મોગરા ફુલલા , મોગરા ફુલલા .
મોગરા ફુલલા , મોગરા ફુલલા .
ફૂલે વેચિતા બહરૂ કલિયાંસિ આલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા . (૧) . ઇવલેસે રોપા લાવિયેલે દ્વારી . ઇવલેસે રોપા લાવિયેલે દ્વારી .
તયાચા વેલુ ગેલા ગગનાવેરી . મોગરા ફુલલા , મોગરા ફુલલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા . (૨)
મનાચિયે ગુંતિ ગુંફિયેલા શેલા . મનાચિયે ગુંતિ ગુંફિયેલા શેલા .
બાપ રખુમાદેવીવરી વિઠ્ઠલે અર્પિલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા . ફૂલે વેચિતા બહરૂ કલિયાંસિ આલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા . મોગરા ફુલલા , મોગરા ફુલલા .
સંત જ્ઞાનેશ્વર ( ૧૨૭૫-૯૬ ) આભંગ . ગુજરાતીમાં અનુવાદ જો હોય તો , શોધી ન શકાયો હોય , અંગ્રેજી માં પ્રાપ્ત વિવિધ ભાષાંતર , અક્ષરશઃ કે rhyme ને metre માં લખ્યા હોય , અહીં ઉતાર્યા વિના તેના પરથી સમજી શકાતા શબ્દાર્થ પરથી વિચાર વિસ્તાર કરવાનો અહીં પ્રયાસ કરીશું . (૧) આરંભમાં , સ્વરાંકિત ગાનના મૂખડા માં કહ્યું છે કે મોગરા મ્હોરી ચુક્યા છે , મોગરા પર બહું બધાં ફુલો બેઠાં છે , જેથી વાતાવરણ માં તાજગીનો સંચાર વ્યાપે છે . કહ્યું છે :” કલિયાંસિ આલા ” : કળીઓ બેઠી છે :” buds blooming “and ” feel flowered ” જે નિષ્પન્ન ” વસંતો ” એટલે કે વસંત ઋતુ springtime ના સૂચિતાર્થ છે . મોગરાનાં ઉત્કૃષ્ટ ફુલો ઊંચા , ઉન્નત દેખાવથી ભવ્ય અને પ્રભાવશાળી દીસે છે . O Mogra sublimes . મુખડું ” મોગરા ફુલલા ” શબ્દો ના ગાયનમાં , આરંભમાં ૪ વખત અને બીજી પંક્તિ ગાયા પછી પણ ફરીને ૪ વખત ગવડાવ્યું છે ,અને ત્યારબાદ અંતરા માં પણ ૪ વખત repeat થાય છે . આમ , ફરી ફરી ને , સહેતુક ભાર અને મહત્વ આપતા , અનેકવાર ગાયું છે , લતાજીએ મીઠાં મધુરાં સ્વરમાં . જેને લીધે વિસ્મય નું તાત્પર્ય sense of wonder નિષ્પન્ન થાય છે . વસંતો કોને કહો ? સોળે કળાએ ખીલી ઊઠેલા ‘ફુલો થી ભરચક’ , ઉપવન હોય કે ઘરનું આંગણું . જેને સૌ કોઈ જોતાં થોડાં રહે ?! ચૂંટે યા તોડે , એથી તો ધટાડો થાય કે નિશેષ થાય . માટે , મોગરાના ફુલો ને વીણવા રહ્યા . જેથી મોગરાની વેલ પર ઠેકાણે ઠેકાણે નવી કળીઓ બેસતી રહે અને વસંતોમાં રૂપાંતરિત થતી જ રહે . ભારતીય પરંપરાગત દર્શનના વિચાર મુજબ , કળીઓનું બેસવું અને ખીલવું એને , ભ્રમ મૂલક ” માયા “ગણાવી છે . અને ફુલોને કોઈ પણ રીતે એકઠાં કરવાની પ્રવૃત્તિમાં મળતી પ્રસન્નતા કે તેના અભાવે થતાં ખેદ ને ” છેતરામણો આભાસ ” ગણાવ્યા છે . મનુષ્યોને તેનું વળગણ તો રહેવાનું . કાવ્યમાં , મ્હોર્યા મોગરા ને , વસંતો ને , કવિનું ઉમટી આવેલું , અંતસ્થ પ્રાબલ્ય કહ્યું છે કેમકે કવિ હ્રદય ત્યાં રહે છે . હજું બીજા પ્રાબલ્યો ઊઘડશે નૈ પ્રગટશે ત્યારે સંપૂર્ણ અર્થગ્રાહ્ય થતાં જ્ઞાનેશ્વર નું સત્ય સમજી શકાશે . (૨) મોગરા નો રોપો (small sapling) ઘરનાં દ્વારે રોપ્યો , વાવ્યો ને ફૂલ્યોફાલ્યો – વિકસીત છોડ / મોગરાની વેલમાં વખત જતાં , વૃદ્ધી પામ્યો અને આ વેલ ઊંચે ગગને પહોંચી , ” વેલુ ગેલા ગગનાવેરી ” તેનું કાવ્ય છે , આ . Plant growing