આપણો ઘડીક સંગ : નિરંજન ભગત : આશિત દેસાઈ અને હેમા દેસાઈ : આશિત દેસાઈ : : પૂણ્ય સ્મરણાર્થે : :

https://youtu.be/-1rzzOVMTLM

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત : ( 18 . 5 . 1926 – 1 . 2 . 2018 : 91 Years ) : : : : સ્વર આશિત દેસાઈ અને હેમા દેસાઈ : : સ્વરાંકન : : આશિત દેસાઈ : : પૂણ્ય તિથિ એ સ્મરણાર્થે : : : : : : : : : : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poems : : : : : : : : : : :

પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) કરુણ ગીત : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : : રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે : મુકેશ માલવણકર : પરેશ ભટ્ટ : ( ૫ ) : : ચાલ સખી પાંદડી માં! : ધૃવ ભટ્ટ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા : ( ૬ ) : : અમર ભટ્ટ ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૭ ) : : શ્રદ્ધા શ્રીધરાણી ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : આલાપ દેસાઈ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર : ( ૮ ) : : રિદ્ધિ આચાર્ય ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૯ ) : : ને તમે યાદ આવ્યાં, પાન લીલું જોયું : ( વિરહ ગીત ) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧૦ ) : : રાસબિહારી દેસાઈ : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : ( ૧૧ ) : : નેરેટીવ લિરીકસ વિડીયો : ( ૧૨ ) : : નેજવા ને પાંદડે પોઢ્યા માધવ તમે : અનિલ જોષી : ઉષા મંગેશકર : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧૩ ) ક : વિરલ  – બિજલ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧૩ ) ખ : : પાંદડું ખર્યું ને ઝાડ રહી રહ રૂએ : ભાસ્કર વોરા :  આલાપ દેસાઈ : આશિત દેસાઇ : ( ૧૪ ) : : પાંદડી વાયરા ને વળગી શું કામ ? : પન્ના નાયક : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : ( ૧૫ ) : : પર્ણ / પાંદડાં ના કાવ્ય ગીત : :

Poster depicting a couplet from Ramesh Parekh’s Gujrati Ghazal  ( પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : : : : : : : : : : : : : : )
” શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?” : રમેશ પારેખ : (આ.ઈ.ટૂલ)  પોસ્ટર અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ , પૂણે ઈન્ડિયા Read HERE in BELOW

https://youtu.be/ooe8J9fVSzE

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : રમેશ પારેખ : : સ્વર : આશિત દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ : : આલાપ દેસાઈ મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૨/ ૪ / ૨૦૨૦ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : :

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર : રમેશ પારેખ : : સ્વર : આલાપ દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ Key_Bord  : Darshan Zaveri : : Tabla :Hardik Patel : : Violin : Manas Kumar : : Percussion  : Milan Mehta : : LIVE In memory of Chirag Bhatt , a promising young tabla player who passed away in a very early age. , an yearly concert of Shree Alap Desai was arranged on 02/03/2019 at Bhavnagar by “Chirag Bhatt foundation of performing art”,”The Waves” : :

અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ : : : :

https://youtu.be/HAJLxV5y_9s?si=0ODCXbhINYlSybvE

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : :  રમેશ પારેખ  : : : :

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ : : : : સ્વર : આશિત દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ : : ગઝલ : : : : : : : : : : :  https://youtu.be/jQSbw5b3g1E?si=ttUzqOhgeseYKEzU અહીં ઉપર ક્લિક કરીને લાઈવ very old Rare LIVE વિડિયો જુઓ  : : સાંભળીએ  : : મેહફીલ યુ ટ્યુબ રિલીઝ   ૨૫ / ૧૦ / ૨૦૨૨ : : 🌲 🌴 : : 🪞 🪞 : : 🐠 🐟  : : 👀 👀  🌲 🌴 💙 💙 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : જાન્યુઆરી ૩૧ , 2022 : : : : પોષ વદ ચતુર્દશી : : Pune India : : : : : : : :

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર : રમેશ પારેખ : : સ્વર : અનિકેત ખાંડેકર : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અનિકેત ખાંડેકર : : આલ્બમ : આશા ( અનિલ ખાંડેકર ના {૬} ગુજરાતી ગીતો : phonographic digital  કાવ્ય સંગીત You Tube Release ૨૯/૩૦ // ૧ // ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/nnjQvieIqgs?si=KlZEqsgCGJ70Zcfj

“પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?” : રમેશ પારેખ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : :

“કોને ખબર?” : પ્રશ્ર ૧) પાંદડું પીળું થયું , ઝાડમાં થી શું ગયું  ;( ૨‌ ) શહેરમાં વસંત વરસી ત્યારે એક જણ ( કેમનું  ) ઉજ્જડ રહી ગયું ; ( ૩ ) શે’ને ( સારું ) સ્મરણ થયું અને તેને એક મન ઓછું પડ્યું ? : ( ૪ ) એનો ચહેરો જોયાં કર્યો તે આંખમાંથી શું વહ્યું ? 😦 ૫ ) કોણ છું ? માછલી ના પ્રશ્ર નો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું ? : ( ૬ ) અરીસામાં જોયું ત્યારે એમાંથી કોણ જોતું હતું ?:::: આ પ્રશ્નાર્થો ની ઉત્તર રૂપ જાણકારી કોને ખબર ? એ વાક્યાંશ સૂચવે છે કે આ અને આવાં કેટલાંય પ્રશ્ર્નો અંતર્ગત જૈવિક ક્રિયાઓ હોવા / બનવા  / થવાં , પાછળ  ગહન ઊંડાં વિચાર માંગી લે એવી ગૂઢ રહસ્યમય અને વિસ્તૃત  અસર ઉપજાવતી બાબતો હોય શકે છે જેનું મનનીય જ્ઞાન શોધી કાઢવાનો આગ્રહ માત્ર સંવેદનશીલ શાયર જ કરી શકે કારણકે મોટેભાગે દુનિયામાં એ જાણવાનો રસ હોતો નથી જેથી એ પ્રશ્ર્નો ની ઉપેક્ષા થતી રહે . : કંઈ કેટલીય કુદરતી બાબતો પ્રકૃતિમાં માનવ હસ્તક્ષેપ કે સમજણ વિના ચૂપચાપ રીતે થતી રહેશે. : પ્રકૃતિની નિયમિતતા જ્યારે ખોરવાઈ જતી લાગે કે દેખીતાં કારણ વગર મોટાં બદલાવ અને પરિવર્તન થવાં લાગે ત્યારે માનવ સભ્યતા એ વિકસાવેલી વૈજ્ઞાનિક ખોજ પરિવર્તન ની સપાટી ઉપરથી વધું આગળ લઈ જવી પડે.

“પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?” : : પ્રથમ અશઆર ની પંક્તિઓ :

માત્ર લીલું જ નહિ પણ રંગબેરંગી , મરોડદાર નાજુકાઈભરી સુંદરતા ને લીધે દર્શનીય પાંદડું પીળું થઈ ખરી પડવાની ઐહિક દુન્યવી ( earthly ) છતાં આકાશી અલૌકિક ( ethereal )  અને સાથોસાથ જીવનના સારતત્ત્વ ને ( life forces ) અને કલોરોફિલ , પોષક તત્ત્વો વિ. માં  રહેલી સજીવતા ( vitality ) ને ગુમાવવાની અનિવાર્ય જૈવિક ક્રિયા , નિયમસર અને નિયમિત પણે , શિશિરની પાનખર ઋતુનાં સમયગાળામાં થતી , ‌અતિશય ઠંડા હવામાન વચ્ચેની પ્રાકૃતિક ઘટના છે , જે જૂદાં થઈને વિભાજિત થવાની અને સમાપ્તિ રૂપ મૃત્યું ની અનિવાર્યતા પર : ભારતીય વિચારધારા પર ભાર  મૂકે છે ; જેનાં પ્રશાંત વ્યાપ ના સાતત્ય ( silent carrying ) અને ઝાડ પર પીળું થઈને જીર્ણ સ્વરુપે ડાળી પરથી , ધરતી ઉપર સુકું પાંદડું ખરી પડવામાં અનુભવાતાં વેદનાપૂર્ણ સંવેદન વચ્ચે ની ભેદરેખા ને , શાયરનું કવિમન અહીં વિગતવાર સમજાવતું નથી ; કવિ શ્રી રમેશ પારેખ , પ્રતિશબ્દ પ્રશ્નાર્થ રૂપે “કોને ખબર ?” મૂકી ને અટકી જાય છે. ક્ષીણતા , ગુણવત્તા માં ઓછપ અને  સજીવતા નું નાશ માં થતું સંક્રમણ નું પ્રતિનિધિત્વ કરતા પીળું થઈને ખરીને પડી જતાં પાંદડાં ની ક્ષય થઈ રહેલ ઊર્જા અને જીવનની આંતરિક બળશક્તિ ( life forces ) , લીલું જીવંત પણું ટકાવી રાખવાની મળી ખુશી ના વિલય થવાનાં અનુભવ , શબ્દો માં વ્યક્ત થઈ શકે નહીં . કંઈ નહિ સૂઝતાં કોઈકે એને ‘મિજબાની પછીની સાફસૂફી’ સુદ્ધાં  કહી છે : ( after party clean -up ) : ઝાડમાંથી જીવન સ્વત્ત્વ પાંદડે પાંદડે ઓછું થઈને માટી મળ્યું થઈ જવાનું ; જેના કારણરૂપ શિશિરની મહા મૂશ્કેલીઓ વેંઢારતું ઝાડ , ચૂપકીદી જાળવીને બાકી બચ્યાં વૃક્ષાન્ગો સહીત ટકી રહ્યું છે ; જે ધરતી પર ગોઠવાયા પર્યાવરણ માટે આપ્યા ભોગ  અને સમર્પણ ( Metaphor for sacrifice ) નું રૂપક છે.: : અસ્થાયી જીવનના ચોક્કસ તબક્કા : impermanence સુધી પહોંચવા અથવા સંક્રમણ માં થી પસાર થવા માટે ( in the transitional passage of time ) , ઘણીવાર કંઈક આવશ્યક છોડી દેવાય અથવા “જવા દેવાય” : ( let go ) : વૃક્ષ જાતે લીલાશ ગુમાવી ને પીળાં પડીને ખરી પડવાની પાંદડાની રીત ને રોકી શકતું નથી. એજ રીતે  માનવીઓએ ઋતુચક્ર ના મોસમી ફેરફાર અને જીવન સમાપ્તિ ને સ્વીકારી લેવા પડે .: શીશીર નો,  પોષ માસનો ઠંડો ઋતુ ગાળો , વૃક્ષના અસ્તિત્વના નિભાવ માટે મોટા જોખમનો ભારે સામનો કરવો પડે . ; જેના કારણે પોષણ અને શક્તિ ના ઉપયોગ પર બચતી-અંકુશ લાવવા માટે પાંદડાંઓ ખેરવતા , બચત થાય જે , વૃક્ષ ના બાકીના બધા ભાગો ના સંવર્ધન માટેનો વૃક્ષ ને ઉગારવાનો ઉપક્રમ પૂરો પાડે ; એવી કુદરતી યોજના અને માફકસર ની ગોઠવણ પ્રકૃતિ સાચવે તે પાનખર. : : પાનખરમાં,  વૃક્ષો પરથી પાંદડાં ખરવાની અને આસપાસ વ્યાપેલી શુષ્કતા એ ઋતુગત અપૂર્ણતા છે જેને માનવીય લાગણીઓ અને સંવેદનાઓ સાથે જોડી શકાય . : :  ખરી પડેલા પર્ણો બાકી બચ્યાં વૃક્ષની પોષણક્ષમ્યતા માં અસરદાર બને એટલું જ નહીં પણ ધરતી પર માટીમેળા થઈને પોષણમૂલ્ય માં ઉમેરો કરે જે સૂચવે કે જીવનની કોઈક ગેરહાજરી માં ઉપસતી ‘શૂન્યતા’ અને  પ્રકૃતિ સર્જિત ‘શુષ્કતા’ ખરેખર તો જીવનને પૂર્ણ રીતે રદબાતલ કરનાર  વિનાશકારી નથી પરંતુ સંભવતઃ ઊંડી નવસર્જન ની / પાનખર  પછી આવતી વસંત ના વિપુલ વિકાસ ની સ્થિતિરીતી છે . : : :

FALL : The time when everything bursts with its last beauty, as if nature had been saving up all year for the grand finale.”
― Lauren DeStefano, Wither

“Love the trees until their leaves fall off, then encourage them to try again next year.”
― Chad Sugg

The songs from Autumn : Chloe Douglas, 6th November 1991 : : Photo The view of Glasgow from the park’©️Chloe Douglas. Acrylic painting, using only red, yellow, blue and white gesso. : Upload for educational purpose only.
Alone, listening
to the fading day
The trees
give their yellow leaves
back to the earth
They know what I need:
silence wrapped in gold 🪙 🪙 🪙 🪙 🪙 Wrapped in Gold, Jacob Berghoef © 2022 ( Artwork about beautiful old forest ‘Dover plantage’ near the city of Hurup Thy, North Jutland, Denmark) : Upload for educational purpose only.

“શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?” : : દ્વિતીય અશઆર ની પંક્તિઓ : : : :

દ્વિતીય અશઆર માં આબાદ દેખાતી દુનિયા ની વચમાં ફાવેતેમ અવિધિસર રીતે આવતાં ( arbitrarily coming ) અને ઊટપટાંગ પણે ( whimsicaly ) વર્તન કરતા , દુઃખ પીડા ક્લેશ ( sufferings ) ભોગવતાં અને ભાવાત્મકપણે એકલતા સહેતા , દુર્દૈવી દુઃખીયારા જણનો મર્મસ્પર્શી હેવાલ નોંધ્યો છે.

“આખી વસંત ખાંગી થઈ શ્હેર પર વરસી પડી” પંક્તિબંધ  ચેતનવંત , નવજીવન  નવસંસ્કરણ  સજીવન સાર્વત્રિક પ્રવાહ ( outpouring ) નું પ્રતિનિધિત્વ કરે છે . અહીં “ખાંગી થઈ” સતત નિરંતર અનરાધાર વર્ષા ની જેમ વસંત શ્હેર પર મહેરબાન થઈ છે. વસંત , આશા ભરોસા અને વિકાસ સમૃદ્ધિ નું પરંપરાગત પ્રતીકરૂપ મનાય . 💹 ( traditional symbol of  hope and growth ) 💹 આ અશઆર માં સૂચવ્યા પ્રમાણે ખૂબસૂરત વસંત નો લ્હાવો લેવાની તક લગભગ સૌને માટે ઉપલબ્ધ હતી . સૌને લાભ થયો , સૌનું ભલું થયું. : : માત્ર એક જણ ખાલી હાથે : “નખશિખ ઉજ્જડ રહી ગયો”. ઉજ્જડતા ઉત્સાભંગ ખિન્નતા અને માનસિક ઉદાસી નાં પ્રતીકરૂપ જ્યાં બાહરી ઘટનાના થરથરાટ ( vibration ) અંદરૂની ખાલીપા ને વધારે ગંભીર થતો દર્શાવે . : વસંત થી વણપૂછ્યો ઉપેક્ષિત રહી ગયો. વાસંતી વ્હાલ એક જણ ને નહીં મળ્યું. કોઈ નવા બાંધ્યા રસ્તે , વસંત બારોબાર નીકળી ગઈ. આ એક દુઃખીયારા જણે વસંત નાં , અભાવ ઉપેક્ષા અને દુર્દૈવી વ્યવહાર વચ્ચે નિરાશા ( despair ) અને દુઃખો ( sufferings ) ભોગવવાના આવ્યાં જેને લીધે એણે વેગળા રહીને ભાવાત્મક  અલગતા અને એકલતા ( emotional isolation ) સહેવા પડશે . સૌનો કાયાકલ્પ થાય ત્યારે ફક્ત એક જણ “નખશિખ ઉજ્જડ રહે એ વિધિની વક્રતા કહેવાય. : :

વસંત કોને મળે , કોને ફળે અને કોણ “નખશિખ ઉજ્જડ” રહ્યો છોડી દેવાય એ ‘પ્રશ્ર્નોર્મિ’ ના ઉત્તર અહીં દર્શાવેલ હેવાલ મુજબ અસમાનતા અવગણના અને કમનસીબી લાચારી કોઈ પણ તર્કસંગત ન્યાયિક પ્રણાલી સમજાવી શકે નહીં. આવા અન્યાય માત્ર વસંત ના જ નહીં પણ વર્ષા ના અસમાનતા ભર્યા વ્યવહાર વચ્ચે પણ આસપાસ માં જોવા મળી આવે. વંજર રહ્યાં નાં અને ઉજ્જડ રહ્યાં નાં અસમાનતા અને અન્યાય ભર્યા જીવન ની નિરાશા હતાશા અને પીડા , કોઈ એક દુર્દૈવી દુખીયારા જણ ની સાથોસાથ કોઈ એક રાષ્ટ્ર , જાતિ સમૂહ કે વિશિષ્ટપણે છોડી દેવાયા પ્રજાકીય વર્ગ માટે પણ એટલી જ સાચી અને સજ્જડ છે. They all should be attended and lifted . સૌ ઉત્થાપિત રહે. : : : :

Sidelit Face of a Woman alongside Ink-Blue Half With Tearful Call To her Poet – Companion who recalls her in his Dream and writes next  morning ,” શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ,” i-Stock Creation of Collage. 

” શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?”તૃતીય અશઆર ની પંક્તિઓ. : : : :

સ્મૃતિ ફલક પરથી વર્તમાન ના સ્થળસમયે સર્જનરત કાવ્યરચના ની લેખિની માં  , ખેદ અને ઉન્માદ જગાવવા ની સાથોસાથ , ખલેલ દખલ નડતર ના વિઘ્ન થી ડોલાવનાર કવિ મન સાથે સર્વદા ભમતા ભૂતકાળ ત્યજવા ની કે તેના પર અંકુશ રાખવા ની અસમર્થતા નું , તૃતીય અશઆર માં ખૂબજ રોમેન્ટિક શૈલી માં નિરૂપણ કર્યું છે. : : પ્રિયજન ની સ્મૃતિ ,  વીત્યાં સમયની ઘટના , બનાવ , બોલ્યું સાંભળ્યું કે જોયું , અને અન્ય યાદ ફરિયાદ આઘાત નિરંતરપણે બરદાસ્ત થાય નહીં. : :

“શાહી”નો ખડિયો ‘સ્મૃતિ , મન અથવા હાર્દિક લાગણી’ નું પ્રતિનિધિત્વ કરે. : “શાહીમાંથી સ્મરણ ઢોળાય” એમ કહેવામાં અનિયંત્રિત રીતે ઢોળાય રહેલી શાહી ખાલી ડપકાં રૂપ ડાઘાં ટપકાં નથી ; બલ્કે , લખ્યું વિચાર્યું મીટાવી દેવાનો , રોકી પાડતો અવરોધ ઊભો કરવાનો મિજાજ ધરાવે છે. એ કોઈ મમળાવી બહેલાવી આપતી પસંદીદા સ્મૃતિ ઘટનાઓ નથી બલ્કે ,  લેખિની ને કાગળ પર ઉતારનારી શાહી , એના ઉપર એવો તે કેવો અનિષ્ટ પ્રભાવ પાડે કે જાણે કે, ‘કાનમાં’ અપ્રિય અરોચક શબ્દો ઉચ્ચારી ‘ફૂંક મારતી’ : વિષૈલી કલમ : ( poison pen ) ના , શું ત્રાસદાયક અવળાં માર્ગે ( skiding obliquely ) ફંટાઈ ને પહોંચ્યાં વિસંગતિ ભર્યાં લખાણ જન્મે ! ? આ તો શુદ્ધિકરણ માંગતી ( cathartic ) અપરિહાર્ય ઘટના ઘટી એમ કહેવાય. : ( inescapable phenomenon ) : The writing act inspired by the poet’s memories would slide uncontrollably toward disaster. This is an observation that the past is always “spilling” into the present  : : રઘુવીર ચૌધરી ની ગઝલ માં કહ્યો અશઆર : ” ભૂલી જવાય તો ય ભૂલાવા નું કંઈ નથી , એ ભૂતકાળ તો જગત માં સર્વદા ભમે . .  મેં તો કહ્યું મને ને સાંભળ્યું તમે .” : અહીં  રમેશ પારેખ સ્વહસ્તે પોતાની જાતને જ ટપારે છે. કહ્યું છે , ” એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?” : 🔵 શાહીની ઘનતા 🔵 ( density ) ને કવિમન નું ભૂરાપણું  🩵 ઓછું લાગ્યું. 🩵  :  ( light sky blue sparsely mind )  : : : :  💝 🎁 🎁 💝

“એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?” : :
“કવિ મનને  “મનનું ઓછા પણું” : ‘છૂટું છવાયું’ ( sparse ) લાગે ત્યારે ખાલીપણું ( emptiness ) ,  એકલતા ( loneliness ) ,  સ્પષ્ટતા ( clarity ) સમેત નાં પ્રયાસ અથવા ત્યાં સુધી કે મનને શાંત અને ખાલી  રાખવા માટે  ( for clear mind void of memories ) વીત્યાં સમયની બેપરવાહ યાદો ને ઈરાદાપૂર્વક દૂર ખસેડતા પ્રયાસ કરવા માટેની પ્રતિબદ્ધતા કેળવવી પડે. ( deliberate quietening effort ) : ‘ધ્યાન લક્ષ કલ્પના વિચાર’ થી વિકસ્યાં અંતઃસ્થ મનમાં વસ્યાં , માનવ અસ્તીત્વ ના નાજૂક પાતળાં પણ વિરલ નિર્ણાયક સ્તરો છે. : નરેટર સ્પીકર નું માનવું છે કે આવિષ્કારીત પ્રભાવ સાથે વારેવારે આવનજાવન કરતી અનિચ્છનીય યાદો , રહી રહીને સાથે થવાંની દુરનિવાર હાજરી ને લીધે ઊભી થતી મનોગ્રસ્તતા સતાવે છે.  : : કવિતા / કૃતિ સર્જાઈ ને કાવ્યાત્મક રૂપે શબ્દબદ્ધ થાય જેને કાગળ માં ઘેરાં ભૂરાં રંગે વાસ્તવિકપણે ઉતારનાર શાહી નું ઘનત્વ ( density ) સફળ થાય ત્યારે વિચારશૂન્યતા કે એકલતા પર હાવી થતાં  ભૂતિયા સ્મરણો અસરદાર  રહે નહીં. :  સ્પષ્ટપણે સમજાતી , ખિન્નતા લાવનાર , દુરનિવાર્ય હોય હરહંમેશ હાવી રહેતી સ્મૃતિની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે કે તેની અનિષ્ટકારી હરકતો થી બચવા સારું , સર્જનશીલ કવિએ યથાર્થપણે  , પોતાના વિચારના પ્રત્યક્ષીકરણ થતાં સર્જાય રહેલી કવિતા / કૃતિ ને શબ્દસ્થ કરતી વખતે આવાં  વિરોધાભાસ ( paradoxical  nature of overwhelming memories ) સામે પુષ્કળ સંઘર્ષ કરવો પડે . : : : :

An Artist’s Creation of a striking Silhouette ( drawing of an outline : -sil,ooe’t : ) depicting A Tearful Woman : અશ્રૃ ની સેર

“સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?” : : ચતુર્થ અશઆર ની પંક્તિઓ : : : :

ચતુર્થ અશઆર ની પંક્તિઓ , અર્ધજાગ્રત મનના અમિક ઊંડાણ માંથી જાગૃત ભાવવિશ્વ ( waking world ) ની સાવધ જાગરૂકતા સુધી લંબાયમાન શોકાતુર મનોભાવ ( lingering sorrows ) વિશે સુસંગતતા ખોળી કાઢવાં ના ભાવ જગાડે છે. :

“સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,” : પંક્તિબંધ , અર્ધજાગ્રત મનમાં નિમગ્ન શોકાતુર મનોભાવ જોયાં નું ભાવનાત્મક સૂચન છે . પ્રિયજન નાં ચહેરા પર નરેટર : સ્પીકર  પોતાના સ્વપ્નમાં જોયેલી અને અનુભવેલી , સતત રસળતા , છલકાયાં આવતાં આંસુઓની સેર સૂચિત કરવા ચાહે છે કે સ્વપ્નાવસ્થા ના અને સ્મૃતિભાવપ્રવાહ પરના આરામદેહ ટેકણ પર અઢેલીને અનુભવેલી સંવેદનાઓ ઉપર આધાર રાખીને , સાનુરૂપ યથાયોગ્ય લાગણીઓ ની અને યાદગાહમાં ની , પ્રસ્તુતિ પણ દિગ્મૂઢ કરી શકે એવાં ઉત્કટતાભર્યાં જોયેલાં દુઃખો ( subconscious grief ) જાગ માં પણ એટલાં ‘સઘન ઘેરાં કેન્દ્રિત’ અને  સ્વીકાર્ય હોય શકે . : : : : 

” ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?” : પંક્તિબંધ યાદગાહ માં સચવાયેલા સ્વપ્નો ( dreams ) અને સચેત સત્યસ્વરૂપ વસ્તુસ્થિતિ ( reality  ) વચ્ચે ઊડીને આંખે વળગતી  અસંબદ્ધતા ને પણ પ્રકાશિત કરે છે; ત્યારે માનવું પડે કે સ્વપ્ન અને વાસ્તવિકતા તદ્દન જૂદા છે. “સ્વપ્નમાં ચહેરાની સતત વહેતી” : ‘આંસુની સેર’ ( flow of tears ) જોયેલી એ સાચું પરંતુ કયા હેત્વાર્થે  , કારણસર ?  અને ઊગમ ઉત્પત્તિ  કેમની ? : “ને સવારે” જાગ માં ઉદભવ્યા આ પ્રશ્રો ના ઉત્તર મળે નહીં ;  કંઈયે સમજાવી શકાય નહીં . ( inexplicable ) એવી રહસ્યમય દુર્બોધતા ( mystery ) ને વાગોળ્યા કરવાના કોઈ સૂચિતાર્થ નથી . : : : : 

“સવારના” અશ્રુ કે “સવારે સવારે” જોયાં કરેલી અશ્રુભીની છલકાતી ‘આંસુ સારતી આંખો’ , આળું આળું જણાતો , ‘નાજુક ભાવુક સંવેદી’: ભાગ : જ્યાં જરી અડો કે ત્વરિત , સહેજમાં મનભંગ કે ગુસ્સે થનારો ‘પ્રત્યાઘાત’ ફફુકી ઊઠે , એવાં લાગણીશીલ મનોભાવ ( emotions ) અથવા ,  રાતે જોયેલાં પ્રિયજનના અશ્રુભીનાં ચહેરા પરના દુઃખ હજુ પસાર થયાં નથી એવી સહાનુભૂતિ નું પ્રતિનિધિત્વ કરે છે. : અને  હા , આ પંક્તિબંધ અત્યુક્તિભર્યા સ્વપ્નાભિનય  ( rhetoric acting in dream ) નું સુચન તો નથી કરતી ને ?  સ્વપ્નિલ દુઃખના પ્રલાપ ઉપરની નરેટર સ્પીકરની વાક્છટા થી પ્રભાવિત ‘કથની’ ( story telling narration ) શું સવારે મળ્યાં ‘આંસુસ્વપ્ન’ ના અવશેષ હતાં ? કે વળી એક ઓર દિવસ ની નવી પ્રતિક્રિયાત્મક ભાવના નો ઊથલો !? “કોને ખબર? : : 

આમ આ ચતુર્થ અશઆર , સ્વપ્નનાં મનોભાવમાં થી જાગ માં વહેતી હોય એમ દેખાતી “નહેર” સમ અશ્રુ-પીડાની દુરનિવાર સેર સબબ દુઃખના સ્ત્રોત્ર ( origin ) પર , અનુત્તરિત પ્રશ્ર્નોર્મિથી સવિશેષ ભાવનાત્મક જાણ પ્રતિબિંબિત કરે છે , “કોને ખબર ?” : : : :

There are two young fish swimming along who happen to meet an older fish. The older fish nods at them and says:
‘Morning boys, how’s the water?’
The two young fish swim on for a bit and then eventually one of them looks over at the other and asks:
‘What the hell is water?’
— David Foster Wallace.  : : : : : : :: ::                      The message  is that the most obvious and important realities are the hardest to see. Often, this is because our natural setting is to be self-centered and to interpret everything through this lens of se lf.
But what makes the older fish so much wiser? We must infer that it is his experience. That is, the older fish only knows about water because he’s been outside the fishbowl.  : : : : : : : : : : : : #II ND Fish Story 🐠 🐟Near the end of Disney Pixar’s Movie SOUL , Hero listens  to a Fable :  : One Young  Fish swims up to an older Fish and says, “I’m trying to find this thing they call ‘the ocean.’”
“The ocean? the older fish says, “That’s what you’re in right now.”
“This?” says the young fish. “This is water. What I want is the Ocean! : : 🐟🐠 Meaning : : The Young Fish doesn’t know where to find Ocean so he has to take the help of Older fish. : We all spend a lot of time searching for meaning and purpose in our lives, but usually the thing we are searching for is right in front of us. Reaching a goal won’t make us happy. We can find happiness right where we are today.

“માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?” : પાંચમા અશઆર ની પંક્તિઓ : : : :

પાંચમા અશઆર ની પંક્તિઓ જોયું કે સમજાયું : સુગમ ( obviousness ) , આધ્યાત્મિક તલ્લીનતા ( spiritual immersion ) , અર્થપૂર્ણતા ની શોધ ( search for meaning ) અને નહિ પકડાયા સંપૂર્ણ સત્ય ની અગમ્યતા ( elusiveness of absolute truth ) આ બધી દાર્શનિક સામગ્રી પરનું ગહન ( profound ) અન્વેષી રૂપક ( metaphor ) જળ – માછલી 🐟 સાથેના નરેટર સ્પીકર ના એકતરફી સંવાદમાં મઢી આપે છે. : “ઐસે તડપુ કે જૈસે જલ બિન મછલી”  ( metaphor ) . : : : :

“માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?” : : પંક્તિબંધ સૂચવે છે કે , ” તું કોણ છે ? ” પ્રશ્ર , અહીં પણ , અસ્તીત્વ ના સ્વત્ત્વ ના ગૂઢાર્થ શોધવાની આધ્યાત્મિકતાનો પ્રભાવ ઓઢ્યો સીધો સોંસરવો ઘા કર્યા સમાન નીવડે અને અજ્ઞાત ને પુરેપુરો ગ્રસનારો પ્રયત્ન કરવાની ઉશ્કેરણી બળકટ રીતે કરી શકે ; જે પૂરેપૂરું લીન થઈ જવાનું પ્રયોજન ગણાય. અહીં તહીં આમતેમ દશે દિશામાં , અટકી અટકીને , ધીમી ગતિએ કે ત્વરાથી , પાણી સોંસરવી ભટકતા આત્મા સમ તરતી  રમતી : માછલી : માનવાત્મા નું પ્રતિનિધિત્વ કરે છે . માનવ સભ્યતા — પ્રેમ ચૈતન્ય , સંસ્કારિતા  ઉછેર , સંવર્ધિત કેળવણી , વિશેષ ગુણ શક્તિઓ નાં સંચય અને વિકાસ : આ બધાં નાં  ખેડાણ થી સીંચી : સંસ્કૃતિ થી : અથવા : દૈવી  પ્રેરણા કે અંતઃ સ્ફૂર્તિ થી , : ધાર્મિક ચિંતન થી કે શાસ્ત્રજ્ઞ વિચાર-વિમર્શ થી , : શ્રેષ્ઠ પદાર્થ , અલૌકિક સૌંદર્ય , કુદરતી રહસ્યો , પાર્થિવ સૃષ્ટિ , અખિલ બ્રહ્માંડ : આ બધાં માં અંશરૂપ જીવંત હાજરી સાથે રહે છે , છતાં એ બધાં થી પૂર્ણતઃ કે અંશતઃ અજાણ હોય છે. : The self, the universe, or the divine is not something external to be found elsewhere—it is the very medium we exist in, like water to a fish. : : સંસ્કૃત ભાષા તો પાણી ને જીવન નો અર્થ નિર્દેશ આપે જ્યારે માછલી પાણીમાં રહેતી હોવા છતાં પાણીને સમજે નહીં . માછલી જળ જીવી હોય જળબધ્ધ , જળાર્થબધ્ધ અને દેખીતી રીતે જળથી વ્યાખ્યાયિત હોવા છતાં , તેને ઓળખાધિન વક્રતાદર્શી પ્રશ્ન પૂછ્યો હતો, “તું કોણ છે ?” અને જળ-નિમગ્ન માછલી , જીવનના સારતત્ત્વરૂપ જળની બહાર જઈ શકે નહીં ; જાય તો તડપી તડપી ને મરે . આ સારતત્ત્વ તેની ચોતરફ છે અને અંદર પણ. ખૂબ નજીક હોવાથી મૂળભૂત તત્ત્વ ઓળખાય નહીં . : ( proximal blindness of total immersion ) : : : : 

” તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?” : પંક્તિબંધ સૂચવે છે કે, ઓળખ શોધવા સારું ક્યાંક જવાની જળની યાત્રા અસંગતિભરી નિરર્થક ( absurd fruitless journey of  water in search of the ‘self’ identity ) રહેવાની હતી કારણકે જળ હંમેશા જળ જ રહે. : અહીં પ્રશ્ન પોતે જ “સમસ્યા” છે કારણ કે તે ધારે છે કે જળ કંઈક “બીજું” છે જેને વ્યાખ્યાયિત કરવું પડશે . The question of identity becomes unanswerable—not because the answer doesn’t exist, but because the seeker and the sought are inseparable. : સંશોધક  અને સંશોધન , જળ સ્વરૂપે અવિયોજ્ય અને  અવિચ્છેદ્ય હતા.  અહીં ઉપર બે મત્સ્યકથા માં જળની શોધના ની સુસ્પષ્ટ સમજણ આપતો વિચાર વિસ્તાર એજ શાખ પૂરે છે.
આજ રીતે અર્થપૂર્ણતા ની , પ્રકાશિત જ્ઞાનબોધ ની અને સુખાનંદ ની : શોધ : માં મનુષ્યો સંપૂર્ણ જીવન વિતાવે , છેક છેલ્લે ફક્ત એ સમજવા માટે કે જેને , શોધતાં હતાં તે પહેલાથી જ તેમની આસપાસ રહ્યું રહેવાનું છે અને તેઓ જ તો એના ઘટક રૂપે રહેલાં . : 

“કોને ખબર ? ” વાક્યાંશ કહેવા ચાહે છે કે શોધ નું કોઈ નામ નથી. તાર્કિક રીતે સમજાવી ન શકાતી અસ્તીત્વ ની સ્થિતિ થી વિશેષ પ્રતિભાવ જવાબરૂપે જાણવા નહીં મળે. જાણકારી નો કકડો નહિ પણ બહુધા , : સાદી સરળ સભાનાવસ્થા સન્મુખ : થાય ( front  elevation of simple  awareness ) એ પ્રાપ્ત કરવાની ખરા અર્થની સંસિદ્ધી ગણાય . અંતિમ સત્ય વૈચારિક સમજણમાં નહિ પણ‌ અનુભવમૂલક નિમજ્જન ( experiential  immersion  ) માં મળે . : : : :

“A fish is the last to acknowledge the existence of water.” : This African (Ghana, Benin, Nigeria and Togo based) Proverb is about “taking things for granted” and similar to the saying that familiarity brings discontent.

Unfortunately the Older  Politicians/ Group of “Big Fish” often do not recognize the representative ‘Power’ and ‘political waters’ that should enable them to swim freely to solve human problems and create a better society for all . : :

આમ કવિ શ્રી રમેશ પારેખ ની “કોને ખબર ?” ગઝલ નો પાંચમો અશઆર , ચિંતનીય વક્રોક્તિ ને પ્રાણી-કથા ( fable story ) ના મીનમૂર્તિ મઢ્યા સાદા રૂપક દ્વારા સ્તબ્ધ કરતાં સત્યશોધન કરવાંની પ્રેરણા આપે છે. જળ ને પોતે કોણ છે ? પ્રશ્ર નો જવાબ શોધવા જવાની જરુર ન્હોતી કારણકે પ્રશ્ર નો જવાબ એનું પોતાનું ‘સારસ્વત્ત્વ’ ( essence ) હતું.. જળ ક્યાં ગયું તે પૂછીને, કવિ સૂચવે છે કે જો સત્ય પહેલેથી જ તમે જે છો તે હોય તો “બહાર” સત્ય શોધવું એ જંગલી હંસ નો પીછો કરવા સમ નિરર્થક રહ્યું રહેશે . જ્યારે અર્થ એ જ માધ્યમ છે જેના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ : જાવ ! જાણી લાવો !! કહ્યું તેનાથી જગતને કેવી રીતે શોધીશું ની સમસ્યા ઊભી થાય. ઇંજેક્શન ની સિરીંજ દ્વારા આપેલું અંતઃક્ષેપન સમાન આંચકો ય લાગે . : : પ્રત્યેક  પળો સાથે જળને અંતઃસ્થ કરીને જીવન બટોરતી માછલી તેની અંતઃસ્થ  રહેલી વાસ્તવિકતા ને લગતો પ્રશ્ર જળ  ને પૂછે છે. સુપરિચિત ઘરવટ કે સારી પેઠે જાણીતું અથવા વધારે પડતા ઘરોબાવાળું તથ્ય ખૂબ નજીક હોવાથી તેની સાચી જાણકારી ઘણી જ મુશ્કેલીથી સમજાય. બોધવાળી પ્રાણી-કથા ની જેમ મનુષ્યો દરિયો શોધતી તરુણ નવું લોહીવાળી તરુણ માછલી કે તેનાં કચ્ચાબચ્ચા ( fish of yound blodd )ને  જળસત્ય   સમજાવનાર વયોવૃદ્ધ માછલી ની જેમ શું તુરંત સમજાવી શકે કે પહેલાથી જ દરિયે રહ્યાં રહેવાનું છે !? : :

Mirror(1961) : By Sylvia Plath
I am silver and exact. I have no preconceptions.
Whatever I see I swallow immediately
Just as it is, unmisted by love or dislike.
I am not cruel, only truthful‚
The eye of a little god, four-cornered.
Most of the time I meditate on the opposite wall.
It is pink, with speckles. I have looked at it so long
I think it is part of my heart. But it flickers.
Faces and darkness separate us over and over. [‘Mirror’ presents the reflective perspective of a mirror observing a woman living in America in 20Th Century & confronting her aging appearance over time. : Mirror -Speaker observes her daily struggle to face the truth of her fading beauty. : Her confrontation with time highlights an unavoidable loss of youth. : “I am silver and exact”reflects the mirror’s candid nature and factual statements. it swallows /consumes the image of seer who look into it. human perception which warps the mirror’s image, not the mirror itself. Not the wall which flickers, but the stationary mirror’s view of it.: Eye of a “little ( Greek )God” Telesphorus : Protector of children. Four corners is entire World. : : Mirror is in no way responsible for causing pain to an old aging lady because it reflects exactly what it sees.: Truth can be painful, but cannot be avoided.: — Precis of Poem Analysis by Caitlin .]

” મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?” : : છઠ્ઠા અશઆર ની પંક્તિઓ : : : :

છઠ્ઠા અશઆર ની પંક્તિઓમાં :  અરીસા માં અમસ્તા ઉપલક જોવાથી દેખાયાં શાયર ના : શારીરિક દેખાવ :  ( superficial  appearance ) અને એ જ અરીસામાંથી  શાયર ના : સાચા અંતઃસ્થ સારતત્ત્વ : ને નીરખી રહ્યાં નાં સ્વાનુભવ દ્વારા સ્પષ્ટ કરી આપતાં ‘વિયોજીત અંતર નું ( disconnect ) થયું અન્વેષણ  સમજવાનું છે. : ઉદ્વિગ્ન કરતું / વિચલિત કરતું , આત્મ નિરીક્ષણ , ( self introspection ) સાથોસાથ , અરીસામાં જોવાનાં ઉપરચોટિયા અક્ષરાનુસરણ થી આગળ વધીને , આત્મ-જાગૃકતા ( self awareness ) અને રહસ્યમય ગૂઢાર્થ ( mystery ) વિષયક સમજણ ઉઘડવા ની શરુઆત થઈ રહી હતી , ( કે કેમ‌ ?) , કોને ખબર ? : : : :

” મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’ : પંક્તિબંધ અમસ્તો ( seemingly ) અને ઉપલક ( superficially ) જોયો ચહેરો – મોહરો : ઉપર ઉપર થી ( casually ) જોયાં નો સૂચિતાર્થ છે. એમાં કોઈ ગંભીર ઉદ્દેશ ન્હોતો  ; ઊંડાણને પારખવાની જરુરત ન્હોતી. જાત સાથે સંવાદ રચવાની નેમ પણ નહીં હતી . અરીસામાં જોયું પ્રતિબિંબ હંમેશા નીરખ્યા દેખાવ સાથે : ભૌતિક રૂપે અને શરીર સાથે , બરોબર નું એકસમાન એકસરખું એકાનુરૂપ અને ઉપમિત હતું , જેથી સંતોષ થવાં પામે . સાક્ષીભાવે , અરીસામાંથી “રમેશ” ને મૂંગે મોંઢે ( silently ) અને હેત્વાર્થે ( objectively ) જોતું  રહ્યું તે કોણ !? જયારે , જરૂરી નથી કે તે અંદરના માંહ્યલા “રમેશ”  ને જકડી રાખે . ( not capturing a poet inside the mirror ) “કોણ એમાંથી મને જોતું રહ્યું ?” : પ્રશ્ન સૂચવે કે આંતરિક લાક્ષણિકતા ( inner self ) બાહ્ય છબી માટે અજાણ ( stranger ) લાગી હતી . : : વાસ્તવદર્શિતા નિહાળવાની નિરીક્ષણીય તૈયારી નહિ હોય તો પણ , અરીસો વસ્તુનિષ્ઠ હોય , સામે જે હોય તેને , નિર્ભેળ અસ્પૃશ્ટ પ્રતિબિંબિત સ્વરૂપમાં દર્શાવે . “કોણ એમાંથી મને જોતું રહ્યું .. . ?” વાક્યાંશ પ્રશ્ર દ્વારા શાયર નરેટર સ્પીકર સૂચવે છે કે પ્રતિબિંબ ( reflection ) 🪞ની પોતાની અમિશ્ર ભાવના , એકાગ્ર નજર અને પોતાના દ્રષ્ટિબિંદુ નું સંસ્કરણ હોય જે , સભાન મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતી , ઈન્દ્રિયજન્ય જ્ઞાનોપાર્જન માટેની સંવેદનશીલ ચેતના ( sentience ) ને અનુસરે છે. : : : : 🪞 🪞 🪞

“કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?”  : પંક્તિબંધ અસ્તીત્વ નું પ્રતિપાદન કરતી ઓળખ ની અનિશ્ચિતતા ( ambiguity ) પર વિચાર કરવા પ્રેરે છે. વ્યક્તિની સાચી લાક્ષણિકતા 🆔 ( true self ) અગમ્ય ( elusive ) 🆔 હોય પકડ માં લાવતી સમજણ મુશ્કેલ લાગે. ઉપસ્થિત પ્રતિબિંબ પરનું આકલન પૂર્ણપણે સમજી શકાતું નથી. આપણી 🆔 Singular નહીં પણ double ⏫ ⏩ હોય  એ  અરીસામાંની પ્રતિબિંબિત mirrored image સૂચવે  છે જે સંજોગવશાત્ ખોટી હોય શકે . : દ્વૈતાત્મહ સ્વત્ત્વ ( dualistic self ) ને ખોળતા ચરિત્ર ની જાહેરમાં આવી તેમનાં અંગત વિચારો અને લાગણીઓ સાથે સુમેળ સાધવા નો સંઘર્ષ કરતી મથામણો ને કાવ્ય/ સાહિત્ય ની રચના – કૃતિઓ માં નિરૂપણ થતું આવ્યું છે. : : [ Jorge Luis Borges frequently used reflections—specifically mirrors, water, and doubles—as central metaphors for horror, infinity, and the illusory nature of human identity. He viewed mirrors as “monstrous” creators of unreal spaces that multiply the world, acting as a “dizzying spider’s-web”. : To Borges , mirrors are detestable because they multiply the world. He highlights how reality is a “simulacrum” and that we are, in a sense, just reflections ourselves. Mirrors suggest reality that extends beyond the tangible. ] : :: :

“અરીસો” સત્ય , તટસ્થત્વ , અને આંતર-બાહ્ય વિશ્વ નો એવો ઉંબરો બને જ્યાં આગળ અનુભવોની શરૂઆત કરતું શબ્દચિત્ર ખોડેલું હોય. : અમસ્તાં ( seemingly ) જોવું : શંકાસ્પદ , સાચું નહિ પણ આભાસી , અસ્પષ્ટ , જાણ અને છાપ ને સંગોપી લાવતું ‘મન’ : એવું જ “ઉપલક” ( superficially ) જોવું : સૂઝબૂઝ ગ્રાહ્યતા ને મર્યાદિત કરીને મળી ‘સમજ'( perception  ) સાથે સાંકળી શકાય. : આ “અમસ્તી” અને  “ઉપલક” નજર ના પ્રતીયમાન ફોક્સ સામેથી સુંદરતા સરકી જાય ( fleeting beauty ) અને દ્ર્શ્યરૂપ ઘાટ કે આકાર બરાબર રચ્યાં રચાય નહીં. : : કોણ જોતું હતું ? પ્રશ્ર નો નિરીક્ષક ( watcher ) : આપણો અંદરૂની ‘બીજો જણ’ – અર્ધ જાગ્રત અથવા સારતત્ત્વરૂપ આત્મા – નું પ્રતિનિધિત્વ કરનાર રહસ્યમય ‘દિવ્યબોધ’ ( mysterium trelendum ) અથવા જાણ્યાં – અણજાણ્યાં પ્રદેશમાં પ્રવાસ અને મોજ ની સફરે લઈ જનાર ‘બીજો જણ’ ( other in ourselves : A mystery man ) : : : : 

“પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? “: ગઝલ : રમેશ પારેખ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા :  જાન્યુઆરી ૩૧ , 2022 : : : : પોષ વદ ચતુર્દશી : : UPDATED એપ્રિલ ૨૭ , ૨૦૨૬ : સોમવારે , વૈશાખ સુદ બારસ : : : : : : : :

*********************************************

રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે : મુકેશ માલવણકર : : : :



રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે
મારો જવાબ તને ભીંજવતો કેમ ? મારો જવાબ તો વાદળ છે.

રોજ રોજ કાગળ માં એવું વંચાય કે
પાનેતર ઓઢી તું આવશે
કંકુ ને ચોખા ને શ્રીફળ ની સાથે
રૂમઝુમતુ સપનું તું લાવશે
કેસરી સાફો બાંધી ને માથે
અને માની લે ભર્યું આંગણ છે
રોજ એક લીલું….

તારો સંદેશ મારા લોહી માં ઓગળી
લાવે છે તોફાની પૂર
ભાળું તને હું મારી નીકળત ભલે
ભલે તું હોય જોજનો દૂર
લીલા આ પાન ને વાંચી ને રોજ રોજ
ભીની આ પાંપણ છે
રોજ એક લીલું….

— મુકેશ માલવણકર

રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે : મુકેશ માલવણકર : : સ્વર : પરેશ ભટ્ટ : : સ્વરાંકન : પરેશ ભટ્ટ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : : : :

“પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,”

*********************************************** ચાલ સખી ! પાંદડી માં : ધૃવ ભટ્ટ : : : :

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

— ધૃવ ભટ્ટ.

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા ( ૧૯૮૫ ) Original  Studio Recording : યુ ટ્યુબ રિલીઝ ૨૯ / ૧૧ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/y-x_GE0zKdU?si=fJaCqQ2fZnMdSprC

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : અમર ભટ્ટ : : LIVE : Up To 4:45 Minutes : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા ( ૧૯૮૫ ) : : સંગીત નિયોજન : જલસો મ્યુઝિક કોન્સર્ટ ટીમ : : Continue With Amar Bhatt LIVE Singing Three More Music Numbers From 4: 45 Onwards : 2) આટલું બધું વ્હાલ તો કદી હોતું હશે : સુરેશ દલાલ : ૩) અમે ગીત ગગન નાં ગાશું : ઉમાશંકર જોશી : ૪) ચાલ , ફરીએ : નિરંજન ભગત : : જલસો મ્યુઝિક એપ : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૬ / ૨૦૨૨ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :

https://youtu.be/KLWIvk86ExY?si=cRHN2yUUhix8s_Aa

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : શ્રદ્ધા શ્રીધરાણી : LIVE : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : લાઈવ પ્રોગ્રામ : ગીત મારું મનગમતું : : પ્રસ્તુતિ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર અને સ્વર ગુર્જરી : યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૮ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /  સાંભળીએ : : : :

https://youtu.be/7n42KmENb18?si=yenS-jpMzFixndDj

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : : સ્વર : રિદ્ધિ આચાર્ય : : સ્વરાંકન :  ક્ષેમુ દિવેટીયા : : સંગીત નિયોજન : જલસો મ્યુઝિક કોન્સર્ટ ટીમ : : જલસો મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૧૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/wVV1bP5bfBc?si=46_9lx8BsaRG1iLt

ચાલ સખી પાંદડી માં ! ધૃવ ભટ્ટ : કાવ્ય ગીત સંગ્રહ : ગાય તેના ગીત : : સ્વર : હેમંત જોષી અને જલ્પા જોષી : LIVE  નેરેટીવ લિરીકસ વિડીયો : : સ્વરાંકન : હેમંત જોષી : : Original : : Unplug chamber Studio Rajkot : : નીલા ફિલ્મ પ્રોડક્શન યુ ટ્યુબ પ્રસ્તુતિ ૨૩ / ૧૧ / ૨૦૨૦  : : Link 🔗 can’t be given HERE As insisted C કોપીરાઇટ રિઝર્વડ Visit You Tube , Find and Enjoy.

ચાલ સખી પાંદડી માં ! : ધૃવ ભટ્ટ : ( ગાય તેના ગીત ) : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા જાન્યુઆરી ૩૧ , 2022 : : : : પોષ વદ ચતુર્દશી : Updated એપ્રિલ ૨૯ , ૨૦૨૬ : વૈશાખ સુદ ચતુર્દશી  / મે‌ ૧ , ૨૦૨૬ , વૈશાખ સુદ પૂનમ : : : :

નાજુકાઈ થી અને તાત્વિક સચ્ચાઈ થી , જીવાતી જીંદગી ને નવા ક્લેવર આપનારી કોમળ ઘાટ-આકૃતિ માં , પ્રેમની સૌમ્ય લાગણીઓ ને વ્હાલસોયી સારસંભાળ સાથે , ફરીથી સંવારવા ની અભ્યર્થના , ” ચાલ સખી ! ” પ્રેમ ગીત ના  દિલોજાની પૂર્વક કેન્દ્રિત થયાં ગુંજન માં વહેતી આવી છે. : : : :

“ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.” : : મુખડાની પંક્તિઓ : : : : 

“ચાલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ,” : ગીતના ઉઘાડ ની પંક્તિમાં, જેમ આકાશીય સારતત્ત્વરૂપ : વહેલી સવારનું ઝાકળ એક પાંદડી પર સંકેન્દ્રિત થતું જતું સ્થિર થાય એમ : પર્ણ પરથી ચમકતા જીવનને ઉમેરતાં નવીકરણ નું રૂપક : પરોઢિયે થી વહેલી સવાર સુધી દેખાતું ઝાકળ બિંદુ ( morning dewdrops in a leaf : Metaphor of Renewal ) સુંદર દર્શનીય ગાન રૂપે વ્યક્ત થાય છે. : “પાંદડી માં  ઝાકળ નું ટીપું ” : પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના સંઘર્ષમાં અને ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચેના સંક્રમણ ની ફસામણ માં બંધનરૂપ પાંદડી પર ધ્રૂજતું રહે પરંતુ તેને મળ્યા આકસ્મિક વૃક્ષમય અસ્તિત્વ નો ઈન્કાર  કરે છે અને જ્યાંથી તે આવ્યું હતું તે આકાશ તરફ જોતું રહે છે. સૂર્ય દયા થી સ્વર્ગમાં પાછા ફરવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તે હંમેશા બેચેન રહે . ઝાકળ બિંદુ ની જેમ માનવ આત્મા પૃથ્વી તત્ત્વો નાં ભૌતિકવાદી આનંદ અને આકર્ષણો સાથેનાં  સંગ  સંસર્ગ ટાળે કારણ કે તે heavenward  રહીને ફક્ત સ્વર્ગ વિશે વિચારે છે . વિડંબના પૂર્ણ રીતે માનવ શરીરના  અંતઃસ્થ  હ્રદયાધિન આંતરિક નિવાસમાં વસેલું રહીને શુદ્ધ સ્વર્ગીય ચિંતનમાં મગ્ન થઈ શકે છે . : આમ , સખી સંગિની ના સાથ સંભાળમાં લીલી સજીવન પાંદડી પર બાકી બચ્યાં સહજીવન ને મૂકીને પુનરુત્થાન પામવાની આત્મીક પરિકલ્પના પ્રેમગીત ના આ નાયકે અહીં સુંદર સૌમ્ય પ્રેરણાદાયી રીતે વ્યક્ત કરી છે . : :  શુદ્ધ અમિશ્ર પવિત્ર ઝાકળ બિંદુ જેવી તાજગી , નિર્દોષતા અને રહસ્યમય જીવનશક્તિ  ( revitalizing mystic life force ) ના પ્રાબલ્ય ને સમેટીને – સંકેલીને , આસ્તે-આસ્તે : મૃદુલપણે નવજીવન પુનઃસ્થાપિત કરવાનું , શાંત ( quiet ) પણ પરિપૂર્ણતાભર્યું સૂચન કર્યું છે. : ઝાકળની જેમ, જીવન અને ચૈતન્યમય જુસ્સો જરા માં સરકી જાય ( fleeting  life ) અને heavenward : અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેને પ્રિય માની હ્રદયસ્થ રાખી , આત્મસાન કરવાની જરૂર પડે . ( to be cherished  before the dew’s disappearance ):  જીવન માં થોડી ચમક ઓછી થતી જાય , કોમળતા શુષ્કતા ભેગી આવતી હોય , એવું તેવું લાગે કે સમજાય , ત્યારે શક્ય એવી સહજ નરમાશથી , કાળજી ( care ) મોંબદલો ( consideration ) , માનસન્માન ( respect )  પ્રતીષ્ઠા , અને સગવડ અગવડ નાં ખ્યાલ વિચાર , તદુપરાંત પ્રેમ ( love )  અને જીવનસંગીની ની સહિયારી હાજરી સાથે ખંતીલા પરિશ્રમ દ્વારા , આ પ્રેમગીત નો નાયક નવજીવન ને સજીવ નવસંસ્કરણ થી સીંચી ને પુનર્જીવિત ( revive ) કરવા ચાહે છે. : : : :  

” ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય કે લાગણી ગણાય એમ પૂછીએ” : :

ગીતના ઉઘાડ ને સંકેલતી પંક્તિ , યથેચ્છ દાર્શનિકતા અને ભાવનાત્મક દિશામાં લઈ જનાર પ્રશ્ર્નોર્મિ ને સ્પર્શે છે . : “ટેરવાનો સ્પર્શ ભૌતિક રૂપે ઘટતી કે ઘટી શકતી ઘટના :  મૂર્ત સ્વરૂપ ની સરકતી જતી ઘટના : ( fleeting tangible event ) છે ; કહો તો , કંઈક ઊંડી લાગણી : ટકી રહેનારી – સ્થાયી  અને ભાવનાત્મક સ્મૃતિરૂપે સચવાયેલી લાગણી છે કે તેનો ( enduring feelings and emotional memory )  રણકાર ! ? ( resonance ) ! ? : આ પ્રશ્નોર્મિ ના સ્પર્શ થી ઘટના અને લાગણી વચ્ચેનાં વિરોધાભાસ પ્રકાશિત થયાં સમજાય . : : નાયકે  , સખી સંગિની ને પૂછવા ચાહ્યું છે કે શું પ્રેમ , આંગળીના “ટેરવે” સ્પર્શ દ્વારા પળવારમાં વ્યાખ્યાયિત થાય કે ખરેખર તો  ઊંડા ભાવનાત્મક પ્રભાવ દ્વારા વ્યાખ્યાયિત થાય ? :  સ્પર્શજન્ય  લાગણીઓ ( feelings generated by touch ) પ્રેમસંબંધ માં મહદ્ અંશે , સચ્ચાઈભર્યાં જીવન ની  નિર્મિતી જન્માવે ( constitute life in relationship ) ,નહિ કે ક્રિયાન્વિત ચાલ કે વર્તણુંક ( rather than behavioral act itself )  : : ભાવવિશ્વ ના નાજુક સંબંધો માં જો બાહ્ય વિશ્વ અને અંતરનાદ વચ્ચેની સીમારેખા ( boundary line ) પર ઝાંખપ રેખાંકિત થતી દેખાય તો એ સૂચવે કે અલ્પતમ હાવભાવ નાં અવ્યાખ્યાયિત અર્થ પણ , વ્યક્ત-અવ્યક્ત પ્રણયાનુભૂતિ માટે અપર્યાપ્ત હોય શકે. ( એક આડવાત : જેની સાથે દલીલો કરવામાં મજા આવે એવા : sparing partner : મુષ્ટિયુદ્ધ ( fist fight ) થી થોડાંક જ દૂર હોય ! ) : : : : 

