
શિવરાત્રી તે શિવ અને રાત્રી.
ધર્મશાસ્ત્રો પ્રમાણે શિવ, સદાશિવ, અંબિકા માતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને રુદ્ર એટલે શું?
શિવ એટલે કલ્યાણકારી તત્વ. શિવ એટલે જ પરમાત્મા, જેને ચેતના અથવા consciousness પણ કહેવાય. તેને ધ્યાન પૂર્ણ તત્વ, ઈન્ટેલિજન્સ કે બ્રહ્માંડની શક્તિ યા કોસ્મિક પાવર પણ કહેવાય. મન એ પણ આત્માનું રૂપ, જે દેખાતું નથી પરંતુ તમારા શરીરને નિયંત્રિત કરતું જણાય.જે આ દુનિયાથી તમને રૂબરૂ કરાવે અને તમારી ઊર્જાને નિયંત્રિત કરે. આ ચેતન તત્વ એટલેકે શિવ તત્વ એક કોયડો ઉકેલવા પ્રેરે. આ ચેતન તત્વ શોધવા ની મથામણ કરવી પડે.
તે પરમાત્મા એટલે કે શિવને એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે પરમાત્માએ પોતાના શ્રી અંગમાંથી અંબિકા માતાની ઉત્પતિ કરી. અંબિકા માતા એટલે જ પ્રકૃતિ. જડ કે ઠોશ પદાર્થને શિવની શક્તિ પણ કહેવાય. શક્તિ વિના શિવ પણ શવ. અંબિકા માતા જોડે જોડાયેલું ચેતન તત્વ એટલે કે આત્મા જેનું બીજું નામ એટલે સદાશિવ.આપણા બધાના પ્રથમ માતા પિતા એટલે સદાશિવ અને અંબિકા માતા. અને તેમના પિતા એટલે શિવ. આમ બ્રહ્માંડની શરૂઆતમાં ચેતન તત્વ જ હતું જેને આપણે શિવ કહીએ છીએ. શિવ અજન્મા છે. બ્રહ્માંડની શરૂઆતમાં ચેતન તત્વ હતું. તે ચેતન તત્વ માંથી પ્રકૃતિ / જડ તત્વ ઉત્પન્ન થયું. ચેતન તત્વ અને પ્રકૃતિ સાથે મળીને સદાશિવ અને અંબિકા કહેવાયા.સદાશિવ અને અંબિકા માતા ના ત્રણ પુત્રો સર્જાયા. એકનું નામ બ્રહ્મા બીજાનું નામ વિષ્ણુ અને ત્રીજા નું નામ શંકર.
બ્રહ્માજી ની પત્ની સરસ્વતીજી. ( બ્રહ્માજીના બીજા પત્ની એટલે ગાયત્રી. ) વિષ્ણુ ની પત્ની લક્ષ્મી માતા. શંકર ની પ્રથમ પત્ની સતી. બીજી વખતના પત્ની તે પાર્વતી માતા.
બ્રહ્માજીએ પ્રથમ પુરુષ અને સ્ત્રી સર્જ્યા તે પ્રથમ પુરુષ એટલે મનુ અને પ્રથમ સ્ત્રી એટલે સતરૂપા. મનુ ઉપરથી માનવ નામ આવ્યું અને સતરૂપા નું અપભ્રંશ થતાં સ્ત્રી શબ્દ આવ્યો.
તે મનુ અને સત રૂપાનો વંશવેલો અત્યારે હાલ તમારા સુધી પહોંચ્યો છે.
બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. વિષ્ણુ દ્વારા તેનું પાલનપોષણ થયું અને શંકર દ્વારા સ્થિર થઈ અને તેનો વિનાશ થાય કે થઈ શકે. માનવ શરીરમાં ત્રણ શક્તિઓ કામ કરે જેને વિજ્ઞાનની ભાષામાં anabolism metabolism and catabolism કહેવાય.
શંકરનું નિવાસસ્થાન કૈલાશ પર્વત છે. તે હંમેશા ધ્યાનસ્થ સ્થિતિમાં હોય છે. જે તેનું સૌમ્ય સ્વરૂપ છે. તેનું ક્રિયાશીલ કે રુદ્ર સ્વરૂપ એટલે રુદ્ર.
