ઘિર આઈ કારિ ઘટા મતવારી..સાવન કી આઈ બહાર : કજરિ : યોગેશ પ્રવિણ : ડોઆશા ભોંસલે : વનરાજ ભાટિયા : ફિલ્મ જૂનુન (૧૯૭૮) : : ભાદ્રપદી : PART ( XLI ) : :

https://youtu.be/e1Fn52GxunE

Lyrics: Saawan Ki Aayi Baha…
Asha Bhosle, Vanraj Bhatia, Yogesh Praveen

Song: SAAWAN KI AAYI BAHAAR RE : Junoon ( release date : 14 .12. 1978 )

. . .

Ghir aayi kari ghata matwari

Ghir aayi kari ghata matwari
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re

Bela chameli ki kaliyan chatak gayin
Bela chameli ki kaliyan chatak gayin
Mehkat ban ki bayaar re
Mehkat ban ki bayaar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re

~ ~ Interlude ~ ~
. . .

Khil gaye hatheli pe mehandi ke bute
. . .
Khil gaye hatheli pe mehandi ke bute

Lachkat jhulan se daar re
Dhani chunar more sar par na thahare
Dhani chunar more sar par na thahare
Choodiyan kare jhankar re
Choodiyan kare jhankar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re

~ ~ Interlude ~ ~
. . .

Baadal beech bijuriya chamke
. . .
Baadal beech bijuriya chamke
Dhoondhun main baalam ki baanh re
. . .
Aadhi rain jab bole papihaa

Aadhi rain jab bole papihaa
Jiyaraa pe laagat kataar re
Jiyaraa pe laagat kataar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re

~ ~ Interlude ~ ~
. . .

Anganaa mein bheeji atariya pe bheeji
. . .
Anganaa mein bheeji atariya pe bheeji

Bheeji sajanwa ki seej re
Bheej gayi mori haaye kori chunariya
Bheej gayi mori haaye kori chunariya
Rimjhim ras ki phuhaar re
Rimjhim ras ki phuhaar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/JsikgwDM4Xw 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૧૨ , ૨૦૨૧ : : ભાદરવા સુદ છઠ : : પૂણે : : : : : : :

ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું  : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :

https://youtu.be/0xMBs3Pxcuo  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા (X૨)  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ છિન જમનાતટ , છિન કુંજન મેં (૨) બિરહ વ્યથા સે , બિરહ વ્યથા સે ડરતા હૈ મનવા અઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ પલ છિન  દિન લાગે , બરસ સમન અબ (૨) કૌન લાવે , કૌન લાવે , પ્યાર કા સંદેશવા આઅ . રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️        https://youtu.be/PVA7qhAFx7k       🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️હોઓઓઅ શ્રાવણ વરસે સરવડે એને ઝરમરીયો વરસાદ ;
ક્હાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! (X૨)
વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,
ક્હાના આવે તારી યાદ ! ઓહોહોઅઅ. શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

જમણી આંખે ગઇ મથુરા ને ડાબી ગઇ ગોકુળમાં (૨)
હૈયું વૃંદાવન જઇ બેઠું ગુલછડીના ફૂલ માં
ક્હાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ? (૨)
કે રાધા થઇને રીઝવું તુજને હે પથ દર્શક રખવૈયા .
ક્હાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

તનડુ ડુબ્યું જઇ જમુના ને મનડું નામસ્મરણ માં . મનડું નામસ્મરણ માં .
સૂધબૂધ મારી આકુળવ્યાકુળ તારા પરમ ચરણમાં. કહાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ કહાના આવે તારી યાદ : સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન સંગીત : અજીત શેઠ : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં


અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સહું ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે
https://youtu.be/HeyN4fknLXI?si=IcKvPU7ndKuFgnOg
સ્વર : ઝરણા વ્યાસ
સ્વરાંકન : ઉદયન મારું  🌧️ અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૧ , ૨૦૨૧ : : ભાદરવા સુદ પાંચમ : ઋષિ પંચમી : જૈન સંવત્સરી : સહું ને મિચ્છામી દુક્કડમ : : : : : પૂણે : : : : : : : : : : : :

*************************************************

ગણેશ વંદના : ગણરાજ તું..મહારાજ તું : (૧) : પ્રશાંત ઈંગોલે : સુનિધિ ચૌહાણ : શ્રેયસ પુરણિક : : (૨) ડો. સાવનિ શાહ દિવેટિયા : : ગજવદના ગણનાથ પ્રભુ : (૩) : Glory of Lord Ganesha : P Sankaran Nambeesan : Sooryagayathri : Prashantha Sankar : : ( ૪ ) : શ્રી ગણેશ પાંચ બોધપાઠ : : ( 5 ) :  Ganesha Pancharatnam : Mudakarathna ModaKam : Singer : Shalmalee Srinivasan : :

