પીંછું : ઉમાશંકર જોશી : પંખીલોક ના સોનેટ કાવ્ય ગીત : : Bird  Poems : :

પીંછું : ઉમાશંકર જોશી : બામણા , ૪ / ૧ / ૧૯૩૩

પીંછું : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

જઠરાગ્નિ : ઉમાશંકર જોશી : ( દરિદ્ર ) જીવન અને ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

જઠરાગ્નિ ઉમાશંકર જોશી  : વીસાપુર જેલ , એપ્રિલ ૧૯૩૨

જઠરાગ્નિ : ઉમાશંકર જોશી અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

સુધા અને વારુણી : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

સુધા અને વારુણી : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

કવિધર્મ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

કવિધર્મ : ઉમાશંકર જોશી : અમદાવાદ , ૧૩ / ૧૦ / ૧૯૪૩

કવિધર્મ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

વડ : ઉમાશંકર જોશી : પ્રાકૃતિક સૌંદર્યના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

વડ : ઉમાશંકર જોશી : બામણા, ૧ / ૨ / ૧૯૩૩

વડ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

બીડમાં સાંજવેળા : ઉમાશંકર જોશી : પ્રાકૃતિક સૌંદર્યના સોનેટ કાવ્ય ગીત : સોનેટ : :

બીડમાં સાંજવેળા: ઉમાશંકર જોશી : ૩૦ / ૧ / ૧૯૩૩

બીડ માં સાંજ વેળા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

મધ્યાહ્ન : ઉમાશંકર જોશી : પ્રાકૃતિક સૌંદર્ય નાં સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

મધ્યાહ્ન : ઉમાશંકર જોશી , અમદાવાદ , ૪ / ૬ / ૧૯૪૫

મધ્યાહ્ન : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

વ્યક્તિ અનુલક્ષી સોનેટ : ઉમાશંકર જોશી : : સોનેટ

* તમે, સ્વજન
ઉમાશંકર જોશી
[બલવંતરાય ક. ઠાકોરને]

તમે, સ્વજન, વૃદ્ધ ને ઊછરતા વછેરા અમે;

તમે અવ કૃતાર્થ, નવ્ય વિજયે અમે કોડીલા,

નવાં ક્ષિતિજ આંબવા થનગની રહ્યા ઘોડીલા

બની, જગત પૂરપાટ ધસવા અધીરા; તમે?-

લગામ કઠતી, ખડ્યાં મુખથી દંત, પેડૂ દમે,

ખૂટ્યો પથ અખૂટ જોઈ અવ તંગ મૂક્યા ઢીલા.

અમે પથપિપાસુ આજ વિણબોજ વ્હીલા વ્હીલા,

અને કુમળી પાંસળી મહીં સુતીક્ષ્ણ એડી ગમે.

હશે વિકટ પંથ? કંટક હશે? -ન પૂછું અમો,

કુતૂહલ ન જાણવા ગિરિચઢાવ વા માર્ગનો.

કુતૂહલ દિલે: હશે શું અસવાર આદર્શનો

પીઠે સતત, પેંગડે-પગ, સુતેજ વિદ્યુત્સમો

ચલાવત રવાલ ચાલ? બસ એટલું જો ભલા,

મુકામ પછી દૂર છો? ન શમશે પથે ડાબલા.

અમદાવાદ, ૧૮-૧ર-૧૯૪૧ ( આતિથ્ય ) : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 52) : સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય 2005 : :

** રડો ન મુજ મૃત્યુને!-
ઉમાશંકર જોશી

[ ચ્હાવાનું ક્હેવું સહુને નથી સ્હેલું કાંઈ.

—જાન્યુ. ૩૦,૧૯૪૮ ]

‘રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં

ન રે! -ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં?

વીંધાયું ઉંર તેથી કેવળ શું રક્તધારા છૂટી,

અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?

હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે?

અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો?

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા

અવાક અસહાય હું હૃદયમાં રૂંધી. સત્યને

શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને

ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું

સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ!

હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ , સૌમ્ય સંતો હસે.’

‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન,

કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.’

અમદાવાદ,૧-ર-૧૯૪૮ (વસંતવર્ષા)

સ્રોત : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 62) : સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : 2005

***  pending.. .

પ્રશ્ર્ન : ઉમાશંકર જોશી : માનવીય પ્રેમ ભાવ ચાહના નું સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

પ્રશ્ન

પ્રશ્ન : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : દરેક  મનુષ્ય ની જેમ કવિ ને પણ ઉત્કટ લાગણી રહેતી થયાં કરે છે કે પોતાને પણ કોઈક ચાહે ; જેને જાણવા માટે કવિ જગતના તત્વોને પ્રશ્ન કરે છે કે, “છે કો મારુ અખિલ જગ માં ? “

તમામ ‘પ્રકૃતિ તત્વો’ તરફથી નકારમાં ઉત્તર મળે છે છેલ્લે કવિ પોતાના હૃદયને પ્રશ્ન કરે છે. :

કવિ નું હૃદય પણ શરમ તજીને ના પાડી દે છે.

ત્યાં કવિને વિચાર આવે છે કે મારું હૃદય અન્યો માટે હોય તો મારા માટે બીજે ક્યાંક એવું હ્રદય હશે ને ! જે સોનેટ ની છેલ્લી બે પંક્તિઓની ‘કાવ્ય કણિકા’ માં સંદેશ – બોધ કહીને ચમત્કૃતિ સર્જે છે.   

“બીજા કાજે વસતું મુજમાં ?! તો મદર્થે બીજામાં” (પંક્તિ ૧૩)

એમ કહીને ફરીથી કવિ બોલે છે, ” હૈયા વાસો નહીં શું વસતાં કૈ હશે સ્નેહભીના ?”(પંક્તિ ૧૪)

મારા માટે પણ કોઈ બીજા મનુજ માં ‘બીજા ને વાસ્તે’ હ્રદય બનાવ્યું હશેને ..”

બે પૂર્ણિમાઓ : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : : સખી સૈયર નાં ગીત : :

બે પૂર્ણિમાઓ : ઉમાશંકર જોશી : ૨૬ / ૧૧ / ૧૯૩૭

બે પૂર્ણિમાઓ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Design a site like this with WordPress.com
Get started