હવે એકલું અટુલું ન રહેવાય .. .વાયરા વસંત ના વાય : રવિન્દ્ર ઠાકોર : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૪ થો‌ દિવસ : :

હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા
હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા


હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા (૨)
જોને વાયરા વસંતના વાય
હો… નાહોલિયા
હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા .

માંગ્યાં ઝાંઝર, માંગ્યાં ચૂડી ને કડલાં હે
સોના રૂપાએ મોહી લીધાં રે અબોલડાં
આજ ભૂલ મારી એ સમજાય રે હો નાહોલિયા
હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા .

હે વ્હાલીડા વિજોગ તારો વસમો રે લાગે
રાત મારી જલતી જો  કેસૂડાની અંગે ( X૨ )
આજ મુજથી રિસાઈ તું ના જા હે નાહોલિયા
હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા .

વ્હેલેરો આવ, હવે કશું હું ન માંગુ (૨)
તારી વાટડી જોતી હું રાત ‘દિ જાગુ.
વાગે ઢોલ ને દલડું અકળાય રે હે  નાહોલિયા

મને ખંભે ઉંચકી તું લઈ જા નાહોલિયા
જોજે જોબનિયું એળે ન જાય  હો નાહોલિયા
હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા , જો ને વાયરા વસંત ના વાય . હો નાહોલિયા .

– રવિન્દ્ર ઠાકોર
https://youtu.be/Sg_5uUyl0Jo?si=CwsaP6dmx9p4Za38 અહીં ક્લિક કરીને સાંભળીએ
સ્વર : વિભા દેસાઈ : : આલ્બમ :  સંગીત સુધા
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : માર્ચ ૧૪ , ૨૦૨૨ : : ફાગણ સુદ અગિયારસ : : આમલકી એકાદશી : : પૂણે ઈન્ડિયા : : : : : : : :

આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ : બાલમુકુંદ દવે : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૫ મો દિવસ : :

https://rankaar.com/blog/archives/2872

🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆      આગળ મોર્યાં  મોગરા  ને  પછવાડે  ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

ખીલ્યાં કેસુ ખાખરે, એની  વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે  મારું મન જાણે મધમાખ!

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું  નિર્દે નાવલા! તને કેમ ગમે પરદેશ?

