આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : Live @ બામણા : ( ૧ ) : : શ્રેયા ઘોષાલ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૨ ) : : શિવાંગી દેસાઈ : સંજીવ મુનશી : ( ૩ ) : : ગાયક વૃંદ : સંજીવ મુનશી : ( ૪ ) : :

આજ મારું મન માને ના


આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o

– ઉમાશંકર જોશી

આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી https://youtu.be/d2N3Hqc-Yew?si=aW2Cga82yax80fNe LIVE  : સ્વર ગાર્ગી વોરા  : : સ્વરાંકન : અમર ભટ્ટ : : @ રામકથા બામણા : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

આજ મારું મન માને ના ઉમાશંકર જોશી : :  સ્વરાંકન શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ હસ્તાક્ષર : : સ્વર : શ્રેયા ઘોષાલ : રિલીઝ : ૨૩/૭/૨૦૦૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/tqtKCHGjsm4?si=WJYyvH9GrLOsIooI

https://youtu.be/JiA4BTqBUQU?si=nueaWkAEeG6HNgal આજ મારું મન માને ના ઉમાશંકર જોશી : : સ્વરાંકન સંજીવ મુનશી: : સ્વર : શિવાંગી દેસાઈ : : આલ્બમ : સ્વર ગંગા : રિલીઝ Times Music ( ૧૯/૯/૨૦૧૪ ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ ::::

https://youtu.be/VO8qtjzgAEM?si=ZTp0DZM9z3qfNsWK આજ મારું મન માને ના ઉમાશંકર જોશી સ્વરાંકન સંજીવ મુનશી : વૃંદ ગાન : રિલીઝ ૨૦૨૩ : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

આજ મારું મન માને ના ઉમાશંકર જોશી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : સંપદા વોરા : પ્રહર વોરા : ( ૨ ) : : સાધના સરગમ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૪ ) : :

અમે ગીત ગગનનાં ગાશું – ઉમાશંકર જોષી



અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..

–- ઉમાશંકર જોષી

અમે ગીત ગગન ના ગાશું ઉમાશંકર જોશી https://youtu.be/ACaf7hUpsg0?si=iEpSvzUAdJKZRQgW અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : : સ્વર :  અમર ભટ્ટ: : સ્વરાંકન: અમર ભટ્ટ : : જલસો રિલીઝ ( ૨૧/૧૨/૨૦૧૯ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/SJsjh9e7iJk?si=JklcLW1BvFR7uv84 અમે ગીત ગગન ના ગાશું : કવિ શ્રી ઉમાશંકર જોશી : સ્વર : સંપદા વોરા : સંગીત : પ્રહર વોરા : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/lDXm2RKZbO8?si=5QWv4qT9cNYOJczP અમે ગીત ગગન ના ગાશું કવિ શ્રી ઉમાશંકર જોશી : : સ્વર : સાધના સરગમ : : સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી : :આલ્બમ : હસ્તાક્ષર : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/uzpZRBpfYl4?si=WAQ1ffAnJArniW_o અમે ગીત ગગન ના ગાશું કવિ શ્રી ઉમાશંકર જોશી : : સ્વર : સાવનિ શાહ દિવેટીયા: : શ્યામલ સૌમિલ મુન્શી : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ : ..

ગીત ગોત્યું ગોત્યું : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા અને સોનિક સુથાર : અમર ભટ્ટ : ( ૧ ) : : અજીત શેઠ અને ગાયક વૃંદ : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : ( ૩ ) : : હિમાલી વ્યાસ નાયક અને ગાર્ગી વોરા ( Live @ બામણા ) : અમર ભટ્ટ : ( ૪ ) : :

ગીત ગોત્યું ગોત્યું
અમે સૂતા ઝરણાને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વન વનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે,
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઈ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોયું જ્યાં સ્વર્ગંગા ઘૂમે,
ને તારલાની લૂમે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી,
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચંતું,
ને સપનાં સીંચંતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ડિસેમ્બર ૧૯૩૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૬)

— ઉમાશંકર જોશી .

ગીત ગોત્યું ગોત્યું : અમે સૂતા ઝરણાને જગાડ્યું કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું : ઉમાશંકર જોશી : : સ્વર : ગાર્ગી વોરા અને સોનિક સુથાર  : : સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : આલ્બમ  : ગીત ગંગોત્રી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://m.soundcloud.com/ekatra-foundation/geet-ame-gotyun-gotyun

સ્વર : અજીત શેઠ અને ગાયક વૃંદ : : સ્વરાંકન : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : : આલ્બમ  : ગીત અમે ગોત્યું ગોત્યું : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?p=1364 https://m.soundcloud.com/ekatra-foundation/geet-ame-gotyun-gotyun-1

સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય :  : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/PTEqYU3BL1I?si=6e1D738-s3noK3Am

ગીત ગોત્યું ગોત્યું : અમે સૂતા ઝરણાં ને જગાડ્યું કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું: : કવિ શ્રી ઉમાશંકર જોશી : : સ્વર : હિમાલી વ્યાસ અને ગાર્ગી વોરા : : સ્વરાંકન અમર ભટ્ટ : : Live show : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : ; : https://youtu.be/E-QjzkbHIek?si=swHLFzAnEI-hpMvk

ગીત ગોત્યું ગોત્યું : ઉમાશંકર જોશી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ભર બપોરે – ભર ઉનાળે : લૂ જરી તું ધીરે ધીરે વા , કે મારો મોગરો વિલાય !   કોકિલા, .. . જીવરો દુભાય !‌ : ગ્રીષ્મ ગીત : ઉમાશંકર જોશી : હિમાલી વ્યાસ નાયક : અમર ભટ્ટ : : Live @ રામકથા બામણા  : ( ૧ ) : : સ્ટુડિયો રેકોર્ડિંગ : ( ૨ ) : :

https://m.soundcloud.com/ekatra-foundation/loo-jaree-tun

લૂ, જરી તું—
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં જે જંપી,
એકલી અહીં કે રહી પ્રિયતમને ઝંખી,
લૂ, જરી તું…

ધખતો શો ધોમ, ધીકે ધરણી ની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલહૈયે સમાયા,
લૂ, જરી તું…

કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય.
— ઉમાશંકર જોશી.
૨૫-૧૧-૧૯૫૦
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૮૨)

ભર બપોરે – ભર ઉનાળે : લૂ જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય! કોકિલા, તું ધીમે ધીમે ગા, કે મારો જીવરો દુભાય! : ઉમાશંકર જોશી : : સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : Live @ રામકથા બામણા ( ૧ ) સ્ટુડિયો રેકોર્ડિંગ : ( ૨ ) ઉપર મથાળે : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/rW2K9W_r1DI?si=zYjCXOwdJ1yOZBQn

                                     

