હરિયાળી વસંત : શાન મેઈ : ઉમાશંકર જોશી ( અનુવાદ ) : : વસંત ના ગીત : :

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી : : : : : : : : : : : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : ફેબ્રુઆરી ૧૨ , ૨૦૨૨ : : મહા સુદ અગિયારસ : જયા એકાદશી : : પૂણે ઈન્ડિયા : : : :

એક સવારે : સુંદરમ્ : હર્ષિત  ત્રિવેદી : :  Spring Morning : Music: Steve Middleton : Andreea Petcu : Video : :  વસંત ના ગીત : :

એક સવારે : ( વસુધા : પૃ. ૫ ) : : સુંદરમ્
એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી !?
વસંત ની ફૂલમાળા પ્હેરી
“કોકિલ ની લઈ બંસી” : વાંસ ની વાંસળી : Indian Flute – Bansuri among the shoots of Banyan tree : picture taken in Goa
પરાગ ની પાવડી એ આવી કોણ ગયું ઉર પેસી ? : A beautiful Girl playing Indian Flute – Bansuri (of Bamboo. Tree Wood) wearing a yellow shirt in Palm Tree and Banana plants Forest of Kerala State India
હાંડી અને ફૂલમાળા
કોણ ગયું ઉર પેસી ? Indian God- Couple Radha- Krishna with Bansi/ Bansuri
“કિરણ તણી કોમળ અંગુલીએ મુજ ચેતન ઝંકારી..
તેજ તરંગે રમાડતું મને સોનલ એના સ્નેહ સુહાગે કોણ રહ્યું ઠમકારી ?
એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી !?” : વસંત ની સવાર

https://youtu.be/H1sA_ha5NWg

https://youtu.be/WiIT2tQ-6dU?si=ylAK6SX-JXyBryKS એક સવારે : સુંદરમ્ : સ્વર અને સ્વરાંકન : હર્ષિત ત્રિવેદી

એક સવારે : સુંદરમ્ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ” એક સવારે ” કાવ્ય ગીત માં , કવિ શ્રી સુંદરમ્ “કોણ ?” લક્ષિત ત્રણ સવાલની ઉપસ્થિતિમાં વસંતના આગમનની વધામણી કરી બતાવે છે . ત્રણેય સવાલો ના જવાબ કવિતા માં અંતર્ભૂત અને પ્રકૃતિદત્ત છે એ જાણીને ભાવક તરીકે કાવ્યબાની માણતા રહીને consequent relief મળે છે : : કવિ હ્રદય માં અંદર ‘કશાંક’ ના પ્રવેશ ને લીધે ચોંકી ઉઠી આશ્ર્ચર્યનો ચમકારો નિર્દેશિત કરતા કવિ પૂછે છે કે : ” એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી !? ” અહીં “ઝબકાવવું” ‘ઝબકવું’ ના‌ ‘ભાવ સંવેદન’ પામી જવાતી પ્રકાશિત ‘સમજરેખા’ પર કવિનું ‘આંતરમન’ પ્રવૃત્ત થવા લાગે છે . આ પ્રવેશને લીધે થઈ રહેલા ગાઢ પરિચયાંતે પરિણામિકદાદ રૂપે સૂઝતા સવાલથી કાવ્ય નો ઉઘાડ થાય છે . પ્રથમ અંતરા માં , ઈન્દ્રિયરાગ ની લીલાગતિ સધાય છે : પ્રકૃતિ ની મનોહર ચાલ સજીધજીને , મધુર સૂરનાદની તૈયારી સાથે , પાવડી ની ‘પગું-ચાલે’ આવીને ‘ઉર મહીં’ ગરકી જાય છે : “પેસી” જાય છે . ફૂલમાળા પ્હેરી ને આવેલ ઋતુમુખની એક સવાર દૃશ્યમાન થયેલ નિરખે છે ; સાથે લાવેલી કોકિલ સૂરની બંસીની મધુરપ સૂણે છે ; પરાગાન્વિત સુગંધી વ્યાપ્ત થયેલી સુંઘાવી છે . પહેલી વાર માણી છે , માટે આ ઋતુરાજ વસંતના આગમનની “એક સવાર” વસંત નો પહેલો દિવસ છે , જ્યારે કવિ એકદમથી ચોંકી ઉઠે છે : આમ , ઋતુમુખી પહેલી સવાર છે જ્યારે , કવિ મનના આંતર જગતનો , ઋતુચક્ર માં ધીરેથી આવી રહેલા , સુગંધિત પુષ્પો ની ‘ફૂલમાળાની દેખાવ-રચના’ ને લગતા બહિર્ગત ફેરફાર ને જોવાનો કસબ , કોકિલ સૂરના બંસી-ગાન ને સૂણી માણવાનો તેનો શ્રાવ્યભાવ તથા “પરાગની પાવડી” એ સુગંધિત ચાલે “ઉર મહીં પેસી” ને , દૈહિક સંપ્રજ્ઞતા અનુભવવાની તેની દૃશ્યાત્મક ગતિરીતિ : આ બધા કૌશલ્ય દ્વારા પ્રતીક રચનાઓ ના કલ્પન આલેખી રહ્યા હોવાની સાથે જોવા જેવું , સાંભળવા જેવું તથા માણવા જેવું અને તેના માટે જ તેની ‘દૃશ્યરચના’ યોજીને આવતી ઋતુ વસંતની સામગ્રી સાથે , કવિ મન ના આંતર જગત નો સંબંધ સધાય છે , જેની આસપાસ ‘કાવ્ય ભાવ’ ઓતપ્રોત થાય છે : સવાલ રૂપે : ” કોણ ગયું પેસી ? “રહસ્યમયી આશ્ર્ચર્ય સાથે’કલાત્મ દર્શન’ની માંગ ઉપસ્થિત કરે છે : : : : : : દ્વિતીય અંતરા માં : : પ્રકાશિત સમજરેખા વધુ પ્રદીપ્ત થાય છે વસંત ની સવાર ચઢવાં ની સાથે : કવિના આંતરમન માં એકદમ વ્યાપ્ત થયેલી સૂધ નું ‘ચેતનદ્રવ્ય’ ઝંકારિત થાય છે ; સવાર ના વિસ્તારે પ્રકાશિત કિરણોની કોમળ અંગુલીએ . રોશની નો ચળકાટ જેમાંથી કશુંક રૂપાંતરિત કરતો હોય , જાણે કે , ઘાટ ઉતારવાની તજવીજ હાથ ધરી છે , આ કોમળ અંગુલીએ : “કિરણ તણી કોમળ અંગુલીએ મુજ ચેતન ઝંકારી” : પ્રથમ પંક્તિ માં પ્રકૃતિ ની સોનારણ ના ‘અંગુલિસ્પર્શ’ સૂચવ્યા છે ; તો , દ્વિતીય પંક્તિ માં ‘અંગુલિસ્ફોટન’ : “તેજ તરંગે રમાડતું મને” : તેજ અને તરંગ ના બે ચિત્ર દર્શન ધાર્યા છે . “તેજ” અગ્નિ તત્ત્વ સંમિલિત પ્રકાશ નો ઓજસ્વી પ્રભાવી સમૂહ ; જ્યારે “તરંગ” ‘હ્રદયોર્મિ ની લહરી’ જે કવિના પ્રવૃત્ત આંતર જગતનું ‘કવિ મન’ છે અને વસંત ની સામગ્રીના બહિર્ગત ફેરફાર સાથે ‘એકાત્મ’ સાધી રહ્યું છે . સવારના કિરણો સોનલવર્ણુ ‘ધાતુકર્મ’ સાધી આપનાર સુવર્ણકાર વાસંતી સંકેત છે , જે ચઢતી સવારે , હવે જાગૃત થયેલી કવિ ની મનોસૃષ્ટિ ના ઝંકારિત ચેતનદ્રવ્ય ને “રમાડતું” પ્રકૃતિનું , તેજવાહી ‘તેજોબિંબ’ નું સામર્થ્ય છે , જે પ્રાતઃ કાળે કિરણોથી રંગાયા સોનલ દ્રવ્યને સાંધી આપનારું , રેંણ કરનાર / જોડી આપનાર ‘સુહાગો’ લઈને “સ્નેહસુહાગે ઠમકારતું” , આનંદપૂર્વક ખેલતું રમાડતું , કાવ્યતત્ત્વનો ઘાટ ઉતારી રહ્યું છે . સ્નેહરેંણ થી જોડાયો આશાસ્પદ સુવર્ણાકાર , વસંત ના આવનારા ખુશહાલ દિવસોમાં , જીવન તત્ત્વ ના જોમને ઝણકારથી ઉત્સાહીત કરનાર , અને પ્રકાશિત ઝળકાટ થી ભર્યું ભર્યું કરનાર બની રહેશે . વસંત ના આગમનની “એક સવારે” કવિતા નો ‘ઠમકાર’ સાંભળીશું !? : ઠમ ! … … .. .. . વિ જયરાજ : પૂણે ઈન્ડિયા : : : : ફેબ્રુઆરી ૧૧ , ૨૦૨૨ : : મહા સુદ દશમી : : : : : : : : : : : : : શબ્દાર્થ : : : : ઝબકાવવું : આશ્ર્ચર્ય થી ઝબકવું / ચોકવું : : ઝંકારવું : ગુંજન કરવું / ઝણકાર થવો : : ઠમકારતું : ઠંઠોરતું/ ખંખેરતું/ ઢંઢોળતું : : અંતર્ભૂત : intrinsic / અંદર સમાયોજિત : : પરિણામિકદાદ : consequent relief / શેષરૂપ દાદ : : સ્ફોટન : creation disclosure / exploding new / અંતિમ ધ્યેય સાધ્ય : : લીલાગતિ : ધીરી અને મનોહર ચાલ : : પગું ચાલ : ધીમું સંભાળેલું પગલું : : ઋતુમુખ : ઋતુ નો પહેલો દિવસ : : સંપ્રજ્ઞતા : પરિપૂર્ણ જ્ઞાન ની સ્થિતિ/ભૂમિકા : : કલાત્મ : કળા થી ભરપૂર : : ચેતન : consciousness : : હ્દયોર્મિ : હ્રદય ની ઊર્મિ : : તરંગ : ઊર્મિ લહરી : : તેજવાહી : તેજ – પ્રકાશ ને લઈ જઈ ફેલાવનાર : : સુહાગો : સોના ચાંદી રૂપા ને રેંણ કરનારો પદાર્થ : : સ્નેહસુહાગે : સ્નેહના રેંણ થી સાંધી આપીને/ જોડી આપીને : : સુવર્ણકાર : સોનારણ / સોનારો : : : : : : : : : : : : “એક સવારે” : કાવ્યગીત : સુંદરમ્ : : Video/ photo credits : Andreea Petcu : : Music in video : Steve Middleton : : : : ENJOY THOUGHTFULLY : : વાસંતી સ્નેહ અને વસંત ના આગમનના વધામણા સાથે : : ઠમમમ : : વસંત ની ઝાંઝર ના ધ્વનિ સાથે : : ઠમ !