ટૂંકમાં , સહિયારી હાજરી ‌, ખંત અને સંયુક્ત જવાબદારી થી , વહેલી સવાર ના ઝાકળનાં ; એક પાંદડી પર ચમકતા ટીપાં ની જેમ‌ જિંદગી ને ફરી થી ચમકાવવા નાં ; સાંસારિક અસ્તિત્વ કરતાં કોમળ સંવેદનશીલ જોડાણના મહામૂલ્ય ધરાવતા , નવજીવન નાં નવસંચાર કરવા નાં ; અને આત્મીયતા ના નાના નાના પળભર ના છતાં ગહન આનંદ ની શોધ માટે નાં ; — જીવનસાથી ને આપ્યાં : ‘ઈજન / નિમંત્રણ / આમંત્રણ’ થી “ચાલ સખી !” પ્રેમગીત નો રાગ ‘ચારુકેશી’ના , પ્રિય સખી સંગિની ને ‘આહ્વાન’ આપતા ( invocatory tune ) મિશ્ર સ્વરો માં ઉઘાડ થાય છે. : : જીવન માં પ્રેમ સહીત , નવસંસ્કરણ નવીકરણ નવસંચાર ( life renewal ) ; શુદ્ધ અમિશ્ર ભાવનામયતા ( purity  ) અને સૌમ્યતા ( gentleness ) સાથે લાવવાનાં સંદેશ કહ્યાં છે , ગાયાં છે . : નાની નાની પળો અને નાના પરિબળો અપાર ભાવનાત્મક ઊંડાણો ધરાવતાં હોય મહત્વનાં હોય . : ક્રિયાન્વિત ચાલ અને વર્તન શૈલી ( actions and behavioral acts ) થી અનુભવો અને અનુભૂતિ ને સમજવાં નાં હોય કે ભાવનાત્મક ઊંડાણો દ્વારા ? એ પ્રશ્ર્નોર્મિના ઉત્તર હવે પછીનાં બે અંતરાઓ માં સવિશેષ ‘શોધનોંધ’ સાથે રસદર્શન કરીશું . : : “ચાલ સખી!” પ્રેમગીત , જડતા / જડત્વ ને ત્યજીને , વધુ સંવેદનશીલ, અને અધિક જીવંત રહેવાની રીત તરફ પાછા ફરવા નું ‘શાંત આહ્વાન’ છે – જ્યાં પળભર નો‌ સ્પર્શ પણ અખિલ સૃષ્ટિદર્શન ની પરમ અનુભૂતિ કરાવતી અવસ્થામાં એ ગીતસહીત સભાનપણે લઈ જનાર નીવડી શકે છે. નક્કર જડતા ને સંગીન આધાર હોય એમ અથડાયા પવનના સુસવાટા રૂપ ‘જડજન્ય નાદ’ પણ હોય અને દરિયાવ  પાણીનાં ચઢાવ :”જુવાળ”ની પછડાટી થી ઉત્પન્ન , ‘ખડકો નો થડકો’ પણ હોય જે જડત્વ ને ખાસ આકર્ષણિક બવાવતી નથી . સાથે રહેવાથી જડતા ની માફક જીવન થંભી જાય ; જ્યારે જડતલ અક્રિયાત્મકતા ત્યજીને કામ કરતી પ્રાણવાન સક્રિયતા તરફ સખી સાથે ચાલવાનું છે . : : : :

“વેદના તો અડીખમ ઊભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.”

“છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,”: : પ્રથમ અંતરા ની પંક્તિઓ : : : :

ચાલ સખી! પ્રેમગીત ના પ્રથમ અંતરા ની પંક્તિઓમાં નજરે પડ્યાં સમુદ્રવિષયક દ્ર્શ્ય ચિત્ર ( seascape ) દ્વારા , ગીતના નાયકે સખી સંગિની ને સૂચવ્યા ઉપરોક્ત ‘આહ્વાન’ને ઝીલતી ઉભાર ઉછાળ , છાલક પછડાટ ,  ની દરિયાઈ હિલચાલો સાથે નિર્મીત થતાં અને પસાર થતાં , માનવીય વેદના અને ખુશી ના આકાર – પ્રતિકાર ( અનુભવો ) ના ભાવ પ્રતિભાવ સંભવે તેના મૂર્ત દેખાવ નું વર્ણન કર્યું છે. : :

“વેદના તો અડીખમ ઊભો કંઠાર,” વાક્યાંશ “વેદના” ને “કંઠાર”: ખડકાળ સમુદ્ર કિનારો કે દરિયા કાંઠો ( rocky seashore ) કહ્યો છે. જેને “અડીખમ” : સખત નક્કર , અણનમ અડીગ અક્કડ , જિદ્દી મક્કમ : ( adamant or adamantine : hard or inflexible  , i.e. impervious to pleas , persuasion , reasoning  request ) એટલેકે, અભ્યર્થના , મનામણું , દલીલ  , ખાસ વિનંતી ના નકાર રૂપ  અભેદ્ય , અ-પ્રવેશ્ય  , અગમ્ય  : ચિત્રરૂપે “ઊભો કંઠાર “નામે વર્ણવ્યો છે. : અહીં વેદના , સ્થાયી ( enduring ) , સજ્જડ ( firm ) અને લાગલાગર ટક્કર લેનારી ( unyielding ) છે અને વહી જતી નથી કે સરકી જાય એમ નથી ; બલ્કે સતત લંબાયમાન વેદના નો સાગર કાંઠો ( coast line ) જાણે કે તટવર્તીય સમુદ્ર ( કિનાર ) રેખા  : ( coast -line ) આવ્યાં જ કરે, આવ્યાં જ કરે. : છતાં વાક્યાંશ માં કહ્યું છે , ” જતાં આવતાં જુવાળ ભલે કોતરે”: જે દરિયા કાંઠે ઊભાં જડસ્વરૂપ ખડકો ને ભરતી ના તોફાની વેગના અફળાયા કરતાં પ્રબળ પરિશ્રમી મોજા ( forceful scattering waves of sea ) દ્વારા કણકણ માં  વિખેરાવા ની  વર્ષોવર્ષ ચાલનારી ઘટના છે . વેદના  કે પીડા દરિયાઈ જમીન સાથે ચિરકાળ થી જડીત સ્થાયી જડ ખડકો છે. : Yet the tidal or upsurge – the  waves are  allowed to carve it. : કહ્યું છે , “જતાં આવતાં જુવાળ ભલે કોતરે” : : ચાલ સખી! ” પ્રેમગીત ના નાયકે આ શાશ્વત વેદના સાથે : પીડા સાથે , લડાઈ અથડામણમાં ઝઝૂમવા નો  અસ્વીકાર કર્યો છે . દરિયાઈ જુવાળ ના પ્રાકૃતિક જોર એ નક્કર ખડકો ને વિખેરતા રહીને સ્વીકાર્ય આકારોમાં કાળાંતરે ફેરવશે એમ માની લીધું છે ; સાથોસાથ  પોતાના અને સખી સંગિની ના જન્મારા સાથે ભલે ને વેદના ને : પીડા ને સહ્યાં  કરવી પડી હતી, તેનો પણ સ્વીકાર કર્યો છે. : એટલે કે ખસવાનું નામ નહિ લેનારી વેદના , અનમ્ય દ્રઢ અક્કડ ( rigid ) રહેવાની હોય એ નક્કી હતું , નક્કી છે . ; સખી સંગિની ને  વાક્યાંશ માં , “સુખ  સાથે આપણો તો જળ નો સંબંધ ” કહીને સમજ્યાં છે કે , અફર અચલ નિશ્ચલ અને નિશ્ર્ચિત ( immovable ) હોય નિયમિતપણે ફરીફરીને ( repeatedly  ) એકની એક રીતે કે ભિન્ન ભિન્ન રૂપે આવ્યાં કરતી હોવાથી , ઘટનાજન્ય પરિસ્થિતિઓ ( rhythm of life ) : સમયાવધિ , લાગણીતંત્ર , અનુભવો : નાં  તાલમેળ  ( adjustments ) સાધીને માર્ગ કાઢતી દિશાસંગતિ પકડીને , પીડા ની અસંખ્યવાર ની આવન જાવન બાદ , આશાસ્પદ ખુશી નું સુરેખ સમાયોજન નિર્મીત કરી શક્યાં હતાં અને તે હજુ પણ ચાલુ રહી શકે છે . : : : : 

” સુખ સાથે આપણો તો જળનો સંબંધ ,” : વાક્યાંશ વહી  જનારી કે સરકી જતી ખુશી ની ક્ષણભંગુરતા ને પ્રકાશિત કરીને સૂચવે કે મનુષ્ય , ખુશીઓને હરહંમેશ પાસે રાખીને કાયમી સ્વરૂપ માં માણી શક્યો નથી. આનંદિત આંદોલન જરાવાર ફેલાય ને શમી જાય કે ખુશીની લહેર , છાલક છલકાટ થમાવી ક્યાંય સરકી જાય , એવાં લાગણી ના તાત્પુરતા ઉછાળા તે ખુશી – આનંદ નાં સુખ જેની સાથે મનુષ્ય નો ” જળ નો સંબંધ” છે. : સંસ્કૃત માં જળ ને જીવન કહે છે. “જળ”પકડ માં આવવું મુશ્કેલ ગણાય . : આંગળીઓ ની વચમાંથી ઝરી જાય ; ઘન સ્વરૂપે ઠરે કે બાષ્પીભવન થઈ ને વરાળ રૂપે ઊડે . દેખ્યું  દેખાતું ગાયબ થઈ જાય. સુખ સાથેનો આપણો સંબંધ પાણી જેવો છે, “ક્યાંક રેતી (તેને) ઢાંકે” છે અને “ક્યાંક ઓસરે” : જેમ દરિયો એને પાછો ખેંચી લે છે. પંક્તિબંધના  વાક્યાંશમાં કહ્યું છે ,

“ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે”: વાક્યાંશ સૂચવે છે કે , ખુશી મનુષ્યની ઈચ્છા મહેચ્છા ને અનુસરતી નથી . પ્રવર્તમાન સમયમાં તાબડતોબ પહોંચની બહાર હોય શકે . પ્રચ્છન્ન પણે આવતી ( hidden ) કે અતડી એકલ ( withdrawn ) થઈને ક્યારેક આવતી ખુશીથી કંઈ કાયમ માટે વંચિત રહેવાનું બનતું નથી. : Not  gone for ever , entirely. : ફરીને હાથમાં નહીં આવે એવી વંઠી ગયેલી નથી , આ ખુશી . . અસ્પષ્ટ ધૂંધળી હોય અથવા દૂર બેઠી કે ઢંકાઈ ગઈ લાગે . . . “રેતી” માં વહી જાય ને ગરકી જાય ( જીવનમાં વ્યાપ્ત તિરાડ રૂપ અંતર / અર્ધજાગ્રત મનમાં પડેલી ફાટ માં કે ચિરાડ માં અથવા દુઃખ/ પીડા /વેદના એ કોર્યા છીંડા માં : ( In gaps in lives ) માં વહે છે . ક્યારેક અદૃશ્ય થઈ જાય છે . કહ્યું છે , “ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે ” ; ક્યારેક મનુષ્ય ને સૂકા છોડી દે . : તો  વળી પાછળ નીકળી યે જાય . : : : : 

“છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,”:

ગીતના પ્રથમ અંતરા ને સંકેલીને મુખડા ના મધ્યવર્તી વિચારભાવ સાથે જોડતો પંક્તિબંધ , ધૈર્ય શૌર્ય હિંમત ( courage ) અને સર્જનશીલ કલ્પનાશક્તિ ( imagination ) જોડીને અલગ તરી આવતું કાર્ય સંપન્ન કરવા માટે પ્રેરે છે. : વેદના અડીખમ અને ખુશી ના સુખ ક્ષણભંગુર હોય ત્યારે , સહોદર  : વેદના અને પીડા ને ત્યજી દઈને , સખી સંગિની જોડે જીવનની આશાન્વિત દરિયાઈ સફર ખેડવી જોઈએ. : : : :

અધૂરી અપૂર્ણ , ક્ષતિ ઉણપ ખામી થી સંરચિત , નાજુક બટકણી છીપલાં ની હોડી ⛵ મનુષ્ય ના સંવેદનશીલ સ્વત્ત્વ નું પ્રતિનિધિત્વ કરતા સાહસ નું પ્રતીકરૂપ બને. : વેદનાના , પરિચિત સુરક્ષિત , પણ અનિશ્ચિતતા ભર્યા દરિયા કાંઠા કિનારા ને ત્યજી દઈને છીપલાં ની નાજુક હોડીને માત્ર ‘શણગારી શકતા શઢ’ ની  ( sail )  દિશા સહાયથી દરિયો પસાર કરવાનું સાહસ આદરવા માટે નાં પ્રેરણાત્મક શબ્દો કહેવા કે ,” કાંઠો છોડીને હવે ઝુકીએ.” એ સૂચવે કે આ દરિયાઈ ખેપ આત્મ સમર્પણ ની છે , પ્રેમી યુગલ , હ્રદય ની લાગણીવશતા ને તાબે થયેલાં રહે . એ કહેશે , : દરિયાઈ હિલચાલ અને સમુદ્ર ના પવન ને સહારે આપણી હોડીને આગળ ને આગળ વહેતી લઈ જશું —  એવો અમને ભરોસો છે . કદાચિત એકબીજા માં અથવા અમને મળ્યાં જીવનઝોક માં , જેમાં સમાયા હતાં — લાગણીઓ નાં વિશેષાર્થે જીવતરની રુચિ , મનમતિ ઈચ્છિત મનોકામના , મનભાવન વાંછના . :  “ચાલ સખી !” પ્રેમગીત ના નાયકે સાહસિક સફરે ‘ઝુકાવીએ’ ના અર્થ ને બદલે ” ઝુકીએ” કહીને સજાગ વિનમ્રતા દાખવી છે , જે પ્રશંસનીય છે. : : : :

” ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.”

“મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,”: દ્વિતીય અંતરાની પંક્તિઓ

“ચાલ સખી!” પ્રેમગીત ના દ્વિતીય અંતરા ની પંક્તિઓ  : :  સાલ-મહિના વાર યાદ રાખેલાં અકબંધ વાર્તાલાપ ( conversations entirely intact in memory ) ;  અનુપયોગી નામાભિધાન ( in naming ) ની હ્રાસમાન વાંછનીયતા ( diminishing desirability ) ને લીધે ચંદ્રપ્રકાશ ના નામકરણ ને નકારતા રહીને , અનામિક , પૂર્ણતયા શુદ્ધ , અમિશ્ર , પણ  પ્રકાશિત આચરણની પરમ પાવન ચંદ્રીય પુનિતતા નો મેળવ્યો ( heavenly- minded ) લ્હાવો ; અને પૃથ્વી તત્ત્વ રૂપ ( grounded existence ) મનુષ્ય ના આત્મિક સ્વત્ત્વ નો , આકાશીય તત્ત્વ તરફી , ઈશ્વરીય સાદ ( heavenly sky calling )  સૂણીને , ઝીલીને અને ઉર્ધ્વગામી સ્તરીય વિકાસ સાધીને , આગળ ના ઉચ્ચતર માર્ગ ની શોધના કરવાનો નિશ્ર્ચય ; તથા  લાગણીશીલતા ના ઊંડા સાતત્ય ; આ બધાં : ( વાર્તાલાપ  , લ્હાવા , ઈશ્વરીય સાદ ની શોધના , ઊંડાં સાતત્ય ) : સાથે અંતર્ગત :  ધ્યાન-ચિંતન ( meditation ) ને  : વૃક્ષ , વૃક્ષ ની ડાળી , ને ડાળી પર ના પંખીના માળા ને અને તે પછી ઉપર આકાશ જેવાં સાદ : ના ક્રમિક સ્તર ના ઉદાહરણ દ્વારા સરળતાથી સમજાવે છે. : : : :

” ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,” : પંક્તિબંધ , સૌમ્ય સુક્ષ્મ  સુંદર , મનોરથ અને મંતવ્ય મુજબ ના ‘ચંદ્ર પ્રકાશ’ નો પુનીત ( heavenly minded ) ‘લ્હાવો’ ( advantage ) મેળવ્યાં ઉપર નું ચિંતન ( meditation ) રજૂ કરે છે. : રાત્રી સમયની કેટલીક અનુભૂતિજન્ય આકાશીય પ્રતીતી , પૂર્ણતયા શુદ્ધ અમિશ્ર આચરણના : પરમ પાવન ચંદ્રીય પુનિતતા : ના ‘લ્હાવા’ વરસાવે છે. જેનું નામકરણ અનુપયોગી અને ‘હ્રાસમાન’ ( diminish ) કરવા સમાન માની શકાય , એ ‘ચંદ્રપ્રકાશ’ ની ‘પ્રકાશમાનતા’ સર્વકાલીન હોય એને “ચાંદની” જેવાં નામાભિધાન ની જરુર નથી. : : વીત્યાં સમયની  “વાતો” : વાર્તાલાપ : ( conversations ) : ચાલ સખી ! પ્રેમ ગીત ના નાયક ની યાદગાહ ની / સ્મૃતિ ફલક ની સમૃદ્ધ “અકબંધ યાદ” ( intact in memory ) રૂપે ; અભંગ અનવરત અણનમ ( unbroken ) રહેલી છે . — જે મૌલિક નવસર્જીત આવિર્ભાવની શક્તિ ધરાવે . . જે , મનોવિશ્લેષણ ( psychoanalysis ) ની : પરંપરાગત વ્યાખ્યા- પ્રયુક્તિવાળા  : નિરૂપણ ની : વિવરણ ની : મર્યાદા અને પહોંચ ની બહાર હોય ; જ્યાં સ્મૃતિ નું વિભાજન ( fragmentation ) ન થાય કે ઝાંખી ( faded ) નહીં પડે ; એ પોતાની યાદગાહ માં : સ્મૃતિ ફલક માં : સંપૂર્ણતયા પવિત્રતા ( sacredness ) જાળવી રાખે અને પુનીત ( heavenly minded ) કાર્ય સંપન્ન કરવા માટે , કોઈ પણ વ્યક્તિને કે ઈશ્વરને : એટલે કે , : સખી સંગિની : ને પણ સમર્પિત રહે. : : : :

“વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.”

પંક્તિબંધ સજીવ સ્તરીય પ્રતીકરૂપ જીવનની છબી રચે છે. એક વૃક્ષ ની ડાળી , પંખી નો માળો , ( વન – મેદાન માં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ) સવિશેષપણે વૃક્ષવાસી પંખીલોક ( Aves ) ના અન્ન રક્ષણ રહેઠાણ  : ‘આવાસ નિવાસ ઘરવાસ’ : સહીતની વૃક્ષ ને લગતી ( arboreal habitat ) કુદરતી રીતે અવિશ્રાંત ‘વહન સહન નભાવ’  રચે . : “ને ઉપર આકાશ જેવો સાદ છે.” : મુળસોતું ( rootedness ) વૃદ્ધિ વિકાસ નું પ્રતિનિધિત્વ કરતું વૃક્ષ , આશ્રય અને આત્મીયતા ( shelter and intimacy ) નાં પ્રતીકરૂપ “પંખી નો માળો” જેની નિકટતમ પૃથ્વી તત્ત્વ રૂપ ( grounded existence ) મનુષ્ય ના આત્મિક સ્વત્ત્વ ના  : વૃક્ષ ની ઉપર ના આકાશીય તત્ત્વ તરફી , ઈશ્વરીય સાદ ( sky calling ) સૂણીને , ઝીલીને અને ઉર્ધ્વગામી વૃક્ષસમ સ્તરીય વિકાસ સાધતા રહીને , આગળ ના ઉચ્ચતર માર્ગ ની શોધના કરવાનાં : નિશ્ર્ચય માટે પ્રેરણા આપે છે. : કહ્યું છે , : ” આકાશ જેવો સાદ” : છે . :  સર્વોત્કૃષ્ટ દિવ્ય ( heavenly ) ગૂઢ ગહન ગુણાતીત , અનુભવાતીત ( transcendental ) , વિશાળ વિસ્તીર્ણ અવકાશમાં ધ્વનિત , સંવેદનશીલ મનુષ્યની આકાંક્ષા મહત્વાકાંક્ષા ના પ્રાણવિધાન નો અનુનાદિત મહાપ્રાણોચ્ચાર ( aspirational sky call in vastness ) : જે દર્શાવે છે કે કેવી રીતે સામાન્ય જમીન પર આધારિત જીવન ( grounded life ) : મૂળસોતું વૃક્ષ ડાળે ડાળે જીવરસ સમૃદ્ધ કરીને “ટોચ લગી જાય”. વૃક્ષ ડાળે આડીઅવળી સુકી ડિંગલી-સળેખડી ( probes ) ભેગો ગૂંથ્યો “પંખીનો માળો” ( arborized nest ) ગોઠવાયેલો રહીને એની “ઉપર આકાશ જેવો સાદ”( heavenly call ) ની નીકટતમ રહ્યો એમ , મનુષ્ય પણ : જીવનરસ થી સભર :  રહીને , ઉચ્ચતર આકાશ સાથે , પોતાના અંતઃસ્થ ભાવવિશ્વ ના કંઈક ને કંઈક ઉર્ધ્વગામી શાંત સંવાદમાં ક્રિયાન્વિત હોય . : મનુષ્ય ના ચેતનસત્ત્વ નું આશ્ર્ચર્યમુગ્ધ કરતા ચેતાતંત્ર ના ચેતાતંતુઓ નું જાળું , સુક્ષ્મ – અતિ સુક્ષ્મ સ્તરો માં વૃક્ષસમ ( arborization : tree like branching pattern in anatomy of nerve fibres ) દેખાતું માઈક્રોસ્કોપ નીચે સુસ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વૃક્ષ ની ડાળી પર ના માળા માં રહેતા પંખીની જેમ વૃક્ષસમ મનુષ્ય ના માનવ સંબંધ પણ આ વિશાળ વિસ્તીર્ણ બ્રહ્માંડમાં આગવું અસ્તિત્વ ધરાવે છે. : આમ , આત્મિક સ્વત્ત્વ નું વૃક્ષસમ સમાયોજન ( arborization ) થતાં ” ચાલ સખી ! ” પ્રેમગીત માં , આકાશીય પરમસુખ ની સ્વર્ગીય મુખરતા heavenward prominence ) નિહાળીને કૃતજ્ઞતા ની લાગણીઓ સમેત હર્ષાતિરેક નો અનુભવ થાય છે. : : : :

“ને ઉપર આકાશ જેવો સાદ છે.” : :

“ઉપર આકાશ જેવો સાદ” ( Heavenly Sky Calling ) અંતિમ ઊંચાઈ નું પ્રતિનિધિત્વ કરતી આબેહૂબ જીવંત બોલતી છબી ચિત્ર છે જે નાનાં મોટાં ક્ષુલ્લક સંઘર્ષોથી ઉપર ઉઠવા માટેની હાકલ છે . સર્વાતિશાયી : સર્વ ની પાર રહેલું અનંતપણે ખાલી લાગતું આકાશ : રહસ્યો ને ખોળવાની ને જોવાની , હ્રદય ની અંતર્હિત ઝંખના અને પવિત્ર આધ્યાત્મિક જાગૃતિ ના ઉચ્ચતર હેતુની શોધના કરવા માટે , અનુસરવા માટે અથવા બનવા માટે આમંત્રણ આપે છે . જીવનની વિશાળતા શું છે ? કંઈક વધું અર્થપૂર્ણ અને વધું સુંદર તરફ આગળ વધવા બોલાવી રહેલો આકાશ જેવો સાદ છે . માનવીય ઝંખના ( longing ) અને આશ્વર્ય ( wonders ) ની વિભાવના આવનારાં ભવિષ્ય ની ઉમેદ જગાવે તેથી તેની મહિમા જીવનવાદી આંતરિક અવાજ રૂપે વ્યક્ત થાય તેનાં સાદ કરે છે . : : : :

” મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,”:

ગીતના દ્વિતીય અંતરા ને સંકેલીને મુખડા ના મધ્યવર્તી વિચારભાવ સાથે જોડતો પંક્તિબંધ : માટી ભળ્યાં વિસ્તર્યા હોય પણ નહિ દેખાતાં મૂળ સ્વરૂપ ભાગ ની જેમ મનુષ્ય ની સંવેદનશીલ લાગણીઓ અંતઃસ્થ ઊંડાણે થી શરૂ થઈ ને હયાતીની ઉર્ધ્વગામી વિકાસોન્મુખતા અનુસરીને ઉપર ને ઉપર તરફ વધે  : “ટોચ લગી જાય “; જ્યાં સુધી એના અસ્તિત્વ ની સ્વત્ત્વલક્ષીતા સંપૂર્ણપણે વ્યક્ત થઈ ન રહે . :  “ચાલ સખી!” પ્રેમગીત ના નાયક ની પ્રશ્ર્નોર્મિ : “એવી લાગણીને કેમ રે ઉવેખીએ,”:  સમજાવે છે કે , એવી અવગણના કે ભૂલાવા , ( neglect or forgetfulness ) એ વૃક્ષ ના અસ્તિત્વ ને ટકાવી રાખનાર જીવનશક્તિ ને અવગણવા સમાન નીવડે. માટે રસિકડાં પ્રેમીજનો એ સમૃદ્ધ જીવનશક્તિ નું સંગોપન કરવાની નેમ રાખવી પડે. એટલે કે : ગોપન : પાલનપોષણ અને જીવન – રહસ્યો ના જાળવણ : રક્ષણ : કરવાની મૌલિક સર્વોત્તમ કળાથી સજ્જ રહેવા માટેની આગ્રહશીલતા : ધાર્યું પાર પાડવાના  ઝોક ( dogmatism ) અખત્યાર કરવાં  રહ્યાં. : : : :

“ચાલ સખી!” પ્રેમગીત સૂચવે છે કે :

યથાતથ સ્મૃતિ ના નામાભિધાન ની જરુર નથી ; સ્મૃતિ ફલક : યાદગાહ : માં એનાં સારરૂપ ‘તથ્ય સ્વત્ત્વ’ : ગુણ તત્ત્વ સહીત જીવંત રહે છે , સુવાસિત રહે છે. : માનવીય સંબંધો ( human  relations ) જોડાણો ( connections ) જમીની : ભોંયભેગા ( grounded  ) અને ગુણાતીત( transcendent ) એમ બંને રીતના હોય. : રચના ગત રીતે લાગણીઓ ઇન્દ્રિયગમ્ય હોય શકે , જેની અનુભૂતિ થાય જ્યારે અંદરૂની ઊંડાણે થી ઉગે  ; અને તેને ઉવેખવી  જોઈએ નહીં એવો ભાવ જાગે . : feelings rising from deep within should not be overlooked or denied. : સૌમ્ય આગ્રહ રાખીશું જેમાં સંવેદનશીલ અનુભૂતિઓ શબ્દોમાં મર્યાદિત ન રહે . અને યાદ રહે : અંદરૂની પ્રફુલ્લિતતા ને ઉવેખવાની નથી ;  જે એકવાર ઊંડાણે થી અનુભવાયું છે અને વ્યક્ત થયું છે એને ભૂલી જવાનું નથી. : : : :

હયાતી નાં ઊંડાણ સ્થિત વેદના : પીડા નાં શાશ્વત સ્વરૂપ અને પરિવર્તનશીલ તરલતા ( fluidous ) સાથે મળવાપાત્ર અણ-અનુમાનીત સુખાનંદ વચ્ચે ની ભેદરેખા ની સંશોધના — જડતા ને ત્યજીને , સખી સંગિની ના સંગમાં : ચેતનવંતી સાહસિક દરિયાઈ સફરે : નીકળી પડવાના નિર્ણય માં પરિણમે : તેની :’તાર્કીકતા’ : અને નવજીવન માટે નવસંસ્કરણ નવીકરણ નવસંચાર લાવવાની :’તાકીદ’ : સમજાવતું , નવલકથા- લેખક અને કવિ શ્રી ધૃવ ભટ્ટ નું રાગ ચારુકેશી  ના મિશ્ર સ્વર માં , સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીયા ના સંગીત નિયોજન માં અમર ભટ્ટ ના સ્વર માં , ૧૯૮૫ માં રેકોર્ડેડ , અત્યંત લોકપ્રિય પ્રેમગીત “ચાલ સખી !” સુંદર પ્રેરણાદાયી : “ગાય તેના ગીત” તરીકે વારંવાર ગવાયું છે અને ગવાતું સંભળાયા કરશે. : : ENJOY : :: :

“ચાલ સખી ! “ધૃવ ભટ્ટ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા જાન્યુઆરી ૩૧ , 2022 : : : : પોષ વદ ચતુર્દશી : : UPDATED એપ્રિલ ૨૯ , ૨૦૨૬ : સોમવારે , વૈશાખ સુદ ચતુર્દશી / મેં ૧ , ૨૦૨૬ : વૈશાખ સુદ પૂનમ  : : Towards A dedicated Presentation with  Congratulations To Our Sister Dr. Suvarna ben Naik and Brother in Law , Prof. ( Retd ) Shri Arun Kumar Naik , Living At Corona City: California , U. S. , On their 60 Th Marriage Anniversary On April  29 , 2026 .. : : : : : : : :

*********************************************** પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં : હરીન્દ્ર દવે : : : :

ને તમે યાદ આવ્યાં : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં હરીન્દ્ર દવે : લખ્યાં  તા. ૧૯ માર્ચ ૧૯૭૬ : Springtime : :

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં હરીન્દ્ર દવે અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

************************************************Xiii

નેજવા ને પાંદડે પોઢ્યા માધવ તમે : અનિલ જોષી : : : :

નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

ધખતી બપોરમાં બળતું વેરાન બધે ઊના તે વાયરા ફૂંકાતાં
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!

બંધ કરું પોપચાં તો મળે સ્હેજ છાંયડી એટલે વેરાન નહીં છોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય!
આવળનાં ફૂલ પીળા રંગનાં ખાબોચિયાં એમાં વેરાન પડી ન્હાય!

આવા વેરાનને બાંધતાં દોરીને જેમ વગડાનું ગાન પડે થોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

— અનિલ જોષી

નેજવા ને પાંદડે પોઢ્યા માધવ તમે : અનિલ જોષી : : સ્વર : ઉષા મંગેશકર : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ઓરિજીનલ ) : : The Best Of Purshottam Upadhyay Cd 2 : Saregama India Ltd : Released on: 1987-01-12 : સારેગમા યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૯ / ૨૦૧૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/EuMtapBdU6o?si=hw6j4hLVGM9lz9dl

નેજવા ને પાંદડે પોઢ્યા માધવ તમે : અનિલ જોષી : : સ્વર : વિરલ  – બીજલ  ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : HRIM World યુ ટ્યુબ રિલીઝ ૫ / ૯ / ૨૦૧૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/2aIXvFBVTkA?si=omajr3-xmBXpAg0G

નેજવા ને પાંદડે પોઢ્યા માધવ તમે : અનિલ જોષી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* iXV : પાંદડું ખર્યું ને ઝાડ રહી રહ રુએ : ભાસ્કર વોરા : : : :

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂએ,
જુએ આખો વગડો ને વન,
તોય એનાં આસુંડા કોઈ ના લુએ.

એક એક પાંદડે સૂરજ ને ચંદરના
રમતાં’તા તેજ અને છાયા;
લીલા અનોખી ને ઘાટ રે અનોખો
એની વળગી’તી લીલુડી માયા.
એની માયાનાં મોલ મુંગા મુરઝાતા જાયને
ભીતરનું ભાનસાન ખુએ. પાંદડું ખર્યું ને..

પીળું ખરે તો એનો રંજ
આતો કુંપળને આંબી ગઈ આંધી
કુણેરા કોડ ઓલા કાળમુખી વાયરે
મધરાતે લીધા રે બાંધી
એનાં અથરારે પ્રાણ આજ રે પીંખાતા જાયને
સુસવતી વેદના ચુએ. પાંદડું ખર્યું ને..
— કવિ શ્રી ભાસ્કર વોરા

પાંદડું ખર્યું ને ઝાડ રહી રહ રૂએ : ભાસ્કર વોરા : : સ્વર : સ્વર : : આલાપ દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઇ : : બાંસુરી : : નિનાદ મુલાવકર : : વિડિયો શૂટ : : At Bonsai garden of Shri Sujoy Shah and Rupa Shah : : By શ્રી પરાશર ત્રિવેદી અને મહર્ષિ – અંકિત : : Released on August 12 , 2021 The Birth Anniversary Of Shri Bhaskar Vora , Poet of the Song : : આલાપ દેસાઈ મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૮ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :

https://youtu.be/hNMkfmwm4gw?si=rPvh4rGUv9WqU9_H

પાંદડું ખર્યું ને ઝાડ રહી રહ રૂએ : ભાસ્કર વોરા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

********************************************* XV : પાંદડી વાયરા ને વળગી શું કામ ? પન્ના નાયક : : : :

પાંદડી વાયરા ને વળગી શું કામ ? : પન્ના નાયક : : વિદેશીની ( ૨૦૦૦ ) પૃષ્ઠ ૩૪૦

પાંદડી વાયરા ને વળગી શું કામ પન્ના નાયક : : સ્વર : ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમિત ઠક્કર : : મૂળ આલ્બમ : વિદેશીની : : નેરેટીવ લિરીકસ વિડીયો Swar Eeshwar • स्वर ईश्वर • Girish Prakash યુ ટ્યુબ રિલીઝ ૧૮ / ૧૧ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ  : : : :

https://youtu.be/MQT_zYFN6vQ?si=qZWRyVnUn-GTwojR

પાંદડી વાયરા ને વળગી શું કામ પન્ના નાયક : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રુએ : ભાસ્કર વોરા : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : :

https://youtu.be/hNMkfmwm4gw

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂએ,
જુએ આખો વગડો ને વન,
તોય એનાં આસુંડા કોઈ ના લુએ.

એક એક પાંદડે સૂરજ ને ચંદરના
રમતાં’તા તેજ અને છાયા;
લીલા અનોખી ને ઘાટ રે અનોખો
એની વળગી’તી લીલુડી માયા.
એની માયાનાં મોલ મુંગા મુરઝાતા જાયને
ભીતરનું ભાનસાન ખુએ. પાંદડું ખર્યું ને..

પીળું ખરે તો એનો રંજ
આતો કુંપળને આંબી ગઈ આંધી
કુણેરા કોડ ઓલા કાળમુખી વાયરે
મધરાતે લીધા રે બાંધી
એનાં અથરારે પ્રાણ આજ રે પીંખાતા જાયને
સુસવતી વેદના ચુએ. પાંદડું ખર્યું ને..
-કવિ શ્રી ભાસ્કર વોરા : : સ્વર : : આલાપ દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઇ : : બાંસુરી : : નિનાદ મુલાવકર : : વિડિયો શૂટ : : At Bonsai garden of Shri Sujoy Shah and Rupa Shah : : By શ્રી પરાશર ત્રિવેદી અને મહર્ષિ – અંકિત : : Released on August 12 , 2021 The Birth Anniversary Of Shri Bhaskar Vora , Poet of the Song : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : જાન્યુઆરી ૩૦ , ૨૦૨૨ : : પોષ વદ તેરસ : : પૂણે ઈન્ડિયા : : : :

પાંદડી વાયરા ને વળગી શું કામ !? પન્ના નાયક : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : :

https://youtu.be/L4xXz7Zsvzg

પાંદડી વાયરાને વળગી શું કામ ? -પન્ના નાયક


પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

-પન્ના નાયક : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : જાન્યુઆરી ૨૯ , ૨૦૨૨ : : પોષ વદ બારસ : : પૂણે ઈન્ડિયા : : : :

પાનખરના હૈયામાં ટહુકે વસંત : નરેન્દ્ર મોદી : પાર્થિવ ગોહિલ : ( ૧ ) : : The beginning is often the end. And to make an end is to make a beginning : T S Eliot : ( 2 ) : :

https://youtu.be/SwT3ImuFH3A

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

આજે તો વનમાં કોનાં વિવા?
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
નરેન્દ્ર મોદી : : : :  ક્લિક કરો અને વિડિયો જુઓ : : શ્રી નરેન્દ્ર મોદી : : રાષ્ટ્ર ને વસંત પંચમી ની બધાઈ આપતો સંદેશ : : : : : : : : : : : : https://youtu.be/fMvgCtq-JaE ટહુકે વસંત : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ‘વસંત’ માત્ર ઋતુ સંબંધિત ફેરફાર લાવીને આવી ન્હોતી , પરિવર્તન માટે નો સંદેશ : પ્રકૃતિમાં નવીકરણ ના પુનઃસંચાર જેમાંથી થતાં કાયાકલ્પ , આગળ વધી ને પુનરુદ્ધાર તથા પુનરુજ્જિવન ની વિભાવનાઓ તરફ લંબાયમાન વિકાસના નમૂના સહિત નિર્દેશન આપતી ‘અવધારણા’ પણ લઈને આવતી હોય છે . આ પ્રક્રિયા ના માત્ર સાક્ષી બની રહે એ માનવ સ્વભાવમાં સ્વીકાર્ય નથી . બલ્કે , વસંત ના આગમન , પુરબહાર અને સુગંધિત પરિવર્તન થી સર્વ જીવમાં વ્યાપ્ત તાજગી અને જીવનવાદી શક્તિ સંચાર -વૃદ્ધિ સાથે ,એકાત્મ સાધી તન મન , વિચાર , વાણી વર્તન અને સમર્પિત ધ્યેય સંબંધિત સારાસાર વિવેક દાખવીને જીવન વ્યાપન સાથે પોતાના મનોરથ સિદ્ધ કરી શકે છે . જેના કારણે , વૃદ્ધિ વિકાસ ની સંભાવ્યતા  નિપજે અને તેને લગતા ચિંતવ્યાપાર ના ઉદ્દેશ્ પરિપૂર્ણ થાય . અટકી પડેલાં કાર્યો ફરીથી ચાલુ થાય . નિષ્પ્રાણ યોજનાઓ સજીવન કરવા પ્રવૃત્ત થવા લાગે . સુકકા – પીળાં નંખાયેલા ખરી પડતાં પાંદડાઓ ખેરવી ને ઊભાં પાનખર ના વૃક્ષો રંક બની ગયા લાગે . પણ વસંત ના આગમન અને તેની પછીતે આવતી પુરબહારમાં , કેસૂડાં ના ફૂલેલા વૃક્ષ પર તો પાંદડાં ય સાવ ઓછાં જે નજરે જોવાનો અભિક્રમ તેની શ્રીમંતાઈ નું ગૌરવ છતું કરે અને ક્યાંક ટહૂકતી  કોયલના લય વચાળે પ્રશ્ર્ન થાય : :  ” કેસૂડાં નો કોના પર ઉછળે પ્રણય ?” વનમાં ન જાણે ” કોના વિવા(હ)?” કે ” એક એક વૃક્ષ માં પ્રગટે દીવા!”, જ્યાં “આશીર્વાદ આપવા આવે છે સંત ” : : આવનારા આવા પરિવર્તન ને લીધે ” પાનખર ના હૈયામાં ‌ટહુકે વસંત . : :  : :  : : ” હેમંત શીશીર ની પોષ ની ઠંડી ઋતુઓના સમયે , વૃક્ષના અસ્તિત્વના નિભાવ માટે મોટા જોખમનો , સામનો કરવો પડ્યો હતો ; જેના કારણે પોષણ અને શક્તિ ના ઉપયોગ પર બચતી-  અંકુશ લાવવા માટે પાંદડાંઓ ખેરવતા , બચત થાય જે , વૃક્ષ ના બાકીના બધા ભાગો ના સંવર્ધન માટે વૃક્ષ ને ઉગારવાનો ઉપક્રમ પૂરો પાડે ; એવી કુદરતી યોજના અને માફકસર ની ગોઠવણ સૂચવે છે તે પાનખર : આવી રીતે : ” પાનખર ના હૈયામાં ‌ટહુકે વસંત !” પરંતુ , આ પાનખર તેથી કાંઈ વૃક્ષ નો અંત આણવા માટે આવી બેસી નથી . વૃક્ષનો જીર્ણોદ્ધાર ત્યારબાદ આવનારી ‘વસંત’ ઋતુ માં સુનિશ્ચિત છે : સૃષ્ટિના પહેલેથી નિર્ધારિત નિયમ મુજબ એ ચોક્કસપણે થવાનું છે; થવું જ જોઈએ . કાવ્યરચના ની મૂખડા ની પંક્તિ માં કહ્યું છે : ” અંતમાં આરંભ અને આરંભમાં અંત , પાનખર ના હૈયામાં ‌ટહુકે વસંત ” : : આ પંક્તિ ટી. એસ. ઈલિયેટ ” ની જગજાણીતી પંક્તિ ની દ્યોતક છે : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ( 2 ) T.S. Eliot, “ What we call the beginning is often the end. And to make an end is to make a beginning. The end is where to start from ?”  : : : : “આપણે જેને શરૂઆત કહીએ છીએ તે ઘણીવાર અંત હોય છે. અને અંત કરવો એટલે શરૂઆત કરવી. અંત ક્યાંથી શરૂ કરવો તે (પ્રશ્ર્ન) છે.”? : : : :એલિયટની કાવ્ય પંક્તિઓ ( rhetorician ) હ્રેટરિશન ( પ્રભાવી અત્યુત્કિભરી ભાષા ના વક્તા ) જેને ઓક્સિમોરોન્સ ( Oxymoron ) કહે છે તેવો ‘વિરોધાભાસ અલંકાર’ યોજે છે – તેઓ એકબીજાના વિરોધી શબ્દોને જોડે છે. ઓક્સિમોરોન્સ આપણને પકડી રાખે છે અને આપણું ધ્યાન ખેંચે છે, અને સૂચવે છે કે “મેળવવા” માટે કંઈક છે. ઉદાહરણ તરીકે, જ્યારે યેટ્સ “ભયંકર સૌંદર્ય” ( terrible beauty ) ની વાત કરે છે, ત્યારે , we appreciate the loss of life required to demonstrate the rebels . ભલે ને , એ બંડખોરો માટે પ્રતિબદ્ધતા હોય . અલબત્ત જીવનની પડતી ખોટ ભરપાઈ નહીં જ થાય . શું એલિયટ સૂચવે છે કે “શરૂઆત” અને “અંત” એકબીજાને લાગુ પડે છે, અને જો એમ હોય તો કેવી રીતે?

પ્રથમ નજરમાં, આ TS Eliot ની ઉપરોકત પંક્તિઓ  માત્ર ઓક્સિમોરોનિક અલંકાર જ નહીં પરંતુ ખરેખર વિરોધાભાસી લાગે છે.  જો કે, આપણે જોઈ શકીએ છીએ કે એવું નથી.  પહેલી પંક્તિ કહે છે: :  એવું નથી કે શરૂઆત અને અંત સરખા છે, પરંતુ તેના બદલે આપણે ઘણીવાર બાદમાં પહેલા ઘટના ક્રમ સંબંધે ભૂલ કરીએ છીએ.  ત્યાં કોઈ વિરોધાભાસ નથી.  આગળની પંક્તિ અંત અને શરૂઆતને ઓળખવાની નજીક આવે છે, પરંતુ તેમ છતાં, તે વિરોધાભાસી નથી.  તે કહે છે કે : :  અંત લાવવા માટે શરૂઆત કરવી જરૂરી છે : :  કે : : તમે બીજા ઘટના ક્રમને સંપન્ન કર્યા વિના પહેલા ઘટના ક્રમ મુજબ કરી શકતા નથી. Meaning that you can’t do one without also doing the other. That’s different from saying that making an end is the same as making a beginning. It’s not like saying that Samuel Clemens is Mark Twain. તે અલગ છે કે અંત થવો એ શરૂઆત કરવા સમાન છે .

“And થી :અને And થી જે બીજી પંક્તિની શરૂઆત કરે છે તે સૂચવે છે કે શરૂઆતનો અંત ભૂલવો, અને અંત કરીને શરૂઆત કરવી, આ મહત્વપૂર્ણ રીતે સંબંધિત છે.  જો આપણે જેને શરૂઆત કહીએ છીએ તે ઘણીવાર અંત હોય છે, તો પછી આપણે (ક્યારેક) પોતાને કંઈક શરૂ કરી રહ્યા હોવાનું માનીએ છીએ જ્યારે હકીકતમાં આપણે તેને સમાપ્ત કરી રહ્યા છીએ.  પરંતુ જો શરૂઆત કરવાનો એક માર્ગ અંત છે, તો પછી શરૂઆત માટે અંત લાવવા ભૂલ કરવી એ ગંભીર ભૂલ નથી.  આપણે એવું માની શકીએ છીએ કે આપણે કોઈ વસ્તુની શરૂઆત કરીએ છીએ જ્યારે વાસ્તવમાં આપણે તેને સમાપ્ત કરી રહ્યા છીએ .We can believe we are beginning something when actually we are ending it, but since endings result in beginnings, there’s a sense in which we were right afterall . “અંત” નો અર્થ ફક્ત કોઈ વસ્તુનો અંતિમ ભાગ જ નહીં, પણ પૂર્ણતા પણ છે.  આપણે એક કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ તે સમજવા માટે કે બીજું કાર્ય પણ આપણા માટે જરૂરી છે.  એકવાર તમે લૉન કાપ્યા પછી, તમારે તેને સંલગ્ન ફૂટપાથ સાફ કરવી પડે.  તેમાં ઓછું સ્પષ્ટ છે કે આપણે એક કાર્યને શરૂઆત સાથે પૂર્ણ કરવામાં કેવી રીતે મૂંઝવણ કરી શકીએ !? કાપેલું ઘાસ પકડનાર ને ખાલી કરવું એ લૉન કાપવાનું પ્રથમ પગલું હોઈ શકતું નથી.  ( અથવા પૂછો ‘શું તે કરી શકે છે?’ જ્યારે , કદાચ , જો તમે તેને છેલ્લી વખતે ખાલી કરવામાં નિષ્ફળ ગયા હોવ તો .. . ) “અંત” નો અર્થ હેતુ purpose of the project પણ છે, અને એવી પ્રવૃત્તિઓ પણ જેનો હેતુ ફક્ત તેમાં ભાગ લેવાનો કે આનંદ લેવાનો છે.  જો તમે એલિયટ ને વાંચવાનો આનંદ માણો છો, તો તમે વાંચવાનું શરૂ કરતાની સાથે જ તમે ત્યાં જ છો.  તે લૉન કાપવા જેવું નથી. શરૂઆતના અંત અને અંતની શરૂઆત વચ્ચે શું તફાવત છે?
દૃષ્ટિના અભિગમ ની રીતે  તેનું વર્ણન કરીએ : : : : 9 મીટરના થ્રેડને 3 વિભાગો સાથે 3 મીટર દરેકના  ધ્યાનમાં રાખીને , પ્રથમ વિભાગની શરૂઆતથી એક રિંગ પસાર કરો.  જ્યારે તમે મૂળથી 3 મીટર સુધી પહોંચો છો, ત્યારે તમે શરૂઆતના અંતમાં છો : At the End of Beginning .  જ્યાં સુધી તમે 6 મીટર માર્ક સુધી પહોંચો ત્યારે‌‌ તે અંતમાં શરૂઆત છે : The Beginning at the End .  આમ, તે તબક્કાની સ્થિતિ દર્શાવવા માટે વપરાતો તબક્કો છે.  તબક્કાની અંતિમ સ્થિતિની શરૂઆત : અંતિમ અવસ્થાની શરૂઆત : પ્રારંભિક તબક્કો : અંત : : (અને પછી) ઊલટું ( vice versa ) : : શરૂઆતનો અંત એ મધ્ય ની શરૂઆત છે .  જ્યારે અંત ની શરૂઆત એ મધ્ય નો અંત છે .


એ નાટક , ૧૯૪૨માં યુદ્ધ સમયના બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ દ્વારા પ્રસિદ્ધ થયું હતું, જ્યારે હારની લાંબી શ્રેણી પછી, આખરે ગ્રેટ બ્રિટનનો વિજય થયો હતો અને જનરલ મોન્ટગોમેરી એ અલ અલામેઈન ખાતે રોમેલ ના જર્મન દળોને પાછા ધકેલ્યા હતા.

ચર્ચિલ ના ભાષણમાં દર્શાવેલ  સારાંશ એ હતો કે મોટાભાગે પરાજયનો સમય પૂરો થઈ ગયો હતો ( શરૂઆત ) અને હિટલરના નાઝી દળો સાથે ની ભવિષ્યની લડાઈઓ સમાન રીતે સશસ્ત્ર વિરોધીઓ સાથે થશે જે સંભવતઃ ૫૦ : ૫૦ પરિણામ લાવી શકે…. વચ્ચેનો તફાવત  શરૂઆત નો અંત અને અંત ની શરૂઆત ઘટનાઓ પ્રત્યેના તમારા વલણમાં વ્યક્ત થાય છે.

શરૂઆતનો અંત એક નવા, ઉભરી રહેલા ગતિશીલ તબક્કા ની અપેક્ષાએ in anticipation of new phase  થવાની સંભાવના છે.  અંતની શરૂઆત , કંટાળાજનક પણ દર્દ ની એવી પ્રતિતિ સાથે છે કે વસ્તુઓ અનિવાર્ય નિષ્કર્ષ પર પહોંચવા જઈ રહી છે અને સારી રીતે સમાપ્ત થવાની સંભાવના નથી.

આ શબ્દસમૂહ સૂચવે છે કે કોઈ વસ્તુની શરૂઆત અથવા અંત એ સમયનો કોઈ મુદ્દો નથી, પરંતુ એક ઘટના છે જે સમય સાથે પ્રગટ થાય છે.  તેથી શરૂઆતનો તબક્કો ( અથવા અંતનો તબક્કો ) પોતે શરૂઆત અને અંત હોઈ શકે છે.

“શરૂઆતનો અંત” નો અર્થ એ છે કે “ભલે આ થોડા સમયથી ચાલી રહ્યું છે, આપણે હજુ પણ લાંબી મજલ કાપવાની છે.”

તફાવત એ બે પ્રક્રિયાઓ વચ્ચેનો સમયગાળો છે, જો કે તે બે પ્રક્રિયાઓને વ્યાખ્યાયિત કરી શકાય છે.  ઉદાહરણ તરીકે, તમારો જન્મ શરૂઆતની પ્રક્રિયાનો અંત હતો . બીજી પ્રક્રિયા શરૂ થાય પણ ખરી જે નવીન રીતે અંત તરફ દોરી લઈ જઈ શકે .દરેક બીના /વસ્તુ માટે એક તબક્કો છે ,જેને કોઈ વસ્તુ કે બીના ની શરૂઆત તરીકે સમજાવી શકાય .  તે સામાન્ય રીતે કેટલાક મનમાન્યા ધ્યેય ના સેટિંગ ને અનુસરે છે.  આ ‘સ્ટાર્ટઅપ’ તબક્કાની બહાર, એકવાર વસ્તુઓ કે બીના આગળ વધી ચાલી રહી છે અને મહત્વના લક્ષ માં રાખવા જોગ પરિબળો સ્વીકૃત થઈ જાય છે . સારું, આ શરૂઆતનો અંત ગણી શકાય.

આમાંથી તમે ‘અંતની શરૂઆત’ને એક્સ્ટ્રાપોલેટ કરી શકો છો. અજાણ બાબતો નું અનુમાન ભવિષ્ય ની ઘટના સૂચવી શકે છે .  દરેક વસ્તુ કે બીના નો અંતિમ તબક્કો હોય જ .  તે એક સ્વીકૃતિ છે કે જેના દ્વારા શરૂઆતના તબક્કામાં ઓળખવામાં આવેલા નોંધપાત્ર પરિબળો નિર્ણાયક તબક્કે પહોંચી ગયા છે.  સામાન્ય રીતે શરૂઆતના તબક્કામાં સ્વીકૃત થયેલા ધ્યેય ના સંદર્ભમાં.

તે ઘણી વખત માત્ર પાછળથી જાગતું ડહાપણ hindsight માં જ હોય શકે છે કે આપણે “પ્રારંભ” અથવા “અંત” ના phases : તેના  તબક્કાઓ  સરળતાથી સમજાયા કરીને સ્વીકૃતિ આપી . પછી નું ડહાપણ કેટલીય વખત બહું મોંઘુ પડશે અને ઘણાં ય ને રોવડાવશે.

તે સિવાય, બંને શબ્દો સાથે કલ્પિત ઉમેરો પણ કરી શકાય . મૂળભૂત રીતે અર્થ નિર્દેશ થવો જોઈએ . 

ચાલો , કહીએ કે તમે લગભગ 80 વર્ષના થશો ત્યાં સુધી તમે જીવશો.
તમારા માટે અંત begging of the End તમારા મૃત્યુની આસપાસ હશે : તમારા મૃત્યુના લગભગ એક વર્ષ પહેલાં – ૭૯ માં વર્ષે . તમારા જીવન ની શરૂઆત begging of your Life તમારું બાળપણ Childhood કહેવાશે . તમારું બાળપણ કિશોરાવસ્થામાં અને પછી પુખ્તતાવસ્થા તરફ દોરી જશે : first teenage and then adulthood . તમારા બાળપણ નો અંત , તમારી કિશોરાવસ્થાના અંત માં : End of your childhood માં હશે : : લગભગ ૧૮ – ૧૯ વર્ષ ની ઉંમરે : : thus End of your childhood ( the begging would be your late teens ) : : End of the begging = 19 years And begging of the End = 79 years : : That is the difference : Is this the “begging the question ?” જેનો જવાબ ન હોય તેવો પ્રશ્ન પૂછ્યો હતો શું !??! : : : : : : : : : : : : : : : Winston Churchill said : ” Now , this is not the End . It is not even the beginning of the End . But , it is perhaps the End of the beginning ” ( 1942 Speech on British Win after losing wars for Two years previously ) : : ” અંત માં આરંભ અને આરંભમાં અંત , પાનખર ના હૈયામાં ‌ટહુકે વસંત ” ( નરેન્દ્ર મોદી ) :  ( ૧ ) : : અને ” The beginning is often the end. And to make an end is to make a beginning : T S Eliot : ( ૨ ) : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : જાન્યુઆરી ૨૮ , ૨૦૨૨ : : પોષ વદ અગિયારસ : પટતિલા એકાદશી : : પુણે ઈન્ડિયા : : : : : : : :

પાનખર : હરીન્દ્ર દવે : પાનખર ના કાવ્ય ગીત : :

રાત અંધકારથી જ
રંગમંચને સજે,

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

વિલુપ્ત ગુંજનો થતાં
રહ્યા પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ
મ્હેકતા પરાગના;

છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

હવે બિડાય લોચનો
રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ
રંગમંચને સજે,

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

-હરીન્દ્ર દવે  : : : :  મધુવન ( પૃષ્ઠ ક્રમાંક 257 ) : સંપાદક : હરીન્દ્ર દવે : પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ વર્ષ : 2002 : :

પાનખર : “નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે ! હવા ફરી ઉદાસ છે , ચમન ફરી ઉદાસ છે.” હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : જાન્યુઆરી  ૨૭ , ૨૦૨૨ : : : :

ગઝલના મિજાજમાં લખ્યું હરીન્દ્ર દવે ના આ કાવ્ય ગીત “પાનખર” નું રસદર્શન , અર્થપ્રૌઢિ શુષ્કતા ની અર્થવાહક અભિવ્યક્તિ નાં બે અંતરાઓમાં નાં સંમિલિત અર્થનિર્દેશ અને વિસ્તૃત વિચાર દ્વારા રજૂ કરીશું. : :

“હવા  ફરી  ઉદાસ  છે,   ચમન  ફરી  ઉદાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું  આસપાસ છે!

