








પાનખરની સાંજ માટે સાચવ્યો સૂરજ અને આસોની રાત માટે ચાંદ
વાસંતી વ્હાલ માટે કોયલને સાચવી ને
સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ
તારા પંખી માટે સાચવ્યું આકાશ
તારા ધુમ્મસિયા ખ્યાલ માટે વાદળ
દિવસ ને રાત અને પળપળ વિતે છે
તારી આસપાસ આગળ ને પાછળ
દરિયો પણ તું અને હોડી પણ તું અને
તું જ છે હલ્લેસા ને સુકાન
સાચવ્યાં છે કેટલાં કોરાં કાગળ
હજી કેટલાંય ગીત નથી ગાયાં
સાથે હોઈએ કે છૂટાં હોઈએ પણ
ઉછર્યા કરે છે તારી માયા
મારા એકાંત ના સરવર માં સાચવેલું
ઊઘડે કમળ ભીને વાન
— સુરેશ દલાલ : : સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન : માલવ દિવેટીયા : : આલ્બમ : સ્વર કવન : : સંગીત : શ્યામલ સૌમિલ મુનશી : : સંગીત નિયોજન : રાહુલ મુન્જરિયા : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : :::::: : 🍂 🍂 🍂 🍁 🍁 🍂 🍂 🍂 🍁 🍁🍂 🍂 🍂 🍁 🍁 પાનખરની સાંજ માટે : સુરેશ દલાલ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : ફેબ્રુઆરી ૩ , ૨૦૨૨ : : મહા સુદ બીજ : : પૂણે ઈન્ડિયા: : : : : : : : : : :




શીશીર નો, પોષ માસનો ઠંડો ઋતુ ગાળો , વૃક્ષના અસ્તિત્વના નિભાવ માટે મોટા જોખમનો ભારે સામનો કરવો પડ્યો હતો ; જેના કારણે પોષણ અને શક્તિ ના ઉપયોગ પર બચતી-અંકુશ લાવવા માટે પાંદડાંઓ ખેરવતા , બચત થાય જે , વૃક્ષ ના બાકીના બધા ભાગો ના સંવર્ધન માટેનો વૃક્ષ ને ઉગારવાનો ઉપક્રમ પૂરો પાડે ; એવી કુદરતી યોજના અને માફકસર ની ગોઠવણ પ્રકૃતિ સૂચવે છે તે પાનખર. : પરંતુ , આ પાનખર તેથી કાંઈ વૃક્ષ નો અંત આણવા માટે આવી બેસી નથી . વૃક્ષનો જીર્ણોદ્ધાર ત્યારબાદ આવનારી ‘વસંત’ ઋતુ માં સુનિશ્ચિત છે : સૃષ્ટિના પહેલેથી નિર્ધારિત નિયમ મુજબ એ ચોક્કસપણે થવાનું છે; થવું જ જોઈએ . ” અંતમાં આરંભ અને આરંભમાં અંત ” હોય, એ જોવાનું. . . : પાનખર નિર્ણાયક સમય” રજૂ કરે છે જે જીવનના ચક્રને પ્રતિબિંબિત કરે છે. “ઉનાળો” એની વસંત ઋતુમાંની યુવાની/જીવનશક્તિ ની ગતિશીલ પ્રવૃત્તિથી જ્યારે , “શિયાળો” એની શિશિરની / પાનખરની ઋતુગત પૂર્ણતા ( completion ) અથવા નિષ્ક્રિયતા ( dormancy ) સાથે , સ્થિર અને ધીમી ગતિએ શાંતતા ( quietude ) તરફ સંક્રમણ કરે છે. : શિશિર સ્થિત ( જાન્યુઆરી થી વહેલીસર/ મોડીસર ૨૨ ફેબ્રુઆરી ) થી ગ્રીષ્મજ ( લંબાયમાન ૨૨ એપ્રિલ ) વહેલાં કે મોડાં “પાનખર ની સાંજ” પ્રદેશે પ્રદેશે જેમ જેમ વહેલી આવે ત્યારે કુદરતી પ્રકાશ ઓછો થતાં શરીરમાં મેલાટોનિન વહેલું બને અને સેરોટોનિન ધટે તેમ થતાં circadian rhythm માં અચાનક બદલાવ આવ્યો હોય ‘પાનખર થાક’ ( Autumnal Fatigue / Anxiety ) પડતાં સુસ્તી વધે, ઊર્જા ઘટે, ( Seasonal Affective Disorder : SAD ) મનની પરિવર્તનરૂપ ખરાબી લાવી અસ્વસ્થ કરે. પરંતુ, શીતતાં નો ફેલાવ વૈચારિક વિહાર ને વધુ માફ્ક હોય માનસપટ પર સ્પષ્ટ ચિત્ર ચિન્હિત થતું લાગે. આત્મ નિરીક્ષણથી કરેલાં વિશ્લેષણ થી વાર્ષિક ઉપલબ્ધિ , ધક્કા ખટકાં ઝટકાં , સફળાણું સપરાણું , વિગેરે નાં સારાંશ ધ્યાનમાં રાખીને વિકાસોન્મુખ થવાંય. : : શિયાળે વૃક્ષો પરની પાનખર અને દિવસનાં અંતની પાનખરની સાંજ જીવનની અસ્થિરતા નાં સંકેત આપે છે. જૂની આદતો, જૂનાં જર્જરિત સંબંધ જે કોઈ હેતુ પૂરો પાડવા સક્ષમ નથી રહ્યાં તો એમાંથી મુક્ત થવાનાં આમંત્રણ નો મુસદ્દો ઘડીએ એમ પુકારે તે પાનખરની સાંજ. આધ્યાત્મિક રીતે , આ સાંજનો નજીક આવતો અંધારો આપણા આંતરિક અંધકારથી ડરવાને બદલે મિત્ર બનવાની જરૂરિયાતનું પ્રકાશ અને અંધારાં ના સંતુલન થી પ્રાપ્ત થયેલું પ્રતીક છે. : : પાનખર ની સાંજની શીતતા ઉષ્માસભર સહજ શોધને ઉત્તેજિત કરે છે, જેને hygge તરીકે ઓળખવામાં આવે છે. આ ગરમ પીણાં, ટાઢ ઉડાડનાર સાંઠા ની તાપણી , લાકડ તાપણું , સગડી / હીટર , મીણબત્તીઓ અને ધાબળા સાથે ઘરની અંદર cocooning રેશમ વીંટાયાં કીડાસમ પ્રગટ થાય છે, જે સુરક્ષિત રહ્યાંની ભાવના સાથે એકલતાની લાગણીઓનો સામનો કરી શકે છે. : : પાનખરની સાંજના દ્રશ્ય અને સંવેદનાત્મક સંકેતો – amber પીળકરંગી સૂર્યાસ્ત, બળતાં લાકડાના ધુમાડાની સુગંધ અને ચપળ ચંચલ હવા – ભાવનાત્મક લંગર તરીકે કાર્ય કરે છે. પાછલી ઋતુના સાથીને , સાથે સાથે મેળાવડા ની કડવી મીઠી nostalgic યાદને તાજી કરે છે ; ઘર માટે , પરિજન નાં / પ્રિયજન નાં વિયોગથી ઉત્પીડિત કદાચિત તંગ કરતી ઝંખના સેવતાં યાદગાર સમય માટે ‘સોરવું’ આ બધાંનાં અર્થપૂર્ણ જોડાણને પ્રોત્સાહન આપે છે. : શીત નીંદરું , ક્વચિત સુસ્ત નિષ્ક્રિય , પણ પુનર્પ્રાપ્તિ માટે ઉત્સુક મન પાનખરની ગેય સાંજના સાથમાં , સક્રિય પરિવર્તન માટે માહિતગાર થઈને , સાચવી રાખેલાં સંકેત , સજ્જડબંબ સામગ્રી અને સુકાનીની રીત થી તત્પર સજ્જિત તૈયાર છે. : : Mind Fall/ Autumn Very well ❤️🩹 : આપણે પાનખર ને પણ ખૂબ ખૂબ પ્રેમ કરવાનો છે. : : : :
જાન્યુઆરી ની પાનખર પર સૌથી નીચાં અને ટૂંકાં માર્ગ ને અનુસરતો સૂર્ય થોડોએક મોટો દેખાય અને ઠંડા તાપમાન સાથે વહેલો સૂર્યાસ્ત ઊંડાં લાલ સોનેરી / amber, સમજો તો નારંગી રંગનો. જોતજોતામાં સંધ્યા નું સમાપન અને અંધારાં નું ઝડપી આગમન. જેથી સૂરજ ને સાચવી રાખવા માંગતું કવિમન હૂંફ ને ઝંખે છે. : : ઓક્ટોબર ના આસો માસની રાત ચિત્તચોર ચંચળ મોહક : કામણગારી ; ચંદ્રનિય બિંદુ ( perigee ) પૃથ્વી ની પાસે માં પાસે નું હોય , પૂર્ણસ્વ તરલ ચંદ્ર ઊંડા સોનેરી, નારંગી અથવા લાલ રંગ સાથે blood moon / Sanguine moon જેવો ઊગે ત્યારે અન્ય સમય કરતાં ૧૪ % મોટો અને ૩૦ % વધું તેજસ્વી Super moon તરીકે ની ઓળખ બનાવે. ( જેને પારધી નો ( hunter’s moon ) ચંદ્ર , ક્યારેક ફોલિંગ લીવ્સ મૂન, ડાઇંગ ગ્રાસ મૂન અથવા ટ્રાવેલ મૂન : પ્રવાસી ચંદ્ર પણ કહેવામાં આવે છે. ) : ચાંદનીની તેજસ્વીતા થી વિપરીત ફેલાતી ઠંડીનાં પડછાયાં અને શરૂઆતી શિયાળે પાનખર ના ખખડાટ ના ધ્વનિ સાથે સાથે નવરાત્રીની થનગનાટ ની , અનાજ ભર્યાં ડૂંડાં કાપવાની મોસમી કાર્યસિદ્ધિ નાં અંતે નવાં વર્ષ ની સજાવટની રાત ને સાચવી રાખવા માંગતું મન ઉત્સવાત્મ શુભ અવસર ઝંખે છે. : જેને ઝીલનાર પ્રતિબિંબક કવિમન ગીતનું મુખડું બાંધતા આનંદપૂર્વક કહે છે, : : “પાનખરની સાંજ માટે સાચવ્યો સૂરજ અને આસોની રાત માટે ચાંદ , વાસંતી વ્હાલ માટે કોયલને સાચવી ને , સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ.” : : ફૂલો ક્ષણિક સુંદરતા, લાગણી અને જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પાંદડા સહનશક્તિ, વૃદ્ધિ, નવીકરણ અને જીવનના પાયાના પાસાઓનું પ્રતીક છે. જે તે ફૂલોના અર્થ નિર્દેશ એની જીવંત લાક્ષણિકતા છતાં ક્ષણિકતા ; પુરઃબહાર : ખીલ્યાં ની સોળે કળા અને ઝડપથી વહી જનાર તાજગી ; નિષ્પાપતા , શુચિતા અને પ્રીત જગાવતી લાગણી ; સરકી જતી સુંદરતા અને ભાવવિભોર કરનારાં દેખાવની અભિવ્યક્તિ , વિગેરે પર આધારિત હોય છે જેને floriography માં સંગ્રહિત કરવામાં આવી હોય છે. : : પાંદડા જીવનના ચક્રીય સ્વભાવ સાથે સંકળાયેલા હોય છે, વસંતમાં ઉભર્યા , ત્યાંથી પાનખરમાં પડવા સુધી , વૃદ્ધિ, પુનરુત્થાન અને નવી શરૂઆતની સંભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. : ધરાતળે પડેલાં મૃત અથવા સુકાઈ ગયેલા પાંદડા અથવા જે કદીક વાંચ્યાં- નવાંચ્યાં પુસ્તકના મુદ્રીત પાનાંઓ વચ્ચે કે ડાયરીનાં કોરાં કાગળો વચ્ચે સાચવણી કરવાં સારું વર્ષોવર્ષ રાખી મૂક્યાં હોય ત્યાં એ ઉદાસી, વૃદ્ધત્વ અથવા અસ્વીકારિત પ્રેમનાં પ્રતીક તરીકેની પ્રતીતિ બની શકે છે. પાંદડાં દીર્ઘાયુષ્ય હોય સ્થાયી સુંદરતા અને સ્થિતિસ્થાપકતા નાં પ્રતીક છે. પણ માત્ર જરુરી પાસાંઓ સૂચવે. અસ્તિત્વ નાં દેખાડાં પણ ઓછાં બતાવશે . : આશાવંત ખરાં “Every blade of grass, each leaf, each separate floret and petal, is an inscription speaking of hope” : “ ઘાસની દરેક પાનપત્રી, દરેક પાંદડું , દરેક અલગ ફૂલ અને ફૂલ પાંખડી, આશાની વાત કરતો ફૂલપત્રીનો ઉત્કીર્ણલેખ / તામ્રપત્ર છે “. કવિએ પ્રકૃતિને કહ્યું છે ,” વાસંતી વ્હાલ માટે .. સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ.” : : : :








: : Bright and cheerful, yellow and orange varieties are often seen as symbols of happiness and inspiration. They bring energy and warmth to any space.