શ્રી ગણેશાય નમઃ

https://youtu.be/y8Bew4O6ZFk   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગણરાજ તું . મેરા ગણરાજ તું . ગણરાજ તું , મેરા ગણરાજ તું . ચારો દિશા મેં તેરી કાયા , સબ જાને હૈ તેરી માયા . વક્રતુંડ તું , હૈ મહારાજ ભી તું . ગણરાજ તું . મેરા મહારાજ તું . ગણરાજ તું , મેરા ગણરાજ તું . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  વિઘ્નો કા તું નાશ કરે હૈ . મન પેં સભી કે રાજ કરે હૈ . ( રાજ કરે હૈ ) હોઓઅઅઆ . વિઘ્નો કા તું નાશ કરે હૈ . મન પેં સભી કે રાજ કરે હૈ . અંતર્યામી તુંજ સા કૌન રે . હૈ સુખ કર્તા રેહતા મૌન રે . મન સે તુઝે હૈ જો અપનાયા , સબ ચાહે હૈ તેરી છાયાં . બાલ ગણેશ તું ઉઉઉ (૨) હૈ મહારાજ ભી તું . ગણરાજ તું . મેરા ગણરાજ તું . હોઓઅઅ . ગણરાજ તું , મેરા ગણરાજ : મહારાજ ભી તું .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ લાખો હજારો રૂપ તેરે હૈ  . તન મન દેખ કે ઝૂમ પડે હૈ . હોંઠો પર ગુણગાન તેરે હૈ , લે એકદંતા પ્રાણ તેરે હૈ . ચારો દિશા મેં તેરી કાયા , સબ જાને હૈ તેરી માયા . વક્રતુંડ તું ઉઉઉ , વક્રતુંડ તું , હૈ મહારાજ ભી તું . ઓમ્ ગણ ગણ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ( ગણરાજ તું . મહારાજ તું . ) ગણપતિ બાપ્પા મોરિયા ( ગણરાજ તું . મહારાજ તું . ) . ઓમ્ ગણ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા . ગણરાજ તું . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️(૨)  https://youtu.be/pcWxKRM62Xg 🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ (૩) : https://youtu.be/dU6_g0sokMY 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઓમ્ ગં ગણપતયે નમો નમઃ (૨) ગણવદના ગણનાથ પ્રભુ (૨) સંકટ હરણા , ભવભય હરણા (૨) વેદ વિધાયક મોદક હસ્તા (૨) વિદ્યા દાયક હે મમબંધુ (૨) ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ . હા આ અ અ અ , આરે ના ન ના . …  🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️🌧️ સિદ્ધિ વિનાયક હે ગુણધામ (૨) વિઘ્ન વિનાશક હે … ..રુમબા ?. … (૨) મંગલરૂપ પાવન નમ (૨) લંબોદર જય દીનદયાલા (૨) ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ચિન્મય રૂપ , વિશ્વધર (૨) પંકજ લોચન હે ગણનાથા (૨) શંભુ કુમારા , ગૌરી તનયા (૨) ગુણગણ નિનયા પાલયમા (૨) ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ . સંકટ હરણા , ભવભય હરણા . વેદ વિધાયક મોદક હસ્તા . વિદ્યા દાયક હે મમબંધુ . ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ .🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ હે શિવનંદન સન્મુખ સહજ , વિઘ્ન વિનાશક ગુણ ગણ પુરિત ; ધીરવીર સૂર વંદિત , પુજિત પાલયમામ (૨) . હે કરુણાકર દૂરિત નિવારણ , અનંત અનંત સર્વ વરકૃત ; પર્વત નંદિની , નંદન સુંદર ગણેશ્વરા (૨) પશુપતિ નંદન પરમ પવિત્રા , સિદ્ધિ વાહન ..? ગણનાયક ; ત્ર્યંબક નંદન મંગલમૂર્તિ પાહિમામ (૨) , પાહિમામ ગણનાથ પ્રભુ (૨) ગજવદના , ગજવદના , ગજવદના ગણનાથ પ્રભુ .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ શબ્દાર્થ : : ગણરાજ : ગણનાથ : lord of ganas – Shiva’s Army refers to Lord Ganesha ; વક્રતુંડ : વાંકા માથા / મોઢા ધરાવતા શ્રી ગણેશ જી ; વિનાયક : one without a master શ્રી ગણેશ જી ; અષ્ટ વિનાયક : ગણપતિજી ના આઠ પ્રાચીન મંદિર અને ત્યાં સ્થિત ગણેશ જી ; ગણવદના : elephant 🐘 God શ્રી ગણેશ જી ; મોદક હસ્તા : મોદક એટલે pleasing delightful sweet લાડુ જે ગણેશ જી ને અત્યંત પ્રિય છે ને હાથમાં રાખતા હોય , ગણેશ જી ને મોદક હસ્તા કહે ; ચિન્મય રૂપ : ચિદાત્મક , ચેતનરૂપ , ચૈતન્ય સ્વરૂપ ( જેનું વેદાંત માં નિરૂપણ થયું છે ) ; લંબોદરા : મોટા પેટવાળા શ્રી ગણેશ જી ; દીન દ્રારા : ગરીબ માટે દયાળુ , કાળજી રાખનાર શ્રી ગણેશ જી ; વિશ્વધર : સમગ્ર જગતનો આરંભ કરનાર : અહીં શ્રી ગણેશ જી , ધર એટલે આરંભ , શરૂઆત ; પંકજ લોચના : પંકજ એટલે કમળ , પદ્મ , કમળના જેવી આંખો ધરાવતા શ્રી ગણેશ જી ; શંભુ કુમારા : શિવજી ના પુત્ર શ્રી ગણેશ જી ; ગૌરી તનયા : પાર્વતી ના પુત્ર શ્રી ગણેશ જી ; ભવભય : જીવતરના ડર આશંકા, ભવ એટલે જીવતરનો સમય , being, world since birth ભયા એટલે fear ; વેદ વિધાયક : ઘડનારા વિધાયક કહેવાય , વેદની રચના કરનાર , અહીં શ્રી ગણેશ જી ; સન્મુખ સહજ : પ્રત્યક્ષ , સામે રહેલા ; પૂજિત : પૂજા અર્ચના કરી સ્થાપિત રાખેલા શ્રી ગણેશ જી હંમેશા અર્ચિત જ હોય ; પાલયમામ : પોષણ કરો ,રક્ષા કરો ; કરુણાકર : કરુણા સભર , કરુણાની આણ જેવા – ભક્તો ના દુઃખ દર્દ જુએ કે મદદે આવે તે શ્રી ગણેશ જી ; પવિત્રા : sacred , extremely pure ; વંદિતા :સૌ લોક જેની ભક્તિ કરે તે શ્રી ગણેશ જી ; સિદ્ધિ : accomplishments , superhuman Power ; એકદંતા : બે હાથી દાંત માંના એક દાંત પરશુરામ ભગવાન સાથે ના યુદ્ધ માં , શિવદર્શન માટે ગૃહ પ્રવેશ દ્વાર પર ઊભા ગણેશ જી એ અટકાવ્યા તેથી ક્રોધિત પરશુરામ ના ફરસા થી કપાણો ત્યારે પાર્વતીજી ની આજ્ઞાથી ગણેશ જી એ પરશુરામની માફી સ્વીકારી જીવતદાન આપ્યું , ત્યારથી શિવજી એ આપેલા એકદંતા નામથી ઓળખવામાં આવે છે ; ત્ર્યંબક નંદન : ત્ર્યંબકેશ્વર ૧૨ માંહેના એક જ્યોતિર્લિંગ મહાદેવ ના પુત્ર એટલે કે શ્રી ગણેશ જી , આર્યાવર્ત યાત્રા માં ના ઉલ્લેખ મુજબ ગામ વચ્ચોવચ ભવ્ય મંદિર હતું , સામેની દીવાલ માં મહાદેવ ની મૂર્તિ હતી જેની ત્રણેય સમય આરતી થાય ને ભોગ ધરાવાય ; દૂરિત : પાપ ,evil ; અનંત : અપાર ,અંત વિનાનું , આકાશ , બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષનાગ બળદેવ માટે ની સંજ્ઞા ; શ્રી : honourific title of respect, wealth, majesty, splendor, intellect, fortune; પાહિમામ : “મારું રક્ષણ કરો” એવો ઉદગાર ; જય : victory : : : : : : 🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Written by P. Sankaran Nambeesan : : Composition & Orchestration by Prasanth Sankar Vocals : Sooryagayathri : Headphone recommended : : Instruments used : Flute , Veena , Mridungam ,Tabla : : VD : Divya Anil Kumar : : અર્થ નિર્દેશ પ્રસ્તુતિ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : : Definition – What does Om Gam Ganapataye Namaha mean?
Om Gam Ganapataye Namaha (Sanskrit: ॐ गं गणपतये नमः) is a powerful prayer and mantra comprised of four parts that are all in praise of the Hindu god, Lord Ganesha. Om Gam Ganapataye Namaha can be translated as “My salutations to Lord Ganesha.” This mantra is from the Ganapati Upanishad, a long Sanskrit writing from the Vedas all about and in adoration of Ganesha.

Om is thought to constitute the divine in the form of sound. It is the universal sound where its utterance is considered the sound of creation itself.

Gam is a bija mantra, or the seed mantra, for Ganesha or Ganapati. These words are used interchangeably to indicate the same god in Hinduism.

Ganapataye is actually the alternate name for Ganesha, which is Ganapati. The ending ‘aye’ indicates that something is for or to Ganapati.

Namaha means salutations. This word is in most prayers and is also in the commonly used word “namaste”; which means my salutations to you. Thus, the mantra means “Salutations to Lord Ganesha.” Om Gam Ganapataye Namaha is used to invoke the blessings of Ganapati and avail ourselves of his peace, knowledge and prosperity. Ganapati or Ganesha is the Hindu god mostly recognized as the remover of obstacles and the grantor of success. As a result, he is extremely popular in India for those that practice Hinduism worldwide.