પરમાત્મા ના પાંચ કર્તવ્ય છે. એક સર્જન કરવું તે બ્રહ્માનું કર્તવ્ય છે. બીજું સ્થિતિ યાની કી પાલનપોષણ કરવું એ વિષ્ણુનું કર્તવ્ય છે. ત્રીજું સંહાર કરવો તે રુદ્રનું કર્તવ્ય છે. ચોથું સ્થિર થવું. પાંચમું કૃપાદ્રષ્ટિ બનાવી રાખવી. ચોથું અને પાંચમું તે શંકરનું કર્તવ્ય છે. શંકર ભગવાન બધા ઉપર કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે. તેને ભજવા સહેલા છે. ભોળાનાથ છે જલ્દી ખુશ થઈ જાય.
શંકર ભગવાન શિવલિંગની પૂજા કરે છે. એટલે શિવ તેમના પિતા થયા. શિવ એટલે ચેતન તત્વનું એક્સટેન્શન તે ચેતન તત્વ તે સદાશિવ માં પણ છે. શંકરમાંપણ છે. બ્રહ્મામાંપણ છે. વિષ્ણુ માં પણ છે. આ વિશ્લેષણ પુરાણો ની દ્રષ્ટિએ કેટલું સાચું , કે કેટલું ખોટું તે કોઈ ને ખબર નથી. માટે મતમતાંતર પ્રવર્તે છે.
હવે પ્રકૃતિ અને પુરુષ એટલે કે જડ તત્વ અને ચેતન તત્વનો આધ્યાત્મિક અર્થ સમજીએ. આ પૂરી સૃષ્ટિ બે તત્વોની બનેલી છે. એક જડ તત્વ / પ્રકૃતિ અને બીજું ચેતન તત્વ એટલે કે આત્મા યા પરમાત્મા. પ્રકૃતિ / જડ તત્વ તે ચેતન તત્વ માંથી સર્જાયા એટલે કે પ્રકૃતિના કણ કણમાં ચેતન તત્વ છે. કણ કણમાં ભગવાન વસે. ભગવાન, ઈશ્વર, પરમાત્મા, શિવ બધાને એક જ નામથી પોકારી એ અને પ્રાર્થના સેવા કરીએ છીએ. તે બધાનો અર્થ એક જ થાય ચેતન તત્વ. માનવ સંશોધિત વિજ્ઞાન એ જડ તત્વનું એનાલિસિસ કરવા પૂરતું જ સીમિત લાગશે .તે જડ તત્વ એ પાંચ તત્વોનું બનેલું છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. તે પાંચ તત્વો એકબીજામાં રૂપાંતરિત થઈને ઉર્જા પેદા કરે. પરંતુ ઉપરના પાંચ તત્વોને કોઈ જાગૃત તત્વ નિયંત્રિત કરી રહ્યું છે. પ્રત્યેક કણ કણમાં ભગવાન છે એનો મતલબ દરેક ઠોશ પદાર્થમાં ચેતન તત્વ સમાયેલું છે. ધારણાઓ ઓછી પડવાની છે કારણ કે તે અદ્રશ્ય છે જેને જાણવું મુશ્કેલ માની છે. આત્મા એટલે કે ચેતન તત્વ શું છે તે નિશ્ચિતપણે સમજી શકાયા નથી. પૂરી સૃષ્ટિને પરમાત્મા કેમની ચલાવે તે એક અજબ કોયડો છે. દેખાય છે તે પ્રકૃતિને જાણવી સહેલી છે. વૈજ્ઞાનિકોએ પદાર્થ એટલે પ્રકૃતિ માંથી શોધ સંશોધન ના પ્રયત્નો કર્યા, જે પદાર્થ વિજ્ઞાન / ફિઝિક્સ ના સિદ્ધાંત કહેવાયાં.
આ પૂરી સૃષ્ટિમાં બે વસ્તુ છે. એક તો પ્રકૃતિ જે પાંચ તત્વોની બનેલી છે. જે આપણને દેખાય છે તે અલગ અલગ રૂપમાં પ્રસ્તુત થાય છે જેમકે મનુષ્ય, પક્ષી, પ્રાણી, જીવ જંતુ સજીવ, નિર્જીવ, સુરજ, ચંદ્ર, તારા, ગ્રહ વગેરે વગેરે. તમામ સૃષ્ટિને ચલાવનારું કોઈ એક તત્વનું નામ એટલે જ આત્મા અથવા પરમાત્મા. જેના કારણે પૂરી સૃષ્ટિ સુચારૂ રૂપે ચાલી રહી છે. તો મનમાં ધારણા બનાવો કે આ પૂરી સૃષ્ટિનું કોઈ શક્તિ સંચાલન કરનાર શક્તિનું નામ એટલે જ આત્મા કે પરમાત્મા. તે આ પૂરી સૃષ્ટિનું બીજ છે. તેમાંથી જ આ પૂરી સૃષ્ટિનું સર્જન થયું છે.
