Houston 2002 & LeAnn Rimes 1997(cerified gold) & America Got Talent Season 1 Winner Bianca Ryan 2006 are Other recorded Versions : Wedding Song અને inspirational Song તરીકે વિખ્યાત આ ગીત સાંભળીને અજ્ઞાત લિખીત પ્રભુ પ્રાર્થના ના શબ્દો યાદ આપે છે : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . તનનાં , મનનાં , તિમિર હરો . સ્વાર્થ ની આ દુનિયા મારી , આશા એક તમારી ; જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી . હૈયે ભક્તિ ભાવ ભરો … દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . માયા નગરના રંગ રાગમાં , કાયા આ રંગાણી ; ભવસાગરના ભમતા ભમતા , પીધાં ખારાં પાણી . દુઃખડા સર્વ દૂર કરો … દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . તનનાં મનનાં તિમિર હરો . દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : Debby Boone પણ light up my life પ્રભુ ને ઉદ્દેશી ને ગાયેલ God inspired સ્તુતિ તરીકે ઓળખવાનો આગ્રહ રાખ્યો છે : listen to it from the previous post : To whom shall we turn to find a Ray Of Hope : Find or search whether any Light is running through your heart 💖💓💘💓 💘💓💘💓💘💓 પ્રસ્તુતિ : વિ જયરાજ પૂણે ૨૨.૩.૨૦૨૦ :

YOU LIGHT UP MY LIFE : DEBBIE BOON : JOSEPH BROOKS


YOU LIGHT UP MY LIFE : 1978 Oscar winner ballad / love song sung by Debbie Boone ( she says inspirational /for God who lit up her life ) written by Joseph “Joe ” Brooks : certified Platinum # 1 in Billboard in 1977 , Grammy too & #7 in All time top 100 in 2008 List , Song of the 60 ‘ s Decade & a very popular wedding song in America . The world is searching for an answer . A ray of hope in a hopeless world . Who can we turn to ? Where is our resque ? Who will light the way ? All the lights may not put out the dark , amidst Pandemic of COVID -19 . Told To Light Up . let them know who you are as struggler / as surviver & whether any light is running through your hearts . May be for some , Light shinning out in dark . Enjoy the song . Life must mean More Than This :
આંતર વૈયક્તિક ધ્વનિ , ગીત માં વ્યક્ત કરવો એટલું જ‌‌‌ અઘરું થઈ પડે જેમ કોઈ ના જીવન ને પ્રકાશમાન કરવાના પ્રયત્નો સહજ હોવાં છતાં અમલી બનાવી શકતા નથી અને ભારે કોશિશ કરવી પડતી હોય . પ્રિય પાત્ર ને ઉલ્લાસિત કરો , ઉત્સાહ ભરો , આનંદ માં રાખો ત્યારે LIGHT UP His/Her Life પૂર્ણ થાય . અવ્યક્ત ધ્વનિ સૂચિત થાય . વિશિષ્ટ સ્વરૂપે પ્રગટ થાય . પ્રકાશ અને અંધકાર થી ભર્યા જીવનમાં ઉજાસ રેલાવતા ઉદગમસ્થાન શોધતા રહો , અન્ય સંભવિત સાથીઓ ની અને શ્રેષ્ઠ પણ અનુકૂળ માર્ગ ની પસંદગી કરો , અંધ બિન્દુ ઓ ને ઊભા અવરોધો વટાવવા સુસજ્જ રહો . અંધકારમાં થી માર્ગ કાઢો . બધાં નાં વિચાર કરો . Together we are better . You need someone . સહાનુભૂતિ નહિ પણ સહભાવ empathy સહજપણે દર્શાવો . Make them dinner . Go for a walk together . કૃતજ્ઞાતા બનો . ઉપકાર વશ રહ્યા હોવ તેનું Gratitude List સંવારવા તત્પર રહો . આભાર વ્યક્ત કરતા રહો . એકાકી તેથી ખિન્ન વ્યક્તિ ની અને અવગણના થી પીડાતા લોકો/સમૂહ ની સમસ્યા સમજો , સમજ્યા છીએ તે જણાવો અને શક્યતાઓ ઉભી કરી દૂર કરો . Dark Spots and Dark Places Are Feelings To Be Explored . વિસારે પાડીને ખૂણે પડ્યા માનવ સમૂહ ના સવાલો ના જવાબ મેળવી આપવા બુદ્ધિ પૂર્વક સુલેહ ઉકેલ લાવનારી નેતાગીરી ને પીઠબળ પૂરું પાડો . Burry the hatchet . લડાઈ ઝઘડા નો અંત લાવો . નહિતર , Fear Of The Dark ઘર કરી લેશે . Declare War On Your Fear : વીજળીનો ગોળો હજાર – બે હજાર કલાક ચાલે . Shelby Ohio માં નિર્મિત ૬૦ વોટ નો બલ્બ ૧૦૦ થી વધુ વર્ષ થયે હજુ સુધી પ્રજ્વલિત રહ્યો છે : વિ જયરાજ પૂણે : ૩.૪.૨૦ :