ભરત નાટયમ નર્તકી : બાંસુરી વાદન ની મુદ્રામાં : Bharatnatyam Dancer of India
ઓડીસી નૃત્યાંગના : બાંસુરી વાદન ની મુદ્રામાં : Odissi Dancer of India
Indian Woman in great Happy Mood playing An Indian Flute
એક સવારે : : થયું જીવન માં અજવાળું

બેચેન છે વસંત ને લાચાર પાનખર : ગઝલ : હરીન્દ્ર દવે : : પાનખર ના કાવ્ય/ગીત : :

બેચેન છે વસંત : આગિયા ના તેજો પ્રકાશ માં
લાચાર પાનખર
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો
બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,

વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.

પાનખર ના દેશમાં પાછો ફરી ગયો

બેચેન છે વસંત ને લાચાર પાનખર,

ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.


બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,

વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.


આગળ હતી વસંતની માદક હવા, છતાં,

હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.


આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,

લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.


-હરીન્દ્ર દવે. : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : ફેબ્રુઆરી ૧૦ , ૨૦૨૨ : : મહા સુદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : :

आज बसंत की रात.. : गोपालदास नीरज : Dance Visual : Swati Sinha and Co- Artists : વસંત ના ગીત : :

https://youtu.be/2cOKeYW8o8o

ધૂપ બિછાએ ફૂલ-બિછૌના : બગિયા પહને ચાંદી-સોના : કલિયાં ફેંકે જાદું-ટોના : અંબવા કી ડાલી ગેહું કી બાલી : હવન કી બાત ન કરના
સરસોં ખડી બજાયે તાલી
बौराई अंबवा की डाली,.. આંબે મોર ઉન્મત્ત ઝૂમતો : Mango trees blossom on the road of Mandu state Madhya Pradesh India : Flowering Mango Trees (Mangifera indica)
गदराई गेहूं की बाली..
खिड़की खोल चंद्रमा झांके,..
चुनरी खींच सितारे टांके..શયન કી બાત ન કરના
यह पीली चूनर,..ચૂભન કી બાત ન કરના
यह चादर,
यह सुंदर छवि, यह रस-गागर,..सब भू की सौगा़त,गगन की बात न करना!
आज बसंत की रात,ગહન કી બાત ન કરના
गमन की बात न करना !

