પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી  : નિરૂપમા શેઠ અને  ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગામ : ( ૧ ) : : અંતરપટ : જૂગતરામ દવે : ( ૨ ) : :

“મત્ત થઈને ડોલો કે પંચમી આવી વસંતની “ઉમાશંકર જોશી.
સમગ્ર કવિતા ૧૯૮૧ ) : : વસંત વર્ષા : કાવ્યસંગ્રહ : ૧૯૪૫ : પ્રથમ કાવ્ય ગીત : :  બીજી આવૃત્તિ , પૃષ્ઠ ૪૬૭ : ” પંચમી આવી વસંતની” ,  ઉમાશંકર જોશી
“ઊઘડ્યાં લતાઓ નાં યૌવનનાં સપનાં, લાગ્યો જ્યાં એક વાયુઝોલો : કે પંચમી આવી વસંતની “ઉમાશંકર જોશી.
મહા સુદ પંચમી : વસંત પંચમી : : મહા સુદ પંચમી (વસંત પંચમી) માટેની સામગ્રી (નિગમ ઠક્કર ની નોંધ પ્રમાણે : તૃતીય ગૃહ, કાંકરોલીની પ્રણાલિકા અનુસાર) : :

ડબરાનો સાજ | પૂરી, બિલસારુ | બુંદી, જલેબી, શિખરન વડી – આ ત્રણ ન આવે | ઉત્સવ ભોગનો ક્રમ – મઠડી, સેવનાં લાડુ, કુરનાં ગુંજા,

ફીકામાં કચોરી, છોંકેલ અને મીઠું દહીં | બીજ | કાચા સંધાણા |

વડાની છાશનો કટોરો

(ચાલીસ દિવસ સુધી ભોગની તબકડી ખેલનાં સમયે સિંહાસન પાસે ઢાંકીને રાખવી, પછી અનોસરમાં શૈયાજી પાસે રહે)

ખેલની તબકડીમાં આટલી સામગ્રી આવે

સાબુની સઠેલી, બદામનો શીરો, પેંડા, દૂધઘરની કેટલીક સામગ્રી, બાલભોગનો ફીકા, ભંડારનો ફીકા, માખણ બુરા, બધા પ્રકારનાં તરમેવા.

બાલ ભોગની નીચે પ્રમાણે લખેલી એક સામગ્રી નિત્ય નવી આવે.

બુંદીનાં લાડુ, મઠડી, સેવનાં લાડુ, કુરના ગુંજા, ખાજા, મગજ, મોહનથાળ, ઉફરેટા, ફેણી, કપૂરનારી, જલેબી, નાડી મુરકી, પાયેલા મંડા, ખરમંડા, દહીંથરા, મનોહર, માખણવડા, ગીજરીનો મનોહર, ઝીણી સેવનાં લાડુ, સકરપારા, ખોવાનો મનોહર, કચોરી, ખીરવડા, ચોરીઠાનો/ચોખાનાં લોટનો મોહનથાળ, ઘાંસનો લાડુ (અડદની દાળ અથવા અડદનાં લોટની બુંદીનો લાડુ), ઘેબર, બુંદીનો મોહનથાળ, પપચી, ગુડફલ, મગનો ઉક્કર, દહીંની સેવ, મુખ વિલાસ, ખોવાનાં ગુંજા, અધિક દિવસ હોય તો તલ સાંકળી ધરવી. : : : : દરેક વૈષ્ણવો એ પ્રભુ ની સેવા તથા સામગ્રી પોતાના ગુરુ ઘર ની રીત તથા સુયોજિત આજ્ઞા અનુસાર કરવાનો આગ્રહ રાખવો. : : જય શ્રી કૃષ્ણ : :

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી


કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.

— ઉમાશંકર જોશી

પંચમી આવી વસંતની :  ઉમાશંકર જોશી : : સ્વર : નિરૂપમા શેઠ અને સંગીત ભવન કોરલ વૃંદ : : ગાયક વૃંદ : : સ્વરાંકન : અજીત શેઠ : : સંગીત નિયોજન  : ભૂમાનંદ  બોગામ : : આલ્બમ : ગીત અમે ગોત્યું ગોત્યું : : નિર્માણ : ફાલ્ગુની શેઠ : : ૨૩  / ૧ / ૨૦૨૬ મહા સુદ પંચમી વસંત ( ઋતુ  ) પંચમી નિમિત્તે : : પ્રસ્તુતિ  : સંગીત ભવન ટ્રસ્ટ : :  નેરેટીવ લિરીકસ વિડીયો : યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૧ / ૨૦૨૫  : ૦૦: ૦૦ ક. ; : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ :: https://youtu.be/LZdKizkANNw?si=9VbP_IgNXVJztkoJ 

Goddess Saraswati symbolises Creative Energy and is considered As Goddess of Art , Music , learning  and Wisdom.

