જૂઇ ના ફુલો : Jasminum auriculatum :

જૂઇ ના ફૂલ : Jasminum auriculatum

Jasminum auriculatum: જૂઇ નું ફૂલ: જુહી ની વેલ

જૂઇ ની વેલ : Jasminum auriculatum : family : oleaceae . ભારત , નેપાળ , શ્રી લંકા , ભૂતાન , આંદામાન દ્વિપ સમૂહ માં જોવા મળે . Mullai , Uccimalligai (Tamil); Adavimalle , Virajaji (Telugu) ; Banamallika (Oriya) ; Sucimulla (Malayalam) ; Janna mallige ( Kannada) ; Juti ( Assamese) ; Jai ( Marathi) ; Yuthika ( Sanskrit) નામે જાણીતું જૂઇ નું ફૂલ : Synonyms : J. ovalifolium , J. Mucronatum , Mogorium trifoliatum Of this quintessential flowers of Juhi : ભારત અને થાઈલેન્ડ માં essential oils : extremely heavy gardenia ફુલો ની મીઠ્ઠી અનુપમ સુગંધ sweet scent માટે ખેતી થાય . ૪ થી ૬ કલાક તડકો આવે એમ ઇન્ડોર પ્લાન્ટ તરીકે પણ ફૂલે ફાલે . ૮” ના કુંડામાં ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ૩૭ ડિગ્રી તાપમાન સુધી મ્હોરી રહે . કટાઈ છંટાઈ થતાં નવી ડાળીઓ ના ઉમેરો થયો હોય ઉનાળે ને ચોમાસા માં પણ ખૂબ વિકાસ પામતી ઘટ્ટ આકાર બનાવે અને ટેકો મળતાં ૮ મીટર જેટલી ઊંચી વિસ્તૃત વેલ બની ૮ થી ૧૦ મહિનાઓ – વસંત , ઉનાળા ને ચોમાસા ના સમયે અને નવરાત્રી સુધી પુષ્કળ માત્રામાં પાવડરી સાટીન ચમકદાર ૮ પાંખડીઓના સફેદ રંગના સુગંધિત જૂઇ ના ફુલોએ આકર્ષણ જમાવ્યું હોય . જ્યાં જુઓ ત્યાં જૂહી ની કળીઓ સમેત પુષ્પ ગુચ્છનાં‌ ઝૂમખાં ખીલ્યાં હોય જેમાં વચલું પહેલાં ખીલે . ઠંડીમાં ઘટતાં જાય . તડકો ઓછો પડે તો ફુલો લગાતાર ના આવે ને સંખ્યા પણ ઘટે . બહુ મોટી થઈ લાગે ત્યારે , મોટા કુંડામાં કે ખુલ્લી જમીન માં ફેરરોપણી કરે . ટેકો મજબૂત ને કાયમી રાખવો પડે . ટેકો ન મળે તો ઝાડવું લાગે . માંડવો નાખ્યો હોય તેમ સુશોભિત ગૂંથી શકાય . જૂઇ ની ફૂલમાળાથી ઘરમાં અને માંડવે ઘર આંગણે વાતાવરણ સુગંધિત થઈ જાય . અક્ષય તૃતીયા થી આષાઢી બીજ સુધી દરરોજ થતાં દ્વારકાધીશના પુષ્પ શૃંગાર માં મોગરા , ચમેલી , કમળ સાથે જૂઇ ના ફુલો અને કળીઓ નો પણ સમાવેશ થાય છે . જૂઇ નો અર્થ થાય ‌’ફૂલ’ . Jasminum , sweet scented Plant માટે નો એરેબિક શબ્દ ‘yasemin’ નું લેટીન કૃત શબ્દ છે અને ચમેલીની બધી પ્રજાતિના‌ માટે જાસ્મિન તરીકે ઓળખાતું લોકપ્રિય નામ છે . mullai તામિલ , adavimalle , virajaji તેલુગુ , juti આસામી , banamallika ઉરિયા , sucimulla મલયાલમ , sanna malige કન્નડ , yuthika સંસ્કૃત . કાષ્ટ વેલ , ૮ મીટર ની ઊંચાઈ સર કરે . long lived climber . નિત્ય લીલું , સદાપર્ણી , દીર્ઘવત્તાકાર પાંદડાઓ સામસામે trifoliolate નાના પાંદડાં ત્રણ ના સમૂહમાં એકદળ , ashy & velvety ; રુવાંટી હોય અને ન પણ હોય . બાજુએથી નીકળતી પર્ણિકાઓ ઘણી નાની ૪ મીમી વ્યાસ , વચ્ચે ની ૩.૫ સેમી લાંબા ૧.૫ સેમી પહોળા દીર્ઘવત્તાકાર અણીએ ટૂંકા . પાનની નસો થોડી , lowest oblique ત્રાંસી , પુષ્પ કોશ ની નીચેનું નાનું પાંદડું bracts linear ૪ મીમી લાંબી . ફૂલ ની દાંડલી ૫ મીમી સુધીની લાંબી . calix પુષ્પ કોશ ૩ મીમી લાંબું , pubescent રુવાંટી , teeth minute , humorous star shaped 🔯 મજેદાર તારાના આકારના ફૂલ ચમકદાર સફેદ રંગના સુગંધિત – ૧.૫ સેમી લાંબા , ૮ પાંખડીઓ elliptical ૮ મીમી લાંબી . berry સીંગ ‌૫ મીમી વ્યાસ , globose ગોળાકાર , કાળા રંગની . J ovalifolium , J mucronatum , Mogorium trifoliatum નામોની અન્ય પ્ર જાતિઓ . જૂઇ ના ફુલો bridal promise માટે , અપ્રતિમ શ્રદ્ધા ને ઉલ્લાસ માટે જાણીતા છે . Symbolic meanings પ્રતીકાત્મક અર્થ જેવાં કે : પ્રેમ , રોમાંસ , આસક્તિ , મિત્રતા પણું , મળતાવડાપણુ , નમ્રતા , લજ્જા , શીલ , પવિત્રતા , નિર્દોષતા , શુધ્ધતા , સદભાગ્ય , કદર જેવા પ્રતીકાત્મક અર્થ માટે જાણીતા . જૂઇ ના છુટ્ટા ફુલો ની છાબડી મંદિરો ની પૂજા માટે લોકપ્રિય . પેઇન્ટિંગસ માં માનીતું અને કાવ્ય રચનાઓમાં પ્રીતિ પાત્ર . સર્વ દેવ દેવીઓ ના પૂંજા પાઠમાં અને સુશોભન માટે પસંદ : પ્રસ્તુતિ , આલેખન : વિ જયરાજ પૂણે : ૧૮ એપ્રિલ ૨૦૨૧ :

Raindrops on juhi buds : જુહી કળી પર વર્ષા ના બિંદુ
India Post issued two ‘Scented Stamps’ Of 1500 P : 3.0 M & 500 P : 1.0 M & Miniature Plate : 0.5 M On 26 April 2021 On quintessential flowers of Juhi

અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ : ભાસ્કર વોરા : હંસા દવે : ( ૧ ) : : ગાર્ગી વોરા : ( ૨ ) : : ક્ષેમુ દિવેટિયા :

https://youtu.be/q-byRuexwwY

અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ . (૪) હેજી … વ્હાલપ ને વગડે શું ઝબક્યું ગોકુળ . ઓલ્યુ ઝબક્યું ગોકુળ . ઓલ્યુ કેસૂડાં નું ફૂલ . અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ (૪) .                                              ફાગણિયાની ફેટે દીઠું કેસૂડાં નું ફૂલ . ઓલ્યુ કેસૂડાં નું ફૂલ (x૨) હેજી … આંટે આંટે અટવાતું હૈયું થાતું ડૂલ . એનું હૈયું થાતું ડૂલ . ઓલ્યુ કેસૂડાં નું ફૂલ . ઓલ્યુ કેસૂડાં નું ફૂલ . અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ(૪) .                                                            પ્રીતિ ની પાંદડી ને કેસૂડાં નો રંગ . ફોરમ એની ફરકંતી નાહોલિયા ની  સંગ (x૨) . ઓલ્યા નાહોલિયા ની સંગ . હેજી … જોબનિયું જાગ્યું ને એનું વણમાંગ્યુ લ્યો મૂલ . એનું વણમાંગ્યુ લ્યો મૂલ . ઓલ્યુ કેસૂડાં નું ફૂલ . અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ (૪) હેજી … વ્હાલપ ને વગડે શું ઝબક્યું ગોકુળ . ઓલ્યુ ઝબક્યું ગોકુળ . ઓલ્યુ કેસૂડાં નું ફૂલ . અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ (૪) .                — કવિ શ્રી ભાસ્કર વોરા : સ્વર : હંસા દવે : (૧) : સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : આલ્બમ : સંગીત સુધા : :  સ્વર  : ગાર્ગી વોરા : (૨) : : આલ્બમ : પાછલી તે રાતનો પડછાયો ( ૧૨/ ૧૨/ ૨૦૨૩ : ગાર્ગી વોરા ના ગીતો ) અહીં નીચે ક્લિક કરો : :                                                https://youtu.be/80aBUV_bTvc?si=rn0bkjjZRuckfmx3

ફાગણ નો ફોરમતો ફાલ રે ..: સુરેશ દલાલ : માલિની પંડિત : ક્ષેમુ દિવેટિયા :

આજ મારા હૈયા માં ફાગણ નો ફોરમતો ફાલ રે . પિચકારી મારો નહીં , ગિરિધારી લાલ રે . પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે (૨) . આજ મારા હૈયામાં . તારાં તે કાળજાં ને કેસૂડે લાલ લાલ (૨) ઝૂલે મારાં અંતર ની ડાળ . રોમ આ રંગાય મ્હારું , તારી તે આંખના (૨) ઊડતાં અણસાર ને ગુલાલ . રાધિકા નો રંગ એક તારું તે વ્હાલ રે . પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે (૨) . આજ મારા હૈયામાં . મીઠેરી મોરલી ના સૂરતણી ધાર થકી (૨) ભીનું મ્હારાં આયખાનું પોત . અંતર ને આંખના અબીલ ગુલાલ ની (૨) આજ લાગી વ્હાલી મને ચોટ . રાધિકા નો રંગ એક તારું તે વ્હાલ રે . પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે (૨) . આજ મારા હૈયામાં ફાગણ નો ફોરમતો ફાલ રે . પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે (૩) . ગિરિધારી લાલ રે . આજ મારા હૈયામાં . કવિ શ્રી સુરેશ દલાલ : સ્વર : માલિની પંડિત : સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : pending

શોધતો હતો ફૂલ ને ફોરમ ..: ચંદ્રકાંત શેઠ : પ્રણવ મહેતા: ક્ષેમુ દિવેટિયા :