રાત્રી નો મતલબ વિશ્રાંતિ. રાત્રે ગાઢ નિંદ્રામાં સુઈ જાય ત્યારે તે જીવ પરમાત્મા ની વધુ નજીક હોય છે. એટલે કે વિચારોની ગતિ બહુ જ ઓછી હોય કાં તો અમનની સ્થિતિમાં હોય એટલે કે તે આધ્યાત્મિક મોડમાં હોય. ત્યારે , તે પરમાત્માની ગોદમાં આવી જાય છે. પરમાત્મા જોડે જીવ એકાકાર થઈ જાય. અને જ્યારે મન અમન ની સ્થિતિમાં જતું રહે ત્યારે મન દ્વારા બહાર ફેંકતી ઊર્જા બંધ થઈ જાય. તે ઊર્જા શરીર ની અંદર રહે. ત્યારે ગાઢ નિંદ્રા લઈને ઊઠેલો માણસ ઊર્જાવાન લાગે. મન એનું શાંત હોય તેના શરીરનું હીલિંગ થાય. ત્યારે આનંદનો અનુભવ થાય. હવે, મહા શિવરાત્રીનું મહત્વ સમજી શકાશે. શિવરાત્રીના દિવસે પ્રકૃતિ વધુને વધુ ચેતન તત્વની તરફ આકર્ષાય છે. એટલે તે રાત્રે ધ્યાન કરવું બહુ સરળ હોય છે. રાત્રી પરમાત્માને મળવા માટેનો સારામાં સારો સમય છે. તે વખતે સૃષ્ટિમાં ઉત્તરાર્ધ ભાગમાં તેવા ફેરફાર થાય જેના કારણે પ્રકૃતિ વધુને વધુ પરમ તત્વ જોડે એકાત્મનો અનુભવ કરે. ફાગણ મહિના ની ચૌદશે કૃષ્ણ પક્ષ માં શિવરાત્રી આવે. એ દિવસે રાત્રે ધ્યાન કરવાથી, વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી, યજ્ઞ કરવાથી વધુને વધુ ચેતન તત્વની નજીક જઈ શકાય. આ અર્થમાં શિવરાત્રીનું મહત્વ છે. આપણે ભજન, આરતી, મંત્રો ઉપચાર, યજ્ઞ, વ્રત, ઉપવાસ તમામ સાધનો દ્વારા પરમાત્માની નજીક જવા માટે પ્રયત્ન કરીએ છીએ. અહીં સતત હોશમાં રહેવું પડે. જરા બેહોશી કરી તો પ્રકૃતિ તરફ ખેંચાઈ જવાય. સંસાર તરફ ખેંચાઈ જવાય. માટે, શિવરાત્રી પર સતત જાગૃત રહેવાનું નામ જાગરણ કહેવાય. રાત્રે ખાલી જાગવું તેનું નામ જાગરણ ના કહેવાય તેને ઉજાગરો કહેવાય. એટલા માટે શિવરાત્રીના દિવસે જાગરણ અને ઉપવાસ કરીએ છીએ ઉપવાસ નો અર્થ ઈશ્વરની નજીક વાસ રાખવો તે.
અંધકાર એટલે શું? અંધકાર એટલે જ પરમાત્મા. અમુક લોકો પરમાત્માને સ્વયં પ્રકાશિત કહે છે પરંતુ અહીંયા સ્વયં પ્રકાશિત અથવા તો પ્રકાશમાન નો અર્થ તે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનનો અર્થ પ્રકાશ થાય. સૃષ્ટિમાં નજર કરશો તો પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે પૂરી સૃષ્ટિ અંધકારથી ભરાઈ જાય છે. તમારી આજુબાજુ સૂર્યનો, ચંદ્રનો કે તારાનો જે કઈ પ્રકાશ દેખાય છે તે પ્રકૃતિ માંથી બનેલા સુરજ, ચંદ્ર અથવા તો તારા, એ બધાનાં પ્રકાશ છે. સૂર્ય પ્રકાશ શાશ્વત નથી. તે સૂરજનો નાશ થતો જણાય ત્યારે તે પણ નષ્ટ થાય .સૂરજના પ્રકાશને એક હાથ વચ્ચે રાખીને રોકી શકો છો. સૂર્યનો ગોળો તપે છે ત્યાં સુધી તે પ્રકાશ તમને આપશે મ. તે પરમેનેન્ટ તત્વ નથી ટેમ્પરરી છે. પ્રકાશ ના હોય ત્યારે આ દુનિયામાં એક અંધકાર જ બચે છે જે શાશ્વત છે. અને તે અશેષ અંધકાર એટલે જ પરમાત્માનું સ્વરૂપ. પરમાત્મા એ સ્વયં પ્રકાશિત છે અથવા તો પ્રકાશમાન છે તે પણ એક આધ્યાત્મિક ધારણા હોય શકે છે. અહી પ્રકાશ નો અર્થ જ્ઞાન શબ્દ લેવાનો છે. પરમાત્મા પરમજ્ઞાન સમજવા ની ધારણા છે.