आज बसंत की रात,
गमन की बात न करना !

धूप बिछाए फूल-बिछौना,
बगिय़ा पहने चांदी-सोना,
कलियां फेंके जादू-टोना,
महक उठे सब पात,
हवन की बात न करना !
आज बसंत की रात,
गमन की बात न करना ! बौराई अंबवा की डाली,
गदराई गेहूं की बाली,
सरसों खड़ी बजाए ताली,
झूम रहे जल-पात,
शयन की बात न करना!
आज बसंत की रात,
गमन की बात न करना।

खिड़की खोल चंद्रमा झांके,
चुनरी खींच सितारे टांके,
मन करूं तो शोर मचाके,
कोयलिया अनखात,
गहन की बात न करना!
आज बसंत की रात,
गमन की बात न करना।
नींदिया बैरिन सुधि बिसराई,
सेज निगोड़ी करे ढिठाई,
तान मारे सौत जुन्हाई,
रह-रह प्राण पिरात,
चुभन की बात न करना!
आज बसंत की रात,
गमन की बात न करना।

यह पीली चूनर, यह चादर,
यह सुंदर छवि, यह रस-गागर,
जनम-मरण की यह रज-कांवर,
सब भू की सौगा़त,
गगन की बात न करना!
आज बसंत की रात,
गमन की बात न करना। : : : : ગોપાલદાસ ‘નીરજ’ : Video Details : : Dance Visual created with Poem Recitation By Swati Sinha : Co- Artists : : Drishti Kashyap ,Mili Nanda and Vanshieka Sinha : : Music Credits : Music Mood : : Stylish Dreams : Drishti and Mili : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem : : ફેબ્રુઆરી ૧૦ ,૨૦૨૨ : : મહા સુદ નોમ : :પૂણે ઈન્ડિયા : : : : : : : :

SRINAGAR, KASHMIR, INDIA – MARCH 30: Night view of almond blossom trees which are in full bloom, in the Baadam Vaer or the Almond Alcove, during spring bloom, on March 30, 2017 in Srinagar, the state/ Now UT capital of Kashmir, India. The Badaam Vaer or the Almond Alcove situated in the old city at the foothills of Koh-e-Maran, under the fort of Hariparbaht in Srinagar. The garden was established by the Afghan rulers in Kashmir during the 18th century where they planted Almond trees. In 2005 a portion was renovated by a local financial institute. New almond trees were planted in a garden next to Nigeen lake with buildings and fountains as well. Almond trees are the first to blossom in Kashmir Valley, famous as the paradise on Earth. The blossoming marks the departure of winter and the arrival of spring that attracts tourists worldwide. The blossoming of thousands of almond trees especially on the hillsides presents a surreal blanket of white and pink in the majestic mountainous landscape. (Photo by Yawar Nazir) : : : : : : : : પૂર્ણ શીતકાલ : બદામડી નો પુષ્પ કાલ : આજ વસંત ની રાત : જવા ની વાત ન કરશો

વસંત રંગ લાગ્યો : નિરંજન ભગત : : વસંત ના ગીત : :

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૯ , ૨૦૨૨ : : : : મહા સુદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : :

હે આવ વસંત કુમારી : મણિલાલ દેસાઈ : મિલન વસાવડા : : વસંત ના ગીત : :

હે આવ વસંત કુમારી
હર કૂંપળ હર કલિ કલિ બસ વાટ જૂએ છે તારી
હે આવ વસંત કુમારી

ભર્યો પડ્યો આ જામ રંગ રસ ગંધ થકી મદમાતો
હોઠથી છલકી જાય હરખ ના અંગ મહીંય સમાતો
સ્હેજ નૂપુર ઝણકે તારાં તો છલકી જાય કિનારી
હે આવ વસંત કુમારી

ધરણીએ તૃણના ઘૂંઘટને જરા હઠાવી જોયું
આકાશે વાદળની લટને જરા સમારી જોયું
કણકણમાં વૃન્દાવન રી રંગત હવે થનારી
હે આવ વસંત કુમારી

એ જ પુરાણી ધરતી આજે યૌવનચીર સજે છે
આજ સુણે કાન ત્યાં બસ એક જ વાદ્ય બજે છે
કામદેવની સાથ રતિ અહીંયાં રમણે રમનારી
હે આવ વસંત કુમારી

-મણિલાલ દેસાઈ : : : : સ્વર : મિલન વસાવડા : : હમણાં ઉપલબ્ધ નથી : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૮ , ૨૦૨૨ : : મહા સુદ આઠમ : : પૂણે ઈન્ડિયા : : : :

વૃક્ષ સંવનનાર્થી નું ગીત : સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે : રમેશ પારેખ : વિજય‌ ભટ્ટ : ( ૧ ) : : આવી વસંતો આવશે કોને ખબર હતી : પુરુરાજ જોશી : દેવેશ દવે : વિનોદ ભંવરિયા : ( ૨ ) : : વસંત ના ગીત : :

વૃક્ષ સંવનનાર્થી નું ગીત : : કવિ શ્રી રમેશ પારેખ

https://youtu.be/roH7FfCKgoQ

સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ , હું લીલું પાંદડું બની વળગી પડું : : વૃક્ષ સંવનનાર્થી નું ગીત : : કવિ શ્રી રમેશ પારેખ : : સ્વર : : વિજય ભટ્ટ : : સ્વરાંકન : વિજય ભટ્ટ ; : રાગ : પહાડી પર આધારિત : : Live ( April 2009 ) From The Program For Homage To Shri Ramesh Parekh at San Fernando valley US : : *********************************************આવી વસંતો આવશે કોને ખબર હતી : પુરુરાજ જોશી : : :

આવી વસંતો આવશે  : :


આવી વસંતો આવશે કોને ખબર હતી,
ફૂલો ઉદાસી લાવશે કોને ખબર હતી.

વૈભવ ફૂલોનો આંખને અથડાય જે ક્ષણે,
તારો અભાવ સાલશે કોને ખબર હતી.

આંબાના પાન પાન પર રોમાંચ વેરતો,
ટહુકો હ્રદયને તાવશે કોને ખબર હતી.