“ભર ઉનાળે” કવિવર શ્રી ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : : : : :  આ ‘વિરહ ગીત’ ની વિજોગણ નાયિકા વિરહાગ્નિ થી સંતપ્ત છે . દૂર સદૂર સ્થળ કાળથી પ્રિયતમ આવે ને હૈયેહૈયું મળે અને પ્રેમ મિલન થાય એવી ઉત્કંઠિત ઝંખના એના ફૂલદાર હૈયામાંથી ઉભરીને તાદૃશ્ય થતી મનોનિર્મિત કલ્પના ગીતના શબ્દોમાં સીધેસીધી રીતે વ્યક્ત કરી શકે છે . જેમાં પ્રતિક્ષાની પ્રતિક્ષણ તૈયારી પણ કરી છે . કેશગુથ્યા સુગંધિત મોગરાની ફુલમાળ ગ્રીષ્મ ની ‘લૂ’ ના સખત ગરમ પ્રબળ ,સુક્કા ,પવનોથી કરમાઇ ને મરડાઈ ના જાય તેને માટે ‘લૂ’ ને સંબોધીને સહેજ સાજ ‘ધીરે ધીરે’ વાય એવો આગ્રહ કરી સમજાવે છે કે : ” મારો મોગરો વિલાય ! ” બીજી પંક્તિમાં ઊંચે ને ઊંચે ટહુકાર ને લંબાવી ને ગાતી કોયલ ને ‘ધીમે ધીમે’ , મંદ અવાજે ગાવાનું કહી સમજાવે છે કે : ” મારો જીયરો દુભાય ! ” કેમકે , વિરહનો માનસિક સંતાપ છે અને , મનને પ્રક્ષુબ્ધ કરતી ગ્રીષ્મની અતિ ઉષ્ણ ‌ગરમી‌ માં દગધવું ફરી વળે અને ખીજાય જાવ એમ ખોટું લાગે છે . એકલતા , પીડા , નારીવ્યથા અને નિરગ્નિ દાહ વચાળે , આ વિજોગણ સ્થિર , અધ્ધર , ઊભા આભપંખી ની થંભાવણ પાંખોને અને નિષ્ક્રિય , પણ દૃઢ મક્કમતા ને અનુભવી રહે છે . ” સૃષ્ટિ મધ્યાહ્ન કેરાં ઘેનમાં ” નિદ્રાધીન છે .” જંપી ” રહેલી છે . કોઈ સંચારણ નથી . આભ જગત ની આવી ક્ષણોમાં પ્રિયતમ ને પામવાની ઉત્કટ ઇચ્છા , ઝંખના અને દૃઢ વિચાર ને અનુભવગમ્ય કરે છે . “ભર ઉનાળે” વાતી નિર્જીવ પણ પ્રબળ ‘લૂ’ અને ગ્રીષ્મની પ્રકૃતિને મીઠો ટેકો કરી આપતી ચેતનવંતી , પણ વિરહીણી નાયિકા ને ખીજ પહોંચાડતી ‘કોકિલા’ સાથે ના સંવાદની નાટ્યાત્મક વક્રોક્તિ ગીતનો ઉઘાડ કરી આપે . પછી , ઉપરોક્ત પ્રથમ અંતરામાં ગાન , વાદન ને શબ્દોચ્ચાર દ્વારા , લયવાહીતા અને લયવૈવિધ્યતા ને પકડી રાખી ગીતના લાવણ્ય , ઘાટ અને બાંધણી ને નિખારે છે . જે દ્વિતીય અંતરા માં વિકસીત થઇ , નાયિકા નિયોજીત , કવિ – પ્રયુક્ત , ક્રિયાકલા અને ક્રિયાદૃષ્ટિ વિરહીણી નાયિકા ને એનાં અંતસ્થ સત્ય સુધી પહોંચતી કરે છે . ધોમ એટલે આકરો સખત તડકો , જે ધખે : અત્યંત પ્રજવલિત થાય . ધોમઝાળ થી ” ધીકે ધરણીની કાયા ” . ” ભર ઉનાળે ” છાયાનાથ / સૂર્ય થી સંતપ્ત અને વિરહની આગમાં એથીયે વધુ સંતપ્ત હોવાં છતાં , પ્રિયતમ વહાલા ની પ્રતિક્ષામાં તાપમાં , બહાર ઊભી રહે છે . અને કહે છે કે : ” ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા “. અંતે છાયાનાથ સૂર્ય પાસેથી જ પ્રિયતમ ની છાયા ઓઢીને પ્રેમમિલનથી શાતા સંતૃપ્તિના સંકેત સાંપડે છે . શીતતા પામે છે . આ છાયા પહેલેથી જ મનોનિર્મિત હતી . પ્રેમાધીની નારીના પ્રતિક્ષારત ફૂલદાર હૈયાની આંતરિકતા અને નજાકત ને દીપાવનાર અને શોભાવનાર સત્ય સાંપડે . સુવાસિત પરિમલ ઊડે . પુષ્પ આશાંકુરિત થઈ ફલિત થાય અને કહે કે : ” ન ફૂલ હૈયે સમાયા ” . પ્રકૃતિનો સાક્ષાત્કાર નિહાળનાર અને મેળવનાર નારી , પુષ્પિતા છે , અહીં . લાભશંકર ઠાકરના શબ્દમાં : ” આ ગીત- ગાનના આરંભમાં ‘લૂ’ ના દીર્ઘ ઉચ્ચાર પછી , અલ્પ વિરામ silence સર્જાવામાં ભાવ પૂર્ણતાનો નાટ્યાત્મક અનુભવ કરતી કરાવતી નાયિકા ને (વિશ્વ) રંગમંચ પર પ્રત્યક્ષ થતી અને ‘લૂ’ ના ‘ઊ’ કાર પછીના ‘તું’ ના ‘ઉ’ કાર થી , શ્રવણીય પકડ માં જકડી રાખનાર ભાવયિની પ્રતિભા” કહી છે . ” એક અને અનન્ય થવાની વિરહીણી નારીની ઝંખના તથા એક મટીને અન્યતા થી મુક્ત થવાની – અનન્ય , અદ્વૈત થવાની વિશ્વ મંચ પર પ્રગટ થતી પ્રકૃતિની ઉત્કટ ઝંખના , જેમાં પુરુષ સાથે એક થવું છે . વધુ માં : “અખિલ નિખિલ ના સમગ્ર સંદર્ભ ની સાપેક્ષતામાં વયસ્ક નારી – આવતી કાલની જનનીને એના innate સત્ય થી પ્રેરાયેલા આંચિકમ – વાચિકમ ને તદ્રુપ થઈ ને જોઈ – સાંભળી ‌રહયા છે . અંતઃશ્રૃતિપટ તદ્રુપ ને તલ્લીન છે . ઉત્કટ આશા અને અભિલાષા સાથે She’s waiting “. લાભશંકર ઠાકર ૩૧.૫.૨૦૧૦ ( ‘પરબ’ જૂલાઈ ૨૦૧૦ ) . ગીતના અંતે આરંભ પુનરુકત થાય છે . કોકિલા , તું ધીમે ધીમે ગા , કે મારો જીયરો દુભાય ! ” સ્વરકાર શ્રી અમર ભટ્ટ એ કહ્યું છે : ( આલ્બમ : ‘ગીત ગંગોત્રી’ ) ” પ્રથમ પંક્તિ અનાયાસે સ્વરબદ્ધ થઇ . સ્થાયીમાં રાગ ચારુકેશી ના સ્વરો કોમલ નિષાદથી ગીત શરૂ થાય છે . ‘લૂ’ , નું સંબોધન અનુભવી શકાશે . બીજી પંક્તિમાં એ જ સ્વરમાં કોકિલા ને સંબોધન છે . “ધીરે ધીરે” પંચમથી અને “ધીમે ધીમે” તારસપ્તકના ષડજ થી સ્વર સંગતિ કરે છે . ‘વા’ અને ‘ગા’ જુદી-જુદી રીતે ગાઈ શકાયાં છે “. હિમાલી એ કહ્યું છે : ” દરેક શબ્દ ઉઘાડી ને ગવાયો છે . તેથી , ગાવાની બહું મજા આવી ” . ગ્રીષ્મની ‘લૂ’ નું ગીત , ” ભર ઉનાળે ” કવિવર ઉમાશંકર જોશી . લખ્યું , અમદાવાદ તા. ૨૫ . ૧૧ . ૧૯૫૦ (વસંત વર્ષા કાવ્ય સંગ્રહમાંથી ) . અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ૨૦ મે ૨૦૨૦ . ⛱️  🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞 🌞  🌞 🌞 ⛱️    અહીં સ્ટૂડિયો રેકોર્ડિંગ : સ્વર : હિમાલી વ્યાસ નાયક : :  સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : આલ્બમ : ગીત ગંગોત્રી : ગુજરાતી કાવ્ય સંગીત : Ektara  Foundation Release : : ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : : :                                        

ઝંખના : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદા ની આંખડી : : ઉમાશંકર જોશી : : રાસબિહારી દેસાઈ : અમર ભટ્ટ : :

ઝંખના
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
— સૂરજ…

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
—સૂરજ….

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
—સૂરજ…

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
—સૂરજ…

મે ૧૯૩૨

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)

સ્વર : રાસબિહારી દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન  : અમર ભટ્ટ : : આલ્બમ : ગીત ગંગોત્રી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : ( ૧ ) યુ ટ્યુબ પર થી : ( ૨ ) soundcloud પર થી : : : : https://youtu.be/DglvGotS23M?si=jkz_XaaPCwav73eb 

https://m.soundcloud.com/ekatra-foundation/sooraj-dhoondhe-ne-dhoondhe

ઝંખના — ઉમાશંકર જોશી
આ એક પ્રાર્થનાનું ગીત છે. એની રચના જૂના ભજનના ઢાળમાં થયેલી છે. આ જાતનાં ભજન તો એની લહે માં ગવાય ત્યારે એનું વાતાવરણ જામે. ભજનમંડળી ઓ નો જેને અનુભવ હશે તે એ સહેજે સમજી શકશે. ભોગતી રાતે, આકાશના તારા ટમટમતા ચંદરવા નીચે, મંજીરા અને એકતારા ની સાથે ભજન-લલકાર ચાલતા હોય એ વાતાવરણ જ ભક્તિનો કેફ ચઢાવનારું હોય છે. એવા વાતાવરણમાં તમે સૌ બેઠાં છો એમ જરીક ધ્યાનસ્થ થઈને કલ્પી લો. મંજીરા અને તંબૂરો વાગતાં નથી. અને ભજનનો લલકાર પણ કોઈ અઠંગ ભજનિક નો નથી. મને આવડે એવું હું રજૂ કરું છું. આંખો મીંચી લો અને સાંભળો — અરે જુઓ: આખું વિશ્વ સૂરજ, ચંદ્ર, નવલખ તારા, — બધાં જ પ્રભુને ઢૂંઢી રહ્યા છે. : : : :

જ્યમ છીપ ને સત્ય ખરી ઊપજે, તો ઉપર આવે જળમાંહે થી;
તેહ ની સૂરત નો તાણ્યો તે પર્જન્ય આવી વરસે ક્યાંહેથી.

છીપમાં રત જાગી, સ્વાતિ નક્ષત્ર વખતે તે સાગરનાં જળપેટાળ વીંધીને ઉપર આવી. તો મેઘ પણ તેની આરત થી આકર્ષાઈને ત્યાં આવી પહોંચ્યો અને જે મેઘબિંદુ છીપમાં પડવું તે એ છીપમાં મોતી થઈને નીવડ્યું.

જેટલી ઉત્કટ માનવીના હૃદયની ઝંખના, તેટલો ઝડપી પ્રભુનો પ્રત્યુત્તર.

દુનિયાના સૌ સાધુપુરષો એ અને સાધ્વી સન્નારીઓ એ , એ એક મંગલ દૃશ્યની કલ્પના કરી છે કે પ્રભુની સર્જેલી આ સારી સૃષ્ટિ એના સર્જનહારની સ્તુતિમાં એકલીન થાય.

કુદરતમાં સૌ કોઈ ભગવાનની શોધમાં જાણે કે નીકળી પડ્યા ન હોય એવું ચિત્ર દેખાય છે. તો શું એકલો માણસ જ પાછળ રહી જશે? ના, એને પણ પ્રકૃતિના પદાર્થો પ્રેરણારૂપ બની રહે છે અને એનું હૃદય પણ ભક્તિવિહ્વલ બની જાય છે.