Perfect for celebrating optimism, new beginnings, and a lively spirit : : Soft pink shades are linked to affection, gentleness, and emotional healing. They’re often chosen to convey care and heartfelt emotion.
: : Less commonly seen, blue and purple poppies stand out for their unique charm, Creativity, mystery, and individuality.

Blue Irises are linked to faith and hope.
Yellow Irises denote passion, pride, and positive energy. White Irises represent purity, innocence, and spiritual renewal.
Named after the Greek goddess of the rainbow, Iris, who served as a messenger between heaven and earth

” વાસંતી વ્હાલ માટે સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ.”
“ફૂલ પાંદ” અર્થનિર્દેશનો એક ભીંતે ઝૂલતો નકશીદાર ચાકળો બનાવે છે, જે જીવન, પ્રેમ અને નશ્વરતા ની લાગણીઓની અને દાર્શનિકતાની અભિવ્યક્તિને ઉજાગર કરી આપે છે. : ગુલછાબનાં /ગુલદસ્તાનાં કહેણ પસંદીદા વનસ્પતિ અને ફૂલના રંગો અને તેમની ગોઠવણીની રીત પર આધાર રાખે છે. : : : :
કોયલ સર્જન , ભોળપ અને શુચિત્વનાં પ્રતિનિધિરૂપ તકલીફદાયી નહિ પણ સુખદ , પ્રેમાળ લાગણી ની ભેટ પહોંચતું કરનાર ગાતું પક્ષી જેને પ્રકૃતિએ “વાસંતી વ્હાલ માટે સાચવી” છે. : : પૃથ્વીચારી જીવન , આકાશીય વાતાવરણ અને ઊડાન વિશે સંપૂર્ણ વાકેફ પંખીઓ એનાં પરિસ્થિતિ સાથે કુનેહપૂર્વક તાલમેલ સાધતાં વિશિષ્ટ રીતનાં અનુકૂલન , રૂપગુણાદિ ઢંગ તથા નિર્બંધતા , આશાભર્યાં અસ્તિત્વબોધ અને આધ્યાત્મિક દિવ્યતા નાં પ્રતીક તરીકે દ્રષ્ટાંતરૂપ રહ્યાં છે. સવિશેષ, આકાશ અંતરિક્ષ સ્વર્ગિય દિવ્યલોક માટેની મનુષ્યની આત્માની પરમાત્મા માટેની ઝંખા , ઉત્કંઠા , આતુરતા ભર્યાં રટણ ની વારંવાર રજૂ થતી જીવંત કૃતિ. : ઉડવાની ક્ષમતા પૃથ્વીના બંધનોમાંથી મુક્તિ અને સાથોસાથ મર્યાદાઓના અભાવ સૂચવે છે. આકાશ જીવનની અનંત સંભાવનાનું પ્રતીક છે , તોય પહોંચ બહાર લાગતું ખુલ્લાં વિસ્તરણ નું બીજું આકાશ માનવું પડે : આધ્યાત્મિક રીતે , સંપૂર્ણતા ના નિવાસ તરફ લઈ જનાર દૈવી પુલ તરીકે કામ કરે. સતત પ્રેરણા આપતા સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય ખીલી ચાંદની નાં અંધારે રચાયાં ભૂખરા બોલ , ગાતાં ચમકતાં તારાઓ અને રંગાયા વાદળો ની કલાત્મક સુંદરતા નું આકાશી દર્શન પરિવર્તનશીલ હોય તેમ છતાં અપરિવર્તનશીલ હાજરી નાં અને પૃથ્વી અને અનંત ને જોડતાં આધ્યાત્મિક અનુભવો વિકાસશીલ માનવીય વ્યક્તિત્વ ને સાર્વત્રિક બનાવે છે. As Ralph Waldo Emerson famously mused, “The sky is the daily bread of the eyes,” suggesting it nourishes the soul with essential beauty. : વિહંગસમ આત્માને આવશ્યક સુંદરતાથી પોષણ આપતું પ્રકૃતિ સર્જિત “પંખી માટે સાચવ્યું આકાશ” ના ‘bird eye view’ : ચકોર દ્રષ્ટિ નાં કવિના વિહંગાવલોકન દ્વારા , અજ્ઞાનમય ભૂમિકા અને વર્ષોવર્ષ ચાલું રાખેલી ઉડ્ડયનશીલ સ્વપ્ન જોવાની ક્ષમતા વિશે નો સુંદર વિચાર રજૂ થયો છે. : :
એજ રીતે પંખીઓ ભૂમિગત પૃથ્વી તત્ત્વ અને ઉર્ધ્વગામી આકાશીય તત્ત્વ ને જોડતા અને કહો તો, આધ્યાત્મિક રીતે આત્માનાં પરમાત્મા સાથેનાં તથા છૂટાં પડ્યાં મૃત પરિજનોનાં જીવાત્મા સાથે નાં પુલરૂપ જોડાણ નું / એકીકરણ નું , દૈવી સંદેશવાહક તરીકે નું ગૌરવ ધરાવે છે. આમ ઉચ્ચ ચેતનાનું પ્રતિનિધિત્વ કરી શકતાં સર્વાતિશાયી પંખીઓ નું માનવજાત સાથે સહજાત અભિવ્યક્તિ નું યશસ્વી સ્થાન છે. : રોજ સવારે ને સાંજે ગાતું પંખી નવી આશાસ્પદ શરૂઆત અને આધ્યાત્મિક ઉત્થાનનું પ્રતીક છે. સુંદરતા, સર્જનાત્મકતા અને કવિતાલક્ષી ભાવનાને મૂર્તિમંત કરતાં પ્રકૃતિ સર્જિત પંખીઓ પાસેથી પ્રેરણા લેતાં પંખીઓનાં ઉડ્ડયન માર્ગ માટે કવિએ પ્રકૃતિને પ્રથમ અંતરામાં કહ્યું છે, ” તારા પંખી માટે સાચવ્યું આકાશ” : ” ધુમ્મસિયા ખ્યાલ માટે વાદળ.” : : વિચારાધીન આશય કે મનસૂબો ખ્યાલ નિશ્ચિત કરે ; ધુમ્મસિયા ખ્યાલ ગૂઢ ગુપ્ત રહસ્યમય દેખાવ દ્વારા ધૂંધળી અસ્પષ્ટ અસ્થાયી રજૂઆત કરે. : આકાશ ઢાંકતા જતાં પ્રકૃતિ નિર્મિત વાદળ ક્ષણિક , અશાશ્ર્વત , ઝડપથી વહી જતાં સ્વપ્નિલ દેખાવ દ્વારા અપ્રસિદ્ધ વાસ્તવિકતા , અજાણ હાજરી , છાનો છુપાયેલો માર્ગ જે આધ્યાત્મિક ક્ષેત્રને લગતી બીના હોય અથવા બ્રહ્માંડની કોઈ અણજાણી ઘટનાં કે વૈજ્ઞાનિક તથ્યભરી / આંતરિક ઉથલપાથલ / પરિવર્તન પણ હોય શકે. બ્રહ્માંડ ની અનંતતા અને શક્તિશાળી પરિબળો અને રહસ્યવાદી વાસ્તવિકતાઓ સાથોસાથ જીવન મરણ , આત્મા પરમાત્મા આ બધાં ની સામે માનવતા અને અત્યાર સુધીના પ્રાપ્ત ઉપાર્જિત જ્ઞાન ની મર્યાદા અને લઘુતા , તથા ગૂંચવનારી અવ્યવસ્થિત અને સત્યાસત્યની ભેળસેળ , વ્યગ્ર અને વ્યાકુળ બનાવે. “સાચવેલાં” અને ‘સચવાયેલાં’ “ધુમ્મસિયા ખ્યાલ માટે નાં વાદળ” અસ્થાયી પ્રકૃતિનાં સત્યને પ્રકાશિત કરવા માટેનાં પ્રયાસ માટે પ્રેરણા આપી શકે છે. મૂંઝવણો , વાદળછાયાં મન વિચારો , વ્યગ્રતા વ્યાકુળતા અને ખિન્નતા , અથવા સ્વપ્નિલ, અતિવાસ્તવ મનનાં ઉથલપાથલ કે પરિવર્તન લાવનારી આંતરિક સ્થિતિ : “પાનખરની સાંજ”ની આ અને હવે પછી આવનારી સાચવણીમાં એક ગીત માં રજૂ કરી શકાતાં વિશ્લેષણ , અર્થઘટન અને આધ્યાત્મિક ક્ષેત્રને લગતાં કવિનાં મનસૂબાં ઉજાગર કરે છે. : : : :
“ દિવસ ને રાત અને પળપળ વિતે છે , તારી આસપાસ આગળ ને પાછળ” : “પાનખર ની સાંજ” ના કાવ્ય ગીતના પ્રથમ અંતરા ની વચમાં આવેલ ઉપોદ્ઘાત સરીખી માંડણી કરનારી આ પંક્તિઓ નિરુધ્યમીપણે સમય ગુમાવનાર કાલક્ષેપક કાવ્ય નાયકની ઉદાસીનતા ની સાથોસાથ અંતઃ કરણ સ્થિત સંભાષણીય ઉદ્દેશ પણ સૂચવે છે. : :
દરિયા ની કલ્પના અને નાની શી હોડીની સફર માનવ અસ્તિત્વ, લાગણીઓ અને આધ્યાત્મિકતા માટે એક ગહન, ઉત્તમ રૂપક છે. દરિયો એ અણધારી આફત નો સામનો કરાવનાર જીવનની સફર . Womb To Tomb : જીવનનો સ્ત્રોત અને અંતિમ વિશ્રામ સ્થાન. : એ માનવ જીવન સમેત પૃથ્વીચારી અને સામુદ્રિક જીવ ને લગતું , નિરંતરતાનો અનંતકાળ, અજ્ઞાત રહસ્ય અને અજાણ્યાં ભાવિ ને સંકોરતુ ને વિસ્તૃત કરતું પાણી તત્ત્વ : જીવન નાં અર્થ નિર્દેશ સૂચવે. : શાંત સમુદ્ર શાંતિનું પ્રતિનિધિત્વ કરે ; તોફાની સમુદ્ર આંતરિક સંઘર્ષ, અરાજકતા અને દુ:ખ અથવા ઝંખના જેવી ઊંડી તથા અર્ધજાગ્રત લાગણીઓનું પ્રતીક છે.