રહ્યાં છો

ચોર્યાસી રંગ નો સાથિયો રે માંડ્યો : કૌમુદી મુનશી : સ્વરાંકન : નિનુ મઝુમદાર

https://youtu.be/tHEWIvR6e0Y
ચોર્યાસી રંગ નો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો!સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાયબો રિસાયો , કે હાય સંગ છૂટ્યો ! સાહેલડી જી રે .
મેઘધનુ રંગ ની ભાત વચ્ચોવચ કોઈ અજબ રંગ સાંપડ્યો ! જી રે
જાતાં પડયો’તો પગ વ્હાલમ નો આંગણિયે (૨) લોક કહે સાથિયો બગડ્યો ! જી રે . પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો , કે પિયુ કેમ રૂઠયો ! સાહેલડી જી રે .
કોઈ જાણભેદુ ને પાછળ દોડાવ્યો
તે આવ્યો સંદેશ લઇ સોગિયો ! જી રે . પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો (૨) , તે લાલ નહીં નીકળ્યો ! જોગિયો જી રે .
અંગે અંગે ને મારે રોમેરોમ લાગ્યો ! કે આભ થઇ ફૂટ્યો ! સાહેલડી જી રે . ચોર્યાસી રંગ નો સાથિયો રે માંડ્યો , કે લાલ રંગ ખૂટ્યો ! સાહેલડી જી રે .
ગીત : સ્વરાંકન : નિનુ મઝુમદાર : સ્વર : કૌમુદી મુનશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે: વિરહનું ગીત છે : ભૈરવી રાગમાં સ્વરાંકન કર્યું શ્રી નિરંજન (નિનુ) મઝુમદાર: ઉસ્તાદ ફયાઝ ખા અને ઉસ્તાદ ઇમામ અલી ખાન ના શિષ્ય : રંગ નું માધ્યમ , તેય ૮૪ રંગનો સાથિયો ૮૪ લાખ નો જન્મારો સુચવે એટલે કે જન્મો જનમ ની પ્રીત ધારી હતી . લાલ રંગ ખૂટ્યો એટલે કે રતુંબડા સપનાં જોયાં હતાં જે ચરિતાર્થ થાય નહીં ને નાયિકા ને છોડી ને , પિયુ પરદેશ જઈ વસ્યો હોય તો જીવન કસુંબલ ઘોળ્યું લાગે . સાયબો રિસાય , રાતોરાત પ્રેમ સંબંધ તૂટે , ને વિજોગણ ની વિકટ સ્થિતિમાં , મેઘધનુ રંગ ની ભાત વચ્ચોવચ વિરહ નો અજબ રંગ સાંપડતા , અધૂરાં સાથિયા માટે અતિઆવશ્યક પ્રેમ નો લાલ રંગ પાછો મેળવવા પ્રતિબધ્ધ બની ને , જાણભેદુ ને પિયુ કેમ રૂઠયો તેના સગડ/ જાણ માહિતી મેળવવા , પિયુ પથે પાછળ દોડાવ્યો , જે સોગિયો / શોક સંદેશ લઇ આવ્યો . લોક તો કહેતાં રહ્યા, કે આંગણિયે માંડ્યો સાથિયો બગડ્યો . વ્હાલા એ દોર્યા પુર્યા સાથિયા ની રંગ ભાત જોયેલી નહિ હોય શું ? જાતાં જાતાં પગ પણ પડેલ . મેઘધનુ સપનાંની/સાથિયા ની તેણે કાળજી ન કરી . ઉપર થી ,પરદેશ વસ્યા વ્હાલા એ જોગિયો/ ભગવો/ રંગ મોકલાવ્યો /જે પ્રેમ નો લાલ નહીં પણ હરહંમેશ માટેની/ જિંદગી ભરની વિરક્તિ રૂપે રોમેરોમ માં લાગ્યો અને આભ થઇ ફૂટ્યો : વ્યથિત નાયિકા આ તમામ વાત સાહેલડી ને હ્રદય સ્પર્શી ભૈરવી ભાવે વ્યક્ત કરે છે જેની ભાવપૂર્ણ અભિવ્યક્તિને , શબ્દોના તીખાં ને મીઠા ઉચ્ચારણથી કહન કથન નુ કારુણ્ય આપી વ્યથાપૂર્વક રજૂ કરે છે, કૌમુદી મુનશી જેમની સ્મરણાંજલિ માં પ્રસ્તુતિ : ચોર્યાસી રંગ નો સાથિયો માંડ્યો : કવિ શ્રી નિનુ મઝુમદાર : સ્વર : કૌમુદી મુનશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ૨૭ .૧૧.૨૦૨૦:

