શ્રાવણ ના ગીત : : સખીરી હરિ વરસે તો પલળું : (૧) : સંદીપ ભાટિયા : રેખા ત્રિવેદી : સુરેશ  જોષી : : રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર : (૨) : મીરાંબાઈ : અતુલ દેસાઈ : : નીસ દિન બરસત નૈન હમારે : (3) : સૂરદાસ : લતા મંગેશકર : હ્રદયનાથ મંગેશકર : : વર્ષા ગીત : PART ( XXII ) : :

https://drive.google.com/file/d/1ZcMa3dQJDYwBHz7cFPRXbc3UE1YfdenF/view?usp=drivesdk સખીરી હરિ વરસે તો પલળું


સખીરી હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું
હરિ વરસે તો પલળું
સખીરી….

હરિ જ મારો ઉનાળો ને, હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરી ભરીને , હરિ વહે તે બાઢ

તુલસી દળકે આશ્રુબિંદુ, હરિ નમાવે પલળું
હરિ વરસે તો પલળું

હરિ ધઘખતા સ્મરણ કલમ ને
હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટયા
હવે લખું શું આગળ?

હરિ કનડતા ના વરસી…..
હું કોરી રહીને કનડું
હરિ વરસે તો પલળું

લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું
હરિ વરસે તો પલળું
હરિ વરસે તો પલળું
સખીરી….
હરિ વરસે તો પલળું

– સંદીપ ભાટિયા

સ્વર : રેખા ત્રિવેદી  : : સ્વરાંકન / સંગીત: સુરેશ જોષી : : : : :  અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી સાંભળો https://youtu.be/c1l6EvgXPhg?si=xaY_nfVUe1B5mirD

મૂળ સ્વરાંકન : દક્ષેશ ધૃવ. : :       🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/1urk42YEny21gGnVfqZEQsm2HfnQcE_Zj/view?usp=drivesdk.   રાજા તારા ડુંગરિયા પર બોલે

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે

– મીરાંબાઈ

સ્વર : અતુલ દેસાઈ
સ્વરાંકન : અતુલ દેસાઈ                                     🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  https://youtu.be/1It8ad0iwNA     🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ નિસ દિન બરસત નૈન  હમારે : સૂરદાસ : સ્વર : લતા મંગેશકર : સ્વરાંકન અને સંગીત : હ્રદયનાથ મંગેશકર : : Mood : Adoration : Theme : Devotional : : 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️ निसिदिन बरसत नैन हमारे
निसिदिन बरसत नैन हमारे।
सदा रहत पावस ऋतु हम पर, जबते स्याम सिधारे।।
अंजन थिर न रहत अँखियन में, कर कपोल भये कारे।
कंचुकि-पट सूखत नहिं कबहुँ, उर बिच बहत पनारे॥
आँसू सलिल भये पग थाके, बहे जात सित तारे।
‘सूरदास’ अब डूबत है ब्रज, काहे न लेत उबारे॥
– सूरदास
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : : : : : ઓગસ્ટ ૨૩ , ૨૦૨૧ : શ્રાવણ વદ એકમ : પડવો : : પૂણે : : : : : : : : :

શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )

https://drive.google.com/file/d/1rhe_1DaBTeufRTRm4DcCUDZZaxV6tczy/view?usp=drivesdk વાયા ને વાદળ ઊમટ્યા


વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં   ટહુક્યા    મોર
મળવા આવો સુંદિરવર   શામળિયા

તમે મળવા ન આવો શા માટે?
તમે મળવા ન આવો શા માટે?
ન આવો તો  નંદજીની  આણ!
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે   છો  સદાયના  ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે   ભરવાડણ ના  ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે   ગોપીઓના   ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશી ના સ્વામી શામળિયા
મેતા નરશી ના સ્વામી શામળિયા
અમને  તેડી   રમાડ્યા   રાસ
મળવા આવો સુંદિરવર  શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં   ટહુક્યા    મોર
મળવા આવો સુંદિરવર  શામળિયા



 ( ૧ )  : : વા વાયા ને વાદળ ઊમટ્યા : નરસિંહ મહેતા     🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/1kBFvhynExJ3bTt1QtpBW9__JJWABkyBF/view?usp=drivesdk વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં



વાદલડી  વરસી રે,   સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયા થી છૂટાં પડ્યાં
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

વાદલડી  વરસી રે,   સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયા માં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં


હેમા દેસાઈ અને સાથીદારોના સ્વરમાં ગવાયેલો આ રાસ

 ( ૨ ) વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં  Click hereinbelow to view the video song : A fusion of the aforesaid two RASS SONGS ::: “વા વાયો ને વાદળ ઉમટ્યા” ( ૩ ) :  “વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં” : સ્વર અને અભિનેત્રી : સાંત્વનિ ત્રિવેદી : સંગીત : આકાશ પરમાર:DOP:ધૃવ ભાટિયા: Locations : પાવાગઢ અને કડાણા ડેમ : falling rain 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️   https://youtu.be/rjL-T4Lq2rc        🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : રવિવાર ઓગસ્ટ  ૨૨ , ૨૦૨૧ : સોમવાર ઓગસ્ટ ૧૯, ૨૦૨૪ : શ્રાવણ સુદ પૂનમ : બળેવ: નારીયેળિ પૂનમ : : રક્ષાબંધન પર્વ : પૂણે :: ( ૪ ) :   રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ
સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય : : સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : રક્ષા બંધન :::: https://tahuko.com/?p=1493



જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરા નું બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

શહેનાઇ ના સૂરથી બાંધ્યા,
મીંઢણ ના પણ બંધન;
નાણાછડી થી બાંધે કોઇ,
યુગયુગ ના પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગર નું પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

હાલમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતર થી ગુંથેલું
અમોલ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

વા વાયા ને વાદળ ઉમટ્યા ! વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં !!
ગોકુળ માં ટહુક્યા મોર ! મળવા આવો શામળિયા !!
આવો ! સુંદિરવર શામળિયા !!
ન આવો તો નંદજીની આણ..!
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ભરવાડણના ભાણેજ
તમે ગોપીઓના ચિત્તચોર
અમને તેડી રમાડ્યા રાસ
તમે વ્રજ માં તે વાંસળી વાજંતા
સ્વામી શામળિયા : મળવા આવો શામળિયા
હાથ કેરી ચૂડલી રે ! વીરો મારો લેવા હાલ્યો
ડોક કેરો હારલો રે ! વીરો મારો લેવા હાલ્યો
નાક કેરી નથણી રે! વીરો મારો લેવા હાલ્યો
સાસરિયા મારા ઘેરે બેઠા !!!
પિયરિયાંમાં (મારા સાસુમા) મ્હાલી રહ્યા !
હે ! વીરા લઇને વ્હેલો !
વીરા લઇને વ્હેલો !!
વીરા લઇને વ્હેલો આવજે રે ! હવે સાસરિયે મારે જાવું રે !!
હે ! સાસરિયામાં મ્હાલવુ રે ! ! પિયરિયાં થી છૂટાં પડ્યાં !
સાસરિયામાં મ્હાલવુ રે !
વાદલડી વરસી રે !!
સરોવર છલી વળ્યાં !
વાદલડી વરસી રે?!સરોવર છલી વળ્યાં!? ??!!?!

શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :

https://drive.google.com/file/d/1b5VSDpHWInSAOecMueGhrhw2eqvATOKf/view?usp=drivesdk કાનમાં પવન કહીને ચાલ્યો



કાનમાં પવન કહીને ચાલ્યો – કે હે આવે મેહુલિયો!
ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ
મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો
આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

લીલી લીલી ધરતી મન મલકંતી તરુવર ચઢીને બોલે,
ખળખળખળ ખળખળખળ સરિતા
ને ઝરણાં સરવરિયા પણ ડોલે.
વસુંધરાનો પાલવ લ્હેરે, તરસ્યાનો જામ ભરાયો રે!

કાનમાં પવન કહીને ચાલ્યો – કે હે આવે મેહુલિયો!
સ્વરઃ શ્રુતિ વૃન્દ
રચનાઃ અવિનાશ વ્યાસ :
સંગીતઃ ગૌરાંગ વ્યાસ : સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/1yg2IRSIV7whYox2WnhZBBtXFSUraYJO5/view?usp=drivesdk મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….

-નરસિંહ મહેતા

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૨૧ , ૨૦૨૧ : શ્રાવણ સુદ ચૌદસ : : : : : : : : : :

શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું  છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ )  : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) :  દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :

વરસાદ ભીંજવે : ભીંજાવું શું છે જાણ્યું : વર્ષા એ કરી કમાલ.

આજ ભીંજાવું : નીલેશ રાણા


સ્વર : નિશા કાપડીઆ


આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષાએ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઈને નદીઓનું વ્હાલ

સોળ વર્ષની વર્ષા નાચે
પહેરી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમર પર
પીડાની છલકે છે ગાગર
વાત ચડઢી વંટોળે ને હું થઈ ગઈ માલામાલ
જડયું અચાનક ગોપિત ઝરણું, વર્ષાએ કરી કમાલ

આભઅરીસે મીટ જો માંડી
કાયા થઈ કંકુવરણી
ફોરાં અડતાં મહેકયા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી
ભીતર કનડે ભીના રાગો ને સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું, વર્ષાએ કરી કમાલ

— નીલેશ રાણા

સ્વર : નિશા કાપડીઆ.                                  🌧️🌧️🌧️   અહીં ક્લિક કરીને સાંભળીએ : :  https://rankaar.com/blog/archives/301 🌧️ (૧)🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  : : વરસાદ ભીંજવે  : રમેશ પારેખ : :                                                   આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન  વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું  ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું  રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા  ઉભા  ફાટ્યા   રે વરસાદ ભીંજવે

ઘરમાંથી  તોતિંગ ઓરડા  ફાળ મારતા  છૂટ્યા  રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને  ફળિયામાં ધક્કેલો  રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર  નાગ  જીવને   અનરાધારે  કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને  ભીંજવે તું  તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને  કોનાં  ભાનસાન, વરસાદ ભીંજવે