આ મંજરીની ગંધનો સાગર હિલોળતો,
જ્વાળા બની જલાવશે કોને ખબર હતી

— પુરુરાજ જોશી

સ્વર : દેવેશ દવે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : વિનોદ ભંવરિયા : : જલસો LIVE Jamming Session : : દેવેશ દવે યુ ટ્યુબ રિલીઝ ૧૬ / ૧૧ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/FQP-Xr_tHOE?si=6CcX5sB5RK5XSiQZ

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : :  Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : ફેબ્રુઆરી ૮ , ૨૦૨૨ : ફેબ્રુઆરી ૧૨, ૨૦૨૫ : Updated : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

લતા મંગેશકર : શ્રદ્ધાંજલિ : : Aged 92 ( સપ્ટેમ્બર ૨૮ ,૧૯૨૯: ઈન્દોર — ફેબ્રુઆરી ૬ , ૨૦૨૨: મુંબઈ ) : : પુણ્ય સ્મરણ : :

MUMBAI, INDIA – OCTOBER 26: Lata Mangeshkar attends Pandit Hridaynath Mangeshkar’s birthday celebration at the Shanmukanand Hall on October 26, 2009 in Mumbai, India Lata Mangeshkar’s songs are one of the rare unifying forces in a country of more than a billion people. In her resulting work, whether you feel joyful, sad, or love-struck there is something for everyone.

And while millions of people will miss her, Mangeshkar’s songs are certain to endure. We see”God’s blessings in her voice”.

Mangeshkar, who never married, had a rich life outside her work with interests ranging from cricket to cars and diamonds.
Lata Mangeshkar is Hindi cinema’s greatest playback singer with 25,000 songs in over seven decades. When she was 13, her father Pandit Deenanath Mangeshkar died of heart disease. It was Master Vinayak (Vinayak Damodar Karnataki), an Indian actor and film director and a close friend to the Mangeshkar family, who took care of them and helped Lata start her music career. Lata moved to Mumbai in 1945 and started taking lessons in Hindustani classical music from Ustad Aman Ali Khan of Bhendibazaar Gharana. She sang ‘Paa Lagoon Kar Jori’ for the film 1946 film ‘Aap Ki Seva Mein.’Born in 1929 to a Marathi musician and theatre actor Pandit Deenanath Mangeshkar, Lata began her career at the age of 13. She sang a Marathi song “Naachu Yaa Gade, Khelu Saari Mani Haus Bhaari” for Kiti Hasaal (1942). Later, the actor moved to Mumbai in 1945.
In 1948, Lata Mangeshkar was mentored by Ghulam Haider. Glamsham.com quoted the singer saying in an interview, “Ghulam Haider is truly my godfather. He was the first music director who showed complete faith in my talent.” Lataji’s most convincing message notable was , once she said in one Radio Program ::” ઈન્સાન કો , કભી ભી નિરાશ નહીં હોવા ચાહીએ “
Lata Mangeshkar first tasted success with her song “Aayega Aanewaala” in Mahal (1949). In the pic above, Kishore Kumar felicitates Lata Mangeshkar at an event.”Pyar Kiya To Darna Kya” , “Ajeeb Dastaan Hai Yeh,” “Aye Mere Watan Ke logo”, “Aap Ki Nazron Ne Samjha”, “Kahin Deep Jale Kahin Dil” and many other Lata Mangeshkar tracks remain popular till date.
Nargis , Hasrat Jaipuri and Lata Mangeshkar
Sachin Tendulkar used to call Lataji “aai” : Both Bharat Ratna Awardees
Lata Mangeshkar in the year 1953 : Aged 23
Lata Mangeshkar with Pt. Bhimsen Joshi :2004 photo : Both Bharat Ratna Awardees
Dilip Kumar on Twitter
“precious evening with my sister @mangeshkarlata. Tears of joy as we reflected on God’s immeasurable blessings upon us”. Upon Dilip Kumar’s and Naushad’s remarks on her Marathi accents , she took lessons in Urdu and Hindi. And learnt Classical music profoundly . Anil Biswas , Naushad Ali & Hushnalal Bhagatram helped her develop her suitable ideal style of singing . With emergence of Madan Mohan , SD Burman , Sajjad Hossain , Shankar Jaikishan , Hemant Kumar , and Naushad Ali , she successfully gained top slot for playback singer.

https://drive.google.com/file/d/1fAl9E-esbeTMb9h73n5DDSePLTYzW6Vu/view?usp=drivesdk

એક રજકણ સૂરજ થવાને શમણે
ઉગમણે જઈ ઊડે
પલકમાં ઢળી પડે આથમણે

જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે
એ કોઈ અકળ મૂંઝવણે
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળા કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઈ સૌ ઝાંખે એને
ટળવળતી નિજ ચરણે
એક રજકણ…

સ્વર: લતા મંગેશકર
ગીત: હરીન્દ્ર દવે : : : : : : રાગ : પરમેશ્વરી : : : : :
સંગીતઃ દિલીપ ધોળકીયા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://drive.google.com/file/d/1dqETgQEifnLwFOzQdAPZiPRqqfAUI-rj/view

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..

એની મોરલીના સૂરે કરું વાત રે
રૂપલે મઢી છે સારી રાત રે સજન

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..

રહો મજધારે મારી મુલાકાત રે
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સ્વરઃ લતા મંગેશકર
ગીત: હરીન્દ્ર દવે
સંગીત: દિલીપ ધોળકિયા (૧૯૬૮) : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://drive.google.com/file/d/1f9lU5ZWAbW5PUDxR31M8XFhJ7CPPREMy/view

હૈયાને દરબાર!
હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ…
વાગે કોઈ સિતાર
હૈયાને દરબાર!

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાને ડોલાવે?
અકલિત આશાને પગથાર
આશાને પગથાર વણથંભી વાગે કોઈ…
વાગે કોઈ સિતાર
હૈયાને દરબાર!