હે આકાશ તું અજવાળા નું ઘર: વૃંદ ગાન : અવિનાશ વ્યાસ: સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ

https://youtu.be/utd6GQ6IFa0

હે આકાશ તું અજવાળા નું ઘર .

હે આકાશ તું અજવાળા નું ઘર (૨)
પહેલું અજવાળું પરમેશ્વર નું .
બીજું અજવાળું સૂરજ નું .
ત્રીજું અજવાળું ચંદર ને તારાં .
ચોથું સંધ્યાની રજ નું .
પાર નથી જગે અજવાળા નો .
એ તો સૌથી પર .હે આકાશ તું અજવાળા નું ઘર(૨)
આકાશ રડે સારી રાત .
પ્રથમ એના અશ્રુના બિન્દુ થી ઘડાયો ચંદ્ર નો ઘાટ .
આકાશ રડે સારી રાત,લખકોટી તારાં આંસુ છે કોઈના
કોણ જાણે એનાં મનની વાત ?!
આંસુ ના તેજ આકાશ માં રહી ને ,
આજ બન્યા છે અમર.હે આકાશ તું અજવાળાનું ઘર.
રજનીની શૈયાથી જાગીને , સૂરજે ઉષાના
ઓજસ માં મુખ ધોયું (૨) .
કિરણોની અંગુલી અવનીને અડકી. જગ જાગ્યું ને તેજનું રૂપ જોયું (૨) . તિલક કર્યું ભાલે , કંકુ નું ક્ષિતિજે . સાંપડ્યો સોહાગી વર .
અજવાળા નું ઘર . અજવાળા નું 🏠 🏠 🏠🏠 ઘર .
ગીતકાર : શ્રી અવિનાશ વ્યાસ : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : વૃંદ ગાન : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : દેવ દિવાળી: ચાર વખતનાં અજવાળા ની નોંધ લઈ ને કહ્યું છે : જગમાં પારાવાર અજવાળું વિસ્તર્યું છે . ગ્રહ મંડળના નિયામક પૃથ્વી પર સ્થિત જીવનનું સિંચન કરનાર મુખ્ય તેજસ્વી ગોળો તે સૂરજ, નિયમસર ઊગે ને આથમે .સૂરજ થકી આકાશ અજવાળું પામે . આથમ્યા પછી રાત પડે . અસ્ત સ્થિત રજનીની શૈયા માં પોઢ્યા સૂરજ વગર સૂનું આકાશ, ગમે નહીં , તેથી રાતભર રડે , ભલે ચંદ્ર ,નક્ષત્ર , તારાં ના તેજ લિસોટા અજવાળા ઉજાળે , જેને પણ કવિએ ” આકાશ ના આંસુ કહ્યા છે : ધરતીને સુશોભિત કરે . આકાશ ના પ્રથમવાર ના અશ્રુબિંદુ થી ચંદ્ર નો ઘાટ ઘડાયો હોય ત્યારથી, ચંદ્રિ એ અંમૃત મોકલ્યા હોય એવી ચાંદની મલકતી રહી છે ,સારી રાત . આસો નાં અજવાળા ની : શરદ પુનમ ને દેવ દિવાળી ના અપ્રતિમ સૌંદર્ય ની વાત જાણી છે ?!?!. કવિ મન ! લખકોટી તારાં ને પણ , કોઈ ના/ સૂરજના વિજોગ માં વહ્યા થીજયા આંસુ માને . આંસુ ના તેજ આકાશ માં રહી ને , અબજો વર્ષો થી અજવાળું પાથરી ને અમર બને . આવું અજવાળું મૂળ માં અનોખું છે , સૌથી પર છે .રાત્રિની શૈયાથી જાગીને સૂરજ ઉષાના ઓજસ માં ફેલાઈ રહેવાની રાતી ઝાંય થી મુખ ધુએ . “રાત આખી સૂતો ક્યાં સવારે એની આંખમાં ઉજાગરા ની લાલી”(હરીન્દ્ર દવે). વૈદિક વર્ણન જેને ઉષઃકાળ કહે છે , ત્યારે . વ્હેલુ પરોઢ . મળસ્કુ .પછી , ચમકિલો થાય .આકાશે, ઉતરોત્તર ચડતી નો સમય ગાળો મેળવી ઝગમગ ઝગમગ , ઝગઝગાટ રેલાયા સૂર્ય કિરણો ની અંગુલી અવની/ પૃથ્વી ની સપાટી એ /ધરા પરે સ્પર્શી રહે . જ્યારે જગ જાગૃત થાય , પ્રવૃત્ત થાય , અને તેજનું રૂપ જોયું હોય , શીશ નમાવી , નજર અને નજરું ને/આત્મા ને પ્રકાશિત કરનાર , પહેલું અજવાળું બની આવતા પરમેશ્વર ને વંદન કરે . ઉષા સ્તોત્ર ગવાય/ પ્રાતઃકાળની સ્તુતિ કરે , પૂજા અર્ચના કરે . અવની અને આકાશ ના એકત્વ સ્થાન પરે દૂર પૂર્વમાં ક્ષિતિજ પરથી , આકાશ ભાલે કંકુના તિલક સમા સૂરજને ઊંચે ને ઊંચે ચડતી ને પછી ઢળતી તેજધારા માં સોહતો રાખે , તેમ દીસે .આકાશ અદીઠુ સૌંદર્ય અને પ્રકાશમાનત્વ પ્રાપ્ત કરી , સાંપડ્યા સોહાગી વર સાથે દિનભર અજવાળા નું ઘર પ્રદીપ્ત કરે . જેનું વૃંદ ગાન કરનાર / સાંભળનાર માં થી કોણ જાણે આકાશ ના મનની વાત ?!?! :
ગીત :અજવાળા નું ઘર : શ્રી અવિનાશ વ્યાસ : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : દેવદિવાળી : ૩૦.૧૧.૨૦૨૦ :

ગીત : એકલ દોકલ આવન જાવન : વિહાર મજમુદાર : સ્વર : ગાર્ગી વોરા : શ્રાવણી : વર્ષા ગીત : :