has reached or gone ” up to the sky ” which is apt in the settings that is ” Of Nature ” . જન્મ અને મૃત્યુ ના ઘટના ચક્ર અથવા અનેકાનેક જન્મોના જીવન ચક્ર દરમિયાન ભ્રમ મૂલક “માયા” ના ચક્કરમાં , મનુષ્યો પરોવાયેલા રહે અને તેને જ સત્ય સમજે , એ પણ ખેદજનક બની રહે . ( ૩ ) With the thread of my mind , that is , from the mind ‘s tangle , I have woven a shawl which I offer (as a devotion) to be on father – mother – lady ‘Rakhu’ – ” Lord Vitthala ( the husband of Rukmini Devi ) ” . દ્વાર , એ વિશ્વવ્યાપી સાર્વત્રિક બળ શક્તિમાં ખૂલતું જતું માનવમન છે . નિજ અસ્તિત્વ ના વિવિધ સ્તરે સતત વિકાસ શીલ માનવીઓ , મિટ્ટી માં સ્થાયિત્વ સ્થાપી , દેહ તત્વો ને ઊર્ધ્વગામી ગતિશીલ રાખી ને મનુષ્ય માટે શક્ય પ્રગતિના પંથે , આગળ વધતા રહે છે . જીવનસત્ય ની પ્રાપ્તિમાં સફળતા મેળવે છે . અને ચિત્ત મનના “ભક્તિ ભાવ” devotionથી અને એકનિષ્ઠા થી , પંઢરપુરના પાંડુરંગ – પરમપ્રભુ ” વિઠ્ઠલનાથજીનો સાક્ષાત્કાર “નિહાળનાર બને છે . કાવ્ય રચના વિકસાવવામાં સ્પષ્ટ થતાં કલ્પનો (Imagery) ની જુદી નોંધ લેવી પડે : ફૂલ ની કળીઓ માં માનવેચ્છા, એષણાઓ ( સમજવું હોય તો પ્રાણૈષણા , ધનૈષણા , મનોદૈહિક ઝંખના ) , આકાંક્ષા , અભિલાષા અને અપેક્ષાઓ , અભિપ્રેત છે . સ્મૃતિ , ચિત્ત ચરિત્ર , સામર્થ્ય અને મન , વિષમ સમસ્યાઓ સાથે વીંટળીને આવતા – ગૂંચવાડા , ઈત્યાદિ ને મુક્ત કરનાર ” mind opening ” છે which is understood as the , ” untangling ” force .” Picked flowers મોગરા ના વીણેલા ફૂલો ” ઊંડેરા વ્યક્તિત્વ ની ઉચ્ચતર પહોંચ ને beyond individuality ને ધ્વનિત કરનાર છે .” વિઠ્ઠલા ” , વિશ્વવ્યાપી સાર્વત્રિક બળ શક્તિ universal ” life force ” છે .”Picking flowers” ,” Enjoyment ” , એ અનુભવાતા ” આનંદ , સુખ અને ઉપભોગો ” છે . “Upward growth” , is seen as ” positive development ” . મોગરાના ફૂલના ” રોપા/ કલમ – Sapling ” is willingly planted and accepted by ” Nature as life force ” . એ પણ નોંધવું જોઈએ કે If traditional interpretation in “Illusions” is taken then the clarification of the ” mind ” will need to be a radical act ( expressible in the cutting of the tangles ગૂંચ- ગંઠાયેલુ ગૂચવાડિયુ ) rather than ” Natural Progression – પ્રાકૃતિક નિસર્ગ જન્ય પ્રગતિ ” ( which is untangling and weaving – here “of shawl offering ) “. ૭૦૦ થી વધુ વર્ષ પહેલાં સંત જ્ઞાનેશ્વર રચિત , સરળતાથી માયાનો મર્મ અને મનુષ્ય ના આશય અને એષણાઓના અર્થ ઉજાગર કરતું આ કાવ્ય ભોળપણ , મીઠાશ , અર્થસભરતા થી ભર્યું ભર્યું અને અત્યંત લોકપ્રિય પ્રખ્યાત ગાન છે . તો કહીશું કે પધારો વસંતો , હંમેશાં પધારો . ” મોગરા ફુલલા ” રચયિતા : સંત જ્ઞાનેશ્વર : સ્વર : લતા મંગેશકર : સ્વરાંકન : સંગીત : હ્રદયનાથ મંગેશકર : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ૨૦ મે ૨૦૨૦









































