આ સૂરજ પૂર્વમાં ઊગે છે ને ક્ષણ પણ અટક્યા વગર પશ્ચિમ તરફ વધે છે. શાની શોધમાં એ આટલો બેચેન છે? રાતે ચંદ્રની આંખ મટકું પણ માર્યા વગર શાની શોધ કરી રહ્યો હોય છે? પેલા નવલખ બલકે ગણ્યા ગણાય નહિ એટલા તારાઓ નાં વૃંદ કોને શોધી રહ્યાં છે, કોને પામવા ટળવળી રહ્યાં છે? પરમેશ્વર સિવાય બીજા કોને પામવા એ સૌની આવી લગાતાર શોધ ચાલી રહી હોઈ શકે?

અને પૃથ્વીની પગથાર ઉપર કોઈ ભમતા પ્રભુમત્ત અવધૂત પણ એ પરમેશ્વરને ઢૂંઢતા જ પરિક્રમણ કરી રહ્યા છે. એની મહત્ત્વાકાંક્ષા તો જુઓ. જે વિશ્વને ભરી રહ્યો છે તેવા વિશ્વંભર ને આ એક નાનકડો માણસ પોતાની આંખમાં ભરવા માગે છે.

આમ, પ્રકૃતિમાં જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં માનવીને પ્રભુ માટેનો તલસાટ જ ઊભરાતો દેખાય છે. ગિરિવરો નાં શિખરો અડોલ અબોલ ઊભાં છે તો તે પણ જાણે કે ઊંચી ડોક કરીને પ્રભુની ઝાંખી કરવા મથી રહ્યાં ન હોય. પંખીઓ, પ્રાણીમાત્ર, એ જ ઝંખના થી વ્યાકુળ જણાય છે. સરિતા નાં ઊછળતાં નીરમાં કે સરોવરનાં શાન્ત વારિ માં પણ એ જ તલસાટ નાં દર્શન થાય છે. ડુંગરો ઉપર રાતે દવ ભડભડ બળી રહ્યા હોય છે તેની શિખાઓ પણ ઊર્ધ્વમુખે એ જ ઝંખના વ્યક્ત કરતી લાગે છે.

આમ, પ્રકૃતિમાં સૌ કોઈ પરમાત્માને ટૂંઢવા નીકળી પડ્યું હોય એવું ચિત્ર આપણી આગળ રજૂ કરવામાં આવે છે, પણ એ જોઈને કોઈને થશે કે માણસ પોતાના મનોભાવ નો પડઘો તો કુદરતમાં પાડી રહ્યો નથી ને? પોતે પ્રભુને ઢૂંઢવા ચાહતો હોય તો ભલે તેમ કરે, પણ કુદરતના જે નિર્જીવ પદાર્થો છે તે બધા પણ માનવીની પેઠે ભગવાનને ખરેખર ટૂંઢવા નીકળી પડ્યા છે એવી અતિશયોક્તિ કરવાની શી જરૂર? નિર્જીવ જડ પ્રકૃતિપદાર્થો ઉપર સજીવારોપણ કરવાથી શું?

આનો જવાબ આ રીતે આપી શકાય, બલકે ભગવાનના બંદાઓ આ રીતે જવાબ આપવાના. બધું જ, શું જડ શું ચેતન, ભગવાને સર્જેલું છે. બધાંમાં જ, શું જડમાં શું ચેતનમાં, ભગવાન જ ભરેલા છે. ‘ઠાલો નહિ કો ઠામ.’ ભગવાન પોતે જ આ બધી જડ ચેતન તમામ સૃષ્ટિ રૂપે પ્રગટ થયાં છે અને એ બધા સજીવ નિર્જીવ પદાર્થો તેમને જ પાછા શોધવા નીકળી પડ્યા છે. ભગવાન પોતે આ રીતે લીલા કરી રહ્યા છે, એકના અનેક બનીને સંતાકુકડી ની રમત રમી રહ્યા છે.

જે માનવીના હૃદયમાં ભગવાનની આ લીલાનું રહસ્ય પ્રગટ થાય છે એ પછી બાકળો બનીને ભગવાનને એમની આ સંતાકુકડી ની રમતમાં પકડી પાડવા મથે છે.

આપણું પ્રાર્થનાગીત જૂના ભજનની રીતે રચેલું છે પણ સૉનેટમાં જેમ ચૌદ લીટી હોય છે તેમ એમાં ચૌદ લીટી છે અને સૉનેટમાં આઠ લીટીના ઉપક્રમ પછી, ભૂમિકા રચાઈ ગયા પછી, વળાંક આવે છે તેમ આ ભજનમાં પણ વળાંક છે. અલબત્ત આ ભજન જ છે. પ્રાર્થનાગીત છે, સૉનેટ નથી, પણ સૉનેટ ના બંધારણનો લાભ અહીં લેવાયો લાગે છે એ જ.

પહેલી આઠ પંક્તિમાં સમગ્ર પ્રકૃતિ પ્રભુને ઢૂંઢી રહી હોય તેનું વર્ણન કર્યા પછી હવે નવમી પંક્તિએ વળાંક લઈ માનવીની આરજૂ આરતે તલસાટ વલવલાટ એ ઉપર વક્તવ્ય કેન્દ્રિત થાય છે. ભગવાન એટલા સુક્ષ્મ છે બલકે આપણે એટલા જડ છીએ કે આપણી આંખ આગળ નાનકડું અમથું તરણું હોય તો તેની પાછળ એ છુપાઈ જાય. અને દેખાય નહિ. આમ જુઓ તો એવડા વિરાટ છે કે નક્ષત્રોના મણિપુંજા ની અને નિહારિકા ઓ ની માળાઓ પણ એમને ઓછી પડે. આખા બ્રહ્માંડને ભરીને એ વ્યાપ્યા છે. અને આ નાના સરખા માનવીને ઝંખના લાગી છે કે પોતાની જરીક જેવડી કીકીમાં એ સચરાચર માં વ્યાપી રહેલી વિરાટ મૂર્તિને સમાવવી. કેવી તો ઘેલછા એને લાગી છે! ગમે તેમ કહો, એને ભલે ગાંડાઘેલા માં ગણી કાઢો, એણે તો રઢ પકડી છે: હે પ્રભુ, ગગન ઘેરીને આજે દર્શન વરસ્યા વગર તમારો છૂટકો નથી. વર્ષા નાં વારિબિંદુ માટે બપૈયા ઝૂર્યા કરે એમ મારો પ્રાણબપૈયો ઝૂર્યા કરે છે તે તમે જોઈ શકતા નથી શું? તમને વધારે કહેવાની જરૂર હોય ખરી કે?

શું ભક્ત જ ભગવાનને ટૂંઢે છે? ભગવાન ભક્તને ઢૂંઢવા ઉત્સુક ઓછા છે શું? લીલા માટે — રમત માટે બે થયા છે. રમતમાં પકડનાર અને પકડાનાર બંનેને સરખો જ રસ. તો જ રમત જામે. જાણકારો તો આપણને સંસારીઓ ને કાનમાં કહેતા રહે છે કે ભક્તને ભગવાનની જેટલી તાલાવેલી નથી તેટલી ભગવાનને ભક્ત માટે છે. અલબત્ત, આપણામાં તાલાવેલી હોવી જોઈએ. બાકીનું એ સંભાળી લેશે. અખો ભક્ત કહે છે : સમાજજીવનમાં અનેક સામૂહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમાં મારે મન કોઈ મંગલ પ્રવૃત્તિ હોય તો તે વર્ગ રૂપે ભેગા થઈને શિક્ષક તથા વિદ્યાર્થીગણ વિદ્યાપ્રવૃત્તિ ચલાવે છે એ છે. એથી પણ વધુ મંગલ સામૂહિક પ્રવૃત્તિ હોય તો સૌ ભેગા મળીને આપણા સર્જનહારને સંભારવા માં એકદિલ થઈએ.

— ઉમાશંકર જોશી ( ૧૯૬૬ )

( પ્રતિશબ્દ )

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

રામ‌ મઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : ( ૧ ) : : રવિન્દ્ર સાંઠે : શ્યામલ સૌમિલ મુનશી : ( ૨ ) : : ઓસમાણ મીર : ( ૩ ) : : ભજન : સ્તુતિ ગીત : :

રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી


રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

– ઉમાશંકર જોશી

રામ મઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : https://youtu.be/s7Ufzcu6BYI?si=ErjrrFDC-G2xhH9r રામ મઢી રે મારી રામ મઢી ઉમાશંકર જોશી : : સ્વર ગાર્ગી વોરા સ્વરાંકન અમર ભટ્ટ LIVE @ Bamna : 4 yrs ago : : અહી ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/UamVc1jxfRQ?si=Na8K3_Yambi6DMOt   ♈ ♈ ♈ ♈ રામ મઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : સ્વર : રવિન્દ્ર સાંઠે : : સ્વરાંકન અને સંગીત : શ્યામલ સૌમિલ મુનશી: : આલ્બમ હસ્તાક્ષર : ઉમાશંકર જોશી ની શબ્દ રચના ઓ : ( વન્ડર વેવ્સ રિલીઝ ૪ / ૪ /૨૦૨૫ ) : યુ ટ્યુબ રિલીઝ ૩૦/૮/૨૦૧૯ : N.A. :  :  :  :   : Erik You Tube Released 10 4 / 2025 : ♈ ♈ અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🪔 🪔 🪔 🪔 🪔 🪔  : રામમઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : સ્વર અને સંગીત નિયોજન : ઓસમાણ મીર : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/W_G6qYgofds?si=dWUlTB6NqUBj8P1s  ♈ ♈ ♈ ♈ 🪔 🪔 🪔 🪔🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 રામ  મઢીરે મારી રામ મઢી .  કવિ શ્રી ઉમાશંકર જોશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : ‌: : : : : : : :  🪔 🪔 રામમઢી ભજનના ઢાળમાં પ્રકૃતિ અને પ્રભુ ના તાદાત્મ્ય સાધી આપવાની , સાથે સાથે ‘ભમવાનું’ અને ‘પ્રભુ સ્થાન’ પર સ્થિર થઈ રહેવાનું – બંને ખાસિયતો થી સેવેલી કવિની મનોકામના દર્શાવતી કાવ્ય રચના છે . ‘મઢૂલી’ કે ‘મઢૂડી’ કે નાનો ‘મઢ’ માટી – ઘાસ – ડાળ પાંદડાઓ થી ઘડાયેલ ઝૂંપડી , રામ – સીતા ના , સહોદર લક્ષ્મણ ના સથવારે વનવાસ નું ‘ દૃશ્ય રૂપ ‘ ચિત્ર જીવંત કરી આપે છે . કવિ ની ‘રામમઢી’ ‘ગંગા ને કાંઠે’ છે , ‘જમના ને કાંઠે’ છે , અરે ! ‘તરવેણી તીરે’ – ત્રણ નદીઓ ના તીરે આવેલી છે જ્યાં બ્રહ્મા એ પ્રથમ prakrista યજ્ઞ કર્યો તે પ્રયાગ રાજ – તીર્થ રાજ king of all holy places જ્યાં અમૃત ના ટીપાં અર્ધ દેવમાનવના હાથમાં રાખેલા અમૃતકુંભ માં થી સરકી ને સંગમસ્થાન પર પડ્યા હતા . જ્યાં સ્નાન કરીને કર્મ ના બંધનોથી મુક્તિનો માર્ગ મળે અને જનમફેરાઓ માંથી મુક્તિ મળે .જ્યાં શુભ, મંગલકારી પવિત્ર સ્તવન – ભજન ગીત સ્તુતિઓ રચાય છે અને આવા જ મંગલ ગાવા સંતન – સંત પુરુષ – ભલા માણસો રામમઢી પર આવે , ‘અલખ નિરંજન’ ના ઉચ્ચારણ સાથે અહાલેક જગાવે તે બ્રહ્મધામના નિરંતર રઝળતા પ્રવાસી ‘અવઘૂત’ આવે અને ‘રસરંગ’ લગાવે રસગોઠ લગાવે. એવી રસગેહ છે આ રામમઢી જ્યાં , આધ્યાત્મની જિજ્ઞાસા અને આત્મા – પરમ બ્રહ્મ લગી પહોંચવાના સમાધાન માટેનો રસકો મઢાયેલ છે . : : : :

જ્યાં ભજન ગાયન અને શ્રવણ , કિર્તન , વિષ્ણુ ‌, શંકર રામ , સીતા , કૃષ્ણ , લક્ષ્મી , પાર્વતી , દૂર્ગા , સૂર્ય સરસ્વતી ઇષ્ટ દેવ વિ્ ની મૂર્તિ પૂજા , અર્ચન , સેવા , વંદના , દાસ્ય , સાંખ્ય , આત્મ નિવેદન , પ્રભુ ની પ્રશંસા કરતા રહી પ્રભુ કૃપા પ્રેમ પ્રાપ્તિ માટેના સગુણ અને નિર્ગુણ ” ભક્તિ માર્ગ ” ને અનુસરવામાં આવે . વેદ પુરાણ , ભાગવત ઉપનિષદો ગીતા સૂચિત માર્ગદર્શન ની સમજદારી મેળવવામાં આવે . આ બધું એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે તો તે રામમઢી જેની કવિના શબ્દોમાંથી ભાવકના હૃદયમાં પહેલેથી જ જડાયા હોય પુનઃ ઝંકૃત થઈ તરત જ સ્વીકૃતિ મળે છે . કાવ્યમાં : આવે ગાવે , મંજીરા તંબુરા મધુરા , નૈયા પ્રાણ બપૈયા , ગુંજે જગકુંજે , ઝંખે તલખે , રામમઢી ની ધૃવ પંક્તિઓ માં કાવ્યના શબ્દ- સૂર – લય પ્રવાહી થઈ વહેતા જાય છે . ‘અવધૂત’ શબ્દ સંસ્કૃતમાં જેનો અર્થ ‘to shake’ પરથી આવેલો છે . અવધૂત એટલે એવા સંત પુરુષ જે ‘હું’ પણું – સ્વત્ત્વ માં રત રહે , ચેતના અને ઐહિક – દુન્યવી જંજાળો જેને સ્પર્શી ના શકે , સભ્ય સમાજની રીતભાત અને શિષ્ટાચાર ના અનાદર ને ઉપેક્ષા કરતી વર્તણુંક ( without consideration for standard social etiquette ) દાખવે . જે પોતે સિદ્ધ કરેલી ઊંડી સમજ અને સુક્ષ્મદર્શી જ્ઞાનયોગ ના દર્શન થી , આધ્યાત્મ ગુરુ jeevanmukta તરીકે જિજ્ઞાસુ જનને આત્મતત્વ , બ્રહ્મ તત્ત્વ અને મોક્ષની પ્રાપ્તિના સાચા માર્ગ બતાવે . : : : :

જેણે અદ્વૈત- વાદ અને અપ્રત્યક્ષ જ્ઞાન ઉપાર્જિત કર્યા છે , જેની પાસે અલૌકિક અને પારગામી અતીન્દ્રિય શક્તિઓ ( power of clairvoyance ) છે કે ‘કુંડલિની’ અને ‘સહસ્ત્ર ચક્ર’ ની શક્તિઓ જેની જાગ્રત થઈ છે . જેણે સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ ,’અવધૂત ગીતા Gorakshanath’ , વેદ વેદાન્ત , ઉપનિષદો , તંત્ર વિદ્યા વિ. નો ગુરુ ચિંધ્યો અભ્યાસ અને તેને અંતર્ગત ‘હઠયોગ’ હાંસીલ કર્યો છે . જે સંયમી તપસ્વી રૂપે જીવન સમર્પિત કરનાર કે તમામ એષણાઓ , હક્ક , અધિકાર , માલ મિલકત ને વર્જ્ય માની પરિત્યાગ કરનાર , અરે ! નાગા સાધુ બાવા રૂપે કે ભિખારી ના સ્વાંગમાં સુદ્ધાં લોક સમક્ષ રજુ થયેલા છે કે કોઇવાર રાજા જેવાં બની પ્રગટ થયા છે . આધ્યાત્મ ના જુદા જુદા સ્તરે ને સ્થાનને પહોંચી ને ભારતભરમાં , જનલોકમા પરિભ્રમણ કરતા રહીને , સ્થળે સ્થળે ગુરુ તરીકે મઠ મંદિરો ના નિર્માણ સહિત આધ્યાત્મિક જ્ઞાન વહેંચતા રહ્યા છે . ઐતિહાસિક રીતે ગુરુ દત્તાત્રેય , પરમહંસ , બાબા ગોરખનાથ કે ‘નાથ સંપ્રદાય’ના હિન્દુ જ્ઞાનમાર્ગી અનુયાયીઓ તરીકે ઓળખાય છે તે ‘અવધૂત’ . જેનું લોકમાનસમાં , પહોંચેલ સાધુ સંત સંન્યાસી , સમાધિ લીન , જટાધારી , ડમરુ , રુદ્રાક્ષ , પરશુ , ભભૂત , લાલ ચંદન લેપ ધારણ કરનાર યોગી તરીકે પહેલેથી મહત્વનું સ્થાન છે . આમ ત્રણમાથી બે , “ભક્તિ માર્ગ” અને “જ્ઞાન માર્ગ” ના ઉલ્લેખ થતાં અને કવિ પોતે કર્મ યોગી તો હોય જ , જેથી આત્મા અને પરમ બ્રહ્મ ના એકાકાર માટે ની હિન્દુ આધ્યાત્મિકતા ની જિજ્ઞાસા જગાડી આપતું સંવેદન ઝીલનારો ભાવક કાવ્યમય થવા લાગે છે. : : : :