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને . એકબીજાને શોધતાં ગયાં (૨) દૂર , તો આવ્યાં કને . (X૨) . શોધતો હતો ફૂલ ને ફોરમ . ક્યાંક રે આંબો ટહુકયો એની મનમાં મ્હેકી વાત . (૨) . કમળ જેવો ખીલતો દિવસ (૨) પોયણાં જેવી રાત . શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને . એકબીજાને શોધતાં ગયાં (૨) દૂર , તો આવ્યાં કને . શોધતો હતો ફૂલ ને ફોરમ . આંખ મીંચું ત્યાં જૂઇ નું ગાલે અડતું ઝાકળફૂલ .(૨) . મનમાં જાણે લ્હેરવા લાગે (૨) વ્યોમ ની કિરણ ઝૂલ . શોધતો જેની પગલી એનો મારગ શોધે મને . એકબીજાને શોધતાં ગયાં (૨) દૂર , તો આવ્યાં કને . શોધતો હતો ફૂલ ને ફોરમ . કવિ શ્રી ચંદ્રકાંત શેઠ : સ્વર : પ્રણવ મહેતા: સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : આલ્બમ : સંગીત સુધા : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : પ્રતીકાત્મક કાવ્ય રચના નું આત્મલક્ષી ઊર્મિ ગીત જેમાં ‘ હું ‘ ને અભિપ્રેત કરીને પોતાના સમસ્ત શોધ વિશ્વ ને આત્મ ખોજ પરથી સમગ્રતા સાથે મેળ બેસાડી , કવિ શ્રી ચંદ્રકાંત શેઠ , આંતર બાહ્ય અભિવ્યક્તિ થી ગીત સહિત પ્રવાહિત કરવાનો ઉદ્દેશ પૂર્ણ કરી આપે છે . કાવ્યમાં પ્રસન્નતાની લહેર અને ફૂલના પમરાટનું ગાયન ચમત્કૃતિના ચમકારા સાથે , ગુંજતા આવે છે . ‘કવિ મન’ ફૂલને શોધે ત્યારે ફૂલની ‘ફોરમ’ કવિ ને શોધતી હતી . ‘ચાંદ’ ને શોધે ત્યારે ‘ચાંદની’ કવિ ને શોધતી હતી . જેની ‘પગલી’ શોધે એનો ‘મારગ’ કવિ ને શોધતો હતો . ‘શોધ પ્રક્રિયા’ રોચક લાગે તેની સાથે આંતર પ્રતીતિ પ્રગટે કે , “એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને” . જે કાવ્ય નો મુખ્ય તાલસૂર છે . આમ , સંશોધક , શોધ અને સંશોધન triad ત્રિપૂટી રચીને દૈનંદિન , ‘જીવન ક્રમ’ નું નિવેદન કરતા આવીને ભાવક ને મળે છે . તો , શું જીવન ક્રમની સફળતા અને કવિ કર્મ આટલું સીધું સાદું ને સરળ હોય ?!? ‘હું’ ના ‘શોધ વિશ્વ’ ના , કાવ્ય માં રજૂ થયેલ વિવિધ પરિમાણો પરથી સમજણ નો ઉઘાડ મેળવીશું . ફૂલ , પગલી , અને મારગ એ પૃથ્વી ગત ‘દૃશ્ય રૂપ’ તત્ત્વ visual elements છે . જ્યારે , ચાંદ , ચાંદની , વ્યોમ અને ઝાકળ સ્વર્ગિય ‘દૃશ્ય રૂપ’ તત્ત્વ heavenly visual elements છે . ફોરમ ફૂલદાર હોય પૃથ્વી ગત ખરું પણ , spiritual આત્મા નું , આત્મા સંબંધી આધ્યાત્મિક , અદૃષ્ટ તત્ત્વ invisible છે . આ બધાં તત્ત્વ કાવ્યમાં પ્રતીકાત્મક રીતે પ્રયોજાયા છે . ફૂલ નો પ્રતીકાત્મક અર્થ : ” Flowers have a way of bringing people together drawing them from their homes( Clair Ansberry : ફુલો તરફ જતા રસ્તા લોકો ને તેમના ઘરે થી ઢસડી લાવી એકબીજા સાથે ભેગા કરે છે ) . સેંકડો વર્ષોથી ફુલો ને ‘પ્રેમ’ અને ‘રોમાંચક પ્રેમ નિવેદન’ ના પ્રતીક માનવામાં આવે છે . આ ઉપરાંત , ફુલો માનવીય સંબંધો , ભાવનાત્મક લાગણીઓ અને ઉન્નત મનોભાવ પ્રતિબિંબિત કરે . અંતઃસ્ફૂર્તિ , મીઠાશ અને તાજગી ની અનુભૂતિ થાય . કોઈ પણ કલ્પના ગમ્ય લાગણી જે બુલંદ પણે aloud બોલી નહિ શકાતી હોય , તેના કહેણ રૂપે કે પેગામ તરીકે , વિક્ટોરિયન યુગથી (૧૮૩૭ થી ૧૯૦૧ ) ફુલો દ્વારા વ્યક્ત થતી આવી છે . તે સમયની બાઇબલ સાથે રાખવામાં આવતી ‘ફુલો ની માર્ગદર્શિકા’: guidebook of floriography અહીં અસ્થાને હોય વિવિધ ફુલો ના આકાર , રંગ , કદ , દેખાવ અને સુગંધ ના આધારે જે તે ફૂલ સાથે જોડેલા , પ્રતીકાત્મક અર્થ ના , મોટી સૂચિ માં થી પસંદીદા શબ્દાર્થ ની નોંધ લેવી પડે તો : સૌંદર્ય લાવણ્ય ,નૃપત્વ , પ્રિયા – પ્રેયસી, ખાનદાની ,ગૌરવ , જુસ્સો , આદર, કોમળતા , ક્ષમા , બહુમાન , સર્જન, વફાદારી , કુલચિહ્ન , વિશ્વશાંતિ , ભવ્યતા- સમૃદ્ધિ , પાવિત્ર્ય , સચ્ચાઈ , કર્તવ્યનિષ્ઠા , ખુશી , સર્જકતા , કરુણા , શાશ્વતી , પ્રેરક પ્રભુ કૃપા , સુખ , દિવ્યત્વ , કૃતજ્ઞતા , વ્હાલ , સહિષ્ણુતા , હર્ષાતિરેક , મૈત્રી , સંમતિ , જ્ઞાન ખોજ , દર્દ વટી , સંગાથ , નમસ્કાર ‌, દર્શન , સુયાદ , સદગુણો, વિચારવંત , ગેરહાજર મિત્ર/પુત્ર/ પ્રિયજન, વિરલ , વ્હાલી પુત્રી વિગેરે . કાવ્યમાં , કવિ શોધતાં હતા તે ફૂલ ના નામ , રંગ , વર્ણન આપ્યાં નથી . પરંતુ કવિ સ્વયં ‘ફૂલસમ’ હોય એમ ભાવક તરીકે માનું તો હું , ફૂલની પાસે જનાર કવિકર્મ ને ‘કાવ્ય સર્જન’ ની સમજ શોધનાર સાધના સમજીશ . કવિનો ઉદ્દેશ કાવ્ય સર્જન જેને માટે આંતરભાવને વ્યક્ત કરી આપતાં પ્રકૃતિના બાહ્ય જગતમાં સ્થિત અસરકારક ભાવ પ્રતીકોની શોધ કરી હતી : સુગંધિત ફુલો , ચાંદની , પગલીના પદચિહ્નો , મારગ પૃથ્વી સ્થિત હોય સામા આવી મળ્યા જ્યારે , ચાંદ , વ્યોમકિરણો સાથે એકાકાર થવા માટે ઊર્ધ્વસ્થ થવાનું હતું . ફોરમ મહેંક અને ઝાકળફૂલ angelic રક્ષક તત્ત્વો અદૃશ્ય રહી મનમાં સુમેળે ભળ્યા . કળીઓ ઉઘડીને સંપૂર્ણ , વિકસિત સુગંધિત દમદાર ફુલો માં ટટ્ટાર મ્હોરે , પાંગરે . એટલે જ તો સૌ‌ કોઈ relationship સંબંધ ને પાંગરતા સૂચવે છે . In intransitive sense અકર્મક અર્થ માં it is to reach full growth or maturity . In transitive sense સકર્મક અર્થ માં it is to exhibit or deck with other , same or similarly beautiful flowers ( in vaze or for worship or on the stage of flourishing …) . To reach the best or most vigorous stage for a person is called ‘time of flourishing’ . વિકસતો જતો સમય . ‘ઊંચાણે ને ઊંડાણે’ નેમ રાખી , જ્યાં પહોંચ્યા કે પહોંચવુ છે તે જુસ્સાનો તબક્કો . આપણે ભાવક તરીકે ફૂલ ને આ પ્રકારની પાંગરતી , વિકાસ પામતી entity અસ્તિત્વ ધરાવતી જગ્યા ના અર્થ માને સમજીશું . ફોરમ નો પ્રતીકાત્મક અર્થ : આસપાસ ના સૃષ્ટિ જગત નો તાગ મેળવવા શ્વાસ- પ્રશ્વાસ ની ગંધ – સુગંધ ને ઓળખી કાઢતી મનુષ્ય ની સૂંઘવાની ક્ષમતા ઊર્મિ ગ્રાહ્ય ને ઊર્મિલ હોય ચિત્ત ચરિત્ર ને ચેતના ને જાગૃત કરી શકે છે . સ્વત્ત્વગ્રાહિતા Clairalience આ ગંધ – સુગંધ , સંભવિત ભય કે સ્થળ કાળ સંબંધિત , પ્રિયજન – મૃતક – તેને /તમને પસંદ ફૂલ ની સુગંધ હોય શકે છે , જે angel guardian સંરક્ષક ફરિશ્તા 👼તરીકે તેમના પક્ષે થી આત્માનો સેતુ રચીને ગંધ -(ફૂલ) સુગંધ ની સાંકેતિક ભાષા દ્વારા રેખાંકિત રૂપરેખા મોકલી દર્શાવે છે કે તમે ‘જે કરો છો – કરવાના છો’ કે ‘જ્યાં છો’ તે બધું બરાબર છે અને સુંદર છે , સફળ થવા માટે નું છે your feelings are perfectly fine and welcome . So , relax and surrender right there . પૂજ્ય આરાધ્ય ફૂલ ની સ્વર્ગિય ફોરમનું – વ્હાલનું કહેણ , આપણા ‘આત્માનો અંદરુની અવાજ’ છે , જે આપણી સાથે છે , હ્રદયંગમ છે . આંખ મીંચી કે હાજિર . પ્રતીક ઉપરાંત ચિત્રરૂપો , કલ્પન પુરા કલ્પન , ઉપમા રૂપક ના તાત્વિક અર્થ સ્વરૂપે પણ પ્રગટ થાય . કવિ ની અભિવ્યક્તિ ની પ્રક્રિયામાં એકાકાર કર્યા ભાવાત્મક અર્થો ઉમેરાય ને કાવ્ય સર્જન થાય . Ultimate symbol of love make us feel loved and safe . ફોરમ અદૃષ્ટ છે , તેનું ઉદગમસ્થાન – તે ફુલોની પાંખડીઓ , આસપાસ નહિ પણ હોય છતાં તમે તેને શ્વસી લો છો . સાંભળો છો એના સ્વર્ગીય કહેણ ને . A scent recall . સોહામણું , શાતા દેતું , સુકુમાર સુગંધિત ફૂલ જેની ‘સુયાદ’ તમને પણ પ્રિય છે . વૈવિધ્ય અને વિપુલતા ને લીધે બે ફોરમ એક સરખી હોતી નથી . કદરદાન પ્રશંસકો અને પતંગિયા , ભમરા , મધમાખી જેવા કીટકો ને પક્ષીઓ પ્રસરી રહેલી ફુલોની ફોરમ સ્પષ્ટ પણે ઓળખી કાઢે અને તે માટેની શોધખોળની આવડત રાત દિન સમય પ્રમાણે ફોરમની તીવ્રતામાં , ફૂલ દ્વારા વધ – ઘટ થતાં શીખે જેથી બધાં ફુલો નું ફળીકરણ સમયસર થાય . આમ , ફોરમ સ્વયં ફૂલના મદદગાર જીવને શોધવા નીકળી કહેવાય . રિતુ -ઋતુના આંદોલન rhythm પણ મનુષ્ય જીવનને અનુસરે . સુંદર સુગંધિત ફુલો ને શોધીએ , તેની પાસે રોકાઈ ને નિરખી રહીએ ને સમજી ને કોઈ અર્થ કાઢીએ , પ્રેરણા મેળવીએ તો એમાં કોઈ તાજુબી નથી . ફૂલ ને ફોરમ ના પ્રતીક ફુલો નું મહત્વ સમજાવે જે સાહિત્ય , કલા , ઈતિહાસ , ઉદ્યાનનિર્માણકલા , બાંધકામ , વૃક્ષ શાસ્ત્ર જેવા કાર્ય ક્ષેત્રે જબરજસ્ત અર્થપૂર્ણ સંકેતચિહ્ન રૂપ બની રહે . વિસારે પડતાં સંકેતો દ્વારા મનોભાવ , સંવેગો ને લાગણીઓ ને વ્યક્ત કરતાં તેનું મહત્વ એકંદરે સમજાય . સુખદ ઘટનાઓ , તહેવારો ને ઉત્સવો ઉજવવાના મર્મ યાદ આવે . વધુ સંવેદનશીલ , ઉદાત્ત ને ઉન્નત મસ્તકે જીવંત વ્યક્તિત્વ મેળવે . ‘મનોભાવોના ને સંવેગો’ ના અસંખ્ય આવર્તન અને આયામો હોય છે જેમકે , તેના સ્વીકાર માન્યતા ને પર્યાપ્તિ ; નિયંત્રણ ને અવરોધ ; નિષેધ સંઘર્ષ ને વિમુખતા ; સ્થિરતા , અસ્થિરતા ને દુરવસ્થા ; પ્રકૃતિ , ઘડતર ; દિશાબોધ ને પરિપક્વતા ; એકતા , સમાયોજન , સંગ્રહ વિગેરે . emotions ના આ catalysts ‘ઉદ્દીપનો’ ને ભાવમય કરવામાં મદદરૂપ ફુલો ને શોધવા કવિ ની જેમ નીકળીએ . વખતે , ત્યાં ફોરમ શોધતી આવી મળે .. .. ‘તો આવ્યાં કને ની અર્થ પૂર્ણતા’ : કોઇપણ બે વ્યક્તિઓ વચ્ચેના સુસંગત માનવ- સંબંધોની કડી જન્મજાત કૌશલ્ય અને સહજતા ઉપરાંત , શીખી શકાતી કુનેહ સાથે સંબંધિત હોય શકે છે . કશુંક જોડનાર હોય ત્યારે પરિચિત સાથીઓ વચ્ચે નિકટતા જન્મે અને સંબંધ પાંગરે . વિશિષ્ટ સાહચર્ય સબબ હેતુસર ના નિમિત્ત , ઉદ્દેશ સાંકળી લેવામાં ક્રીયાન્વિત બિરાદરી નોંધપાત્ર કાર્ય કરે . ગાઢ સંપર્ક કેળવ્યો હોય . એકબીજામાં અંગતતા , વ્યક્તિગતતા ઉચ્ચતર સ્તરે વિકસતી રહી હોય . વારંવારની મુલાકાતો , વિચાર સરણીના આદાન પ્રદાન , intuitive અંતઃ પ્રજ્ઞાન્તક વિશ્ર્લેષણ , સન્માનનિય બુધ્ધી મત્તા ને લાગણીશીલતા ના લક્ષ્યાંક પાર પાડયાં હશે . ભિન્ન હોય કે મજિયારો , રાહ , વિરોધાભાસી નહિ પણ સુસંગત હોય . પક્ષ , વાદ , વિવાદ ને તર્ક ને વચ્ચે લાવ્યા વગર વ્યક્તિઓ કે તેમનાં જૂથ , નજીક થી નજીકતર આવી ‌મળે ત્યારે beauty & joy રમણીય વાતાવરણ અને હર્ષોલ્લાસ છાઈ રહે . સર્વથામાન્ય ધ્યેય ને માપદંડો , સ્વાતંત્ર્ય , માનવતા , કરુણા ને હમદર્દી , સ્પષ્ટ સમજ , દિશાનિષ્ઠા ને દૂરદર્શિતા તથા , ચેતનવંતુ કાર્યક્ષેત્ર , આ વ્યક્તિઓ ને તેમના જૂથ ના અંતઃકરણ ને શુદ્ધતા અને જાગરૂકતા દ્વારા એકાત્મ કરી શકે ત્યારે વ્યક્તિગત ‘સ્નેહ ગાંઠ’ અને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મોરચે ‘સુધારક – ઉદ્ધારક અસરો’ જગાવી શકે . જેમાં , એકબીજા ની કને /જોડે આવવાની – સાથે મેળ મેળાપથી દૂર સદૂર પહોંચવા ની શક્યતાઓ જોવાઈ હોય છે . એકબીજાને અનુકૂળ થવાની ને કેટલીક છૂટછાટો સાથે એકજીવ થવાના તથા સ્પર્ધાભાવ અને rivalries ને ભૂલી જવાના , સંગ – સોબતમાં – એકજૂથમાં , રાષ્ટ્રીય ચળવળો વિ . માં અનુસર્યા ના દાખલા જોવા મળે . caring all , sharing all resources . ત્યારે , એકબીજાની કને આવતા ‘હું’ નું ‘પોતાપણું’ સમગ્રતા તરફ જતું પ્રગટ થાય . આમ ‘કને આવવું’ એટલે એકબીજા સાથે ‘જોડાવું’ unite થવું , join થવું , combine થવું દા. ત. United States જેમાં કંઇક સારો એવો loss થાય જોડાણ કરનારની identity માં જ્યારે combine થવામાં દા. ત. Jazz & Rock combine together to create a new music જેમાં , ધીમે ધીમે ભળી જનાર તદનુસાર identity ગુમાવે . A mutual treaty connects the two Nations with a little or no loss of identity કારણકે , કનેક્શન ઉપરચોટિયું છે . જ્યારે Joined forces in an effort to win જોડાણ કરનારની નિકટતા અને સંબંધિત સંપર્ક પર આધારિત ઘટના સૂચવે . તો , link થવાની ઘટનામાં સાંકળ ની કડીરૂપ strong connection સમજી શકાય જે અવિચ્છેધ્ય હોય , જુદાં નહિ પડે અને છતાંય identity હંમેશાં રહે , દા. ત. ગાંધીજી નું નામ સત્યાગ્રહ અને અહિંસા સાથે હરહંમેશ જોડાયું રહેશે . Also AFL – CIO બે અમેરિકન ટ્રેડ યુનિયનો નું જોડાણ .વિચાર સાથે / એવી સંસ્થા સાથે સંકલિત થવામાં , હકીકતે સાચું અને માની લીધેલું , એ બે વચ્ચેનો બયાન કરી શકાતો ભેદ સંબંધ relate કરીને જાળવી રાખેલ થતું તાર્કિક જોડાણ logical connection સૂચવે , દા. ત. ગાંધી પીસ ફાઉન્ડેશન કે કોઈ સેવાદળ સાથે જોડાવાની ઘટના . Water droplets 💦 unite into a single pool એ ઘટના કેટલું બધું સૂચવે . સહ્રદયી વ્યક્તિઓ અને તેમના સમૂહ ભેગા મળીને સ્વયંપૂર્ણ ક્રીયાશીલ એકમ બનાવે . પૃથક્ હોય કે સંયોજન , જળ તો જળ જ રહેવાનું . મુખડા ની પંક્તિઓ : ” શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને . એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને . ” ‘શોધવું’ એટલે ‘ખોળી કાઢવું’ . જાણ -શોધ – ખોજ થી આગળ , નિરીક્ષણ ઉપરાંત ‘ઊંચાણે ઊંડાણે’ , સુક્ષ્મ ‘જાંચ – પરખ’ એસર્ટેન્મન્ટ ‘asceteinment’ કરવાની ટેવ સંશોધનમાં પરિણમે . હેતુ , ખબર , ઝાંખી , અવલોકન સભાનતા ,અભ્યાસ , વિશ્ર્લેષણ અને આકલન ક્રમવાર સત્ય નક્કી કરી આપે . ક્યારેક ઉકાંસવું પડે – dig out to ferret out . Searching to discover . ત્યારે રહસ્ય છતું થાય . We get wind of ભાળ મેળવો . પ્રાણીઓ સુંઘવાથી શોધે . મનુષ્યે આદિકાળથી લોચનો દ્વારા દૃષ્ટિ વિષયક શોધ સંશોધન કરી વિકાસ કર્યો . Omnivorous સર્વાહારી પૂર્વજોની વૃક્ષ , વેલા , છોડ , પાન , ફુલો , ફળો અને તેના પર નભતાં પ્રાણીઓ ની શોધ કરવાની , વર્ગીકરણ ને લેબલિંગ કરવાની ટેવ ખાનપાન ની આપૂર્તિ પણ કરી આપતી . કલર વિઝન સૌથી વધુ વિકસી . જેથી , ચમકદાર રંગો અને તેને લીધે રંગબેરંગી , સુંદર મનમોહક ફુલો એ મનુષ્યો ઉપર આકર્ષણ જમાવ્યું . An odd fixation for flowers since 500,000 years . જેમાંથી ફળો બને જે પ્રાણીઓ અને મનુષ્યો બંને આરોગે પણ સર્વભક્ષી મનુષ્યો માટે ત્યાં આવતાં પ્રાણીઓનો શિકાર સહેલો બની જવાથી મોટી દેણગી બની . મનુષ્યોએ જ્યાં વસ્યા ત્યાં ફૂલઝાડ વાવ્યા . The flower fixated winning people flourished and outbred the flower indifferent cousin groups . કાળે કરીને દર્શન સાહિત્ય કલા ઈતિહાસ , સામાજિકતા , વિજ્ઞાન , ધર્મ , ધર્મમયતા , પુજા પાઠ ના મહત્વ વધતાં , ફુલો ના હાર શણગાર કલગી સાથે રોમેન્ટિક , આધુનિક , ભાવાત્મક , પ્રતીકાત્મક ને આધ્યાત્મિક અર્થો ઉમેરાયા . ફુલો નું દિવ્ય – ભવ્ય અને મધુર ; પ્રેરણાદાયી , સહાયક અને ઉપચારક વૈવિધ્ય વિસ્તર્યું . ફોરમનો માતબર ફાલ મન માનસમાં રોપ્યો પાંગરતો રહ્યો . મેટા ફિઝિકલ અનુભવો ખાસ પળે તાત્ત્વિક મીમાંસા અને આધ્યાત્મિકતા ના થાનક બન્યા . કવિ મન આવું ‘ફૂલદાર હૈયું’ લઈને ફૂલ શોધે ત્યારે ફોરમ સ્વયં શોધતી આવે કવિને અને કાવ્ય- સત્ય પ્રગટે . જેનો કાવ્યાર્થ વિચાર મળે , આપણને . ઓસ્કાર વાઇલ્ડ લખે કે ” Flower blossoms for it’s own joy .” રાજેન્દ્ર શાહ લખે પ્રથમ કાવ્ય સંગ્રહનું પહેલું કાવ્ય : તેની પંક્તિ : ” ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ , ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ . નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સહુ રંગ , મન મારું લઇ જાય ત્યાં જવું પ્રેમને સન્નિવેશે . નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ , પાંશુ – મલિન વેશે . ” પ્રિયકાન્ત મણિયાર ગીત લખે , ” ફૂલ નો પવન લોચન મારે વાયો . આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો . ” ચંદ્રકાંત શેઠ ફૂલ શોધવાની રાહમાં ફોરમ ના સંગાથે ‘કાવ્ય સત્ય’ આપે કે , બંને સંગાથી નક્કી કરેલા સાચાં માર્ગ પર શોધતાં જશે , એકબીજાને અને તેય દૂર સદૂર એટલે કે , સંભવિત ‘ઊંચાણે ને ઊંડાણે’ જ્યાં ખાસ અનુભવોના ઉદ્દીપનો ભાવમય થશે ત્યારે કને આવશે . આમ , ‘હું’ નું ‘પોતાપણું’ પોતે નીકળીને ગોતે સંગાથી ને . Together , they will come upon after a study or an effort . જેને માટે ખાતરી cues and clues મળશે . અહીં મળી છે , ‘હ્રદયંગમ સ્વર્ગીય ફોરમ’ ની વ્હાલ સભર સાંકેતિક કહેણી માં . Humans use an angelic fragrance to shape up their perception of the world around them as well as , well directed goals . આત્મ ખોજ વિકાસ પામતી , પાંગરતી સ્પષ્ટ સમજ સાથે , દિશા નિષ્ઠ મનમેળ સાધીને સહ્રદયી સંગાથે સમગ્રતા સુધી પહોંચવા પ્રતિબદ્ધ છે . ચાંદ નો પ્રતીકાત્મક અર્થ : 🌙ચાંદ – ચંદ્ર 🌒 મનુષ્યો ની વ્યક્તિગત જરૂરિયાતો નું પ્રતિનિધિત્વ પ્રસ્તુત કરે છે . ચંદ્ર કળા ના તબક્કાવાર ઘટના ચક્ર ને ઉર્ધ્વગામી નજરે દરેક સપ્તાહે ને માસે જોઇ જોઇને મોટા થતા આવ્યા જેને લીધે શોધક બુદ્ધિ અને નવું શોધવાની ઉત્કંઠા જાગ્રત થઈ હશે . જેમાં , કોઈ શોધામણી આપવાની હતી નહિ . Free કોઈ લાગત નહિ , ખર્ચ નહિ . બીજ અંકુરિત થાય , કળીઓ બેસે , ફુલો ખીલે ને છેવટે કરમાઇ જાય અને આ ક્રમ ઉપરા ઉપરી ચાલ્યા કરે . ત્યાં સુધીના ઘટના ચક્ર જેવું જ moon cycle છે, આ જે સંપાદિત જ્ઞાન- ઉર્જા ને સ્વયં સાથે પૂર્ણ પણે સંકલિત કરવામાં પ્રેરિત કરે . ચંદ્ર કળાના આઠેય તબક્કાના ઉજાસના , વ્યક્તિગત સંશોધન ઉપર શોધિતવર્ધિત પ્રભાવ પાડનાર ભાવાર્થ છે . (૧) new moon : ‘નવી શરૂઆત’ સૂચવે . પૃથ્વી વચ્ચે હોય સૂર્યપ્રકાશ ચંદ્ર પર પડે નહિ. પ્રતિપદા હોય દેખાય નહિ . (૨) waxing crescent moon : waxing એટલે વધવું . ચંદ્ર પ્રકાશનું અજવાળું વધતું જાય . crescent એટલે અર્ધાથી ય નાનો – ઓછો પ્રકાશિત ચાંદ જે સૂચવે ‘ઈરાદો’ . (૩) first quarter moon : કહો ને , ‘આધા હૈ ચંદ્રમા’ . બાકીનો અર્ધ ભાગ છાંયાગ્રસ્ત shadowed જે ‘નિર્ણાયક કાર્યો’ કરવાનું decison making સૂચવે . (૪) waxing gibbous moon : પુખ્ત થતો ચંદ્ર અને વધતો જતો ઉજાસ . gibbous એટલે અડધાં કરતા વધારે પ્રકાશિત ચાંદ જે સૂચવે refinement ‘શુદ્ધ’ થાવ – ‘સંપૂર્ણ’ બનવાનું – ‘અનોખાં’ થવાનું . (૫) full moon : સૂર્ય ☀️ પ્રકાશ સમગ્ર ચાંદને પ્રકાશિત કરે . પૂર્ણિમા નો પૂર્ણ કળાએ ઉગ્યો ચાંદ જે સૂચવે release and sealing of intension . કોઈ ‘બંધન નહિ’ . ઓછા – વધુ કદનાં ‘દેખાવથી છૂટકારો’ . (૬) waning gibbous : નિસ્તેજ થતો જતો ચાંદ અને ઓસરતુ જતું અજવાળું . અડધાં કરતા વધારે પ્રકાશિત ચાંદ જે સૂચવે gratitude ‘કૃતજ્ઞતા’ , ‘ઉપકારવશતા’ . ‘આભારી થવાનું’ . (૭) third quarter : પ્રકાશિત અર્ધ ચંદ્ર . મ્લાન ચંદ્ર , પણ વિપરીત સાઇડ પહેલાં કવાર્ટર કરતા વધુ સારી દેખાય – ‘સુધારો’ . બાકીનો અર્ધ ભાગ છાંયાગ્રસ્ત , shadowed જે સૂચવે forgiveness ‘ક્ષમા વૃત્તિ’ . ‘છૂટછાટ’ આપી , જાવ . (૮) waning crescent : પાછો હઠતો ચાંદ . ચંદ્ર પ્રકાશનું અજવાળું ઘટતું જાય . અર્ધાથી ય નાનો – ઓછો પ્રકાશિત ચાંદ જે સૂચવે surrender ‘સમર્પણ’ , ‘શરણ’ . અધિકાર જતો કર્યો , બસ ?!? (૯) new moon : પૃથ્વી પરથી દેખાય નહિ . moon cycle ફરીથી શરૂ જે સૂચવે ‘નવી શરૂઆત’ . ક્લિક કરો અને જુઓ phases of the moon https://youtu.be/1sj2otIjZfM આમ , કલાધર આકારપરિવત્તૅ સોહંતા ચાંદ તેના અજવાળાં સાથે વિકસતા રહેવાનાં અને સંકોચન નાં ‘ચાવીરૂપ પ્રેરણાભાવ’ સૂચવે cues and clues . આપણા સાહિત્યમાં સહ્રદયી પૂર્વજોએ moon cycle ને અનુવર્તિને સોળ ચંદ્રકળાઓમાં સૂચિતાર્થ કહ્યાં તે પ્રમાણે : ૧. અમૃતા (ફૂલ વેલની કળી , અમી , સુધા) ૨. મનાદા ૩. પૂષા ૪. પુષ્ટિ (સમર્થન) ૫. તુષ્ટિ (ખુશી , પ્રસન્નતા) ૬. રતિ (પ્રીતિ , આસક્તિ , શૃંગાર ભાવ , બળ) ૭. ધૃતિ (ધૈર્ય , સ્થિરતા , ખામોશી) ૮. રાશિની ૯. ચંદ્રિકા (બીજનું સુશોભન , અર્ધ ચંદ્રા કાર મુગુટ) ૧૦. કાંતિ (શોભા , સૌંદર્ય , તેજ , આભા , પ્રભા , નૂર) ૧૧. જ્યોત્સના (ચાંદની , ચંદ્રનો પથરાયેલો પ્રકાશ , દીપ્તિ , કૌમુદી , મનોહરતા , ‌) ૧૨. શ્રી (લક્ષ્મી , ઉન્નતિ , ચઢતી – પડતી) ૧૩. પ્રીતિ (પ્રેમ , હેત , સ્નેહ , ભાવ ,અનુરાગ) ૧૪. અંગદા ૧૫. પૂર્ણા ૧૬. પૂર્ણામૃતા :: છે ને ! સોળે સોળ ચંદ્રકળા feminine. ભક્ત કવિ દયારામના પદની પંક્તિ છે : કદાપિ નંદકુવરની સંગે નહિ બોલે કારણકે , ” હો , મુને શશીવદની કહી છેડે .. ચંદ્ર બીમ્બમાં લાંછન છે વળી , રાહુ ગળે ખટ્ર માસે રે , પક્ષે વધે ને પક્ષે ઘટે કળા , નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે . હવે સખી નહિ બોલું , નહિ બોલું , નહિ બોલું રે . દયાના પ્રીતમને કહે સખી , જ્યું શશીમુખ સરખું સુખ પાશે …” મનુષ્ય અને ચાંદની એકબીજાને શોધે છે . સુખનો કેવો રહેશે સંયોગ !?! ‘ચાંદની’ નો પ્રતીકાત્મક અર્થ : ખૂબ જ શક્તિશાળી નારીગત – સ્ત્રૈણ ઉર્જા ને પ્રતિબિંબિત કરનાર ‘ચાંદની’ જ્ઞાન – વિદ્વત્તા , અંતદૃષ્ટિ , જન્મ , મરણ , પુનર્જન્મ , દિવ્યતા સાથે જોડનાર સેતુ રૂપ છે . ચંદ્ર , ચંદ્રનું સ્ત્રી- સ્વત્ત્વ અને સર્જક (કવિ) ની મેળ – સંગતિમાં સ્વરસ્ત્રૈકયૈ રચાતા નારી સમાન તરલતા , જન્મજાત‌ સર્જનશક્તિ ના બદલાવ ની વિશિષ્ટ ખાસિયતો ના સમાવેશ થવા જોઈએ . ચાંદનું સ્વર્ગીય ‘દૃશ્ય રૂપ’ તત્ત્વ પૃથ્વી પર પથરાયેલી ચાંદનીના આભા- ઉજાસ , જ્યોત્સનાના મૂર્ત સ્વરૂપે કાવ્ય રચના ની સહજ સમજ સાથે કવિ ની સહયાત્રી બની શકે . ચાંદની , સૂર્ય પ્રકાશથી ૪ લાખ ઘણી ઓછી રોશન હોય – ફિક્કી લાગે . ચંદ્ર ની ભૂખરી સપાટી પરથી પરાવર્તિત હોય ઉજળો સફેદ પ્રકાશ આછી આસમાની ભૂરી ઝાંય પકડે જે પૃથ્વીના વાતાવરણમાંથી ફીક્કી પીળી થઇ પથરાય . ચંદ્ર નીય supermoon ની ૦.