—રમેશ પારેખ.                                                          🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️અહીં ક્લિક કરીને સાંભળીએ : : સ્વર : ગાયક વૃંદ : :  recording : Karneek Vyas  Meghsaptak : : સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ : : https://youtu.be/VtWIXNWxAFU?si=bsvnx6KN3npE02oJ  🌧️ ( ૨ ) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️   https://youtu.be/bNZHq3a3Bjg?si=RNsvc9qb4c3XAQcc સ્વર : ઋષભ કાપડિયા , ઋજુ જોશી, નિનાદ બાવિસ્કર, શિમોલી પંડ્યા, મિશેલ શાહ : : સંગીત નિયોજન : કર્ણિક વ્યાસ : :  સારંગી વનરાજ શાસ્ત્રી : : રિધમ  : પ્રસાદ તોલે : : : : 🌧️ ( ૩ ) 🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/Q7JhkxKohyI?si=wqHWgJf_VVo-oNCy 🌧️( ૪ ) : સ્વર : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : : સ્વરાંકન : સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : : : : : : 🌧️ 🌧️  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : સ્વર :  દ્વિજ  નાયક અને મુદ્રા જોશી દવે : : સંગીત નિયોજન : ઓજસ ભટ્ટ : : રાગ મેઘ : :  ગુજરાતી નાટક , ” કોશેટો” : માં થી  🌧️ 🌧️ 🌧️ https://youtu.be/Vbo8rziKGlk?feature=shared   🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️  (૫) 🌧️ 🌧️ “Kosheto” is a Gujarati play that explores the metamorphosis of a patient battling cancer through the poetic legacy of Ramesh Parekh. This poem is an integral part of the play and adds depth to its narrative.

About Composition:
Since it’s about rain, the Music  composure / Arranger has made this song in ‘Megh Raag’. What instrument can be better to justify the divine nature of Megh than – Santoor, so they have used Santoor to amplify the rains. To keep the song as humanly as possible, they have added the vocal percussions ( Padhant ) in voice of the composer himself. : :

Rag Megh  (meaning cloud ) is one of the very old ragas found in Indian classical music. This raga is related from Lord Krishna time period, when Govardhan Parvat (mountain) was on Lord Krishna’s short finger during the Govardhan leela, then Lord Shiva generated a Damru sound to protect Lord Krishna. That sound which was generated by the Damru was raga MEGH…

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને  ભીંજવે તું  તને વરસાદ ભીંજવે” : રમેશ પારેખ : : Mother And Daughter in the middle of the Rain

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : ઓગસ્ટ ૨૦ , ૨૦૨૧ : શ્રાવણ સુદ તેરસ : પૂણે : : : : : : :

   

શ્રાવણ ના ગીત : : આ કોની મનોરમ દૃષ્ટિ થી આકાશનું અંતર ભીંજાણું : (૧) : ગની દહીંવાલા : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : ઇસુ દેસાઇ : ૧ ( અ ) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : ૧ ( બ ) : :  ઘેઘૂર થઇ ગયો છે વર્ષા નો શામિયાણો : ( ૨ ) : ભગવતીકુમાર શર્મા : ગાર્ગી વોરા : આલાપ દેસાઈ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :

આ કોની મનોરમ દ્રષ્ટિથી થી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ.

આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી ?

છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?

શી હર્ષાની હેલી કે ધરતીનું કલેવર ભીંજાણું ?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે ?

આનંદના ઉઘડ્યા દરવાજા ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું.                                                         — કવિ : શ્રી ગની દહીંવાલા : ૧ ( અ ) : : સ્વર : બંસરી યોગેન્દ્ર : સ્વરકાર : હરેશ બક્ષી : સંગીત : ઇસુ દેસાઇ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️અહીં નીચે ક્લિક કરો અને જુઓ વિડિયો : સાંભળો  ગીત : નવલું નીલામ્બર ભીંજાણું : : : :  https://youtu.be/IShsvaQedsg           🌧️🌧️🌧️🌧️🌧️ ૧ ( બ )  સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : કાવ્ય સંગીત યુ ટ્યુબ રિલીઝ ૪ / ૧૦ / ૨૦૩ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/HVkk3yDt86k?si=L9JvQvDM9PrLlJWE 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ ઘેઘૂર થઈ ગયો છે : સ્વર : ગાર્ગી વોરા : સ્વરાંકન અને સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : આલ્બમ : સૂર વર્ષા : Horus Music Release  ૨૪ / ૭ / ૨૦૨૭  યુ ટ્યુબ રિલીઝ ૨૩ / ૭ / ૨૦૧૭ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/aUiy841QAWg?si=8AijgpoOl0seHd-C

ઘેઘૂર થઈ ગયો છે વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે મલ્હારનો ઘરાણો
ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યું કિંતુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિને લાગણીઓ જકડાયેલો ઝૂરાપો
માણસ ઊપર પડે છે, ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રહારે
મેં લોહીથી કર્યા છે મારા બધાં લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : આલાપ દેસાઈ.                                🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : ઓગસ્ટ ૧૯ , ૨૦૨૧ : શ્રાવણ સુદ બારસ : પૂણે : : : : : : : : :

શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને  : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :

https://drive.google.com/file/d/1dTf7Igzlh0-aKoUPP4uGI1rMF3W8uGWq/view?usp=drivesdk રિમઝિમ બરસે બાદલ બરસે
https://youtu.be/UyyJGSxC02o?si=P8-9BOKFmVBgqOTQ સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા: : ( ૯/૧/૧૯૭૭ રીલિઝ )

રિમઝિમ બરસે બાદલ બરસે
મ્હારું મન ગુંજે ઝંકાર…
સાવનની સખી સાંજ સુહાગી
કરતાં મોર પુકાર

ગગનગોખથી મદભર નેણાં
વીજ કરે ચમકાર..
અંજન આંજુ પહેરું પટોળાં
સોળ સજું શણગાર

મોરે પિયા પરદેશ બસે
આ સાવન આવણહાર
હું મંદિરના દીપ સજાવું
ગૂંથું ફૂલની માળ
કઈ દીશથી મ્હારો કંથ પધારે
કઈ દીઓ અણસાર.…