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પલ પલ પ્રીતિના પલકાર
પ્રીતિના પલકાર વણથંભી વાગે કોઈ…
વાગે કોઈ સિતાર
હૈયાને દરબાર! (આકાશવાણી, મુંબઈનું રેકોર્ડિંગ)

સ્વરઃ લતા મંગેશકર ગીતઃ ભાસ્કર વોરા
સ્વરાંકનઃ પુરુષોત્તમ ઉપાધ્યાય સંગીત નિયોજનઃ પ્યારેલાલ : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

https://youtu.be/kKZLX4fUSzA

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

કદાપિ નંદકુંવરની સંગે
કદાપિ નંદકુંવરની સંગે
હો મુને શશીવદની કહી છેડે
હો મુને શશીવદની કહી છેડે
ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

ચંદ્રબીંબમાં લાંછન છે વળી
રાહુ ગળે ખટ્ માસે રે
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

દયાના પ્રીતમને કહે સખી
જ્યું શશીમુખ સરખું સુખ પાશે
દયાના પ્રીતમને કહે સખી
જ્યું શશીમુખ સરખું સુખ પાશે
કોટિ પ્રકારે હું નહિ આવું
કોટિ પ્રકારે હું નહિ આવું
એવા પુરુષથી અડાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

સ્વરઃ લતા મંગેશકર
રચનાઃ ભક્તકવિ દયારામ.: : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://drive.google.com/file/d/1IBBCd1nn8LFr0dC3p8Je1Qjh1Zw8-BZt/view

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
એના જોબનિયા ઘેલા ઘેલા થાય

આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
ઓ..ગીત કાંબિયુંનું રેલાય

હે રે એને જોઈ આંખ અપલંકી થાય
માઝમ રાતે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

કેડે બાંધી’તી એણે સુવાસણી
એમાં ભેદ ભરેલ અણમોલ

એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ

એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ

એ ઝૂલે ગુલ ફાગણનું ફૂલદોલ, ફૂલદોલ
માઝમ રાતે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

નેણમાંથી નભના રંગ નીતરે રે
એનો ઝીલણહારો રે દોલ
હશે કોઈ બડભાગી વ્હાલિડો પ્રીતમ
જેને હૈડે ફોરે ચકોર
હે સપનાની કૂંજ કેરો મયુર

માઝમ રાતે
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય માઝમ રાતે

સ્વર: લતા મંગેશકર
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય : : : : 🌹 https://drive.google.com/file/d/1mQclvjQ7nhC6-EvTusz9n9t8vwAmknnC/view : :ઓ રાત! દોડે કાં બાવરી? બાવરી, અધીરી, અલિ ઓ, રાત!
દોડે કાં બાવરી?

તારી રે હૂંફમાં હૈયું હિલોળતી
સોનેરી સોણલાં ખોળે હું ખોળતી
ઊભી રહે તો કહું જરા મનડાંની વાત

ઓ રાત! દોડે કાં બાવરી?
બાવરી, અધીરી, અલિ ઓ, રાત!
દોડે કાં બાવરી?

આવા ઉતાવળાં પગલાં જો પાડશે
અરધી નિંદરે નાથને જગાડશે
લેવા દેને સેવા કેરી પલ કેરો સાથ

ઓ રાત! દોડે કાં બાવરી?
બાવરી, અધીરી, અલિ ઓ, રાત!
દોડે કાં બાવરી?

સ્વરઃ લતા મંગેશકર
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ સત્યવાન સાવિત્રી (૧૯૬૩) : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://drive.google.com/file/d/1eXYS8zce0rU8Nmw2lFVNITcP3YXrfAdQ/view ના, ના, નહિ આવું, એ… નહિ આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
એ… મારે વહેતે ગળે ન હવે ગાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે

ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
ક્યાં એ નજરું કે જેણે મને હેરી
સખી અમથું અમથું ક્યાં અટવાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે

ના, ના, નહિ આવું

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો
સખી ઓ…સખી ઓ…
એવા વેરાને કેમ જાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે

ના, ના, નહિ આવું, મેળે નહિ આવું
મેળાનો મને થાક લાગે
હો મેળાનો મને થાક લાગે

સ્વરઃ લતા મંગેશકર
ગીતઃ હરીન્દ્ર દવે
સંગીતઃ દિલીપ ધોળકિયા (૧૯૬૮) : : : : 🌹🌹 ‌ https://drive.google.com/file/d/1BG67w93487g4gkoVqs_ADGJUQH3h25-8/view?usp=drivesdk :આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલ
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તું ગિરધર મારો

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યાં જુગ જુગનો સથવારો ઝંખી

જોજે વીંખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલો સંભાળી

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

સ્વરઃ લતા મંગેશકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટ: લોહીની સગાઈ (૧૯૮૦)

MUMBAI, INDIA – OCTOBER 26: Lata Mangeshkar attends the Hridaynath Mangeshkar’s 72nd birthday celebration on October 26,2008 in Mumbai, India
MUMBAI, INDIA – SEPTEMBER 28, 2011: The 1st Hridaynath Award was presented to Lata Mangeskar by Amitabh Bachchan and Yash Chopra at Shanmukhanada Hall,Sion on Wednesday in Mumbai
Lata and Her Sister Usha: Mangeshkar Sisters
MUMBAI, INDIA APRIL 24: Vyjayanthimala and Lata Mangeshkar during the ‘Master Dinanath Mangeshkar Award 2017’ in Mumbai.(Photo by Milind Shelte/The India Today Group
Indian Bollywood playback singer Lata Mangeshkar looks on during the ’72nd Master Deenanath Mangeshkar Awards’ in Mumbai on late April 24, 2014. AFP PHOTO
MUMBAI, INDIA – FEBRUARY 14: Indian classical flautist Pandit Hariprasad Chaurasia honors Bollywood singer Lata Mangeshkar the 1st Sathkalaratna Puraskar on February 14, 2014 in Mumbai, India. (Photo by Satish Bate/Hindustan Times
MUMBAI, INDIA – MARCH 31: Lata Mangeshkar and her sister Asha Bhosle during the Pandit Hridaynath Mangeshkar Awards in Mumbai on March 31, 2013.
28 September , 2011 : 82 yrs Aged : Birthday Celebration of Lata Mangeskar
MUMBAI, INDIA – JANUARY 30: Lata Mangeshkar and Dharmendra during the “Salaam Maharashtra” Award set up by Marathi entertainment channel, ‘Mi Marathi’ in Mumbai on Saturday. (Photo by Yogen Shah/The India Today Group
France’s ambassador to India Jerome Bonn
France’s ambassador to India Jerome Bonnafont (L) confers his country’s top civilian honour to legendary Bollywood singer Lata Mangeshkar at a function in Mumbai late evening December 2, 2009. The 80-year-old performer was awarded the Legion d’Honneur by Bonnafont in recognition of her contribution to Indian music and cinema. Mangeshkar is considered the “grande dame” of playback singing — an artist who records music for film actors to mime on screen during set-piece song and dance routines in Hindi-language films. AFP PHOTO
BOMBAY, INDIA: Indian singer Lata Mangeshkar laughs during the annual Pundit Dinanath Mangeshkar Memorial award function in Bombay, 24 April 2005. The memorial awards, which were instituted after singer Lata Mangeshkar’s father, recognises the contributions of individuals to the field of arts and culture and society
Lata Mangeshkar in her young age
લતા મંગેશકર : Old Picture
Once Upon A Time : Lata Mangeshkar
After Master Vinayak died in 1948, music director Ghulam Haider mentored Lata as a singer. He gave her the first major break with the song ‘Dil Mera Toda, Mujhe Kahin Ka Na Chhora,’ in the 1948 movie ‘Majboor,’ which became her first breakthrough film hit. In the 1950s, Lata sang songs composed by various music directors. She sang in every genre through the 1950s and 1960s
Melody queen Lata Mangeshkar had earlier shared a throwback picture with former Prime Minister Indira Gandhi