Ganesha is imaged as a short, stout, elephant headed god with four arms. He is always seen with a single tusk and each of his hands are holding something symbolic of his virtue and power. In three of his hands he is holding, a hatchet, a lasso and sometimes a conch shell. The fourth hand is often seen in giving the gesture of granting a boon or holding a sweet treat, a laddu. He is usually shown riding or accompanied by a rat, which is a demon that he has subdued. There are several stories as to why he has an elephant head. They all follow the mythology involving the many gods in Hinduism.

Om Gam Ganapataye Namaha is a common prayer to invoke Ganesha, but it is also calming and grounding all on its own. It can be chanted once or used in the repetitive way known as japa. If you do japa, the mantra is usually repeated 108 times or in multiples of nine and can be chanted with mala beads.

The pronunciation of this mantra is relatively easy and straightforward. All “a” are pronounced like the “a” in the word father. The “e” is pronounced like “ay” in the word “way” or “hay” અર્થ નિર્દેશ : : પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે સપ્ટેમ્બર ૧૦ , ૨૦૨૧ : : સપ્ટેમ્બર ૭, ૨૦૨૪ : ભાદરવા સુદ ચોથ : : ગણેશ ચતુર્થી : વિનાયક ચતુર્થી : : પૂણે : : અષ્ટ વિનાયક ગણપતિજી ના આઠ પ્રાચીન મંદિરો જેની જાત્રા કરનાર લોક જન ગદ ગદ થઈ રહે છે : Images hereinbelow with small notes / references : : : : : : : :

૧) શ્રી મયૂરેશ્વર /મોરેશ્વર : પૂણે થી ૮૦ કિમિ મોરે ગાંવ ગણેશપૂજા નું મહત્વપૂર્ણ કેન્દ્ર. ચાર ખૂણે મિનાર , લાંબા પથ્થરો ની દિવાલ જ્યાં ચાર દ્વાર ચાર યુગો : સત યુગ,ત્રેતા યુગ, દ્વાપર યુગ,કલિ યુગ ના પ્રતિક રૂપે : દરેક દ્વાર પર નંદી સૂચવે કે અહીં શિવજી સાથે વિશ્રામ કરી રોકાયા પછી , નંદી એ આ સ્થળ છોડવાની ના પાડી અને મૂષક સાથે ગણેશ જી ના સ્થાને રક્ષક થઇ રહેલા છે. આ અષ્ટ વિનાયક ગણેશ જી બેઠ્ઠી મુદ્રામાં વિરાજમાન , સૂંઢ ડાબી બાજુએ/ બાંઈ ઓર , ચાર હાથ, ત્રણ નેત્રો.મોર પર અરૂઢ થઈ સિંધુરાસુર રાક્ષસ નો યુદ્ધ માં વધ કરેલો , તેથી મયૂરેશ્વર કહેવાયા . સ્થાન મોરેશ્વર ગાંવ નામે જાણીતું થયું .
૨) શ્રી સિદ્ધિ વિનાયક મંદિર : ૨૦૦ વર્ષ જૂનું. સિદ્ધરેક ગાંવ , તા.કરજત , અહમદનગર . ભીમા નદી ની નજીક , પહાડી ની ટોચ પર . પહાડી ની પરિક્રમા કરે તેનું માહાત્મ્ય. વિષ્ણુ ને સિદ્ધી હાંસલ કરી તેથી સિદ્ધિ વિનાયક . મુખ્ય દ્વારના અને ૩×૨.૫ ફૂટ ઊંચાઇ × પહોળાઈ પ્રતિમા ના મુખ ઉત્તર દિશામાં. આ અષ્ટ વિનાયક ની સૂંઢ સીધા સાથે છે .
૩) શ્રી બલ્લાલેશ્વર મંદિર : પાલી ગાંવ ,રાયગઢ સ્થિત , મુંબઈ પૂણે હાઈવે પર , પાલીથી ટોયન જતાં ગોવા રાજમાર્ગ પર નાગોથાને પહેલાં ૧૧ કિમી દૂર . ગણેશ જી ના પરમ ભક્ત બલ્લાલ ને મહત્વ આપતું તીર્થ ગ્રામ . બલ્લાલે પાલી ગાંવ માં ગણેશપૂજા આયોજિત કરી જેમાં સામેલ થનારા બહું બધાં બાળકો ઘરે પાછા ફર્યા નહીં ને ત્યાં જ રહેવાની જીદ કરી જેથી બાળકો ના માતાઓ -પિતાઓએ બલ્લાલ ને પીટાઈ કરીને તેની ગણેશ જી ની પ્રતિમા સાથે જંગલમાં ફેંકી દીધો . ગંભીર ઘવાયેલી હાલતમાં પણ બલ્લાલ ગણેશ મંત્રોચ્ચાર સાથે ગણેશ વંદના કરતો રહ્યો જેથી પ્રસન્ન થઈ ગણેશજી એ દર્શન દીધા એટલું જ નહિ પણ બલ્લાલ ના આગ્રહ ને વશ થઈ ત્યાં જ નિવાસ કરવા નું સ્થાન ગ્રહણ કર્યું . આથી , શ્રી બલ્લાલેશ્વર મંદિર તરીકે ઓળખાયું અને અષ્ટ વિનાયક મંદિર માં નું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું.
૪) શ્રી વરદ વિનાયક મંદિર : સુંદર પર્વતીય ગાંવ : મહાડ ગાંવ , કોલ્હાપુર તા. રાયગઢ જિ. સ્થિત મંદિર માં “નંદદીપ” તરીકે પ્રતિષ્ઠિત અનેક વર્ષો થી નિરંતર પ્રજ્વલિત દીપક સાથે શ્રી વરદ વિનાયક ના દર્શન થી , અરે ! આ અષ્ટ વિનાયક ના “વરદ વિનાયક” નામસ્મરણ માત્ર થી ભક્તો ની દરેક મનોકામના પરિપૂર્ણ થનાર હોવાનું વરદાન પ્રાપ્ત થયેલું અષ્ટ વિનાયક મંદિર નું મહાત્મ્ય ધરાવે છે.
૫) શ્રી ચિંતામણી ગણપતિ મંદિર : થેઉર ગાંવ , હવેલી ક્ષેત્રે , પૂણે જિ. ભીમા અને મૂળા – મૂઠા નદીઓ ના સંગમ સ્થાન પર આવેલું આ અષ્ટ વિનાયક મંદિર : સ્વયં બ્રહ્મા એ વિચલિત મન ને શાંત કરી વશ કરવા માટે આ સ્થાને આવીને તપસ્યા કરી હતી એવી માન્યતા ને વર્તી ને ભક્તોની શ્રદ્ધા છે કે દુઃખો થી વિચલિત ભક્ત જન શ્રી ચિંતામણી ગણપતિ ના મંદિરે દર્શન પૂજાપાઠ કરતાં તેની બધી જ સમસ્યાઓનો ઉકેલ આવે અને ચિંતામુક્ત થાય .
૬) શ્રી ગિરજાત્મજ ગણપતિ મંદિર : લેણ્યાદ્રી ગાંવ , પૂણે જિ. નું પૂણે – નાસિક રાજમાર્ગ પર ૯૦ કિમી દૂર ,નારાયણ ગાંવ થી ૧૨ કિમી ના અંતરે શ્રી ગિરજાત્મજ ગણપતિ મંદિર એક લેનાયાદ્રી પહાડ પર ૧૮ બૌદ્ધ ગુફાઓના સ્થાન સાથે ૮ મી ગુફા માં પ્રતિષ્ઠિત છે , જેથી આ ગુફાઓ ” ગણેશ ગુફા ” ના નામે પણ ઓળખાય છે . મંદિર પહોંચવામાં ૩૦૦ જેટલા પગથિયાં ચડવાનું હોય છે . આ અષ્ટ વિનાયક નું આખું મંદિર પહાડમાંના એક જ મોટા પથ્થર માંથી કોરીને બનાવ્યું હતું . ગિરજા / ગિરિજા એટલે પાર્વતી ( અમારા દાદા નું નામ હતું :ગિરજાશંકર : શંકર – પાર્વતી ) અને ગિરજાત્મજ નો અર્થ થાય દેવી પાર્વતી ના પુત્ર : શ્રી ગણેશ.
૭) શ્રી વિઘ્નેશ્વર ગણપતિ મંદિર : જૂનર ક્ષેત્રે ઓઝર જિ. પૂણે સ્થિત આ અષ્ટ વિનાયક મંદિર પૂણે – નાસિક રોડ પર ૯૦ કિમીની દૂરી એ , ૮૫ કિમી દૂર નારાયણ ગાંવ થી જૂનર – ઓઝર થઈ જતાં આવે .સંતોને પ્રતાડિત કરતા વિઘનાસુર નામના અસુરનો ગણેશ જી એ વધ કરને સર્વ જનોને પડતા કષ્ટો થી મુક્તિ અપાવી ત્યારથી આ અષ્ટ વિનાયક મંદિર વિઘ્નેશ્વર , વિઘ્નહર્તા , વિઘ્નહાર સ્વરૂપમાં પ્રખ્યાત છે.
૮) શ્રી મહાગણપતિ મંદિર : રાજણ ગાંવ , પૂણે જિ. પૂણે – અહમદનગર રાજમાર્ગ પર ૫૦ કિમી દૂર સ્થિત આ અષ્ટ વિનાયક મંદિર ૯મી – ૧૦ મી સદી જૂનું પ્રાચીન સમયનું છે . પ્રવેશ દ્વાર પૂર્વ દિશા તરફથી છે , જે બહું જ વિશાળ અને સુંદર છે . ગણેશ જી ની અદભૂત પ્રતિમા ” માહોતક” નામથી ઓળખાય છે . મૂળ મૂર્તિ નું વિદેશી આક્રમણો થી બચાવી લેવા માટે તહખાના માં સંરક્ષિત કરવામાં આવેલ એમ પણ મનાય છે .
Five Manache Ganpati of Pune