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

રાતે વસમી  ચાંદની ને  દા’ડે વસમી  લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
https://rankaar.com/blog/archives/2872 અહીં ક્લિક કરીને સાંભળીએ : :
-બાલમુકુંદ દવે : : : : સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન : સંગીત નિયોજન : દિલીપ ધોળકિયા : : આલ્બમ : સપના લ્યો કોઇ સપના : :  : : :: 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : : હોળી મહિના ની વિજોગણ નું મધુરું ગીત છે : જેમાં ભૂલકણા પ્રિયતમ ની ટપારી ને ભૂલ બતાવી છે , નાયિકા એ : આમ તો દિવાળી પર્વ પર પણ યાદ આવ્યું હતું આ ગીત કેમકે દિવાળી પર અને ખાસ તો  નૂતન વર્ષાભિનંદન ના સાલ મુબારક ની શુભેચ્છાઓ ના માહોલને શણગારવામાં આવે ઘર ના પ્રવેશ દ્વારે , દેવ દેવીઓ ના સિંઘાસણ માં બિરાજમાન ફોટાઓ ને , મૂર્તિ ને, યંત્ર ને, પુજાની થાળીને , ઘંટડીઓ ને, આરતી ના પ્રગટાવ્યા દીવડાંઓને , વાહનોને , મંદિરોમાં , મુખ્યતઃ ગલગોટા / ગેંદા ફુલો અને ફુલો ના ફૂલહાર પહેરાવીને . દિવાળી ના દિવસે સવારથી , કહોને આગળની કાલરાત્રિ ની રૂપ ચૌદશ થી , દિનભર અને મોડી રાત સુધી , ગલગોટા ની ટ્રકો , ટ્રેકટરો , માલટેમ્પો , ગુડસ રિક્ષા ઓ , હેન્ડ કાર્ટ , સાયકલ રિક્ષા ની ખરીદારી ,અને વેચાણ કરનાર નાના મોટા વેન્ડરો ની સતત આવન જાવન વચાળે : આ દૃશ્યો જોયાં કર્યા છે અનેક દિવાળી પર્વ ઉપર , વડોદરા શહેરમાં , રાજમહેલ રોડ પર : ગલગોટા જ ગલગોટા : જ્યાં જુઓ ત્યાં . ગુલાબ 🌹 મોગરા વિગેરે ફૂલ બજારના ફૂલડાં જાણે ક્યાં છુપાઈ ગયા હોય . ગલગોટા / ગેંદા ફુલો આખરે ગુજરાત રાજ્ય નું “રાજ્ય ફૂલ” છે : વળી , “મધુમાલતી” મારા વર્ડપ્રેસ બ્લૉગ સાઈટ ની શરૂઆત કરી હતી , મધુમાલતી અને મોગરાના ફૂલ વિશેની વાતથી / ફુલો ના ગીત થી , જે હવે આજે પહોંચી છે , ૧૩ માર્ચ ૨૦૨૨ :  ૨૦૭૮ વિ. સં . ના નવા વર્ષની શુભેચ્છા ઉજવણી ના ઉપક્રમે ગલગોટા ફુલો થી , આજ સુધી : માટે કહ્યું છે : જાણે મારા માટે : ” આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ ” : જેનો અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર કરીશું : : : : : : : : : :ગલગોટા ને‌ મોગરાના પીળાં નારંગી અને શ્વેત  રંગે – સુગંધે , નાયિકા ના પરદેશી થયેલા વ્હાલમ ના વિરહ ને હોળી મહિનાના હુલામણા અવાજ , શોરગુલ અને નગારા ઢોલ પીટ્યા જોરશોરભ ભર્યા બુલંદી અવાજે ગવાયેલા ગીત વિશે : નજરું લાગી : કવિ શ્રી બાલમુકુન્દ દવે (૧૯૧૬-૯૩) : : : : : શારડી એટલે શાર પાડવાનું હથિયાર : શારડી થી શારવાનુ/શારેલુ ગીત છે, આ , જે રૂઢિપ્રયોગ તરીકે વપરાય તો અર્થ સમજાવે કે : “મહેણાં મારીને કે દુઃખ દઇને કે વેઠીને સંતાપવુ તે”: સમય છે : હોળી મહિનો : ફાગણી ખાખરા નું વૃક્ષ નવા