-સુન્દરમ ( ૧૯૦૮ – ૧૯૯૧ )
૯ જુલાઈ ૧૯૫૭ : ૧૫ જુલાઈ ૧૯૫૭ : કાવ્ય ગંગા પુસ્તક : ૬ : પ્રિયંકા ના “મહાજીવન” ( પૃ. ૩૦૩ ) 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️
https://youtu.be/uRodQ-zd3QA?si=B7C8VFbKWWO_XzpJ સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા : આલ્બમ : સંગીત સુધા : ભાગ ૯ : : From  HMV ( LP ) શ્રાવણ‌ માધુરી : : uploaded by Malove Divetia (  28/5//2022 ) : : : : : : : : : : :  આલ્બમના ગીતના સ્વરાંકન માટે ફેરફાર કરેલા અને ઉમેરેલા શબ્દો : તરાના ને પખાવજ ના બોલ ના સમન્વય સહિત  : : : : : : સ્વરાંકન : રાગ મિયાં મલ્હાર પર આધારિત : : :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ બાદલ બરસે રિમઝિમ બાદલ બરસે , રિમઝિમ બરસે , બાદલ બરસે . હોઅઅ . મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર … રિમઝિમ રિમઝિમ બરસે , બાદલ બરસે . રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ…!!!  🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧સાવનની સખી સાંજ સુહાની (૨) , કરતા મોર પુકાર . ગગનગોખથી મદભર નૈના , વીજ કરે ચમકાર … મારું મન ગુંજે ઝનકાર મારું મન ગુંજે ઝનકાર … રિમઝિમ રિમઝિમ બરસે , બાદલ બરસે ; રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ…!!!  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અંજન આંજુ , પહેરું પટોળા (૨) , સોળ સજુ શણગાર , કઈ દિશથી મારો કંથ પધારે (૨) , કોઈ દિયો અણસાર … મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર … રિમઝિમ રિમઝિમ બરસે , બાદલ બરસે ; રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ …!!!  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ તનનન દિમ તનન દિમ તન દેરેના (૨) , દેરેના દેરેના દિમ તદિયન દેરેના (૪) ; સજન સાંવરો આયો મોરે મંદિર , આયો મોરે મંદિર , આયો મોરે મંદિર ; તનનન દિમ તનન  દિમ તનનન   દિમ તન દેરેના (૨) ,  દૈવિક પાયલ ઘનઘન નાચત , અંગ અંગ ઝનકાર સુનાવત , અંગ અંગ ઝનકાર સુનાવત ; મૃદંગ બાજત ધિરકિટ ધિરકિટ , મૃદંગ બાજત ધિરકિટ ધિરકિટ ; ધેત્ત ધેન ધેત્ત ધેન , ધેત્ત ધેત્ત ના ; તદગત ધેત્ત ધેન ધેત્ત ધેન , ધેત્ત ધેત્ત ધા . ધેત્ત ધેન ધેત્ત ધેન , ધેત્ત ધેત્ત ધા . ગદિયન . ધેત્ત ધેન ધેત્ત ધેન ધેત્ત ધેત્ત ધા: 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ( ૨ ) એ : આ નેણ નથી છે શ્રાવણ : : સ્વર : અનુરાધા પૌંડવાલ : : કવિ શ્રી સુધીર દેસાઈ : : સ્વરાંકન : રાસબિહારી દેસાઈ : : : :  અહીં નીચે ક્લિક કરો અને સાંભળો : : : : : : : : : https://youtu.be/vph8ccnDeRs?si=WzGWC7iybgpNeEE3 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️ 🌨️  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : ઓગસ્ટ ૧૮ ,૨૦૨૧ : શ્રાવણ સુદ અગિયારસ : પવિત્રા એકાદશી : :

🌧️🌧️ ( ૨ ) બી : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : : સ્વર : નિશા ઉપાધ્યાય કાપડિયા : : સ્વરાંકન : રાસ બિહારી દેસાઈ ( મુંબઈ  : ઓરિજીનલ  સિંગર : અનુરાધા પૌંડવાલ ) : : recreation સંગીત નિયોજન : પ્રહર વોરા : : નિર્માણ : ગીરીશ ચાંદેગરા : : નેરેટીવ  લિરીકસ વિડીયો પ્રસ્તુતિ : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ : યુ ટ્યુબ રિલીઝ સ. ૩ :૦૦ ૬ / ૩ / ૨૦૨૬ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/inOLQLzR4mQ?si=TW4qUnMBZztV2JsJ

આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : : : :

આ નેણ નથી છે શ્રાવણ છે શ્રાવણ : સુધીર દેસાઈ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .

********************************************* સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે : : મધુકર રાજસ્થાની : : : :

સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે મયુર પંખી રે, સપને : મધુકર રાજસ્થાની

સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે મયુર પંખી રે, સપને : મધુકર રાજસ્થાની  : :  સ્વર : મન્ના ડે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : શ્યામ સાગર : : આલ્બમ : Soufuly Yours : સા રે ગા મા રિલીઝ ૧ / ૧૨ / ૧૯૮૨ : યુ ટ્યુબ રિલીઝ ૯ / ૧૧ / ૨૦૧૪ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/tdqqROVjj_8?si=TYydGax_4-cF8wj2

Legendary playback singer Manna (  24 / 10 / 2013 ( Prabodh  Chandra ) Dey ( From Kolkutta to Mumbai and then Bangalore , and  lastly in Kolkata ; His Wife from Kerala : Sulochana  , married in  1953 ; She died in January 2012 due to Cancer : Manna Dey’s last wish was to sing 4 Emotional Songs he composed in memory of his wife , was not fulfilled as then he did not approve his loosening voice . ) )  : : ( Padmasri in 1971 , Padma Bhushan in 2005 , and  Dadasaheb Phalke Award in 2007 : Belonged to Bhendi Bazar Gharana & trained under Ustad Aman Ali Khaan ) Acclaimed for blending Indian Classical music with popular composition in Hindi Film Music : Recorded 3047 Songs in Hindi , Bengoli ( He kept  2500 Bengoli Songs in his Diary ) Kannada Gujarati , Etc. Indian Languages . ) turned 90 years on 1st May 2009. He promised on his birthday for a live concert at Bangalore ( where he started living with his second daughter ; Bangalore University  also awarded him doctor of literature on 24 December  , 2008 ) . It was organized on 10th May , 2009 : : Manna Dey ( From Kolkata to Mumbai and then Bangalore , and  lastly in Kolkata) : :  It was a very pleasant experience to listen to such a  singer on attaining his age of 90. It is a reminder about the times that will never come back — great songs and passionate lyrics : Enjoy the first Song Manna Dey Sang , Sawan ki rimzim mei : : Both Hindi Lyrics and its translation in English are given HERE in. : :

Peackok dreams are dancing in monsoon’s silver rhyme : Original Hindi song : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે મયુર પંખી રે, સપને: Written by Madhukar Rajasthani : :

મયુર પંખી રે,સપને નાચે સાવન કી રીમઝીમ મેં : મધુકર રાજસ્થાની : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શ્રાવણ ના ગીત : : કોઈ ધોધમાર વરસે રે સૈ ! : : હિતેન આનંદ પરા : રેખા ત્રિવેદી : ( ૧ ) : :  નિશા પરિધિ : ( ૨ )  : આ ધોધમાર વરસે  : નયના જાની : પાર્થિવ ગોહિલ : આલાપ દેસાઈ ( ૩ ) : : ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર : ડો. વિજલ પટેલ : સંગીત પ્રતિક  શાહ : ( ૪ ) : : વર્ષા ગીત : શ્રાવણી  : PART ( XVI ) : :

“ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..

વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..” : હિતેન આનંદપરા : : A joyful couple walks hand-in-hand under a transparent umbrella on a damp, cracked earth path surrounded by nature. The woman laughs while the man gently holds the umbrella, both enjoying the refreshing rain and each other’s company. This image captures a romantic and carefree mood, ideal for themes like love, monsoon vibes, couple goals, and togetherness in the great outdoors . : iStock Photo : Credit Mayur Kakade.

* કોઈ ધોધમાર વરસે રે … : હિતેન આનંદપરા : :
https://youtu.be/J3jMXOlf2j4?si=-Lo7Rk1dGXM-E6Cu

કોઈ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,
કહે છે તું આજ ગઈ.

હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય.
ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..

વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..

