परिचयरचनारचनाकार
आज पानी गिर रहा है – भवानी प्रसाद जी कि कविता
भवानी प्रसाद मिश्र ५ भाई-बहनों में सबसे छोटे और इसलिए सबसे दुलारे थे। स्वतंत्रता संग्राम के दौरान जब वो जेल गए तो उनके पिता बराबर अपने सबसे छोटे बेटे के लिए चिंतित रहने लगे। एक दिन भवानी प्रसाद जी ने जेल की खिड़की से जब बरसते बादलों को देखा तो उन्होंने ये कविता रची जिसमें उन्होंने बादलों से आग्रह किया कि वो उनके पिता को ये संदेश दे आए कि भवानी प्रसाद सकुशल हैं।
पूरी कविता कुछ इस प्रकार है:
आज पानी गिर रहा है,
घर नज़र में तिर रहा है,
घर कि मुझसे दूर है जो,
घर खुशी का पूर है जो,
घर कि घर में चार भाई,
मायके में बहिन आई,
बहिन आई बाप के घर,
हाय रे परिताप के घर!
और पानी गिर रहा है,
घर चतुर्दिक घिर रहा है,
पिताजी भोले बहादुर,
वज्र-भुज नवनीत-सा उर,
पिताजी जिनको बुढ़ापा,
एक क्षण भी नहीं व्यापा,
जो अभी भी दौड़ जाएँ,
जो अभी भी खिलखिलाएँ,
मौत के आगे न हिचकें,
शेर के आगे न बिचकें,
बोल में बादल गरजता,
काम में झंझा लरजता,
आज गीता पाठ करके,
दंड दो सौ साठ करके,
खूब मुगदर हिला लेकर,
मूठ उनकी मिला लेकर,
जब कि नीचे आए होंगे,
नैन जल से छाए होंगे,
हाय, पानी गिर रहा है,
घर नज़र में तिर रहा है,
पिताजी जिनको बुढ़ापा,
एक क्षण भी नहीं व्यापा,
रो पड़े होंगे बराबर,
पाँचवे का नाम लेकर,
पाँचवाँ हूँ मैं अभागा,
जिसे सोने पर सुहागा,
पिता जी कहते रहें है,
प्यार में बहते रहे हैं,
पिताजी का वेश मुझको,
दे रहा है क्लेश मुझको,
देह एक पहाड़ जैसे,
मन की बड़ का झाड़ जैसे,
एक पत्ता टूट जाए,
बस कि धारा फूट जाए,
एक हल्की चोट लग ले,
दूध की नद्दी उमग ले,
एक टहनी कम न होले,
कम कहाँ कि ख़म न होले,
ध्यान कितना फ़िक्र कितनी,
डाल जितनी जड़ें उतनी !
इस तरह क हाल उनका,
इस तरह का ख़याल उनका,
हवा उनको धीर देना,
यह नहीं जी चीर देना,
हे सजीले हरे सावन,
हे कि मेरे पुण्य पावन,
तुम बरस लो वे न बरसें,
पाँचवे को वे न तरसें,
मैं मज़े में हूँ सही है,
घर नहीं हूँ बस यही है,
किन्तु यह बस बड़ा बस है,
इसी बस से सब विरस है,
किन्तु उनसे यह न कहना,
उन्हें देते धीर रहना,
उन्हें कहना लिख रहा हूँ,
उन्हें कहना पढ़ रहा हूँ,
काम करता हूँ कि कहना,
नाम करता हूँ कि कहना,
चाहते है लोग, कहना,
मत करो कुछ शोक कहना,
और कहना मस्त हूँ मैं,
कातने में व्यस्त हूँ मैं,
वज़न सत्तर सेर मेरा,
और भोजन ढेर मेरा,
कूदता हूँ, खेलता हूँ,
दुख डट कर झेलता हूँ,
और कहना मस्त हूँ मैं,
यों न कहना अस्त हूँ मैं,
हाय रे, ऐसा न कहना,
है कि जो वैसा न कहना,
कह न देना जागता हूँ,
आदमी से भागता हूँ,
कह न देना मौन हूँ मैं,
ख़ुद न समझूँ कौन हूँ मैं,
देखना कुछ बक न देना,
उन्हें कोई शक न देना,
हे सजीले हरे सावन,
हे कि मेरे पुण्य पावन,
तुम बरस लो वे न बरसे,
पाँचवें को वे न तरसें ।
https://youtu.be/wkYQKL7pvF4 અહીં નીચે ક્લિક કરો અને જુઓ વિડિયો સાંભળો ગીત ડો. કુમાર વિશ્વાસ ના પઠન સ્વર માં : : : : : : : :
नीचे कमेंट आपका प्रोत्साहन ही लेखक की असली
શ્રાવણ ના ગીત : : મને આવું ભીંજાવું ન ફાવે : ચૈતાલી જોગી : સુહાની શાહ : સુગમ વોરા : ( ૧ ) : : શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણની : વેણીભાઈ પુરોહિત : સંજય ઓઝા : દિલીપ ધોળકિયા : ગૌરાંગ વ્યાસ : ( ૨ ) અ : : ઈસ્માઈલ વાલેરા : દિલીપ ધોળકિયા : ફિલ્મ કંકુ ( ૨ ) બ : વર્ષા ગીત : શ્રાવણી : : PART ( IXXX ) : :

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .
ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .
આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.