એકલ દોકલ આવન જાવન,ઝરમર વરસે સાવન. ઉપવન ન્હાતુ, ઝરણું ગાતું, તોય કોરું આ મન.
પાંપણ ને નેવે થી ટપકે, સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળિયા, વિરહ હજુ શું સહેવા !
મૂરઝાઇ ઇચ્છા ની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ . એકલ દોકલ …
ગગન ઝરુખે ઘન ગાજે આ કાજળ શા અંધારે.
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે !?
ભણકારા, ભણકારા નું બસ, આ તે કેવું ભારણ !! એકલ દોકલ …
ગીત રચના: વિહાર મજમુદાર : સંગીત : અમિત ઠક્કર : સ્વર : ગાર્ગી વોરા : This Song is a Complain raised by a Flower Girl Or to Say , a Gardner’s Wife, Who is also equally good as Her Gardener , but in His Absence now worried about Her/ His Garden Or Dwellings Or Place For Humanity to live On This Earth . The Complain is in the form of ‘Hue And Cry’ to safeguard and nourish the Life On The Earth just like the rain gives Such Hopes. ઝરમર વર્ષા , વહેતાં ઝરણાં , મધુમાલતી સમા પુષ્પો ની મહેંક : આ બધાં પ્રકૃતિ ના સ્વરૂપ ભલે ને નજર જાય ત્યાં સુધી હોય , પણ તેનો સર્વેસર્વા / ધરતી ના બગીચા નો માળી કે માલિક આવ્યો નથી . ત્યારે, અથડાતાં વાદળ ની ગજૅના ને વીજળીના ચમકારા ‘ કાજળ શા અંધકાર ‘ સમાન , નિરાશ કરનાર ભાસે. ‘એકલદોકલ’ કોઇની પણ સોબત સંગાથ વગર ની ‘માનવજાત’ સ્મરણાધિન વિરહી મન થી ખિન્ન થઈ ઝૂરતી રહી ને પૂછે છે : ” તમે આવશો ક્યારે ?! ” “ગગન ઝરુખે ઘન ગાજે ” પંક્તિ શું કોઇ ” ઘનનાદ ” ની સૂચના આપનાર છે ?! ઘનનાદ : રાવણ પૂત્ર મેઘનાદ નું બીજું નામ છે, જે ☁️ મેઘ ની પાછળ અદૃશ્ય થઈ રહી, ઇન્દ્રાદિ અનેક લોક ને યુધ્ધ માં હાર આપનાર વિજેતા હતો. ‘ઉજાગરા ના ટોળા’ અને ‘મૂરઝાઈ ઈચ્છા’ આ શબ્દો સૂચવે છે કે ‘કશુંક’ અઘટિત બન્યું છે કે બની જાય તેમ છે .બગીચા ના રક્ષક ના આવવા ના રણકાર સાંભળતું, ‘મૂર્છિત’ પણ કોરાં સમર્પિત ‘મન’ નું ‘ફૂલદાર’ માનવ હૈયું ‘ભણકાર ના ‘ભારણ’ નો ‘દાબ’ સહન કરતા રહી ને , ભાવિ ની આશા પૂરી કરનાર પ્રકાશિત સવાર માટે આશાવરી આલાપે છે .એ જ રીતે જેમ દરેક સવારે મધુમાલતી ના શ્વેત , ગુલાબી ને લાલ પુષ્પો ના ઝૂમખા જિવનવાદી મહેંક રેલાવે છે : જેનું આ સવૉગ સુંદર ગીત છે : ગાર્ગી વોરા ના સ્થિર , ધીર , ગંભીર સ્વર ઘોષ ” એકલદોકલ આવનજાવન “સાથે કાવ્યવિચારઆસ્વાદ વિ જયરાજ શ્રાવણ સુદ એકાદશી ૩૦.૭.૨૦ : પૂણે :


	