5 LEARNINGS From શ્રી ગણેશ : પાંચ  બોધપાઠ : : : : ૧) બીજા સૌ કામો ને બદલે આપણાં કર્તવ્ય ( નિયત ફરજ ) નિભાવી  / રોજબરોજ ના કામ કરવાનો સૌથી ઉત્તમ સદ્ગુણ છે. ભગવાને પણ સોંપવામાં આવેલાં કાર્યો સંપન્ન કરવા પડે. બાળ – ગણેશ નું સર્જન માતા પાર્વતીએ હલ્દીમાંથી કર્યું. ગણેશજી એ માતા ના સ્થાનકે પિતા શંકર ભગવાન નો પ્રવેશ રોકવા યુદ્ધ કર્યું અને તેમાં પોતાના પ્રાણ દેવાથી પણ અચકાયા નહિ. માતા – પિતા પ્રત્યેના કર્તવ્ય , અસીન અને સર્વોપરી હોય એનું નિરપવાદ અને સાર્વત્રિક સુત્ર , ગણેશજીએ બધાં ને માટે વ્યાપક કરી આપ્યું છે. Duty is Above All Else. :                                                                                 ૨) ગણેશજી માટે ભગવાન શંકર અને માતા પાર્વતી વિશ્વનું પરમ શ્રેય તત્ત્વ ( Idea of the world ) જેમની  આસપાસ મૂષક વાહન સમેત ત્રણ વખત ગોળ ગોળ ફરીને ભ્રાતા કાર્તિકેયની મોરની ઝડપે પૃથ્વી ના ફરતે ત્રણ વાર ની પ્રદક્ષિણા પૂરી થયા પહેલાં શરત  જીતી લીધી જેના વિજેતા તરીકે “જ્ઞાન નું ફળ” ( Fruit  of Knowledge) ની પ્રાપ્તિ ના અધિકારી બન્યા. આમ માતા- પિતા નું મહત્વ મનુષ્ય  માત્ર જ નહિ પણ ભગવાન ને માટે પણ અખંડ અને કાયમી રહે અને રહેશે. Parents are most important and No One Else                                                                                ૩) એકવાર કુબેર ની મિજબાની માણી ત્યારે ગણેશજી ને મિષ્ટાન્ન બહું ભાવ્યા અને વધુ આરોગ્યા જેથી દૂંદાળી ફાંદ જરા વધારે ઉપસી આવી. ચાલતા ચાલતા કંઈ  એવો વીંટો વળ્યો કે ગોથું ખાઈ ગયા. એ જોતાં જ ચંદ્ર ના હાસ્યનાં ફૂવારા ફૂટ્યા ને છૂટ્યાં. ગણેશજી એ આ અટ્ટહાસ્ય સાથેના ઉપહાસ ને પકડ્યો. થયું ચંદ્ર ચીડવી’ગ્યો. ગણેશજી ખિજાયા અને રિસાયા. ભૂલ માની, માફી માંગી ચંદ્રએ,  પણ તોયે ગણેશજી એ ચંદ્ર ને આકાશ પરેથી અદ્રશ્ય થઈ જવાંનો શ્રાપ આપ્યો. છેવટે ગણેશજી એ ચંદ્રને માફ કર્યો અને શ્રાપિત વચન પાછાં ખેંચી લીધાં, પણ ગણેશજી નું બોલ્યું બધું તો ફોક થાય નહિ. એટલે, ચૌદ રાત ને બદલે માત્ર એક જ રાત માટે અદ્રશ્ય રાખ્યો. નારાજગી અને ક્રોધ સહું ને આવે. પરંતુ મનુષ્ય એ ભગવાન ગણેશજી ની જેમ પોતાના ક્રોધાવેશ ને તાબે થવા ને બદલે ક્રોધ ઉપર પ્રભુત્વ મેળવી લેવું પડે; જેથી મનુષ્ય શુભત્વ થી સર્વ નું ઈષ્ટ થાય તેમ કરતાં વધુ ચડિયાતા વહાલવંચું બની સૌનું ભલું કરે. Forgiveness is the ultimate virtue.                                                                                    ૪) જેનો જોટો જડે નહીં એ મહાભારતની પૌરાણિક વીરગાથા / કુટુંબકથા / ની કાવ્યાત્મક રસાત્મક આખ્યાયિકાના શ્ર્લોક ના પાઠ,  મહામુનિ વેદ વ્યાસ અટક્યા વગર બોલી લખાવે અને એટલી જ ઝડપથી ભગવાન ગણેશજી ની કલમે આલેખાયેલ અધ્યાય ઉપર અધ્યાયનાં પર્વના સૃજન,  એક પણ ભંગાણ  વિના દિવસો ના દિવસો સુધી રાતદિન ચાલ્યા કર્યા. ત્યાં વિધિ ની વક્રતા થઈ તે ગણેશજી ની કલમ તૂટી ગઈ. પણ એમ કંઈ તૂટલી કલમ ના એ અવરોધની જકડજસ ગણેશજી સામે ફાવે નહીં. ગણેશજીએ પોતાના એક દંત ને તુરંત તોડી નાખીને અણિયાળા એ દંતની આગવી નવી કલમે,  આલેખન નું સાતત્ય જાળવી રાખી ને મહાભારતના ઐતિહાસિક મહાકાવ્ય નું  સૃજન કાર્ય પૂર્ણ કર્યું ; જેની ભેટ ભગવત ગીતાના પ્રેરણા સ્ત્રોત અને બોધ સમેત સમસ્ત જગત ને પ્રાપ્ત થઈ. ભગવાન શ્રી ગણેશ એકદંત કહેવાયાં. ગણેશજી ના આ અનન્ય ત્યાગ નું ઉદાહરણ જે કોઈ આત્મસાત કરી શકે તેને અસામાન્ય સફળતા મળે જ મળે. A Streak of Days and Nights in a row On One’s Writer’s Project. Finish Every Task You Take Up.                                    ૫) ભગવાન વિષ્ણુ ના લક્ષ્મીજી સાથે લગ્ન લેવાયાં ત્યારે સૌ દેવતાઓ, દેવીઓ અને અપ્સરાઓ સમેત સૌ દેવગણ એ અદભૂત પ્રસંગે સામેલ થવા ઊપડ્યાં. ગણેશજી ને મિજબાની ના મિષ્ટાન્ન બહું ભાવે અને એટલે બહું જ ખાય વળી. દૈવી પસંદ ને એ જોવું અરુચિકર થઈ જાય. ઉપરાંત ગણેશજીના દંતશૂળ ભર્યા દેખાવ થી શર્મિંદા થવાનું વ્યગ્ર બનાવે. એટલે ચાલાકી થી દેવોએ ગણેશજી ને સ્વર્ગલોક નો કાર્યભાર માથે ઉપાડી લેવા કપટી સમજાવટ બનાવટ કરીને ગણેશજીને લગ્ન સમારંભમાંથી દૂર કરી દીધાં. આ તો ભગવાન શિવ ના આશીર્વચન નું ઉલ્લંધન થયું કહેવાય. ભગવાન  વિષ્ણુ – લક્ષ્મીજી ના લગ્ન સમયે વળી ક્યાં પિષ્ટપેષણન્યાય કરવામાં  અનુપયોગી ચર્ચા કરી શિવ – વચન ની પુનરુક્તિ કરવી !? ગણેશજીએ કાબેલ રીતે “શ્રી ગણેશ” ના મહત્વ વિશે સમજ આપવાની યોજના કરી. પોતાના  મૂષક વાહન ને ગજાસૂર તરીકે  મોકલ્યો જેણે મળેલી સૂચના મુજબ લક્ષ્મીજી ના રહેઠાણે લઈ જતા રસ્તા ને ખોદી કાઢ્યો. દેવતાઓના રથ હવે એ રસ્તે આગળ વધી શક્યા નહીં. દેવતાઓથી મહેનત થાય નહીં એટલે આસપાસ ના ખેડૂત ને મદદે બોલાવ્યાં. એ ખેડૂતે રસ્તા પરના ખોદાણ માં ફસાયેલા રથનાં પૈડાં ને બહાર કાઢવા સૌ પ્રથમ તાલસર મંત્રઘોષ કર્યો  : “ગણપતિ બાપ્પા મોરિયા” અને ત્યારબાદ જોર અજમાવીને રથ ને ઊંચકી લીધો. ખેડૂતે દેવતાઓ ને સમજાવ્યું કે ગણેશજી નું નામ લેવાથી એનામાં શક્તિનો સંચાર થયો જેથી કરીને પ્રથમ પ્રયત્ને,  એટલો ભારે રથ ઊંચકીને બહાર કાઢી શકાયો કારણકે  ગણેશજી વિઘ્નેશ્વર  છે. તમામ નડતર અંતરાય અડચણ ને દૂર  કરનાર દેવાધિદેવ: માટે બોલવું , “ શ્રી ગણેશાય નમઃ” : દેવતાઓ ને ગણેશજી ના નામ નો મહિમા સમજાયો અને દેવગણે ગણેશજી સમક્ષ માફી માંગી. :  There is More To Being than A Physical Appearance. Never let anyone undermine your abilities, or your physical appearance cloud people’s judgement of you. હંમેશા આત્મ- સન્માન  જાળવી રાખવું . જાત પ્રત્યે આદરભાવ રાખીએ. Always Stand Up For Self Respect. : : : : : :  : : : : : :   : : : : : :   : :  અહીં ક્લિક કરીને સાંભળીએ : : Ganesha Pancharatnam : Mudakarathna ModaKam : Singer : Shalmalee Srinivasan : : https://youtu.be/LoQAIlrVZcA?si=_oslZhMPjVxZ5UsP