– હિતેન આનંદપરા
https://rankaar.com/blog/archives/313
સ્વર : રેખા ત્રિવેદી. : અહીં ક્લિક કરીને સાંભળીએ  🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️☔🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️☔ 🌧️                               આસ્વાદ / કાવ્ય વિચાર : વિ જયરાજ: :  સખી સહિયર ને કહ્યું છે : : કોઈ સંકળામણ છે , સ્પંદનો છે , વાવ્યા હતા ,ભીડી રાખ્યા હતા જે હવે વિસ્તાર પામીને , ભરાવો થયો હોય તેમ ઊભરી આવ્યા છે, અને જીવ જોડે વહ્યા કરતાં તેના ઉછાળ ની પ્રબળતામાંથી છૂટી ને , વાદળ ની પકડમાંથી , જોસબંધ  સરકી આવતા ધોધમાર વરસાદ ની જેમ વર્ષાવંત બહેકી જાય , તેમ થવાનું છે . “કહે છે તું આજ હવે ગઈ ” : પકડદાવ ની રમત માં જીતવા માટે સામી બાજુ ના હાથમાં આવતાંવેંત છટકી જવાનું હોય , ભલે કોઈ વાર હાર થાય .આવી ભીંસ,પકડ, ઉછાળ ; તસતસાટ દેનાર છે કોઈ જેણે , રાત રાત આવીને, શરમાશરમી ની રમત  માંડ્યા કરી છે , ત્યારે “હાય” અવાજ સાથે લજાવુ પડ્યું છે . પરંતુ , આ પડી રહ્યા છે એ કાંઇ ફોરાં કે ઝરમર નથી . અનરાધાર વર્ષા થી વહ્યા જતા પાણી એ , માગૅ પરે મોજાં જેમ ઉછાળ ધર્યો છે જેમાં “તા થૈ” બોલતી, ઝાંઝર પહેરી પાની એ પલળી ને હરખાવું જાહેર કર્યું છે : નયના જાની ની ગઝલ યાદ કરીએ :” છલકી જવાય એવું કે છોળ થઇ જવાતું , ઘેઘુર ને ઘુઘવતો એવો ખુમાર વરસે . “આ ધોધમાર વરસે , ચોમેર ધાર વરસે , હું કેટલુંક ઝીલું , અનહદ, અપાર વરસે .” કોણ છે આ “કોઈ” જે ધીરે ધીરે , વેંત વેંત , નજીક આવનાર છે ; જેની વચ્ચે નું અંતર ઓછું થતાં , નાયિકા સર્વત્ર અને સવૅસ્વ માં ઉભરાતા વહાલ ને અનુભવી શકે છે . કેવી રીતે અભીંજ રહી શકે જ્યારે , છોળો અને ઉછાળો , ઢોળાઇ રહેતા , બધ્ધી ભીંસ થી છૂટકારો મળે . છલકાયો માંહ્યલો શેષમુકત  બની કહે : ” મારા માં બાકી ના રહી ” એ કોઈ ‘બીજું કોઈ’ નથી . બલ્કે , નાયિકા એ પોતાની જાતે જ ઊભી કરેલી “સંકળામણ”છે. ભગવતી કુમાર શર્મા ની ગઝલ પરથી શોધ કરી શકું તો : : : “બુધ્ધી ને લાગણીઓ જકડાયેલો ઝુરાપો , માણસ 👗 ઉપર પડે છે ચોમેર થી દબાણો” . “ઘેઘુર થઇ ગયો છે વર્ષા નો શામિયાણો , આકાશ ને ધરા છે મલ્હાર નો ભરાણો” . નસનસમાં તસ તસતી ભીંસ નાયિકા એ જાતે વાવી છે : આ મુશ્કેલ સંકળામણ માં થી બહાર નીકળી જાય તેમાં નાયિકાની વર્ષા ના ધોધમાર સ્વરૂપ સાથેની તલ્લીનતા , હષૉન્વિત નૃત અને નૃત્ય ના બોલ થઈ , “વ્હાલમના કહેણ” નું સુંદર “વર્ષા ગીત” છે આ , રેખા ત્રિવેદી ના / નિશા શાહ પરિધિ LIVE  @ ‘સૂર નોખાં સ્વર અનોખાં’ મ્યુઝિકલ શો : ના તલ્લીનતા ભર્યા સ્વર માં : “કોઈ ધોધમાર વરસે છે સૈ” કવિ શ્રી હિતેન આનંદપરા : અર્થ નિર્દેશ આસ્વાદ  કાવ્ય  વિચાર : વિ જયરાજ પૂણે ૨૨.૮.૨૦ / ૧૭.૮.૨૧ 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️ :    ” આ ધોધમાર વરસે “:   ( ૨ ) અહીં નીચે ક્લિક કરો અને સાંભળો ધોધમાર વરસાદ ની ગઝલ : કવયિત્રી : નયના જાની : સ્વર : પાર્થિવ ગોહિલ : સ્વરાંકન સંગીત : આલાપ દેસાઈ : આલ્બમ : સૂર વર્ષા :  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/16RzN-au5zc .

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની                                                        🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️

“આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે !” નયના જાની

અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song during the coming weeks of monsoon : ઓગસ્ટ ૧૭ , ૨૦૨૧ : શ્રાવણ સુદ નોમ : પૂણે : : : : : : : : : :

Sand dunes in Namib Desert along the coast of Namibia –  ( Getty images ) Peter Adams “દરિયોતો દરિયો છે ઘુઘવતો જાય તોયે
કાંઠો તો સહરાનું રણ
આપણામાં આખુંય પોરવાઈ જાય તોયે
શોધ્યું જડતું ના એક જાણ
લાલચટક કંકુના લોહીઝાણ ચિતરામણ”

************************************************* ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર ::::

ધોધમાર વરસાદે ભીંજાયા તોયે હજુ
કોરાકટ રહીએ શેં આપણે?
તડકાની કેડી પર ઉભા રહીએ તોયે
ભીની માયામાં વહીએ આપણે…

મનગમતું નામ ભલે હૈયે ઘૂંટાયું તોયે
હોઠોને બોલવાની ના
ભવની ચોપાટ તણી માંડીને બેઠા તોયે
બાજીને ખેલવાની ના
અંદરના આયનામાં પડતી તિરાડ પછી
કોઈને શું કહીયે રે આપણે…
ભીની માયામાં વહીએ આપણે…

દરિયોતો દરિયો છે ઘુઘવતો જાય તોયે
કાંઠો તો સહરાનું રણ
આપણામાં આખુંય પોરવાઈ જાય તોયે
શોધ્યું જડતું ના એક જાણ
લાલચટક કંકુના લોહીઝાણ ચિતરામણ
આજ લગી સહીએ રે આપણે….
ભીની માયામાં વહીએ આપણે…

— નંદિતા ઠાકોર

ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર : : સ્વર અને સ્વરાંકન : ડો. વિજલ પટેલ : : Music Programming, Mixing and Mastering : Pratik Shah : : Sitar : Raahi Patel  : : Photos & Videos : Swarangee Patel : :  Presented by : Swarangee Music : : Sound Engineer : Saurabh Balkrishna Kajarekar : : Studio : Buss In : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ ::::

https://youtu.be/ct4aOdm8j4I?si=3fItu5p9mRFd-wxG

ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ :  નંદિતા ઠાકોર : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શ્રાવણ ના ગીત : : ધરા જરા ધીરી થા : (૧) : અવિનાશ વ્યાસ : રુચિર દવે અને કાજલ ચંદીરામાનિ : શ્યામલ – સૌમિલ – આરતી મુનશી & પ્રહર વોરા ( ૨ ) : સાજણ ધોધમાર વરસાદ પડે છે : (૨) : વિમલ અગ્રાવત : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : વર્ષા ગીત : શ્રાવણી : PART ( XV ) : :

વડ અને વડવાઈઓ : Banyan tree sway in the garden  during monsoon time.