દ્વિતીય અંતરામા કવિએ હૈયાંને ‘રસભર’ કહ્યું છે તેમાં ‘બ્રહ્માનંદ’ પરમા તત્ત્વ ના તંતે ભરાયો રસરંગ ના sentiment ને લગતી ઈચ્છા છે . આ “રસભર હૈયાની નૈયા ડોલે” છે એમ કહીને કાવ્ય રસની જમાવટ કરી છે . જેમાં સૂર – તાલ પૂરતા ‘પિયુ પિયુ’ નો પ્રાણ ધ્વનિ , ચેતનનો સશક્ત તરવરાટ રસળવાની ગૂંથણી થાય છે . એથી જ તો , ત્યારપછી આવતી પંક્તિ માં જીવરૂપ ” ચેતનની વરસંત ઝડી ” રામમઢી પર રસછેલ કરે છે . પરંતુ , અહીં ‘રસભર હૈયાની નૈયા ડોલે’ છે કેમ !?! આ પ્રાણ ધારણ કેટલું ટકે ? હાલકડોલક જીવનનૈયાનો ઝુકાવ પ્રત્યાયક ખરો કે ? બ્રહ્મ કૌતુક – બ્રહ્મ ને જાણવાનું કુતૂહલ અને બ્રહ્મલીન થવાની તીવ્ર ને ઉત્કટ ઝંખના , ચેતનવંતી વરસંતી ઝડી ના પ્રાબલ્ય તથા વિરાગી નૈયાયી સાધુની – જોગીની ગુંજ્યતાનો રસછોળ , કાવ્ય રચના ની રતિક ગોઠડી માંડી ચૂકી છે . તૃતીય અંતરા માં કવિનું રસ ઐક્ય મંજીરાના સાથમાં મધૂરા તંબુરાના રણઝણાવતા ગુંજાર ના અવ્યક્ત ભાતીગળ આનંદ ને વ્યક્ત કરે છે . ઉપરાંત , ઉમેરો કરે છે : ” ગુંજે જગકુંજે કેસર મધુરા ” ના ગાનથી . ‘જગ’ ‘જગત’ શબ્દમાં જડ , ચેતન વિ. સ્વરૂપનું સમગ્ર વિશ્વ , ભુવન , લોક , દુનિયા , અરે ! બ્રહ્માંડ પણ સમાવિષ્ટ બને . કવિ ની રામમઢી પણ . આ બધાં પૃથ્વી તત્ત્વો ની કુંજાર – હરિયાળી વચાળે ફુલો ની સુગંધિત ફોરમ થી ને પમરાટ થી વ્યાપ્ત છે જે જગકુંજે , મધુરા કૃત આકારોમાં મોકલ્યું ને મળ્યું સ્પષ્ટ અસ્પષ્ટ , સ્વર્ગીય કહેણ છે કે રામમઢી પર સાંભળ્યો આધ્યાત્મ નો કેસર મધુરો ગુંજાગુંજ સાચો માર્ગ છે . જે દૂરગામી છે . ” દૂર દૂર ” બે વખત આવે છે જે દૂરતઃ કે દૂરતર જ નહિ પણ દૂરતમ : ઘણે દૂર , ખૂબ આઘે પહોંચવા માટે નો માર્ગ છે . જેનું પ્રતીકાત્મક સ્થાન રામમઢી પડખે પડી છે . અહીં વિરોધાભાસમાં , દૂરતા અને સમીપતા કવિ ની ઝંખના ની મદદમાં ઊભી રહી છે . : : : :

ચોથા ને છેલ્લા અંતરાનો ” કાંઈ ” શબ્દથી આરંભ થયો છે જે , અનિશ્ચિત કે ના સમજાય એવું અમુક ચેતન પદાર્થો / તત્ત્વો સિવાય ના માટે વપરાતું સર્વનામ છે . અહીં જરા અટક્યા પછી કવિ કહે છે : ” ગગન મંડલે નયના ઝંખે પરમતેજ પલકંતા તલખે “. ‘ગગન મંડલે’ સમગ્ર વ્યોમ : આસમાની નભનો મોટો ઘેરાવો માત્ર નહિ પણ સૂરજ ચંદ્ર તારા મંડળ : સમસ્ત બ્રહ્માંડ ની વ્યાપકતા ના સંદર્ભમાં સમજાવ્યું છે . જ્યાં ‘નયનાભિરામત્વ’ ઝંખે છે પરમ બ્રહ્મ ને . પરમાત્મા સાથે એકાકાર થવાની સંભાવના હોય એના પરમ તેજ માં સમાય જવા તલખે છે . અતિ અધીરું થઇ ઝૂરી રહ્યા કવિ મનનો તલસાટ છે , આ . ઉઘાડ મીંચ પલકારા કરંતી નયના . સાથે છે મલકતું સ્મિત . આતમના અલખ ધામ પરબ્રહ્મ સાથેના સાયુજ્ય ના પ્રયાણ ની ઘડી આવી પહોંચી છે . જેની આતુરતાપૂર્વક રાહ જોનાર રસભર હઠાગ્રહી હૈયું , રામમઢીના મંદિરીયે , નયનાભિરામ દૃષ્ટિએ નજરો અડાડી ઝંખી રહ્યું છે . બ્રહ્મ અલક્ષ્ય હોવાનું માનતા પૃથ્વીપગારે ગુરુ આજ્ઞા મુજબ ભમતા અવધૂતની અલખની ઘૂનના રણઝણાટની અને અલખમસ્તીની તથા નયનાભિરામત્વની પ્રેમલક્ષણા ભક્તિની રસપિલાવટ નું ભજનીય કાવ્ય છે : રામમઢી : ભજનાનંદી બનો ભાવક મિત્રો : : : :

શબ્દાર્થ : રસગોઠ : હર્ષ દેતી ગોષ્ઠિ ; રસગેહ : આનંદ લેવાનું સ્થાન / ઠેકાણું ; રસકો : હર્ષ ; અદ્વૈતવાદ : જીવ અને બ્રહ્મ , જગત અને બ્રહ્મ અભિન્ન છે એવો અભેદવાદ નામે ઓળખાતો સિદ્ધાંત – મોનિઝમ ( વેદાન્ત ) ; અપ્રત્યક્ષ જ્ઞાન : છાનું , અજાણ્યું , પરોક્ષ જ્ઞાન ; રસછેલ / રસછોળ : કાવયગત રસનો ઉભરો ; પ્રત્યાયક : વિશ્ર્વાસ ઉપજાવનાર ; નૈયાયી : સાધુ જે “ઓમ્ નમઃ શિવાય” રટણ કરતા રહે ; ગુંજયતા : સતત થતો ગુંજારવ ; રતિક : રસ ભર્યું જેમાં આનંદ મળે ; રસ ઐક્ય : રુચિ પસંદગી ની એકરૂપતા ; ગુંજાર : મધુર ધ્વનિ ; નયનાભિરામત્વ : આંખ ને હર્ષ દેતું રામ ત્વ ; નયનાભિરામ : આંખ ને સુંદર લાગે એવું ; સાયુજ્ય : ચાર પ્રકારના મોક્ષમાં નો પરમ તત્વ સાથે જોડાઇ જવાના પ્રકારનો મોક્ષ (વેદાન્ત) ; અલક્ષ્ય : ધ્યાન માં ન આવે તેવું , અજ્ઞેય , અદૃશ્ય , અગોચર , નિરાકાર જેની નિશાની ન મળે ; રસપિલાવટ : કાવ્યરસ ની જમાવટ ; ભજનાનંદી : ભજનની મસ્તી માણનાર : : : : : : : ::  “રામમઢી રે મારી રામમઢી” : કવિ શ્રી ઉમાશંકર જોશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : રામનવમી : ચૈત્ર સુદ નોમ : ૨૧ એપ્રિલ ૨૦૨૧ : Updated & Reblog 24 / 7 / 2024 : : : : : : : : : : : : : :

ઘટ માં ઘુંટાય નામ ,  રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી  ( ૧૯૫૨ – રામ નવમી ) : બિહાગ જોશી : : હરિશ્ચંદ્ર જોશી : ( ૧ ) : : સ્વર : હિમાલી વ્યાસ : હરિશ્ચંદ્ર જોશી : LIVE At Bamna : Ram Katha : ( ૨ ) : :

ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.
લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !
હો ઘટમાં ઘુંટાય નામ…

હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,
કંઠે વસેલું કામણગારું,
જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળ
દુનિયાના સ્વાદથી ન્યારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંને
પંડે સામેથી શોધનારું,
એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનું
પથ્થરને પુનિત તારનારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

– ઉમાશંકર જોશી

ઘટ માં  ઘુંટાય નામ રામ તારું પ્યારું નામ : : https://youtu.be/j9Y8EBy6w9k?si=9x0lp59mgXLEiVVN ઘટ માં ઘુંટાય નામ રામ તારું પ્યારું નામ : ઉમાશંકર જોશી  ( ૧૯૫૨ – રામ નવમી ) : : સ્વર : હિમાલી વ્યાસ : : સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી : : સંગીત નિયોજન: અમર ભટ્ટ LIVE At Bamna : Ram Katha : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://tahuko.com/?p=20299 ઘટ માં ઘુંટાય નામ , રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી : : સ્વર : બિહાગ જોશી : :  સ્વરાંકન અને સંગીત નિયોજન : હરિશ્ચંદ્ર જોશી : : અહી ક્લિક કરીને સાંભળીએ ::

ઘટ માં ઘુંટાય નામ ,  રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી  ( ૧૯૫૨ – રામ નવમી ) : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : Pending .. .