“હોડી” એ ભૌતિક શરીર અને આત્મા ને સૂચવે. માનવીય નબળાઈઓ પ્રકૃતિદત્ત ભંગુરતા પણ. કુદરત ની અપાર શક્તિ સામે હારી શકે , ઝૂકી જાય. : તોય આશાન્વિતપણે, જન્મ થી મૃત્યુ સુધી નાં બદલાતાં પ્રવાહ પર સરકતી જઈ એક સ્થિતિ પરથી બીજી સ્થિતિ પર જવાં નાં માર્ગે વ્યક્તિગત પ્રયાસ નું સિદ્ધ સાધન છે. : “હલેસાં” ( Oars ) એ સખત મહેનત અને દ્રઢ ઇચ્છાશક્તિ ભર્યા પરિશ્રમ અને વ્યક્તિગત પ્રયાસ નું અને આગળ પાછળ કે આડી તેડી રીતે અસવાર ને લઈ જવાં નું પ્રયોજક છે જેનાં વગર હોડીથી દરિયો ખેડી શકાય નહીં. સફળતાની પ્રણાલી મુજબ ધ્યેય એક દિશા છે, ત્યારે હલેસાં “સિસ્ટમ”નું પ્રતીક છે – જીવનમાં પ્રગતિ કરવા માટે જરૂરી દૈનિક, સુસંગત ક્રિયા. હલેસાંનું “ડુબાડવું અને ખેંચવું” એ એક ધ્યાનાત્મક, પુનરાવર્તિત ક્રિયા છે, જે મુશ્કેલીઓમાંથી બચવા માટે જરૂરી શિસ્તનો પડઘો પાડે છે. : હોડી નું “સુકાન” ( rudder ) એ દિશાગ્રાહ્ય કુશાગ્ર બુદ્ધિથી , ચોક્કસ ધ્યેય-હેતુ સાથે સંકળાયેલું નિયંત્રણ અને “સુકાની”એકલો અથવા હંકારી ‘ચાલક’ સાથે મળીને ( Oarsman / pilot ) એવો મુખત્યાર attorney છે જે ઇરાદાપૂર્વક, ધ્યેયો અને દિશા નક્કી કરતી steering force સુકાન / સુકાની નું પ્રતિનિધિત્વ કરે છે ; જેની સાથે શ્રદ્ધેય મન, વિવેકી શાણપણ અને માર્ગદર્શક સિદ્ધાંતો , શિસ્ત દ્રઢતા અને સહનશક્તિ છે. સફરની જવાબદારી સંભાળનાર આ હંકારી સુકાની ચાલક , આત્માની “નવા કિનારા”પર અથવા આધ્યાત્મિક ગંતવ્ય સુધી પહોંચવાની ઇચ્છાનું પ્રતીક છે, જેને આંતરિક અથવા દૈવી શક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે. ગંતવ્ય ભલે ન દેખાય , હોડી ને એનાં માર્ગ પર આગળ ધપાવવાની છે. આધ્યાત્મ નું “ભાગ્ય” એવી પદ્ધતિ છે જે ભાગ્યના પ્રવાહોમાંથી નાની શી હોડીથી ( કે મોટાં વહાણ દ્વારા ) દરિયો ખેડવાનું સફળ સંચાલન કરે છે. : : કવિએ પ્રથમ અંતરામાં કહ્યું છે, : :
” .. . દરિયો પણ તું અને હોડી પણ તું અને તું જ છે હલ્લેસા ને સુકાન. “
દ્વિતીય અંતરા માં કહ્યું છે , “સાચવ્યાં છે કેટલાં કોરાં કાગળ , હજી કેટલાંય ગીત નથી ગાયાં” : કોરુંકટ કોરું કડાક ( જરીકેય લખ્યાં વગરનું સાવ નવું કાગળ ) એવાં અલિખિત કાગળોની થપ્પી : કાવ્યાત્મક દ્રષ્ટિએ, અલિખિતમાંથી લેખિત કાગળમાં સંક્રમણ એ અનંત સંભાવનાથી વ્યાખ્યાયિત વાસ્તવિકતા તરફની ગતિનું રૂપક છે. લખ્યાં વગરનું સાવ નવું કાગળ , એક કોરું કટ કાગળ અવ્યક્ત મૌનનાં શાંત વજન નું પ્રતીક છે , જ્યારે લિખિત કાગળ ગ્રામોફોન રેકર્ડ ની થાળી ની જેમ સદાકાળ ની સ્મૃતિ અને કાયમી વારસો બની શકતી સંભાવના છે ; વિવિધ ભાવનાત્મક અને સર્જનાત્મક અભિવ્યક્તિઓ માટે તે કેનવાસ બની શકે છે. ખાલી કાગળ ઉચ્ચ “વિરોધાભાસી મૂલ્ય” ધરાવે છે કારણ કે તેમાં કહી શકાય તેવી દરેક ઘટના હોય છે પરંતુ તે હજી જિહ્વાગ્રાહ્ય : કંઠે બોલ્યાં કે ગાયાં બોલ સાથે સંયોજાય ને જિહ્વા નિર્મિત સંપૂર્ણ વાચા વડે સાંભળીએ , સમજીએ , જાણી શકીએ એવાં લખાણ માં શાહીથી જીવંત ધબકારાની પરિવર્તિત લખાઉ ભાષા બની નથી. : ઉર ચિત્ત મન નાં અનિષ્ટકારી ભારમાંથી મુક્ત થઈને આત્મા નું શુદ્ધિકરણ ( purge of soul ) કરી શકતાં ગેય ગીતનાં ઢાળ લય સંગીત માં પરોવાયેલા બોલ નું પઠન અને ગાન ભૌતિક સ્વરૂપમાં કંડારાઈને nascent નવજાત અસ્તિત્વ નું અમરત્વ પ્રાપ્ત કરે છે. : કવિ એ લખ્યું ગાયું ગીત અનફિલ્ટર્ડ ‘સત્ય’ નાં નીતારાં નો સામનો કરવાનો અને સમસ્તી સાથે ધાસ્તી બીક દહેશત વચાળે અનેક આશાનાં ધબકારા વહેંચવાનો એક માર્ગ છે. કેટલીક વખત મનમાં મુક્ત વિહરતાં વિચારો નાં લખાણ વ્યક્ત પ્રસિદ્ધ થતાં થતાં , સ્નેહ મમતા , ધનદોલત સંપત્તિ, છળ કપટ , પ્રપંચ અધ્યાસ , સંસારિક મોહ ભ્રમ ની ” ઉછર્યા કરે છે ” એ કવિએ કહી તે અનાદિ શક્તિ : “માયા” ની જાળમાં ફસાઈ જાય છે. : લીનતા – તલ્લીનતા ને અને ધ્યાનબદ્ધતા ને બાધારૂપ , અવારનવાર થતી ચડતી પડતી ની, સુખદુઃખ ( સુખ અને અથવા દુઃખ ) ના વારાફેરા ની અને સાથે સંકળાયેલાં સંતોષની અને નડતરની માયા મૂડીની ઉછરણ વ્યક્ત થાય છે , ” સાથે હોઈએ કે છૂટાં હોઈએ પણ , ઉછર્યા કરે છે તારી માયા ” : : : : કાવ્યનાયકની પાસે સાચવેલા કોરાં ખાલી કાગળો ની વજનદાર થપ્પી રોકી શકતાં અંતરાયો સામે ના સંઘર્ષનું પણ પ્રતિનિધિત્વ કરી શકે છે ; ” કેટલાંય ગીત નથી ગાયાં ” એ પંક્તિ માં ઉદઘોષિત એક “પીડાદાયક ખાલીપણું” કે મૌનનું વજન છે જે નિર્દેશિત અર્થ નાં ‘વિચાર ‘ સાથે ચીસ પાડવા માંગે છે પરંતુ ખાલી રહે છે. : ન લખાયેલ કાગળ એક અકથિત નિવેદન બને છે. કારાગૃહમાં બંધ એક 💓 કવિ હ્ર્દય જે શબ્દો પારખતું ” પાનખર ની સાંજ”નું છેલ્લું પંખી છે અને ઝડપથી ઘેરી જનારાં લંબાયમાન અંધારાં પહેલાં ‘ઉડાન’ ભરી રહ્યું છે ; છતાં હજુ પણ અભિવ્યક્તિ માટે એક ઝાંખી આશા ધરાવે છે. : ન લખાયેલ પણ “સાચવ્યાં કોરાં કાગળો” ખાલી હોવા છતાં વધુ મૂલ્યવાન છે, જે તેનાં પ્રતીકાત્મક મૂલ્યનું એક નિષ્કલંક પ્રારંભિક બિંદુ તરીકે તાર સ્વર માં સ્વરાંકન કરે છે. : : ઓલિવર વેન્ડેલ હોમ્સ ની કવિતા : “To A Blank sheet of Paper” personifies the paper as a “tongueless” object that speaks for the soul. : કોરાં કાગળ નું અન્વેષણ “અવાજ રહિત” પદાર્થ તરીકે રજૂ કરે છે જે આત્મા માટે બોલે છે.
