

જન્મદિવસે અનેક શુભ ભાવનાઓ, ઋણસ્વીકાર અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાય : : પરમ સમીપે માં , કુંદનિકા કાપડીયાએ લખેલી જન્મદિવસની પ્રાર્થના વાંચો , એમાં સુંદર ભાવ આપને પણ ગમશે : : : :
આમ તો દરેક દિવસ એ, ભગવાન!
તમે આપેલી તાજી ભેટ છે.
જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દીવસ
વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.
આજના દીવસે, ભગવાન! હું
ધન, માન, કિર્તિ અને આરોગ્ય નથી માગતો
પણ આ બધું મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.
આજના દીવસે, ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
– એ હું માગું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હ્રદય માગું છું, જે આ દુનિયાને
તમારે માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂંગાં પ્રાણિઓ અને મધુર વનસ્પતિ – સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.
– કુંદનિકા કાપડીયા કૃત ‘પરમ સમીપે’ માંથી સાભાર : :
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા આવશો કે નહીં ?
બેસવાને પાટલો સૂવાને ખાટલો
ઓઢવાને પીછાં આપીશ તને,
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
પહેરવાને સાડી મોરપીછાં વાળી,
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને,
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
ટક ટક કરજો ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ તને
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
બા નહીં બોલશે, બાપુ નહીં વઢશે,
નાનો બાબો તો ઊંઘી ગયો,
ઊંઘી ગયો … ચકીબેન ચકીબેન : : રચયિતા : અજાણ : : : : ક્લિક કરો અને જુઓ ઓડિયો ગીત : :
https://youtu.be/j8eCe5pcftc સિંહ ની પરોણાગત : : બાળ ગીત : રમણલાલ સોની : : : : https://youtu.be/NWJby7pQTpo?si=lTpUlv3pcnvf4FJt સ્વર : તૃપ્તિ વ્યાસ :અહીં ક્લિક કરો: રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’
રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !
મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

નેહાબહેન,દોડો,હીનાબહેન,દોડો,
પેલી ડુગડુગિયાવાળી આવી.
મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.
એક રૂપિયાનું ડમરૂ આપે,
આપીને છાતીએ ચાંપે,
બળબળતા ઉનાળા તાપે,
આવીને ઊભી છે ઝાંપે,
ઢરર……..ઢમ….
મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.
રંગે છે એ બહુ રૂપાળી,
રોજ મને આપે છે તાળી,
જો હું એને જાઉં ભાળી,
રમવા માંડું સાતતાળી,
ઢરર……..ઢમ….
મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.
એ ડમરૂ રાખી ગાલે,
કેવી ઠુમ્મક ઠુમ્મક ચાલે,
બાબા બેબીબે બોલાવે,
ગીત મધુરાં ગાએ,
ઢરર……..ઢમ….
મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.
પૂરી પાંચ હાથ એની કાયા,
બાળક ઉપર બહુ માયા,
જાણે સગી માડીના જાયા,
આપે રોજ મજાનાં ડુગડુગિયાં,
ઢરર……..ઢમ….
મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.
ક્લિક કરો અને વિડિયો ગીત જુઓ. : : : :
આજે તારો જન્મદિવસ/ક્લિક કરો અને સાંભળો ઓડિયોગીત આજે મોજમજા નો દિવસ , આજે તારો જન્મદિવસ. તંદુરસ્ત રહો તુજ તન , ઢગલાબંધ માણો ધન. આનંદ માં રહો મન. ખૂબ જીવો , સુખ ભોગવો , નામ કરો રોશન. આજે મોજમજા નો દિવસ , આજે તારો જન્મદિવસ.
https://drive.google.com/file/d/1GK3aZslGqvEJxggvTGIKvRZKEUWCOceF/view?usp=drivesdk
જન્મદિવસની 5 શુભેચ્છાઓ
જન્મદિવસ ની શુભકામના! જન્મદિવસ ની શુભકામના!
તમે સ્વસ્થ બનો, બાળક, પ્રથમ!
બીજું, હંમેશા ખુશ રહો
ત્રીજે સ્થાને, તમે હોંશિયાર વ્યક્તિ બનો!
ચોથું, તમે હંમેશા પ્રિય રહો
તમારા માતાપિતા દ્વારા, ઉપર ભગવાન!
પાંચમું, તમારી પાસે ઘણું બળ છે!
તેથી આગળ અને તેથી આગળ.
5 જન્મદિવસની શુભેચ્છાઓ
જન્મદિવસ ની શુભકામના! જન્મદિવસ ની શુભકામના!
સ્વસ્થ બનો, બાળક, પહેલા!
બીજું, હંમેશા ખુશ રહો
ત્રીજું, સ્માર્ટ બનો!
ચોથું, તમે હંમેશા પ્રેમ કરો
મા-બાપ અને ઉપરથી ભગવાન!
પાંચમું, તમારી પાસે ઘણી શક્તિ હોય!
અને તેથી આગળ અને તેથી આગળ
જન્મદિવસે એક પ્રાર્થના : : શ્રીમદ રાજચંદ્ર મિશન : : ક્લિક કરો અને વાંચો અને સાંભળો અને સમજો. : : : :
25 TH December , 2022 , Birthday WISHING Video : : CLICK HERE In BELOW to enjoy the Musical Video. : :
ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય
કવિ શ્રી માધવ રામાનુજ : સ્વર : સ્વરાંકન : અનંત વ્યાસ : : : :
ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય !
ફોરમ એને ખોળવા ભમે આકળ વિકળ થાય !
ભમરો પૂછે, કળીઓ પૂછે, પાંદડાં રહે ચૂપ
ડાળીઓ એવી લ્હાવરી જાણે ખોઈ નાખ્યાં હોય રૂપ !
ફૂલ તો એવું બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય –
ફોરમ એને ખોળવા ભમે, આકળ વિકળ થાય !
ઝીણી ઝીણી ઘુઘરી વાગે ફૂલ તો ચાલ્યું જાય…
– પવનમાં કાંય પગલી પડે ફૂલ તો ચાલ્યું જાય-
પડછાયામાં પાંખડી એની પાંખો જેવી થાય !
આંગણે નેહાબેન ઊભેલાં જોઈને રાજી થાય,
હરખમાં ને હરખમાં કાંય આંખો મીંચી જાય !
વાળ એવા તો લહેરાતા હોય, ફૂલને ગમી જાય,
સાવ ધીમેથી તરતું તરતું ફૂલ એમાં છુપાય!
ફૂલ નેહાને એકલી મૂકી ક્યાંય હવે ના જાય !
ફોરમ એની લટમાં રમે હરખ ક્યાંય ના માય !
-માધવ રામાનુજ
સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ : : : : ક્લિક કરો અને ઓડિયો ગીત સાંભળીને માણો : : : :
https://drive.google.com/file/d/187n5_GhWyxSGZul9DV3jiRBYlk5bZd0p/view?usp=drivesdk