પંચમી આવી વસંતની: ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : ૧૬ જાન્યુઆરી,  ૧૯૪૯ માં લખ્યું શ્રી ઉમાશંકર જોશી નું ‘વસંત ના વધામણાં’ નું આ ગીત ઋતુ રાજ વસંતે ધરેલા નવ પલ્લવી સંચાર ના દ્રશ્ય ગ્રહણની સંગતમાં અને કોકિલ કંઠે  સૂર રેલાવતી  કોયલ ને જોતરવા ની ગમ્મત કરતા કવિમન ને આલેખી આપે છે : જાણ  થાય ( સૌને ) કે આજે વસંત ઋતુ નો પહેલો દિવસ છે , આજે  ઋતુમુખી વસંતપંચમી છે. તેથી હૈયા ને મનગમતી વાસંતી ‘રૂમઝૂમત’ માં એટલે કે મધુર અવાજ કરતું નયનરમ્ય વાતાવરણ  સવળાવવું છે. સંગીતના સાત સ્વરો માં પાંચમો સ્વર કોયલ નો પંચમ સ્વર કહેવાય છે. : : કોકિલાને કહ્યું છે : ” પંચમ બોલ બોલો.. .” : ઉમાશંકરે ” ભુવન  ભુવન ભમતા ..  હૈયાપાલવ માં ઘુમતા..  વાયરા વાયા વસંત ના ” નું ગીત પણ લખ્યું છે. અહીં કહ્યું છે , ” દખ્ખણ ના વાયરા ના આ શાં અડપલાં ! ઉઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં” : લતા કુંજ ની ( માંડવાની ) દિશાએ દિશાએ પમરતી જતી  કુંપળો ની વિકસન અડપલાંખોર વાયરા નો વાયુઝોલો– ખાવાથી ‘નમી જાય’ અને ‘લચી પડે’ એજ રીતે , જાણે કે,  સપનાથી ઘેરાતી નિદ્રા માણી લેતાં નયનો અધબીડ્યાં નમી જાય. સુંદર વસંતપંચમી આમ નયનાભિરામ બનીને કવિ નજર ને  પસંદ પડી જાય. : : : : 

લતાઓની / વેલીઓની કૂટ ( માંજર ) ની રાશિ – સમૃદ્ધિ ને / મંજરી ને કહ્યું છે : ” મંજરી મત્ત થઈને ડોલો” / કારણકે વસંતપંચમી આવી છે. વાસંતી ગાન છવાય  તેની સાથે ચકચૂર થઈને ઝૂમવાનું હોય. “આંબે આંબે હસે રસની કટોરીઓ” એમ કહેવામાં વાસંતી ગમ્મત – મઝા -આનંદ ની લાગણીઓ વૃક્ષ વ્યાપી હોય / એટલે કે જીવન વ્યાપી હોય તેનાં આસ્વાદ માણવાનો મોકો મળી આવ્યો છે. : “ભૃંગ પ્રેમ” / ‘ભ્રમર પ્રેમ’ “તણી હોરીઓ ” એટલે કે , હોળી ના દિવસો દરમિયાન ગવાતા રાગના ગાન ગ્રાહ્યાગ્રાહ્ય થયાં છે : ભ્રમરપ્રેમ નિષિદ્ધ લેખાય  તેમ છતાં તેની મનાઈ હંગામી થવા લાગી છે : વ્યવહારે ‘જોયું ના જોયું’ નું ‘ચાલચલણિયું’ / ચાલચલવ છૂટછાટ દીધી , જાવ : માટે “આછો મકરંદ મંદ ઢોળો ” : વાસંતી સમયનો ‘પુષ્પ રસ ધીમેથી , ધીરે રે ઢોળો.’ કારણકે “પંચમી આવી વસંતની.”: : : :

“કોકિલ પંચમ બોલ બોલો” અને “મંજરી મત્ત થઈ ડોલો” એમ કહેવામાં પ્રકૃતિપદાર્થો નાં નિયમસર ના અનુસરણ અપેક્ષિત છે. એ જ રીતે, હૈયે વસ્યા વાસંતી પ્રેમ નો ‘આતમબોધ’ એ છે કે ,” “અંતરપટ ખોલો” : આડશ ના આંતરા છોડો. અંતરાયો  ને ખસેડો જેને દરેક જણ રાખે જ રાખે. ભલેને જીવ સંબંધિત સર્વોચ્ચ બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય શકે છે . : :  વસંતપંચમી થી  ઝૂલવા માંડેલી પૃથ્વી પરેની જીવસૃષ્ટિ પ્રકૃતિ માં વ્યાપ્ત ઋતુગત ચેતનતા ને આવકારી ને /  નિરંતરતાની જ્ઞાન પ્રાપ્તિ માટે કર્મનિષ્ઠ બનશે. : : વસંત પંચમીની આ ચૈતન્ય શક્તિ આવીને  ” બારણાં ખખડાવે છે ” માટે સ્નેહ  જગાવો , પ્રેમ વરસાવો , વ્હાલ થી વધાવો. મનુષ્ય માત્ર પ્રિયજન સાથે કંઈ પણ અનિષ્ટ ના થાય એ માટે નો સદ્ભાવ દાખવે જ દાખવે. વસંતપંચમી ના ખખડયા દ્વારે લાધ્યો આતમબોધ, વસંત ના ” ઓવારણાં” લેશે અને તેનાં સદ્ભાવે મળો તેને માથે હાથે અડાડીને પોતાને માથે અડાડીને મૂઠ્ઠી ના ટાચકા લેશે. કારણકે “પંચમી આવી વસંતની”, જે ઉમાશંકર જોશી નાં શ્રેષ્ઠ ગીતોમાં નું એક સુંદર   વસંત ( ઋતુ ) નું  વધામણી નું / પ્રિય પંચમી નું  નજરાણું છે. : : શૂભ  વસંત પંચમી : : હેપ્પી વસંત પંચમી : : : :

