





Prior to Nehru’s death, Children’s Day was celebrated on November 20 which was observed as World Children’s Day by the United Nations. However, November 14 was chosen to celebrate Children’s Day to mark the birth anniversary of Pandit Nehru after his death in 1964. The day is also known as Bal Diwas in the country. BALDEEN MUBARAK:


પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
-સુંદરમ
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
મામાનું ઘર કેટલે
અજ્ઞાત
બાળગીત
મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.
મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ
વારતા રે વારતા
અજ્ઞાત
બાળગીત
વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાઓને સમજવતા.
એક છોકરો રિસાણો,
કોઠી પાછળ ભિંસાણો,
કોઠી પડી આડી,
છોકરે રાડ પાડી,
અરરર માડી.

ઉપર ક્લિક કરો અને જુઓ : : હાથી ભાઈ તો જાડા :
સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.
ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહીંતર વચમાં ચગદઈ જશો.
રસ્તામાં છીંકણી ના સૂંઘાય,
વાતોમાં સાયકલ વાગી જાય…સાયકલ મારી
મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો,
પાઘડી પડશે તો ગુસ્સે થશો.
ચોપડા ચીતરી ચાલ્યા બજાર,
આઘા ખસીને કરજો વિચાર…સાયકલ મારી
મોટા શેઠ મોટા શેઠ આઘા ખસો, દફ્તર લઈને ચાલ્યા છો ક્યાં? પાઘડી પડશે તો ગુસ્સે થશો. … સાયકલ મારી
રસ્તામાં છીંકણી ના સુંઘાય , માથોમાં સાયકલ વાગી જાય.. . આઘા ખસો, આઘા ખસો , આઘા ખસો નહીં તો કચડાઈ જશો. . … સાયકલ મારી સરદાર જાય, ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.
https://drive.google.com/file/d/1sldhoZZPlv4VEig3Q2cggbdIhSsJESYP/view?usp=drivesdk
એકડે એક પાપડ શેક
બગડે બે ચોપડી લે
ત્રગડે ત્રણ વેઢા ગણ
ચોગડે ચાર બેડો પાર
પાંચડે પાંચ કવિતા વાંચ
છગડે છ ન શીખે તે ઢ
સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ લખજો પાઠ
નવડે નવ લડશો નવ
એકડે મીંડે દશ બસ હવે બસ
અડકો દડકો દહીં દડૂકો
અડકો દડકો દહીં દડૂકો,
પીલુ પાકે શ્રાવણ ગાજે,
ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ,
સાકર શેરડી ખજૂર,
બાઈ તમારા છૈયા છોકરા,
જાગે છે કે ઊંઘે છે,
અસ મસ ને ઢસ!!!!
https://drive.google.com/file/d/1xt0S8lS87OnJFMdDc3X1Ki1rLF8RPy-o/view?usp=drivesdk
કાર્તક માં ટાઢ આવી : : બાળગીત : : ગુજરાતી ૧૨ મહિનાનું ગીત : :
નાનાં બાળ અમે – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, બાળકાવ્ય
. હજુ તો નાનાં બાળ અમે સૌ,
. નાખે કેવો ભાર અરે! સૌ.
આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,
. સમજો થોડી વાત તમે સૌ
. હજુ તો નાના બાળ અમે સૌ.
શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,
. છો ને કાઢો આંખ તમે સૌ
. હજુ તો નાનાં બાળ અમે સૌ
ખુલ્લા આકાશે ઊડવાનું લાગે વહાલું વહાલું અમને,
મોજ પડે જો કોઈ કહે કે, જા બહારે જઈને રમ ને,
અમ સૌનું મન કળવા ઈશ્વર,થોડી સમજણ આપે તમને,
. સંભાળો આ બાગ તમે સૌ
. હજુ તો નાનાં બાળ અમે સૌ.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની
બાળકાવ્ય, રમણલાલ સોની
ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !
ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
-રમણલાલ સોની
રંગ રંગ વાદળિયા -સુન્દરમ્
બાળકાવ્ય, યાદગાર ગીત, સુન્દરમ
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
– સુન્દરમ્
(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)
સ્વર: ડો. તન્વી શાહ : : દરરોજ ના એક બાળગીત ની સ્વર રચના રજૂ કરનાર , ટેલિગ્રામ ચેનલ પર , અને You Tube અને WhatsApp ના માધ્યમથી : ડો. તન્વી શાહ ને follow કરી શકો છો. અહીં નીચે ક્લિક કરો અને સાંભળો યશવંત મહેતા રચિત બાળગીત : બહેની ને નિંદર ના’વે : : વધુ એકવાર ડો. તન્વી શાહ ના સ્વરમાં https://youtu.be/KHVzHJeUuX0
બેન અને ચાંદો – સુન્દરમ્
બાળકાવ્ય, સુન્દરમ
બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચૉકમાં.
બેની લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.
પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.
ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.
બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.
બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.
– સુન્દરમ્
પગલાં -સુંદરમ
બાળકાવ્ય, સુન્દરમ
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
-સુંદરમ
હું દરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી : : બાળકાવ્ય
દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લે’તી
હું દરિયાની માછલી!
હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!
જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…
દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…
તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…
છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…
દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!
-ઝવેરચંદ મેઘાણી
પરમેશ્વર – પ્રીતમલાલ મજમુદાર : : બાળકાવ્ય
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?
– મને…
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?
– મને…
આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?
– મને…
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?
– મને…
ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?
– મને…
– પ્રીતમલાલ મજમુદાર
રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય, શબ્દસપ્તક
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
– કવિ : રમેશ પારેખ : : લેશન ના નામે , બાળમિત્રો કાતરિયામાં જઈને તોફાન આદરે ને ત્યાં અનઅપેક્ષિત મહેમાન દોડાદોડી કરાવે એમના મમ્મી પપ્પા ને , તેનું બાળગીત: સ્વરાંકન : પરેશ ભટ્ટ: ‘હાઉક’ આલ્બમ પરથી રવિન નાયક ના સ્વર સંગીત સહગાયક કલાકારો સાથે.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
-રમેશ પારેખ
આજ તો છેને એવું બન્યું-
એવું બન્યું, બા !
ચાટલામાં હું જોવા જાઉં,
શું હું જોતો આ ?-
સફેદ માથું, સફેદ દાઢી,
સફેદ મોટી મૂછો !
ગભરાઈ જતાં જતાં મેં તો
સવાલ તરત પૂછયો:
હસે છે મારી સામે લુચ્ચું
કોણ રે કોણ છે તું ?
ચાટલામાંથી પડયો પડઘો
તરત ઘડી : “તું !”
આ તો નવી નવાઈ, આવું
બનતું હશે, બા ?
બા હસી બેવડ વળી કહે:
“સો વરસનો થા.” : ઉમાશંકર જોશી : ચાટલા માં : અરીસામાં
નવેમ્બર ૧૪ , ૨૦૨૨ ના રોજ ના બાળદિન નિમિત્તે , બાળગીતો ગુજરાતી ભાષામાં : : નામી અનામી કવિઓ / રચયિતા દ્વારા લિખિત : : રજુઆત કરી : : વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : To Updated every year with Notes : Visit again. later on / every year : This Page / Post on MADHU MALTI Blog. : : તમારા ઘરના અને નજીકના, અને આસપાસના સર્વ બાળમિત્રો ને બાળદિન નિમિત્તે ‘મુબારક હો’ : શુભકામના પાઠવતા : : આભાર : : : : : : : :
https://youtu.be/TQ1MGtoUm3s?feature=shared ઈટ્ટા કિટ્ટા : સુરેશ દલાલ : : સ્વર : ઐશ્વર્યા હિરાણી અને સુપલ તલાટી : સ્વરાંકન : મોનલ સોનેચા : : સંગીત નિયોજન : મેહુલ સુરતી : : આલ્બમ : હસતાં રમતાં : : રેડ રિબન યુ ટ્યુબ રિલીઝ ૨ / ૭ / ૨૦૧૮ : : : :
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા…
કનુ :
ઇલા તારી કિટ્ટા…
ઇલા:
કનુ તારી કિટ્ટા…
ઇલા:
મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો
લે હવે તું લેતો જા હું આપું તને ડીંગો
કનુ :
મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર
એકે નહીં આપુ તને છો ને કરે શોર
ઇલા:
જાણે હું તો આંબલી ને બોર નો તુ ઠળીયો
ભોગ લાગ્યા ભાગ્યના કે ભાઇ આવો મળીયો
કનુ :
બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા
હવે કદી કરું નહી તારી સાથે બુચ્ચા
ઇલા:
જા જા હવે લુચ્ચા….
ઇટ્ટા અને કિટ્ટાની વાત અલ્યા છોડ
ભાઇ બહેન કેરી ક્યાં જોઇ એવી જોડ
— ઈટ્ટા કિટ્ટા: બાળ ગીત : કવિ શ્રી સુરેશ દલાલ
આલ્બમ : હસતાં રમતાં : : ૧૨ બાળ ગીતો : હોબિ સેન્ટર , સૂરત રિલીઝ ૮ / ૩ / ૨૦૦૭ : : ૧) ઈટ્ટા કિટ્ટા : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : ૨ ) પંડિત ચાલ્યા જાય છે : : ૩ ) વર્ષા ની રાણી આવી : : ૪ ) બચુડો અંગ્રેજી ભણવા જાય : : ૫ ) સ્કૂલમાં થઈ ગઈ છુટ્ટી : : ૨) , ૩), ૪) ૫) ગીતો સાંભળવા અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?p=714





















