પ્રકાશ એ ટેમ્પરરી વસ્તુ છે. સૃષ્ટિના અંતમાં અંધકાર જ પરમેનેન્ટ રહેશે. વૈજ્ઞાનિકોએ સમજાવેલ બ્લેક હોલ અને બ્રહ્માંડની થિયરી આ પુષ્ટિ શોધે છે. અંધકારમાંથી પૂરી પ્રકૃતિ / સૃષ્ટિનું સર્જન થયું. અંધકાર એટલે જ શિવ. એ અંધકારનો નો ભાગ તમારા શરીરની અંદર પણ આત્મા રૂપે છે. એટલે શિવો અહમ શિવો અહમ શબ્દ કહેવામાં આવે છે. તેનો અર્થ હું શિવ સ્વરૂપ છું. અહમ બ્રહ્મસ્મિ નો મતલબ હું બ્રહ્મ સ્વરૂપ છું. બ્રહ્મ એટલે પણ શિવ થાય.
આ શિવ તત્વ ની નજીક જવાય અને તમારા હાથમાં કંઈ પણ નહીં આવે તો તેને શૂન્ય પણ કહેવાય. નથીંગનેસ પણ કહેવાય. ખાલી જગ્યા પણ કહેવાય. પ્રકૃતિ પરમાત્માની ગર્ભાધાનની જગ્યા છે. એનો અર્થ પરમાત્મા એ એક બીજ છે અને પ્રકૃતિ તે ગર્ભાધાનની જગ્યા છે. તેના દ્વારા પૂરી સૃષ્ટિ નું સર્જન થાય છે. એટલે પરમાત્મા ભોગતા છે, પ્રકૃતિ ભોગ્ય છે. જ્યારે તમે મહાદેવ દર્શને જાવ છો ત્યારે નીચે પ્રકૃતિ એટલે કે સ્ત્રીના ગર્ભાશય અને યોની માર્ગને બતાવવામાં આવે છે અને તેમાં કાળા કલરનું શિવલિંગ જે પરમાત્માનું પ્રતીક છે. તે બીજ નું પ્રતીક છે. આખી આકૃતિ સૃષ્ટિના ઉદગમનું પ્રતીક છે. શ્રી કૃષ્ણ ભગવાનનો રંગ પણ કાળો હતો. નવરાત્રીને પણ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. શિવરાત્રીને પણ ધામધૂમથી ઉજવીએ છીએ. તે અંધકારનું પ્રતીક એટલે કે પરમાત્મા ના પ્રતિક તરીકેનો ઉત્સવ છે. આમ પૂરી સૃષ્ટિના બીજ રૂપે પરમાત્મા સર્વમાં બિરાજમાન છે. તમારી અંદર પણ પરમાત્મા બીજ સ્વરૂપે બિરાજમાન છે. તમારા શરીરના દરેક કણ કણમાં પરમાત્મા છે.
બીજ ઉગે ત્યારે સમજવું કે તેમાં કેવડું મોટું ઝાડ કે મનુષ્ય સમાયેલ છે કે આખી સૃષ્ટિ સમાયેલ છે. આમ બીજ એટલે જ પરમાત્મા શિવ. પૂરી સૃષ્ટિમાં પાંચ ટકા જ પ્રકૃતિ એટલે કે ઠોશ પદાર્થ છે જેને એસ્ટ્રલ બોડી કહેવાય. 95% અંધકાર છે તે અંધકાર એટલે જ શિવ તત્ત્વ માનો કે પરમાત્મા.