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા : ઉમાશંકર જોશી : :

ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

ઑગસ્ટ ૧૯૩૨
( ગંગોત્રી )
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા :

સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : આલ્બમ : ગીત ગંગોત્રી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://m.soundcloud.com/ekatra-foundation/bhomiya-vina-mare-1

સ્વર : હિમાલી વ્યાસ નાયક સ્વરાંકન અને સંગીત નિયોજન: : અમર ભટ્ટ : : Live @ રામકથા : બામણા : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ldMdc5Ieawc?si=ElK403_WhiOSLNe6

સ્વર : હરિહરન : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અજીત શેઠ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://m.soundcloud.com/ekatra-foundation/bhomiya-vina-mare-2

https://youtu.be/Z6rz1cuJI3Y?si=PvkvrrPF2TLr46Fd ભોમિયા વિના મારે : ઉમાશંકર જોશી : : સ્વર : ઉદય મજમુદાર : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ હસ્તાક્ષર : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/X2WaZtmoeis?si=zhQBjoq2F6FNq4zU  ભોમિયા વિના મારે : ઉમાશંકર જોશી : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન :  અમર ભટ્ટ  : Live show રેકોર્ડિંગ : આલ્બમ : ગીત અમે ગોત્યું : રિલીઝ ૨૩ / ૧૨ / ૨૦૨૩ : : યુ ટ્યુબ રિલીઝ ૨૬ / ૧૨ / ૨૦૨૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://music.youtube.com/watch?v=X2WaZtmoeis&si=VTHpIyIRoxGCxoZb

ભોમિયા વિના : : ઉમાશંકર જોશી ( ઓગસ્ટ ૧૯૩૨ ) : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :  ૨૧ વર્ષ નો યુવાન , વીતેલા ” ગયા વર્ષો ” દરમિયાન જે ગમતીલી રખડપાટ ચૂકી ગયા , જેમાંથી મેળવવા ધારેલી મોજ મન માં ને મન માં રહી ગઈ ; તેનો ચટકીલો ‘ખટકો’ અને ‘ભટાકો’ ભપ્પ દકી ને મન ને આંચકો આપતો ‘ન દેખ્યું ન દેખાડ્યું’ કરીને અલપ ઝલપ થતાં રહી વારે વારે પજવે અને તેમાંથી નીપજ્યું ‘શોકાતુર મન’ ‘ખેદ- સૂચિ નું ખિન્ન – પત્ર’ બનાવી ને ” ભોમિયા વિના” કાવ્ય ગીત રચે છે : : જોવી’તી ( ફરવા ને , રખડવા ને,  ભમવા ને સારું બોલાવતાં “ડુંગરા” ની “કોતરો ને કંદરા” અને  “જંગલ ની કુંજ કુંજ” ) , ગણવી ‘તી ( તડકે ચમકતી ભીની “સોનેરી” નીરવ “પાળે” બેસીને વિશાળ સરોવર ના જળ માં સરકતાં “હંસોની  હાર” ) , લ્હોવી’તી ( રોતાં ઝરણાંની આંખ ) , વણવી’તી ( બચ્ચા વિનાના કોકિલા ના માળા માં પડી રહેલી પક્ષી ના અંતર ની વેદના ) : : થનગનતી યુવાની ના કાળ ક્રમે કુદરત સાથે જીવવાની : ડુંગરા ભમવાની : નિરીક્ષણીય  શોધ ચલાવવા ની : સાથે,  પહાડી  “કોતરો અને કંદરા” ( ખો – બખોલ ગુફાઓ ) અને લીલેરા જંગલ માં વૃક્ષ વેલા લતાઓ થી ભર્યા ભર્યા ‘કુંજ કુંજ ઘટાઓ’ ના સ્થાન માણવાની જોવાની : ભોમિયા વિના ની શોધખોળ ની : ખોળી કાઢવાની મહાકાંક્ષા  પૂરી  થતી નથી.

એકલ પંથી યુવાન નું કવિ મન એકેય ભોમિયા નો સાથ સથવારો રાખનાર નથી. “ભોમિયા વિના” કાવ્ય ગીત માં ક્યાંય કોઈ ભોમિયો છે જ નહિ. The Guide , the Guru  is actually ‘in absentia’. : : નવયુવાન કવિનો કોઈ સોબતી નથી. દુઃખી જનો  ની પીડા ને વાચા આપનાર  વેણ વચન વાણી ને : ઉરબોલ ને હ્રદયસ્થ રાખ્યાં છે. “રોતાં ઝરણાંની આંખ” એ દુઃખી જનો ની પીડા ને અભિવ્યક્ત કરે છે ; જેને “લ્હોવી હતી.” એટલે કે , ( પીડા ના આંસુ ને લૂછવાં હતા. “વિશાળે વિસ્તારે જગ માં” ઉરબોલના પડઘા એટલે કે પ્રેમ ભાવ ના પ્રતિસાદ ઝીલવાની આશા એ કવિ નું એકાકી મન “એકલા આકાશ તળે એકલા ઊભી ને” પ્રતિક્ષા કરી રહે છે. પરંતુ ઉરથલ પરેથી વ્યક્ત કરેલ ભાવ શબ્દો “વેરાયા” અને “આભ માં ફેલાયા” જોઈ રહે છે. એકાકી કવિ ને નજરે  જોનાર એકમાત્ર ‘સાક્ષ્ય આકાશ’ પણ પોતાની જેમ “એકલું” લાગે છે. એકલવાયું કવિ મન આખરે તો આકાશ નું જ એક અંશ છે ને ! જે ૧૨ મી પંક્તિ માં કહે છે, ” એકલો અટૂલો ઝાંખો પડ્યો.” : ત્યારે , મન ઢીલું પડી રહ્યું હોય તેમ નિસ્તેજ દીસે છે. મનોકામના બીડાઈ જશે શું !? : મનોરથ પાછાં પડયા સમજવાં શું !? જન્મારો સફળ નહિ થાય કે !?  શું સમયે સાથ આપ્યો નહોતો ? જે ‘ગમતું વિચાર્યું’ કરવું હતું તેને માટે તો નીકળ્યા જ નહિ. એક પ્રયત્ન પણ કરી શકાયો નહિ ! ! !

ચોથા અંતરા ની આખરી ચાર પંક્તિઓ આગળ ના ત્રણેય અંતરા માં વ્યક્ત થયેલી ‘ખિન્નતા’ ને હડસેલી દઈ ને ‘ઉમંગોર્મિ’ ઉછાળે છે.

“આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, ૧૩
જંગલની કુંજ કુંજ જોવી ફરી; ૧૪
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, ૧૫
અંતરની આંખડી લ્હોવી જરી.” ૧૬

મનુષ્ય ની ‘અવતાર સિદ્ધિ’ પૃથ્વી પરે “વિશાળે જગ વિસ્તારે” ફરી ફરીને શોધખોળો સતત હાથ ધરવા થી મેળવેલી સફળતા માં રહેતી આવી છે. : ભોમિયા ભૂલે , ભૂલ થાપ ખાઈ જાય , ગફલત માં રહે કે છેતરાય જાય. અહીં તો ભોમિયા વિના “કંદરા” ભમવી છે. ‘ખો બખોલ ગુફાઓ’ શોધખોળો / explorations ના પ્રતિક છે. પહાડી ગુફાઓ ઘાટ ઘુંટ વગરની કુદરતી રૂપે પડેલી હોય જેનાં રહસ્યો ચોમેર ફરી ફરીને શોધવા માટે એકલપંડે નીકળી પડવાનું છે. દેશ પ્રદેશ અને તેની સમૃદ્ધિ એવી રીતે જ શોધાયેલા. દુઃખી જનો ની પીડા દૂર કરનાર ચિંતન મનન , વિચાર વ્યવસ્થા ના માર્ગો ની શોધ પણ એકલવીર સાહસિક ખોજક દ્વારા એજ રીતે થતી રહી હતી : “ભોમિયા વિના.”: : કવિ એ પ્રયોજ્યુ છે એ સત્ય તે , ” અંતર ની આંખડી લ્હોવી જરી” : પોતાના સિવાય અન્ય કોઈ ‘માર્ગ દર્શક’ પર આધાર રાખવાનો નથી. દુઃખી જનો ની પીડા ભરી આંખ ના આંસુ લૂછી લો અને સાથે પોતાની અંતર ની આંખડી ને પણ. કોકિલા ના બચ્ચા વિનાના માળા માં પડી રહેલી પક્ષી ની અંતર ની વેદના શોધીશું પણ એ કોકિલા તો ત્યારે પણ ડાળે ડાળે ફરતી  ભમતી રહી ને મીઠાં મધુરાં ટહુકાર ગાશે. કોયલ ના કંઠે અંતર ની વેદના નું ગીત. : : : : : : : :

ભોમિયા વિના : : ઉમાશંકર જોશી ( ઓગસ્ટ ૧૯૩૨ ) : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : : જૂલાઈ ૨૨ , ૨૦૨૪ : અષાઢ વદ એકમ , વિ. સં. ૨૦૮૦ : : : : : : : :

ઉમાશંકર જોશી : ૨૧ જૂલાઇ ૧૯૧૧ – ૧૯ ડિસેમ્બર ૧૯૮૮ : ૧૧૩ મા જન્મ દિવસ ઉજવણી સંભારણા : : સ્વરાંકિત ગીતો : : સારસ્વત અને સરસ્વતી : :

૧ ) ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા :

સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : આલ્બમ : ગીત ગંગોત્રી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://m.soundcloud.com/ekatra-foundation/bhomiya-vina-mare-1

સ્વર : હિમાલી વ્યાસ નાયક સ્વરાંકન અને સંગીત નિયોજન: : અમર ભટ્ટ : : Live @ રામકથા : બામણા : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ldMdc5Ieawc?si=ElK403_WhiOSLNe6

સ્વર : હરિહરન : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અજીત શેઠ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://m.soundcloud.com/ekatra-foundation/bhomiya-vina-mare-2

https://youtu.be/Z6rz1cuJI3Y?si=PvkvrrPF2TLr46Fd ભોમિયા વિના મારે : ઉમાશંકર જોશી : : સ્વર : ઉદય મજમુદાર : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ હસ્તાક્ષર : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/X2WaZtmoeis?si=zhQBjoq2F6FNq4zU  ભોમિયા વિના મારે : ઉમાશંકર જોશી : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન :  અમર ભટ્ટ  : Live show રેકોર્ડિંગ : આલ્બમ : ગીત અમે ગોત્યું : રિલીઝ ૨૩ / ૧૨ / ૨૦૨૩ : : યુ ટ્યુબ રિલીઝ ૨૬ / ૧૨ / ૨૦૨૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