Kasba Ganapati is the Gram Devta of Pune. It was built during Shivaji’s reign. Lal Mahal, the fortified residence of Shivaji, was situated in Kasba Peth
Kasba Ganapati

PAANCH ( Five ) MANACHE GANAPATI Of PUNE : : : :


Lord Ganesha who is considered to be the God of wisdom and prosperity has been worshipped right from the Vedic times. Every religious ceremony is performed even today with invoking his blessings at the very beginning. Pune being the birthplace of Ganesh Festival, now celebrated all over India, has its own share of rich history. The city has the five Manache Ganpati — The respected and honored Ganpati idols at different places. Let us get to know each of these five Manache Ganpati in Pune.

Kasba Ganpati — कसबा गणपती (मानाचा पहिला गणपती)

Kasba Ganpati is the presiding deity also known as the gramadevata of Pune. Kasba Ganpati originated during Shivaji Maharaj era which was found near the house of Vinayak Thakar, who was residing close to the residence of Shivaji’s Mother Masaheb Jijabai Bhosale. Shivaji Maharaj a keen devotee built the temple in the year 1638.


Kasba Ganpati
Tambdi Jogeshwari — तांबडी जोगेशवरी (मानाचा दूसरा गणपती)

Tambdi Jogeshwari is another peculiar spot to visit which holds the significance of being the oldest one in Pune. It is a Temple of Goddess Durga which is also regarded and determined as the patron deity of Pune city. The Ganpati idol is immersed every year at the end of Ganesh Festival and re-established again in the successive year. The temple was built in 1545 A.D. by Trimbak Bendre which was originally small one and surrounded by farms. Later on in the year 2000, Ganesh Idol was established in the temple and offered with pooja.

Tambdi Jogeshwari

Guruji Talim — गुरुजी तालीम (मानाचा तिसरा गणपती)

Guruji Talim Ganpati hold the third most respected place or is the third most revered Ganpati in Pune which was established by two Hindu and Muslim families of Bhiku Shinde and Ustaad Nalban. It is unique as it symbolizes the unity of Hindu — Muslim. The Mandal holds the rare distinction of being pioneer in celebrating on the public forum much before Lokmanya Tilak initiated the tradition in 1893.

Guruji Talim

Tulshibaug Ganpati — तुळशीबाग गणपती (मानाचा चौथा गणपती)

Tulshibaug Ganpati is the 4th respected Ganpati in Pune. It was first established in 1901. This mandal holds the honor of establishing the first Glass Fiber statue since 1975. It is located in the heart and the most crowded part of the city.

The statue is 13 ft. tall and wears ornaments that weigh more than 80 kgs. Artist D.S. Khatawkar has been decorating the statue since years.