શિવરાત્રી નું બીજું મહત્વ છે તે દરમિયાન પાર્વતી માતાએ શંકર જોડે લગ્ન કરેલા. પ્રકૃતિનું ચેતન તત્વ તરફનું ખેંચાણ કે જે લગ્નમાં પરિણમ્યું. એકરૂપતા નો અનુભવ થયો. શિવરાત્રીના દિવસે મા પાર્વતીનું શંકર ભગવાન તરફનું ખેચાણ તીવ્ર હતું તે લગ્નમાં પરિણામ્યું. બીજા અર્થમાં કહીએ તો માતાજી : અંબિકા, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી , બધા પ્રકૃતિના સ્વરૂપ છે. તેને સ્ત્રીલિંગમાં બતાવ્યા છે અને પુરુષ જે ચેતન તત્વનું પ્રતીક છે તેને પુરુષ બતાવ્યા છે. શંકરનું અર્ધનારેશ્વર રૂપ પણ એ કહી રહ્યું છે કે પ્રકૃતિ અને ચેતન તત્વ એક એકમ છે. જે કદાપી એકબીજાથી અલગ થવાના નથી. પ્રકૃતિ જે ઉર્જા સ્વરૂપે છે તે શિવની શક્તિ છે. સ્ત્રી અને પુરુષને સરખું મહત્વ આપવા માટે આ સિમ્બોલ પસંદ કરી શકો .પ્રકૃતિ અને ચેતન તત્વ શરૂઆતથી જ હતા અને પ્રકૃતિ ચેતન તત્વ માંથી નથી આવી તેવો પણએક મત છે. પ્રકૃતિ અને ચેતન તત્વ શરૂઆતથી છે, અનાદિ છે , એમ માનવાનું.
આમ શિવ એટલે કે પરમાત્મા જે પૂરી સૃષ્ટિના જન્મદાતા છે. તે પૂરી સૃષ્ટિમાં વિરાજમાન છે. જેના દ્વારા પૂરી સૃષ્ટિ સંચાલિત છે. સજીવ નિર્જીવ બધું જ નિયંત્રિત. આત્મા – પરમાત્મા વિશે બહુ ના સમજાય એવું લાગે. જ્યારે પણ આત્મા – પરમાત્માને પામવા હોય ત્યારે મનને અમનની સ્થિતિમાં લાવો , એટલે ગાઢ નિંદ્રામાં કે તુરીયા અવસ્થામાં કે સાક્ષી ભાવમાં કે સમર્પણભાવમાં પોતાની જાતને લાવો એટલે પરમાત્માને મળ્યા બરોબર નો અનુભવ થાય પણ ખરો.. એકદમ શાંતિનો, આનંદનો અને ઊર્જાનો અનુભવ થતો લાગે. આથી, શાંતિ, ઉર્જા અને આનંદ એ જ પરમાત્મા.
ડોક્ટર ચીમનભાઈ પટેલ ના આલેખ પરથી, ટૂંકાવી ને રજુઆત વિ જયરાજ પૂણે ઈન્ડિયા, શિવરાત્રી , તા. ૮ માર્ચ, ૨૦૨૪. : :
https://youtu.be/hqVgw78IUv4?si=7Mepvm2SGjee5YkS
ઓમ્ નમઃ શિવાય , ભરી દે, ભરી દે, ભિક્ષુક ની ઝોળી : પ્રાર્થના ગીત / ભક્તિ ગાન : : અહીં મથાળે ક્લિક કરી સાંભળજો : : ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુક ની ઝોળી ભગવંત… ꠶ટેક ( ઓમ્ નમઃ શિવાય )
જીવ તો તારું એક રમકડું
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષ નું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે… . ટેક ( ઓમ્ નમઃ શિવાય )
તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્ય(મ્) શિવં સુન્દર(મ્)
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે… ટેક ( ઓમ્ નમઃ શિવાય ) : : સ્વર : રાસબિહારી દેસાઈ ( Live Recording ) : : રચના : અવિનાશ વ્યાસ : : સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સને ૨૦૨૪ ની મહા શિવરાત્રી , શુક્રવારે માર્ચ ૮ , ૨૦૨૪ , સાથે હેપ્પી વુમન્સ ડે નિમિત્તે શૂભ કામના. : : યાચક – ભિક્ષુક ની પ્રાર્થના/ ભક્તિ ગાન ફળીભૂત થઈ રહો ધન્ય ધન્ય. : : : : જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગ છે.