“પંચમી આવી વસંતની” ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : મહા સુદ પાંચમ : રવિવારે , ફેબ્રુઆરી ૨ , ૨૦૨૫ : : Updated  January 21, 2026 : ૩ ક. : ૧૬ મિ. : : : : : : HAPPY VASANT PANCHAMI : : : : : : : : :

આતમ, અંતરપટ ખોલો
              કે પંચમી આવી વસંતની.” : ઉમાશંકર જોશી.: : ખેંચ્યા સ્વેટર ની આડશે ઢાંક્યો ચહેરો
           
“પટ નહિ અંતરનો , આડશ ને કાંડે થોભાવી.” ( વિ જયરાજ )
“આંખ ની આતુર મીટ, અંતરપટ આ અદીઠ. “: ( જૂગતરામ દવે )

*********************************************** અંતરપટ : જૂગરામ દવે : : : :

અંતરપટ

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
આંખની આતુર મીટ,
પટ ઊપડી પટ તુરત બિડાયું,
વા વાયરો વિપરીત… અરેરે !

તું મારાં હું તારાં ઝીલું,
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત… અરેરે !

આ પા ઊછળે, તે પા ઊછળે,
હ્રદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે !

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે આ,
ઝાકળઝીણું ચીર… અરેરે !

— જૂગરામ દવે

“આ પા ઊછળે, તે પા ઊછળે,
હ્રદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે !” ( જૂગતરામ દવે )

ગાણું અધૂરું મેલ મા’ : ઉમાશંકર જોશી : :

ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી

માનવી નું હૈયું : માનવી ના હૈયા ને નંદવામાં વાર શી ? : ઉમાશંકર જોશી : નિરૂપમા શેઠ : અજીત શેઠ : :

માનવીનું હૈયું
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?

સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
— ઉમાશંકર જોશી
૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)

*

https://tahuko.com/?p=14606  માનવી નું હૈયું : ઉમાશંકર જોશી : : સ્વર : નિરુપમા શેઠ : સ્વરાંકન અને સંગીત નિયોજન : અજીત શેઠ : : અહીં ક્લિક કરીને સાંભળીએ. : : ::

માનવી નું હૈયું : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : : ❤️💜❤️💜 પેન્ડિંગ .. .

મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : પરેશ ભટ્ટ : Live show : ( ૧ ) : : ધૃવિશ શાહ : Live show : જલસો ટીમ : ( ૨ ) : : સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : 

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી.                 મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

–- ઉમાશંકર જોશી

મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : સ્વર અને સ્વરાંકન અને સંગીત નિયોજન : પરેશ ભટ્ટ : Live show @ રાજકોટ , કવિવર ની હાજરી માં : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : : https://tahuko.com/?p=5116

https://youtu.be/-XfULvqRsCQ?si=wa213zUZIBxuA3CU મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : : સ્વરાંકન : પરેશ ભટ્ટ : : સ્વર : ધૃવિશ શાહ : Live @ જલસો : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

https://youtu.be/oVDG3xrdY2s?si=VN5JcORW1sM1NjGr મારું જીવન એ જ મારી વાણી: : ઉમાશંકર જોશી: : સ્વરાંકન : પરેશ ભટ્ટ : : સ્વર : સૌમિલ મુનશી : : સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : : અહી ક્લિક કરીને સાંભળીએ : : : :

પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય :  ઉમાશંકર જોશી : પ્રભુ દર્શનની  અભીપ્સાનું ગીત : : અમર ભટ્ટ

પગરવ

પ્રભુ, તારો પગરવ જરી સુણાય.

વનવનવિહંગના કલનાદે,

મલયઅનિલના કોમલ સાદે.

ઉડુગણ કેરા મૂક વિષાદે

ભણકારા વહી જાય.

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

ગિરિનિર્ઝરના નૃત્યઉમંગ,

સરિતતણા મૃદુમત તરંગે,

ઋતુનતૅકીને અંગેઅંગે

મંજુ સુરાવટ વાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

અહોરાત જલસિંધુ ઘૂઘવે,

ઝંઝાનિલ મઝધાર સૂસવે,

વજ્રધોર ધન ગગન ધૂંધવે.

ધ્વનિ ત્યાં તે અથડાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

શિશુકલબોલે, પ્રણયહિંડોળે,

જગકોલાહલના કલ્લોલે,

સંત- નયનનાં મૌન અમોલે

પડધા મૃદુ પથરાય,

પ્રભુ તારો પગરવ જરી સુણાય.

— ઉમાશંકર જોશી  : ૧૫ / ૧ / ૧૯૪૮ : સમગ્ર કવિતા , બીજી આવૃત્તિ , ૧૯૯૮ : પૃષ્ઠ ૫૫૬ : :

ઉડુગણ કેરાં મૂક વિષાદે, ભણકારા વહી જાય ; પ્રભુ તારો પગરવ જરી સુણાય ” : કવિવર ઉમાશંકર જોશી

પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય : ઉમાશંકર જોશી : :  સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : આલ્બમ : શબ્દ સૂર ની પાંખે : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%AA%E0%AA%97%E0%AA%B0%E0%AA%B5