હોય એક સુંદર ચોકલેટ નો બંગલો : : સ્વર : દ્રવિતા ચોકસી : : સ્વરાંકન : રુપાંગ ખાન સાહેબ : : સંગીત નિયોજન : મેહુલ સુરતી : : આલ્બમ : હસતાં રમતાં ( Red Ribbon ) 🎀 🎀 અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : 🍫🍫🍫🍫🍫🍫🍫 https://youtu.be/l89ov_w_5q4?feature=shared 🍫🍫🍫🍫 થાય મને હોય જો ચોકલેટ નો બંગલો : : નેરેટીવ વિડિયો: : અહીં ક્લિક કરી સાંભળીએ : : https://youtu.be/IQ8jUimXR8A?feature=shared




“ફૂલ નેહાને એકલી મૂકી ક્યાંય હવે ના જાય !
ફોરમ એની લટમાં રમે હરખ ક્યાંય ના માય !” : : : : : : smiling girl lying on grass in spring with daisies on hair : :
પરીઓની રાજકુમારી : દીકરી નું ગીત : જયશ્રી વિનુ મરચન્ટ :: પરીઓની એ રાજકુમારી
તે દિ’ આવી મારે દ્વાર
મધમીઠી રેશમી ચાંદની
તે દિ’ આવી મારે દ્વાર!
રાતરાણી ખીલી’તી તે દિ’
કે ખીલ્યાં’તા પારિજાત?
મોગરાનાં પગલાંની તે દિ’
પડી’તી હવામાંયે ભાત
ચમેલી ચંપાના અમૃતમાં
જૂઈનો ઘૂંટાયો પમરાટ
મધમીઠી…
રાજકુમારીની તો મીઠી
એવી કાલીઘેલી બોલી
હ્રદયની સોનલ વાટકડીને
એણે કેસર રંગે ઘોળી!
કસુંબલ કેફી આંખો એની
મહેંદીના રંગે ઝબોળી!
મધમીઠી…
મંગળ આનંદનું જગ આખું
દીકરી તેં અમને છે આપ્યું
અનંત આભનો શક્તિપુંજ તું
સુખનું તું બ્રહ્માંડ આખું
દીકરી મારી, કહું જ એટલું,
શિવાસ્તે પન્થાનઃ સન્તુ!
મધમીઠી…
– જયશ્રી વિનુ મરચંટ : : સ્વર: માધ્વી મહેતા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ. પ્રિયા શાહ : : સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા : : સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ : : આલ્બમ : મળીએ તો કેવું સારું : : યુ ટ્યુબ રિલીઝ : ૨૦ / ૭ / ૨૦૨૪ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : https://youtu.be/ypmySIcs078?si=1rvrGCaWrOp5Qgz_
જન્મદિવસે : બાળગીત : : બર્થડે સોંગ : : પ્રસ્તુતિ વિ જયરાજ પૂના , ઈન્ડિયા : : ડિસેમ્બર ૨૪/૨૫, ૨૦૨૨ : ઈસુ ખ્રિસ્ત ના જન્મદિવસ ની રાત્રે : : To be updated with New additions , Every Year. : : Visit this post again Next Year too.




