૩૨ lux વધુમાં વધું , નહિતર માંડ ૦.૦૫ થી ૦.૧ lux ની આછી રોશનીમાં આપણાં લોચન ફક્ત આકાર – છાયાં જુવે ને તેય કાળાં ધોળાં . તોયે , ચાંદ નયનરમ્ય લાગે . કવિએ ગીતમાં ‘હળુંક’ કહ્યું છે તેવી જ રીતે હળવા ફુલ થઈ જવાય જ્યારે મીટ માંડીને ‘ઊંચે વ્યોમ’ જોઈ રહીએ , ઝગમગતો ‘ચાંદ’ . નકર્યું વિસ્મય . નિરાંત . મોહિની . બ્રહ્માંડ સાથે , તેના ખગોલિય પિંડ સાથે એકરૂપ થતાં હોવાનું સંવેદન ચકિત કરે . આપણે બ્રહ્માંડ નું જ અંશ તત્વ છઇએ એમ માની શકીએ . Moonlight ૨૦૧૬ની ફિલ્મ/ નોવેલ માં એક બ્લેક મેન બીજા બે પાત્રો સહિત ૩ તબક્કાના જીવનમાં પોતાની identity શોધે છે under the moonlight જેમાં બ્લેક , ભૂરો – ભૂખરો દેખાય (જુઓ ચિત્ર નીચે). ‘બ્લેક’ અમેરીકન બીબાંઢાળ માન્યતા કે તોફાની , હિંસક ધાંધલિયા જ હોય એમ સૂચવે . મૂન લાઇટ , અંતસ્થ સ્વત્ત્વ નું પ્રતીક છે જેમાં રહીને ‘પોતાપણું’ શોધવાનું છે. ત્રણ પાત્રો અંગતતા અને ભાવમય તા એકબીજા સાથે શેઅર કરે છે . પવનના સૂસવાટા સાથે કહે છે કે સમાજે કહ્યો ને પોતે ઓઢયો અંચળો ઉતારવો જ પડે . One should be true to themselves and be who they are . જોરવાળા મસલમેન બનવું છે કે વગદાર ધનવાન જે સમાજે સૂચવેલ અવરોધક દિવાલ: stereotyped ID છે . કથાનકની ઘટનામાં દર્શાવ્યું હતું તેમ અંતરથી જવલ્લે જ બદલાયાં એવી સભાનતા જાગૃત થતાં ત્રણમાંથી એક ‘યંગ મેન’ ફિલ્મ દર્શકો અને પાત્રો વચ્ચે ની 4 th wall ‘ચોથી હસ્તિ – આડી દિવાલ’ ને તોડી નાખી સૂચવે છે કે કોણ છઇએ તે જાણવા ‘અંતસ્થ પોતાપણું’ સમજી તેજ રીતે ખુલ્લા દિલથી જીવો તો મથામણોના સૂસવાટા વાતા રહેતા હશે તેમ છતાં tranquility ના પ્રતીક breeze ‘લહેર’ની પરમ શાંતિ ને સ્વસ્થતા મળે . તમારો નિર્ણય અન્ય કોઈ લઈને ધરી ના શકે . ‘ચાંદની’ છે ‘જ્યોત્સના’ idfying energy નું પ્રેરણાદાયી પ્રતીક . કવિ શ્રી ચંદ્રકાંત શેઠ ગીતના દ્વિતીય અંતરામા કહે છે : ” મનમાં હળુંક લ્હેરવા લાગે , વ્યોમની કિરણ ઝૂલ ” . પણ, તે પહેલાં પ્રથમ અંતરા ની પંક્તિઓ : ” ક્યાંક રે આંબો ટહુકયો એની મનમાં મ્હેકી વાત , કમળ જેવો ખીલતો દિવસ , પોયણાં જેવી રાત . શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને . એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને . ” પ્રથમ શબ્દ “ક્યાંક રે” સૂચવે છે કે કોઇક જ સ્થળે , “આંબો ટહુકયો” , એમાં ધ્વનિ કલ્પન ની મીઠી ટાપસી પુરતી પ્રકૃતિજન્ય તત્વનું ગુંજન છે જે કવિના મનમાં ના સ્થગિત સંવેદન પ્રતિ હાજિયો ભણે છે . સમજીશું ZOONOSIS તરીકે ઓળખાતી આ ઘટનારીતી . એક રીતે તેના Plantae Kingdom માંથી આંબા વૃક્ષ નું Animal Kingdom માં jumping થયું . SARS CORONA V2 વાયરસે કૂદકો માર્યો અને જાણો છો કે Animal / Human Virus બનીને COVID 19 ની મહામારીમાં કરોડો લોકોનાં મૃત્યુ , માંદગી અને અંધાધૂંધી / શોરબકોર વાળી અત્યંત દયનીય સ્થિતિ હ્યુમાનિટી ઉપર તોળાઈ રહી છે . A Pandemonium across the Whole World is still continuing . ‘વાયરસ નો મારો’ ‘ક્યાંકારો’ અપશુકનનો શબ્દ , એ કંઇ થોડો ટહુકાર કરે ?!?! અહીં કોયલ /કોકિલા નું un – snapping થયું છે . મહાકવિ નાનાલાલ લખે કે : ” ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણ મંત્ર , ટહુકે તારલિયાના મોર . વિરાટનો હિંડોળો ઝાકમઝોળ . કે આભના મોભે બાંધ્યા દોર “. અહીં , ‘ટહુકાર’ ના શ્રવણ કલ્પનની ‘વાત’ કવિ મનમાં મ્હેંક રૂપે ઉભરતી આવી મળે છે . સુગંધના – પમરાટના આ કલ્પન ની ‘વાત રાખી લેવામાં’ , ‘વાત ઉપાડી લેવામાં’ કાવ્ય વિષયક ને ઉપકારક બની જાય છે . દ્વિતીય પંક્તિ ના પ્રથમાર્ધ માં ☀️ ‘સૂર્ય વિકાસી’ ” કમળ જેવો ખીલતો દિવસ ” અને શેષાર્ધ માં 🌒 ચંદ્ર વિકાસી “પોયણાં જેવી ‘રાત” ની વાત કાવ્યાર્થ શોધવા પ્રેરે છે . . . અને કવિ કહે છે : ” શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને ” . દિવસ તો ખીલ્યો પણ રાત નું શું થયું હશે ?!?! કમળ અને પોયણાં બંને માં સફેદ લાલ ગુલાબી ( બહુધા ) , આસમાની ને કાળું પણ ફૂલ આવે . સૌથી વધુ સુંદર પદમક / અરવિંદ ( ગુલાબી ) , શતપત્રી ( વધુ રતાશ પડતાં સફેદ ) , નલિન ( સફેદ ઝાંય ) કમળ માં સુગંધ હોય કે ન પણ હોય . સુગંધિત કમળ શોધવા મહેનત કરવી પડે . વધુ ખુશ્બુદાર સૌગંધિક ( પીળાશ પડતાં સફેદ કે લાલ ) , પુનડ્ડરિક ( પુંડરિક – તિલક આકારની પીળા – સફેદ ) , ઘણું જ સુંદર કુમુદ ( આછાં ગુલાબી ) અને નલિન ( સફેદ ) પોયણાં ને સંસ્કૃત માં ઉત્પલ નીલરંગી કુમુદ પણ કહે . કમળ અને પોયણાં ના ખીલવા ની અવસ્થાનો ભેદ છે . કેટલાક પોયણાં ( ઉત્પલ ) પૂર્ણ પણે ખીલતા નથી ને પાંખડીઓ અપરિપક્વ માંસલ નથી હોતી . કમળ ‘સર્જનહાર નું ફૂલ’ flower of the Creator છે . કમળ પોયણાં , નાજુક , મીઠ્ઠી અનુપમ સુગંધ , શોભા આકર્ષકતા જ નહિ , ખુશી ની વિપુલતા , દિવ્યત્વ , પ્રકાશ દર્શીલ બોધ , તાજગી , શુદ્ધતા ને પાવિત્ર્ય સૂચવે . કાદવ ભર્યા પાણીમાં સુંદર સસ્મિત તરતા રહીને પવિત્રતા અને સૌંદર્ય ના પ્રતીક કમળને નીરખીને ગીતા નું કથન સ્ફૂટ થાય : ” જે વ્યક્તિ સ્વકર્મ કોઈ પણ આકર્ષણ વગર કરે અને તેના પરિણામ પ્રભુ ને સમર્પિત કરી દે છે તે કમળના પર્ણ પાંખડીઓ ની જેમ પાણીમાં હોવા છતાં સૂકો unaffected રહે છે . ‘ઝૌ દુન્યી’ કનફયુસ્યસના શિષ્ય કહે છે કે : “હું કમળને ચાહું છું કેમકે તે કાદવમાં ઊગવા છતાં પણ બેદાગ છે”. વિચારશીલ વ્યક્તિ જ્ઞાન વિજ્ઞાન ની પરિસ્થિતિ અને પ્રકૃતિ ને સ્વીકારે , પોતાની સહજ વૃત્તિ ને સ્વભાવ ઉપર કાબૂ મેળવી બુદ્ધિ પૂર્વક નિર્ણયો લઈ ઉપર પાણીની સપાટી તરફ ઉર્ધ્વ ગતિ થી પ્રયાણ કરે , દુઃખ – મુશ્કેલી ના જોર સામે ખોટો શોર બકોર ના કરે અને સ્વભાવગત ગુસ્સો કર્યા વગર – ઝગડા કર્યા વગર પાશવી જાળવાળા કાદવમાં અને બુદ્ધિગમ્ય સ્વભાવના મીઠાં પાણીમાં – બંને વચ્ચે સફળતા પૂર્વક રહે . અને પછી ઊભરી આવીને સપાટી પરથી બહાર હવામાં ઉર્ધ્વસ્થાન મેળવે તેની સફળતા અને જીવન આધ્યાત્મિકતા ના પ્રતીક છે . આવા પ્રાજ્ઞ મુગ્ધ મનુષ્યો કમળ – પોયણાંની જેમ અપરિપકવતામાંથી પરિપક્વતા તરફ ગતિમાન અને સુગંધ વિખેરતા સર્જન ના કાર્યો ના દ્યોતક છે . કમળ રસિકત્વ ના જ્યારે પોયણાં આત્મા ના પણ પ્રતીક છે જે આકાશી heavenly તત્ત્વ ચાંદ પ્રત્યે મિલનોત્સુક ઝંખના સેવતું મનુષ્ય મન પણ સૂચવે . આંતરમન ની શક્તિઓ સર્જનાત્મકતા માટે પ્રયોજવામાં માનવજાત માટે શ્રેયકર ધ્યેય છે . કમળ સૂર્યોદય થતાં ખીલે અને સૂર્યાસ્ત થતાં પુનઃ પાંખડીઓ બીડાઇ જાય વળી પાણીમાં થોડું અંદર પણ ઊતરી જાય . ગુલાબી રંગનું અરવિંદ : પત્ર , પુષ્પ , ફળ , બીજ ની દૃષ્ટિએ સૌથી મોટું , સૌથી વધુ સુંદર . બંધ થતી અને ઉઘડતી પાંખડીઓ આત્મા સંબંધી વિકાસ ને વિસ્તાર તથા સૌંદર્ય સંબંધિત શુદ્ધતા નિર્દેશિત કરતી પ્રેરણા આપે . Purity of body , speech and mind as if floating above the murky waters , of material attachment and physical desire . પોયણાં ના ઊર્ધ્વસ્થ સાદ ઝીલી કવિ મન ચંદ્ર મયી પ્રતીકાત્મક અર્થના આસપાસના સ્પંદનો રેલાવતા ‘ચાંદને’ શોધતું રહ્યું ત્યારે ‘ચાંદની’ સામેથી કવિ ને શોધતી રહી હોય છે . ચાંદ અને ચાંદની ના પસંદીદા પ્રતીકાત્મક અર્થ સાથે એકાકારી સંયોગ કાવ્ય સર્જન ના મારગ તરફ નિઃસંદેહ લઈ જાય . આ ચાંદ અને તેની ચાંદની સમસ્ત વિશ્વ કવિતાને પ્રકાશિત કરે . તેમાં , ઉદાહરણરૂપ સમજીએ તો જાપાનીઝ માત્સુઓ બાશો ના હાઇકુ , કિન્ડાઇ શી, જેન્ડાઇ શી ને જીકોન શી આધુનિક કવિતાઓ હોય , હોમર ( work of imagination ) , ચાર્લ્સ બોદલેઅર , રેઇનર મારિયા રિલ્કે , પોલ વાલેરિ જેવા ફ્રેન્ચ કવિ ઓ , વર્ડઝવર્થ , શેલી , બ્રાઉનિન્ગ , શેક્સપિયર , જ્હોન કીટ્સ ( રોમેન્ટિક ઇમેજરી / ઈન્દ્રીય રાગ ) , એડગર એલન પો ( Gothic Poet ) , રોબર્ટ ફ્રોસ્ટ , મયા એન્જેલો , રાલ્ફ વાલ્ડો એમર્સન , લેગસ્ટન હય્યુજીસ , સિલ્વિયો પ્લેથ , બુકોવ્સકી , સિલ્વરસ્ટેઇન જેવા અમેરિકન કવિઓ , દાન્તે વિ. પરના એલિયટ અને એઝરા પાઉન્ડ ના લખાણો , new humanism , neo realism , progressive , mixed free style ની ( આપણા પુરાણો , વેદ ઉપનિષદો ભાગવત ને ગીતા તથા પંડિત યુગથી આજ સુધીની આપણી ) સમકાલીન આધુનિક કવિતાઓ તરફ ધ્યાન ખેંચાય . અને તેનો વિનિયોગ પોતાપણું વ્યક્ત કરતી પ્રતીકાત્મક આત્મલક્ષી ને પરલક્ષી કવિતાઓમાં ઉપકારક નીવડે તો ચાર ચાંદ લાગી જાય . એ પણ એકબીજાની કને આવવાનાં શ્રેયકર સંયોગો . દ્વિતીય અંતરાની પંક્તિઓ : ” આંખ મીંચુ ત્યાં જૂઇ નું ગાલે અડતું ઝાકળફૂલ . મનમાં હળુંક લ્હેરવા લાગે વ્યોમની કિરણ ઝૂલ . શોધતો જેની પગલી એનો મારગ શોધે મને . એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને . “ આંખ મીંચાઈ હોય તેની સાથે તરત જ જૂઇ નું ‘ઝાકળફૂલ’ ગાલે અડવાના સંવેદનની પ્રતીતિ થાય છે તેમાં દૈહિક સંપ્રજ્ઞતાની organic image દર્શાવીને સુક્ષ્મ , ગૂઢ , તાત્વિક આધિ-ભૌતિક અનુભવ metaphysical experience રજૂ કર્યો છે . જૂઇ નો અર્થ થાય ફૂલ . અહીં ગાલે અડતું ફૂલ જૂઇ નું ‘ઝાકળફૂલ’ છે . હકીકતમાં , જૂઇ નું ફૂલ નાનું ને તેની પાંખડીઓ પાવડરી સાટીન ચમકદાર હોય છે જેનાં પર જળના ટીપાં ટકે નહિ . અલબત્ત , જૂઇ ની કળી ઉપર ટકી રહે કેમકે તે પાંખડીઓ નો નીચેની બાજુનો પાછળ નો જુદો ભાગ છે . જુઓ અહીં નીચે : વર્ષા બિંદુઓના ટીપાં ટપકાવતી જૂઇ ની કળીની ઈમેજ . કુદરતના નિયમ ને વટાવી જતાં આકલન બહાર ના કલ્પનો કવિતામાં જોવા મળે ત્યારે ચમત્કૃતિ સર્જે છે . કાવ્ય સંવેગી અને સંવેધ્ય હોય એનો જુસ્સો કલ્પનો ના સુક્ષ્મ ગૂઢ રહસ્યવાદી અમૂર્ત સ્વરૂપને અનુભવી શકાય ને સમજી શકાય તેવા સમાવેશ માટે સક્ષમ છે . આ ‘જૂઇ’ (ની કળી) સ્ત્રી. છે : સંભાવ્યતા છે કે તે કોઇ હ્રદયંગમ આંતરમન સ્થિત ‘પ્રિયજન’ હોય છે ફીઝીકલી ગેરહાજર છે . ઝાકળના heavenly સ્વર્ગીય દૃશ્ય રૂપ તત્ત્વ નું પૃથ્વી તત્ત્વ ‘ફૂલ’ સાથે સંયોગ થતાં રચાયું ‘ઝાકળફૂલ’ એક એન્જલિક સેતુ રચીને કવિ મનમાં ગાલે અડતું “સ્પર્શ નું કલ્પન’ બનીને “thermally negative ‘હૂંફ’ સર્જે છે જેની મનની ટાઢક શાતા દેતી સંવેદનીય થઇ રહે છે . જે પછી ની પંક્તિમાં હળું હળું ધીમે-ધીમે ફરફરવા લાગે , મનપવન માં ” હળુંક લ્હેરવા લાગે ” , સંચારિત તરંગો પરે ફરકવા લાગે એવું , ગતિશીલ ચિત્ર નું કલ્પન બને છે . કવિએ એને નામ આપ્યું છે : “વ્યોમની કિરણ ઝૂલ” . ‘વ્યોમ’ શબ્દ વ્યાપકપણે નભ જ નહિ પણ સૂરજ ચંદ્ર ગ્રહ તારા મંડળ , સમસ્ત બ્રહ્માંડ ને સમાવિષ્ટ કરે જેનું કાવ્યમાં un snapping થયું છે . આખરે , કરોડો અબજ પ્રકાશવર્ષ દૂરના પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા ને તેને ઝીલી શકવા સક્ષમ છે વૈજ્ઞાનિક ઉપકરણો . જ્યારે , અહીં તો કવિમન heavenly સ્વર્ગીય દૃશ્યાત્મક “વ્યોમની કિરણઝૂલ ” મનમાં જાણે ધીમે ધીમે લ્હેરવા લાગે એમ અનુભવે છે જેમાં ‘અવકાશ બોધ’ નું કલ્પન expansive image પ્રયોજાય છે . ‘મારગ’ નો પ્રતીકાત્મક અર્થ : The Road : કોઇ દૂર્ઘટના સંકટ પૃથ્વી પરે વિનાશ નોતરે પરંતુ મારગ roads ને લુપ્તપ્રાય ના કરી શકે . ઉદાહરણ તરીકે ( ચિત્તાગોંગ – કાબૂલ વચ્ચેનો ) મૌર્ય સમયનો ઉત્તરા પથ / શેરશાહ સૂરીનો સડક એ આઝમ / ગ્રાન્ટ ટ્રન્ક (GT) રોડ , (ચીન xian – Istanbul યુરોપ વચ્ચેનો ) સીલ્ક રોડ : Images માટે જુઓ નીચે : વ્યાપાર , ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ના આદાન પ્રદાન અર્થે વિવિધ શહેરો અને ભૂખંડ માં આવેલા દેશોને જોડતાં મુસાફરી ના રસ્તાઓ ને મારગ પ્રભાવશાળી અનિવાર્યતા પુરી પાડે unifying force થઈ રહે અને અસંખ્ય માનવોના વિકાસ જીવન વ્યવસ્થા ને જરૂરિયાતો માટે જરૂરી આયોજન થી અદ્યતન પરિવર્તન માં મહત્વનું પરિબળ નીવડે અને સંકલિત થતાં લોકો એકબીજાની નજીક આવે . સ્થળ પ્રદેશોમાં અશાશ્વતી અને હાનિ ભર્યા જોખમો આવે કે આંતરવિગ્રહ civil war નો ભોગ થવાનું આવે કે કેટલાક ધાર્મિક સમૂહો ને રુખસદ / દેશવટો આપતા નવા શાશકો expelling state ની જેમ કૃર કૃત્યો આચરે . ત્યારે , ખૂબ મોટી સંખ્યામાં લોકો હિજરત કરીને આસપાસ ના દેશોમાં સ્થળાંતર કરે અને survival માટે જૂના પૂરાણા રસ્તાઓ ને મારગ શોધે . ટ્રેન , બસો બંધ રહેતા ૨૦૨૦ના લોકડાઉન સમયે , વિવિધ રાજ્યોમાં થી ત્યાં ગુજારો કરતા અનેક લોકોને પોતાના પ્રદેશમાં જવા કુટુંબ સહિત શોધ્યા જડયા રસ્તાઓ ને મારગે અરે રેલવેના પાટે પાટે પણ પગે ચાલીને સુધ્ધાં સ્થળાંતરિત થવાનું બન્યું હતું . યાતનાઓથી બચવાના , ધૈર્ય થી નવા મુકામે પહોંચવાની સંભાવના ખોળી કાઢવાનાં જોમ , જુસ્સા અને ઝૂંબેશ ની શક્તિઓ માનવીમાં હંમેશાં જોવા મળે . નિર્ધારિત સ્થળે પહોંચ્યા કે તેના મધ્ય ભાગે ટકી રહેવા હઠીલાં માણસો ના જક્કીપણા , સહનશક્તિ અને ચીવટાઈ ડોગિડ dogged endurance ને આવકારતા ને તેના પ્રતીકાત્મક અર્થ ધારણ કરતાં રસ્તા , મારગ ને ધોરી માર્ગો અનંત મુસાફરી માટે લંબાયમાન થયા હોય છે . ધ્યેય હોય કે ન હોય ચાલ્યા રહેવાનું છે . સહપંથી સંગાથીઓની શીખ મળશે કે નીકળ્યા ત્યારના સંકલ્પ , નિશ્ર્ચય ને જુસ્સા ટકાવી રાખવાના છે . સ્થગિતતા ના રહેવી જોઈએ . અગાડી ને અગાડી ભવિષ્ય તરફ પ્રયાણ કરો . આમ , મારગ એ જીવન માર્ગ નું સત્ય સૂચવે . પ્રશ્ર્નો ઉપસ્થિત થાય કે : Go With God 🙏 Or Better be alone ? Better when everyone has gone . On which path to go ? Common & desirable Or a path full of difficulties ? બે મારગ મળવાનાં અવસરો પર પસંદગી કરવી પડે . રાહ ખોટો નીકળે તો પસ્તાવો ને માનસિક ત્રાણ તનાવ નો સામનો કરવો પડે . અનિર્ણાયક રહેવાથી કે નિર્ણય લેવામાં ને નિર્ધારિત અમલ કરવા માટે મોડું થઈ જાય તો અસહનીય પરિણામ આવી શકે .ઉચિત નિષ્કર્ષ પર પહોંચી બહું ફેરફાર થઈ શકે નહિ . તેથી ચોકસાઈ પૂર્વક નિર્ણયો લેવા પડે . જ્યારે , પસંદ કરાયેલો મારગ સફળતા લાવે ત્યારે મળતો છૂટકારો relief આપે , સુખદ અનુભવ થાય . The road signifies the journey of life and opportunities we get in our lifetime for which we make right decision on which path to move to reach out to the destination at right time . શોધતો જેની પગલી એનો મારગ શોધે મને . એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને . પગલી નાના બાળકનું ઘરના આંગણામાં કે બહાર કોઈ ધૂળમાં પડ્યું પગનું ચિહ્ન . કવિ જેની પગલી શોધે તે બાળક કોણ હોય શકે ?! આપણા પ્રદેશમાં વૃંદાવન , મથુરા ને અયોધ્યા ની દેવનગરી ની જાત્રા કરવા માટે નું મોટું મહાત્મ્ય છે કારણકે જનમાનસમાં જીવતી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા આસ્થા ને પ્રેમ લક્ષણા ભક્તિ સૂચવે કે રામ કૃષ્ણ – કનૈયા એ આ સ્થળે જન્મ લીધો અને બાળપણ અહીં વીત્યું હતું માટે એમની પગલી આ સ્થળે અહીંની ધૂળમાં પડી હોય એ ધરા , ધરતી એમના શિરે . કદાચિત એ જગ્યા એ ધરા શોધે જ્યાં એમને એવો આધિ – ભૌતિક અનુભવ થાય meta physical feel મળે કે તે એ જ જગ્યા પર ચોક્કસપણે પહોંચ્યા હતા જેથી જન્મારો સાર્થકપણે ધન્યતાથી ચરિતાર્થ થાય . પણ , કવિ જ્યારે પગલી શોધે ત્યારે કાવ્ય સર્જન ની સંભાવ્યતા જ શોધે . જ્યાં કવિ ને પ્રથમ પંક્તિ મળે જેથી આંતરમન સ્થિત કાવ્ય અંદરથી બહાર નીકળે . વિષય વૈવિધ્ય પ્રેરણા વિચાર માટે પ્રકૃતિ જન્ય પ્રતીકો અને બાહ્ય જગતના દૃશ્ય રૂપ તત્ત્વ ની મદદથી આંતર પ્રતીતિ નો રણઝણાટ , લખી શકાતી કાવ્ય ભાષાનાં બંધ બેસતા શબ્દો , તેની મહિમા મુજબ ભમતા ને સ્ફુટ થતાં આવી મળે . સમગ્રતા સાથે મેળ બેસાડીને કે પરમ તત્ત્વ સાથે અનુસંધાન કરીને કાવ્યાર્થ પ્રસ્તુત કરવાની મથામણ હોય શકે જેથી જગ કલ્યાણ થાય કે જેમાં અન્ય જનને વ્યક્ત કરવાનો ઇરાદો હોય . કાવ્ય આત્મલક્ષી રાખવાનું હોય તો અંતરના ઊંડાણથી આવે . કવિની શોધ પ્રસન્ન મુગ્ધા ભાવે સામેથી આવીને મળતા બાહ્ય જગતનાં દૃશ્ય રૂપ તત્ત્વ ની સહાયથી , શોધ સંશોધન ના પ્રતીકાત્મક અર્થ સાથે ઘનીભૂત થાય તેમ છે . એ સંયોગ એકબીજાની નજીક નજીકતર પહોંચવાના ધ્યેય તરફ લઈ જઈ શકે છે . કવિની શોધમાં સામર્થ્ય છે તે એ કારણે કે આ શોધ અન્ય સંગાથી જન જોડે સંભવિત શ્રેયકર સંવાદ કરાવનાર હશે . આ સંગાથી જન મળનાર છે એ મારગ મધ્યે જેની પગલી પોતે શોધતાં હતા . આ સંગાથી જનના સ્નેહ- સાથમાં વ્યક્તિત્વનો વિકાસ વિસ્તાર થઇ શકે છે અને સાવધાનીથી કવિ ની પોતાની આત્મલક્ષિતા પણ સાબૂત ,અખંડિત ,અસ્પૃષ્ટ રહી શકે છે અને કાવ્ય સર્જન નું સત્ય પણ સાંપડે એની પ્રસન્નતા . મહાકવિ નાનાલાલ લખે કે : ” સૃજન ની આંખ ઉઘડી , કવિની પગલી પડી . હ્રદયની તુંબડીમાંથી ભાવના બંદિશ જડી . સૃજન ની આંખ ઉઘડી . સૃજન ની આંખ ઉઘડી . ” બાહ્ય તત્ત્વ ની શોધ દ્વારા જ ‘ હું’ ની શોધ પૂર્ણ પણે સોળે કળાએ ખીલી ઊઠે છે : રાજેન્દ્ર શાહ ના નિરુદૃદેશે કાવ્ય વિશે શ્રી નિરંજન ભગતે લખ્યું હતું : ” આ નિરુદૃદેશે કાવ્યનો સંપૂર્ણ અર્થ વિસ્તાર મહા નિબંધ માં જ પરિણમે એવું આ કાવ્ય છે . એટલે એનો મિતાક્ષરી અર્થ શક્ય છે “. અનેક કવિઓએ નિરૂદૃદેશે જેવી કક્ષાના કાવ્ય સર્જન ની ખેવના રાખી હશે . જેની વિવેચના થતી રહી હશે . આસ્વાદ કાવ્યાર્થ વિચાર શોધવાનો અહીં મારો પ્રયાસ લંબાણપૂર્વક લખી પ્રસ્તુત કરવામાં મારો ઉદ્દેશ કાવ્ય સર્જન ની પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરવા પુરતો સમજું છું . ઘણા વર્ષો પછી એમ થાય તે ધાર્યું તેમાં કવિતાની કને જઈ વાત કરી છે જેમાં રહી નિષ્ફળતા મારી પોતાની છે . એટલું સમજી શકાયું છે કે મનુષ્ય અને પ્રકૃતિ બંને એકબીજાને અનુસરે છે : કાવ્યની પોતાની કોઈ શોધ હોતી નથી . કવિનું આંતર મન કાવ્ય ની શોધ ચોક્કસ કરી શકે છે અને તે મળે ત્યારે પસાર થયેલી પ્રક્રિયા ની શોધ કરતાં આપણને એનાં કાવ્યાર્થ મળે તેનો આનંદ છે : શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને : કવિ શ્રી ચંદ્રકાંત શેઠ : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ૨૯ માર્ચ ૨૦૨૧ :