ધરા જરી ધીરી થા : અવિનાશ વ્યાસ : : : :


ધરા જરી ધીરી થા! આટલી અધીર કાં !?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો  સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રે ઝનન
સનન સનન સન સનન ગોરીનું ગવન છેડીને નાચે રે પવન

હો ઘનઘોર ઘટા લીલી લીલી લતા પર ખીલી રે છટા
દૂર દૂર દાદૂર મયૂર સૂર પૂરત શાતુર ઝંખે મિલન!

ફાલ્યો વડલો ને ફાલ્યો પીપળો, ફાલ્યું ફાલ્યું રે બાજરાનું ખેત;
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

સપ્તરંગનો સૂર સજાવી ગગન ગજાવી સાધન શ્રાવણ આયો રે
ડિમ ડિમ ડિમાક ડિમ ડિમ ડિમાક
ડિમ ડિમ ડિમ ડિમ ઢોલ બજાવી વરસંતો વરતાયો રે

મોતીની સેર મજાની લીલુડા લહેરિયાની લાવ્યો વ્હાલીડો હેત!
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

વરસંતી વર્ષાને નીરે ભીંજાતી રે
સ્થિર નહીં અસ્થિર સમીરે
નયના ધીરે સરિતા તીરે એક સખી રે
નયન પરોવે નયન થકી બની ભગ્ન મગ્ન મનનો સાજન…
( ૧ ) અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી સાંભળીએ : : : : : https://youtu.be/A32byOX_bBQ?si=cm-Z6Y3V1g1Wp-xv
– અવિનાશ વ્યાસ : :  લિરીક્સ / સ્વરાંકન : : સંગીત : ગૌરાંગ વ્યાસ : :  સ્વર : રુચિર દવે અને કાજલ ચંદીરામાનિ : : : : : ( ૨ ) શ્યામલ – સૌમિલ – આરતી મુનશી અને પ્રહર વોરા ના સ્વર માં સાહિત્ય પરિષદ હોલ ( ૧૩ / ૮ / ૨૦૨૩ ) ક્લિક કરો: https://youtu.be/NM1kaZkzhGo?si=RCdHRospX8-mdgMF

** તગતગતી તલવાર્યું તડફડ : : વિમલ અગ્રાવત : : : :

તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે .                   ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે .

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
ઝરણાં હફ્ડક નદી ખની ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
ઘેઘેતીટ તાગીતીટ તક્તીર કીટતક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
હું પગથી માથાલગ ભીજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ –
અકળાય રે નફફટ ! ધોધમાર વરસાદ પડે છે

– વિમલ અગ્રાવત.            
https://youtu.be/NuzrTn4RqW0?si=6MTJ5gkA2s-DViR-
સ્વરાંકન અને સંગીત નિયોજન : ડો ભરત પટેલ : :  ધોધમાર વરસાદ પડે છે : કવિ શ્રી વિમલ અગ્રાવત  : : સ્વર : ગાર્ગી વોરા  : : નેરેટીવ લિરીકસ વિડીયો : રાજેષ કોટેચા : ભરત પટેલ યુ ટ્યુબ રિલીઝ  ૧૧ / ૯ / ૨૦૨૪ : : અહીં ઉપર આપેલ લિંક પર ક્લિક કરીને સાંભળીએ  : : : : : : :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : : : : : : : : :  ઓગસ્ટ ૧૬ , ૨૦૨૧ શ્રાવણ સુદ આઠમ / / ૨૦ / ૮ / ૨૦૨૫ : પૂણે : : : :

શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )

ચાલ, વરસાદની મોસમ છે  : હરીન્દ્ર દવે  : :  સ્વર : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા  : : સ્વરાંકન : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : : સંગીત : નીરજ – ઉત્તંક : :  નેરેટીવ વિડિયો એડિટ એન્ડ મેનેજમેન્ટ – અકૈવ માર્કોમ (Akaiv Marcom LLP) : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૯ / ૮ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/g_h2GlotD_U?si=qMhDEJag51B9–Zf

                          ચાલ, વરસાદની મોસમ છે


ચાલ, વરસાદની  મોસમ  છે, વરસતાં જઈએ,
ઝાંઝવા હો કે  હો દરિયાવ,  તરસતાં. જઈએ.

મોતના  દેશથી   કહે   છે   કે બધાં  ભડકે  છે,
કૈં  નથી  કામ, છતાં  ચાલ, અમસ્તાં  જઈએ!

આપણે   ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે  છે ઘણાં, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું  શું  કરીએ,
બાંધીએ એક નગર, ને જરા  વસતાં  જઈએ.

તાલ   દેનારને   પળ   એક  મૂંઝવવાની  મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં  હસતાં જઈએ.