સરોવર તાજાં નિર્મળ ઊંડાં પાણીની માપી શકાતી વિશાળ જળરાશિ જેને ફરતી જમીનભીંજ પાળ બાંધ્યો કિનારો હોય. તેની સૂર્યપ્રકાશિત શાંત સપાટી દૈનિક જાગૃતિ કે ચેતના ( consciousness ) છે, જ્યારે અંતઃકરણ કે અચેતન ( મન ) ને સમાવનાર ( આર્થરિયન પૌરાણિક દંતકથા ની કવિતા માં આવતાં ) ઠંડાં અંધારાંસમ ઊંડાણો ( deep dark depths : unconscious ) , છુપાયેલા સત્યો , લાગણીઓ અને આત્મસત્ત્વ સૂચવે. અરીસાની જેમ સરવરની પ્રતિબિંબ ગુણવત્તા આત્મનિરીક્ષણને ( mirror for self reflection : subconscious ) ને રજૂ કરે. પાણી હોવાથી સરવર જીવન , પુનર્જન્મ , જેવી વાસ્તવિક અને ક્યારેક અલૌકિક જાદુઈ લાગતી સંભવના નાં સ્ત્રોત્ર પર આવવાના નિમંત્રક રૂપે જણાય અથવા ( લેઈક પોએટ : વર્ડ્ઝવર્થની કવિતામાં જોવા મળતાં ) શાંત ચિંતન અને સૌંદર્યલક્ષી આનંદ , આશ્રય અને આશ્વાસન આપનાર નીવડે એનું ; તથા ( લેઈક પોએટ કોલરિજ ની કવિતા માં જોવાં મળતાં સરોવરી લેન્ડસ્કેપ્સ માં આવતાં ) પ્રકૃતિ, લાગણી અને ઉત્કૃષ્ટતા સાથે માનવ જોડાણનું અન્વેષણ અહીં પણ “પાનખર ની સાંજ” નાં કાવ્ય ગીત માં થયો જણાય છે. : :
કવિની પસંદગી આત્મ શોધ અને અધ્યાત્મિકતાથી પ્રતિબિંબિત સર્જનાત્મકતા માટે નું જરુરી સમૃદ્ધ એકાંત છે જે આંતરિક જોડાણ અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપી શકે. આત્મજ્ઞાન માટેની સ્પષ્ટતા, ( recharge ) પુનરુત્થાન અને ગહન આંતરિક સંવાદિતાનો અનુભવ કરવા માટેનું પ્રકૃતિ સાથે જોડાયેલું શક્તિશાળી સંવર્ધન છે ; એવું એકાંત જે વિશ્વના ઘોંઘાટથી અતિ દૂર , શાંતિ અને સ્વતંત્રતા પ્રદાન કરે. : સરવર જળનો ઉપયોગ કાયમી સંપાદનને રિચાર્જ કરવા માટે થાય જે ધરતીના ભૂગર્ભસ્તરોમાં અને પેટાળમાં સંગ્રહિત ( acquifer ) સ્ત્રોત્રમાંથી વહેતું રહીને કુવાઓ અથવા નદી ઝરણાં માટે ઉપર લાવતું ભૂગર્ભ જળ ઉત્પન્ન કરે. આ તાત્પર્યાર્થ “પાનખર ની સાંજ” ના ગીત ની અંતિમ પંક્તિમાં વ્યક્ત થાય છે : :
“મારા એકાંત ના સરવર માં સાચવેલું ઊઘડે કમળ ભીને વાન” એકાંતમાંથી ગતિશીલ, ગહન અનુભવમાં પરિવર્તિત કરે છે એ શક્તિ, સમજણ અને દૈવી જોડાણના સ્ત્રોતની અને વ્યક્તિગત માનવ અનુભવની તીવ્ર યાદ અપાવતું , “સાચવ્યું કમળ ઊઘડે ભીને વાન”: એ ‘તાત્પર્યદીપિકા’ : ઊંડાં અર્થ ઉપર પ્રકાશ ફેંકનારી ઉપનિષદોમાં આવતી દીવી એ દીવડી . : :
કમળ અંધકારમાંથી ઉદ્ભવતી ( બુદ્ધ ભાવની ) શુદ્ધતા, દેવી લક્ષ્મી ની આધ્યાત્મિક શક્તિ નું અને જાગૃતિ, પુનર્જન્મ અને ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે. જેમ બહુધા નહિવત્ અથવા સુગંધ રહિત કમળ ફૂલ કાદવમાંથી ( from murky mud ) કાદવથી ખરડાયા વગર ( unstrained ) નિષ્કલંકિત રહી ઊઘડી સુંદર કમળપુષ્પ ખીલે છે તેમ જાગતિક ( સાંસારિક ) સંઘર્ષોમાંથી અકલંકિત રહીને આત્માનું પ્રતિનિધિત્વ કરે છે, ઉપરાંત દ્રઢતા, સુંદરતા, અલગતા અને દૈવી સંભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. : આમ કમળ શુદ્ધ હૃદય અને તેની ઇચ્છાઓથી ભ્રષ્ટ થયા વિના વિશ્વમાં રહેવાની ક્ષમતાનું પ્રતીક છે ( જેમ કે ભગવદ ગીતામાં જોવા મળે છે ). આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાન દરેક ખુલતી / ઊઘડતી પાંખડી આધ્યાત્મિક વિકાસમાં પ્રત્યેક પગલું રજૂ કરી શકે છે, જે આંતરિક શાંતિ અને જ્ઞાન તરફ દોરી જાય છે. : રાત્રે બંધ થવું અને પ્રાતઃકાળે ફરીથી ( rising pure again ) કેવળ સ્વચ્છ ચારિત્ર્યવાન બની રહેવાંનો ક્રમ , જીવન, મૃત્યુ અને પુનર્જન્મના ( cycle of rebirth and renewal ) નાં ચક્ર અને અશરીરી આત્માની યાત્રાને ( soul’s journey ) પ્રતિબિંબિત કરે છે , જ્યાં આદર્શ સુંદરતા, સુઘડતા અને દૈવીય કૃપા અનુસરે છે ( ખાસ કરીને સ્ત્રી સ્વરૂપોમાં ) : પ્રતિકૂળતા પર કાબુ મેળવવાનો અભિયોગ , કઠોર પરિસ્થિતિઓમાંની લવચીક ઉલ્લસિત વૃત્તિવાળી સ્થિતિસ્થાપકતા ( resilience in harsh conditions ) તેને પડકારો અને મુશ્કેલીઓથી ઉપર ઉઠવા માટે નું ( rising above challenges and hardships ) નું શક્તિશાળી પ્રતીક બનાવે છે. : :
“મારા એકાંત ના સરવર માં સાચવેલું ઊઘડે કમળ ભીને વાન” એ પંક્તિ શ્યામ વર્ણના સાક્ષાત દેહધારીને રહેલું શ્રીકૃષ્ણના સાકાર સ્વરૂપને અથવા વિષ્ણુ /શ્રી ની ઉપસ્થિતિ સાથે તલ્લીનતા અનુભવતાં કવિ મનનો કૃષ્ણાકકર્ષણ્ણિક ઉભારાનંદ પામ્યાંની આધ્યાત્મિક પૂર્ણતાને મૂર્તિમંત થવાં તરફી અર્થગાંભીર્યને ( ઊંડાં ભાવાર્થ ) ને સૂચવે છે ; સાથોસાથ “પાનખર ની સાંજ ” કાવ્ય ગીત નું અર્થચિત્ર. : : : :
પાનખરની સાંજ માટે : સુરેશ દલાલ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ફેબ્રુઆરી ૩ , ૨૦૨૨ : : મહા સુદ બીજ : : પૂણે ઈન્ડિયા : : ફેબ્રુઆરી ૩ , ૨૦૨૬ , મહા વદ બીજ, બેંગલુરુ ઈન્ડિયા : : : : : : : :
*********************************************** હવે મળશું તો સાંજ ના સુમારે : હર્ષદ ત્રિવેદી : : : :
સાંજના સુમારે
હવે મળશું તો સાંજના સુમારે
આથમતો સૂરજ હો આછો હો ચંદ્રમા, અવનિના એવા ઓવારે….. હવે
પગલાંમાં સ્હેજે ઉતાવળ ના હોય અને અમથોયે ના હો ઉચાટ
એવો ઉમંગ ચડે દિલને દુવાર, જાણે ઝૂલ્યાં હિંડોળા-ખાટ
ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા, ઝાળઝાળ અગનિને ઠારે….. હવે
પોતાની આંખોમાં સુખનો સૂરજ લઉં, પંખીઓ ફરવાનાં પાછાં
એકાદી ડાળે કોઈ એકાદા માળામાં, ઊતરશે અંધારા આછાં
આપણે તો ખીલવાનું મોગરાની જેમ અને રહેવાનું ક્યારાની ધારે …. હવે
— હર્ષદ ત્રિવેદી
* સાંજ ના સુમારે : હર્ષદ ત્રિવેદી : સ્વર : અનાર શાહ : સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : આલ્બમ : પગલાં વસંતના : : Phonographic Digital Release : કાવ્ય સંગીત યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૧૨ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/Ze0jTsFe_Qs?si=4-t8q02i6QFmKhJT
** સાંજ ના સુમારે : હર્ષદ ત્રિવેદી : સ્વર : પ્રાચી શાહ : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : આલ્બમ : પગલાં વસંતના : : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ યુ ટ્યુબ રિલીઝ ૩૧/ ૧૦ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/4ZWcUFGh84c?si=NM2dEzptrpbJn6B3
સાંજ ના સુમારે : હવે મળશું તો સાંજ ના સુમારે હર્ષદ ત્રિવેદી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : :
મધ્યાહ્ને દિવસાર્ધ પસાર થાય પછી દિવસ ઢળતો ઢળતો સાયંકાળ : સંધ્યા : સાંજ તરફ આગળ વધે. : દિવસાંતે રાત્રિમાં સંક્રમણ થવાનો રોજિંદો ક્રમ પરિવર્તનનું અને મરણશીલ જીવનનું અને નશ્વરતાના પરિચયનું રૂપક બનતી સાંજનો સમય સ્વસ્થ શાંત વાતાવરણમાં પ્રિયજન ને નિરાંતે મળવાનો , મળીને સ્નેહાળ ગોષ્ઠિ કરવાનો , ખુશખબરનાં સંદેશા અને સૂધબૂધ આપ લે કરવાનો , અને છૂટાં પડતી વખતે ફરીને મળવા સારું , કોલ વાયદા વચન આપવાનો રૂપકડો સમય છે ; જેથી ભાવિની આશા જગવતી ભવિષ્યની ઉમેદ બંધાય . : જ્યાં બધું સાજું સમું છે એવી અકબંધ હોવાની convincing અર્થપૂર્ણ પ્રતીતિ થતી હોય છે. : સાંજ , દિવસભર નાં શ્રમ પછી વિશ્રાંતિ ના ટેકણ ની ચાહના નું આમંત્રણ છે. : : જીવન- ક્રમના ચક્ર નું પ્રતીકસાંજ દિવસાંતની સ્થિતિ તરફ અને લાક્ષણિક વિસ્તારાર્થ માં ( મૃત્યું સમયની સ્થિતિ તરફ અથવા મરણોત્તર જીવનની અણજાણી સ્થિતિ તરફ પણ ) પ્રતિનિધિરૂપ સંક્રાંતિ કરે છે. આ પરિપ્રેક્ષ્યમાં પ્રિયજન ને મળીએ એમાં , એ સાંજના સુમારે પ્રિયજનને મળીને જરાક થંભીને થાક ખાવાં અટકીએ એવાં જીવન ક્રમના સ્વસ્થ સ્વીકાર- વિચાર માં મળતું આશાસ્પદ આશ્વાસન છે કે કોઈક ને કોઈક વિસામો દરેક વ્યક્તિ માટે મુકરર છે. પ્રિયજન સાથે વહી જતો સમય સધિયારો દેશે અને માર્ગ સુચવનારો નીવડશે જેથી યાદ રહે કે તમે કાંઈ એકલાં નથી. આધ્યાત્મિક રીતનો કે આપકર્મી : આધારરૂપ ટેકો પણ તમારી પડખે છે. : : કાવ્યનાયકે સાથી સોબતી સંગાથ ને “મળશું તો” કયારે અને કયાં તેને નિશ્ર્ચિત કરતાં કોલ વાયદા વચન આપવાનો રૂપકડો સમય “સાંજ ના સુમારે “પસંદ કર્યો છે ; જેથી ભાવિની આશા જગવતી ભવિષ્યની ઉમેદ બંધાય . કહ્યું છે,
“હવે મળશું તો સાંજના સુમારે
આથમતો સૂરજ હો આછો હો ચંદ્રમા, અવનિના એવા ઓવારે….. હવે ”