– ચૈતાલી જોગી : : સ્વર : સુહાની શાહ : સ્વરાંકન : સુહાની શાહ : સંગીત : સુગમ વોરા : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : મને આવું ભીંજાવું ના ફાવે :વર્ષા ગીત : કવયિત્રી : ચૈતાલી જોગી : આવું ભીંજાવું ના ફાવે: વર્ષો વર્ષ , વરસાદ આવે તે સમે મારે કહેવાનું હોય કે : બહાર વરસાદ પડ્યા કરે ને હું બસ 🏠 ઘરમાં હોઉં તે મને બહુ ગમે : કારણ ? વરસાદી માહોલ વચ્ચે ભીંજાવું નાપસંદ : આમ તો હરીન્દ્ર દવે કહે કે : ચાલ , વરસાદ ની મોસમ છે વરસતા જઇએ . મોતનાં દેશથી કહે છે કે બધાં ભડકે છે , કૈ નથી કામ, છતાં ચાલ અમસ્તાં જઇએ . ગની દહીંવાલા ના ગીત માંથી : આ કોની મનોરમ દષ્ટિ થી આકાશ નું અંતર ભીજાણું ? ધરતી એ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીજાણું ! શી હર્ષાની હેલી કે ધરતી નું ક્લેવર ભીંજાણુ ! આનંદ ના ઉઘડ્યા દરવાજા , ધરતી નું ક્લેવર ભીંજાણુ ! : નીલેશ રાણાનું જાહેરિયું : આજ ભીંજાવું શું છે જાણ્યું , વર્ષા એ કરી કમાલ . મારે આંગણ સાગર વરસે લઈને નદીઓનું વ્હાલ . ગમ્યું અચાનક ખુદ ને મળવું , વર્ષા એ કરી કમાલ : અને હર્ષદ ચંદારાણા : આ વરસતું પાણી બીજું કૈ નથી , તું જ પલળે છે અહીં વરસાદમાં : તો, રમેશ પારેખ કહે : ઘરમાં થી તોતિંગ ઓરડા ફાળ મારતાં છૂટ્યા રે ! વરસાદ ભીંજવે . થરથર ભીંજે , આંખ કાન વરસાદ ભીંજવે . કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે . મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે : બાળગીત ને પણ જોડી દઉં : ગુંથી દે મઘમઘતો ગજરો . મા , વીજળીની દોરી લાઉં ચોરી . મા , મને ☂️ છત્રી લઇ આપ તું એવી , કે પલળી પલળીને થાઉં કોરી . ટપ ટપ ટપકે છે એવાં કે છત્રી એ વળગી છે આજ એક છોરી . છબછબિયાં કરવા દે , કપડાં ખરડવા દે , વાદળ ઘસીને થઇશ ગોરી : અવિનાશ વ્યાસ ગાય : વરસંતી વર્ષા ના નીરે ભીંજાતી રે ! સ્થિર નહીં અસ્થિર સમીરે !! વસુંધરા નો પાલવ લહેરે ! તરસ્યાનો જામ ભરાયો રે !! મીરાં બાઇ એ ગાયું : હું તો વ્હાલા ના વરસાદે જ ભીંજાવું , અન્યથા તો કોરી રે કોરી ! સંદીપ ભાટિયા એવી જ શરત મૂકે : સખી રિ ! હરિ વરસે તો પલળુ . લખલખ ચોમાસા માં , કોરું મીણ નું મારું દલડું . હરિ કનડતા ના વરસી – હું કોરી રહી ને કનડુ ! : આમ આ બધી વરસાદ માં ભીંજાવાની રીત જાણી : ત્યારે જ તો ફોડ પાડીને કહ્યું જણાય કે : મને આવું ભીંજાવું ના ફાવે . Artistic nature હોય તે એવી રીતે કહી શકાયુ. ત્યારે જ તો જાણવા મળી કવિમન ની વર્ષા માં ભીંજાવાની આતુરતા , ગીતપૂર્વક : ચૈતાલી જોગી ના આંગણા માં છાંટાભાર વાદલડી રમઝટ બોલાવે , પૂરાં જોસથી ટીપે ટીપાં ની તડાતડી થાય અને તેય રોજના ક્રમ મુજબ ત્યારે હડસેલો દેવો પડે . ખીજાય ને , ઘરનાં બધાં બારી બારણાં ધક્કો મારી ને બંધ કરી દે . રોજ રોજ વળી શાને પલળવું ?!? આમ તો એ પરિચિત છે ટીપે ટીપાં લટપટ વળગ્યા હોય તન પર ,મન પર , તેનું વહાલકું એને એટલું જ પ્રિય છે જેવું અન્ય કવિમન ને હોય . જેના ખ્યાલ થી શરમાય છે ને ગભરાય છે . રખે , કોઇ ભાળી જાય . “ઝટઝટ , તુરંત 🏃 ચાલી આવ ; ભીંજાતા ચીતવું” : કલ્પના કરો , ધારણા કરતાં ‘ભીંજાવું’ ની ઇચ્છા થાય . વરસાદ કેટલો સમૃદ્ધ હોય !! !! !!!! ભગવતીકુમાર શર્મા ના ગીત ની મદદ લઇને કહીંએ તો :” માટીની સુગંધ , ભીનો સંબંધ , મઘમઘતો સાદ , કાળું ભમ્મર આકાશ , ઘેઘુર બોલાશ . આછાં ઘેરા ઝબકારા , દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ . ઝીણી ઝરમર , ઊજળો ઉઘાડ , પછી ફરફરતી યાદ ” : ચૈતાલી , આવું કૈંક હોય એમાં , વખતે કવખતે , વખત વિચાર વિના , રોજ બરોજ ભીના થવાનાં ને ભીંજવી દેતા બહાના જન્માવી યુક્તિ રમતા વરસાદની લુચ્ચાઈ ગણે છે . તેથી હડસેલી દે છે . કવયિત્રીના કવિમન ને નિરાંત નથી . તલસે છે એ નજરનું સામીપ્ય જે , દૂર જઈ વસ્યા હોય ચિત્ત સ્થિત વ્યાકુળતા ને શીતળ કરી ના શકે . આંખો ને ટાઢક ને ઠંડક , સંતોષ ને નિરાંત નહીં પહોંચે . ટાઢકિયુ હાથવગું નથી : સર્વત્ર પરિવર્તન . નિસર્ગ નું જીવનવાદી નર્તન . બદલાતા મોસમનો ખુશહાલ મિજાજ . બધા ને હાશકારો : જીવ ને ટાઢક વળે , શાતા થાય , વરસાદ વહાલવંચુ – માણસો નું ભલું ઇચ્છનાર બની વરસે તો અને ત્યારે !? ત્યારે પણ આવી ઠંડક દૂર ની દૂર રહેવાની : “પાણી એ બાંધ્યું છે પાણી થી વેર” એવું સમજાવવામાં અસામર્થ્ય માને છે .” પાણી ” ને સંસ્કૃત ભાષામાં ” જીવન ” કહે . અતિઆવશ્યક વૃત્તિ અને પ્રવૃત્તિ માટે માણસ ઊણો થયો છે . એની , જીવનવાદી ગતિવિધિઓ માં જિવન નકારાત્મકતાને આકર્ષે છે . What have they done to the Rain ? માટે , કહ્યું :”પળભર માં ધોધમાર , પળ માં તું શાંત” .