છેલ્લું આ  કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,

હૃદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે!”

આ ચાર પંક્તિબંધ વ્યક્ત કરે છે સ્પીકર ની આસપાસ ઉદાસ દેખાતા ચમન પરથી ઝડપથી સરકી જઈ રહેલી પાનખરની સાંજ ની બેઉં બાજુ કે ચારેય બાજુ તરફથી કવિ મન ની નીકટે સ્પર્શી જતી ફરીને “ઉદાસી” વેરતી “હવા” જેની પાસે કંઈક અને કોઈક ‘આશા’ રાખી હતી ; કદાચિત ત્યાં આવનાર કોઈક વ્યક્તિ માટેની ‘આશા’ રાખી હતી તે ચમનમાં આવવાની આશા ફળીભૂત થઈ નથી અને એમના  આવવાંની ‘ઉમેદ’ પાર પડી નથી . સુર્યાસ્ત પહેલાંનું “છેલ્લું કિરણ” દિવસાંત નો છેલ્લો “ઉજાસ”( અજવાળું ) સમેટી લેનાર છે. આમ ક્ષણશઃ આશાભંગ થી ઉત્સાહભંગ કરનારી વિષણ્ણ ખિન્નતા ( melancholy ) તરફી સંક્રમણ ( transition ) સાથે સીધા પરિચયથી આવેલી સમજ ( fleeting moments of hope ) આશાનું ‘ક્ષણનશ્વરત્વ’ વ્યક્ત કરતું શબ્દચિત્ર આલેખે છે. : :

A lone figure sitting quietly amidst falling leaves, surrounded by misty or golden park settings. : evokes a deeply melancholic and reflective mood, capturing the bittersweet beauty of changing seasons.  :

પાનખરની છબી અંદરુની ભાવાવેશ ને કેવી રીતે વ્યક્ત કરી શકે છે તેનો વિચાર કરીશું. : : “છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે.” પંક્તિ સમજાવે છે કે, ‘ખુશી’ની માફ્ક ‘નિરભ્ર’ : સ્પષ્ટપણે સહેજે સમજાય , જોઈ શકાય , એવું ‘સુરેખ’ ‘પ્રકાશિત દ્રશ્ય’ : થોડાં વખત માટેનું હોય : કાયમી નહિ પણ હંગામી હોય. પરિણામે ‘નજરું નું સુખ’ પણ થોડાં સમય માટે માણવાં મળે : જેને લીધે ‘આંખ ફરીથી ઉદાસ’ થઈ રહે તો તે “ઉજાસ” ના સ્થાને સંક્ષિપ્ત ‘ઝાંખપ’ આવતાં  જન્મતી મનની ‘મુંઝવણ’થી પ્રદીપ્ત ‘વિષાદ’ અથવા ‘વ્યથા’ અને ‘ગુમાવ્યાં’ ની ફરીફરીને ઉથલો મારતી સ્થિતિમાં પાછા ફર્યાંની કથની છે. : :: “હ્રદય માં ભાર ભાર છે,” પંક્તિ સંક્ષેપમાં , ‘દિલગીરી નું દુઃખ’ અથવા ‘મનસ્તાપ’ , ‘પ્રેમભાવ’ નો એકપક્ષીય  ‘પ્રતિઘોષ’ અપૂરતો હોવાથી જન્મતાં ભાવનાત્મક ‘ભાર’ નું પ્રતિનિધિત્વ કરે છે જે શારીરિક રીતે ભાર વેંઢારતી પજવણી બની જાય છે. : : ” અધર પે પ્યાસ પ્યાસ છે.” પંક્તિ “તરસ્યા હોઠ પર આવીને તરસી રહેલી ‘તૃષા’ : ‘તૃષાતુર ઝંખના’ , અપૂર્ણ ‘પિપાસા’, અથવા સાથ સાધવાની ‘સ્પૃહા’ કે ( અટક્યાં  વિનાનો સતત ) અવિશ્રાંત ‘સથવારો’ પ્રાપ્ત કરવા માટેની પ્રબળ ઊંડી ‘તૃષ્ણા’ કે ‘આકાંક્ષા’ સમજાવતું એક રૂપક રજૂ કરે છે , જે હાલમાં પહોંચની બહાર છે. : : “નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું  આસપાસ છે !”: ગીતના ઉઘાડ ની આ પંક્તિ “ચમનમાં “આસપાસ પાનખર “નો “નિગૂઢ સ્પર્શ ” : એટલે કે, અગમ્ય , ન સમજાય એવો રહસ્યમય સ્પર્શ  : આશા / ઉમેદ નાં ક્ષણાંતરે થયેલાં આશાભંગ થી ઉત્સાહભંગ કરનારી વિષણ્ણ ખિન્નતા તરફી સંક્રમણ , સંબંધ ના છેલ્લાં તબક્કે આવેલી છેવટની , આખરી અંતિમે પહોંચ્યાં ની વિદાય વેળા લાગે છે . : સદા માટે છૂટાં પડવાની : છેલ્લાં પ્રણામ કરવાની : અસ્વાભાવિક પણ ભય ઉપજાવતી અજબની ( eerie ) ‘સાંજ’નું ઝાંખૂંપાંખૂં અજવાળું : આછું નિસ્તેજ દુન્યવી નહિ એવું છતાંય અગમ્ય ‘અલૌકિક’ ( supernatural ) અથવા એવી પ્રારબ્ધાનુસાર દૃવનિર્મિત ( fated ) ‘પાનખર’નું ચમનસ્થિત ‘વાતાવરણ’ જે સ્પીકર ની “આસપાસ” ઘેરાતું સ્મરણનું ફલક ધરી ને કહે છે : what is falling away : ધીમે ધીમે ઓછું થવાનું છે : ધ્યાન રહે, આ ચમનથી નોખા થઈ જવા નું છે. : : : :

“ચમન”ની / ઉદ્યાનની વનસ્પતિ સૃષ્ટિ માં જીવંતતા ક્ષીણ થતી નિહાળીને વનસ્પતિ ની જેમ જીવન જાણે કે અશક્ત નિર્બળ બનીને સન્મુખ ઊભું થયું લાગે. પાનખરમાં,  વૃક્ષો પરથી પાંદડાં ખરવાની અને આસપાસ વ્યાપેલી શુષ્કતા એ ઋતુગત અપૂર્ણતા છે જે માનવીય લાગણીઓના અને સંવેદનાઓ ના પ્રતીક થતાં સામા આવે.  પ્રકૃતિ સર્જિત ‘શુષ્કતા’ ખરેખર તો જીવનને પૂર્ણ રીતે રદબાતલ કરનાર  વિનાશકારી નથી પરંતુ સંભવતઃ ઊંડી નવસર્જન ની / વિપુલ વિકાસ ની સ્થિતિરીતી છે. ખરી પડેલા પર્ણો બાકી બચ્યાં વૃક્ષની પોષણક્ષમ્યતા માં અસરદાર બને એટલું જ નહીં પણ ધરતી પર માટીમેળા થઈને પોષણમૂલ્ય માં ઉમેરો કરે. : વૃક્ષના અસ્તિત્વના નિભાવ માટે અતિ ઠંડી શિશિરના મોટા જોખમનો ભારે સામનો કરવો પડ્યો હતો ; જેના કારણે પોષણ અને શક્તિ ના ઉપયોગ પર બચતી-અંકુશ લાવવા માટે પાંદડાંઓ ખેરવતા , બચત થાય જે , વૃક્ષ ના બાકીના બધા ભાગો ના સંવર્ધન માટેનો વૃક્ષ ને ઉગારવાનો ઉપક્રમ પૂરો પાડે ; એવી કુદરતી યોજના અને માફકસર ની ગોઠવણ પ્રકૃતિ સૂચવે છે તે “પાનખર”. : ધીમે ધીમે ક્ષીણ થવાંનો અને ખવાણનો આ મોસમી ક્રમ એ ચારુતા ( elegance ) દર્શાવે અને લાવણ્યમય સૌંદર્યાનુભૂતિ પણ ( beauty in decay ) ઉપસતી આવે જે જીવનમાં બદલાવ અને ફેરફાર ની અનિવાર્યતા નાં પ્રતીકયોજન તરીકે સ્વીકાર્ય રહે છે. : ‘વૃક્ષપર્ણો’ અતીતના ‘સ્મૃતિ ફલક’ નું પ્રતિનિધિત્વ કરે છે. યાદ રાખેલી કે યાદ રહેલી વસ્તુઓની / વ્યક્તિઓની સ્મૃતિ ક્યારેક હલચલ ખળભળાટ તો કોઈકવાર  ઉત્તેજના ઉશ્કેરાટ અન્વયે વીત્યાં સમયની યાદ / ઘટના / દ્રશ્ય , કોઇકના અને કશાંક ના ‘વિયોગ’ અથવા પૂર્વે અનુભવેલી વિરહોત્કંઠા ઝંખના કે કમી , તો છેવટે ભૂતકાલીન ઘર ,વતન , રહેઠાણ અને મુકામ માટે ‘સોરવું’: તે nostalgia સર્જે. આમ, nostalgic  memories make the Heart confused and sad. : ‘અતીત માટે સોરવું’ હ્રદય ને હચમચાવીને , લાગણીઓને ઝંઝેડીને , જીવને ગભરાવીને , મનને ગૂંચવી નાખીને અવ્યવસ્થા નો અનુભવ કરાવે જેને પગલે “ઉદાસી” વ્યાકુળ વિહ્વળ ચિંતાતુર  બનાવે .: : : : નરેટરે ઉદાસ મનથી કહ્યું છે, “હવા  ફરી  ઉદાસ  છે,   ચમન  ફરી  ઉદાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું  આસપાસ છે! ” : : : :

“વિલુપ્ત ગુંજનો થતાં        
             રહ્યા પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ     
              મ્હેકતા   પરાગના; ” : પ્રથમ અંતરા ની પંક્તિઓ : :

Walking Through Golden Foliage . This photograph highlights movement and scale, showing a solitary man walking along paths bordered by vibrant orange, red, and yellow trees.

શાંત , ગહન ,  નિર્ભેળ છતાં થોડા ઉદાસ સંક્રમણના કુદરતી દેખાવ નો ભાવ જગાડે છે જે અત્યારની શાંત મોજુદગી માં અતીતના હર્ષાતિરેકની , વખતે વખતે લંબાયમાન સ્મૃતિઓની પ્રતીકરૂપ પળો પણ હોય શકે છે. : : ” વિલુપ્ત ગુંજનો થતાં રહ્યા પ્રસન્ન રાગનાં .”: ” The fading echoes of the happy melody have remained”: જે  હર્ષાનંદ અને સુંદરતા માણવાનો સમય અથવા ઊંડી લાગણીની ઘનિષ્ઠતા સેવવાનો સમય વીતી ગયાં નું સૂચવે છે. , તેની સ્મૃતિ અથવા ભાવાવેશ નાં અવશેષો હજુ સુધી ભલે ને ટકી રહે કે તેની  હાજરી વર્તાયા કરે. : તે એવી નોસ્ટાલ્જીયા નું પ્રતિનિધિ છે – જે , લંબાતી રઝળતી ફરકતી ( lingering  ) સુંદરતા માટે  સોરતી હોય કે પછી , રહી રહીને ભૂત પ્રેત ની જેમ આવનજાવન કરતાં વારેવારે સાથે થતી : ઘેરતી : વળગતી બિહામણી  સુંદરતા ( haunting  beauty ) માટે સોરતી હોય : અથવા કહો ને ! : અતિત ના વ્યયી સારતત્ત્વ થી ભરીભરી સુંદરતા માટે સોરતી  હોય કે વળી , અતિતમાં ઉપલબ્ધ સૌમ્યતા અને નજાકતથી ભરી સુંદરતા માટે સોરતી હોય – તે નોસ્ટાલ્જીયા નું પ્રતિનિધિત્વ કરે છે. : : : :  “લહર ગઈ સમેટી શ્વાસ મ્હેકતા પરાગના; “: પંક્તિ સૂચવે છે મહેંક પ્રસરાવી રહેલાં પુષ્પ-પરાગ ની આમતેમ ફરકતી આંદોલિત લહેરખીઓ એ શ્વાસ સમેટી લીધા હતા / સંકેલી લીધા હતા. પુષ્પ ના ફલીકરણ સંપન્ન કરવા માટે અન્યત્ર / ક્યાંક બીજા પુષ્પ પર જઈ પહોંચવાની ક્ષમતા માટેની ગતિશીલ ઊર્જા આટોપી લીધી હતી કારણ કે સક્રીય પરાગકણો બીજા પુષ્પ પર સફળતાપૂર્વક સ્થિર થઈ શક્યા હતા. જુસ્સેદાર ક્રીયાશીલતા ના ઊભરા શમ્યા પછી ની સ્થિરતા અને શાંતતા તરફ વળ્યો મનોવેગ પણ કંઈક અંશે “ઉદાસી” ના પ્રતિભાવ ( melancholic  reflection ) અભિવ્યક્ત કરે. : :

Deep Melancholy & Moody Framing For a heavier emotional weight . :  This picture shot utilizes deeper shadows, mist, and distant framing to enhance the feelings of isolation and introspection.

આમ “પ્રસન્ન રાગ” નું સૌમ્ય અને મૃદુલ ગાયન ફરી ફરી ને ગુંજન કરશે. શાંત વાતાવરણ ને સાનુરૂપ માનસ પરમ સ્વસ્થ છે અને ઝંખે છે વિરામ ( pause ) :  સ્મૃતિ ફલક પાનખર પછી આવતી વસંતની ખુશીની લહેરનાં ઉછાળ અને ઉજાસ ની યાદમાં ક્રમધર્મી પ્રકૃતિને વિરામ પછીનાં શ્વાસ ભરવા જીવનાતુર રાખશે. : જે હતું અને જે છે એ બંનેને જોડનાર પુલ એ કુદરતી રીતે, સ્વાભાવિક પણે બંધાયેલ કર્મ : પ્રકૃતિકર્મ : : : :


“હવે બિડાય લોચનો          
               રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ           
                 રંગમંચને   સજે; ” : દ્વિતીય અંતરા ની પંક્તિઓ :

પાનખરની સંક્ષિપ્ત સાંજ નું ઝાખૂંપાખૂં અજવાળું પણ વિલુપ્ત થઈ ગયું છે અને તેની જગ્યાએ ચોમેરથી સર્વથા અંધકાર સમેટી સંકેલીને રાત હવે ચમનમાં ફરી વળી છે. : કહ્યું છે, ” હવે બિડાય લોચનો રહેલ નિર્નિમેષ જે, ” : “નિર્નિમેષ લોચનો ” એટલે પલકારા વગરના : અનિમેષ અપલક નેત્રો : તાકીને ટગર ટગર / એકીટશે જોયા કરતી આંખો : staring eyes : સમાજ /લોકોના જૂથ / સમુદાય ની માંડેલી મીટ / સ્થિર નજર જે જજમેન્ટલ ગેઝ કે માસ ઓપિનિયન/ જનસમુહ નો ફેંસલો પણ આપી શકે અથવા સ્તબ્ધ બની સાક્ષીભાવે ફક્ત જોયાં કરવાની સંભાવના પણ રાખી શકે. : અહીં રાત પડી ગઈ છે, જનસમુહો નિંદ્રા માં પોઢ્યા છે.કોઈ ચોકી પહેરો નથી. કુતૂહલભરી નજર નથી. અન્વીક્ષા/ સમીક્ષા થી વિમુક્ત ચિંતા  વગરની રાતનો વિરામ છે. દુનિયાદારી ના સ્થાને આત્મલક્ષીતા પોતાને લગતું , પોતાને થયેલું , પોતાને માટે થયેલું, કે પોતે કરેલું : એ અને એવાં નિજસ્ફૂરણ અને નિજબોધ વિશે આંતરિક તપાસ વિચાર કરશે. વાસ્તવમાં નરેટર ના પોતાના લોચનો બિડાયાં છે. : :

નાટ્યકૃતિની ભજવણી stage ( performance ) રાત પડે પછી શરૂ થાય . ” રાત અંધકારથી જ રંગમંચને સજે; ” : ” Night decorates the stage only with her darkness” : પંક્તિ શાબ્દિક રીતે સમજાવે તો તે ચાંદ -તારા વિનાનું અંધારિયું આકાશ છે, અને આસપાસ કોઈ નથી. : પરંતુ પ્રતીકાત્મક અર્થ માં રાત નું અહીં રાતની રાણી અથવા એક કલાકાર તરીકે વ્યક્તિકરણ ( personification ) થતાં રાતે પ્રકાશમાન ચાંદ -તારા અથવા  વિક્ષેપો થી વિશ્વ રંગભૂમિને શણગારવા ના બદલે માત્ર પોતાના “અંધકાર” થી જ રંગમંચની સજાવટ કરી દીધી છે. આ એક ગહન, ન્યૂનતમ સુંદરતા સૂચવે છે – A profound minimalist beauty— stripping away of all superficiality :  બધું  ઉપરચોટિયાપણું દૂર કરવું . Artistically Only Simple Clean Lines and Sparseness. :

રૂપક સમજીએ તો જીવન અથવા વિશ્વ એક રંગમંચ છે. રાત તેના “અંધકાર થી જ રંગમંચ ને સજે, એ સૂચવે છે કે જીવનની સૌથી ઊંડી ચિંતનશીલ ક્ષણોમાં  : કદાચિત મૃત્યુ ના પગરવ , ખરું વિશ્વસનીય નર્યું શુદ્ધ વાસ્તવ દર્શન ફેલાતાં કોલાહલ / શોરબકોર અને રંગ શેરડા / સુરખી દેખાવ નાં બદલે ખાલીપણું / શૂન્યત્વ , સેવ્યાં મૌન / ચૂપકીદી અને નહિ દેખાતી પ્રચ્છન્નતા માં / અપ્રસિદ્ધ સ્થિતિરીતી માં જોવા મળે છે. The narrator has chosen  here the the song theme of The quiet, profound elegance of absolute solitude or the unknown. : સંપૂર્ણ એકાંત અથવા અણજાણી શાંત ગહન સુંદરતા.  : : : :

Staring eyes : “તાકી રહેલી આંખો” બિડાય એટલે કે દિનભરના દાબ દબાણનો ગૂઢ રીતે લોપ થાય ત્યારે રાત એક  શાંત ચમનમાં  આત્મીય અને અતિ સુંદર જગ્યા બનાવે છે , જે બાહ્ય પ્રભાવથી અસ્પૃશ્ય હોય. દ્રષ્ટટ્ટતા પરથી અદ્રશ્ય થવાનું   સંક્રમણ ( transition  from being seen To being unseen ) અંધકારમાં  મળી આવતાં શાંતિ અથવા રહસ્ય નો ઊલટથી  સ્વીકાર કરે છે.

Autumn serves as a “conversation between endings and beginnings”.

પાનખર ” સમાપ્તિ અને શરૂઆત વચ્ચેના વાર્તાલાપ ” માટે  પ્રભાવનીય સેવક તરીકે ગરજ સારે છે .

પાનખર : “નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે ! હવા ફરી ઉદાસ છે , ચમન ફરી ઉદાસ છે.” હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : જાન્યુઆરી  ૨૭ , ૨૦૨૨ :

તારા નામમાં ઓ સ્વતંત્રતા : ઝવેરચંદ મેઘાણી : ( ૧ )  ડો.સાવનિ શાહ દિવેટિયા : ભાઈલાલભાઈ શાહ : : ( ૨ ) શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ગૌરાંગ વ્યાસ : :  ( ૩ ) આદિત્ય પંડિત : ક્ષેમુ દિવેટીયા : સહજ  સ્ટુડિયો : : ( ૪ ) ગાયક વૃંદ : રાજેન્દ્ર હેમુ ગઢવી : શૈલેષ – ઉત્પલ : : 

રાષ્ટ્રીય શાયર : શ્રી ઝવેરચંદ મેઘાણી

https://youtu.be/ijYPTAHF6xk

તારા નામમાં ઓ સ્વતંત્રતા : ઝવેરચંદ મેઘાણી : : : : :    સ્વર: ડો.સાવનિ શાહ દિવેટિયા : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : : મથાળે : : ( ૧ )  https://youtu.be/5eqxMWDYOxs?si=YiD1yaJHDDyEl0V- સ્વર : શ્રૃતિ ગાયક વૃંદ , અમદાવાદ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : ( ૨ )  https://youtu.be/arfABd3owB0?si=1dOMUJMUh_wo4fnc સ્વર : આદિત્ય પંડિત : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : સારંગી  : વનરાજ શાસ્ત્રી : : તબલાં : હરિ અક્ષ વ્યાસ : : Zenic  Production : Studio Sahaj : : ( ૩ )  https://youtu.be/YBMunClhYn4?si=vRuzviLRbRUGP0e7 સ્વર : શૈલેષ – ઉત્પલ કોરસ ગૃપ : : સ્વરાંકન : રાજેન્દ્ર  હેમુ ગઢવી : : સંગીત નિયોજન : શૈલેષ – ઉત્પલ : :  ( ૪ )  🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : જાન્યુઆરી ૨૬ , ૨૦૨૨ : : પોષ વદ આઠમ : : ૭૩ મો પ્રજાસત્તાક દિન : : : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : આઝાદી ના અમૃત મહોત્સવ ની ૭૫ મા વર્ષ ની ઉજવણી ભિન્ન ભિન્ન રીતે , સમસ્ત દેશમાં / વિવિધ શહેરોમાં : દરેક રાજ્યમાં આયોજન કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે : જેને અંતર્ગત જાણ માહિતી આલેખન આ પોસ્ટ ના પેજ પર વર્ષભર પ્રસ્તુતિ કરતા રહીશું : : : : બહરહાલ , ઝવેરચંદ મેઘાણી ના ‘સ્વતંત્રતા’ કાવ્ય ગાન વિશે : :

૭૩ મા પ્રજાસત્તાક દિન ની પરેડમા સામેલ ગુજરાત રાજ્ય નો ટેબ્લો : ૪૫×૧૪×૧૬ફૂટ LBH : મોતીબાબા/ગાંધી , આદિવાસીઓ પર ગોળીબાર ના આદેશ આપતા અને ઘોડા પર સવાર મેજર સ્ટર્ન : : 7 માર્ચ, 1922ના દિવસે ગુજરાતના સાબરકાંઠામાંથી (તત્કાલીન ઇડર સ્ટેટ) વહેતી હેર નદીની ત્રિભેટે પાલ, દઢવાવ અને ચિતરિયા ગામના ભીલ આદિવાસીઓ એકઠા થયા હતા.

આમલકી અગિયારસના એ દિવસે એકત્રિત આદિવાસીઓ જમીન મહેસૂલવ્યવસ્થા, આકરા કરવેરા અને વેઠપ્રથા ઉપરાંત જાગીરદારો તથા રજવાડાંના કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા.

તેમનું નેતૃત્વ કોલિયારી ગામના વણિક મોતીલાલ તેજાવત કરી રહ્યા હતા, આદિવાસીઓના શોષણ તથા તેમના ઉપર થતા અત્યાચારને કારણે તેમના હૃદયમાં તેમના પ્રત્યે અનુકંપા હતી.

બીજી બાજુ, સત્ય અને સમર્પણને કારણે આદિવાસીઓ તેજાવત ઉપર વિશ્વાસ મૂકતા. મોતીલાલે આદિવાસીઓમાં એકતા વધે તથા સામાજિક દૂષણો દૂર થાય તે માટે પ્રયાસ કરતા.પાસેની જરામરાની ટેકરીઓમાં તહેનાત અંગ્રેજોના અર્ધલશ્કરી દળ ‘મેવાડ ભીલ કૉર્પ્સ’ના (એમ.બીસી.) સૈનિકો ગોઠવાઈ ગયા અને અંગ્રેજ અધિકારી મેજર એચ.જી. સટર્ને એકઠા થયેલા આદિવાસીઓ ઉપર ગોળીબારનો આદેશ આપ્યો.

પાલ-દઢવાવનો હત્યાકાંડ જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાનક હતો . કહેવાય છે કે એ હત્યાકાંડમાં 1200 જેટલા આદિવાસીઓ મૃત્યુ પામ્યાં, જ્યારે મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી. તેજાવત ને ૪ જૂન ૧૯૨૯ થી ૨૩ એપ્રિલ ૧૯૩૬ સુધી ચાર્જશીટ વગર જેલમાં બંધ રાખેલ ; ૧૯૬૩ સુધી જીવ્યા હતા.ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક પ્રો. અરૂણ વાઘેલાના કહેવા પ્રમાણે : :

“વર્ષ 2010 સુધી ત્યાંના કૂવાને રિચાર્જ કરવામાં આવતા તો તેમાંથી હાડકાં નીકળતાં. પાસે જ આમ્રવૃક્ષોની હરોળ હતી. દાયકા પછી જ્યારે તેને કાપવા માટે કરવત ચલાવવામાં આવી, ત્યારે તે પણ તૂટી ગઈ હતી, કારણ કે તેમાં કારતૂસો ખૂપેલી હતી.” ઢેખડિયા કૂવા ને દૂધિયા કૂવા મૃતદેહોથી છલકાય ગયા હતા.
અમૃતસરમાં આવેલું જલિયાંવાલા હત્યાકાંડ સ્મૃતિસ્થળ : : અંગ્રેજ સરકારની ડિસઑર્ડર્સ કમિટી 1919-1920ના રિપોર્ટ (પૃષ્ઠ ક્રમાંક 45) પ્રમાણે, જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 379નાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 87 આસપાસના વિસ્તારોમાંથી વૈશાખી નિમિતે અમૃતસર આવ્યા હતા.

ઇજાગ્રસ્તોની સંખ્યા ‘ત્રણ ગણી’ હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. જ્યારે પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, જનરલ ડાયરની એ કાર્યવાહીમાં એક હજાર કરતાં વધુ ભારતીયો મૃત્યુને ભેંટ્યા હતા.
Members of the Drafting Committee : : , Constitution of India : 26th January marks the supreme day as the people living in the country get rights to choose the political leader of the nation and other rights like equality, constitutional remedies, freedom, and cultural and educational rights. Today each Indian has the equal right to vote and enjoys freedom.
11:41 (IST)
26 JAN 2022
‘Ek Muthi Aasmaan’: Military of Law and Justice tableaux features robotic hand
The tableaux of the Minsitry of Law and Justice featured a robotic hand that flexed its fingers to signify the theme — ‘Ek Mutthi Aasman’ and the benefits of resolving disputes through Lok Adalats.
Happy Republic Day Wishes
Today is a special day,
We must promise our motherland that
Our team will do everything it can
Our heritage should be preserved and enriched
The essence of our ethos
Salutations on Republic Day
Learn from your wounds. Happy Republic Day
On this Republic Day, let us celebrate India’s glory and the freedom fighters. Vande Mataram and Happy Republic Day.
What you believe is what you become, not what you want.
Having the freedom of thought,
The strength of the words,
Purity in our blood,
We take pride in our souls,
With zeal in our hearts,
On Republic Day, we salute our country.
Salute to the Republic Day!
Happy Republic Day To The Hero’s Who Gave Up Their Lives To Bring Up This Glorious Day In India.
It’s the 26th of January today, On this historical day to honor our national heroes and freedom fighters, Our republic nation was given to us by those who suffered. Happy Republic Day, 26th January!
Our country has a golden heritage, and we should feel proud to be part of it. We hope you enjoy the celebration.
Remember the heroes’ sacrifices
It was they who paid the ultimate price
As a tribute to this glorious day,
Greetings on Republic Day 2022
Don’t forget those who fought to make this day possible. Thank you.
An identity, a vision, and a nation
A nation cannot be perfect, it has to be made perfect.
India is mere pehchaan.
Salute to the Republic Day!A chance to be better is what freedom is all about.
Happy Republic Day
Let Us Not Forget To Defend The Colors Of Our Flag With Everything We Have As We Match Out In The Spirit Of Brotherhood And Nationhood.
Enjoy Your Republic Day!”
We are lucky to be born in such a great country as India, so be proud to be an Indian. We wish you a Happy Republic Day in 2022!
On Republic Day, let us celebrate our India with freedom in the mind, strength in the words, purity in the blood, pride in the soul, and zeal in the heart. Here’s to a prosperous Republic Day 2022.It is important for us to cherish our country’s golden heritage and to feel proud to call India home. Happy 26 January 2022

In our minds, in our hearts, and in our souls, we find freedom, faith, and memories. On this Republic Day, let us salute our nation.