“અવનિના”( પૃથ્વીની સપાટી પરના ) “ઓવારે” ( દૂર દેખાતાં ) વળાંક પર જ્યાં ( દિવસાંત કરતો ) “આથમતો સૂરજ” હો(ય ) અને એ અજવાળે આછોતરું દેખાવ નો : “આછો ચંદ્રમા” હો ત્યાં “હવે મળશું તો સાંજ ના સુમારે “:
“પગલાંમાં સ્હેજે ઉતાવળ ના હોય અને અમથોયે ના હો ઉચાટ
એવો ઉમંગ ચડે દિલને દુવાર, જાણે ઝૂલ્યાં હિંડોળા-ખાટ
ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા, ઝાળઝાળ અગનિને ઠારે….. હવે” : : પ્રથમ અંતરા ની પંક્તિઓ : : : :
કોઈ સાથી સોબતી સંગાથ ને મળીને હવે પછીની પસંદીદા સાંજ ના સુમારે હંમેશાં ની જેમ ફરીને મળવા સારું એવી જ રીતની મળવાની ખ્વાહિશ પ્રસ્તુત કરી છે . કાવ્યનાયક નો અનુભવ એવો છે કે આવી સાંજના સુમારે પ્રિયજનને મળવાં જતાં જાણે આનંદભેર હિંડોળા-ખાટ પર ઝૂલતા દિલના ( “દુવારે “) દ્વારે ઉમંગી હૈયા ને ઊભા થવાની ફરજ પાડે એવી મિલનની વ્યાકુળ વિહ્વળતા સફાળી થઈ સાથે ને સાથે રહેવી જોઈએ જે દિલને ફિકર કરાવે એ જરૂરી છે. : : “ઉચાટ”માં રાખે અને અધીરા થવાંની તાકીદની ઉતાવળ કરાવે અને તોજ સુર્યાસ્ત વખતે પસંદીદા સાંજ ના સુમારે પહોંચાય. : એવો ઉચાટ ના રહે તો પગલાં ધીમા પડે. ક્યાંક સમય સરી જાય અને સૂર્ય ડૂબી જતાં અંધારાં આવવા માંડે , ચંદ્રમા આછોતરુંપણું ત્યજીને પ્રકાશમાન ચમકી ઊઠતાં ખીલી ચાંદની નાં “વિસ્તરતાં ” પડછાયાં આંખે વળગે ઝાળઝાળ ( જ્વાળા થી લિપ્ત ) અગ્નિ ને ( વિરહાગ્નિ ) ને “ઠારે ” : એમ થતાં , વખતે પહોંચ્યાં નહીં અને વિરહી હૈયાને ઓલવાઈને બૂઝાઈ જવાનો ને પછી જામી જવાનો , અરે! ઠરી જવાનો વખત જોવો પડે. : મૃત્યુ ના પ્રતીકરૂપ અંધારાં જોવાંના. કાયમી વિરહાવસ્થા / વિયોગની પ્રબળ તાપની સ્થિતિ શાંત થઈ જાય. : કાવ્યનાયક ‘વિરહોન્મત્ત’ રહેવા ઈચ્છે છે. એટલે ‘ત્વરમાણ’ પગલે સાંજ ના સુમારે પહોંચવું છે. : વિરહ કોઈ એક સાથી સોબતી સંગાથી નો જ નથી હોતો. પોતાની એક સત્તા ( પોતાપણું ) નો અધિકાર હોય છે. એ ‘સત્ત્વ’ જેનાં નામ પર ‘હક્ક’ રાખ્યો છે એ મળે ના મળે , કોલ વાયદા વચન નિભાવ્યા કે નથી પાળ્યાં એવી અનેકાનેક સ્થિતિ હોય છે. મિલનોત્સુક વિરહી હૈયાને સૂર્યાસ્ત અને ચંદ્રોદય બંને ની હાજરી સાથે નો “સાંજનો સુમાર” જોઈએ છે જ્યાં રાહ જુએ છે પ્રિયજન , જ્યાં માલિકી આપનાર આવનાર છે. : : આ ‘હક્કપરસ્તી’ ને ‘પ્રભુભક્તિ’ તરીકે પણ ઓળખવામાં આવી છે. એક TV મુલાકાત દરમ્યાન કવિ શ્રી હર્ષદ ત્રિવેદી એ પોતાના આ ગીત વિશે કહ્યું હતું તે તેમના જ શબ્દોમાં , : : : : : : : ” સાંજ ને સુમારે” કોઈ એક સાંજ નું ગીત નથી. એક સત્ત્વ નો વિરહ હોય છે. આ જીવનસંધ્યા નું પણ ગીત છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે હું જ્યારે જગત છોડું ત્યારે મારું પ્રિયજન અથવા પ્રિય સત્ત્વ મારી સાથે હોય. આ સાંજ એ મોટી સાંજ છે , અને છુટા પડવાની પ્રક્રિયા એ બીજાં અર્થ માં મળવાની પ્રક્રિયા પણ છે.” : : : :
ભાવનાત્મક બંધન અને પ્રેમ મનુષ્યની હયાતી ન રહેવાથી કે અન્ય કારણોસરની ગેરહાજરીથી અથવા લાંબો સમય પસાર થવાથી કપાઈ જતાં નથી, તૂટી જતાં નથી કે ભૂંસાઈને લુપ્ત થઈ જતાં નથી. પ્રિયજનની યાદ સાંજના સુમારે ‘પોલું તકલાદી’ થવાં બેઠું ‘ખાલીપણું’ પૂરવાનું તથા પ્રેમના મજબૂત મૂળ સ્વરૂપે ટકાઉ સ્વભાવ અને આત્માના જોડાણ ઉપર પ્રકાશ પાથરે છે . : પ્રિયજન જો હવે હાજર નથી એની યાદમાં વીત્યાં સમયની ઝંખનામાં ‘સોરવું’ તે માટે મીઠી અન્યથા પીડાદાયક લાગણી જગાડે છે. : પ્રિયજનને સાંજ ના સુમારે મળવાનો અર્થ એ છે કે આ સમય સ્મૃતિજન્ય જોડાણની કડવી-મીઠી સુંદરતાનાં માનવીય સ્પંદનો જગાડે છે જ્યારે વિશ્વ એક શાંત, ચિંતનશીલ સ્થિતિમાં સ્થાયી થાય છે ; જ્યારે એ રોજિંદા જીવન અને અસ્તિત્વના ઊંડા રહસ્યો વચ્ચેના અંતરને દૂર કરે છે. : : : :
“પોતાની આંખોમાં સુખનો સૂરજ લઉં, પંખીઓ ફરવાનાં પાછાં
એકાદી ડાળે કોઈ એકાદા માળામાં, ઊતરશે અંધારા આછાં
આપણે તો ખીલવાનું મોગરાની જેમ અને રહેવાનું ક્યારાની ધારે …. હવે” : : દ્વિતીય અંતરા ની પંક્તિઓ : : : :
વેરવિખેર , અસ્તવ્યસ્ત સદંતર વ્યવસ્થા વિનાનાં બાહ્ય વિશ્વ થી સલામતી અને રક્ષણ નું સ્થળ એ પંખીનો માળો. રાતભર સ્થાયી શાંતિ મેળવવાની સૌમ્ય ક્રિયા. જીવનની નિરંતરતા માટે જરૂરી તૈયારી અગાઉથી સંપન્ન કરવાની હોય. before a creative dream project can take flight. : માળામાં ઈંડા સેવતી માદા પક્ષીણી ને માટે અને મોટાં થઈ રહેલાં બચ્ચાં ને સારું દિનભર વારેવારે શોધીને એકઠો કરેલ આહાર – પોષણ નો ‘ખાદ્ય સંગ્રહ’ ચાંચે ચાંચે ખવડાવ્યો. જેની દ્રશ્યાત્મક પંક્તિઓ ગાતાં કાવ્યનાયકે કહ્યું છે, “પોતાની આંખો માં સુખનો સૂરજ લઈ પંખીઓ ફરવાનાં પાછાં. ” : : ઘણીવાર આસપાસ મળી તે સામગ્રી : ડાળ- પાંદડાં- ડિન્ગલી , ઘાસ-કાદવ , સૂકાં વેલા ની રેષા- દોરી , વસ્તીએ ફેંકેલા / વેરેલા પૂઠાં -કાગળો નાં અને તાર- દોરી -કાચ નાં મેળ ન ખાતા ટુકડાઓ : જેમ તેમ મહાપ્રયત્ને જોડીને , આનુવંશિક પણે સ્મૃતિફલક પરથી થઈ આવતાં સ્મરણીય ‘પ્રત્યભિજ્ઞાન’ પ્રમાણે ભેગાં ગોઠવીને ‘અભ્યર્થિત’ આશ્રય વણી-બાંધવાની ક્ષમતા પંખીઓએ વિકસાવી છે. : મનુષ્ય આવો જ કૌતુકી શોખ પૂરાં કરતી કલા – જિજ્ઞાસા – ટેવ ને લીધે વિશ્વસનીય સલામત સ્થળ , ઘર – કુટુંબ પરિવાર – સમુદાય અને ગ્રામવસવાટ ની ઈચ્છનીય વ્યવસ્થા નાં નિર્માણ કરવા પ્રેરાયો હતો. પંખીઓ નું માળામાં સાંજે પાછા ફરવું એ દિવસના શ્રમ અથવા દિવસભરના પ્રવાસના અંતને દર્શાવે છે જે કાલાતીત ક્રમ છે. કામ પછી આરામની દરેક જીવની જરૂરિયાત, જીવનની ચક્રીય પ્રકૃતિ અને દિવસથી રાત સુધીના કુદરતી સંક્રમણ નું પ્રતીક છે. વૈષ્ણવ ધર્મમાં, પંખી નો માળો કર્મની જટિલ ગૂંચવણો અને શરીર સાથે આત્માના જોડાણનું પ્રતીક લેખાય છે. : : પ્રથમ અંતરા માં નિર્દેશિત ઉચાટી વિરહ વિહ્વળતા ના હોય ત્યારે વ્યાપી વળતાં મૃત્યુ નાં અંધારાં નું નિરૂપણ અહીં દ્વિતીય અંતરા માં ફરીને માનવીય અંદેશો લઈને ઊતરે છે. એક એવાં પંખી માટે જે રોજની જેમ સાંજ ના સુમારે માળામાં સમયસર પહોંચી શક્યું નથી. એની રાહ જોવાઈ રહી છે , પણ હવે એ અંધકાર ની ગર્તામાં પરિવાર થી છૂટું પડી ગયું છે. : કહ્યું છે ,
“એકાદી ડાળે કોઈ એકાદા માળામાં, ઊતરશે અંધારા આછાં”
“આપણે તો ખીલવાનું મોગરાની જેમ અને રહેવાનું ક્યારાની ધારે …. હવે” : : દ્વિતીય અંતરા ની અંતિમ પંક્તિ : : : :
” આપણે તો ખીલવાનું મોગરા ની જેમ ” : blossoming like a sweet smelling Jasmine flower. : આ પંક્તિ નો કાવ્યાત્મક અર્થ અંગત વિકાસ, સર્વાંગી બદલાવ , રૂપાંતર અને પરિવર્તન ની કે ફેરફાર ની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે નું એક સમૃદ્ધ રૂપક છે. બદલનાર સ્થિતિમાં મળનાર પડકારો ને અનુરૂપ સહનશક્તિ કેળવવી પડે . પડકારો સહન કર્યા પછી અથવા અંધકાર નાં સમયગાળા પછી વિકાસલક્ષી બુદ્ધિશક્તિ તથા અનેકવિધ વિષયો નું જ્ઞાન , કાર્ય પ્રવૃત્તિ ની આવડત , અનુકૂલન ક્ષમતા નાં સ્થિતિસ્થાપક કમાનના ગુણો તથા આંતરિક સુંદરતા ને પ્રગટ કરવાની આંતરિક પ્રક્રિયા પ્રગતિ ની સફર દર્શાવે છે એજ રીતે જેમ ફૂલ નાં છોડ નાના બીજમાંથી , માટી અને અંધકારમાંથી, પ્રકાશ તરફ ઉગીને ડાળ ડાળ પર ખીલનાર ફૂલ સહિત ચોપાસે સુગંધ પ્રસરાવતું આગળ ઊંચું વધતું જાય છે ; જેને ઘણીવાર ધૈર્ય અને સમય ની જરૂર હોય છે. મોગરાની પુષ્પ કળી પૂર્ણ રીતે ખીલીને સંપૂર્ણ મોગરા નાં સુંદર સુગંધિત ફૂલ માં રૂપાંતરિત પરિવર્તન ની અને પુરબહાર ની સર્વોચ્ચ મોસમ નાં ફેરફાર નું પ્રતિનિધિત્વ કરી શકે છે. એજ રીતે દરેક વ્યક્તિમાં અનન્ય સંભાવના અને સહજ સુંદરતા મ્હોરી હોય છે જેને શ્રેષ્ઠતમ રીતે પ્રગટ કરવા માટે ઉછેરવાની જરૂર છે. તે અન્ય લોકો સાથે સરખામણી કર્યા વિના આત્મસ્વીકૃતિ અને પોતાના સાચા ઉન્નતિશીલ “સ્વત્ત્વ” ને સ્વીકારવાને પ્રોત્સાહિત કરે છે. : :
સંપૂર્ણ ખીલેલું ફૂલ પોતાના ભાવવિશ્વની મહેંકને અને સાથોસાથ વિશ્વ ની સુંદરતાને અને સુગંધને વહેંચી શકે છે, જે આસપાસને વધુ સારું બનાવે છે. કાવ્યાત્મક રીતે, આનો અર્થ અન્ય લોકો માટે ‘પ્રેમ સ્નેહ વ્હાલ’ અને ‘સદ્વ્યવહાર’ તથા ‘હર્ષાતિરેક’ ફેલાવવાનો અર્થ છે. : :
જાપાની હનામી hanami ( ‘ચેરી બ્લોસમ’ જોવા જવાં ) જેવી કેટલીક પરંપરામાં, ફૂલ ખીલવાની ક્ષણિક પ્રકૃતિ તથા વર્તમાનમાં અનુભૂતિ કરાવનારા ક્ષણભંગુર જીવનની ટૂંકી , સુંદર ગુણવત્તાની કદર કરવા માટેની યાદ અપાવે છે.
