https://drive.google.com/file/d/1bzgx17xPp0VXNoKKuUdv8lt5AS-VVdWO/view?usp=drivesdk
https://youtu.be/o9PwmZ_d0u4?si=YNcWsqf8fmoMKKa8
તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર
કોણ રે છેડે ઓલ્યા ગેબી વીણાના તાર
તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર
વીજ નાચે એનું નવલું રે નર્તન
રૂપ રૂપનો અંબાર
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર
તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર
સાગર સીમાડે કોઈ ગાતું રાગ મેઘમલ્હાર
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર-
શ્રાવણના શૃંગાર
તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર
સ્વરઃ હંસા દવે
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
૧૯૬૯ના વર્ષની ગ્રામોફોન રેકોર્ડઃ અહીં નીચે ક્લિક કરો અને સાંભળો ગીત : https://drive.google.com/file/d/1CBYspwKO1wWEvkhSQob4c2EzA1nlrj1p/view?usp=drivesdk
પિયુ કહો અંતર કેમ ઉદાસ
https://youtu.be/mfSBSd-KfGo?si=gtplU0COuvNp370T અહીં ક્લિક કરીને સાંભળીએ : :
પિયુ કહો અંતર કેમ ઉદાસ?
મનને ઓછું આવ્યું રાજ?
ઝરમર ઝરમર વરસે નેહા
ધરતીની પ્યાસ બુઝાવે
અંતરદર્દ ભર્યું શું વ્હાલમ
નેણે નીર બહાવે
મોર-પપીહા ટહુકે મીઠાં
ધરતી ઓઢે ચીર
નીર નદીના બંસી બાજે
હૈયું ના ડોલે લગીર
હૈયું ના ડોલે લગીર
પિયુ કહો અંતર કેમ ઉદાસ?
પિયુ કહો અંતર કેમ ઉદાસ?
સ્વરઃ હંસા દવે
ગીતઃ પ્રેમશંકર ભટ્ટ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
(ગ્રામોફોન રેકોર્ડ – 7EPE-4109). અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending . Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : ઓગસ્ટ ૧૩ , ૨૦૨૧ : શ્રાવણ સુદ પાંચમ : કલ્કી જયંતી : : : :
શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :
હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જી
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.
હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
હે ચિત્તડાનાં ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કુણાં રે કાળજડાં કકળે આખ્યું રાતી રાતી.
હે જી એવા યાદ લઈને આવે તારલાનાં ટોળા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
હે થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે.
હે જી મારો નાવલીયો વરસે જેમ ઘનઘોરા જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
– શિવરાજ અવકાશ :
https://youtu.be/HuHI42_wMZI?si=L35OFypNnf4hwla1
સ્વર : નયનેશ જાની : અહીં ક્લિક કરીને સાંભળીએ. : : : : : : આલ્બમ : થોડો વગડાનો શ્વાસ : : : :
સ્વરાંકન : નયનેશ જાની. અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : સ્વર : અનુપા પોટા : સ્વરાંકન : નયનેશ જાની : : : : : : : : : : : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં હો જી : :. https://youtu.be/T817ZqVvrsE ☁️☁️☁️☁️☁️☁️☁️☁️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
નાયિકાનો નાથ/ધણી/નાવલિયો દેશાવરી થયો છે : દૂર ના પંથે , પરદેશ માં હોય દેશ માં પાછો ફર્યો નથી . કાળા વાદળા ઓ થી સંપૂર્ણ છવાઇ રહેતું, ઘેઘુર આભ મન મુકીને વરસતું રહ્યું છે. ત્યારે વર્ષા ની વૃષ્ટિ ના બે બે મહિના પૂરા થતા સુધી માં ,ના આવી શકે તો કાળજું તો કઠણ ના રહી શકે. નરમ હૈયે વેદના પ્રજ્વલીત રહી દુઃખ પ્રદાન કરે : કૂણાં કાળજડા કકળે . નાવલિયો , એનો પૂર્વ દિશા ના પ્રદેશ ની ઓરાં જાતિ નો પ્રવાસી નથી કે વરસાદી માસ માં ત્યાં જઈ પહોંચે . શ્રાવણ ના મેળા દરમિયાન સાથે વિતાવેલા સુખદ દિન સાંભરે . ફરતાં ચકડોળ ની ને એવી કંઇ કેટલીય યાદગીરી તારલા ના ટોળા સાથે ઉમટી આવે . રાતભર જાગ્યા કરતી આંખો, રાતી રાતી થઇ જાય . ચાતકી ની ઝંખના પણ જાણે કે નષ્ટ થઈ જાય, તેમ વિચારો ની પાંખ કરમાઈ રહે . વર્ષા રિતુ માં આમ ફરે ને તેમ ફરે, ને કંઇ વહેમાય ને છેતરાય, ને કળા કરે ને બૂમરાણ વચ્ચે ભમતા એવાં મોર ની માફ્ક મન ને કોઈ સૂઝ ના પડે . મેળા જેવી ખૂશી ને રમણીયતા દુઃખ દેતી યાદ માં પરિણમે .જીવ ને શાતા ના વળે . હૈયું એટલું તો આતુર છે કે ઘડીક માત્ર માં પહોંચવાનું છે એવી તત્પરતા દાખવવી રહી . માટે કહ્યું છે : ‘બેઠી પાદર ને પગથાર’ . કાવ્ય ની લાલિત્ય મીમાંસા નો મધ્યવર્તિ મર્મ હવે નાયિકા તરફી અષાઢ નો અવાજ અને શ્રાવણ ની શ્રાન્તિ (થાક) બની ઊપસે છે જે ગીત ની શરૂઆત પણ છે અને અંત પણ: હોજી એવાં કોરાં રે અષાઢ , શ્રાવણ કોરાં હોજી . હેજી એવાં મેહુલિયા વરસે ને હૈયાં કોરાં હોજી
હૈયું જાણે કે સૂકું સટ : ભીનાશ જાણે ઉડી ગઇ છે . એટલે , આખો દિવસ કે સમગ્ર વર્ષા રિતુ નો મોસમનો વરસાદ હ્રદયે નોંધાવ્યો નથી .આખી વર્ષા રિતુ દરમિયાન અષાઢ અને શ્રાવણ કોરાં રહ્યાં કે રહેવાનાં !?! હો જી !! શ્રાવણ સુદ ત્રીજ . તા. ૨૩ જુલાઈ ૨૦૨૦ / ઓગસ્ટ ૧૨ ૨૦૨૧ : શ્રાવણ સુદ ચતુર્થી : વિનાયકી ચોથ : પૂણે : : ☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️ 🌧️🌧️ ટહુકે છે લીલીછમ ડાળ : : કવિ શ્રી અનિલ જોશી : : સ્વર : ફાલ્ગુની શેઠ : : સ્વરાંકન : અજીત શેઠ અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : : https://youtu.be/1X8rCurOVI8 ☁️🌨️☁️ 🌨️ વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…
ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…
વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…
– અનિલ જોશી : : : : ☁️☁️☁️☁️☁️☁️☁️ સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન : અજિત શેઠ : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending : Visit this Post again later on to enjoy the Appreciation of this Song during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૧૨ , ૨૦૨૧ : શ્રાવણ સુદ ચતુર્થી : વિનાયકી ચોથ : પૂણે : : : : : : : : : :
શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :
https://youtu.be/QPOXaVA1GEw?si=Wq2ccq6F6ccxMi-t
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ… ( અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : HMV Release : 9/1//1981 : : સા રે ગા મા આલ્બમ : Old Gujarati Songs : Volume 3 ( 2020 ) : : સ્વરાંકન અને સંગીત નિયોજન : મોહન દેસાઈ : : સ્વર : સુધા મલ્હોત્રા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન
આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
એવી મારી પાગલની પ્રીત
વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે —-?