પાન પલ્લવ થયા બાદ લાંબા , ઘાટ્ટા, ચકચકિત કેસરી રંગ ની પાંચ પાંચ પંખુડી ની લાંબી કલગીના પુષ્પ – વિન્યાસ થી લચી ઉઠે : Flame Tree Petals shinning Nails of Love God tear at Young 💓 Hearts કામદેવ ની અંગુલિ ના રૂઆબદાર નખથી પ્રેમાળ હૈયાં  વિંધ્યા હોય (મહાકવિ જયદેવ ના શબ્દો માં ) એવાં કેસુડાનાં સુવાસિત ફુલો વગડે વગડે , આગ ચાંપી દેતા મસ્ત રીતે ખીલ્યાં હોય ત્યારે નાયિકા નું મન મધુમાખ ની જેમ ફૂલડે ફૂલડે ફરી વળ્યુ છે . સર્વત્ર સ્નેહ અને ઉમળકા નું ચોટદાર લડામણ છે . આગળ ખીલ્યાં મોગરાની મીઠી સુવાસ છે . પછવાડે મ્હોર્યા ગેંદાફૂલ : હજારીગલ ગલગોટા : નારંગી , આછાં પીળાં રંગ થી વાસંતી પ્રેમના પ્રતિક રૂપે પ્રગટ થયા છે. ફાગણના ફાગ લઇ આવતા વાયરા ની અનુકૂળ ગતિએ રિત્યુ  મુજબ નાં છે . તોય “અવળી વાગે ચોટ ” અને ” ઘેર નારી બાળે વેશ” કહેવું પડ્યું . પ્રતિકૂળ અસર પડી  છે . નિર્દે નાવલો / નિર્દયી પતિ પ્રિયતમ ને પરદેશ માં રહેવાનું પસંદ છે . વિદેશ નિવાસ માટે એટલો મમતી છે કે હોળી ટાણે પણ પ્રિયા પાસે પહોંચી શકાયું નથી . હોળી ગમીની અજવાળી રાત વસમી લાગે , અને દિવસ દરમિયાન , ઉનાળાની ગરમી પણ . વિરહી મન ને નાવલા ને કે ખુદ ને પણ મહેણાં મારી ને સંતાપ દેવા માટે કે વેઠવા માટે વસમું લાગે છે . વિયોગમાં સવળાવા ની અવળી સમઝ અને હઠીલાઇ ઉપરી રહેવાનાં હોય , વિપરીત બુદ્ધિ ની અસર નીચે હોળી એ વાગ્યો ઢોલ સૂણી જીરવી જવા સાથે માત્ર એક જ સવાલ કરતા રહેવાનું છે : ભૂલકણા એ શું નહીં તું જ ભૂલ ? !? મન વિચાર કરજે તું !!! : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : : : :   ફુલો ના રંગ , સુવાસ , ગીત સૌ કોઈ ને ગમે , અહો !  ઉમાશંકર જોશી ના શબ્દો માં : અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લિપિ ! દિશાએ દિશા એ રહે દિવ્ય દીપી !  ઉલટતા નાશ માં , પલટતી આશ માં . અગનઝાળે ગૂંથી ચીપી ચીપી ; ભૂત ને ભાવિનાં ભવ્ય ભાવાર્થ માં , ભભકતી અજબઘેરા અમી પી . અહો પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લિપિ ! દિશાએ દિશા એ રહે દિવ્ય દીપી ! : : : : : :  : : ૧૩.૩. ૨૦૨૨ : : મોગરા થી ગલગોટા સુધીની તમામ સુવાસ રંગ મ્હેક અને પ્રકાશમાનત્વ સૌ કોઈ ના જીવનમાં પણ વ્યાપી રહો : : Post Covid ના હવે પછીના સુરક્ષિત અને સલામત સ્થળ સમયે સૌ કોઈ એકબીજાને પહેલાની જેમ પ્રેમ પૂર્વક સૌહાર્દ જાળવી મળે અને સર્વ ના જીવતર માં હર્ષાતિરેક તરબતર થઈ રહો એવી હોળી ધુળેટી ની શૂભકામનાઓ : : માર્ચ ૧૩ , ૨૦૨૨ : : ફાગણ સુદ અગિયારસ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : , અને પ્રકાશમાનત્વ તમારા જીવનમાં પણ વ્યાપી રહો : : : : નવેમ્બર ૫ , ૨૦૨૧ : : કારતક સુદ એકમ : : બેસતું વર્ષ : : ગોવર્ધન પુજા : : પૂણે : : : : : : : :