બસંતી તરાના : લો , ફીર બસંત આઈ :  હાફિઝ જાલંધરી : મલ્લિકા  પુખરાજ ( ૧૯૭૯ ) અને તાહિરા સૈયદ (૧) અને (૧) બ : : પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી : (૨) : નિરુપમા શેઠ : અજીત શેઠ : : સરસ્વતી વંદના : નર્મદ : ( ૩ ) : અમર ભટ્ટ : : સરસ્વતી વંદના – સંસ્કૃત ( ૪ ) : અમર ભટ્ટ : : Basanti  Tarana : Hafeez Jhalandhary : Nupur Narayan : ( 5 ) : : ઊડી જાય રે બસંતી ચુનર સર સે : DD Prasar Bharti Archives : ( 6 ) : : વસંત ના ગીત : :  વસંત પંચમી : :

https://youtu.be/t4BvKfQ2wrw

Mustard Flower in the Field : ફૂલી હુઈ હૈ સરસો : ભૂલી હુઈ હૈ સરસો : નહીં કુછ ભી યાદ : યૂ હી બા- મુરાદ : યૂ હી શાદ શાદ :
વિદ્યા ની દેવી , સંગીત ની દેવી : માં સરસ્વતી ની પૂજા અર્ચના નું પર્વ : ||નર્મદની સરસ્વતી આરાધના છે-
“સરસ્વતી વરદાયી, આઈ આવ્યો તુજ પાસે,
ભૂંઠો પડ્યો છું માત, વાત હુંથી ક્યમ થાશે.
બાળક ભરઉલ્લાસ આશ રાખી છું આવ્યો
વિવેકનું નથી ભાન, માનપૂજન નથી લાવ્યો.
વિચાર તારા આલ, ચાલ તારા વાહનની
નર્મદ પર કર વ્હાલ, તાલ આવે ગાયનની.”
સૌને વસંતપંચમીની શુભેચ્છાઓ. 
HAPPY VASANT PANCHAMI

સરસ્વતી વંદના / દેવી સરસ્વતી ની ઉપાસના નો મંત્ર : : : : नमस्यामि महादेवीं साक्षात्देवीं सरस्वतीं |
वाग्देवतामनाद्यंतां ईश्वरीं  ब्रह्मचारिणीं ||
नमस्ये जगतां योनिं योगिनिं परमां कलां|
हिरण्यगर्भमहिषीं त्रिनेत्रां चंद्रशेखरां ||
नमस्ये परमानंदां  चितकलां ब्रह्मरूपिणीं |
पाहि मां परमेशानि भीतं शरणं आगतः  ||

સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : અમર ભટ્ટ : : અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ  ૨ / ૨ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ અને મહાદેવી સાક્ષાત દેવી સરસ્વતી ને વંદન કરીએ https://youtu.be/WVC7P7cqGa0?si=ROcynSScdyoZ7TWT