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નીતરે છે આંખમાંથી ધારા
આખા આ આયખાને આમ કાં દઝાડતા
કોની તે યાદના અંગારા
નથી ઉજળા દિવસ, ઘોર અંધારી રૈન
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર : વિ જયરાજ , પેન્ડિંગ::
ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી વહેતી નદીયું શોધે તારી (૨) કોઈ એક એંધાણી . વરસ્યા શ્રાવણના પાણી. વરસ્યા શ્રાવણના પાણી. ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી કાંઠા જોયાં , કંકર જોયાં , ગાગર ને પનિહારી હોઓઅઅ . જંગલ જોયાં , ખેતર જોયાં , ડાળી જોજનભારી . તોય ના દેખાણી તારી કોઈ એક એંધાણી . વરસ્યા શ્રાવણના પાણી . હોઓઅઅ વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી 🌧️🌧️🌧️🌧️🌧️🌧️ નાવિક જોયાં , યાત્રિક જોયાં , અમીર ને ભિખારી . હોઓઅઅ . સાધુ જોયાં , સંતો જોયાં , મંદિરની ભીડ ભારી . તોય ના દેખાણી તારી કોઈ એક એંધાણી . વરસ્યા શ્રાવણના પાણી . હોઓઅઅ . વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️ ચાલી આગળ મળતી કાગળ , બાઝે ખારાં પાણી . હોઓઅઅ . વાદળ થઈને ઉપર જાતાં , નદીઓના આ પાણી . મીઠા જળ બિંદુ થઇ પડતાં , જોઇ તું જ એંધાણી . વરસ્યા શ્રાવણના આ પાણી . હોઓઅઅ . વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ એક નહિ પણ , અનેક રૂપમાં જીવનસરિતા વહી જાતી . હોઓઅઅ . અનંત છે , એનો પ્રવાહ ભલે દિશાઓ બધી બદલાતી . એંધાણી એની સહુ શોધે તોય યુગયુગથી અણજાણી . વરસ્યા શ્રાવણના પાણી . વરસ્યા શ્રાવણના પાણી . હોઓઅઅ . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . વરસ્યા શ્રાવણના પાણી . વરસ્યા શ્રાવણના પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી . શ્રાવણના આ પાણી . શ્રાવણ ના આ પાણી . શ્રાવણ ના આ પાણી . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરો અને સાંભળો આ ગીત : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણના આ પાણી : કવિ શ્રી ડો. દિનેશ શાહ : સ્વર : રાસબિહારી દેસાઈ : સ્વરાંકન સંગીત : રાસબિહારી દેસાઈ : રાગ મેઘમલ્હાર / મિયાં મલ્હાર : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/5BMIk79yVfQ સ્વર : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન આસિત દેસાઈ : : LIVE On 9 / 8 / 1986 : At ભારતીય વિદ્યા ભવન , મુંબઈ : in A Concert ‘ પરબ તારા વહેતા પાણી ‘ organized by Dr. Dinesh O. Shah to pay his tribute to Late Mrs. Madhuriben Desai for her kindness and generosity to provide support for his college education in Mumbai. : : યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૯ / ૨૦૧૧ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું સાંભળીએ . : : : : https://youtu.be/8QxrCuSD79g?si=6JQDvs4qUn6OrnFO🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️( ૩ ) : : બુંદન બુંદન બરસે નેહા : Monsoon Fusion : Lyrics : Traditional : સ્વર : ઉન્નતિ ઠાકરિયા : સ્વરાંકન : સંગીત : માલવ મારું : રાગ : મેઘ મલ્હાર / મિયાં મલ્હાર : : અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/MF6xxnCvQzw આ આ આ આ આ આ અ : આ આ આ આ અ સા સા સા સા સા સા સા : સા સા સા સા સા સા બુંદન બુંદન બરસે નેહા ( ૪ ) . કજરારિ કારિ બદરિયા . કજરારિ કારિ બદરિયા . 🌧️🌧️🌧️🌧️ ઐસે નાચે મોરા મનવા . ઐસે નાચે મોરા મનવા . જૈસે બન મેં મોર પપિહા . બુંદન બુંદન બરસે નેહા . બુંદન બુંદન બરસે નેહા. આઆઆઅ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ ભીંજી ના મોરી પી કી બતિયા . હોઅ . જીસ મેં આવંતિ બતિયા . બાવરી તું અરે ! તેરા અંદેશા . સાવન પી આવન કા સંદેશા . ચલે જા ‘અલી જૂને બાગો મેં , ફીર મહેંકે મેંહદી હાથો મેં . સા સા સા સા રે નિ ધ નિ ધ મ પ ગ મ પ રે સા.. . બુંદન બુંદન બરસે નેહા . બુંદન બુંદન બરસે નેહા . જૈસે બન મેં મોર પપિહા . બુંદન બુંદન બરસે નેહા . બુંદન બુંદન બરસે નેહા . નેહા . આઆઆઅ . : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending : Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : ઓગસ્ટ ૧૧ , ૨૦૨૧ : શ્રાવણ સુદ ત્રીજ : પૂણે : :
શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) : બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી
આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી
આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તપ રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી
-બાલમુકુંદ દવે
https://youtu.be/lA25zk_-D5k?si=2kkBDh2Hx8axQal4
સ્વર : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ આજ ઘન વરસો ઘનશ્યામ,
રડતી વસુંધરા તરસી પુકારે,
ઘન વરસો ઘનશ્યામ.
મનનું ગગન ગોરું ગોરંભી લીધું,
પ્રીત પ્રલાપોનું ગર્જન કીધું,
તડપાવો શાને અજંપે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.
વરસે વાદલડીના ઘોર અંધારે,
છલકે આંખલડીની અમિયલ ધારે,
પળ-પળ અંતર ઝંખે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.