રસિયો ફાગણ આયો : જયંત પલાણ : ગીતા દત્ત : એ. આર. ઓઝા : ( ૧) : : આવી વસંત મત્ત ફૂલોની રાણી : જયંત પલાણ : નાદ ગૃપ ( અંજારિયા , પ્રાર્થના , અસ્મિતા અને કૃતિકા : જગદીપ અંજારિયા : ( ૨ ) :  વૃંદ ગાન : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૬ ઠ્ઠો દિવસ : :

https://drive.google.com/file/d/1QKwdv_WIKSt4hKKfVcKs5KjKIzg_WSaz/view?usp=drivesdk

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે અલબેલો, હે અલબેલો ફાગણ આયો!

વનરાવનમાં, તનમાં,  મનમાં,
થનગન જોબન લા…યો!
ફોરંતી પાંખડીએ, આંજેલી આંખડીએ આ…વી
મધુ ટપકતે…
મધુ ટપકતે મુખલડે મલકાયો, ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે આવ્યો… મસ્તાનો, ગોપી-ગોપ  કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી સુવાસે
મનમોહનની…
એ જી મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
રસિયો ફાગણ આયો!

હે અલબેલો
હે અલબેલો ફૂલ-છોગળીયાળો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

હે કામણગારા, હે જી કામણગારા
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!
રસિયો ફાગણ આયો!

સ્વરઃ ગીતા દત્ત
ગીતઃ જયંત પલાણ
સંગીતઃ એ.આર. ઓઝા
આલ્બમ “ગીતા દત્ત – ગુજરાતી ગીતો” (૧૯૭૧)
ગ્રામોફોન રેકોર્ડ : : : :  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹 આવી વસંત મત્ત ફૂલોની રાણી  : : જયંત પલાણ : : :: સ્વર : નાદ ગૃપ : વૃંદ  ગાન : દીપક અંજારિયા , પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, અને કૃતિકા ત્રિવેદી : : સ્વરાંકન  અને સંગીત નિયોજન  : જગદીપ અંજારિયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : માર્ચ ૧૨ , ૨૦૨૨ : : ફાગણ સુદ દશમી : : પૂણે ઈન્ડિયા : : : : :

https://tahuko.com/?p=7783

આવી વસંત મત્ત ફૂલોની રાણી  : : જયંત પલાણ : : : :

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

– જયંત પલાણ

આવી વસંત મત્ત ફૂલોની રાણી  : : જયંત પલાણ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : માર્ચ ૧૨ , ૨૦૨૨ : : ફાગણ સુદ દશમી : : પૂણે ઈન્ડિયા : : : :

રૂડો ફાગણિયો લહેરાય : મીના કપૂર અને અજીત મરચંટ : અજીત મરચંટ : ફિલ્મ કરિયાવર (૧૯૪૮) : ( ૧ )  : : ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( સંબંધ તો આકાશ ) : ( ૨ ) A : : જુગલબંધી  પુરુષોત્તમ ઉપાધ્યાય અને કૃષાનુ મજમુદાર : નેરેટિવ  લિરીકસ વિડીયો ( ૨ ) B : : રિદ્ધિ આચાર્ય : જલસો LIVE : ( ૨ ) C  : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૭ મો દિવસ : :

https://drive.google.com/file/d/1aPDiCI_jLQpplAJIK5bccz4IezGirc1n/view?usp=drivesdk

કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય
રૂડો ફાગણીયો લહેરાય

ઉમંગ જાગે કાંઈક નવેલાં મનડું ઝોલાં ખાય
કે મારું મનડું ઝોલાં ખાય

ઋતુ આવી છે ફાગણ કેરી ફૂલે રંગ છંટાય
એમાં મનડાં કાં ભરમાય

આંબાડાળે કોયલ બેઠી ગાતી પંચમસૂર
મનડું ડોલે થઈ ચકચુર

આંબે આવ્યાં મોર રસાળાં કોયલ ગીતડાં ગાય
એમાં મન શાનું ભરમાય

દિલડાંની કંઈ છબી રૂપાળી દીઠી તમારે નૈન
બોલો શાને આવાં વેણ બોલો શાને આવાં વેણ

એ વેણનાં મરમ જુદેરાં સમજ્યા ના સમજાય
કે તમથી દિલડું ના બંધાય

કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય
રૂડો ફાગણીયો લહેરાય

સ્વરઃ મીના કપૂર અને અજિત મરચંટ
ગીતઃ ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ કરિયાવર (૧૯૪૮) : : : : : : રૂડો ફાગણિયો લહેરાય: : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : ૧૧ માર્ચ ફાગણનો ફાગ અને  ટહુકા નો સાદ  : કવિ શ્રી મેઘબિંદુ : : : :
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં છે અહીં કેસુડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ

ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે રે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાંને
પકડ્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મહેક્યા વિના તે કેમ રહીએ….