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને: ચંદ્રકાંત શેઠ : એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને
વર્ષા બિંદુઓના ટીપાં ટપકાવતી જૂઇ ની કળી
આત્મલક્ષિતા નો ચાંદના પ્રતીકાત્મક અર્થ સાથે એકાકાર થવા માટેનો ઊર્ધ્વસ્થ સંયોગ
ભારત – ચીન વચ્ચે નો સિલ્ક રોડ
Journey on a silk road
Old Grand Trunk Road Chittagong to Kabul
Under the moonlight : અંતસ્થ સ્વત્ત્વ ના પ્રતીકાત્મક અર્થ : પોતાપણું સમજવાની શોધ

માંડવા ની જૂઇ : જીતુભાઈ પ્ર મહેતા : (I) Live (૧૯૭૦) at Bhavnagar પુરુષોત્તમ ઉપાધ્યાય : (II) પુરુષોત્તમ ઉપાધ્યાય , રાસબિહારી દેસાઈ & પિનાકીન મહેતા : Original : Live (૧૯૬૨) at Mumbai :

અમથી અમથી મૂઈ , ઓલ્યા માંડવા ની .. હોઅ. અમથી અમથી .. ઓલ્યા માંડવા ની જુઇ . ઓલ્યા માંડવા ની જુઇ . કંપી કંપી ને એ જીવન જીવી ગઈ . કંપી કંપી ને એ જીવન જીવી ગઈ . (ને) ઝંખી ઝંખી ને એ તરસી રે રહી ગઈ . ધૂપ છાંવ ની ગોરી તોય ધૂપ થી ડરી ગઈ . હોઅ. ધૂપ છાંવ ની ગોરી તોય ધૂપ થી ડરી ગઈ . ધૂપ થી ડરી ગઈ . ઓલ્યા માંડવા ની જૂઇ . ઓલ્યા માંડવા ની જૂઇ . એની કાયામાં સુવાસ . જોબન શમણાં નો સંતાપ . એની કાયામાં સુવાસ . જોબન શમણાં નો સંતાપ . સનમ ક્ષણ ની બની ગઈ . સનમ ક્ષણ ની બની ગઈ . અમથી ખરી ગઈ . ઓલ્યા માંડવા ની જૂઇ . ઓલ્યા માંડવા ની જૂઇ . હોઅ. અમથી અમથી મૂઈ . ઓલ્યા માંડવા ની જૂઇ . ઓલ્યા માંડવા ની જૂઇ . હોઅ. હોઅ. હોઅ. હોઅ. હે આવ્યો ઊડીને પવન . હે આવ્યો ઊડીને પવન . હે જુઇ નું જોયું રે કફન . હે આવ્યો ઊડીને પવન . હે જૂઇ નું જોયું રે કફન . હે ચૂમી લીધું રે ચરણ . જૂઇ નું કીધું રે હરણ . હે ચૂમી લીધું રે ચરણ . જૂઇ નું કીધું રે હરણ . એને ઝાકળ માં નવડાવી . એને ધૂળમાં પોઢાડી . એને ઝાકળ માં નવડાવી . એને ધૂળમાં પોઢાડી . સૂરજ આગ માં સળગાવી . સૂરજ આગ માં સળગાવી . એની માનીતી જૂઇ . એની માનીતી જૂઇ . ઓલ્યા માંડવા ની જૂઇ . ઓલ્યા માંડવા ની જૂઇ . જૂઇ . જૂઇ . જૂઇ . જીતુભાઈ પ્ર મહેતા : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : :: : :: : :: ‘માંડવા ની જૂઇ‘ ચિત્ર કાવ્ય : emblematical poem : કરુણ ગીત છે . માંડવે મંડપ મહેરાબ પડ્યો હોય . ‘ભર ઉનાળે’ વીંટળાઈ – ગૂંથાઈ ને મ્હોરી ઉઠેલી ‘જૂઇ વેલ’ પર પુષ્પ ગુચ્છ માં વિરાજમાન , જૂહી ની કળીઓ સમેત ચળકતા , સુંવાળા , પાવડરિયા સફેદ રંગના સુગંધિત જૂઇ ના સ્વતંત્ર રીતે પણ , ત્રણ થી વધુ ‘ઝૂમખાં’ ખીલ્યાં હોય , જેમાં સર્વ પ્રથમ ખીલી ઊઠેલું દેખાવડું વચલું ફૂલ આપણે સૌએ જોયું જ હોય પરંતુ ,‌ પ્રેમાર્દ્ર ‘કવિ મન’ , માંડવે થી ખરી પડેલી ‘મૂઈ જૂઇ નું દૃશ્ય રૂપ’ , શબ્દો દ્વારા જડીને જકડી રાખનાર ભાવગમ્ય ચિત્ર કથન વૈશેષિકપણે , સ્ફૂર્ત ઘટના રૂપે રજૂ કરે છે . ઘટના અંતર્ગત કારણ જણાવ્યા વગરનું જૂઇ – મૂઈ વિશે ની પ્રારંભિક સૂચના – વિસ્તૃત નિવેદન બની કુતૂહલ સર્જે તે પહેલાં , ” કંપી કંપી ને જીવી ગઈ – ઝંખી ઝંખી ને તરસી રે રહી ગઈ .. ” ના ફોડ પાડતા ગંભીર ઉદગારો માં વિષાદનો ઘડાયો ઘાટ , ” ધૂપ છાંવ ની ગોરી તોય ધૂપ થી ડરી ગઈ ..” ભાવક સમક્ષ – આપણી સમક્ષ વધું ‘ઘટ્ટ ભાવકત્વ’ થઈને સપાટીએ ઉભારવાં માં ઉમેરો કરે છે . કાવ્યનું વિષયબાહુલ્ય ગીત રચના હોવાથી સિમિત રહે અને કોઈ ‘ખંડ કાવ્ય’ ની જેમ વિસ્તાર કરવાનો નથી . માટે અનેકતા દર્શાવી નથી . ‘ચિત્ર કાવ્ય’ રચના માં મહત્વની ઘટના – ચિહ્ન રૂપ ‘પ્રતિકો’ ને ‘રૂપકો’ પણ બહુ જરૂરી બન્યા નથી . ‘માંડવા ની જૂઇ’ – એની ‘કાયાની સુવાસ’ , જૂઇ નું કફન – તેમાં થી દેખાતા ‘ચરણ’ ( દાંડલી ? ) , ‘ધૂળ’ ( soil – માટી ) , ‘પવન’ , “પૃથ્વી તત્વ” નાં ‘દૃષ્ટિ વિષયક તત્વો’ ( visual elements ) છે જ્યારે , ‘ઝાકળ’ જળ અને ‘સૂરજ – આગ’ “બ્રહ્માંડ ના અંશ તત્વો” છે . જૂઇ ની અંત્યેષ્ટિ ના વિધિ વિધાનનાં ‘ધર્મ મય’ વિચાર સાથે ઉપરોક્ત “દૃષ્ટિ વિષયક તત્વો” નું સાયુજ્ય કરીને કવિએ , જૂઇ ના ‘વણ્ય વિણ – જીવન મૃત્યુ’ ને અંતિમે પહોંચાડ્યું છે . જેમાં સાદાઈ છે . કોઈ આખરી મધ્યવર્તી વિચાર આપવાનો નથી . ભાવક નું મન વિષાદ વહોરી અનુત્તરિત રહે છે એ જ રીતે જે રીતે ‘સંદેશહર’ – ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય અને એમની ગાયકી માં વારે વારે ‘પુષ્ટી કર’ સમર્થન આપવા ઉત્કંઠિત બે ‘સહગાયક’ રાસબિહારી દેસાઈ પિનાકીન મહેતા ૧૯૬૨ ના અને ત્યારબાદ ના રેકોર્ડિંગ માં આસિત દેસાઇ અને પાર્થિવ ગોહિલ સાથે મળીને કરુણતા ના ઉચ્ચતર સ્તર પર પહોંચાડી શકે છે . આ વિષાદ ગીત માં જૂઇ નું રૂપક સુચવે છે કે નિર્ધારિત જીવન પ્રત્યેક સજીવ પૂર્ણ પણે જીવે નહિ જેને માટે અતિઆવશ્યક અન્ય પરિબળો પર નિયંત્રણ ના મેળવી શકાય ને ત્યારે અકાળે અંત આવી શકે છે . ત્યારે મનાય છે કે એનું જીવન વ્યર્થ ગયું . ફોગટ નું રહ્યું . કશાય કારણ વિના : દરેક રીતે યોગ્ય હોવા છતાં : સર્વ મથામણ કરી હતી તોય પ્રાપ્ત થયેલ જીવન – કલા ને સામર્થ્ય ના દેખાવ થી આવનાર બાકી સમય માં / જીવનચક્ર ની અવધિ , સહેતુક પૂર્ણ ના થઈ . કોઇ એક ઝુમખા ની એક જૂઇ , ગોરાં ગોરાં , ચળકતી સુંવાળી ખૂબ જ સુગંધીત , આઠ આઠ પાંખડી વાળા અન્ય સાથી – પુષ્પો ની જેમ જોબનવંતી કાયા લઇ ને , દીર્ધવત્તાકાર પાંદડીઓ અને થનગનતી કળીઓ વચ્ચે સાચવી ને રહી હશે . ‘તપ્ત ઉનાળે’ કોમળ તડકે પ્રફુલ્લ ટકી રહે પણ ઉષ્ણ તાપ ટૂંપો દઈ શકે : જૂઇ તડકી છાયડી નો છોડ છે . માટે કંપી કંપી ને રહી . જૂઇ નું ફૂલ ચૂંટીને , જરાતરા સુગંધ માણી ને કોઈ પામર મનુષ્ય સાચવે નહિ ને મસળી નાખી ફેંકી દે એવી શક્યતા પણ રહે જેને પગલે પણ કંપી ઉઠે . થાય કે જેની રાહ માં સદાય ઝંખે છે એ હંમેશા ની જેમ હમણાં આવશે જ આવશે . સ્થિર હવા નો સૂરજ આગ ચાંપી દેવામાં તત્પર હોય . વહેતો પવન ભીનાશ વડે રક્ષણ દે અને ખુશી ખુશી થી જૂઇ ને રમાડે – અને એની તીવ્ર , ભારે મીઠ્ઠી સુગંધ ને રેલાવે ને સંસારમાં ફેલાવે , જેમાં જૂઇ ના અસ્તિત્વ નો ચરિતાર્થ ગતિ મય બની લંબાયમાન થાય : પહોંચી ને સવૅ જીવ ને ધરા પરે , આનંદ અને ઉલ્લાસ પ્રતિત કરાવે . પવનની માનીતી જૂઇ ગર્વિષ્ઠ બની સુરક્ષિત સમજે . અને , બને તો સુગંધિત પવનો થી આકર્ષાયા કીટકો , પક્ષી , ભ્રમર કે મધમાખ પરાગ – વાહક બની જૂઇ ફૂલ ની મુલાકાતે આવી એને કે અન્ય કોઈ સાથી પુષ્પ ને ફલિત કરે ને સફળ બીજ ધારણ કરે ત્યારે તો વૃક્ષ વેલ ના વિસ્તાર ફેલાવા માં જૂઇ નું અસ્તિત્વ ને જન્મારો ચરિતાર્થ સિદ્ધ કરે . નહિતર , આ જોબનતૂરી જૂઇ વખતે ક્રુષ્ણ ના પુષ્પ શૃંગાર માં સામેલ થઈ શકે . Deified થઈ જાય . અરે ! અત્તર માં કે વેણી માં પસંદ થાય ! આ બધું ભાવકના વિચાર માત્ર હોય શકે જેનાં વિશે ગીત સંપૂર્ણ રીતે અવ્યક્ત છે . કવિ એ તો ઝંખી ઝંખી ને રહી જૂઇ ને કંપી કંપી ને જીવી ગઈ – એટલું નિવેદન જ આપ્યું છે . જૂઇ નું સોણું સ્વપ્ન ઝમકાર પામે : પવન દેવ નો રૂપેરી રણકાર સંભળાય એવી ઝંખના અધૂરી રહી જાય છે : વ્યર્થતા વચાળે એક ક્ષણે ડરી ગઈ કે શું !? ગીતકાર અને ભાવક – બંને , જૂઇ ને સમય ની ગર્તામાં તાબે થઈ ને કારણ વિના ખરી પડતી જુવે છે . જૂઇ નું અસમયસર મૃત્યુ થાય છે અને ‘મૂઈ – જૂઇ’ ધૂળમાં અચેત પડી રહે છે . સુંદર , સુગંધિત જૂઇ ને ધૂળનું કફન મળે છે જેમાં દિવસ આખો નીકળી જાય ને સૌ સુવાસ ઊડી જાય . મોડી રાત્રે સ્વર્ગિય ઝાકળ બિંદુ ઓ લીસ્સા પર્ણો ની ઉપર એકઠાં થાય અને ‘ઝાકળ જળ’ , મોડેથી આવતા પવન દ્વારા માટી પરે રેલાતું રહ્યું હશે એમ માનવું રહ્યું . ગીતમાં , ઊડી ને આવેલ પવન એની માનીતી જૂઇ ના ચરણ ચૂમી લઇ , ઝાકળ માં નવડાવે છે ને ધૂળમાં પોઢાડી સર્વ શક્તિમાન – ઇશ્વરિય heavenly (ધારીએ તો , બીજા દિવસની સવારે – ચઢતા ) સૂરજની આગ ના અંકે નાજુકાઈથી સોંપી દેતા , માંડવા ની જૂઇ નું ગીત પુર્ણ થાય છે : COVID 19 ના કારણે અસરગ્રસ્ત નવજાત જન્મેલી બાળકીનાં જીરવી ના શકાયાં મૃત્યુ ના ખબર જાણીને અસમયસર ના મૃત્યુ ની કરુણ ઘટનાઓના પ્રાબલ્ય વચ્ચે વિચાર વિસ્તાર સમજવાં અસ્થાને નહિ રહે . ભારતીય ધર્મ ગ્રંથો મુજબ ‘ઝાકળ – બિંદુ’ / ‘ઝાકળ જળ’ ઈશ્વર શબ્દ નું પ્રતિક છે . પુનરાવતાર – પુનર્જીવન – નવજીવન નું દ્યોતક છે . પવિત્ર અંતઃ સ્ફૂર્ત દૈવી ઝરણ છે . આવી જ વિભાવના અન્ય સંસ્કૃતિ ઓ દર્શાવે છે . જેનાં પરથી અધ્યતન એનસાઇકલોપિડિયા લખાયું તે encyclopedic naturalis historia ના રચયિતા રોમન ફિલસૂફ Pliny the elder ઝાકળ ને સ્વર્ગ ની મહેનતનું જળ અથવા તારાઓના તૂટતાં તૂટયાં અંશ કહ્યા છે . જર્મન કેથોલિક પાદરી , ચિકિત્સક ને ધર્મ મય કવિ Angelus Silesius ઝાકળ ને ઈશ્વરત્વ ધરાવતું મોતી – બિંદુ : ‘the pearly dew of god head’ કહ્યું છે જે પીડાઓ ને સંતાપ માં થી છોડાવનાર જીસસ ક્રાઈસ્ટ નું ટપકતું રક્ત છે . Kun Lun પર્વત પર નું tree of life / sweet dew ને ચીનમાં પૃથ્વી નું કેન્દ્ર ગણાતું દર્શાવ્યું છે . Taoism ના સ્થાપક ચીની ફિલસૂફ Lao Tzu down dropping of gentle dew ને sign of peaceful marriage of heaven and earth ગણાવેલ . જોકે બૌદ્ધ પરંપરા ‘ઝાકળ’ ને જીવન ની ‘ક્ષણભંગુરતા’ સમજાવતું , ટૂંકાવ્યું જીવન ના સંક્ષેપ ની નિશાની ગણે છે .ઝાકળ બિંદુ ના Sperical દીર્ઘ ગોળાકાર આકાશી સૂરજ ચંદ્ર તારા ને મળતો હોય , heavenly origin સૂચવે જેથી જ્યાં થી આવ્યું ત્યાં જવા ની ઝંખના સેવતું વૃક્ષ વેલા , પાંદડાં , ફુલો પર પડતાં રહેવા છતાં ઊર્ધ્વગામી ઝંખના ધરી નાપસંદ કરે , એટલે કે ભૌતિક આકર્ષણોનો ધિક્કાર સેવે ને તિરસ્કૃત ગણે . આમ સમજી શકાય કે જૂઇ મૂઈ અને દૈવી – પવિત્ર ઝાકળ જળ થી નવડાવી હોય પૃથ્વી તત્વો નું બ્રહ્માંડ ના અંશ તત્વ સાથે ધર્મ મય સાયુજ્ય થવાની ઘટનામાં અંતે જૂઇ ને મુક્તિ સમ નવજીવન પુનર્પ્રાપ્ત થવા નું . ભલે ને આવે ખરી પડવાનું – અસમયસર . જૂઇના ચમકદાર સફેદ રંગના , મજેદાર સિતારા ના આકાર ના ‘humorous star’ shaped સુવાસ રેલાવતા ફુલો ફરી ફરી ને , સહેતુક ખીલ્યાં રહેશે . ઉર્ધ્વગામી ઝાકળ જતું રહે પરંતુ , ‘તારાંકિત જૂઇ’ તો રહેવાનું પસંદ કરે પાર્થિવ અસ્તિત્વ ના સંગમાં . પૃથ્વી તત્વો સાથે સંયોજીત અને ‘ફોરમ ઢાળી રાજી’ (રા. શાહ) . અહીં ક્લિક કરો અને જુઓ સાંભળો ૧૯૬૨ નું original live performance ‘માંડવા ની જૂઇ’ https://youtu.be/EmN8hx0IGqI માંડવા ની જૂઇ : : કવિ શ્રી જીતુભાઈ પ્ર મહેતા : : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ૧૪ જૂન ૨૦૨૦ : :