-ભાસ્કર વોરા
https://youtu.be/pJwjfqL2go8?si=0p-0VaW7O2yAaLzh
સ્વર : નીરજ પાઠક : : સ્વરાંકન : રસિકલાલ ભોજક. : : phonographic digital Release 9/10 / 11 / 2023 You Tube Released : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : ☁️🌨️☁️🌨️☁️🌨️☁️🌨️☁️ 🌨️ 🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️☔☔☔: : : : : : : ( ૩ ). વરસો રે વર્ષાની ધાર વરસો રે : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : નરસિંહ મહેતા : લાઈવ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું ( ૧૯૭૪ ) : : મન્ના ડે ના સ્વર માં : : ગીત અને સંગીત : અવિનાશ વ્યાસ : રાગ મલ્હાર
https://youtu.be/qKCCM5QlC3c?si=I_yPz-KMnzWoIQhe
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર વરસો રે! વર્ષાની ધાર!
કરો ના વાર! ગાઉં મલ્હાર!
કરો ના વાર! ગાઉં મલ્હાર!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
લોકો કરતાં હાંસી, હે ઘટ ઘટના વાસી!
લોકો કરતાં હાંસી, હે ઘટ ઘટના વાસી!
વેરણ વિશ્વની વાટ મહીં
વેરણ વિશ્વની વાટ મહીં
તું મારો સાચો આધાર
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ઉમડ ઘુમડ ઘન વરસો
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
આજની અગન આજ વાર રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર!
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
વરસો વરસો
વરસો વરસો વરસો
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર વરસો રે! વરસો રે!
સ્વરઃ મન્ના ડે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : https://youtu.be/bR1WA2i0FgU?si=atZh_upn8f3QlPb1 અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :
https://drive.google.com/file/d/1n8ZVtFSNuuQNduaJU3_EXN1_gE5eCo8-/view?usp=drivesdk અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : Pending : Visit this Post again later on to enjoy the Appreciation of the songs in few days : શ્રાવણ સુદ બીજ : ઓગસ્ટ ૧૦ , ૨૦૨૧
શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : : જાઉં બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત : સાવનિ શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :









આ શ્રાવણિયાના જલ વરસે
ઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રે
કોઈ વીંઝોળે નભ બોરડી
દડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..
આ વીજળી રાધા કાન સઘન ધન
એક થયાં બે વ્હાલાં રે
કંઈ વરસે સ્નેહલ બાળ રસિયા
માણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…
આ કદીક સાંજુકના આકાશે
ઇન્દ્રધનુ ઘેરાતાં રે
કોઇ જલકન્યાના પાલવના
એ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાના
આ અક્ષય ગોરસપાત્ર ફૂટતાં
મહી ઢળે મરમાળાં રે
કઈ હેત કરી અપનાવો એનાં
પીવણ પાવનહારાં રે..દડ દડ..આ શ્રાવણિયાના…
— હેમન્ત દેસાઈ
https://youtu.be/YvXkm5lcsh4?si=s4zR0uuGFL6I4EdK
સ્વર : શ્રુતિ ગાયક વૃંદ , અમદાવાદ : : આલ્બમ : સંગીત સુધા : અહીં ઉપર ક્લિક કરો અને સાંભળો શ્રાવણી ગીત : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ : કવિ શ્રી વજુભાઈ ટાંક : સ્વર : હંસા દવે : સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા : : : : : https://drive.google.com/file/d/149vcG2c33a52MVfZu3k7Zl-RjueVtV1y/view?usp=drivesdk પ્રીત્યું તો શ્રાવણની સાંજ
પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નૈં વૈશાખી રાત
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નૈં વે’વારી વાત
નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નૈં મરજાદી વેણ
નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નૈં વીરડીનું વ્હેણ
શમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, શમણાં નૈં રુદિયાની રાખ
શમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, શમણાં નૈં નીતરતી આંખ
જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નૈં બાવળની શૂળ
જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નૈં આવળનું ફૂલ
પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નૈં આછકલી યાદ
પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નૈં સોરાતો સાદ
https://youtu.be/YRE3mgjpG2Y?si=mjkTozW_d48vcvd8
સ્વર : હંસા દવે
ગીતઃ વજુભાઈ ટાંક
સંગીત: ક્ષેમુ દિવેટીયા. અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : 🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆 જાઉં બહાર તો શ્રાવણ વરસે ભીતર વરસે તું : ડો. સાવનિ શાહ દિવેટીયા : : જલસો LIVE Jamming Session : : જલસો ગુજરાતી મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૧૪ / ૩ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/dOUxk-lwSko?si=P9n2PB_BFjMrCGZy 🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆🌆 મના : કે નયણાં મત વરસો મત વરસો : વેણીભાઈ પુરોહિત : :

મના : “કે નયણાં મત વરસો મત વરસો “: વેણીભાઈ પુરોહિત : : સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : LIVE : : સ્વરાંકન : અજીત મરચન્ટ : : Phonographic Digital Release 3 / 10 / 2023 : કાવ્ય સંગીત યુ ટ્યુબ રિલીઝ ૪ / ૧૦ / ૨૦૨૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ohja2ZGkfFc?si=ykbYXqcZRy2APoSu
સ્વર : ક્રિષ્ણા કલ્લે : સ્વરાંકન : અજીત મરચન્ટ ( ઓરિજીનલ ) : સંગીત : જગજીત સિંહ : : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : : સારેગામા રિલીઝ ૧ / ૧ / ૧૯૬૯ : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૨ / ૧૯૬૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/wy-y9LV0R2E?si=cb7j0Xfcu0WjsIja
સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન ( ઓરિજીનલ ) : અજીત મરચન્ટ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://drive.google.com/file/d/1jZJSr787dMPnPqQRLMTvS8GlPDc_-ONF/view?usp=drivesdk
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending : Visit this Post again to enjoy the Appreciation of the Poems afterwards during the coming days of શ્રાવણ : : : : TAKE CARE And STAY SAFE : : : પૂણે : : : : : : : ઓગસ્ટ ૯ , ૨૦૨૧ : શ્રાવણ સુદ એકમ ૧ પડવો : ચંદ્ર દર્શન : : : :
અષાઢના ગીતો : વરસનો આ પહેલો વરસતો વરસાદ : (૧) : રાજેશ કનામિયા : સાંત્વનિ ત્રિવેદી : ભાર્ગવ પંડ્યા : : હવે પહેલો વરસાદ : (૨) : ભગવતીકુમાર શર્મા : સોલી કાપડિયા : સોલી કાપડીયા : : પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ : (૩) : વંચિત કુકમાવાળા : નિધિ ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય : ડો. ભરત પટેલ : : પહેલો વરસાદ જે માટીને સ્પર્શે : મેઘબિંદુ : વીજલ પટેલ : ( ૪ ) : : પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે : ( ૫ ) : : સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : સોલી કાપડિયા : ( ૬ ) : : વર્ષા ગીતો : PART (VII) : :
નન્નાના નન્ના … વુઉઅ નન્નાના નન્ના … … … વરસનો આ પહેલો વરસતો વરસાદ 🌧️ 🌧️ 🌧️ જોઈ વરસાદને આવી તારી યાદ ( X2 ) . આ વેરી વરસાદે આવી તારી યાદ ( ૨ ) 🌧️ 🌧️ 🌧️ ખુલ્લા કરી હાથે ઝરમર વરસાદે . બંધ બે આંખે ઝૂમું જોઈ આકાશે . એક જ શ્ર્વાસે , તારા રે અહેસાસે.ઊડું મનની પાંખે ,વ્હાલમ તારી સંગાથે. આ વેરી વરસાદે આવી તારી યાદ ( ૨ ) 🌧️ 🌧️ નન્નાના નન્ના … વુઉઅ નન્નાના નન્ના … … … ઘનઘોર કાળી વાદળી ને મોરલા ટહુકે . મેં તો દ્વાર દિલના ખોલિયા . વ્હાલમ તારે કાજે , છે મખમલી આ લગની . ઝરણું બની વહેતી , મહેંકી ઊઠી તપતી ધારા તારા પ્રેમ થી . આ વેરી વરસાદે આવી તારી યાદ . આ વેરી વરસાદે આવી તારી યાદ 🌧️ વરસનો આ પહેલો વરસતો વરસાદ . જોઈ વરસાદને આવી તારી યાદ . વરસનો આ પહેલો વરસતો વરસાદ . જોઈ વરસાદને આવી તારી યાદ . આ વેરી વરસાદે આવી તારી યાદ . આ વેરી વરસાદે આવી તારી યાદ . નન્નાના નન્નાના … વુઉઅ નન્નાના પન્ના . : : : : : : : : : : : : : : : : : : સ્વર : સાંત્વનિ ત્રિવેદી : Lyrics : રાજેશ કનામિયા : સ્વરાંકન : ભાર્ગવ પંડ્યા : સંગીત : આકાશ પરમાર : વિડિયો : દેવ પટેલ. અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં : કવિ શ્રી ભગવતીકુમાર શર્મા: સ્વર : સોલી કાપડીયા : સ્વરાંકન : સોલી કાપડીયા : આલ્બમ : પ્રેમ એટલે કે ( sa re ga ma ). 🌧️ 🌧️ હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
. એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
. તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
. એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
. એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
https://youtu.be/icyZsrQTHCA?si=9sGqI69Flx0kfMZI
સ્વર : સોલી કાપડીયા આલ્બમ : પ્રેમ એટલે કે : સ્વરાંકન : સોલી કાપડીયા : : : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : 🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️: : : : : : : : : : : : અહીં ક્લિક કરો અને સાંભળો : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. : : : : : ગીત : : પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ : કવિ શ્રી વંચિત કુકમાવાળા : સ્વર : નિધિ ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય : સ્વરાંકન : ડો. ભરત પટેલ : : : : : 🌧️🌧️🌧️ પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ ઉઠ્યા રે ઝીણા તોફાન
કે અમે હાથવગા ખોયા રે ભાન
વહેતા પાણીમાં જઈ છબછબીયા કરીએ તો ય પગના તળિયા રહે કોરા
નેવાની ધારધાર એવી લાગે કે ઉભા હારબંધ શેરી ના છોરા
એક એક છાંટો આ એવો લાગે કે કોઈ તાકતુ હો દૂરથી નિશાન
લીલીછમ આંખોથી લીલાછમ ટેરવાએ સંભાળ્યો લાગણીનો દોર
ભીના આ હોઠ વચ્ચે આવીને કોઈ કહો કરતું આ જીણો કલશોર
આખી આ સીમ હવે એવી મલકાય જાણે ગાતી હો વાલમ ના ગાન
-વંચિત કુકમાવાલા : : : : 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending
************************************************* પહેલો વરસાદ જે માટીને સ્પર્શે : મેઘબિંદુ : : સ્વર : વીજલ પટેલ : : સ્વરાંકન : વીજલ પટેલ : : રમેશ જોશી યુ ટ્યુબ રિલીઝ ૩ / ૩ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/mBWnifAQupA?feature=shared
************************************************** મોસમ નો પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે : : ::

*************************************************** સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : : : : .. . .. . સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
— તુષાર શુક્લ
સ્વર : સોલી કાપડિયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : સોલી કાપડિયા : : આલ્બમ : સોલી કાપડિયા : પ્રેમ ગીત , ગઝલ , અને ભક્તિ ગીતો : : સા રે ગા મા રિલીઝ : ૧૨ / ૧ / ૧૯૭૯ : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૧૧ / ૨૦૧૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/t4o3zGzDWdc?si=kBy_A_NOIE-qi3cO
સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