પ્રભુ તારો પગરવ જરી સુણાય. 👂👂કવિ : ઉમાશંકર જોશી : સ્વર અમર ભટ્ટ : સ્વરાંકન : અમર ભટ્ટ : : આલ્બમ : શબ્દ સૂર ની પાંખે : અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૭ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ. : : રાગ : ભૈરવી

https://youtu.be/uKXZ50uLTRs?si=1TB_rfpGXDsbh1fU
સ્વરકાર / ગાયક અમર ભટ્ટે પ્રસ્તુતિકરણ માં  વક્તવ્યાર્થ આપતા લખ્યું છે : : ” ઉમાશંકર જોશી નું આ કાવ્ય મને ખૂબ પ્રિય છે. એમના જન્મશતાબ્દીવર્ષમાં-૨૦૧૦માં-આ સૌ પ્રથમવાર રજૂ કરેલું. વિદગ્ધ વિવેચક, ઉત્તમ સાહિત્યકાર અને ઉમાશંકરપ્રેમી ભોળાભાઈ પટેલે આ ગીત ક્યાંથી શોધી કાઢ્યું એવો પ્રશ્ન કરી મારી પીઠ થાબડેલી અને એ પસંદ કરવા બદલ મને અભિનંદન આપેલાં તે યાદ આવે છે.”

“પ્રભુનો પગરવ ‘જરી’થી ‘અહીં’ થઈને; ‘અહો’થી ‘દૂર’ જઈને ‘ધન્યતા’નો અનુભવ કરાવે છે.

મીરાંના પદનું સ્મરણ થાય છે-
‘સુની હો મૈંને હરિ આવનકી અવાજ’ ને સાથે

ટાગોરનું ગીત પણ-
‘તોરા શુનિસ નિ  કિ શુનિસ નિ તાર પાયેર ધ્વનિ
ઓઇ એ આસે ,આસે, આસે
યુગે યુગે પલે પલે દિનરજની
(તમે કોઈએ શું નથી સાંભળ્યો? શું એનો પદધ્વનિ નથી સાંભળ્યો? આ…. આવે,આવે,આવે! યુગે યુગે પળે પળે  દિવસ રાત આવે)

સુની રે મૈંને હરી દર્શન કી આવાઝ ; મીરાંબાઈ : महलां चढ़ि-चढ़ि जोऊँ मोरी सजनी, कब आवैं महाराज ll

सुनी मैं हरी आवन की आवाज़।
महलां चढ़ि-चढ़ि जोऊँ मोरी सजनी, कब आवैं महाराज॥

दादुर मोर पपीहा बोले, कोयल मधुर साज।
उमग्यो इन्द्र चहुँ दिशि बरसे, दामिनि छोड़ी लाज॥

धरती रूप नवा-नवा धरिया, इन्द्र मिलन के काज।
मीरा के प्रभु गिरधर नागर, वेग मिलो महाराज॥

— મીરાંબાઈ

સ્વર : અરુંધતિ રોય ચૌધરી: : Friday Fun Records Release 30 / 8 / 2023 : Arundhati Roy Chowdhury ( Eric ) You Tube Release 31 / 8 / 2023 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/s226tXZJ1io?si=L4aJH2KFUuU-4Mck

પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય :  ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગયાં વર્ષો — : ( ૧ ) : રહ્યાં વર્ષો તેમાં : ( ૨ ) : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : :

રહ્યાં વર્ષો તેમાં —
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
— અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી. —

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
— ઉમાશંકર જોશી
૨૧-૭-૧૯૫૨/૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૬)



*ગયાં વર્ષો —
ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના’વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!
— ઉમાશંકર જોશી
૨૧-૭-૧૯૫૨/૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૫)

રહ્યાં વર્ષો તેમાં : ઉમાશંકર જોશી : : સ્વર: અમર ભટ્ટ : :  સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ  : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ  : : : : https://m.soundcloud.com/ekatra-foundation/rahyan-varsho?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi

“ગયાં વર્ષો” અને “રહ્યાં વર્ષો તેમાં–” લાગણીઓના નિર્ધારિત દબાવ ની રચનાઓ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Lord Of Humility : M K Gandhi : Only Poem Composed by India’s Gandhi : નમ્રતા ના નિધિ : ગાંધીજી : ગીતાનુવાદ :  ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : Hey Namrata Ke Samrat : Mahatma Gandhi : Manna Dey : Vasant Desai : ( 2 ) : : Namrata Ke Sagar : Mahatma Gandhi : Bhimsen Joshi & Ajoy Chakraborty : Ilya Raja : ( 3 ) : : Gujarati &  Hindi Versions of Stuti/Bhajan By Mahatma Gandhi : :

નમ્રતાના નિધિ

દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી

મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે

હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ ના લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક

આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
— મોહનદાસ ગાંધી :  ઉમાશંકર જોશી ની લેખિનીએ ગુજરાતી માં અનુવાદ  : ગાંધીજી ના અંગ્રેજી ભાષા ના નીચે આપેલ મૂળ લખાણ પરથી : : “નિશ્ચેના મહેલમાં” પુસ્તકમાંથી : : : :
સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ : : આલ્બમ : કાવ્ય સંગીત યાત્રા : 2 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?cat=63

LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi : : “The Only Poem Composed by Gandhi” : :

A message written by Gandhiji On September  9, 1934 for Ms. Margaret Of Hyderabad Welfare Centre . The same is found at Hriday Kunj , Gandhiji’s Residing place at Sabarmati Gandhi Ashram , Ahmedabad ; and also as a writing found the at Phoenix Settlement  of South Africa alongwith a note which reads ,”The Only Poem Composed by Gandhi.”