મધુમાલતી ના ફુલો

મધુમાલતી ના ફુલો : Combretum indicum ભારતીય /Rangoon Creeper Red Jasmine વિલાયતી ચમેલી /બારમાસી વેલ /રાધા મનોહરમ (તેલુગુ) મ્યાનમાર થાઈલેન્ડ વિયેતનામ મલેશિયા ફિલીપીન્સ માં /દિલ્હીમાં લોકપ્રિય Woody કાષ્ઠ વેલ ૨.૫ થી ૮ મીટર ભીંત,જાળી,કમાન,છત પર ટેકો પકડી ઉંચી ચઢે:કલમ રોપી ઉગાડે.લતા મંડપે પ્રવેશ દ્વારે શોભે /લંબગોળ પણૅ સામસામે, છેડેથી અણી base ગોળ, ૭થી૧૫ સે.મી.bitter:Tubular ફુલો એક જ દાંડીથી સફેદ ગુલાબી ને લાલ રંગના divine સુગંધ ફેલાવતા,વેલના ઉપરી ભાગે,ઉભા કે આડા ને પછીથી નમી જતા મનોહર ઝૂમખા માં પ્રચુર પ્રમાણમાં,આખું વર્ષ ખિલેલા જોવા મળે .સંધ્યા સમયે સફેદ રંગ માં ઉઘડે જેથી long tongue વાળા hawkmoth જેવા night visitors આકર્ષાય ,બીજા દિવસે ગુલાબી ને ત્રીજે દિવસે લાલ રંગ માં ફેરવાતા રહી day time bees,flies,sunbirds ને આકર્ષે જેથી pollination દિનરાત થાયFruits દીર્ઘ વૃત્તિય ૫ ભાગે ૩થી૩.૫સેમી ના પરિપક્વ થતાં બદામ જેવાં સ્વાદ ના અને roundworms ને pinworms parasites ને બહાર કાઢી કે પેટ માં મારવા માં useful. પાન ના રસથી તાવ સાથે ના દુખાવામાં રાહત.મૂળિયાંનો સંધિવામાં use: ભારતીય કવિતા માં પસંદિદા:પ્રસ્તુતિ વિ જયરાજ: પૂણે

બાગ ની મધુમાલતી : ધીરૂબેન પટેલ : ( ૧ ) : : બહાર આવી છે મુદ્દત બાદ ગુલશન માં : નીનુ મઝુમદાર : ( ૨ ) : : ઉદાસી આ સૂરજની  આંખે ચઢી છે , તમારા  વિના સાંજ ડૂસકે ચઢી છે : ભગવતીકુમાર શર્મા : નીશા ઉપાધ્યાય કાપડિયા  : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : ( વિડિઓ  સોંગ ) : સત્યેન  જાગીવાલ : શૌનક પંડ્યા : ( ૪ ) : : ઉદાસી આ સૂરજની ( ગઝલ કાવ્ય પઠન ) : ભગવતીકુમાર શર્મા : ( ૫ ) : : ફૂલ નાં કાવ્ય / ગીત : :