અષાઢના ગીત : : ઓ બરસા કે પહલે બાદલ : ૧૯૪૫ : (૧) : જગમોહન (સૂરસાગર) : ફૈયાઝ હાશમી : કમલ દાસ ગુપ્તા : : અષાઢસ્ય પ્રથમ દિવસે : (૨) : સુરેશ દલાલ : પ્રહર વોરા : આલાપ દેસાઈ : : મેઘ દર્શન : ઉમાશંકર જોશી : ( ૩ ) : : હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી : નાથાલાલ દવે : સેજલ માંકડ વૈદ્ય : ભાઈલાલ શાહ : સી એન વિદ્યા વિહાર ના ગીતો : ( ૪ ) : : અષાઢી : : વર્ષા ગીતો : PART (VI) : :

वप्रक्रीडापरिणतगजप्रेत्क्षणीयंददशॅ
वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
असुवन की बूंदें बरसकर
असुवन की बूंदें बरसकर
अलका नगरी में तुम जाकर
खबर मेरी पहुँचाना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
मॉल भूमि और आम्रकूट से
विन्ध्याचल विदिशा नगरी
और होकर आगे पाँव बढ़ाना
आग विरह की जहाँ भी पाना
आग विरह की जहाँ भी पाना
बरस बरस कर उसे बुझाना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
देख अँधेरा देख अँधेरा
पिया मिलन को चलेगी
छुप कर कोई गोरी
बस तुम बिजली चमका कर
खोल न देना
खोल न देना
खोल न देना उसकी चोरी
विरहन को तुम जहाँ भी पाना
उसे कही न जलना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना
उज्जैनी में महाकाल का
मंदिर जब तुम पाओ
पुजारिनें इनका नाच
देख कर अपना मन्न बहलाओ
पर तुम उनके अंग ढंग को
देख अटक न जाओ
पर तुम उनके अंग ढंग को
देख अटक न जाओ
शिमला में न चम्बल में
न कुरुक्षेत्र में रुकना
में न गंगा की
लहरों को झुकना
अटल हिमालय के फिर
यु मुडना कैलाश की और
ज्यूँ चंदा को देख प्यारे
गगन को झूमे जाये चकोर
अलका में फिर धुंध उसे तुम
मेरा संदेसा सुनना
ओ वर्षा के पहले बदल
मेरा संदेशा ले जाना. Lyrics : — Faiyyaz Hashmi : ( ૧ ) Music : Kamal Dasgupta : Singer : Jagmohan ( Sursagar ) : Released : January 12 , 1945 : : : : Click hereinbelow to listen from Sa Re Ga Ma ઓરિજીનલ રિલીઝ : ૧૨ / ૧ / ૧૯૪૫ : સા રે ગા મા યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૯ / ૨૦૧૪ : : upload by visiting You Tube : : : : * ( ૧ ) : : ************************** https://youtu.be/C1losLeo-6Q અહીં ક્લિક કરો અને સાંભળો ગીત : : : : : : : : : : : : : : *********************************************** ( ૨ ) : : અષાઢસ્ય પ્રથમ દિવસે : કવિ શ્રી સુરેશ દલાલ : સ્વર : પ્રહર વોરા : સ્વરકાર : આલાપ દેસાઈ : મૂળ આલ્બમ : સૂર વર્ષા : live video from the stage organized by Bhartiya Vidhya Bhavan , Chowpatty : Mumbai : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું : સાંભળીએ:: https://youtu.be/lCrLA5r6upU आषाढस्य प्रथमदिवसे मेधमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेत्क्षणीयंददशॅ
અષાઢસ્ય પ્રથમ દિવસે, હું ઊભો રહી ઝરુખે
ન્યાળી રહું છું, ગગન ઘનથી ઘોર ઘેરાયેલાને
ક્યાં છે પેલો પુનિત ગરવો રામઅદ્રી અને ક્યાં
શૃંગે છાયો જલધર, સમરું છું કાલિદાસી કલાને
ક્યાં છે પેલો મદકલ ભર્યો સારસોનો નિનાદ
ક્યાં છે કાળા નભ મહીં જતા રાજહંસો રૂપાળા
ક્યાં છે પેલી નગરી અલકા તે વળી આ ભૂમિ ક્યાં
એમાંનું ના કદી મળી શકે, તત્વ એકે અહિયા
અહીં ઊંચા ગગન ચૂમતા કંઈ મકાનો અને છે
કાવ્યો કેરા સુખ થકી રહ્યા માનવીઓ અલિપ્ત
દોડી ટ્રેને તરી પવનમાં વાયુ યાતે ટપાલે
ટેલિફોને વિરહ સુખની ઊર્મિઓને હણે જે
આથી તો ત્યાં અધિક સુખીયો યક્ષ કે જે પ્રિયાને
સંદેશો કંઈ ફૂલ શો હળવો એ કરે છે હૈયાને
કવિ શ્રી સુરેશ દલાલ. : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : pending

************************************************ ( ૩ ) : : મેઘદર્શન : : કવિ શ્રી ઉમાશંકર જોશી : : : :
આવ્યો આવ્યો ઋતુ પલટતાં આશભીનો અષાઢ,
ને છાઈ ર્હે હૃદય પર કો વેદના ક્યાંથી તીવ્ર!
ના કૈં ચિત્તે અસુખ, સહસા તોય સોરાય જીવ,
સ્પર્શે પ્રાણે, કવિકુલગુરો, તારી હૈયાપ્રસાદી.
આનંદેથી નવયુગલ કૈં સોડમાં જે લપાઈ
આસ્વાદે છે મિલનસુખમાં મત્ત થૈ મેઘદૂત,
ના જાણે તે વિરહ વળી શું! ને પડે જો વિજોગ
વર્ષારૂંધ્યા પથ વિકટ ના પૂર્વ જેવા, શકે એ
સ્હેજે પાછાં મળી, સુકર છે આજ વાયુપ્રવાસ.
વિદ્યુદ્વેગે – ન અવ ઉપમા એ; સ્વયં લૈ જતી તે
વિદ્યુત્ આજે વિપળ મહીં સંદેશ પ્રેમીજનોના;
આજે તો સૌ મિલનસુખિયાં માનવી; ના અમારાં
ભાગ્યે દ્હાડા વિરહસુખના એકબેયે, પ્રિયાના
સાન્નિધ્યે છે સતત નિરમ્યું પ્રેમને ઓસવાવું!
ને તોયે જ્યાં ક્ષિતિજતટને ભેદતો નીલ મેઘ
વ્યોમે ધીરે રહી ગતિ કરે, સિંધુના સ્વપ્ન-શો, ત્યાં
હૈયામાં કો અકથિક વ્યથા ઊબળે જન્મજૂની,
કે સંચેલી વિરહસભરા કૈંક જન્માન્તરોની.
ક્યાં આઘેરા પુનિત નમણા રામગિર્યાશ્રમો તે
ને ક્યાં હર્મ્યે સુહતી અલકા દૂર ઊંચા હિમાળે?
વચ્ચે વ્હે દુસ્તર સરિત ને કૈં અરણ્યો અભેદ્ય,
હાવાં થાવું મિલન દ્વય તે યક્ષ પ્રેમી તણું શે?
રાત્રે દીર્ઘ પ્રહર પિયુએ નિર્ગમ્યા શૂન્ય શય્યા
કેરા છેડા પર તરફડી, અશ્રુથી દિગ્ધ નેત્રે
ઝંખી ઝંખી સદય દયિતામૂર્તિ તે મુગ્ધ. એનાં
અંગો સ્પર્શી અનિલલહરી દક્ષિણે વ્હેતી માની,
ભેટી એને પ્રિયતમ લહે સાન્ત્વના, ને વિમાસે:
“ઊભી મારી ગભરુ તરુણી રાત્રિપ્હોરે ઝરૂખે
નિઃશ્વાસોથી હળવું કરતી હૈયું ક્હેતી હશે — ‘ઓ
વ્હાલા આંહીં નિશદિન હવે વાટ હું જોઉં તારી,
ના સ્હેવાયે મુજથી ઘર આ સૂનું, સૂની પથારી,
સૂનું હૈયું; સભર અલકા સૂની તારા વિનાની!’
ને એ વાતે વળી શુકવધૂ પિંજરે પૂરી તેની
સાથે, હૈયું વિરહવિકળું ઠારતી કૈં હશે; ત્યાં
એના દૃષ્ટિપથ પર પડે જો નવા નીલ મેઘ,
ના એ જીવી ક્ષણ પણ શકે! કૈંક દેવો ઘટે હા
આશાપ્રેર્યો મુજ પ્રણયનો સદ્ય સંદેશ એને.”
ને એ વીતી સકળ રજની એમ ઝંખા મહીં ને
પ્રાતઃકાળે ગિરિશિખરને ભેટતો ગાઢ ઝૂક્યો
દીઠો એણે જલદ નવ, ને પુષ્પઅર્ઘ્યે વધાવી
સંદેશો એ સજલ ઉરનો પાઠવ્યો મેઘ સાથે.