लो फिर बसंत आई

फूलों पे रंग लाई

चलो बे-दरंग

लब-ए-आब-ए-गंग

बजे जल-तरंग

मन पर उमंग छाई

फूलों पे रंग लाई

लो फिर बसंत आई

आफ़त गई ख़िज़ाँ की

क़िस्मत फिरी जहाँ की

चले मय-गुसार

सू-ए-लाला-ज़ार

म-ए-पर्दा-दार

शीशे के दर से झाँकी

क़िस्मत फिरी जहाँ की

आफ़त गई ख़िज़ाँ की

खेतों का हर चरिंदा

बाग़ों का हर परिंदा

कोई गर्म-ख़ेज़

कोई नग़्मा-रेज़

सुबुक और तेज़

फिर हो गया है ज़िंदा

बाग़ों का हर परिंदा

खेतों का हर चरिंदा

धरती के बेल-बूटे

अंदाज़-ए-नौ से फूटे

हुआ बख़्त सब्ज़

मिला रख़्त सब्ज़

हैं दरख़्त सब्ज़

बन बन के सब्ज़ निकले

अनदाज़-ए-नौ से फूटे

धरती के बेल-बूटे

फूली हुई है सरसों

भूली हुई है सरसों

नहीं कुछ भी याद

यूँही बा-मुराद

यूँही शाद शाद

गोया रहेगी बरसों

भूली हुई है सरसों

फूली हुई है सरसों

लड़कों की जंग देखो

डोर और पतंग देखो

कोई मार खाए

कोई खिलखिलाए

कोई मुँह चिढ़ाए

तिफ़्ली के रंग देखो

डोर और पतंग देखो

लड़कों की जंग देखो

है इश्क़ भी जुनूँ भी

मस्ती भी जोश-ए-ख़ूँ भी

कहीं दिल में दर्द

कहीं आह-ए-सर्द

कहीं रंग-ए-ज़र्द

है यूँ भी और यूँ भी

मस्ती भी जोश-ए-ख़ूँ भी

है इश्क़ भी जुनूँ भी

इक नाज़नीं ने पहने

फूलों के ज़र्द गहने

है मगर उदास

नहीं पी के पास

ग़म-ओ-रंज-ओ-यास

दिल को पड़े हैं सहने

इक नाज़नीं ने पहने

फूलों के ज़र्द गहने

-Hafeez Jhalandhari : : Basanti Taraana : : ( પુસ્તક : : Kulliyat-e-Hafeez Jhalandhari : : પૃષ્ઠ : ૯૫ ) : : સ્વર : મલ્લિકા પુખરાજ અને તાહીરા સૈયદ : : 1979 આલ્બમ : સૂર કા સફર : :  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹 Click hereinbelow to enjoy the rendition  Lo phir basant Aayi : Hafeez Jhalandhary : : સ્વર : : નૂપુર નારાયણ : : તબલાં : સોમનાથ ઘોષ : : Mixing : By Sarang Narayan : : : : You  Tube Release 16/2/2021 https://youtu.be/kZAsFR38BMg?si=IjQUZRAsrWUtSOGS    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to enjoy : Solo Performance By Tahira Saiyad : : : :     https://youtu.be/-Svn2wqkm8M    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 18 December , 2011 : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to enjoy the Song  Uddin Jaay re Basanti Chunar Sar Se : From D D  Prasar Bharti Archives : : You Tube Release 29//2020 : : : : https://youtu.be/Rd96KMO6EFE?si=vBPCVJ0qziMHHV5e   🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Click here in Below to enjoy the song performed by Music Teachers : Sonu Mathur and Parul Varma and Students Of Kala Ankur Academy , Ajmer On Vasant Panchami Celebration : : :🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹https://youtu.be/ChPCdIpRpLo   🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to enjoy the appreciation of the Song performed by Late Dr Chinna Vinod Dua : : 🌹🌹🌹 https://youtu.be/p3Zlv1xEzfQ   February 20 , 2021 : : Vasant Panchami : : : : બસંતી તરાના : : હાફિઝ જાલંધરી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : ફેબ્રુઆરી ૫ , ૨૦૨૨ : : વસંત પંચમી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹: : પંચમી આવી વસંતની : : ઉમાશંકર જોશી : કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.
ઉમાશંકર જોશી : : : : ( સમગ્ર કવિતા : ૧૯૮૧ ) : : વસંત વર્ષા : કાવ્યસંગ્રહ : ૧૯૪૫ : પ્રથમ કાવ્ય ગીત : : 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 🚪 સ્વર : નિરૂપમા શેઠ સ્વરાંકન અને સંગીત અજીત શેઠ : : : : :   આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : : : : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ :  : ફેબ્રુઆરી ૫ , ૨૦૨૨ : : મહા સુદ પાંચમ : વસંત પંચમી : : : : : : : : : :

પંચમી આવી વસંતની: ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : ૧૬ જાન્યુઆરી,  ૧૯૪૯ માં લખ્યું શ્રી ઉમાશંકર જોશી નું ‘વસંત ના વધામણાં’ નું આ ગીત ઋતુ રાજ વસંતે ધરેલા નવ પલ્લવી સંચાર ના દ્રશ્ય ગ્રહણની સંગતમાં અને કોકિલ કંઠે  સૂર રેલાવતી  કોયલ ને જોતરવા ની ગમ્મત કરતા કવિમન ને આલેખી આપે છે : જાણ  થાય ( સૌને ) કે આજે વસંત ઋતુ નો પહેલો દિવસ છે , આજે  ઋતુમુખી વસંતપંચમી છે. તેથી હૈયા ને મનગમતી વાસંતી ‘રૂમઝૂમત’ માં એટલે કે મધુર અવાજ કરતું નયનરમ્ય વાતાવરણ  સવળાવવું છે. સંગીતના સાત સ્વરો માં પાંચમો સ્વર કોયલ નો પંચમ સ્વર કહેવાય છે. : : કોકિલાને કહ્યું છે : ” પંચમ બોલ બોલો.. .” : ઉમાશંકરે ” ભુવન  ભુવન ભમતા ..  હૈયાપાલવ માં ઘુમતા..  વાયરા વાયા વસંત ના ” નું ગીત પણ લખ્યું છે. અહીં કહ્યું છે , ” દખ્ખણ ના વાયરા ના આ શાં અડપલાં ! ઉઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં” : લતા કુંજ ની ( માંડવાની ) દિશાએ દિશાએ પમરતી જતી  કુંપળો ની વિકસન અડપલાંખોર વાયરા નો વાયુઝોલો– ખાવાથી ‘નમી જાય’ અને ‘લચી પડે’ એજ રીતે , જાણે કે,  સપનાથી ઘેરાતી નિદ્રા માણી લેતાં નયનો અધબીડ્યાં નમી જાય. સુંદર વસંતપંચમી આમ નયનાભિરામ બનીને કવિ નજર ને  પસંદ પડી જાય. : : : :

લતાઓની / વેલીઓની કૂટ ( માંજર ) ની રાશિ – સમૃદ્ધિ ને / મંજરી ને કહ્યું છે : ” મંજરી મત્ત થઈને ડોલો” / કારણકે વસંતપંચમી આવી છે. વાસંતી ગાન છવાય  તેની સાથે ચકચૂર થઈને ઝૂમવાનું હોય. “આંબે આંબે હસે રસની કટોરીઓ” એમ કહેવામાં વાસંતી ગમ્મત – મઝા -આનંદ ની લાગણીઓ વૃક્ષ વ્યાપી હોય / એટલે કે જીવન વ્યાપી હોય તેનાં આસ્વાદ માણવાનો મોકો મળી આવ્યો છે. : “ભૃંગ પ્રેમ” / ‘ભ્રમર પ્રેમ’ “તણી હોરીઓ ” એટલે કે , હોળી ના દિવસો દરમિયાન ગવાતા રાગના ગાન ગ્રાહ્યાગ્રાહ્ય થયાં છે : ભ્રમરપ્રેમ નિષિદ્ધ લેખાય  તેમ છતાં તેની મનાઈ હંગામી થવા લાગી છે : વ્યવહારે ‘જોયું ના જોયું’ નું ‘ચાલચલણિયું’ / ચાલચલવ છૂટછાટ દીધી , જાવ : માટે “આછો મકરંદ મંદ ઢોળો ” : વાસંતી સમયનો ‘પુષ્પ રસ ધીમેથી , ધીરે રે ઢોળો.’ કારણકે “પંચમી આવી વસંતની.”: : : :

“કોકિલ પંચમ બોલ બોલો” અને “મંજરી મત્ત થઈ ડોલો” એમ કહેવામાં પ્રકૃતિપદાર્થો નાં નિયમસર ના અનુસરણ અપેક્ષિત છે. એ જ રીતે, હૈયે વસ્યા વાસંતી પ્રેમ નો ‘આતમબોધ’ એ છે કે ,” “અંતરપટ ખોલો” : આડશ ના આંતરા છોડો. અંતરાયો  ને ખસેડો જેને દરેક જણ રાખે જ રાખે. ભલેને જીવ સંબંધિત સર્વોચ્ચ બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય શકે છે . : :  વસંતપંચમી થી  ઝૂલવા માંડેલી પૃથ્વી પરેની જીવસૃષ્ટિ પ્રકૃતિ માં વ્યાપ્ત ઋતુગત ચેતનતા ને આવકારી ને /  નિરંતરતાની જ્ઞાન પ્રાપ્તિ માટે કર્મનિષ્ઠ બનશે. : : વસંત પંચમીની આ ચૈતન્ય શક્તિ આવીને  ” બારણાં ખખડાવે છે ” માટે સ્નેહ  જગાવો , પ્રેમ વરસાવો , વ્હાલ થી વધાવો. મનુષ્ય માત્ર પ્રિયજન સાથે કંઈ પણ અનિષ્ટ ના થાય એ માટે નો સદ્ભાવ દાખવે જ દાખવે. વસંતપંચમી ના ખખડયા દ્વારે લાધ્યો આતમબોધ, વસંત ના ” ઓવારણાં” લેશે અને તેનાં સદ્ભાવે મળો તેને માથે હાથે અડાડીને પોતાને માથે અડાડીને મૂઠ્ઠી ના ટાચકા લેશે. કારણકે “પંચમી આવી વસંતની” : : : :