“Hey  Namrata Ke Samrat” Stuti Or Bhajan ( translated as Hindi Bhajan ) Written By Mahatma Gandhi ( As a Message For Ms. Margaret Of Hyderabad Welfare Centre On September 9, 1934 : : Vocals  : Manna Dey and Chorus : : Composed By Vasant Desai  : : Created in 1969 , For Maharashtra  State Release Recording On Gramophone  Company India Ltd; Gandhi Centenary Committee. : : CLICK HERE In BELOW To enjoy the Stuti/Bhajan : : Tahuko Foundation You Tube Release 6 / 1 / 2021 : : : : https://youtu.be/VgregI_2gks?si=DYEZdEOExTB-9-iO

Lyrics :

He namrta ke samraat
he namrta ke samraat
deen bhangi ki heen kutiya ke niwaasi
deen bhangi ki heen kutiya ke niwaasi
Ganga Yamuna Godavari ke jalon se sinchit is sunder desh mein
tujhe sab jagah khojne mein
hamen madad de
hamen grahansheelta
aur khula dil de
teri apni namrta de
teri apni namrta de
Bharat ki janta se
ekroop hone ki
shakti aur utkantha de
shakti aur utkantha de
he bhagwan
he bhagwan
tu tabhi madad ke liye aata hai
jab manushya shoonya bankar teri sharan leta hai
hamen vardaan de
hamen vardaan de
ki sewak aur mitr ke naate
is janta ki ham
sewa karna chaahte hain
us’se kabhi alag na pad jaayen
us’se kabhi alag na pad jaayen
hamen tyaag bhakti namrta ki moorti bana
taaki is desh ko ham jyaada samjhen
aur jyaada chaahen
hamen vardaan de
hamen vardaan de
he bhagwan
he bhagwan
he bhagwan
he bhagwan

Hindi script lyrics
——————————–
हे नम्रता के सम्राट,
हे नम्रता के सम्राट,
दीन भंगी की हीन कुटिया के निवासी
दीन भंगी की हीन कुटिया के निवासी
गंगा यमुना गोदावरी के जलों से सिंचित इस सुन्दर देश में
तुझे सब जगह खोजने में
हमें मदद दें
हमें ग्रहणशीलता और खुला दिल दें
तेरी अपनी नम्रता दे
तेरी अपनी नम्रता दे
भारत की जनता से
एकरूप होने की
शक्ति और उतकण्ठा दे
शक्ति और उतकण्ठा दे
हे भगवन
हे भगवन
तू तभी मदद के लिए आता है
जब मनुष्य शून्य बनकर
तेरी शरण लेता है
हमें वरदान दें
हमें वरदान दें
कि सेवक और मित्र के नाते
इस जनता की हम
सेवा करना चाहते हैं
उससे कभी अलग न पड़ जाएँ
उससे कभी अलग न पड़ जाएँ
हमें त्याग भक्ति नम्रता की मूर्ति बना
ताकि इस देश को हम
ज़्यादा समझें और ज़्यादा चाहें
हमें वरदान दें
हमें वरदान दें
हे भगवन
हे भगवन
हे भगवन
हे भगवन

Namrata Ke Sagar : Mahatma Gandhi : Bhimsen Joshi & Ajoy Chakraborty : Ilya Raja : : Hindi Version of Mahatma Gandhi ‘s Message For Ms Margaret Of Hyderabad Welfare Centre On September 9, 1934 : : Translation As Hindi Stuti Or Bhajan Or Soliloquy : Set To Music Composed By Ilya Raja : With Vocals By : Bhimsen Joshi and Ajoy Chakraborty and Ending narration By Amitabh Bachchan : : For  A Film written and directed by George Mangalath Thomas with Anup Jotwani, Ashwini Chaudhary, Nita Bulani Thomas and Subhash Thomas. Edited by Vidyadhar Pathare and Vijay Singh Tomar. : : Crossfire Films You Tube Video Release 27 / 5 / 2008 : : CLICK HERE In BELOW To enjoy the Stuti/ Bhajan : : : :

https://youtu.be/Z86LscyJhNY?si=O9QO2Soi9VZChIIE

Namrata Ke Sagar : Hindi Lyrics : : Pending.. .

ચાલ ને, ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ :  ઉમાશંકર જોશી : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : :

ચૈત્રી પૂર્ણિમા : “લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને “( ઉમાશંકર જોશી )  : AI Helping Image.

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!

વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો!

અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવરપટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જ્વળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
— ઉમાશંકર જોશી
૨૭-૪-૧૯૫૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૭૯)

*કવિના સ્વમુખે કાવ્યપઠન : અહીં ક્લિક કરીને સાંભળીએ.  https://soundcloud.com/ekatra-foundation/x3xigegukdvz/s-oz5ryCaq2x0

ઉમાશંકર જોશી: કાવ્ય પઠન

ચાલ ને ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ : ઉમાશંકર જોશી : : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : : સ્વરાંકન અને સંગીત નિયોજન અજીત શેઠ : : ચાલને !🌙 🌙 🌙 સ્વરાંકન/સંગીત : અજીત શેઠ : : સંગીત નિયોજન : ભૂમાનંદ બોગમ : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ  ૧૧ / ૪ / ૨૦૨૫ : પ્રસ્તુતિ : ફાલ્ગુની શેઠ  : : AI Helping Audio Narrative Video Song  : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  /સાંભળીએ . :: ::  https://youtu.be/ckeyO3IbDbU?si=s2YNyvKo-fWG1qSP