શેં જાણ્યું તેં, કવિ, પ્રિયતમા ઝૂરતી યક્ષની? શે
બે હૈયાંની, કવિ, અનુભવી અંતરે ગૂઢ આસ્થા?
ને આસ્થા એ જલધર તણે રમ્ય ધારી હિંડોળે
યાત્રાએ (શેં સૂઝ્યું, કવિ, તને?) મોકલી દેશદેશે!
ના, ના ગાયો કવિકુલગુરો, તેં દ્વય પ્રેમીનો જ
કિંતુ જીવી યુગ યુગ અહીં સૌ પ્રજાનો વિયોગ.
ના તેં જોડ્યાં દ્વય પ્રણયીને માત્ર; આ ભારતે તેં
જીવ્યાં લોકો યુગ યુગ મહીં એક તે સર્વ કીધાં.
બે હૈયાંની વિરહકથની ગાઈ સૌન્દર્યમત્ત,
તારે હૈયે જનકુળ બધું ભેળું તેં કીધ પ્રેમે.
ઊંચેરાં એ ગિરિવર તણાં શૃંગ ને એ નદીઓ,
વચ્ચે ફેલ્યા ફળભર પ્રદેશો કંઈ શસ્યશ્યામ.
શ્રીસોહન્તી નગરી વિદિશા ને વિશાળા — અવન્તી,
ક્ષેત્રો, ગ્રામો, જનપદ કંઈ કાવ્ય તારે ગ્રથાયાં.
વીત્યા વચ્ચે શતક; નિજને માનતાં એકગોત્ર
સંવાદી એ છવિ મનુકુળો ચિત્તમાં ધારી ર્હેતાં.
આજેયે તે નભ ભરી વહે સારસોના નિનાદો,
સૂતાં ભોળાં ભવનવલભી હેઠ પારાવતોયે;
ઊડે પાંખો ધવલ પસરી વ્યોમઅંકે બલાકા,
ને ચંચૂમાં કમલ ગ્રહીને સ્હેલતા રાજહંસો.
વાડો મ્હેકી કહીંક ઊઠતી ખેતરે કેતકીની,
ગ્રામે ગ્રામે અનુભવી કથાદક્ષ છે ગ્રામવૃદ્ધો;
આજેયે તે અભિસરી રહી પ્રેમિકા અંધકારે,
જોઈ ર્હેતી જલદ નભમાં કૌતુકે અંગનાઓ.
આજેયે તે જળઢળકતી ધન્ય સ્રોતસ્વિનીઓ.
રેવા બ્હોળી વિષમગતિ વિન્ધ્યાદ્રિપાદે વીંખાતી;
સિપ્રા સોહે સ્મિતમય; ફળે ઝૂકતી જાંબુકુંજો;
માર્ગે માર્ગે મનુકુલભર્યાં છે પુરો પ્રાણપૂર્ણ.
આજે શું ના વિરહ પણ તે? ના અરે એય રાજે,
આજેયે તે, વિરહ વિભુ આ માનવી જિંદગીમાં.
આજે ખોબા સમું જગ બન્યું, માનવી માનવીની
વચ્ચે કિંતુ નવ જરી ઘટ્યો — છે વધ્યો — આંતરો હા!
એવું કૈં શું મનુહૃદયમાં, કે સદાના વિજોગે
એકાબીજા તણી નિકટમાંયે રહે જીવી જીવો?
ખારા પેલા જલનિધિ તણા બાષ્પનો મેઘ વર્ષે,
તે શો મીઠો? મનુજઉરથી ઊઠતાં વારિ ખારાં!
તો એ કેવું મનુજઉર રે! ને હશે નિર્મ્યું શાનું?
જોડ્યા કાવ્યે કવિકુલગુરો, તેં હિમાદ્રિ-સમુદ્ર,
સિંધુ કેરું હિમગિરિ પ્રતિ પાઠવી મેઘસ્વપ્ન.
તારી હૈયાવિરહ તણી ગાથા ગવાતાં, સમષ્ટિ
ગૂંથાઈ ગૈ સકળ, સબળા સ્નિગ્ધ સૌંદર્યતારે.
આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘદર્શે રમું હું,
ઊંડી ગૂઢી મનુહૃદયની વેદનાને નમું હું,
ને એ ગાતી કવિકુલગુરુની કલાને નમું હું.
— ઉમાશંકર જોશી
૧૯-૬-૧૯૫૦
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૮૨)
************************************************* હવામાં આજ વહે છે ખુશખુશાલી : નાથાલાલ દવે : : : :

હવામાં આજ વહે છે ખુશખુશાલી : નાથાલાલ દવે : : સ્વર : સેજલ માંકડ વૈદ્ય : Sheth C N Vidhya Vihar ના ગીત : સ્વરાંકન અને સંગીત નિયોજન : ભાઈલાલ શાહ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://gujarati.world/t/havaman-aj-vahe-chhe-lyrics/1136
હવામાં આજ વહે છે ખુશખુશાલી નાથાલાલ દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
Listen To The RHYTHM OF THE FALLING RAIN : John C Gummoe : 1962 (1) : THE CASCADES : : Rhythm Of The Rain ( Live ) : 1990 (2) : Dan Fogelberg : :
Listen to the rhythm of the falling rain
Telling me just what a fool I’ve been
I wish that it would go and let me cry in vain
And let me be alone again
The only girl I care about has gone away
Looking for a brand new start
But little does she know that when she left that day
Along with her she took my heart
Rain please tell me now does that seem fair
For her to steal my heart away when she don’t care?