– રદીર્ધ કાલીન વિષાદ , સાંપડી રહેશે .ગાયન સ્વરાંકન ગાયકી ની વાત , તમે જાણો . જૂઇ નો અર્થ : ફૂલ : કુસુમ : ્્્્્્્્્્્્્્્્્
ભાવનગર ના જીતુભાઈ પ્ર મહેતા રચિત ” અમથી અમથી મૂઈ , ઓલ્યા , માંડવા ની જૂઇ ” ગીત પર વિચાર કર્યો : કોવિડ- ૧૯ ને લીધે થયેલ પૂણે માં નાની બાળકી ના મ્રુત્યુ ના ખબર જાણી ને ્્્ વિ જયરાજ ૧૪ જુન ૨૦૨૦ પૂણે

સફેદ star Jasmine ચમેલી , Jai Spanish Jasmine જય ફૂલ & Italian Jasmine પીળી ચમેલી : Jasminum multiflorum , J grandiflorum & J humile :

સફેદ star Jasmine કુન્દ Jasminum multiflorum
white Spanish Jasmine: Jasminum grandiflorum: જાય ફૂલ
Italian Jasmine: પીળી ચમેલી: Jasminum humile

Star Jasmine સફેદ ચમેલી Jasminum multiflorum : સુશોભિત છોડ , ભારત / દ . પૂ . એશિયા મૂળ વતન , તેના સફેદ, હળવી સુગંધવાળા ફુલો , વાવેતર વિના , કલમ રોપા દ્વારા દેશ વિદેશ માં સ્તરીકરણ દ્વારા વિસ્તૃતિકરણ થતાં લોકમાનસમાં સ્થાપિત થયાં . અસંખ્ય દેશોના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વ્યાપકપણે ઉગાડવાથી , ખૂબ ફેલાવો થયો છે . બારે માસ – લગભગ આખું વર્ષ ચમેલી ના ફુલો ખીલે છે . પશ્ર્ચિમ માં ” White As Snow ” કહે પરંતુ ભારતીય પૌરાણિક કથાઓ માં White As Kund(a) ” {કુન્દ સમ શ્વેત} જેવા વર્ણન વાંચવા મળે . ‘કુન્દ’ ચમેલીનું સંસ્કૃત નામ – વિષ્ણુ માટે પ્રિય ને સૌને માટે પવિત્ર . સ્વસ્થ શ્વેત સુંદર ,’ દંત પંક્તિ ‘ ને ‘કુન્દ ફૂલ ની કળીઓ’ સાથેની સરખામણી પણ જાણીતી છે. ‘કુન્દનિકા’ કે ‘કુન્દાનિકા’ નામ Kunda સુંદર ‘જાસ્મિન ફૂલ’ પરથી આવ્યું માનવામાં , golden woman ‘સ્વર્ણ સુંદરી’ અર્થ સાથે જાસ્મિન ફૂલ ની ‘શ્વેત સુંદરતા’ મળી હોય એમ દર્શાવે છે . Native to ભારત , નેપાળ , ભૂતાન , લાઓસ , મ્યાનમાર , થાઈલેન્ડ , વિયેતનામ . ફ્લોરિડા , મધ્ય અમેરિકા , ક્વિન્સ લેન્ડ , વેસ્ટ ઇન્ડિઝ , ચિયાપાસ માં દેશીકૃત – અધિકાર પ્રાપ્ત સ્થાન . આકર્ષક સુગંધિત ફુલો પરંતુ તેમાં કોઈ scent અત્તર નથી . જાસ્મિનમ એ મીઠી સુગંધવાળા છોડ માટે ઓળખાતા અરબી શબ્દ ‘યાસેમિન yasemin’ નું લેટિનકૃત સ્વરૂપ છે . સ્ટાર જાસ્મિનની 200 થી વધુ પ્રજાતિઓ છે. ‘યસ્માન yasman’ , એટલે ‘God’s Gift’ ભગવાનની ભેટ . ભારત અને દ. પૂર્વ . એશિયામાં સામાજિક અને સાંસ્કૃતિક રૂપે સુશોભન સંબંધે અમૂલ્ય . Family : oleaceae : Common name : star Jasmine , Indian Jasmine , musk Jasmine , kund , kunda , downy , winter Jasmine , આસામીઝ : khorika jai . બાંગ્લા : chameli . ગુજરાતી : કુન્દો , ચમેલી . હિન્દી : balini , ban malati , kund , palind , daladhak દલાઢક , dal kosh , dand patrak , jungli chameli . કન્નડ : dodda kaadu , mallige , kasturi mallige , maagi mallige . કોંકણી : ran mogr . મલયાલમ : kundam , karuna . મરાઠી : કુન્દ kunda . મણિપુરી : kundo . ઉરિયા : kunda , ran magra , dala kosha , danta patrak , danta pushpa . કેરળ : maghaga , tapasya . તામિલ : kasturi mallikai , makaranta mallikai . તેલુગુ : kundamu , molia . સંસ્કૃત : attahasaka અટટહાસક , daladhak દલાઢક , kund કુન્દ , kunda કુન્દા , maghya માઘ્ય , manohara મનોહર , muktapuspa મુકત પુષ્પ , palinda પાલિન્દ , tapasya તપસ્ય , vorta વોરટ .🔯 🌟એરેબિઅન નાઇટ્સ ના અલ્લાદિન ની ગર્લ ફ્રેન્ડ પ્રિન્સેસ જાસ્મિન . Jasmine Thompson ( બ્રિટિશ singer) , Jasmine Sagginario & Jasmine Sullivan ( અમેરિકન songwriters/ singers ) Jasmine Trias ( અમેરિકન singer ) Jasmine Sandlas ( ભારતીય singer ) Jasmine Sawyer ( બ્રિટિશ long jumper ) Jabowoki ( geeky Jasmine inspired by starwars ) જાસ્મિન નામ યુરોપ , એશિયા , અમેરિકા માં ખૂબ લોકપ્રિય હોય અને NICK NAME ખીજ મશ્કરી ના ખોટા નામ પણ , જેમકે : Jazz , Jazzie , Jam , Jaan , Jasme , Jazu , Jo Jo , Jabz , Jazaronie (play macaroni) , Jazelle , Jazeline , Jazzman , Jazmanian 😈 devil , Jazzy bear (adorable as teddy bear ) , Jazzy blue , Jazzy pants ( light tight pants used in Jazz dance ) , Jazmataz , etc . chameli Jasminum Genus ને 5 વિભાગોમાં ભેદ પાડીને ઓળખવામાં આવે છે . 1) With opposite pinnately compound leaves પીંછા ના જેવા ધરીની બંને બાજુએ સામસામે સંયુક્ત પાંદડાઓની હાર ધરાવતા . 2) Trifoliolata : With opposite , trifoliolate leaves and white flowers . સામસામે સંયુક્ત પાંદડાંના ત્રણ પર્ણિકા leaflets ના એકદલ અને સફેદ ફુલો ધરાવતા . 3) Primulina : With opposite trifoliolate leaves and yellow flowers . સામસામે સંયુક્ત પાંદડાંના ત્રણ પર્ણિકા leaflets ના એકદલ અને પીળાં ફુલો ધરાવતા . 4) Alternifolia : alternate leaf એકાંતરે એક પછી બીજા વારાફરતી ગોઠવાયેલા , સાદા , સંયુક્ત પાંદડાઓ ધરાવતા . 5) Unifoliolata : With opposite simple leaves . સામસામે સાદા સંયુક્ત પાંદડાઓ પરંતુ પાંદડાંથી તળિયે ના જોડાણ પર જુદી તરી આવતી એક જ પર્ણિકા ધરાવતા . યુનિફોલીયોલાટા , ૧૦૦ થી વધુ પ્રજાતિઓ સાથેનો સૌથી મોટો વિભાગ જેમાં Jasminum multiflorum પણ સભ્ય . અલ્ટર્નિફોલિયાના જેવી chryso Jasminum નવા રચાયેલા છઠ્ઠા વિભાગમાં menodora મેનોડોરા શુષ્ક માંસલ ફળો દ્વારા ઓળખાતી પ્રજાતિ હમણાંથી નોંધાઈ છે . સ્ટાર જાસ્મિન એક shrub શરૂમાં જમીન ની નજીક થી ફૂટેલી પહોળા પાંદડાં વાળી ડાળીઓમાં ચોતરફ ફેલાતું ઝાડવું લાગે જે અઢળક સંખ્યામાં કળીઓ ને ફુલો બેસે ફાગણ થી ભાદરવા સુધી ત્યારે , આખેઆખું ઢંકાયેલું સંપૂર્ણ સફેદીમય દેખાય .જેનાં ડાળ પાંદડાં ના લીલો રંગ પણ જોવા ના મળે . ટેકો મળતાં ફૂલવેલી/ લતા vine વેલો બની વીંટળાઈ ને ઝડપથી ઊંચે વિસ્તૃત થઇ ફૂલે ફાલે . વર્ષોવર્ષ વિકાસ થતાં વૃક્ષાચ્છાદિત Woody Vine કાષ્ઠવેલ માં ફેરવાય . જૂની કાષ્ઠ વેલ ના મોટા વેલાને ગૂંથ્યા હોય તો બાળકો તેને પકડી ને ઊંચે ચઢે . પોટ્સવાળા પ્લાન્ટ ના નર્સરીઓ , એમેઝોન / ફ્લિપકાર્ટ અને બાગકામની વેબસાઇટ્સ દ્વારા ખરીદી હસ્તગત થતાં પ્રચાર પ્રસાર થતાં રહે . જંગલો અને એલિવેશનમાં 1200 મી (પાકિસ્તાન વિ.) સુધી કુદરતી રીતે નદીના કાંઠા, ગોચર, ત્યજી દેવાયેલા બગીચા, ખારી જમીનમાં પણ , ખાલી જગ્યાઓ , રસ્તાઓ પર આજુબાજુ ને ડિવાઇડરો પર જોવા મળે . હળવીફૂલ મીઠી સુગંધ મેથિલ બેંઝોએટ્સ, એસિટેટ, નોlરોલિડોલ , ઇન્ડોલ, જાસ્મોન , ફેમિસિન જેવા 30 ત્રીસેક અસ્થિર સંયોજનો ના , જે વિસ્તરતા બહાર નીકળે છે ને આકર્ષાયા પુષ્પ પરાગ વાહકો દ્વારા પરાગવહન માટે ૧ થી ૨ દિવસ ચાલે છે . ભારતમાં ડિપ્લોઇડ દ્વિગુણિત છોડ ફળ – બીજ પેદા કરે છે . ટ્રાઇપ્લોઇડ ત્રીગુણિત અણઉપજાઉ અફળ હોય છે જ્યાં , કેટલીક વખત ફુલો ના ગુચ્છાઓ આખેઆખાં સુકાઈ જાય છે અથવા પાક્યા પહેલાં અપરિપક્વ ફળો ખરી પડે છે . મલ્ટિફ્લોરમ સ્ટાર ચમેલી ને સદાપર્ણિ , સદાબહાર , ચોગમ અટવાયું ફેલાતું સ્ક્રેમ્બલિંગ ઝાડવું કે તાજો , નવો , નબળો વેલો કહીએ તો ય સાચું . 6 મીટર લંબાઈ સુધી ઊંચે ઝળુંબી રહેતી લતાઓ , શાખાઓ spreading ફેલાયેલી , પાતળી , tomentose સામસામે નીકળ્યા પાંદડાઓના ખરબચડા ગંઠાતા જતાં દાંડલા જેવા ઘેરાં ઘનેરા ભાગોથી આચ્છાદિત -૬ થી ૧૨ mm લાંબા petioles પેટિઓલ્સથી ઢંકાયેલા , ને ovate blades 3.7 × 2 થી 3.5 સે.મી ની દીર્ઘવત્તાકાર પાંદડાઓ – સંકડાવાથી પાતળા થતાં tapering into an accute end છેડે અણિયાળા , નીચેનો બેઝ base of leaf sub -truncated to cordiform હ્રદયાકારનો , કોર ની કિનારી સંપૂર્ણ , ઉપલી સપાટી રુવાંટીવાળી , નીચલી સપાટી ખાસ કરીને શિરાના ભાગે ઘાટ્ટી ખરબચડી . કળીઓ અને ફુલોના ગીચ ઝૂમખાં , બાજુમાં દાંડી વિનાની અવૃન્ત શાખાઓ પર નીકળ્યા અંકુર પરે છેવટના છત્ર ભાગે પુષ્પ ગુચ્છ સ્વરૂપે ભરાયા આવતા રહે . ફૂલકળી ના સ્તબક cymes on side shoots , sessile દાંડી વિનાના સીધા જોડાયેલા સહેજ જ સુગંધિત માટે unscented નહિવત અત્તર વગરના . bracts foliaceous પુષ્પ કોશ ની નીચે પર્ણ જેવું ભીંગડું , ટૂંકી , સુંવાળી રુવાંટીવાળા પુષ્પકોશ , સફેદ સૂકાઈ ને બ્રાઉન થતી ટ્યુબ પાતળી , ૫ થી ૮ રેખીય દોરા ધાગા જેવા લટકતા ભાગ સાથેનું calix infundibuliform ગળણી આકારના શંકુ પુષ્પકોશ , hypocrateriform – salver shaped corolla – tray. – તાસક આકારના મુકુટ જેવા ફૂલ મણિ – ૬થી૯ લંબગોળ ભાગોમાં સફેદ , પાતળી સૂકાઈ ને કથ્થઈ બનતી નળી tube ધરાવતા , stamens ૨ પુંકેસર નળીની અંદર ૧૫ થી ૨૦ મીમી લંબાઈ ના ૨.૫ થી ૩ સેમી ની વિશિષ્ટ કોર limb ધરાવતા , anthers પરાગકોશ ૪ થી ૫ મીમી લંબાઈના , ovary બીજકોશ superior – ૪ ભાગોમાં lobates , style slender included પાતળી , stigma bilobed સ્ત્રી કેસર બે ભાગમાં , ફળો લંબગોળ – ઠળિયા વગરની ૧ સેમી ની berry- પાકે ત્યારે કાળી પડે , ૨ – બીજ પરંતુ વાવેતરમાં થી છોડ ભાગ્યે જ ઉત્પન્ન થાય . પાકિસ્તાનની કેટલીક મૂળ પ્રજાતિમાં પાનખરથી વસંત સુધી ફુલો અને ફળો આવે . દીર્ઘજીવી – આશરે ૧૨ વર્ષનું . સૂર્ય પ્રકાશમાં પુષ્કળ વૃદ્ધિ થાય . મધ્યમ ફળદ્રુપ , સારી રીતે પાણી ઠેલવતી well drained જમીન માફકસર . દુષ્કાળ સહન કરી શકે . ખારાપાટ ને પણ સહન કરી શકે . છૂટાછવાયા ખૂબ જ ઠંડા થીજવી નાખતા શિયાળાને પણ જીરવી જાય અને એક સ્થિર તાપમાન મળતા , મૂળમાંથી નવી શાખાઓ ઝડપથી અંકુરિત થાય અને પાનખરમાં ફરીથી મ્હોરી ઉઠે . Phytophagous insects , કિર્કલડી, આઇસ બગ , scales ભીંગડા, પાંદડા પર નભતાં લીફ રોલર , બીટ વેબ worm , ફંગલ પેથોજેન્સ અને નોન – ફંગલ પેથોજેન્સ જેમાં ટોમેટો વાઈરસ‌, nematodes નો સમાવેશ હોય જેને લીધે અવળું નુકસાન થતું હોય ઝટ અસરગ્રસ્ત – જેને રોકનારા ઉપાયો કરવા જરૂરી . ઉછેર્યા છોડ ભાગ્યે જ ફળ આપે છે . કાષ્ઠિય સૂકાઈ રહેલી અને લીલાં કલમના રોપાથી અને લેઅરિંગ દ્વારા સંવર્ધન ને ફેલાવો . ઝડપી વિકસિત થનાર વેલીઓ ટેકો મળતાં કે અન્ય વૃક્ષ છોડને વળગીને , વીંટળાઈ ને ઊંચે આરોહણ કરી શકે અને ચમેલીના અઢળક સુગંધિત સફેદ ફુલો અને તેના ઉત્પાદનોથી ફાયદો કરે છે . આંતરરાષ્ટ્રીય સ્થાનાંતરણ જન પ્રિય . સ્ટાર ચમેલી 1768 થી ભારતીય લેખનમાં વધુ ને વધુ જાણીતું બન્યું USES : સ્ટાર જાસ્મિન :૧ વાડ , કંપાઉન્ડ તરીકે હદરેખા તાણવા માં , અવરોધ કરતી અટકાવ કરતી ભીંતની જેમ , દીવાલ ની જેમ જાળી તરીકે , બારી બહાર – ખાસ કરીને એઅર કુલર ની જળભીની ચમેલી યુક્ત સુવાસિત હવા શોષવા , કઠેરા તરીકે , સુખ સુવિધા , શાંત સુવાસિત , સુંદર સૌમ્ય વાતાવરણ શોભાવનાર ફૂલ છોડ તરીકે . ૨ . તીવ્ર , વિશિષ્ટ પ્રકારના ઉડી જાય એવા પણ સુગંધ રેલાવતા કોસ્મેટિક ઉધોગ માટે આવશ્યક કિંમતી ઓઇલ મેળવવા માં , ૩ . લગ્નો , સમારંભોમાં બુકે , ફૂલ કલગી હારતોરા માં મહત્વના તાત્ત્વિક ઉપયોગ માં . ૪ . ઔષધિય ગુણો તરીકે ફાર્મા ઉદ્યોગમાં તાણ દૂર કરનાર , પીડા હારક , એન્ટી ઓક્સિડન્ટ , જંતુનાશક , નિમેટીસીડ , હ્રદય સંરક્ષક , દુગ્ધ હર આયુર્વેદિક અને સિદધ ઔષધોના નિર્માણ માં . ૫ . પેટનાં દર્દોમાં ચમેલીના પાન ને પાણી સાથે લસોટી ને . ૬ . ચાંદા સોજા પર પોટીસ બાંધવામાં . ૭ . માથાના ને સંધિવા ના દુખાવામાં ને ત્વચાનાં આળાપણા , એલર્જી , અળાઈ , ખંજવાળ , દાહ , બળતરા ની રાહત માં . ૮ . સર્પ દંશ ની સારવારમાં , દાહ અગન પર મૂળિયા ને છાલ . ૯ . દુગ્ધ હર ફુલો ના ઉપયોગ . ૧૦ . મેલેરીયા , તાવ , દસ્ત , જઠરના અલ્સર , મુત્ર રોગ , કમળા ની સારવારમાં . શ્રી લંકા માં , પશુંઓના પેટ ને મુત્રિય colicky pain of cattle પીડા શમનમાં . ૧૧ . સુરિનામ ને ભારતમાં પણ ચમેલી ફુલો ના જળથી સ્નાન , mood swing ઠીક કરે ,બારી પાસે , કે મેજ પર રાખે ને સારૂં લાગે . મન સહજ બને . ગભરાટ માં ને ઉંઘ માં મદદરૂપ . ૧૨ . મહાદેવ , ગણેશજી , લક્ષ્મીજી , કૃષ્ણ , હનુમાનજી ને પ્રિય . હનુમાનજી નવ ગ્રહો ની પીડા માં રાહત મેળવી આપે . વાહનસુખની પ્રાપ્તિ . કૃષ્ણ જોઈતું અપાવે . દ્વારકાધીશની અક્ષય તૃતીયા થી આષાઢી બીજ સુધી ના પુજા દર્શન માં , બે માસ સુધી , ભારે વસ્ત્રો ને ઘરેણાં ની જગ્યાએ , ફુલોના ઉપયોગથી સાજ શણગાર સજાવવામાં બદામના પાનની સાથે ગુલાબ , મોગરા , જૂઇ ની સંગાથે ચમેલી ના ફુલો નો પણ સમાવેશ થાય છે . Trachelospernum jasminoids : Chinese Jasmine / ivy also known as Confederate jasmine ( Us given name) , Southern Jasmine – family apocynaceae , is not a true jasmine – native to દ . પૂર્વ એશિયા , જાપાન , કોરિયા , વિયેતનામ , દ . ચીન . ૩ મીટર – ૧૦ ફૂટ ઊચી , કાષ્ઠ મય , નિત્ય લીલી ઉનાળે લીલાં પર્ણો શિયાળામાં બ્રોન્ઝ થાય , પાણી અડે તો ડાળીઓમાં થી હવામાં ફેલાતાં મૂળ ફૂટે . White actinomorphic flowers – star shaped radially symmetrical regular flowers . ૫ પાંખડીઓ ના વિભાગ ફૂલ ની મધ્યમાં એકબીજા સાથે એક સરખા ખૂણેથી ચક્રનેમિક્રમ સંકળાયેલા . વેલી ની ડાળ શરૂમાં રુવાંટી- પછીથી સુંવાળી , સફેદ ચીકણું દૂધ જેવું લેટેક્ષ ઝરે . ફુલો ના પરફયુમ , બનાવટો અંત્યંત સુગંધિત . ફળ આવે દરેકને સફેદ ઘણા બીજ હોય . પણ , કટિંગ , કલમ રોપા દ્વારા ઉગાડે . કેલિફોર્નિયા માં પણ લોકપ્રિય .રોયલ હોરટી કલ્ચર સોસાયટી નો એવોર્ડ ઓફ ગાર્ડન મેરિટ પણ મળેલો . Angel wing Jasmine : આંશિક રીતે સદાબહાર shrub અથવા વેલ . મીઠ્ઠી સુવાસવાળા ફુલો બરફીલા સફેદ રંગના ચકરડી આકારના રહે . વસંતના અંતિમ તબક્કા થી સમગ્ર ઉનાળા દરમિયાન રાત્રે ફુલો ખીલે . છોડ ઝડપથી વધે ને વય સાથે કાષ્ઠ મય બને – દર વર્ષે ૧૨ થી૨૪ ઇંચ સુધી વધે અને આખરે ૧૦ થી ૧૨ ફૂટની ઊંચાઈએ પહોંચે . ઇટાલિયન જાસ્મિન : Jasminum humile ૮ થી ૧૩ × ૧૦ ફુટ – ૨.૫ મી × ૪ મી – ઊચાઈ × પહોળાઈ માં , વિસ્તૃત shrub . Native to અફઘાનિસ્તાન , તાજિકિસ્તાન , પાકિસ્તાન , નેપાળ , મ્યાનમાર , હિમાલય ન વિસ્તાર . ગ્રીસ , સિસિલી , જુના યુગોસ્લાવિયા ના પ્રદેશ માં દેશીકૃત જાતો . Thick stem જાડા દાંડા , ડાળીઓમાં ઘાટ્ટા લીલા ૫ થી૭ સંયુક્ત પાંદડાંઓ પણ છેડે જોડીમાં નહિ પણ માત્ર એક જ પર્ણિકા – વિષમ so , called ‘odd pinnate’ – પીંછા કાર ક્રમ માં imparipinnate – શિયાળાની ઠંડીમાં પણ જળવાયેલા – evergreen નિત્ય લીલું . ઠંડીમાં foliage ડાળ પાંદડાં અને કળીઓ freeze થાય ખરાં – જે વસંતે ફરીથી ફૂટે અને મ્હોરી ઉઠે ૬ પુષ્પ ગુચ્છ માં . ટેકો મળતાં વિકસીત વેલમાં પરિવર્તિત થતાં સાંજ થી પુરી રાત્રિ દરમિયાન ૫ – પાંખડીઓ ના પીળા રંગના સુગંધિત ૬ ફુલોના ગુચ્છોમાં પુષ્કળ ફુલો નિયમિત ખીલે , જે વસંત અને ઉનાળા સુધી – માર્ચ મહિનામાં અને છેક જૂલાઈના અંત સુધી નિયમિતપણે , રાત્રિ દરમ્યાન ખીલતા રહે . Hassle free છોડ . ફુલો બેસતા બંધ થતાં છાંટ – કાપ કરે . કુંડામાં થી કે ખુલ્લી જમીન પરથી ઊંચે આવતી વેલ તરીકે વૃદ્ધિ થઇ શકે . ઘણી મશાગત કરીને ઉગાડેલા Revolutum cultivar ને યુકે ની ‘રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટી’ ના ગાર્ડન મેરિટનો એવોર્ડ મળેલો . અસંખ્ય સંવર્ધિત જાત માં ઉપલબ્ધ . J nudiflorum : Chinese વિન્ટર જાસ્મિન Northern jasmine ૩ મીટર ૧૦ ફૂટ ઊંચી વિસ્તૃત . Yingchun નો અર્થ flowers that bring Spring . Native to ચીન , અનેક પ્રજાતિ વિકસાવતા ફ્રાન્સ , અમેરિકા માં ટેક્સાસ , જ્યોર્જિયા , ઓક્લાહોમા , ટેનેસી , મેરિલેન્ડ , ન્યુ જર્સી માં લોકપ્રિય . લીલાં પીલા ફૂટતાં રહી કમાન – મહેરાબ બનાવતી ડાળો માં વધે . ઘેરાં લીલાં પર્ણો પીંછાકાર , સામસામે , દીર્ઘવત્તાકાર ૩ પર્ણિ દળો માં ૩ સેમી લાંબા . એકાકી દાંડી ની બંને બાજુએ ખુલ્લા – ચમકદાર સફેદ અથવા પીળા ફુલો on bare stems hence called ‘nudiflorum’ meaning nacked flower – ૬ પાંખડીઓ ૧ સેમી માં ફેલાયેલી in axils પર્ણ અને ડાળી વચ્ચે ના ખૂણે થી નીકળ્યા ફુલો . જુઓ અહીં ઉપર આપેલો પીળી ચમેલી winter Jasmine નો ચાઇનીઝ વિડિયો . J mesnyl પીળી જાસ્મિન છોડની અન્ય જાત . ઉટી ને કાલિમપોંગ જેવા હિલ સ્ટેશનનો અદભૂત દેખાવ દેનાર . અન્ય પ્રજાતિઓમાં Jasminum humile ( low growing ) , J mesnyl ના પીળા રંગના સુગંધિત ફુલો મોટા larger હોય .. પીળી ચમેલીના , ઠંડી ઋતુમાં આવતા ફુલો તરીકે લોકપ્રિય છે . સફેદ ફુલો ની Jasminum officinale : Poet’s Jasmine, true Jasmine or Jessamine , summer Jasmine , white Jasmine , ચંબેલી , યાસ્મીન તરીકે અને પાકિસ્તાનના નેશનલ ફ્લાવર તરીકે સુવિખ્યાત છે . Symbolic of attachment સ્નેહ બંધન – સત્ય નિષ્ઠા – વફાદારી -જોડાણ , amiability મિત્રતા પણું – મળતાવડા પણું and modesty વિનયશીલતા – નમ્રતા – મર્યાદા – લજ્જા . આ ચમેલી ના ફુલો માટે તો સાચાં પ્રતિક માનવા રહ્યા , પડોશી દેશ ભારતનો પાક – અનુભવ આનાથી તદ્દન વિપરીત રહ્યો છે . આ ચમેલીના ફુલો , ફૂલ કળીઓ , પર્ણ સહિત ની હારમાળ પાકિસ્તાન ના પ્રતિક ચિહ્ન ની પ્લેટ પર કોતર્યા છે floral wreath of national flower is inscribed in the national shield of Pakistan . પુરાણ કાળથી ફેલાવો . નેટીવ મધ્ય એશિયા પણ સ્પષ્ટતા નહિ . સમશીતોષ્ણ આબોહવા ઘણી માફકસર . બળકટ , વીંટાળી , અને ખરાઉ વેલ , પીંછા જેવા અણીદાર પર્ણો , ઉનાળા ના શુધ્ધ સફેદ તેજ અત્તર વાળા – સુગંધ રેલાવતા સ્ટાર આકારના ફુલો . રુચિકર ને આનંદ દાયક grateful shade of the garden . officinale નો અર્થ ‘ useful in medicine ‘ . alkaloids , coumarins , flavonoids , steroids , tannins , terpenoids , glycosides , emodine , antho /leucoanth cynins , phlobatinis , saponins , essential oils ઉપયોગી ઘટકો . ઓઈલ ઘણું કિંમતી ને તેજ , તેથી અલ્પ માત્રામાં પરવડે . જાસ્મિન એબ્સોલ્યુટ King of oils . અત્તર , બેહદ મીઠ્ઠી સુગંધ – સૌની પસંદગી . સંધ્યા સમયે ફોરમ વિખેરે તેથી , રાત્રિ ના અંધારેથી ફુલો ચૂંટે. Not soporific મનને નિદ્રાધીન ન કરતા , શાંતતા ને સાંત્વના દેનાર . ત્વચાનાં આળાપણા માં , સોજા ઉતારનાર , એન્ટી સેપટીક , એન્ટી વાઈરલ ગુણો ને લગતું મહત્વ . પ્રેગ્નન્સી માં હાનિકર્તા . Argenteovariegatum ક્રીમ શ્વેત રંગના ધાબા વાળા પર્ણો ની વૈવિધ્ય ધરાવતી જાત ને રોયલ હોરટી કલ્ચર સોસાયટી નો award of garden merit . Jasminum grandiflorum : White Spanish Jasmine જાય ફૂલ : Royal Jasmine , Catalon Jasmine , saman Pichcha (શ્રી લંકા) , જાય ફૂલ કે જય ફૂલ તરીકે પ્રખ્યાત . J officinale ને મળતી આવતી પ્રજાતિ . Native to દ . એશિયા , ઉ ./ પૂ . આફ્રિકા , ચીનના યુનાન , સિનચુઆન પ્રાંત . ચોગમ અટવાયું ફેલાતું , ખરાઉ , ૨થી૪ મી ઊંચું સ્ક્રેમ્બલિંગ shrub , પાંદડાં સામસામે ૫ થી ૧૨ સેમી લાંબા પીંછા જેવા , ૫ થી ૧૧ પર્ણિકા , ફુલો ખુલ્લા પુષ્પ છત્ર ના ગુચ્છ માં , સફેદ ફૂલ મણિ નીચે ૧૩ થી ૨૫ મીમી લાંબી ટ્યુબ સાથે , ૫ પાંખડીઓ ૧૩ થી ૨૨ મીમી લાંબી , મીઠ્ઠી અનુપમ સુવાસવાળા ફુલ . grandiflorum નો અર્થ મોટા દેખાવડા ફુલો . અડધું પડધુ ફેલાતું બિછાતુ shrub ઝાડવું લાગે . કાષ્ઠ મય થતી જાય પણ દાંડલા જેવું થડ – લીલું રુવાંટીદાર , ખૂણે ધાર બનાવતા કે ખાંચ વાળું . દીર્ઘવત્તાકાર છેડે થી અણીયાળા , સંકડાવાથી પાતળા થતાં પીંછા જેવા સંયુક્ત પાંદડાઓ , રુવાંટી વગરના – લીસી , સુંવાળી સપાટીવાળા glabrous – કોર પર વળાંકો wavy margin – ૦.૩૫ મીમી જાડાંઈ દીટાંની ફરતે ૩ whorls વોર્લસ – પર્ણિય વલયો , પર્ણ ની ટૂંકી દાંડલી – No stipules – દાંડલી નીચે સંલગ્ન નાની પર્ણિકા ની જોડ જોવા ના મળે . ફૂલ ના વજ્રની પાંદડી લીલી , સફેદ સુંવાળી પાંખડીઓ ના ફૂલ રેખીય રીતે મ્હોર્યા – પીળા પરાગ કોશ સાથે ફૂલમણિ ની ટ્યુબ ની મધ્ય માં ૨ પુંકેસર . Uses : ૧. પાંદડાં , આયુર્વેદ ને હર્બલ ઔષધોમાં . ફુલોથી સ્ત્રીઓનાં coiffure કવેફયુઅર કેશરચના કરવામાં . ૨ . હિન્દુ ને બૌદ્ધ મંદિરો માં પુજા પાઠ , દેવ સુશોભન માટે . ૩ . દ્રાવણ બનાવીને નિષ્કાસન પદ્ધતિથી Jasmine concrete અને jasmine oleoresin ના ‘jasmine Absolute’ નામે થતાં વેચાણ ની ભારે માંગ . ૪ . ચરક અને સુશ્રુત સંહિતામાં કહ્યા પ્રમાણે ઔષધિય દવા ચિઠ્ઠી માં ત્વચા નાં વિકાર , સળેખમ – માથાની શરદી – શૈત્ય , નાકના રક્તસ્ત્રાવ માટેની સારવારમાં . ઘાવના ચેપ પર ઘી ને પાંદડાં ના મિશ્રણના ઉપયોગ અને ચાંદા – વ્રણ – નાસૂર ને સાફ કરી , જંતુ રહિત કરવામાં તથા ઓઇલ સાથે પાંદડાં ની પેસ્ટ ને રોગના ચેપ ના પ્રભાવ મટાડવામાં , દંતશૂળ અને ઉદર ની સારવાર સાથે પાંદડાં ચાવીને , કીડનીની પથરી માં – મૂત્ર અટકાયતમાં બકરીના દૂધ ને સાકર સાથે મૂળિયા નો ઉપયોગ , ત્વચાનાં ભૂરિયા ટપકાં ને ઘેરાં ડાઘાં દૂર કરીને ત્વચા રોશન કરવામાં મૂળિયા નો ઉપયોગ . ૫ . માથાની ટાલ – કેશનાગ -ઉદરી- alopecia માટેની સારવારમાં હેઅર ઓઇલ તરીકે , દૃષ્ટિ ખોવામાં – આંખ માટેના મલમ માટે – for eye salve . ૬ . લેપ્રસી ની સારવારમાં . ૭ . પશ્ર્ચિમના દેશમાં કફ ના શરબત માં , ખોખરા ને ઘોઘરા અવાજ ને ઠીક કરવામાં . ૮ . સુગંધિ – અત્તર બનાવવામાં , છેક ૧૬ મી સદીથી થતાં નિરંતર ઉપયોગ . માનસિક તાણ અને શાંતિ માટે ફુલો ની ખૂશબો થી અરોમા થેરાપી માં . નહાવાના પાણીમાં , સાબુ – શેમ્પૂ – ઓઇલ બનાવવામાં . બેન્જાઇલ એસિટેટ / બેન્ઝોએટ , આઇસો ફાયટોલ , લિનાલૂલ , લિનોલેટ , યુજેનોલ , ના કારણે ફેલાતી ખૂશ્બુ . ચમેલીના ફૂલના મિથાઇલ જાસ્મોનેટ ને લીધે પ્લાન્ટ હોર્મોન ના મોલેકયુલર – પરમાણું બંધારણ શોધાયેલા . ભારત , બાંગ્લાદેશ ચમેલી ના સુગંધિત ઓઇલ , Absolute , ઔષધિય ઘટકો ની વિશ્વની ફાર્મા , કોસ્મેટિક ઉદ્યોગની માંગો માટે નિકાસ કરે પરંતુ , હજી વેપારી ધોરણે ખેતી – ઉત્પાદન કરતા નથી . સફેદ star Jasmine , Spanish Jasmine & પીળી ચમેલી Italian Jasmine & winter Jasmine : આલેખન પ્રસ્તુતિ વિચાર વિ જયરાજ પૂણે : ૨૧ મે ૨૦૨૧ :