-હરીન્દ્ર દવે

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી.  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/139YfdGW2q3kGIxZRrx8uE5cqqo_8bwwY/view?usp=drivesdk  ( ૨ ) ગીત : ચાલ , વરસાદની મોસમ છે : ૧૯૭૪ : કવિ શ્રી હરીન્દ્ર દવે : સ્વર : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક ધોળકિયા : : 🌧️🌧️🌧️🌧️ https://youtu.be/kM3Hp2bofoY?si=9QKk4Ls5n9nbFCyJ🌧️🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ : : ( ૩ )  સ્વર : સોલી કાપડિયા અને નિશા  ઉપાધ્યાય કાપડિયા : : સંગીત : આસિત દેસાઈ 🌧️🌧️🌧️🌧️ ( ૪ ) સ્વર : મિરાન્દે શાહ‌ : સ્વરાંકન : નયન પંચોલી : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/dmxqdXAfiVU?si=7WPLX7JCA1Nmsf2w 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️ : : : : : : : :  ( ૫ ) ચાંદની એ વાદળી થી ગોઠડી કરી : કવિ શ્રી હરીન્દ્ર દવે : સ્વર : ગાર્ગી વોરા : સ્વરાંકન : રુદ્રદત્ત ભટ્ટ : :  આલ્બમ : સુર મંજરી : સંગીત નિયોજન : નીરવ  અને જ્વલંત : : 🌧️🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/MejoKnZXsn0?si=GQZCI5Vtx-prh1t0

ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી
ફોરાંમાં વાત મૂકી વહેતી: ઉંઘરેટી આંખ કરે જાગતાની વાત
અને જાગતી આંખોમાં ઊંઘ વહેતી

ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી
હરીન્દ્ર દવે : :
ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી



ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી
ફોરાંમાં વાત મૂકી વહેતી
ધરતી તોડીને ફૂટ્યાં તરણાં
એ સાંભળવા ઝરમર ઝૂકીને વાત કહેતી

લીલી વનરાઈની પાંદડીએ પાંદડીએ
દીવાની જેમ ઝગે વાત
અંધારું પાથરતાં વાદળાંની વચ્ચે અહીં
દિવસથી ઝાઝી તગે રાત
સાંજને ગયું છે એવું ગોઠી કે વણ પૂછે
છેક એ સવાર સુધી રહેતી

ગેબથી જે નીકળ્યો એ સૂર
લીયે શોધી આ ભીની માટીની શી મ્હેંક
ઝીણાં કો’જંતર નો તાર રહે.
ઝંકારે મોહક એ વાર્તાની ગહેક
ઉંઘરેટી આંખ કરે જાગતાની વાત
અને જાગતી આંખોમાં ઊંઘ વહેતી

-હરીન્દ્ર દવે

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : રુદ્રદત્ત ભટ્ટ

શ્રાવણ ના ગીત : : વરસાદ નામે લખીએ હૂંડી : (૧) : રમેશ પારેખ : ઓસમાણ મીર : હરિશ્ચંદ્ર જોશી : : અઢી અક્ષરનું ચોમાસું : : ભગવતીકુમાર શર્મા : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : રાસબિહારી દેસાઈ : : સંગીત નિયોજન : આસિત દેસાઈ : ( ૨ ) : : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ : ( ૩ ) : : સંગીત નિયોજન : આસિત દેસાઈ  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIII ) : :

https://drive.google.com/file/d/1ECtJUCIOaMmed-I77mhhb_xyu6HD_qBp/view?usp=drivesdk વરસાદના નામે લખીએ હૂંડી

https://youtu.be/LYUrNwO6vQo?si=9PhYEriLo5GLhQyS

કોણ  વરસાદનું  કદ જુએ  છે?  કોણ  છાંટાના  નિરખે ઠઠારા?
કોણ  જુએ છે રેલાની  દાનત?  કોણ  જાણે  છે ઝીણા મૂંઝારા?

આ  તે ચોમાસું છે કે  જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,
પડતો વરસાદ  દાંડીની પેઠે : થઈ  જતા  સર્વ  માણસ નગારાં!

એક   વરસાદના  અર્થ  થાતાં   છાપરે  છાપરે  સાવ  નોખા,
ક્યાંક  કહેવાય  એને અડપલાં   ક્યાંક  કહેવાય એને  તિખારા.

હોત એવી  ખબર કે  છે  આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો  વરસાદથી આવી  રીતે વ્યર્થ  ભરીએ  શું કરવા પટારા?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી,  આવે  વાછટ તલવાર લઈને,
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ  પાડ્યા  કરે છે લૂંટારા?

મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે ને ‘મે’ છે ને ‘શ’ છે
બાકી  વરસાદના  નામે  લખીએ  આમ  હૂંડી, ને કરીએ ગુજારા

સ્વરઃ ઓસમાણ મીર
ગીતઃ રમેશ પારેખ
સ્વરાંકનઃ હરિશ્ચંદ્ર જોશી
આલ્બમ: સંગત https://drive.google.com/file/d/1PDOOTC-hQEq6rw5VKG6tNbxB78Yh2Rbj/view?usp=drivesdk અઢી અક્ષરનું ચોમાસું https://youtu.be/SXFazgA1AVE?si=NUsi9ZUXmnDg0pcy
અઢી અક્ષરનું ચોમાસું


અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા
https://youtu.be/iPjoAvTiprk?si=xHeyCdQsrNrw_zAr અહીં ક્લિક કરીને સાંભળીએ
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ

સ્વરાંકન : રાસબિહારી દેસાઈ : : આલ્બમ : અમે કોમળ કોમળ ( ૧૫/૧/૨૦૧૮ )  🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ 🌧️ ☔ https://youtu.be/L6xjVnBnU2I?si=YKzxbAj3lphiehww : : સંગીત નિયોજન : આસિત દેસાઈ : : : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending : Visit this Post again later on to enjoy the Appreciation of the songs during the coming weeks of monsoon : ઓગસ્ટ ૧૪ , ૨૦૨૧ : શ્રાવણ સુદ છઠ : પૂણે : : : :

Design a site like this with WordPress.com
Get started