I can’t love another when my hearts somewhere far away
The only girl I care about has gone away
Looking for a brand new start
But little does she know that when she left that day
Along with her she took my heart
Rain won’t you tell her that I love her so
Please ask the sun to set her heart aglow
Rain in her heart and let the love we knew start to grow
Listen to the rhythm of the falling rain
Telling me just what a fool I’ve been
I wish that it would go and let me cry in vain
And let me be alone again
Oh, listen to the falling rain
Pitter patter, pitter patter
Oh, oh, oh, listen to the falling rain
Pitter patter, pitter patter
Song Writer : CASCADES Band Member : John Claude Gummoe : : GENRE : Pop , doo -Wop : released November 1962 (US) , January 25 , 1963 (UK).On 1963 Chart #4 US Billboard Hot 💯 & #7 Cash Box : #3 in Australia : #1Single in Ireland and #1 Single (1963) France adopted as ” En ecoutant la pluie ” in French singing by ‘Sylvie Vartan’ , by Richard Anthony . In Canada on Chum chart for 12 weeks & reached #1 in March ,1963 . In 1999 , BMI listed as the 9 th most performed song on Radio/TV in the 20 th Century . Appeared in 1979 film ” Quadrophenia ” . Distinctive use of Celesta in the Song ‘s Music Arrangement . THEME & APPRECIATION : જ્યાં રહે છે એ જગ્યા , એ શહેર છોડીને પ્રેમિકા બીજે ક્યાંક ચાલી ગઈ છે જેથી પ્રેમી ગાયક ગીત ના શબ્દો ગણગણી રહે અને વર્ષા ની મેઘધારે , મેઘનાદે સંજીદગી મળી હોય એમ અત્યાર સુધી મૂર્ખતા પૂર્ણ બાલીશ હરકત કરતો રહ્યો હતો કે શું ? ઉત્તરમાં , જાણે વરસતા વરસાદની હામી ભર્યા સાદમાં સંભળાયો એમ લાગે , ચિત્ત ચકરાવે ચઢી જાય ને વરસાદે fool કહ્યો એમ માની ઉઘડીને વાત માંડે , શરૂઆતમાં , વરસાદને ઠપકો આપે . પણ પછી , પ્રશ્નો પૂછે અને વાર્તાલાપ કરવા માંડે . ધ્યાનમાં આવે કે ઉત્તર તો પોતાની વાતમાં જ સૂચિત થયેલા છે . વરસાદ સમક્ષ પોતાના પ્રેમને સંબંધિત એકરાર – ઘોષણા અને સહાય મેળવવા વિનવણી કરવાના ખાસ કોઈ અર્થ નથી . આરડવાનું કે નિરર્થક રુદન શીદને કરે !? એથી , તો કોલાહલ મચી જવા જેવું થાય . એને થાય કે ચુપ રહે , થંભી જાય અને રોવાનું થાય ભલે ને એવા રુદન નિરર્થક હોય વરસાદ એની વાતમાં માથું ન મારે ને એને એકલો રહેવા દે . 1 st Verse માં કહે કે : જેને માટે તમા ચાહના રાખી હતી તે એક જ તો હતી એની પ્રેયસી . ઉજળાં ભવિષ્યની ખોજ ફળી કે ચાલી ગઈ . જરાકેય ખ્યાલ આવ્યો નહીં કે જતા જતા એનું દિલ પણ સાથે લઈ ગઇ . વરસાદની સહાનુભૂતિ જાણે કે જીતી લીધી હોય તેમ 2 nd Verse માં કહે કે : ન્યાય તોળીને કહો કે શું આ વાજબી છે કે એનું દિલ ચોરી કરી દૂર ચાલી જાય ને પછી કોઈ પરવા ન કરે . જિંદગીમાં હવે અન્ય કોઈનો પ્રવેશ ન થાય કેમકે એનું હ્રદય હવે એનું પોતાનું રહ્યું નથી .એનો એજ કકળાટ દોહરાવી ને પ્રેયસીની ઉપર આળ આરોપ મુકતા 3 rd Verse માં કોસવાનું ચાલુ રાખે છે . 4 th Verse. માં વરસાદ સમક્ષ યાચના કરી કહે છે કે પોતાના પ્રેમની રજુઆત તેને કરીને પ્રેમ પિછાણ કહાવે . સૂરજને કહીને તેના હ્રદયને પ્રજાળી તેનામાં પ્રેમની તડપ ઉજ્વળ કરે . તેના હ્રદયમાં પ્રેમભાવ ની વર્ષા કરે . જેથી , બંને વચ્ચેના પ્રેમની સરવાણી વહેતી ઉપર આવે . ગીતમાં પ્રેમીજનની એક પ્રકારની ઘેલછા પ્રકટ થાય છે જે બહુધા એકતરફી લાગે છે . પ્રેમભાવ વ્યક્ત થયો ન હોય , એનો સ્વીકાર સામા પાત્ર કનેથી થયો ન હોય , કદાચિત વાકેફ પણ ન હોય . અને ત્યારે વરસાદની તાલબદ્ધતા અને લય ને જુવે , સાંભળી રહે . ઘડીમાં , વરસાદને ઠપકો દેય ને વળી તેની સાથે વાત માંડીને સહાનુભૂતિ અને સહાયતા ચાહે અને ઘડી માં પ્રેયસીનો વાંક નીકળે તેને કોસવા નું હોય . આમ , નાયિકા ના પ્રેમ ચાહના અંગે ભ્રાંતિ મૂલક ગલત ખ્યાલ , ભ્રમણા કે ખોટી આશા તો રાખવામાં નથી આવતી ને !? એવો અંદાજ થાય તો નાયકના પ્રેમ ભાવમાં નિરૂત્સાહ વર્તાય . વ્યગ્ર અવસન્ન ખિન્ન હ્રદય લઇ વહાલવંચુ ગલૂડિયું સમું લાગે . વરસતા વરસાદમાં , તેના નાદ ને સાદ , ઘન ગર્જના જે ગીતના પ્રારંભમાં અને અંતમાં સંભળાતા આવે છે તથા વરસતા વરસાદે નિયમિત રીતે વ્યક્ત થતું પુનરાવર્તનિયું , ગાયકના મન માનસમાં , ચક્ષુગ્રાહ્ય ઝમક અને આંદોલિત નાજુક કંપનો તાલમેળ ઉત્પન્ન કરી અર્થગ્રાહ્યતા જાગ્રત કરે તો એ ઉપકારક બની શકે . મનુષ્ય મન ઉપર , પ્રકૃતિની અસર દૂરોગામી હોય શકે છે . ગાયકની ઉત્કટ પ્રેમ ઝંખના પ્રત્યે સંદેહ નથી . પરંતુ , એ પ્રેમપાત્ર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેવાથી હતાશા ઉત્પન્ન કરે છે . વરસતા વરસાદમાં પ્રેમ ભાવમાં તણાયુ હૈયું પ્રેમપાત્ર તરફી બયાન કરવા ચાહે છે કે તેને મળવાનું થાય ત્યારે એની સંવેદનાત્મક લાગણીઓ વ્યક્ત કરવામાં શું શું કહેશે કે જેમાં એની પ્રેમભાવનાથી તેણી વાકેફ થાય જેની પિછાણ થતાં વખતે એના પ્રેમનો સ્વીકાર થાય પણ ખરો . પ્રેમની અભિવ્યક્તિ ની ઉત્કટતા ના કોઈ માપદંડ હોય નહીં . એ હોય અને વ્યક્ત થાય એટલું પૂરતું લેખાશે એજ રીતે જેમ વરસાદ પડ્યો , નોંધાયો ભારે કે થોડો . વરસાદની ટીપાં ટીપી listen to the ” pitter patter , pitter patter ” : ding ding thing : alongwith sopping tears for someone you love is the “rhythm of the falling rain” . Once , rhetorically asking , our man listening to the rhythm of the falling rain ultimately , wishes the rain 🌧️ would “go away”and let him “be alone again”. Song writer , John Gummoe revealed the story how he wrote this song : ” He was in the US Navy during WW 2 . After a bloody battle , he was sitting on the deck of the ship . His thoughts drifted back to the girl and he would live to see her again and if he did , he would tell her how he felt . He was standing a mid watch on the bridge while they were underway to Japan . They were sailing in the north Pacific . It was raining heavily and the sea were tossing . Title came up to ring it . The way I flowed and that night he wrote down most of the lyrics . It was like the rain was talking . Later on , he sat on the piano and fooling around with the black keys… Set the Melodies which is now stuck in the heads of millions of people around the world . A great little ” ding ding thing ” came up . The Music Arranger enhanced that little hook and the song was recorded with that famous burst of thunder “. A rain sound effect evokes an exquisite vibe that is perfect for listening during a dark and rainy day : : : : Rhythm Of The Falling Rain : CASCADES : : Appreciation and Thoughts Presented by V Jayaraj Pune : 6 August , 2021 : : Click here to view the 1990 Video of the song , Live by Dan Fogelberg : : : :. https://youtu.be/e5Pit2WJ6dI
Reflections Of My Life : Marmalade : (1) 1969 (UK) 1970 (US) : Dean Ford : : (2) : Dean Ford : Music : Joe Tansin : :
Reflections Of My Life
Marmalade
11 Comments
0 Tags
Track “Marmalade”
on Bandsintown
The changing of sunlight to moonlight
Reflections of my life
Oh, how they fill my eyes
The greetings of people in trouble
Reflections of my life