ચાલ ને, ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય … : ઉમાશંકર જોશી : પ્રણવ મહેતા અને બીના મહેતા : ભાઈલાલભાઈ શાહ : ( ૧ ) : : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : ભાઈલાલભાઈ શાહ : ( ૨ ) : : સી એન વિદ્યા વિહાર ના ગીતો : :

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો
વ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો
ગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો
વ્હાલા મોરા ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિન્દગી રે હો
ગોરી મોરી ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે હો
વ્હાલા મોરા આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો
ગોરી વ્હાલે મેલી આંબલિયાની ડાળ કે ચાલ્યા ચાકરી રે હો
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે હો
આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે હો
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે હો
આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો
વ્હાલા મોરા બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો
— ઉમાશંકર જોશી
૧૯૩૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૧૬)



ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય ઉમાશંકર જોશી https://m.soundcloud.com/ekatra-foundation/goree-moree?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi સ્વર : પ્રણવ મહેતા અને બીના મહેતા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ભાઈલાલભાઈ શાહ : : આલ્બમ : સી.એન. વિદ્યાવિહાર ના ગીતો : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

સ્વર : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : ; સંગીત નિયોજન શ્યામલ સૌમિલ મુનશી: : આલ્બમ: હસ્તાક્ષર : : વંડર વેવ્સ યુ ટ્યુબ રિલીઝ ૨૩ / ૭ / ૨૦૦૩ : : Full Song : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/1hJhGYDOhac?si=eV7gjTCvh0MsbxY3

ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય :  ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી , મળી માતૃભાષા મને ગૂજરાતી : ઉમાશંકર જોશી : રેમપનિ ગાયક વૃંદ : રવિન નાયક : ( Live ) લિરિકસ  વિડિયો ( ૧ ) : : આલાપ દેસાઈ, પ્રહર વોરા ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, અને કવિત દેસાઈ : આલાપ દેસાઈ : ( Live ) નેરેટીવ વિડિયો : ( ૨ ) : : ભૂમિક શાહ : અમિત ઠક્કર : ( ૩ ) : : ગાયક વૃંદ ( સ્વરાંગી મ્યુઝિક ) : અમિત ઠક્કર : ( ૪ ) : :

ગાંધી ગિરા : ઉમાશંકર જોશી : : : :

મળી માતૃભાષા મને ગુજરાતી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ – મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય નેજે

ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી!

— ઉમાશંકર જોશી ( ૩૦ / ૩ /૧૯૫૫ ) અમદાવાદ.

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી https://youtu.be/GF3LN92bitY?si=AizLw4AdDYriYtXq  સ્વર સ્વરાંકન સંગીત નિયોજન : રવિન નાયક અને ગાયક વૃંદ : :

https://youtu.be/43y6SesoKR8?si=h_0IIhN3TJ84HPZn સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી : : સ્વરાંકન : રવિન નાયક : : સ્વર : રેમપનિ ગાયક વૃંદ ( LIVE ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

https://youtu.be/GF3LN92bitY?si=FbUhFJrFEaFOgwkb સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી: ઉમાશંકર જોશી : :  સ્વર અને સ્વરાંકન : રવિન નાયક અને ગાયક વૃંદ ( રેમપનિ ) : : લિરીક્સ વિડિયો : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ  : : : :

https://youtu.be/Mcu3du79-P4?si=3M0x-XSh9ZsWTh8Y સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી ઉમાશંકર જોશી : સ્વર : આલાપ દેસાઈ , પ્રહર વોરા , ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક અને કવિત દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : Live Video Show : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ  : : : :

https://youtu.be/Ajyfi96TGjU?si=6EvH7NtgXwM71I6A મળી માતૃભાષા મને ગુજરાતી : સ્વર : ભૂમિક શાહ : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : Gujarati folklore You Tube Release ૧૫ / ૧૧ / ૨૦૨૦ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/rd1xPlRoilY?si=o6q8vz7WxRVd6WDU સ્વર : સ્વરાંગી મ્યુઝિક ગાયક વૃંદ : સંગીત નિયોજન : : સ્વરાંગી મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૨ / ૨૦૨૦ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://tahuko.com/?p=14346  સ્વર સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : ૧ : : ગાયક વૃંદ રેમપનિ: રવિન નાયક : ૨ : આલાપ દેસાઈ પ્રહર વોરા ગાર્ગી વોરા હિમાલી વ્યાસ નાયક અને કવિત દેસાઈ : સ્વરાંકન અને સંગીત નિયોજન આલાપ દેસાઈ : ૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ  : : : :

ગાંધી ગિરા : “મળી માતૃભાષા મને ગુજરાતી” : ઉમાશંકર જોશી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

૩૦ માર્ચ ૧૯૫૫ ની કવિ શ્રી ઉમાશંકર જોશીની કવિતા ‘ ગાંધી ગિરા ‘ માં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત થતો જોઈ શકાય છે. : ક.મા.મુનશી એ ‘અસ્મિતા’ અંતર્ગત સ્વદેશાભિમાન : દેશ માટે નાં ગૌરવની  પ્રતીતિ કરાવતો અર્થ નિર્દેશ લાવી સમજાવેલ. અહીં ગુજરાતી ભાષા સાહિત્ય નાં પરિમાણો , સંસ્કૃતિ સંસ્કાર નાં સિંચન તથા અનેક મહાપુરુષોના ચિંતન મનન ,  જ્ઞાન સમજણ  ચેતન-દ્રષ્ટિ અને દર્શનશક્તિ ની એકાત્મતા તથા મન બુદ્ધિ ની એકતાની ખાતરી , ઐતિહાસિક રીતે કાલચક્રમાંથી  ઉદિત થઈ , અનેકવિધ ફેરફારોને સંમિલિત કરતાં રહીને વિકસિત પામતાં ખીલવણી નાં સૌમ્ય-ઉઘાડ , માતૃભાષા દ્વારા થયેલ નિર્મિતિ નું ‘હું પણું’ સમજી સમજાવી શકાય તેમ છે.