It was our Founder Fathers who resisted the boom and shelling of the Colonial guns that ensured this nation’s sovereignty. Let us never forget the gift our Founder Fathers gave us. Happy Republic Day!: : : : : : : : : : Peace and prosperity be with all of you, and may we be thankful for the blessings our country has provided. Happy Republic Day Wishes to All!

કે હવે જાઉં છું .. તારા બગીચામાં રહેતી ગઈ ..અને કહેતી ગઈ : પન્ના નાયક : કલ્યાણી કૌથાલકર : દિલીપ ધોળકિયા : DD ગિરનાર  પ્રસ્તુતિ : :

     તારા બગીચામાં રહેતી ગઈ
અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : સ્વર કલ્યાણી કૌથાલકર સ્વરાંકન : દિલીપ ધોળકિયા : : સંગીત નિયોજન : DD ગિરનાર પ્રસ્તુતિ : :
https://youtu.be/QheVgNzCYGM?si=FrN68_IpKzd7P7z5

તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

– પન્ના નાયક

સ્વરઃ કલ્યાણી કૌથાલકર
સ્વરાંકન : દિલીપ ધોળકિયા : : : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : સ્વર : કલ્યાણી કૌથાલકર : : સ્વરાંકન : દિલીપ ધોળકિયા : : સંગીત નિયોજન ( recreation ) : અમિત ઠક્કર : : ( એપ્રિલ ૨૧, ૨૦૨૪ સ્વર ઈશ્વર યુ ટ્યુબ રિલીઝ  : : https://youtu.be/PturKUud_BE?si=o_9ztYdiYnnwx6mt  🌲 🌴  🌺 🌹  🐦 🐦 🌲 🌴 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : જાન્યુઆરી ૨૫ , ૨૦૨૨ : : પોષ વદ સાતમ : : પૂણે ઈન્ડિયા : ; : : : : : : : :

પાનખરની સંધ્યા : રાજેન્દ્ર શાહ : : પંખી કાવ્ય : સોનેટ : ( ૧ ) : : મન મેં તારું જાણ્યું ના રાજેન્દ્ર શાહ : હિમાલી વ્યાસ નાયક : વિરાજ અમર અને અમર ભટ્ટ : ( ૨ ) એ : : ગાર્ગી વોરા : વિરાજ અમર અને અમર ભટ્ટ : ( ૨ ) બિ : : સૌંદર્ય રૂપ નું ચિત્રદર્શન  : :

પાનખરની સંધ્યા : રાજેન્દ્ર શાહ : સોનેટ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : જાન્યુઆરી ૨૪ , ૨૦૨૨ : : પોષ વદ છઠ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

*********************************************** મન મેં તારું જાણ્યું ના : રાજેન્દ્ર શાહ : : : :

મન મેં તારું જાણ્યું ના : રાજેન્દ્ર શાહ : પ્રથમ કાવ્ય સંગ્રહ , ‘ધ્વનિ’ ( ૧૯૫૧ ) : : સંકલિત કવિતા ( ૧૯૮૩ ), પૃષ્ઠ ૭૫ (  ૧૯૫૧ થી ૧૯૮૩ સુધી ની સમગ્ર કવિતા નો સંચય ) : :

મન મેં તારું જાણ્યું ના : રાજેન્દ્ર શાહ : : સ્વર : હિમાલી વ્યાસ નાયક : ઓરિજીનલ સ્વરાંકન  : વિરાજ અમર અને અમર ભટ્ટ : : : : આલ્બમ : તારું શહેર ( હિમાલી વ્યાસ નાયક અને અસિમ મહેતા ના ગીતો ) : Phonographic Digital : You Tube Release 14 / 10 / 2023 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/Lh_tBunR-5w?si=aR7VHPaIT6lcx3ek

મન મેં તારું જાણ્યું ના : રાજેન્દ્ર શાહ : : સ્વર : ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : વિરાજ અમર અને અમર ભટ્ટ : : આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક 4 : : અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ  ૧૫ / ૧૨ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/z1MYlULtBX4?si=xx60H78CkUclAk6T

‘મન મેં તારું જાણ્યું ના’ રાજેન્દ્ર શાહ :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : તારું શહેર તો સૂર્ય નો ભીનો ઉજાગરો : ( ગઝલ ) : કૈલાસ પંડિત : આસિત : ( ૪ ) નગર કાવ્ય ગીત : :


શૂન્યતામાં પાનખર ફરતી રહી




શૂન્યતામાં  પાનખર   ફરતી   રહી
પાંદડીઓ   આભથી  ખરતી  રહી

ને  પવનનું  વસ્ત્ર  ભીનું  થઇ  ગયું
ચાંદનીની  આંખ    નીતરતી   રહી

સૂર્ય    સંકોચાઈને  સપનું   બન્યો
કે   વિરહની  રાત  વિસ્તરતી રહી

મૌનની   ભીનાશને   માણ્યા   કરી
જુલ્ફમાં  બસ અંગુલિ  ફરતી રહી

હું   સમયની   રેતમાં  ડૂબી   ગયો
મૃગજળે  મારી તૃષા  તરતી   રહી

તેજ  ઊંડાણોમાં ખળભળતું  રહ્યું
કામનાઓ   આંખમાં   ઠરતી  રહી

આપણો  સંબંધ તો  અટકી  ગયો
ને  સ્મૃતિની   વેલ  પાંગરતી  રહી

આ બધા લાચાર થઇ જોતા રહ્યા
હાથમાંથી   જિંદગી. સરતી  રહી

-આદિલ મન્સૂરી

* સ્વર :શ્રૃતિ વૃંદ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ  : શ્રાવણ માધુરી ( ગુજરાતી ગીતો ) સારેગામા ઈન્ડિયા રિલીઝ  ૧ / ૧૨ / ૧૯૮૫  : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૮ / ૨૦૨૪ : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/rOeLv_e5u5k?si=hNL1hLHTyBZFB1Wi

** સ્વર અને સ્વરાંકન : વશિષ્ઠ જી : યુ ટ્યુબ રિલીઝ ૨૩ / ૪ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/YNftHumEGeo?si=vOPxHLlD_BlCmns3

“શૂન્યતામાં પાનખર ફરતી રહી “ : આદિલ મન્સૂરી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :

૧ ( i ) ” શૂન્યતામાં  પાનખર   ફરતી   રહી” : ખાલીપણું ( emptiness ) , સાવ ખાલી જગ્યા  / શૂન્યાવકાશ ( void ) શૂન્યતામાં ( nothingness ) માં સમાવિષ્ટ થાય; જ્યારે  નૈસર્ગિક શાંત નીરવતા ચૂપકીદી , પ્રકૃતિજન્ય સમજની અને શૂન્ય હોવાની અથવા વ્યર્થ જવાની કે ખોટ / અભાવ ની લાગણી ની : અસ્તિત્વાત્મક સમજણ ના અર્થ નિર્દેશ સાંપડે. : જીવનવાદીતાથી વંચિત વ્યક્તિને પૃથક્ / અલગથલગ રાખતું એનું ‘વેગળાપણું’  ( isolation ) ની લાગણી કે રંગ થી ખાલી / પૃથ્વી થી બહાર અંતરીક્ષમાં  ‘દૂર / અતિ દૂર’ ખસતા  જવાની cosmic isolation ની લાગણીઓ વિશે અહીં કહ્યું છે , “શૂન્યતામાં પાનખર ફરતી રહી” ( spinning or rotating ) : પોષણ અને શક્તિ ના ઉપયોગ પર બચતી-અંકુશ લાવવા માટે પાંદડાંઓ ખેરવતા , બચત થાય જે પૌષી ઠંડી ની મોસમ દરમ્યાન , વૃક્ષ ના બાકીના બધા ભાગો ના સંવર્ધન માટેનો વૃક્ષ ને ઉગારવાનો ઉપક્રમ પૂરો પાડે ; એવી કુદરતી યોજના અને માફકસર ની ગોઠવણ પ્રકૃતિ સૂચવે છે તે “પાનખર”. : ધીમે ધીમે ક્ષીણ થવાંનાં અને ખવાણનાં આ મોસમી ક્રમમાં ‘વૃક્ષપર્ણો’ અતીતના ‘સ્મૃતિ ફલક’ નું પ્રતિનિધિત્વ કરે છે. યાદ રાખેલાં કે યાદ રહેલાં વીત્યાં સમયની યાદ ઘટના દ્રશ્ય વિયોગ અથવા પૂર્વે અનુભવેલી વિરહોત્કંઠા ઝંખના કમી , તો છેવટે ભૂતકાલીન મુકામ માટે ‘સોરવું’: તે nostalgia સર્જે. આમ, nostalgic  memories make the Heart confused and sad. : ‘અતીત માટે સોરવું’ હ્રદય ને હચમચાવીને , લાગણીઓને ઝંઝેડીને , જીવને ગભરાવી ને , મનને ગૂંચવી નાખીને ; એ અવ્યવસ્થા નો અનુભવ કરાવે જેને પગલે “ઉદાસી” વ્યાકુળ વિહ્વળ ચિંતાતુર  બનાવે. : :  “શિયાળો” એની શિશિરની / પાનખરની ઋતુગત પૂર્ણતા : completion અથવા નિષ્ક્રિયતા : dormancy  સાથે , સ્થિર  અને ધીમી ગતિએ શાંતતા : quietude  તરફ સંક્રમણ કરે છે. પાનખરને ખાલી જગ્યા નું પ્રતીક કહે છે.: ધીમી વ્યવસ્થિત ચક્રાકારે ફરતી ઋતુ  નું પદ્ધતિસરનું  પરિભ્રમણ  ઈશારો કર્યો છે કે પ્રત્યેક વર્ષ દરમિયાન બદલાતી ઋતુ ના આરંભ અને અંત નૈસર્ગિક રીતે પહેલેથી જ નક્કી છે. એજ રીતે વિષણ્ણતા , ખિન્નતા અને ઉદાસી ની લાગણીઓને રોકી શકાય નહીં એજ રીતે જેમ પાનખરને અટકાવી શકાય નહીં. : :  વૃક્ષોની લીલાશ અને ભીનાશ શુષ્કતાભરી ખાલી જગ્યા માં ફેરવાઈ ગઈ હતી; એવાં પાનખર સંક્રમણ સાથે જે એકલવાયાપણાંથી  , અવાસ્તવિકતાથી અને વાસંતી પરિવર્તન અને ઉનાળાની કાળઝાળ ગરમીથી લિપ્ત જીવનથી અલગ પડેલું લાગે . : :

૧ ( ii ) : : “પાંદડીઓ  આભથી  ખરતી  રહી “: : વૃક્ષ પરથી “ખરતી પાંદડીઓ” : જીર્ણતા , ક્ષીણતા અને સમય પસાર થવા વિષે નું એક ઉત્તમ રૂપક છે. વૃક્ષપર્ણોની આભથી ખરતી રહેલી છબી સૂચવે છે કે ફક્ત વૃક્ષ પરથી નહીં પણ અતિ દૂરની અવકાશી ઊંચાઈ પરથી : ઉપરની ‘કોસ્મિક શૂન્યતા’ પરથી પર્ણો ખરતાં હોય તેવું લાગે છે. : : ” ખરતી રહેતી પાંદડીઓ” તર્કસંગત સાતત્ય ક્રમ  continuity અને અવશ્યમેવ અનિવાર્યતા inevitability પર ભાર મૂકે છે  : ક્ષીણ  થવાંની , ઘટવાની , હ્રાસ પ્રક્રિયા : ધીમી પણ અવિરત પર્ણવૃષ્ટિ. : : 

“શૂન્યતામાં  પાનખર  ફરતી  રહી
પાંદડીઓ   આભથી  ખરતી  રહી.”

આ દિગ્મૂઢ કરતા શિયાળાની ઋતુચક્ર ના અંતિમે આવતી  શાંત સૌમ્ય સ્વસ્થ શિશિરનું , સતત સળંગ , અનિચ્છિન્નપણે શરણોન્મુખ થયાંનું વર્ણન છે ; જ્યાં શરણ્ય સુંદરતા અને જવા દેવાની અનિવાર્યતા પ્રકાશમાન છે. : : : :

૨ ( i ) ” ને  પવનનું  વસ્ત્ર  ભીનું  થઇ  ગયું ” : : પવનનું  વ્યક્તિકરણ દર્શાવી કહ્યું છે કે તેણે શોકદગ્ધ ઘટનાસ્થળે દિલગીરી વ્યક્ત કરવા હાજરી ભરી ત્યારે પહેરેલ શોકકાપડું ( કાળી અતલસ કે કાળા મતવેલિયા નું કપડું તે ‘શોકકમખો’  નામે શોક બતાવવા માટે પહેરાય ) તે “પવનનું વસ્ત્ર” છે ,જે ત્યાં બેહદ દુઃખભર્યું ( heavy ) , ઉદાસીન ( cold ) , ભારેખમ oppressive દ્રશ્ય હોય કહ્યું છે કે “પવનનું વસ્ત્ર ‘અશ્રુ’ભીનું થઈ ગયું”: : સંભવતઃ રાતના સમયના આ ગમગીન પ્રસંગે ઊર્મીલ પવન એકલો પડી ગયો હોય શકે. એવું પણ જણાયું હોય શકે છે કે ત્યાં રુરુદિષુ સમગ્ર સૃષ્ટિ ( cosmos ) આંસુ સારતી ગમગીની માં ડૂબેલી હતી. : :

૨ ( ii ) : : ” ચાંદનીની આંખ નીતરતી રહી” : : ચંદ્ર 🌒 નું વ્યક્તિકરણ દર્શાવી ક્હ્યું છે કે તેનું સ્વસ્થ ગંભીર નિર્મળ ચંદ્રકાંતાસ્વરૂપ : અવતારી ચાંદની નું દ્રઢ સશક્ત અસરદાર ( પણ રુરુદિષુ ) અજવાળું , રાતના સમયે જોવાં પડેલાં બેહદ દુઃખ ભર્યાં : nocturnal sorrows , ખિન્નતા અને વિષાદ જન્માવતા ભારે હ્રદયદ્રાવક હોય  ( કદાચિત , તેને પ્રતિબિંબિત કરનારાં કાળાં વાદળાં વીંધીને આવવાથી અથવા ઝાકળ / ધુમ્મસ ઢાંક્યાં કે આંસુ ભીનાં ઓસ નાં વાતાવરણ વચ્ચે થી પસાર થવાથી ) રાખરંગી ફિક્કું ઝાંખું નિસ્તેજ દેખાતું હતું. જાણે કે , એકલી અટૂલી વ્યગ્ર મને , જોતી અને રડતી હોવાથી lonely watching weeping : ચાંદનીની આંખમાંથી પ્રકાશમાન અશ્રુઓ સતત ટપકી રહ્યાં હતાં . : Tears or Moonlight,  exuding or oozing on to the earth 🌎🌍 : :

“પવન” અને “ચાંદની” પ્રકૃતિના અમિશ્ર પ્રતિનિધિરૂપ , અવિયોજ્ય ( જુદા ન પાડી  શકાતાં ) અને અવિચ્છેદ્ય : ધરતી પર નિરંતર રહેનાર સંલગ્ન તત્ત્વો છે જે આ અશઆર માં કહ્યું છે તેમ શોકાતુર મનોભાવ , લાગણીશીલ ઉદ્વેગ અને દુઃખદ સંતાપો થી એટલાં ભારે સંતૃપ્ત છે કે આદિલ ને લાગ્યું હતું કે જાણે પુરી સૃષ્ટિ રડી રહી હતી ; જે મનની ઉદાસીની  મર્મસ્પર્શી અભિવ્યક્તિ છે. : : : :

૩ ( i ) : : ” સૂર્ય    સંકોચાઈને  સપનું   બન્યો “: : સૂર્યના ઉષ્ણતા ભર્યા  પ્રકાશની ‘ભરોસાદાર  હાજરી’ , ‘આશા-અપેક્ષા-આનંદ’ અને ‘હૂંફ’ ને સૂચિત કરતું પ્રતીક છે. એ અર્થમાં ‘સૂર્યનું સંકોચન’  કહીએ તો જ્યાંથી હૂંફ મળે , જેની સંગે ખુશી ખુશીથી આશાયેશ બનીએ એવાં પ્રિયજનની મૂર્ત હાજરી અદ્રશ્ય થઈ રહી છે જયારે આ બધું અલોપ થઈ રહેલું સ્વપ્નવત બન્યું હતું . અતિ દૂરની અથવા સંપૂર્ણપણે ભૂતકાલિન લાગવાથી , ‘પુનર્મિલન’ ( reunion ) ની કે સાથે રહેવાની ‘ખુશી’ હવે સંભવિત રહી નથી. : : : :

 

૩ ( ii ) : : ” કે   વિરહની  રાત  વિસ્તરતી રહી ” : : રાત  અવાનવાર  : જીવ  બાળતા દુ:ખો ( sorrows ) , ડર ખચકાટ  અને ધાસ્તી દહેશત  ( fear ) , તથા નિરુત્સાહી અંધારું અને અપ્રસન્ન મનની ઉદાસી ( gloom ) ને  પ્રતિબિંબિત કરે છે. વિરહ ની લંબાયમાન રાત નું વિસ્તરણ ( extending night ) ધીમું ચાલતું , ટૂકડે ટૂકડે વિલંબથી વીતનારું અને કષ્ટદાયી રહ્યું હતું. ( waiting  and  painful )  : : : :

“સંકોચાઈને સપનું બનેલા સૂર્ય” ની હાજરી નો અજવાળું  સમેટી લેતો ( decreasing light ) ‘દિવસ’  અને વધતાં જતાં અંધારઘેરી ( growing darkness ) વિલંબથી મોડી વીતતી “વિરહની રાત” વચ્ચેનો વિરોધાભાસ સૂચવે છે કે અળગું અંતર વધતું રહ્યું અથવા અળગાં રહ્યાંનો  સમય બહું ગયો. prolonged misery in separation increased longing. :  આથી ‘આદિલ’ને સવારની રોશનીને પાછળ પાછળ નહિં લાવી શકતી રાત અને તેના અંધારાં અસીમ લાગ્યાં હતાં ; જે મનની ઉદાસીની મર્મસ્પર્શી અભિવ્યક્તિ છે. : : : :

આ અશઆર લંબાયમાન દુ:ખો ( lingering sorrows  ) અને નિરાશા ( hopelessness ) ની લાગણીને  કરે છે.  અદ્રશ્ય થતાં “સૂર્ય”પ્રકાશ અને અલોપ થતાં “સ્વપ્ન” તથા વધતા જતા અંધારઘેરી વિસ્તરતી “વિરહની રાત” અને બે-દિલો ની બેદિલી અને તેમનાં  અળગાંપણાં  ( separation  ) નાં વિરોધાભાસનું , નિરાશામાં ડૂબ્યાં વ્યક્તિઓનું અને એથી સર્જાતી સ્થિતિરીતીનું :  surrealistic અતિવાસ્તવવાદી :  અજાગ્રત મનની અભિવ્યક્તિનું આધુનિક ચિત્ર આબેહૂબ રજૂ કર્યું છે, જ્યાં ગુમાવ્યાનું દુઃખ તેમની નવી અનિવાર્ય વાસ્તવિકતા બની ગયું છે. : : : :

૪ ( i ) : : ” મૌનની   ભીનાશને   માણ્યા   કરી “: : એક તો હવામાને સાચવ્યો ભેજ હોય ; પણ અહીં સ્પર્શનભાન , મૌન સાથે જોડાયાથી સાંસર્ગિક ક્રીડાની મનની ગમતી રીતે માણવાની તક અનુભવી હતી તેના : “મૌનની  ભીનાશ માણ્યા કરવાની” છબીનો  રૂપકાર્થ સમજીએ તો, જાણેકે અવાજનો નિષેધ કરીને ચૂપકીદી સેવ્યું , શાંત નીરવ મૌન બેસાડ્યું હતું જ્યાં સંકેન્દ્રીત ઓસ નાં જેવી ભીનાં સમસ્તપણા ને એકત્રિત કરીને / સંકેન્દ્રીત કરીને સમાવતી ( encompassing all ) : સર્વગ્રાહી તલ્લીનતા હતી . ઘટ્ટ ઘનિષ્ઠ ‌અભેદ્ય પણ મર્મપહોંચ્યું મૌન , જે અભિરુચિર મનથી પૃથક્ , ઈન્દ્રિયજન્ય ( sensual ) આનંદોલ્લાસ ની જોડવટ રૂપે નિમગ્ન “મૌનની ભીનાશ” નિર્મિત કરી આપતું હતું. : એકાંતે હોય કે કોઈ ના સંગમાં , મૌનની  રાહત , લીન-તલ્લીન રાખે.: મૌનની ભીનાશ નો આનંદ માણ્યા કરવાનો રૂપકાર્થ  એમ‌ પણ સૂચવે કે સ્પીકર / શાયર અહીં આ સ્થળે આ સમયે એકલો અટૂલો છે, અને કોઈ પ્રિયપાત્ર સાથે નથી. એ ગહન એકાંત થી ડરતો નથી પરંતુ,  વિષયાંતર કરનાર diversive પલટ ની . અથવા  વિષણ્ણ ઉદાસીનું melancholic relaxation : મન બહેલાવનાર ઉપરંગની ખ્વાહિશ હતી .જેથી જાત સાથેના વિચાર વિમર્શની એક એવી એકાંતવાળી જગ્યા મળે જ્યાં સ્થિરપણે : સ્વાધીનપણે મનગમતું કરવાની ઢીલ કે મંજૂરી મળી હોય એમ લાગે ;  મનને અવિચલિત રાખતી હાશ મળે !  : : : :  ૨૩ / ૧ / ૨૨ : પોષ વદ પાંચમ પૂણે ઈન્ડિયા

૪ ( ii ) : : ” જુલ્ફમાં  બસ અંગુલિ  ફરતી  રહી” : : Just the fingers kept moving in the lock ; curling hair-lock. : રાહત ભર્યો , નિદ્રાવશ મૂર્છા આણનાર આશ્વસ્ત અંગુલીસ્પર્શ , કાનની ઉપરની / પાછળની જુલ્ફ માં ઘણીવાર સુધી સતત ફરતો રાખવાની પુનરાવર્તિત ક્રિયા , અર્ધજાગ્રત મનની ગતિશીલતા સાથે ધ્યાન કેન્દ્રિત કરીને સ્થિર થવાનું વલણ હાથ ધરે છે. જરી  એકાંત મળ્યું હતું એમ સમજીએ તો નરેટર ના પોતાના વાંકડિયા વાળની અંદરની બાજુએ ગુચ્છેદાર લટમાંથી વાળની સેર ખોલીને છૂટી કરવાની કે ગુંથી- બાંધીને ઘટ્ટ કરીને , સાંકડી-પાતળી કરીને અને વધારે વાંકડી કરીને , ઠીક કરવાની અને કપોલ પર ઝૂલતી રાખવાની, લયકારી ,ગતિશીલ ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથોસાથ , ટેવવશ સ્થિર થવાનો અર્થભાવ દર્શાવે : નહિતર એની સંગમાં રાજી કોઈ રાઝદાર કે પ્રિયજન હોય તો તેની અથવા નરેટરની અંગુલી ફરતી રહી એમ સમજીશું ( જે આ અશઆર માં સ્પષ્ટ થતું નથી ) : ભીનાશ નિકટતા પણ સૂચવે . પરંતુ આદિલની આ ગઝલનો મિજાજ ઉદાસી સંગતે મળી એકાંતે એકલતાના સંવેદનને મધ્યવર્તી ભાગે આકર્ષિત કરતી હોય તેવી લાગે છે. જે માની શકો તે , જાણેકે અહીં જતાવવા નું છે કે બાકી જગતના તમામ કામ બંધ પડી ગયાં / સ્થગિત થઈ ગયાં . જેથી કંઈક થવાની માત્ર રાહ જોવી રહી ; અથવા when the mind is elsewhere. : મન બીજે ક્યાંક પ્રવિષ્ટ થવા ધારે છે, ત્યારે એકાંતે મનગમતી પળો સાથે ખિસકવું કે ખિસકાવું! કેટલું  સરસ !? : કે  કરુણ !? ::::

આદિલનો આ અશઆર એક સરસ રુમાની છબી નો રૂપકડો કકડો છે જેમાં સમાવિષ્ટ છે , “જુલ્ફ માં ફરતી અંગુલી” નિર્મિત ‘સ્પર્શનભાન’, ઈન્દ્રિયજન્ય  ‘આનંદોલ્લાસ’ ની ‘જોડવટ’ રૂપે મળ્યા ‘મૌનની ( ઓસ સમ ) ભીનાશ’ નિર્મિત ‘રાહત’ ની પળોમાં મળતી નિમગ્ન ‘તલ્લીનતા’ સાથે , ‘ઉદાસી’ સંગતે મળી એકાંતે ‘ખિસકાવું’ . : : : :

૫ ( i ) : : “હું  સમયની   રેતમાં  ડૂબી   ગયો ” : : “સમયની રેત” : ⌛ ⏳ hourglass : ઉપરથી નીચે એક કલાક માં બધી રેતી સરકાવી ભરતા ને ખાલી થતા ટુંકી પાતળી ટ્યુબ થી જોડાયેલા બે સરખા બલ્બો ના  ‘ટાઈમ પીસ’ માં શોધ્યાં પ્રાગૈતિહાસિક સમયથી , મોબાઈલ / કોમ્પ્યુટર ઈલેક્ટ્રોનિક કલોકમાં બતાવાતા સમયાવધિ સુધીનું પ્રમાણભૂત રૂપક નીવડે ; જે સમયના અવિરત ( relentless ) , અણનમ ( unstoppable  ) , પ્રવર્ધક ( accumulating ) અને સંચયન લક્ષણભાવ નું પ્રતિનિધિત્વ કરે. : “સમયની રેત માં ડૂબી ગયો” ની છબી ભૂતકાલીન ભાર ખમતું , ધીમું ( slow ) , શ્વાસ રૂંધાપણ ( suffocating ) : મરણ  અને શુષ્ક ( dry ) બારીક મુલાયમ , પણ આકરું કઠેરું : ‘દફન'( burial  ) સૂચવે જ્યાં અન્ત્ય વિધિપુરઃસર ની ઓળખ પણ રહી નહીં. : નરેટર ને લાગ્યું હતું કે તેનું જીવન , કાળના અનંત પ્રવાહમાં ગરકી ગયું અને ગ્લાનિકર ‌અપવ્યયી વર્ષોના ભાર નીચે એને દટાયેલાં ની મરણોત્તર યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. : : : : 

૫ ( ii ) : : ” મૃગજળે  મારી તૃષા  તરતી   રહી” : : તૃષા એટલે કે તરસ  જે  તીવ્ર અભિલાષા ( desire ) ,લાલસાભરી કે મોહ-ભરી  ઝંખના ( longing ) , હેતુ પાર પાડવાની આવશ્યકતા  ( need for fulfilment ) નું પ્રતિક છે. :   મૃગજળ ( mirage ) એ રણસ્થળે જોવાં મળતો દ્રષ્ટિભ્રમ છે જ્યાં પાણી જેવું દેખાય પણ ત્યાં પાણી હોતું નથી. :  છેતરામણી આશા -અપેક્ષા ( false hopes ) , અપ્રાપ્ય અલભ્ય સપના ( unattainable dreams ) અથવા ભ્રામક કલ્પના આભાસી દેખાવ/ માન્યતા ( illusions ) નું  મૃગજળ પ્રતિનિધિત્વ કરે છે જે ખાલી દૂરથી જોતાં વાસ્તવિક લાગે પણ ખરેખર હોય નહીં . : : ઈચ્છા  / મહેચ્છા /આકાંક્ષા નાં વાસ્તવિક આધાર ના હોય તો તેને ધ્યાન પર લેવાય નહીં . ઠોસ નક્કર સંગીન પાયા વગર અને પરિમાણ વગર તેનાથી કોઈ તરસ છીપે નહીં. માટે આદિલે કહ્યું છે :” મૃગજળે મારી તૃષા તરતી રહી.” : :