: : : : : : : : : મારા બાગની મધુમાલતી : ધીરુબહેનપટેલ : : : :  પાડોશી ના અંજીરના ઝાડ પર કેમ ચડે છે ? સાવ ભાન વગરની છે, એ. સરહદ ની એને કંઈ સમજ જ નથી. ક્યાંથી હોય ? નથી એ છાપાં વાંચતી . નથી ટીવી જોતી. નથી રેડિયો સાંભળતી. એની મેળે ઊગે છે. ઝાડ પર ચડી ને ઝૂલે છે. રોજ સવારે ફુલો ના દીવા પ્રગટાવે છે. સુગંધ રેલાવે છે. સાંજે ખરી પડતાં ફુલો ની શોકસભા પણ ભરતી નથી. બસ, લ્હેર થી જીવે છે. શા માટે? તે એ જ જાણે. :ધીરુબહેન પટેલ : : : :  પ્રકૃતિ સાથે એકજીવ ના હોય૬થી૧૨ ફુલો ના નામ એક સાથે યાદ આવે કે? લગ્નમાં ફુલો ને જોયાં ન જોયાં જેવી હાજરી હોય. શહેરના બહુ ઓછાં માણસો મધુમાલતી ને જુવે/ઓળખી શકે.નામ સાંભળ્યુ હશે(મેં ૧૯૬૩ માં વ્યારા માં મધુમાલતી ના ફુલો પૂજા માટે મારી બા ને , કહ્યું ત્યાં થી લાવી આપેલા:નામ જાણ્યું ૧૯૭૦ માં , અમદાવાદ સુવર્ણા બહેન ના નિવાસ સ્થાને:વિ જયરાજ )મધુમાલતી ના અણઘડ પણા માટેનો અમથો અણગમો આપણા પ્રત્યે નો કટાક્ષ સવિશેષ છે.હદ માં રાખેલાં માપ્યા સંબંધો ટકતા નથી : Good fences make Good neighbours : : ” અભણ, ચપટીક આયુષ્ય,શોક વિના નું મૃત્યુ : હિચકા ધીમા પડતાં તમને જોયા કરીશ, ઝૂલતી મધુમાલતી ની આંખે “: “એક એક ફૂલ ઇશ્વર નો એક એક શ્લોક છે.” : સુરેશ દલાલ : હયાતી ના હસ્તાક્ષર : : : : બાગ ની મધુમાલતી : ધીરુબહેન પટેલ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા :

ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં – નીનુ મઝુમદાર




(તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!…. )

—–

પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં
ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં

નિહાળી હું શકું અહીંથી હજીયે આશિયાનાને
તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!

અમારી જિન્દગીમાં એ બહારા’વી નહીં પાછી
ગુલો હર સાલ બસ! કરતાં રહ્યાં ફરીયાદ ગુલશનમાં

ઘડીભર વીજળી! થોડી વધુ દે રોશની મુજને
હતી કઈ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં

સવારે છે ચમન ભીનો, કે ભીની છે નજર મારી?
પડ્યો શું રાતભર મોસમ વિના વરસાદ ગુલશનમાં

બહારોમા મળ્યો ના કોઈને પુરો સમય રોવા
દઉં છું એટલે હું પાનખરને દાદ ગુલશનમાં

‘નિરંજન’ની વફાદારી વિષે, બસ! એટલું કહેજો
હતો આબાદ ગુલશનમાં, હતો બરબાદ ગુલશનમાં

— નીનુ મઝુમદાર ‘ નિરંજન ‘

ઘડીભર વીજળી ! થોડી વધુ દે રોશની મુજને
હતી કઈ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં” — નિરંજન ‘નીનુ મઝુમદાર

“પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં
ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં”  — નીનુ મઝુમદાર

********************************************** * * ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે : ભગવતીકુમાર શર્મા ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

–- ભગવતીકુમાર શર્મા  

સ્વર : નીશા ઉપાધ્યાય કાપડિયા : : સ્વરાંકન : : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન : પ્રહર વોરા : : નિર્માણ : ગિરીશ ચાંદેગરા ( With AI Helping Audio Narrative Video ) : : Red Ribbon Release On All Music Platforms : Red Ribbon You Tube Release 2 / 5 / 2025 : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : 

https://youtu.be/IDHo_sYTHGA?si=VRT6g5AGGZriDwX4

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે : ભગવતીકુમાર શર્મા : : : : સ્વર : સત્યેન જાગીવાલ : સ્વરાંકન અને સંગીત નિયોજન : શૌનક પંડ્યા : : વિડિયો ચિત્રાંકન ( કવિ શ્રી ભગવતીકુમાર શર્મા ના  LIVE Appearance સહિત ) ડો વિદુર ગોતાવાલા : : યુ ટ્યુબ રિલીઝ ૩૧ / ૫ / ૨૦૨૦ ( કવિ શ્રી ભગવતીકુમાર શર્મા ના  જન્મ તારીખ પર : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : 

https://youtu.be/-GWqPTW8coo?si=00B3up8bGw1vf4tC

Design a site like this with WordPress.com
Get started