શિવપુરાણની શતરુદ્રસંહિતા (સંહિતા ૩)ના અધ્યાય ૪૨, શ્લોક ૨-૪માં આ જ ૧૨ જ્યોતિર્લિંગો થોડા જૂદા ક્રમમાં વર્ણવ્યા છે, એ ક્રમ મુજબ જ્યોતિર્લિંગોની યાદી: દરેક મંદિર ના પ્રાંગણ આ યાદી પ્રમાણે ઉપરોક્ત ચિત્રોમાં , નોંધ સહિત જોવા મળશે. : :



આદર્શ પુરુષ ધર્મનું મૂર્ત સ્વરૂપ. : શ્રી રામ હિંદુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે. તે વિષ્ણુનો સાતમો અને સૌથી લોકપ્રિય અવતાર છે. હિંદુ ધર્મની રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ ( પરમ અસ્તિત્વ) માનવામાં આવે છે. : વિષ્ણુનો સાતમો અવતાર
બ્રાહ્મણ (વૈષ્ણવ, ખાસ કરીને રામાનંદી સંપ્રદાય ) : ગુરુવાર , એ રામનો દિવસ. રામનવમી , દીપાવલી , વિજયાદશમી, વિવાહ પંચમી એ શ્રી રામ ના તહેવારો. : આવિર્ભાવ
અયોધ્યા, કોશલ (વર્તમાન ઉત્તર પ્રદેશ , ભારત ) : દેહત્યાગ
સરયૂ નદી, અયોધ્યા, કોશલ , ( વર્તમાન ઉત્તર પ્રદેશ, ભારત ) : કુળ : રઘુવંશ-સૂર્યવંશ : : ધનુષ્ય બાણ વિધ્યા માં અપ્રતિમ સામર્થ્ય અને હંમેશા વિજયી. : મંત્ર : જય શ્રી રામ, જય સિયારામ, હરે રામા. : : ભગવાન રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદાપુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે. ભક્તિયુગમાં પ્રેમલક્ષણા ભકિતનો પ્રભાવ સીતા-રામની ભકિત ઉપર પણ પડયો અને એના પરિણામે સત્તરમી સદીમાં ‘રામરસિક સંપ્રદાય’ અસ્તિત્ત્વમાં આવ્યો. આ સંપ્રદાયને જાનકીવલ્લભ સંપ્રદાય અને જાનકી સંપ્રદાય જેવાં બીજાં પણ નામોથી ઓળખવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સીતા સાથે રાસલીલા કરે એ માની શકાય તેવું નથી, છતાં એ પણ હકીકત છે કે ઉત્તર ભારતમાં ઘણે સ્થળે રાસબિહારી કે લીલાવિહારી રામનાં અને રાસેશ્વરી સીતાનાં સ્થાનકો ઉભાં થયાં છે. : :


બાલકાણ્ડ
અયોધ્યાકાંણ્ડ
અરણ્યકાણ્ડ
કિષ્કિંધાકાણ્ડ
સુંદરકાણ્ડ
યુદ્ધકાણ્ડ – લઙ્કાકાણ્ડ
ઉત્તરકાણ્ડ
હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ માત્ર હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. : : રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ઇ.સ.પૂર્વે ૫૦૪૧ ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની યાત્રા. : : ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીઓને જ્યારે આ પુછ્યુ ત્યારે ઉત્તર મળ્યો કે કોઈ કોઈનાં પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાનાં પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઈ. આ પછી તેઓ પોતાનાં પાપનાં પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.
એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાઈને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.
મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્
હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડામાં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એકની વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે.
આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની પ્રસન્નતા થઇ.
આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?
આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા. : : : : : : : દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે – ખાસ કરીને કૈકેયીના પ્રસંગે – વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.
રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે – વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે. : :
https://youtu.be/Upd-6jDg3bY?si=6ei_6M0urEp2x8Vi