Tulshibaug Ganpati

Kesari Wada Ganpati — केसरीवाडा गणपती (मानाचा पाचवा गणपती)

Kesari Wada Ganpati is the 5th most honorable Ganpati in Pune which was installed by freedom fighter Lokmanya Tilak himself in 1893 at his own house Kesari Wada thereby named as Kesari Wada Ganpati. He made it an official public festival by forming Ganesh Mandal known as Kesari Wada Ganapati Mandal in 1894.

The Ganpati festival in Pune is eye-pleasing and celebrated with great pomp. Every year people eagerly wait to welcome their beloved Bappa and look forward to relish Bappa’s favourite food ‘Modaks’.

Kesari Wada Ganpati

કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :

https://drive.google.com/file/d/1a78AuZw7zC0diawHAz72gxOfSYD-g5So/view?usp=drivesdk


કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
મૂઈ રે એની મ્હેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે

બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ
કેર થોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ

આ તો અણદીઠાનો અંગે (અંગે) ખટકો જાલિમ જાગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે

તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ રે
વાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ રે

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
https://youtu.be/Ls4MN37qabs?si=O_Js23ETa8XgCV14 સ્વર : માધવી મેહતા : (૨): સંગીત નિયોજન : કુમાર મજમુદાર : સંગીત : અસિમ મહેતા ( ( recorded at KAMP ) : ( ઓરિજીનલ ) સ્વરાંકન : અજીત મરચન્ટ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :   અહીં  ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ. : : : :
સ્વરઃ સરોજ ગુંદાણી
ગીતઃ રાજેન્દ્ર શાહ
સ્વરાંકન : અજિત મરચન્ટ : : NOTES OF THANKS : : Listen to the Recording from the public performance of Saroj Gundani , dated : 4 May 2002 by Clicking  HERE In ABOVE At the ( TOP ) : published on the Site of Shri Jagdish Christian . Original gramophone record credit is in the voice of Gita Roy under  Music Direction of Ajit Merchant; However , publicly first sung by Saroj Gundani and was “Air Released” on All India Radio , in the year 1958 . Both the versions are not available for  uploading anywhere . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૯ , ૨૦૨૧ : : ભાદરવા સુદ ત્રીજ : : કેવડા ત્રીજ : : પૂણે

આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :

આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે : લાલજી કાનપરિયા : :




આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર
આછાં આછાં રે…

ભીનાં ભીનાં વાયક લઈને કોણ ફરીથી આવે સૈયર
લીલીછમ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયર
ઉઘડે જૂગ જૂગની ઓળખનો ઝાંખો નજર્યુંના અણસાર રે
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર

સોળ કળા નું અજવાળું લઈ કોંણ ફરીથી ઝળહળતું સૈયર
લાગણીઓનાં પૂર થઈને કોણ ફરી ખળખળતું સૈયર
વાગે ઓલી કોર વાંસળીયું, વાગે શરણાઈયું આ પાર
આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયુંની હાર રે
ઝંખો એકાદો છાંટો ત્યાં તો વરસે અનરાધાર

– લાલજી કાનપરિયા

સ્વરઃ સ્વરલ નાયક
સ્વરાંકન :રવિન્ નાયક  : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૮ , ૨૦૨૧ : : ભાદરવા સુદ બીજ : : પૂણે : : : : : : : : :

વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :

https://drive.google.com/file/d/1ygdGA3emiXJovT5znLJytpR7SglO7-1o/view?usp=drivesdk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️      વરસું તો હું  ભાદરવો  ને  સળગું  તો વૈશાખ;
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ઘેરાઉં તો  વાદળ કાળા,  વિખરાઉં  તો વ્હાલ
ભિંજાઉં તો  શ્રાવણ  છલબલ, કોરું  તો દુષ્કાળ

બીડાઉં  તો  સ્વપ્ન  સલુણું, ઊઘડું તો હું આશ
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો…                 

ફોરું તો  હું ફૂલ  અને  જો  બટકું તો હું ડાળ
ચાલું તો  હું પંથ  અને  ભટકું  તો  અંતરિયાળ

ઊડું તો આકાશ,  નહિ  ઊડું  તો ઘાયલ પાંખ
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું  ભાદરવો  ને  સળગું  તો વૈશાખ;
મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો…                

સ્વરઃ નયના ભટ્ટ
ગીતઃ ભગવતીકુમાર શર્મા
સ્વરાંકન અને સંગીત : હરીશ ઉમરાવ : : સહાયક : પ્રેમ સાગર ઉમરાવ : : આલ્બમ  : વરસું તો હું ભાદરવો : ( રિલીઝ ૧૪/૧૧/૨૦૦૫ ) : : : :     🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ https://youtu.be/rXLDFYMujAI?si=9_aihuyCdalzbzZj  અહીં ક્લિક કરીને સાંભળીએ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks : : : : : સપ્ટેમ્બર  ૭ , ૨૦૨૧ : ભાદ્રપદી પડવો : : પૂણે : : : 

વરસું તો હું ભાદરવો : ઉઘાડ ને વિરામ ( વરસાદનો ) અને આરામ ના રામ રામ
ન વરસું તો વૈશાખ
મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં
કાં રાખ !? Ash coloured nail polished hand
ઘેરાઉં તો વાદળ કાળા
વિખરાઉં તો વ્હાલ
ભીંજાઉં તો શ્રાવણ છલબલ
કોરું તો દુષ્કાળ !!!! કૂવાનાં ઊંડાણ ને મથાળે મથામણ લેવાને પીવાનાં પાણી !! ગ્રામ્ય ભારત
મુગ્ધા કન્યાઓ , લાવે પાણી ,માઈલો દૂરથી : ઉઘાડપગે : water crises
19.4 billions tonnes of prime bituminous cocking coal ઝરિયા કોલ ફીલ્ડ ઝારખંડ : acute shortage of drinking water due to to topography, insufficient recharge in streams ,etc. Locals are forced to use mine water discharge even as potable water 💦
Cattle farmer family in Afar of Ethiopia /Africa : impending famine due to climate change : Govts indifferent
Tough time of insufficient rainwater preservation : Sundarban W. Bangal : અષાઢ શ્રાવણ હાર્યા ને ભાદરવામાં જોઈ રહો
ભીંડાઉં તો સ્વપ્ન સલુણું
ઉઘડું તો આકાશ
ફોરું તો હું ફૂલ
જો બટકું તો હું ડાળ :પાનખર વીત્યા પછી વસંત પહેલાનો સમય : તૂટતી જશે ડાળ : અહીં તો દેખાયો પેલો ગૂમ થયેલો સોશર બોલ /soccer ball
ચાલું તો
ચાલું તો હું પંથ
ભટકું તો
અંતરિયાળ: In mid – air , hanging , unsupported
ઉંડુ તો આકાશ
નહિ ઉંડુ તો ઘાયલ પાંખ: Humboldt Penguin Pais Zoo in captivity
Emu : largest flightless bird in Australia
Unidentified flightless Spanish bird found in Spain
An injured Kiwi in Wellington New Zealand undergoing a surgery : Known bird to have external nostrils at end of it’s beak : નહિ ઉંડુ તો ઘાયલ પાંખ
મારી પાસે બે જ વિકલ્પો કાં આંસુ કાં રાખ !! Modern sculpture : A white statue of a woman tearful against the clear blue sky background
Two crying faces of Cartoon : Take Care And Stay Safe ❤️

ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો.. બરસાતકા મૌસમ : (૧) : ડો. સોમા ઘોષ : : ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો : (૨) : શુભમિતા બેનરજી : : ( 3 ) આઈ બરખા કી ઋત આઈ ( Traditional ) : સંગીતા પંત : મોહિન્દર સરીન : : સાવન- ભાદો : કજરિ : વર્ષા ગીત : PART ( XXXVI ) : :

https://youtu.be/I63tvYUhdsE  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દૂર દૂર તક છાયે થે બાદલ ઔર કહીં સાયા ન થા . ઈસ તરહ બરસાત કા મૌસમ કભી આયા ન થા . .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) રામ (X૨) બરસન લાગી  (૪) બદરિયા . ભીગી જાઉં મૈં..હા ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) ભીગી જાઉં મૈં .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કંચુકી મોરી ભીંજન લાગી (૨) આવત લાજ દેખત નારી . બિનતી કરત (૨) છુપાયે લિયો . . ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) ભીગી જાઉં મૈં (૨) ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) હા..રામ. ભીગી જાઉં મૈં પિયા  :🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કજરી : : સ્વર : ડો. સોમા ઘોષ :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/bxQchRJ8xrE    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દાદરા : : સ્વર : : શુભમિતા બેનરજી : : હાર્મોનિયમ : શ્રીકાન્ત આચાર્ય : : તબલા : કુંતલ દાસ : : રાગ : તિલક કામોદ : : : : : : : : : : : : : : ઝરન લાગી બુંદનિયા , ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો  . હો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ઝરન લાગી . ઝરન લાગી . ઝરન લાગી . બુંદનિયા . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ ભીગી જાઉં . ભીગી જાઉં . પિયા , ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં મૈં.. ભીગી જાઉં , હાયે . ભીગી જાઉં . પિયા , મોરા બચાયે લઈહો . ભીગી જાઉં . ઝરન લાગી . ઝરન લાગી . ઝરન લાગી . બુંદનિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા . ભીગી જાઉં પિયા બચાયે લઈહો . મોરા પિયા બચાયે લઈહો . ભીગી જાઉં (૪) ભીગી જાઉં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં.  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કંચુકી મોરી ભીગન લાગી . કંચુકી મોરી ભીગન લાગી . કંચુકી મોરી ભીગન લાગી . ભીગન લાગી . હા . કંચુકી મોરી ભીગન લાગી , આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી . આવત લાજ દેખત નારી , કંચુકી મોરી ભીગન લાગી , આવત લાજ દેખત નારી . . કંચુકી મોરી ભીગત લાગી. કંચુકી મોરી ભીગત લાગી . આવત લાજ દેખત નારી . બિનતી કરું . બિનતી કરું , છિપાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો . ઝરન લાગી . ઝરન લાગી . ઝરન લાગી , બુંદનિયા . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં .   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બદરા અબ ઘિરન લાગી , જિયરા મોરા ડરન લાગી . જિયરા મોરા ડરન લાગી . બદરા અબ ઘિરન લાગી , જિયરા મોરા ડરન લાગી . પૈયા પડું . પૈયા પડું . પૈયા પડું . પૈયા પડું , છિપાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ઝરન લાગી બુંદનિયા ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા . ભીગી જાઉં . ભીગી જાઉં મૈં , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા ,  બચાયે લઈહો . ભીગી જાઉં મૈં પિયા , બચાયે લઈહો . ભીગી જાઉં. હા . ભીગી જાઉં, હા . ભીગી જાઉં 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ આઈ બરખા કી ઋત આઈ : : સ્વર : સંગીતા પંત  : : સ્વરાંકન : મોહિન્દર સરીન ( દિલ્હી) : અહીં નીચે ક્લિક કરો : : https://m.soundcloud.com/sangeeta-pant/aayi-barkha-ki-ritu 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ અહીં નીચે ક્લિક કરીને જુઓ : :  Welcoming Rain : Musical Interpretation By Kathak Dancers : : Stumbh : : Choreography the Archana Tiwari https://youtu.be/YfKny5APLFw?si=QZV2qa8D7u9TGFFU rain 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks : : : : સપ્ટેમ્બર ૬ , ૨૦૨૧ : : શ્રાવણ વદ અમાસ : સોમવતી અમાસ : : શ્રાવણ નો અંતિમ દિવસ : : પૂણે : : : : : : : : : : : : : : :

Welcoming Rain : Musical Interpretation

શ્રાવણ વરસે સરવડે…કહાના આવે તારી યાદ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : નેણ રુંવે રાધાના : હસુ પરીખ હિમાંશુ મકવાણા : રસિકલાલ ભોજક : રાધાજીના ગીત : ( ૨ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXV ) : :

https://youtu.be/PVA7qhAFx7k

હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરીયો વરસાદ ; કહાના આવે તારી યાદ !
ક્હાના આવે તારી યાદ ! ( X૨ ) !
વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,
ક્હાના આવે તારી યાદ ! ઓહો હોઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

જમણી આંખ ગઇ મથુરા ને ડાબી ગઇ ગોકુળમાં (૨) ,
હૈયું વૃંદાવન જઇ બેઠું ગુલછડીના ફૂલ માં !
ક્હાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

હો . ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ? ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ?
કે રાધા થઇને રીઝવું તુજને હે સતપથ રખવૈયા !?
ક્હાના આવે તારી યાદ ! હોઓઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !

તનડુ ડુબ્યું જઇ જમુના ને મનડું નામ-સ્મરણ માં . તનડુ ડુબ્યુ જઇ જમના ને મનડું નામ-સ્મરણ માં .
સૂધબૂધ મારી આકુળવ્યાકુળ તારા પરમ ચરણમાં.
ક્હાના આવે તારી યાદ ! હોઓઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરિયો ઉન્માદ , કહાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! : કવિ : ? ? ? ? ? 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન : અજીત શેઠ : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : : : : સપ્ટેમ્બર ૫ , ૨૦૨૧ : : શ્રાવણ વદ તેરસ : : પૂણે : : : : : : :

“નેણ રુવે રાધાના હો
જેમ ઝરમર નીર વરસે રે ગગનના
એમ નેણ રુવે રાધાના.”

*********************************************** નેણ રુંવે રાધાના : હસુ પરીખ : : : :

નેણ રુવે રાધાના હો
જેમ ઝરમર નીર વરસે રે ગગનના
એમ નેણ રુવે રાધાના..

એનું પાયલ પ્રીતિ સું પાગલ
એનું ઉર હરણી સું ઘાયલ,
ગગને ચમકે રે ચાંદર તોયે,
શ્યામ મઢુલી મોહિની ચંદ્ર વિના
એમ નેણ રુવે રાધાના..

એ ભમતી રે વનરાવન,
એ ઝંખતી શ્યામના ચરણ,
ફૂલે ફાલ્યો રે ફાગણ તોયે,
કોરી બાંધણી રંગરસિયા વિના,
એમ નેણ રુવે રાધાના..