ગુજરાતી ભાષા ની ભવ્ય આગવી સંસ્કૃતિ , સાહિત્ય  સંસ્કાર  પરંપરાઓ અને વૈભવી વિરાસત છે. ગુજરાતી ભાષા,  ભિન્ન ભિન્ન પણ પ્યારાં લઢણ લહેકામાં વ્યાપ્ત , બાર ગામે બદલાતી બોલી છતાંયે વિશિષ્ટ રીતે સંસ્કૃત  / પ્રાકૃત / વિદેશી ભાષા નાં  શબ્દભંડોળ એકત્ર  કરી વિવિધ વ્યુત્પત્તિ ક્રમ તથા પ્રાંતિય અસરો ને ઝેલતી , બદલાતી રહી તોયે પ્રશિષ્ટપણે અભિવ્યક્ત થવામાં પાછું વળીને જોયું નથી. છઠ્ઠી સદીમાં ગુર્જરો પંજાબ તરફથી આપણાં જે પ્રદેશ માં સ્થાયી થયાં , દશમી સદી ઉપરાંત શાસન કર્યું ત્યારથી ગુર્જરત્રા / ગુર્જરત્તા પ્રાંત કહેવાયો ; તે પરથી ગૂજરાત – ગુજરાત શબ્દ જાણીતો થયો. ત્યારબાદ જૂના ઈરાનથી સંજાણ / દ. ગુજરાત માં આવીને . સ્થાયી થયેલાં પારસી સમાજ ના લોકોએ પોતાની પહેલવી / પાજંદ ભાષા છોડીને જૂની ફારસી અસરવાળી ગુજરાતી ભાષા બોલવી શરૂ કર્યું. ૧૭ મી સદીમાં સંસ્કૃતનિષ્ઠ  મરાઠી ભાષા – સંસ્કૃતિ ની અસરો એ દેખા દીધી. જૂની હિન્દી માગધ્ધિ કે તુલસીદાસી બોલી બોલતાં જાત્રાળુ સાધુઓના વસવાટ ને લીધે હિન્દી શબ્દો પ્રયોગ ઉપયોગ નો સ્વીકાર થવા લાગ્યો. ૧૫ મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ કાઠિયાવાડ / દક્ષિણ  ગુજરાત માં પોર્ટુગલ ભાષા ભંડોળ દાખલ કરી શક્યાં. અંગ્રેજી  ભાષા ભંડોળ ગુજરાતી માં સૌથી વધારે રહ્યું. જેને આગળ જતાં પ્રો. બ.ક.ઠાકોર સુધી ખુલ્લા મનથી અપનાવ્યું. ૧૫ મી સદીથી – ૧૮ મી સદી સુધી જૈન લેખકો એ વિશિષ્ટ રીતે અનુકૂળ આવ્યું ગદ્ય અને પદ્ય આપ્યું. ગુજરાતી ભાષા મહદઅંશે તે સમયના કવિઓએ ગાયેલી કવિતાઓ / ભજનો / પ્રાર્થના સ્તુતિ જેવાં રૂપે પ્રચલિત કરી.  નરસિંહ મહેતો જૂનાગઢી , ભાલણ – ભીમ પટણી / પાટણી , પ્રેમાનંદ વડોદરી , શામળ ચરોતરી , દયારામ રેવાકાંઠી બોલચાલ ની કવિતાઓ લખી ગયાં – જે સૌની ૧૮ મી / ૧૯ મી સદીના પદ્યકારો / ગદ્યકારો પર ચીલાસમ પણ અદ્યતન અસરો વર્તાતી રહી. એવું કહેવાય છે કે માત્ર ગુજરાત જ નહીં પણ પંજાબ , સિંધ , કચ્છ , મેવાડ – મારવાડ , વ્રજ , ખાનદેશ અને છેક ઉડિયા અને બંગાળ પ્રદેશ સુધી બધે જ લગભગ એકસરખી જેવી ભાષા બોલાતી હતી. આનું નામ / કારણ એ કે ભાષા- ઐક્ય. વેપારીઓ , લડાયક ક્ષત્રિયો / રજપૂતો , ધર્મગુરુઓ ભારતભરમાં મુલકે-મુલક માં આવતાં જતાં , તેથી આવી ફાવટ અપનાવી લીધી. મુસલમાનો લડાઈઓ લડતાં રહ્યાં , અને વળી જાતે બહુ ભણેલાં નહોતાં. ખુદ અકબર પણ કોઈ પણ ભાષા લખી – વાંચી શક્યો નથી. બહું ઓછાં રાજપુત્રો એ મોગલોના વહીવટ ફારસી માં ચલાવ્યાં. ત્યારબાદ  જન્મેલ અને વિકસેલ હિન્દી-મિશ્રીત ઉર્દૂ બોલચાલે સમસ્ત દેશના ઇલાકામાં ફેલાવાની શક્યતા નિર્દેશિત કરી. પણ પછી શક્યતઃ આકરી ગરીબી અને પછાતપણાં ને લીધે , લોકોનાં સહવાસ , પ્રદેશે પ્રદેશે પરગણા ના  પ્રવાસ – વસવાટ ઓછાં થવા લાગ્યાં. જેથી ભાષા – ઐક્ય સાધ્યું સધાયુ નહીં. આપવડાઈ અને આત્મશ્લાધા તથા પ્રાંત ભેદ , લોકોને એકબીજાથી અલગ પાડતો રહ્યો. કચ્છી , મેવાડી, મારવાડી , વ્રજ , પંજાબી વિગેરે ભાષાઓ એ અલગ ચોકાઓ , અલગ રંગ / વિકાસ પકડ્યાં. ગુજરાતી ભાષા પણ નોખી – અનોખી ભાત પાડતી ગુજરાત પુરતી સ્થિરતા  સાથે સમૃદ્ધ બની. સંસ્કૃત પ્રાકૃત અંગ્રેજી ભાષા સાહિત્ય ના વિદ્વાન / પંડિત / શાસ્ત્રીઓ એ છેવટે આધુનિક ગુજરાતી ભાષા સાહિત્ય નાં અસ્તિત્વને  great  respectable, distinct entity તરીકે સમૃદ્ધ કરી . જે સર્વ રસ , લાગણી , વિચાર – વૈરાગ્ય ધાર્મિકતા ચિંતન મનન ને જુસ્સાભેર સબળ રૂપે રજૂ કરવામાં સફળ નીવડી છે .