ફૂલ ખીલવાની પ્રકૃતિમાં અનિયંત્રિત મોસમી પ્રક્રિયા છે. જે વ્યક્તિના પોતાના જીવન પ્રવાસના સમય પર પાકો ભરોસો રાખવાનું સૂચવે છે અને સંપૂર્ણ જીવંતતા ખચિત સમયે ( timing of one’s own life ) પ્રગટ થાય છે. દરેક ફૂલ ની બધી પાંખડીઓ Petels unfold as eachone is meant to, in its own place , per perfect time : તેનાં હેતું મુજબ ખુલીને સંપૂર્ણ ફૂલ તરીકે ખીલી ઊઠશે. : અહીં કહ્યું છે,
“ખીલવાનું મોગરાની જેમ અને રહેવાનું ક્યારાની ધારે ….”
આમ “મોગરાના ફૂલની જેમ ખીલવું” એ , અંતર્હિત સમર્થતા અને એની આશાભરી જિંદગી : એની જીવંતતા , ગુંજ્યતા સાથે , પરાકાષ્ઠા ના સર્વોચ્ચ કીર્તિમાન સ્થાપિત કરીને જીવે છે . જેની ભવ્ય ઉન્નતાકર્ષિ ( uplifting / elevating ) છબી નીખરી આવીને જીવનના ‘ઉન્નતત્ત્વ’ ( sublimity ) સાથે કાવ્ય નાયકે બતાવ્યાં ‘હક્કપરસ્તી’ સ્થાપિત કરતા ‘સત્ત્વ’ સાથે “સાંજને સુમારે” પ્રિયજનને મળવાં નું સુંદર કાવ્ય ગીત રચે છે.
” સાંજ ને સુમારે” : હર્ષદ ત્રિવેદી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા. : : : : ફેબ્રુઆરી ૧૦, ૨૦૨૬ : મહા વદ આઠમ : : : : : : : :
*********************************************
એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોશી : : : :
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધુંપીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
— જગદીશ જોશી
પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ ( ઉત્તરાર્ધ ) ( પૃષ્ઠ ક્રમાંક 217 ) : સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા : પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ , વર્ષ : 2004 : : ધારોકે એક સાંજ આપણે મળ્યાં : પૃષ્ઠ ૧૧૯ : : From ધારોકે એક સાંજ આપણે મળ્યાં : જગદીશ જોશી , પૃષ્ઠ ૧૧૯

ધારોકે એક સાંજ : સ્વર ભૂપિન્દર સિંહ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્રી અજિત શેઠ : : ઓરિજીનલ આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા : નેરેટીવ વિડિયો ગીત : પ્રસ્તુતિ : સંગીત ભવન ટ્રસ્ટ ઓફિસિયલ : યુ ટ્યુબ રિલીઝ ૧૦ / ૧૧ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
https://youtu.be/i0caSRU5Lmg?si=VSdiWMeR-ogbeLzx
ધારોકે એક સાંજ આપણે : જગદીશ જોશી : : સ્વર : ભૂપિન્દર સિંહ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : આલ્બમ કોશિશ : સુરસાગર ઓરિજીન યુ ટ્યુબ રિલીઝ : ૧૨ / ૭ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/mIcha4IjYlE?si=Tbzq66xs1EqrNzbU
એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોશી :
ધારો કે એક સાંજ આપણે મળ્યાં : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : : : સાંજ : સંધિકાળ : સાયંકાળ : મધ્યાહ્ને દિવસાર્ધ પસાર થાય પછી ઢળતો ઢળતો સંધ્યા : સાંજ તરફ આગળ વધે. : દિવસાંતે રાત્રિમાં સંક્રમણ થવાનો રોજિંદો ક્રમ પરિવર્તનનું અને જીવનના એક તબક્કે : ઉત્તરાર્ધે વયોવૃદ્ધ થયેલા મનુષ્યની નશ્વરતાના પરિચયનું રૂપક બનતી સાંજનો સમય સ્વસ્થ શાંત વાતાવરણમાં પ્રિયજન ને નિરાંતે મળવાનો , મળીને સ્નેહાળ ગોષ્ઠિ કરવાનો , ખુશખબરનાં સંદેશા અને સૂધબૂધ આપ લે કરવાનો , અને છૂટાં પડતી વખતે ફરીને મળવા સારું , કોલ વાયદા વચન આપવાનો રૂપકડો સમય છે ; જેથી ભાવિની આશા જગવતી ભવિષ્યની ઉમેદ બંધાય. : મનગમતી સાંજ હોય તેમ ગમગીન સાંજ પણ હોય. મરકમરક સ્મિતસભર મિલનની કલ્પના ના વિરોધાભાસે વાસ્તવમાં વેદના વિરહ ઉભર્યા આવે . મળવાનો તખ્તો નિર્મિને ‘મળીએ’ ના સંવાદોની કલ્પનાસૃષ્ટિ સર્જી હોય તેના વિરોધાભાસે ‘નથી મળી શકતાં’ : એનો હયાતીમાં ન હોય એવો ‘કલ્પનાભાસ’ જોતાંવેંત , કાલાંતરે રાત દિવસ વચ્ચેનાં અવકાશાંતર ની માફ્ક વૈષમ્યતાનો ( વિષમભાવે જુદાંપણાં નો ) તીવ્ર વિષાદ પ્રગટ થાય છે. જે કહી શકાયું નથી એની કરુણાંતિકા ( tragedy ) સર્જે છે. “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં ” : : ‘હળવુંમળવું’ પ્રેમાસક્તિભર્યા અને ઝીલી રાખેલાં , અરે! પકડી રાખેલાં સંબંધની ફક્ત સંભાવના છે જેને ટકટકીને ઝીણી નજર થી ખંખોળા કરતાંવેંત : કાવ્ય ગીતની પંક્તિઓમાં ઉપસ્થિત થયેલી ધારણાંઓ કરતાં કવિમનના નીપજ્યાં છ પ્રશ્રોના જવાબમાં સાંજ : “આખા આ આયખાનું શું ? ” આ પ્રશ્ર ને મોખરે ધરીને અનુત્તર રહે છે , જેની લગોલગ સાહવાં મળે છે પેટાપ્રશ્ર : :
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું?
કોરી કિતાબ સૂચવે છે કે ભૂતકાળ ભવિષ્યનું નિર્દેશન કરતું નથી. જીવનનું ખાલીપણું જોઈને માનવું પડે કે અર્થ મળતો નથી, તાત્વિક રીતે કોરાં પાનાંમાં ઉપસ્થિત થયેલાં યાદગાર દેખાવ પરથી કાઢી શકાતાં વિસ્તૃત કે સારરૂપ વિચાર મળે પણ ખરાં . નહિતર આનુમાનિક પસંદીદા સમજણ ધારણાં જન્માવે . રોજ સવારે એક કોરું – ક્લીન પૃષ્ઠ જોવાં નું છે અને ગ્રાહ્યતાભરી સૂઝ- સમજ ની શાહી વાંચનાર નાં ચાનકભર્યાં ખ્યાલ ધ્યાન લક્ષ બતાવશે . : : ટેવવશ વાંચનની કડાકૂટ ઝીણું જોવાંની તસ્દીથી દૂર રાખે. જાણે ખબર પડી ગઈ છે એમ માનીને પાને પાને જોવાં- જાણવાં ની લપ નહિ રાખવાંની. “ખુલ્લી આંખ” ટીકા – ટિપ્પણ ને સમજવાની તૈયારી સૂચવે છે. આલોચના પર બેવાર વિચાર કરવો જોઈએ. : અહીં ઉપસ્થિત થયેલી ધારણાં કરતાં કવિમનનો નીપજ્યો બીજો પ્રશ્ર એ છે કે , સમજો તો જીવાતા જીવનની કોરી કિતાબ ને ખુલ્લી આંખોથી ” ફરી ફરી કેમ કરી વાંચશું ? “: જીવનને પુનરાવર્તિત લૂપ તરીકે જોવું સરળ હોઈ શકે છે. : એક સાંજે ‘હળ્યાં – મળ્યાં’ નું ‘પુનરાવર્તનિયું’ : રોજિંદી નિયમસર ની આવજા , એ ની એ જ કોફી , એ ની એ જ બેન્ચ , જરાયે નહિ બદલાયેલું ઘટનાસ્થળ ( locale ) : આ જ તો છે કાવ્ય નાયકનાં પસંદીદા ખ્યાલ ધ્યાન લક્ષ. એને ફરીથી અને ફરીથી જીવવાની ધટનામાં નવું કશું બનતું નથી. “ફરી ફરી વાંચવું” એ ‘સમયોચિત’ ( સાંજના સમયાનુસાર બંધબેસતું નિયતકાલિક, પ્રાસંગિક ) હ્રદય(સ્થ)પ્રિયા ને અર્પિત પુનિતકર વીણેલાં મોતીસમ ખ્યાલો ની પુનિતકર કિતાબ નું લખેલું કે લખવાં ધારેલું લખાણ. The depth of life is not found in New Scenery but in New Eyes. : સૃષ્ટિગત / રંગભૂમિનું , હમણાં બદલાયું , જુદું નવું તાજું દ્રશ્યસૌંદર્ય પહેલવહેલું માણવાં – જોવાં થી કાંઈ ગૂઢ મુશ્કેલ જીવનની ગહનતા સમજાય નહિ ; નવી નજરે જુઓ તો જાણો. : blank ખાલી પાનાં માં ‘શબ્દરચના’ વાંચવા નહિ મળે. : ( paradox of reading Nothing ) . માત્ર ઘટનાઓ વચ્ચે નાં મૌનની નિર્મિતિ નું અવલોકન કરવાનું મળે. બન્યું છે તેના ભારેપણાં કરતાં શું થઈ શકે છે તેની સંભાવનાનું મહત્ત્વવાળું મૂલ્યાંકન કરવાનું મળે. પુનરાવર્તન એ છે જ્યાં સાચી સમજ માઇન્ડફુલનેસ શરૂ થાય. : ખુલ્લી આંખોથી જીવનની ખાલી કોરી કિતાબ વાંચવામાં અમિશ્રીત સમર્થતા સ્વીકારવાની હોય છે. : A choice to find wonder in the “nothingness” of the present moment rather than being blinded by the “something” of your expectations. ( This is a concept of Beginner’s Mind explored in Zen Philosophy. ) : અપેક્ષિત કલ્પના વૈભવ નાં છલાવાં કરતા વર્તમાનની શૂન્યતામાં મળનાર હેરતમંદ સત્યનો સાક્ષાત્કાર વધું સારી પસંદગી બની શકે છે. : :
“માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?”: પ્રથમ અંતરા ની પંક્તિઓ છે.:
ઓષ્ઠફૂલના ઉપરનીચે ના બીડાંયેલા આચ્છાદન , કાવ્ય નાયક ની ધારણાં પ્રમાણે “સહેજ મ્હોરી ઊઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં”: એટલે કે ફૂલ પાંખડીઓ સ્હેજ સહેજ ખૂલી , ઓષ્ઠફૂલ ખીલી ઊઠ્યું , અને મનમોહક સ્મિત પ્રગટ્યું ; સ્મિતનાં ચમત્કારિક આધારે, હ્રદય મંડળ ના ઉરફલક ફરતું મેઘધનુષની પુરાં વર્તુળમાં સપ્તરંગમાં વ્યાપ્ત પ્રકાશિત કમાન છાતીમાં “ફોરી ઊઠતાં” સુગંધ સૌરભ સોડમ રેલાયાં. “છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં ” એ કલ્પનાનો ઝબકારો છે. વિજ્ઞાનની સમજણ મુજબ મેઘધનુષ આભાસી હોય. પરંતુ “બળબળતી” , ખૂબ સળગી ઊઠેલી ‘બળતેરી’ ( હૈયે બળતરા આપતી ) દાહક “રેખા નું શું ?” એવો ચિંતાકારક પ્રશ્ર ના જવાબમાં ‘બળરેખા’ ની વાસ્તવિકતા ની દિશા બતાવનારી લકીર અનુત્તરિત લખાણની અલિખિત પંક્તિ છે. : :
માંડેલી વારતા અધૂરી રહી જાય છે. તેની વિહવળતા ને આ ગીત માં વાચા આપી છે. જ્યાં આપણે બધા ક્યારેક કોઇને મળ્યાં હોઈએ…પણ પછી “આખા આયખાનું શું?” — એ પ્રશ્નની સાથે એકલાં રહી ગયાં હોઈએ. આ કાવ્ય એ એક એવી ક્ષણનું ચિત્ર દોરે છે જ્યાં પ્રેમ, સમય, સંવાદ અને શાંતિ — ચારેય એકબીજા સામે ઉભા છે,જ્યાં મળવાની ખુશી અને વિયોગની આશંકા એક સાથે શ્વાસ લે છે.