૨ ) ઘટ માં  ઘુંટાય નામ રામ તારું પ્યારું નામ : : https://youtu.be/j9Y8EBy6w9k?si=9x0lp59mgXLEiVVN ઘટ માં ઘુંટાય નામ રામ તારું પ્યારું નામ : ઉમાશંકર જોશી  ( ૧૯૫૨ – રામ નવમી ) : : સ્વર : હિમાલી વ્યાસ : : સ્વરાંકન : અમર ભટ્ટ : LIVE At Bamna : Ram Katha : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://tahuko.com/?p=20299 ઘટ માં ઘુંટાય નામ , રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી : : સ્વર : બિહાગ જોશી : :  સ્વરાંકન અને સંગીત નિયોજન : હરિશ્ચંદ્ર જોશી : : અહી ક્લિક કરીને સાંભળીએ ::

૩ ) રામ મઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : https://youtu.be/s7Ufzcu6BYI?si=ErjrrFDC-G2xhH9r રામ મઢી રે મારી રામ મઢી ઉમાશંકર જોશી : : સ્વર ગાર્ગી વોરા સ્વરાંકન અમર ભટ્ટ LIVE @ Bamna : 4 yrs ago : : અહી ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/pQ8vxNifwlc?si=O7RQ8hXxY1OsZZr1 રામ મઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : સ્વર : રવિન્દ્ર સાંઠે : : સ્વરાંકન અને સંગીત : શ્યામલ સૌમિલ મુનશી: : આલ્બમ હસ્તાક્ષર : ( વન્ડર વેવ્સ રિલીઝ ૨૩/૭/૨૦૦૩ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

૪ ) ઝંખના : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદા ની આંખડી : : ઉમાશંકર જોશી : : https://youtu.be/DglvGotS23M?si=jkz_XaaPCwav73eb  : : રાસબિહારી દેસાઈ: : સ્વરાંકન: અમર ભટ્ટ : ;  અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

૫ ) ભર બપોરે – ભર ઉનાળે : લૂ જરી તું ધીરે ધીરે ગા કે મારો મોગરો વિલાય ;  કોકિલા, તું ધીમે ધીમે ગા, કે મારો જીવરો દુભાય!: ઉમાશંકર જોશી : : સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : Live @ રામકથા બામણા  : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/rW2K9W_r1DI?si=zYjCXOwdJ1yOZBQn

  સ્વર : : હિમાલી વ્યાસ નાયક : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : સ્ટુડિયો રેકોર્ડિંગ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : :

https://m.soundcloud.com/ekatra-foundation/loo-jaree-tun

૬ )  અમે સૂતા ઝરણાને જગાડ્યું કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું : ઉમાશંકર જોશી : : સ્વર : ગાર્ગી વોરા  : : સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://m.soundcloud.com/ekatra-foundation/geet-ame-gotyun-gotyun

સ્વર : નિરૂપમા શેઠ અને ગાયક વૃંદ : : સ્વરાંકન : અજીત શેઠ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?p=1364

સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય :  : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/PTEqYU3BL1I?si=6e1D738-s3noK3Am

કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું: : કવિ શ્રી ઉમાશંકર જોશી : : સ્વર : હિમાલી વ્યાસ અને ગાર્ગી વોરા : : સ્વરાંકન અમર ભટ્ટ : : Live show : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : ; : https://youtu.be/E-QjzkbHIek?si=swHLFzAnEI-hpMvk

૭ ) અમે ગીત ગગન ના ગાશું ઉમાશંકર જોશી https://youtu.be/ACaf7hUpsg0?si=iEpSvzUAdJKZRQgW અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : : સ્વર :  અમર ભટ્ટ: : સ્વરાંકન: અમર ભટ્ટ : : જલસો રિલીઝ ( ૨૧/૧૨/૨૦૧૯ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/SJsjh9e7iJk?si=JklcLW1BvFR7uv84 અમે ગીત ગગન ના ગાશું : કવિ શ્રી ઉમાશંકર જોશી : સ્વર : સંપદા વોરા : સંગીત : પ્રહર વોરા : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/lDXm2RKZbO8?si=5QWv4qT9cNYOJczP અમે ગીત ગગન ના ગાશું કવિ શ્રી ઉમાશંકર જોશી : : સ્વર : સાધના સરગમ : : સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી : :આલ્બમ : હસ્તાક્ષર : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/uzpZRBpfYl4?si=WAQ1ffAnJArniW_o અમે ગીત ગગન ના ગાશું કવિ શ્રી ઉમાશંકર જોશી : : સ્વર : સાવનિ શાહ દિવેટીયા: : શ્યામલ સૌમિલ મુન્શી : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

૮ ) આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી https://youtu.be/d2N3Hqc-Yew?si=aW2Cga82yax80fNe LIVE  : સ્વર ગાર્ગી વોરા  : : સ્વરાંકન : અમર ભટ્ટ : : @ રામકથા બામણા : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

આજ મારું મન માને ના ઉમાશંકર જોશી : :  સ્વરાંકન શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ હસ્તાક્ષર : : સ્વર : શ્રેયા ઘોષાલ : રિલીઝ : ૨૩/૭/૨૦૦૩ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/tqtKCHGjsm4?si=WJYyvH9GrLOsIooI

https://youtu.be/JiA4BTqBUQU?si=nueaWkAEeG6HNgal આજ મારું મન માને ના ઉમાશંકર જોશી : : સ્વરાંકન સંજીવ મુનશી: : સ્વર : શિવાંગી દેસાઈ : : આલ્બમ : સ્વર ગંગા : રિલીઝ Times Music ( ૧૯/૯/૨૦૧૪ ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ ::::

https://youtu.be/VO8qtjzgAEM?si=ZTp0DZM9z3qfNsWK આજ મારું મન માને ના ઉમાશંકર જોશી સ્વરાંકન સંજીવ મુનશી : વૃંદ ગાન : રિલીઝ ૨૦૨૩ : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

૯ ) કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી: : ઉમાશંકર જોશી https://youtu.be/q2fDSqDtV9s?si=duwijyTgmFDNsBA1 સ્વર ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ : હસ્તાક્ષર ( રિલીઝ ૨૩/૭/૨૦૦૩ ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : :

https://youtu.be/LPbgD78w9Pc?si=T_vaQ1DaEV4eI0tI કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી ઉમાશંકર જોશી : : સ્વર : પાયલ વખારિયા : : સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી : : સંગીત : જલસો ટીમ : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

૧૦ ) અહો ! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લિપિ :  ઉમાશંકર જોશી  https://youtu.be/RhBk4Pb27V4?si=a3QQsScEiF_5P_9k  સ્વર ગાર્ગી વોરા : : સ્વરાંકન અમર ભટ્ટ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

૧૧ ) ચમકે ચાંદની : ઉમાશંકર જોશી https://m.soundcloud.com/ekatra-foundation/aa-chaitarni-chamake-chandani?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi

: ચમકે ચાંદની : : ઉમાશંકર જોશી : : સ્વર : વૈશાલી ત્રિવેદી સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત : અમિત ઠક્કર : : આલ્બમ : શબ્દ નો સ્વરાભિષેક – ૫ : : અહીં ક્લિક કરીને સાંભળીએ ::::

૧૨ ) બોલે બુલબુલ : ઉમાશંકર જોશી કવિ: ઉમાશંકર જોશી

સ્વરકાર: અમર ભટ્ટ : સ્વરાંકન ( ૨૦૧૦ ) : : : : અહીં ક્લિક કરી સાંભળીએ,”બોલે બુલબુલ” ઐશ્વર્યા મજમુદાર ના સ્વરમાં : : : :  https://m.soundcloud.com/ekatra-foundation/bolebulbul?in=ekatra-foundation/sets/umashankar-joshi

રાગ : ભટિયાર

૧૪ ) સપના લ્યો કોઈ સપના — કવિ શ્રી ઉમાશંકર જોશી ઓક્સફર્ડ , ૧૯૫૬ : વોલ્ટર દ’ લા મેર ની સ્મૃતિમાં : : https://youtu.be/YCEXJYYhJqY?si=g4wXhmKrqWk7Hlzn સપના લ્યો કોઈ સપના : ઉમાશંકર જોશી : : સ્વર : અર્ચના દવે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : દિલીપ ધોળકિયા :

સ્વર : ફાલ્ગુની શેઠ : : સ્વરાંકન અને સંગીત નિયોજન દિલીપ ધોળકિયા : : આ ગીત નું હાલમાં અપલોડ ઉપલબ્ધ નથી. : :

૧૬ ) કુંજ કુંજ તું ગુંજે ભમરા : ઉમાશંકર જોશી https://youtu.be/qoMlXBPRKkI?si=lopV7diVvlRleNfT  સ્વર : ડગલો ૨૦૧૨ ( bay area , California ) ગાયક વૃંદ : સ્વરાંકન અને સંગીત નિયોજન : શશીકાંત વ્યાસ : : કવિ વંદના , DTD 21 July ( Birthday Of Umashankar Joshi ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

૧૭ ) કીકી  કરું બે નભતારલી ની .. વ્યક્તિ મટી ને બનું વિશ્વ માનવી , માથે ધરું ધૂળ વસુંધરા ની : ઉમાશંકર જોશી ( — ૧૯૩૨ )  https://youtu.be/bNputCzPg_8?si=dk1yp8DwHRdPcEaq બે‌ ગીત : ઉમાશંકર જોશી (૧) ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા : (૨) કીકી કરું બે નભતારલી  ની .. વ્યક્તિ મટી ને બનું વિશ્વ માનવી , માથે ધરું ધૂળ વસુંધરા ની : ઉમાશંકર જોશી ( — ૧૯૩૨ )   : : સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ: : આલ્બમ : ગીત ગંગોત્રી ( જુલાઈ ૨૦૧૧ ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