મઘમઘતી મંજરીને કાયા બદલાઈ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતાં ગુલમોર
લહાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં છે અહીં કેસુડે એવાં કેે મહેક્યા વિના તે કેમ રહીએ
— કવિ શ્રી મેઘબિંદુ : : સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય  : : આલ્બમ : સંબંધ તો આકાશ : UMG Release 1 / 1 / 1990 યુ ટ્યુબ રિલીઝ  ૨૦ / ૭ / ૨૦૧૮ : : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/q5vYDQ8hB80?si=rqX-OAK1OH8S4lOE  🌼 🌺🌹🌺🌹 🌹  🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌼 ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ : મેઘબિંદુ : : સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને કૃષાનુ મજમુદાર  ( જુગલબંધી ) : : સ્વરઈશ્વર ગીરીશ પ્રકાશ યુ ટ્યુબ રિલીઝ ૩૦ / ૪ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/ala5F7gD2k4?si=vJTog30_xthp6CcY  🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 🌱 🌼 અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : સ્વર : રિદ્ધિ આચાર્ય : : સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સંગીત નિયોજન / પ્રસ્તુતિ : જલસો live :  jamming Team  : :  યુ ટ્યુબ રિલીઝ  ૨૧ / ૧૨ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :   https://youtu.be/Zg4EppUeFF8?si=0yOyytBD_m5Dji-r

                    અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : પેન્ડિંગ  : માર્ચ ૧૧ , ૨૦૨૨ : : ફાગણ સુદ નોમ : : : : : : : :

આંખ્યું ના આંજણ તો ફાગણ નો કેફ : સુરેશ દલાલ : માલિની પંડિત અને આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : મારે  સૂની વસંતો ન જોઈએ : સુરેશ દલાલ : ( ૨ ) : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૮ મો દિવસ : :

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ : :  : :  આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ



આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ!
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન
ભૂલીને ભાન ભ વર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન
આંબલિયે બજવે છે કોકિલ બાંસૂરિયા અંતરને ઊંડે ઉછાળ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ…

લૂમઝૂમની મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના
નજરૂને હેરી ને જોયું જરીક….કેવાં ઊંડે પતંગિયા અજંપનાં!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ
રંગને સુગંધના સરવરિયે સંગ સંગ
સાંવરિયા રમવાને ચાલ…

-સુરેશ દલાલ
અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી સાંભળીએ : : : : : : : : https://youtu.be/kGiXchMkMLU?si=FCXOrVpLRgOjVpXr
સ્વર: માલિની પંડિત- આરતી દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા : :  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : માર્ચ ૧૦ , ૨૦૨૨ : : ફાગણ સુદ આઠમ : : પૂણે ઈન્ડિયા : : : : :

મારે સૂની વસંત નહીં જોઈએ  : : સુરેશ દલાલ : : : :

મારે સૂની વસંત નહીં જોઈએ !

ક્યાં છે કોકિલનો મીઠેરો ટહુકો રે રાજ ?

મારે સૂની વસંત નહીં જોઈએ : આવી અણગમતી વાત તમે મૂકો રે આજ : મારે સૂની વસંત નહીં જોઈએ !

ભલે ડોલે છે ડાળ છતાં ફૂલો ઉદાસ : કૂણી પાંદડીની પાળ નહીં તોડે સુવાસ. ફૂલે ભમરા પણ ઝૂકે છે સમજી રીવાજ :

મારે સૂની વસંત નહીં જોઈએ !