ભ. શર્મા એ લખ્યું : ચાર અક્ષરના “ધોધમાર” માં છલબલ આપણા ફળિયા . આંખ માં આવ્યા પાંચ અક્ષરના ગળાબૂડ “ઝળઝળીયાં”: નેવું ના દાયકામાં ઉપરા છાપરી દુષ્કાળ (૯૦% થી ઓછો). ૨૦૧૪ / ૧૫ / ૧૮ ના દુષ્કાળ .દર પાંચ વર્ષ માં એક જ વર્ષ સામાન્ય (૯૬ %થી ૧૦૪%) તાજેતરનો, મુંબઈ નો વરસાદ ૧૨ કલાક માં ૨૦૦ મી.મી. ક્યાંક ભારેથી અતિભારે Flood લાવતો . “આવેલાં વરસાદે ઉંબર ની મર્યાદા તોડી” : દેશમાં મહદઅંશે વાદળો વરસતાં નથી પણ પાણી ઉડાડે છે . કૃષ્ણ લાલ શ્રીધરાણી એ લખ્યું હતું : “આ એકલતા શે’ય ના સહાય! વર્ષા રડે , રડું હું તોય ના રડાય !!” આવાં ‘ટીપાં ટીપું’ના , ‘ટીપાં ટીપી’ ના છાંટાભાર વરસાદના જોર ની શત્રુતા ને ધક્કો મારી ને એને એટલું જ કહેવું રહ્યું : “અલ્યા , વરસીને આવું તરસાવે?” “મને આવું ભીંજાવું ના ફાવે” : વર્ષા ગીત : ચૈતાલી જોગી :
આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : ઓગસ્ટ ૨૫ , ૨૦૨૦ : : સપ્ટેમ્બર ૧, ૨૦૨૧ : શ્રાવણ વદ દશમી : : પૂણે : : : : *********************************************** શ્રાવણ નો મહેરામણ : વેણીભાઈ પુરોહિત : :
આચમન ( ૧૯૭૫ ) : પૃષ્ઠ ૧ – ૨ : : : :



શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણ ની : વેણીભાઈ પુરોહિત : સ્વર : સંજય ઓઝા : : સ્વરાંકન : દિલીપ ધોળકિયા ( ઓરિજીનલ ) : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : કાવ્ય સંગીત : Phonographic Digital Release 5 / 1 / 2024 : આલ્બમ : સમી સાંજ નો ઢોલ : સંજય ઓઝા યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૧ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/3zgJh1pfgp0?si=FFQvw7vDLTY-nsOw
શ્રાવણ નો મહેરામણ : વેણીભાઈ પુરોહિત : : સ્વર : ઈસ્માઈલ વાલેરા : સ્વરાંકન અને સંગીત નિયોજન દિલીપ ધોળકિયા : વિડીયો સોંગ : ફિલ્મ કંકુ ( ૧૯૬૯ ) : ફિલ્માંકન : કિશોર જરીવાળા અને પલ્લવી મહેતા : નૈષધ પંડ્યા યુ ટ્યુબ રિલીઝ ૨૬ / ૧૨ / ૨૦૧૨ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ. : : : :
https://youtu.be/LWyaF1UfbSs?si=p5Rm-zoRKxtGG9bm
શ્રાવણ નો મહેરામણ વેણીભાઈ પુરોહિત : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .





























શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :
વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.
કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.
પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.
-રમણભાઈ પટેલ. સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/JbGa1b0b2Ck વાદળી વરસીને ચાલી ગઈ : ( ૨ ) : : કવિ શ્રી રમણભાઈ ભાઈ પટેલ : આલ્બમ : હસ્તાક્ષર : ( વન્ડર વેવ્સ રિલીઝ ૨૩/૭/૨૦૦૩ ) સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ : સ્વરાંકન: સંગીત : શ્યામલ સૌમિલ મુનશી : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : : : : : : : : (૩) વરસાદે વરસાદે ભીંજાતી હું : કવિ શ્રી મહેશ શાહ : સ્વર : ચંદ્રાણી મુખરજી : સ્વરાંકન : નવીન શાહ : : આલ્બમ : છાંવરિયો : T Series Gujarati You Tube Release 2 / 7 / 2019 : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/Z9CFCJTv2Tg 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ વરસાદે વરસાદે ભીંજાતી હું , પછી લજવાતી હું , શરમાતી મલકાતી મલકાતી હું (X૨) વરસાદે વરસાદે ભીંજાતી હું . અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૩૧ , ૨૦૨૧ : : શ્રાવણ વદ નોમ : : પૂણે : :
વરસાદ તારા નામ પર ! : : : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ વેણીભાઇ પુરોહિત
આજ નથી જાવું બસ કોઇનાય કામ પર
અલ્યા
ધીંગા વરસાદ !
તારા નામ પર !
આજ આખી આલમથી અલગારી છુટ્ટી,
જિંદગીને લાધી ગઇ કંઇક જડીબુટ્ટી,
આજ નથી મહેરબાન થાવું આ ગામ પર.
ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે,
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,
આજ મને આવી છે ઊલટ આરામ પર.
ધુમ્મસિયું આભ અને અજવાળું પાંખું,
સૂરજને ગેબ ગેબ ગોખલામાં નાખું,
સપનું છે ચોખ્ખું પણ જોણું છે ઝાંખું.
આજે હું તરસ્યો છું તીરથ ધામ પર.
રાગ હો મલ્હાર અગર રાગ હોય મારુ,
કેફ હોય મૃગલું, માતંગ કે કાંગારું,
બંદરના વાવટાને કહો વારુ વારુ,
આજે હું આફરીન અંધા અંજામ પર.
આજ નથી જાવું
બસ કોઇનાય કામ પર.