૨૪ ઓગસ્ટ ના વિશ્વ ગુજરાતી ભાષા દિવસે , ગુજરાતી ભાષા સાહિત્ય ના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશી એ ગાયેલી બીરદાવેલી ગુજરાત / ગુજરાતી ની ગૌરવગાથા બૂલંદપણે અભિવ્યક્ત કરતું કાવ્ય ગીત ” ગાંધી ગિરા”નું રસદર્શન ગીત પૂર્વક માણીશું. : :

મળી માતૃભાષા મને ગુજરાતી

વિશ્વભરમાં લગભગ ૬૨ મિલીયન / ૬ કરોડ થી વધુ લોકો ( ૨૦૧૧ ) ગુજરાતી ભાષા બોલનાર હતાં / ( જે ભારતની ૪.૫ % વસ્તી ગણાય . ન્યૂયોર્ક  માં ૧ લાખ અને ટોરન્ટો માં ૭૫,૦૦૦, ટાન્ઝાનિયા  માં અઢી લાખ , કેન્યામાં બે લાખ , )  ટેકનીકલી પશ્ર્ચિમી ઈન્ડો આર્યન ભાષા તરીકે સંસ્કૃત માં થી ઉદ્ભવેલી શૌરસેની પ્રાકૃત માં થી વિકસીને ૧૨ મી સદી પછી એરેબિક અને મુઘલી પર્શિયન ની શબ્દ – સમૃદ્ધિ ની અસરો સાથે સ્વરાક્ષર અને ઉચ્ચારણ નાં સુસ્વર ( વ્યંજન  ) ના લેખન ઉપર લંબાયમાન આડી રેખાઓને ફગાવી દઈને દેવનાગરી લિપિ નું સંવર્ધિત સ્વરૂપ ધારણ કર્યું. ગાઈ  શકાતાં ગીતો , ભજન ધાર્મિક પ્રાર્થનાઓ માં એનાં લય લઢણ સહિત ખૂબ ખૂબ ખીલતી રહી. હિન્દી ભાષા થી અલગ પૂલિંગ , સ્ત્રીલિંગ અને નાન્યતર : ત્રણ નામ ગુજરાતી વ્યાકરણે અપનાવ્યા છે. હિન્દી અને કાશ્મીરી પછી ત્રીજા ક્રમાંકે મણિપુરી ( meitei ) સાથે ગુજરાતી નું પ્રતિષ્ઠિત સ્થાન છે. એક અભ્યાસ મુજબ વિદેશ સ્થિત ૮૧% ગુજરાતી અને ૬૪ % કન્નડ બોલનાર મા-બાપ હજુ સુધી એમનાં બાળકો ને માતૃભાષા બોલવા માટે આગ્રહ રાખે છે; જ્યારે મલયાલી બોલનારા ૮૦%  અંગ્રેજી અપનાવી રહ્યા છે. ગુજરાતી માં મુખ્યત્વે બે ડઝન બોલીઓ છે. : સ્ટાન્ડર્ડ અમદાવાદી, સ્ટાન્ડર્ડ ભરૂચી, નાગરી, સૂરતી, અનાવલી/ ભાટલા, પાટીદારી, ચરોતરી , પારસી, વડોદરી, ગામડિયા -અમદાવાદી, કાઠિયાવાડી, પાટણી, કચ્છી, મુસલમાન ( દાઉદી વ્હોરા અને ખારવા ), થર-પારકર, જૂની ગુજરાતી, સ્ટાન્ડર્ડ, પુર્વ ભરૂચી, પતનૂલી, કાકરી, તારીમૂકી,ઘિસડી , બોમ્બે ગુજરાતી. ( લિંગવિસ્ટીક સર્વે ઓફ ઈન્ડિયા ) : :

“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.”

પેન્ડિંગ.. .

Design a site like this with WordPress.com
Get started