Blooming on trelis T jasminoids: confederate Jasmin: સ્ટાર ચમેલી નું પ્રવેશ દ્વાર
Trachelospernum jasminoids: Confederate jasmine of US: European star Jasmine: Chinese ivy
Angel wing Jasmine: Jasminum laurifolium: હિમાલય ની જાસ્મીન
Chinese Winter Jasmine: Jasminum nudiflorum: ‘Yingchun’ (welcoming spring)
Jasminum officinale: Poet’s Jasmine: true summer Jasmine
Common(officinale) Jasmin: શાયર પ્રિય ચમેલી
ચમેલી ની હારમાળ: પ્રતિક ચિહ્ન ની પાકિસ્તાની પ્લેટ પર the shield of Pakistan
Jasminum dichotomum: Gold coast Jasmin (આફ્રિકા,ભારત, ફ્લોરિડા) રાત્રિ ના સુગંધિત ઝૂમખાં

રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ : હંસા દવે & પુરુષોત્તમ ઉપાધ્યાય : કૈલાસ પંડિત : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧ ) : : ઊર્મિશ મહેતા & વૈશાલી મહેતા : ગૌરાંગ વ્યાસ ( ૨ ) : : સાહ્યબો મારો ગુલાબનો છોડ, વે’લી હું તો લવંગ ની : હેમા દેસાઈ & આસિત દેસાઈ : ( ૩ ) : રસ કવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ : આસિત દેસાઈ : ( ૩ ) : :