ઓ ગોકુળ ના નિવાસી : (૧) : ભૂપેન્દ્ર વકીલ : શૌનક પંડ્યા : સુનીલ રેવર : : અહો ! મોરપિચ્છ મંજીરા વાગે છે; ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે : (૨) : પન્ના નાયક : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ધીરા ધીરા દૂર દૂર ..વાગે છે મંજીરા : (૩) મનોહર ત્રિવેદી : ડો. ભરત પટેલ : : મેં એક અચંબો દીઠો : (૪) સુંદરમ્ : અમર ભટ્ટ : :


ઓ ગોકુળના નિવાસી
https://m.soundcloud.com/sunil-revar/gokul-na-nivasi અહીં ક્લિક કરીને સાંભળીએ : : ઓ ગોકુળ ના નિવાસી : શૌનક પંડ્યા ના સ્વર માં ગોપી ગીત : : : :
ઓ ગોકુળના નિવાસી, આવો વ્યાકુળ પાસે
ઓ ગોકુળના નિવાસી કહાન કનૈયા આવો વ્યાકુળ પાસે
હું તો તુજની પ્યાસી, ઓ ગોકુળ નિવાસી
જમના ઘાટે, ગોકુળ વાટે,
અંતર કેરી પ્રેમલ જ્વાળે
ઢૂંઢી રહી છું વાટે ઘાટે
ઓ ગોકુળના નિવાસી
વૃંદાવનની કુંજ ગલીમાં
શ્રાવણ વર્ષાની હેલીમાં.
ઘૂમી રહી છું નિર્જન સ્થળમાં
ઓ ગોકુળના નિવાસી
આવી મુજની પ્યાસ છીપાવો
પ્રીતમ કહાના હાસ્ય રેલાવો
વર્ષારાતે ક્યાં તલસાવો?
ઓ ગોકુળના નિવાસી
હું તો તુંજની પ્યાસી
-ભૂપેન્દ્ર વકીલ
સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન : સુનિલ રેવર. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.
-પન્ના નાયક
સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકાન : અમર ભટ્ટ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️. https://youtu.be/Z7SO-TtDIfE?si=MnnD1sw26FQlKr3v🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં..
ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા
મ્હેક મ્હેકના થળ થળ થાનક, ઊઘડ્યા સૂરના પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી, હલક ભરેલી પીરા?
કોઈ ખાલી, કોઈ અધૂરા, ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ મથુરા !
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
જાત ભૂલીને નીકળ્યા પોતે, કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે મીરાં ?
-મનોહર ત્રિવેદી
સ્વરઃ નિધિ ધોળકિયા
સ્વરાંકન : ડો. ભરત પટેલ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/dKUl4jcI4Ss?si=1u8h5EMvd9rEUCWK🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ મેં એક અચંબો દીઠો
મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી
હું બન્યો મુગ્ધ નરસૈયો
મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જસોદા. – મેં એક..
મેં નદીનદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ.
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. – મેં એક..
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા.
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. – મેં એક..
-સુંદરમ્
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ :: https://youtu.be/FzDJ6o-rG3g?si=70Kjp93Sz34Tv2wv અહીં ક્લિક કરીને સાંભળીએ :: :: સ્વરકાર / ગાયક શ્રી અમર ભટ્ટ નોંધ કરી કહ્યું છે કે, ” સ્વરાંકન માં બીજી પંક્તિ પહેલા સ્વરબદ્ધ થઈ. વૈશ્નવ જન ના ઢાળ નો સંદર્ભ લઈ ને મુગ્ધતા થી તદ્રુપ થયા નો ભાવ તાર સપ્તક ના શુદ્ધ ગંધાર ” ગ” પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ અને અંતરા નું સ્વર નિયોજન થયું. તલ્લીનતા નું , કવિ ના અચરજ ના ઐશ્વર્ય નું ગીત માણો. ” — અમર ભટ્ટ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ h મેં એક અચંબો દીઠો :્
કવિ શ્રી સુન્દરમ્ : સ્વર સ્વરાંકન : અમર ભટ્ટ /આસ્વાદ વિ જયરાજ : : : ઘર ઘરમાં કૃષ્ણ કનૈયો જોવા મળે અને હ્રદય હ્રદય માં રાધા જોવા મળે ત્યારે કવિ ને આશ્ર્ચર્ય થાય છે , જેનું આલેખન કર્યું કે અણ છૂપા પાત્રો અને નાયિકા : ઉદ્ધવ , નંદ જશોદા અને રાધા તથા વન વૃક્ષ માંના વૃંદાવન, છતા થતાં જાય ને ઈશ્વરપણું સમજાતું જાય ત્યાર પછી , અચરજ ના સ્થાને મુગ્ધ ભાવે , નરસૈંયાના સ્વામી કૃષ્ણ માટે આવશ્યક , તલ્લીનતા સાધી કૃષ્ણ પરાયણ થવા નું નિરૂપણ જાહેર કરી કવિ એ કહ્યું : ” હું બન્યો મુગ્ધ નરસૈંયો ” . વૃંદા એટલે તુલસી . રાધા ને પણ વૃંદા કહી છે . આથી જ તો તુલસીશ્યામ અને રાધાકૃષ્ણ ના બોલમાં , દૈવી તદ્રુપતા નું સંવેદન સમાયું છે . ગોકુળ વનરાવન તે વૃંદાવન , જ્યાં પર્ણ પર્ણ માં ગ્વાલા ગ્વાલિન : નંદ જશોદા અને રાધા : કૃષ્ણમય – તદ્રુપ થયા જોવા મળે , જેને પગલે હ્યા ના મુગ્ધ તત્વ માં ધ્યાન મગ્ન થવું મળે . ઉદ્ધવ આમ તો શ્રીકૃષ્ણ ના કાકા પરંતુ ભક્ત , જેને શ્રી કૃષ્ણ એ આત્મ જ્ઞાન આપ્યું હતું . માનવ જન ને ઉંઘ આવે . જનમાનસમાં ઠાકોર જી ના શયન ને ” પોઢ્યા ” કહે . અખિલ વ્યોમ એટલે સમગ્ર ગગન અને પય ને પાણી કહો તો સમુદ્ર અને દૂધ માનો તો દૂધગંગા કે આકાશ ગંગા : સર્વ સ્થળે શ્રી હરિ સર્વદા વ્યાપ્ત છે . સર્વ જીવ ને અને ઉદ્ધવ જી ને પ્રાપ્ત આત્મ જ્ઞાન મળ્યું છે કે મેળવી શકાય તેમ છે . રાધા ને મુગ્ધાક્ષિ (અભોર આંખ વાળી) પણ કહી છે . આ બધું જાણવા જોવા કે પ્રાપ્તિ માટે ” અંગ અંગ ” “હરિઓઢયા” થવા નું હોય . “હરિ પરાયણતા” પ્રાપ્ત થાય , જ્યારે કૃષ્ણ સમય ના – કૃષ્ણાકર્ષણ્ણિક ગોકુળ ગ્રામ ના પાત્રોના મુગ્ધા – ભાવ , અભોર -નિર્દોષતા , અરે ! એમની અણસમજ સુધ્ધાં ! સાથે તદ્રુપ થયા હોવાની સફળતા મળી હોય . અચરજ કારી સમજણ ના સ્થાને , કવિ મન અણસમજુ મુગ્ધત્વની અવસ્થાઓમાં , મુગ્ધમનનોહર – પરમેશ્વર નું મોહિત કરનાર અતિ સુંદર સ્વરૂપ જોવા નું સદભાગ્ય પ્રાપ્ત કરે છે : આપણા શાસ્ત્રોમાં ૮ પ્રકાર ની ઈશ્વરીય મહા સિદ્ધિ જોવા નું કહ્યું છે : ૧) અણિમા ૨) મહિમા ૩) ગરિમા ૪) લઘિમા ૫) પ્રાપ્તિ ૬) પ્રાકામ્ય ૭) ઈશિત્વ ૮) વશિત્વ ઉલ્લેખ કર્યો , વાત ફરી ક્યારેક : “મેં એક અચંબો દીઠો” કવિ શ્રી સુંદરમ્ : આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ : પૂણે : ૧૪.૮.૨૦ 😦 નોંધ:૧૯૭૫ માં વાત વાતમાં કવિ શ્રી સુંદરમે મને એમના સ્વહસ્તાક્ષર માં લખી આપેલું :”કેટલી વીસે સો થાય?”) : પ્રસ્તુતિ : ઓગસ્ટ ૩૦ , શ્રાવણ વદ આઠમ : ગોકુળ આઠમ : કૃષ્ણ જન્માષ્ટમી : : પૂણે : : અહીં પ્રસ્તુત અન્ય ત્રણ કાવ્યોના : ગીતના : :અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : :

