૧૮ ) વિશાળે વિસ્તારે નથી એક જ માનવી: ઉમાશંકર જોશી https://youtube.com/watch?v=ULuG0M1agdM&feature=shared ‌ સ્વર : સુગમ સંગીત ના ગાયક કલાકારો : વિવેક રાઠોડ , ગાર્ગી વોરા, ધરા દવે, ભાસ્કર શુક્લ, સુરેશ જોશી, દ્રવિતા ચોકસી ઓબેરોય ( મુંબઈ + રાજકોટ ) ના કલાકારો

૧૯ )  બાળ ગીત : ઝરણું રમતું રમતું આવે ,: કવિ શ્રી ઉમાશંકર જોશી : સ્વરાંકન : મોહન ભાઈ મંડોરા https://m.soundcloud.com/user-755388432/zarnu બાળગીત સ્વરાંકન : મોહન ભાઈ મંડોરા

૨૦ ) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે :  ઉમાશંકર જોશી    સ્વરનિયોજન: અજિત શેઠ – નિરૂપમા શેઠ : : સ્વર: અજિત શેઠ અને ગાયક વૃંદ : : આલ્બમ: ‘ગીત અમે ગોત્યું ગોત્યું’: અજીત શેઠ – નિરૂપમા શેઠ : :  https://m.soundcloud.com/ekatra-foundation/matlan-malee-gai

https://youtu.be/gz4siJSxoGQ?si=dgr_HArfn8l5PdG6  મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે: ઉમાશંકર જોશી : : સ્વર : કૌમુદી મુનશી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/BQm4qw75U3A?si=mRA8kZGVjPjuw3ks  મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી : :  સ્વર : કૌમુદી મુનશી : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://tahuko.com/?p=1173 મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી મોરી રે: ઉમાશંકર જોશી સ્વર : :  પ્રફુલ્લ દવે : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે : ઉમાશંકર જોશી: : સ્વર : શ્રૃતિ ગાયક વૃંદ : : સ્વરાંકન  અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : આલ્બમ : વિશ્વ ગુર્જરી : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://m.soundcloud.com/ekatra-foundation/maltan-mali-gai

૨૧ ) સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી https://youtu.be/GF3LN92bitY?si=AizLw4AdDYriYtXq  સ્વર સ્વરાંકન સંગીત નિયોજન : રવિન નાયક અને ગાયક વૃંદ : :

https://youtu.be/43y6SesoKR8?si=h_0IIhN3TJ84HPZn સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી : ઉમાશંકર જોશી : : સ્વરાંકન : રવિન નાયક : : સ્વર : રેમપનિ ગાયક વૃંદ ( LIVE ) : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

https://youtu.be/GF3LN92bitY?si=FbUhFJrFEaFOgwkb સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી: ઉમાશંકર જોશી : :  સ્વર અને સ્વરાંકન : રવિન નાયક અને ગાયક વૃંદ ( રેમપનિ ) : : લિરીક્સ વિડિયો : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ  : : : :

https://youtu.be/Mcu3du79-P4?si=3M0x-XSh9ZsWTh8Y સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી ઉમાશંકર જોશી : સ્વર : આલાપ દેસાઈ , પ્રહર વોરા , ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક અને કવિત દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : Live Video Show : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ  : : : :

૨૨ ) ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય ઉમાશંકર જોશી https://m.soundcloud.com/ekatra-foundation/goree-moree?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi સ્વર : પ્રણવ મહેતા અને બીના મહેતા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ભાઈલાલભાઈ શાહ : : આલ્બમ : સી.એન. વિદ્યાવિહાર ના ગીતો : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

સ્વર : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : ; સંગીત નિયોજન શ્યામલ સૌમિલ મુનશી: : આલ્બમ: હસ્તાક્ષર : : વંડર વેવ્સ યુ ટ્યુબ રિલીઝ ૨૩ / ૭ / ૨૦૦૩ : : Full Song : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/1hJhGYDOhac?si=eV7gjTCvh0MsbxY3

૨૩ ) ચાલ ને ચૈત્ર ની ચાંદની રાત માં ચાલીએ : ઉમાશંકર જોશી : : સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : : સ્વરાંકન અને સંગીત નિયોજન અજીત શેઠ : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી : :

૨૪ ) ગિરા ગુજરાતી તણા પિયર ની ગાદી પામી : ઉમાશંકર જોશી : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી.

૨૫ ) રહ્યાં વર્ષો તેમાં : ઉમાશંકર જોશી : : સ્વર: અમર ભટ્ટ : :  સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ  : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ  : : : : https://m.soundcloud.com/ekatra-foundation/rahyan-varsho?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi

૨૬ ) પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય : ઉમાશંકર જોશી : :  સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : : અહીં ક્લિક કરીને સાંભળીએ  : : : : પ્રભુ તારો પગરવ જરી સુણાય. 👂👂કવિ : ઉમાશંકર જોશી : સ્વર અમર ભટ્ટ : સ્વરાંકન : અમર ભટ્ટ : : આલ્બમ : શબ્દ સૂર ની પાંખે : અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૭ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ. : : રાગ : ભૈરવી

https://youtu.be/uKXZ50uLTRs?si=1TB_rfpGXDsbh1fU 

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%AA%E0%AA%97%E0%AA%B0%E0%AA%B5

૨૭ ) મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : સ્વર અને સ્વરાંકન અને સંગીત નિયોજન : પરેશ ભટ્ટ : Live show @ રાજકોટ , કવિવર ની હાજરી માં : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : : https://tahuko.com/?p=5116

https://youtu.be/-XfULvqRsCQ?si=wa213zUZIBxuA3CU મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : : સ્વરાંકન : પરેશ ભટ્ટ : : સ્વર : ધૃવિશ શાહ : Live @ જલસો : : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ : : : :

https://youtu.be/oVDG3xrdY2s?si=VN5JcORW1sM1NjGr મારું જીવન એ જ મારી વાણી: : ઉમાશંકર જોશી: : સ્વરાંકન : પરેશ ભટ્ટ : : સ્વર : સૌમિલ મુનશી : : સંગીત નિયોજન : શ્યામલ સૌમિલ મુનશી : : અહી ક્લિક કરીને સાંભળીએ : : : :

૨૮ ) ” Songs Of Umashankar Joshi” On his Birth Centenary : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : પ્રસ્તુતિ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ , Live Show : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૭ / ૨૦૨૧ : કવિવર સારસ્વત શ્રી ઉમાશંકર જોશી ના ૧૦૧ માં જન્મ દિવસ ના ઉજવણી સંભારણા : અહીં ક્લિક કરીને જુઓ / સાંભળીએ: : : : https://youtu.be/fqIm15hiQdc?si=M66AWLSlWA730lR2

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ૨૧ જુલાઈ , ૨૦૨૪ : : ઉમાશંકર જોશી : ( ૨૧ જૂલાઇ ૧૯૧૧ – ૧૯ ડિસેમ્બર ૧૯૮૮ ) : ૧૧૩ મા જન્મ દિવસ ઉજવણી સંભારણા : : સ્વરાંકિત ગીતો : : સારસ્વત અને સરસ્વતી : :: : : : : :

અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા  : : બિન – ફિલ્મી પ્રેમ ભાવ / ઊર્મી ગીત : :

૧ )  છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં;

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છુપાય નહીં;

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં.

આંખ્યું બચાવીને આંખના રતનને,

પડદામાં રાખીને સાસુ નણંદને;

ચંપાતાં ચરણોએ મળવું મળાય નહીં,

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

નણદી ને નેપુર બે એવાં અનાડી,

વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી;

આવેલા સપનાનો લ્હાવો લૂંટાય નહીં,

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

— અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે : : સ્વરાંકન અને સંગીત: નિયોજન અવિનાશ વ્યાસ : : સારેગમા યુ ટ્યુબ રિલીઝ ૩ / ૧૨ / ૨૦૧૯ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/9j9bUojG1nA?si=pL-hl7vCm_VDXV8U

સ્વર : આશા ભોંસલે : : ઓરિજીનલ કોલંબિયા રેકોર્ડ 45 RPM : ૧૯૬૫ : સૂર અને શબ્દ ( લતા મંગેશકરના અને આશા ભોંસલે ના ગીત ) : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/xnIn0PaMwSo?si=y12syXNeYTSTj0MI

૨ ) છેલાજી રે,

મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો;

એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો

પાટણથી પટોળાં મોંઘાં લાવજો — છેલાજી.

રંગ રતુંબલ કોર કસુંબલ,

પાલવ પ્રાણ બિછાવજો રે

પાટણથી પટોળાં મોંઘાં લાવજો — છેલાજી.

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,

ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;

હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,

પાટણથી પટોળાં મોંઘા લાવજો — છેલાજી.

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,

એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે

નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,

પાટણથી પટોળાં મોંઘાં લાવજો — છેલાજી.

— અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : સારેગમા યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૧ / ૧૯૮૬ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/TtbgUmuDYV0?si=xBkqy0emNe6QVxJJ

સ્વર : નિશા ઉપાધ્યાય : : સ્વરાંકન :  અવિનાશ વ્યાસ : : સૂર સાગર મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૧૭ / ૧૦ / ૨૦૧૬ : : 2 Million Views : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/QLRnTCLjCgI?si=U0F1oTtWdIkoVacj

Pending : .. .

Design a site like this with WordPress.com
Get started