Oh, how they fill my eyes
Oh, my sorrows
Sad tomorrows
Take me back to my own home
Oh, my crying (Oh, my crying)
Feel I’m dying, dying
Take me back to my own home
I’m changing, arranging
I’m changing
I’m changing everything
Everything around me
The world is
A bad place
A bad place
A terrible place to live
Oh, but I don’t want to die
Oh, my sorrows
Sad tomorrows
Take me back to my own home
Oh, my crying (Oh, my crying)
Feel I’m dying, dying
Take me back to my own home
Oh, my sorrows
Sad tomorrows
Take me back to my own home
Reflections Of My Life Lyrics as written by Thomas Mcaleese William Campbell Jnr Click here to view live Vidio recording of Singer Dean Ford with guitarist & Music Arranger Joe Tansin https://youtu.be/Dn9bAvWS4RU GENRE : Psychedelic Pop : By a Scottish Band : Marmalade : : : : : : : :
OLD AND WISE : (1) Live ( August 31 , 2013 ) At Colombia : Colin Blunstone : Alan Parsons & Eric Woolfson : (2) Lyrics Video On Alan Parsons Project (2008-11-10) “Eye in the Sky” Album :
As far as my eyes can see
There are Shadows approaching me
And to those I left behind
I wanted you to Know
You’ve always shared my deepest thoughts
You follow where I go
And oh when I’m old and wise
Bitter words mean little to me
Autumn Winds will blow right through me
And someday in the mist of time
When they asked me if I knew you
I’d smile and say you were a friend of mine
And the sadness would be Lifted from my eyes
Oh when I’m old and wise
As far as my Eyes can see
There are shadows surrounding me
And to those I leave behind
I want you all to know
You’ve always Shared my darkest hours
I’ll miss you when I go
And oh, when I’m old and wise
Heavy words that tossed and blew me
Like Autumn winds that will blow right through me
And someday in the mist of time
When they ask you if you knew me
Remember that You were a frined of mine
As the final curtain falls before my eyes
Oh when I’m Old and wise
As far as my eyes can see. GENRE : Soft Rock : Songwriters : Alan Parsons And Eric Norman Woolfson : : : : : : : : : Click hereinbelow to view the lyrics video of the song on the sound track from the Alan Parsons Project : original Album ” Eye in the Sky “: With the British Zombie Singer Colin Blunstone and terrific Saxophone 🎷 close out by Mel Colins : 2008-11-10 release : : : https://youtu.be/-4HI1_LTWIk
Demo version without orchestration or saxophone 🎷 solo features Eric Woolfson singing lead , was included in 2007 remastered edition of Album ‘Eye in the Sky’. The elements of the lyrics are chilling and nostalgic . As the song closes out suddenly , a singer disappears and after the silence for a while , the saxophone 🎷 ‘close out’ by Mel Colins / Todd Cooper in Colombia live version will make the listeners and/or live viewers wanting the orchestra and the vocals longplay the song , more and more ; and , later on , audio listeners / video viewers , would like to play it , again and again , on their record player / DVD player . Lyrics of the song deal with an old person looking back at his life and realizing he could never understand other people in his life . https://youtu.be/1qsVDKZkXVc : Click to listen the original song track as provided to You Tube , by Sony Music 🎶 given hereby as the video upload are withdrawn many times . An old man approaching death is addressing those , he knew , with a fond remembrance , as he now has no time for bitter , sad memories & heavy words : While looking back at his life , realising he could never understand others , he wishes to be remembered , as a friend & wants them to remember that He was always a friend . Sensible , timely judgement makes older people Wise Man . Amid Thousands of family helplessly watching the old and wise men /women enshadowed by death approaching unexpectedly with a sudden speed being caused by Covid -19 /departing from them & leaving them speechless . Looser Mankind is very sorry for them . Our condolences & prayers for ☮️ peace . Heal ! Heal ! Heal ! Life must mean more than this . Remorseful sad tone is matched with soaring orchestration in the song . Will death make us wise enough to say Goodbye to everyone we know . We see/ hear a physician woman on CNN television channel of US : recording her last “Good bye message” before hand , for her children , as she finds herself Novel Corona virus causing Covid-19 Positive , realising that she might not get chance afterwards at her last stage when breathing will not be possible for her . To be sure to let them know how much she cared for them . Far in the future she sees her death. Words will lose all their meanings . Smile with becoming ready to die , will lift all sadness . Thinking about certainty of death could happen at any age . Bitter memories and heavy words are forgotten . Autumnly coldness of death is no longer important . Wind blowing through him/her will come & go without any effects . Friendship is forever.Has a habit of fond memories of friends /loved ones who follow him/her wherever he/she goes . Friendship/ Relationship is to be remembered which will be missed . Wants to forgive imperfections . When curtain falls everything fades to black/darkness . Eyes can see only shadow has remained . Only with the heart that one can see rightly . Much of the essential is invisible to the eyes/light . Sadness will be lifted when overview of entire life is before you . Henceforth , Friendship/ Relationship forever is important . Progressive Soft rock in husky Vocal by Colin Blunstone cuts deep together with imagery , planted in this video song , which ends with Saxophone Solo , for the tears without doubt . Thousands of pitiful death have surrounded us which appears Harsh . It’s a travesty . So poignant , haunting & disturbing . Hard to face from square mundane existence involving extended Lock downs with extreme social isolation which will appear as the surest way in 2020 and thereafter too , of not getting Covid-19 . Hence , It’s O K to be sad . Life however must mean more than this and is good . And listen : Don’t check out 👂 early . ” OLD AND WISE : Alan Parsons project : Thoughts presented by V Jayaraj Pune : May 3 , 2020 : : Updated August 1 , 2021 : : Pune FRIENDSHIP DAY : :