.
–
–
શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર : ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી દેસાઈ દવે : સ્વર વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :
ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.
એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.
રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે. — ચિનુ મોદી : ૧ ( B ) સ્વર : બંસરી યોગેન્દ્ર : સ્વરાંકન : સંગીત : હરીશ બક્ષી : : મોરપિચ્છ યુ ટ્યુબ રિલીઝ ૧૩ / ૯ / ૨૦૨૦ : : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : : : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ :: ૧ ( A ) સ્વર : પરાગી અમર : : સ્વરાંકન : ઈમુ દેસાઈ : : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : આલ્બમ : કોશિશ : સૂરસાગર યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૬ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/7IYrSCFzBy4?si=lyzKhNDKLb6SLRJO 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ઘરમાં રહું ને તોય : ભગવતીકુમાર શર્મા : : : :
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ તોરલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરો ગુલમહોર નીત વાવવો?
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ નહિ
ઘરમાં આવીને ગીત છેડજે!
કેવડો તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
— ભગવતીકુમાર શર્મા
(૨) અ : સ્વરઃ વિભા દેસાઈ : : સ્વરાંકન : રાસબિહારી દેસાઈ : : સંગીત નિયોજન / પ્રસ્તુતિ : જલસો ગુજરાતી મ્યુઝિક એપ : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૩ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/Hzf9vk7cGr8?si=AXOfYt_nl7xg2Okq
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ( ૨ ) બ : સ્વર : નૂપુર મોદી સ્વરાંકન જયદેવ ભોજક સંગીત નિયોજન ડો. પ્રભાત દેવ ભોજક 🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?p=19224 🌧️🌧️🌧️🌧️🌧️ ( ૨ ) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ભગવતીકુમાર શર્મા : : સ્વર : ગાયક વૃંદ : : ઢાળ : ટ્રેડિશનલ ગુજરાતી ગરબો : : આલ્બમ : રંગીલા રાસ ગરબા : સૂર મંદિર યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૬ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/_OM5cVOO5ko?si=3ZLi0PBJqrpPbzQQ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ (૨) ડ : સ્વર : વૈશાખી દેસાઈ દવે : આલ્બમ : સ્વર વંદના : Times Music Release 5 / 8 / 2015 : યુ ટ્યુબ રિલીઝ ૨૦ / ૧૦ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/bb29Pfxn2L4?si=N21uiloR9Y5r_tH8 🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️https://drive.google.com/file/d/1lYZ_9PDaF4lW49Iae77AewMbg5Mv6HIa/view?usp=drivesdk
કોણ આજે રહે બંધ બારણે?
કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ જો જગત-પ્રાંગણેઃ
સાગર હિલ્લોલે વનવન ડોલે,
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે
ધરતીનું દિલ ખોલે.
વાદળ નાદે ઝરણાં જાગે,
મત્ત બની ઘર સરિતા ત્યાગે;
જલધારાના સહુ ઝંકારે
સંજીવન સૂર વાગે.
આભ ખુ(રે)શી જો વિધ વિધ રંગે,
ધરા ખુશી નવ-ધાન-સુગંધે;
ધરતી નભના આ ઉત્સવમાં
આવ, આવ, સહુ સંગે.
-પ્રહ્લાદ પારેખ
ભાઈલાલભાઈ શાહના સ્વર અને સ્વરાંકનમાં આ કવિતા
કોણ આજે રહે બંધ બારણે? 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : સૌજન્ય /old recording : : : : Gujarati.world પર થી : : : : https://share.google/5kobUhO8khYWJNMLf
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૯ , ૨૦૨૧ : શ્રાવણ વદ સાતમ : : પૂણે : : : : : : :
શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી શકે તો આવ આ વરસાદી સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )

“ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા” : ‘Rainbow After the Rain ‘ An Acrylic Painting by Victor Yeshkevich ; Source You Tube Video of Painting step by step Demonstration : Click to watch link Here : https://youtu.be/IGJ2I-3rZZ8?si=meAttl_Vvn6qUEtW

ભીનો ભીનો કાગળ લઇ વરસાદ
ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા
આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ
લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ
પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા
-ભગવતીકુમાર શર્મા
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ. 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ : : https://youtu.be/6-flQyzBbJQ?si=v3BUVWuMJB_eRt6X 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👁️ 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👀 👁️ ( red ribbon Release 30/1/2018 ) painting 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 🪥 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૮ , ૨૦૨૧ : : શ્રાવણ વદ છઠ : રાંધણ છઠ્ઠ : : પૂણે : : : : : : :




( ૨ ) હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : : સ્વર : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : હરીશ ઉમરાવ : સંગીત સહાયક : પ્રેમ સાગર ઉમરાવ : આલ્બમ : વરસું તો હું ભાદરવો : : T Series Super Cassette Inds. Release 14 / 11 / 2005 : યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૮ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/oxPCzoFiofA?si=tsytbDq9VhuL408M
હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
( ૩ ) આવી શકે તો આવ : ભગવતીકુમાર શર્મા : :
આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.
કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.
માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.
થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.
નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.
કેવળ ગહેકે મોર તો જલસો. નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.
છે કલ્પનાની. વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.
– ભગવતીકુમાર શર્મા
( ૩ ) સ્વર : પરિતી શાસ્ત્રી,કેયુર વાઘેલા : : સ્વરાંકન : સુનીલ રેવર
સિતાર : ભગીરથ ભટ્ટ : : વાયોલીન : મહેન્દ્ર પટેલ : : તબલા : સતીશ રેવર : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી.

છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.”
: કલ્પનાની. વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.
( ૪ ) સ્વર : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : હેમાંગ પુરોહિત : : આલ્બમ : હિમાલી વ્યાસ નાયક Melodious : : Red Ribbon 🎀 Release 13 / 7 / 2020 : ફોટોગ્રાફીક ડિજિટલ રેડ રિબન 🎀 યુ ટ્યુબ રિલીઝ ૬ / ૬ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/-bi18QlRru4?si=mUxasJ90wJnOusCJ
શ્રાવણ ના ગીત : : મને થવું તરબોળ હવે ..આવ સજનવા : દિલીપ રાવળ : કૃશાનુ મજમુદાર અને દીતિ મજમુદાર : નિનાદ મહેતા : ( ૧ ) : : આવ સજનવા : અષાઢી વરસાદ ની વાતો નું ગીત : દિલીપ રાવળ : હિમાલી વ્યાસ નાયક : રિશીત ઝવેરી : ( ઓરિજીનલ ) : ( ૨ ) અ : : ઝીણાં ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડી : મહાકવિ ન્હાનાલાલ : બંસરી ભટ્ટ : દૂરદર્શન ( DD આર્કાઈવસ ) અમદાવાદ : ( ૨ ) બ : અનાર શાહ : પારંપરિક : : વરસે ઝડી વર્ષાની વા’લમા નીંદ ન આવે : ભાસ્કર વોરા : આરતી મુનશી અને સૌમિલ મુનશી : ક્ષેમુ દિવેટીયા : ( ૩ ) : : સાજન સજની નાં ગીત : વર્ષા ગીત : PART ( XVI ) : :

મને થવું તરબોળ , તું આવ સજનવા : દિલીપ રાવળ : : સ્વર : હિમાલી વ્યાસ નાયક : : સ્વરાંકન અને સંગીત નિયોજન : રિશીત ઝવેરી : : Rede Ribbon Release 10 / 7 / 2021 : હિમાલી વ્યાસ નાયક Topic : રેડ રિબન 🎀 ફોટોગ્રાફીક ડિજિટલ યુ ટ્યુબ રિલીઝ ૭ / ૬ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/5DZFy7KgoF0?si=-7mRI5c493ql25hp
મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…
– દિલીપ રાવળ
સ્વર : કૃશાનુ મજમુદાર અને દિતી મજમુદાર
સ્વરાંકન : નિનાદ મહેતા : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ: તું વરસાદી વાતો લઈને આવ સજનવા . મને તરબોળ થવું . મને તરબોળ થવું . હવે ભીની ભીની વાતો લઈને , લઈને , આવ સજનવા . : ગીત : દિલીપ રાવળ :
: : : : : :::: :::: ::::નાયિકા ની વરસાદ માં પુરેપુરી ભીંજાવાની અભિલાષા, આતુરતાથી ગીતપૂર્વક રજૂ થાય જેમાંથી વરસાદી માહોલ નું સંગીત , સ્વરૂપ અને વાતાવરણ કાને ગૂંજી રહે ત્યારે વર્ષા ગીત નો આનંદ બેવડાય . ધગધગતો ચૈતર દઝાડે કે નવડાવે , એની દાઝ શમી જાય જ્યારે , આષાઢી વર્ષા ની સાથે , વરસાદી વાતો લઈને આવનાર સજનવા / પ્રેમી સાથે નો મેળાપ સાર્થક થાય : બંને ગાઢ સંપર્ક માં રહ્યા હશે . એકમેકમાં નિકટતા , અંગતતા , વ્યક્તિગતતા ઉચ્ચતર સ્તરે વિકસતી રહી હોય .” સંબંધો ને નામ આપશું થોડા ” કહેનાર નાયિકા માટે , નવ વર્ષા ખૂબ જ સમયસરની છે . સજન સાથેના સંસર્ગ દ્વારા સહજીવન નુ મહત્વ નિખારવા માટેના લક્ષ્યાંક નક્કી કરનારી છે. સ્નેહ અને મનમેળ સાંગોપાંગ પાર ઊતરી શકે એવાં મજબૂત છે . આ Monsoon Talks વળી એટલી તો ઉત્કૃષ્ટ રહે કે જીંદગી ભરનો અકબંધ રહેનાર , અતૂટ સંબંધ નિશ્ર્ચિત પણે બંધાય એવી હૃદય ની એષણા છે . વર્ષા માં અને સજન અને સજન ની ભીની ભીની વાતો માં તલ્લીન થવું છે . આમ થતાં , વર્ષા પૂર્ણ રીતે ભીંજી દેશે . તરબોળ કરી દેશે . ૨૦૨૦ ની વર્ષા રિતુ પુરી થવા પર છે ત્યારે ઉલ્લાસી અને મશગૂલી સૂચવતું મસ્ત રંગીલું વર્ષા ગીત છે , આ : આવ સજનવા : ગીતકાર : દિલીપ રાવળ : : : : : : વિ જયરાજ પૂણે: ૨.૧૦.૨૦ : : ઓગસ્ટ ૨૭ , ૨૦૨૧ : : શ્રાવણ વદ પાંચમ : : નાગ પંચમી : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ.