સમયની રેત માં રૂપકાત્મક રીતે નરેટર નું ડૂબી જવાની શક્યતા સાથે  છેતરામણી આશા -અપેક્ષા ની પાછળ  દોડતો રહ્યો. જેમાં શૂન્યતા ( nothingness ) કે ખાલીપણાં  ( void ) નાં ઉકેલ નહિ હતાં અને વાસ્તવમાં તે ભ્રમણા ( illusions ) હતી. : :

સમયની રેત માં ડૂબવાથી નરેટર નું સ્વત્ત્વ સમય ના પ્રભાવ હેઠળ ખોવાઈ જાય છતાંય તેની ઈચ્છાઓ ભ્રમણા ની પાછળ ગતિમાન રહી અને તેની તરસ મૃગજળ માં તરતી રહી. : આ રેતલ મૃત્યુ ની વાસ્તવિકતા અને સપનાંઓ નાં પરિપૂર્ણ થવાનાં અરમાન મૃગજળ સમાન હતાં જ્યાં હયાતી ભરાઈ પડી હતી જે સંતૃપ્તિ વિનાનું જીવન શું કંઈ આપી શકે !? : આ અશઆર માં સૂચવ્યા મુજબ આમ તો આદિલનો સમય પૂરો થવામાં હતો છતાંય વ્યર્થ ઈચ્છાઓ અને ચાહનાઓ માટેની શાયરની અકબંધ તરસ છીપાવવા વગર મૃગજળ માં તરતી રહી હતી. : : : :

૬ ( i ) : : “તેજ  ઊંડાણોમાં ખળભળતું  રહ્યું ” : : તેજ પંચ મહાભૂતોમાંનું એક , ‘અગ્નિ તત્ત્વ’ માંથી ઉદ્ભવતા : ઝળહળતી રોશની / ચળકતા પ્રકાશના કિરણો  ( brightness ) ,  સૌંદર્ય ની ભવ્યતા / ઐશ્વર્ય નો ઝળહળાટ / તેજસ્વિતા : ઓજસ્વિતા ( lustre / valour ) , પ્રતિભા સંપન્ન વ્યક્તિ ( genius ) ની અલૌકિક બુદ્ધિશક્તિ અને હ્રદયબળ ( strength of character ) નાં સમાવેશ દ્વારા દર્શાવી શકાય છે. : : ખરા દિલના / હાર્દિક ભાવસંવેદન અને ઊંડાણ ભરી લાગણીશીલ ભાવનાની એકાએક ઓચિંતી ઉદ્ભવેલી હેલી, જાગરૂકતા , ખુશી / આનંદ , ઉત્કટ  પ્રેમોર્મીના  અંતરજ્વલન નાં પ્રતીકયોજન તરીકે તેજ/ તેજસ નાં પ્રભાવને જોડવામાં આવે છે. : : “તેજ ઊંડાણો માં ખળભળતું રહ્યું” પંક્તિ સૂચવે છે કે આ લાગણી ઉપરછલ્લી નહિ પણ આત્માર્ગત અર્ધજાગ્રત મનના ઊંડાણમાં થી અથવા હૃદયના ઊંડાણમાં થી જાગી , શાંત સૌમ્ય ખરા દિલની આદ્યા લાગણી હતી. : : આંતરિક ખુશી અથવા ઈચ્છા અંતરના ઊંડાણમાં જાગૃત થઈ હતી . અંતસ્થ હર્ષાતિરેક ( inner joy ) સાથે પ્રચ્છન્ન સ્થાનેથી ઊભરી આવીને પરિપૂર્ણતા ઈચ્છતી હ્રદયોર્મી હોંશ ના  ટકોરે વ્યક્ત થઈને સ્થિર થવા ઈચ્છતી હતી. : : : :

૬ ( ii ) : : ” કામનાઓ   આંખમાં   ઠરતી  રહી ” : :  પંક્તિ સૂચવે છે કે કામનાઓ ને વ્યક્ત કરતું ઘર મળ્યું હતું. જ્યાંથી  મીઠડી નજરો લાગે એ આંખોને આત્માકાર ગણી હોય , અંતસ્થ લાગણીઓને મીટડી દ્રષ્ટિએ અનિમેષ જોઈ રહેતી , ટકટકીને વ્યક્ત કરનાર પ્રતિબિંબિત છબી ને , યથાર્થતા  સમેત ઉઘાડી ધરી આપતા દર્પણ સમી માનવામાં આવે છે જે જૂઠ બોલે નહીં. આમ અંતરની ઝંખનાઓ નજરે પડી હતી. : આમ મીટડી માંડી હતી અને અંતરની ઝંખનાઓ નજરે પડી હતી. આંખોના માધ્યમ દ્વારા કામનાઓ નો સંચાર થયો હતો. : : : :

પ્રેમમાં પડવાની અથવા ગહન રીતે કામનાને ઓળખવાની પ્રક્રિયાનું આ અશઆર વર્ણન કરે છે. : પ્રારંભ આંતરિક ઊંડાણે હલચલ તરીકે ઊભરી ને , ધીમેથી સ્થિર થઈ ખાલીપણું ને ( fill-in ) ભરી શકે ત્યારે આંખોમાંથી નજર દ્વારા બાહ્ય રીતે પ્રગટ થાય છે ;  જે અર્ધજાગ્રત ઝંખનાનું અનુભૂતિ થતી અવસ્થામાં , સભાનપણે દૃશ્યમાન કામનાઓ તરફના સંક્રમણનું સુંદર વર્ણન છે. : : : :

૭ ( i ) : : ” આપણો  સંબંધ તો  અટકી  ગયો ” : : પંક્તિ નિર્ણાયક પણે બે વ્યક્તિઓ / બે હ્રદયો વચ્ચેના સંબંધનો બધી ઊર્મીલતા અને સંસર્ગજન્ય નિકટતા સમેત સ્પષ્ટપણે આખરી અંત ( end of relationship ) આવ્યો હતો એમ જાહેર કરે છે. જોકે , સંબંધ પર મૂકાયાં પૂર્ણવિરામ ની કેટલી , કેવી અને કયાં સુધી ની અસર , નૈતિકપણે કે માનસિક રીતે પહોંચી હતી તેના પ્રેમ સહિતના આયામો અને પ્રભાવ સમજ્યાં પછી પણ નિશ્ર્ચિત રીતે અંતિમ ફેંસલો ( finality ) નક્કી થાય કે કેમ તે પ્રશ્ન હંમેશા રહેતો હોય શકે છે. : :

૭ ( ii ) : : “ને  સ્મૃતિની   વેલ  પાંગરતી  રહી” : : પંક્તિ સ્મૃતિ ની વેલ ને “પાંગરતી” શબ્દ સાથે પ્રસાર/ ફેલાવ ના ( growing ) વિકસનાર્થ જાહેર કરીને આગળની પંક્તિમાં દર્શાવ્યાં સંબંધાન્ત ( ending ) નો વિરોધાભાસ ( contrast ) રજૂ કરે છે. આમ , સંબંધના અંત થી સંબંધિત વ્યક્તિઓ / બે હ્રદયો વચ્ચેની જોડવટ અને તેનાં પ્રભાવ ની સમાપ્તિ થઈ શકતી નથી. સ્મૃતિની વેલ સાથેની તુલના કરીને આદિલ સૂચવે છે કે સ્મૃતિ આત્મા સાથે વળગી રહે છે અને નવીન જગ્યાએ નવી સ્થિતિ પરિસ્થિતિમાં પણ ફેલાતી રહે છે. કાર્બનિક હોય કઠણ/ સખત/ મજબૂત , ખુલ્લાંમાં રહી શકતી : ખડતલ, અને ખંતિલી : વિરોધ / અવરોધ સામે ટક્કર લેનારી વેલ , નિરંતર વિકાસ સાધીને,  તેને મળ્યાં ભીંત/દિવાલ/ માટીના ટેકરા/ વૃક્ષના ડાળ થડની આડી અવળી ઊંચી સપાટી ને મજબૂત રીતે પકડીને ,ચોંટીને, વળગીને , આગળ ને આગળ વધતી રહે છે. નવપલ્લવિત વેલ્લિકા પોતાની ખીલ્યાં ફૂલોની નવી ડાળીઓ ( new sprigs ) સાથે વિકસે તે સૂચવે છે કે બ્રેકઅપ ના પ્રભાવ હેઠળ ખોયુંગુમાવ્યાંના નવા આયામો , દ્રષ્ટિકોણ , અર્થઘટન , અનુભૂતિઓ અને લાગણીઓના સંવેદનો સાથે , વર્તમાન ને દ્રઢપણે વળગી રહીને , પોતાની લાક્ષણિકતા સાથે જીવનવાદી વિકાસ હાથ ધરી શકાય છે. તે પછી જૂની ક્ષણોને યાદ રાખવાંની જરુર રહેતી નથી . : :

આમ‌, પોતાની મેળે ઉગતી , નવી ફૂલ ડાળીઓ સાથે પાંગરી ઊઠતી ,  આગળ ને આગળ  , ઊંચે  ને ઊંચે ચઢતી નવપલ્લવિત વેલ ની જેમ‌ સ્મૃતિ ફલક , કોઈ ની પણ રજા મંજુરી વિના નવા બદલાતાં આયામો અને સંવેદનો સાથે જીવંત રહે છે. : :

આદિલ ને કડવું – મીઠું તથ્ય ( bittersweet reality ) સમજાયું હતું તે એ કે સંબંધો ખરેખર ક્યારેય અટકી જતાં નથી. કોઈ ના ચાલ્યાં ગયાં પછી પણ ફેરતપાસ , વિશુદ્ધિ , સુધાર , સંપાદન દ્વારા વધારે સારું બનાવી થતું સંબંધોનું આંતરિક સંસ્કરણ વિકસીત થઈ શકતું હતું . સંબંધ પર મૂકાયાં પૂર્ણવિરામ માનવાના નથી કારણકે સ્મૃતિની વેલ્લિકા એ આત્મા  સાથે દ્રઢપણે વળગી રહીને જીવંતતા ની ગુંજ્યતા ને બરકરાર રાખી હતી એ સત્યનું પણ આદિલ આ અશઆર માં અન્વેષણ કરે છે . : : : :

૮ ( i ) : : ” આ બધા લાચાર થઇ જોતા રહ્યા” : : પંક્તિ કોઈ  અઘટિત ઘટના કે આઘાતજનક બનાવ બન્યો ત્યારે એ બનાવના સ્થળે અને સમયે , એકત્રિત થયેલા ઘણાં કરીને બધાં  ( One and All ) દર્શકોની લાચારીની તરફ ધ્યાન ખેંચે છે . બનાવની સાચી ગંભીર , હકીકત નોંધ , હેવાલ સમાચારના સાક્ષીદાર થવાં ની હિદાયત ને માન આપવાથી અફવાઓ ફેલાય નહીં , પ્રજાકીય લોકમત , લોકહિત અને વિવેકપૂર્ણ ન્યાય ની વ્યવસ્થા સચવાયેલી રહે. સહજાભિવ્યક્તિ કરવી કે નજરોનજર જોનાર , સાહેદી આપનાર બનવાની તત્પરતા દાખવવી !? અથવા તો અંદર ને અંદર હેબતાઈને મુંઝાયા સહેમી રહેવાનું અને  ચૂપ રહેવાનું !? : ઉપદ્રવ ગુંડાઈ હુલ્લડ દંગો કે બખેડો હિંસક વળાંક લેતા અત્યંત ગંભીર કટોકટી સર્જી શકે . કેટલીકવાર , હિંસક ટોળાઓ કાયદા વ્યવસ્થા નો ધરાર અનાદર કરીને કોમી રમખાણોનો સીલસીલો જારી કરીને  , કોઈ એક જાતિ સમૂહ / તેના ઘર- પરિવાર પર , એકસંપથી સાથે મળીને હૂમલા કરીને જાનમાલને તારાજ કરતાં રહ્યાં હતાં તે સર્વજ્ઞાત છે. : યુદ્ધારૂઢ રાષ્ટ્રો અને યુદ્ધવાંચ્છું વેરી સત્તાધીશો એ આદરેલી શત્રુતાથી નીપજ્યાં સામુહિક નાશ વિનાશ તો જાણે અવિરતપણે ચાલ્યાં રહેવાનાં !! : પરિવાર , મિત્રો કે દર્શકો માંથી કોઈ પણ નજર સામે બની રહેલાં બનાવ અંગે માણસાઈ ભરી દરમ્યાનગીરી કરવાં ને બદલે બીક ના માર્યા ગભરાટમાં જોયાં કરે તેમાં , ભાગ્યવિવર્ત દખલઅંદાજી નહિ કરી શકતાં નબળાં માનવ અસ્તિત્વ નું નકામાપણું , માનવીય સંસ્કારો ની નિરર્થકતા અને લાચારી નું ખિન્નતા ભર્યું ઉદાહરણ બને. : જૈન મૂનિ વિદ્યાવિજય જી લખે છે કે , “‌ શિકાર માં સહાય ન કરતાં હોય અને માત્ર શિકાર કરતાં દેખતાં જ હોય તો તે બધાં શિકારી ની માફક પાપ બાંધે છે. દેખાવ ને વખતે મનોવૃત્તિ હિંસક બને અને બધાં , સાથે મળીને કરેલું હિંસક પાપ કર્મ : ‘સામુદાયિક કર્મ’ ના પાપનાં ભાગીદાર બને . ” : : : :

૮ ( ii ) : : “હાથમાંથી   જિંદગી. સરતી  રહી” : : પંક્તિ રેતી કે પાણી જેવી ક્ષણભંગુરતા ( ephemerality ) સૂચવતી ચીજ- વસ્તુ ને હાથથી પકડી રાખવાનાં પ્રયાસ ચિત્રના રૂપક ની સમજ સૂચવે છે કે જિંદગી ( પાણી નો સંસ્કૃત માં અર્થ નિર્દેશ જીવન થાય ) જેમ વધુ ને વધુ પકડી રાખો કે બચાવનાં પ્રયાસો કરતાં રહો તેટલી જ ઝડપથી તે વહી જાય ને છટકી પણ જાય. :  life is fragile and fleeting. : સમજો ને ! આદિલ ને લાગ્યું હતું કે વહી જતાં પાણીના નાજુક કાંઠે રહેવાનું બન્યું ને “હાથમાંથી જિંદગી સરતી રહી. ” : :

આમ , આ અશઆર , પ્રિયજન નાં ગણત્રીની ક્ષણિક પળોમાં મૃત્યું થતાં જોવાથી અનુભવાતી અથવા આસપાસ ની પોતાની સ્થિતિ પરિસ્થિતિ નાં ઝડપભેર બદલાતાં ઝોક સંયોગ ને કારણે એકદમ આવેલી , અફર અટલ પડતી ( decline  ) જોવાથી અનુભવાતી , વિષાદમય હતોત્સાહી આશાભંગ ની ઊંડી લાગણીને વ્યક્ત કરે છે. : :

જીવનના નિર્ધારિત માર્ગ પર બનેલી ને ઘટેલી , માનવ અસ્તિત્વ નાં મૃત્યું પતન અને હ્રાસ ની પળો ને રોકવામાં અસમર્થ હોવાનાં મૂળમાં , ભાવનાત્મક રીતે પીડાતા આદિલે , સમયની દુઃખદ અનિવાર્યતાની જોયેલી છબી નું : પોતાની અને સૌની લાચારી સાથે આ અશઆરમાં હ્રદયદ્રાવક નિરૂપણ કર્યું છે . : : : :

“શૂન્યતામાં પાનખર ફરતી રહી “: ગઝલ : આદિલ મન્સૂરી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : જાન્યુઆરી ૨૩ , ૨૦૨૨ પોષ વદ પાંચમ / Updated બેંગલુરુ : માર્ચ ૧૬ , ૨૦૨૬ : ફાગણ વદ તેરસ : : : : : : : :

******************************************** ** નદી ની રેત માં રમતું નગર મળે ન મળે : આદિલ મન્સૂરી : :

મળે ન મળે

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી ( ૧૮ મે ૧૯૩૬ – ૬ નવેમ્બર ૨૦૦૮)

  • સ્વર સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : HRIM યુ ટ્યુબ રિલીઝ ૨૬ / ૮ / ૨૦૧૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/p45ZZkMAif8?si=0aOXdriae685xoWC

  • સ્વર : શેખર સેન : સંગીત નિયોજન : બાંસુરી : પારસ નાથ : :  કી બોર્ડ : અતુલ રાનિન્ગા : LIVE : ગુજરાતી જલસો યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૨ / ૨૦૧૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/PVxlicT2tXc?si=MAfSzxYX9DRUiS1c

નદી ની રેત માં રમતું નગર મળે ન મળે : આદિલ મન્સૂરી : : સ્વર : અનિકેત ખાંડેકર : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અનિકેત ખાંડેકર : : આલ્બમ  : આશા ( અનિકેત ખાંડેકર ના {૬} ગુજરાતી ગીતો phonographic digital કાવ્ય સંગીત યુ ટ્યુબ રિલીઝ ૨૯ // ૩૦ // ૧ / ૨૦૨૪  : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/aV3A3GZffHs?si=X2vKl6zNK6g47oqF

૧૯૭૦ નો ફોટો : સાબરમતી નદી નો પટ અને રેતી સરકાવી નીક બનાવી ખેતી માટે વાળવામાં આવ્યું પાણી ; જ્યાં વર્ષો પહેલાં એક સમયે તરબૂચ વિ. ની ખેતી પણ થતી હતી.: ફોટોગ્રાફર FN Pathan : સ્તોત્ર : NID Archives.
વર્ષ ૧૯૭૫ : સાબરમતી નદી ના વહેતાં પાણી માં કપડાં ની ધૂલાઈ કરતાં  ધોબીઓ : ફોટોગ્રાફર પુષ્પા ચાવડા: સ્ત્રોત્ર NID Archives. ‘ભારતના માન્ચેસ્ટર’નું બિરુદ પામેલા ‘અમદાવાદ કાપડ ઉદ્યોગનું હબ’ હતું એટલે એક સમયે સાબરમતીના પટમાં કપડા રંગવાની પ્રવૃતિઓ પણ થતી હતી.
ઐતિહાસિક રીતે ‘શ્વભ્રવતી’ / સાભ્રમતી નદી , ( અપ્રમાણિત માન્યતા પ્રમાણે / મગનલાલ વખતચંદે જોય હોવાનું : ૧૮૫૧ : લખ્યાં મુજબ  માણેક ચોક / માંડવી ની પોળ માં થી પણ પસાર થતી )  , ઉપરાંત ( વજ્ર શસ્ત્ર  ના નિર્માણ માટે અસ્થિ દાન કરનાર દધિચી ઋષિની ભૂમિ : ગાંધી  આશ્રમ અને દધિચી બ્રિજ ની વચ્ચે પ્રાચીન દુધાધારી મહાદેવના મંદિરની આસપાસ : એટલે  ( બનૈયા પાસે હાથમતી નદી મળ્યા પછી ) સાબર માંથી બનતી ઓળખાતી સાબરમતી નદી કિનારે આવેલી હોવાની માન્યતા છે. )  , જૂના સમયની સાબરમતીના પટમાં ‘કુત્તા પર હાવી થયેલા સસલા’ના સાહસથી પ્રેરાઈને અહમદશાહે ૧૪૧૧ માં અમદાવાદનો પાયો નાખ્યો હોવાની દંતકથા બહુ પ્રચલિત છે. પહેલાં  પુષ્કળ વરસાદ પડવાથી અને ધરતીકંપ ના લીધે તેનો પ્રવાહ બદલાયો , એવું  દલપતરામ કવિ એ માન્યું અને લખ્યું હતું. માણેકનાથ બાબા ની સમાધિ / ઝૂંપડી ની બાજુમાં એક ઝરણા જેવો પાણીનો પ્રવાહ ‘માણેક’ નદી નામે ઓળખાતો હતો , જેની તકતી પણ ફર્નાન્ડિઝ બ્રિજ નીચે જોવા મળે છે. રાણીપ નો ચંદ્રભાગા નો વહેળો , કાળપુર નો વહેળો , અને શાહીબાગ નો ડફનાળો સાબરમતી માં પડતાં , જેને લીધે આ માન્યતા જન્મી હોય શકે. એટલે સાબરમતી  માણેક ચોકમાં વહેતી હતી તે સાચું  નથી. : શહેરની ઓળખ સમાન શહેરને બે ભાગમાં વહેંચતી સાબરમતી  અમદાવાદ શહેરના ઇતિહાસના અભિન્ન હિસ્સા સમી રહી છે. : ચોમાસા સિવાયની ઋતુમાં ખેતી થતી હતી અને મનોરંજન માટે નદીના પટમાં સરકસનાં કરતબ પણ થતાં હતાં.
Children playing Cricket in Sabarmati Riverbed, old time photo .

૧ ( i ) : : “નદીની રેતમાં રમતું નગર .. . ,”: : એ અસ્થિર ડગમગતા ( રેતમાં નાં ) પાયા પર બનેલી ભવ્ય મહિમાવન્ત  શ્રેષ્ઠ નગર ( અમદાવાદ ) ની શક્તિશાળી છબી છે. સાગર કિનારે કે સ્થિત્યંતર કરતા નદીકિનારે રેતીનો કિલ્લો ઢહી પડે અને ફરી વળતાં પાણીથી ધોવાઈ જાય ( inundated ) . :  દ્રઢ મજબૂત નક્કર જણાતાં , સંગીન લાગતાં : દુન્યવી ઈમારતો ના શહેરી બાંધકામો , વિનાશકારી પરિવર્તનો થી કે વિધ્વંસક કુદરતી આફતમાં અદ્રશ્ય થવાં પામે અને કાળાંતરે નામનિશાન ભૂંસઈ જાય . : અને વળી ભવિષ્યમાં નવીન પ્રણાલીની સ્થાપત્ય યોજના હેઠળ , નદીની બેય બાજુએ રિવર ફ્રન્ટ કોન્કરિટ રોડ વચ્ચે પુરી  દીધેલ નદીની આગળ પાછળ બાંધેલ બે ડેમ વચ્ચે સંઘરી રાખીને બંધિયાર પાણીની નદીમાં ફેરવ્યું નહેરીકરણ ( canalization ) કરવાં થી , નદીકાંઠાના riverain નગરનાં લેન્ડસ્કેપ્સ માં , ઓળખી ના શકાતાં આમૂલ પરિવર્તન આવે . : : આ બેક ડ્રોપ સાથે અને સામે , ભારત અને પાકિસ્તાન બંને દેશો દ્વારા નાગરિકતા નામંજૂર થવાથી no man’s land પર ધકેલાઈ ગયા નો અનુભવ ઝેલનાર એક સંવેદનશીલ શાયરના પોતાના વતન અમદાવાદ માં રહેવાનાં પાસાઓ પોબાર પડ્યાં નહીં . : ધારેલું સિદ્ધ થયું નહીં . ત્યારે ખુરદો બોલી ઊઠે ; ઘણું બધું વિદાય થતું લાગે. : વતનથી દૂર થવાનુ : અશ્રુ ભર્યાં ઝુરાપા ના વિરહનું કલ્પાંતસ્થાયી દુઃખ ભોગવતા રુરુદિષુ દિલના મનોભાવો ઉતારતી આદિલ મન્સૂરી ની સંસ્મરણીય , સીમાચિહ્ન રૂપ : :  “મળે ન મળે” : : ગુજરાતી ગઝલનો સીમાસ્તંભ બની રહી છે. : : ઈતિહાસ ગવાહ છે કે અન્ય કોઈ શહેરનું  ભાગ્ય અનિત્ય કે અસ્થાયી હોવાથી ત્યાં તબાહી મચી જવા પામી હતી. Such City becomes ruined and disappeared from the map or got completely changed. : : : :

” મળે ન મળે” : વાક્યાંશ ની માર્મિકતા સૂચવે છે કે પ્રત્યક્ષ વસ્તુસ્થિતિ નું મૂળ ની સાથેનું સામ્ય : નિયત માનેલા અસ્તિત્વ નું સાચું સ્વરૂપ , દ્રઢ અચળ આબદ્ધ નથી ( not fixed ) કે તેનું હંમેશા આકલન કરી શકો. : ‘ now you see, now you don’t ‘ : ‘ હવે જુઓ છો, હવે નહીં ‘: એ દેખણું ” મળે ન મળે” જેવી જ ઘટના કે બીના બનશે જેથી તે અનિશ્ચિત રહે . : : : :

૧ ( ii ) : : “ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.” : : અહીં દ્રશ્ય ની સરખામણી memory screen સાથે કરી હોય , “સ્મૃતિપટ” પર આ દ્રશ્ય‌ નું ‘ દેખણું ‘ : “ફરી” થી જોવાંની ખ્વાહિશ સરકી જઈ ( fleeting ) શકે છે. યાદ રાખેલાં દ્રશ્યની વિસ્મૃતિ ( In Oblivion ) થઈ શકે છે , વિસ્મરણ / ભુલાવો ( forgetting ) આવી શકે છે, વિરૂપ ( distorted ) દેખાય શકે છે, એવી રીતે જેમ કે કોઈ વિડીયો રેકોર્ડીંગ પ્રેષણક્ષમ રહી ન શકે કે તેની ( transmission ) દર્શનીય સંચારશીલતામાં રુકાવટ આવે તો તે પણ અદ્રશ્ય થવાં પામે . જેમ કે કમ્પ્યુટરની મેમરી RAM માંનાં ડેટા , જે પાવર કટ થાય ત્યારે અદૃશ્ય થઈ જાય કે ખોવાઈ જાય . : : જિંદગીમાં હમણાં ઉપસ્થિત ‘દેખણું’, તેનું રૂપરેખાંકન ( configuration ) ખોવાઈ જાય કે ઝાંખું થાય તે પહેલા અને ફરીથી જોવાં “મળે ન મળે” એવી અનિશ્ચિતતા હોય , મનનીય નજર સામે ઉપસ્થિત દ્રશ્ય ને ઘર કરી લેવાં માટે ‘આદિલ’ ખરાં ભાવથી વર્તમાન સ્થળસમયે હાજર રહેવાનું આગ્રહી મમતાળુ કહેણ ( call to witness ) આ અશઆર માં વ્યક્ત કરે છે. : : : :

પ્રથમ અશઆર , અશાશ્વત હયાતીનું અને સ્મૃતિ ની અવિશ્વસનીયતાનું અન્વેષણ કરે છે.”નદીની રેતમાં રમતું નગર” ના રૂપક દ્વારા ‘આદિલ’ નું ધ્યાનપાત્ર બ્યાન વસ્તુતઃ નાજુક , સ્થિત્યંતર કરતું , ઘણું  કરીને થોડાં વખત માટેનું લાગે છે. : પ્રતીકરૂપી નિરૂપણની નોંધ લઈએ તો  : : “નગર”: :  શહેરી સંસ્કૃતિની સુધરાઈ, માનવ સિદ્ધિઓ , પરિપૂર્ણતા તથા જિંદગી નાં અટપટા ઘાટ , મનને આંટી મારીને જકડી રાખતાં જગતીય અટકાવ અને રુકાવટો : આ બધું જીવન વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. : : “નદીની રેત” : એવો આવિષ્કારિત પાયો છે જે હંમેશા પાણીના પ્રવાહ સંગે રહે અને સમયની અથવા પ્રકૃતિની નદી દ્વારા બારીકપણાં માં આકારિત થયાં  કરે . : :  સ્મૃતિપટ : માનવ મનના અનુભવોને અને અનુભૂતિને શોધી આપીને અને પછી સંઘરી રાખીને , સુસજ્જિત સ્વરૂપે સુપ્રાપ્ય કરી આપવાનાં પ્રયાસ નું પ્રતિનિધિત્વ કરે છે , જે અક્ષરસઃ ચલચિત્રપટ જેટલું ઝબકતું ટમટમતું અને અવિશ્વસનીય હોય છે. : : : :

૨ ( i ) : : ” ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ” : : : : : : પંક્તિ સંવેદનાત્મક અનુભવમાં અથવા ભાવનાત્મક અનુભૂતિમાં સંપૂર્ણ નિમગ્ન તલ્લીનતા ને પ્રોત્સાહિત કરે છે જ્યારે તે થઈ રહ્યાં હોય. . “સુગંધનો દરિયો” એક જબરજસ્ત, સર્વવ્યાપી સુંદરતા સૂચવે છે – કદાચ સૂકી ધૂળ કે માટી પર પઙતા વરસાદની સુગંધ ( petrichor ) અથવા દિવ્ય ઊંડા આધ્યાત્મિક પ્રભાવ જેવી . તે નિરીક્ષક / નરેટર ને ઇન્દ્રિયગમ્ય પળ-પરિબળ સ્વરૂપે  મળ્યાં સારતત્ત્વ ને “શ્વાસમાં લેવા” અથવા સંપૂર્ણપણે આત્મલક્ષી બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. : : : :