— સુરેશ દલાલ

મારે સૂની વસંત નહીં જોઈએ : સુરેશ દલાલ  : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . માર્ચ  ૨૭, ૨૦૨૫ : : : : : : : :

મને ફાગણ નું એક ફૂલ આપો : સુંદરમ્ : ગાર્ગી વોરા : પરેશ નાયક : (૧) : : અમર ભટ્ટ : (૨) : : કલ્યાણી કૌથાલકર : ( ૩ ) : : અમર ભટ્ટ :: ફાગણી : : વસંત ના ગીત : :

https://youtu.be/sS6SiNkg6Hk

સુંદરમ્ ( ૧૯૦૮ – ૧૯૯૧ )
“કેસૂડો કામણગારો જી લોલ “ કેસૂડાં ફૂલો ની “એકલ હો ડાળ” , “એકલડું મીઠું.. . દીઠું ને મન મોહ્યું.. . ”  સાથે જુઓ એકલડું પક્ષી , ” દરજીડો ” : A Tailor Bird : :

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
” ફાગણ ફૂલ”
-સુન્દરમ્  ( ૧૯૦૮ – ૧૯૯૧ ) : : ( મુદિતા, ૧૯૯૧, પૃ. ૬૨ ) : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : : : સ્વર : ગાર્ગી વોરા : ( ૧ ) : સ્વરાંકન : સંગીત : પરેશ નાયક : : આલ્બમ : શબ્દ પેલે પાર ( રિલીઝ: માર્ચ ૬ , ૨૦૧૪ ) : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : સ્વર : અમર ભટ્ટ : ( ૨ ) : : સ્વરાંકન : અમર ભટ્ટ : : અને , કલ્યાણી કૌથાલકર ના સ્વરમાં  ( ૩ ) : : સ્વરાંકન અમર ભટ્ટ : : : : આલ્બમ : શબ્દ નો સ્વરાભિષેક -૫ :  🌹 https://tahuko.com/?p=10703 મને ફાગણ નું એક ફૂલ આપો : સુંદરમ્ : : : : : : : 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹: : ::  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ ૯ , ૨૦૨૨ : :  ફાગણ સુદ આઠમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : :

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

” વસંત મળે”– હિતેન આનંદ પરા

અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ : ભાસ્કર વોરા : હંસા દવે : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : ગાર્ગી વોરા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :

https://youtu.be/q-byRuexwwY

https://drive.google.com/file/d/1FUqdrLOGpP06SFn3Hh-8sW-TDk432yj7/view?usp=drivesdk

અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
હેજી… વ્હાલપને ને વગડે શું ઝબકયું ગોકુળ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયુ કેસૂડાંનું ફૂલ

ફાગણિયા ને ફેંટે દીઠું કેસૂડાનું ફૂલ
હેજી… આંટે આંટે અટવાતું હૈયું થાતું ડૂલ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ

પ્રીતિની પાંદડીને કેસૂડાનો રંગ
હેજી….. ફોરમ એની ફરકંતી, નાહોલિયાની સંગ
હેજી….. જોબનિયું જાગ્યું રે એનું વણમાંગ્યું લો મૂલ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ.

-ભાસ્કર વોરા

સ્વર : હંસા દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : સ્વર : ગાર્ગી વોરા :નીચે ક્લિક કરો: https://youtu.be/80aBUV_bTvc?si=PLjImLi9i4YOGksf   : : આલ્બમ  : પાછલી તે રાતનો પડછાયો ( ગાર્ગી વોરા ના ગીતો ) : : : :  🌹 🌺 🌹 🌺 🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ  ૮ , ૨૦૨૨ : : ફાગણ સુદ છઠ : : : : પૂણે ઈન્ડિયા : : : :

એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :

એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે , ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે. ભર વસંતે કોણ રાગી કોણ બૈરાગી હશે , પ્રકૃતિ એ પારખું કરવા શરમ ત્યાગી હશે. એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે, ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે. શ્વાસ અલગારી હશે ઉચ્છ્વાસ વરણાગી હશે, જ્યારની’ થી મુંઝવણ મનમાં થવા લાગી હશે. જ્યાં તમન્ના ત્યાં જ નિષ્ફળતા ય ઝંખે છે ‘ગની’, હોય જ્યાં હૈયું તો હૈયે ચોટ પણ લાગી હશે. – ગની દહીંવાલા : : : : સ્વર : ગાર્ગી વોરા : : સ્વરાંકન : સંગીત : ડો. ભરત પટેલ : : : : આ ગઝલ હમણાં ઉપલબ્ધ નથી : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : : : માર્ચ ૭ , ૨૦૨૨ : : ફાગણ સુદ પાંચમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : :

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા : ભાસ્કર ભટ્ટ : પ્રીતિ ગજ્જર : ડો. ભરત પટેલ : ( ૧ ) : : ફૂલડાં ની ફોરમ ને કેમ  રે ઝલાય : પ્રેમશંકર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : : વસંત ના ગીત : :

ખીલ્યો ચહેરો ખીલ્યાં ફૂલ: : ફિલ્મ એક્ટ્રેસ મધુબાલા
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા : : સ્વરઃ પ્રીતિ ગજ્જર
સ્વરાંકન : ડો. ભરત પટેલ
સંગીતઃ ડો ભરત પટેલ
“ધરતીએ લીલી ચુનર પર ધરી લીધા છે સહેરા…”
“સૂરજ મન માં મીઠું મલકે…”
“..ઝુલે વાયુ પાનની પલકે…”
“મધુકર ના ગુંજારવ સામે ખુશ્બુ ભરતી પહેરા”
“મંદ પવનનું ઝોલું આવ્યું , ફૂલે એનું શીશ નમાવ્યું “
“ભ્રમરે ધારી શ્યામ ની મુરત.. .
“ફૂલ બની ગયા દહેરા”

https://youtu.be/yECwEi1NTzs?si=oghRI5wXNkiffQCY આ ફૂલ ખીલ્યાં કે ચહેરા : : કવિ શ્રી ભાસ્કર ભટ્ટ : સ્વર : પ્રીતિ ગજ્જર : સ્વરાંકન : સંગીત : ડો. ભરત પટેલ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ ૬ , ૨૦૨૨ : : ફાગણ સુદ ચોથ : : પૂણે ઈન્ડિયા : : : : : : : :

********************************************* ફૂલડાંની ફોરમને : પ્રેમશંકર ભટ્ટ (30.8.1914 *30.7.1976):

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય,
એ તો વાયરાની પાંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય,
એ તો આભ કેરા હૈયે વેરાય રે!

નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે!
નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય,
ટોયે ઝાંઝવાનાં જળ શેં બુઝાય રે!

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા, ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે;
આભ કેરા ટોડલે તોરણો ટીંગાડવાના,
મનસૂબા કેમ પૂરા થાય રે!

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્ય કેમ કરીને વંચાય રે!
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શી વિષે તુણાય રે!
– ફૂલડાંની ફોરમને.

– પ્રેમશંકર હ. ભટ્ટ (30.8.1914 *30.7.1976)

Like this:

પહેલાં આંખો આપો પછી પાંખો આપો ( ઉપાલંભ ) : ઉષા ઉપાધ્યાય : અપેક્ષા ભટ્ટ : સંધ્યા વિ ભટ્ટ : : ફાગણી : : વસંત ના ગીત : :

https://youtu.be/djetQwbmny0

પહેલા આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખ્ખું આકાશ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

કોરી હથેળીઓમાં મહેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ!

પહેલા તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો કાનમાં પડી છે કેવી ધાક!
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો, ને કહો સૂરજના ટોળાંને હાંક!
પહેલા પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!
-ઉષા ઉપાધ્યાય : : : : 🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦 સ્વર : અપેક્ષા ભટ્ટ : : સ્વરાંકન : સંધ્યા વિ ભટ્ટ : : વિડિયો સંકલન : પારૂલ ખખ્ખર : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ ૫ , ૨૦૨૨ : : ફાગણ સુદ ત્રીજ : : પૂણે ઈન્ડિયા : : ::

Design a site like this with WordPress.com
Get started