— હસુ પરીખ

નેણ રુંવે રાધાના :  હસુ પરીખ : : સ્વર : હિમાંશુ મકવાણા : : સ્વરાંકન : રસિકલાલ ભોજક : : આલ્બમ : નેણ રુંવે રાધાના : : કાવ્ય સંગીત યુ ટ્યુબ રિલીઝ : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://gaana.com/album/nen-ruve-radha-na

શહેર આખું તરબતર વરસાદમાં : ધ્વનિલ પારેખ : સં . પ્રેમ સાગર ઉમરાવ : હરીશ ઉમરાવ : ( ૧ ) : : સૂરત  નો વરસાદ : નયન દેસાઈ : ગાયક વૃંદ : સુનીલ રેવર : ( ૨ ) : : રંગભેદ ( ચામડી ના ગણવેશ માં : કાળો વરસાદ મારા દેશમાં નથી , કે નથી પીળો વરસાદ તારા દેશમાં ; અનિલ જોશી : ( ૩ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIV )

 શહેર આખું તરબતર વરસાદમાં : : ધ્વનિલ પારેખ : હરીશ ઉમરાવ : : : ,:

શહેર આખું તરબતર વરસાદ માં
કોણ ક્યાં છે શું ખબર વરસાદમાં

વૃ ક્ષ નીચે આશરો જ્યારે મળે
હોય જાણે એક ઘર વરસાદ માં

પૂર આવે એટલું પાણી છતાં
તું વરસથી માપસર વરસાદમાં

એક બે ટીપાં પડીને શાંત છે
કોની છે આ કરકસર વરસાદમાં

— ધ્વનિલ પારેખ
સ્વર : હરીશ ઉમરાવ
સ્વરાંકન : હરીશ ઉમરાવ : : સંગીત નિયોજન : પ્રેમ સાગર ઉમરાવ : :    🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ https://youtu.be/ETiGPxZk2jQ?si=NSsxAPbgfDvb5X8m અહીં ક્લિક કરીને સાંભળીએ : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ સુરતનો એવો વરસાદ…                                   નયન દેસાઇ


પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…  🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ સ્વર : ગાયક વૃંદ : સ્વરાંકન અને સંગીત નિયોજન : સુનીલ દેવર : : જલસો ગુજરાતી મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૧૯ / ૧૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/4SKypJenOtw?si=F6TLfol_XUKwt0bY : : ***************************** સૂરત નો  એવો વરસાદ : નયન દેસાઈ  ********************************************અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks : : : : સપ્ટેમ્બર ૪ , ૨૦૨૧ : : : : શ્રાવણ વદ બારસ : : પૂણે : : : :

*********************************************

રંગભેદ : :  અનિલ જોશી : : : :

કાળો, વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ

ચામડીના ખોટા ગણવેશમાં

ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો

હરિયાળા રંગનો નવાબ

રેતના અવાવરુ કૂંડામાં સ્હેજ આ તો

આંખ્યથી ઉગાડ્યું ગુલાબ

સંતરાની છાલ જેવો તડકો વરસે છે

બધે મારા કે તારા પરદેશમાં

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

કાળો માટીમાં મ્હોર્યો લીલોછમ બાજરો

ને કાળી છાતીમાં ગોરાં ધાવણ

પાંદડાંની જાળીએથી લીલાછમ બાલમુકુંદ

નીકળી ગયા ને બેઠો શ્રાવણ!

ધોબીપછાડથીયે ઊજળા થયા નહીં

તો ગોરા થઈ જઈએ હવે કેશમાં

કાળો વર્સાદ મારા દેશમાં નથી

કે નથી પીળો વર્સાદ તારા દેશમાં

— અનિલ જોશી

સ્રોત : કદાચ (પૃષ્ઠ ક્રમાંક 72) : કવિ શ્રી અનિલ જોશી: રૂપાલી પબ્લિકેશન ( 1987 )

ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :

ભીનું ભીનું અંધારું વર્ષાનું વ્હાલમા

https://drive.google.com/file/d/1DgU-tCb4fLao73vb9u_jZd-ioHhJ0KHG/view?usp=drivesdk
ભીનું ભીનું અંધારુંને  વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડ ને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કવિ શ્રી વેણીભાઈ પુરોહિત : સ્વર : કૌમુદી મુનશી : સ્વરકાર : સંગીત : નવીન શાહ : : : : : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️           🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌨️🌨️🌨️🌨️🌨️ શ્રાવણ ના મેળામાં .. મન ભીનું કીધું : ધનજીભાઈ પટેલ : :  સ્વર : નિશા ઉપાધ્યાય / કાપડિયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : સોલી કાપડિયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : :  https://tahuko.com/?p=9614              શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.

વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેળે થી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.

ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

-ધનજીભાઈ પટેલ : : : : : સ્વર : નિશા ઉપાધ્યાય કાપડિયા : : સ્વરકાર : સંગીત : સોલી કાપડિયા : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : સપ્ટેમ્બર ૩ , ૨૦૨૧ : : શ્રાવણ વદ એકાદશી : : પૂણે : : : : : : :

સપનાં સૂકાઈ ગયા ભીના રૂમાલ માં
ભીની ભીની ધરતી ને
ભીનું ભીનું આભ : even superman doesn’t like to fly in the sky!! !!
એની વાદળી નો ગંજ ઘટાટોપ ! હો ! મારા વ્હાલમા
ભીની ભીની ઢેલડ ને
થનગનતો મોર (નાચે રે મયુરા) કેવો નાચે ગુલતાન છમાછમ ! હો ! મારા વ્હાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલ માં : મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર : એના મુજરા માં રંગ છલાછલ : હો ! મારા વ્હાલમા : Indian fowls : peacock and peahen after heavy rain
તું યે ઝૂરે ! ને
હું યે ઝૂરું! ઝરમરિયા તાલ માં !!
ગલગોટા કરમાણાં ! મારા
ગોરા ગોરા ગાલમાં !! (Well , isn’t it an acne breakout !?!?)
વાંકી ચૂકી વાંકી ચૂકી મારા ચિત્તડાની
ચિત્તડાની ચાલમાં : puzzled choice between life (home) & career
Man outweigh woman : undesirable competition : doing injustice !? Imbalance in money and time giving !?
Social Distancing : COVID 19 Pandemic crises : A scene of London Park UK DTD. 4.10.2020 : Take Care And Stay Safe ❤️😘
Mood Swings and multiple personality : Four Faces of a modern girl requiring balance in life : Define wisely , please ..
Five Faces of emotions of a modern woman : 1) happy 2) satisfied 3) rage 4) hysterical 5) aggresive : BUT ALL BEAUTIFUL
TAKE CARE And BALANCE for the Mood Swings : emotions : health : activities and be Happy in all situations
શ્રાવણ ના મેળામાં : તરણેતર સૌરાષ્ટ્ર નો મેળો
નજર્યું ના સરવરિયે : સૌરાષ્ટ્ર , તરણેતરનો મેળો
સૌરાષ્ટ્ર , તરણેતર નો મેળો : વરસીને મન ભીનું કીધું
એક એક ફોરાં માં પ્રીત નો અમલ હતો
ચેન ખોયું ! ને
ઘેન લીધું !!
વ્હાલપ લાગે મારા હૈયામાં એવી કે
હૈયામાં સોંસરી વિંધાણી
મેળે થી ઘેર જવા લાગતું’તુ આકરું
સૈયર થી ખોટું રિસાણી
ડગમગ પગલે ઘેર પહોંચી હું જેમતેમ એવું
એવું તે દુઃખ એણે દીધું!?
ફૂલની સુવાસ જેવા મઘમઘતાં સોણલાં એ..
સોણલાં એ લાડ કરી લાગણી ને પોંખી
Graffiti Artwork on an old building in Zagreb City , Croatia’s Capital : ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી
Sleeping Angel : marble statue of child showing innocence : Make of Century & its Maker unknown : મલકી કે પલકી ના પાંપણ સૈ રાત ભર
: Dreamy woman with abstract dark and rising Sun rise : Mind Power : મનની શક્તિ : ફૂલની સુવાસ : 🌅✨🌻 : રાતું પ્રભાત સીધું ઉગ્યું :
Design a site like this with WordPress.com
Get started