https://youtu.be/35UigjEgn4w?si=p5s_QzTQV0eMljPi

(હોઅ) કયારે પુરા થશે મનનાં કોડ ? કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . હોઅ કયારે પુરા થશે મનનાં કોડ ? કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં , ઘેલો થઈ ખેલે છે ફુલો થી બાગમાં . ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં , ઘેલો થઈ ખેલે છે ફુલો થી બાગમાં . ભમરાની જેમ તોય માની જો જાય તો , કહેવી છે વાત એવી મારે પણ કાનમાં . હોઅ મારા જોબન નું ઊગ્યું પરોઢ કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . કલકલતા ઝરણામાં નદીયું છલકાય છે (ને) નદીયું ના વ્હેણમાં સાગર મલકાય છે . કલકલતા ઝરણામાં નદીયું છલકાય છે (ને) નદીયું ના વ્હેણમાં સાગર મલકાય છે . ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં , ધરતીનો છેડો જઈ આભમાં લહેરાય છે . હોઅ નદી ને સાગર થવાનાં જાગ્યા કોડ કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . આંખ્યું ની વાત હવે હોંઠો પર લાવીએ , ફુલોની પાસ જઈ ઓરાં થઈ આવીએ . આંખ્યું ની વાત હવે હોંઠો પર લાવીએ , ફુલોની પાસ જઈ ઓરાં થઈ આવીએ . રોપીને આસપાસ મહેંદીના છોડને , માટીના કુંડામાં તુલસી ઉગાડીએ . હોઅ હવે હમણાં તો હાથ મારો છોડ કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . હોઅ લે ને પુરા કીયા મનનાં કોડ કે રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . કે સાહ્યબો મારો ગુલાબનો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . સાહ્યબો મારો ગુલાબનો છોડ . કવિ શ્રી કૈલાસ પંડિત : સ્વર : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરાંકન સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : યુવક – યુવતી નું રમતિયાળ , મલકામણું પ્રેમ ગીત છે . એક સાંજે , હોંશીલી કોડવતી યુવતી બિલવિડ beloved વહાલાં ‘ સાહ્યબા ‘ ની સાથે કોઈક ઉપવનમાં આવી ને , મન ઉકેલવા , અંતઃકરણના વહેણને વાચા આપે છે . ત્યારે , સર્જાયા ગીત માં , પ્રકૃતિના તત્વો ઢળતો સૂરજ , ઝરણાં , નદી , સાગર , ચંદ્ર , ફૂલ છોડ બાગ ભ્રમર સહિત ધરા પણ , બોલકું થઇ દૃશ્ય રચના ની પંક્તિઓમાં અર્થ પૂર્ણતા નિખારે છે . આરંભમાં અને ત્રણેય અંતરા માં યુવતી ” સાહ્યબો મારો ગુલાબનો છોડ ” એ પુનરાવર્તનિયું ફરકાવતી મસ્તી આચરે છે . ત્યારે , પ્રેમ ભાવથી આંખ ગુલાબી થાય , ‘ઈશ્ક થી જોવું’ , રોમાંચક ઝંખના માં પરિણમે અને હૈયાનાં ઉત્કટ મનોભાવ વ્યક્ત થતી ગીતની પંક્તિઓમાં મળે : ” મારા જોબન નું ઊગ્યું પરોઢ..”. પૃચ્છના તો , આરંભી દીધી હતી : ” ક્યારે પુરા થશે મનનાં કોડ ? ” શું થાય જ્યારે હોય સાહ્યબો ગુલાબનો છોડ ! રંગ , સુગંધ , દેખાવ સંમોહક અને વળી ‘ ફુલો નો રાજા ‘. પણ , કાંટાળો છોડ . ભેટણું તો થાય નહિ . બથમાં લેય નહિ . પહેલાં અંતરા માં , યુવતી કહે છે કે આકાશમાં ઢળતો સૂરજ બાગમાં ખીલ્યાં , ફુલોની સાથે ઘેલો થઈ ખેલે છે . આ પ્રેમાવેશ નજરોનજર , દેખાય છે . Sun in the west was a drop of burning gold that did near and nearer the sills of the world “. { પશ્ર્ચિમમાં સૂરજ એ અગન દેવાં બેહદ આતુર ઝળુંબી રહેલ ઝૂમખો – સોનાનો લૂમખો હતો જે ધરતી પર નજીક અને નજીકતર આવીને પડનાર ( સિલિનિસ ) મૂર્ખામી કરનાર હતો } . માની જો જાય તો એવી જ વાત , ” જોબન નું ઊગ્યું પરોઢ ..” ભમરાની જેમ , મનમીત ને કાનમાં કહેવા ધાર્યું છે . શેક્સપિયર નું ‘રોમિયો એન્ડ જુલિયટ’ માં લખ્યું યાદ કરીએ : “But soft , what light through yonder window breaks ? It is the east and Juliet is the Sun”{ પરંતુ ,પણે દેખાતી બારીમાંથી કયા પ્રકાશ તૂટી જાય છે / ફાટી નીકળ્યા છે ? તે પૂર્વ છે , અને જુલિયટ સૂરજ છે } . મત્ત લગની – પ્રિયતમ માટે ની ઘેલછા છે , આ . પોહ ફાટ્યું જાય એમ જોબનમાતું છલકાટ ઉભરાય . એવી વાત કોડ પુરા કરનારા પ્રિયતમને કાનમાં કહેવાથી , તરત અસર થાય . શું થાય જ્યારે હોય સાહ્યબો ગુલાબનો છોડ ! યુવકે પ્રેયસી ની ભાવાવેશમાં વ્યક્ત હૈયાં ની છાની વાત એનાં હાથમાં પોતાનો હાથ પરોવી રાખીને સાંભળી અને સમજીને પ્રતિભાવો આપતા કહે છે કે : ” કલકલ અવાજ કરતા ઝરણામાં નદી પણ છલકાય છે કેમકે ઝરણજલ નદી રૂપમાં સામેલ થાય અને નદીના વહેણમાં સાગર મલકાય – ધીમું હાસ્ય કરે . નદીની અપાર વિપુલ જળરાશીના સમાવેશ થી સાગર ઊભરાય જતો નથી . સાગર એવો ને એવો જ , અસાધારણ શાંત રહે છે . ચાંદાને જોઈ સાગર ની થોડીક જળરાશી , ” ઝૂલે છે ગેલમાં “. આનંદમાં આવી જાય .” ધરતી નો છેડો જઈ આભમાં લહેરાય છે ” . છેવટે દૂર ક્ષિતિજે નજર કરતા પવનમાં મંદ મંદ ફરકતી ને સરકતી , આપણા મનની તોફાની હરકત છે , આ . જેમાં આનંદ મગ્ન થઈ રહીએ . “નદીને સાગર થવાનાં જાગ્યા કોડ “. સાગરની વિશાળતામાં‌ નદીનો સમાવેશ પહેલેથી સુનિશ્ચિત છે . સુગંધિત ફુલો થી ખેલતા સૂર્ય ની કિરણાવલી , કલકલતા ઝરણા નો ધ્વનિ , સમુદ્ર મિલનની ઝંખના માં ધસમસતા નદીના પ્રવાહો , સાગરના તરંગો કે ધરતીના આભમાં લહેરાતા વસ્ત્ર છેડાના , કોઈ પણ સ્થળ , કાળ પર પ્રકૃતિજન્ય દેખાવો માં વિચલિત થયા વગરની આપણાં મનની શાંતિપૂર્ણ સ્થિતિ – રીતી પ્રતિબિંબિત થવી આવશ્યક છે . આવું કંઈક કહેવા ધારતા યુવક ને ફરીને એ જ વાકયાર્થ સંભળાવે છે એની પ્રેયસી . શું થાય જ્યારે હોય ” સાહ્યબો ગુલાબનો છોડ “. હકીકતમાં , બંને પ્રેમીઓ હ્રદયના ભાવ વિભાવ ને – એકમેકના મનને પૂર્ણ પણે કહનાંકિત કરતા સમજી ચૂક્યા છે . માટે , યુવતી , ત્રીજા અંતરામાં કહે છે કે , ” આંખોની વાત હવે હોંઠો પર લાવીએ , ફુલો ની પાસ જઈ ઓરાં થઈ આવીએ . રોપીને આસપાસ મહેંદીના છોડને માટીના કુંડામાં તુલસી ઉગાડીએ ” . મહેંદી સહિત ની મેન્દી ની વાડ ઘરની આસપાસ ઉગાડીને સુરક્ષિત રહેઠાણની અને પ્રવેશ દ્વારની સામે તુલસી ક્યારાની સ્થાપના ધારેલી ઈષ્ટ જગ્યાએ ગૃહજીવનનો આરંભ અને જીવન વ્યવસ્થા , એ જ તો કાવ્યના પ્રિયા – પ્રતિમ ના નૈસર્ગિક લક્ષ્ય હતાં અને છે જે ખુલ્લા મનથી સ્પષ્ટ કરીને યૌવનમત્ત યુવતી હવે પ્રિયા થઈને કહે છે કે , ” હવે હમણાં તો હાથ મારો છોડ “. ” સાહ્યબો મારો ગુલાબનો છોડ ” , એ વાકયાર્થ તો ખરો જ . અંત ઘણો જ સુખદ છે . પ્રિયા નો પ્રતિમ છેવટે બહેલાવી ને કબૂલ મંજૂર રાખી કહે છે કે , ” લે ને પુરા કીયા મનનાં કોડ “, ” (કારણ)કે રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ “. ગુલાબનો કાંટાળો રાજવી તાજ ત્યજીને , ચંબેલી રાજરાણી ના , ચંપા – ચમેલી નામે થતાં મેળાપ ને નિહાળ્યા વગર , અડપલાં કરતા સૂરજે ધરતી – આભની ક્ષિતિજે , ક્યારનુંય પડતું મેલ્યું હશે . પણ , પ્રિયા – પ્રતિમ ના વિનોદ ચાલું જ રહ્યા સંભળાય છે , કે સાહ્યબો મારો ગુલાબનો છોડ ” . ના રે ના . ” રાજવણ તું ચમેલી હું ચંપાનો છોડ “. ભારતીય વૃક્ષ શાસ્ત્રની રૂએ કામદેવને પ્રિય પાંચ ફુલો માંનું એક તે ચંપો અખંડ સૌભાગ્ય નું પ્રતિક હોય પતિ હંમેશા સાથે રહે . આપણને જાણ છે કે જળરાશી ના ઉંડાણ , અંતર્ગત માત્રા , અને ઢાળ ઢોળાવો , નદીના પ્રવાહની દિશા અને માર્ગ નક્કી કરી આપે છે . સૂરજ ચંદ્ર ના આકર્ષણ ની ગુરુત્વ શક્તિ ના કારણે સાગર , ઉન્નત દેખાવથી મોજાં રૂપે ઉછળે અને ભવ્ય ભરતી સ્વરૂપે ધરતી પર આગળ વધી આવી મળે , દરિયા કિનારા પર જે , હરકોઈ ને વિદીત છે , ગ્રેડ સ્કૂલ ના અભ્યાસ સમયથી . નૈસર્ગિક ઘટના ચક્રો , પ્રવાહો અને સુહાવના સ્થળો મનુષ્યો ના આત્માઓને ખોલે છે અને પ્રેમ ના અનુભવો કરાવતા રહે છે . સમયનાં તરંગિત મોજાં જીવનકાળની નદી જેવા વહે છે . જિંદગી એક સુંદર સફર છે . આજે કરવાનાં નિર્ણયો ના આધારે આવતીકાલ બદલો . ફરીને વધુ એક સુંદર સાંજ અને સુંદર દિવસનો અંત . ” રાજવણ તું ચમેલી હું ચંપા નો છોડ . કે સાહ્યબો મારો ગુલાબનો છોડ “. કવિ શ્રી કૈલાસ પંડિત : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ૨૧ મે ૨૦૨૦ . ઊર્મિશ મહેતા અને વૈશાલી મહેતા ના સ્વરમાં ગૌરાંગ વ્યાસ ના સ્વરાંકન સંગીત માં આ જ ગીત બે અંતરામાં સાંભળવા અહીં ક્લીક કરો https://youtu.be/mEVmceF_wFA : : : : અહીં નીચે ક્લિક કરો અને સાંભળો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ની કાવ્ય રચના લિરિકસ વિડિયો આસિત દેસાઇ અને હેમા દેસાઇ ના સ્વર માં : આલ્બમ : વન્સ મોર ( T Series ) : : : : https://youtu.be/kqZ9bmmjW4M?si=tzZQtHZKuY6V-dYv

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 ).                                                                         એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલી ઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓ એ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ
********

રસકવિ રઘુનાથભાઇ નો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતો ને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી
********

કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતા પ્રધાન હતાં એટલે જીવનને કવિતા પ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી
********

રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.
********

કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા
********

” ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની. સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની. સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,”  : : : : રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ : : :: આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ : : .. .

ચંપા ના ફુલો : Magnolia champaca & Plumeria rubra :

White Champaca flower: Magnolia champaca
Red frangipani Warje India Plumeria rubra

Magnolia champaca , ચંપક ફૂલનું વૃક્ષ , ઘણું મોટું , ઊંચું , સદાપર્ણી , નિત્ય લીલું , ડાળીઓમાં પોચું . family : magnoliaceae . પહેલાં Michelia champaca નામથી ઓળખાતું . Joy tree , Perfume tree , Yellow jade Orchid tree , Himalayan Champaca અન્ય નામો . સંસ્કૃત Champak પરથી Champaca નામ પડ્યું . ઈન્ડો ચાયના , દ . એશિયા , દ . પૂ . એશિયા ના વિસ્તિર્ણ પર્ણોના વનાચ્છાદિત ઈન્ડો મલાયન પ્રદેશ થી ૨૦૦ થી ૧૬૦૦ મીટર (૬૬૦ થી ૫૨૬૦ ફૂટ) સુધી મૂળ વતન native to ભારત , બાંગ્લાદેશ , નેપાળ , માલદીવ , મ્યાનમાર , ઈન્ડોનેશિયા , થાઈલેન્ડ , વિયેતનામ , કમ્બોડિયા , xisang , yunan પ્રાંતના ચીન . ૫૦ મીટર (૧૬૦ ફૂટ) ઊંચે સુધી પહોંચે . થડ ૧.૯ મીટર(૬.૨ ફૂટ) સુધીના વ્યાસ માં પહોળું થઈ શકે . પુરાણકાળથી ફેલાતાં રહ્યા . સંરક્ષણ સંબંધે અત્યલ્પ ચિંતા . ટોચ પર મુગટ ધાર્યા હોય , ચોતરફ પુષ્પ છત્ર માં અત્યંત ખુશબોદાર ચંપાકલી ને ચંપા ના ફુલો ક્રીમ કે પીળા , જૂન થી સપ્ટેમ્બર વિપુલ માત્રામાં મ્હોર્યા હોય અને નીચે ખર્યા હોય ને સમગ્ર પરિસરમાં સુવાસિત પરમ પાવન વાતાવરણ ઘડ્યું દીસે . લાંબી જેવી હસ્તે દાંડીથી પકડયે ઊંચે જતી પાંખડીઓ . અણીએ પહોળું ચપ્પટ જેવું દેખાતું સ્ત્રી કેસર obovoid ellipsoid carpels . સ્હેજ હળવું પણ ફુલો ઝેરી તો ખરા જ . ડાળી પરથી પાન તોડવા જતા પશુ ના મ્હોં હોંઠ પર દર્દ જનક ફોલ્લીઓ rashes પડે . પાનના દૂધિયા રસ milky latex ત્વચા પર પડે તો ફોલ્લા પડી શકે . કોઈ લોકો હાનિકર્તા પ્રાણીઓને છેતરીને ઝેરી ફુલો ખવડાવી નાબૂદ કરવા ની પ્રવૃત્તિ કરતા જોવા મળે sap the harming animals . સપ્ટેમ્બર ને ઓક્ટોબર માસમાં , ખાસ કરીને જૂનાં વૃક્ષ પર , ૨ થી ૪ બીજ વાળી શિંગ માં ફળીકરણ . મહારાષ્ટ્ર માં લોકપ્રિય ખડચંપો ધોળાં ફુલો ને પાન લાંબાં . લીલો ચંપો રામફળ ની જાતનાં , પાન લાંબાં , ગળો જેવી આંકડી આવે . પીળો ચંપો , રામ ચંપો , નાગ ચંપો , રાય ચંપો , ખેર ચંપો , ભૂ ચંપો , કનક ચંપો , સુલતાન ચંપો અન્ય જાતો . કૂંડા માં પણ છોડ જેમ ઉછેરવા માટે નર્સરી તૈયાર કરી વેચે . દાંડી એ સફેદી રસમય સુગંધ નો ચટકો દેતું , રૂપાળું , વેણીમાં ના બેસે , કેશમાં ખોસે તો એકલું જ . માટે ગર્વિષ્ઠ . ચંપાનાં વૃક્ષ અને ચંપક ફુલો ના પુરાણોમાં ઉલ્લેખ મળે . જેમકે , ભાગવતમાં ૩:૨૫ : ” બિંદુ સરોવર ના તીરે દિવ્ય , આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરી શકતા , ઊંચા વૃક્ષો અને સુવાસિત ફુલો માં સમાવિષ્ટ ચંપક વૃક્ષો અને ચંપાનાં ફુલો થી ઘેરાયેલા કંદર્પ ઋષિ ના આશ્રમનું વર્ણન ” કર્યું છે . મહાદેવ શિવ ના કૈલાસ પર્વત પર આવેલા નિવાસ નું ચંપક વૃક્ષ સહિત સુગંધી પુષ્પો અને સુંદર વૃક્ષો થી સુશોભન થતું હોવાનું વર્ણન વાંચવા મળે છે . વૃંદાવન માં , કાન્હા ની ભાળ મેળવવા ગોપીઓ ચંપક વૃક્ષો સાથે વાત કરતી હોય એવું નિરૂપિત થયેલું જાણવા મળે છે . બૌદ્ધ ધર્મ માં , બોધી વૃક્ષ નીચે પ્રાપ્ત બુદ્ધના બોધ સાથે સાંકળે . તિબેટમાં બૌદ્ધ અનુયાયીઓ માને છે કે નવા યુગમાં , સફેદ ચંપાનાં ઝૂકી આવેલાં છત્રના ચંદરવા નીચે હવે પછીના બુદ્ધ નો નવો જન્મ , દર્શન અને બોધ થનારી ઘટના બનશે . કોઈ ની કે કોઈ ચીજવસ્તુની મનોરમ્ય રંગ વિશેષઃ પ્રશસ્તિ માટે ચંપાનાં ફુલો સાથે મેળ મિલાપ દર્શાવીને અભિવ્યક્ત કરી શકો છો . Plumeria rubra : ૭ થી ૮ મીટર (૨૩ થી ૨૬ ફૂટ) ઊંચું ઘટાદાર નિત્ય લીલું પણ ખરાઉ પ્રકારના ચંપા ની જાતો માં મૂળ વતન મેક્સિકો , મધ્ય અમેરિકા , વેનેઝુએલા , કોલમ્બિયા , પણ ઉષ્ણ કટીબંધિય પ્રદેશ સહિત વિશ્વ ભરમાં સંવર્ધિત મંદિરો ને બગીચામાં કે કબ્રસ્તાનમાં વિશેષ જોવા મળે છે . ઉનાળામાં અને શરદ ઋતુમાં / પાનખર પહેલાં સફેદ , પીળા , ગુલાબી , લાલ ખુશબોદાર ફુલો થી ભરચક વૃક્ષો થી પરિસર સોહાવનુ દીસે . Plumeria ચંપાથી ઓળખાય . ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી Charles Plumier ના નામ પરથી Plumeria નામ મળ્યું . Chaaphaa , champige , Common / red frangipani , red paucipan , red Jasmine , Temple tree , અન્ય નામો . champa (પાકિસ્તાન) , red frangipani (મલેશિયા) , champei krahome (કમ્બોડિયા) lille & frengipanier (ફ્રાન્સ) araliyu (શ્રી લંકા) Jasmine variety (બ્રાઝિલ) flor de santo Antonio (પોર્ટુગીઝ) mawk (મ્યાનમાર) , rubra (ઈઝરાયેલ સ્ટેટ્સ) . golok chapa ચંપક નો અર્થ શ્રી કૃષ્ણ નું દિવ્ય પરમ પાવન નિવાસ સ્થાન છે જેને સુશોભિત કરે છે gulancha અને kath golop (wood rose) . બંગાળ માં સફેદ chompa/ chapa અંત્યેષ્ટિ માં / મૃત્યુ પછી ફુલમાળા માં ‌, ફિલીપીન્સ , ઈન્ડો- મલેશિયા માં પ્રેતાત્મા સંબંધે , કબ્રસ્તાનમાં , બાલી ટાપુ ના હિન્દુઓની મંદિર પુજા માં , હવાઈ ટાપુઓ માં meliya નામે જમણા કાન માં ખોસી પ્રેમસંબંધ ના સ્વિકાર માટે ને ડાબે કાને ખોસી ઈન્કાર માટે ના ,બારસાખ માટે ના leis flower (ન્યુઝીલેન્ડ) વિ. હેતુઓ દર્શાવતા ઉપયોગ જોવા મળે . મેક્સિકો નું cacaloxuchitl – crow flower , sacuanjoche નિકારાગુઆ નું , લાઓસ નું રાષ્ટ્રીય ફૂલ . કર્ણાટકમાં દરેક મંદિરમાં . એ ઉપરાંત પશ્ર્ચિમ ઘાટના પ્રદેશ માં લગ્ન મંડપમાં દુલ્હા દુલ્હન ક્રીમ પ્લમેરિયા ના ફુલોની અદલા બદલી કરે . શ્રી લંકા ની ૫ મી સદીની પર્વત ની દેવી sigiriya ૫ પાંખડી નાં ફુલો અંગૂલી માં ધારણ કરે તેનું શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે અને ત્યારથી આજ સુધી પુજા વિધિ માં સામેલ રાખતાં આવ્યા છે . પૂર્વ આફ્રિકાની સ્વાહિલી ભાષામાં પ્રેમ કવિતાઓમાં અનેકાનેક ઉલ્લેખ . એઝટેક પ્રજા સ્ત્રીઓની કામૂકતા અને ફળદ્રુપતા – જીવન ની દેવી સાથે સંબંધિત માનતાં . બેંગલોર ના ગુલાબી , આન્ધ્ર અને કોઝીકોડે – કેરળના સફેદ , ગુજરાતનાં લોકજનો , ચંપાનાં સફેદ પીળા મિશ્રિત ને ક્રીમ Plumeria ની જાતો વિકસાવવામાં મોખરે રહ્યા છે . ચંપા ના ફુલો રાત્રે સૌથી વધુ સુગંધ રેલાવે જેથી ઉડતા જીવડાંઓ spinx moth આકર્ષાય ને ફળીકરણ કરનાર પરાગકણો નું વહન કરે . ફુલો માં nectar મધુર રસ હોતો નથી તેથી રાત્રે ખુશ્બુ રેલાવા ની શણગારની યુક્તિ . પર્ણહિન કલમના રોપા ને નીચેથી સુકાતો રાખી , well drained જમીનમાં રોપવાથી cutting & grafting પદ્ધતિ થી ઉછેરવામાં આવે . પૂર્વ જાવા ના પુરાતન penataran temple માં અંકિત . ઈટાલીના Marquis of noble family એ Plumeria scent / પરફયુમ ની શોધ કરી હતી . Magnolia માં lighter scent હોય , જ્યારે Plumeria માં heavy scent હોય . નાગચંપા અગરબત્તી / ધૂપમાં Plumeria અને sandalwood ના પરફયુમ નું મિશ્રણ હોય . ચંપકા બ્રાન્ડ માં Magnolia ની સાથે geranium અને વેનિલા નું મિશ્રણ હોય .આમ , ચંપા ના ફુલો અને વૃક્ષ ને લગતું સાંસ્કૃતિક અને ધાર્મિક અર્થ પૂર્ણતા , મહત્વ અને મર્મના મહિમાનું આલેખન રસપ્રદ છે . બારડોલીમાં , અમારા નિવાસ ના પ્રાંગણમાં ચંપા નું ૧૨ ફૂટ ઊંચું વૃક્ષ હતું . ૪ થા ધોરણમાં ભણતો ત્યારે આસોપાલવ ના પાન સાથે ચંપાનાં ફુલો ની ફુલ માળા તૈયાર કરી લઈ જઈ , મારા વર્ગના દ્વારે અને આચાર્ય ની ઓફીસ ના દ્વારે શણગાર કરવામાં , રોજની પ્રાર્થનામાંથી મને મુક્તિ મળતી જેનો , હર્ષ ત્યારે થતો એટલો ચંપાનાં ફુલો નો પમરાટ આજ સુધી અકબંધ રહ્યો છે અને રહેશે . આલેખન , પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે ૨૧ મે ૨૦૨૦ .

White variant Plumeria rubra
Pink variant Plumeria rubra
Magnolia champaca : cream flower
Michelia champa: સોન ચંપો
Sultan Champa સુરંગી
નાગ ચંપો
Plumeria સફેદ ચંપો
લાલ ચંપો
આંદામાન કનક ચંપો Pterospermum acerifolium પોર્ટ બ્લેર દ. આંદામાન makchun : ફુલો ઓક્ટોબર- માર્ચ
Orange coloured variety of the Champa Flower at full bloom
Plumeria trees in huge numbers at IT Park in Chandigarh : July 2016 : White flowers looking bright at the rain soaked Sky.
Michelia champaca :Simachalam: yellow/ golden sacred exotic fragrant flowers
Vase shaped, fleshy dark pink Plumeria rubra : પીળા સફેદ/ મહારાષ્ટ્રીયન ખડ ચંપો લાલ : nosegay/temple/pagoda/caterpillar tree : Spanish/red paucipan/ jasmine : May flower : Mary flower

તમે રે ચંપો ને અમે કેળ : પ્રફુલ્લ દવે & અનુરાધા પૌંડવાલ : કાન્તિ અશોક : મહેશ – નરેશ :

અમે રે ચંપો ને તમે કેળ . અમે રે ચંપો ને તમે કેળ . અેક રે ક્યારા માં દોનોં રોપિયા . આપણ અેક રે ક્યારા માં દોનોં રોપિયા . તમે રે ચંપો ને અમે કેળ . તમે રે ચંપો ને અમે કેળ . એક રે ક્યારામાં દોનોં રોપિયા . આપણ એક રે ક્યારામાં દોનોં રોપિયા .અમે રે ચંપો ને તમે કેળ. ચાંદા સરીખું મુખડું તમારું , ચંપા તેવર ની છે કાય રે .
અળગા રહીને સોહંતા રૂપ ને , માણું તો માણ્યું ન જાય .
એઅ . ઉપર થી રતોજણા અને ભીતર ધારી આગ ,
પણ અજવાળે જ્યોતિયુ રે લાગ હે .. જેને અડતા લાગે ડાઘ .
તમે રે મોતી ને અમે છીપ . હોઅ .
વચને કીધા રે અમને વેગળા . જોને
વચને કીધા રે અમને વેગળા .
અમે રે ચંપો ને તમે કેળ .