“પંચમી આવી વસંતની” ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : મહા સુદ પાંચમ : રવિવારે , ફેબ્રુઆરી ૨ , ૨૦૨૫ : : : : : : : : HAPPY VASANT PANCHAMI : : : : : : : : :

પધારો વસંતો : કમલેશ સોનાવાલા : : સુદેશ ભોંસલે અને સાધના સરગમ : : વસંત ના ગીત : :

https://drive.google.com/u/0/uc?id=1kp4yBhdYBoYPc8KnSlP64rUtnPeOWELU&export=download

Paperflower—Bougainvillea glabra
મચલતી હવાઓ લચકતી લતાઓ : પધારો વસંતો આ આંગણ સજાવો : Bougainvillea glabra
મચલતી હવાઓ લચકતી લતાઓ : પધારો વસંતો આ આંગણ સજાવો : Bougainvillea glabra
લટકતી લટોથી ન નજરો બચાવો
Shimmer ( આછું આછું અજવાળું ) And Shine ( દીપંતો ઓપ ) From The closed eyelids : ઝબૂકે ને ઝગઝગે: વસંત ના અજવાસ ને વધાવો “ઉઠાવો મિલાવો ઝૂકેલી નિગાહો”
“ઉઠાવો .. ઝૂકેલી નિગાહો”
ઉઠાવો… ..
“ઉઠાવો..્ .. ઝૂકેલી નિગાહો”
“પધારો… પધારો , વસંતો આ આંગણ સજાવો”
“છલકતી જવાની ગુલો થી વધાવો”
Portrait of Beautiful Asian girl in meadow doing hair toss.: “રસિલી તમારી રીસાયિ મનાવો.. કરી છે જે વાતો એને ના ભૂલાવો..જો બદલાય મોસમ ન બદલો અદાઓ : પધારો વસંતો આ આંગણ સજાવો”

Outdoor day time image shot through blur objects in natural light of a Beautiful Asian girl doing hair toss in the middle of nature surrounded by beautiful little white flower plants and fresh fragrant air. She is in black tank top. Waist up, one person, horizontal composition with copy space and selective focus.
“બની ને દુલ્હનિયા આ ડેલા માં આવો” : Indian Bride preparing for marriage ceremony

“વિતી ગયા છે દિન બધા છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ હજી એક રાત બાકી છે”. મચલતી હવાઓ લચકતી લતાઓ
મચલતી હવાઓ લચકતી લતાઓ
છલકતી જુવાની ગુલોથી વધાવો

પધારો…
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો

લટકતી લટોથી ન નજરો બચાવો
લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝૂકેલી નિગાહો
જો બદલાય મોસમ ન બદલો અદાઓ

પધારો…
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો

અગન છે દિલોમાં દિલોને મિલાવો
અગન છે દિલોમાં દિલોને મિલાવો
કરી છે જે વાતો ન એને ભૂલાવો
રસીલી તમારી રીસાયિ મનાવો

પધારો…
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો

દીવાલો બની છે ત્યાં ઘરને વસાવો
દીવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો ઝગાવો

પધારો…
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો

મચલતી હવાઓ લચકતી લતાઓ
મચલતી હવાઓ લચકતી લતાઓ
છલકતી જુવાની ગુલોથી વધાવો

પધારો…
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો
પધારો વસંતો આ આંગણ સજાવો
આ આંગણ સજાવો

– કમલેશ સોનાવાલા : : સ્વર: સુદેશ ભોસલે અને સાધના સરગમ : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : ફેબ્રુઆરી ૪ , ૨૦૨૨ : : મહા સુદ ચોથ : : પૂણે ઈન્ડિયા : : : : : : : :

Feminity : Hair And Neck In France –
FRANCE – CIRCA 1900: Feminity : hair and neck in France – Studies show that some part of the body, as the neck for woman is part of the seduction. The chemistry of our emotions. (Photo by Veronique DURRUTY/Gamma-Rapho
Wavy lock Of Hair : લટકતી લટોથી ચહેરો દીપાવો
અંબોડે ઉઠાવી ચહેરો ઉઠાવો : પધારો વસંતો આ આંગણ સજાવો : Beautiful Bun in hair at the beautiful back to a woman
From a Gentleman to a Lady requesting. a Lock Of Hair : : … … .. .. .. I venture to beg a Gift . ..the threads of that Cluster so lovingly round your fingers when you twist them in to the shinning Curls that fall so profusely round your throat . Out of your wealth, you can surely spate me One Little Curl to keep in remembrance of you when I am far away , for even the next Street seems a 💯 miles after leaving you . … … .. .. Hoping to find my ‘Love Token’ for me this evening , I Am , Nellie dear Ever faithfully yours , AaRon … .. .. .. .. .. No.15 , Ellis St. March 14 , 18XX .
Horizontally laying locks Of Hair of a gorgeous Lady
French Braid Close Up
Long Wavy Locks Of Falling Hair
“ઉઠાવો મિલાવો ઝૂકેલી નિગાહો”
With Sprinkles For The Fast Approaching Spring
Spring Season In Canada
Woman wearing a face mask to protect her from the novel coronavirus (COVID-19) poses by a crabapple tree covered with pink flowers during the Spring season in Toronto, Ontario, Canada on May 14, 2021. (Photo by Creative Touch Imaging Ltd./NurPhoto : : “છલકતી જવાની ગુલો થી વધાવો : પધારો વસંતો આ આંગણ સજાવો”
“અગન છે દિલો માં”
“દિલો ને મિલાવો”
“કરી છે જે વાતો એને ના ભૂલાવો” : Indian Woman in the Field of Marigold flowers
“દિલો માં અગન છે : દિલો ને મિલાવો”
Indian Girl lonesome against a Waterfall of the Western Ghat
” દીવાલો બની છે ત્યાં ઘરને વસાવો : પધારો વસંતો આ આંગણ સજાવો ” A Girl with a beautiful green dress amid green background of wall and plants
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો ઝગાવો

Design a site like this with WordPress.com
Get started