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી. ( ન્હાના ન્હાના રાસ , ભાગ -૧ , પૃષ્ઠ ૨૨ : -ન્હાનાલાલ કવિ ) : : સ્વર : બંસરી ભટ્ટ : LIVE : સંગીત નિયોજન અને પ્રસ્તુતિ : DD Archives / Old Recording દૂરદર્શન સંગ્રહાલય , દૂરદર્શન , અમદાવાદ. : : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૯ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/YgwcV236zAU?si=lzDLcPrMarfgRo6N 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ‘ઝીણાં ઝીણાં મેહ.. ભીંજે મારી ચૂંદલડી’ : ન્હાનાલાલ કવિ : : સ્વર : અનાર શાહ : : સ્વરાંકન : પારંપરિક : : સંગીત નિયોજન : અજાણ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A6._%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF/%E0%AA%9D%E0%AB%80%E0%AA%A3%E0%AA%BE_%E0%AA%9D%E0%AB%80%E0%AA%A3%E0%AA%BE_%E0%AA%AE%E0%AB%87%E0%AA%B9 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ વરસે ઝડી વર્ષાની વા’લમા નીંદ ન આવે : ભાસ્કર વોરા : : : : : વરસે ઝડી વર્ષાની વા’લમા
વા’લમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
વા’લમા નીંદ ન આવે…….
વાદળીની વણઝારે વા’લમા
વા’લમા આભ ધ્રુજાવે રે
વીરહીણીએ થઈને સજની
સજની નીર વહાવે…………
વીજ બની ધનુ કામનું વા’લમા
વા’લમા ઉર મૂંઝાવા રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે………
વા’લમા નીંદ ન આવે……….
વા’લમા નીંદ ન આવે………
— ભાસ્કર વોરા


‘ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી’

સજની આમ સતાવે રે
વા’લમા નીંદ ન આવે…….’ : ભાસ્કર વોરા
સ્વર : આરતી મુનશી અને સૌમિલ મુનશી : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા : : યુ ટ્યુબ રિલીઝ : ૧૨ / ૯ / ૨૦૨૧ : : અહીં ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : : https://youtu.be/ysKr37qW7cg?si=MiCuZNccsPQo6Fwd
વરસે ઝડી વર્ષાની વા’લમા : નીંદ ન આવે : ભાસ્કર વોરા : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૨૭ , ૨૦૨૧ : : શ્રાવણ વદ પાંચમ : : નાગ પંચમી : : પૂણે : : : :
.
શ્રાવણ ના ગીત : : સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : (૧) : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.. જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ : (૨) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XV ) : :
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
– પન્ના નાયક
અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : 🌹 🌹 🌹 🌹 🌹
સ્વર : રાવી મોરે અને વૃંદ
સ્વરાંકન : સુભાષ દેસાઈ
સંગીત : વિક્ર્મ પાટીલ
આલ્બમ: ક્યાંક સપનામાં. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://tahuko.com/?p=1288 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌧️🌧️સાહયબો મારો ગુલાબનો છોડ છે : કવયિત્રી : પન્ના નાયક : સ્વર : રાવી મોરે અને ગાયક વૃંદ : સ્વરાંકન : સુભાષ દેસાઈ : સંગીત : વિક્રમ પાટીલ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ ☔ ( ૨ ) પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં : કવિ શ્રી હરીન્દ્ર દવે : સ્વર : હંસા દવે: સ્વરાંકન :પુરુષોત્તમ ઉપાધ્યાય : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ
સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં
સ્વર: હંસા દવે
ગીતઃ હરીન્દ્ર દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૨૬ ,૨૦૨૧ : શ્રાવણ વદ ચોથ : પૂણે : : : : : : : : :
શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :
https://drive.google.com/file/d/1lkGla02o8xWJOFwp2mW0o3FJwbNiXwwF/view?usp=drivesdk આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું!
નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં!
ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય!
– કૃષ્ણલાલ શ્રીધરાણી
સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ : : આલ્બમ : શબ્દ નો સ્વરાભિષેક ( ૫ )
સંગીત નિયોજન : અમિત ઠક્કર. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ 🌧️ 🌨️ 🌨️ 🌨️ https://youtu.be/GkDXYZHgsys?si=YdksnltIZ8qwmLX9 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/1VxzgzjGITF59QNDCNybMF9OSwE6Xu60i/view?usp=drivesdk હું વરસું છું તું વરસે છે : :
હું વરસું છું, તું વરસે છે
વચમાં નભ આખું વરસે છે
એક ઘડી ઓરું વરસે છે
એક ઘડી આઘું વરસે છે
સાથે સાથે ને સંગાથે
કેવું સહિયારું વરસે છે
અમથું અમથું પૂર ન આવે
નક્કી કોક છાનું વરસે છે
વરસે મોતી માંડ પરોવું
સૂત્ર, સોઈ, નાકું વરસે છે
વરસી વરસી વહી જતું જે
તે જ ફરી પાછું વરસે છે
નખશીખ સહુ તરબોળ ભીંજાયા
શબ્દો ક્યા પાંખું વરસે છે?
ગીતઃ રાજેન્દ્ર શુક્લ
સ્વર : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી
સ્વરાંકનઃ સુરેશ જોશી
હું વરસું છું તું વરસે છે : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : : ઓગસ્ટ ૨૫ , ૨૦૨૧ : : શ્રાવણ વદ ચોથ : : પૂણે :
શ્રાવણ ના ગીત : : શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ : સાધના સરગમ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) અ : : આનલ વસાવડા : ( ૧ ) બ : : શ્રાવણ ની સાંજ નો તડકો ઢોળાયો : ( ૨ ) : પ્રિયકાન્ત મણિયાર : : શ્રાવણી મધ્યાહ્ને : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : ગુલાબ મારા કોણ લેશે ? : ( ૪ ) મહેશ દવે : : શ્રાવણી સંધિકા એ : ( ૫ ) : રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીત : PART ( XXIII ) : :
https://youtu.be/0ZRdx8hGgAQ?si=uCeehbiyo_ZlziSo
શ્રાવણની એ સાંજ હતી
શ્રાવણની એ સાંજ હતી, શ્રાવણની એ સાંજ હતી
સરક્યાં સાળુડે સંતાયા લોચનમાં કઇ લાજ હતી
શ્રાવણની એ સાંજ હતી….
આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી
એ રંગે રંગાયી સંધ્યા અંતરનો અંદાઝ હતી
શ્રાવણની એ સાંજ હતી….
શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્રાવણની
ઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનની
નીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનો અવાજ હતી
શ્રાવણની એ સાંજ હતી….
— અવિનાશ વ્યાસ
( ૧ ) અ : સ્વર : સાધના સરગમ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : : સૂર સાગર મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૭ / ૬ / ૨૦૧૯ : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ( ૧ ) બ : સ્વર આનલ વસાવડા : : સ્વરાંકન અને સંગીત નિયોજન: ગૌરાંગ વ્યાસ : આલ્બમ : શ્રાવણ ની એ સાંજ : યુ ટ્યુબ રિલીઝ ૧૭ / ૧ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/Dqi7EDpl7wA?si=dc4MmQ-hZgeuKvvG 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગીત, પ્રિયકાંત મણિયાર
શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.
આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..
આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……
– પ્રિયકાન્ત મણિયાર. કાવ્ય સંગ્રહ ” પ્રતીક” પૃષ્ઠ ૨૫ : સ્વાતિ પ્રકાશન : ૧૯૬૪ : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ શ્રાવણી મધ્યાહને / રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’
રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’ »
મધ્યાહનની અલસ વેળ હતી પ્રશાંત,
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ,
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય કલાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક.
જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન
તેવું જ મારું સહેજે ઉર સ્પંદમાન.
ભારો ઉતારી શિરથી પથને વિસામે
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર,
આસીન કોઈ, વળી કોઈ વિષણ્ણ કામે
સૂતેલ નેત્ર મહીં મૌન હતું અપાર.
આંહીં કશો જલધિ બે ભરતીની મધ્ય
કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન!
કર્તવ્ય કોઈ અવશેષ મહીં રહ્યું ના
તેવું નચિંત મન મારું, ન હર્ષ શોક;
ના સ્વપ્ન કોઈ હતું નેણ મહીં વસ્યું વા
વીતેલ તેની સ્મૃતિનો પણ ડંખ કોક.
મારે ગમા-અણગમાશું હતું કશું ના,
ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.
મેં સ્હેલવા મન કરી લીધ વન્ય પંથ,
ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો
દુર્વાથી, બેઉ ગમ વાડ થકી દબાયો,
ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ,
લાગી’તી વેલ તણી નીલમવર્ણ ઝૂલ,
કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.
પાણી ભરેલ કંઈ ખેતરમાં જવારા
તેજસ્વી અંગ પર શૈશવની કુમાશે
સોહંત, ઊંચી ધરણી પર ત્યાં જ પાસે
ડૂંડે કૂંણાં હસતી બાજરી ચિત્તહારા;
ઊડે હુલાસમય ખંજન, કીર, લેલાં,
ટહૌકે કદી નીરવતા મહીં મોર ઘેલા.
ત્યાં પંક માંહી મહિષી-ધણ સુસ્ત બેઠું
દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે
ને સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે?
મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું!
વૈશાખનો ગુલમોર ઘડી ભુલાય
ત્યાં શી વસંત રત શાલ્મલીની સ્પૃહા ય!
ઊંડાણને ગહન વ્યોમ તણાં ઝીલંત
નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ
ને શંભુનું સદન ત્યાં યુગથી અનંત
અશ્વત્થની નજીક સોહત ધ્યાનમગ્ન.
એનું કશું શિખર-શીર્ષ સલીલ-શ્યામ!
જેની લટોની મહીં જાહનવીનો વિરામ.
ખીલેલ પ્રાંગણ મહીં ફૂલ ધંતૂરાનાં,
પીળાં કરેણ પણ, ભીતર બિલ્વપુંજે
છાયેલ લિંગ જલધારથી સિક્ત, છાનાં
તેજે ત્યહીં તિમિર ઘુંમટનાં ઝળૂંબે.
ઘંટારવે યદપિ ના રણકાર કીધો,
ને તો ય રે અમલ ગુંજનનો શું પીધો!
ટેકો લઈ ઋષભ-નંદિ-ની પાસ બેસું,
કેવી હવા હલમલે મુજ પક્ષ્મ-રોમે!
હું માનસી-જલ હિમોજ્જ્વલ શ્વેત પેખું
ને ચંદ્રમૌલિ તણી કૌમુદી નીલ વ્યોમે.
કૈલાસનાં પુનિત દર્શન…ધન્ય પર્વ!
ના સ્વપ્ન, જાગૃતિ; તુરિય ન; તો ય સર્વ! 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️ ****ગુલાબ મારાં કોણ લેશે ? : : મહેશ દવે : : : : .. . .. . ..
શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ
ગુલાબ મારાં કોણ લેશે ?
શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ
ગુલાબ મારાં કોણ લેશે ?
શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
ગુલાબ મારાં કોણ લેશે ?
શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંનાં ઊઘડે ગુલાબ
ગુલાબ મારાં કોણ લેશે ?
કોઈ મને ક્યારે કહેશે –
ગુલાબ મારાં કોણ લેશે ?
– મહેશ દવે 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ***** શ્રાવણી સંધિકાએ : કવિ શ્રી રાજેન્દ્ર શાહ : : : : : : : : : વ્હાલી , આજે શ્રાવણી સંધિકાએ ગગન સજન મેઘે આછું આછું છવાયું ! ધીરે-ધીરે વર્ષતી ઝરમરોએ સુભગ તનુ ધરાનું શોભતું સ્નેહ ન્હાયું , ભર્ગ ના કરથી ત્યારે ભાસ્કરે સપ્ત રંગના પુષ્પોની માળ આરોપી મુગ્ધ એ બેઉં કંઠમાં . વિનય નત શિરે એ શાં ઊભાં આત્મમગ્ન , પૃથ્વી ને મેઘ ! કેવું શિવકર સહુને રે હતું . બ્રાહ્મલગ્ન ! 🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️ ” ધ્વનિ ” કાવ્ય સંગ્રહ : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૨૪ , ૨૦૨૧ : શ્રાવણ વદ બીજ : : પૂણે : : : :