જૂગ ની પુરાણી પ્રીત યુ રે અમારી , મળ્યો રે ભવો ભવ નો સાથ , હોઅ .
તરસે છે આજે , મળવા ને કાજે , મેંહદી એ મૂકેલો મારો હાથ . એઅ .
ભવ ભવ ના સાથી આપણે ,
અને તો યે કેવો જો ને સંજોગ . હે .
પણ એક રે બાજુ છે જોગ તો , અરેરે , જોને , બીજી પરોવી જ્યોત .
તમે રે દીવો ને અમે વાટ .
જ્યોત રે વિહોણા દોનોં ઝુરતા
આપણ જ્યોત રે વિના ના દોનોં ઝુરતા .
તમે રે ચંપો ને અમે કેળ .
અમે રે ચંપો ને તમે કેળ .
એક રે ક્યારા માં દોનોં રોપિયા .
આપણ અેક રે ક્યારા માં દોનોં રોપિયા . ( X ૪ ) . Together with Fragrance Of Champa Flowers : ENJOY & Take Care . Stay Safe Together OR In Self Isolation With Digital Proximity With All , AND Maintaining Social Distancing Amid Novel Corona SARS 2 Virus’s COVID 19 Time . For Better Tomorrow . આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ. ૧૯૭૮ માં આ જ નામની સિલ્વર જયુબિલી લોકપ્રિય ફિલ્મ નું આ ગીત છે . અળગા રહ્યા વિજોગણ પ્રેમીઓના અંદરુની ટળવળાટ , મળવા માટેનો તલસાટ , તેજ વિહોણા હૈયાં બોલ્યા ઝૂરાપા ની વેદના બંને પ્રેમીઓ વારાફરતી , અને ઈકઠઠા વ્યક્ત કરી શકે છે .” એક રે ક્યારામાં દોનોં રોપિયા ” વારંવાર કહેવાયું છે .” ભવ ભવના સાથી ” સમજાવેલા ચંપો – કેળ , મોતી – છીપ , દીવો – વાટ , જેવા રૂપકો માં સ્પષ્ટતા સાથે નિખારે છે . આમ તો કેળનાં બગીચા અલગ હોય , ખેતરમાં , કે કુદરતી રીતે વન વગડે પણ હોય . “કદળી વન ” કે ” કદલીવન ” ના વર્ણન સાહિત્ય માં પુરાણ કાળથી લખ્યાં ઉતરી આવ્યા છે . દેવપુજા ( ખાસ મહત્વ પ્રાપ્ત વિષ્ણુ પુજા ) માં , લગ્ન મંડપમાં , લાંબા , ફાટ્યા સુંદર દેખાતાં કદલીપત્ર ની કમાન ની જોડી , ચાર કદલી સ્થંભ સાથે ખુબ જ સોહય અને શુભ મનાય છે . પણ , આંગણ રોપ્યા હોય તો તે વર્જ્ય ગણાય . માટે , બગીચામાં થી લાવે જ્યાં તેનાં વૃક્ષો કતારોમાં હોય , કદલીફળ – કેળા ની લૂમ સાથે .કેળ – ‘કદળી વૃક્ષ’ ને ‘રંભા વૃક્ષ’ પણ કહે જે સમુદ્ર મંથનમાંથી દેવાંગનાઓ સાથે નીકળેલી સુંદર સ્ત્રી – અપ્સરા – રંભા પરથી ઓળખાયું . ચંપા નું પણ મોટું વૃક્ષ હોય , ઉપરી મુગટ ધર્યું , ચોતરફી સુગંધિત પુષ્પ છત્ર થી ભર્યું ભર્યું . ચંપા નું ફૂલ રૂપ રંગ થી રૂપાળું . શ્વેત પાંખડીઓ , દાંડી એ સફેદી , રસમય સુગંધ નો ચટકો દેતું . પણ , ભ્રમર કે મધમાખી પણ ન બેસે . રસ પડે તો ફોલ્લા થાય . વેણી માં ના બેસે , માટે ગર્વિષ્ઠ . કેશમાં ખોસ્યું તો એકલું જ . ચંપા અને કેળ નો સાથે હોવાનો સંયોગ કદાચિત જ . દેવ કૃપા થાય ને ભેળાં ઊગે , શક્ય છે કોઈ મંદિરના પરિસરમાં એક ક્યારામાં સંજોગવશાત રોપ્યા મળ્યા હોય . ” જુગની પુરાણી પ્રીત્યું રે અમારી , મળ્યો રે ભવોભવનો સાથ ” શબ્દો ની અર્થસભર સચ્ચાઈ માનવી રહી . નાયક વચનસ્થ છે , એના સંજોગે . વચનસિદ્ધ વેણ દીધાં હોય ક્યાંક , કોઈ ને . જોઈ નથી ફિલ્મમાં એની કથની . ગીતનું કથન છે , ” વચને કીધાં રે અમને વેગળા “. મોતી બંધ બીડાયા છીપમાં હોય , પણ , એ જન્મો જન્મ નો સંગાથ કેટલો સમય નભતો હશે ?! મોતીનું , કોઇ ખાસ માનવના કિંમતી હારમાં કે અંગૂલી પર સોહવા મઢાતું ભાવિ સ્વીકાર્યું હશે . મોતી વિહોણા છીપને કોટલાની ચંદ્ર જેવાં ચળકાટ ની અંદરુની સુંદરતા છતી કરતું અસ્તિત્વ નિભાવવાનું આવે . ચંપા તેવરની કાય છે . શરૂઆતમાં નાયક કહે છે ,” ચાંદા સરીખું મુખડું તમારું , અળગા રહીને સોહંતા રૂપને માણું તો માણ્યું ન જાય “. મહેંદી મુકેલો નાયિકા નો હાથ પ્રિયતમને મળવા માટેની ઉત્કટ ઝંખના દર્શાવે છે . પ્રજ્વલિત દીવો ઉપરથી અજવાળું પાથરી રહ્યો દીસે , પણ જ્યોતમાં થી રેલાઈ રહ્યો પ્રકાશ , અગ્નિનો પ્રકાશ છે . દીવા ની જ્યોતિ ને અડતાં દઝાડતી ઝાળ જ નહિ ,દીવા નો મસ , મેલ – મેશના કાળા ડાઘ પણ લાગે – બટ્ટો લાગે . એક રીતના સંયોગે , એક જ ક્યારામાં દોનોં રોપિયા હોય , ભવોભવ ના સાથી છે , પણ અરે હો ! હ્રદયના ચચરાટ ની લાગણી ના અરેરે ! ઉદગાર સાથે નાયિકા કહે છે , ” જો ને બીજી પરોવી જ્યોત ” . ફિલ્મ ની કથની માં સુપેરે કહ્યું હશે . દીવો – વાટ નો આ તે કેવો સંગાથ , ” જ્યોત રે વિહોણા દોનોં ઝૂરતા ” . યાદ કરી કરીને , વલખાં ધારી તલસતાં , તરસતાં અને હિજરાતાં પ્રેમાળ હૈયાં ” જયોત વિહોણા ” કલ્પાંતથી ક્ષીણ થઈ રહ્યાં છે . કરુણ ગીતના અંતમાં ” આપણ એક રે ક્યારામાં દોનોં રોપિયા ” . ફરી ફરી ને , કહ્યું કે કર્યું વર્ણવી રહે છે . વિયોગમાં ઝૂરતા , સોહંતા નાયક અને વિરહમાં સહભાગી , સોહણી નાયિકા નું કરુણા સભર પ્રેમગીત . ગીતકાર : કાન્તિ અશોક : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે , ૨૧ મે ૨૦૨૦ .

મોગરા ના ફુલો : Arabian Jasmine : Jasminum Sambac :

Various Flower Stages Jasminum Sambac
Maid of Orleans મોગરા મોતિયા બેલા sampaguita and pikake

મોગરો : મલ્લિકા , અનંત મલ્લિકા , નવ‌ મલ્લિકા , માલતી , પ્રમોદિની (સંસ્કૃત) , Bel , Beli (Bengali) , Juhi Mahi (oriya) , Mallepu Vvu (Telugu) , Malikapu (Tamil) , Dundu Malige , Iravantige (Kannad) , Motiya (Punjabi) , Chamba , Ban Mallika , Mogara (Hindi) , Kaliyan (Urdu) મદનમાન અને પાલમપૂર ફુલો ના નામે પણ જાણીતા છે : Pichcha , Gaeta Pichchu , Sitapushpa ( Sri Lanka ) Sampaguita – National Flower ( Philippines ) , One of the 3 National Flowers : Melati Putih ( Indonesia ) , ૨૦૦ થી વધુ Species . એરેબિયન જાસ્મીન : જાસમીનમ સેમબાક : Native to tropical Asia : mainly in South , Southeast , Southwest Asia . Central America , Florida , Cuba , Maldives , Jamaika , Bahamas , માં પણ લોકપ્રિય . દિલ્હી , રાજસ્થાન માં ટોક મોગરા ની ફુલ માળા તરીકે લોકપ્રિય . ગુજરાત માં અમદાવાદ , વડોદરા , સૂરત , ભરુચ , કચ્છ , અને તામિલનાડુ ‌, કર્ણાટક , મહારાષ્ટ્ર ( ખાસ પૂના ,નાશિક માં ) ખૂબ લોકપ્રિય હોય ખેતરો માં ખેતી થાય . દક્ષિણ માં અત્તર , બનાવે . Small shrub or Vine ૧/૨ થી ૩ મીટર સુધી (૧.૬ થી ૯.૮ ફૂટ ) ટેકો કર્યે ઊંચે ચઢે . સ્વયં સ્ફૂર્ત કુદરતી પરિવર્તનો અને વર્ણશંકરતા ને લીધે ફેરફારો સાથે વિવિધતા ભર્યા તરોતાજા , સદાપર્ણિ , સદાબહાર ફૂલ છોડ જોવા મળે . ૪×૨ સેમી થી ૧૨.૫× ૭.૫ સેમી ના લાંબા × પહોળા દીર્ઘવત્તાકાર Ovate green rich પાંદડા ૫ થી ૯ નાની પર્ણિકા ના એકદલ રચીને ધારણ કરે ફુલો ના ઝુમખા . ૩ થી ૧૨ ઝૂમખાંમાં ૨ થી ૩ સેમી નાં વ્યાસ ના શ્વેત પુષ્પ ગુચ્છ corolla , In 3 whorls ડીટાની ફરતેના ૩ વલયો , લીસ્સો સુંવાળો glabrous . શ્વેત રંગ પવિત્રતા અને વિશુદ્ધતા સૂચવે . ૫ થી ‌૯ પંખૂડી સુધીના , અત્યંત સુગંધિત strongly scented મોગરા નાં ફુલો ઉનાળા દરમિયાન વસંત ઋતુ માં પુષ્કળ માત્રામાં ‌,‌ ગ્રીષ્મ‌ અને વર્ષા ઋતુઓમાં પણ , સાંજ પછી ૬ થી ૮ વાગ્યે મ્હોર્યા આવે , રાત આખી પમરાટ ફેલાવતા ખીલ્યાં રહે ‌ને સવારે બીડ્યાં દેખાય . White petals are a tiny box of fragrance . ઉન્નત ચિત્ત , શાંત મન અને સ્વસ્થ તન -ત્વચા . મોગરા સંપન્ન પ્રસન્નતા . Gives beautiful , ifty ( ઈશ્વર ની દેન God’s Gift ) look for parity and peace . સુંદર એકરૂપ સમૂહમાં , શાતા દેતાં , કુદરત સાથે અનુરૂપતા સાધી આપતા . ૧૨ થી ૨૦ કલાક તરોતાજા સુગંધ રેલાવતા રાખી શકો , ધોમઝાળ ભર્યા ભર ઉનાળે , પણ . રૂમાલ માં બીડું વાળી , ખિસ્સામાં મૂકી રાખો . સુવાની જગ્યાએ ફુલદાનીમાં કે છુટ્ટા મૂકી રાખો . સ્નાનના પાણીમાં પલાળી રાખી નહાવાનું ‌રાખો . સુગંધનો પમરાટ ઝરતો રહેશે . એકવડા પણ હોય . લાંબી પાંખડીના બેવડાં તે બેલા . વિવિધ ભારતી પર પહેલાં દરરોજ સાંજે ” બેલા કે ફુલ ” માં મધુર ગીતોનો કાર્યક્રમ સાંભળવાનો ક્રમ અનેક ઘરોમાં ચાલતો . ગોળ પાંખડીના બેવડાં તે મોતિયા , બટ્ટ મોગરા – લખોટા જેવા ૨.૫ સેમી સુધી નો વ્યાસ અને વધારે પાંખડી વાળા . શિયાળામાં આવે તે પારસ , આછી સુગંધના . સારી ,શ્વેત , મોટી અણખીલી કળીઓની હાર્વિસ્ટ વ્હેલી સવારે કરે ને મ્હોર્યા ફુલો ને સુવાસિત ઓઇલ ના સત્વો મેળવવા વણચૂંટ્યા રાખે . લક્ષ્મી અને વિષ્ણુ ને વધુ પ્રિય , સર્વ ભગવાનની રોજિંદી પુજા વિધિ માં , શણગારવામાં , સ્વાગત સમારોહમાં ભારે માંગ રહે . અત્તર , ક્રીમ કેશકલાપ ના ઓઈલ તરીકે , ખૂશબોપચાર ના સુક્ષ્મગુણ પદાર્થ તરીકે , રૂમ ફ્રેશનર તરીકે ના મશહૂર ઉપયોગ . શુધ્ધતા , પવિત્રતા , અને નિર્દોષતા ના પ્રતિકરૂપ માનવામાં આવે . મોગરાના પાન -કળીઓની સ્વાગત ની કલગી , અંબોડે ખોસ્યા મોગરાના વેણી ને ગજરા hairbun , દેવ દેવીઓ ના શણગારની ફુલ માળા , ખોબા ભરીને મૂક્યા પુજાના મોગરાનાં છુટ્ટા ફુલોના ચઢાવવાની ફુલછાબડી , સામાજિક અને ધાર્મિક વાતાવરણ રચનારી યાદગીરીઓ છે . બીજ ના આવે તેથી કલમ કરી ઉછેરે . જૂન થી નવેમ્બર દરમિયાન moist well- drained માટીમાં ૬” ઊંડે રોપો વાવીને , નિયમિત પાણી આપી , સતત નીંદણ કરતા ને કાપ ટૂંપો દઈ – છાંટવાથી બાજુની ડાળો માં lateral growth મેળવતાં રહી અને બે વખત ખાતર આપી , સારા સૂર્ય પ્રકાશમાં ટેકો કરી માવજત કરવાથી , વસંત ઋતુ ની શરૂઆતથી ખોબે ખોબા ભરીને પુષ્કળ ફુલો મળે . ડાળીઓમાં અણી કાપતાં રહેતાં મહામહેનતે , રોજિંદી મશાગતે વિકસીત થયેલાં પાંચ cultivars વિશે થોડી માહિતી મેળવીએ : (૧) Maid Of Orleans elongated petals લાંબી પાંખડીના , એકવડા જેમાં Mograw , મોતિયા , બેલા , Sampaguita (ફિલિપાઇન્સ નું રાષ્ટ્રીય ફૂલ ) , અને Pikake ( હવાઈ ટાપુ ) નો સમાવેશ થાય . (૨) Grand Duke Of Tuscany જેમાં બેવડાં પાંખડી નાં બટ્ટ મોગરા અને Kampupot ( ફિલિપાઇન્સ ) નો સમાવેશ થાય . શ્વેત ગુલાબ ને મળતા દેખાતા હોય Rose Jasmine તરીકે ઓળખાતા આછી સુગંધના . (૩) Belle Of India જેમાં લાંબી પાંખડીના એકવડા કે બેવડાં બેલા ફુલો આવે . (૪) Mysore Malige જેમાં બેલાના ફુલો ને મળતા આવતા પણ પાંખડીઓ થોડી નાની ને ટૂંકી . અને સર્વથા અનોખી , નિરાળી પ્રચંડ ખૂશબો વાળા ફુલો આવે . (૫) Arabian nights જેમાં બેવડાં પણ , Grand Duke Of Tuscany કરતા નાના ફુલો આવે . દક્ષિણ પૂર્વ એશિયા , પેસિફિક ટાપુઓ , ને આરબ દ્વિપ કલ્પ ના પ્રદેશમાં જુદી જુદી અનેક શોભાવનાર જાત વિકસાવી શકાયેલી છે . J . Sambac ને UK નો Royal Horticulture Society નો Award Of Garden Merit આપવામાં આવ્યો છે . મોગરાની સુગંધ ને પમરાટ તેની અંદરના ઓઇલમાંના benzyl alcohol અને benzoates , acetates , antmanilates , jasmonates , lenolic acid , hexasiloxane , isophytol વિ . રસાયણોને કારણે હોય છે , જેથી આ સુગંધિત ઓઇલ ઊંચા ભાવે વેચાય છે . ફિલિપાઇન્સ માં , lei ફુલ માળા , કંચૂકી વસ્ત્ર પરિધાન ના સુશોભન માટે , ઉદ્ઘાટનમાં અને સ્વાગત , સન્માન પ્રશસ્તિ માટે , મૃત પરિજનના મઢેલા ફોટા પર ચઢાવાતા હાર માટે , ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અપાતી કલગીઓમાં , જાહેર સમારંભોમાં સુશોભન કરવામાં , લગ્ન સમયે ત્યાંના મોગરા ના ફુલો નો પુષ્કળ ઉપયોગ થાય છે .૧૮૭૯ માં Bolores Paterson એ ૨૫ વર્ષ ની ઉંમરે Sampaguita મોગરા વિશે લખેલું Donza Song Of Manila ” La Flor de Manila ” હવે Romantic Classic તરીકે એટલું જ લોકપ્રિય છે . ૨૦૧૯ ની દક્ષિણ પૂર્વ ની એશિયન ગેમ્સમાં ટોર્ચ ની ડિઝાઇન ની પ્રેરણા અને ” Fame ” lady Gaga ‘s Perfume ની પ્રેરણા આ જ ફુલોએ આપેલી . ઈન્ડોનેશિયા ના Moon Orchid અને Giant Padma પછીના ત્રીજા રાષ્ટ્રીય ફૂલ Melati Putih મોગરા Javanese Surakarta bride ની લાંબી સુશોભન ફુલ માળા rosen usus usus intestine garland , Sudanese hairbun , Bugis peal like hanging , Balinese Hindu bride ના floral offerings , Groom ‘s Kris 5 garlands , જેવા અટપટાં વસ્ત્ર પરિધાનોમાં અને લગ્ન સ્થાનના સુશોભન માટે , દેશને માટે મરી ફિટનાર fallen heroes ના સન્માન માટે , જીવન પુષ્પ તરીકે અને મૃત પરિજનના આત્માની દુઆ માટે , પુષ્કળ વિનીયોગ ઉપયોગ થતો હોય છે . મોગરાને અહીં , દિલદારી , સાદાઇ , સૌંદર્ય લાલિત્ય , વિનયી ચારુતા ને પવિત્રતા ના પ્રતિક રૂપે જોવામા આવે છે . કમ્બોડિયાના બૌદ્ધ મંદિરો માં લાકડા ની સોયમાં પરોવાયેલા ફુલો ના હાર ચઢાવાય . હવાયન ટાપુઓ માં , ત્યાંના Peacock પરથી આવેલ Pikake મોગરા ના ફુલોના હારને‌ પસંદ કરે છે . ઓમાન માં , બાળકના માથે પ્રથમ જન્મદિવસ પર , “hol hol” ના‌ રાગડા તાણી ને , મોટા બાળકો , એરેબિયન જાસ્મીન ના‌ ફુલોનો છંટકાવ કરે છે . ઘાટી ઘટ્ટ ફુલમાળા બનાવે છે . બદામના મોટા પાન વચ્ચે રાખ્યા ફુલો , ખજૂરના પાંદડા સાથે સીવીને બનાવ્યા પેકેટોના વેચાણ થાય છે . બહેરેઈન માં , પામ વૃક્ષના પાંદડા સાથે ટાંકણી ભોંક્યાં ફુલો મળે છે અને દેશને માટે જાન ગુમાવ્યા શહીદોના સ્મારકો પર ચઢાવાય છે . ચીનમાં જાસ્મીન ફુલોમાંથી તૈયાર કરાતી જાસ્મીન ચા તરીકે‌ લિજ્જત માણવામાં આનંદ રે છે . જાસ્મીન ચા , વ્યક્તિ ની રચનાત્મકતા અને આનંદ ઉત્સાહ માં વધારો કરનાર , ચિંતાતુરતા , ચિત્તની -મનની અશાંતતા ‌, ખિન્નતા અને ઉદાસીનતા ઘટાડી આપનાર તથા ગાઢ મૈત્રી અને કૌટુંબિક નિકટતા અને સામાજિક ઘરોબો બાંધી આપવામાં મદદરૂપ ગુણ નિર્મિતિ ધરાવે છે . Mo Li Hua ચીની લોકગીત ચીનના જાસ્મીન પર જાણીતું છે . મોતિયા ના અર્કથી કાનના દર્દમાં , મ્હોં અને આંખોની તકલીફો માં રાહત મળતી માનવામાં આવે છે . આયુર્વેદ મુજબ કેન્સર રોકવામાં , મધુમેહ માં ઉપયોગી , રોગપ્રતિકારક શક્તિ વધારનાર , anti bacterial , anti fungal Aroma Therapy ના‌ કુદરતી ગુણો ધરાવનાર ચિકિત્સાની ઉપલબ્ધ પદ્ધતિ ‌માટે મોખરાનું પ્રતિષ્ઠિત મહત્વ છે . ભારતીય મૂળના મોગરા moonshine in the garden નું મહત્વ ધરાવનાર એરેબિયન જાસ્મીન તરીકે એશિયાનું સૌથી વધુ સુંદર ફૂલ kunda , kundunaligai કહેવાય છે . Jandy Nelson , American author of Young adult fiction says : ” The smell of Jasmine makes people tell their secrets “. મોગરા ફુલલા ખૂપટા સુંદર દીસતે . ન્હાનાલાલ કવિનું ગાયું ગીત : “મોગરા ની વેલ મારી લૂમે ને ઝૂમે”. મોગરા ના ફુલો : પ્રસ્તુતિ , વિચાર : વિ જયરાજ પૂણે : ૨૧ મે ૨૦૨૦ :

Grand Duke Of Tuscany બટ્ટ મોગરા rose Jasmin kampupot

મોગરા લીધાં ને મેંતો ચંપા વીણ્યા અને ચૂંટ્યા મેં લાલ લાલ ગુલાબ ; મારી પાસે નથી મારું પોતાનું કશું : મારી પોતાની છલકે છે છાબ. — સુરેશ દલાલ : ગીત મલ્લિકા , ઈમેજ પબ્લીકેશન ( ૨૦૦૫ ) : :

Design a site like this with WordPress.com
Get started