( ૪ ) અહીં ઉપર ક્લિક કરી સાંભળજો : : રામ રણંકાર વાગે, મારા સદગુરુ ને પરતાપ : : સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : રાસબિહારી દેસાઈ : : ભક્તિ ગાન : : : : : : : : : : : : : : : : : : હિન્દુ ગ્રંથોમાં રામના જીવનનું વર્ણન, દરિદ્ર અને મુશ્કેલ સંજોગોમાં દેશનિકાલ, નૈતિક પ્રશ્નો અને નૈતિક દ્વિધાઓ જેવા અણધાર્યા ફેરફારો દ્વારા પડકારવામાં આવ્યું છે. તેમની તમામ મુશ્કેલીઓમાં, સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ-રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ છે, ત્યારબાદ રામ અને લક્ષ્મણ દ્વારા દુષ્ટ રાવણનો નાશ કરવા માટેના અને સીતાની સ્વતંત્રતા મેળવવા દૃઢ નિશ્ચયી અને સફળતા ના વર્ણનો દ્વારા મહાકાવ્યો રચવામાં આવ્યા હતા. રામ, સીતા અને તેમના સાથીઓની સમગ્ર જીવનકથામાં વ્યક્તિની ફરજો, અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે. તે આદર્શ પાત્રો દ્વારા ધર્મ અને ધાર્મિક જીવનને સમજાવે છે. : :
વૈષ્ણવ ધર્મ માટે રામનું વિશેષ મહત્વ છે. તેઓ પ્રાચીન હિંદુ મહાકાવ્ય રામાયણના કેન્દ્રીય વ્યક્તિ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાની સંસ્કૃતિઓમાં ઐતિહાસિક રીતે લોકપ્રિય ગ્રંથ છે. તેમની પ્રાચીન દંતકથાઓએ ભાષ્ય (ભાષ્યો) અને વિસ્તૃત ગૌણ સાહિત્યને આકર્ષિત કર્યું છે અને પ્રદર્શન કલાને પ્રેરિત કરી છે. ઉદાહરણ તરીકે, આવા બે ગ્રંથો છે, અધ્યાત્મ રામાયણ – એક આધ્યાત્મિક અને ધર્મશાસ્ત્રીય ગ્રંથ જેને રામાનંદી મઠો દ્વારા પાયારૂપ માનવામાં આવે છે, અને રામચરિતમાનસ – એક લોકપ્રિય ગ્રંથ જે ભારતમાં દર વર્ષે શરદ ઋતુ દરમિયાન હજારો રામલીલા મહોત્સવના પ્રદર્શનને પ્રેરિત કરે છે. : :
રામની દંતકથાઓ જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ જોવા મળે છે, જો કે આ ગ્રંથોમાં તેમને ક્યારેક પૌમા અથવા પદ્મા પણ કહેવામાં આવે છે, અને તેમની વિગતો હિન્દુ સંસ્કરણોથી નોંધપાત્ર રીતે અલગ પડે છે. જૈન ગ્રંથોમાં ૬૩ શલાકાપુરુષોમાં રામનો આઠમા બલભદ્ર તરીકે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. શીખ ધર્મમાં દશમ ગ્રંથમાં ચૌબિસ અવતારમાં વિષ્ણુના ચોવીસ દિવ્ય અવતારોમાંના એક તરીકે રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. : :
રામ, રમણ, રામા, અને રામચંદ્ર તરીકે પણ ઓળખાય છે. રામ એ વૈદિક સંસ્કૃત શબ્દ છે જેના બે પ્રાસંગિક અર્થ થાય છે. અથર્વવેદના સંદર્ભમાં, મોનિઅર-વિલિયમ્સના નિષ્પાદન અનુસાર તેનો અર્થ “શ્યામ, ઘેરા રંગનો, કાળો” થાય છે અને તે રાત્રિ શબ્દ સાથે સંબંધિત છે જેનો અર્થ થાય છે રાત. અન્ય સંદર્ભ ગ્રંથો જેવા કે, વૈદિક ગ્રંથોમાં મુજબ, આ શબ્દનો અર્થ “આનંદદાયક, આનંદકારક, મોહક, સુંદર, સુંદર” એવો થાય છે. આ શબ્દનો ઉપયોગ કેટલીક વાર વિવિધ ભારતીય ભાષાઓ અને ધર્મોમાં પ્રત્યય તરીકે કરવામાં આવે છે, જેમ કે બૌદ્ધ ગ્રંથોમાં પાલી, જ્યાં – રામ સંમિશ્રિત શબ્દમાં “મનને આનંદદાયક, મનોહર” ની ભાવના ઉમેરે છે. : :
વૈદિક સાહિત્યમાં રામ નામ સૌ પ્રથમ બે સંરક્ષક નામો – માર્ગાવેય અને ઔપતાસ્વિની સાથે સંકળાયેલો છે, જે વિવિધ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. રામ, જમદજ્ઞ્ય નામની ત્રીજી વ્યક્તિ હિન્દુ પરંપરામાં ઋગ્વેદના સ્તોત્ર ૧૦.૧૧૦ ના કથિત લેખક છે. પ્રાચીન સાહિત્યમાં રામ શબ્દ ત્રણ વ્યક્તિઓ માટે આદરણીય પરિભાષામાં જોવા મળે છે:
પરશુ-રામ, વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે. તેમને ઋગ્વેદ ખ્યાતિના રામ જમદજ્ઞય સાથે જોડવામાં આવે છે.
રામ-ચંદ્ર, વિષ્ણુના સાતમા અવતાર અને પ્રાચીન રામાયણ ખ્યાતિના રૂપમાં.
બલ-રામ, જેમને હલાયુધ પણ કહેવામાં આવે છે, તે કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઓળખાય છે, જે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની દંતકથાઓમાં જોવા મળે છે.