૨ ( ii ) : : “પછી આ માટીની ભીની અસર મળે ન મળે.” : : : : પંક્તિ સૂચવે છે કે ચિરકાલિન અસર અનિશ્ચિત હોય. સુગંધીતતા નો પ્રસાર કરનાર ભીનાશ બાષ્પીભૂત થઈ શકે અથવા ઝડપથી શોષાઈ શકે , તેમ અસરકારક ઘટનાનો ખરો ભાવ-પ્રભાવ અથવા સંવેદનીય પ્રતીતી ધીમે ધીમે ઓછાં થવાં લાગે . સુગંધીતતા , શ્વાસની સ્મૃતિસમૃદ્ધિ માંહેની ‘અંદરૂની અનુભૂતિ’ અને  માટીની ‘બાહરી’ અસ્થિર વિશ્વગત ‘ચંચળતા’ વચ્ચેનો વિરોધાભાસ સર્જે છે. : : : :

વ્યક્તિગત અનુભવના ઊંડાણ કઈ રીતે ઝીલ્યાં હતા કે  પ્રતિભાવ /પ્રતિક્રિયારૂપે આપ્યો હતો તે પ્રત્યુતર , દ્રશ્યમાન પરિણામ : aftermath  કરતાં વધારે મહત્વપૂર્ણ છે. : કહ્યું છે : Seize the Moment : “દરિયા”  જેટલી અપાર “સુગંધો” ને “શ્વાસ માં ભરી લો.”: એ સુગંધી શ્વાસોશ્વાસ  અંતર્ગત રહે; વિશ્વગત માટીમાં પડતી બાહરી ભીનાશથી સુગંધાનુભૂતિ નો કોઈ શ્વસિત અર્થબોધ મળે નહીં. : ઝડપથી ચાલી જતી અનુભૂતિ કે પસાર થતાં અનુભવો વિશે અને તે બધું અસ્થાયી ( impermanence  of experiences ) હોવાંના પ્રમાણો વિશે સનસા કરતો ‘આદિલ’ નો આ અશઆર સૂચવે છે કે અનુભવો નાં ‌/ અનુભૂતિ નાં ઇન્દ્રિયગમ્ય પળ-પરિબળ સ્વરૂપે મળ્યાં સારતત્ત્વ , જીવાતી ક્ષણે પૂર્ણપણે સાધી શકાય જ્યારે સ્પષ્ટ સમજાય એવાં ( tangible ) તેનાં લિસોટા કે મૂર્ત નિશાનીઓ ( traces ) કાળાંતરે સલામત રહી શકવાની કોઈ બાંયધરી નથી. : : : :

૩ ( i ) : : “પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,” ‌ : : : : : : : : :  પંક્તિ સુપરિચિત મિત્રો સોબતી સાથીઓ , જેની સંગે ‘આદિલ’ ને સારી પેઠે ઘરવટ હતી , દોસ્તીનો ઘરોબો હતો : ઘરની વ્યક્તિ જેવો ચાહવાનો ગાઢ સંબંધ જાળવી રાખ્યો હતો ; એવાં  પ્રિયજનો જેની સાથે પ્રસન્ન મનથી વીત્યાં સમયની યાદગારી જિંદગીભર ના પ્રવાસ નાં ટીમણ બનવાનાં છે . : એ સૌને ધરાઈ ને જોઈ લેવાં પડે . : કૃતજ્ઞતા દાખવવાનો મોકો મળ્યો છે જ્યારે એ સૌને ઝકડીને વળગીને સાહવાનાં છે, બાંહો ના બંધનમાં આખરી વાર પકડી રાખવાનાં છે. : : : :

૩ ( ii ) : : ” આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.” પંક્તિ જીવનમાં થયાં સુપરિચિત મિત્રો અને સાથીઓ રૂપે મળ્યાં અદભૂત અનુભવોમાં સમાયેલી સુંદરતા નું પ્રતિનિધિત્વ કરે છે. એ સૌનાં “હસતાં ચહેરા અને મીઠી નજર”: મૈત્રી પ્રેમ સ્નેહ નાં અને આત્મીય હૂંફ જોડાણ આનંદ નાં પ્રતીકો છે. : પરિચિતો ના મંદ મલકતા સ્મિત અને પ્રેમાળ નજર ને સંપૂર્ણપણે ધરાઈને જોઈ લેવાનાં છે જેમાં વર્તમાનની થોડીએક પળો માટે દિલના ઊંડાણથી ( deeply  & fully ) અને હર્ષાતિરેકથી ( gratifyingly ) મળવાની સંતૃપ્તિ રહે જે અંતર, સમય અથવા મૃત્યુને કારણે ભવિષ્યમાં રહે નહીં .: “મળે  ન મળે” : જીવનની ‘અનિશ્ચિતતા’ દર્શાવતું વાક્યાંશ અહીં ‘અણધારીતા’ ની ચેતવણીરૂપ વ્યક્ત થયું છે. :  આમ , સમજો તો , પ્રિયજનોનાં સ્મિતાંગી વ્યક્તિત્વ ને મનભરીને આત્મસાત કર્યું હતું એમ જતાવતાં , પ્રિય હોવાનાં હેત દેખાડતાં , અશ્રુભરી આંખે , ‘શુભેચ્છા’ ના કહેણ  અને ‘આવજો’ ના ઉદગાર વિનિમય કરતા , આખરી મેળાપ ની ભલી-આકરી , મહામૂલી પણ અસ્થાયી પળોની : વતનથી દૂર ચાલ્યા જવાની વિદાય વેળા ‘આદિલ’ ને જીવવી પડશે. : : : :

૪ ( i ) : : “ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,” : : પંક્તિમાં પુરેપુરી સૂક્ષ્મ વિગતો – રસ્તાઓ, બારીઓ અને ભીંતો – અદૃશ્ય થઈ જાય તે પહેલાં તેને આત્મસાત કરી લેવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ શહેરના વસવાટ દરમ્યાન એ રસ્તાઓ પર ઘટી ઘટનાઓ , બારી બહાર જોયાં હતાં તે આસપાસ ના લેન્ડસ્કેપ્સ નાં દેખાવ અને તેને મૂર્ત કરનાર દ્રશ્યચિત્રો, ઊંચા નીચાં બિલ્ડિંગો અને તેની અવનવી ભીંતો થી બનેલી સ્કાઇ- લાઇન : જ્યાંથી દેખી આકાશીય પાશ્વૅભૂમિ અને  ક્ષિતિજરેખ : મુગ્ધ કરતાં આ બધાં આદેશ્ય ને સંકેન્દ્રીત કરતી ‘શહેરી શોભા’ : ‘આદિલ’ ના ચિત્તમનઉર પાસે રહે એ સારું ફરી એકવાર તેનાં નિરીક્ષણ કરતાં મળ્યાં ઊંડાણોને અને તાત્પર્યને સ્મૃતિમાં પૂરી રીતે ભેટ કરવાનો ઉપક્રમ ( commitment to memories ) આ અશઆરમાં સૂચવેલ છે. : : : :

૪ ( ii ) :”પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.” પંક્તિ ભૌતિક વિશ્વ અને આંતરિક મનોવિશ્વ વચ્ચે નો વિરોધાભાસ   દર્શાવે છે. તે સૂચવે છે કે “શહેર” “ગલી” અથવા “ઘર”:  સમય, નવીન પરિવર્તન અથવા વિનાશને આધીન હોય છે ત્યારે “ન ( પણ) મળે”. : જ્યારે , અર્થવાહક મનની “આંખો”થી  જોયેલી દ્રષ્ટિબિંદુવાળા અહેવાલ નું  કે વૃતાંત નું સંસ્કરણ સ્મૃતિ ફલક પર હંમેશા નોંધાયું રહે. : મેટ્રો સીટી મુંબઈમાં વસનાર , ત્યાંની  રીતરસમોમાં  પાવરધો અને ઘડાયેલો મુંબઈકર જીવ હોય કે એવા કોઈ મોટા પાયાના શહેરના મોજશોખમાં  રાચતો શહેરી લાલા‌ : મોટા ગજાના “શહેર” થી માંડીને અને નાના પાયાના “ઘર”સુધીનાં રહેણીકરણી અને વસવાટ બાબતે એવાં કંઈ ઓછાં-વધારે ગુણ કરનાર , ધનિષ્ઠપણું / સંગીનતા  કે દ્રઢતા/મક્કમતા હોતાં નથી જેના કારણે ગુમ ના થઈ જવાય કે ખોવાઈ ના જવાય. :  અહીં “બારીઓ” અને “ભીંતો” દ્વારા સુરક્ષાની સીમાઓ નું પ્રતિનિધિત્વ કરતી વ્યક્ત થયું છે, જોકે તેનું અસ્થાયી પણું ધ્યાનમાં રાખવું પડે. : : “મળે ન મળે ” વાક્યાંશ નું પુનરાવર્તન , આ અશઆર માં પણ અસ્તિત્વની ‘અનિશ્ચિતતા’: uncertainty  અને ,  ઉથલપાથલ ( crisis ) , બાઝાબાઝી ( scuffle ) , દુઃસહ્ય દબાણો ( hard pressed ) વિ. ના કારણે ગમે ત્યારે તૂટી જનાર : જીવનની ‘નાજુકતા’ ( fragility ) ની સ્પષ્ટ સમજ આપે છે. : : : :

“શહેર , ગલી , ઘર”  : વતન કે દેશ ના ભાગ હોય એ જ્યાં અને જ્યારે શહેરી વિકાસ વિસ્તાર કે ફક્ત સમય વીતવાને લીધે ખોવાઈ શકે અને “ન મળે”; ઉપરાંત તે વિસ્થાપન કે સરકારી નોંધવહી ના આધારે ઠરાવ્યા દેશ નિકાલ ની લાક્ષણિક સ્થિતિ ને સુદ્ધાં પ્રતિબિંબિત કરે. : એક રીતે આ memento mori ( death’s head ) : અસ્થાયી વિશ્વના સ્મારક નું સ્મૃતિચિહ્ન સમાન અશઆર છે જે નજર આગળ કે મનમાં હંમેશા રહેનાર અંતસ્થ સમર્થન એ માનવ અસ્તિત્વ નો એકમાત્ર સાચો ભરોસાપાત્ર યથાર્થ નોંધણી- રેકોર્ડ ( record ) ગણાય. : : : :

૫ ( i ) : : “રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,” : : : : :: “આજ સંબંધો ને વીંટળાઈ અહીં “: નાઇલાજ ઉતાવળ કરાવે જેમાં ભાવવશતા ( emotions ) પણ સામેલ હોય. અહીં  “વીંટળાઈ” જવું : એટલે પ્રિયજન ને ઊલટથી ભેટવાનું અને બાથમાં લેવાનું . : જેમાં પ્રેમાળ સંબંધ ની લાગણી અને ભીનાશ માણ્યાંથી લાગણીવશ “રડી લેવાની” રુરુદિષુ મનની એષણા , વિદાયવેળાના દર્શનીય પ્રેમની તાકીદ , અને તાત્કાલિનતા ( urgency ) વ્યક્ત થાય છે. આ નિત્યક્રમ મુજબનું અવિધિસર નું સાદું આલિંગન નથી. ( not casual embrace ) . તે સૂચવે છે કે સમય સમાપ્ત થવાં માંડ્યો હતો , અને સંપૂર્ણ સજ્જડ બંધ બેસતું ‘આલિંગન’ સમેત શુભેચ્છા નાં ‘ આવજો  રામરામ ગુડબાય’ તુરંત વ્યક્ત કરવાં ના હતાં. : ” આજે” ( આવતીકાલ નું નક્કી નથી. ) અને “અહીં” ( બીજી કોઈ સંભવિત જગા નું પણ નક્કી નથી.) : “મળીએ  , ન પણ મળીએ” . : પ્રેમ સ્નેહ , વ્હાલ  મમતા , લાગણી  અનુરાગ  : ના સદ્ ભાવ : Affection should be expressed fully and immediately. : : માટે  કહ્યું, ” રડી લો આજ ” : જે , અંશતઃ નિર્બળતા ને આગળ વધારે . દફન/અંતિમ સંસ્કાર માટે આંસુ વહાવવા‌ ની રાહ જોવાની નથી . જીવન નાજુક હોય , પ્રિયજનો ને “વીંટળાઈ ” ને હમણાં મળ્યાં પછીની વિદાય વેળાએ , હર્ષાનંદ  કૃતજ્ઞતા , તાદાત્મ્ય અથવા સહભાવ નાં : દિલની જુબાન નાં આંસુ ,અત્યારે જ ભલે વહે. : સમજો તો , સંવર્ધિત સંબંધો ની સંભાળ માટે ની , આ વર્તમાન સ્થળસમયે મળેલી પળો ( present  moment ) સાથે નું આહ્વાન ઝીલ્યું હતું . બીજો કોઈ યોગ્ય સમય પાછળથી ભવિષ્યમાં નહિ પણ‌ મળે ; માટે અટકવાનું નથી , અટકાવવાનું નથી. : DO NOT HOLD  BACK  LOVE for a later time that may never come. : : 💕💕💕💕

૫ ( ii ) : : ” પછી કોઈને કોઈની કબર મળે ન મળે.” : : : : :: પંક્તિ જીવનના અંતિમે પહોંચતા અનિવાર્ય મૃત્યું ની સ્વીકૃત વાસ્તવિકતા ( reality of death ) , હાજરીથી ( from presence To absence ) ગેરહાજરીમાં થતું કલ્પનાત્મક સંક્રમણ ( transition ) અને ત્યારબાદ વિસારે પાડી દેવાની દુનિયા ની રીત ઉપર વિચાર વિસ્તાર કરવાં પ્રેરે છે. કોઈ ને “કબર મળે, દરેકને ન પણ‌ મળે” : “ન મળી શકતી કબર” : ( ephemeral memory ) સ્મૃતિ ની ક્ષણભંગુરતા નું પ્રતીકરૂપ બની રહે જ્યાં મૃતજનને વિસરી જવાની / ભૂલી જવાની અનિવાર્યતા સમજાવતી ,‌ દબદબાભરેલી દુનિયાની આડંબરી રીત ( inevitability of being forgotten ) નો વ્યવહારબોધ અમલી બને. શાંત થઈ ગયેલાં મૃતજનોના વિરામ સ્થાન સુદ્ધાં ખોવાઈ જાય : Resting place remains unvisited Or lost to Time. મૃતજનોની યાદી Death Certificate પણ “મળે” તો મુશ્કેલથી શોધવાં પડે. હયાતી અને જીવતર ના મૂર્ત ચિહ્ન ( Tangible MARKERS OF LIFE ) સમા સ્મારક કે કબર ( grave with tombstone : સ્મૃતિ લેખ ) દુનિયા ની યાદમાં હંમેશા ટકતાં નથી. ❣️ ❣️‼️ ‼️

“સંબંધો ને” એટલે કે પ્રિયજનો ને “વીંટળાઈ” ને , બની શકે તો , “રડી લો” ; અનામ રહીને ( anonymously ) આવતા મૃત્યું ની નિકટવર્તીતા ના મનોવિચાર ( meditation ) ધ્યાને લઈએ પણ માંદલી મનોવૃત્તિ ( morbidity ) રાખવાં ની જરૂર નથી. ‘આદિલ’ નો આ અશઆરમાં નો સંદેશ જરા વિચારો તો , જરીક સુખવાદી બનીને કમસેકમ ‘આજનો‌ લાભ’ / ‘ દિવસનો આનંદ’ લો : Carpe Diem ( કાર્પિ ડિમ ) : seize the day : ક્ષણભંગુર જીવનની વાસ્તવિકતા અને ઘડીક વ્હાલાં મૃતજનોનો કાળાંતરે વિસારો થવાં દેવાની દુનિયાની અમલી રીત ની સમજણ , ફરીફરીને યાદ દેવડાવે કે વ્યક્ત કરી શકાતાં ‘સ્નેહ- પ્રેમ ની વહેંચવણ’ આજે , હમણાં, તાકીદે કરવી સૌથી વધું મહત્વપૂર્ણ રહે. : માટે ‘આદિલ’ ના રુદિત ઉર-મન થી આ અશઆર માં કહ્યાં પ્રમાણે , : મરણશીલ નશ્વરતા ( mortality ) ના ભય કરતા કૌટુંબિક , અંગત, અને વ્યવહારે જોડાયેલાં માનવીય સંબંધો ને અગ્રતા આપવાનો આગ્રહ રાખવો.  🤣🤣

૬ ( i ) : : “વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,” : :::  પંક્તિ સૂચવે છે કે, ગુડબાય નાં : ‘ શુભેચ્છા , રામરામ , આવજો’ નાં : છૂટા પડતી વખતે બોલાતાં કંપાયમાન શબ્દો કહેતા “વળાવા આવ્યા છે એ” મિત્રો અને પરિવાર સમેત પ્રિયજનો થોડા વખત માટેની વિદાયગીરી ( temporary farewell ) આપી ને છૂટા પડતાં જવાનાં ; એમનાં ‘જીવંત’ ( vibrant  ) “ચ્હેરા” થોડાંએક સમયમાં મનની આંતરિક દ્રષ્ટિમાં “ફરશે” અને ત્યારબાદ માત્ર યાદગાહ માં દેખા દેતી ‘નિષ્પ્રભ’ છબી  ( diminished  image ) માં ફેરવાયા રહેશે.  : આમ ‘આદિલ’ માટે , સાથે રહ્યાં હતાં ના તબક્કાનો અંત છૂટા પડ્યાં પછીના આહ્વાનક્ષમ‌ પ્રવાસ ( evocative journey ) ના શાબ્દિક  ( literal ) અને રૂપકાત્મક ( metaphorical beginning ) આરંભસમો રહેનાર હતો. : : : :

૬ ( ii ) : : ” ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.” : : : : પંક્તિ આદિલ ને નવા દેશ પ્રદેશ -પરદેશ માં નવી રાહવાટે , નવા ઠેકાણે જીવન વ્યવસ્થા ગોઠવવામાં કાર્યરત થવાની “સફરમાં”  સ્થિત્યંતર કરવાથી શક્ય માની શકાતી પૂર્વપેક્ષિત બાબતો ને ઈરાદાપૂર્વક સ્થિર નજરે જોવા પ્રેરે છે. અહીં “હમસફર મળે ન મળે” કહ્યાં ની અનિશ્ચિતતા સાથેની પ્રશ્રરાહે ખ્યાલ આવે કે સાથી સહપંથી રાહબર “મળે” તો કેટલાં સમય સુધીના સાથ-સંધાને , સરસંબંધે ? જેની મર્યાદા માનવામાં ‘એકલો જાને રે!’ : એકાંત સાધનાની સ્વીકૃતિ , આત્મનિર્ભર બનવા માટેની તત્પરતા હિંમત અને તૈયારી સાથેની આવશ્યકતા રાખવાનું સૂચવે. : સંનિષ્ઠ સામર્થ્ય અંતસ્થિત શક્તિમાં થી આવે , ભલે પછી પડખે કોઈ ‘હોય ન હોય’. : : : : 

‘આદિલ’ નો આ અશઆર એની વિદાય વેળા નું , વતનપરસ્તી નું ( પ્રબળ સ્નેહ અને સ્વદેશાભિમાન ) અને હમવતની સંબંધિતો સાથેના છેલ્લા સ્નેહમિલન નું વક્તવ્ય રજૂ કરે છે ; જ્યારે ભારત દેશની નાગરિકતા મેળવવાનો કેસ ૧૮ વર્ષ પછી અદાલતમાં હારી જવાથી , એના વતન અમદાવાદ શહેર/ દેશમાંથી હદપાર કરીને  No Man’s land માં ધકેલાઈ જાય અથવા જેલમાં જવાનું થાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી. : અત્યાર સુધીની જાળવેલી સામાજિક નિર્ભરતા પરથી હવે પછીનાં સંજોગોમાં આવશ્યક આત્મનિર્ભરતા અને અંતસ્થિત શક્તિ – સામર્થ્ય તરફ થવાંના સંક્રમણ તરફ અને સાથોસાથ સંકળાતી આવતી દાર્શનિકતા ને જીરવવાની સંગીન શક્યતા તરફ લઈ જવાનો ખ્યાલ પણ અહીં રજૂ થયો છે . : જૂનાં સાગરિતો સાથેના લગાવ અને ભાવનાત્મક જોડાણ અસ્થાયી હોય , થોડાં વખત માટેનાં ઘટકો તરીકે છૂટાં પડે અને અલગાવ આવે ; જ્યારે લાંબી વ્યાપક યાત્રા ની સફરે નીકળ્યા હોઈએ ; જ્યાં “હમસફર મળે ન મળે” કેટલાંયે જણ સાથે હતા તેમાંના બધાં યે તો અંત સુધી સાથે રહે નહીં. : This poignant mood is resignedly submissive , Yet deeply empowering. : : આ , હચમચાવનાર , સમાધાની અને વશવર્તિતા ધરાવતો તેમછતાં પાત્ર-સમર્થ નિર્મિતિ ( empowering ) માટેનો આવશ્યક મનમિજાજ ( mood ) એક સંગીન શક્યતા બને . જેનાં  પરથી આ અશઆરના અર્થ નિર્દેશિત વિચાર અહીં  સૂચવ્યા છે. : : તે પછીના  સમયમાં આદિલ ની ઉર્દૂ શાયરી / ગુજરાતી ગઝલ / ભાષા સાહિત્ય માં તેના પ્રદાન ના પ્રશંસક ચાહકો એ નવી દિલ્હી તા કેન્દ્રીય મંત્રાલયો ને કરેલી ભલામણો ને લીધે સહાનુભૂતિપૂર્વક વિચારણા થતાં ‘આદિલ’ મન્સૂરી ને ભારતની નાગરિકતા મળી. : ત્યારબાદ એણે નિશ્ર્ચય પૂર્વક ગંભીરતાથી અમેરિકામાં જ્યાં એના ઘણાં  પારિવારિક સગાં સંબંધીઓ વસ્યાં હતાં ત્યાં કાયમી વસવાટ માટેની રાહ પકડી હતી.

૭ ( i ) : : ” વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,” : : : : પંક્તિ વતનની વહાલી સ્મૃતિઓ યાદગાહ ને , રીતરસમ સભ્યતા પ્રત્યે ના મમત્વ ( culture ) ને , અને પ્રિય તાદર્શ  ( identity 🆔) ને આત્મસાત કરવાની , હરહંમેશ સંભારતા રહેવાની , હ્રદય માં હેતથી સંઘરી હિફાજત : સારસંભાળ કરવાની : આત્મસાન કરવાની ‘આદિલ’ ની ‘ઉરતૃષ્ણા’ વ્યક્ત કરે છે. અહીં “ધૂળ” : વતની ‘સારતત્ત્વ’ ( essence ) નું પુનિતકર પ્રતીક ( sacred symbol ) છે, અને ” વતનની ધૂળથી માથું ભરી લઉં” : ‘વિનયનિધાન’ ને : “આદિલ” ના અત્યારસુધીના શાયરી- ગઝલ દ્વારા  સાહિત્યિક કવિકર્મ ને અર્પિત વિવેકી વર્તન દર્શાવતું ‘ઉરત્વ’ ( હ્રદય નો સ્નેહભાવ ) ગણી શકાય. : : : ; ❤️‍🩹 ⛳

૭ ( ii ) : : ” અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.” : : : : :: પંક્તિ વતનથી દૂર કોઈ અણજાણી જગ્યાએથી વતનમાં/ દેશમાં પાછા ફરવાનો પ્રવેશ નિષેધ મળ્યો હોવાથી ઉમ્રભર વતનનો તલસાટ : હૈયું જીરવી ન શકે એવા વિરહી ઝુરાપા ની વાસ્તવિકતા સૂચવે છે. : જ્યારે ભારત દેશની નાગરિકતા મેળવવાનો કેસ ૧૮ વર્ષ પછી અદાલતમાં હારી જવાથી , એના વતન અમદાવાદ શહેર/ દેશમાંથી હદપાર કરીને  No Man’s land માં ધકેલાઈ જાય અથવા જેલમાં જવાનું થાય એવી પરિસ્થિતિ ‘આદિલ’ માટે ઊભી  થયેલી હતી. : પરદેશમાં સ્થળાંતર ( emigration ) , નાગરિકતા નામંજૂર થવાથી સંભવિત દેશનિકાલ ( exile ) , દેશ -વિભાજન કે   અન્ય કારણસર સરહદી ફેરફાર કે મૃત્યું ને લીધે સ્વદેશ મુલાકાત ના પ્રવેશ વિઝા નામંજૂર થવાથી વતન માં ફરીથી આવી નહિ શકાય  એવી સંભાવના ના કારણે આજે જે  પરિચિત છે , અબઘડી જે નજર આગળ ઉપલબ્ધ છે , અને તે પછીથી “મળે ન મળે” ની અનિશ્ચિતતા હોય ત્યારે “વતનની ધૂળ” અતિ મૂલ્યવાન બની જાય. : : : :

આમ , ‘આદિલ’ ના આ અશઆર માં , વતન / અમદાવાદ સાથે ના સાધ્યા : ભાવનાત્મક જોડાણ ( emotional connection ) ની , પોતાપણાં  ( sense of belonging ) ની , અને ભૂમિનિબદ્ધ ( વતનની ધૂળ -જમીન ને વળગી રહેલા ) સહજવૃત્તિ ની : તાત્કાલિનતા ( urgency ) સમું , અને પછીથી “ઉમ્રભર મળે ન મળે” એવી કિંમતી “વતનની ધૂળ” નું મહિમાગાન ગવાયું છે . : : : :

મળે ન મળે : આદિલ મન્સૂરી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : જાન્યુઆરી ૨૩ , ૨૦૨૨ પોષ વદ પાંચમ / Updated બેંગલુરુ : એપ્રિલ ૪ , ૨૦૨૬ : ચૈત્ર વદ ત્રીજ : બેંગલુરુ ઈન્ડિયા : : : : : : : :

********************************************* આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : : : :

આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર ની કવિતાઓ : સંપાદક : રાજેશ મકવાણા : અનુઆધુનિક ગુજરાતી કાવ્ય સંપદા શ્રેણી : શ્રેણી સંપાદક : મણિલાલ પટેલ : સાભાર :

આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : : સ્વર : ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ભરત પટેલ : : Phonographic Digital Release  આલ્બમ : પાછલી તે રાતનો પડછાયો : ગાર્ગી વોરા ના ગીતો : યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૧૨ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/JNIXN5GfBjs?si=XqKkSfUCXCXX5fYv

************************************************* તારું શહેર તો સૂર્ય નો ભીનો ઉજાગરો : કૈલાસ પંડિત : :

તારું શહેર તો સૂર્યનો ભીનો ઉજાગરો
મારું શહેર તો પાણીમાં ડૂબેલ કાંકરો

તારું શહેર તો સાંજના પૂરો થતો દિવસ
મારા શહેરમાં રાત દી ખુલ્લા મળે ઘરો

તારા શેહેરના લોક તો ભૂખ્યા નહિ રહે
મારા શેહેરના લોક તો વાવે છે બાજરો

તારા શહેરમાં સિગ્નલો જોવા મળે બધે
મારા શહેરમાં જ્યાં ગમે ત્યાં આવ-જા કરો

તારા શહેરમાં જિંદગી મૃત્યુ પછી હશે
મારા શેહેરમાં જિંદગી જીવ્યા પછી મરો

— કૈલાસ પંડિત

તારું શહેર તો સૂર્ય નો ભીનો ઉજાગરો : ( ગઝલ ) : કૈલાસ પંડિત : : સ્વર : આસિત દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન આસિત દેસાઈ : : આલ્બમ : સૂર વૈભવ : Times Music Release 30 / 4 / 2001 : Times Music Ashit_Desai You Tube Release 3 / 5 / 2023 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/nv_U35DwyLs?si=1uNHLpD-DK1cqMPo

તારું શહેર તો સૂર્ય નો ભીનો ઉજાગરો: કૈલાસ પંડિત : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . ૯ / ૮ / ૨૦૨૬ .. .

Design a site like this with WordPress.com
Get started