આ ગીતમાં કવિશ્રી જગદીશ જોશી, ક્ષણભંગુર મિલન ની સરખામણીએ જીવનની વિશાળ,ખાલી કોરી કિતાબની વેદનાને રજૂ કરી છે..
“આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?” : : દ્વિતીય અંતરા ની પંક્તિઓ : :
પ્રિયકાંત મણિયાર નું “ફૂલનો પવન” કાવ્યગીત વિશે હરીન્દ્ર દવેએ કહ્યું હતું , ” આકાશ ભરાય એટલી સુગંધ કોને કહેવાય !? આપણાં લોચને વાતો ફૂલનો પવન જે સુવાસ આપણાં સુધી સિમિત છે એને બ્રહ્માંડ સુધી વિસ્તારે છે . આપણે પણ બ્રહ્માંડ નો જ અંશ છીએને ! ! “ : : : : : : ઊર્ધ્વગામી આકાશ સ્વર્ગિય દિવ્યલોક માટેની , મનુષ્યની આત્માની પરમાત્મા માટેની ઝંખા , ઉત્કંઠા , આતુરતા ભર્યાં રટણ ની ધરતી પર ઝળુંબતી વારંવાર રજૂ થતી જીવંત કૃતિ. : જીવનની અનંત સંભાવનાનું પ્રતીક . તોય પહોંચ બહાર લાગતું સંપૂર્ણતાના નિવાસ તરફ લઈ જનાર દૈવી પુલ જેમ સતત પ્રેરણા આપે. સુંદર આકાશી દર્શન પરિવર્તનશીલ હોય તેમ છતાં અપરિવર્તનશીલ હાજરી નાં તથા પૃથ્વી અને અનંત ને જોડતો આધ્યાત્મિક અનુભવ કરાવનાર આકાશ ખુલ્લી આંખ માટે આહારવિહાર છે . : : “આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું અને ફૂલો ને કેમ છો ?” કર્યાંની પૃચ્છા એક કલ્પના છે. અહીં તહીં : “આમ ક્યાંક ” વાંકાં વળી ને લચી પડ્યું ; ‘ઝૂકો’ ભર્યાં આનંદનો ઉછાળો વ્યક્ત કર્યો . “પણ મૂંગી આ વેદના નું શું ? ” એ વાસ્તવિક પ્રશ્ર છે. બોલવું છે પણ છટાદાર ‘વાચાળ’ મન વાચા વિનાનું હોય એમ બોલવાનું બંધ કરી દીધું હોય એવો વિષાદ નિહાળીને અનુનાદ કર્યાં વગર આકાશ પણ વાસ્તવમાં અનુત્તરિત રહી જાય છે . : :
“માનો કે આપણે ખાધુંપીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?” : : તૃતીય અંતરાની પંક્તિઓ : :
કાવ્ય ગીત નું શીર્ષક છે, ” એક હતી સર્વકાલીન વાર્તા “: હંમેશા ને માટે ચાલે તેવી valid “સર્વકાલીન” શીખ આપતી કહાણી કે કથની. “ખાધું પીધું ને રાજ કર્યું” એવી મોજમજા ભરી મનગમતી લહેર-સહેલ વાર્તાકાર રચે. આનંદ ખુશહાલમાં સૌ સુખી રહે એવું ‘કાલ્પનિકસુખચિત્ર’ : કલ્પનામાંથી ઊભું કરેલું , અનુમાનમાંથી ઉપજાવેલું , કે આદર્શરૂપ કહાણી અવ્યવહારુ હોય વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ થાય નહીં. ત્યારે પ્રશ્ર કરવો પડે કે, “ઝૂરતા આ ઓરતા નું શું ? “: પ્રિયજન સાથે સુખપૂર્વક મ્હાલવાની ઉત્કંઠા ઉમેદ અભિલાષ પુરી થઈ શકે એમ નથી. એની ઝંખનામાં વલખાં મારવાંનો કે હીજરાવાનો અર્થ નથી. ટળવળિયું મન મનાવવું પડે એવી કરુણાંતિકા અને ઝૂરતો ઓરતો મનમાં રહી જવાં સારું વર્ષોવર્ષ સાથે રહ્યો રહેશે ત્યારે “ઝૂરતા આ ઓરતા નું શું ? “ પ્રશ્ર જેમનો તેમ રાખવો પડે છે. : :
“ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું ? : : ચતુર્થ અંતરાની પંક્તિઓ : :
રાજા – રાણી ની વાર્તામાં દૈવી કુદરતી જોર નું , પ્રભાવી વગ નું પ્રતિનિધિત્વ કરતી, રાજકીય ઉથલપાથલ , વિશ્વાસઘાત , વિદ્રોહ અને યુદ્ધ સહિતના સંઘર્ષો સામે ઝઝુમતી અને આખરે જીતતી સ્ત્રીશક્તિ ના સામર્થ્ય સાથે શાશન ચલાવનાર સૌંદર્યવાન રાણીને પ્રિન્સ/રાજકુમાર સાથીદારની રાહ જોતી બતાવાય છે. રાણી નું પૌરાણિક ચિત્રણ : રાતરાણી ચંદ્ર 🌒 Night Queen નું રહસ્યમય વ્યક્તિત્વ, અને આધ્યાત્મિક અને દુન્યવી પ્રેમ બંનેનું પ્રતીક છે જે, “સમુદ્રના મોજા” માં તેના પ્રેમીને શોધતું હોય ; કે Queen of Life જીવન- રાણી / માતા પૃથ્વી , જે તબાહ થઈ ગઈ છે પરંતુ “ઉગ્ર નિશ્ચય” સાથે ઉગે છે , સુંદરતા પાછી મેળવે છે અને “બળ”થી શાસન કરે છે. ઐતિહાસિક પાત્ર : શાશકનું બાહરી વ્યક્તિત્વ નફરત થી મજબૂર / ભાવનાત્મક રીતે પ્રેમાળ : જેનાં દ્વૈત નું ઉદાહરણ છે રાણી એલિઝાબેથ I : Facebook કવિતા , રાણીને ‘માતા, એક મિત્ર એક શિક્ષક અને કોચ’, એક ‘તાજ પહેરેલી સુંદરતા’ તરીકે દર્શાવે . : Archetype કૌવતી શાણી રાણી અસલમાં સર્વાંગી પરિવર્તન લાવનાર કસોટી ના સમયે રાહ બતાવે . : : પર્સી બાયશે શેલીની Queen Mab એક સ્વપ્નદ્રષ્ટા માર્ગદર્શક પરી છે, ભૂતકાળ અને ભવિષ્યની યાત્રા પર લઈ જાય છે, જે શાશકોના જુલમને બાજૂ પર ઠેલીને વધુ સારા વિશ્વની ઝલક સૂચવે છે . : : કાવ્યનાયક ની ધારણા છે કે એની રાણી જીતી જઈને એના રાજને પોતાના ખભા પર ઉપાડ્યું છે અને તેમાં જાણે કે , ‘વાયરે ચઢ્યાં ને ઝૂલ્યા’ ની : આનંદ ઉલ્લાસમાં ‘ફૂલ્યા ફાલ્યા બહેકયા’ ની કલ્પના છે . કેટલાયે “વાયરા વીતી ગયા” : એ બધું સમયાતીત રહે. આમ રાજરાણી સાથેના કલ્પનાસુખ ના ચિત્રણ કરવામાં ધાર્યાં કરતાં વધુ સમય સરી જાય . પૂર્વ શાશક ના મળેલ વારસાગત રાજ્યભાર ની ફરજના કારણે અસીમ શક્તિ હોવાં છતાં રાણી પોતે એકલી અટૂલી વ્યગ્ર રહે અને રાજા પણ એકલતારૂ રહે . ત્યારે અંતિમ પ્રશ્ર , ” માંડેલી વારતા નું શું ? “: રાજારાણી ને એકસાથે રહેવાનું બન્યું નથી. સાથે રહીને જિંદગી વિતાવવી અને નિભાવવી એવી કલ્પના સાકાર થઈ નહીં. : સાથે પસાર થતું જીવન જીવ્યાં નું વાસ્તવદર્શી લક્ષ સાધી ન શકાય એવી કલ્પનાના વિરોધાભાસ કાવ્યનાયકના કવિમનમાં નિસ્તેજ વિષણ્ણતા જન્માવે છે. : :


એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોશી :
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું? : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા. : : : : : : : :
*********************************************
મળો તો : જગદીશ જોશી : : : :
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશઃ
-આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગે—
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાંની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલઃ
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ!
ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બ્હાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી:
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ!
— જગદીશ જોશી
(૭-૭-૧૯૭પ)
સ્રોત
પુસ્તક : વમળનાં વન ( પૃષ્ઠ ક્રમાંક 93 ) : જગદીશ જોશી
પ્રકાશક : વોરા એન્ડ કંપની , વર્ષ : 1976 : મળો તો — જગદીશ જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :
સાંજે સહ્રદયી પ્રિયજન આવીને એકલા મળે કે તમે પ્રિયજનને મળો એમાં રમણીયતા , મોહકતા અને લાલિત્ય નાં રસકસથી કરવાં ધારેલાં સાંજના સમયોચિત મિલન નાં અને સાંજ ના ગીત – ગાયન નાં શણગાર કરતા શબ્દાલંકાર ( trope ) નું પ્રયોજન સમજાય છે ; જે ગમે એવી , પ્રિય લાગે એવી અને માનીતી આકર્ષક કલ્પના પણ બને છે. એ , ઘોંઘાટીયા સંયોગભરી સાર્વજનિકતાથી વિપરીત પોતીકી ગુફ્તેગુ ને આત્મીયતાભરી : રુમાની વાતોના પવિત્ર અભયારણ્યમાં લઈ જનાર સંક્રમણનું પ્રતીક છે. એ ચેતનાના દ્વાર – ધાર પરની , દિવસ અને રાત : પ્રકાશ અને અંધારા વચ્ચેની આગતાસ્વાગતા કરતી ડેહલી છે જ્યાં સામાજિક નિયમો ઝાંખા પડી જાય છે, જે બે સહ્રદયી પ્રેમીજનના શુદ્ધ અવિરોધ મિલન ને મંજૂરી આપે છે. : : રુમાની કાવ્યગીત માં ઘણીવાર પ્રેમીજનના આંતરિક મન / લાગણી ની ક્ષુબ્ધાવસ્થા રજૂ થાય છે. : : “દિવસ આખાને મળે હાશ” એ હેત્વાભાસી સંવાકય માં નિરાંતના ઉદ્ગાર સાથોસાથ દિવસની દીનતા ને લગતી ભૂલભરેલી માન્યતાની ખામી ભરી રજૂઆત થતી લાગે. તીવ્ર લાલસા , ઉત્કટ મોહના , અનુરાગી આવેશ “આવનારી રાતના ઝુમ્મરમાં” અંધકાર ને પ્રકાશિત કરતા “ઉન્હા ઉજાગરાની પ્યાસ” ના અગ્નિના સળગવાની ધાસ્તી રજૂ કરી છે. આમ સાંજે મળવાના ગીતનો ઉઘાડ થાય છે , કહ્યું છે.
“તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશઃ
-આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં ઉન્હા ઉજાગરાની પ્યાસ.” : : મુખડાની પંક્તિઓ : : : :
“આંખો મીંચાય, પછી શમણું ઊગે—
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાંની જીવલેણ નદીયું પર બાંધો નહીં
હવે વાયદાના ભાંગેલા પુલઃ
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ કે તમે મળવામાં આટલા ઉદાસ !” : : પ્રથમ અંતરા ની પંક્તિઓ : : : :
” ઝાંઝવાંની જીવલેણ નદીયું પર બાંધો નહીં હવે વાયદાના ભાંગેલા પુલ” પંક્તિમાં સૂચવ્યા મુજબ આયોજ્ય મુલાકાત વાયદાસર પ્રત્યક્ષ થઈ શકી નથી અને ફરીને નવો ‘વાયદો બંધાય’ ( રૂ. પ્ર. ) એમ લાગતું નથી જેથી મિલન સ્થળે પહોંચવાના માર્ગમાં આવતી ઝાંઝવાંની જીવલેણ / પ્રાણહારક નદી ઓળંગી શકાય એમ નથી. : કાવ્ય નાયિકા નું ઉપેક્ષા દાખવનારું ખિન્ન ગમગીન મન રહ્યું હોય અથવા એવું તટસ્થત્વ જ્યાં મિલનોત્સુકતા બતાવવાની નથી. આ અહેસાસ થી કાવ્ય નાયક ની દ્રષ્ટિમાં કદાચિત ઊભરી આવ્યું અશ્રુ અથવા આગળનું અંધારું છે જેને લીધે ઝાંઝવાના નીર ( mirage ) નો અનુભવ થયો છે. : સાંજ આથમ્યા પછી આવ્યાં અંધારાં વીંટતા રાત્રીના ગર્તાશ્રયે “આંખો મીંચી નીંદરમાં શમણું” ઉદિત થવાનો બારીક નજરે જોવા જેવો તીક્ષ્ણ અનુભવ કાવ્યગીત માં સ્ફુરી આવે છે જેનું સંવેદન ઝીલતી પંક્તિનું શેષ કંપન,
“શમણું ઊગે—એ તો નીંદરમાં બાવળની શૂળ ;” :
આ “શમણાં નું ઊગવું” એ ગુલાબ નાં ફૂલછોડ પરનાં કાંટા નથી. કાવ્યનાયકે એને “બાવળ ની શૂળ” કહી છે. હકીકતમાં બાવળ ના પાતળાં લાંબાં કાંટાને “શૂળ” કહેવાય છે જે ભોંકાતા ત્વચા ચીરીને નાનું કાણું પાડે અને સતત ખૂંચતું તીવ્ર દરદ જન્માવતું રહે. એકબીજાને કાપતાં , પીડા અને સમજણ વચ્ચેનાં વિકાસોન્મુખ માર્ગે આગળ લઈ જતી પ્રભાવી તાણ-શક્તિ ( force passage ) ના અર્ધ જાગ્રત પ્રબુદ્ધ મનના ભાગ ( subconscious ) નું પ્રતિનિધિત્વ કરનાર કાંટાની પીડા જ્યારે “બાવળિયા ની શૂળ” બની ઊભી હોય તો એને ” Devil’s Thorn” ( Pointing Mistakes and Warning ) : ભૂલ અને ચેતવણી ચીંધતો શેતાની કાંટો” કહીને સમજીશું કે દેખાતા ન હોય તેવા કાંટા પર ચાલવાનું આવતું “શમણું” / સ્વપ્ન , ખૂબજ સાવધ / સજાગ / જાગરૂક રહેવાનું , આ શૂળદર્દ સૂચવે છે એવો માર્ગ , જ્યાં ટાળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં , અનિવાર્યપણે ભૂલો થશે . પીડાનો શેતાની કાંટો ખતરનાક દિશાથી વાકેફ કરવા માટે ભોંકાયા કરશે. આમ , ઉઘડતાં કે ઉઘડી રહેલાં સૌંદર્ય નો બચાવ કરતાં કાંટા પણ હોય . બહરહાલ , અવગણી હતી એવી વાસ્તવિકતા પ્રત્યે જાગૃત કરતા / નિદ્રાભંગ કરતાં શૂળદર્દ ચીંધ્યા જીવતરમાં વાવેલી ભૂલની શોધ કાવ્યનાયકે કરવાની રહેશે . કહ્યું છે,
“એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ કે તમે મળવામાં આટલા ઉદાસ !”
“ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બ્હાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી ને શબ્દોના ટૂંપાયા શ્વાસ!
: : દ્વિતીય અંતરા ની પંક્તિઓ : : : : : : : : : : : : : : : : : : : : : ધોધમાર તડકા નું ‘આછા’ થવું , સાંજની હવાનું ‘બ્હાવરી’ થવું , અને કાળીકાળી ( ગાઢ ) વાદળી નું વરસી તો નહિ પણ વિખેરાઈ ને આછી થયાં વગર ખુલ્લાં આકાશ માં હજી પણ, ‘એમની એમ સ્થિર’ રહેવું : આ ત્રણ દ્રશ્ય કલ્પનો નાયિકાના નિરઉલ્લાસી ( sombre ) ચિત્તમનના સંગોપિત મનોભાવની અંતઃસ્થ વિસંગતિ ના અને જોવાં જેવાં રહસ્યમય ઉચાટભર્યાં બાહરી આસપાસની અંતરના ઉંડાણમાં થયેલી ભાવાત્મક અન્વિતિ ( એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ નું હોવાંપણું ) ના : emotional accordance ના : શબ્દચિત્ર વ્યક્ત કરે છે. : : ભલે સુંદર પણ આથમવા જતો નિસ્તેજ સૂર્ય⛅faded sun જાણે કે જોસ જોમ ઉષ્ણતા માં ઘટાડો , ભાળ -સંભાળ માં અસ્પષ્ટતા અને નાઉમેદી છોડી જાય છે. અંતિમે પહોંચ્યાં પહેલાંની પાશ્વૅચાલ નો lateroversion એટલે કે ઉત્તરાવસ્થા ( later stage of life ) નો નિર્દેશ કરે છે. : : બ્હાવરી હવા વ્યાકુળ દિશાહીન પણું સૂચવતી અને “સાંજની બ્હાવરી હવા” હોય ‘સંદિગ્ધ’ મનમાંનું વિચલિતપણું કાવ્યગીતમાં વ્યક્ત કરે છે . : : : ભીનાશનાં અસાર સાથે વરસવું નકારતી ઝળુંબી રહેલી , “કાળીકાળી વાદળી” ધ્યાનમાં ખલેલના વિક્ષેપ પાડતી અણઉકલ્યા તાણ – તનાવ , વ્યથા-વિષાદ , અને ફીકર- વિચાર ભરી અસ્વસ્થતા ની સ્થિતિરીતી ઊભારે. : : કાવ્યનાયક યાદ કરે છે એવી એક સાંજ ની મુલાકાત ને જ્યારે એણે નિશ્ર્ચય પૂર્વક ગંભીરતાથી આદરેલી મર્મસ્પર્શી વાતચીત બેધ્યાનપણે ( અધૂરી ) સાંભળી ( half listening ) નાસાંભળી 😦 half-and-half ) હોય એમ નાયિકાએ અધવચ્ચેથી આંતરીને ‘આદર્ય’ બતાવ્યું નહીં. તેણીની ઉપસ્થિતિ ત્યાં કંઈ આકસ્મિક નહિ હતી બલ્કે મળવાંનું ઇજન માનીને ત્યાં ભેગાં થયાં હતાં. વાતચીત ના શરૂઆતી દોરમાં મોસમના ઉલ્લેખ હોય . નાયિકાએ ઘટનાસ્થળે ઉપસ્થિત મોસમી દ્રશ્યસંકુલ નું વર્ણન નજરો સમક્ષ ધર્યું જેણે આગળનાં પ્રત્યાયન પર પડદો પાડ્યો . જેને લઈને વધું બોલી ન શકાયું અને વાતચીત નો દોર અટકી પડ્યો. જાણે કે, She hided behind casualness. : આમ ઔપચારિકતા ના આવરણ હેઠળ મોં સંતાડ્યું. ગંભીર વાતમાં સર્વથા સંપૂર્ણપણે ઓતપ્રોત થવું પડે ત્યારે જ તો વાર્તાલાપમાં ઊર્જાનું નિર્માણ થાય . નહિતર એ કે બીજી નક્કર નવી વાતના સરસંધાન સક્રીય થાય નહીં. એ પછી eerie silence : અજબ નું મૌન પ્રવર્તે અને error of observation : અવલોકન ભૂલ થવાં લાગે અને ઘટનાલોપ થાય : સુર્યાસ્ત થતાં : On sun waning , active struggle becomes over : સહ્રદયી હૈયાં એ તલાસી સાંજની ગોપ્ય ગુફતેગુ સહિત કરવાં ધારેલું બધું સ્થગિત થયું કહેવાય. : It is a poignant, moody snapshot of human tragedy or longing. માનવ સંબંધ ની ઝંખનામાં એકાએક ખિન્નતાભર્યો કરુણ પલટો લાવનાર મર્મસ્પૃશ છબી. : : : : કહ્યું છે,
“આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !”
અને હવે , સંધ્યારાગી ભળભાંખળું ઝાંખું અજવાળું ( twilight ) અધૂરી સમજણ સાથે ઊભું છે. ગંભીર વાર્તાલાપ સફળ રહ્યો નથી. સ્થિર વાદળ-ઘેરી હવાભારી મોસમ ની જેમ શુષ્ક નીરસ બેચેનીથી – ગ્રસ્ત સુખચેન છીનવી શકતાં પ્રતિભાવ પ્રેરિત ( દૂર ન હોય તેને દૂર કરનારા ) ‘દૂરીકરણ’ ના અભિગમ દ્વારા અણરાગ અને મન-ઉતારા ની રાહમાં સપડાય તેને બદલે બંને પ્રિયજનો એ શાંત ચિત્તે , અપ્રગટપણે આત્મ નિરીક્ષણ કરી , ગ્રાહ્યાગ્રાહ્ય સુબોધકારી ખુલાસા – ઉકેલ દ્વારા સમસ્યાનું નિવારણ કરવાનાં વિચાર કરવા પડે . એવી liminal ( ચેતનાની ધાર પરની ) કાવ્યાત્મક સ્થિતિ રહી જાય છે જ્યાં પ્રસ્થાપિત થયેલી તંગદિલી છેડો છોડતો તોડ લાવતી હામી ભરતી નથી. એ જ રીતે જેમ વરસાદે વરસવાનો ઈન્કાર કર્યો છે. તોયે હજી રાત સંપૂર્ણપણે છવાઈ નથી ; એમ ભવિષ્ય આવી ધમક્યુ નથી. લક્ષ્યહીનતા છે , મુંઝવણ છે / ચોક્કસપણે કંઈક થઈ શકે છે પણ હજુ સુધી થયું નથી તેનાથી હવા ભારે લાગે છે. આ અને આવી અનિશ્ચિતતા દૂર થતાં , વિશુદ્ધ એવી કોઈ રાત અને સવાર નું નવું કાવ્ય ગીત લખ્યું લખાશે જેને શોધીશું અને / અથવા એની રાહ જોઈશું. : :
” મળો તો ” : જગદીશ જોષી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે / ઈન્ડિયા : નવેમ્બર ૧૦ , ૨૦૨૫ : બેંગલુરુ ઈન્ડિયા : ફેબ્રુઆરી ૨૩, ૨૦૨૬ : ફાગણ સુદ સાતમ : : : : : : : :