હિન્દુ ગ્રંથોમાં, પૌરાણિક કથાઓમાં ઘણા જુદા જુદા વિદ્વાનો અને રાજાઓ માટે રામ નામ વારંવાર જોવા મળે છે. આ શબ્દ પ્રાચીન ઉપનિષદો અને અરણ્યકના વૈદિક સાહિત્યના વિવિધ આયામો તેમજ સંગીત અને ઉત્તર વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે, પરંતુ તે એવી કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંદર્ભમાં જોવા મળે છે જે “મોહક, સુંદર, મનોહર” હોય અથવા “અંધકાર, રાત” ને ભાષાયિત કરતો હોય. : :
રામ નામનો વિષ્ણુ અવતાર અન્ય નામોથી પણ ઓળખાય છે. તેમને રામચંદ્ર (સુંદર, સુંદર ચંદ્ર), અથવા દશરથી (દશરથના પુત્ર) અથવા રાઘવ (રઘુના વંશજ, હિન્દુ બ્રહ્માંડશાસ્ત્રમાં સૌર વંશજ) કહેવામાં આવે છે. તેમને રામ લલ્લા (રામનું શિશુ સ્વરૂપ) તરીકે પણ ઓળખવામાં આવે છે. : :
મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.
રામ, શ્રવણ – પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો.
રામ, ભરત- ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે.
સીતા – પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી
લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.
હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
સુગ્રીવ – મિત્રતા.
વાલી, રાવણ – શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ.
વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ ને પણ મારી શકીએ.
મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે. : : મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે.
તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ શ્રી રામ ચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે. : : ભારત ના ઘણાં રાજ્યોમાં ત્યાંની જે તે માતૃભાષા માં રામાયણ અને તેના પાત્રોને સવિશેષ અનુલક્ષીને ભાષા સાહિત્ય , નાટકો , ફિલ્મો અને કવિતા વાંચવા સમજવા મળી આવશે. શ્રી ઉમાશંકર જોશી ની “મંથરા” તથા રામમઢી ( એપ્રિલ ૨૧, ૨૦૨૧ ની મારી Post ) , રામ તારું નામ પ્યારું : ( સ્તુતિ ગીત ( એપ્રિલ , ૨૧, ૨૦૨૧ ની મારી post ) , કાવ્ય રચના સુંદર કાવ્ય રચના છે ; ( જેનો આસ્વાદ નો રસકો માણવા અહીં નીચે અંકિત related post ની લિંક ઉપર ક્લિક કરો ) : : પરંતુ, ઉમાશંકર જોશી ની મંદિર પરની એક કવિતા ઐતિહાસિક મહત્વ ધરાવે છે : :




‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં રામનારાયણ પાઠક વાક્છટાના દૃષ્ટાંત તરીકે આ કાવ્યને ટાંકે છેઃ : આપણે તર્જનીથી તર્જતાં તર્જતાં કોઈને કહીએ, હાં! હાં! રચો રચો, પછી ખબર પડી જવાની છે. પણ જોઈ રાખજો, કોઈ દિવસ. : પાછલા ભાગમાં ચોખ્ખી શાપની ને તિરસ્કારની વાક્છટા છે.”
(રા. વિ. પાઠક ગ્રંથાવલિ-૫, પૃ. ૩૨)
દલિત કવિ નીરવ પટેલ લખે છેઃ “કવિએ લખ્યું છેઃ ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે.’ એટલે તો કવિતાના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાવ દાખવે છે. ‘જઠરાગ્નિ’ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ.” ( આત્માની માતૃભાષા, પૃ. ૧૮) : :
આ કાવ્ય નો આસ્વાદ કાવ્યાર્થ વિચાર આધુનિક પરિપ્રેક્ષ્યમાં આપણે પણ કરીશું : પેન્ડિગ .. . ચિત્રો / માહિતી સંકલન વિ જયરાજ પૂણે ઈન્ડિયા. : : તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ : :

“IWD”, International Women’s Day is a Global Day celebrating social, economic , cultural and political achievements of Women. IWD occured well over Century since 1911 supported by over a million People. IWD is not country, group or organization specific , but it belongs to all groups collectively everywhere. IWD also marks for accelerating Women’s Equality . Ask if Women are not present , ” If not, Why not ? Conden as poor practices on sensing Women’s discrimination. Ensure treatment of Women equitable, everywhere , every time. Embrace the diversity of race, age , ability, faith, body image in rue inclusion of women in all fields of endeavour. Needs, interests and aspirations of Women & Girls must be valued at their inclusion at groups and organizations with regard to their health, job, career, training, retaining , in sports, Arts like creative areas, and all possible scopes of talents development and advancement.






































